________________
૧૮
આનંદધનજીનાં પદ્મા
વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિસરામ; રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ ચાકી નામ.
એવા નિજ સ્વરૂપજ્ઞાનને અનુભવજ્ઞાન કહે છે અને તેના અને શુદ્ધ ચેતના પ્રાપ્ત કરવાના પ્રયાસના અતિ ઉત્કટ સબધ હાવાથી તે જ્ઞાનને જ યાગીઓ ખરૂં જ્ઞાન કહે છે. સામાન્ય રીતે વસ્તુના માધ થાય તેને શાસ્ત્રકાર વિષયપ્રતિભાસજ્ઞાન કહે છે, તેથી કેમીસ્ટ (પૃથરણ કરનાર વૈજ્ઞાની)ની પેઠે વસ્તુસ્વભાવ કહેતાં આવડે છે, પણ જ્યાસુધી વિવેકપૂર્વક સ્વપરની વહેંચણી સાથે તત્ત્વસંવેદન જ્ઞાન થાય નહિ ત્યાસુધી તેને હરિભદ્રસૂરિ આદિ મહાત્માઓ વાસ્તવિક જ્ઞાન કહેવાની ના કહે છે, તેવી જ રીતે ઉપર ઉપરથી અધ્યાત્મની કે યોગની વાતા કરનારને પહેલી ભૂમિકા ઉપર જ ચેગીએ મૂકે છે. જેમ જેમ જીવ ભૂમિકા ચઢતા જાય છે તેમ તેમ તેને સ્વરૂપજ્ઞાન થતું જાય છે અને તેથી યાગના ગ્રંથામાં અનુભવજ્ઞાનની મુખ્યતા કહેલી છે. અનુભવજ્ઞાન સબંધી વિવેચન આ ગ્રંથની ભૂમિકામાં તથા અન્યત્ર વારવાર આવ્યા કરે છે તે વિચારવા ચાન્ય છે.
વસ્તુસ્થિતિ આ પ્રમાણે હાવાથી ચેતન પેાતાની શુદ્ધ ચેતનાને કહે છે કે હું સૌભાગ્યવતી ચેતના! તારી સાથે અનુભવજ્ઞાનરૂપ પ્રીતિ હતી તે હવે જાગ્રત થઇ છે. હું અત્યાર સુધી કુમતિને વશ પડ્યા હતા તેથી ઘર, સ્ત્રી, પુત્ર, ધન, મિત્ર, સગા સબંધીને મારાં પોતાનાં માનીને સસારમાં મસ્ત રહ્યો હતા અને તને તદ્દન ભૂલી ગયા હતા, મારૂં સ્વરૂપ તું છે એ વાત પણ મારા સ્મરણમાંથી ખસી ગઈ હતી, કારણકે મેં અજ્ઞાનરૂપ મદિરાનું પાન કર્યું હતું, મારી તે સ્થિતિ અનાદિ કાળથી ચાલી આવતી હતી, તેથી મદિરા પીનાર માણુમ ઘેનમાં પડી પોતાની જાતપરના અંકુશ ખાઇ બેસે છે અને જેમ તેમ લવારી કરે છે તેવી મારી પણ સ્થિતિ થઈ ગઈ હતી, આ જે નિદ્રા— મૂર્છા આવેલી હતી તે અનુભવપ્રીતિ જાગ્રત થવાથી તારા સંબંધને લઈને ઉડી ગઇ, પેાતાની વહાલી સ્ત્રી સાથેના સંબંધને અંગે માણસ જેમ ભૂખ કે ઉંઘ ભૂલી જાય છે તેમ તારી સાથેની અનુભવપ્રીતિ જામતા મારી ઉપરાત નિદ્રા પોતાની મેળે જ ચાલી ગઇ, નાસી ગઈ, ખસી ગઈ.