________________
૨૦
આનંદધનના પો. એને તે પિતારૂપમાનતે હવે, વ્યવહારનાં કૃત્યને તે તાવિક માનતે હતે તેને બદલે હવે એ સર્વ ઉપાધિરૂપ છે, ચકલમણુ કરાવનાર છે, અધપાત કરાવનાર છે એમ સમજાવા લાગ્યું, અને સાથે સમજાયું કે જ્ઞાન, દર્શન, ચારિત્ર પિતાનો સ્વભાવ છે અને તેને પ્રકટ કરી આ સર્વ ઉપાધિ ત્યાગ કરવા ગ્ય છે.
રોગના ગ્રથોમાં સ્વપર વિવેચન કરવાની આવશ્યક્તા વારંવાર બતાવવામાં આવે છે. જ્ઞાન અને વર્તન સર્વને સુ એ જ છે કે પરભાવનું સ્વરૂપ સમજી તેને ત્યાગ કરી નિજ સ્વરૂપ ઓળખી તેને પ્રગટ કરવાને દઢ નિશ્ચય કરે એ ખાસ કર્તવ્ય છે. આ જીવ પગલિક વસ્તુઓમાં એટલે બધે આસક્ત રહે છે કે એની સાથે તે એક રસ થઈ જાય છે, એ સખધમા જે મોટી ભૂલ થાય છે તે અનુભવજ્ઞાનથી મટે છે તેટલા માટે અત્ર કહ્યુ છે કે પિતાની અને પારકી વસ્તુઓને વિવેક અનુપમ રીતે પોતે જ કરી લે છે. અનુભવ તેને શીખવે છે કે ધન અસ્થિર છે, પ્રેમ છેટે છે, શરીર અને પડવાનું છે, સ્ત્રી પુત્ર સ્વાર્થનાં સબધી છે, સબંધ છેડા વખતને છે, અનત જ્ઞાન એ તાનું સ્વરૂપ છે અને તેને પ્રગટ કરવા તારે પ્રબળ પુરૂષાર્થ કર ઉચિત છે. આ સ્વ૫ર જ્ઞાનને બતાવનાર અનુભવપ્રીતિ હવે જાગ્રત થઈ છે તેથી બહુ આનંદ આવી ગયેલ છે, તેનું વિશેષ વર્ણન કરતાં ચેતન શુદ્ધ ચેતનાને કહે છે.
कहा दिखाई औरकुं, कहां समजाउं भोर तीर* अचूक हे प्रेमका, लागे सो रहे गेर. मुहा० ३
બીજાને તે હું કેવી રીતે દેખાડી શકુ, ભેળા પ્રાણીને તેનું સ્વરૂપ હું કેમ સમજાવી શકુ પ્રેમનું તીર રામબાણ છે અને જેને તે લાગે છે તે નિશ્ચિળ રહે છે.”
ભાવ-જ્યારે અનુભવ ઘટમંદિરમા દીપક કરનાર છે અને વસ્તુ સ્થાપન બહુ ઉત્તમ રીતે કરે છે એમ આ જીવને કહેવામાં આવ્યું ત્યારે તેણે ચેતનને અનુભવજ્ઞાન બતાવવા વિનાત કરી. તેને ચેતન જવાબ આપે છે કે અનુભવજ્ઞાન એ કાંઈ પગલિક વસ્તુ નથી,
“તીર ન ચૂકે પ્રેમકાર એ પાઠાતર છે ૩ કહા કેવી રીતે. ભાર=મૂર્ખ, જનાવર જે અચુક અમાઘ ઠેર–નિશ્ચળ