________________
ચામું પદ હાથમાં લઈને પુસ્તક પેન્સીલની જેમ તે બતાવી શકાય તેમ નથી, તેથી હું તમને તે કેવી રીતે બતાવી શકું? વળી મૂર્ખ-અજ્ઞાની છવ જેને સંસાર છોડ્યા વગર છોકરા સ્ત્રી સાથે મોક્ષમાં જવું છે તેને તેનું સ્વરૂપ હું સમજાવું પણ શી રીતે? જ્યારે ચેતને કહ્યું કે બતાવી શકાય તેવું અનુભવજ્ઞાનનું સ્વરૂપ નથી ત્યારે શિષ્ય સમજાવવાની માગણી કરી તેને પણ ગુરૂ મહારાજ કહે છે કે તે સમજાવવાથી તારા ગ્રાહ્યામાં પણ આવી શકે તેમ નથી, કારણકે તે હજુ આત્મિક જ્ઞાનમાં તદ્દન પછાત પડી રહેલ છે. છતાં તારે તેનું સ્વરૂપ સમજવું જ હોય તે હું તેની એક નિશાની બતાવું છું તેથી તને તેને કાંઈક ખ્યાલ આવશે અને તેથી તે એ સ્વરૂપ સમજી લેજે. એ અનુભવનું તીર અમેઘ છે, મૂક્યા પછી કામ સાધીને જ પાછું આવે છે, રામબાણ છે. રામબાણ જેવું બાણ જે પશુને કે મનુષ્યને લાગે છે તે સ્થિર જ થઈ જાય છે, હાલી ચાલી શકતું નથી. આ અનુભવનું બાણ જેને લાગ્યું હોય છે તે તેમાં નિશ્ચળ રહે છે, સ્થિર રહે છે, સ્થાયી રહે છે. કામદેવનું બાણ વાગે ત્યારે રતિપ્રેમી માણસ જેમ તેમાં લીન–સ્તબ્ધ થઈ જાય છે તેમ અનભવન તીર વાગ્યા પછી એકદમ આ જીવ સ્થિર થઈ જાય છે, પરિણામની ચચળતા હોય તે મટી જાય છે. મનની અસ્તવ્યસ્ત સ્થિતિહાથતે દૂર થઈ જાય છે અને વૃથાદેડાદોડી બંધ થાય છે.
દેહત દેહત હત ડીઆ, જેતી મનની વાહ-જિનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારે ઠંડી, ગુરૂગમ લેજે રે જેહ-જિનેશ્વર
આ મહાત્માએ શ્રી ધર્મનાથના સ્તવનમાં ઉપર લખેલી ગાથામાં કહ્યું છે તે ભાવ અત્ર આવે છે. દેહાદેડી મટી જઈ નજીકની પ્રીતિ ઉત્પન્ન થાય છે અને સ્થિરતા જે ચારિત્રને ગુણ છે તે પ્રગટ થાય છે. તેટલા માટે હે શુદ્ધ ચેતના! આ તારી સાથે જે પ્રીતિ જાગ્રત થઈ છે તે છે કે કોઈને બતાવી કે સમજાવી શકાય તેવી નથી, માત્ર સ્થિરતાગુણથી સમજાય તેવી છે, તે પણ તેની એક નિશાની અચક છે કે એક વખત તે જાગ્રત થયા પછી નિરંતર બની રહે છે.
नादविलुद्धो माणकुं, गिने न तृण मृग लोय;
आनंदघन प्रभु प्रेमकी, अकथ कहानी कोय. मुहा० ४ ૪ નાદ રાગ. વિલોગવિલબ્ધ, આસક્ત લેયર્લેકમાં અન કહી શકાય તેવી. તેય અચૂર્વ