________________
૧૭ |
ચોથું પદ “હે સૌભાગ્યવતી! યથાર્થ સ્વરૂપજ્ઞાનરૂપ તારી સાથેની પ્રીતિ હવે જાગ્રત થઈ છે, અનાદિ કાળથી અજ્ઞાનને લીધે જે નિદ્રા આવી ગઈ હતી તે પિતાને સ્વભાવે જ મટી ગઈ છે.”
સૌભાગ્યવતી કહીને અત્ર જીવ શુદ્ધ ચેતનાને ઉદ્દેશીને કહે છે. અથવા સુહાગણને પ્રીતિનું વિશેષણ લઈ શકાય. સુખ આપનાર પ્રીતિ હવે જાગ્રત થઈ છે.
બીજી પંકિતમાં નિદઅનાહિઆ પાનકી અને કવચિત નિંદ અજ્ઞાન અનાદિકી એ પાઠ છે. અનાદિ કાળથી અજ્ઞાનરૂપ નિદ્રા આવેલી હતી તે હવે ખસી જઈ અનુભવજ્ઞાન પ્રગટ થયું છે એ મૂળ પાઠને અર્થ કર. મેહમદિરાનું પાન કરવાથી થયેલી નિદ્રા મટી ગઈ એ પાઠાંતરને અર્થ કરે.
નિજ રીતા પિતાની મેળે જ અથવા મારી એ રીતિ હતી એ તેને અર્થ થાય છે અને અર્થ સમીચીન છે.
ભાવ-જ્યારે જીવ અપૂર્વકરણ કરી સાત ઘનઘાતી પ્રકૃતિને ક્ષય ઉપશમ કે ક્ષપશમ કરે છે ત્યારે શુદ્ધ ચેતનાને ઝાંખા પ્રકાશ થવા માંડે છે. શુદ્ધ ચેતના એટલે જ્ઞાન લક્ષણ ચૈતન્યની શુદ્ધતાવાળો આત્મા. એના શુદ્ધ સ્વરૂપમાં ચેતના આવી જાય ત્યારે તે તેને અપૂર્વ આનંદ થાય છે, પણ તેનું અપ્રુટ શ્રદ્ધપણું અશે અશે ચતુર્થ ગુણસ્થાનકથી થવા માંડે છે. પછી જેમ જેમ ઉલ્કાન્તિ થતી જાય છે તેમ તેમ શુદ્ધ ચેતના પ્રગટ થતી જાય છે. સામાન્ય બાધથી ચેતનાને શુદ્ધ
સ્વરૂપમાં પ્રગટ થવાનું કારણ મળતું નથી, પણ જ્યારે સૂકમ બાયયથાર્થ વસ્તસ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે પિતે વાસ્તવિક રીતે કેણ છે, પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે, પિતાને ઉપાધિઓ કઈ કઈ લાગેલી છે અને પિતાને તેની સાથે સંબંધ શું છે એનું જ્ઞાન થાય છે, આત્મિક અને પૈગલિક પદાર્થને તફાવત સમજાય છે, તેમાં મનને વિશ્રાંતિ મળે છે, અન્ય વસ્તુઓના જ્ઞાનથી પિતાને તેની સાથે સબંધ કેટલે અસ્થિર છે તે સમજાય છે અને તે જ્ઞાનરસના પાનમાં અપૂર્વ આનંદ થાય છે તેને અનુભવ કહેવામાં આવે છે. બનારસીદાસ પણ સમયસાર નાટકમાં કહે છે કે