________________
ત્રીજુ પદ
૧૫ છે કે આ (અજ્ઞાની) પ્રાણ હીરાને છોડી દઈને માયારૂપ કાંકરા ઉપર મહ પામી ગયે છે.”
હરિલ પક્ષી પાંજરામાં હોય છે ત્યારે નીમની નામની લાકડીને પકડી રાખે છે, પછી પગ આડા અવળા ચાલતાં લાકડી નમી જાય છે અને પક્ષી ઊંધે માથે લટકી પડે છે ત્યારે ચીસો પાડે છે, પણ તેને છેડો નથી-એ પર અત્ર અલકાર છે.
હાર એટલે જંગલ તેનું રહેવાશી વગડાઉ જનાવર અથવા એક જાતનું પક્ષી તે હારિલ.
અજ હ ચેત” ની જગાએ કોઈ સ્થાનકે “અતિહિ અચેત એ પાઠ છે તેને અર્થ આ જીવ ઘણે અચેતન જે થઈ ગયે છે એમ થાય. જો કે તેનામાં તન્ય ગુણ છે પણ તેનું વર્તન જોતા જાણે તે તદ્દન અચેતન હોય તેવું દેખાય છે.
ભાવ-અંતે આ સર્વ વિભ છેડી ચાલ્યા જવાનું છે એ તારા જાણવામાં આવ્યું ત્યારે હવે તું ચેત, શામાટે પડી રહ્યો છે. ઝેરને ઝેર જાણ્યા પછી પણ તેને સેવનાર ડહાપણવાળ ન જ ગણાય એ તુ સારી પેઠે જાણે છે, છતાં શામાટે સંસારમાં પડી રહ્યો છે. હારિલ પક્ષી ઝાડપર અથવા પાંજરામાં નીમની પર લટકાય છે ત્યારે એમ જ માને છે કે મને લાકડીએ પકડી રાખે છે. વાંદરાને જ્યારે પકડ હોય છે ત્યારે ગાગરમાં બાર ભરે છે અને તે વાંદરો તેની પાસે આવે છે. પછી બાર દેખીને તે લેવા ગાગરમાં હાથ ઘાલી માટે સુઠ્ઠો ભરનાર વાંદરા તેમાં સપડાઈ જાય છે, તેને હાથ નીકળી શક્તા નથી, તે તે એમ માને છે કે મને ગાગરે પકડી રાખે છે, તે ભરેલે મુદ્દો છેડતે નથી અને ખેચતાણ કર્યા કરે છે એવી જ રીતે આ જીવ માને છે કે ધન, સ્ત્રી, પુત્ર વિગેરેએ તેને ઝાલી રાખે છે તેથી તે સંસાર છોડી શકતું નથી, નિરૂપાય છે, પણ બિચારાને ખબર નથી કે પાંજરાને માલિક આવી નીમની ખેંચી લેશે કે હારિલ નીચે પડશે, મદારી આવી ચાબખ લગાવશે કે સુઠી છૂટી જશે, તેમ કાળ તોપચી આવી પિતાને રાફ બજાવશે કે આ સર્વ માયા છૂટી જશે.
આવા ખોટા ખ્યાલમાં પડી જઈ આ પ્રાણી જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયીન (હીરાનો ત્યાગ કરી દે છે, તેના તરફ પ્રેમ રાખતા