________________
R
આનદધનજીનાં પદે. અને ચાલી જશે ત્યારે મનમાં કેટલે મોટે ખેદ મૂકી જશે તેનો તે વિચાર કરતા નથી. ચિદાનંદજી મહારાજ એક પલમાં કહે છે કે
જગ સપનેથી માયારે, નર જગ સપનકી માયા; રુપને રાજ પાયકાઉરિક ન્યું, કરત કાજ મન ભાયા. ઉઘરત નયન હાથ લખ ખપર, મનહુ મન પછતાયા; રે નાર. ચીવન સંધ્યારાગ રૂ૫ કુતિ, મલ મલિન અતિ કાયા; વિણસત જસવિલંબ ન રંચક, જિમતરૂવરકી છાયા રે નર
આ પ્રમાણે વસ્તુરિથતિ છે, છતાં આ જીવ ક્ષણિક સુખમાં આસક્ત થઈ વિષય કષાયમાં પડી જાય છે, પછી જેમ જંગલમાં નહાર–વરગડા બકરીને પકડી તેનું પેટ ફાડી ખાય છે તેમ મરણરૂપ કાળોપચી આયુષ્ય પૂર્ણ થશે એટલે આ જીવને ઉપાડી ચાલ્યા જશે, તે વખતે તેનું સ્વમ ઉડી જશે, તેને ભ્રમ ભાંગી જશે અને તેની આંખ ઉઘડી જશે. મરવાની વાત એકસ છે એમાં જરા પણ શકા જેવું નથી. વહેલા મહા તે સ્થિતિ જરૂર પ્રાપ્ત થવાની છે અને તે વખત સ્ત્રી, પુત્ર અને ઘર સર્વ અહીં રહી જવાના છે તે પછી તેમાં આસક્તિ રાખવી કેમ ઉચિત ગણુય? જે સુખ લાંબો વખત ચાલવાનું નથી, જેની પછવાડે દુઃખ જરૂર આવવાનું છે અને જે ચાલે તેટલે વખત પણ અનેક પ્રકારની ઉપાધિ કરે છે તેમાં આસક્ત થઈ વાસ્તવિક સુખને મેળવવા પ્રયાસ ન કર એ એક પ્રકારની ઘેલછા છે.
*अजहु चेत कछु चेतत नाहि, पकरी टेक हारिल लकरीरी; आनन्दघन हीरो जन छारत,
नर मोह्यो माया ककरीरी. जीय० ३ હજી પણ ચેત, કેમ ચેતતે નથી? (તે તે) હારિલ પક્ષી જેમ લાકડીને પકડી રાખે છે તેમ ટેક પકહી છે. આનંદઘન પ્રભુ કહે * અતિહિ અચેત એવા અત્ર પાઠાંતર છે. ૩ અજ હજી પણ કણમ, શામાટે. હારિલ-હાસિલ પક્ષી. વરી નીમની, લાકડી. છારત-છાડી દઇને કકરીમાં, પથ્થર