________________
બીજી પદ છે. ખરી ઘડિ તે અકળ કળાને બતાવનાર ઘટમાં છે. તેને જાગ્રત કરી તેનાપર સમય સમય વગાડ, તેનાથી જાગૃતિ રાખ. જે તેમ નહિ કરે તે ઘડિયાળી જેટલી પણ તારામાં સમજણ નથી એમ માન્યતા થશે.
आतम अनुभव रस भरी, यामे और न मावे; आनंदघन अविचल कला, विरला कोई पावे. रे घरि. ३
આત્મ અનુભવરૂપ રસથી ભરેલી ઘડિમાં બીજી કોઈ વસ્તુને સમાવેશ થતો નથી અને તે આનંદમય અવિચળ કળા કેઈ ભાગ્યવાનું પ્રાણુ જ પ્રાપ્ત કરી શકે છે.”
ભાવસ્વરૂપવાનને અનુભવ કહેવામાં આવે છે. આત્મસ્વરૂપની વાતે કરવી તે વિદ્વત્તાનું કામ છે, પણ તેને પ્રત્યક્ષ અનુભવ કરે એ ચારિત્રને વિષય છે. બનેને સંબંધ છે, પણ દરરોજ તે સંબંધ હોય એમ સમજવું નહિ. સ્વપરના વિવેચન સાથે હેય ઉપાદેયને વિવેક થાય તેને અનુભવ કહેવામાં આવે છે. વાતે કરવામાં આનંદ માનનારને તે સ્થિતિ કદિ પણ પ્રાપ્ત થતી નથી, આત્મરમણુતામાં જ તેનું ખરું રહસ્ય રહેલું છે અને તેને અનુભવજ્ઞાન કહેવામાં આવે છે. અનુભવજ્ઞાનને અંગે આગળ પદામાં બહુ વિસ્તારથી ઉલલેખ કરવામાં આવનાર છે, તેથી અત્ર વિરોષ વિવેચન ન કરતાં એટલું જણાવીએ તે બસ થશે કે અનુભવને સંસાર વિષ તુલ્ય લાગે છે, ધનસંપત્તિ આત્મસંપત્તિને ભૂલાવનાર લાગે છે, સ્ત્રી પુત્રાદિ પરિવાર સંસારને વધારનાર લાગે છે, દેહ ક્ષણિક લાગે છે, કીર્તિ અસ્થિર લાગે છે, સંબંધીઓને નેહ સ્વાર્થમય લાગે છે, મિત્રને પ્રેમ સંસારના હેતુભૂત લાગે છે, પિતાનું એકત્વ અને પરભાવનું અન્યત્ર નજરે આવે છે અને શુદ્ધ આત્મવરૂપ જ પ્રાસવ્ય લાગે છે, સંસારસ્વરૂપ વિચારતાં વિષય કષાયપર ખેદ આવે છે, ચિત્તની નિર્મળતા થાય છે, મન શાંત થાય છે અને જ્યાં ત્યાં ભ્રમણ કરવાની વૃત્તિપર અકુશ પડે છે, છેવટે મનમાં વિશ્રાંતિ આવી જાય છે અને આત્મઅનુભવ જ
અવિચલના ચલે તેવી
વિરલા કેાઈક જ
- ૩ સામે જેમાં માસમાય પવે પ્રાપ્ત કરે, મેળવે