________________
આનંદઘન અને ચિદાનંદ.
14 તાવસ્થા સૂચવે છે અને જેને ત્યાગ પાતંજળ જેવા પણ કહે છે અને જૈન એગકારે તે શરૂઆતથી જ પરભાવરમણતા ત્યાગ કરવાનું શીખવે છે તેને માટે વિચાર પણ કરે તે મારા ગ્રાહામાં આવી શકતું નથી. એકંદરે એક મહાત્મા (યશોવિજયજી) અતિ પુરૂષાર્થ કરી શાસનને દીપાવનાર, અનેક શંકાઓ છેદનાર, અનેક કુતકને કાપી નાખનાર, વિજયડકે વગાડનાર, પિતાની તરફના તિરરકારની દરકાર નહિ કરનાર, શાસનની એક પણ બાબતમાં ઉપેક્ષા ન કરનાર આત્માથી પુરૂષ હતા, તેમના પુસ્તક વાચતાં આજ પણ અક્કલ કામ કરે તેમ નથી અને તેઓની સૂફમ વિવેચક શૈલી સમજનાર પણ હજુ ઉત્પન્ન કરવા ચોગ્ય છે, ત્યારે બીજા (આનંદઘન) આત્માની જ દરકાર કરનાર, દુનિયાને અંધ સમજનાર, પિતાને “બાવરાગણાવનાર, અતિ નિસ્પૃહી પિતાના દકાન્તથી અનેક પ્રાણીને ધર્મની સન્મુખ કરી દેનાર, ચાગમાં અતિ આગળ વધેલા અને સન્મુખ જીવ હતા. અને મહાપુરૂ હતા; એક ચગી હતા, બીજા કમેગી હતા અને બન્નેની સરખામણી કરવાના વિચારમાં એકનું સ્વરૂપ યાદ કરતાં તેને માટે અતિશય ખેંચાણ થાય અને બીજાને વિચાર કરતાં વળી તેથી પણ વધારે આનંદદાયક સ્થિતિ થાય એવા અપૂર્વ ઓજસ્વી પુરૂષ બ હતા. આવી રીતે આ બન્ને મહાપુરુષની સરખામણીનું પરિણામ બાના લાભમાં ઉતરે છે અને ખાસ જરૂર જણાશે તે આ મુદ્દાના સમર્થનમાં શાસ્ત્રના અનેક પૂરાવા આ પુસ્તકના દ્વિતીય ભાગમાં આપવામા આવશે. શાંત દૃષ્ટિએ, નિષ્પક્ષપાતપણે અને માત્ર એક્ષપ્રાપ્તિને હેતુ સાધ્ય થાય તેવી રીતે આ વિષય ઉપર અન્ય મહાશયે જરૂર વિચાર બતાવી આ ચર્ચાપર વિશેષ પ્રકાશ પાડવા તસ્દી લેશે.
આનંદધન અને ચિદાનંદ (અથવા લાભાદ અને કર્ખરવિજય) પ્રથમ મહાપુરૂષ સત્તરમી સદીના ચગીને નમુને હતા, દ્વિતીય
* શરીરના સંસ્કાર અને દુનિયાના પરિચયથી રહિત હોવાને લીધે તેને માણસો બાવરા કહેતા હતા
# શાસનવિધીઓને સખ્ત શિક્ષણ આપવામાં દુનિયાની અથવા તેના લાભની જરા પણ પૃહા રાખનાર ન હોવાથી નિસ્પૃહી