________________
150
આનંદઘનજી અને તેને સમય. આડા આવતા ખાડા ટેકરા ઓળગી જવાની અનુપમ શક્તિ પ્રાપ્ત થાય છે. માત્ર બાહ્ય દેખાવ કરવાની વૃત્તિથી આપણે કેટલું કરીએ છીએ તેપર જરા વિવેકપૂર્વક વિચાર કરવામાં આવશે તે આનંદઘનજીની ઉદાત્ત દશા સહજ સમજાઈ જાય તેમ છે. સાધારણ રીતે ઘણી વખત વર્તન કરવામાં આત્મહિતવિચારણુ સિવાય લેકે પ્રત્યેક કાર્ય માટે શું બોલશે એ ઉપર જ લક્ષ્ય વધારે રહે છે જ્યારે વાસ્તવિક રીતે લક્ષ્ય આત્મિક અને પરની ઉન્નતિને અગે શું પરિણામ અમુક વર્તનનું થશે તેપર રહેવું જોઈએ અને રોગીઓનું લક્ષ્યબિંદુ આ પ્રકારનુ જ હેય છે. આથી જેઓ આધ્યાત્મિક દૃષ્ટિથી કાર્ય કરતા હોય છે તેઓનું લક્ષ્યબિદુ પ્રાકૃત જનપ્રવાહના કરતાં ઘણું જ ઊચું અને શ્રેયસ્કર રહે છે અને તે બાબત જ તેમને સામાન્ય પ્રવાહથી જુદા પાડી દે છે. આ જૂદી પડતી બાબત જ કઈવાર સામાન્ય દૃષ્ટિમાન જીવના વિચારમાં વિશિષ્ટ પુરૂષોને પિતાની દ્રષ્ટિ ન પહચવાથી હલકા બતાવે છે, તેઓ લેકવ્યવહારની સાધારણ આગતનેજ સુષ્ય કરી દઈ આત્મકલ્યાણની મુખ્ય અપેક્ષાવાળા મહાપુરૂષને માટે અન્યાય આપે છે અને તેઓના સબંધમાં જે સ્વમતિપત અભિપ્રાય આપવા બહાર પડે છે તે એટલે અવ્યવસ્થિત હોય છે કે તેના ઉપર આધાર રાખવામાં કોઈ પ્રકારની સલામતી હતી જ નથી. આનદઘનજીની અતિ ઉચ્ચ દશા તેઓના વર્તનમાં અને તેઓના લેખની દરેક પંક્તિમાં લેવામાં આવે છે. એમનું વર્તન વિશિષ્ટ જીવનને ચાગ્ય, અતિ ઉન્નત થયેલું અને દષ્ટાન્ત લેવા લાયક અનેક રીતે જણાય છે.
આનંદઘનજીની પટ્ટાઓ સાથે વિષયસંક્ષેપ આપેલ છે તે પરથી પચાસ પદમાં કેવા કેવા વિષયની ચર્ચા કરવામાં આવી છે અને તેના વિવેચનના વિસ્તારમાં ક્યા કયા વિષયે મુખ્યત્વે કરીને ચા છે તેને સરવાળો કરેલો જણાશે. દરેક પદમાં તેને ચોગ્ય ઉપાઘાત અને રહસ્ય લખી લેવામાં આવ્યું છે તેથી પ્રત્યેક પદ સંબંધી ઉપઘાતમાં ખાસ કહેવાનું કાંઈ બાકી રહેતું નથી. આવા છુટા છુટો પામાં એ રીતિ વધારે અનુકળ ધારવામાં આવી છે. અહીં સામાન્ય
• શ્રી યશોવિજ્યા સજ્ઞાત્યાગાક