________________
148 આનંદઘનજી અને તેને સમય. ઓગણીશમી સદીમાં તેની કાંઈક વાનકી બતાવનારા હતા; પ્રથમના મહાપુરુષનું નામ લાભાનંદ હાઈ તેમણે પદો વગેરે આનંદઘનના નામથી લખેલાં છે અને તે નામથી તે સુપ્રસિદ્ધ છે, દ્વિતીય મહાત્માનું નામ કપૂંરવિજય હાઈ તેમણે પદ, પુદગળગીતા અને સ્વદયજ્ઞાન તથા કેટલાક છુટક સવૈયાઓ વિગેરે ચિદાનંદજીના નામથી લખેલા છે, પ્રથમ મહાત્મા વૃદ્ધ ઉમ્મર સુધી આદર્શ જીવન વહન કરી પૃથ્વીતળ પાવન કરતા હતા એમ લકથા ચાલે છે, વિતીય જ્યારે ગિરનાર પર્વત પર છેલ્લા સંવત ૧૯૦૬ કે ૧૯૯૭માં દેખાયા ત્યારે તેમની વય ૩૨ વર્ષથી વધારે નહાતી. ચિદાનંદજીનાં પદોમાં વૈરાગ્યની પિપણા વિશેષ છે, આનદઘનજીના પદોમાંથી ચેગનો ઉડે અભ્યાસ અને આત્મતત્ત્વચિંતવન બહાર આવે છે. આનંદઘનજીને ચગાભ્યાસ ઘણે તીવ્ર અને હૃદયભાવના ઉચ્ચ જણાય છે ત્યારે તેના પ્રમાણમા ચિદાનંદજીનું ગરહસ્ય કઈક મંદ હશે એમ મને જણાય છે. બન્નેની દશા બહુ સુંદર હતી. કર્પરવિજયને જેમણે જોયા હતા તેમની પાસેથી તેઓશ્રીના સંબંધમાં ઘણું વાત સાંભળી છે, ભાવનગરમાં તેઓ ચાતુમસ સ્થિત થયા હતા અને સંવત ૧૯૦૨માં ગાડી પાર્શ્વનાથનું પદ બનાવ્યું હતું એમ તેઓના નવમા પદઉપરથી જણાય છે, તે સર્વહકીકત ઉપરથી તેઓની લઘુ વયમાં બહુ સારી દશા હતી એમ જણાય છે. તેઓના લઘુતા મેરે મન માની કથની કથે સહુ કાઈ વિગેરે ઘણું પદ બહુ ઉચ્ચ બોધ અને રહસ્યજ્ઞાન આપે તેવાં છે અને તે બહુ માણસે હોશથી ગાય છે, સાંભળે છે અને તેમ કરીને આત્માને પવિત્ર કરે છે. અત્ર તેમના પદે ટાંકવાનું સ્થળસંકેચથી બની શકે તેમ નથી. અવારનવાર આ પદેના વિવેચનમાં તેમનાં ટાંચણે આવશે.
આવી રીતે આનંદઘનજી મહારાજનું ચરિત્ર જૂદી જૂદી દષ્ટિથી વિચારવાને પ્રસંગ આપણે પ્રાપ્ત કર્યો. આવા મહામાનું ચરિત્ર વંચાય, લખાય અથવા તેની યાજના કરવામાં સમય જાય તે સર્વે સુવ્યવસ્થિત અને ઉપયોગી બાબતમાં ગાળેલી વખત ગણા. આનંદઘનજી મહારાજ એટલી ઉમત દશા પ્રાપ્ત કરી શક્યા હતા કે તેના સંબંધમાં જ્યારે જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે ત્યારે મનમાં