________________
અનુભવ પર આનંદઘન.
185 ઉપર આઠમા પટમાં વિચાર બતાવ્યા છે ત્યાં ચેતનજીને જાગ્રત કરવાનું કામ તેને જ સોપ્યું છે, અનુભવની રીતિ પ્રાપ્ત થયા પછી ચેતન મહારાજાના લશ્કર સાથે કેવી રીતે શુદ્ધ કરે છે તે અગિયારમા પદમાં બતાવ્યું છે, માયા મમતા માટે ફરિયાદ કરી તેઓનું સ્વરૂપ ચેતનજીને સમજાવવા તેરમા પદમાં અનુભવ મારત વિચાર ચલાવે છે અને એ જ સ્વરૂપ તે પછીના ચૌદમા પદમાં સ્પષ્ટ કરી તૃષ્ણાની બત મૂકાવવા અનુભવ પાસે જ વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. આનંદઘનની અલક્ષ્ય જ્યોતિના વિશાળ વિષયમાં અનુભવને પ્રાધાન્ય સ્થાન ત્રેવીશમા પદમાં આપવામાં આવ્યું છે અને અઠાવીશમા પદમાં આશા એરનકી ન કરવાના પરિણામમાં અનુભવલાલી જાગ્રત કરવાને ઉપદેશ આપે છે. મિલાપીને મેળાપ કરાવી આપવા તેત્રીશમા પદમાં અનુભવને જ ઉદ્દેશીને કહેવામાં આવે છે અને આ વિભાગના છેલ્લા પચાસમા પદમાં પણ શુદ્ધચેતના અનુભવની સાથે મન મૂકીને પતિને મનાવવાના માર્ગ પર વિચારણા કરે છે. આવી રીતે આનંદઘનજીના ચાગમાં અનુભવને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે એ ઘણું અગત્યની બાબત હોવાથી અને પદનો અર્થ-ભાવ સમજવામાં તે ખાસ ચાવી હોવાથી અહીં તેપર ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. જે મહાત્માએ અનુભવ જેવા વિષયને આવા અનેક આકારમાં ચિચ્ચે હશે તેની આત્મદશા કેવી સુંદર હશે તે ખાસ વિચારવા એગ્ય છે. એવા મહા પુરૂષે જગતની જાળથી દૂર રહી, આત્મસ્વરૂપવિચારશુમાં સ્થિર રહી આત્મોન્નતિ કયી જાય છે. તેઓને દુનિયા ભંગડભૂતકે એવાં ઉપનામ આપે તેની તેમને દરકાર હોતી નથી અને પિતામાં જેટલું વધારે થ ન હોય તે વિશિષ્ટ આત્મભાવ પાતામાં છે એ દેખાવ પણ તેઓ કદિ કરતા નથી. દુનિયા એને ગાંડા ગણે તે એમાં નવાઈ નથી અને દુનિયા પિતાને માટે શું કહે છે તે જાણવાની અથવા જાણુનેતેપર તુલના કરવાની આવી દશાવાળા પ્રાણીને અહંકારબુદ્ધિથી તે કદિ અપેક્ષા હતી જ નથી અને કદાચ તેઓના અભિપ્રાયપર વિચાર થાય તેને દુનિયા માટે દયા આવે છે, તેના મદમસ્તપણુ ઉપર ત્રાસ આવે છે અને તેની પતિત સ્થિતિમાંથી તેને ઉદ્ધાર કરવાના કાર્યમાં બનતું કરવા દયાભાવથી વિચારણા થાય છે. બાકી