________________
186
આનંદઘનજી અને તેને સમય. મન સાથું તેણે સઘણું સારું, એહ વાત નહિ એટી:
એમ કહે સારું તે નવિ માનું, એ કહી વાત છે ચાટી. અને છેવટે આનન્દઘન પ્રભુ મારે આણે, તો સારું કરી માનું.
એ વાક્યના ગર્ભમાં હજુ આટલી વિશિષ્ટ ગ્યતાએ પહોંચ્યા છતાં પોતાનું મન સ્થિર થયું નથી અને તે કરવા પ્રભુ પ્રત્યે વિજ્ઞપ્તિ છે એવી કબુલાત જેને દુનિયાની દરકાર ન હોય તેઓ જ કરે છે. એની સાથે કેટલાક સાધારણ કવિતા લખનારની વાતે સરખાવવા યત્ન કરે અથવા એક બે ચાલવિચારે બતાવનાર પદ કે કવિતાને અતિ વિશાળ ઉચ્ચ આત્મ ગુણ બતાવનાર એગના વિષય સાથે સરખાવી તેની સાથે બીજાને બેસાડવા ધારે તે આવા મહાત્મા પુરૂનું અપમાન કરવા જેવું છે. આનંદઘનજીની ત્યાગ વૈરાગ્યની અપૂર્વ દશાની વાત કરવાને પણ અધિકાર બહુ લાંબે કાળે ઘણુ વિચારણુ પછી પ્રાસ થઈ શકે તેમ છે એ વાત સાધારણ રીતે હૃદયમાંથી ખસવી ન જોઈએ.
આનંદધનનો આગમોધ અને સ્વરૂપજ્ઞાન એમનાં સ્તવને વિચારતાં આનંદઘનનું જ્ઞાન ઘણું ઊંચા પ્રકારનું કહેવું જોઈએ એમ આપણે ઉપર પણ જોઈ ગયા છીએ. શીતળનાથના સ્તવનમાં બતાવેલી ત્રીભંગીઓ આ વાત ખાસ બતાવે છે. મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં આત્મતત્વ બતાવતાં તર્કનાં કૃતનાશાદિ દૂષણ સારી રીતે ચચી ન્યાયનું જ્ઞાન બતાવી આપ્યું છે, એકવીશમા સ્તવનમાં ષદર્શનનું સ્વરૂપ સુંદર રીતે બતાવી ઉત્તમાંગપર વિચારણા કરવાને પ્રસંગે સ્વાત્કારોક્તિ નયસમૂહને શુદ્ધ દર્શન બતાવી તેથી શુન્ય ને નિપગી સમજવી છએ દર્શનનું જ્ઞાન ઘણું સારી રીતે તેમને હોય
એમ સ્પષ્ટ બતાવી આપ્યું છે, દ્રવ્યગુણપથય અને નયનું જ્ઞાન અઢારમા સ્તવનમાં અને પાંચમા પદમાં બહુ ઉત્તમ રીતે બતાવી આપ્યું છે અને ખાસ કરીને પાચમા પદમાં એવા વિસ્તૃત વિષયને નટનાગ૨ની બાજીને અંગે એટલી સારી રીતે અને ટૂંકામા બતાવી આપ્યા છે કે એ વાંચવાથી એનાપર અનેક વિચાર થાય અને આનંદઘનજીના જ્ઞાનસામર્થ્ય માટે બહુ ઉચ્ચ પ્રકારને ખ્યાલ થાય. લગભગ દરેક સ્તવનમાં અને દરેક ગાથામાં એવી વાતે બતાવી છે કે તેનાથી આગમને અતિ સુંદર અવધ આનંદઘનજીને હતું એમ સ્પષ્ટ જણાય પદની અંદર