________________
કબીર અને આનંદઘન,
187 પણ આવી જ સ્થિતિ છે. આ બાબત પર જ ઉલ્લેખ લખવાની જરૂર જણાતી નથી, કારણ કે તેમ કરવા જતાં લગભગ દરેક સ્તવનપર અને ઘણાં પદો પર વિવેચન કરવું પડે તેમ છે. સંક્ષેપમાં એમ કહી શકાય તેમ છે કે આનંદઘનજીનું જ્ઞાનસામર્થ્ય મજબૂત હવા સાથે તેઓને આગમધ બહુ ઊંચા પ્રકારને હતે. ચોવીશીનું કેંઈ પણ સ્તવન ઉઘાડી મનન કરવાથી આ બાબત ગ્રાહ્યામાં આવશે.
કબીર અને આનંદઘન: આનંદઘનજીનાં પદેના સંબંધમાં એવું ઘણુ વખત સાંભળ્યું છે કે તેઓનાં પદે કબીરનાં પદે સાથે મળતાં છે અને કેઈકેઈકબીરનાં પદો આનંદઘનજીના નામ ઉપર માણાએ ફેરવી નાખ્યાં છે. આપણે અગાઉ જઈ ગયા છીએ કે પછવાડેની આ હકીકતમાં સરચાઈહવાને હજુ સુધી મને એક પણ પૂરા મનથી જુઓ ઉપાઘાત પૃ. ૮૧–૦૨). હવે કબીરના સબંધમાં આપણે સહજ વિચાર કરીએ અને તેના કઈ કઈ પદેની સરખામણુ આનંદઘનજીનાં પદો સાથે કરી આ જરા રસાળ વિષય ઉપર પ્રકાશ પાડવા પ્રયત્ન કરીએ. કબીરના દુહા તેમજ પદે વાંચતાં તે સર્વ મત મતાંતરોમાંથી સત્ય શોધી કાઢી તેને અનુસરવાને ઉપદેશ આવે છે એમ જણાઈ આવે છે. પરમસહિષ્ણુતાના સંબંધમાં આનંદઘનજીના વિચારે ઘણુ ઉદાર હતા એ આપણે આ ઉપદુકાતમાં ઉપર જઈ ગયા છીએ. કબીરનાં પદે વૈરાગ્યના વિષયને પોષનારાં અને મનુષ્યની વ્યવહાર વૃત્તિને અસર કરનારાં છે જ્યારે આનંદઘનજીનાં પદોમાં વૈરાગ્ય ઉંડાણમાં રહે છે
જ્યારે ચંગના વિષયને તેઓ વધારે પિષે છે અને આત્માની અંદર રહેલા ગુમ ગુણેને પ્રાદુર્ભાવ કરાવવા માટે તેઓ માટે પ્રયાસ કરતા હોય એમ જણાઈ આવે છે. કબીરનાં ઘણુંખરાં પદમાં વ્યવહારેપયોગી શિક્ષા આપવામાં આવેલી હોય છે ત્યારે આનંદઘનજી તેથી ઘણું આગળ વધી ગયેલા હોય તેવા ઉચ્ચ કેટિના વિષયે હાથમાં લે છે અને જાણે તેના અધિકારી સામાન્ય જનપ્રવાહથી જરા આગળ વધીને તેમને સાંભળવા તૈયાર થયેલા હોય એમ ધારીને ચાલે છે. આનંદઘનજીનાં પદમાં રોગ અને તત્વજ્ઞાન ભરપૂર છે અને તેને અનેક રીતે ચચી આ અતિ અટપટા વિષયને તેઓએ બહુ સુંદર રીતે ન્યાય આપે છે ત્યારે કબીરનાં પદે ચાલુ ઉપદેશ આપનાર