________________
આનંદઘનજી અને તેને સમય. આ પુસ્તક પ્રગટ કરવાને હેતુ રાખવામાં આવ્યું છે. એક મહાશયનું કહેવું એમ હતું કે આવા ગૂઢ અર્થવાળાં પદપર વિવેચન કરવાથી તેનું રહસ્ય સંકુચિત થઈ જાય છે, માટે તેના શબ્દાર્થ લખી વિવેચન માટે દરેકને તેમના શક્તિ અને અધિકારપર છોડી દેવા આ વિચાર સાથે હું મળતે થઈ શકતું નથી. આવા રહસ્યભૂત ગ્રામાં ખાસ ગૂઢતા છે, એના અંતરમાં સ્પષ્ટ આશયો છે અને એના પ્રત્યેક વચનના ગર્ભમાં સાર રહસ્થ રહેલ છે એમ જ્યાં સુધી સ્પષ્ટ બતાવવામાં ન આવે ત્યાં સુધી મધ્યમ પ્રવાહના પ્રાણીઓ તે ગ્રથને વાંચવા વિચારવાની તસ્દી પણ ન લે અને વિચાર કરી શકે તેવા હેય તેમને પણ બહુ મહેનત પડે આ બન્ને વર્ગને આવા વિવેચનથી ખાસ લાભ થવાના કારણે મને સ્પષ્ટ લાગવાથી વિશેષ વિચાર કરવાની પ્રેરણુ–સૂચના સાથે આત્મફુરણું સ્વપર ઉપકાર માટે યોગ્ય અંકુશ તળે રહી બહાર પાડવી એ વાસ્તવિક ધારવામાં આવ્યું છે. જેઓ સ્વતંત્ર વિચાર કરી શકે તેટલી હદ સુધી આત્મવિચારણામાં ઉતરી ગયા હોય તેના વિચારે કદાચ તેઓ આ પુસ્તક વાંચે તે પણ સંકુચિત કે મર્યાદિત થઈ જાય એમ ધારવું તે તેઓની શક્તિની આછી કિમત અંકાવે છે અને તેમ કરવાને આપણને હક નથી, પરંતુ તેની સાથે ઘણુ જીને વિચાર કરવા રોગ્ય પ્રબળ સાધનને આવા લુક કારણથી અટકાવી દેવું એ એક નિયમ તરીકે મને ઠીક લાગતું નથી. અહીં જરા અવાંતર અંગિત વાતપર ઉતરી જવાનું થયું. આ પ્રાણીની એવી ટેવ પડી છે કે
જ્યારે ત્યારે તે પિતાને બચાવ કરવા એકદમ તૈયાર થઈ જાય છે. આ એક પ્રકારને મને વિકાર છે અને તે દૂર કરવા અથવા તેનાપર વિજય મેળવવાના પ્રસગે અને તેને પૃથક્કરણ કરી સમજવાની શક્તિ પણ આવા મહાત્માના ગ્રંથના વાંચન મનનથી જ થાય તેમ લાગે છે. આનંદઘનજી મહારાજનું જ્ઞાન સામર્થ્ય અને ખાસ કરીને રહસ્ય સમજાવવામાં રહેલ અસાધારણ શક્તિ પર આપણે વિચાર કરતા હતા. એ બાબતમાં ઘણુ સાધારણ લેખકે કરતા તેઓ બહુ આગળ વધી જાય છે એ બાબતમાં બે મત પડે તેમ લાગતું નથી. તેઓના લગભગ દરેક વાક્યની રચના સૂત્ર જેવી છે, તેમાંથી બહુ રહસ્ય નીકળે