________________
લેખક અને કવિ તરીકે આનંદઘન, 127 તેવું છે અને વધારે વિચાર કરતાં તેમાંથી વધારે વધારે રહસ્ય પ્રાપ્ત થાય તેમ છે.
લેખક-કવિઃ આનંદઘનજી મહારાજનાં સ્તવને અને પદે વાંચતાં બીજી એક વાત જણાઈ આવે છે તે તેઓએ બતાવેલા વિચારેની સ્પષ્ટતા છે. તેઓ પ્રખર ભાષામાં અને સ્પષ્ટ રીતે વિચારો બતાવી શક્યા છે અને જે કે તેઓનો આશય ઊંડા હોય છે તેપણુ દરેક વાંચનાર તેઓના વિચારામાંથી પિતાની શક્તિ પ્રમાણે કાંઈ કાંઈ સાર સમજી શકે છે. તેઓની ભાષા સ્પષ્ટ, તેઓનું વિષયગ્રાહિત મજબૂત અને પલાલિત્ય અને અર્થ સુંદર તથા હૃદયને અને મગજને એક સરખી રીતે અસર કરનાર છે. તેઓએ કવિ તરીકે મોટાં મોટાં વર્ણને આપ્યાં નથી, છતાં સુમતિ અને શુદ્ધચેતના જેવાં પાત્રોને બોલતા કરી મોહ રાજાની સાથે લડાઈ વિગેરનાં જે વર્ણને આપ્યાં છે તે ખાસ કવિ તરીકે તેઓની શોભા વધારનારાં થઈ પડ્યાં છે. આનંદઘનજીની એક કવિ તરીકે વિશિષ્ટતા એવા પ્રકારની છે કે જેની સરખામણું કરવી પણ મુશ્કેલ થઈ પડે તેવું છે, કારણ કે જ્યાં સુધી તેમના જેવા વિકસવાર થયેલ આત્મજ્ઞાની એવા વિષપર વિચારો બતાવે તેની સાથે તેમની સરખામણ ન થાય ત્યાંસુધી તેઓના સબંધમાં ખરે અભિપ્રાય આવી શકે નહિ લડાઈ કે શૃંગારના કવિઓ સાથે તેમની સરખામણી કરવી એ બહુ રીતે અયોગ્ય છે, છતાં સામાન્ય રીતે પણ તેઓનાં સ્તવને અનૈ પદમાં 5 વર્ણન સારી રીતે આવે છે અને તેઓને વિષય પાગ અને અધ્યાત્મને છે એટલું ધ્યાનમાં રહે તે લોકપ્રસિદ્ધ કવિને પણ જેમ આપે એવી તેની રચના છે. વૈરાગ્યના વિષયમાં જે જે કવિઓએ આવાં પદે બનાવ્યાં છે તેમાં તેઓ બહુ આગળ પડતું સ્થાન લે છે. આ ઉપરથી એમ કહી શકાય કે એક લેખક અને કવિ તરીકે તેઓ ઘણુ ફતેહમંદ થયા છે; એનું કારણ સ્પષ્ટ શૈલી અને સીધે ઉપદેશ અને તે પણ ખાસ કરીને હૃદયના ઊંડા ભાગમાં ઉતરી જાય તેવા માર્મિક શબ્દમાં કૌશલ્ય સાથે વિષથને દર્શાવવાની તેઓની ખાસ રીતિનું પરિણામ છે. એક લેખક કેઈ ન સમજે તેવી ભાષામાં વિચારો બતાવે તે તે નકામા છે