________________
110 આનંદઘનજી અને તેને સમય. જિમુંદાએ આદિનાથનું તેઓનું કરેલું પ્રથમ સ્તવન છે. એમનાં સ્તવ-તેમાં નિરખી નિરખી તુજ બિંબને એ સુપાર્શ્વનાથનું સ્તવન અતિ સુંદર છે, રૂપસ્થ ધ્યાન ઉપર દેરી જનાર છે અને મૂર્તિપૂજાને તેના અસુત્તમ આકારમાં દર્શાવનાર છે. માનવિજયના બનાવેલ રાસમાં ગજસિંહકુમારનો રાસ અને નયવિચારનો રાસ પ્રસિદ્ધ છે. એકમાં માનવિજ્ય ગણિ એમ નામ લખ્યું છે તે આ માનવિજ્ય છે એમ જણાય છે - રામવિજય: આ જ સમયમાં અતિ મિષ્ટ ભાષામાં ચાવીશી તે સ્તવનાદિ લખનાર રામવિજયજી થયા શ્રી શાંતિનાથજીને રાસ તેમણે રચે છે જે બહુ જ સુંદર છે, તેમ જ તેમણે તેજપાળ રાસ ખના છે તે પણ ખાસ વાચવા ગ્યા છે. તેઓની આખી ચોવીશીના લગભગ પ્રત્યેક સ્તવને ભક્તિ અને જ્ઞાન તથા કઈ કઈ રોગના વિષયથી ભરપૂર છે. તેઓનું પહલાલિત્ય પંચકલ્યાણકના સ્તવનાદિકમાં અતિ આકર્ષક જણાઈ આવે છે. તેઓએ સાત નય ઉપર ઘણા વિસ્તારથી સઝા લખી છે જે ખાસ અભ્યાસ કરવા ચાગ્ય છે. એ ઉપરાંત તેઓની વ્યાખ્યાનશૈલી એવી લોકપ્રિય હતી કે વિદતી પ્રમાણે જ્યારે ઉપાધ્યાય શ્રીયશોવિજયજીના વ્યાખ્યાનમાં વિદ્વાને જ રસ લઈ શક્તા ત્યારે તેમના વ્યાખ્યાનમાં સર્વે લાકે ટેળાં મળીને જતા હતા. યશવિજય ઉપાધ્યાયજીને પિતાને એમની વ્યાખ્યાનશેલી જોવાની ઈચ્છા થતાં તેમના વ્યાખ્યાનમાં એક વાર પધાર્યા હતા અને તેમને વ્યાખ્યાન ચાલુ રાખવા આજ્ઞા કરતાં તેમની
કપ્રિય ભાષા, વિષ ગોઠવવાની રીતિ અને વચ્ચે વચ્ચે મિષ્ટ, દષ્ટાંતથી હદય હરણ કરવાની શક્તિ જોઈ છક થઈ ગયા હતા. આ રામવિજયજી સુમતિવિજયના શિષ્ય થતા હતા.
નાનવિમળસુરિક તપગચ્છની વિમળ શાખામાં આ જ્ઞાનવિમળસૂરિ આ જ સમયમા થઈ ગયા છે. તેઓ ઉત્તમ જીવ હતા. આનદઘનજીના અત્યંત રાગી હતા, આનન્દઘનજીની વીશી ઉપર તેમણે ટએ લખ્યું છે જે સુંદર છે અને થોડા વખતમાં બહાર પડવાને છે. તેઓએ જ્ઞાનવિલાસ' નામથી પ્રસિદ્ધ છુટા છુટાં પદો લખ્યાં છે જે અન્યત્ર છપાઈ ગયાં છે તેઓએ “સંયમતરંગપર સાડત્રીશ