________________
109.
સમકાલીન જૈન મહાત્માએ. હતા અને તેથી જ તેઓના ઉપર ગચ્છને ભાર તેમના ગુરૂએ મૂકે હતે. વળી ગચ્છમાં શિથિળતા જોઈ તે ચલાવી લે તેવી તેમની સાધારણ રીતે પ્રકૃતિ ન હોવાથી અને સત્ય બોલવામાં તથા તે પ્રમાણે વર્તવામાં નીડર હોવાથી તરત જ તેઓ શુદ્ધ માર્ગ પર આવી ગયા અને તેનો ઉપદેશ યુક્તકો કરી અસાધારણ મનોબળ બતાવી સવેગ પક્ષને આદર કર્યો. ઘણી વખત વર્તમાન સ્થિતિમાં અસંતોષ થાય એવા પ્રસંગે બને છે, અને તેથી સત્યવિજય જેવા અસાધારણ ત્યાગ વૈરાગ્ય અને મને બળવાળા મહા પુરૂષના જન્મની અથવા પ્રાદુભવની રાહ જોવાય છે. જમાનાને અંગે ઘટતા ફેરફાર થવા સાથે હવે ક્રિયાઉદ્ધારની નહીં પણ માનસિક દશાની સુધારણા અને ખાસ કરીને કષાયવિજયની આવશ્યકતા બહુ રહે છે દાખલ થયેલા સડાને વૃદ્ધિ પામવા દેવાથી તે ઘર કરી મૂકે છે અને તે બાબત દીર્ધ દૃષ્ટિવાળા ગીતાર્થ અને ગચ્છનાયકે એ વિચારી વર્તમાન સમયમાં પણ સત્યવિજયનું સ્વરૂપ ધારણ કરવાની આવશ્યક્તા છે એમ કેટલોક વર્તમાન ઈતિહાસ જેવાથી અથવા તેપર ઐતિહાસિક નિષ્પક્ષ દષ્ટિએ વિચારવાથી જણાઈ આવે તેવું છે, પરંતુ અહીં વિષયાતર થઈ જાય છે તેથી વધારે લખવું ચોગ્ય લાગતું નથી. સત્યવિજય પંન્યાસે પોતાની ત્યાગદશાને અગે આનંદઘનજીને પ્રસંગ સારી રીતે પાડ્યો હોય એમ એમના સંબંધમાં ચાલતી લોકકથાથી જણાય છે અને તે તેઓના વિશિષ્ટ ત્યાગને અને દીર્ધદશીપણાને અનુરૂપ છે.
માનવિજય ઉપાધ્યાય વિજયાનંદસૂરિના શિષ્ય શાંતિવિજય થયા, તેમના શિષ્ય સુપ્રસિદ્ધ માનવિજય ઉપાધ્યાય થયા. તેમણે ધર્મસંગ્રહ નામને અતિ અદ્દભુત ગ્રંથ સંવત ૧૭૩૮ માં રચ્ચે છે અને તે સમયના સમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તે ગ્રંથ સુધારી આપે, એમ તે જ ગ્રંથની પ્રશસ્તિ ઉપરથી જણાઈ આવે છે. આવી રીતે પોતાના ગ્રંથને ચાલુ સમયના સમર્થ વિદ્વાન પાસે અંતિ કરાવ એ ખાસ જરૂર છે. એ પ્રમાણે કરવાથી ભૂલો રહેવાને સંભવ બહુ ઓછું થઈ જાય છે. આ માનવિજય ઉપાધ્યાયે ચાવીશી પણું બહુ સુંદર ગુજરાતી ભાષામાં બનાવી છે. “ઋષભ જિમુંદા અષભ