________________
120 આનંદઘનજી અને તેને સમય,
ચૂરણિ ભાષ્ય સૂત્ર નિતિ, વૃત્તિ પરંપરા અનુભવ છે સમયગુરૂષના અને કહ્યા છે, જે છે તે દુરભાવ રે
અહીં ઉત્તમાંગ શ્રી જિનેશ્વર દર્શનનાં અંગ બતાવતાં ચૂર્ણિ આદિ સુપ્રસિદ્ધ પાંચ અગની સાથે પરપરાને અનુભવ એટલે ગુરૂસંપ્રદાયથી ચાલ્યું આવતું જ્ઞાન મૂકવામાં આવેલ છે. પરંપરાને છેદ કરે, તેની દરકાર ન કરવી અને પોતાના છંદ પ્રમાણે ચાલવું એ ઘાતક બે વ્યવહાર ન સમજનારનો હોય છે. આવી વાત તેઓના શિક્ષણ ઉપરથી જણાઈ આવે છે. આથી પણ વધારે સ્પષ્ટ રીતે તેઓ અનતનાથજીના સ્તવનમાં કહે છે કેવચન નિરપેક્ષ વ્યવહાર જુઠે કહ, વચન સાપેક્ષ વ્યવહાર સાચે, વચન નિરપેક્ષ થવહાર સંસારક, સાંભળી આદરી કઈ રાચા
અહીં તેઓએ અપેક્ષા વગરના વ્યવહારને અનુસરવાનું સંસારફળ થાય છે એમ બતાવી તેની વિરૂદ્ધ વિચારે બતાવ્યા છે, પણ સાપેક્ષ વ્યવહારને માટે સ્પષ્ટ રીતે તેને “સા' કહી તેના લાભમાં વિચાર બતાવ્યા છે. અહીં તેઓએ જે ચગ્ય રીતે પૃથક્કરણ કરી સાપેક્ષ અને નિરપેક્ષ દૃષ્ટિબિંદુને તફાવત બતાવ્યું છે તે ખાસ મનન કરીને સમજવા ગ્ય છે. તેઓ પોતે સારી રીતે સમજે છે કે જે એકલી પરપરા ઉપર ચાલવાનું થશે તે જૈન શાસનમાં જે મહત્તા છે તે દૂર થશે, કારણ કે તેથી કાળસ્થિતિ પ્રમાણે વ્યવરસ્થાપિત ઘટના કરવાની જૈન ગ્રન્થમાં સુઘટ્ટ ઘટના છે તેને અંત આવશે. આથી તેઓ અજિતનાથજીના દ્વિતીય સ્તવનમાં કહે છે કે
પુરુષ પરંપરા અનુભવ જેવતા છે, અધે અંધ પુલાય વસ્તુ વિચારે છે જે આગામે કરી રે, ચરણુધરણ નહિ કાય
પંથડે નિહાળું રે બીજા જિન તરે. (૨-૩) અહીં તેઓએ નિરપેક્ષ પરપરાથી ગાડરીઆ પ્રવાહપણે ચાલ્યા જવાથી થતા પરિણામો તરફ ધ્યાન ખેંચ્યું છે અને તે બાબતમાં દીર્ધ દૃષ્ટિથી કેમની થયેલી સ્થિતિના ઈતિહાસ પર વિચાર કરતાં મતભેદ પડે એવું મને લાગતું નથી. વર્તમાન ઈતિહાસને વિચાર કરતાં પણ દરેક બાબતની અપેક્ષા સમજવાની અને તેને ધ્યાનમાં રાખી કામ લેવાની ખાસ જરૂર છે, નહિ તે એકાંત પરંપરાપર આધાર