________________
આનંદઘનના સદેશા.
119
નિશ્ચયમતાવલંબી છે એમ કહી જાણે વ્યવહાર અને નિશ્ર્ચયના મોટા વિરાધ જૈન શાસ્ત્રમાં હાય અને નિશ્ચયના ઉપદેશ કરનાર માટી ભૂલ કરતા હાય એવું બતાવવાના પ્રયત્ન કરે છે. જા વિશાળ દૃષ્ટિએ શાસ્ત્રનાં દૃષ્ટિબિંદુ સમજવાની જેને દરકાર છે તે સમજી શકશે કે આવા સંકુચિત પ્રવાહવાળા પ્રાણીએ મહુધા રહસ્યને સમજ્યા વગર અને વાત ખાટી દ્રષ્ટિથી જુએ છે; વ્યવહાર નિશ્ચયની સપાટી ઉપર રહેલ ભેની અંતર્ગત રહેલી એકતા અને તેમાં પણ વસ્તુતત્ત્વનું આદરપણું કેટલું ઉપયેાગી છે તેનું આંતર રહસ્ય સમજનાર આવી ખોટી ટીકા કરનારના ઉપલક્રીઆ જ્ઞાન માટે મનમાં હસે અથવા તે માટે દયા ખાય તે તેમાં નવાઈ નથી. ઘણાખરા પ્રાણીઓના સંબંધમાં અત્યંત દીલગીરી સાથે એમ કહેવાની જરૂર પડે તેવું છે કે તેઓએ કાઈ પણ નિરૂદ્ધ પૂરાવા વગર વ્યવસ્થા વગરની વિદ્યન્તીને આધારે જ આનદઘનજી જેવા મહાત્મા ચેાગીના સંબંધમાં ટીકા કરવા જેવા વિચારી જાહેર કરવાની ઉતાવળ કરી છે અને તેમ કરવાની પોતાની ચાગ્યતા કેટલી છે અથવા છે કે નહિ તેના પણ કદિ વિચાર કર્યો નથી. જો તે વિચાર કરે તેા જણાઈ આવે કે એમના સંબંધમાં અભિપ્રાય મતાવવા પહેલાં હજી ઘણું સમજવાની–વિચારવાની–પોતાની પરીક્ષા કરવાની જરૂર છે અને એમ થાય ત્યારે જ પાતામાં આવા પ્રકારની ટીકા કરવાની ચેાગ્યતા આવે તેમ છે.
આનંદ્રાનજી મહારાજના સંદેશા ચાઠાં પટ્ટામાં અને બહુ ઘેાડાં સ્તવનામાં આનંદઘનજીએ જે મુદ્દાનું શિક્ષણ આપ્યું છે તે આપણે સંક્ષેપમાં વિચારી જઈએ. કેટલાક મહત્ત્વના વિચારશ તેમણે બતાવ્યા છે તે પૈકી પાંચ સાત અગત્યના વિચારાપર જ આપણે અત્ર વિવેચન કરી શકશું. ખાટી તેના અભ્યાસ માટે તે પટ્ટાની વિચારણા કરવાની અને સ્તવનાનું મનન કરવાની જરૂર છે.
પરંપરા માટે માન; આનંદધનજીના વ્યવહાર અને નિશ્ચયને અંગે વિચારા કેવા સ્પષ્ટ હતા તે તેના સબંધમાં કાઈ ફાઈ જગાએ થતી ગેરસમજુતી દૂર કરવા માટે જરા સારી રીતે વિચારવાની આવશ્યકતા છે. આની ચાવી માટે અઢારમા પ્રભુના સ્તવનની આડમી ગાથા વિચારવા ચાગ્ય છે. સદરહુ ગાથા આ પ્રમાણે છેઃ
=