________________
114
આનંદઘનજી અને તેને સમય અનેક વિભાગોને નવીન જુરસાથી જાગ્રત કરનાર હતા. તેઓએ ‘દાસબાધ ગ્રન્થમાં જે નવીન શૌલીને ઉપગ કર્યો છે તે એકદમ આણીય અને વિચારમાં પાડી નાખે તેવી હવા સાથે પ્રાણુને પિતાનુ ઐશ્વર્ય સૂચવનાર અને ખાસ મનન કરવા ચગ્ય છે. સવત ૧૬૬૪ માં એને જન્મ દક્ષિણના એક જાંબવ ગામમાં ગોદાવરી કોઠે થયે હતે. શિવાજીને આ મહા પુરૂષ સાથે પ્રથમ પ્રસંગ સંવત ૧૯૧૫ માં થયો હોય એમ તત્સમયના ઇતિહાસ પરથી જણાય છે, પરંતુ એ સમાગમ પછી શિવાજીએ જે અનેક સંકટ સામે યુદ્ધ કર્યું, અસાધારણ શૌર્ય બતાવી આર્યત્વની વિશિષ્ટતા બતાવી આપી અને રાજ્યમાં તેમ જ રણક્ષેત્રમાં જે ધીરતા બતાવી આપી તે સર્વના પ્રેરક આ રામદાસ હતા. જાતે રામના ભક્ત હાઈ તેની ઉપાસના કરતા હતા અને તે માટે બોધ આપતા હતા. તેઓને ઉપદેશ જડ અથવા અકિયાવાદી નહેાત, પણ અધિકાર પ્રમાણે પ્રેસ્ટ અને સગર્ભ હતે. વિશાળ દૃષ્ટિવાળા અને વૈરાગ્યને યોગ્ય ઉપદેશ આપનાર આ રામદાસ શિવાજી પછી બીજે વરસે એટલે સંવત ૧૭૩૭ માં ૭૩ વરસની વયે દેહ છોડી ગયા. આ શૌર્યને સમય એક બાજુએ ઔરંગજેબને અને બીજી બાજુએ શિવાજીને બતાવી પ્રેરણા કરે છે, તે જ વખતે રામદાસ જેવા પુરૂષો પણ થયા છે તે બતાવી સમયસ્વરૂપ માટે ખાસ ધ્યાન આપવા ગ્ય હકીકત પૂરી પાડે છે.
તુકારામ. આ જ સમયમાં વીણાના ભક્ત વૈરય જાતીય તુકરામ દક્ષિણમાં–મહારાષ્ટ્રમાં થયા, જેના ભક્તિનાં પદે સારી રીતે જાણીતાં છે. એમને સમય સવત ૧૬૬૪ થી ૧૭૫ છે અને તે પણ આ જ સમયના ભક્તશિરોમણિ તરીકે ઓળખાય છે.
ગુજરાતના ત્રણ કવિઓ માનદ, સામળ ભટ્ટ અને અખ કવિ આ જ સમય પછી તુરતામાં જ થઈ ગયા છે. પ્રેમાનંદના સમય માટે મતભેદ છે, પરંતુ સામાન્ય રીતે વધારે આધારભૂત લેખકેના મત પ્રમાણે એને સમય વિક્રમ સંવત ૧૬૯૨ થી ૧૯૯૦ સુધીનો છે ગુર્જર ગિરાને આ મધ્યમ કાળ છે. એમાં કવિતા વ્યક્તિના એકલા રૂપમાંથી આગળ વધી નવીન સુંદર માગમાં ગમન કરે છે અને તેને અંગે આ કાળના કવિઓ બહુ સારે ભાગ ભજવે છે.