________________
10
આનંદઘનજી અને તેને સમય. જ્ઞાનભંડાર જે ગ્રથ બનાવી દીધા છે, તેમાં ૭૦૦ ગ્રંથની શાહદતે બતાવી પિતાનું અતિ વિસ્તીર્ણ વાંચન સદ્ધ કરી આપ્યું છે. દેશી રાગમાં સકૃત રચના કરી “શાંત સુધારસ ગ્રથ અતિ સ્પષ્ટ રીતે હૃદયપર અસર કરે તેવું બનાવ્યા છે. ગુજરાતીમાં અનેક કાવ્યે રચ્યાં છે તેમાં ખાસ ધી લેવા લાયક શ્રી શ્રીપાળને રાસ છે જે અધુરો રહી ગયેલ તે તેમના સહાભ્યાસી ઉપરોક્ત શ્રીયશોવિજયજીએ પૂર્ણ થયો છે. તે ઉપરાંત તેઓએ શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન બનાવ્યું છે જે અંત આરાધના માટે પ્રસિદ્ધ છે અને વિનયવિલાસ' ગ્રંથમાં વૈરાગ્યવિષયના કેટલાંક પદે બનાવ્યાં છે. આ ઉપરાંત બીજી નાની માટી કેટલીક કૃતિઓ બનાવી તેઓશ્રી સવત્ ૧૭૩૮મા કાળધર્મ પામ્યા છે. તેઓના સંબંધમાં કાશીનિવાસ માટે અનેક લોકકથાઓ ચાલે છે. આ વૈયાકરણ મહાત્મા પણ જૈનના છેલા મહાન યુગમાં એટલે કે વિક્રમની સત્તરમી સદીની આખરમાં અને ખાસ કરીને અઢારમીની શરૂઆતમાં જૈન કેમના અગ્રગણ્ય પુરુષ થયા. તેઓને અને આપણા ચરિત્રનાયકને ખાસ સંબંધ નોંધી રખાયેલ નથી, પણ ચશોવિજ્યજી અને આનંદઘનજીને મેળાપ જોતાં આ મહાત્મા પણ આનદઘનજીને મળ્યા હશે એમ જણાય છે અને તેઓએ જે પ બનાવ્યાં છે તે તે કાળમાં આનંદઘનજીની વાસનાનું પરિણામ હોવું જોઈએ એમ જમાનાની મનુષ્યપર થતી અસરને અંગે ધારી શકાય છે. તેજપાલ અને રાજશ્રીના પુત્ર આ મહાત્મા વિજ્ય હીરસૂરિના શિષ્ય કીર્તિવિજયના શિષ્ય થતા હતા. શ્રીપાળને રાસ પૂર્ણ કરતાં પ્રશસ્તિમાં યશેવિજયજી લખે છે કે
સૂરિ હીર ગુરુની બહુ કીર્તિ, કાર્તિવિજય ઉવાયા, શિષ્યતાસશ્રી વિનયવિજયવાર, વાચકરુગુણ સહારાજી વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહાજી સાભાગી ગીતારથ સાથ, સંગત સખર સનેહાજી સંવત સત્તર અહીશા વરસે, રહિ રાંદેર માજી, સંઘ પણ આગ્રહથી માંડશે, રાસ અધિક ઉલાજી. સાર્ધ સપ્તશત ગાથા વિરચી, પહેરતા તે સુરલોઓંછ તેના ગુણ ગાવે છે ગરી, મલી ગલી થડે કે