________________
વિનયવિજય ઉપાધ્યાય.
103
શથી વધારે વિવેચન અત્ર પ્રાસંગિક ગણાય તેથી વિશેષ હકીક્ત અત્ર લખી શકાતી નથી, પરંતુ આ સમયના અનેક પુરૂષામાં તે અહુ આગળ પડતી પઢવી ભાગવે છે એમ નિઃસંશય કહી શકાય તેમ છે. તેના ચેાગવિષયના જ્ઞાનની પૂર્ણ માહિતી તેએાની ખત્રીશ બત્રીશી ગ્રંથ આપી શકે તેમ છે. તે ગ્રંથમાં તેઓએ ચેાગના વિષયને લગભગ પરિપૂર્ણ દશાએ ખતાન્યા છે અને આ ગ્રંથના એક ભાગ તરીકે ચેાજાચેલ જૈન દ્રષ્ટિએ ચેાગના મારા લઘુ લેખ તેના વિચારને પરિણામરૂપે થયેલ છે એમ ઘણે અંશે કહી શકાય તેમ છે. શ્રીપાળના રાસ શ્રીવિનયવિજયાપાધ્યાયના દેહાંત થવાના કારણથી અપૂર્ણ રહેલા તે તેઓએ પૂણૅ કર્યો છે. તે વિભાગ વાંચતા તેઓએ સિદ્ધચક્રની સ્થાપનાના ચેાગને કેવા ઉત્કૃષ્ટ રીતે મતાન્યા છે તેનું સહુજ લાન થાય તેમ છે. આવા પૂર્ણ પ્રતિભાશાળી, ન્યાયદૃષ્ટિમાન્, નયનું રહસ્ય સમજાવનાર મહાત્મા સત્તરમી સદ્ગીમાં થયા તે સમય કેવા ભાગ્યશાળી હશે તે થોડા વખત ભેાઈમાં તેઓશ્રીના પાટ્ટુટાસ્થાન— સ્તૂપ પાસે અવકાશે બેસીને મનન કરવા ચેાગ્ય છે. ઉપાધ્યાયજીના મુખ્ય વિચારામાં વ્યવહારને મુખ્ય સ્થાન આપવાનું અને સાથે નિશ્ર્ચયુને આદરવાનું જણાઈ આવે છે અને બન્ને નયમાં તથા દરેક ખીજાં સ્થળોએ પણ વિશેષ ટાળવાના પ્રસંગે સમજવા માટે રહસ્યજ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા તેઓએ વારંવાર બતાવી છે. આનંદુધનજી સાથે તેને પ્રસગ થયેા હતેા તે તે વિવાદ વગરની હકીકત છે. આ સઁખધમાં વિચારે અગાઉ જણાવ્યા છે અને આગળ પણ તે સમયમાં સહેજ ચર્ચા કરવામાં આવેલી જોવામાં આવશે.
વિનયવિજય ઉપાધ્યાયઃ આ સમયના વિદ્વાનામાં ત્યારપછી આપણે વિનયવિજયજીને માટે જરા વિચારણા કરીએ. ઉપાધ્યા ચજી સાથે રહી કાશીમાં વ્યાકરણશાસ્ત્રના ખાસ અભ્યાસ, કરનાર આ મહાત્મા પુરૂષે સિદ્ધ ( લઘુ) હૈમપ્રક્રિયા' વ્યાકરણ અનાવ્યું; એની ઉપર જ પાતે ૩૫૦૦૦ શ્લાક પ્રમાણુ ટીકા ખનાવી, ઉપરાંત પર્યુષણમાં વંચાતી પસૂત્રની ‘સુખાધિકા’ ટીકા તેમણે લખી છે. દ્રવ્યાનુંચાગના અતિ અદ્ભુત ગ્રંથ લેાકપ્રકાશ’ જેમાં દ્રવ્યલય, ક્ષેત્રલોક, કાળલાક અને ભાવલેાક સંબધી ઘણી હકીકતા એકત્ર કરી