________________
આનંદઘન ભાષાવિચારણરાતીના ઉચ્ચાર બરાબર આ બાબતમાં કાઠિયાવાડમાં થાય છે અને તે મી. મેહતાના સાંભળવામાં આવ્યા નથી એ ખાસ નવાઈ જેવું લાગે છે. કદાચ દંત્ય સને બદલે ગ્રામ્ય કાઠિયાવાડી પ્રગમાં હવપરાય છે એમ બતાવ્યું હતું તે કાઠિયાવાડી ભાષાપ્રયોગને અનુરૂપ થઈ શકત. “દરસણુ” એ પ્રાગ કેઈ પ્રતમાં નથી તેથી તે પરથી બતાવેલા નિર્ણય આડે માર્ગે દોરનાર છે. મલ્લિનાથજીના સ્તવનની ચેથી ગાથામાંના ગાઢી અને “કાઢી’ શબ્દો પર ચર્ચા કરી તેઓએ પદના અર્થની સમજણુમાં જવાને પણ તરસ્તી લીધી નથી એમ બતાવી આપ્યું છે. “ગાડી” એ ક્રિયાપદ નથી પણ વિશેષણ છે અને તે તે સ્પષ્ટ મારવાડી શબ્દ છે તેને બદલે “ગહાડી” જેવું રૂપ આપવાનું બતાવી તે પર વિવેચન કરવું એ વાસ્તવિક નથી. “કાહાઢી એવો પ્રગ કઈ જગેએ જોવામાં આવતું નથી. “રિસાણુ શબ્દને કાઠિયાવાડી કહેવા પહેલાં અઢારમા પદને પ્રથમ શબ્દ “રિસાણું આપ મન રે જોઈ લેવાની જરૂર હતી. આ ઉપરાંત “સગાઈ' શબ્દ ઝાલાવાડમાં વપરાય છે એમ ધારી લેવામાં તેઓએ સજજડ થાય ખાધી છે. ઝાલાવાડમાં વેશવાળ માટે “સગપણ શબ્દ જ વપરાય છે, સગાઈ શબ્દ મારવાડને છે. એને માટે ઝાલાવાડની જ્ઞાતિના બંધારણના કાયદાઓ છપાઈ ગયા છે તે જોવાથી કે વાંચવાથી અથવા કઈ પણ ઝાલાવાડના રહેવાશી સાથે વાત કરવાથી સગપણ શબ્દને પ્રાગ બરાબર સમજાય તેમ છે. આવી રીતે બે ચાર શબ્દો અહીં તહીંથી કાઠિયાવાડના બતાવવા તેઓએ પ્રયત્ન કર્યા છે તે ભૂલભરેલ જણાય છે અને તે પરિણામ વગરનો હેઈ આડે રસ્તે દોરવનારે છે. મારે સાલે” એ પ્રાગ કાઠિયાવાડી નથી એમ કાઠિયાવાડના રહેનારને સમજાય તેવું છે, ત્યાં આવા શબ્દને માટે “સસરા” શબ્દને વિશેષ ઉપરોગ થાય છે અને મનને “મારે સાળો' એમ નરજાતિમાં
લાવવામાં આવે અને તેને માટે ઉપર “કાલે એવું વિશેષણ વાપરવામાં આવે છતાં તેને કાઠિયાવાડી અથવા ગુજરાતી પ્રવેગ કહે એ ગમે તે વાતને પિતાના આગ્રહ પ્રમાણે ખેચી જવાના પ્રયત્ન જેવું લાગે છે. દીધીના પ્રગમાં તેમને જે ગુંચવણું પડી છે તેને મારવાડી પ્રયોગ તેમણે વિચારવા તતી લીધી હતી તે જરાપણ રહેત નહિ.