________________
89
સત્તરમી સદીની સ્થિતિ, સામાન્ય પંક્તિના પ્રાણુઓ કાળબળથી દબાઈ જાય છે ત્યારે પ્રભાવશાળી પુરુષ તેને પિતાના અંકુશમાં અમુક દરજે રાખી શકે છે છતાં પણ તેની અસર થયા વગર રહી શક્તી નથી. આથી અમુક મહાત્મા કે કવિના ગ્રંથને સમય અને તે સમયને ઈતિહાસ જે ઉપલબ્ધ થઈ શકતું હોય તે તે ગ્રન્થની સમજણ માટે પ્રથમ સન્મુખ રાખવા યોગ્ય છે. એથી ગ્રન્થના અર્થ સમજવામાં અને ખાસ કરીને કોને ઊંડે આશય સમજવામાં બહુ ઉપાગી મદદ મળે તેમ છે તેથી આપણે વિક્રમના સત્તરમા શતકને અંત અને અઢારમાની શરૂઆતનો ભાગ અથવા ઈસ્વીના સત્તરમા શતકને જૈનેતર અને જૈન ઇતિહાસ તપાસી જઈએ જેથી તેની છાયા પદમાં કેટલી આવી છે તે વારંવાર પદેમાં વિચારવાની આવશ્યક્તા ન રહે.
દેશ સ્થિતિ સત્તરમા ખ્રીસ્તી પ્રજાના સૈકાની આખરમાં અથવા વિશેષ સ્પષ્ટ રીતે બેલીએ તે તેના ઉત્તરાર્ધમાં કુટુંબકલહ કરી
ઔરંગજેબ ગાદી પર આવેલ હતું, તેણે ધમધપણે રાજ્યશાસન ચલાવી અનેક લડાઈ લડી હિંદુઓને પરાક્ષુખ કરવા સાથે મુગલાઈને હચમચાવી દીધી અને તેના વખતમાં જે સડે દાખલ થયે તેના પરિણામે મુગલાઈ સત્તાને થડા વખતમાં નાશ થયે. નામની સત્તા થોડાં વરસ સુધી ચાલી, પણ રાજતેજ ચાલ્યું ગયું અને તેના ધમધપણાના પરિણામે રામદાસ સ્વામીના ઉપદેશથી છત્રપતિ શિવાજીએ હિંદુઓને ગુંડે ઉચકી દક્ષિણમાં ઔરંગજેબ સામે અનેક રીતે લડાઈઓ જારી રાખી, નિઝામુલમુલ્ક જેવા સરદારે સ્વતંત્ર થઈ ગયા અને આખા દેશમાં અનેક લડાઈઓ જાગી, સર્વત્ર દાવાનળ ઉડે અને જાનમાલની અને આબરૂની અસ્થિરતા ઉઘાડી રીતે જણાઈ આવી. આવી રીતે દેશની સ્થિતિ ચાલતી હતી, અવારનવાર રજપૂતો લાગ મળે મુગલાઈ દેર સામે માથું ઉચતા હતા અને કઈ વાર શરણે જઈ પુત્રીના લગ્ન પણ મુસલમાન સાથે કરી આપતા હતા. મરાઠા રાજ્ય સાથે પશ્ચાઈનો પગપેસારે પણ આ જ સમયમાં શરૂ થઈ ગયે અને આંગ્લ પ્રજા પિતાના ભવિષ્યના રાજ્ય માટે પાદપ્રવેશ કરવાની શરૂઆત આ જ સમયમાં કરી ચૂકી. ઈતિહાસના અનેક પ્રસંગોથી ભરપૂર આ સમયના સંબંધમાં હજારે