________________
આનંદઘનજી અને તેને સમય. આ સમયનો ઈતિહાસ વિચારવા માટે આપણે જરા પૂર્વકાળની સ્થિતિ વિચારી જઈએ. અધ્યાત્મ કલ્પદ્રુમની ઉપદઘાતમાં જણાવ્યું છે તેમ યુનિસુંદરસૂરિ મહારાજ તપગચ્છની મૂળપાટપર સંવત્, ૧૪૯ મા આવ્યા તે વખતે તેઓ અસાધારણુ ઉન્નત દશા જવાની સ્થિતિમાં હતા, છતાં કામમાં પેલે સડે તેઓ જોઈ શક્યા હતા અને તે સંબંધી ગુવવળીમાં તેઓએ જે ઉલ્લેખ કર્યો છે તેની વિચારણું આપણે અન્યત્ર કરી છે. ત્યાર પછી કેટલાક વરસે વિજયહીર સૂરિ તપગચ્છની ૫૮ મી પાટે થયા, તેમણે અકબર બાદ શાહને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને તેમની પાસેથી ઘણું છુટ અને કેટલાક હકે મેળવી જૈન પ્રજાનું અને જેન ધર્મનું માન વધાર્યું. બાદશાહે તેમને બહુ ઉત્તમ પ્રકારે માન આપ્યું. તેમને જે સ્થાના પાલખીની વિનતિ થઈ તેમાં તેઓ તે વ્યામોહિત થયા નહિ, પણ પરંપરામાં તે પરિગ્રહને દાખલ કરનાર થઈ પડી. તેમના પછી ૫૯ મી પાટે શ્રી વિજયસેનસૂરિ આવ્યા, તેમને અકબર બાદશાહે કાલિ સરસ્વતિનું બિરૂદ આપ્યું અને તેઓએ પણ જૈન ધર્મની અનેક પ્રકારે પ્રભાવના કરી. છેવટે તેઓને દેહવિલય સંવત્ ૧૬૭૧ માં થયે તે વખતે તેમની પાટે વિજયદેવસૂરિ આવ્યા. આ ૬૦ મા પટ્ટધરને જહાંગીર બાદશાહે “મહાતપાતું બિરૂદ આપ્યું. તેમની પાટે વિજયસિંહસૂરિની સ્થાપના તેમણે કરી, પરંતુ તેઓ સવત ૧૭૦૯ માં કાળધર્મ પામ્યા જ્યારે દેવસૂરિ સંવત ૧૭૧૩ માં સ્વર્ગે સિધાવ્યા અને ત્યાર પછી તપગચ્છની પાટપર વિજયપ્રભસૂરિ આવ્યા. આ દરેક આચાર્યોના સમયમાં વિહન્તી વિગેરેને આધારે કરેલા રાસવિગેરેમાં જે હકીકત જળવાઈ રહી છે તે જોતાં અનેક જગાએતેઓએ પ્રતિષ્ઠાઓ કરાવી હોય, અઠ્ઠાઈમહત્સવ કરાવ્યા હોય એમ જણાઈ આવે છે અને એ સર્વ ઉપરથી જૈન પ્રજાની તે વખતે દ્રવ્ય સંબધી બહુ સારી સ્થિતિ હશે એમ સહજ અનુમાન થાય છે. આ ઉપરાંત એક ધ્યાન આપવા લાયક હકીકત એ પણ બની છે કે વિજ્યસેનસૂરિની પાટે વિજદેવસૂરિ ઉપરાંત વિજ્યઆનંદસૂરિ થયા. કેટલાક કારણને લઈને તે વખતે તપગચ્છમાં બે આચાર્યો કરવાની જરૂર જણાઈ અને મને ગચ્છાધિપતિ બનાવવામાં આવ્યા, પણ એનું પરિણામ એ