________________
ક્રિયાઉદ્ધાર અને ઉપાધ્યાયજી.
95
તપગચ્છનાયક શ્રી વિજયપ્રભસૂરિની તેઓએ આજ્ઞા મેળવી હતી અને તેમને તત્સંબધી પ્રેરણા કરનાર અને સાથે રહેનાર શ્રી યશેવિજયજી ઉપાધ્યાય હતા. ક્રિયાઉદ્ધાર કરવા માટે આજ્ઞા આપવા છતાં છેવટે વિજયપ્રભસૂરિ સાથે જોડાયા નહિ, તેથી તફાવત પાડવા માટે સાધુનાં વસ્ત્રના રંગ ફેરવવાની જરૂર જણાઈ. આ સર્વે આખતમાં યશેાવિજયજી સાથે હતા એમ અત્યાર સુધી ચાલી આવતી કિંવદંતીપરથી જણાય છે. વીરવિજય કવિ શ્રીગ્નિલના રાસની પ્રશસ્તિમાં જણાવે છે કે વિજયસિંહસૂરિના શિષ્ય લક્ષણુ લક્ષિત દેRsવાળા સત્યવિજયે ગુરૂ સૂરિપદ્રવી આપતા હતા છતાં તે લેવા ના કહી, ક્રિયાઉદ્ધાર કરવાનું જણાવ્યું અને ગુરૂમહારાજે તેમ કરવા હા પાડી ત્યાર પછી સંઘને એ વાત જણાવી અને ગચ્છના ભાર તેમના માથાપર રાખી ગુરૂમહારાજ સ્વર્ગે સિધાવ્યા. સંઘ સાથે રહીને તેમની પાટે વિજયપ્રભસૂરિની સ્થાપના કરી તે આચાર્યે વિગેરે સર્વે આ ઉગ્ર વિહારીની સમક્ષ ઊભા રહેતા હતા અને ક્રિયાઉદ્ધારમાં વાચક જસ તસ પક્ષીજી એમ કહ્યું છે તેથી તે સર્વે પતાવી આપે છે કે
* આ પ્રશસ્તિ આખી વિચારમા લેવા લાયક છે. ચાલુ હકીકતના ઉપયોગી ભાગ નીચે પ્રમાણે છે
-
તપગચ્છ કાનન કલ્પતરૂ સમ, વિજયદેવ સૂરિાચાજી, નામ દશેદિશ જેહનું ગાવું, ગુણી જનવૃંદે ગવાયાજી; વિજયસિંહસૂરિ તાસ પધર, કુમતિ મતંગજ સિંહજી, તાસ શિષ્ય સુરિપદવી લાચક, લક્ષણ લક્ષિત દેહાજી. ૧ સંઘ ચતુર્વિધ દેશ વિદેશી, મલિયા તિહાં સંકેતેજી, વિવિધ મહાત્સવ કરતાં દેખી, નિજ સૂરિ પદને ઉત્તેજી પ્રાચે શિથિળપણું અહુ દેખી, ચિત્ત વૈરાનેં વાસીજી, સૂરિવર આર્ગે વિનય વિરાર્ગે, મનની વાત પ્રકાશીજી સૂરિ પદથી નવી લેવી સ્વાસી, કરી ફરિયા ઉદ્ભાજી,’ કહે સૂરિ આ ગાદી છે તુમ સિર, તુમ વાસ સહુ અણુગાજી એમ કહી સ્વર્ગે સીધાવ્યા સૂરિશ્વર, સંઘને વાત સુણાવીજી, સત્યવિજય પંન્યાસની આણા, મુનિ ગણુમાં વરતાવીજી સંઘની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપાજી, ગચ્છ નિષ્કાએ ઉગ્ર વિહારી, સૂવેગતા ગુણ ચાપીજી; કૃમિત ચલ લહી જગ વંદે, ચૈત્ય ધજાલક્ષીજી, સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જસ તસ પક્ષીજી. ૪
3