________________
98
આનંદઘનજી અને તેને સમય, જાગ્રત કરવાને ઉપદેશ યશોવિજયજી મહારાજે તે જમાનાની વસ્તુસ્થિતિ જોઈને અને તેનું તાદૃશ ચિત્ર આપીને બતાવ્યું છે તેને આનંદઘનજીના ઉપદેશ સાથે બહુ સામ્ય છે અને તે પદને ભાવ હવે પછી વિચારવામાં આવશે ત્યા બરાબર સ્પષ્ટ રીતે ગ્રાહ્યમાં આવી શકશે. અહીં આપણે આ પ્રસંગે એ સમયને ઇતિહાસ વિચારતાં એક વાત બરાબર ધ્યાન પર લાવી શકીએ તેવું છે અને તે એકે સાધુઓની તે વખતની સ્થિતિ જોતાં તેમના વ્યવહારમાં મેટા ફેરફાર કરી સત્ય આત્મવૃત્તિ સન્મુખ રહેનાર મહા પુરૂને બાહ્યાડંબરીથી જુદા પાડવાની ખાસ જરૂર હતી અને તેને માટે પ્રબળ પુરૂષાર્થ કરવાની શક્તિવાળા અને લેકસંજ્ઞાની દરકાર વગરના પ્રતિષ્ઠિત મહા પુરૂની જરૂર હતી. આવા પુરૂએ તે વખતે બહાર પડીને શાસનને ટકાવી રાખ્યું હતું, પિતાના માન અપમાનની દરકાર કરી નહાતી અને સાચી મર્યાદા બાધી શાસનને મજબૂત કર્યું હતું. ત્રવહાર અને નિશ્ચયને અધિકાર પ્રમાણે સમજીને તે અનુસાર વર્તન કરાવવાની જરૂરીઆત બહુ હતી, તેને લઇને એકાંત વાત ઉપર ખેંચી જનારને બરાબર માર્ગ દર્શાવવા માટે ઉપરનાં બન્ને સ્તવનો રચવામાં આવ્યાં હોય એમ જણાય છે. પિતાના ખાટા બચાવ કરનારને માટે શાસ્ત્રના આધાર સાથે વરતવરૂપ ઉક્ત બન્ને સ્તવમાં બતાવ્યું છે અને ખાસ કરીને કેટલાક એકાંત કિયા પક્ષી હોય અને ક્રિયા કરવામાં જ સપૂર્ણતા માનતા હોય તેમને અને કેટલાક માત્ર જ્ઞાનની વાત કરવામાં જ સંપૂર્ણતા માની ક્રિયાથી પરસુખ થઈ બેઠા હોય તેમને યથાગ્ય વસ્તુ સ્વરૂપ દર્શાવી નાનયુક્ત ક્રિયાને માર્ગ બતાવી-વ્યવહાર પાળવા સાથે નિશ્ચયનું સાધ્ય રખાવવાને શુદ્ધ સનાતન જૈન શૈલીને ઉપદેશ આપનાર અને તેને બરાબર વ્યવહાર કરવા સારૂ કિયાઉદ્ધાર કરવાની જરૂરીઆત સમજનાર અને સમજીને તેને અમલમાં મૂકનાર અને મૂકવામાં મદદ કરનાર આ સમયના મહાત્મા પુરૂનાં ચરિત્ર અને વર્તન ખાસ વિચારણીય છે એટલું લક્ષ્યમાં લેવા માટે ઉપરોક્ત બન્ને સ્તવનો જેમાં સ્વવનનાં નામ નીચે વિશિષ્ટ ક્રિયા અને તત્વજ્ઞાન ભંડાર ખૂલો મૂકવામાં આવે છે અને જેના દરેક વાક્યનું શાસ્ત્રની શાહદત સાથે