________________
યશોવિજય ઉપાધ્યાય.
99
નિરૂપણ કરવામાં આવ્યું છે તે ખાસ વાંચીને વિચારવા ચૈાગ્ય છે. આ હૅકીકતનું રહસ્ય સમજવા માટે ઉક્ત બન્ને સ્તવના સમજીને વાંચવા વિજ્ઞપ્તિ છે. આખા ક્રિયાઉદ્ધારમાં અને તત્કાલીન શિક્ષણમાં જે ખાસ મુદ્દો સમાયલા હતા તે ૩૫૦ ગાથાના સ્તવનની નીચેની ગાથાપરથી સ્પષ્ટ જણાય છે.
કોઈ કહે મુતિ છે વોલુતાં ચીંથરાં, કોઈ કહે સહજ જમતાં ઘર દહીંથરાં, મૂઢ એ દાંચ તસ ભેદ જાણે નહી, જ્ઞાન ચાગે ક્રિયા સાધતાં તે સહી. (૧૬-૨૪) અહીં ચીંથરાં વીણવાં તે પડિલેહણાદિક બાહ્ય ક્રિયા સમજવી અને દહીંથરાં જમવાં તે જ્ઞાનમાં મસ્તતા ખતાવી પુદ્ગલાના આનંદ કરવાની વાત સમજવી. તાત્પર્યું એ છે કે એકાંત જ્ઞાન પંગુ છે અને એકલી ક્રિયા અંધ છે. આ મુખ્ય તત્ત્વના ઉપદેશ ક્રિયાઉદ્ધાર વખતે ખાસ કરવામાં આવ્યા હતા અને જ્યારે જ્યારે શિથિળાચાર વધી જાય છે, ગુરૂનું ગેરવાજબી દૃમાણુ કામપર કે દર્શનપર અસર કરનાર દેખાઇ આવે છે અને અધિકાર વગર ક્રિયા કે અધ્યાત્મની વાત કરવા મંડી જવાય છે ત્યારે આવા ઉપદેશની અને એવા ઉપદે શના નિર્વાહ કરી-કરાવી શકે એવા પ્રખળ પુરૂષાર્થશાળી પુરૂષાની આવશ્યક્તા રહે છે. આ કાળમાં જૈન કામમાં પ્રમળ શક્તિવાળા પુરૂષા થયા તેથી શાસનને માર્ગપર લઈ આવ્યા હતા અને ‘કગુરૂની વાસના પાસમાં' જે લેાકા પડી ગયા હતા તેને વાસ્તવિક રીતે સુમાર્ગપર લઈ આવ્યા હતા. આ વખતે થયેલા કેટલાક મહા પુરૂષષ સંબધી હકીકત આપણે હવે સંક્ષેપમાં વિચારી જઈએ.
શાવિજય ઉપાધ્યાયઃ આ સમયના જૈન કામના સમકાલીન વિદ્વાનામાં સર્વથી વધારે ધ્યાન ખેંચી રહેનાર પ્રખળ પુરૂષાર્થશાળી, વિશિષ્ટ જ્ઞાની, દીર્ધદર્શી, મહાત્મા શ્રીયશેાવિજયજી ઉપાધ્યાય છે.
* વર્તમાન કાળમા સાધુવર્ગનું જૈન કામ સાથે વર્તન કેવા પ્રકારનું છે, તેમાં ફેરફારની જરૂર છે કે નહિ અને કાઈ પ્રબળ શક્તિવાળા મહાત્માની જરૂર છે કે નહિ એ સર્વ સવાલા વિચારણીય છે અને તેના વિચારમાં મદદ મળી શકે એવું ઘણું વાંચન આ વિભાગમાં થ્યુ છે તેપર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે.