________________
લેાકેાની તથા દેશની સ્થિતિ.
91
ધાર્મિક ખામતમાં આ સમય ખાસ વિચારવા લાયક સ્થિતિમાં હતા. હમેશાં આઘાત પ્રમાણે પ્રત્યાઘાત થાય છે એવા સામાન્ય નિયમ છે, તે પ્રમાણે ઔરંગજેમની ધર્માંધ લાગણીએ જ્યારે અનેક હિંદુઓને મુસલમાન અનાવવાની અને તેનાં પૂન્ય સ્થાના તાડી નાખવાની પ્રેરણા કરી ત્યારે તેટલા જ ઝેરથી સંરક્ષણુવૃત્તિ હિંદુઓમાં આવી અને તેઓએ ગમે તેટલા ભાગે પેાતાની પૂર્વ કાળની જાહેાજલાલી જાળવી રાખવા મહા પ્રયત્ન કર્યો. અહીં જે વાત હિંદુઓને લાગુ પડે છે તે તેટલે જ અંશે જૈનાને લાગુ પડે છે. તેઓએ પણ પાતાનાં પૂજ્ય મંઢિરા અને જ્ઞાનભંડારા જાળવી રાખવા અને તેમ કરી ધર્મનાં મુખ્ય ખાદ્ય સ્વરૂપા જાળવી રાખવા અલ્લાઉદ્દીનના સમયથી જે પ્રશસ્ય પ્રયાસ શરૂ કર્યો હતા તે ચાલુ રાખ્યું.
આ પ્રમાણે જનસ્થિતિ વિક્રમના સત્તરમા શતકની હતી તે વખતે ધાર્મિક સ્થિતિ કેવી હતી તે તપાસવા માટે અહુ સાધને મળી શકે છે. તે વખતના આચાર્યોનાં ચરિત્રા વાંચતા શ્રાવકાની ગુરૂભક્તિ બહુ સારી જણાઈ આવે છે. લેાકેા ગુરૂની ખાતર ગમે તેટલાં કષ્ટ વેઠી તેની આજ્ઞાને અનુસરતા હતા એમ જણાઈ આવે છે. બીજી ખાસ અગત્યની વાત તે સમયમાં એ બની કે સાળમા વિક્રમ શતકમાં જૈન ગ્રંથાના ભંડાર કરી શુદ્ધ પ્રતા કરવાની અને તેને ભડારામાં ગોઠવવાની વિશિષ્ટ વૃત્તિ જાગ્રત થઈ હાય એમ જણાય છે અને તેને પરિણામે અત્યારે પણ શુદ્ધ ગ્રંથ સંવત્ ૧૫૫૦ લગભગના બહુ મેટી સંખ્યામાં મળી આવે છે. આવી પુસ્તક ભંડારાની કરી આપેલી અનુકૂળતાના લાભ લેનારા અનેક વિદ્વાનો સત્તરમા વિક્રમ શતકમાં બહાર આવ્યા અને તેથી સત્તરમા શતક જૈત કામના ઇતિહાસમાં એક અતિ અગત્યના સમય ગણાય છે. તે સમયમાં જૈન કામમાં એટલા સારા વિદ્વાના ઉત્પન્ન થયા છે કે અત્યારે તેનાં સર્વનાં નામા પશુ મેળવવાં સુશ્કેલ પડે છે. એમ કહેવાય છે કે આ સત્તરમા સૈકામાં એકલા તપગચ્છમાં આાવન પંડિતા થયા. આમાંના કાઈ ફાઈના સબંધમાં નીચે હકીકત વિચારવામાં આવશે તેપરથી જણાશે કે આ શતક જૈન કામ માટે જેમ અનેક પ્રકારની રાજકીય અગવડ ઉત્પન્ન કરનાર થયા તેમ અનેક રીતે આધ્યાત્મિક અને શાસ્ત્રીય દૃષ્ટિએ ધ્યાન ખેચનાર થયા.