________________
આનંદઘનકૃતિને કમ. .. 81 છે અને સ્તવનમાં ખાસ કરીને પરપરાને-વ્યવહારને જે સ્થાન આપવામાં આવ્યું છે તે અનુભવનું પરિણામ હોવું જોઈએ એવું સહજ અનુમાન કરાવે છે.
સ્તવને સમય વિચારતાં નીચેની ખાસ બાબતે ઉપર ધ્યાન ખેંચાય છે.
૧. એમાં ગુજરાતી ભાષાનું તત્વ પદના પ્રમાણમાં સવિશેષ છે.
૨. એમાં વિષય અતિ ઉદાત્ત હોવા છતાં ભાષાપર જે કાબુ પેદમાં છે તે અત્ર નથી તે બાબત ખાસ વિચારીને સમજવા ચોગ્ય છે.
૩. વિષય પ્રતિપાદન કરવાની વિશિષ્ટ શૈલી અહીં સ્પષ્ટ દેખાય છે પણ ત~ાગ્ય ભાષાની ઉત્તમતા સ્તવને કરતાં પદ્યમાં વિશેષ આવે છે.
૪. ખાસ કરીને ખાસ વાક્યપ્રાગે અને શબ્દરચના ઘરની ભાષા તરીકે પટ્ટામાં જે ભાવ ઉત્પન્ન કરે છે તે સ્તવમાં આવી શકી નથી.
૫. સ્તવનની મહત્તા તેના વિષયનિરૂપણને અંગે રહેલી છે જ્યારે પદની ભાષા શિલી અતિ વિશાળ આકર્ષક અને ઉન્નત છે તે બારીકીથી જવાથી જણાઈ આવે તેમ છે.
૬. સ્તવને અધુરા રહી ગયાં છે જેને માટે અવકાશ મળ્યો હોત તે આનંદઘનજી જરૂર પૂરાં કરત અને તેથી તે તેમની ઉત્તરાવસ્થામાં– લગભગ જીવનના છેવટના ભાગમાં બનેલાં હોય એમ બતાવે છે.
આટલા ઉપરથી પદની રચના જીવનના પહેલા ભાગમાં થઈ હોય એમ જણાય છે. તેઓનું ચરિત્ર,તેઓને વિહાર અને તેઓને પ્રસંગ ઘણું ખરે ઉત્તર હિન્દુસ્તાન અને મારવાડમાં હોવાથી ઘણુંખરાં પદ તત્રત્ય વિહારમાં બનેલાં હોય અને કઈ કઈ જીવનના પછવાડેના ભાગમાં ગુજરાતના પરિચય વખતે લખાયાં હોય એમ બનવાજોગ લાગે છે અને પાલણપુર તરફના વિહાર પ્રસંગે તથા શત્રુંજયઆગમન પ્રસંગે જીવનના છેવટના ભાગમાં સ્તવન બનાવ્યાં હાય અને ત્યાર પછી વિહાર કરી મેડતા જતાં દેહવિલય આ મહામાન થઈ જતાં બાકીનાં બે અથવા ત્રણ સ્તવને બનાવવો રહી