________________
આનંદઘનની કૃતિ.
81 બહારનાં ઘણાં કારણે છે. જૈન કેમમાં તે વખતે સાધુઅવસ્થાની સ્થિતિ જે થઈ રહી હતી, જેને માટે મુનિસુંદરસૂરિ મહારાજ મસ વરસ પહેલાં આગાહી કરી ગયા હતા અને જેને માટે સત્યવિજ્ય પન્યાસને કિયાઉદ્ધાર કરવો પડ્યો અને શ્રીમદ્ યવિજયજીને સીમંધર સ્વામીની વિજ્ઞપ્તિરૂપ સ્તવના કરવી પડી-એવા સડામાંથી નીકળી જવા માટે, અથવા તે સર્વ હૃદયપર અસર ન કરે અને સાધુજીવનને તેના લેકમાન્યતાવાળા નહિ પણ આત્મહિતકારક માર્ગ ઉપયોગ થઈ શકે તે માટે બહારની ખુલ્લી હવાની જરૂર હતી અને તેનો લાભ ગુજરાતની બહાર મળે તેવું હતું. એ વખતની શાસનની સ્થિતિપર આગળ વિચાર કરવામાં આવશે, પરત જે હૃદયવિશાળતા તેઓમાં હતી તે ઉત્તર હિંદના જન્મ, વસવાટ અને વિહારને લઈને હતી એવા સહજ અનુમાનપર ઘણે ભાગે આવી જવાય છે. આ ઉપરાત આબુ તરફનો આનદઘનજીનો વિહાર, ત્યાં અમુક જગાને આનંદઘનજીની ગુફા તરીકે બતાવવામાં લેવાતી હોશ અને તેઓને અને યશોવિજયજીને કહેવાતે આબુપર મેળાપ એ સર્વ એકદર રીતે આનંદઘનજીનો જન્મ ઉત્તર હિંદ તરફ અને તેઓને વિશેષ વિહાર પણ એ પ્રદેશ તરફ બતાવે છે એમ મારું માનવું છે અને તે હકીક્તના પૂરાવા માટે ઉપર બહુ સુવાઓ પર લય ખેંચવામાં આવ્યું છે તે ખાસ વિચારણય છે.
આનદઘનજીની કૃતિ-૧ બહેતરી આ મહાત્મા ગીની કૃતિઓમાં હાલ આપણને પદસંગ્રહ અને સ્તવને મળી આવે છે પદને વધારે સારી રીતે લેકે આનંદનઘનજીની બહોતેરીના નામથી ઓળખે છે. બહોતેરીમાં મૂળ આશયે તે બહોતેર પદે હાવાં જોઈએ, પણ ભર્તુહરિ શતકમાં જેમ દરેક શતકમાં તેને બદલે સવાસેથી પણ વધારે સ્લકે જણાય છે તેમ અહીં પણ થયું છે. એમ થવાનાં કારણેમાં એમ જણાવવામાં આવે છે કે કઈ કઈ પદો પછવાડેના કવિએાએ બનાવ્યાં હોય છતાં તેમાં આનંદઘનજીનું નામ દાખલ કર્યું હોય એમ બનવાજોગ છે. આ વાતમાં રહેલું સત્ય શોધવામાં મુશ્કેલી ઘણું છે, પરંતુ રોગ અને આત્મજ્ઞાનમાં તેઓશ્રી એટલા આગળ વધી ગયેલા હતા અને તેઓ ખાસ કરીને પદમાં ભાષાને એટલી મજબૂત