Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru
Catalog link: https://jainqq.org/explore/022850/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ કૃતા જીવવિચાર રાસ એક અધ્યયન અસંજ્ઞી પંચેન્દ્રિય ચલરિનિક્સ એકેનિસ - સિદ્ધો સંની પંચેન્ટિ તેઇન્દ્રિય બેઇન્દ્રિય ડૉ. પાર્વતી નેણશી ખીરાણી M.A.Ph.D. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવવિચાર રાસ એક અધ્યયન ડો.પાર્વતીનેણશીખીરાણી મુંબઈ વિદ્યાપીઠની પી.એચ.ડી.ની પદવી માટેતૈયાર કરેલોમહાનિબંધ માર્ચ-૨૦૦૯ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. પતાસા પોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ૨૦૨, પેલિકન હાઉસ, નટરાજ ટોકીઝની પાસે,આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૬ બુકશેલ્ફ ૧૬, સિટી સેન્ટર, સી.જી. રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ અશોક પ્રકાશન મંદિર રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shravak Kavi Rushabhdas Krut - JIV VICHAR RAS - Ek Adhyyan by: Dr. Parvati Nenshi Khirani First Edition: 23-03-2013 Published by : Saurashtra Kesri Pranguru Email : gunvant.barvalia @ gmail.com • Mobile : 9820215542 પ્રથમ આવૃત્તિ: ૨૩-૩-૨૦૧૩, સંવત ૨૦૬૯, વીર સંવત ૨૫૩૯ કિંમતઃ ૫૦૦.૦૦ : ગુણવંત બરવાળિયા અર્હમ સ્પીરીચ્યુઅલ સેન્ટર સંચાલિત પ્રકાશકઃ શ્રી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ, જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ૦૨ - મેવાડ, પાટનવાલા એસ્ટેટ, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૬. ફોનઃ ૦૨૨-૪૨૧૫૩૫૪૫મોબાઈલઃ ૦૯૮૨૦૨૧૫૫૪૨ Email: gunvant.barvalia @ gmail.com મુદ્રકઃ કોનમ પ્રિન્ટર્સ તારદેવ, ડાયેના સિનેમાની ગલી, મુંબઈ - ૪૦૦ ૦૩૪. ફોન : ૨૩૮૦૬૨૨૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પ્રથમ શ્વાસ લઈને કર્યું આ લોકમાં આગમન તા.૨૪-૯-૧૯૫૨ અંતિમ શ્વાસ લઈને કર્યું પરલોકમાં ગમન તા. ૨૫-૧૨-૨૦૧૧ દિવંગત નેણશી વિજપાર રાઘવજી ખીરાણી પરમજુ, પરોપકારી, પરમાર્થને વરેલા સતત મારી સાથે પડછાયાની જેમ રહીને પ્રેરણાપિયુષ પિવડાવતા રહ્યા એવા મારા હાસરને આ કૃતિ અર્પણ ખીરાણી પરિવારના જય જિનેન્દ્ર Page #5 -------------------------------------------------------------------------- ________________ જાડ સિદ્ધક્ષેત્ર (અનંત સિદ્ધ) ૫ અનુત્તર વિમાન (૧ પાથડો) સિદ્ધ શિલા દર્વ _ ૯ રૈવેયકના ૯ પ્રતર આકાશ (વાયુ) > વલોક રિકન, મકાન, ૪ પાથડાકિ ૪ પાથડા ઘનોદધિઘવા ૪ પાથડા ૫ પાથડા ૬ પાથડા ૯ લોકાંતિક ઘનવા દેવલોક અનત અલોકાકાશ મધ્યલોક (તિચ્છલોક) (૧૮૦૦ યો. ઊંચો) ૧૦, જંભક ૧૨ પાથડા (૩) કિલ્પિષી ૧૩ પાથડા ઘનોદધિ મેરુ પર્વત ચર-અચર જયોતિષ ચક્ર અસંખ્ય દ્વીપ-સમુદ્રો નરક-૧ (રત્નપ્રભા) નરક-૨ (શર્કરાપભા) , ૭ SE ૧૫, વાણવ્યંતર ૧૦, ભવનપતિ ૧૫ પરમાધામી) A, નરક-૩ (વાલુકાપ્રભા) 6 નરક-૪ (પંકપ્રભા) આકાશ (વાયુ), અસંખ્ય યોજન નરક-૫ (ધૂમ્રપ્રભા) ઘનોદધિ ધનવાત તનવાત નરક-૬ (તમ પ્રભા) નરક-૭, (તમ તમ પ્રભા) સ્થાવરનાડી અલોક ત્રસનાડી ૧ રાજુ પહોળી - ૧૪ રાજુ ઉંચી અલોક સૌજન્યઃ અલૌકિક લોકદર્શન Page #6 -------------------------------------------------------------------------- ________________ બાન્ની લીપીમાં નવકાર મંત્ર लमहासुरा ( 74LETT) ON 1*Ilik I 1* I I 1914 TT4FxI 人手支 TP34 IT I Å0 787 rau I'd l gt lo X 66iX Add Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રકાશકનું નિવેદન જૈનધર્મના અભ્યાસી, વર્ષોથી જૈનશાળા, મહિલામંડળોની પ્રવૃત્તિ અને સાધુસાધ્વીજીઓની વૈયાવચ્ચમાં સયિ ડૉ. પાર્વતીબહેન નેણસીભાઈ ખીરાણી આદર્શ શ્રાવિકા છે. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર દ્વારા જૈન સાહિત્ય જ્ઞાનસત્ર ૫માં વિદુષી પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસનું વ્યક્તિત્ત્વ, કવિત્વ અને કતૃત્ત્વ વિષયક પેપર રજુ કર્યું એ પ્રસંગે જાણવા મળ્યું કે એમણે શ્રાવક કવિ ઋષભદાસકૃત જીવવિચાર રાસ એક અધ્યયન એ વિષય પર સંશોધન કરી પીએચડી માટે શોધ પ્રબંધ તૈયાર કર્યો છે. ડૉ. કલાબહેન શાહના માર્ગદર્શન હેઠળ મુંબઈ યુનિવર્સિટીમાં પીએચડી માટે સ્વીકૃત થયેલ આ મહાનિબંધને ગ્રંથરૂપે પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. જૈન સાહિત્યનું ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જૈન ગુર્જર કવિઓએ સમૃદ્ધ કર્યું છે. સત્તરમી સદીમાં જૈન કવિઓએ ઉત્તમ રાસકૃતિઓનું સર્જન કર્યું છે. સુશ્રી પાર્વતીબહેને જીવવિચાર રાસ પર સંશોધન કરવાનો પુરુષાર્થ કર્યો છે. તે અનુમોદનીય છે. આ સંશોધન કાર્યમાં તેમને અનેક સાધુસંતોના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા છે તો કેટલાંક વિદ્વાનો અને ગ્રંથાલયોનો સહયોગ સાંપડયો છે. આ મહાનિબંધની રચનામાં તેમણે ૨૦૮ ગ્રંથોનો અને ૧૦ સામાયિક(મેગેઝીનો) -ના સંદર્ભ લીધા છે. જિનાગમ અને આગમના ભાષ્ય અને ટીકાઓના ૪૬ ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો છે. આટલો સુંદર પરિશ્રમ લઈને તૈયાર કરેલ આ શોધપ્રબંધ જિજ્ઞાસુઓ અને અભ્યાસુઓને જરૂર ઉપયોગી બનશે એવી આશા સાથે વિરમું છું. ગુણવંત બરવાળિયા, સંયોજક - પ્રકાશક સૌરાષ્ટ્ર કેસરી પ્રણગુરુ જૈન ફિલોસોફીકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાફ કથન || શ્રી મહાવીરાય નમઃ || શ્રુતજ્ઞાન તારી ભકિત કરતાં હૃદય મુજ પુલકિત બને, મૃતદેવ તારું સ્મરણ કરતાં મન મારૂં નિર્મળ બને. શ્રુતભાવ તુજને જીવન ધરતાં ધ્યેય મુજ નજદિક બને, ઉપકાર તારા શું કહ્યું? તારી અસ્તિએ મુક્તિ મળે.' જૈન શાસનની આધારશિલા “શ્રુતજ્ઞાન” છે. શાશ્વત સુખની પ્રાપ્તિ શ્રુતજ્ઞાનના માધ્યમથી થાય છે. અનંતા તીર્થંકર દેવોએ શ્રુતજ્ઞાનના માધ્યમથી જ મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી છે. એમને અનુસરીને વર્તમાન શાસનપતિ ભગવાન મહાવીરે પણ શ્રુતજ્ઞાનના આધારથી જ આત્મદર્શનના ભાવ પ્રરૂપ્યા છે. તેથી જ ભગવાન મહાવીરનું દર્શન આત્માનું દર્શન છે. એના આદિ, મધ્ય અને અંતમાં સર્વત્ર આત્મા જ પ્રધાન છે. એના (આત્માના) ઊંડાણ સુધી જવા માટે, એને પામવા માટે દીક્ષિત જીવન અત્યંત આવશ્યક છે. પરંતુ જે દીક્ષિત ન થઈ શકે એણે શિક્ષિd (શ્રુતજ્ઞાની) થવાનો પ્રયત્ન તો અવશ્ય કરવો જ જોઈએ. એ ન્યાયે હું દીક્ષિત તો ન બની પણ શિક્ષિત બનતાં કોણ રોકી શકે? ગૃહસ્થ પર્યાયમાં વ્યવહારિક શિક્ષણનું આકર્ષણ ધાર્મિક શિક્ષણમાં પ્રવર્લ્ડ, વિજ્ઞાનની ચાહક, વિજ્ઞાનની વિદ્યાર્થીની ધાર્મિક જ્ઞાન પ્રત્યે પ્રવૃત્ત બની. ધર્મ વિજ્ઞાનનો સમન્વય જરૂરી લાગ્યો માટે બંને પ્રકારના જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિ આજ સુધી ચાલુ છે. વિજ્ઞાન વસ્તુને જાણવાની પ્રક્રિયા છે તો ધર્મ આત્માને પામવાની પ્રક્રિયા છે. વિજ્ઞાન રૂપી (ભૌતિક) પદાર્થોના સ્થૂળ રૂપનું દર્શન કરાવે છે તો ધર્મ સ્થૂળથી સૂક્ષ્મ તત્ત્વના ઊંડાણ સુધી લઈ જાય છે. આત્મા, પરમાત્મા, પરમાણુ આ બધા સૂક્ષ્મ તત્ત્વો છે, જેનું સૂક્ષ્માતિસૂક્ષ્મ દર્શન ધર્મ કરાવી શકે છે. વિજ્ઞાનના સાધનો વડે પ્રાપ્ત થતું સુખ નાશવંત છે જ્યારે ધર્મ દ્વારા પ્રાપ્ત થતું સુખ શાશ્વત છે. વિજ્ઞાને યંત્રસત્તા બક્ષી છે તો ધર્મે ચેતનસત્તા પર ભાર મૂકયો છે. વિજ્ઞાને અગણિત ભૌતિક લબ્ધિઓ પ્રાપ્ત કરાવી છે તો ધર્મે આત્મિક લબ્ધિ પ્રાપ્ત કરાવી છે. વિજ્ઞાન બુદ્ધિનો વિષય છે તો ધર્મ શ્રદ્ધાનો વિષય છે. જયાંથી બદ્ધિની સરહદ પૂરી થાય છે ત્યાંથી આગળ શ્રદ્ધાની સરહદ ચાલુ થાય છે. બંનેનું યથાયોગ્ય મહત્ત્વ સમજીને સમન્વય કરવામાં આવે તો ભૌતિકવાદમાંથી અધ્યાત્મવાદ તરફ જતાં વાર નહિ લાગે. વીર પ્રભુએ પ્રરૂપેલા જીવ - અજીવના ભાવોમાંથી વિજ્ઞાન તો કેટલાંક ભાગનો જ તાગ પામી શક્યું છે. જે તાગ પામ્યા એમાં પણ ભૌતિકતાનો અંશ વધારે પ્રમાણમાં હોવાને કારણે જીવોની ઓળખ વિલીન થતી જાય છે. પરિણામે Page #9 -------------------------------------------------------------------------- ________________ અમર્યાદિત જીવ હિંસા થઈ રહી છે. જે પર્યાવરણને અને જીવનને ખોરવી રહી છે ત્યારે જીવોને ઓળખીને એમની રક્ષા - જીવદયા પાલન જરૂરી છે એ માટે જીવનું જાણપણું જરૂરી છે. આપણી સમગ્ર ચેતનાનું કેન્દ્ર જીવ છે. જ્ઞાન - વિજ્ઞાનની પ્રવૃત્તિ જેના દ્વારા થાય છે એ “જીવ” જ છે. એ જીવ વિશે જે સવિસ્તૃત માહિતી શાસ્ત્રો દ્વારા પીરસવામાં આવી છે એનો આંશિક ભાગ એટલે ‘જીવવિચાર રાસ.” જેનું મારી મતિ પ્રમાણે અહીં સંશોધન રજૂ કર્યું છે એ સંશોધનના પ્રેરકબળનું અથથી ઈતિ આ પ્રમાણે છે. પ્રેરણાસ્રોતનું અથથી ઈતિ. બાલ્યવયથી જ પ. પૂ. પિતાશ્રી મણશી ભીમશી છાડવાની પ્રેરણા અને વડીલો બંધુઓ શ્રી ગોપાલજીભાઈ (ડૉ. જી. એમ. છાડવા) અને શ્રી ખીમજીભાઈના પ્રયત્નોથી પુષ્કળ વાંચનના સંસ્કાર મળ્યા. રમકડું, ચાંદામામા, ઝગમગ આદિ બાળસામાયિકોથી લઈને બાળવાર્તાઓ પછી ક્રમશઃ મેગેઝિનો, નોવેલો, જાસુસકથાઓ વગેરે એ મારી કલ્પનાશક્તિ, જિજ્ઞાસાવૃત્તિ, કુતુહલવૃત્તિ, અવલોકન શક્તિ વગેરેને ઉત્તેજિત કરી. મારી H.PT. સ્કુલ (ચર્ચગેટ) ના શિક્ષિકા હંસાબેન મર્ચટની પ્રેરણાથી વિજ્ઞાનના વિષય સાથે વિજ્ઞાન ક્લબ (Science Club) ની મંત્રી તરીકે ફરજ બજાવતાં બજાવતાં મેટ્રિક સુધી પહોંચી. પછી મને મોટાભાઈની જેમ ભણીને ડૉકટર બનવાની તીવ્ર ઝંખના જાગી પણ લગ્ન થતાં ભણતર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. પિતૃગૃહેથી પતિગૃહે આવી પણ મારી વાંચન ભૂખ મારા જીવન સંગાથી શ્રી નેણશી વિજપાર ખીરાણી (ગાલા)એ બરાબર પોષી જે આજે પણ યથાવત્ છે. લગ્ન પછી પોણાબેવર્ષે મારા પરમ પૂજય પિતાશ્રીએ હૃદયરોગના હુમલાથી અચાનક જ વિદાય લીધી. શોકગર્તામાં ડૂબેલી મને બહાર કાઢવાના પ્રયત્નરૂપે મારા માતુશ્રી સમાન સાસુજી ભાનુબેન વિજપાર ખીરાણી મને માટુંગાના સ્થાનકવાસી ઉપાશ્રયમાં લઈ ગયા. ત્યારે ત્યાં પ.પૂ. આધ્યાત્મયોગિની લલિતાબાઈ મહાસતીજી (બાપજી) નું ચાતુર્માસ હતું. તેમણે વાત્સલ્યપૂર્ણ સ્વભાવ વડે મને બોધ પમાડ્યો. મારા પર વ્હાલપ વરસાવનારા, મારી માવજત કરનારા મારા પૂ. દાદી વાલીબેન તેમ જ મારા સ્નેહાળ માતુશ્રી મણિબેન તરફથી મારામાં જે ધર્મબીજ પડ્યા હતા એને ધર્મરૂપી માટીમાં ધરબવાનું કામ મારા પૂ. સાસુમાં અને પ.પૂ. મહાસતીજીએ કર્યું. એમની પ્રેરણાથી શ્રી રામતી મહિલા મંડળ માટુંગામાં દાખલ થઈ. ત્યાં પૂ. સૂરજબેન પારેખ અને પૂ. કાંતિભાઈ ગાંધીએ પ્રેરણાનું પાણી પાઈને પેલા ધર્મબીજને ઉછેરવા માંડ્યું અને મારી ભણવાની ઝંખના જાગી ઊઠી. મંડળની ૨૫ શ્રેણી અને બુ.મું.સ્થા. જૈન મહાસંઘની ૧૬ શ્રેણી પાસ કરી. એ દરમ્યાન પૂ. Page #10 -------------------------------------------------------------------------- ________________ કાંતિભાઈના આદેશથી જ પૂ. મહાસતીજીઓને જ્ઞાન પીરસવા માંડ્યું અને મંડળમાં) પણ માનદ્ શિક્ષિકા બની ગઈ. પાછું ભણતરને પૂર્ણવિરામાં પણ ૧૯૯૦ માં દરિયાપુરી સંપ્રદાયના પ.પૂ. ઈશિતાબાઈ મહાસતીજીના ચાતુર્માસ દરમિયાન એમના શિષ્યા જ્ઞાનપ્રેમી પ.પૂ. ચેતનાબાઈ મહાસતીજીએ વળી મારી ભણતરવૃત્તિને ઉત્તેજિત કરી. એમની પ્રેરણા અને શ્રી માટુંગા સંઘના પ્રમુખ શ્રી મહાસુખભાઈ શીવલાલ શેઠ ના પ્રયત્નથી શ્રી. અ. ભા. જે. સ્થા. જૈન કોન્ફરન્સ દ્વારા માન્ય શ્રી તિલોકત્નિ સ્થાનકવાસી જૈન ધાર્મિક પરીક્ષા બોર્ડ” અહમદનગરની જેના સિદ્ધાન્ત વિશારદ- પ્રભાકર-શાસ્ત્રી અને આચાર્યની પરીક્ષાઓ પાસ કરી તેમજ ભારતીય વિદ્યાભવન મુંબઈની સંસ્કૃતમાં કોવિદ સુધીની પરીક્ષાઓ પાસ કરી. એ દરમ્યાન બૃહદ મું. સ્થા. મહાસંઘ સંચાલિત શિક્ષણ બોર્ડમાં કારોબારી સભ્ય પણ બની. શ્રી રાજેનતી મહિલા મંડળમાં ભણાવતી વખતે મારા નવા નવા પ્રશ્નોત્તરને કારણે અમારા કારોબારી સભ્ય પૂ. શારદાબેન ભોગીલાલ શાહ વારંવાર કહેતા કે “આ અમારી પારવતી તો પીએચ. ડી. છે એટલે નવાનવા પ્રશ્નો શોધ્યા કરે’ આ. શબ્દો મારા કાનમાં અથડાતા રહ્યા. આ શબ્દોએ મારી વ્યવહારની ડૉક્ટર બનવાની અભિલાષા જેના પર રાખ વળી ગઈ હતી એને ફેંકવાનું કામ કર્યું અને આધ્યાત્મિક વિષયમાં ડોકટર બનવાની જવાલા પ્રજવલિત કરી, જેથી જેન ધર્મના વિષયમાં કાંઈને કાંઈ સંશોધન કરવું એ નિર્ણય લેવાઈ ગયો. પરંતું પીએચ.ડી. માટે તો અનુસ્નાતક- M.A. વગેરે હોવું જોઈએ જ્યારે મારૂંવ્યવહારિક શિક્ષણ તો મેટ્રિક સુધીનું જ હતું. પણ જેનો ઈરાદે મક્કમ હોય એને માર્ગ મળી જ રહે છે. કહ્યું પણ છે કે - “મનોરથો સ્વપ્નમાંહી હશે, તે પાંગરીને કદી પુષ્પ થશે.” એ ન્યાયે મારું ધ્યાન વર્તમાન પત્રમાં લાડ– રાજસ્થાનની “જેન વિશ્વભારતી સંસ્થાન” ની પત્રાચાર કોર્સની જાહેરાત પર ગયું. એ પ્રમાણે મુંબઈના પ્રતિનિધિ શ્રી નેમિચંદભાઈ જેનની સહાયથી ઘેરબેઠાં પ્રવેશ મેળવીને શ્રમણ-શ્રમણીજી, ડૉ. આનંદપ્રકાશ ત્રિપાઠીજી, ડૉ. પ્રકાશ સોની વગેરેના માર્ગદર્શનથી બી.એ., એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ ગોંડલ સંપ્રદાયના સરળ સ્વભાવી પ.પૂ. સોનલબાઈ મહાસતીજીએ મને પીએચ.ડી. સંબંધી વિષય પસંદગીથી કરીને લખવાની રીતભાત, તેમાં કરવી પડતી મહેનત વગેરેનું ખૂબ જ ઝીણવટભર્યું સુંદર માર્ગદર્શન નિઃસ્વાર્થભાવે આપ્યું. તેમ જ આ માટે ગાઈડ તરીકે ડૉ. ઉત્પલાબેન મોદીનું નામ સૂચવ્યું. હું ઉત્પલાબેન મોદીને મળી. તેઓ મને જૈન સાહિત્યના સંશોધિકા, વિદુષી, મુંબઈ યુનિવર્સિટીના માન્ય ગાઈડ (માર્ગદર્શક) નિવૃત્ત પ્રાધ્યાપિકા ડૉ. કલાબેન શાહ પાસે લઈ ગયા. એમણે બે કલાક સુધી અખ્ખલિત વાણીમાં મને જેન સાહિત્યના દરેક પાસા - કાવ્ય, કથા, સ્તોત્ર, દાર્શનિક વગેરેનો Page #11 -------------------------------------------------------------------------- ________________ G પરિચય કરાવ્યો જે સાંભળીને હું કૃતકૃત્ય થઈ ગઈ અને નિર્ણય લેવાઈ ગયો કે મારા માર્ગદર્શક તો ડૉ. કલાબેન શાહ જ. જૈન સાહિત્યના વિષય પર પીએચ.ડી. કરવાના ઈરાદા સાથે પૂ. સાધુ - સાધ્વીજી તેમ જ જૈન જ્ઞાનભંડારોની મુલાકાત લેવાની શરૂઆત કરી. સૌ પ્રથમ હું લીંબડી અજરામર સંપ્રદાયના ગાદીપતિ પ.પૂ. નરસિંહજી મુનિશ્રીને મળી, એમણે મને આ કાર્ય માટે શુભાષિશ આપ્યા. ત્યારબાદ એમના જ શિષ્યા પ.પૂ. વસંતપ્રભાબાઈ મહાસતીજી અને પ.પૂ. રશ્મિનાબાઈ મહાસતીજીએ પ્રેરકબળ પૂરૂ પાડ્યું. પછી જ્ઞાનભંડારોની મુલાકાત લેતી હતી એ દરમ્યાન ફાર્બસ પુસ્તકાલયમાં ગઈ. ત્યાં ‘અનુસંધાન અંક - ૧૮’માં મહાન ચિંતક શ્રી કુમારપાળભાઈ દેસાઈનો એક શ્રદ્ધાંજલિ લેખ સદ્ગત શ્રી હરિવલ્લભ ભાયાણી માટેનો હતો, તે વાંચવામાં આવ્યો કે - ‘‘સમગ્ર દેશમાં ગુજરાત વિશેષ સમૃદ્ધ છે એના હસ્તપ્રતોમાં સચવાયેલા વિપુલ જ્ઞાનરાશિથી. સમસ્ત દેશમાં ગુજરાત રંક છે એણે કરેલા વિપુલ સાહિત્ય સમૃદ્ધિની ઉપેક્ષાથી. આપણા હસ્તપ્રત ભંડારોમાં પડેલી હજારો હસ્તપતો અભ્યાસી સંશોધકોની રાહ જોઈને બેઠી છે. આવી હસ્તપ્રતો જ્ઞાન ભંડારોની દીવાલોમાંથી બહાર આવે અને ગુજરાતનો જ્ઞાનપ્રકાશ ગ્રંથરૂપે પ્રગટ થાય તે માટે આજીવન ચિંતા સેવનાર શ્રી હરિવલ્લભ ભાયાણીની વિદાયથી કોઈ રીતે ન પુરાય તેવો શૂન્યાવકાશ સર્જાયો છે.’’ - કુમારપાળ દેસાઈ આ લેખે મારા ચિત્તતંત્રને હલબલાવી મૂક્યું. આ મહાન ભેખધારીને શ્રદ્ધાંજલિ આપવારૂપ મારે એક હસ્તપ્રત પર જ સંશોધન કરવું એવું વિચારબીજ પ્રગટયું. એ વિચારબીજને ઉછેરવામાં ડૉ. કલાબેન શાહે મદદ કરી. વિવિધ ભંડારોની હસ્તપ્રતોની સૂચિઓમાંથી સંશોધન કરતાં મેં મારા તાત્ત્વિક રસને પોષે એવી શ્રાવક કવિ ઋષભદાસની ૧૭મી સદીની અપ્રકાશિત કૃતિ ‘જીવવિચાર રાસ’ પસંદ કરી. જેની ઝેરોક્ષ મને કોબાના આચાર્ય કૈલાસસાગરસૂરિના પુસ્તકાલયમાંથી પ્રાપ્ત થઈ. સત્તરમી સદીની લિપિના જાણકાર અજરામર લીંબડી સંપ્રદાયના પ.પૂ. પ્રફુલ્લાબાઈ મહાસતીજીએ એને ઉકેલીને એનો સંક્ષિપ્ત સાર મને કહ્યો. એના આધારે એના પર કામ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ આ લિપિના જાણકાર દરિયાપુરી સંપ્રદાયના પ.પૂ. અપૂર્વ મુનિના શિષ્ય, જ્ઞાનના ઉપાસક, પ.પૂ. અલ્કેશમુનિ જેમનું ચાતુર્માસ અમારા શ્રી માટુંગા સંઘમાં થવાનું હતું તેમને મળી. પ્રથમ પરિચયમાં જ નિઃસ્વાર્થી, નિખાલસ, નિર્મોહી એવા મુનિ ભગવંતે હસ્તપ્રતની જે સૂક્ષ્માતિસૂક્ષ્મ માહિતી આપી એનાથી હું તો આશ્ચર્યચકિત જ થઈ ગઈ ! મને તો ‘છીંડું શોધતા લાધી પોળ”ની અનુભૂતિ થઈ ગઈ. પછી મુંબઈ યુનિવર્સિટીમા ડૉ. કલાબેન શાહના માર્ગદર્શન અને મંજુરીથી પ્રવેશ મેળવવાની Page #12 -------------------------------------------------------------------------- ________________ બધી પ્રક્રિયા પૂરી કરી અને એમની જ સંમતિથી ચાર મહિના સુધી પૂ. અલ્પેશમુનિ પાસે હસ્તપ્રત ઉકેલવાની કામગીરીમાં લાગી ગઈ. તપસ્વી, આત્મજ્ઞાનના ઉલ્લાસી, જ્ઞાન પીરસવામાં ઉત્સાહી, અપ્રમત્ત એવા પૂ. અલ્પેશમુનિ તો મારા માટે દેવદૂત બનીને આવ્યા હતા. એમના અગાધ જ્ઞાનરાશિનો પરિચય હર્ષ અને રોમાંચ ઉપજાવનારો છે. દરેક વિષયનું તલસ્પર્શીજ્ઞાન એમની તીવ્ર મેધાવી બુદ્ધિપ્રતિભાની પ્રતીતિ કરાવતું હતું. એમણે જે ચીવટ, ખંત, ઉત્સાહથી મારા સંશોધનકાર્યમાં મદદ કરી છે એ માટે એમને ‘સવાયા ગાઈડ'નું બિરૂદ આપવાનું મન થઈ જાય. પ્રાતઃ સ્મરણીય એવા ગુરૂદેવની સદાય ઋણી રહીશ. જેમની આજ્ઞા વગર આ કાર્ય શક્ય નહોતું એવા પ.પૂ. અપૂર્વમુનિનો વિશેષ આભાર માનું છું. હસ્તપ્રત ઉકેલ્યા પછી જેના વગર આ સંશોધન કાર્ય શક્ય જ ન હતું એવા મારા માર્ગદર્શક ડૉ. કલાબેનના માર્ગદર્શન હેઠળ મારૂં સંશોધનકાર્ય આગળ ધપાવ્યું. આજીવન સાહિત્યને સમર્પિત, આપણા અમર સાહિત્ય વારસાનું જતન કરનાર, મેગેઝિનો તેમ જ મુંબઈ સમાચાર જેવા વર્તમાન પત્રોમાં જેન લેખોની કોલમના લેખિકા, મહાવીર જૈન વિદ્યાલયને ઉપક્રમે યોજાતા જૈન સાહિત્ય સમારોહના સફળ સંચાલિકા, એક ડઝનથી વધારે સંશોધન કાર્ય કરનારાના માર્ગદર્શિકા બહુમુખી પ્રતિભા ધરાવનાર એવા ડૉ. કલાબેનનું શ્રેષ્ઠ માર્ગદર્શન પામીને હું ધન્ય બની ગઈ. એમણે વિષયવસ્તુને અધિકાધિક પ્રાસંગિક બનાવવાના હેતુથી મારા આત્મવિશ્વાસને નિખારીને માર્ગદર્શન આપ્યું છે. એમનો સાલસ, નિખાલસ, એખલાસભર્યો સ્વભાવ, તેમ જ એક માતાની યાદ અપાવે એવો પ્રેમાળ, સ્નેહાળ, રસાળ આતિથ્ય સત્કાર મારા માટે ચિરસ્મરણીય બની રહેશે. એમનો અમૂલ્ય સમય તો મને આપ્યો જ પણ હું અવિરતપણે કાર્યરત રહું તે માટે સતત પ્રેરણા આપી તેથી તેમનો માત્ર આભાર માનીને છટકવા નથી માંગતી પણ સદાય ઋણી રહીશ. સાથે સાથે એમના લઘુબંધુ અતુલભાઈનો ઉષ્માભર્યો આવકાર પણ યાદ રહેશે. મારા જ્ઞાનબીજને વટવૃક્ષ સુધી પહોંચાડવામાં સૌથી વધારે સાથ મારા હમસફર શ્રી નેણશી વિજપાર ખીરાણી (શ્રી વાગડ કલા કેન્દ્રના મુખપત્ર “વાગડ સંદેશ’ ના માનદ તંત્રી.) એ આપ્યો છે એમની સતત પ્રેરણા, તેમ જ મારે જ્યાં જવું હોય ત્યાં સાથે પડછાયાની જેમ રહેતા, મને જોઈતા પુસ્તક મેળવવા પત્રવ્યવહાર કરીને કે જાતે જઈને શોધીને જ જંપતા. તેથી મારા પીએચ.ડી નો સૌથી વધારે આનંદ | અને યશ પણ એમને જ છે. મારા પૂ. જેઠાણી શાંતાબેન મોતીલાલ ખીરાણી અને દેરાણી સ્વ. કુસુમ/યોગીની ચંદ્રકાંત ખીરાણીએ પણ મને ખૂબજ સહકાર આપ્યો છે. મારા નણંદ - નણંદો ઈ, ભાઈ - ભાભી, બેન - બનેવીએ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. મારી લાડલી પુત્રી ચિ. હાર્દિ વિનય સત્રાએ મને સતત પ્રોત્સાહિત Page #13 -------------------------------------------------------------------------- ________________ કરીને હળવીફૂલ રાખવાનો પ્રયત્ન કર્યો છે. મારી સાથે જ બી.એ., એમ.એ.અને પીએચ.ડી. ની યાત્રા કરનારા મારા ભાભી રતનબેન ખીમજી છાડવાની પ્રેમાળ હુંફ તો મળી જ છે પણ વડીલબંધુ ખીમજીભાઈએ અમારા બંનેની સાથે અમદાવાદ-કોબા -પાટણ-ખંભાતમાં સાથે રહીને અમારી માવજત, સાર - સંભાળ રાખી છે. તેથી એમના અંતરથી ઓવારણા લઉં એટલા ઓછા. ઋણ સ્વીકાર આમ પૂર્વે જે નામોનો ઉલ્લેખ થયો એ બધાની હું ખૂબ જ ઋણી છું તેમ જ એ સિવાયના જેમનો સાથ સહકાર મળ્યો છે એમની હું સદાય ઋણી રહીશ. જેમ કે લીંબડી અજરામર સંપ્રદાયના સર્વ સાધુ - સાધ્વી ભગવંતો, દરિયાપુરી સંપ્રદાયના, બોયદ સંપ્રદાયના, ગોંડલ સંપ્રદાયના, આઠ કોટી મોટી પક્ષ અને નાની પક્ષના, લીંબડી ગોપાલ સંપ્રદાય, ખંભાત સંપ્રદાય, દરેક મારા પરિચયમાં આવેલા સર્વ સાધુ - સાધ્વી ભગવંતનો કોટિ કોટિ વંદના સહ ઉપકાર માનું છે. આ શોધયાત્રા દરમ્યાન દેરાવાસી સંપ્રદાયના પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહાય કરનાર આચાર્ય શ્રી નેમિસૂરિજીના શિષ્ય પ.પૂ. શીલચંદ્રજી મહારાજ સાહેબ, આચાર્યશ્રી નંદીઘોષ વિજયજી વાગડ સમુદાયના પ. પૂ. આનંદવર્ધન વિજયજી મ.સા., જ્ઞાન પ્રભાવક શ્રી પ.પૂ. મુક્તિચંદ્રજી અને પ.પૂ. મુનિચંદ્રજી મ.સા., આચાર્ય શ્રી જંબુવિજયજી, આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, જ્ઞાનસાગરજી સમુદાયના પ.પૂ. શ્રી હેમચંદ્રસાગરજી, પંન્યાસ શ્રી અરૂણવિજયજી વગેરે ગુરૂભગવંતોનો કોટિ કોટિ વંદનાસહ ઉપકાર માનું છું. મારા પ્રુફ રીડીંગ, પુનર્લખાણ માટે પ્રજ્ઞાબેન બિપીનચંદ્ર સંઘવી, ગીતાબેન વિનોદભાઈ શાહ અને મીનલ દિનેશચંદ્ર અવલાણીની ત્રિપુટીએ જે જહેમત ઉઠાવી છે તેમની હું અહેસાનમંદ છું. શ્રી રાજેમતિ મહિલા મંડળના શિક્ષિકા બેનો, તથા સભ્ય બનો, શ્રી માટુંગા સંઘના પ્રમુખશ્રી, સર્વ હોદેદારો અને શ્રાવક - શ્રાવિકાઓ મારા પ્રત્યે શુભ ભાવ વ્યક્ત કરનાર સર્વેનો ખૂબ આભાર માનું છુ. મુંબઈ યુનિવર્સિટીની કાર્યવાહી સમજાવનાર કેતકીબેન શાહનું સ્મરણ કરું છુ. માટુંગા સ્થાનકના ઓફિસ બેરર નવીનભાઈ હસમુખભાઈ શેઠે મને ખૂબ જ સુંદર સહકાર આપ્યો છે તેમ જ માટુંગા ઉપાશ્રયના પ્યુનો નારાયણભાઈ, પાંડુભાઈ, રાજુભાઈ, ક્રીષ્નાભાઈ મને જોઈતા પુસ્તકો ઘેર બેઠાં આપી જતા એમને કેમ વિસરાય. મને લીંબડીની હસ્તપ્રત મેળવવા માટે સહાય કરનાર શ્રી ચંપકભાઈ - મૃદુલાબેન અજમેરા, કેલાસબેન - વિનોદભાઈ ગોપાણીનો આભાર માનું છું. ડૉ. કવિનભાઈ શાહ, ડૉ. હંસાબેન શાહ, કોબાના મનોજભાઈ જૈન, Page #14 -------------------------------------------------------------------------- ________________ 2 શ્રી મહેન્દ્રભાઈ ભાઈલાલ સંઘવી, પ્રો. અમીતા છેડા, મહર્ષિ દયાનંદ (M.D.) કોલેજના પ્રિન્સીપાલ ડૉ. તિવારી સાહેબ, ઓફિસ બેટર શ્રી દિપક બોલર, મુંબઈ યુનિવર્સિટીના થીસીસ સેક્સનના કાર્યકર સ્વ. પવારભાઈ, શ્રી મધુકરભાઈ, સંધ્યાબેન, D.T.P. કરનાર પુનમબેન અને વિશ્વેશ કુલકર્ણી (સ્વરા આર્ટસ), સેટિંગ કરનાર સીમા સતીશ ચારી, ફોટો સ્કેન કરી આપનાર જતીન શાહ, અને મારા શોધનિબંધને પુસ્તકનું સ્વરૂપ આપનાર બંધુ બેલડી ચંદુભાઈ અને નવીનભાઈ રાયશી ગાલા (જી. મહાવીર ગ્રાફીક્સ) વગેરેનો હાર્દિક આભાર. આ હસ્તપ્રતના સંશોધનમાં મેં મધમાખીની જેમ વિવિધ પુસ્તકોરૂપી સ્કૂલમાંથી રસ એકત્ર કરવાનું કામ કર્યું છે એની સંદર્ભસૂચિ આપી છે એ દરેક પુસ્તકના લેખક, સંપાદક, પ્રકાશકોનો ખૂબ જ આભાર માનું છું. તેમજ મેં જે જે ગ્રંથાગારની મુલાકાતો લીધી છે એની પણ સૂચિ આપી છે. એમના ગ્રંથપાલો અને કાર્યકરોનો ઉપકાર માનું છું. આ ઉપરાંત મારા આ કાર્યમાં મને પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે સહાય કરનાર જ્ઞાત અજ્ઞાત સર્વ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવ પ્રગટ કરૂં છું. મારા આ શોધ નિબંધમાં છદ્મસ્થ અવસ્થા અને અલ્પમતિને કારણે જે કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય અથવા જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ પણ લખાઈ ગયું હોય તો મારૂં એ ‘દુષ્કૃત્ય મિથ્યા થાઓ.’ મારી પીએચ.ડી. ની આ યાત્રા અહીં લૌકિક રીતે પૂર્ણ થાય છે. પરંતુ સંશોધન વૃત્તિનું ચાહક એવું મારૂં મન અન્ય સંશોધનની દિશામાં આગળ વધવા માટે ઉત્સાહિત બન્યું છે. બીજા શબ્દોમાં કહું તો હવે જ્ઞાનની અન્ય વિવિધ દિશાઓ ખૂલી છે અને એ દિશામાં કાર્ય કરવાની ઝંખના વધી રહી છે. જ્ઞાનબીજ વિકસીને વટવૃક્ષમાંથી ‘કબીરવડ’ બનવા ઝંખી રહ્યું છે. તા.૨૧-૧- ૨૦૦૯, પાર્વતી નેણશી ખીરાણી અસ્તુ પુસ્તક પ્રકાશનના પ્રાપ્તિ પળે .... મારા હમસફરની ઈચ્છા તેમ જ પરિવારજનોની પ્રેરણાથી મારો આ શોધ નિબંધ પુસ્તકરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે, પ્રસ્તાવનારૂપે મને શુભેચ્છા આપનાર સર્વ વિદ્વજનોની હું ઋણી છું. પોતાના કિંમતી સમયનો ભોગ આપી મારા શોધનિબંધનું ગ્રંથરૂપે એડિટિંગ કરી આપનાર શ્રી અતુલભાઈ મુગટલાલ ચુડગરનો અને પુનઃ પ્રુફ રીડિંગ કરનાર શ્રી કોકિલાબહેન શાહ તેમ જ શ્રી પાર્વતીબહેન પોપટલાલ છેડાનો આભાર. આ પુસ્તક સંશોધનકારને સહાયરૂપ બને એ હેતુથી સંદર્ભસૂચિ આદિ પરિશિષ્ટો તેમ જ કેટલાક વિભાગ વિસ્તૃત હોવા છતાં યથાતથ્ય રાખ્યા છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧o જીવવિચાર રાસ સંશોધનાત્મક અભ્યાસ પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેન હસ્તપ્રતોનો વિપુલ ભંડાર છે. એ ભંડારમાંથી શ્રી પાર્વતીબહેન એન. ખીરાણીએ ખંભાતના શ્રાવકકવિ ઋષભદાસની રચના જીવવિચાર રાસ પર ડૉ. કલાબહેન શાહના માર્ગદર્શન હેઠળ સંશોધનાત્મક અત્યંત રસપ્રદ મહાનિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ મહાનિબંધનું મૂલ્યાંકન કરવાની મને તક મળી તેથી અપાર આનંદ થયો છે. ભણવું અને ભણાવવું પાર્વતીબહેનની પ્રિય પ્રવૃત્તિ છે તેથી તેઓએ અભ્યાસની નવી કેડી પર ચાલવાનું પસંદ કર્યું અને ૬ પ્રકરણ તથા ૬ પરિશિષ્ટમાં આ સંશોધનાત્મક વિવેચન કરી નવી દિશામાં પ્રયાણ કર્યું છે. હસ્તપ્રતની શોધ, વાંચનની તાલિમ અને તેના સંપાદનની સૂઝ માટેનો પરિશ્રમ ખૂબ આનંદદાય બની રહ્યો છે. આ રાસકૃતિની સમીક્ષા છે તેથી આરંભે રાસના સ્વરૂપની - ગુજરાતી ભાષામાં રાસના વિકાસની ચર્ચા કરી છે. કવિનું જીવન અને કવન શ્રદ્ધેય વિગતો સાથે વર્ણવ્યું છે. જીવ શબ્દની વ્યુત્પત્તિ તથા સ્વરૂપ વર્ણવીને અન્ય ભારતીય દર્શનો સાથે તેમ જ પાશ્ચાત્ય દાર્શનિકોના વિચારો તુલનાત્મક રીતે વર્ણવ્યા છે. જીવ સંબંધી મનનીય ચર્ચા મળે છે. હસ્તપ્રતની રચનાનું અર્વાચીન ગુજરાતીમાં સરળ, મધુર, પ્રાસાદિક વાણીમાં ભાષાંતર કરી કૃતિને સરસ ન્યાય આપ્યો છે. જીવ’ વિશેની કવિની માન્યતાને સરસ, સરળ રીતે દર્શાવી આગમની વિચારણાને કવિ ઋષભદાસે યથાર્થ રજુ કરી છે. કવિએ નવીનતા કે મૌલિકતા બતાવવાનો પ્રયત્ન કર્યો નથી. રાસકૃતિનું તાત્વિક દૃષ્ટિએ વર્ણન કરી ષજીવનિકાયનું નિરૂપણ કર્યું છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તેમ જ ચારે ગતિના જીવોની અવગાહના, આયુષ્ય તથા કાયસ્થિતિ આદિ અને જીવના ભેદોનું આલેખન કર્યું છે. ભાવપક્ષની જેમ કલાપક્ષ પણ સરસ રીતે પ્રગટ કરી આપ્યો છે. કાવ્યની વર્ણનલા, અલંકાર સમુદ્ધિ, સુભાષિતો, દષ્ટાંતો વગેરેની ઉદાહરણ સાથે કવિકર્મને યોગ્ય ચર્ચા કરી છે. સંશોધનાત્મક અને સાહિત્યિક એમ ઊભયદષ્ટિએ હસ્તપ્રતના મૂલ્યાંકનની અધ્યયનની વિશેષ સૂઝ દર્શાવી છે. તુલનાત્મક અધ્યયન માટે પૂરોગામી કવિ શ્રી શાંતિસૂરીના જીવ વિચાર પ્રકરણ તથા સિદ્ધપંચાશિકાનો સિદ્ધ વિચાર અને અન્ય આગમ ગ્રંથોના જીવ વિચાર સાથે તુલના કરી છે. તે મહાનિબંધને અનુરૂપ ચર્ચા ખૂબ આવકાર્ય બની રહે છે. અનેક હસ્તપ્રતોનું સંશોધન કરીને ગુજરાતી ભાષા સાહિત્યને શ્રી પાર્વતીબહેન સમુદ્ધ કરતા રહે એવી હાર્દિક શુભેચ્છા વ્યક્ત કરું છું. રસિક મહેતા ૨૬/૬/૧૨) Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનના સાગરની એક લહેરી ૧૧ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ દેવી સરસ્વતીના આશિર્વાદ હોય, તો જ વ્યક્તિમાં સતત વિદ્યાતેજની વૃદ્ધિ કરવાની અભિપ્સા પ્રગટે છે. સામાન્ય રીતે સંસાર, વ્યવહાર કે વ્યવસાયમાં જોડાયા પછી પોતાની વિદ્યાની વૃદ્ધિ કરવાની ભાવના કેટલાકમાં મંદ પડે છે તો કેટલાકમાં નષ્ટ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં પાર્વતીબહેન ખીરાણીનો આ ગ્રંથ એ સુખદ આશ્ચર્ય સર્જનારો એ માટે છે કે આમાં મેટ્રિક સુધીનું શિક્ષણ પામવાની સ્થિતિ ધરાવતા પાર્વતીબહેને પોતાની વિદ્યાયાત્રા સતત ચાલુ રાખી અને પત્રાચાર દ્વારા બી.એ., એમ.એ. થઈને પી.એચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી. ગૃહસંસારની સાથોસાથ વિદ્યાભ્યાસ એ કપરી અગ્નિપરીક્ષા સમાન હોય છે. આજે જીવનની એ કપરી અગ્નિપરીક્ષામાં પાર્વતીબહેન સફળ થયા છે, એનું સૌથી મોટું દૃષ્ટાંત એમનો આ સંશોધનગ્રંથ છે. વળી એમણે કોઈ સરળ વિષય લેવાને બદલે ડૉ. કલાબહેન શાહ જેવા વિદુષી માર્ગદર્શકની દોરવણી હેઠળ શ્રાવક કવિ ઋષભદાસના જીવવિચાર રાસની પસંદગી કરી. મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુઓની પુષ્કળ રચનાઓ માત્ર જ્ઞાનભંડારોમાં પડી રહી છે. જ્યારે આ તો સમર્થ સર્જકતા ધરાવતા શ્રાવકની કૃતિ છે. આ સમૃદ્ધ જ્ઞાન વારસાને બહાર લાવવાનો આજે માત્ર અલ્પ પ્રયાસ થાય છે. આની પાછળ ઘણાં પરિબળો કારણભૂત છે. હસ્તપ્રત મેળવવાની મુશ્કેલીઓ, મળેલી હસ્તપ્રતની લિપિ ઉકેલવામાં સહાયભૂત થનારા વિદ્વાનોનો અભાવ અને પ્રારંભે શુષ્ક લાગતા આવા કાર્યમાં ઝંપલાવવાની વિદ્યાર્થીઓની અનિચ્છા પણ જવાબદાર હોય છે. આ બધા અવરોધોને ઓળંગીને અહીં જીવવિચાર રાસની હસ્તપ્રતોનો પાર્વતીબહેને અભ્યાસ કર્યો, એટલું જ નહીં પણ આ અભ્યાસ પૂર્વે એમણે Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ હસ્તપ્રત વિશેની વ્યાપક માહિતી પણ પ્રસ્તુત કરી. હસ્તપ્રતના પ્રકારોની સાથોસાથ એના સંરક્ષણ વિશે પણ આંગુલનિર્દેશ કર્યો. તે જ રીતે કવિ ઋષભદાસના જીવવિચાર રાસનું મૂલ્યાંકન કરતાં પૂર્વે રાસાસાહિત્યનું સ્વરૂપ, એનું વર્ગીકરણ, એના પ્રકારો વગેરેનું વિગતે અધ્યયન કર્યું. એમણે આ રાસ પર પસંદગી ઉતારી એ પણ એક વિશિષ્ટ બાબત છે. સામાન્ય રીતે રાસમાં કોઈ કથા હોય છે, યારે. અહીં કેન્દ્રસ્થાને જીવ વિશેનો જૈનદર્શનનો વિચાર છે. કવિ ઋષભદાસે ર૫ જેટલાં રાસની રચના કરી છે. અને એમાંથી સાહિત્ય, દર્શન અને અધ્યાત્મનો ત્રિવેણીસંગમ ધરાવતો આ રાસ ગહન ધર્મદર્શનને કલાસ્વરૂપમાં મૂકવાના પડકારભર્યા પ્રયત્નનું નિર્દેશન છે. આ રાસ મારફતે લોકહૃદયમાં જૈન તત્ત્વજ્ઞાનની મૂળભૂત વાતો સહજતાથી આપવાનો પ્રયત્ન કર્યો છે. જુદાજુદા રાસમાં મળતી શ્રાવક કવિ ભદાસના જીવનની વિગતો એકત્રિત કરીને અહીં આલેખવામાં આવી છે. તો એની સાથે જીવવિચાર રાસની ચર્ચામાં જૈનદર્શનમાં આલેખાયેલા જીવના સ્વરૂપની સાથોસાથ જુદાં જુદાં દર્શનોમાં અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં આ વિષયને આનુષંગિક ચર્ચાઓની વાત કરી છે. તાત્ત્વિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ જીવવિચારની છણાવટ કરી છે. વળી રાસમાં આલેખ્ય વિષય અંગે લખાયેલા પ્રમાણભૂત ગ્રંથો જેવા કે શ્રી પન્નવણા સૂત્ર, શ્રી જીવાભિગમ સૂત્ર, એમના પુરોગામી આચાર્ય રચિત જીવવિચાર પ્રકરણ ઉપદેશમાલા અવસૂરિ, સંક્ત નિર્યુક્તિ, સિદ્ધ પંચાશિકા વગેરે ગ્રંથો સાથે તુલનાત્મક ચર્ચા કરી છે. રાસમાં આલેખાયેલા અલંકારો, એનું વ્યાકરણ, એની શૈલી અને એના દ્વારા સર્જકે ઊભી કરેલી રસસૃષ્ટિ પણ દર્શાવી છે. મારી દૃષ્ટિએ એ મહત્ત્વની બાબત તે એ કે એમણે અહીં મધ્યકાલીન શબ્દકોશ પણ આપ્યો છે. આ રીતે એક ખોબા જેવડાં રાસમાં રહેલા શ્રુતજ્ઞાનના સાગરની છાલક વાચક આ ગ્રંથ વાંચતા સતત અનુભવે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ બહુશ્રુત જ્ઞાન તપની પરિણતિ - જીવ વિચાર રાસ એક અધ્યયન બસો આઠ ગ્રંથો અને અનેક સામયિકોનું અધ્યયન. ચોત્રીસ ગ્રંથાગારોની મુલાકાત અને જે કવિની કૃતિ વિશે શોધનિબંધ લખવાનો છે એ શ્રાવકકવિ ઋષભદાસજીએ જે સ્થાને આસનસ્થ થઈને નિજ કૃતિને શબ્દસ્થ અને પદસ્થ કરી હતી એ પવિત્ર સ્થળને હૃદય અને ચક્ષુથી સ્પર્શીએ પછી ચિંતનમય પરિશ્રમ કરીને જે શોધ પ્રબંધ લખાયો હોય એમાં જ્ઞાનનો મહાસાગર ઉછળતો દેખાય એવી પ્રતિતી થાય તો એ અતિશયોક્તિ નથી જ. વિદ્યા પ્રાપ્તિની તડપન એક સાધારણ ગૃહિણી શ્રાવિકાને કેવા જ્ઞાનસાગર અને યશશિખર પાસે લઈ જાય છે એનું સચોટ ઉદાહરણ એટલે પાર્વતીબહેનથી ડૉ. પાર્વતીબહેન નેણશી ખીરાણી. શ્રાવક કવિ ઋષભદાસે ૧૭મી સદીમાં અનેક કાવ્યરચનાઓ કરી, એમાં જીવ વિચાર રાસ એ એક મહત્વની તાત્વિક કૃતિ છે જેન આગમ પન્નવણા સૂત્ર ઉપર આધારિત છે. શ્રી પાર્વતીબહેને પોતાના શોધ પ્રબંધ માટે ઋષભદાસની આ કૃતિ પસંદ કરી એમાં પાર્વતીબહેનની તત્ત્વ જીજ્ઞાસાનું દર્શન થાય છે. વિદૂષી ડૉ. કલાબહેનના માર્ગદર્શન દ્વારા પાર્વતીબહેન આ પરિશ્રમ અને ચિંતનનો મહાયજ્ઞ આરંભિયો એના પરિણામે એમને પીએચ.ડી. જેવી શીર્ષસ્થ ઉપાધિ પ્રાપ્ત થઈ. આવા તાત્વિક વિષય માટે કવિએ રાસાના સ્વરૂપને શા માટે સ્વીકાર્યું એ પ્રસ્ત થાય. સામાન્ય રીતે જેમાં કથા અથવા ચારિત્ર તત્વ હોય એવી વસ્તુને જ રાસાનું સ્વરૂપ અપાતું હોય છે. પરંતુ કવિએ આવા જીવ’ તત્ત્વને વિસ્તારથી કહેવા માટે આ રાસા સ્વરૂપ સ્વીકાર્યું. એમાં કવિનો એ અભિપ્રેત છે કે “જીવ” રાસાની જેમ પુરુષ પ્રકૃતિના તત્ત્વની જ સાથે વલયભ્રમણ કરતો જ રહે છે. એ સુખના તાલમાં મસ્ત છે. પરંતુ અંતે તો પ્રત્યેક જીવે’ અલગ થઈને રાસના વર્તુળમાંથી જન્મોજન્મના ફેરામાંથી બહાર નીકળી જવાનું જ છે. આ શોધપ્રબંધમાં રાસનું પ્રકરણ, એક સ્વતંત્ર પુસ્તિકા જેવું છે. પ્રબંધકારની અભ્યાસનિષ્ઠાની અહીં વાચકને પ્રતિતિ થાય છે. લેખિકાએ સર્વ પ્રથમ મૂળ પ્રત પ્રસ્તુત કરી પછી પંક્તિ ક્રમ પ્રમાણે અર્થ અને પ્રત્યેક પંક્તિમાં આવતા તત્ત્વોની વિશદ ચર્ચા કરી છે. ઉપરાંત આ કવિની મૂળ કૃતિનું મૂળ જે આગમ છે એ આગમના પણ તત્ત્વની ચર્ચા કરતા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કરતા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય ‘જીવની વિગતે ચર્ચા પણ કરી છે. આ વિશાળ શોધ પ્રબંધની જ્ઞાનયાત્રા કરતાં કરતાં જેમ જેમ વાચક ગતિ કરે છે તેમ તેમ વાચકની પ્રજ્ઞા અને હૃદયની પ્રગતિ થતી રહે છે. અને એમાનું જ્ઞાનબીજ કબીરવડ બનતું જણાય છે. વિદ્યાનુરાગી પ્રબંધકારની આ જ્ઞાનયાત્રા માહિતી તત્ત્વથી રસભરી બની છે. પ્રબંધકારે કવિ ઋષભદાસની મૂળ પ્રત મેળવી, એ પ્રતની, ભાષા અને લિપિને નિજ અભ્યાસથી ઉકેલી એને વર્તમાન લિપિમાં પ્રસ્તુત કરી એ પંક્તિઓના અર્થઆકાશને વાચક સમક્ષ ખૂલ્લું મૂકી મૃતોદ્ધારનું પુણ્ય કાર્ય કર્યું | સર્વ પ્રથમ તો આવા લિપિ અભ્યાસ માટે પાર્વતીબહેનને આપણે અભિનંદીએ અને વર્તમાનમાં જૈન ભંડારોમાં આવી અગણિત હસ્તપ્રતો પડી છે તેને ઉકેલવાનું પુણ્ય કર્મ કરી શ્રુત સેવા અને શ્રુત ભક્તિ તેઓ કરે એવી એમની પાસેથી અપેક્ષા રાખીએ. આ શોધ નિબંધમાં પ્રસ્તુત હસ્ત પ્રતોની ગૌરવ ગાથા પ્રકરણ વાંચવા જિજ્ઞાસુઓને વિનંતી કરું છું. હસ્તપ્રત વિશેનો લેખિકાનો વિશદ્ અભ્યાસ અને ઈતિહાસ અહીં ઉજાગર થાય છે. ઉપરાંત આ શોધ નિબંધ માટેની લેખિકાની પાત્રતાની યથાર્થતાના અહીં દર્શન થાય ઋષભદાસજી ભક્ત પહેલા છે. ભક્ત છે એટલે જ્ઞાની કવિ છે. લેખિકાએ અહીં ઋષભદાસજીનું જીવન અને કવિકર્મ વિગતે અને રોચક શૈલીમાં આલેખ્યું છે. કવિની અન્ય કૃતિઓની ચર્ચા કરી કવિના આગમજ્ઞાનની તેમ જ કવિના અન્ય ગ્રંથોના અભ્યાસની પ્રશંસા કરી છે. કારણકે આ જીવ તત્ત્વ વિચારનું મૂળ આગમ કહ્યું એમ શ્રી પન્નવણાસૂત્ર તેમ જ અન્ય કૃતિ છે. કવિનું અધ્યયન માત્ર આ આગમ પૂરતું જ સમિતિ નથી પણ અન્ય આગમો અને શાસ્ત્રોનો અભ્યાસ પણ ઋષભદાસજીને છે. એની પ્રતિતિ લેખિકા પૂરા સંદર્ભો સાથે કરાવે છે. લેખિકાની અધ્યયનપ્રિયતા અને સંશોધનની ધગશની પ્રતિતિ અહીં આપણને થાય છે. ઉપરાંત લેખિકા કવિની ભાષા, અલંકાર અને કવિના છંદ જ્ઞાનનું દર્શન કરાવી કવિના સાહિત્યિક પક્ષની તુલના પણ કરે છે. જૈન પરિભાષામાં જીવ એટલે આત્મા, જે શાશ્વત છે. દેહ નાશવંત છે. જીવ આત્મ કર્મ પ્રમાણે વિવિધ યોનિમાં જન્મ લે છે, દેહ ધારણ કરે છે અને કર્મક્ષય કર્મશૂન્ય થતા સિદ્ધ ગતિને પામે છે. આ આત્માની અન્ય ધર્મ અને દર્શનોમાં જે વ્યાખ્યા છે એની ચર્ચા અને તુલના લેખિકા એક ચિંતકની Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કક્ષાએ કરે છે. ઉપરાંત પશ્ચિમના દાર્શનિકોના ગ્રંથોમાં આત્મા વિશે જે જે ચિંતન છે એની ચર્ચા, સમાનતા, તુલના અને વિશેષતા વગેરે તત્ત્વોની. ચર્ચા પણ લેખિકા અહીં કરે છે. લેખિકાની બહુશ્રુતતા આપણને અહીં પ્રભાવિત કરે છે. આ દ્રષ્ટિએ આ ગ્રંથનું પ્રકરણ -૪ જીવ વિશેની વિચારણા. મનનીય અને વાચકની જિજ્ઞાસાને સંતોષે એવું છે. એ જ રીતે પ્રકરણ છે તુલનાત્મક અધ્યયનનું છે. આ બે પ્રકરણનું સ્વતંત્ર વ્યક્તિત્ત્વ છે. સાથેસાથ આ શોધ પ્રબંધકને સમગ્ર રીતે સંતુષ્ટ અને પૂરક બની રહે એવા આ પ્રકરણો છે. જીવ તત્ત્વના વિશાળ આકાશનું અહીં વિગતે વર્ણન છે. જીવ સાથે પાપ પુણ્ય, કર્મનું વળગણ, એ થકી જીવનું પુનઃજન્મમાં સ્થાન, યોનિ, સ્વરૂપ, સ્વર્ગ, નરક અને અંતે સિદ્ધત્વ મોક્ષની પ્રાપ્તિ આ બધી વિગતની વિગતે ચર્ચા અહીં અન્ય ગ્રંથોના સંદર્ભો સાથે કરી છે. આ વિષયમાં લેખિકા પ્રાચીનથી અર્વાચીન સુધી તે છેક વર્તમાનમાં વિજ્ઞાન સુધી પોતાની લીટી દોરે છે. લેખિકાનું આ જીવ વિષયમાં વૈજ્ઞાનિક સંશોધન તો કાબીલે દાદ છે. વનસ્પતિમાં જીવ છે એ આધુનિક વિજ્ઞાને સ્વીકાર્યું છે જે જૈન શાસ્ત્રોએ યુગ પહેલાં જ કહેલું છે, અને સાબિત કર્યું છે. એથી વિશેષ પૃથ્વી અને પહાડમાં પણ જીવ છે અને પહાડ પણ વધે ઘટે છે એ જૈન શાસ્ત્રોએ સાબિતિ સાથે કહ્યું છે, સિદ્ધ કર્યું છે. આ બધા શાસ્ત્રો- સત્યોનો નિર્દોષ વિદૂષિ લેખિકા જીવ તત્ત્વની સાથોસાથ કહે છે. એ જ રીતે કષાય, આભામંડળ, લેશ્યા, રંગવિજ્ઞાન વગેરેની શાસ્ત્રજ્ઞ દૃષ્ટિએ તેઓ વિગતે ચર્ચા કરે છે. આ ચર્ચા સાથે લેખિકાએ આધુનિક સંદર્ભોનો પણ ઉપયોગ ક્યું છે. અહીં લેખિકાની સક્તાની વાચકને અનુભૂતિ થાય છે. ઋષભદાસજીની આ કૃતિને અન્ય લહિયાઓએ પણ નકલ સ્વરૂપે લખી. હોય એ સ્વાભાવિક છે કારણકે ત્યારે મુદ્રણકળાના શ્રી ગણેશ મંડાયા ના હતા એટલે અનેક નકલો કરવી એ પ્રથા હતી. અહીં લેખિકા ઋષભદાસની માત્ર એક નકલ – મૂળ નકલનો જ અભ્યાસ કરીને સાથોસાથ અન્ય નકલોનો અભ્યાસ કરી પાઠાંતરની વિગતો પણ પ્રસ્તુત કરે છે. જે લેખિકાના લિપિજ્ઞાનની સિદ્ધિના આપણને દર્શન કરાવે છે. આ શ્રમ માટે લેખિકા ખરે જ અભિનંદનના અધિકારી બને છે. શ્રુત પરિશ્રમ કેવો હોય એનું આ નિબંધ દષ્ટાંત છે. જીવ આત્મા વિશેનું તત્ત્વ સંશોધન જિજ્ઞાસુને વિચાર વૈભવથી અહીં ધન્ય કરી દે છે. પોતાના આ મહાનિંબધને પૂર્ણ કરતાં ‘નિષ્કર્ષ” શીર્ષકથી એમણે જે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શબ્દો લખ્યા છે એનું અહીં આપણે આચમન કરીએ. આમ આ તુલનાત્મક અધ્યયન દ્વારા પ્રતીતિ થાય છે કે શ્રાવક કવિ ઋષભદાસજી જૈન શ્વેતાંબર મતના તપાગચ્છીય શ્રાવક અનુયાયી હોવાને કારણે એમણે જૈનદર્શનના મુખ્ય મુખ્ય આગમ શાસ્ત્રોનો આધાર લઈને આ રાસની રચના કરી છે. એમણે એમના કાવ્યમાં શ્રી શાંતિસૂરી રચિત ‘જીવવિચાર’નો નિર્દેશ કર્યો છે તેમ જ બીજા કેટલાક આગમોનો ઉલ્લેખ કર્યો છે એમાં નામ માત્ર એક પન્નવણા સૂત્રનું ઉલ્લેખ્યું છે. બાકી ઉપદેશમાળા અવસૂરિ અને સંસક્ત નિર્યુક્તિનો નામોલ્લેખ છે. એ બધાના અંશોનો અભ્યાસ કરતાં એ તારણ નીકળે છે કે આ રાસમાં સૌથી વધારે પ્રરૂપણા પન્નવણા અને જીવવિચાર પ્રકરણ કરતા પણ જીવાભિગમ સૂત્ર અનુસાર થયું હોય તેમ લાગે છે. જો કે અલ્પબહુત્વ પન્નવણા અનુસાર છે. તો સિદ્ધ પંચાશિકાના ૧૫ દ્વાર દ્રવ્યપ્રમાણ અને અંતરદ્વાર એ બે દ્વારને અનુસરીને રચવામાં આવ્યા છે. વળી ક્યાંક ભગવતી, દશવૈકાલિક ઉત્તરાધ્યયન સૂત્રના અંશોનું ચયન પણ થયું છે. આ રાસના અધ્યયનથી ભગવાન મહાવીરના પ્રરૂપિત જ્ઞાનની સૂક્ષ્મતા પ્રત્યે અહોભાવ જાગે છે.હૈયે આનંદ ઉલ્લાસ છવાય છે. જૈન સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા વધે છે. સર્વજ્ઞ, તીર્થંકરોની વાતને શ્રદ્ધાપૂર્વક માનીએ તો બધા જીવોની દયા પાળવી એ જ એક માત્ર આત્મકલ્યાણનો અને મોક્ષનો માર્ગ છે. એ સિદ્ધ કરવાનો પ્રયાસ કવિએ કર્યો છે. આમ ખોબા જેવડા રાસમાં શ્રુતસાગરનો દરિયો ઘૂઘવે છે. આ શોધ પ્રબંધ વાંચી, અધ્યયન કરી વિદૂષી લેખિકા બહેનને આપણે ઉમળકાભેર કહીએ કે બેન આ અધ્યયન ગ્રંથમાં તમે જીવતત્ત્વનો મહાસાગર ભર્યો છે. આત્માના ઉર્ધ્વગમનની દિશા દર્શાવી છે. અમારા હૈયે પણ આનંદ ઉલ્લાસ છવાય છે. જૈન સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા વધે છે. અને આવા અધ્યયનશીલ અનેક ગ્રંથો આપી પ્રાચીન ગ્રંથ લિપિના ગ્રંથો ઉકેલી શ્રુતભક્તિ કરશો એવી શ્રદ્ધાનું તમારામાં અમે એક અધિકારથી આરોપણ કરીએ છીએ. મા શારદા પ્રસન્ન હો... ડૉ. ધનવંત શાહ, drdtshah@hotmail.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આત્મપંથની યાત્રા શ્રીમતી પાર્વતીબહેન નેણશીભાઈ ખીરાણીને સૌ પ્રથમ આ ગ્રંથના પ્રકાશન કાર્ય માટે મારા અંતરનાં અઢળક આશિર્વાદ. પાર્વતીબહેને શ્રાવક કવિ ‘ઋષભદાસ’ કૃત ‘જીવવિચાર રાસ’ની હસ્તપ્રત શોધી તેનું સંશોધન - મૂલ્યાંકન કરી મહાનિબંધ તૈયાર કર્યો અને મુંબઈ વિદ્યાપીઠ દ્વારા પી.એચ.ડી.ની પદવી ઈ.સ. ૨૦૦૯માં પ્રાપ્ત કરી અને તે હવે પુસ્તકરૂપે પ્રગટ થાય છે તે જાણી અત્યંત આનંદની લાગણી અનુભવું છું. મારી પાસે પી.એચ.ડી.ના માર્ગદર્શન લેવા અનેક વિદ્યાર્થીઓ આવે છે પણ તે બધામાં પાર્વતીબહેન મારા માટે એક ખાસ વિશેષ વ્યક્તિ રહ્યા છે. આ મહાનિબંધની તેઓ ચર્ચા કરવા આવતા તે દિવસોનું સ્મરણ કરું તો, તેમનામાં રહેલી અનેક વિશેષતાઓની યાદ તાજી થાય છે. એક તેમનામાં રહેલો સાચો સંશોધક, જે રીતે ભમરો એક પુષ્પમાંથી મધ ચૂસી લે છે તેવી રીતે પાર્વતીબહેન પુસ્તકાલયમાં જઈ અનેક સંદર્ભગ્રંથોને શોધી તેમાંથી જરૂરી માહિતી એકઠી કરી લાવતા. બીજું તેઓની વિષયના ઊંડાણમાં જવાની આદત, તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હોવાથી તેમનો આ કુદરતી સ્વભાવ છે એમ કહી શકાય. હસ્તપ્રત વિશેનું પ્રકરણ આ વાતની પ્રતીતિ કરાવે છે. અને ખાસ વાત તો એ છે કે તેઓ જીવવિચાર જેવા ગહન વિષયના ઊંડાણમાં જઈ તેની સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતો, પરિભાષા, અર્થો, સંદર્ભો વગેરેને તુલનાત્મક દૃષ્ટિએ વ્યક્ત કરે છે. ‘જીવવિચાર રાસ એક અધ્યયન’ એક રાસ છે. મધ્યકાલીન જૈન સાહિત્યનું એક લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ રાસ હતું. તેના માધ્યમ દ્વારા શ્રાવક કવિ ઋષભદાસે રાસાની રચના દ્વારા જેન તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું સરળ ભાષામાં આલેખન કર્યું છે. આવી ગહન કૃતિનું સંશોધન સંપાદન કરનાર પાર્વતીબહેન એક સાચા અર્થમાં સંશોધક છે તે વાતની પ્રતીતિ કરાવે છે. મધ્યકાલીન જેના ગુજરાતી સાહિત્ય એક મહાસાગર છે. અનેક ગ્રંથભંડારોમાં વર્ષોથી ભંડારાયેલી હસ્તપ્રતોમાંથી જીવવિચાર રાસની હસ્તપ્રત પસંદ કરી , તેનું લિવ્યંતર કરી, ગાથાર્થ, અનુવાદ અને કૃતિની સમાલોચના કરવી વગેરે અત્યંત પરિશ્રમ માંગી લે છે. આ પરિશ્રમયુક્ત કામ કરવાનું પાર્વતીબહેને પસંદ કર્યું અને અનેક મુશ્કેલીઓ વચ્ચે સુપેરે પાર પાડ્યું. આ સંશોધન કાર્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ માટે તેમણે અનેક પુસ્તકાલયોની મુલાકાત લઈ અનેક પુસ્તકોનું અધ્યયન કર્યું. તેઓ પોતે તત્ત્વજ્ઞાનના અભ્યાસી હોવાથી જીવ વિચાર રાસના ગહન વિષયનું મૂલ્યાંકન તેમણે મનનીય અને ચિંતનીય ભૂમિકામાં કર્યું છે. આવા વિચાર એ એક કઠિન અને જટિલ વિષય છે. જેને શ્રાવક કવિએ રાસના રૂપમાં રજુ કર્યો તેનું પાર્વતીબહેને સરળ અર્વાચીન ગુજરાતી ભાષામાં સંશોધન, અવલોકન રજુ કર્યું છે. ૪૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા શ્રાવકકવિ ઋષભદાસના જીવનની માહિતી એકઠી કરવા તેઓ જાતે કવિના વતન ખંભાત ગયા, ખંભાતમાં ઋષભદાસના પ્રાચીન ઘરની (જે આજે પણ છે), તેમાં રહેતા લોકોની મુલાકાત લઈ તેનો ઈતિહાસ તેની તસ્વીરો તથા કવિ ઋષભદાસની ધર્મપ્રિયતા અને રહેણીકરણી, ગર્ભશ્રીમંતાઈનો સ્પષ્ટ ખ્યાલ આપ્યો છે. આત્માનું દર્શન એ દરેક ધર્મનો પાયો છે. પાર્વતીબહેને અન્યધર્મમાં આત્મા અને જેન ધર્મમાં આત્માની પરિભાષા તથા તેનો તુલનાત્મક અભ્યાસ કરી વિષયની ગહનતાની પ્રતિતી કરાવી છે. આ ગ્રંથનો મુખ્ય વિષય આત્મા જીવમાં પાર્વતીબહેનની કલમે ઊંડું તલસ્પર્શી તત્ત્વનું દર્શન કરાવ્યું છે. સાથે સાથે સાહિત્યની દષ્ટિએ તેમણે કરેલ જીવવિચાર રાસનું મૂલ્યાંકન તેમની સાહિત્યિક સુઝબુઝનું પરિણામ છે. પાર્વતીબહેનના સંશોધનકાર્યમાં સતત તેમની પડખે રહેતા નેણસીભાઈ ભલે ક્ષરદેહે આજે નથી પણ આ મહાનિબંધના શબ્દ શબ્દ, અક્ષરે અક્ષરે તેઓ હાજરાહજુર છે. અમર છે. આ મહાનિબંધ એકલા પાર્વતીબહેનનો નથી પણ દંપતિ પાર્વતીબહેન નેણસીભાઈ ખીરાણીનો છે. જેને ગુજરાતી સાહિત્યમાં આ ગ્રંથ એક નોંધપાત્ર ગ્રંથ બની રહેશે અને સાહિત્ય તથા તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ તેને હૃદય મનથી આવકારશે. આ પ્રકારના અનેક મહાનિબંધો તૈયાર કરવા માટે જ્ઞાનભંડારોમાં લાખો હસ્તપ્રતો રાહ જોઈ રહી છે. પાર્વતીબહેનની આ કૃતિના પ્રકાશન પરથી અનેક જણ પ્રેરણા પામી આ કાર્યમાં આગળ વધે. ફરી એકવાર પાર્વતીબહેનને મારા હૃદયના આશિર્વાદ સાથે વિરમું .... ડૉ. કલાબહેન શાહઃ ૧૫/૬/૨૦૧૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પૃષ્ઠ ૧૧૫ જ વિષયાનુક્રમણિકા પ્રકરણ વિષય પ્રકરણ - ૧ જેન સાહિત્યની અંતર્ગત રાસાનું સ્વરૂપ અને વિકાસ સાહિત્યનું સ્વરૂપ-પરિભાષા-શરૂઆત-પ્રકાર. જૈન સાહિત્યનું સ્વરૂપ, રાસા સાહિત્ય સ્વરૂપ અને વિકાસ, હસ્તપ્રતોની ગૌરવગાથા. પ્રકરણ - ૨ : શ્રાવક કવિ ઋષભદાસ વ્યક્તિત્વ કવિત્વ, કતૃત્વ. પ્રકરણ - ૩ઃ જીવવિચાર રાસ મૂળપ્રકૃતિનો સંક્ષિપ્તભાવ, મૂળકૃતિ ભાવાર્થ સહિત. પ્રકરણ - ૪ઃ જીવ વિશે વિચારણા - વિવિધ દર્શનોને આધારે ભારતીય દર્શન, પાશ્ચાત્ય દર્શન, વૈજ્ઞાનિક દૃષ્ટિ, જેન અને જૈનેતર ગ્રંથોમાં આત્માનું સ્વરૂપ. પ્રકરણ - ૫ ઃ વિભાગ-૧: ભાવ પક્ષ - તાત્વિક પક્ષ - તત્ત્વસ્વરૂપ જીવ વિચાર વર્ણન સિદ્ધ, સંસારી. ૧. શરીર, ૨. અવગાહના, ૩. સંઘયણ, ૪. સંસ્થાન, ૫. કષાય, ૬. સંજ્ઞા, ૭. લેશ્યા, ૮. પ્રાણ, ૯. પર્યાપ્તિ, ૧૦. જ્ઞાન, ૧૧ દર્શન, ૧ર ઉપયોગ, ૧૩ દષ્ટિ, ૧૪ વેદ, ૧૫ કાચસ્થિતિ - ભવસિથિત, ૧૬ ઉદ્વર્તન, ૧૭ જીવાજોનિ, ૧૮ જીવવિચારમાં ઉદ્ભવતો પુર્નજન્મનો સિદ્ધાંત, ૧૯ સિદ્ધનું સ્વરૂપ. પ Page #25 -------------------------------------------------------------------------- ________________ a૦ વિભાગ - ૨૪ કલા પક્ષ - સાહિત્યિક પક્ષ ૧ જીવ વિચાર રાસનું બંધારણ, ૨ વિષયવસ્તુ, ૩ વર્ણનાત્મક શૈલી, ૪ અલંકાર, ૫ ગેયતા - છંદ - હરિયાળી, ૬ નવરસ, ૭ ઉપદેશાત્મક શૈલી, ૮ સુભાષિત ૯ ભાષાંશૈલી ૧૦ શિર્ષકની યથાર્થતા, ૧૧ સમાજજીવન, ૧૨ ઉપસંહાર. પ્રકરણ - ૬ ૪૨૩ તુલનાત્મક અધ્યયન નીચેના ગ્રંથો સાથે ૧ જીવવિચાર પ્રકરણ, ૨ પન્નવણા સૂત્ર ૩ જીવાભિગમ ૪ આચારાંગ ૫ ઉત્તરાધ્યયન ૬ દશવૈકાલિક ૭ સિદ્ધ પંચાશિકા ૮ કેટલાક આંશિક વિભાગોનું તુલનાત્મક અધ્યયન, ૯ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, ૧૦ નિષ્કર્ષ. પરિશિષ્ટ : ૧ શબ્દાર્થ, ૨ મનુષ્યની સંખ્યા, ૩ જૈન પારિભાષિક શબ્દો, ૪ સંદર્ભ સૂચિ ૫ ગ્રંથાગારની મુલાકાત. ૪૯૩ ૫૦૯ ૫૧૧ પ૨૭ ૫૪૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પ્રકરણ – ૧ જૈિન સાહિત્યની અંતર્ગત રાસાનું સ્વરૂપ અને વિકાસ| સાહિત્યનું સ્વરૂપ તેમજ પરિભાષા માનવી એક ચિંતનશીલ પ્રાણી છે. એના ચિંતનને એ કથન દ્વારા આબેહૂબ વ્યક્ત કરી શકે એવું અમુલ્ય વરઘન એને મળ્યું છે. કથન અને મનન કે વાણી અને વિચાર દ્વારા જે સન્ન થાય છે તેને સાહિત્ય કક્વાય છે. નીચેના અવતરણો દ્વારા સાહિત્યનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ થાય છે. ૦ શબ્દ અને અર્થના સહિતપણામાંથી, જોડાણથી સાહિત્ય બને છે. • ભામહ નામના પ્રાચીન વિવેચક સાહિત્ય મનના વેગોની સૃષ્ટિ મનાય છે. એમાં “સહિતત્વ = સહિતચ માવ સાહિત્ય” નો સમાવેશ છે. (હિન્દી સાહિત્યકા સંક્ષિપ્ત ઈતિહાસ. ડૉ. હરિચરણ શર્મા પૃ. ૩) ૦ સાહિત્ય એ માનવજાતનું મગજ છે. મગજમાં જેમ વેદના અનુભવ અને જ્ઞાન સચવાયેલા હોય પછી એ અનુસાર નવા વેદના અને અનુભવનો અર્થ ઘટાવે છે, તેમ આખી માનવજાતિ પાસે સાહિત્યના રૂપમાં પોતાના ભૂતકાળની નોંધ હોય છે. | (સાહિત્યમાં વિવેક નગિનદાસ પારેખ પૃ. ૨૪) ૦ જનતાની ચિત્તવૃત્તિનું પ્રતિબિંબ જેમાં પડે તે સાહિત્ય... આચાર્ય રામચંદ્ર શુકલ • સાહિત્ય એક જાતનું ચૈતન્ય છે, સામાજિક તેજ છે, મનુષ્ય સંકલ્પની અમોઘ શક્તિ છે. આ શક્તિની સહાયથી માનવી ધારે તો સારું કે નરશું પરિણામ લાવી શકે છે. એટલે એ બે ધારી તલવાર જેવું છે. (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો – પ્રો. મે. મજમુદાર પૃ. ૨) આ અવતરણોને આધાર કહી શકાય કે - શબ્દરૂપી મોર અર્થરૂપ પીછાં દ્વારા જ્યાં પોતાની ભિન્ન ભિન્ન કળા બતાવે છે તે છે સાહિત્ય. પછી તે વાણીરૂપે હોય કે પુસ્તકરૂપે શબ્દસમૂહરૂપ શરીરથી બનેલા સાહિત્યનો આત્મા અર્થસમૂહ છે. સર્વાગ સુંદર સાહિત્ય માટે ભાષાશુદ્ધિ, શબ્દશુદ્ધિ અને અર્થશુદ્ધિ જરૂરી છે. જેને કારણે માણસની લાગણી તેમ જ વિચારો સુંદર રીતે પ્રગટ થાય છે. એટલે જ સાહિત્યને પ્રજાના માનસની યાત્રા કહી છે. કારણ કે એમાં પ્રજાની ચેતનાના અનુભૂત સ્પંદનો ઝિલાયેલા હોય છે. સાહિત્યની શરૂઆત ક્યારથી ૧ કથનરૂપ સાહિત્યની શરૂઆત જયારથી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત માનવી વ્યવસ્થિત અર્થસભર બોલતો થયો ત્યારથી, થઈ. લેખન સાહિત્યની શરૂઆત ક્યારથી થઈ એ શોધવા બેઠી તો એનું મૂળ આ અવસર્પિણીકાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી સુધી પહોંચ્યું, જે નીચેની બાબતોથી સ્પષ્ટ થાય છે. ૧) ઋષભદેવ સ્વામીએ પોતાની જ્યેષ્ઠ સુપુત્રી બ્રાહ્મીને અઢાર પ્રકારની લિપિઓ. શીખવાડી હતી. (જેન પરંપરાકા ઈતિહાસ (હિન્દી) - આચાર્ય મહાપ્રજ્ઞ પૃ. ૮) ૨) તેમ જ ઋષભદેવ સ્વામીએ સામાન્યજનોને આજીવિકા માટે ત્રણ કર્મનું શિક્ષણ આપ્યું, એમાંનું એક છે “મસિકર્મ.’ મસિ એટલે શાહી. શાહી બનાવવાની પ્રક્રિયા અને એનાથી લખવાની પ્રક્રિયા શીખવાડી જેથી સિદ્ધ થાય છે કે લેખનની શરૂઆત ત્યારથી થઈ છે. ૩) પ્રભુએ પોતાના જયેષ્ઠ પુત્ર ભરતને ૭૨ પ્રકારની કળા શીખવાડી જેમાં પ્રથમ જ કળા લેખન-કળા છે. (શ્રી સમવાયાંગ સૂત્ર - ઘાસીલાલજી - મૃ. ૧૧૨). આ ત્રણે બાબતથી સિદ્ધ થાય છે કે લેખનકળાની શરૂઆત પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામી કે આદિનાથ પ્રભુથી જ થઈ છે. એનો પડઘો શ્રી ભગવતી સૂત્રમાં પણ પડે છે. “વિવિધ પ્રકારના પ્રવાહરૂપ પ્રજ્ઞા, બુદ્ધિની જેના દ્વારા પ્રાપ્તિ થાય છે એવા વિવાહ પ્રજ્ઞપ્તિ એટલે શ્રી ભગવતી સૂત્રમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને સુધર્મા સ્વામીએ શ્રુતજ્ઞાનમાં અર્થાત્ સાહિત્ય રચનામાં મદદરૂપ લિપિજ્ઞાન - ભાષાલિપિને નમસ્કારના ઉદ્દેશથી ‘નનો વમી ભિવીણ' “બ્રાહ્મી લિપિને નમસ્કાર રો' એમ કહ્યું છે. “” થી શરૂ કરીને ‘’ સુધીની જે વર્ણરૂપ ભાષા છે તેને લિપિ કહે છે. અમરકોષમાં બ્રાહ્મી તુ મારતી ભાષા, ગીર્વાઇન વાળી સરસ્વતી' એ શ્લોકાર્ધ દ્વારા એવું જ કહ્યું છે. આ ભાષાની સંકેતરૂપ લિપિનું નામ બ્રાહ્મીલિપિ છે. તેનો ભાવાર્થ એ છે કે પુસ્તકો વગેરેમાં ‘x” આદિ અક્ષરરૂપ જે સાંકેતિક રચના નજરે પડે છે તે બ્રાહ્મીલિપિ છે. લિપિજ્ઞાન શ્રુતજ્ઞાનમાં સહાયક થતું હોવાથી સુધર્મા સ્વામીએ એ ભાવકૃતજ્ઞાનના કારણરૂપ આ લિપિજ્ઞાનરૂપ ભાષાલિપિને ‘નનો વિકી ત્રિવીર’ આ સૂત્ર દ્વારા નમસ્કાર કર્યા છે.” | (શ્રી ભગવતી સૂત્ર - ૧ ઘાસીલાલજી મ. પૃ. ૧૭) સાહિત્યના પ્રકાર : સાહિત્યના મુખ્યત્વે બે પ્રકાર છે. (૧) લોકભોગ્ય સાહિત્ય અને (૨) વિદ્રોગ્ય, સાહિત્ય. ૧) લોકભોગ્ય - લોકસાહિત્ય : “સામાન્યજનો માટે રચાયેલું સાહિત્ય જના સામાન્યમાં આદર પામેલું સાહિત્ય. ૨) વિહ્નોગ્ય સાહિત્ય વિદ્વાનો દ્વારા ભાષા અને અર્થનું યોગ્ય સંમિશ્રણ કરીને, Page #28 -------------------------------------------------------------------------- ________________ છે.” જીવવિચાર રાસ એક અધ્યયન ૨૩ વ્યાકરણની દૃષ્ટિએ પરિપૂર્ણ હોય એવું સાહિત્ય રચાય તે વિદ્વદ્ સાહિત્ય છે જે પ્રાયઃ કરીને વિદ્વાનો દ્વારા જ ભોગ્ય હોય છે. તેથી વિદ્રોગ્ય સાહિત્ય કહેવાય છે. સાહિત્યના ગદ્ય અને પદ્ય એવા પણ બે પ્રકાર છે. अनिबद्धं गद्यम् । निबद्धं पद्यम्। અનિબદ્ધ રચના તે ગદ્ય, તે સીધા પાઠ સ્વરૂપે હોય. નિબદ્ધ રચના એટલે જેમાં છંદશાસ્ત્રના નિયમોને અનુસરીને એકંદર પદાવલીની રચના કરવાની હોય તેને પદ્ય કહે છે. સાહિત્યની આવશ્યકતા : “સાહિત્ય જીવનને ઘડવા માટે, બીજાનું જીવન સમજવા માટે, માનવ માનવ વચ્ચેના સંબંધોના સાચા અર્થ શોધવા માટે, સૃષ્ટિના અંતરંગમાં રહેલી શક્તિને અનુભવવા માટે, નવી રચના-નવસર્જન માટે, મૂલ્ય પરિવર્તન માટે, યુગધર્મ સ્થાપવા માટે, એક કલ્યાણકારી પ્રેમસૃષ્ટિના વિશ્વવ્યાપી આવિર્ભાવ માટે જરૂરી | (જીવન ચક્ર ધૂમકેતુ પૃ. ૧૧) ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક રમણલાલ વ. દેસાઈએ એમના વિશિષ્ટ ચિંતન ગ્રંથ “જીવન અને સાહિત્ય માં આબેહૂબ નોંધ્યું છે કે “સમાજ કેવો છે તેની ખાતરી કરવી હોય તો સમાજના સાહિત્ય તરફ દષ્ટિ કરવી, કારણ સાહિત્યમાં પ્રજાની રસવૃત્તિનું પ્રજાના આશ-અભિલાષનું પ્રજાના મંથનો અને આદર્શોનું પ્રજાના કલાન્વિત ચિંતનોનું પ્રતિબિંબ પડે છે.” (જીવન અને સાહિત્ય - મૃ. ૧૨) “જીવનની ઘણીખરી રેખાઓનો ચિતાર સાહિત્યમાં આવી જાય છે અને ઘણી વખત તો આ રેખાઓ એટલી સ્પષ્ટ હોય છે કે ફક્ત સાહિત્ય ઉપરથી જ અમુક સમાજના જનસમાજની સ્થિતિ, તેના રીતરિવાજ અને તેના જીવનમાં થતા પરિવર્તનોનો ઈતિહાસ આપણે ઊભો કરી શકીએ છીએ.” (જીવન અને સાહિત્ય - મૃ. ૨૪) આમ સમાજની ચડ - ઉતર એની ચિંતનધારાઓ તેમ જ એના વ્યક્તિત્વના વિકાસને જાણવામાં સાહિત્ય જરૂરી કામગીરી બજાવે છે. સાહિત્યના માધ્યમથી પ્રજાની અનુભૂતિઓ અને સુખદુઃખ સંબંધિત વિચાર શૃંખલાઓ પણ જાણી શકાય છે. સાહિત્યના ઇતિહાસમાંથી જ વર્તમાનનું ઘડતર અને ભવ્ય ભવિષ્યનું ચણતર થઈ શકે છે. આ રીતે સાહિત્યનું સ્વરૂપ, તેની વિવિધ પરિભાષાઓ આદિ તીર્થંકર ઋષભદેવથી શરૂઆત તેમ જ શ્રુતજ્ઞાનરૂપે પ્રારંભ, સાહિત્યના પ્રકારો તથા સાહિત્યની આવશ્યકતા વિશેની વિચારણા અહીં રજુ કરી છે. ભારતીય સાહિત્ય વૈશ્વિક સ્તરે ભારતીય સાહિત્ય પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જ્ઞાન - વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ભૂગાળ, જ્યોતિષશાસ્ત્ર, વૈદ્યકીય, આર્થિક, ધાર્મિક, વિવિધ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત દાર્શનિક, ગણિતશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ઈતિહાસશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર વગેરે ક્ષેત્રમાં ભારતના સાહિત્યકારોએ ખેડાણ કર્યું છે. સમૃદ્ધ સંસ્કારપૂર્ણ સાહિત્ય ભારતનો અમરનિધિ છે. એ સાહિત્ય ભાવથી તો ભરપૂર છે પરંતુ કલાની દષ્ટિએ ભાષાશૈલી, રસ, ઉપમા, અલંકાર સમાસ આદિથી પણ ભરપૂર છે. જૈન સાહિત્ય જૈન સાહિત્યનું ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ ગૌરવપૂર્ણ સ્થાન છે. તે સ્થળ અક્ષરદેહથી જ વિશાળ અને વ્યાપક નથી પરંતુ જ્ઞાન-વિજ્ઞાન, ધર્મ-દર્શનઅધ્યાત્મ અને અનુભૂતિનો અક્ષય ખજાનો છે. જેન સાહિત્યે ભારતીય સાહિત્યને આધ્યાત્મિક ગરિમા તથા દિવ્ય - ભવ્ય જ્ઞાનની તેજસ્વિતા પ્રદાન કરી છે. જેન સંતોના સાત્વિક, તાત્વિક, માર્મિક, સાહજિક અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જનોએ સમર્થ સાહિત્યકારોને પણ પ્રભાવિત કર્યા છે. એના સંબંધમાં જેના તત્ત્વજ્ઞાન અને સાહિત્યના સાક્ષરવર્ય શ્રી અગરચંદ નાહટાનું કથન છે કે; જૈન મુનિઓનું જીવન ખૂબ જ સંયમિત હોય છે. ભિક્ષાના ભોજન દ્વારા તેઓ પોતાની સુધાનિવૃત્તિ કરીને પ્રાયઃ સંપૂર્ણ સમય સ્વાધ્યાય, ધર્મપ્રચાર, ગ્રંથલેખન તેમ જ સાહિત્યનિર્માણ આદિ ધાર્મિક અને સત્કાર્યોમાં લાગેલા હોય છે. એટલે એમનું સાહિત્ય અધિક મળે છે. પ્રાચીન રાજસ્થાની સાહિત્ય તો જેન કવિઓની જ એક દેન છે. ૧૩ મી સદીથી એમની રચનાઓનો પ્રારંભ થાય છે અને અવિછિન્નરૂપથી પ્રત્યેક શતાબ્દીના પ્રત્યેક ચરણમાં રચાયેલી એમની નાની - મોટી રચનાઓ આજે પણ પ્રાપ્ત છે. (હિન્દી સાહિત્યકા સંક્ષિપ્ત ઈતિહાસ. ડૉ. હરિચરણ શર્મા પૃ. ૨૫) આ કથન સિદ્ધ કરે છે કે જેન સાહિત્ય ભારતીય સાહિત્યનું અવિભાજય અંગ છે. જેન સાહિત્ય ગંગા નદી જેવું વિશાળ અને ગહન છે. જેન સાહિત્યના મુખ્યત્વે બે ભેદ પાડી શકાય (૧) આગમ સાહિત્ય અને (૨) આગમેતર સાહિત્ય. બાગમ સાહિત્ય : જેન પરંપરાના પ્રાચીનતમ ગ્રંથોને સામાન્ય રીતે આગમ કહેવાય છે. અનુયોગદ્વાર, વિશેષાવશ્યક ભાષ્ય માં આગમ માટે સૂત્ર, ગ્રંથ, સિદ્ધાન્ત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના આદિ શબ્દોનો પ્રયોગ કરાયો છે. આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થ ભાષ્યમાં શ્રત, આપ્તવચન, આગમ ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન તેમ જ જિનવચનને આગમ કહ્યું છે. આાગમની પરિભાષા : • આગમ ઝ' ઉપસર્ગ તેમ જ ગન' ધાતુથી બન્યો છે. જેમાં ‘’નો અર્થ અર્થપૂર્ણ અને 'કામ' નો અર્થ ગતિ પ્રાપ્ત છે. જેમાં અર્થપૂર્ણ ગતિ પ્રાપ્ત થાય તે આગમ. Page #30 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૫ ‘આ સમન્તાન્ નમ્યતે જ્ઞાયતે વસ્તુ યેન સઃ કૃતિ સાનમ્' જેનાથી વસ્તુતત્ત્વનું પૂરેપૂરું સત્યજ્ઞાન મળે તે આગમ. શ્રી આચારાંગ સૂત્રમાં આગમ શબ્દ જાણવાના અર્થમાં પ્રયુક્ત થયો છે. ‘ને આયા સે વિળયા, ને વિજ્ગ્યા સે આયા।’ જે આત્મા છે તે વિજ્ઞાતા છે અને વિજ્ઞાતા છે તે જ આત્મા છે. આ સૂત્ર અનુસાર આત્મા સ્વયં આગમ સ્વરૂપ છે. તે આગમ સ્વરૂપ આપ્ત પુરૂષની વાણી અને તેનો ઉપદેશ પણ આગમ છે. • પ્રમાણનયતત્ત્વલોક અનુસાર ‘પ્રાપ્તવવનાવાવિર્ભૂતમર્થ સંવેદ્દનમાનમ: उपचारादाप्तवचनं च ।' પ્રશ્નવ્યાકરણ સૂત્ર અનુસાર ‘આ સમન્તાન્ નમ્યતે કૃતિ ગ્રાનમ:' જેના દ્વારા સત્ય જણાય તે આગમ. જૈન દૃષ્ટિએ જેઓએ રાગદ્વેષને જીતી લીધા છે તે જિન તીર્થંકર અને સર્વજ્ઞ છે. તેઓનું તત્ત્વચિંતન, ઉપદેશ અને વિમલવાણી આગમ છે. આચાર્ય મલયગિરિના ભાવાનુસાર આગમ અધ્યાત્મનું નિર્મળ દર્પણ છે જેમાં આપણે આત્માનું વાસ્તવિક પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. અધ્યાત્મજ્ઞાનનું એક પવિત્ર તેમ જ અક્ષય સ્ત્રોત છે. આગમના ભેદ : આગમના મુખ્ય બે ભેદ છે. અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્ય. ૧) અંગ પ્રવિષ્ટ : શ્રી તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે તે વખતે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિના ધણી ગણધર ભગવંતોને પ્રભુ ત્રિપદી આપે છે. (ત્રિપદી એટલે ઉપનેવા, વિહ્નવા, ધ્રુવેવા રૂપ બીજમંત્ર) એ ત્રિપદીના આધારે બીજબુદ્ધિના ધારક ગણધર ભગવંતો તે જ સમયે દ્વાદશાંગીની રચના કરે છે. તે અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય છે. અંગ પ્રવિષ્ટમાં ગણધર રચિત ૧૨ અંગસૂત્રોનો સમાવેશ થાય છે. જેવાકે ૧) શ્રી આચારંગ સૂત્ર ૨) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર ૩) શ્રી સ્થાનાંગ સૂત્ર ૪) શ્રી સમવાયાંગ સૂત્ર ૫) શ્રી ભગવતી સૂત્ર ૬) શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર ૭) શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ૮) શ્રી અંતકૃતાંગ સૂત્ર ૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૧૧) શ્રી વિપાક સૂત્ર ૧૨) શ્રી દૃષ્ટિવાદ સૂત્ર. હાલ ૧૧ અંગ વિદ્યમાન છે છેલ્લું દૃષ્ટિવાદ સૂત્ર વિચ્છેદ ગયું છે જો કે દિગંબર પરંપરા બારેબાર અંગને વિચ્છેદ ગયેલા માને છે. ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન ૧૪ પૂર્વને મનાય છે જેનો સમાવેશ દૃષ્ટિવાદ આગમમાં થાય છે. ૨) અંગબાહ્ય : અંગ પ્રવિષ્ટને આધારે અન્ય બહુશ્રુત શ્રમણો દ્વારા રચિત તદનુસારી શ્રુતજ્ઞાન અંગબાહ્ય આગમ કહેવાય છે. ગણધરો કેવળ દ્વાદશાંગી (૧૨ અંગ) ની રચના કરે છે પરંતુ કાલાંતરે આવશ્યકતા અનુસાર અંગબાહ્ય આગમોની Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત રચના સ્થવિરો કરે છે. ૧૦ પૂર્વથી ૧૪ પૂર્વજ્ઞાનના જ્ઞાતા હોય એવા સ્થવિરોની અવિરોધી રચનાને આગમ તરીકે માન્ય ગણાય છે. તેઓ સૂત્ર અને અર્થદષ્ટિથી અંગ સાહિત્યના પૂર્ણજ્ઞાતા હોય છે, તેથી તેઓની રચના અવિરોધી હોય છે. અંગસૂત્રમાં આત્મસ્વરૂપની સન્મુખ થવા માટેની યોગ્ય પ્રવૃત્તિઓના પ્રકારોની વિધિ હોય છે. ઉપાંગસૂત્રોમાં અંગસૂત્રમાં કહેલ આચારની ભૂમિકાને જીવનમાં પરિપક્વ બનાવી વિકાસ કરનાર મહાપુરૂષોની ચર્ચાનું વર્ણન હોય છે અને અન્યા સૂત્રોમાં બાકીની બીજી વાતોનું વર્ણન હોય છે. એને જ આગમ કહેવાય છે. આચાર્ય પૂજયપાદે પોતાની સર્વાર્થસિદ્ધિ ટીકા (૧,૨૦) માં લખ્યું છે કે આરાતીય આચાર્યોએ કાલદોષથી સંક્ષિપ્ત આયુષ્ય, મતિ અને બળશીલ શિષ્યો. ના અનુગ્રહ માટે દશવૈકાલિક આદિ ગ્રંથોની રચના કરી, આ રચનાઓમાં એટલી. જ પ્રમાણતા છે જેટલી ગણધરો તેમજ શ્રુતકેવળીઓ દ્વારા રચિત સૂત્રોમાં. કારણકે તે ગ્રંથો અર્થની દૃષ્ટિએ સૂત્ર જ છે. જે રીતે ક્ષીરોદધિના ઘડામાં ભરેલું પાણી શીરોદધિથી ભિન્ન નથી.” અંગબાહ્ય આગમનું જ્ઞાન ખૂબ વિશાળ છે. વિવિધ વિભાગોવાળું છે જેમ કે ૧) ઉપાંગ - ઉપ + અંગ = ઉપાંગ. અંગ = જેન સૂત્રનો મુખ્ય ભાગ, ઉપ = તેનો, પેટા = વિભાગ. અંગસૂત્રના ૧૨ વિભાગ છે અને પ્રત્યેક અંગનું એક ઉપાંગ મનાય છે. ૨) મૂળ સૂત્ર - જેમાં જૈનધર્મના મૂળ સિદ્ધાંતો, વિચારો, ભાવનાઓ અને સાધનાઓનું પ્રતિપાદન છે. ૩) છેદસૂત્રો - જેમાં મુનિઓની બાહ્ય આવ્યેતર સાધના અને નિયમભંગ થતા કેવા પ્રકારના પ્રાયશ્ચિત લેવા એનું વર્ણન છે. ૪) આવશ્યક સૂત્ર - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને અવશ્ય કરણીય છે તે. ૫) વ્યાખ્યા સાહિત્ય - આગમ સૂત્રો સાથે સંબદ્ધ હોય છતાં સ્વતંત્ર પણ હોય, આગમનું જેમાં વિસ્તૃત વિવેચન કરાયું હોય તે જે મુખ્યત્વે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વૃત્તિ, અવચૂરિ, પ્રકરણ વગેરે છે. બાગમ યાત્રા - પ્રાચીનથી અર્વાચીન સુધી જ્યારે લખવાની પરંપરા મંદ થઈ ગઈ હતી, લખવાના સાધનોનો વિકાસ પણ અલ્પતમ થઈ ગયો હતો ત્યારે આગમશાસ્ત્રોને સ્મૃતિના આધાર પર કે ગુરૂ પરંપરાથી કંઠસ્થ કરીને સૂરક્ષિત રખાતા હતા. સંભવતઃ એટલે આગમજ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાયું અને એટલે શ્રુતિ/સ્મૃતિ જેવો સાર્થક શબ્દ વ્યવહાર કરાયો. ભગવાન મહાવીરના પરિનિર્વાણના એક હજાર વર્ષ સુધી આગમોનું જ્ઞાન સ્મૃતિ - શ્રુતિ પરંપરા પર જ આધારિત રહ્યું. પછી સ્મૃતિ દૌર્બલ્ય, ગુરૂ પરંપરાનો વિચ્છેદ, દુકાળનો પ્રભાવ આદિ અનેક કારણોથી ધીરે ધીરે આગમજ્ઞાન Page #32 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૭ લુપ્ત થતું ચાલ્યું. ત્યારે મહાન શ્રુત પારગામી દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણે વિદ્વાન શ્રમણોનું એક સંમેલન બોલાવ્યું અને સ્મૃતિદોષથી લુપ્ત થતા આગમજ્ઞાનને સુરક્ષિત રાખવા સંઘ એકત્રિત કરી વલ્લભીપૂરમાં વાચના કરીને આગમને વ્યવસ્થિત કર્યા. વીતરાગવાણી અંતરંગમાં સ્મૃતિરૂપે હતી તેને સર્વ સંમતિથી લિપિબદ્ધ કરી. આમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીથી શ્રી દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણ સુધી અખંડ ચાલેલી શ્રુત કંઠસ્થીકરણની પરંપરા કાળના પ્રભાવે કાંઈક ક્ષીણ થતાં, પૂજ્યપાદ દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણજીએ આગમાદિ શ્રુતને ગ્રંથારૂઢ કર્યું. આગમોના ઉચ્ચારને અક્ષરનો અવતાર આપ્યો. એમણે આપણા પર ઉપકાર કરી સંસ્કૃતિ, દર્શન, ધર્મ તથા આત્મવિજ્ઞાનની પ્રાચીનતમ જ્ઞાનધારાને પ્રવાહિત રાખી. શરૂઆતમાં હસ્તપ્રતોના સ્વરૂપમાં આગમો લિપિબદ્ધ થયા. લિપિબદ્ધ થયા પછી આગમોનું મૂળ સ્વરૂપ તો સુરક્ષિત રહ્યું પરંતુ કાળદોષ, શ્રમણસંઘોના આંતરિક મતભેદ, સ્મૃતિ દુર્બલતા, પ્રમાદ, ભારતભૂમિ પર પરદેશીઓના આક્રમણને કારણે વિપુલ જ્ઞાનભંડારોનું વિધ્વંસન આદિ અનેક કારણોથી જ્ઞાનની વિપુલ સંપત્તિ, અર્થબોધની સમ્યક્ ગુરૂ પરંપરા લુપ્ત થતાં આગમોના અનેક પદ, સંદર્ભ, ગૂઢાર્થ જ્ઞાન નષ્ટ થયા. ૧૯ મી સદીમાં આગમ મુદ્રણની પરંપ! આવી અને વિદ્વત્ પ્રયાસોથી આગમોની પ્રાચીન ચૂર્ણિઓ, નિર્યુક્તિઓ, ટીકાઓ આદિ પ્રકાશમાં આવ્યા. અને એના આધાર પર આગમો સ્પષ્ટ સુગમ ભાવબોધ સરળભાષામાં પ્રકાશિત થયા. જે પરંપરા આજ સુધી ચાલુ છે. સ્થાનકવાસી પરંપરામાં - અમોલખઋષિ, આત્મારામજી, ઘાસીલાલજી મહારાજ સાહેબ, શૈલાના, મધુકર, લીલમબાઈ મહાસતીજી, પ્રેમ જિનાગમ આદિના યોગદાન ઉલ્લેખનીય છે. તેરાપંથી સંપ્રદાયમાં આચાર્ય તુલસી તેમજ આચાર્ય મહાપ્રજ્ઞજીના પ્રયાસો પ્રશંસનીય છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં મુનિ શ્રી પુણ્યવિજયજી, આચાર્ય શ્રી જંબુવિજયજી આદિના પ્રયાસો સ્તુત્ય છે. આગમેતર સાહિત્ય આગમ સિવાયના સાહિત્યને આગમેતર સાહિત્ય કહેવાય છે. આગમ સાહિત્યના ભાવ, રહસ્ય સમજવાના જ્યારે કઠિન પડવા લાગ્યા, વાંચવાનો સમય ઓછો પડવા લાગ્યો, પરંપરામાં ભૂલાવા લાગ્યા, ભણવા ભણાવવાનો પુરૂષાર્થ ઓછો થતો ગયો ત્યારે સામાન્ય મનુષ્યને એ આગમનું જ્ઞાન પીરસવા માટે એમાંનો જ એક કે અધિક વિષય લઈ એના પર અનેક પ્રકારના સાહિત્યો રચાયા જેવા કે તાત્ત્વિક - તત્ત્વાર્થસૂત્ર, કર્મગ્રંથ, કમ્મપયડી, પંચાસ્તિકાય, સમયસાર, નિયમસાર, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત તત્ત્વાનુશાસન, બૃહસંગ્રહણી, બૃહક્ષેત્રસમાસ વગેરે. દાર્શનિક - પ્રમાણનયતત્તાલોક, સપ્તભંગીતરંગિણી, સ્યાદ્વાદ મંજરી, આપ્તમીમાંસા, યુધ્યાનુશાસન, સન્મતિ તર્ક, ન્યાયશાસ્ત્ર, સમાધિશતક, સર્વાર્થસિદ્ધિ, ઈબ્દોપદેશ, દ્વાદશાર, નયચક્ર, વિશેષાવશ્યક ભાષ્ય, ત્રિલક્ષણ કદર્શન, રત્નાકરાવતારિકા, પ્રમાણપરીક્ષા, ષડ્રદર્શન સમુચ્ચય, ન્યાય વિનિશ્ચય વગેરે. યોગ સંબધી – યોગસાર, યોગસૂત્ર, યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, યોગ શતક, યોગ વિંશિકા, સર્વસંવરયોગધ્યાન, સમાધિતંત્ર, મનોનુશાસન વગેરે. પુરાણ-ચરિત્ર સાહિત્ય - ૨૪ તીર્થંકરોના ચરિત્રનું સાહિત્ય, સુરસુંદરી ચરિત્ર, પઉમ ચરિત્ર, જંબુ ચરિત્ર, સુદંસણા ચરિત્ર, કુષ્માપુત્ત ચરિત્ર, આદિપુરાણ, મહાપુરાણ, ઉત્તરપુરાણ વગેરે. કાવ્ય કથા સાહિત્ય - પ્રદ્યુમન ચરિત્ત કાવ્ય, કુમારપાલ ચરિત્ર, નેમિનિર્વાણ મહાકાવ્ય, વસંતવિલાસ વગેરે. દૂત કાવ્ય - બધા સંસ્કૃતમાં લખાયેલા છે. જેન મેઘદૂત, શીલદૂત, નેમિદૂત વગેરે. સ્તોત્ર - તિર્થીયર સુદ્ધિ, સિદ્ધભક્તિ, ઉવસગ્ગહર, ભક્તામર, કલ્યાણમંદિર, વીરત્થઈ, ઋષિમંડલ સ્તોત્ર, ઋષભ પંચાસિકા, શાંતિસ્તોત્ર વગેરે. ગદ્ય કાવ્ય - તિલકમંજરી, ગદ્યચિંતામણિ વગેરે. ચંપૂ કાવ્ય - ગદ્ય-પદ્ય મિશ્રિત કાવ્ય - યશસ્તિલક, જીવનધર સંપૂ, ચંપૂમંડન, નલદમયંતી ચંપૂ વગેરે. દૃશ્ય કાવ્ય અર્થાત નાટક - પૌરાણિક નાટક – નવવિલાસ, રઘુવિલાસ, આદિ. એતિહાસિક નાટક - ચંદ્રલેખ વિજય પ્રકરણ, હમ્મીરમદ મદન વગેરે. પ્રતિકાત્મક નાટક - મોહરાજ પરાજય, જ્ઞાનસૂર્યોદય વગેરે. કાલ્પનિક નાટક - મલ્લિકામકરંદ, કોમુદી, મિત્રાનંદ વગેરે. પ્રકરણ - જીવવિચાર પ્રકરણ, નવતત્ત્વ પ્રકરણ વગેરે. બાલાવબોધ - નવતત્ત્વ પ્રકરણ, આગમોના બાલાવબોધ વગેરે આ ઉપરાંત પાર વગરના કાવ્ય પ્રકારો. છંદ, સ્તવન, રાસ, ફાગુ, બારમાસા, વિવાહલો વગેરે. આમ આ સાહિત્યની સૂચિ અત્યંત વિશાળ છે. દરેક પ્રકારના જુદી જુદી યોગ્યતાવાળા આત્માઓ જુદા જુદા પ્રકારનો અભ્યાસ કરી શકે તે માટેનું વિપુલ સાહિત્ય પૂર્વના મહાપુરૂષોએ રચ્યું છે. એમાં ભાષા વૈવિધ્ય પણ છે. જેન સાહિત્ય મુખ્યત્વે પ્રાકૃત, અર્ધમાગ્ધી, સંસ્કૃત, અપભ્રંશ, હિન્દી, રાજસ્થાની, મારૂ ગુજરાતી, ગુજરાતી, બંગલા, તેલુગુ, ઓડિયા, કન્નડ, તામિલ વગેરે ભાષાઓમાં લખાયેલું છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૯ જૈન સાહિત્યની સમૃદ્ધિઃ જૈન સાહિત્યની સમૃદ્ધિનું કારણ એ છે કે સાહિત્યનો સમાવેશ શ્રુતજ્ઞાનની અંતર્ગત થાય છે. શ્રુતજ્ઞાનના ૧૪ ભેદમાં પહેલો જ ભેદ અક્ષરકૃત બતાવવામાં આવ્યો છે અને અક્ષરકૃત સાહિત્યના નિર્માણમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. - શ્રુતજ્ઞાનનું મહત્ત્વ જૈન શાસનમાં અદકેરું છે. કેવળજ્ઞાન રૂપી સૂર્યની ગેરહાજરીમાં “મૃત” પિક સમાન છે. શ્રુતજ્ઞાનનું મહત્વ સમજાવતો બ્લોક વાંચતા ખ્યાલ આવી જશે. "पुत्राः पंच मतिश्रुतावधिमनः कैवल्य संज्ञा विभोः, तन्मध्ये श्रुतनंदनो भगवता संस्थापित स्वेपदे। अंगोपांगमयः स पुस्तक गजाध्यारुढ लब्धोदयः, सिद्धांताभिध भूपति गणघरेर्मान्यश्चिरं नन्दतात्।। ભગવાનના આંતર સામ્રાજ્યનું વર્ણન કરતો આ શ્લોક કહે છે કે – ભગવાનને પાંચ પુત્રો હતા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચમાંથી બીજા ભૃતનંદનને ભગવાને પોતાના સિંહાસને સ્થાપિત કર્યા છે. જે અંગ અને ઉપાંગમય છે. પુસ્તકરૂપ ગજરાજાની અંબાડી પર પ્રતિષ્ઠિત જે શોભી રહ્યા છે. ચારે બાજુથી જેમનો ઉદય થઈ રહ્યો છે તથા ગણધરો દ્વારા પણ જે સન્માનનીય છે. આવા સિદ્ધાંત નામના રાજવી ચિરકાળ પર્યત જય વિજય હાંસલા કરવાપૂર્વક અમર તપો.” (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ સં. કીરચંદ જે. શેઠ, મનોજ શેઠ પૃ. ૧૨) શ્રુતજ્ઞાનના પ્રભાવે જ ભગવાને સ્થાપેલું શાસન આજ સુધી અખંડિતપણે ચાલી રહ્યું છે જે પાંચમા આરાના છેડા સુધી રહેશે. શ્રુતજ્ઞાન નષ્ટ થયા પછી પ્રલયકાળ આવશે તે વાત નીચેના કથન દ્વારા સ્પષ્ટ થાય છે - કાળક્રમે શ્રુત ઘટતુ જાય છે. એ વાત સાચી છે. આ શ્રુત ઘટતું ઘટતું પાંચમા આરાના છેડે છેલ્લે માત્ર દશવૈકાલિક સૂત્ર રૂપે જ રહેશે. જે દિવસે દુપ્પસહ નામના આચાર્ય કાળ કરશે એ દિવસે દશવૈકાલિક સૂત્ર પણ સંયોપશમ ભાવે તેમની સાથે નષ્ટ થશે. તે જ દિવસ પાંચમા આરાનો છેલ્લો દિવસ બની રહેશે. સૃષ્ટિ પર પ્રલયકાળ વિકરાળ રીતે વિનાશનો પંજો ફેલાવશે” | (શ્રત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૨) અર્થાત્ શ્રુત હશે ત્યાં સુધી પ્રલયકાળ નહિ આવે. આમ શ્રુતજ્ઞાનની મહત્તાને કારણે શ્રુતજ્ઞાન નષ્ટ ન પામે માટે ગ્રંથો-પુસ્તક કે હસ્તપ્રત લખવાની પ્રેરણા ગુરૂ ભગવંતો દ્વારા કરવામાં આવતી જેને કારણે જેના સાહિત્ય સમૃદ્ધ છે. ગુજરાતી જૈન સાહિત્ય : જેનધર્મની અભિવ્યક્તિનું માધ્યમ અર્ધમાગ્ધી, પ્રાકૃત ભાષા હોવા છતાં Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ કૃત કાળક્રમે આવશ્યકતા અનુસાર વિવિધ ભાષાઓમાં જેન સાહિત્ય રચાયું, એમાની એક ભાષા આર્ષ ગુજરાતી, મારૂ ગુજરાતી કે ગુજરાતી. ગુજરાતી ભાષાનું ઉદ્ગમ સ્થાન અપભ્રંશ ભાષા છે. ઈ.સ.ની પાંચમી શતાબ્દી પછી અપભ્રંશ ભાષા સાહિત્યિક ભાષા તરીકે અસ્તિત્વમાં આવી. તપશ્ચાત્ ક્રમશઃ વર્તમાન પ્રાદેશિક ભાષાઓ પ્રચલનમાં આવતી ગઈ. આવો પરિવર્તનનો કાળ કે સંક્રાતિની પ્રક્રિયા ઈ.સ.ના અગિયારમા શતકથી શરૂ થઈ ગણાય. ૧૨ મી સદીથી અન્ય પ્રાદેશિક ભાષાઓની સાથે ગુજરાતી ભાષાનો પણ ઉદ્ગમ થઈને વિકાસ થતો ગયો. આમ અપભ્રંશનો અને ગુજરાતીનો સંબંધ માતાપુત્રીવત્ છે. આ ભાષામાં ૧૨મી સદીથી આજ પર્યત સાહિત્ય રચાતું રહ્યું છે ગુજરાતી ભાષાના વિકાસના મુખ્ય ત્રણ તબક્કા છે. પ્રથમ તબક્કો : અગિયારમા સૈકાથી ૧૪મા સૈકા સુધીનો પ્રાચીન ગુજરાતી ભાષાયુગ - i જૈનાચાર્ય હેમચંદ્રાચાર્ય (ઈ.સ. ૧૦૮૮-૧૧૭૨) દ્વારા લિખિત “સિદ્ધ હેમ વ્યાકરણ” માં અપભ્રંશના દુહાઓને પશ્ચિમી વિદ્વાન ગિયર્સન અને ભારતીય વિદ્વાન કે. હ. ધ્રુવ પ્રાચીન ગુજરાતી તરીકે ઓળખાવે છે. - ડૉ. તેસિત્તોરી તેને પ્રાચીન રાજસ્થાની ભાષા તરીકે ઉલ્લેખે છે. | શ્રી નરસિંહરાવ દિવેટીઆ તેને અંતિમ અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી કહે છે. - પ્રખર વ્યાકરણ શાસ્ત્રી ગુજરાતી સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષી તેને મારૂ - ગૂર્જર તરીકે ગણાવે છે. પ્રસિદ્ધ વ્યાકરણ શાસ્ત્રી કે. કા. શાસ્ત્રી તેને મારૂ - ગૂર્જરભાષા કે જૂની ગુજરાતી તરીકે સંબોધે છે. બીજા તબક્કોઃ ૧૫મા શતકથી સતરમા શતકના પૂર્વાર્ધ સુધીનો મધ્યકાલીન ગુજરાતી ભાષાયુગ - અકબર બાદશાહના વખતમાં જીતાયેલા ગુજરાતમાં જહાંગીરના સમયે શાંતિ સ્થપાઈ જેને કારણે ગુજરાતી ભાષાની રચનાઓમાં વેગ આવ્યો. જહાંગીરનો અદ્દલ ન્યાય, પ્રજા પ્રત્યેનો પ્રેમ, કલ્યાણકારી કાર્યોને કારણે પ્રજા પૂરબહાર ખીલી અને સાહિત્યક્ષેત્રે પણ પ્રદાન થયું. અનેક વિદ્વાન કવિઓએ એમના સાહિત્ય સર્જન દ્વારા ગુજરાતી ભાષાને શણગારી દીધી. ગુજરાતી સાહિત્ય જનતાના સર્વ વર્ગમાં વ્યાપક હતું અને એના પ્રણેતાઓ સમાજના સર્વ સ્તરોમાંથી આવેલા હતા. ૧૬૦૧થી ૧૭૦૫ના ગાળામાં જેન કવિઓની ૩૦૦ જેટલી રાસકૃતિઓ મળી આવે છે. જે સાહિત્યના સુવર્ણયુગની ઝાંખી કરાવે છે. ત્રીજો તબક્કો : સતરમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધીનો ભાષાકાળ એટલે અર્વાચીન ભાષાયુગ - આપણી ભાષા માટે ગુજરાતી ભાષા’ એવું નામ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જીવવિચાર રાસ એક અધ્યયન પહેલવહેલું પ્રેમાનંદના દશમસ્કંધના સોળમા અધ્યાયના ૫૪માં કડવામાં દેખાય છે. “હદે ઉપની માહરે અભિલાખા, બાંધુ નાગદમણ ગુજરાતી ભાખા” | (ગુજરાતી સાહિત્યની રૂપરેખા - વિજયરાય વૈદ્ય પૃ.૧૨) દંતકથા પ્રમાણે - ગુજરાતી ભાષાને બીજી ભાષાઓ જેવી સમૃદ્ધ ન બનાવાયા ત્યાં સુધી માથે પાઘડી પહેરવી નહિ એવી પ્રતિજ્ઞા પ્રેમાનંદે લીધી હતી. તેથી “પ્રેમાનંદના સમયથી ગુજરાતી ભાષાનો ઢાંચો બંધાયો. તેનું સ્વરૂપ નિશ્ચિત થયું. તેના અંગરૂપો, ધ્વનિ પરિવર્તનો અને રૂપાતંત્રોનું સ્વરૂપ બંધારણ થયું. અને તેને સ્થિર કરી પ્રેમાનંદે ખરેખર ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી. ત્યારબાદ ઉચ્ચારણ,વ્યાકરણ જેવી બાબતમાં કોઈ મૂલગત ફેરફાર કે ઉમેરો થયો નથી.” (ગુજરાતી સાહિત્યની રૂપરેખા - પૃ.૧૨). આ ત્રણ તબક્કામાંથી બીજા તબક્કામાં જૈન સાહિત્યનું વિપુલ સર્જન થયું. તે વિશે જેન સાહિત્યના વિદ્વાન ડૉ. જયંત કોઠારી લખે છે કે “એ ગાળામાં લગભગ ૧૬૦૦ જેન કવિઓમાં શ્રાવક કવિ પચાસેકથી વધારે નથી. સાથ્વી ૧ ટકો માંડ હશે બાકીના બધા સાધુ કવિ છે.” (મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેનોનું પ્રદાન. - જયંત કોઠારી પૂ. ૪૦) આમાં શ્રાવિકાનો ઉલ્લેખ નથી. | ગુજરાતી સાહિત્યની રૂપરેખામાં ડૉ. વિજયરાયે યથાર્થ જ કહ્યું છે કે “આર્ય સંસ્કૃતિની જેમ શાખાએ ગુજરાતી ભાષાને કરેલા અર્પણોથી એ ભાષાના સાહિત્યનો ખરો ઉદયકાળ છે. તેના વિદ્યાનુરક્ત સાધુઓ આપણા સૌથી પહેલા સાહિત્યકારો | (ગુજરાતી સાહિત્યની રૂપરેખા પૃ. ૧૨) આ સાહિત્યનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે શરૂઆતનું સાહિત્ય પદ્યરૂપે હતું. લોકો બોલે છે ગદ્યમાં, પદ્ય (કવિતા)માં નહિ. છતાં જનમન સુધી પહોંચવા માટે પદ્ય અસરકારક ગણાતું. એ વખતે છાપખાનું કે પુસ્તક પ્રકાશનની સગવડ નહોતી સાહિત્ય કર્ણોપકર્ણ પ્રસરતું. એક કઠેથી બીજા કંઠ સુધી વહેતું સાહિત્ય એક પેઢીથી બીજી પેઢીને સમૃદ્ધ વારસો આપતું હતું. એ કારણે પદ્ય સાહિત્ય ફૂલ્યું ફાલ્યું હતું. ગદ્ય બહુ અલ્પ પ્રમાણમાં હતું. પદ્યમાં સરળતા અને ગેયતા હોવાથી અને તીવ્ર સંવેદનાથી સમૃદ્ધ કવિનું હૈયું રચના કરે છે ત્યારે તે ખૂબ જ અસરકારક બની રહે છે. આ પદ્યમાં મુખ્યત્વે નીચેના પ્રકાર મળે છે. ૧ ફાગ-ફાગુ ઃ સ્ત્રી પુરૂષોના ફાગણ મહિનાના વસંતોત્સવ અને વિહાર વર્ણવતા કાવ્ય. ૨ બારમાસી ઃ ઋતુ કાવ્યનો પ્રકાર , એમાં બારમાસનું, બધી ઋતુઓનું વર્ણના આલેખાય છે. ૩ કક્કો : કક્કાવારી પ્રમાણેના વર્ણનો વર્ણવાય છે. છે.” Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૪ વિવાહલઉ ? દીક્ષા પ્રસંગ અને દીક્ષા પ્રસંગમાં ગવાતા ચારિત્રાત્મક કાવ્યો. પ પ્રબંધઃ આખ્યાન પદ્ધતિના કાવ્ય, તેમાં ઐતિહાસિક અને ચરિતાત્મક વસ્તુવાળા આખ્યાન પદ્ધતિનું આલેખન કરવામાં આવે છે. ૬ ચરચરી અને ધવલ : પ્રાકૃત કાવ્ય પ્રકાર, ધવલ મંગળગીતો રૂપે ગવાય છે. ૭ પદ્ય વાર્તા ઃ લોકકથા, લોકમાન્ય કથા પદ્યરૂપે કહેવાય તે. ૮ આખ્યાન ઃ મધ્યકાલનો સૌથી મહત્ત્વનો કાવ્ય પ્રકાર, પૌરાણિક પ્રસંગોનું સાભિનય કથાગાન. ૯ ગરબો ઃ જુદા જુદા રાગમાં ગવાતા ગીત, દેશી, ઢાળ, ચોપાઈ, દુહો છંદ, વગેરે. ૧૦ ગરબી : ગરબી વિસ્તારમાં ટૂંકી અને લાલિત્યપૂર્ણ ટૂંકી રચના હોય. ૧૧ રાસડા : સ્ત્રીઓને ગાવાના ગરબા. ૧૨ આરતી : ઈષ્ટદેવની પૂજા સમયે ગવાતું સ્તવન. ૧૩ હાલરડા : બાળકોને પોઢાડવા ગવાતા લોકગીતો. ૧૪ પ્રભાતિયા : વહેલી પ્રભાતે ગવાતા ગીતો. ૧૫ કાફી-ચાબખા : ગેય પદ્ય રચનાઓ. ૧૬ રાસ-રાસો : અભિનયક્ષમ ગેય સાહિત્યનો પ્રકાર. આ બધા પ્રકારમાંથી ગુજરાતી સાહિત્યનો પ્રારંભ જેન રાસા સાહિત્યથી થયો. મનાય છે. ૧૨ મી સદીથી શરૂ થયેલી રાસ પરંપરા આજ સુધી અવિરત ચાલુ છે. ગુજરાતી જૈન સાહિત્યનો પ્રવાહ ઈ.સ. ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના દોઢસો વર્ષના ગાળામાં વધારે પુષ્ટ અને વેગવાળો બને છે. આ ગાળામાં નાના મોટા બસો કરતાં વધુ જૈન સાધુ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. રાસ, ફાગુ અને બારમાસીના પ્રકારોમાંથી રાસનો કાવ્યપ્રકાર આ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે. રાસા સાહિત્ય સ્વરૂપ અને વિકાસ ? રાસ શબ્દ સાંભળતાં જ હૃદય રસથી ઊભરાઈ જાય છે. ચેતનામાં ચમકાર આવી જાય છે. અંતરમાં આનંદ છવાઈ જાય છે. અને મન મોહાઈ ઊઠે છે. કારણકે રાસ શબ્દથી જ નવરાત્રીમાં રમાતા ડાંડિયારાસ ચક્ષુ સમક્ષ ઊભરી આવે છે, જેમાં ગોળાકારે અથવા તો બેકીની સંખ્યામાં મંડળી બનાવીને રમવાનું હોય છે. પરંતુ રાસ સાહિત્યનો એક કાવ્ય પ્રકાર પણ છે. એ જાણ્યા પછી રાસનો અર્થ શોધવાની યાત્રા આરંભી જેમાં મને વિવિધ અર્થો પ્રાપ્ત થયા. સર્વ પ્રથમ સાહિત્યની શરૂઆત સંસ્કૃતભાષાથી માનીએ તો સંસ્કૃત સાહિત્યમાં ‘દાસ’ શબ્દ અનેક સ્થળે વપરાયેલો જોવા મળે છે. પણ બધે સ્થળે તે શબ્દ કૃષ્ણ ગોપીની ક્રીડા, યાદવવીરોની અને રાસાઓના ક્રીડાની અર્થમાં જ વપરાયેલો. છે. જેમ કે Page #38 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૩ | ‘તે સર્વ ગોપ કન્યાઓ મંડળાકારમાં બે બેની જોડીમાં કૃષ્ણનું મનોહર ચરિત્ર ગાતી રમે છે.” “સુંદરીઓ વાઘને અનુરૂપ નૃત્ય કરતી તેની આજુબાજુ રહેતું બીજી કેટલીક સ્ત્રીઓનું વૃંદ તે જ પ્રમાણેનું ગીત ગાતું. તે ગીતો બળરામ, કૃષ્ણના પરાક્રમોને વણી લેતાં સંકીર્તન કરતાં ગીતો હતા. નૃત્ય કરનાર સ્ત્રીઓ હાથથી તાલ આપતી.” (હરિવંશ વિષ્ણુપર્વ ૨૦ મો અધ્યાય.) બ્રહ્મ પુરાણ અનુસાર गोपीपरिवृत्तो रात्रिं शरच्चन्द्र मनोरमाम्। मानयामास गोविन्दो रासारम्भरसोत्सुकः।। “ગોપીઓથી વીંટળાયેલ અને રાસનો આરંભ કરવાના રસને માટે ઉત્સુક કૃષ્ણ શરદની મનોરમ ચાંદની રાત માણી” (બ્રહ્મપુરાણ - અધ્યાય ૮૧ શ્લોક ૨) એક એક ગોપી અને એક એક કૃષ્ણ એવી રચનાથી રાસ રમાતા એવું વર્ણન ભાગવતના દશમસ્કંધમાં મળે છે. (‘ભાગવત્ દશમ સ્કંધ ૩૩ મો અધ્યાય શ્લોક ૨-૩) આમ વિષ્ણુપર્વ, બ્રહ્મપુરાણ અને ભાગવતમાં મળતા “રાસ” ના ઉલ્લેખ પરથી સિદ્ધ થાય છે કે રાસ શૃંગારપ્રધાન તેમજ વીરરસ પ્રધાન લલિત નૃત્યનો પ્રકાર હશે. સંસ્કૃત સાહિત્યનો ‘રાસ’ કે ‘રાસક નૃત્યપ્રકાર અથવા રૂપકપ્રકાર તરીકે જાણીતો હતો. શારદાતનય રાસની વ્યાખ્યા નીચે મુજબ કરે છે. ઉરૂ, જંઘા અને બંને હાથના ચલન વડે નર્તન થાય તે રાસક કહેવાય. ગોપીઓમાં હરિ તેમ આમાં પણ એક નેતા હોય છે. (ભાવ પ્રકાશમ્ પૃ. ૨૬૬ પંક્તિ ૧૧૧૨) નાટ્યદર્પણમાં પણ હલ્લીસકની આ જ વ્યાખ્યા છે. તેથી હાલ્લીસક અને રાસક બંને એક જ છે. એમ માની શકાય. શ્રી દશવૈકાલિકની ટીકા તેમ જ ધર્મબિંદુ વૃત્તિમાં રાસાની રચનાના ઉદ્દેશ રજૂ કર્યો છે. बालस्त्री मूढ मूर्खाणां नृणां चारित्रकांक्षिणां। अनुग्रहार्थे सर्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः।। આચાર્ય હેમચંદ્રની ‘ાસક’ની વ્યાખ્યા અનુસાર રાસકમાં અનેક તાલ અને લય હોય છે. તથા તે નૃત્ય કોમળ તથા ઉધ્ધત પ્રકારનું હોય છે. રાસકમાં ૬૪ સુધીના યુગલોમાં ગોપી ભાગ લઈ શકે છે.” (કાવ્યાનુશાસન - હેમચંદ્રાચાર્ય – પૃ. ૪૪૬ અધ્યાય ૮) વળી હેમચંદ્રાચાર્યે છંદાનુશાસનમાં રાસ' ની વ્યાખ્યા નીચેના દુહામાં આપી છે. "सुणिधि वसंति पुरपोठ धुरंधिहं रासु। સુવિ ત૬૬ gaો તજવાળ દિવનિરાસુIL (છંદોનુશાસન - પૃ. ૩૫) Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પંદરમી સદીમાં ‘ભરતકોષ' માં કુંભકર્ણ દંડકાસ વિશે જે માહિતી આપે છે તે આ પ્રમાણે છે ૮, ૧૬,૩૨, કે ૬૪ સુંદરીઓ જેના હાથમાં ગોળ સુંવાળા સોનાના લંબાઈમાં એક હાથ, અંગુઠા જેટલા જાડા દાંડિયા રહેતા. તેમાં જોડી સાથે થવાની, છૂટા પડી આગળ પાછળ કે પડખે થવાની ક્રિયા થતા આ લય યુક્ત અને તાલયુક્ત નૃત્યની સાથે પાર્શ્વસંગીત રહેતું. ચારી, ભમરી વગેરે ધાતભેદ રચતા. ઉરુ, જંઘા અને તેને પગના વિવિધ મંડળ રચવામાં આવતા. રાજાની સમક્ષ થતા આ નૃત્યમાં દેશાનુસાર દંડચામર, મલમલયુક્ત દંડ કે છૂરિકા દંડ પણ રાખવામાં આવતા.” (ભરતકોષ - ભરતમુનિ - પૃ. ૮૫) • સોળમા સૈકાના અંતમાં પુંડરીક વિઠ્ઠલ નૃત્ય નિર્ણય’ નામના તેમના અપ્રગટ ગ્રંથમાં દંડરાસ અને રાસનૃત્ય વિશે કહે છે - ‘લોકોને આનંદ આપે તેવું વારંવાર મંડળાકારમાં ગોઠવાઈ ગીત-તાલ લયથી યુક્ત નૃત્ય તેને વિદ્વાનો દંડ રાસ કહે છે દંડ વિનાનું આવું નૃત્ય તે ‘રાસ નૃત્ય.’ • રાસ સર્વસ્વ અનુસાર ક્રમમાં હાથ પકડીને ઊભેલા સ્ત્રી અને પુરૂષો વડે મંડળાકારમાં નૃત્ય કરવામાં આવે છે તેને રાસ કહે છે. • રાસક - (નાટ્યશાસ્ત્રની પરંપરા અનુસાર) ઉપરૂપકનો એક પ્રકાર ‘રાસક” ની ઉત્પત્તિ કેટલાક રસીનાં સમૂહો રીસ.” અથવા “સતિ સચ્ચે રોવતિ' (પ્રેક્ષકોને ખુશ કરે તે)એવી આપે છે પણ તે બરાબર નથી. પણ આને ગુજરાતમાં પ્રચલિત ગરબા અને રાસ સાથે ચોક્કસ સંબંધ છે. લાસ્ય માર્દવયુક્ત મધુર નૃત્ય તે “રાસ' સીધું જોડાય છે. (ગુજરાતી વિશ્વકોશ પૃ. ૭૩૧, ભા. ૧૭.) આમ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ કે પૌરાણિક સાહિત્યમાં ‘પાસ’ નામનો જે સાહિત્ય પ્રકાર જાણવાનો પ્રયત્ન કર્યો એ આજના રમાતા દાંડિયારાસ જેવો પ્રકાર હશે એમ લાગે છે. • ચોદમા સૈકામાં વિશ્વનાથ “સાહિત્યદર્પણ'માંરાસક ને ઉપરૂપક તરીકે ઓળખાવે છે. • સમર્થ સાહિત્યકાર ડૉલર રાય માંકડ રાસાઓને સ્વતંત્ર કાવ્યપ્રકાર માનતા નથી પરંતુ એને કથા શૈલીનું ખંડકાવ્ય લેખે છે. (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો - મંજુલાલ મજમુદાર - પૃ. ૮૧૮) પ્રખર વ્યાકરણશાસ્ત્રી કે. કા. શાસ્ત્રી અને એમને અનુસરીને ધીરજલાલ ધ. શાહે રાસની ઉત્પત્તિ પ્રાચીન ગેય રાસમાંથી માની છે. રાસ કે રાસઉનો મૂળ અર્થ તો તાળીઓથી અને દાંડિયાથી તાલ આપીને ગોળ ફરતાં ગવાતી નાની ગેય રચના એવો હતો. (ઉદા. ત. સપ્તક્ષેત્રિ રાસ ઈત્યાદિ) પ્રાચીન ગુજરાતી રાસ આ પ્રકારના હતા. આ ‘દાસ’નો વિષય ધાર્મિક સ્તવનો, ઉપદેશ, જેન તીર્થંકરો,સૂરીઓ અને શ્રેષ્ઠિઓના ચરિત્રો, તીર્થસ્થળોના મહામ્ય ઈત્યાદિ રહેતો. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જીવવિચાર રાસ એક અધ્યયન કાળક્રમે રાસમાંથી ઉત્કટ ગેય તત્ત્વ અને અભિનય તત્વ લુપ્ત થયું અને એતિહાસિક, પૌરાણિક, સામાજિક કથાઓ અને પ્રસંગોનું નિરૂપણ ઉમેરાયું. એથી એ સ્વરૂપ વધારે વ્યાપવાળું બન્યું. આ રીતે ‘પાસ’ માંથી ‘રાસાનું સ્વરૂપ ઘડાયું અને એ પ્રબંધ સાહિત્યની નજીક આવ્યું અને પછી એ આવી કૃતિઓ ‘રાસા” કે પ્રબંધના નામે વહેતી થઈ. ક્વચિત એનો ચરિત્ર તરીકે પણ ઉલ્લેખ શરૂ થયો. (ભગવદ્ ગોમંડળ - લે. ભગવતસિંહજી. પૃ. ૭૬૩૬) ‘રૂપચંદ કુંવર રાસ” (૨.સં. ૧૬૩૭) ના કવિ નયસુંદરે છેવટના છઠ્ઠા ખંડની નીચેની કડીઓમાં ‘રાસ’ની વ્યાખ્યાન શોલી પર વેધક પ્રકાશ પાડ્યો છે. કેતો ચરિત્ર માંહેલો ચરી, કેતો કહ્યો સ્વબુદ્ધ કરી, કેતી વાત સુણી તે કહી અધિકું ઓછું ખમી સહી. વીતરાગના વચન વિરૂદ્ધ જે મેં કોઈ કહ્યું અશુદ્ધ, જિનવર સંઘ સાખે જાણજો, તે મુજ મિથ્યા દુષ્કૃત હોજો. પ્રથમ શૃંગાર રસ થાપિયો, છેડો શાંત રસે વ્યાપિયો, બોલ્યા ચાર પદારથ કામ, શ્રવણ સુધારસ રાસ સુનામ.” આ પંક્તિઓ રાસની રચના માટે ઘણું બધું કહી દે છે. રાસ શબ્દની સોનોગ્રાફી ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન’ પૃષ્ઠ ર૮માં કે. કા. શાસ્ત્રીએ રાસની વ્યુત્પતિ નીચે પ્રમાણે બતાવી છે. “રસ’ અને ‘દાસ’ નો સંબંધ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અવશ્ય છે. સંસ્કૃત ભાષામાં મૂળ એક ધાતુ રસ્ છે. જેનો અર્થ ગાજવું અને પછીથી વખાણવું એવો પણ થાય છે. ‘ગાજવા’ ને પરિણામે મેઘમાંથી છૂટતા પ્રવાહી જલના અર્થ દ્વારા પછી ચાવતુ પ્રવાહી પદાર્થોનો વાચક ‘રસ’ શબ્દ બન્યો, પછીથી આસ્વાદવાચક અને એમાંથી કવિતાના રસોમાં પણ પરિણમ્યો છે. આ જ ધાતુ ઉપરથી સંસ્કૃતમાં એક ‘રામ્’ ધાતુ માટેથી બૂમ પાડવાના અર્થમાં પ્રયોજાયો છે. આ પાછલા ધાતુએ પછી રાસ શબ્દ આપ્યો છે.” આ ‘રાસ’ નો મૂળ અર્થ ‘ગર્જના’ ‘અવાજ છે. પછીથી એ વિશિષ્ટ માત્રામેળ સમગ્ર જીંદજાતિ માટે – એમાંથી પાછો એક બે છંદને માટે, અને સ્વતંત્ર રીતે ગેય ઉપરૂપકનો વાચક બની સમુહનૃત્યમાં વ્યાપક બન્યો. આમ આમાં કાવ્યશાસ્ત્રના ‘રસ નો સીધો સંબંધ જડી શકતો નથી. બંનેના મૂળ એક છતાં વસ્તુસ્થિતિએ ગેય રૂપકનો વાચક બન્યા પછી વસ્તુમાં કાવ્યગત રસનું સંમિશ્રણ અનિવાર્ય બન્યું માટે જ આવા રાસ - કાવ્યો રસાયન બન્યા હોય. ‘રાસયુગના ફાગુ કાવ્યોમાં ‘રાસક છંદ વપરાયો છે. તે ત્યાં એટલા ભાગમાં સમૂહનૃત્યનો ખ્યાલ આપતો લાગે છે, રાસક સિવાયની વસ્તુ ‘સામી’ જેમ ઊભાં ઊભાં માત્ર ગવાતી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત હશે.” વિવિધ ગ્રંથોને આધારે રાસની પરિભાષા ૧) રાસની પરિભાષા ઃ રાસ, રાસક, રાસડા, રાસા, રાસો એ બધા પર્યાયવાચી નામ છે. ભગવદ્ ગોમંડળમાં રાસના ૨૩ અર્થ આપેલા છે. તેમાંના કેટલાક અહીં રજૂ કર્યા છે. પૃ. ૭૬૩૬ અ) રાસ - એ નામનો એક માત્રામેળ છંદ તેના દરેક ચરણમાં બાવીશ માત્રા હોય તેમાં ૧,૫,૯,૧૩,૧૭ અને ૨૧ માત્રાએ તાલ આવે છે. આઠ કલા પર આઠ ધરી ષડુ અંત કરો, બાવીશ કલમાં અંત વિશે તો સગણ ધરો. એક પછી શ્રુતિ શ્રુતિ ચડતી શર તાલ દિશે, રાસની રચના એમ કરો પ્રતિ ચરણ વિષે. બ) વર્તુળાકારે ફરીને ગવાતા ગીતો. ગાતાં ગાતાં ગોળાકારે ફરતાં કરાતો નાચ કે તેમાં ગવાય તેવું ગીત. રાસ હંમેશા ગાયનો સાથે જ લેવાય છે. ક) જગતી છંદની જાતનો એક છંદ. એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં નગણ, રગણ, નગણ અને ર ગણ મળીને બાર અક્ષર હોય છે. તેમાં ૬,૬ અક્ષરે યતિ આવે છે. ન ર ન રે મતા છ પર રાસમાં - રણપિંગળ. ડ) (જૂ.ગુ.) રાશિઃ ઢગલો “દૂર રહ્યા તો હિં ટૂકડારે, જો મને છે એક રાસ” ઈ) રાસ રાસ્ ધાતુ પરથી બન્યો છે. રાસ્ એટલે શબ્દ કરવો બૂમ પાડવી, ચીસ પાડવી વગેરે. ફ) રસવાળું એક જાતનું નાટક, ગરબાની પેઠે મોટે રાગે ગાવાનું નાનું કથાનક, ખરી બનેલી વાર્તાની કવિતા, એક પ્રાકૃત કાવ્ય પ્રબંધ જેમ કે ચંદ બારોટનો પૃથ્વીરાજ રાસ કે રાસો. ૨) ગુજરાતી વિશ્વકોશ મુજબ રાસ - મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે ખેડાયેલો અને વિકસેલો પદ્ય પ્રકાર - પૃષ્ઠ ૭૭૩ ૩) રાસક - ભગવદ્ ગોમંડળ અનુસાર - અ) ઉપરૂપક એટલે ઊતરતી જાતના નાટકના અઢાર માંહેનો એક ભેદ, નૃત્યના સાત માંહેનો એક પ્રકાર. - પૃષ્ઠ ૭૬૩૬ બ) કેટલાક ગ્રંથોમાં રાસકને બદલે લાસક પણ જોવા મળે છે, લાસક લાસ્ય પરથી આવ્યો હોવો જોઈએ. લાસ્ય એટલે નૃત્યકળાનો એક પ્રકાર. - પૃષ્ઠ ૭૬૩૬ ક) વૃંદાવનની ગોપીઓ સાથે શ્રીકૃષ્ણની રાસ લીલા એ એક પ્રકારનું લાસ્યનૃત્ય Page #42 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૭ છે. સાધારણ રીતે સ્ત્રીઓનું નૃત્ય જ લાસ્ય કહેવાય છે. શિવ અને પાર્વતીએ સૌથી પહેલા નૃત્ય કર્યું હતું. શિવનું નૃત્ય તાંડવ કહેવાયું અને પાર્વતીનું લાસ્ય. - પૃષ્ઠ ૭૭૮૯ ૪) સંગીત રત્નાકર અનુસાર - રાસક - રાસ છંદમાં, રાસ તાલમાં ગવાતા ગીતના સંયોજનથી રાસ પ્રકારનું જે નૃત્ય કરાય તે રાસક. પૃષ્ઠ ૭૭૩. ૫) ગુજરાતી વિશ્વકોશ અનુસાર - અ) રાસક - એક અંકનું સૂત્રધાર વિનાનું પણ સુશ્લિષ્ટ નાન્દીવાળું મુખ્ય નાયક ને વિખ્યાત નાયિકા સહિત પાંચ પાત્રોવાળું ઉદાત્તભાવને ઉત્તરોત્તર વિકસિત કરતા કેવળ મુખ (કયાંક પ્રતિમુખ) અને નિર્વહણ સંધિયુક્ત કથાનકવાળું, વીથીના અંગવાળું વિવિધ પ્રાકૃત ભાષા - વિભાષાઓના પ્રયોગને લીધે ભારતી અને કોશિકી વૃત્તિથી ફલાત્મક બનેલું એવું ઉપરૂપક તે રાસ. ભાવપ્રકાશ તથા સાહિત્ય દર્પણ. - પૃષ્ઠ ૭૩૩ બ) સોળ બાર કે આઠ નાયિકાઓ પિડિ બંધ (નૃત્ય કતાં કરતાં નર્તકી કોઈક દેવ/દેવી સૂચક દેહમુદ્રાની ઝલક બતાવી દે તે.) ઈત્યાદિ મુદ્રાઓ સાથે નૃત્ય કરે તે રાસક. - પૃષ્ઠ ૭૩૩ ૬) રાસડા - ધ ન્યુ સ્ટ્રડંટ ડીક્ષનરીમાં “રાસ’નો અર્થ ઘોંઘાટ, કોલાહલ અને ધ્વનિ આપવામાં આવ્યો છે. જયારે ત્રીસ નો અર્થ નૃત્ય, વિલાસ, કામચેષ્ટા આપવામાં આવ્યો છે. (પૃષ્ઠ ૭૫૭-૭૭૩) આ બંનેના અર્થ ભેગા કરીને ગીત ગાતા ગાતા નૃત્ય કરવું એવા અર્થરૂપ રાસડો કે રાસડા થઈ ગયું હોય એમ માનવાને મન પ્રેરાય છે. ૭) રાસડો - “ફરતા ફરતા’ ગવાતું ગીત, રાસડા ગાનાર ટોળું કે મંડળ. ભગવદ્ ગોમંડળ - ભગવત સિંહ -પૃ. ૭૬૩૬ | ‘રાસુડો’ - રાસક શબ્દ પરથી આવેલ છે કોઈ ખરા બનાવને વર્ણવતો એક જાતના ગરબો દેશી ગરબો. ભગવદ્ ગોમંડળ - ભગવત સિંહ -પૃ. ૭૫૩૬ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ચાર (ગરબો, ગરબી, રાસ, રાસડો) નૃત્ત પ્રકારોમાં રાસ એ એનું સંસ્કૃત તત્સમ’ નામ સૂચવે છે તે પ્રમાણે ઉદ્ભવમાં સૌથી જૂનો પ્રકાર છે રાસડો. એ રાસને મળતો એ વર્ગનો ઉપપ્રકાર છે. અભિનય વડે મનોગત ભાવને પ્રગટ કરે તે નૃત્ય કહેવાય ને તાલને અનુસરતી હાથની તાળી ને પગને ઠકો એવી ચેષ્ટાઆએ એ નૃત્તના પ્રકારો છે, નૃત્ત કેવળ તાલલયાશ્રય હોય છે. નૃત્ત શબ્દનો એક અર્થ ભગવદ્ ગોમંડળમાં આ રીતે આપેલો છે - અભિનય રહિત તાલ સુર સાથે અંગવિક્ષેપને નૃત્ત કહે છે. આમ નૃત્ય અને નૃત્તમાં તફાવત છે. આના પર વિચારણાં કરતાં લાગે છે કે રાસ માટે નૃત્ય કરતાં નૃત્ત શબ્દપ્રયોગ વધારે યોગ્ય લાગે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૮) ‘રાસા’ - એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ કે માત્રામેળ છંદ. ભગવદ્ ગોમંડળ - ભગવત સિંહ -પૃ. ૭૫૩૬ ૯) ’રાસો’ - અ) રાસ જૈન કવિઓએ રચેલ કાવ્ય પ્રબંધ (રાસ અને જૈન કવિ એકબીજાના પર્યાય હોય એવું લાગે છે.) ગુજરાતીમાં જેમ કાવ્ય ને રાસ કહે છે તેવી રીતે અપભ્રંશ તથા પ્રાકૃત ભાષામાં રાસા હતો - ગુજરાતી સાહિત્ય પરિષદ ભગવદ્ ગોમંડળ - ભગવત સિંહ -પૃ. ૭૭૮૯ બ) સંસ્કૃત ‘રાસ’ વીરરસવાળું ઐતિહાસિક કે કાલ્પનિક કાવ્ય અથવા કથાનક, કોઈ રાજાનું પદ્યમય વૃત્તાંત, ખરા બનેલા બનાવનું અથવા તેવા જ બનાવટી બનાવનું કાવ્ય કે કથાનક જેમ કે પૃથુરાજ રાસો. ભગવદ્ ગોમંડળ - ભગવત સિંહ -પૃ. ૭૭૮૯ અપભ્રંશ કાળમાં ગેય છંદો રાસક નામે ઓળખાતા હતા. આવા છંદોથી રચાયેલી કૃતિને પણ ‘રાસ’ કહેવાની પરંપરા અપભ્રંશમાંથી ઊભી થઈ અને તે ગુજરાતીમાં પણ ઊતરી આવી. વિવિધ વિદ્વાનોના મત ઃ સાહિત્યવિદ્ મંજુલાલ મજમુદાર રાસ વિશે લખે છે કે “જૈન કવિઓએ ઉપજાવેલો અને વિકસાવેલો વિશિષ્ટ કાવ્ય પ્રકાર. ધીમે ધીમે કાવ્યકલા અને કાવ્યતત્ત્વની દૃષ્ટિએ નિકૃષ્ટ બનતો ગયો. તેથી માત્ર તાત્કાલિક સામાજિક ઈતિહાસના સાધન તરીકે તથા ભાષાના પ્રચલિત સ્વરૂપના પ્રતિબિંબ તરીકે એમની કિંમત સાહિત્યના ઈતિહાસમાં રહેવા પામી છે.’’ (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો પૃ. ૭૧) સાહિત્યકાર પ્રો. વિજયરાય વૈદ્ય અનુસાર “રાસ કે રાસો એટલે પ્રાસયુક્ત પદ્યમાં (દુહા, ચોપાઈ કે દેશી નામે ઓળખતા વિવિધ રાગોમાનાં કોઈમાં) રચાયેલું ધર્મવિષયક કથાત્મક કે ચરિત્રાત્મક સામાન્યતઃ કાવ્યગુણી થોડે અંશે હોય તેવું પણ સમકાલીન દેશસ્થિતિ તથા ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબુ કાવ્ય.” (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો મંજૂલાલ મજમુદાર પૃ. ૧૦) • 99 સાક્ષરવર્ય રામપ્રસાદ બક્ષીએ લખ્યું છે કે “રાસ એ એક નૃત્ય પ્રકાર છે જેમાં માત્ર ગીતના લયને અને તાલને અનુસરતી હાથની તાળી અને પગનો ટેકો એવી ચેષ્ટાઓ હોય છે. તેથી એ નૃત્યના પ્રકારો છે. નૃત્ત કેવળ તાલલયાશ્રય હોય છે.’ મહાન પ્રવચનકાર કિરીટભાઈએ એમના પ્રવચનમાં કહ્યું હતું કે “ ‘રાસ રસોવિ સઃ' જેમાં રસ હોય તે રાસ. એ કટોરીમાં લઈને પીવાનો સુખના વિષયનો આનંદનો રસ નથી પણ બ્રહ્માનંદનો રસ છે. રસપાન એટલે તત્ત્વનું રસપાન જે નિંદા અને નિદ્રાનો ત્યાગ કરે એ જ રાસ તૈયાર કરી શકે અને માણી શકે.” • · સાહિત્યરસિક ડૉ. ચંદ્રકાંત મહેતાએ ગુજરાતી સાહિત્યના સ્વરૂપમાં આલેખ્યું છે કે “રાસા ઈતિહાસ જાળવી રાખે છે, સમાજ જીવનની ઝાંખી કરાવે છે, ધર્મોપદેશ • Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૯ આપે છે, વાર્તા કહે છે, મુકતકો દ્વારા સંસારજ્ઞાન આપે છે. સમસ્યાઓ દ્વારા બુદ્ધિની રમત કરવાની તક આપે છે. એ નૃત્ય અને ગેય કાવ્યો હતા. તેમજ શ્રાવક કાવ્યો પણ હતા.” સાહિત્યના સાધક અનંતરાય રાવળના મતે ‘‘રાસ એટલે સુગેય કાવ્ય પ્રબંધ. એની રચના વિસ્તારમાં પ્રથમ ટૂંકી અને ઉર્મિકાવ્ય જેવી પણ સમય જતાં આખ્યાન પદ્ધતિની બની. પૂર્વકાલીન લાંબા ગેય કાવ્ય અને અપભ્રંશ મહાકાવ્યના અનુસરણનું એ પરિણામ. અપભ્રંશ મહાકાવ્ય સંધિઓ (સર્ગો)યામાં વિભક્ત હોય છે. સંધિઓ ધીમે ધીમે અદૃશ્ય થતાં મહાકાવ્યનું સ્થાન કડવાબદ્ધ ગેય કવિતાએ લીધું, એ કવિતા તે રાસ.” (ગુજરાતી સાહિત્યની રૂપરેખા પૃ. ૨૦) હસ્તપ્રતોના સંશોધક એવા ડૉ. હરિવલ્લભ ભાયાણીના મતે “રાસા નામનો છંદ જાણીતો છે અને તે દૂતકથાઓમાં ઘણો વપરાયો છે. માટે એને રાસક કહેવાય એમ એક વિચારસરણી છે.” આ ઉપરાંત એમણે છંદો વિષયક સ્વરૂપ બતાવ્યું (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો પૃ. ૩૮) રાસા સાહિત્યનો પ્રારંભ : છે. સચવાયેલી માહિતીઓના આધારે પ્રથમ જે રાસ આપણને મળે છે તે શાલિભદ્ર સૂરિએ ઈ.સ.૧૧૮૪ માં રચેલો ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ છે. (ગુજરાતી સાહિત્યના ઈતિહાસ - અં. રાવળ, ઉ. જોષી, ય. શુક્લ, મંજુલાલ મજમુદાર પૃ. ૨૬) વીરરસ પ્રધાન ૨૦૩ કડીનું સંક્ષિપ્ત કથા પ્રસંગવાળું છે. ભીમદેવ વસ્તુપાળ - તેજપાળના સમયમાં રચાયું છે. ત્યારથી રાસા સાહિત્યનો પ્રારંભ ગણી શકાય. જો કે એ પ્રબંધ છે કે રાસ એ માટે ગુજરાતી સાહિત્યના સ્વરૂપોમાં લખ્યું છે કે “પ્રબંધ વીરરસ પ્રધાન અને ઔજસભરી શૈલીવાળું કાવ્ય પ્રબંધ કહી શકાય કારણ કે પ્રબંધનું કથાવસ્તુ ઈતિહાસ અને દંતકથાના મિશ્રણથી બન્યું હોય છે તેથી શાલિભદ્રસૂરિનો ઈ.સ. ૧૧૮૫ માં રચેલો ‘ભરતેશ્વર બાહુબલિ રાસ' આમ એક રીતે પ્રબંધ જ છે. એમ કહીએ તો ચાલે. અને એ રીતે રાસો અને પ્રબંધ શબ્દ પરસ્પરના પર્યાયરૂપી બની જતા જણાય છે. ૧૫૬૮ માં રચાયેલા લાવણ્ય સમયનો ‘વિમલ પ્રબંધ’ ઐતિહાસિક વ્યક્તિ સંબંધી રચાયેલો હોવા છતાં તેનું કાવ્ય સ્વરૂપ ‘રાસો’ જેવું છે.” (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો મંજુલાલ મજમુદાર પૃ. ૮૧) કવિ આસિગકૃત ‘જીવદયા રાસ’ ૫૩ કડીનો સં.૧૨૫૭ જાલોર પાસેના સહજિગપુરમાં રચાયો છે. ભરતેશ્વર રાસ પછી ૧૬ વર્ષે તેની રચના થઈ છે. (મુનિ જિનવિજય સંપાદિત -પ્રકટ ભારતીય વિદ્યાવર્ષ - ૩ અંક ૧ ઈ.સ.૧૯૪૫) (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો મંજુલાલ મજમુદાર પૃ. ૮૧૯) Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ત્યાર પછીના બસો વર્ષના ગાળામાં એટલા રાસો રચાયા છે કે પ્રખર વ્યાકરણ શાસ્ત્રી કે. કા. શાસ્ત્રી આ યુગને “રાસાયુગ” કહે છે. એ યુગમાં જેનેતર સાહિત્ય ભાગ્યે જ મળે છે. “રાસા’ નામ હોય એવો એકમાત્ર જૈનેતર રાસ એક મુસલમાન કવિ અબ્દુલ રહેમાને “સંદેશક રાસ’ નામથી. આપ્યો છે. આમ છતાં જેનું નામ રાસ નથી તેવાં આ યુગના અંતભાગમાં લખાયેલા ત્રણ કાવ્યો શ્રીધર વ્યાસનો “રણમલ્લ છંદ’ અસાઈતની ‘હંસાઉલી' અને ભીમનો “સધ્યવત્સ વીર પ્રબંધ” એ રાસ કાવ્યો નથી પણ પ્રબંધો જ છે. (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો મંજુલાલ મજમુદાર પૃ. ૫૭૮) રાસનું બંધારણ કે માળખું કે સ્વરૂપ ૧) મંગલાચરણ : પ્રાયઃ કરીને બધા રાસમાં મંગલાચરણ તો હોય જ. પછી તે તીર્થંકર ભગવંતોનું હોય કે સાધુ ભગવંતોનું કે સરસ્વતીનું. જેમ કે સકલ સુરપતિ સકલ સુરપતિ નમઈ જસ પાય, યુવીસઈ તિથેસરૂ, તાસ નામ હું ચિત્તિ ધ્યાઉં; સરસતિ સામિણિ મનિ ધરી, સુગુરૂ શુદ્ધ પરસાદ પાઉં, કનકસુંદર લિખિત “સગાલશાહ રાસનું આ મંગલાચરણ છે. આમાં ચોવીશા તીર્થકર, સરસ્વતી અને સુગુરૂનું સ્મરણ કર્યું છે. (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - સંપાદકઃ ડૉ. જયંત કોઠારી - મૃ. ૧૪) જિન ગુરૂ ગોતમ પય નમી, કહિસ્યું સતીય ચરિત્ર મેઘરાજ લિખિત સોલસતી રાસ. (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૬). આ રાસમાં પ્રથમ ગણધર ગૌતમસ્વામીને નમન કર્યું છે. વળી કવિ ઋષભદાસે તો સરસ્વતીના ૧૬ નામ બતાવતી કડીઓથી હિતશિક્ષા રાસમાં મંગલાચરણ કર્યું છે. કાસમીર મુખમંડણી, ભગવતિ બ્રહ્મસુતાય. ૧૬ કડીમાં સરસ્વતી દેવીની સ્તુતિ કરી છે. | (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૫૦) આમ દરેક કવિ પોતાની શ્રદ્ધા પ્રમાણે મંગલાચરણ કરે છે. ૨) નામ ? પછી પોતે જે રાસ રચવાના છે એના વિષયનો ઉલ્લેખ કરે છે. જેમ કે | ‘સકળ સિદ્ધ સમરી કરી, રગું હીરનો રાસ - ‘હીરવિજયસૂરિ રાસ’ કવિ ઋષભદાસ (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૬૪) સોહમ વચન હિયઈ ધરી, ગયસુકુમાલ ચરિત્ર, કહિવા મુઝ મન અલી , કરિના જનમ પવિત્ર. કડી -૪ ‘ગજસુકુમાર રાસ’ જિનરાજસૂરિ (જૈન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૧૧૧) ૩) નગર સ્થાનનો ઉલ્લેખ : જેમનો અધિકાર કે ચરિત્ર હોય એ ક્યાંનો વતની Page #46 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૧ હતો એનું આલેખન કરવામાં આવતું. જેમાં ક્રમશઃ દ્વીપ(જંબુદ્વીપ) પછી ક્ષેત્ર (ભરતક્ષેત્ર), નગરી અયોધ્યા એમ (ક્રમશઃ) વર્ણન કરવામાં આવતું. ‘જંબુદ્વીપ દક્ષણ ભરત ઠામ, તેહ માંહિ ભ(ચ)દ્ર અચલપુર ગ્રામ, વસિ તિહાં ધન વિક્રમ ભૂપ, તસ્સ ધરણી ધારણીય સ્વરૂપ.’ નેમિચરિત્રમાલા - ગુણસાગર ઉપાધ્યાય - (જેન ગૂર્જર કવિઓ ભાગ ૩- પૃ. ર૩૩) ૪) કથા સ્વરૂપ : પછીની ઢાલ -ચોપાઈ કે દુહાઓમાં પોતે જે કથા કહેવા ઇચ્છે છે એનું આખું વર્ણન હોય. કથા હોય એટલે એમાં નાયક નાયિકા હોય તો વળી કયાંક ખલનાયક કે ખલનાયિકાઓનું પણ આગમન થતું. એમાં એના સુખ-દુઃખ, સાહસ, વિરહ-મિલન, સાધુઓ સાથેનો સતસંગ પછી એમના દ્વારા કહેવાતો પૂર્વજન્મવૃત્તાંત, કર્મની ફિલોસોફીનું નિરૂપણ ને મોક્ષનું પ્રરૂપણ જેથી વૈરાગ્ય પામીને મહાભિનિષ્ક્રમણ થતું અને કર્મ બંધનથી મુક્ત થવાનો પૂરેપૂરો પ્રયત્ન થતો. કોઈનું સ્વર્ગારોહણ થતું તો કોઈનું સિદ્ધ ક્ષેત્રે ગમન થતું. આમ કથાનો અંત સંયમસિરિમાં પ્રવર્તતો. ટૂંકમાં કથાની અભિવ્યક્તિ માટે કવિ પાત્રોનો આધાર લે છે. જેમાં કેટલાંક પાત્રો મુખ્ય હોય છે અને કેટલાક ગોણ હોય છે. કથા અનુરૂપ પાત્રલેખન કરે છે. ૫) આવાંતર કથાઓ દરેક પાત્રોને કેવા કર્મનું કેવું ફળ મળ્યું એ માટે એમાં આવાંતર કથાઓ પણ આવતી. કોઈ કોઈ રાસાઓમાં તો એટલી બધી આવાંતર કથાઓ હોય કે મૂળ કથા કઈ એ યાદ કરવું પડે. ૬) વિવિધ વર્ણનો ઃ અ) પ્રકૃતિના વર્ણનો - ઋતુવર્ણન, પર્વતવર્ણન વગેરે. બ) દેરાસરના વર્ણનો, પૂજાવિધિના વર્ણનો, વ્રત અનુષ્ઠાનના વર્ણનો. ક) નગરના વર્ણનો આબેહૂબ કરાયા હોય. કવિ ઋષભદાસના હીરવિજયસૂરિ રાસમાં ખંભાતનું વર્ણન ચિત્તાકર્ષક છે. ડ) સ્ત્રી-પુરૂષના અંગોનું વર્ણન જેમ કે પરવાળા જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત, સિંહ જેવી કટિ, પોપટની ચાંચ જેવું નાક વગેરે. ઇ) વેશભૂષાના - અલંકારના વર્ણનો પણ મનોહર હોય છે. ‘વસે લોક વારૂ ધનવંત પહેરે પટોળા નર ગુણવંત, કનક તણ કંદોરા જડચા, ત્રિય આંગણ તે પુસ્તુળા ઘડ્યા. હીરતણો કંદોરો તળે, કનક તણાં માદળીયા મળે, રૂપસાંકળી કુંચી ખરી, સોવનસાંકળી ગળે ઉતરી.... - ‘હીરવિજયસૂરિ રાસ’ ઋષભદાસ આમ વિવિધ વર્ણનો રાસમાં જોવા મળે છે. ૭) સુભાષિતો, હરિયાળી, સમસ્યા, કોયડાઓ, રૂઢી પ્રયોગો, કહેવતો આદિને Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત બખૂબીથી અંદર ગુંથી લેવામાં આવે. ૮) વિવિધ દેશીઓ, છંદ, રાગ - રાગિણી વગેરે વણી લેવામાં આવ્યા હોય. ૯) લોકજીવન - રાસમાં ત્યારનું લોકજીવન પણ છતું થાય છે. ૧૦) ગુરુનો તથા ગુરુપરંપરાનો ઉલ્લેખઃ લગભગ રાસાઓની અંતે કવિ પોતાના ગુરઝા નામનું પ્રરૂપણ અચૂક કરે છે. કોના શિષ્ય, ક્યા ગચ્છના વગેરે પ્રરૂપે છે. જેમ કે.. હેમસોમ ગુરુરાય સુસીસ તિયાં તણા રે વાચક પદવીધાર ગ્યાંનનંદી ગુસ્સાજ તણઈ સુપસાઉલઈ રે જયવંતો પરિવાર... સી... - “અંજનાસૂરી રાસ’ ભુવનકીર્તિગણિ વળી શ્રાવક કવિ હોય તો પોતાના પિતા- પિતામહનું નામ પણ મૂકે મહીરાજનો સુત સંઘવી સાંગણ, પ્રાધ્વંશીય પ્રસિદ્ધો રે... સંઘવી સાંગણનો સુત કવિ છે, નામ તસ ઋષભ જ દાસ, જનની સરૂપાદે શિર નામી, જોડ્યો ભરતનો રાસ રે.. ‘ભરતેશ્વર રાસ’ ઋષભદાસ (જૈન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૪૩) આ રાસમાં એમના દાદા – પિતા – માતા અને પોતાનું નામ પણ છે. પોતે ક્યા વંશ કે ગોત્રના છે તે પણ બતાવ્યું છે. ૧૧) નામ - અંતમાં રચનાકાર પોતાનું નામ પ્રાયઃ ટાંકે છે. જો કે કોઈ કોઈ નામના મોહથી મુક્ત પણ હોય છે પણ ઘણેભાગે નામનું પ્રરૂપણ હોય છે. તસ શિશુ સુધનહર્ષ ઈમ કહવઇ, ધર્મ થકી સુખસંપદ લહવઈ મંદોદરી સવણ સંવાદ’ સુધનહર્ષ (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૨૦૯) ૧૨) ઉપદેશ - દરેક રાસ ઉપદેશ પ્રધાન હોય એમાં કોઈ ને કોઈ ઉપદેશ. આપવામાં આવ્યો હોય. કવિનો મુખ્ય હેતુ કથા દ્વારા ઉપદેશ આપવાનો હોય છે. જૈન ધર્મના ઉપદેશ રૂપે દીક્ષા-પૂજા-વ્રત વગેરેનો ઉપદેશ જરૂર હોય છે. ૧૩) રસ નિષ્પત્તિ - પ્રાયઃ રાસ શૃંગાર રસથી શરૂ થઈને છેલ્લે પ્રશમ શાંત રસમાં પ્રણમી જતો હોય છે. કથાને લોકપ્રિય બનાવવા અથવા શ્રોતાઓને રસ પડે તે માટે કવિ કથામાં વિવિધ રસોનું આલેખન કરે છે. આમ સમગ્રતયા જોતા આ કાવ્ય પ્રકારમાં જેનાગમો, સૂત્રો અને અંગોમાં આવતા પાત્રોને અનુલક્ષીને રચેલા કથાનકમાં વિષયોપભોગના ત્યાગની સાથે સાથે ઉદ્દીપક શૃંગાર રસનું વર્ણન કરેલું હોય છે. પરંતુ તેનો અંત હંમેશા પ્રશમ શાંત રસમાં જ પરિણમે છે. શીલ અને સાત્વિકતાના વિજયમાં જ આવે છે. ઉપશમનો બોધ અથવા સંજયસિરિને વરવાની વાત તેનો મુખ્ય ઉદ્દેશ હોય છે. અંતમાં આ રાસ સાંભળવાથી કે ગાવાથી શું લાભ થશે એ પણ બતાવવામાં આવે છે. રાસની રચના ધર્માનુલક્ષી હોવાથી તેનું કલાસ્વરૂપ ઉચ્ચકક્ષાનું થઈ શક્યું Page #48 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૩ નથી એવું કેટલાક તવિદોનું માનવું છે. એનું કારણ કદાચ એમ પણ હોઈ શકે કે અંતમાં મુખ્ય પાત્ર કે પાત્રોને ધર્મમાં ગાયેલા બતાવવાના હોય છે. આવો અંત લગભગ દરેક રાસમાં નિશ્ચિત હોય છે જેને કારણે પાત્રના જીવનમાં થતું પરિવર્તન મોટે ભાગે અસ્વાભાવિક બની જાય છે. વળી વચ્ચે ધાર્મિક સિદ્ધાંતો કે ધર્મને લગતા લંબાણભર્યા ઉલ્લેખો ધર્મ પ્રચાર માટે આવશ્યક હોય છે. જેને કારણે કવિની એક મર્યાદા રહેતી ને કલાસ્વરૂપ ખોડંગાતુ હતું. રાસનું વિસ્તૃતિકરણ — વિકાસ શરૂઆતના રાસાઓ ૧૦૦ થી અંદરની કડી વાળા પણ મળે છે. પછી વિકસીને ૯૦૦૦ કડી સુધીનો રાસ પણ છે. હમણાં તો કવિ આસિગકૃત ‘જીવદયા રાસ પ૩ કડીનો નાનામાં નાનો રાસ હોઈ શકે એમ લાગે છે. અજ્ઞાતનો ‘ઉંદરરાસો' ૬૫ કડીનો છે. જિનહર્ષનો શત્રુંજય મહાભ્ય રાસ ૮૬૦૦ કડીનો છે. પદ્મવિજયનો ‘સમરાદિત્ય વળી રાસ ૯૦૦૦ કડી સુધીનો છે જે સૌથી મોટામાં મોટો રાસ હોવાનો સંભવ છે. જૈન સાહિત્યના પ્રખર વિદ્વાન ડૉ. રમણલાલ ચી. શાહ રજૂ કરે છે કે “ઇ.સ. બારમા શતકમાં શરૂ થયેલા પ્રાચીન ગુજરાતી જેન સાહિત્યનો પ્રવાહ ઇ.સ. ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના દોઢસો વર્ષના ગાળામાં વધારે પુષ્ટ અને વેગવાળો બને છે. આ ગાળામાં નાના મોટા બસો કરતા વધારે જૈન સાધુ અને શ્રાવક કવિએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. વિવિધ કાવ્ય પ્રકારોમાંથી રાસનો કાવ્યપ્રકાર આ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે. એમાં સૌથી ઓછી કડીવાળી કળાકૃતિ મળે છે તો ઠવણી કડવક વગેરે વિભાગવાળી દીર્ઘ રચનાઓ પણ મળે છે. ઘણી કૃતિઓ અપ્રકાશિત છે. આ ગાળામાં રાસાનું કદ જેમ વિસ્તાર પામ્યું તેમ એની કથાવસ્તુનું ફલક પણ ઠીક ઠીક વિકાસ પામ્યું. તેમાં માત્ર ચૂસ્ત ધાર્મિક વિષયોની મર્યાદા ન રહેતા ચરિત્ર ઉપરાંત ઈતિહાસ અને લોકકથાના ક્ષેત્ર સુધી તે વિસ્તાર પામે છે.” (ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ - ૨ - ખંડ ૧- પૃ.૬૪) આ ઉપરથી ખ્યાલ આવે છે કે શરૂઆતના રાસા કદમાં ખાસ વિસ્તરેલા. નહોતા પણ મધ્યકાલમાં ખાસા વિસ્તૃત રાસા મળે છે. સ્વયંભૂ છંદમાં રાસાની વ્યાખ્યા આપી છે એ અનુસાર તો એમાં અનેક છંદ હોવા જોઈએ. શરૂઆતના રાસાઓ વિસ્તૃત થતાં એમાં અનેક પ્રકરણો ઉમરોયા હશે જેમાં સંસ્કૃત નામોની અસર દેખાય છે જેમ કે અધિકાર, ઉલ્લાસ, પ્રસ્તાવ, ખંડ, ભાષા વગેરે. તો અપભ્રંશની અસર નીચે કડવક, ઠવણી, વગેરે નામના વિભાગો ઉમેરાયા હશે. જે પંદરમી સદી પૂર્વેના રાસાઓમાં મળે છે. પંદરમી સદી પૂર્વેના રાસાઓના છંદો પણ લગભગ નિશ્ચિત હતા. દુહા, ચોપાઈ, સોરઠા, રોળા વગેરે જયારે પછીના રાસાઓમાં દેશી ઢાળા અને બંધો Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત વપરાતા. રાસાઓના વિષયોમાં પણ વિવિધતા આવી જેનું વર્ગીકરણ આ પ્રમાણે છે. રાસનું વર્ગીકરણ : મુખ્યત્વે ચાર પ્રકારના રાસ છે. કથાત્મક, તીર્થાત્મક, ઉપદેશાત્મક, પ્રકીર્ણ. ૧) કથાત્મક - ધર્મકથાત્મક અને ચરિતાત્મક અ) ધર્મકથાત્મક - શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓ વગેરેની ધર્મકથા આલેખતા રાસ જેમાંથી ધર્મનો બોધ પણ પ્રાપ્ત થતો એવા રાસ ધર્મકથાત્મક રાસ કહેવાય. જેવા કે - શ્રીપાળ રાજાનો રાસ, રોહિણિયા ચોરનો રાસ, સુરસુંદરીનો રાસ, સુદર્શન શ્રેષ્ઠીનો રાસ, કેશરાજ લિખિત રામયશોરસાયન રાસ, વગેરે રાસો ધર્મકથાનું આલેખન કરતા રાસો છે. બ) ચરિત્તાત્મક રાસના ત્રણ પ્રકાર છે. લૌકિક, પૌરાણિક, ઐતિહાસિક. જૈન ધર્મ ચરિત્ત પર ખૂબ જ ભાર આપે છે. તેથી જેન સાહિત્યના સ્વરૂપમાં લખ્યું છે કે “જેન સાહિત્યમાં ચરિત્તાનુયોગને જેટલું સ્થાન આપવામાં આવ્યું છે તેટલું હિંદના બીજા સાહિત્યમાં જાણવામાં નથી કારણ કે જેનધર્મ ચરિત્તાનુયોગી છે. રાગદ્વેષને જીતનાર આત્માના વચનો ‘હરિભદ્રસૂરિની’ વાણીમાં હંમેશાં “યુક્તિમતું હોય છે અને તેથી તે માન્ય થવા જોઈએ. આ જૈન દર્શનનું મુખ્ય સૂત્ર છે અને આખું જેનદર્શન આ સૂત્રના પાયા ઉપર ચણાયેલું છે. ઉપરાંત બધા દર્શનોમાં આચાર્યોના મંતવ્યોને સ્વીકારવામાં અને પૂજવામાં આવે છે, ને તેમના પર સંયમથી અને પૂજય બુદ્ધિથી ઊહાપોહ કરવામાં આવે છે, પણ જેન વાડમયમાં તો તેમના મંતવ્યો માત્રા નહિ પણ તેમના ચરિત્તો પૂજનીય અને અનુકરણીય ગણવામાં આવે છે.” (જેન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો પૃ.૭૧) આજ કારણસર ચરિતાત્મક રાસા સાહિત્યનો વિભાગ ફૂલ્યો ફાલ્યો છે. એની અંતર્ગત સાધુ - સાધ્વી - શ્રાવક - શ્રાવિકાઓના ચરિતનો વિભાગ આવે છે તો લૌકિક ચરિત્તો પણ સમાય છે. તેમજ પોરાણિક અને ઐતિહાસિક પાત્રોના ચરિત્રનું પણ આલેખન કરાયું છે તેથી તેના મુખ્ય ત્રણ ભેદ પડ્યા છે. (ક) લોકિક રાસ - શકુંતલા રાસ. (ખ) પૌરાણિક રાસ - શાલિભદ્રસૂરિનો પંચ પાંડવ ચરિત્ર રાસ', સમય સુંદરનો નલદવદંતી રાસ, ભરતેશ્વર બાહુબલિનો રાસ વગેરે (ગ) ઐતિહાસિક - ઈતિહાસની વસ્તુવાળો રાસ - કવિ ઋષભદાસનો “હીર વિજયસૂરી રાસ', કુમારપાલ ચરિત્ર્ય રાસ’, ‘વિમલપ્રબંધ રાસ’ વગેરે ૨) તીર્થાત્મક રાસ - તીર્થક્ષેત્રનો મહિમા આલેખતો હોય એવા રાસ ને તીર્થાત્મક રાસ કહે છે. અજ્ઞાત કવિનો સાત પુણ્યક્ષેત્રોની ઉપાસનાને વર્ણવતો “સપ્તક્ષેત્રી રાસ’, પાલ્હણનો આરાસ, વિજયસેનસૂરિ નો ગિરનાર પરનાં દહેરાંના જીર્ણોદ્ધારની ઘટનાને નિરૂપતો રેવંતગિરિ રાસુર, કવિ ઋષભદાસનો શેત્રુંજય રાસ વગેરે. Page #50 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૫ ૩) ઉપદેશાત્મક રાસ - જેની અંદર ઉપદેશોની પ્રધાનતા હોય એવા રાસ. જેમ કે શ્રાવક કવિ ઋષભદાસનો ‘હિતશિક્ષા રાસ’, ‘ઉપદેશમાલા રાસ’ વગેરે. ૪) પ્રકીર્ણ રાસ - ના મુખ્યત્વે ચાર પ્રકાર છે. અ) તાત્વિક રાસ - નવતત્ત્વ-જીવતત્ત્વ આદિ તત્ત્વોની જેમાં વિચારણા થઈ હોય તે તાત્વિક રાસ. નવતત્ત્વરાસ, ખેત્રપ્રકાશ રાસ, જીવવિચાર રાસ, સમકીતસાર રાસ, યશોવિજયજીનો દ્રવ્ય - ગુણપર્યાયનો રાસ વગેરે. બ) સ્તુત્યાત્મક રાસ - સ્તુતિ સ્વરૂપે થયેલો રાસ, તીર્થકરોના રાસ ક) પ્રતિમા પ્રતિષ્ઠા રાસ - પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાના રાસ. જેમ કે કાપહેડાનો રાસ દયારત્નએ રચ્યો છે જોધપુર રાજ્યમાં (કાપડહેડા) કાપરડા નામનું ગામ છે. ત્યાં સ્વયંભૂ પાર્શ્વનાથનું મંદિર સં ૧૬૮૧ માં પુરૂં થતા પ્રતિષ્ઠા થઈ તેનું ટૂંકુ વર્ણના આ રાસમાં છે. (જેન ગૂર્જર કવિઓ ભાગ ૩-પૃ.૩૦૯) ડ) પૂજાત્મક રાસ - સતરભેદી પૂજાનો રાસ, ઋષભદાસનો પૂજાવિધિ રાસ, અષ્ટપ્રકારી પૂજા રાસ જ્ઞાનવિજયસૂરિનો રચેલ છે વગેરે આમ વિષયવસ્તુ પ્રમાણે રાસાઓનું વિવિધ વર્ગીકરણ થયું છે. જે રાસા સાહિત્યના વિકાસનું સૂચક છે. રાસા સાહિત્યના વિકાસમાં કવિઓનું યોગદાન શ્રી શાલિભદ્રસુરિના પ્રથમ રાસ ‘ભરતેશ્વર બાહુબલિ'થી પ્રગટેલા રાસરૂપી દિપકમાં પછીના અનેક કવિઓએ રાસ રચનારૂપ તેલ પૂરીને દીપકને પ્રજવલિતા કર્યો. એ મુખ્ય મુખ્ય કવિઓના રાસ આ પ્રમાણે છે. ૧૩મી થી ૧પમી સદીમાં ધર્મસૂરિનો જંબૂસ્વામી રાસ,’ વિજયસેન સૂરિ કૃતા “રેવંતગિરિ રાસ', પાલ્હણનો 'આબુરાસ', વિનયચંદ્ર રચિત 'બાવત રાસ', અજ્ઞાત કવિનો ‘સપ્તક્ષેત્રિ રાસ', અંબદેવસૂરિ કૃત ‘સમરા રાસ', શાલિભદ્રસૂરિએ રચેલ ‘પંચપાંડવ ચરિત્ર રાસ', હિરાનંદસૂરિ દ્વારા ગૂંથાયેલા ‘વસ્તુપાલ - તેજપાલા રાસ અને વિદ્યાવિલાસ પવાડો વગેરે રાસોએ (રચીને) દીપ પ્રજવલિત રાખ્યો. વિક્રમના ૧૬ મા સૈકામાં લાવણ્ય કૃત ‘વિમલ પ્રબંધ/રાસ (૧૫૬૮) તેમ જ “વચ્છરાજ - દેવરાજ રાસ’ વળી સહજસુંદરે તો રાસની રમઝટ બોલાવી જંબુસ્વામીરાસ’, ‘ઋષિદત્તા મહાસતી રાસ’, ‘પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ’, ‘તેતલી મંત્રીનો રાસ’, ‘પ્રદેશી રાજાનો રાસ”, “સૂડા સાહેલી રાસ’ વગેરે રાસકૃતિઓથી દીપ પ્રજવલિત કરી દીધો. સત્તરમા શતકમાં દીપકની જ્યોત અતિશય ઝળહળી ઉઠી. આ શતકમાં અનેક કવિઓએ એકથી વધારે કૃતિઓની રચના કરી રાસા સાહિત્યને ઝળહળાવી દીધું. એ વખતની કૃતિઓ કદની રીતે જ નહિ પણ ભાવ-કલા પક્ષથી પણ વિસ્તરી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જયવંતસૂરિએ “શૃંગારમંજરી/શીલવતી ચરિત્ર રાસ’ જેવી સર્વોત્તમ કૃતિ રચી એમની બીજી રચના ઋષિદના પણ ઉલ્લેખનીય છે. કુશલલાભે ‘માધવાનલા કામકંદલા ચોપાઈ/રાસ’ અને ‘મારૂઢોલા રાસ' માં લોકપ્રિય કથાનું આલેખન કર્યું તો “અગડદત્ત રાસ' માં વૈરાગ્યભાવ કેળવી આત્મકલ્યાણ સાધનાર અગડદત્ત મુનિના ચરિત્રનું વર્ણન કર્યું. નયસુંદરની દશેક કથાત્મક રચનાઓમાં રૂપચંદકુંવર રાસ’ અને ‘નલદમયંતી રાસ ઉત્તમ કૃતિઓ ગણાય છે. આ ઉપરાંત કવિની ‘સુરસુંદરી રાસ’, ‘શત્રુંજય. રાસ’, ‘ગિરનાર-તીર્થોદ્ધાર રાસ’ વગેરે કૃતિઓ પ્રખ્યાત જ છે. સમયસુંદરે ૧૯ જેટલી નાની મોટી રાસકૃતિઓ રચીને રંગ રાખ્યો. એમણે રચેલો ‘નલદવદંતી રાસ” જેન પરંપરાની નળકથાને અનુસરીને ચાલે છે. અહીં નળદમયંતીના પછીના ભવની કથા પણ વિસ્તારથી કહેવાઈ છે. જેનેતર કથાનકવાળી ‘સીતારામ-ચોપાઈની પણ રચના એમણે કરી છે. એમના જ શતકમાં થયેલા ખંભાતના શ્રાવક કવિ ઋષભદાસે રાસની હારમાળા સર્જી દીધી. એમના ૩૨ રાસમાંથી ૪ કૃતિઓ પ્રકાશિત થઈ છે. એમાં સૌથી મહત્ત્વની કૃતિ “હીરવિજયસૂરિ રાસ છે. એમાં એતિહાસિક દસ્તાવેજી માહિતીઓએ એનું મહત્ત્વ વધારી દીધું છે. ત્યારબાદ ૧૮ મી સદીમાં થયેલા જિનહર્ષે ૩૫ જેટલા રાસા સર્જીને વિક્રમ સજર્યો, મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. ‘આરામશોભા રાસ’, ‘શ્રીપાલ રાજાનો. રાસ’, ‘સુદર્શન શેઠ રાસ’, ‘જંબુસ્વામી રાસ', વગેરે રાસમાંથી એમનો “શત્રુંજય મહાભ્ય રાસ” (૨.સં.૧૭૫૫) સૌથી મહત્ત્વનો ૮૬૦૦ કડીનો વિશાળકાય રાસ છે. યુગપ્રભાવક યશોવિજયજી ઉપાધ્યાયે સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતીમાં શતાધિક ગ્રંથો રચી લઘુહરિભદ્રાયનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. એમની ‘દ્રવ્યગુણ પર્યાય રાસ’ એક અલૌકિક કૃતિ છે. “જંબૂસ્વામી રાસ’ ઉલ્લેખનીય છે. તદુપરાંત વિનયવિજયજીના અપૂર્ણ રહેલ ‘શ્રીપાળ રાજાનો રાસ’ એમણે પૂર્ણ કર્યો. ત્યારબાદ જ્ઞાનવિમલસૂરિએ ‘જંબૂરાસ’, ‘અશોકચંદ્ર રાસ’ વગેરે ૭ રાસાઓની રચના કરી. તો વળી ઉદ્યરત્ન વાચકે ૧૯ રાસ કૃતિઓ રચી. આ ઉપરાંત મેઘવિજયજી, વિનયવિજયજી, વિદ્યાવિજયજી વગેરેએ નોંધપાત્ર ફાળો આપ્યો. ૧૯હ્મા શતકમાં પદ્મવિજયે નેમિનાથ રાસ’, ‘સમરાદિત્ય કેવલી રાસ', (૯૦૦૦ કડીનો સોથ માટો રાસ છે.) “ઉત્તમવિજય નિર્વાણ રાસ’, ‘જયાનંદ કેવલી રાસ’ એ ચારની રચના કરી. ૧૮૨૯ માં પં. વીરવિજયજીએ વિપુલ સાહિત્ય સર્જન કર્યું. તેમ જ “સુરસુંદરી રાસ’, ‘ધમ્મિલકુમાર રાસ’ અને ‘ચંદ્રશેખર રાસ જેવી ત્રણ રાસકૃતિઓ રચીને રાસનો દીપક જલતો રાખ્યો. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ જીવવિચાર રાસ એક અધ્યયન આમ શાલિભદ્રસૂરિથી પ્રગટેલો રાસનો દીપક સતરમી સદીમાં અત્યંત પ્રજવલિત બનીને વીરવિજયજીના સમય સુધી ઝગમગતો રહ્યો. સાતસો વર્ષના સમયગાળામાં રચાયેલ અને પ્રાપ્ત થતી રાસ કૃતિઓની સંખ્યા : ૧૨મી સદીમાં ૪ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૩મી સદીમાં ૧૧ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૪મી સદીમાં ૨૬ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧પમી સદીમાં ૯૦ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૬મી સદીમાં ૩૬૩ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૭મી સદીમાં પ૭૪ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૮મી સદીમાં ૨૧૨ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૯મી સદીમાં પ૬ કૃતિ પ્રાપ્ત થાય છે. આ રચના ક્રમ જોતા લાગે છે કે ૧૨મી સદીમાં બીજના ચંદ્રની જેમ થયેલી. રાસની રચના ૧૭મી સદીમાં પૂર્ણિમાના ચાંદની જેમ સોળે કળાએ ખીલી ઊઠી. આજે સાહિત્ય રચનાનો પ્રવાહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર પલટાઈ ગયો હોય એ કારણે કદાચ રાસની રચના નહિવત્ થતી હશે. રાસના પ્રકારો શારદાતનયે ભાવપ્રકાશમાં નૃત્તની દૃષ્ટિએ રાસના ત્રણ પ્રકાર બતાવ્યા છે. જેમ કે (૧) લતા રાસ (૨) દંડ રાસ (૩) મંડલ રાસા ૧) લતા રાસ - લતાની જેમ એકબીજાને વળગીને નૃત્ત કરતા તે લતાવાસ કે એકબીજાના ખભા પર હાથ રાખીને ગોળાકાર નૃત્ત કરવામાં આવે છે. આ પ્રકાર ગૂર્જર રબારીઓમાં હજુ સુધી પ્રચલિત છે. ઠાકરડા કોમમાં સ્ત્રીઓ નજીક નજીક ઘસાતી ગોળાકારે ફરતી તાળી પાડતી આવે એ કદાય “લતા રાસક’માંથી વિકસેલો પ્રકાર છે. ૨) દંડ રાસ - દાંડિયાથી રમતા તે દંડક રાસ. જે આજે પણ રમાય છે. ૩) મંડલ રાસ - તે સ્ત્રીઓ, પુરૂષો - પુરૂષો અને સ્ત્રી પુરૂષો એ રીતે ગોળ કુંડાળે થતો રાસ પ્રકાર જેમાં એક બીજાના હાથ પકડીને ગેય વસ્તુના ગાન સાથે નૃત્ત થતો. હરિવંશ નામનો ગ્રંથ કહે છે કે યાદવોમાં બે પ્રકારના નૃત્ય પ્રચલિત હતા. તાલકરાસ અને દંડકાસ. દાંડિયારાસ તે દંડકાસ અને તાળી દઈને ગવાતો ગરબો તે તાલક રાસ. સપ્તક્ષેત્રિ રાસમાં (૧) તાલા રાસ અને (૨) લકુટારાસનો ઉલ્લેખ થયેલો છે. તીછે તાલારાસ પડઈ બહુ ભાટ પઢતા. અનઈ લકુટારાસ જોઈઈ ખેલા નાચતા. ૧) તાલારાસ - લતાનાસનો વિકસેલો પ્રકાર છે. જેમાં ગોળ ફરતાં તાળીઓ Page #53 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પાડવામાં આવે છે. લક્ષ્મણગણિ (ઇ.સ.૧૧૪૩) 3તીભત્તી « રાજ્ય કેટલાક ઊંચો તાલ આપી સામસામે તાળીઓથી રૂસે ચડ્યો રાસ લેતા હતા. એમ કહે છે. તે તાલારાસ જ છે. પુરૂષોની તાલારાસ હીંચ અને સ્ત્રીઓનો હમચી તરીકે ઓળખાય છે. ક્યારેક હીંચ હમચી સ્ત્રીઓ ને પૂરૂષો સાથે પણ લેતાં જોવામાં આવે છે. ૨) લકુટારાસ - એ જ દંડરાસ આજે જેને દાંડિયારાસ કહેવામાં આવે છે. બંનેમાં પગના ઠેકા પણ લેવામાં આવે છે. રાસ એક નૃત્ય પ્રકાર હતો. મંદિરમાં સ્ત્રીઓ કે પુરૂષો તાળીઓ કે દાંડિયાના તાલ સાથે વર્તુલાકારે ગાન-વાદન સહિત આવો રાસ રમતા “રેવંતગિરિ રાસુમાંની. રંગિહિં એ રમઈ જો રાસ જેવી પંક્તિ તેમ જ એમાં મળતા તાલારામ અને લકુટારાસ એ બે પ્રકારના રાસના ઉલ્લેખો દર્શાવે છે કે રાસ રમાતા ખેલાતા હતા. (ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - પૃ. ૬૪) આ પરથી કહી શકાય કે તાલા રાસ અને લકુટા રાસમાં તાળીઓનું, પગના હેકાનું અને સંગીતનું મહત્ત્વ હતું. આ રાસ અત્યારના ગરબા ગરબીનો જ મધ્યકાલીન પૂર્વજ ગણાય. જેન સાધુઓએ ઉલ્લેખેલા રાસ, આવા રાસ પછી નરસિંહ ઉલ્લેખે છે તેવા રાસ ને લોકગીતોના રાસડા અને પછી હાલના ગરબા ને રાસ એમ એનું સાતત્યા આજ સુધી જોઈ શકાય છે. આમ એતિહાસિક ક્રમે વિચારતા ‘પાસ’ એ સમૂહ નૃત્યમાં ઉપયોગી કાવ્ય પ્રકાર છે જે પછીથી માત્ર ગેયકાવ્ય બની ગયું. રાસનું ગેયત્વઃ રાસ એટલે સારી રીતે ગાઈ શકાય એવી રચના. ‘યં સર્વેષ રોષ ગીય ગીતeોવિઃ' એવી હેમચન્દ્રાચાર્યની ઉક્તિ પ્રમાણે રાસામાં જુદા જુદા રાગોમાં ગાઈ શકાય એવા ખંડો આવતા, જેને ‘ભાસ,’ ‘ઠવણિ” અથવા કડવક નામથી ઓળખવામાં આવતા. રાસાઓ માત્રામેળ છંદમાં અને દેશીઓમાં રચવામાં આવ્યા છે. ક્યારેક તો એક જ ખંડમાં એક કરતા વધુ છંદો પણ યોજાતા. દેશીઓની પણ વિવિધતા રહેતી. ક્યારેક તો એક જ ઢાલમાં બે-ત્રણ દેશીઓ યોજવામાં આવી હોય એવું બનતું. જેન ગૂર્જર કવિઓ ભા. ૮ માં ડૉ. જયંત કોઠારીએ ૨૩૨૮ નાની અને ૧૨૩ મોટી દેશીઓ પ્રચલિત હતી એવું બતાવ્યું છે જે રાસની ગેયતાને સિદ્ધ કરે છે. “ભરતેશ્વર બાહુબલિ રાસ” ની બધી જ ઠવણીઓ ગેય ગીતોમાં છે. રાસઓમાં અમુક છંદો વિશેષ યોજાતા તેથી એ છંદો જેમાં વપરાયા હોય તે રાસક’ એવી છાપ પણ ઊભી થઈ હતી. કદાચ એમાંથી જ “સસક’ કે ‘રાસ' છંદ ઉભવ્યો હોય એ શક્ય છે. ‘વૃત્તજાતિ સમુચ્ચય'ના લેખક શ્રી વિરહાંક અડિલા - દુલ્ફ, માત્રા, રહ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જીવવિચાર રાસ એક અધ્યયન અને ઢોસા જેમાં હોય તે “રાસ’ એમ કહે છે. | ‘સ્વયંભૂછન્દાસ’ ના કર્તા સ્વયંભૂ દત્તા, ઈહણિયા, પદ્ધડિઆ જેવા છંદોવાળી રચનાને ‘રાસ’ તરીકે ઓળખાવે છે. મધ્યકાલીન રાસાઓમાં દુહા, ચોપાઈ, સયા જેવા માત્રામેળ છંદો ઉપરાંત ઉપજાતિ, શાલ, માલિની જેવા સંસ્કૃત વૃત્તો પણ યોજાયા. સળંગ એક છંદવાળા રાસા પણ યોજાતા ‘ગુજારાતી સાહિત્યનો ઈતિહાસ” માં જણાવ્યા મુજબ - “સળંગ એક છંદવાળા રાસોમાં શરૂઆતમાં ઉતરકાલીન અપભ્રંશમાં પ્રચલિત હતી તે ષપદી વાપરવાનું વલણ હતું. તેમાં પહેલી બે પંક્તિ સોળ માત્રાવાળી ચોપાઈની અને પછી ૧૩+૧૬ અથવા ૧૨+૧૦ ના માપની ચાર પંકિત આમ ચાર પંક્તિની કડી હોય છે. જેમ કે આસિગકૃત ‘જીવદયા રાસ' (૧૨૦૧) તથા ચંદનબાલા રાસ’ વગેરે. વળી એમાં ઠવણિ, કડવક વગેરે વિભાગ પાડયા હોય એ વિભાગની સાથે છંદ પલટાતો હોય છે. ઘણીવાર પ્રારંભે મુખડા રૂપે એક કડી હોય છે અને વિભાગોના ઉપસંહારરૂપે અથવા તો તેમને જોડનાર તરીકે જુદા છંદની એક કે વધુ કડી (ક્વચિત ‘ઘાત’ કે ‘ઘુવઉ’ એવા નામ સાથે) હોય છે. રાસ ગેય કાવ્યો હતા અને નૃત્યની સાથે ગવાતાં રાસ રમાતા’ કે ‘ખેલાતા’ આમ છતાં. આ ગાળાનાં રાસોના માત્રિક છંદોનું માપ બરાબર જળવાયું છે. પણ પછીના ગાળામાં ગેયતાનું તત્ત્વ છંદ સ્વરૂપને ઠીકઠીક વિકૃત કે છિન્નભિન્ન કરી નાખે છે.” | (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો મંજૂલાલ મજમુદારપૃ. ૭૧) આમ રાસાઓનું ગેયત્વ વિવિધ છંદો અને દેશીઓથી સમૃદ્ધ હતું. નિષ્કર્ષ : આ બધાથી સિદ્ધ થાય છે કે - રાસ કે રાસાનું સ્વરૂપ સમયાનુરૂપ પરિવર્તન પામીને વિકસ્યું તેમ જ વિવિધ પ્રકારો અને અંગોથી સમૃદ્ધ થયું. - હસ્તપ્રતોની ગૌરવગાથા. જીવ વિચાર રાસ એક અધ્યયન એ શોધ નિબંધ એક હસ્તપ્રતને આધારે કરવામાં આવ્યો છે. તેથી હસ્તપ્રતોની ગૌરવગાથા રજૂ કરૂં છું. અનુસંધાન” અંક અઢારમાં મહાન ચિંતક કુમારપાલ ભાઈ દેસાઈ નો એક શ્રદ્ધાંજલિ લેખ સદ્ગત શ્રી હરિવલ્લભ ભાયાણી માટેના હતો. ‘સમગ્ર દેશમાં ગુજરાત વિશેષ સમૃદ્ધ છે એના હસ્તપ્રતોમાં સચવાયેલા વિપુલજ્ઞાનરાશિથી સમસ્ત દેશમાં ગુજરાત સૌથી રંક છે એણે કરેલા વિપુલ સાહિત્યસમૃદ્ધિની ઉપેક્ષાથી!! આપણ હસ્તપ્રત ભંડારોમાં પડેલી હજારો હસ્તપ્રતો અભ્યાસી સંશોધકોની રાહ જોઈને બેઠી છે. આવી હસ્તપ્રતો જ્ઞાન ભંડારની દીવાલોમાંથી બહાર આવે અને ગુજરાતનો જ્ઞાન-પ્રકાશ ગ્રંથરૂપે પ્રગટ થાય તે માટે આજીવન ચિંતા સેવનાર શ્રી હરિવલ્લભ ભાયાણીની વિદાયથી ગુજરાતમાં કોઈ રીતે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ન પૂરાય તેવો શૂન્યાવકાશ સર્જાયો છે.” - કુમારપાલ દેસાઈ (અનુસંધાન અંક ૧૮ પૃ. ૨૦૬) આ લેખે મારા ચિત્તતંત્રને હલબલાવી મૂક્યું. આવા મહાન ભેખધારીને શ્રદ્ધાંજલિ આપવા રૂપે મારે એક હસ્તપ્રતનો અભ્યાસ કરવો એવું એક વિચારબીજ પ્રગયું. એ વિચારબીજને જેન સાહિત્યના સંશોધિકા ડૉ. કલાબેન શાહે પ્રેરણાનું પાણી પાઈને ઉછેર્યું અને આજે જ્યારે હું એક હસ્તપ્રતનું સંશોધન કરી રહી છું, ત્યારે હસ્તલેખનકળા અને હસ્તપ્રતોનો સંક્ષિપ્ત ઈતિહાસ રજૂ કરું છું, જેનો પ્રારંભ પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામીએ પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજાને પ્રથમ કળાનું જ્ઞાન આપીને કર્યો. હસ્તપ્રત એટલે હાથે બનાવેલા કાગળ પર હાથે બનાવેલી સહી માં હાથે બનેલી કલમ બોળીને અક્ષરો લખવા તે હસ્તપ્રત અથવા તો તાડપત્રા કે ભોજપત્રને લખવાયોગ્ય બનાવીને એના પર હાથથી લખવું તે. સન્મતિપ્રકરણસૂત્ર, શ્રુતસાગર અંક અને કલ્યાણના શ્રુત વિશેષાંકને આધારે હસ્તલેખનકળા અને હસ્તપ્રતનો પરિચય આપું છું. શ્રી રાયપાસેણિય સૂત્રમાં દેવોને વાંચવાના પુસ્તકોનું વર્ણન આવે છે. એમા લેખનોપયોગી સાધનોનો નિર્દેશ જોવા મળે છે. 'तस्स णं पोत्थरयणस्स इमेयारुवे वण्णावासे पण्णते. तं जहा रयणामयाइं पत्तगाई, रिखमईओ कंबियाओ, तवणिज्जमए दोरे, णाणामणिमए गंठी, वेरुलियमएं लिप्पासणे, રિડામણ છેતો તવાઝમ સંભા, રિમ મસી, વરામ ભેદti’ (રાજપ્રશ્નીયા સૂત્ર - પૂ. ઘાસીલાલજી મ.સા. - મૃ. પપપ) સૂત્રકારે અહીં વર્ણવેલા બધા સાધનો સુવર્ણ-રત્ન-વજમય છે. એ વર્ણન મુજબ લેખનકળા સાથે સંબંધ ધરાવતા સાધનો પૈકી પત્ર, કંબિકા = કાંબી, દોરો, ગ્રંથિ = ગાંઠ, લિપ્યાસન = ખડિયો, છંદણ = ઢાંકણું તેની સાંકળ, મસી = શાહી અને લેખણી - લેખની = કલમ. આ સૂત્રથી સાધનોની ચાર બાબત સામે આવે છે. ૧) જેના પર લખાણ લખાય છે તેનું વર્ણન. ૨) લખવા માટે વપરાતા સાધનોનું વર્ણન ૩) જેનાથી લખાણ થાય છે તે શાહીનું વર્ણન અને ૪) તેની સાચવણીનું વર્ણન. પ્રથમ મહત્ત્વનું સાધન હોય તો એ છે પત્તીરાડું ૨) પત્તારૂં - પતા, પાંદડા કે પત્રકો જે આજે પાના કે પૃષ્ઠથી ઓળખાય છે. “આ દેશના આદ્ય સાહિત્યકારો અને લેખકો સામે જે જે વસ્તુઓ હતી તેમાં વૃક્ષો મુખ્ય હતાં એઓએ લખવાની પ્રેરણા થતાં વૃક્ષોનાં પાંદડાનો ઉપયોગ પહેલો કર્યો. તદુપરાંત પોતાના લેખ્ય અંશોના ભિન્ન ભિન્ન વિભાગ બતાવવા તે તે અંશોને સ્કંધ, કાંડ, શાખા, વલ્લી કે સૂત્ર વગેરે નામો પણ આપ્યાં; જે વૃક્ષના અંશોવિશેષોને જણાવવાને પહેલેથી જ પ્રસિદ્ધ છે. આ રીતે એક યુગમાં લેખનકળા અને વૃક્ષો Page #56 -------------------------------------------------------------------------- ________________ પ૧ જીવવિચાર રાસ એક અધ્યયન વચ્ચે ગાઢી સગાઈ જામી હતી એ વાત ભૂલી શકાય તેમ નથી.” | (સન્મતિ પ્રકરણ સૂત્ર પૃ. ૪) લખવાના માધ્યમ તરીકે તાડપત્રો કે ભોજપત્રો હતા. મુદ્રણકળા, છાપખાનાને કારણે આજે તાડપત્ર પર લખવાની રીતિ લગભગ ભુલાઈ ગઈ છે. આજથી પચીસ વર્ષ પહેલાં ગુજરાત તેમ જ મારવાડમાં પરંપરાગત લહિયાઓ હતા, જે સુંદર લિપિ તેમ જ સામેના આદર્શ જેવો જ આદર્શ નકલ લખતા પરંતુ મુદ્રણકળાના યુગમાં તેમની પાસે પુસ્તકો લખાવનારા ઘટતા ગયા જેથી આજીવિકાથે તેમને પણ આ કળા છોડવી પડી. હસ્તપ્રતો સૈકાઓમાં જીવે છે જયારે છપાયેલા ગ્રંથો દશકાઓમાં. એ વાત ધ્યાનમાં આવતા. “મૃતગંગા” પ્રોજેક્ટ દ્વારા પુનઃ લહિયાઓની ટીમ તેમાં જ હસ્તલેખનનું કાર્ય શરૂ થયું છે. (વર્ધમાન શ્રુતગંગા, શ્રુત મદિર, ડાયમંડ બિલ્ડિંગ, ૩ જો માળે, ૧૩૪, લુહારચાલ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨) પૂ. મુનિશ્રી પુણ્યવિજય મહારાજે જણાવ્યા અનુસાર ‘તાડપત્ર પર જે લીલાપણું તેમ જ ચળકાર હોય છે તે શાહીને ટકવા હેતું નથી તે કાઢી નાખવાની વિધિ મળી શકતી નથી. આવી સ્થિતિમાં આ કળાનાં સાધનો વિષે જે કોઈ માહિતી મળે તે નોંધી રાખવી જોઈએ. આ કળા ભાવિ ઈતિહાસકારને ઉપયોગી થાય એ દૃષ્ટિથી મેં મને મળેલી હકીકતો આ લેખમાં સંગ્રહી છે.” (‘પુરાતત્ત્વ સૈમાસિકને આધારે શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૪) એ માહિતીના કેટલાક અંશ હું અહી રજુ કરું છું. તાડપત્ર, કાગળ આદિ તાડપત્ર - તાડના ઝાડ બે પ્રકારના થાય છે (૧) ખરતાડ અને (૨) શ્રીતાડ ૧) ખરતાડ - આ વૃક્ષનાં પત્રો સ્થૂળ, લંબાઈ - પહોળાઈમાં ટૂંકા તેમ જ નવાં હોય ત્યારે પણ સહેજ ટક્કાર કે આંચકો લાગતાં તૂટી જાય તેવાં બરડ હોય છે. માટે પુસ્તક લખવાના કાર્યમાં તેનો ઉપયોગ થતો નથી.ગુજરાતમાં આજે પણ એના વૃક્ષો છે. વિશ્વના ઈતિહાસમાં સર્વપ્રથમ મિશ્રવાસી લોકો દ્વારા તાડપત્રના ઉપયોગનો ઉલ્લેખ છે. ૨) શ્રી તાડ - મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં થાય છે. તેના પાંદડા (પત્ર) સ્લણ, લાંબા, પહોળાં તેમ જ સુકુમાર હોવાથી ઘણા વાળવામાં આવે તો પણ તૂટતા નથી. માટે લેખનકાર્ય માટે, પુસ્તક-ગ્રંથ માટે ઉપયોગી છે. પ્રાચીન કાળમાં લખવાથી પહેલા તાડપત્રને ઝાડ પરથી કાપીને પાણીમાં ડુબાડીને કેટલાક દિવસ સુધી રખાય છે. પાણીમાંથી કાઢીને છાયડામાં સુકાવ્યા પછી આવશ્યકતા અનુસાર આ તાડપત્રોને સાંધામાંથી કાપીને પર્યાપ્ત લાંબી, પહોળી એકથી પાંચ ઈંચ સુધીની પટ્ટીઓ કાઢવામાં આવે છે. એમાંથી જેટલી Page #57 -------------------------------------------------------------------------- ________________ પર શ્રાવક કવિ ઋષભદાસ કૃત લંબાઈનાં પત્ર (પાના) બનાવવા હોય એટલા કાપી લેવાના જેનાથી એ લખવાના કામમાં આવે. એને શંખ, કોડી કે લીસા પથ્થર આદિથી ઘસીને લખવાયોગ્ય બનાવતા હતા. કાગળ - ભારતમાં કાગળ પ્રાચીન કાળથી બનતા હતા તે નીચેના અવતરણ પરથી ખ્યાલ આવે છે. ‘ઈ.સ. પૂર્વે ચોથા સૈકામાં ચડી આવેલા બાદશાહ સિકંદરનો સેનાપતિ નિઆર્કસ પોતાના યુદ્ધ વૃત્તાંતમાં લખે છે કે “મારતવાસી લોકો ને છૂટી ફૂટીને છ વનાવતા.” આ ઉપરથી આપણે ત્યાં કાગળો બનાવવાનો પ્રઘાત પણ ઘણો જૂનો જણાય છે. અહીં બનતા એ કાગળો સારા ટકાઉ હતા.” (સન્મતિ પ્રકરણ (સિદ્ધસેન દિવાકર કૃત) - અ. સુખલાલ સંઘવી. અ. બેચરદાસ દોશી. પૃ. ૪) ગુજરાતમાં પુસ્તકો લખવા માટે અમદાવાદી તેમ જ કાશ્મીરી કાગળનો ઉપયોગ થાય છે. કાશ્મીરી કાગળો સૌથી વધારે ટકાઉ છે. આ કાગળો રેશમના બનતા હોઈ એટલા બધા મજબૂત હોય છે કે તેને ઘણા જોરથી આંચકો મારવામાં આવે તો પણ ફાટે નહિ. જો કે આ કાગળ ત્યાંના સરકારી ખાતામાં વપરાય છે માટે ઓછા મળે છે તેથી અમદાવાદી કાગળનો ઉપયોગ વધારે થાય છે. | (સન્મતિ પ્રકરણ પૃ. ૯૪) બીજા સાંગાનેરી કાગળ જયપુર રાજસ્થાનમાં પ્રાપ્ય છે તે પણ કાશ્મીરી કાગળ. જેવા ટકાઉ છે. ૭૦૦ થી ૯૦૦ વર્ષ ટકે છે. તે શણના માવામાંથી બને છે. (ભગવદ્ ગોમંડળ - લે. ભગવતસિંહજી. પૃ. ૬૮૨૬) ખાદી કાગળ ૧૦૦ થી ૧૫૦ વર્ષ ટકે છે. મીલના કાગળ ૫૦ -૧૦૦ વર્ષ ટકે છે. ભો૫ત્ર - એક જાતના ઝાડની પાતળી આંતર છાલ. આગળ જ્યારે કાગળ ન હતા ત્યારે એની ઉપર લખાણ લખાતાં હતાં હાલમાં એના પાન મંત્ર-યંત્રમાં કામ આવે છે. (શ્રુત કલ્યાણ વિશેષાંક પૃ. ૯૪). આ બધામાં તાડપત્ર અતિ ઉત્તમ. કાશ્મીરી, સાંગાનેરી કાગળ ઉત્તમ, ખડતાલ તાડપત્ર મધ્યમ, ખાદી કાગળ જઘન્ય, મીલના કાગળ અતિજઘન્ય છે. (શ્રુત કલ્યાણ વિશેષાંક સં. કીરચંદ જે. શેઠ, મનોજ શેઠ - ૨૦૦૬, પૃ. ૯૪) બીજી સદીના મનાયેલાં તાડપત્રના અને ચોથી સદીના મનાયેલાં ભોજપત્રનાં લિખિત પાના આજે પણ ઉપલબ્ધ છે. (સન્મતિ પ્રકરણ પૃ. ૪) કપડું – ઘઉંના આટાની ખોળ બનાવી તેને કપડા પર લગાડવી તે સુકાઈ ગયા પછી તે કપડાને અકીકના અગર તેવા કોઈ પણ પ્રકારના ઘંટા વડે ઘૂંટવાથી તે કપડું લખવાને લાયક બને છે. કપડાનો ઉપયોગ પુસ્તક લખવા કરતાં મંત્રવિદ્યા Page #58 -------------------------------------------------------------------------- ________________ બરથમવાર 'D Rવાલ Eા ; केडगामे।क्षापा निराकरण नागदसण लासलया। તિ50 #મg1 फमामि श्मांडा अतीव શaRe प्रभाविप શ્રી "પ્રાચીનતાનો અદ્વિતીય કૃdf6: CI[પાd diઝીશહિ થાવકો દ્વારા ઉત્કીર્ણન શાયેલ diડપત્રીય તેમજ હાનીરી પર આલેખીત હરાવેલ મંત્ર-તંત્ર-યંત્ર-ચરિત્ર ઉપશાહિ પ્રdઘદર્શન... સંગીu૨ વરHપાલ લિuિld શાસ્ત્ર શંખહ, श्रुतविनाश • Motifiડારની દેખરેખમાં ઇચ્છારી-ઉRIઈ ઉંધાઠિelી દ્વારા dadrશ. • જહાજો પીd બ્રિટીશ શાસ0માં વિદેશ Loથો જવાયા. , મોragI0માં ઇ ઈ ક્ષહિdI TIળીને લારd IIRIJI.. Page #59 -------------------------------------------------------------------------- ________________ ज्ञान... ज्ञानी अने ज्ञानोपारानी पूना से ज्ञानावर शीय हर्भ क्षयनो पोथी . श्रेष्ठ उपाय छे. पठानुं खोणीयुं • ● सापडी. X • ताडपत्र पीणीशाही ● सुशोभित ग्रन्थ पूंठा • • साहु पूंठु अंजी. सांगानेरीय जगण • हिरामण • • छाउनुं सोणीयुं डाष्ठभय. छामी • तथा म३ डेटाम 1. पाटी • शाहीनी मोटल • दादाशाही साडीह • ਬਾਹਲੀ ਰੀਜ ਕੀਤੀ श्रीौजन्य : श्री. मी वाघ भावाचा गूँजाबा ग्रन्थपेटी. शाहीनी गवान • वारणानी छीवाडी. • भाट • गुहर Page #60 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૩ આદિના પટો લખવા, ચીતરવા માટે વધારે કરાતો અને હજી પણ કરાય છે. અત્યારે પં.પ્ર. અમૃસાગરજી આ. આનું સ્થાન ડ્રેસિંગ કલોથે લીધું છે. (શ્રુત સાગર પદ પ્રદાન મહોત્સવ વિશેષાંક, મનોજ જૈન. પૃ. ૬૦) પુસ્તકો લખવા માટે તાડપત્ર અને કાગળનો જ બહોળો ઉપયોગ થયો છે. લખવા માટે વપરાતા સાધનો : લેખનકળામાં બીજા નંબરે છે કલમ. લેખણ કલમ - લેખણ - કલમ માટે અનેક પ્રકારના બરુ વપરાતાં અને વપરાય છે. જેમ કે તજિયાં બરુ, કાળા બરુ આદિ. આમાં તજિયાં બરુ તજની માફક પોલાં હોય છે માટે ‘તજિયા’ એ નામથી ઓળખાય છે. એ સ્વભાવે બરડ હોય છે તથાપિ તેમાં એક ગુણ એ છે કે તેનાથી કેટલુંય લખીએ તો પણ તેની અણીમાં કૂચો પડતો નથી. એ અપેક્ષાએ કાળા બરુ બીજે નંબરે ગણાય, વાંસના બરુ પણ ઠીક ગણી શકાય. ૮ થી ૯ આંગળની લંબાઈ હોય. લખનારના હાથના વળાંક મુજબ એ કલમ પકડવાની ટેવ મુજબ તેની ઉપર સીધો કે વાંકો કાપો પાડવામાં આવે છે. - લેખિનીના ગુણ દોષ વિષયક નીચે પ્રમાણે દોહરો મળે છે. ‘માથે ગ્રંથી મત (મતિ) હરે, બીચ ગ્રંથી ધન ખાય ચાર તસુની લેખણે, લખનારો કટ જાય.’ (શ્રુત કલ્યાણ વિશેષાંક એવા ભાવનો એક શ્લોક પણ છે. ૨૦૦૬ પૃ. ૬૫) 'आद्यग्रन्थिहरेदायुः मध्य ग्रन्थिहरेद् धनम् । अन्त्यग्रन्थिर्हरेत् सौरव्यं, निर्ग्रन्थिर्लेविनी शुभा ।।' આ ઉપરાંત અક્ષર ઘૂંટવાના સાધનનું નામ ‘લલિત વિસ્તરા’માં આવે છે, જે વર્ણતિરક કહેવાયછે. તેનું ગુજરાતી નામ વતરણું છે વર્ણતિલક શબ્દ વર્ણ અને તિરક એમ બે શબ્દોનો બનેલો છે. એનો અર્થ તિલક કરવાના સાધન જેવું અક્ષર લખવાનું સાધન કે તિલક વૃક્ષના લાકડામાંથી બનેલું સાધન કે તીર જેવું સાધન એવો થાય છે. (સન્મતિ પ્રકરણ પૃ. ૫) તાડપત્ર પર કલમને બદલે લોઢાના અણીદાર સળિયાનો ઉપયોગ કરાય છે. પીંછી - આનો ઉપયોગ પુસ્તક શુદ્ધિ માટે કરાય છે. (રબરનું કામ કરે છે.) જેમ કે ૫ નો ૫, બ નો ૫, મ નો ન કરવો હોય, કોઈ અક્ષર કે પંક્તિ કાઢી નાખવી હોય અથવા એક અક્ષરને બદલે બીજો અક્ષર કરવો હોય, ત્યારે હરિતાલ કે સફેદાને તે નકામા ભાગ પર લગાડતાં જોઈતો અક્ષર બની જાય. આપણા પુસ્તક શોધનમાં ખિસકોલીના પૂંછડાના વાળને કબુતરના પીંછાના આગલા ભાગમાં પરોવીને બનાવેલી પીંછી વધારે સહાયક થાય છે. કારણ કે આ વાળ કુદરતે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જ એવા ગોઠવેલા હોય છે કે તેને આપણે ગોઠવાની જરૂર રહેતી નથી, તેમ જ એકાએક સડી કે તૂટી પણ જતા નથી. આ વાળને કબુતરના પીંછામાં પરોવવાનો વિધિ પ્રત્યક્ષ જોવાથી સહજમાં સમજી શકાય તેવો છે. - (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૫) જુબળ • કલમથી લીટીઓ આલેખતાં કલમ બૂઠી થઈ જાય, માટે લીટીઓ આલેખવા માટે આનો ઉપયોગ કરાતો. આ લોઢાનું હોય છે અને એનો આકાર આગળથી ચીપિયા જેવો હોય છે. શાહી જેનાથી અક્ષરો પાડવામાં આવે તે. “જિતના કાજળ બોળ, તેથી દૂણા ગુંદ ઝબોળ, જો રસ ભાંગરાનો ભળે, અક્ષરે અક્ષરે દીવા બળે” કાજળ તાંબા અથવા કાંસાના દીવામાં તલનું તેલ લઈ દીવો પેટાવવામાં આવે તેને ચારે બાજુથી ઢાંકી દઈ ઉપરની બાજુએ કાંસાની થાળી ધરી મેશ (કાજળ) ભેગી કરવી. અંદાજે એક શેર જેટલું તેલ બળે ત્યારે એક તોલા જેટલી મેશ તૈયાર થાય. ૧૦૦ ગ્રામ મેશ દીઠ ૧૫૦ ગ્રામ હીરાબોળ અને ૨૫૦ ગ્રામ દેશી બાવળ કે લીમડાનો ગુંદર લેવો, કાજળને ગૌમૂત્રમાં કલવવી, હીરાબેળ અને ગુંદરને ૧૨૧૬ કલાક પાણીમાં પલાળીને નરમ બનાવવા. પછી ત્રણેને ત્રાંબા-લોઢા કે કાંસાની કડાઈમાં કપડાથી ગાળીને ભેળવવી. પછી એ મિશ્રણને ત્રાંબાની ખોળી ચડાવેલા લીમડાના કે અકીકના લાકડાના ઘૂંટાથી ૮૦ થી ૧૦૦ કલાક ઘૂંટવામાં આવે ત્યારે અસલ દેશી સાહી તૈયાર થાય. ઘૂંટાતા ઘૂંટાતા તેમાં પાણી સ્વયં શોષાઈ જાય ત્યારે તેને સુકાવી દેવી. એમાં જરૂર હોય ત્યારે પાણી નાંખી ભીંજાવીને ઘૂંટવાથી લખવાની શાહી તૈયાર થાય છે. આ શાહી સેંકડો વર્ષ સુધી ટકે છે. જો ભાંગરાનો રસ મળે તો ઉપર્યુક્ત ત્રણ વસ્તુ નાંખતી વખતે જ નાંખવો જેથી શાહી ઘણી જ ભભકાવાળી અને તેજદાર થશે. (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૬) સોનેરી રૂપેરી શાહી સ્વચ્છ ગુંદરના પાણીને કાચની અથવા બીજી કોઈ સારી રકાબીમાં ચોપડતા જવું અને સોનાની કે ચાંદીની જે શાહી બનાવવી હોય તેનો વરક (વરખ) લઈ તેના ઉપર વળે નહીં તેવી રીતે લગાડવો અને આંગળાથી તેને ઘૂંટવો. આ પ્રમાણે કરવાથી થોડી વારમાં જ તેનો ભૂકા થઈ જશે. તદનંતર પુનઃ પણ ગુંદર લગાડી વરક લગાડતા જવું અને ઘૂંટતા જવું. આ રીતે તૈયાર થયેલા ભૂકામાં સાકરનું પાણી નાખી તેને હલાવી દેવો. જ્યારે ભૂકો ઠરીને નીચે બેસી જાય ત્યારે તેમાંનું પાણી ધીરે ધીરે બહાર કાઢવું. આમ ત્રણ ચાર વાર કરવાથી જે સોના ચાંદીનો ભૂકો રહે એ જ આપણી તૈયાર શાહી. આમાં સાકરનું પાણી નાખવાથી ગુંદરની ચીકાશનો નાશ થાય છે અને સોના - ચાંદીના તેજનો હ્રાસ Page #62 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન પપ થતો નથી. (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૬) સોનેરી અગર રૂપેરી શાહીથી લખવાના પાનાઓને કાળા, જૂ, લાલ, જામલી આદિ રંગથી રંગી ઘૂંટવા પછી સોનેરી શાહીથી લખવું હોય તો હરિતાલા અને રૂપેરી શાહીથી લખવું હોય તો સફેદાથી અક્ષરો લખી તે અક્ષરો ભીના હોય ત્યારે જ તેના ઉપર સોના ચાંદીની શાહીને પીંછી વડે પૂરવી સુકાયા બાદ તે પાનાંને અકીક કે કસોટીના ઘંટા વડે ઘૂંટવાથી તે અક્ષરો ઓપ ચડાવેલ સોના રૂપાના ઘરેણાની માફક તેજવાળા દેખાશે. સોના રૂપાની સહીવાળાપત્રો વધારે ટકે છે. સુવર્ણાક્ષરીય લેખનકળા શ્રુતજ્ઞાનને શતાયુ કે સહસ્ત્રાયુ બક્ષનાર છે. (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૭) હિંગળોક – કાચો હિંગળોક જે ગાંગડા જેવો હોય છે અને જેમાંથી વૈદ્યો પારો કાઢે છે તેને ખરલમાં નાખી તેમાં સાકરનું પાણી નાખી ખૂબ ઘૂંટવો પછી તેને ઠરવા. દઈ ઉપર જે પીળાશ પડતું પાણી હોય તેને બહાર કાઢી નાંખવું. પુનઃ તેમાં સાકરનું પાણી નાખી ખૂબ ઘૂંટવા ઠર્યા પછી ઉપર આવેલ પીળાશ પડતા પાણીને પૂર્વવત્, બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જયાં સુધી પીળાશનો ભાગ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. આ રીતે વીસ - પચીસ વખત કરવા પર શુદ્ધ લાલ સુરખ જેવો હિંગળોક થાય છે. તે શુદ્ધ હિંગળોકમાં સાકરનું પાણી અને ગુંદરનું પાણી નાખતા જવું એ વખતે એટલું ધ્યાનમાં રાખવું કે ગુંદરનું પ્રમાણ વધારે ન થાય. તે માટે વચ - વચ માં ખાતરી કરતાં રહેવું. એટલે કે એક પાના ઉપર તે હિંગળોકના આંગળી વડે ટીકા કરી તે પાનાને હવાવાળી જગ્યામાં બેવડું વાળીને મૂકવું જો તે પાનું ન ચુંટે તો ગુંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવું અને નખથી ખોતરતાં સહજમાં ઊખડી જાય તો ગુંદર નાખવાની જરૂર છે એમ જાણવું સાકરનું પાણી એક બે વખત જ નાખવું. આ પ્રમાણે તૈયાર થયેલ હીંગળોકનો ઉપયોગ લાલ શાહી રૂપે કરાય છે. હરિતાલ - દગડી અને વરગી બે પ્રકારની હરિતાલ પૈકી આપણા પુસ્તક સંશોધનમાં વરગી હરિતાલ ઊપયોગી છે. આને ભાંગતા વચમાં સોનેરી વરકના જેવી પત્રીઓ દેખાય છે માટે તેને વાગી હરિતાલ એ નામથી ઓળખવામાં આવે (કૃત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૬) આ હરિતાલને ખરલમાં નાખી તેને ખૂબ ઝીણી વાટવી અને તેને જાડા કપડામાં જેમાંથી ઘણી જ મહેનતે ચાળી શકાય તેવા કપડામાં ચાળવી ત્યાર પછી ખરલમાં નાખી ખૂબ લસોટવી પછી તેમાં ગુંદરનું પાણી નાખતા જવું અને ઘૂંટતા જવું ગુંદરનો ભાગ વધારે પડતો ન થાય એ માટે વચ-વચમાં હિંગળોકની પેઠે ખાતરી કરતા રહેવું. | (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૬) સફેદો – રંગવા માટે જે સૂકો સફેદો આવે છે, તેમાં ગુંદરનું પાણી નાખી ખૂબ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઘુંટવાથી તૈયાર થતાં તેનો પુસ્તક સંશોધન માટે ઉપયોગ કરાય છે. અષ્ટગંધ-મંત્રાક્ષરો લખવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં અગર, તગર, ગોરોચન, કસ્તૂરી, રક્તચંદન, ચંદન, સિંદૂર અને કેસર એ આઠ દ્રવ્યોનું મિશ્રણ થવાથી તેનું નામ અષ્ટગંધ કહેવાય છે. ચક્ષકઈમ – આનો ઉપયોગ પણ મંત્રો લખવા માટે કરાય છે (૧) ચંદન (૨) કેસર (૩) અગર (૪) બરાસ (૫)કસ્તુરી (૬) મરચકંકોલ (૭) ગોરોચન (૮) હિગળોક (૯) રતંજણી (૧૦) સોનાના વરક અને (૧૧) અંબર આ અગિયાર દ્રવ્યના મિશ્રણથી બને છે. ઉપર બતાવેલ વિધિથી તૈયાર થયેલ શાહી હીંગળોક, હરતાલ, સફેદા આદિને એક થાળીમાં તેલ ચોપડી તેમાં તેની વડીઓ પાડી સૂકાવી દેવી પછી જયારે જરૂર પડે ત્યારે તેમાં માત્ર પાણી નાખવાથી જ તે કામમાં આવી શકશે. લિપ્યાસન – ખડિયો લિપ્યાસન એટલે લિપિને દૃશ્યરૂપ ધારણ કરવા માટેના મુખ્ય સાધન શાહીનું આસન સિધ્યાસનં મીમાનનમિત્વ' શાહીને ભરવાનું - રાખવાનું સાધન. છંદણ અને સાંકળ - છંદણ એટલે ખડિયાનું ઢાંકણ અને ખડિયાને લઈ - જવા - લાવવામાં કે તે ઠોકરે ન ચડે એ માટે તેને ઊંચે લટકાવવામાં સગવડ રહે એ માટે તેના ગળામાં સાંકળ બાંધવામાં આવતી. હસ્તપ્રત સુરક્ષાના ઉપાયો : હવીયાગો - કંબીકા - તાડપત્રીય લિખિત પુસ્તકના રક્ષણ માટે તેની ઉપર અને નીચે લાકડાની ચીપો - પાટીઓ રાખવામાં આવતી, તે કંબિકા છે. સૂત્રકારે બધાં ઉપકરણો રત્ન અને વજમય વર્ણવેલાં છે, સાદી દષ્ટિએ વિચારીએ તો એ ઉલ્લેખ તાડપત્રનાં પુસ્તકોને બરાબર બંધ બેસે એવા છે. તાડપત્ર વગેરેના પુસ્તકના રક્ષણ માટે ઉપર નીચે જે બે પાટીઓ રાખવામાં આવે છે તેનું નામ કંબિકા છે. (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૬) જો કે પૂ. સા. શ્રી મલયગિરિ સૂરિજી મ. એ ટીકામાં ‘ન્ડિઃ પૃષ્ઠઃ તિ માવ:' અર્થાત્ બે કંબિકા એટલે બે પૂઠાં અર્થાત્ પુસ્તકની બે પૂઠે એટલે કે ઉપર - નીચે મૂકાતી લાકડાની બે પાટીઓ કે પાઠાં અથવા પૂઠાં એમ દ્વિવચનથી જણાવ્યું છે. એટલે એ ઠેકાણે કંબિકા શબ્દનો અર્થ પુસ્તકના રક્ષણ માટે તેની ઉપર નીચે રખાતી પાટીઓ જ કરવો જોઈએ. આ પાટીઓનો ઉપયોગ તેના ઉપર પાનાં રાખી પુસ્તક વાંચવા માટે પણ થઈ શકે છે. કંબીકાથી પાનાઓ વળે નહિ, ફાટે નહિ, હવાથી ઊડે નહિ અર્થાત્ સુરક્ષિત રહે છે. દોરો - તાડપત્રીય પુસ્તકો સ્વાભાવિક રીતે પહોળાઈમાં સાંકડા અને લંબાઈમાં વધારે પ્રમાણમાં હોઈ તેમ જ તેનાં પાનામાં કાગળની જેમ એક બીજા ને વળગી Page #64 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન પ૭ રહેવાનો ગુણ ન હોવાથી તેનાં પાનાં ખસી પડી વારંવાર સેળભેળ કે અસ્તવ્યસ્ત થઈ ન જાય અને પાઠનપઠનમાં વ્યાઘાત ન પડે, એ માટે પુસ્તકની લંબાઈના પ્રમાણમાં પાનાની વચમાં એક અગર બે કાણાં પાડી તેમાં કાયમને માટે લાંબો દોરો પરોવી રાખવામાં આવતો. આ રિવાજ કાગળ ઉપર લખાતાં પુસ્તકો માટે શરૂ શરૂમાં ચાલુ રહેવા છતા એના પાનાં પહોળા હોઈ તાડપત્રીય પુસ્તકોની જેમ એકાએક તેના ખસી પડવાનો કે સેળભેળ થઈ જવાનો સંભવ નહિ હોવાથી આજે લુપ્ત થઈ ગયેલો જણાય છે. પણ એ રિવાજની યાદગીરી રૂપે કાગળની ઘણી હસ્તપ્રતોમાં લહિયાઓ પાનાની વચમાં ) [ ] આવા અથવા ચિત્રવિચિત્ર આકારની કોરી જગ્યાઓ રાખતા આવ્યા છે. માત્ર આપણી ચાલુ ૨૦ મી સદીમાં જ આ રિવાજ ગણ તેમ જ લગભગ અદશ્ય થઈ ગયો છે એનું એક કારણ એ છે કે પાના છૂટાં રાખવાની પદ્ધતિ અને પાના છૂટાં રાખવાની એ પદ્ધતિ પણ એક પાનું હાથમાં રાખીને વાંચવાની સગવડને લીધે શરૂ થઈ હોય એમ લાગે છે. | (સન્મતિ પ્રકરણ પૃ. ૩૮) ગ્રન્થિ - તાડપત્રના પાનામાં પરોવાતા દોરાની શરૂઆતમાં અને છેડે દોરો પરોવ્યા પછી તે નીકળી ન જાય તે માટે જે બે લખોટા કે તેના જેવું બીજું કાંઈ બાંધવામાં આવતું તેનું નામ સૂત્રકારે ગ્રંથિ આપ્યું છે. અત્યારે ઉપલબ્ધ થતાં તાડપત્રોમાં આ ગ્રંથિ મળી આવે છે. (સન્મતિ પ્રકરણ પૃ. ૩૮) આમ રાયપ્રશ્નીય સૂત્રમાં પુસ્તકના સર્વ સાધનોનો ઉલ્લેખ છે. તેનું અહીં સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. પુસ્તક રક્ષણ – હસ્તલિખિત પુસ્તકોની શાહીમાં ગુંદર આવતો હોવાથી વર્ષાઋતુમાં તે ચોંટી જવાનો ભય રહે છે. માટે તે ઋતુમાં પુસ્તકોને હવા ન લાગે તેમ સુરક્ષિતા રાખવા જોઈએ આ જ કારણથી હસ્તલિખિત પુસ્તકોને સારી રીતે મજબૂત બાંધી કાગળના, ચામડાના કે લાકડાના ડાબડામાં મૂકી કબાટમાં કે મજૂસ (મંજૂષા) માં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. તેમ જ ખાસ પ્રયોજન વગર વર્ષાઋતુમાં વરસાદ ન વરસતો હોય ત્યારે પણ લિખિત પુસ્તક ભંડારોને ઉઘાડવામાં આવતા નથી. કોઈ પુસ્તકની શાહીમાં ગુંદરનો ભાગ પ્રમાણ કરતાં વધારે પડેલો હોય ને ચિપકવાનો ભય લાગતો હોય તો તેનાં પાનાઓ પર ગુલાલ છાંટી દેવો - ભભરાવવો એટલે ચોંટી જવાનો ભય અલ્પ થઈ જશે. એંટેલું પુસ્તક – અગર કોઈ પણ રીતે પુસ્તક ચોંટી ગયું હોય તો તે પુસ્તકને પાણીયારાની કોરી જગ્યામાં હવા લાગે તેવી રીતે અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ હવાવાળી માટલી કે ઘડામાં મૂકવું પછી તેને હવા લાગતાં તે પુસ્તકના એક એક પાનાને ફૂંક મારી ધીરે ધીરે ઉખાડતા જવું જો વધારે ચોંટી ગયું હોય તો વધારે વાર હવામાં રાખવું પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. આ ઉપાય કાગળના પુસ્તક માટે સમજવો. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત - જો તાડપત્રનું પુસ્તક ચોંટી ગયું હોય તો કપડાને પાણીમાં ભીંજવી તેને પુસ્તકની આસપાસ લપેટવું જેમ જેમ પાનાં હવાવાળાં થતા જાય તેમ તેમ ઉખાડતા રહેવું. તાડપત્રીની શાહી પાકી હોવાથી તેની આસપાસ ભીનું કપડું લપેટવા છતાં તેના અક્ષરો ખરાબ થવાનો ભય રહેતો નથી. તેમ જ વર્ષમાં એકાદ વખત બધા પુસ્તકોનું પડિલેહણ કરી તાપમાં રાખવા, જેથી ભેજ વગેરે લાગ્યા હોય તે દૂર થઈ જાય. ઘોડાવજ - કપડાં પુસ્તકો વગેરેમાં જીવાત ન પડે તે માટે ઘોડાવજનું ચૂર્ણ પાતળા સુતરાઉ કપડામાં બાંધી નાની નાની પોટલીઓ બનાવીને પુસ્તકોની વચ્ચે રાખવી જેથી જીવાત પડે નહિ. એકાદ વર્ષે ઘોડાવજની અસર ઓછી થાય માટે વરસે બદલાવી નાખવી. તમાકુની પોટલી પણ રાખી શકાય. લહિયાઓ પણ ગ્રંથ સંરક્ષણ માટે એમના લખેલા પુસ્તકોનાં છેલ્લા પાને ખાસ એની નોંધ લખતા જે નીચે મુજબ છે. ___ अष्टदोषान्मतिविभ्रंमाद्वा, यदर्थहीनं लिखितं मयात्र। तन्मार्जयित्वा परिशोधनीयं, कोपं न कुर्यात् खलु लेखकस्य ||१|| यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया। यदि शुद्धमशुद्धं वा, मम दोषो न दीयते||२|| जले रक्षेत् स्थले रक्षेत्, रक्षेत् शिथिलबन्धनात्। मुर्खहस्ते न दातव्या, एवं वर्दात પુસ્તિel/I3II अग्ने रक्षेत् जलाद् रक्षेद, मूषकाच्च विशेषतः। कष्टेन लिखितं शास्त्रं, यत्नेन રિપબિત Is|| भग्नपृष्ठिकटिग्रीवा, वक्रदृष्टिरधोमुखम् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन રિપબિતUIII उदकानिलचौरेभ्यो, मूषकेभ्यो विशेषतः। कष्टेन लिखितं शास्त्रं, यत्नेन પરિપલિયેાધિ | बद्धमुष्टिकटिग्रीवा, मन्ददृष्टिरधोमुखम् । कष्टेन लक्ष्यते (लिख्यते) ग्रंथः यत्नेन परिपालयेत्॥७॥ એ પદ્યોનો સાર આ પ્રમાણે છે. આ પુસ્તકને બહુ કષ્ટથી લખ્યું છે લખતાં લખતાં પીઠ, ડોક, કેડ વાંકા વળી ગયા છે; નજર વાંકી થઈ ગઈ છે, નીચું મોઢું રાખીને. લખ્યા જ કર્યું છે. માટે આવા મોંઘા પુસ્તકને પાણીથી, અગ્નિથી, હવાથી, ઉંદરથી, જલથી અને ચોરથી બચાવવું. ઢીલા બંધનમાં બાંધી એનો નાશ ન કરતાં યત્નથી રક્ષણ કરવું. અમે તો અભણ છીએ એટલે જેવું સામે પુસ્તક આવ્યું તેની તેવી જ નકલ કરી છે. ક્યાંય ભૂલ હોય તો પંડિતોએ કોપ ન કરતાં સુધારી લેવી. | (સન્મતિ પ્રકરણ પૃ. ૪૩). અભણ મનાતા લહિયાએ આ શ્લોક લખ્યા હોય એ એક આશ્ચર્ય છે. આ કોઈ Page #66 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન પ૯ પાસે લખાવીને લખ્યા હોય અથવા લખનાર લહિયો અભણ નહિ હોય. ટૂંકમાં કષ્ટપૂર્વક લખાયેલા મહામૂલા પુસ્તકોની સુરક્ષા કરી નષ્ટ થતા અટકાવવા જોઈએ. જેનuતલેખન અને સજાવટ પર એટલું ધ્યાન આપવામાં આવતું હતું કે એકવાર જોવા માત્રથી એની સુઘડતા સુંદરતાના આધારે જ ખબર પડી જાય કે આ જેનuત છે કે અન્ય. પૂર્વાચાર્યોએ જેટલું ધ્યાન લેખન પર આપ્યું તેટલું જ ધ્યાન સંરક્ષણ પર આપ્યું ગ્રંથોને રેશમી અથવા લાલ મોટા કપડામાં લપેટીને ખૂબ મજબૂતીથી બાંધીને લાકડા અથવા કાગળની બનેલ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવતા હતા. જ્ઞાનને જ સમર્પિત જ્ઞાનપંચમી જેવા તહેવારો પર તે ગ્રંથોનું પ્રતિલેખન - પડિલેખન - પ્રમાર્જન કરવામાં આવતું હતું. (મૃત સાગર - મૃ. ૧૩૦) જ્ઞાન પંચમી - કાર્તિક શુક્લ પંચમી જ્ઞાનપંચમીના નામે ઓળખાય છે. આ તિથિનું મહાભ્ય દરેક શુક્લ પંચમી કરતાં વિશેષ મનાય છે. તેનું કારણ એટલું જ કે વર્ષાઋતુને લીધે પુસ્તક ભંડારોમાં પેસી ગયેલી હવા પુસ્તકોને બાધકર્તા ના થાય. માટે તે પુસ્તકોને તાપ ખવડાવવો જોઈએ જેથી તેમાંનો ભેજ દૂર થતાં પુસ્તક પોતાના રૂપમાં કાયમ રહે. તેમ જ વર્ષાઋતુમાં પુસ્તક ભંડારને બંધબારણે રાખેલા હોઈ ઉઘઈ આદિ લાગવાનો સંભવ હોય તે પણ ધૂળકચરો આદિ દૂર થતાં દૂર થાય. આ મહાન કાર્ય સદાને માટે એકજ વ્યક્તિને કરવું અગવડ ભર્યું જ થાય. માટે કુશળ જેનાચાર્યોએ દરેક વ્યક્તિને જ્ઞાનભક્તિનું રહસ્ય અને તે દ્વારા થતા ફાયદાઓ સમજાવી તે તરફ આકર્ષવા પ્રયત્ન કર્યો. તે દિવસને માટે લોકો પણ પોતાના ગૃહવ્યાપારને છોડી યથાશક્ય આહારાદિકનો નિયમ કરી પૌષધવ્રત સ્વીકારી પુસ્તક રક્ષાના મહાન પુણ્યકાર્યમાં ભાગીદાર થાય છે. વર્ષાને લીધે તેમાં પેસી. ગયેલા ભેજને દૂર કરવા સહુથી સરસ અનુકૂળ અને વહેલામાં વહેલો સમય કાર્તિક માસ જ છે. તેમાં શરદઋતુની પ્રોઢાવસ્થા, સૂર્યના પ્રખર કિરણો તેમ જ વર્ષાઋતુની ભેજવાળી હવાનો અભાવ છે. (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૨ પૃ. ૬૭) સાથે ચાતુર્માસ ચાલુ હોવાથી ગુરૂભગવંતોનું માર્ગદર્શન પણ મળી રહે છે. ઉઘઈ આદિ જીવાત ન થાય એનું ધ્યાન રાખવાથી અહિંસાનું પાલન પણ આપોઆપ થઈ જાય છે. આ રીતે જ્ઞાન પંચમીનું ખૂબ મહત્ત્વ છે. હસ્તપ્રત સંબંધી કેટલાંક પારિભાષિક શબ્દો.(મુ.વિ.ક. માર્ચ ૨૦૦૬ પૃ. ૪ર) ૧ પ્રતિ- હસ્તલિખિત પુસ્તકને પ્રતિ નામથી ઓળખવામાં આવે છે. પ્રતિનો અર્થ પ્રતિકૃતિ, પ્રતિબિંબ કે પ્રતિનિધિ થાય છે, જેને આપણે આદર્શ કે નકલ કહીએ છીએ. એક પુસ્તક પરથી જે બીજું પુસ્તક લખવામાં આવ્યું હોય તે બીજું પુસ્તક મૂળ પુસ્તકને સ્થાને ઉપયોગમાં આવતું હોવાથી તેનું નામ પ્રતિકૃતિ, પ્રતિબિંબ કે પ્રતિનિધિ બરાબર બંધ બેસે છે. ગ્રંથકારે તદ્દન નવું જ પુસ્તક લખ્યું Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત હોય તે પણ પ્રતિની કોટિનું છે; કારણ કે એ ગ્રંથકારના વિચારદેહનું પ્રતિનિધિ છે. પ્રતિ શબ્દ પ્રતિકૃતિ, પ્રતિબિંબ કે પ્રતિનિધિનો ટૂંકો શબ્દ છે. જેમ શુક્લને બદલે શુ. અને દિવસ ને બદલે દિ. લખાય છે તેમ આખા પ્રતિકૃતિ વગેરે શબ્દો લખવાને બદલે પ્રતિ. શબ્દ રૂઢ થઈ ગયો છે. અને તે એક ખાસ જુદા શબ્દ તરીકે ગણાવા લાગ્યો છે. ૨ હાંસિયો-જિબ્બા-હસ્તલિખિત પુસ્તકની બે બાજુએ રખાતા માર્જિનને ‘હાંસિયો’ કહેવામાં આવે છે અને તેની ઉપર નીચેના ભાગમાં રખાતા માર્જિનને ‘જિલ્પા” (સં. નિકૂવા, પ્ર. નિરમા = ગુ. જીભ) તરીકે ઓળખવામાં આવે છે. ૩ હુંડી - પુસ્તકના હાંસિયાની ઉપરના ભાગમાં ગ્રંથનું નામ, પત્રાંક, અધ્યયન, સર્ગ, ઉચ્છવાસ વગેરે લખવામાં આવે છે તેને ઠંડી કહે છે. ૪ બીજક - ગ્રંથોના વિષયાનુક્રમને ‘બીજક' નામથી ઓળખાવામાં આવે છે. ૫ ગ્રંથાૐ - પુસ્તકની અંદર અક્ષર ગણીને ઉલ્લિખિત શ્લોક સંખ્યાને “ગ્રંથારું” કહે છે અને પુસ્તકના અંતમાં આપેલી ગ્રંથની સંપૂર્ણ શ્લોકસંખ્યાને ‘સર્વાગ્રં.” અથવા ‘સર્વગ્રંથાર્ગ' નામથી ઓળખવામાં આવે છે. ૬ નિર્યુતિ તથા ભાષ્ય - જેન મૂળ આગમો ઉપર રચાયેલી ગાથાબદ્ધ ટીકાને ‘નિર્યુક્તિ” કહેવામાં આવે છે. જેના મૂળ આગમ અને નિર્યક્તિ આ બંને ઉપર રચાયેલી વિસ્તૃત ગાથાબદ્ધ વ્યાખ્યાને ‘ભાષ્ય’ અને ‘મહાભાષ્ય” નામથી ઓળખવામાં આવે છે. ૭ વ્યાખ્યા સાહિત્ય - જેન આગમાદિ ગ્રંથો પર જે નાની મોટી સંસ્કૃત વ્યાખ્યાઓ હોય તેને વૃત્તિ, ટીકા, વ્યાખ્યા, ટિપ્પનક, અવચૂરિ, વાર્તિક, અવચૂર્ણ, વિષમપદવ્યાખ્યા, વિષમપદપર્યાય આદિ નામ આપવામાં આવે છે. ૮ સંગ્રહણી જેન મૂળ આગમોની ગાથાબદ્ધ વિષયાનુક્રમણિકાને તેમ જ સાક્ષાત. વિષય વર્ણનાત્મક ગાથાબદ્ધ પ્રકરણને તથા કેટલીક વાર પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિતા સંક્ષિપ્ત વ્યાખ્યાને પણ સંગ્રહણી નામ આપવામાં આવે છે. હસ્તપ્રતોના પ્રકાર : હસ્તપ્રતોના પ્રકાર : મુખ્યત્વે બે પ્રકાર છે. આંતરિક પ્રકાર અને બાહ્ય પ્રકાર. ૧) આંતરિક પ્રકાર – પુસ્તકની લખવાની ઢબ ઉપરથી પડેલા પ્રકારો. પુસ્તકો અનેક રૂપે લખાતા હતા જેમ કે ત્રિપાઠ, ફૂડ, ચિત્ર પુસ્તક વગેરે. અ) ત્રિપાઠ – જે પુસ્તકમાં વચ્ચે મોટા અક્ષરથી મૂળ ગ્રંથ તેની ઉપર અને નીચે તેની ટીકા કે ટબો લખવામાં આવે એમ ત્રણ પટ - વિભાગ માં લખાય તેને ત્રિપાઠ કે ત્રિપાટ કહેવામાં આવે છે. (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૨-૪૧) બ) પંચપાઠ - જે પુસ્તકની વચમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર નીચે તથા બે બાજુના હાંસિયામાં એમ પાંચ પટે - વિભાગે લખ્યું હોય તેને પંચપાઠ Page #68 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૬૧ કે પંચપાટ કહેવામાં આવે છે.(શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૨-૪૧) ક) મૂડ - જે પુસ્તકમાં કોઈ પણ જાતના વિભાગ સિવાય સળંગ લખવામાં આવ્યું હોય તેને સૂડ કહેવામાં આવે છે. આ સૂડનો શબ્દાર્થ કળી શકાતો નથી, પણ કદાચ સૂત્ર - સૂત્ત અને સૂડ થયું હોય. એટલે એકલાં મૂળ સૂત્રો કે એકલો મૂળ ભાગ જ લખવામાં આવ્યો હોય તેના ઉપરથી આ શબ્દનો પ્રચાર થયો હોય અને તેને બધે લાગુ કરવામાં આવ્યો હોય, અથવા સૂતરના તાંતણાની પેઠે સીધું લખાણ હોવાથી પણ સુડ કહેવાયું હોય (સન્મતિ પ્રકરણ પૃ.૧૧) શૂડ (શુઢ) ઊભી લખાયેલ.(મૃત સાગર - મૃ. ૧૨૭). ડ) ચિત્ર પુસ્તક - એ નામનો આશય મુખ્યત્વે લખાણની ખૂબીથી સ્વયં ઉત્પન્ન થતાં ચિત્રોથી છે. કેટલાક લેખકો પુસ્તક લખતાં અક્ષરોની વચમાં એવી ચીવટથી અને ખૂબીથી ખાલી જગ્યા છોડે છે કે જેથી અનેક જાતની ચિત્ર ચોકડીઓ ચોરસ, ત્રિકોણ, ષટ્ટોણ, વજ, છત્ર, સ્વસ્તિક, અગ્નિશિખા, ૐ, હિં વગેરેની આકૃતિઓ તેમજ લેખકે ધારેલી વ્યક્તિનું નામ, શ્લોક, ગાથા વગેરે આપણે જોઈ વાંચી શકીએ. આવી આકૃતિઓને કે ચિત્રોને મુનિ શ્રી પુણ્યવિજયજીએ ‘રિક્તલિપિચિત્ર' ના નામથી ઓળખવા જણાવેલ છે. આ જ પ્રમાણે કેટલાક લેખકો કાળી શાહીથી સળંગ લખાતા લખાણની વચમાંના અમુક અક્ષરોને એવી ચીવટથી અને ખૂબીથી લાલ શાહી વડે લખે છે કે જેથી તેને જોનાર એ લખાણમાં અનેક પ્રકારની ચિત્રાકૃતિઓ તેમજ બ્લોક વગેરે જોઈ શકે. આ પ્રકારના ચિત્રોને લિપિચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૨-૪ર) અમુક પ્રતોમાં મધ્ય અને પાર્શ્વફલ્લિકાઓનું ખૂબ જ કલાત્મક રીતે ચિત્રણ કરાયેલું જોવા મળે છે. કેટલીક વખત આવી પ્રતો સોના - ચાંદીના વરખ અને અભ્રકથી સુશોભિત જોવા મળે છે. આવી પ્રતો ખાસ કરીને વિક્રમ સંવત ૧૫ થી ૧૭ મી સદી દરમ્યાનની જોવા મળે છે. અમુક પ્રતોના પ્રથમ તથા અંતિમ પૃષ્ઠો ઉપર પણ ખૂબ જ સુંદર રંગીન રેખાચિત્રો દોરાયેલાં જોવા મળે છે. જેને ચિત્રપૃષ્ઠિકાના નામથી ઓળખવામાં આવે છે. સચિત્ર પ્રત - ચિત્રિત પ્રતોની પણ પોતાની અલગ જ વિસ્તૃત કથા છે. પ્રતોમાં મંગલસ્થાનીય એકાદ બેથી માંડીને મોટા પ્રમાણમાં સુવર્ણ શાહી તથા વિવિધ રંગોથી બનાવેલ સામાન્યથી માંડી ખૂબ જ સુંદર સુરેખ ચિત્રો દોરાયેલા મળે છે. આલેખનની ચારે બાજુની ખાલી જગ્યામાં વિવિધ પ્રકારની સુંદર વેલ - લતા - મંજરી તથા અન્ય કલાત્મક ચિત્રો પણ દોરાયેલા જોવા મળે છે. જેના ચિત્રશૈલી, કોટા, મારવાડી, જયપુરી, બુંદી વગેરે અનેક શૈલીઓમાં ચિત્રિત પ્રતો. મળે છે. ઈ) સુવર્ણાક્ષરી - રોપ્યાક્ષરી પુસ્તકો – સોનેરી - રૂપેરી શાહીથી લખેલા પુસ્તકો. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ફ) પૂલાક્ષરી - સૂક્ષ્માક્ષરી - મોટા અક્ષરે અને ઝીણા અક્ષરે લખેલા પુસ્તકો. ૨) બાહ્ય પ્રકાર - તાડપત્રોની લંબાઈ અને પહોળાઈને આધારે પડેલા પ્રકાર. આચાર્ય હરિભદ્ર પોતાની દશવૈકાલિક ટીકામાં (પત્ર - ૨૫) પ્રાચીનોએ કહ્યું છે. એમ કહી જણાવે છે કે “ગડી રુચ્છવિ મુ9 સંપુર્ભત€T fછવાડી | થે પુત્વથપUIN, પવરવામાં આવે તસ્સાIII” અર્થાત્ પુસ્તકોના પાંચ પ્રકાર છે ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટફલક અને છેદપાટી. અ) ગંડી પુસ્તક – જે જાડાઈ અને પહોળાઈમાં સરખું અને લાંબું હોય તેનું નામ ગંડી પુસ્તક મંડી શબ્દનો અર્થ ગંડિકા (કાતળી) થાય છે. એથી જે પુસ્તક ચંડિકા - ગંડી જેવું હોય એને ગંડી પુસ્તક કહેવામાં આવ્યું હોય એમ લાગે છે. અથવા ગ્રંથિ ઉપરથી ગંઠિ થઈને તેનું ભષ્ટરૂપ ગંડી હોય? એ ગ્રંથિનો અર્થ પર્વ - કાતળી કે ગાંઠ થાય છે, એટલે જે પુસ્તક કાતળી જેવું અને જેટલું હોય અથવા જેને બાંધવામાં વિશિષ્ટ ગાંઠનો ઉપયોગ થતો હોય તે ગંડી પુસ્તક હોય એમ જણાય છે. જેન સાધુઓ બધો ભાર જાતે ઉપાડતા હોવાથી જેમાં ઘણું લખ્યું હોય અને પાનાં ઓછા હોય અને જેને ઉપાડતાં પુસ્તકની રક્ષા અને પોતાનો વિહાર અવ્યાહતપણે થતો રહે તેવા પુસ્તકો પ્રવાસમાં પાસે રાખતા નાના તાડપત્રનું પચાસેક પાનાનું પુસ્તક ગંડી પુસ્તકને બરાબર મળતું લાગે છે. (સન્મતિ પ્રકરણ પૃ.૯) બ) કચ્છપી પુસ્તક - જે પુસ્તક છેડાઓમાં પાતળું હોય અને વચ્ચે ઉપસેલા જેવું હોય તેનું નામ કચ્છપી પુસ્તક આની આકૃતિ કચ્છી કાચબીને મળતી આવતી હશે તેથી તેને કચ્છપી કહ્યું હશે. આ જાતના પુસ્તકના પાનાં કદાય ગોળા હોઈ છેડે વધારે પાતળાં હશે. આ જાતનું પુસ્તક જોવામાં આવ્યું નથી. | (સન્મતિ પ્રકરણ પૃ.૯) ક) મુષ્ટિ પુસ્તક - જે પુસ્તક ચાર આંગળ લાંબું હોય અને ગોળ કે ચોરસ હોય તેને મુષ્ટિ પુસ્તક કહેવામાં આવે છે. સહેલાઈથી મૂઠીમાં રહી શકે એવું હોવાથી એને મુષ્ટિપુસ્તક કહેવામાં આવ્યું હશે. જૂના ભંડારોમાં કેટલાક નાના નાના ગુટકાઓ મળે છે તે આ પુસ્તકની કોટીમાં આવી શકે. હાથનોંધ કે હાથપોથી જે હંમેશા સાથે રાખવામાં આવે છે અને જેમાં હંમેશાની ઉપયોગી ઘણી પરચૂરણ બાબતો લખેલી હોય છે, તે આ પુસ્તકના કોટીમાં આવી શકે. (સન્મતિ પ્રકરણ પૃ.૯) (ડ) સંપુટફલક - જે પુસ્તકની ઉપર અને નીચે બે ફલક-પાટિયાં કે પૂઠાં સંપુટની પેઠે જોડીને મૂકેલાં હોય છે, તે પુસ્તકને સંપુટફલક કહેવામાં આવે છે. કદાચ આ પુસ્તકની જાત અત્યારના બાંધેલા પુસ્તકના જેવી હોય. લાકડાની પાટીઓ ઉપર લખેલા પુસ્તકનું નામ “સંપુટફલક’ છે. યંત્ર, ભાંગાઓ, જંબુદ્વીપ, અઢીદ્વીપ, લોકનલિક, સમવસરણ વગેરેના ચિત્રવાળી કાષ્ટપટ્ટીકાઓને સંપુટફલક પુસ્તક તરીકે કહી શકાય. (સન્મતિ પ્રકરણ પૃ.૧૧) Page #70 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૬૩ ઈ છેદપાટી - જે પુસ્તકના પાનાં થોડાં હોઈ ઊંચું થોડુ હોય તે છેદપાટી કે જિવાડી પુસ્તક અથવા જે પુસ્તક લંબાઈમાં ગમે તેવડું લાંબું કે ટૂંકું હોય, પણ. પહોળું ઠીક ઠીક હોવા સાથે જાડાઈમાં પહોળાઈ કરતાં, ઓછું હોય તે “છેદપાટી’ પુસ્તક. અથવા સૃપાટિ - એટલે ચાંચવાળું એથી જે પુસ્તક સૃપાટિ જેવું હોય તેનું નામ સૂપાટિ - છિવાડી પુસ્તક છે. (શ્રુત વિશેષાંક પૃ. ૯) પ્રાચીન લેખનસામગ્રીની ઉપરોક્ત નોંધ જે ઉલ્લોખેને આધારે લેવામાં આવી છે. એ બધા વિક્રમની સાતમી સદી પહેલાનાં છે. ગ્રંથલેખનના આરંભમાં આ જાતની કેટલીયે વિશિષ્ટ લેખન સામગ્રી હશે જે હાલ નથી. ઉપરોક્ત પાંચ પ્રકારો સિવાય વર્તમાનમાં અન્ય પ્રકારો પણ મળે છે. ૧) ગોલ - ફરમાન ની જેમ ગોળ કુંડળી પ્રકારથી કાગળ અને કાપડ પર લખાયેલા ગ્રંથો પણ મળે છે. ૨૦ મીટર જેટલી લંબાઈ હોવા છતાં તેની પહોળાઈ સામાન્ય સરેરાશ જ હોય છે. જેન વિજ્ઞપ્તિ પત્ર, મહાભારત, શ્રીમદ્ ભાગવત, જન્મપત્રિકા વગેરે કુંડલી આકારમાં મળતા રહે છે. ૨) ગડી - અનેક પ્રકારે ગડી કરાયેલા લાંબા-પહોળા વસ્ત્ર કે કાગળના પટ્ટા પણ મળે છે. સામાન્ય રીતે આમા યંત્ર, કોષ્ટક, આરાધના પટ્ટ, અઢી દ્વીપ વગેરે આલેખાયેલ મળે છે. ૩) ગુટકા - સામાન્યરીતે હસ્તપતોના પાનાં ખુલ્લાં જ હોય છે પરંતુ કેટલીક વાર પાનાની મધ્યમાં સિલાઈ કરીને અથવા બાંધીને પુસ્તકાકારે બે ભાગોમાં વિભાજિતા કરી દેવામાં આવે છે. આવા પાનાવાળી પ્રતોને ગુટકા તરીકે ઓળખાય છે. આ સિવાય તામ્રપત્ર અને શિલા પટ્ટ વગેરે પણ ગ્રંથો લખાયેલ મળે છે. પૂના કાત્રજના દેરાસરમાં ભીંત પર આગમગ્રંથો લખેલા છે. પાલીતાણા જંબુદ્વીપના દેરાસરમાં પણ ભીંત પર આગમ લખેલા છે. આગમમંદિર પણ છે. દેવલાલીમાં પણ દિગંબર દેરાસરમાં ભીંત પર આગમ લખેલ છે જેને શિલા લેખનમાં ગણી શકાય. આ રીતે હસ્ત લેખનના વિવિધ પ્રકારો રહેલા છે. હસ્તલિખિત ગ્રંથોનો મહિમા - હસ્તલેખનનો મહિમા માઈક્રોફિલ્મ, ડિજિટલ કોપી કે કંપ્યુટરાઈઝના આધુનિક કાળમાં હસ્તલિખિત ગ્રંથ આઉટ ઓફ ડેટ ગણવામાં આવે છે. પરંતુ માઈક્રોદૃષ્ટિથી વિચારશું તો તેની ઉપયોગિતા સમજાઈ જશે. માઈક્રોદષ્ટિના કેટલાક મુદ્દા આ પ્રમાણે છે. ૧) માઈક્રો ફિલ્મ કે સી.ડી. નો ઉપયોગ - અગ્નિકાય જીવોના રક્ષક સાધુ ભગવંતો જે આપણા ઘરે ગોચરી વહોરવા આવે ને આપણે લાઈટ કરીએ તો ગોચરી લીધા વગર પાછા વળી જાય તેઓ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે? ૨) આજના સાધનોમાં એટલો ઝડપભેર ફેરફાર થઈ રહ્યો છે કે ૨૦ વર્ષ પહેલા. વપરાતા કેટલાય સાધનો ટેપરેકોર્ડ વગેરેના રિપેરિંગ કરનારા કોઈ માણસ આજે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત મળતા નથી. એ જ રીતે પચીશ - પચાશ વર્ષ પછી સી.ડી. કે માઈક્રોફિલ્મ પણ આઉટ ઓફ ડેટ થવા માટે તો આપણે નવાં નવાં કેટલા સાધનો પાછળ દોડવાનું. ૩) વળી ક્યારેક લાઈટ ન હોય તો ગ્રંથનું સંશોધન કરવા સી.ડી તો કામ નહિ લાગે ત્યારે શું કરવું? ૪) છાપેલું પુસ્તક ઝડપથી તૈયાર થાય પણ કાગળમાં કેમિકલ, શાહી પણ કેમિકલ (રાસાયણિક) હોવાથી વધારેમાં વધારે ૧૦૦ વર્ષમાં પુસ્તક ખલાસ થઈ જાય. પરંતુ તાડપત્ર પર લખાયેલ પુસ્તકનું આયુષ્ય હજારો વર્ષથી પણ વધુ છે. ઈ. સ. ની બીજી સદીના મનાયેલા તાડપત્રોના અને ચોથી સદીના મનાયેલા ભોજપત્રના લિખિત પાનાં આજે પણ ઉપલબ્ધ છે. પાંદડા સૌથી વધારે ટકાઉ અને સસ્તાં હતાં. ઈ. સ. પાંચમાં સૈકાના કાગળના પુસ્તકો (હસ્તપ્રતો) આજે પણ મળે છે. ક્યા કાગળ ઉત્તમ છે એનું વર્ણન આગળ આવી ગયું છે. ૫) છાપેલ પુસ્તકો એકને બદલે અનેક મળતાં હોવાથી એને સાચવવાની જોઈએ એવી દરકાર રહેતી નથી. ખોવાઈ જશે તો બીજું મંગાવી લેવાશે એ ભાવનાને કારણે જેમતેમ રખડતું પણ મુકાઈ જાય છે. હાથે લખેલ પુસ્તકની બીજી નકલ મળવાની ના હોવાથી સાચવવા માટેની ખૂબ જ કાળજી રહે છે. ૬) છાપેલ પુસ્તકમાં થયેલી એક ભૂલ પાંચસો, હજાર કે જેટલી નકલ છાપી હોય તેટલા બધામાં રહે છે. જ્યારે હસ્તલિખિત દશ-વિસ પ્રત એકઠી કરી હોય તેમાં ભૂલ હોય તો જુદી જુદી હોય એથી સાચો પાઠ તારવી શકાય. (મેં મારા પાઠાંતર વિષયકના પ્રકરણમાં બે હસ્તપ્રતોનું પાઠાંતર કર્યું તેમાં ૧૪૪ ગાથામાં ફેરફાર હતા. તેમાંથી કેટલાક અર્થ પણ સ્પષ્ટ થયા. વિસ્તારભયના કારણે એ પ્રકરણ અહીં નથી મૂક્યું.) ૭) અંતમાં આ બધા કરતાંય ચડિયાતું કારણ એ છે કે ભગવાન મહાવીર પરમાત્મા તો સર્વજ્ઞ હતા. એમના જ્ઞાનમાં આજનું કંપ્યુટર ન હતું? છતાં એમણે એ રસ્તો કેમ બતાડી ન રાખ્યોબસ સર્વજ્ઞ જે ન દર્શાવે તે હિતકારી ક્યાંથી હોય ? (શ્રુત વિશેષાંક કલ્યાણ પૃ. ૧-૪૧) આ બધી બાબતોથી સિદ્ધ થાય છે કે હસ્તલિખિત ગ્રંથ જ શ્રુતરક્ષા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. અત્યારના સંજોગોમાં છાપેલ કરતાં લખેલ સાહિત્ય ચાલીસ પચાસ ગણી કિંમતે તૈયાર થઈ શકે છે. કદાચ ૧૦૦ ગણી કિંમત આપવી પડે, તો પણ લખાવવાનું કામ ચાલું રાખવું જોઈએ. છપાયેલું પુસ્તક રૂપું કહેવાતું હોય તો લખાયેલ પુસ્તક સોનું મોતી અથવા હીરા છે.” (શ્રુત વિશેષાંક કલ્યાણ પૃ. ૧૨-૪૧) શક્તિસંપન્ન શ્રાવકોએ હસ્તલિખિત આગમો તૈયાર કરીને સાચવવા જોઈએ. પૂર્વાચાર્યો આ બાબત સારી રીતે જાણતા હતા તેથી પુસ્તક કે હસ્તપ્રતા Page #72 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૬૫ લખવા/લખાવવાની પ્રેરણા કરતા હતા જેને કારણે જૈન સાહિત્ય સર્વાધિક હતું. શ્રી દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણે ૧ કરોડ ગ્રંથનું લેખન કરાવ્યું હતું તેમાં પૂજય હરિભદ્રસૂરીશ્વરજીએ ૧૪૪૪ પ્રાયશ્ચિત રૂપે સ્વહસ્તે લખેલા ગ્રંથો ઉમેર્યા બીજા અનેકોના પણ ગ્રંથો ઉમેરાઈને જૈન સાહિત્ય સમૃદ્ધ બનતું ચાલ્યું. પણ મુસ્લિમ બાદશાહોના સમયમાં ૬/૬ મહિના સુધી સૈન્યના રસોડામાં ઇંધણ તરીકે ધર્મગ્રંથો બાળવામાં આવ્યા જેને કારણે માંડ અંદાજિત ૧૫ હજાર ગ્રંથો બચ્યા. (સન્મતિ પ્રકરણ પૃ. ૧૧) જે બચ્યા એના આધારે પણ સાહિત્ય સર્જનની પ્રક્રિયા ચાલુ જ રહી છ જેને કારણે જૈન સાહિત્ય આજે પણ વિશાળ શ્રેણીમાં મળે છે. અન્ય ક્ષેત્રમાં પહોંચેલું જૈન સાહિત્ય છે. ૧) અમેરિકા - અમેરીકાની યુનિવર્સિટીની એક લાયબ્રેરીમાં ૧ લાખ જૈન હસ્તલિખિત ગ્રંથો છે એવું જાણવા મળ્યું છે. જો કે એની ગુપ્તતા એટલી બધી રાખવામાં આવે છે કે મોટા ભાગના કોઇને આની ગંધ પણ આવવા ન પામે એવી સાવચેતી રખાય (શ્રુત સાગર પૃ. ૧૨૭) ૨) જર્મન - જર્મનની યુનિવર્સિટીમાં ૩૬૦૦ જૈન હસ્તલિખિત ગ્રંથો છે. (શ્રુત વિશેષાંક કલ્યાણ પૃ. ૧૨૯) ૩) લંડન બ્રિટીશ રાજ દરમ્યાન ખંભાતથી એક આખી માલગાડી ભરીને હસ્તલિખિત ગ્રંથો અંગ્રેજોએ પરદેશ મોકલાવી દીધા. (શ્રુત વિશેષાંક કલ્યાણ પૃ. ૧૨૯) બીજા ક્ષેત્રોમાં પણ ગ્રંથો હોઈ શકે . બધી હસ્તપ્રતો કે ગ્રંથોને - લૂંટ, ધરતીકંપ જેવા કુદરતી કોપ, કે માનવ સર્જિત બોંબધડાકા જેવા કોપથી બચાવવા માટે બધી પ્રતો એક જ જગ્યાએ ન રાખતા અલગ અલગ જગ્યાએ રાખવી જોઈએ. જો એક જગ્યા નષ્ટ પામે તો બીજી જગ્યાએ રહેલી હસ્તપ્રતો ઉગરી જાય માટે એક જ જગ્યાએ બધી હસ્તપ્રતો ન રાખતા અલગ અલગ જગ્યાએ રખાય તે હિતાવહ છે. “પૂર્વકાળમાં ને હજુ થોડાં વર્ષો પૂર્વે પ્રાયશ્ચિતમાં રવાધ્યાયની જેમ શ્લોક લખવાનું કાર્ય પણ અપાતું. સુરતના એક જ્ઞાન ભંડારમાંથી શ્રી દશવૈકાલિક સૂત્રની એક પ્રત મળી છે તેની પ્રશસ્તિમાં લખ્યું છે કે, આ સાધ્વી મહારાજે પ્રાયશ્ચિતમાં ૧૦૦ દશવૈકાલિક લખેલ છે. તેમાંનું આ ૯મું દશવૈકાલિક છે.’’ (શ્રુત વિશેષાંક કલ્યાણ પૃ. ૩) પ્રાયઃ દરેક સાધુ - સાધ્વી ચાતુર્માસિક કે સાંવત્સરિક આલોચનામાં આવાં પ્રાયશ્ચિત લે તો હસ્તપ્રતોમાં સમૃદ્ધિ તો થાય પણ લખવાને કારણે ચિત્ત એકાગ્ર કરવું પડે છે તેથી સ્વાધ્યાય પણ સરસ થઈ જાય. “હજી દશલાખ હસ્તલિખિત પ્રતો એવી છે જેની બીજી પ્રત લખાઈ નથી Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જો તેની સારસંભાળ નહીં લેવાય તો તેનો નાશ થવાનો.” | (શ્રત વિશેષાંક કલ્યાણ પૃ. ૩૧) આને માટે સાધુ - સાધ્વી - શ્રાવક - શ્રાવિકાઓ એક એક હસ્તપ્રત લખવા કે લખાવવાનો સંક્લપ કરે તો શ્રુતરક્ષાનું કાર્ય સરળ બની જાય. જેન સાહિત્યની સમૃદ્ધ પરંપરા ફરીથી મહોરી ઉઠે. જ્ઞાનભંડારોની પરંપરા આ પંચમકાળમાં કાળના પ્રભાવે, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના (યાદશક્તિ ક્ષીણ થવી) પ્રભાવે જૈન શાસ્ત્રનું જ્ઞાન લુપ્ત થવાને આરે હતું ત્યારે પૂજય દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં આગમ જ્ઞાનને લેખિત રૂપ અપાયું. પણ એ સાથે જ આ પુસ્તકોને સાચવવાની સમસ્યા ઊભી થઈ કારણ કે જેન સાધુઓ અપરિગ્રહ વ્રતને વરેલા હોવાથી અન્ય વસ્તુઓની જેમ સાથે પુસ્તકો પણ ન રાખી શકે. તેથી પુસ્તકોની જાળવણીનું કાર્ય જૈન ધર્મસંઘે ઉપાડી લીધું જેને પરિણામે જેન જ્ઞાન ભંડારો ઊભા થયા. લિખિત પરંપરા શરૂ થતા વિદ્યા પ્રવૃત્તિએ વેગ પકડ્યો. વળી પુસ્તકો લખાવીને સાધુ - સાધ્વીઓને અર્પણ કરવા તે શ્રાવકો માટેના સાત ક્ષેત્રોમાંનું એક ગણાયું હોવાથી લેખન પ્રવૃત્તિમાં વૃદ્ધિ થતી ચાલી. વિવિધ વિષયો પર પુસ્તકો લખાવા માંડયા અને તેમના સંગ્રહ માટે જ્ઞાનભંડારોની સંખ્યા પણ વધવા લાગી. શ્વેતાંબર પંથમાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠેર ઠેર ભંડારો છે. જેમાંના મુખ્યત્વે જેસલમેર, પાટણ, ખંભાત, લીંબડી વગેરે ૧૧ મી થી ૧૫ મી સદી સુધીની તાડપત્રીય હસ્તપ્રતો માટે જાણીતા છે. બીજા નાના જ્ઞાનભંડારોમાં ૧૫ થી ૧૭ મી સુધીની કાગળની હસ્તપ્રતો સચવાયેલી છે. દિગંબરનો મુખ્ય જ્ઞાન ભંડાર દક્ષિણ ભારતમાં “અડબિદ્રી' કે “મુડબદ્રી' માં છે. જેન જ્ઞાન ભંડારોની વિશેષતા એ છે કે તેમાં માત્ર જેન જ નહિ પણ અન્ય ભારતીય - દર્શન - ધર્મ - સંપ્રદાયના, ઉપરાંત અન્ય વિષયો પરના ગ્રંથો પણ સંદર્ભ અને તુલનાત્મક અભ્યાસ માટે રાખવામાં આવતા. જે જેન ધર્મની ઉદારતા, વિશાળતા અને નિખાલસતાને પૂરવાર કરે છે. ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ પૃ. ૨ માં લખ્યું છે કે - પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં ધર્મ એ પ્રાભાવિક પ્રેરક બળ હતું કેમ કે જીવનના અનેક અંગો ધર્મરંગે રંગાયેલા હતા. એમાં વ્યાપક અર્થમાં ધર્મજીવન ઉપરાંત આર્યધર્મના વિવિધ સંપ્રદાયોનો સમાવેશ થાય છે. પહેલાં જેન ધર્મ લઈએ કેમ કે નરસિંહ પૂર્વેનું ઉપલબ્ધ સાહિત્ય પ્રાયઃ જૈન સાહિત્ય છે. એનું કારણ એ નથી કે જેનેતર સાહિત્ય રચાયું જ નહિ હોય, એમ હોવું શક્ય કે સંભવિત નથી પણ જેન જ્ઞાનભંડારોની સામાજિક સંગોપન પદ્ધતિને કારણે જેન સાહિત્ય વ્યવસ્થિત Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૭ જીવવિચાર રાસ એક અધ્યયન રીતે સચવાયું એટલો જ એનો અર્થ છે. જેનેતર કૃત જે થોડું સાહિત્ય મળે છે તે પણ જેન ભંડારોમાં સચવાયું છે તે હકીકત આ વિધાનનું પ્રમાણ છે.” | (જેન સાહિત્યનો ઈતિહાસ પૃ. ૨) જેન ભંડારોમાં જીવની માફક સાહિત્ય કૃતિઓનું જતન થયું એથી જેનકૃતિઓ સચવાઈ રહી.” (જેન સાહિત્યનો ઈતિહાસ પૃ. ૨૪૬) ‘સાહિત્ય ભંડાર ખોલો તો સાહિત્યસેવાનું મૂલ અંકાય, શૈવ, વૈષ્ણવ સાહિત્ય સૂકાયું હતું ત્યારે ગુજરાતી સાહિત્યનો ઓઘ જેનોએ વહેતો રાખ્યો હતો. જેનોએ રાસાઓમાં ગાયેલા ઢાલ, રાગિણી, લોલણી વિ. દેશજ ઢાલો પ્રેમાનંદે એ દેશજ ઢાલોમાં મહાકાવ્યો રચ્યા. જેનોના રાસાઓએ સ્ત્રી ચાતુરી વિ. ની કથાઓ આપી સામળભટ્ટે એવી કથાઓના. મહાગ્રંથો રચ્યા. ગુજરાતના બે મહાકવિઓના એ જેન ઋણ. સરસ્વતીના બંધ છોડો, ભંડારો ખોલી ઘો બની શકે તો સકલ ભંડારોને એકત્ર કરી એક મહાજ્ઞાન ભંડાર સ્થાપો. (જેન સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી કવિ નાનાલાલ દલપતરામ સૂરત ૧૯૮૦) આ ત્રણે અવતરણથી જેન જ્ઞાનભંડારનો મહિમા પ્રગટ થાય છે. પ્રાચીન જ્ઞાનભંડારો ગુજરાતમાં - પાટણ, પાલનપુર, રાધનપુર, અમદાવાદ, ખેડા,ખંભાત, છાણી, વડોદરા, પાદરા, દરાપરા, ડભોઈ, સિનોર, ભરૂચ, સુરત વગેરે. મહારાષ્ટ્રમાં - મુંબઈ, પૂના વગેરે. કાઠિયાવાડમા - ભાવનગર, ઘોઘા, પાલીતાણા, લીંબડી, વઢવાણ કેમ્પ, જામનગર, માંગરોળ વગેરે. કચ્છમાં - કોડાય. મારવાડમાં - બીકાનેર, જેસલમેર, બાડમેર, નાગોર પાલી, જાલોર, મુંડારા, આહોર વગેરે. મેવાડમાં – ઉદેપુર. માળવામાં - રતલામ. પંજાબમાં ગુજરાનવાલા, હોશિયારપુર વગેરે. યુ.પી. પ્રાંતમાં - આગ્રા, શિવપુરી, કાશી વગેરે આગ્રામાં - વિજયલક્ષ્મી સૂરીના જ્ઞાન મંદિરમાં ૮૦૦૦ જેટલી હસ્તલિખિત પ્રતો અને ૨૨૦૦૦ પુસ્તકો હતા. બંગાળમાં - બાલુચર, કલકત્તા વગેરે અહીં જ્ઞાનભંડારોનાં સ્થાનોની જે આ યાદી આપવામાં આવી છે તે બધાં Page #75 -------------------------------------------------------------------------- ________________ १८ શ્રાવક કવિ ઋષભદાસ કૃત સ્થળોના ભંડારો અત્યંત મહત્ત્વના, તેમજ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોના સ્વામીત્વ હેઠળ હતા. એટલું જ નહિ આ યાદી પૈકી કેટલાંક ગામ શહેરોમાં બે, ચાર, પાંચ અને દશ કરતાં પણ વધારે અને વિશાળ જ્ઞાન સંગ્રહો હતા. આ જ આપણી પોતાની સાચી મૂડી છે. (સર્વતીર્થ સંગ્રહ) અર્વાચીન જ્ઞાનભંડારો ૧) કોબાનું કૈલાસસાગર સૂરિ જ્ઞાન મંદિર અહીં ચાર વિભાગ છે. ૧) દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભંડાર ૨) આર્ય સુધર્મા સ્વામી શ્રુતાગાર ૩) આર્ય રક્ષિતસૂરિ શોધ સાગર ૪) સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય ૧) દેવર્દ્રિગણિ ક્ષમા શ્રમણ હસ્તપ્રત ભંડારમા ૨,૫૦,૦૦૦ થી વધુ આગમાદિ વિવિધ વિષયોની હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. શાસ્ત્રોક્ત વિધિથી સચવાયેલી છે. ૩૦૦૦ જેટલી તાડપત્રીય હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. વર્તમાને સંસ્થા દ્વારા એક વિશિષ્ટ પ્રકારનો પ્રોગ્રામ તૈયાર કરાઈ રહ્યો છે એમાં હસ્તલિખિત પ્રતોને સ્કેન કરીને એ મેટરને ટેકસ્ટના રૂપમાં પ્રાપ્ત કરી શકાશે. જેને ઓ. સી. આર. નામના પ્રોગ્રામથી ઓળખવામાં આવશે. કાળદોષથી લુપ્ત થઈ રહેલા જૈન સાહિત્યને સાચવવાનો અને સંશોધનનો પ્રયત્ન થઈ રહ્યો છે. ૨) આર્ય સુધર્મા સ્વામી શ્રુતાગારમાં સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી, રાજસ્થાની, ઢુંઢારી, બંગાલી, મરાઠી, ઉડિયા, મૈથિલી, પંજાબી, તમિલ, તેલુગુ, મલ્યાલમ આદિ ભારતીય ભાષાઓનો તથા અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, અરબી, તિબેટી, ભૂતાની આદિ વિદેશી ભાષાઓના ૧,૪૦,૦૦૦ થી અધિક પુસ્તકો ૨૭ વિભાગ માં રાખવામાં આવ્યા છે. તેથી આ જ્ઞાનતીર્થ જૈન તેમજ ભારતીય વિદ્યાના વિશ્વમાં અગ્રણી કેન્દ્ર બની ગયું છે. ૩) આર્ય રક્ષિતસૂરિ શોધ સાગરમાં સંશોધન કરનારાઓ માટે અદ્યતન કંપ્યુટરાઈઝ વિભાગ જેમાં પુસ્તક સંબંધી વિગત તરત પ્રાપ્ત થાય છે તેમજ જરૂરિયાતવાળા પાના કે પ્રત ઝેરોક્ષ કરીને પણ અપાય છે. ૪) સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયમાં વિવિધ પ્રતો - લિપિચિત્રો, મૂર્તિ શિલ્પ આદિનો સંગ્રહ છે. આમ આ એક અદ્યતન જ્ઞાન ભંડાર છે. એકપણ દિવસની રજા વિના આ જ્ઞાનતીર્થના દ્વાર બારેમાસ જિજ્ઞાસુઓ માટે ખુલ્લાં રહે છે. ૨) શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ એલ.ડી. ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડોલોજી (કસ્તૂરબાઈ લાલભાઈએ પૂ. પુણ્યવિજયજી મ. પ્રેરણાથી ૧૯૫૬ માં સ્થપાયું) આ સંસ્થાના મુખ્ય ચાર ઉદ્દેશો છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૬૯ ૧) પ્રાચીન હસ્તપ્રતોને સંગ્રહવી અને સાચવવી ૨) ભારતીય વિદ્યા અને સંસ્કૃતિના અભ્યાસ માટે સંશોધકોને સુવિધા આપવી ૩) અત્યાર સુધી અપ્રકાશિત રહેલી મહત્ત્વની હસ્તપ્રતોની સંશોધિત આવૃત્તિઓ તૈયાર કરાવી પ્રકાશિત કરવી. ૪) સંશોધકોના સંશોધનો અને અભ્યાસ લેખો પ્રકાશિત કરવા. વિવિધ વિષયો અને ભાષાની ૭૫ હજાર પ્રાચીન હસ્તપ્રતો અહીં છે. વિવિધ પ્રતિમાઓ કલાકૃતિઓ છે. ૪૦ હજાર મુદ્રિત ગ્રંથો પૈકી કેટલાક તો દુર્લભ છે. કુલ ૪૨ વિદ્વાનોએ આ સંસ્થા દ્વારા પી.એચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. લા. દ. ગ્રંથમાળામાં ૧૩૬ ગ્રંથો પ્રકાશિત થયા છે. સંશોધન માસિક રૂપે, વાર્ષિક રૂપે નિયમિત પ્રગટ થાય છે. આબધી માહિતી શ્રુ. વિ. ૨૦૦૬ ના આધારે લખી છે. આમ હસ્તપ્રત લેખન કળા એની સુરક્ષાના ઉપાયો અને જ્ઞાનભંડારોને કારણે જેન સાહિત્ય ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨ શ્રાવક કવિ ઋષભદાસનું વ્યક્તિત્વ, કવિત્વ અને કર્તૃત્વ કાળ પ્રવાહ માટે કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે "Men may come & Men may go but I go forever." “માણસો તો આવે ને જાય છે પણ હું તો નિરંતર વહ્યા જ કરું છું.” સમયસાગરનું અંતઃસ્થલ માનવમોતીઓથી ભરપૂર છે. સમયે સમયે તેમાંથી અનેક માનવમોતી પોતાના કોઈ ન કોઈ આદર્શ લઈને ધરતી પર આવે છે અને પોતાના ચમક, તેજ અને નૂરથી વિશ્વને ઝગમગાવી દે છે. શ્રદ્ધા, નિષ્ઠા, પ્રેમ, અહિંસા, સત્ય, જ્ઞાન જેવા ગુણોનો અમૂલ્ય ખજાનો વિશ્વ સમક્ષ ધરી આખીએ આલમને કૃતાર્થ કરી દે છે. આ અમૂલ્ય ખજાનો એમના પ્રબળ પુરૂષાર્થનું પરિણામ હોય છે. આવા મહાપુરૂષો પોતાની અદ્વિતીય પ્રતિભા વડે આર્ય સંસ્કૃતિના પ્રવાહને અવિરત વહેતો રાખે છે. પોતાના વાણી વર્તનથી સમાજમાં રૂઢ થયેલી વિકૃતિઓને ઉખાડે છે. માનવમનમાં સ્વાર્થવૃત્તિની જે ભરતી આવી હોય છે એમાં ઓટ લાવવાનું કામ આ મહામાનવ જ કરે છે. સમાજમાં પેસી ગયેલી સંપત્તિની ઉપાસનાની વૃત્તિને દૂર કરી સવૃત્તિનો પ્રવેશ કરાવવાનું કામ પણ તેઓ જ કરે છે. સમાજમાં પ્રસરેલી કુમતિને સંસ્કૃતિમાં ફેરવવાનું કામ પણ તેમનું જ. આવી વિરલ વ્યક્તિઓના સમૂહમાંથી આજે હું જેનો પરિચય કરાવવા માંગું છું તે છે - સત્તરમી સદીમાં વિદ્યમાન હતા એ શ્રાવક કવિ ઋષભદાસ. “શ્રાવક કવિ ઋષભદાસ” કોઈ પણ વ્યક્તિનો પરિચય મેળવવો હોય તો એની વંશ પરંપરા જોવી જોઈએ. મુખ્યત્વે જન્મવંશ અને વિદ્યાવંશ એ બે આર્ય પરંપરા અને આર્યસાહિત્યમાં હજારો વર્ષથી જાણીતા છે. પાણિનીય વ્યાકરણસૂત્રમાં વિઘાનિસંઘો પુત્ર ૪/૩/૭૭ પણ એનો ઉલ્લેખ છે. એટલે આવા બે વંશની સ્પષ્ટ કલ્પના પાણિનીયથી પણ બહુજ જુની છે. જન્મવંશ અર્થાત્ યોનિસંબંધ પ્રધાનપણે ગૃહસ્થાશ્રમ સાપેક્ષ છે જયારે વિદ્યાવંશ અર્થાત્ વિદ્યાસંબંધ પ્રધાનપણે ગુરૂપરંપરા સાપેક્ષ છે. અહીં પ્રથમ કવિના જન્મવંશ વિશે અને પછી વિદ્યાવંશ વિશે આલેખન પ્રસ્તુત કરીશ. જન્મવંશ વિશે લખવાનું હોય ત્યારે તેની એટલે એની સાથે લોહીનો સંબંધ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ધરાવતા તેના પિતા, પિતામહ, પ્રપિતામહ, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર આદિના આધારે વિચારણા કરવી પડે અને વિદ્યાવંશ માટે તેના ગુરૂ, મગુરૂ તથા શિષ્ય, પ્રશિષ્ય આદિ ગુરૂશિષ્ય પરંપરાનો વિચાર કરવાનો હોય. શ્રાવક કવિ ઋષભદાસની વંશ પરંપરા : ૧) જન્મવંશ - કવિના પિતામહ એમના જન્મવંશ પરંપરાનો ઉલ્લેખ પ્રાયઃ એમની દરેક કૃતિઓને અંતે પ્રાપ્ત થાય છે. જેમાંની કેટલીક કડીઓને નીચે કંડારી છે. અ) દીપ જંબૂઆ મહિં ક્ષેત્ર ભરતિં ભલો, દેશ ગુજરાતિમાં સોય ગાલ્યું, રાય વીસલ વડો ચતુર જે ચાવડો, નગર વીસલ તિણંઈ વેગા - કુમારપાલ રાસા (કવિ ઋષભદાસ એક અધ્યયન - પ્રો. ડૉ. વાડીલાલ ચોકસી પૃ.૨-૩) બ) શ્રી સંઘવી મહઈરાજ વખાણ વીસલનગરનાવાસીજી, વડા વીચારી સમકિત ધારી, મિથ્યા મતિ ગઈ ન્હાસીજી. આશા - ‘સમકતસાર રાસ' (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૩૭) ક) પ્રાગવંસિ સંઘવી જ મઈહઈરાજે, તેહ કરતા બહુ ધર્મનો કાજો, -શ્રેણિક રાસ (કવિ ઋષભદાસ ૧ અધ્યયન – પ્રો.વાડીલાલ ચોકસી પૃ. ૧૨) આમ આ કડીઓના આધારે નિષ્કર્ષ નીકળે છે કે કવિના પિતામહ જંબુદ્વીપના ભરત ક્ષેત્ર મધ્ય ગુજરાત રાજ્યમાં આવેલા વિસલદેવ ચાવડાએ વસાવેલ વિસલનગરના રહેવાસી, પ્રાગવંસી વીસા પોરવાલા જેન વાણિક જ્ઞાતિના મહિરાજ સંઘવી કવિના દાદા હતા. તેઓ જૈન ધર્મના ચુસ્ત અનુયાયી હતા. સમકિતી, સ્વપત્નીવ્રતવાળા, નિશદિન પુણ્ય દાનધરમ કરવાવાળા, સામાયિક, પ્રતિક્રમણ, ત્રિકાળ જિનપૂજા કરનાર, પોષધ આદિ શુદ્ધ ક્રિયાઓ કરનારા હતા. ચતુર, શાસ્ત્રાર્થ વિચારનાર, શાહ - સંઘવી (સંઘ કઢાવવાને કારણે સંઘપતિ = સંઘવઈ = સંઘવી) હતા. શત્રુંજય, ગિરનાર, આબુ વગેરે સ્થળે સંદયાત્રા કઢાવીને સંઘતિલક કરાવ્યું હતું. તેથી તે શ્રીમંત પણ હતા. ખૂબ ધર્મના કાર્યો કરનારા હતા. ધર્મિષ્ઠ, ધર્મવૃત્તિવાળા, ધાર્મિક હતા. આચાર્ય શ્રી વિજયાનંદસૂરીના શ્રાવક હતા. દાન, શિયળ, તપ, ભાવ એ ધર્મના ચાર પાયાને અનુસરનારા મુખ્ય શ્રાવક હતા. કવિના પિતામહી - (દાદી) નો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. કવિના માતા પિતા - કવિના માતુશ્રીનો નિર્દેશ માત્ર એક જ કૃતિમાં મળે છે. સંઘવી સાંગણનો સુત કવિ છે. નામ તસ ઋષભનદાસ જનની સરૂપોમેને શિર નામી, જોડ્યો ભારતનો રાસ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત - ભરત બાહુબલિ રાસ (કવિવર ઋષભદાસ - મોહનલાલ દ. દેસાઈ પૃ. ૫૩) માત્ર નામ સિવાય કવિના માતુશ્રીની બીજી કોઈ વિગત પ્રાપ્ત થઈ શકી નથી પરંતુ પરંપરાગત સુશ્રાવિકા હશે, દાન, શીલ, તપ, ભાવરૂપી ધર્મના આરાધક હશે. એમ અનુમાન થઈ શકે. કવિના પિતાશ્રીનો ઉલ્લેખ જૈન ગૂર્જર કવિઓ”ના “ઋષભદાસ ના કૃતિસંગ્રહમાં યત્ર - તત્ર-સર્વત્ર રાસાકૃતિઓમાં છે. જીવવિચાર રાસમાં ૪૯૬ થી ૪૯ ગાથામાં પણ એમનો પરિચય છે. કવિની કૃતિઓના આદિ અંતના વિવરણના આધારે એમના પિતાશ્રીની જે રૂપરેખા મળે છે તે આ પ્રમાણે છે. કવિના પિતાને ધન અને ધર્મનો પરંપરાગત વારસો મળ્યો હતો. કવિના પિતાનું નામ સાંગણ મહીરાજ સંઘવી છે. તેઓ પહેલા વિસનગરમાં રહેતા હતા. તેઓ સંભવતઃ વધારે બહોળા અને જલ્દી દૂઝતા વેપારને અર્થે વિસનગરથી સ્થળાંતર કરીને ખંભાત બંદર (અખાત) આવીને વસ્યા ત્યાં એમને વેપાર સારી રીતે ફળ્યો જણાય છે. એમણે પણ સંઘ કાઢ્યો હતો. (આનંદ કાવ્ય મહોદધિ મોક્તિક - જીવણચંદ સાકરચંદ ઝવેરી પૃ. ૪) દેખાવે સ્વરૂપવાન હતા એ ‘સમકિતસાર રાસ માં તારા પુત્ર છઈ નયન ભલેરા, સાંગણ સંઘ ગ૭ધોરીજી’ થી સિદ્ધ થાય છે. પોતાના પિતાની માફક જ્ઞાતિમાં આગેવાન હતા. સિંહ સમાન ધર્મમાં પરાક્રમી હતા. એવું કવિ ‘સ્થૂલિભદ્ર રાસ રાસમાં આલેખે છે. શ્રાવકના ગુણોથી સમૃદ્ધ હતા. પરનારીને માત -બહેન સમજનાર, પરધનને પથ્થર સમજનાર, હાંસી - ઠઠ્ઠા - મશ્કરી ન કરનાર, વિકથા ન કરનાર, પ્રાયઃ કરીને અસત્ય ન બોલનાર, તપ, જપ, ક્રિયા કરનાર, બાવ્રત ધારણ કરનાર, ત્રિકાળા જિનપૂજા કરનાર, દાન, શીલ, તપ ભાવથ યુક્ત, પુણ્ય - દાન વગેરે કરનાર, સમકિત સહિત, પૌષધવ્રત, ઉપવાસ, સામાયિક, પ્રતિક્રમણ નિત્ય કરનાર તેમ જ જિનવચન અનુરક્ત, સાધુ - સંતના સેવનહાર જીવદયા પાળનાર એમ અનેક ગુણોથી યુક્ત હતા. અરિહંત પૂજઈ નિત આપ હાથઈ.” - પોતાની જાતે જ અરિહંતને પૂજનાર હતા. આ પંક્તિથી ખ્યાલ આવે છે કે ત્યારે અમુક લોકો જાતે પૂજા ન કરતા પૂજારી વગેરે પાસેથી પૂજા કરાવતા હશે. કવિનો પુત્ર પરિવાર - ઘરિ કમલા કંતા નિ ભ્રાતા, માત, તાત સુત સારોજી, હઈ ગઈ રથ ગયવરિ ગુણવંતી, અતિ પોઢી પરિવારોજી -પૂજાવિધિ રાસ પુત્ર વિનીત ઘરે બહુઆ, શીલવંતી ભલી વહૂઅ. - હિતશિક્ષા રાસ સુંદર ધરણી રે દીસઈ સોભતા, બહઈની બાંધવ જોન્ચ, બાલિક દીસઈ રે રમતાં બારણઈ, કુટુંબતણી કઈ કોડ્ય. - વ્રતવિચાર રાસ Page #80 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૭૩ આ ગાથાઓથી એમના પરિવારની નિખ્ખાંકિત રેખાઓ ચિત્રિત થઈ છે. એમના પત્નીનું નામ કમલા હોવું જોઈએ. ‘ધરિ કમલા કંતા’ (કમલાનો એક અર્થ લક્ષ્મી પણ થાય છે) તેઓ સ્વરૂપવાન, ગુણવાન, સૌભાગ્યવાન હતા. તેમ જ પરંપરા મુજબ સુશ્રાવિકા પણ હશે જ. ભાઈ, બહેન, પુત્રો, પુત્રવધુઓ, પીત્રા - પૌત્રીથી હર્યોભર્યો પરિવાર હતો. પુત્રો - પુત્રવધુઓ વિનિત, સુસંસ્કારી, સુશીલા હતા. પુત્ર પરિવારજનોનો નામોલ્લેખ ક્યાંય નથી. તેમ જ પુત્રી સંબંધી પણ વિગત પ્રાપ્ત થઈ શકતી નથી. | ‘બહઈની બાંધવ જોડ’ આ કડીનું અર્થઘટન કરતાં મોહનલાલ દલીચંદ દેસાઈ જણાવે છે કે બે બહેન અને બે બાંધવની જોડી અગર એક બહેન ને એક બાંધવ મળીને એક જોડી એમ બે પ્રકારે થઈ શકે છતાં ઓછામાં ઓછું એક બહેન અને એક બાંધવા હતા એટલું નિશ્ચિતપણે કહી શકાય. (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૪૩) કવિની વંશ પરંપરા ચાલુ છે કે નહિ એની તપાસ કરવા ખંભાત જઈ આવી. પરંતુ એમના વંશના (પત્ર, પ્રપોત્ર) કોઈ વિશે સગડ મળ્યા નથી. અમદાવાદ હઠીસિંગના દેહરાનાં ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે રહેલા આચાર્ય શીલચંદ્રવિજયજીને પણ મળીને પૂછ્યું પણ એમણે કહ્યું. એ માટેની શોધખોળ ચાલુ છે. કવિનો વિદ્યાવંશ - કવિના વ્યક્તિત્વના ઘડવૈયા ગુરૂઓ પ્રો. વાડીલાલ ચોકસીના સંશોધન અનુસાર “કવિ જેનોના વિખ્યાત તપગચ્છના મૂર્તિપૂજક શ્વેતાંબર વીસા પોરવાડ જૈન વણિક જ્ઞાતિના હતા. તેમના સમયમાં તપગચ્છની પ૮ મી પાટે સમ્રાટ અકબર પ્રતિબોધક હીરવિજયસૂરિ હતા. તેમનો સ્વર્ગવાસ સં. ૧૬પ૨ (૧પ૯૬)માં થયો હતો. તે સમયે કવિની ઉંમર ૨૧ વરસની ગણી શકાય. ત્યારબાદ અકબર બાદશાહ પાસેથી ‘સવાઈ જગદગુરૂ’નું બિરૂદ મેળવનાર તેમના પટ્ટધર વિજયસેનસૂરિ થયા. જેમને કવિએ પોતાના ગુરૂ તરીકે સ્વીકારી પોતાની કૃતિઓમાં અનેક સ્થળે સ્તવ્યા છે. પ્રથમ ઉલ્લેખ સને ૧૬૧૦માં રચાયેલ (વિ.સં. ૧૬૬૬) કવિના વ્રત વિચાર રાસમાંથી મળી આવે છે.” (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૧૮) - ત્યાર પછીના પ્રાયઃ બધા રાસમાં ગુરૂગુણ ગાયા છે. ઋષભદેવ રાસમાં ગુરૂનો ઉલ્લેખ નથી. જે વ્રતવિચાર પહેલા લખાયો છે. નીચે ગુરુમહિમાની કેટલીક ગાથાઓ જોઈએ. ૧) તપગચ્છ ગાજે ગુણ નિરાજે અતિ શિવાજે જગગુરૂ, | શ્રી વિજય સેન સુરિંદ સેવો, સકલ સંઘ મંગલ કરો, - અજાકુમાર રાસા ૨) હીરતણે પાટે હવો, જયસિંહ ગુણવંત, જીણે અકબર બાદશાહ બુઝવ્યો દિલ્હીપતિ બળવંત. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જગગુરૂનો શિષ્ય ખરો રે દીસે બહુ ગુણગ્રામ, ત્યાં દિલ્હીપતિ થાપતો રે, સૂરસવાઈ રે નામ, હીરવચન દીપાવતો રે, જયસિંહ પુરૂષ ગંભીર, જિણે ગચ્છ સંઘ વધારિયો રે, ગયો ન જાયો રે હીર. બિંબ પ્રતિષ્ઠા બહુ થઈ રે, બહુઆ ભરાયા બિંબ, તે જયસિંહ ગુરૂ માહરો રે, વિજય તિલક તસ પાટ. આમ આ બધી પ્રશસ્તિને આધારે કહી શકાય કે શરૂઆતની કૃતિઓમાં વિજયસેનસૂરિ એમના ગુરૂ હતા. વિજયસેનસૂરિના સ્વર્ગવાસ પછી તેમની પાટે વિજયતિલકસૂરિ આવ્યા જે ત્રણેક વર્ષ પછી કાળધર્મ પામ્યા પછી તેમની પાટે વિજયાનંદસૂરિ આવ્યા. ત્યાર પછી રચાયેલ બધી કૃતિઓમાં પ્રાયઃ કરીને આચાર્ય શ્રી વિજયાનંદસૂરિની જ સ્તુતિ છે. એક “જીવંતસ્વામીના રાસ’માં શ્રી વિજયદેવસૂરિને પ્રણામ કર્યા છે. જે એમના પિતાશ્રીના ગુરૂ છે એમ જણાવ્યું છે. પોતે તો વિજયાનંદસૂરિના શિષ્ય છે એમ જીવવિચાર રાસની પંક્તિ ૪૯૦ થી ૪૯ર માં પ્રતિપાદન કર્યું છે. | વિજયસેન સૂરિનું અપર નામ જયસિંહ હતું. એ નામ નિર્દેશ ભરત બાહુબલિ રાસ’માં કર્યો છે. | વિજયસેનસૂરિ, વિજયતિલકસૂરિ, વિજયાનંદસૂરિ અને વિજયદેવસૂરિ એ ચારે આચાર્યો બાલબ્રહ્મચારી હતા એમ એમની કૃતિઓની પ્રશસ્તિમાંથી ફલિત થાય છે. આમ કવિની કૃતિઓમાંથી અલોકિક, અનુપમ, અસ્મલિત, અનુત્તમ, અપૂર્વ, અસીમ ગુરૂભક્તિનો ચિતાર મળે છે. સમક્તિસાર રાસ’માં કવિએ ગુરૂનો ચિતાર રજૂ કર્યો છે. પ્રાયઃ બધા રાસમાં ગુણગ્રામ તો કર્યા જ છે સાથે સાથે ગુરૂના ગુણોનું, કાર્યોનું, આચારનું પણ વર્ણના કરી ગુરૂનું મહત્ત્વ વધાર્યું છે. શ્રાવક કવિ ઋષભદાસ ખરા અર્થમાં શ્રમણોપાસક હતા. શ્રાવક કવિ ઋષભદાસનું વ્યક્તિ તરીકેનું અસ્તિત્ત્વ : એમના જન્મ કે મૃત્યુનો સ્પષ્ટ ઉલ્લેખ કોઈપણ કૃતિમાંથી મળી શકતો નથી. અંદાજિત સમય જે કૃતિઓમાંથી મળે છે તે નીચે મુજબ છે. ૦ ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં પૃ. ૩૩૬ પર ઉલ્લેખ છે કે “ઋષભદાસા ખંભાતના વતની હતા. તેમનો જન્મ ઈ.સ.૧૫૯૫ લગભગ થયો હતો અને તેમનું મૃત્યુ પણ ઈ.સ. ૧૬૫૫ લગભગ ખંભાતમાં જ થયું હતું. જીવનનો મોટો ભાગ તેમણે ખંભાતમાં વિતાવ્યો હતો.' (ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - પૃ.૩૩૬) ૦ પ્રો. ડૉ. વાડીલાલ ચોકસીના સંશોધન અનુસાર “એમના જીવનની પૂર્વમર્યાદા ઈ.સ. ૧૫૭૫ અને ઉત્તરમર્યાદા ઈ.સ. ૧૬૩૫ લેખતા તેમનો ઓછામાં ઓછો Page #82 -------------------------------------------------------------------------- ________________ by જીવવિચાર રાસ એક અધ્યયન જીવનકાળ ૬૦ વરસનો ગણી શકાય.” (કવિ ઋષભદાસ એક અધ્યયન - પ્રો. ડૉ. વાડીલાલ ચોકસી પૃ. ૩) ૦ જેન સાહિત્યના વિદ્વાન મોહનાલાલ દેસાઈના જણાવ્યા અનુસાર “પ્રથમ તેમનો સમય વિચારતાં જન્મ સંવત કવિએ પોતાના કોઈ પણ ગ્રંથમાં આપેલ ન હોવાથી અને મરણ સંવત બીજા સાધનથી મળી શકે તેમ ન હોવાથી અનુમાન પ્રમાણથી કામ લઈશું. ૦ તેમની પહેલી મોટી કૃતિ ‘વ્રતવિચાર રાસ’ સંવત ૧૬૬૬ માં રચાયેલી છે તેમાં સરસ્વતીની સ્તુતિ કરી છે. પછી અંતે છેલ્લી ઢાલમાં ૫૯ મી કડીમાં લખ્યું છે કે, “સોલ સંવરિ જાણિ છાસષ્ઠિ, કાતિએ વદિ દિપક દાઢો, રાસ તવ નીપનો આગમિ ઉપનો, સોય સુણતા તુમ પુણ્ય ગાઢો.” તેમની છેલ્લી કૃતિ સં.૧૬૮૮ ની “રોહિણીઆ રાસ મળી આવે છે. ત્યારપછી થોડા વર્ષો વિદ્યમાન રહી ઉત્તરાવસ્થા ધર્મક્રિયામાં ગાળી હોય તો તે સંભવિત છે. આ કવિ સં. ૧૭૦૦ સુધી વિદ્યમાન રહ્યા હોય એમ ગણીએ તો તેમનું આયુષ્ય (લગભગ) ૬૦ વર્ષ પ્રાયઃ ગણાય.” | (‘કવિવર ઋષભદાસ” રા. રા. મોહનલાલ દલીચંદ દેસાઈ પૃ. ૩૧) ૦ શાહ કુંવરજી આણંદજીએ કવિનો જન્મ ૧૬૪૧ માં થયો હોવાનું જણાવ્યું | (હિતશિક્ષા રાસનું રહસ્ય - પ્રસ્તાવના પૃ. ૪). ૦ જેન ગૂર્જર કવિઓમાં પૃ. ૨૩ કવિ ઋષભદાસના પરિચયમાં જન્મ મરણનો કોઈ ઉલ્લેખ નથી. ૦ શ્રી શિવલાલ જેસલપુરાએ (અનુસાર) એમનો જન્મ ઈ.સ. ૧૫૯૫ માં લગભગ (૧૬૫૧) થયો હોવાનું અને એમનું મૃત્યુ ઈ.સ. ૧૬પપ માં લગભગ (૧૭૧૧) ખંભાતમાં થયું હોવાનું જણાવ્યું છે. (કુમારપાળ રાજાનો રાસ - શ્રી શીવલાલ જેસલપુરા) ૦ વિદ્વાન પ્રો. ડૉ. વાડીલાલ ચોકસીના મતે “કવિની પ્રથમ મોટી કૃતિ ‘ઋષભદેવ રાસ’ સં. ૧૬૬૨ એટલે સને ૧૬૦૬ માં રચાયેલી છે પરંતુ રચના સાલ પ્રાપ્ત થયા વિનાની કવિની બીજી નવેક અને બીજી અપ્રાપ્ત બે એક કૃતિઓમાંથી બે-ત્રણ કૃતિઓ ઋષભદાસ રાસ પહેલાં પણ રચાઈ હોવાનો સંભવ છે. આ ધ્યાનમાં રાખતા કવિની સાહિત્ય પ્રવૃત્તિ આશરે ૧૬૦૧ થી ગણી શકાય. બાલ્યકાળ, અભ્યાસ સાહિત્ય વાંચન અને પક્વતા આદિ માટે એમના જીવનના પ્રથમ પચ્ચીસ વરસ અનામત રાખીએ તો તેમની સાહિત્ય પ્રવૃત્તિની શરૂઆત સમયે તેમની ઉંમર આશરે ૨૬ વર્ષની ગણી શકાય અને એ હિસાબે એમનો જન્મ સને ૧૫૭૫ આસપાસ મૂકી શકાય. હવે રચના સાલ હોય એવી કવિની ૨૪ કૃતિઓમાંથી છેલ્લી રચાયેલી સાહિત્યકૃતિ ‘રોહિણ્યા રાસ ૧૬૮૮ (ઈ.સ. ૧૬૩૨) Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત માં રચાયેલી છે અને ત્યારબાદ પણ કવિએ એકાદ બે કૃતિ રચી હોવાનો સંભવ છે. એટલે તેમની સાહિત્ય પ્રવૃત્તિ લગભગ ૧૬૩૪ સુધી ચાલુ ગણી તેમનું મૃત્યુ વહેલામાં વહેલું સને ૧૬૩૫ આસપાસ મૂકી શકાય આમ એમનો જીવનકાળ ૬૦ વર્ષનો ગણી શકાય.” (કવિ ઋષભદાસ એક અધ્યયન - પૃ. ૪૪) આમ બધા સંકલનોમાંથી છેલ્લું સંકલન વધારે તર્કબદ્ધ લાગે છે. આ બધામાંથી એક અર્થ એ ફલિત થાય છે કે “કવિનું વ્યક્તિ તરીકેનું અસ્તિત્ત્વ ૬૦ વર્ષ સુધી હતું. શ્રાવક કવિ ઋષભદાસનું વ્યક્તિત્વ પ્રત્યેક વ્યક્તિનું વક્તવ્ય તેના કણકણમાં વ્યાપ્ત છે. સુગંધને - સુમનથી, ગુલાબથી અલગ કરી શકાય નહિ. એ જ રીતે વ્યક્તિથી વ્યક્તિત્વ અલગ થઈ શકે નહિ. વ્યક્તિનું વ્યક્તિત્વ અમરતત્ત્વ છે અને તે વ્યક્તિના અણુએ અણુમાં વ્યાપ્ત છે. વ્યક્તિ સીમ છે વ્યક્તિત્વ અસીમ છે ! વ્યક્તિ ક્ષર છે વ્યક્તિત્વ અક્ષર છે ! વ્યક્તિ વિનાશી છે વ્યક્તિત્વઅવિનાશી છે ! વ્યક્તિ મૃત છે વ્યકિતત્વ અમર છે ! વ્યક્તિ વિલીન થાય છે પરંતુ તે પોતાના વ્યક્તિત્વની અમીટ છાપ લોકોના મન પર મૂકી જાય છે તે કદી વિલીન થતી નથી. વ્યક્તિ જેટલી તેજસ્વી હોય તેટલી તેના સંપર્કમાં આવવાવાળી વ્યક્તિ પર ખૂબ મધુર અને પ્રભાવક સંસ્કારોની છાપ પડે છે. સ્થૂળદેહે જેનું અસ્તિત્વ વિલીન થઈ ગયું છે એના વ્યક્તિત્વનું મૂલ્યાંકના એના જ અક્ષરદેહથી કરવું એ એક કસોટી છે છતાં મારી મતિ અને એમની કૃતિઓના આધારે એક પ્રયાસ કરી રહી છું. અનાદિકાળથી માનવના મનમાં પોતાના અભ્યદયની અમર આકાંક્ષા રહેલી હોય છે. બધાની એ આકાંક્ષા પૂર્ણ થતી નથી. જેમની થાય છે એમાંના એક નશીબદાર માનવ એટલે શ્રાવક કવિ ઋષભદાસ. તેમના વ્યક્તિત્વના કેટલાક ઊજળા પાસા નીચે મુજબ છે. ૧) આદર્શ પૌત્ર - કવિના હૃદયે એમના દાદાનું બહુમાન હતું એમના દાદાથી પ્રભાવિત, દાદાના માર્ગને અનુસરનારા હતા. દાદા પ્રત્યેનો આદર એમના ગુણગ્રામરૂપે અનેક કૃતિઓમાં કર્યો છે. જેમ કે : - અ)સંઘવી શ્રી આ મહઈરાજ વખાણું, પ્રાગવંસીઅ વીસો અ તે જાણું.”- ઋષભદેવનો રાસ બ) સોય નગર માંહિ વીવહારી, નામ ભલુ મહિરાજ રે, પ્રાગવંશ વડો તે વીસો, કરતા ઉત્યમ કાજ રે... - સ્થૂલિભદ્ર રાસા Page #84 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૭૭ આમ લગભગ અનેક કૃતિઓમાં એમણે પોતાના પિતામહનું ઉત્તમ ચિત્રણ રજૂ કરીને એક આદર્શ પૌત્રનું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. ૨) આદર્શ પુત્ર - એવી જ રીતે પિતાશ્રી પ્રત્યે પણ પોતાની અસીમ લાગણી વ્યક્ત કરી છે. પિતામહની જેમ પિતાશ્રીના પણ ગુણગ્રામ પ્રાયઃ પ્રત્યેક કૃતિઓમાં કરીને પિતૃઋણ અદા કર્યું છે. અ) અનુકરમિં સંઘવી જે સાંગણ ત્રંબાવતી માહ આવેજી, પૌષધ પુણ્ય પડીકમણું કરતાં દ્વાદશ ભાવના ભાવઈ. સમકિત સાર રાસ (જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૪૩) બ) મહિરાજ તણો સુત અતિ અભિરામ, સંઘવી સાંગણ તેહનું નામ, સમકિત સાર ને વ્રત જસ બારો, પાસ પૂજી કરે સફળ અવતારો. - હીરવિજયસૂરિ રાસ (જૈન ગૂર્જર કવિઓ - ભાગ ૩ પૃ. ૬૮) આમ પિતાનું મહત્ત્વ સ્થાપિત કરીને પિતા પ્રત્યે કૃતજ્ઞતા બતાવી છે. એ આદર્શ પુત્ર તરીકેનું વ્યક્તિત્વ ઉપસાવ્યું છે. ૩) આદર્શ શિષ્ય - ગુરૂગમથી પોતે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી વગેરે ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું તેમ જ શાસ્ત્રાભ્યાસ કર્યો હતો એ ગુરૂઓનો ઉપકાર ચૂકાઈ ન જાય માટે પોતાની કૃતિઓમાં ગુરૂઓની સ્તુતિ સ્તવના કરીને ગુરૂનું માન વધાર્યું છે. અ) તુજ ચરણે શિરિ નામે કવિતા, તત્ત્વભેદ લહે સારજી, ગુરૂ આધારે જ્ઞાન લહીને, કીધો જીવવિચારજી. - જીવવિચાર રાસ ગુરૂને પોતાની રચના બતાવી એ રચના યોગ્ય છે કે નહિ એ પણ જાણી લેતા એનો નિર્દેશ પણ કર્યો છે. - - - બ) ‘રાશિ ઋષભઈ કર્યો, શ્રી ગુરૂ સાથઈ બહુ બુદ્ધિ વિચારી.’ - કુમારપાલ રાસ ૪) આદર્શ શ્રાવક - કવિ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છના આદર્શ શ્રાવક હતા. શ્રાવકના ગુણોથી સંપન્ન હતા. કવિએ પોતે જ ‘હિતશિક્ષા રાસ’ ને ‘હીરવિજયસૂરિ રાસ' માં બીજાને પ્રેરણા મળે એ ભાવથી પોતાની દિનચર્યા નું વર્ણન કર્યું છે. ‘વીરમારગ વહી કાંઈ પુણ્ય કીજે, ઊગતે સૂરે જિનનામ સહી લીજે, પ્રાહિ ઊઠી પડિક્કમણું કરીએ, દોય આસણ વ્રત અંગે ધરીએ. વ્રત બાર ચૌદ નિયમ સંભારો, દેસના દેઈને નરનારી તારો, ત્રિકાળ પૂજા જિન નિત્ય કરવી, દાન પાંચે દેઉ શક્તિ મુજ જેહવી. નિત્યં દસ દેવળ જિન તણાં જોહારૂં, અક્ષત મુકી નિજ આતમ તારૂં, આઠમ પાખી પૌષધ પ્રાહિં, દિવસ રાત સિજઝાય કરૂં ત્યાહિ. વીરવચન સુણી મન માહિં ભેદું, પ્રાહિ વનસ્પતિ નવિ છેદું, મૃષા અદત્ત પ્રાહિં નહિં પાપ, શીળ પાળું તન વચને આપ. નિત્ય નામું જિન સાધુને સીસો, થાનક આરાધ્યાં વળી વીસો, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત દોય આલોચણા ગુરૂ કન્ડે લીધી, અકૃમિ છઠિ સુદ્ધ આતમિ કીધી. શેનું જ ગિરનાર શંખેસર યાત્રો, રાસ લખી ભણાવ્યા બહુ છાત્રો, સુખશાતા મનીષ ગણું દોય, એક પગે જિન આગળ સોય. નિત્યે ગણવી વીસ નોકરવાલી, ઊભા રહી અરિહંત નિહાળી, તવન અઠાવન ચોત્રીસ રાસો, પુણ્ય પ્રસર્યો દીય બહુ સુખવાસો. ગીત થઈ નમસ્કાર બહુ કીધા, પુય માટે લિખિ સાધુને દીધા. કેટલાએક બોલની ઈચ્છા કીજે દ્રવ્ય હોય તો દાન બહુ દીજે, શ્રી જિનમંદિર બિંબ ધરાવું, બિંબ પ્રતિષ્ઠા પોઢિ કરાવું. સંઘપતિ તિલક ભલું જ ધરાવું, દેશપરદેસ અમારિ કરાવું, પ્રથમ ગુણઠાણાને કરૂં જઈનો, કરૂં પુણ્ય સહિત નર જેહ છે હીનો. એમ પાલું હું જેન આચારો, કહેતાં સુખ લઘુતા અપારો, પણ મુજ મન તણો એહ પ્રણામો, કોએક સુણી કરે આતમકામો. પુણ્યવિભાગ હોય તવ હારે, ઈસ્યુ ઋષભ કવિ આપ વિચારે, પરઉપગાર કાજે કહિ વાત, મન તણો પણ સંદેહ જાત.”- હીરવિજયસૂરિ રાસ ઉપરોક્ત અવતરણથી સિદ્ધ થાય છે કે એક દઢધર્મી, પ્રિયધર્મી, ઈષ્ટધર્મી શ્રાવકના બધા લક્ષણ એમનામાં હતા જેમ કે - રોજ ઊભયકાળે પ્રતિક્રમણ, મહિનામાં ચાર પોષધ (૨ આઠમ + ૨ પાખી), સમકિત સહિત ૧૨ (દ્વાદશ) વ્રતના ધારણહાર, રોજ વ્યાસણું (બે જ વખત એક જ આસને બેસીને ભોજન કરવું) કરનાર, ત્રિકાળ પૂજા, બે પંચતીર્થી, સ્વાધ્યાય, વીસસ્થાનક તપના આરાધક, છઠ્ઠ - અઠ્ઠમ તપના આરાધક, શેત્રુંજય, ગિરનાર, શંખેશ્વરની યાત્રા. કરનાર, સ્તવન, રાસ વગેરે લખીને શાસન પ્રભાવના કરનાર, વિદ્યાદાન કરનાર (છાત્રોને ભણાવ્યા), પ્રભુની સામે એક પગે ઊભા રહીને રોજ ૨૦ નવકારવાળી ગણનાર. આ ઉપરાંત પોતાની શું ભાવના છે તે પણ વ્યક્ત કરી છે. જેમ કે ખૂબ દાન કરૂં, જિનમંદિર બિંબ ભરાવું, પ્રાણપ્રતિષ્ઠા કરાવું, સંઘતિલક કરવું, દેશપરદેશ અમારિ કરાવું વગેરે. પોતાના ગુણ પોતે એટલે વર્ણવ્યા છે કે આ સાંભળીને કોઈને એવું આચરણ કરવાનું મન થાય તો એ પુણ્યકારી કાર્ય થશે. પોતે એમની ધર્મક્રિયામાં નિમિત્ત બનશે તો પોતાનું જીવન સફળ થયું ગણાશે. - આ બધા પર વિચારતા લાગે છે કે કવિનો મહદ્ સમય ધર્મક્રિયામાં વ્યતીતા થતો હતો. છાત્રોને ભણાવતા હતા તેથી તેઓ શિક્ષક પણ હતા તે સિદ્ધ થાય છે. દરરોજ ત્રણથી ચાર કલાક તો એમની ધર્મક્રિયામાં વ્યતીત થઈ જાય પછીનો સમય છાત્રોને ભણાવવામાં અને રાસની રચનામાં પસાર થાય એ એમની Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જીવવિચાર રાસ એક અધ્યયન અપ્રમત્તદશાનું સૂચન કરે છે. તેમ જ નિદ્રા વિજેતાની પ્રતીતિ કરાવે છે. એક પગે ઊભા રહીને માળા ફેરવવી એ એમના સુદઢ આરોગ્યનું નિર્દેશન કરે છે, એમની. જાત્રાઓ શારીરિક સૌષ્ઠવને દર્શાવે છે. છઠ્ઠ અઠ્ઠમ પૌષધ વગેરે તપસ્યાઓ એમના તપપ્રધાન માનસને છતું કરે છે. દાન ધરમ વગેરે એમના પરોપકારીપણાને ઉજાગર કરે છે. આમ શ્રાવક કવિ ઋષભદાસના રોમેરોમમાં ધર્મનો રણકાર હતો. ૫) આદ સરસ્વતી પુત્ર - સરસ્વતીના પરમ ઉપાસક, સાધક, પૂજક હતા. એમની દરેક કૃતિની શરૂઆત સરસ્વતીની પ્રશસ્તિ – સ્તુતિથી થઈ છે. તેમના પર સરસ્વતી દેવીની કૃપા હતી એવી એક દંતકથા નીચે પ્રમાણે પ્રચલિત છે. “શ્રી મહાવીરની ૫૮મી પાટે જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ થયા, તેમની પાટે સવાઈ જગદગુરૂ એવું બિરૂદ ધરાવવાવાળા શ્રી વિજયસેનસૂરિ ૫૯માં થયા. આ સૂરિની પાસે શ્રાવક ઋષભદાસે વિદ્યાભ્યાસ કરવા માંડ્યો હતો. એક દિવસે પોતાના કોઈ એક શિષ્ય માટે સરસ્વતી દેવીને પ્રસન્ન કરીને શ્રી વિજયસેનસૂરિએ પ્રસાદ (લાડવો) મેળવ્યો હતો જે પ્રસાદ (લાડવો) રાત્રે ઉપાશ્રયમાં જ સૂઈ રહેલા ઋષભદાસના જાણવામાં આવ્યો આથી તે પ્રસાદ પોતે જ આરોગી લીધો અને તે મહાવિદ્વાન થયા. સવારમાં ઊઠતાં જ પોતે - ‘પ્રહ ઊઠી વર્દૂ રિખવદેવ ગુણવત્ત, પ્રભુ બેઠા સોહે સમવસરણ ભગવન્ત. ત્રણ છત્ર વિરાજે ચામર ઢોલે ઈન્દ્ર, જીવનના ગુણ ગાવે સુરનારીના વૃન્દ. એ અને બીજી કેટલીય થોચો બનાવી. આમ કવિ ઋષભદાસનો પ્રથમ પ્રાદુર્ભાવ આ પ્રમાણે થયો. ‘રામનું સ્વપ્ન ભરતને ફળ્યું એ કથન મુજબ અન્ય માટેનો સરસ્વતી પ્રસાદ ઋષભને મળ્યો તેથી તે ઉત્તમ કાવ્યો કરવા લાગ્યા, અને વિદ્વાન કવિ ગણાયા.”(કવિ ઋષભદાસ એક અધ્યયન - પ્રો. વાડીલાલ ચોકસી પૃ. ૨૬) જો કે આ દંતકથા તર્કસંગત નથી લાગતી. એક તો ઋષભદાસ જન્મજાત શ્રાવક હતા. પરંપરાગત શ્રાવક હતા. તેથી રાત્રે લાડવો ખાય એ વાત અસંગત છે. એવી જ રીતે વ્રતધારી શ્રાવક હોવાને કારણે અન્યનો પ્રસાદ વગર પૂછુયે - અદત્ત પ્રસાદ - પોતે આરોગે એ વાત પણ ગળે ઉતરે એવી નથી. પાછા વ્યાસણા કરવાવાળા અને એ પણ મંદિરમાં ભગવાનની સામે પ્રસાદ આરોગે શું?! પ્રસાદનો એક અર્થ કૃપા થાય છે. એ અર્થમાં લઈએ તો સરસ્વતી દેવીની કૃપા એમના પર ઊતરી હતી એમ લઈ શકાય. વળી જેના દર્શન અનુસાર તો એમના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોરદાર હતો એ જ અર્થઘટન વધુ યોગ્ય લાગે છે. એ વગર આવી રચનાઓ ન થાય. આ દંતકથા બાજુએ રાખીએ તો પણ એટલી વાત તો સત્ય છે કે કવિ પોતાની દરેક કૃતિમાં સરસ્વતીની ભક્તિપૂર્વક સ્તુતિ કરી, તેમનો પાડ અને પ્રભાવ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પણ સ્વીકારે છે. કેટલીયે કૃતિઓમાં એમણે શબ્દોમાંથી શારદાનું મંદિર ઊભું કર્યું છે. સરસ્વતીના દરેકે દરેક રૂપથી માહિતગાર હતા તેથી સરસ્વતીના વિવિધ રૂપનો ઉલ્લેખ પોતાની કૃતિઓમાં કર્યો છે. ઉદાહરણ તરીકે ‘ઋષભદેવનો રાસ'ના પ્રારંભમાં કરાયેલ સ્તુતિ જોઈએ. ‘સરસતિ ભગવતી ભારતી, બ્રહ્માણી કરિ સાર, વાઘેસ્વરી વદનિ રમિ, જિમ હુઈ જયજયકાર. શુભદેવી સૂપરિ નમું, હંસાગમની માય, દેવિ કુમારી મનિ ધરું, જયમ મતિ નિર્મલ થાઈ. બ્રહ્મસુતા તું સારદા, બ્રહ્મવાહિની નામ, વાણી વચન દીઉ અસ્યાં, જયમ હોઈ વંડ્યું કામ. ભાષા તૂ બ્રહ્મચારિણી, હંસવાહિની માય, સકલ મનોરથ તું ફલઈ, જો તુસઈ ત્રિપૂરાય. હઈડઈ હર્ષ ધરી ઘણો, કરજે કજિન સાર, ઋષભ રાસ રંગિ રચું, સફલ કરૂં અવતાર. - ‘ઋષભદેવનો રાસ’ સરસતી ભાષા ભારતી, ત્રિપુરા શારદ માય, હંસગામિની બ્રહ્મસુતા, પ્રણમું તારા પાય. ૧ બ્રહ્માણી બ્રહ્મચારિણી બ્રહ્મવાહિની માત, દેવકુમારી ભગવતી, તું જગમાં વિખ્યાત. ૨ હંસવાહિની હરષતી, આપે વચનવિલાસ, વાગેશ્વરી વદને રમે, પોહેચે મનની આશ. ૩ કાશ્મીર મખમંડણી, કમળ કંમંડળ પાણિ, મુજ મુખ આવી તુ રમે, ગુણ સઘળાની ખાણિ. ૪ - હીરવિજયસૂરિ રાસ આ બંને પ્રશસ્તિઓમાં સરસ્વતીના સ્વરૂપનું આલેખન કરીને એમની શબ્દ સમૃદ્ધિનો પરિચય કરાવ્યો છે. “ઋષભદેવના રાસ'માં ૧૪ સ્વરૂપ બતાવ્યા છે તો હીરવિજયસૂરિ રાસમાં સોળ નામ છે એનું પ્રતિપાદન કર્યું છે. જે એમની સરસ્વતી માત પ્રત્યેની ભક્તિને પૂરવાર કરે છે. વ્યકિતત્વને નિખારનારા પરિબળો ૧) આર્થિક પરિબળ - માનવીની મુખ્ય જરૂરિયાત ત્રણ છે. રોટી, કપડાં અને મકાન. આ ત્રણે જરૂરિયાતો પૂર્ણ થાય તો મનુષ્ય બીજા કાર્યમાં આગળ વધી શકે. શ્રાવક કવિઓ ઓછા હોવાનું કારણ પણ એ જ છે કે મૂળભૂત જરૂરિયાતો. પૂર્ણ કરવામાં સમયનો વ્યય થાય છે માટે બીજી પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. જયારે અહીં તો કવિ પરંપરાગત લક્ષ્મીપતિ હતા. કારણ કે એમના પિતામહ અને પિતાશ્રીએ સંઘ કઢાવ્યા હતા જે એમની ગર્ભશ્રીમંતાઈ પૂરવાર કરે છે. વળી કવિ Page #88 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન પોતે પણ લખે છે કે - ગ્યવરી મઈહઈષી રે દીસઈ દૂઝતાં, સુરતરૂ ફલીઉ રે બાર્ય, સકલ પદારથ ઘરિ મિં લહ્યા, થિર થઈ લડી રે નાર્ય. - વ્રતવિચાર રાસા આ ઉપરાંત અમે ખંભાત ગયા ત્યાં પણ એક લોકવાયકા સાંભળવા મળી કે કવિ એક પગે ઊભા રહીને ચાર ચાર સામાયિક કરતા તથા કવિની આખા દિવસની લેખનની પ્રવૃત્તિ જાણીને એમના ગુરૂએ એમને પૂછ્યું કે તમારે અર્થોપાર્જન કરવાની જવાબદારી છે કે નહિ? ત્યારે કવિએ કહ્યું કે મારી દસ પેઢી ખાય એટલું ધન મેં યોગ્ય સ્થળોએ મારા ઘરમાં સુરક્ષિત રાખ્યું છે. પણ જેના નસીબમાં હશે એમને જ મળશે. માટે મારે અર્થોપાર્જનની જવાબદારી નથી. કહેવાય છે કે પછી જેમણે એમનું ઘર વેંચાતું લીધું એમણે ત્યાં ખોદકામ કરાવ્યું તો એમાંથી ઘણા ઘડા નીકળ્યા એમાંથી અમુક ઘડા ખાલી હતા તો અમુક ઘડામાં માટી કે કોલસા નીકળ્યા હતા. તો વળી વાડામાંના ઘડાને સાચવીને પાછા ડાટી દેતા એ ઘડા જમીનમાં ક્યાં સરકી ગયા તેની ખબર પડી નહીં. એક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પણ નીકળી હતી. આ બધાથી સિદ્ધ થાય છે કે કવિ ધનાઢય હતા. શ્રી અને સરસ્વતીનો સુભગ સંગમ એમનામાં હતો. ૨) પારિવારિક પરિબળ - કૌટુંબિક વાતાવરણ પણ વ્યક્તિત્વને નિખારવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગૃહકંકાશ વ્યક્તિત્વને રૂંધે છે જ્યારે સંપ સુલેહ વ્યક્તિત્વને નિખારે છે. કવિના પરિવારજનો વિનયી, સમજુ, પરગજુ, સહનશીલ, સૌજન્યશીલ હતા તેમ જ સંયુક્ત પ્રેમાળ કુટુંબને કારણે કવિનું વ્યક્તિત્વ ખીલ્યું હતું. કવિના શબ્દોમાં જ જોઈએ. સંપ બુહ મંદિરમાં ચ લહે હયગય વૃષભો ને ગાય, પુત્ર વિનીત ઘરે બહુય, શીલવંતી ભલી વહૂઅ. - હિતશિક્ષા રાસ. સંપ, સંપત્તિને કારણે કવિ ઋષભદાસને પોતાના વહેવાર - વ્યાપારનો ભાર પરિવારજનોને સોંપીને પોતાનો મોટા ભાગનો સમય પઠન - પાઠન - લેખનમાં જ પસાર કરવાની સુવિધા સહજતાથી પ્રાપ્ત થઈ હશે. આમ સંપ, સંપત્તિ અને કીર્તિ ને કારણે પણ વ્યક્તિત્વ વિકસ્યું હતું. તેમ જ પુત્ર પરિવારનો ખૂબ જ સાથ મળ્યો હતો એમ કહી શકાય. ૩) રાજકીય પરિબળ - અકબર બાદશાહના વખતમાં જીતાયેલા ગુજરાતમાં જહાંગીરના વખતમાં શાંતિ સ્થપાઈ ગઈ હતી. એ વખતે ઘણા કવિઓ થયા અને કાવ્યો રચાયા. ‘ઋષભદેવનો રાસ’માં ખંભાતના વર્ણનથી સિદ્ધ થાય છે કે ત્યારે જહાંગીરનું રાજ હતું. ‘તપનત્તર પોલીઉં કોટ દરવાજા, સાહા જહાંગીર જસ નગરનો રાજા.” Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઋષભદેવનો રાસ એવી જ રીતે હિતશિક્ષા રાસમાં પણ રાજાનું નામ છે. ‘એ નગરીની ઉપમા ઘણી જાહાંગીર પાદશાહ જેહનો ધણી.’ હિતશિક્ષા રાસ ત્યાર પછી શાહજહાં રાજા ગાદીએ આવ્યા તે પણ ન્યાય નીતિવાળા હતા એનો નિર્દેશ ‘હીરવિજયસૂરિના રાસ’માં છે. નયનસુંદર, સમયસુંદર આદિ મહાકવિઓ એ જમાનાની (કાળની) દેન છે. સંપૂર્ણ સતરમી સદીમાં પુષ્કળ કવિઓ થયા. એ શાંત રાજકીય વાતાવરણનું સૂચન કરે છે. આ ઉપરાંત હેમાચાર્ય અને તેમના સહાયકોએ ગૂર્જરમંડળમાં સંસ્કૃતિ અને વિદ્યાનું એક પ્રબળ પરિબળ ઉત્પન્ન કર્યું હતું. એ દરમ્યાન આપણી પ્રજામાં સાહિત્ય વિદ્યા આદિ જોરથી ફેલાયા હતા. નવા પરિબળો પણ ઉમેરાણા એ સર્જક યુગમાં અનેક કવિઓ થયા. એનો લાભ ‘શ્રાવક કવિ ઋષભદાસ’ને પણ મળ્યો. ૪) ભૌગોલિક પરિબળ રમ્ય, મનોરમ્ય, રમણીય, શોભનીય, દર્શનીય પરિસર મનને તરબતર કરી દે છે જેથી અંતઃસ્ફુરણા ઝરણાની માફક વહી ઉઠે છે. જ્યારે મલિન પરિસરથી મન અસ્વસ્થ થઈ જાય છે અને મનમાં સારા વિચારો પણ પ્રવેશતા નથી. - શ્રાવક કવિ ઋષભદાસ રિદ્ધિ - સિદ્ધિથી ભરપૂર સમૃદ્ધ નગરીના રહેવાસી હતા. જે એમના ‘હિતશિક્ષા રાસ,’ ‘મલ્લિનાથ રાસ,’ ‘હીરવિજયસૂરિ રાસ’ આદિ રાસોમાં થયેલા એમની નગરીના વર્ણનથી સિદ્ધ થાય છે. કવિના જણાવ્યા મુજબ અનુપમ ગામ, જેહના બહુ છે નામ ગુજરાતના બધા નગરોમાં ખંભાત ચડિયાતું નગર છે. જે રત્નાવતી, કનકવતી, ત્રંબાવતી, ભોગવતી, લીલાવતી, કર્ણાવતી સ્તંભતીથી, સ્તંભનપુર, ખંભનયરિ, થંભન, થંભણી, થંભનપુર, ખંભાયત, મહીનગર, ગુપ્તક્ષેત્ર અને ખંભાનગરથી ઓળખાય છે. અંગ્રેજોએ એનું નામ કેમ્બે પાડ્યું હતું. આ નગરી અલકાપુરી/અમરાપુરી જેવી દર્શનીય, શોભનીય, રમણીય છે. ત્યાંના પુરૂષો ઈંદ્ર સમાન અને સ્ત્રીઓ પદ્મિની સમાન શોભે છે. ત્યાં ઘણા વહાણો વખારો અને વેપારીઓ છે. સમુદ્રની લહેરો શોભી રહી છે. એને ફરતો કોટ અને ઘણા દરવાજા છે તેનો રાજા બાદશાહ જહાંગીર છે. ત્યાં પંચાસી ઊંચા જિનમંદિરો અને પિસ્તાળીસ પૌષધશાળાઓ - ઉપાશ્રયો છે. ગુરૂ નામે પોહોતી આસ, ત્રંબાવતીમાં કીધો રાસ, સકલ નગરીમાં જોય, ત્રંબાવાતી તે અધિકી હોય. ૧૨ સકલ દેશ તણો શિણગાર, ગુર્જર દેસ નર પંડિત સાર, ગુર્જર દેસના પંડિત બહુ, ખંભાયત આગળ હારે સહુ. જિંહા વિવેક વિચાર અપાર, વસે લોક જિંહા વર્ણ અઢાર, ૧૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૩ જીવવિચાર રાસ એક અધ્યયન ઓળખાયે જિહાં વર્ણાવરણ, સાધુ પુરૂષના પૂજે ચરણ. ૧૪ વસે લોક વારૂ ધનવંત, પહેરે પટોળાં નર ગુણવંત, કનક તણા કંદોરા જડ્યા, ત્રિય આંગળ તે પુળા ઘડ્યા. ૧૫ ભોગી લોક ઈસ્યા જિહા વસે, દાનવરે પાછા નવિ ખસે, ભોગી પુરૂષ ને કરૂણાવંત, વાણિગ છોડિ બાંધ્યા જંત. ૨૫ પંચ્યાસી જિનના પ્રાસાદ, ધ્વજ તોરણ તિહાં ઘંટાનાદ (પા.) ઈન્દ્રપુરી શું કરતા વાદ, પસ્તાલીસ જિહાં પૌષધશાળ, (પા.) પોષધશાલા જિહાં બહુ તાલ, કરે વખાણ મુનિ વાચાળ. ૨૭ ઉપાસરો દેહરૂ ને હાટ, અત્યંત દુર નહિ તે વાટ, ઠંડલ ગોચરી સોહિલ્યા આહિ, મુનિ અહિં રહેવા હીંડે પ્રાહિં. ૨૯ ઈસ્યું નગર –બાવતી વાસ, હીર તણો તિહાં જોડ્યો રાસ, પાતસા ખરામ નગરનો ઘણી, ન્યાય નીતિ તેહનિ અતિ ઘણી.૩૦ - હીરવિજયસૂરિ રાસ આમ ખુદ કવિની કલમે જ ખંભાત નગરીનું અતિ ઉજ્જવલ વર્ણન કરાયું છે, જેનાથી સિદ્ધ થાય છે કે આ નગર દોમદોમ સાહ્યબીથી છલકાતું હતું. અહીંના શ્રાવકો દાન, શિયળ, તપ, ભાવથી તરબતર હતા. અહીં ભોગ-ત્યાગનો સુભગ સંગમ હતો. (કડી નં. ૨૫) અલકાપુરી જેવી આ નગરીમાં અઢારે આલમના લોકો વસતા હતા. અને અન્ય લોકો અહીં આવીને વસવાની ઝંખના સેવતા હતા. ધરમ અને કરમની અહીં જુગલબંધી હતી (કડી નં. ૨૯) અહીંના રાજાની ન્યાય નીતિ વખણાતી હતી. લોકો રાજાને કર પણ પૂરા ભરતા હશે જેથી આ નગર સગવડોથી ભરપૂર, સમૃદ્ધ ને સંસ્કારી હતું. ખંભાતમાં શું વખણાતું એનો પણ ઉલ્લેખ કવિએ કર્યો છે. વહેલ, વરઘોડો, વીંજણો, મંદિર જાતિ ભાત, ભોજન દાલને ચૂડલો, એ સાતે ખંભાત. - ભરત બાહુબલિ રાસા ત્યાંની સાત વસ્તુ ખૂબ વખણાતી હતી એ રાસમાં વણી લીધું છે. (૧) વહેલ (૨) વરઘોડો (૩) વીંઝણો (૪) મંદિરની જાળીઓની કોતરણી (૫) ભોજન (૬) દાળ અને (૭) ચૂડલો. (ખંભાતના તાળાં પણ વખણાતાં, હાલ ખંભાતનો હલવાસન, સૂકાં ભજીયા અને અકીકના ધરેણાં વખણાય છે.) કવિએ ખંભાતનું જે વર્ણન કર્યું છે તેના સમર્થનમાં બીજી અનેક જગ્યાએ વર્ણન પ્રાપ્ત થાય છે જે નીચે મુજબ છે. ૧) શ્રાવક કવિ ઋષભદાસના સમકાલીન કવિઓ જયસાગર (વિજયસેનસૂરિ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત સજઝાય ૧૬૦૪), સ્થાનસાગર (અગડદત્તરાસ ૧૬૨૯) આદિએ પણ ખંભાતની સમૃદ્ધિનું વર્ણન કર્યું છે. ૨) ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ (પૃ. ૯૫ થી ૨૫૨) નું વર્ણન પણ સરખાવવા જેવું છે. “જહાંગીર બાદશાહના સમયમાં ખંભાતમાં માત્ર નાનાં વહાણ આવી શકતા. હતા. જહાંગીર બાદશાહે ખંભાતમાં સોનાની મહાર કરતાં ૨૦ ગણા વજનના સોના અને રૂપાના ટાંક પાડવાનો હુકમ કર્યો હતો. | (કવિ ઋષભદાસ એક અધ્યયન - મૃ. ૧૨) ૩) ખંભાત વિશે ૧૭ મી સદીના યુરોપિયન મુસાફરોએ નીચે મુજબ બયાન કર્યું છે. અ) ખંભાત (૧૫૯૮) માં વેપાર એટલો બધો છે કે જો મેં તે જોયો ન હોત તો. એટલો વેપાર ત્યાં હોય એમ હું માનત નહિ.- સીઝરફેડ્રિક - બ) સને (૧૬૨૩) ખંભાત શહેર ઘણી જ વસ્તીવાળું અને ઘણા મોટાં પરાવાળું છે અને ત્યાં વહાણ ઘણા જ એકઠા થાય છે.- ડીલાવેલી ક) સુરત સાથે સરખામણી થાય નહિ એટલું બધું સુરતથી મોટું ખંભાત છે.એન્ડલસ્સો સને ૧૬૩૮ ડ) સુરતથી બમણું મોટું ખંભાત હતું.- બેલ્જીયસ સને ૧૬૩૧ | (ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ પૃ. ૨૫૩). ૪) ગુજરાત સર્વસંગ્રહમાં જણાવ્યા મુજબ (પૃ. ૨૫૪ - ૨૫૫) ઈ.સ. સોળમી સદીમાં ખંભાતના અખાતના મથાળા આગળનો ભાગ પૂરાઈ જવાથી ફક્ત નાનાં વહાણો જ અને તે પણ મોટી જુવાળ વખતે ખંભાત આગળ આવી શકતા તેથી ખંભાતનો માલ દીવ, ઘોઘા અને ગંધાર બંદરેથી નાની હોડીમાં લવાતો અને મોકલાતો. આવું હોવા છતાં પુષ્કળ માલ આયાત અને નિકાસ થતો. આ બધામાં સુતરાઉ કાપડ ખંભાતથી એટલું બધું ચડતું કે ખંભાતને આખી દુનિયાનું વસ્ત્ર કહેવાતું.” (ગુજરાત સર્વસંગ્રહ પૃ. ૨૫૪-૨૫૫) આ સર્વ મુદા કવિના ખંભાત વર્ણનને સમર્થન આપે છે. જો કે કાળક્રમે આ સમૃદ્ધિ ઘસાતી ગઈ જેના વિશે ગુજરાત સર્વસંગ્રહમાં લખ્યું છે કે – “ઈ.સ. સત્તરમી સદીમાં ખંભાતના અખાતના મથાળા આગળનો ભાગ પૂરાઈ જવાથી ઉત્તર ગુજરાતમાં ઘણી અવ્યવસ્થા હોવાથી સને ૧૯૭૦માં મસ્કતના આરબોએ દીવબંદર પાયમાલ કરવાથી, યૂરોપના વેપારીઓની કંપની આવવાથી અને મક્કે જ આવ કરવાનું મથક સુરત હોવાથી સુરત ગુજરાતમાં મોટું વેપારનું મથક થઈ પડ્યું ને આ રીતે ખંભાત ઘસાતું ગયું.” (ગુજરાત સર્વસંગ્રહ પૃ.૨૫૬) ૫) ખંભાતના જિનાલયો (પૃ.૩) ચંદ્રકાંત કડિયાએ નીચે મુજબ લખ્યું છે. ખંભાત એટલે જૂના જમાનાના ભારતના જળ માર્ગનું સિંહ દ્વાર, ગુજરાતના વેપારને ધખતું રાખનાર આ બંદર ને તેની જાહોજલાલી એટલાં તો જગમશહૂર બન્યાં હતાં કે Page #92 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૮૫ ગુજરાતના પર્યાય તરીકે ખંભાત ઓળખાતું ક્યારેક તો ગુજરાતનો બાદશાહ ખંભાતના બાદશાહ તરીકે સંબોધન પામ્યો છે. ! ખંભાતની આ જાહોજલાલીમાં જૈન વણિકોનો તથા તેના દાનવીર શ્રેષ્ઠીઓનો ફાળો બહુમૂલ્ય છે. લક્ષ્મીનો ઔદાર્યપૂર્ણ કોઠાસૂઝથી ઉપયોગ કરીને પણિકાએ મહાજન તરીકેની નામના મેળવી છે. ખંભાતની સમૃદ્ધિથી આકર્ષાઈને કે પછી માનવમાત્રની ઈચ્છા પોતાનો વધારે ને વધારે ઉત્કર્ષ કરવાની હોય છે તે કારણે તેમના પિતાશ્રી વિસનગર છોડીને ખંભાત બંદરે વસ્યા. ત્યાં એમણે વેપાર સારો વિકસાવ્યો હોવો જોઈએ જેથી એમણે પણ સંઘ કાઢ્યો હતો. આજે પણ આપણે જોઈએ છીએ કે મુંબઈ આવવાનો ધસારો કે અમેરિકાનું વળગણ માનવીની ઉત્કર્ષની ઝંખનાનું દિગ્દર્શન કરે છે. આવી સમૃદ્ધ નગરીના વસવાટે પણ એમની કવિત્વ શક્તિનો વિકાસ થયો હતો. અર્થાત્ ભગાલિક વાતાવરણે એમના વ્યક્તિત્વ નિખારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ખંભાતનું વર્ણન વાંચ્યા પછી ખંભાતને - કવિની કર્મભૂમિને જોવાની તીવ્ર ઉત્કંઠા જાગી એને પૂર્ણ કરવા તા. ૦૬-૦૭-૦૮ છઠ્ઠી જુલાઈ ૨૦૦૮ ના ખંભાત તરફ પ્રયાણ કર્યું. ખંભાતમાં પ્રવેશ્યા ત્યારે કવિના વર્ણન અનુસાર જે ખંભાતની કલ્પના કરી હતી તે ભાંગીને ભૂકો થઈ ગઈ. કવિના વર્ણનાનુસાર ત્યાં હાલ કોઈ સમૃદ્ધિ નજરે પડતી નથી. શ્રાવક કવિ ઋષભદાસનું ઘર ‘માણેક ચોક’માં હતું. જે આજે ‘કવિ ઋષભદાસ શેઠની પોળ’તરીકે પણ ઓળખાય છે. કવિનું ઘર ત્યાંની ભાષામાં ચાર મજલાનું ગણાય એનો પ્રથમ માળ ભોંયરાનો પછીનો જમીનની સપાટી પર અને ત્યાર પછી બે માળ આમ ચાર માળનું મકાન આજે પણ ત્યાં છે. ઉપર આગાસીમાં દેરાસર હતું. અલબત ત્યાં કવિના કોઈ વારસદાર રહેતા નથી. આ ઘર નગીનદાસ કરશનદાસ ઝવેરી નામના શખસે ૧૫૦ વર્ષ પૂર્વે ખરીદ્યું હતું. એમને એક સુપુત્ર કેશીદાસ હતો. હાલ તેમના ચાર સુપુત્રો કુસુમચંદ્ર, બીપીનચંદ્ર, સુરેન્દ્ર અને ચંદ્રકાંત (બાબા) ભાઈનો પરિવાર રહે છે. મુખ્ય પ્રવેશ દ્વારવાળા ઘરમાં ચંદ્રકાંતભાઈ રહે છે. તેમણે અમને મીઠો આવકાર આપ્યો અને ઘર વિશે સઘળી માહિતી આપી. એમના બીજા બે ભાઈઓએ પણ સાથ સહકાર આપ્યો. કુલ ૧૬ રૂમ અને બે ભોંયરા છે. હાલ ચારે ભાઈઓના પરિવાર અલગ અલગ રહે છે. ઉપર નીચે મળીને દરેકના ચાર ચાર રૂમ છે. ચંદ્રકાંતભાઈના ઘરમાં નીચે ભોંયરામાં ટાંકો છે. જે કવિના સમયથી જ યથાવત્ છે. એમના રસોડામાંથી એમાં જવાનો માર્ગ છે. ૨૨ ફુટનો ચોરસ પ્રવેશદ્વાર છે જેની ઊંડાઈ ત્રણ મીટર છે. એમાં સામસામેની ભીંતમાં ખાંચા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત રાખવામાં આવ્યા છે જેમાં પગ મૂકીને માણસ નીચે ઉતરી શકે. નીચે ઉતર્યા પછી ૨૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં ૧૫ ફૂટની ઊંચાઈવાળી કમાનવાળી ગોળ ઓરડી કે ટાંકો છે. જેમાં વરસાદનું પાણી સંગ્રહવામાં આવે છે. બે ઈંચ વરસાદ પડે તો પણ ટાંકો ભરાઈ જાય છે. જે ચારે પરિવારને પાંચ વરસ સુધી ચાલે એટલો હોય છે. દર ત્રણ વરસે એ ટાંકાની સફાઈ કરવામાં આવે છે. ચારે પરિવાર અલગ રહે છે પણ ચારેના ઘરના દરવાજા ઉપરની અગાશીમાં નીકળે છે. અર્થાત્ બધા વચ્ચે અગાશી એક જ છે. ત્યાં અગાશીમાં એક ઓરડીમાં ઘર દેરાસર હતું. અગાશીમાં જવા માટે સ્ત્રી અને પુરૂષને જવાના અલગ અલગ દાદરા હતા. ત્યાં ઘર દેરાસર પાસે પાકી જાળી હતી. દાદરાની ઉપર સરકી જાય એવા દરવાજા હતા જેથી ઉપરથી બંધ થઈ જાય. આ દેરાસરનો ભાગ સુરેન્દ્રભાઈના ઘરની હદમાં હતો તેથી તેની પૂજા પણ તેઓ કરતા હતા. આજે પણ પ્રથમ પૂજા તેઓ જ કરે છે. આ ગૃહમંદિરને (ઘર દેરાસરને) ૨૫ વર્ષ પહેલા તેમના ઘરની બાજુમાં શંખેશ્વર પાર્શ્વનાથના દેરાસરમાં પધરાવ્યું છે. આ ઘર દેરાસર અગરતગરના લાડકાનું બનેલું છે. જેને ‘નીર’ લાકડું પણ કહેવાય છે. આ લાકડું અગ્નિમાં બળતું નથી. આગ લાગે તો આ લાકડામાંથી પાણી નીકળવા લાગે છે જેથી તે બળતું નથી. ખૂબ જ કલાત્મક દેરાસર છે. આ દેરાસર આશરે અઢીસો (૨૫૦) ભાગ એકબીજામાં જોડીને બનાવેલું છે. હમણાં જેના પર ચૌદ સ્વપ્ના છે તે પહેલા ચાર દરવાજા હતા. જેને હવે જોડીને એક કરી દીધા છે. દરવાજાની ઉપર પદ્માવતી માતા, પાર્શ્વનાથ ભગવાનની દીક્ષાનો વરઘોડો છે. વરઘોડાની ઉપર અષ્ટમંગલ છે. પાર્શ્વનાથની મૂર્તિની આસપાસ ચાર થાંભલા છે. થાંભલા ગોળ છે. પણ બહારથી ચોરસ દેખાય એવું રૂપ આપ્યું છે. આવા મનોરમ્ય દેરાસરની પાર્શ્વનાથની મૂર્તિ સામે એક પગે ઊભા રહીને શ્રાવક કવિ ચાર ચાર સામાયિક કરતા, ૨૦ નવકારવાળી ગણતા હતા. વળી કવિ ઋષભદાસના ઘરની બાજુમાં જ આઠ દેરાસર હતા જે આજે પણ છે. ત્યારપછી બીજા બે દેરાસર થતા આજે ત્યાં દશ દેરાસર છે. ત્યારની સમૃદ્ધિ ઓસરી ગયા પછી પણ આજે દેરાસરને કારણે એ પરિસર મનોરમ્ય લાગે છે તો કવિ હશે ત્યારે કેટલું રમણીય, દર્શનીય વાતાવરણ હશે એ કલ્પના જ કરવી રહી. શ્રાવક કવિ ઋષભદાસની લેખનકળા જે ઓરડામાં ચાલતી હતી એ ઓરડો મુખ્ય દરવાજાની ઉપરના માળ પર હતો. હવા - ઉજાસ પૂરતા મળે એવા બારી બારણાવાળા ઓરડામાં બેસીને કવિ પોતાની લેખન પ્રવૃત્તિ કરતા હતા. ત્યાંથી લોકોની અવર જવર તો દેખાય જ પણ ઘરની વ્યક્તિઓ આવે તો બંધ બારણું ખોલવા માટે નીચે ન જવું પડે અને ઉપરથી જ ઊભાઊભા કળ કે તાળું ખોલી Page #94 -------------------------------------------------------------------------- ________________ કવિ ૮ષભદાસનું ઘર અને પોળ 8 કવિ ઋષભદાસ Hહૈ નમઃ સ્મત છે કવિત્રકષભદાસમા -: ફવિ ઋષભદાસ સમૃતિ:ઈસ,૧૫૭૫ થી ૧૬૩૫ દરમ્યાન થયેલ ખંભાત 'ના વિવર્ય શ્રી ઋષભદાસ છાલ ની સીમા થી અતીત છે. જૈનાચાર્ય વિનય હરિ સુ.મ.સી.ની કૃપા પાત્ર બની સરસ્વતી ની વર પાનું રણ વિએ ગુજરાતી સાહિત્યને ફ્રાય ચન ટારા સમૃદ્ધ અને તેમાં જ તન ધર્મ રમત પૂનમ ભકૃિતના શ્રદ્ધાના પ્રાણ + કા મટવ પાયા હૈ.વિ ઉમા સંડર છે કે પ્રેમાનંદ, કોમળદાસ, નર્મદાશોર, દયારામ થી ૯ | રજા રતા ઋષભદાસ વિ છે ” આમ દ્વિર £ પા તા. માણડગ્રડમાં તેમનો ન વાસ કરે જિન મંદિર બનાવેલ છે વત #ક #મ શ્રી નવગ્રહાધિ પતિ શ્રી શંખે 2 વર વાર્વિનાથ જિનાલય તરી માં ગાયાં છે કવિ તૃષભ દાસ પૉળ માં મોજુદ છે :મરક નિ મ ણ સાઈન દય - ક રાષ્ટ્રસંત , ૨છાધિ પતિ રે ! સાહસ શ્રી સયોદય સારુ ર ર વર છે , માં, મારક Bરદ-પૂ પે સાગારચંદસાર . માર (ઉંદરીટ-સે. ર૦૬૩ = ૩. & tea/?. ( સ યો :- એ ભ ત ર લ સેજલથડી હAવર પાળે અંજન પ્રતિષ્ઠા લાભથી , કવિઋષબિંદાસ શેઠની Page #95 -------------------------------------------------------------------------- ________________ રાસરી, જુમાની એક અગર તગરનું દેરાસર છે ' જ ' અ ' છે. જો . SET નીમી មានអ្នកណាស់ દશ કરી N = 2 કેર olla lýsiis Page #96 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ८७ શકાય એવી વ્યવસ્થા હતી જે આજે પણ છે. દરવાજા પરના લાકડાના કળવાળા તાળા આજની ‘લૉક સિસ્ટમ'ને ટક્કર મારે એવા હતા. સલામતીની જડબેસલાક વ્યવસ્થા જોઇને મન આફ્રીન પોકારી ઊઠ્યું. ત્યારના કુશળ કારીગરોને દાદ આપવાનું મન થઈ ઉઠે એવી રચના હતી. આજે સામાન્ય દેખાતું ઘર ત્યારે સમૃદ્ધિની ચાડી ખાતું હશે. આશરે ચારસો વર્ષ જૂના ઘરની જાહોજલાલી, શાંત, રમ્ય, મનભાવન વાતાવરણ કવિની કલ્પના શક્તિને ન ખીલવે તો જ નવાઈ ! કવિના મહોલ્લામાં બહાર નીકળ્યા ત્યાં માણેક ચોકમાં આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિ વિજયજીના પ્રયત્નથી બહાર એક શીલાલેખ રોપવામાં આવ્યો છે. જેમાં ‘કવિ ઋષભદાસ’નો સંક્ષિપ્ત પરિચય છે. આમ કવિના વ્યક્તિત્વને નિખારનાર ભૌગોલિક વાતાવરણ અને ઘરના વાતાવરણની કલ્પના કરતા અમે ત્યાંથી વિદાય લીધી. ૫) ધાર્મિક પરિબળ - કવિના ઘરમાં પરંપરાગત ધાર્મિક વાતાવરણ હતું. જેને કારણે પ્રકાંડ - પ્રતિભાશાળી, ગૌરવશાળી, વિદ્વાન, પંડિત, શિક્ષિત ધર્મગુરૂઓનો સહયોગ એમને મળ્યો હતો. એમના પ્રતાપે તેમને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓનું તથા શાસ્ત્રોનું - સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનને પોતા પૂરતું સીમિત ન રાખતા અન્યજનોને શીખવાડવાના હેતુથી કાવ્યના માધ્યમથી વહેવડાવ્યું હતું. એમના કાવ્યસર્જન પર ધાર્મિક વાતાવરણની ઊંડી અસર હતી જે એમના કાવ્યો સાહિત્ય સર્જન પરથી જણાય છે. - સમગ્રતયા જોતા કવિના વ્યક્તિત્વને નિખારવામાં આર્થિક, પારિવારિક, રાજકીય, ભૌગોલિક અને ધાર્મિક પરિબળોએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. શ્રાવક કવિ ઋષભદાસનું કવિત્વ સાહિત્ય જગતમાં મધ્યકાલીન યુગ સુવર્ણકાળ ગણાય છે. આ યુગમાં’ વિપુલ ગુજરાતી સાહિત્યનું સર્જન થયું છે. જેને સાહિત્ય જગતની વિરલ ઘટના ગણી શકાય. ભાષાવિકાસ અને ભાષા અભિવ્યક્તિ કલાનું એક સમૃદ્ધ ચિત્ર એમાંથી મળે છે. એનાં શબ્દરાશિ, રૂઢિપ્રયોગો, વાક્છટાઓ, વાગભંગિઓ આપણને રસતરબોળ બનાવે છે. મધ્યકાલીન સાહિત્ય બહુધા હેતુલક્ષી છે. પછી એ હેતુ વૈચારિક મતની સ્થાપનાના હોય, ધર્મબોધનો હોય, સાંપ્રદાયિક મહિમા ગાનનો હોય કે પછી લોક શિક્ષણનો હોય. મધ્યકાળના રચયિતાઓ પોતાને કવિ તરીકે અલ્પ, ભક્ત તરીકે વિશેષ ઓળખાવે છે. તેઓ જ્ઞાની, સંતો, ભટ્ટો તો કોઈ વળી શ્રાવકો છે. ત્યારનું જે સાહિત્ય પ્રાપ્ત થાય છે એમાં જૈન સંપ્રદાયનો હિસ્સો ઘણો મોટો છે. એના રચયિતાઓ પ્રાયઃ કરીને જૈન સાધુ ભગવંતો છે. શ્રાવકો તો આંગળીને Page #97 -------------------------------------------------------------------------- ________________ ८८ શ્રાવક કવિ ઋષભદાસ કૃત વેઢે ગણાય એટલા જૂજ છે. ગૃહસ્થાશ્રમમાં રહીને કવિ બનનારામાં બારમા શતકના નેમિચંદ્ર ભંડારી, તેરમાના આસગુ અને વાંછો, ચૌદમાના વસ્તુપાલ, વિધ્ધણુ અને વસ્તો (વસ્ટિંગ), પંદરમાના ભોજક, દેપાલ અને વચ્છ ઉર્ફે વાછો, સોળમી સદીના શ્રાવક કવિઓ ખીમો અને લીંબો તથા સત્તરમી સદીના શ્રાવક કવિઓ વાનો આદિ વિરલ વ્યક્તિઓમાંના એક કવિ ઋષભદાસ પણ છે. શ્રાવક કવિ ઋષભદાસે પણ કેટલાક શ્રાવક કવિઓનો નિર્દેશ ‘કુમારપાલરાસ’માં કર્યો છે. ડૉ. જયંત કોઠારીના જણાવ્યા મુજબ ‘“મધ્યકાલીન સાહિત્યના રચયિતાઓએ અનેક પ્રકારના કવિકર્મો ને કાવ્યસિદ્ધિ પ્રગટ કર્યા છે. જેવા કે ગદ્યલીલા, ભાવ પ્રવણતા, સુભાષિત કૌશલ, વર્ણનવૈભવ, નાટયગીતાત્મક, ભાવાભિવ્યક્તિ, બુદ્ધિચાતુર્ય, અલંકારચાતુર્ય, પ્રાસચાતુર્ય, ધ્રુવાનાવીન્ય, પદ્યગાનછટા વૈભવ, વગેરેનો આસ્વાદ લેવા જેવો છે. મધ્યકાલીન શુદ્ધ સાહિત્ય નહોતું પણ સંપૂર્ણ સાહિત્ય તો જરૂર હતું.” (મધ્યકાલીન શબ્દકોશ જયંત કોઠારી પૃ. ૨૩) શ્રાવક કવિ ઋષભદાસનું કવિત્વ એમના કાવ્યમાં સોળે કળાએ ખીલ્યું છે. કાવ્યના અનેક પ્રકાર છે જેવા કે કવિતા, કવિત્વ, ફાગુ, રાસા, રાસ, રાસડા, સ્તવન, બારમાસા, સ્તુતિ વગેરે દરેકનું પોતાનું એક સૌંદર્ય હોય છે. કવિએ રાસ, હરિયાળી, સુભાષિત, સ્તવન, સજ્ઝાય, ચૈત્યવંદન, નમસ્કાર, ઢાલ આદિમાં એમની કલમ ચલાવી છે. કવિ કાવ્યના ગુણ જાણતા હશે જેથી એમના કાવ્યોમાં એ ગુણો હીરાની જેમ ચમકે છે. કાવ્યની વિવિધ વ્યાખ્યાઓ - ગુણો ૧) “અભીષ્ટ અર્થને સંક્ષેપમાં પ્રગટ કરવાવાળી પદાવલીને કાવ્ય કહેવાય છે.” ૨) ‘શાર્થી સહિતૌ ગવ્યમ્ I’ શબ્દ અર્થ સહિત હોય તે કાવ્ય. - આલંકારિક શ્રી ભામહ ૩) ‘રમળીયાર્થ પ્રતિપાલઃ શત્વઃ ગવ્યમ્।' - રમણીય અર્થને પ્રતિપાદન કરવાવાળા શબ્દને કાવ્ય કહેવાય છે. પં. જગન્નાથ - ‘રસગંગાધર’ ૪) ‘રસાત્માં વાવયં ગવ્યમાં' રસયુક્ત વાક્ય કાવ્ય છે. - આચાર્ય વિશ્વનાથ ૫) કવિતાનો સૌથી મોટો ગુણ છે અદૃશ્યથી સાક્ષાત્કાર, અગમ્યનો આત્માનુભવ અને અપ્રાપ્ય (શાંતિ)નું મધુર સંવેદન. કાવ્ય રસમય હોય છે. કાવ્યમાં રસ ભવ્ય શરીરમાં સુયશ સમાન છે. શબ્દ એના પ્રાણ છે, અર્થ મન છે, છંદ એના ચરણ છે અને અલંકારથી તે ઉત્કૃષ્ટ બની જાય છે. - શ્રાવક કવિ ઋષભદાસના કાવ્યોમાં કાવ્યના અનેક અંગોનું સુંદર આયોજન થયું છે જે એમના કવિત્વનું પ્રબળ પાસું છે એમના કવિત્વનું મૂલ્યાંકન એમની પ્રાપ્ત કૃતિઓ અને જૈન ગૂર્જર કવિઓમાં આપેલી આદિ - અંતની પ્રશસ્તિને આધારે Page #98 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૮૯' પ્રસ્તુત છે. ૧) રસ યોજના - રસને કાવ્યનો આત્મા કે પ્રમુખ તત્ત્વ મનાય છે. જેવી રીતે આપણા શરીરમાં આત્મા પ્રધાન છે એ જ રીતે કાવ્યમાં રસ પ્રધાન હોય છે. રસના અભાવમાં કાવ્ય નીરસ મનાય છે. રસહીન કાવ્ય મૃત શરીરવત્ પ્રભાવહીન હોય છે. રસ ભારતીય કાવ્યશાસ્ત્રનો મૂળ આધાર છે. રસના મુખ્યત્વે નવ પ્રકાર છે વૃંગાર રસ, હાસ્ય રસ, કરૂણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદ્ભુત રસ અને શાંત રસ. (અનુયોગદ્વાર સૂત્ર - ઘાસીલાલજી મહારાજ સાહેબ સૂત્ર ૧૬૯ પૃ. ૮૨૮) શ્રાવક કવિ ઋષભદાસના કાવ્યો ધાર્મિક છે તેથી પ્રશમ શાંતરસની પ્રચૂરતા છે. છતાં ક્યાંક રસની રંગછટા પણ દેખાય છે. જેમ કે ‘વ્રતવિચાર રાસ’માં સરસ્વતી વર્ણનમાં શૃંગાર રસ છે તો “જીવવિચાર રાસ'માં નરકના વર્ણનમાં બિભત્સ રસ અને દેવવર્ણનમાં અદ્ભુત રસ છે. ૨) કાવ્યગુણ - રસના સ્થાયી ધર્મ અને ઉપકારક તત્ત્વને ગુણ કહે છે. જે કાવ્યને રસાળ બનાવે છે. પ્રધાનભૂત રસના નિત્ય ધર્મોને ગુણ કહે છે. રસસ્થાત્વિમHસ્થ ધર્મા શો યથા' જેવી રીતે આત્માનો ધર્મ શૂર– વીરત્વ આદિ છે એમ રસનો ધર્મ ગુણ છે. - સાહિત્યદર્પણ. ગુણ રસના ઉત્કર્ષનું પ્રધાન કારણ છે. કાવ્યના ગુણ કેટલા હોય એ માટે મતમતાંતર છે. પણ મુખ્ય ગુણ ત્રણ છે. (૧) માધુર્ય (૨) ઓજ અને (૩) પ્રસાદ. ૧) માધુર્યગુણ - જે રચનાથી અંતઃકરણ આનંદથી દ્રવીભૂત થઈ જાય તે માધુર્યગુણ. આ રસનો પ્રયોગ શૃંગારથી કરૂણમાં, કરૂણથી વિપ્રલંભ શૃંગારમાં તથા વિપ્રલંભ શૃંગારથી શાંત રસમાં અધિકાધિક થાય છે. ૨) ઓજગુણ - જે રચના સાંભળવાથી ચિત્તનો વિસ્તાર થાય છે ઓજસ્વી ભાવના ઉત્પન્ન થાય તેમાં ઓજગુણ હોય છે. આનો પ્રયોગ વીર, રૌદ્ર, ભયાનક તથા બિભત્સ રસમાં કરાય છે. ૩) પ્રસાદ ગુણ - જે ગુણ તત્કાલ ચિત્તને વ્યાપ્ત કરે છે. તેને પ્રસાદ ગુણ કહે છે. જયાં સરળ, સીધા, સાદા, સુબોધ શબ્દો દ્વારા વાક્યરચના કરાય છે ત્યાં પ્રસાદ ગુણ હોય છે. કવિની રચનામાં ત્રણે ગુણનો પ્રયોગ થયો છે. ૩) અલંકાર યોજના - કાવ્યની શોભાને વધારનાર તત્ત્વને અલંકાર કહેવાય છે. અલંકારના મુખ્ય બે પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર. ૧) શબ્દાલંકાર - શબ્દોના વૈવિધ્યથી કાવ્યને અલંકૃત કરવું, વિવિધ પ્રાસ સહિતના કાવ્ય - શબ્દાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, લાટાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ વગેરે. ૨) અર્થાલંકાર - જે શબ્દ અર્થ ગાંભીર્યને વ્યક્ત કરે છે તે અર્થાલંકાર કહેવાય Page #99 -------------------------------------------------------------------------- ________________ Go છે. જેમ કે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વક્રોક્તિ વગેરે. શ્રાવક કવિ ઋષભદાસે પાંડિત્યના પ્રદર્શન માટે અલંકારો નથી વાપર્યા પણ સહજ જ અનુપ્રાસાદિ અલંકારો આવી ગયા છે. એમણે પોતાની અલંકાર યોજનામાં સ્વાભાવિકતા અને પ્રભાવોત્પાદકતાનો નિર્વાહ કરવામાં પૂર્ણ સફળતા મેળવી છે. છતાં ‘વ્રતવિચાર રાસ’ના સરસ્વતી વર્ણનમાં અલંકારોની પરંપરામાં એમનું અલંકાર પ્રધાન માનસ છતું થાય છે. ૪) કવિની ભાષા શૈલી - સાદી, સરળ, મધુર, સંક્ષિપ્ત, રસાળ, સ્પષ્ટાર્થ શૈલી છે. કવિની રચનાઓ ભાષાની દૃષ્ટિએ વૈવિધ્યમયી છે. ગુજરાતીમાં રચાયેલી એમની રચનાઓમાં ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓના શબ્દોનો પ્રયોગ પણ થયેલો છે. જેમ કે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને અરબી ફારસી. એમના કાવ્યોમાં શુદ્ધ અરબી કે ફારસી ભાષાનો પ્રયોગ નથી થયો, પરંતુ એના લોકપ્રચલિત રૂપનો પ્રયોગ થયો છે. કારણ કે એ સમયે મોગલોના સંપર્કને કારણે લોકોમાં અરબી ફારસી ભાષાનો પ્રચાર હતો. જેવા કે - શ્રાવક કવિ ઋષભદાસ કૃત - · અપભ્રંશ સાહમ્મી વાત્સલ્ય, ઈસ્યું, સીલ. સંસ્કૃત - તવ, પ્રાય, અક્ષત, અભક્ષ્ય, નિત્ય, સામાયિક, વચન વગેરે. પ્રાકૃત - નયર, બેઈંદિય, પડિકમણું, સદારા, જઈન, જોનિ, જોઅણ વગેરે. અરબી અમલ, ઝં(ઓ)ગા, (ઝબો), વહી, તાસ વગેરે. ફારસી - નાપાક, ઈમ, પાદશાહ, જૂહારૂં, ખરચઈ, ચંદ, જબાપો, દમ વગેરે. હિંદી - પાતશા, ક્યું, પાદશાહ, અપારો, જબ, મૂઝ, માંદા વગેરે. એમણે બોલચાલની ભાષાનો પણ એમના સાહિત્યમાં પ્રયોગ કર્યો છે. જેમ કે વ્યવરી, મંડો, શામીવાછિલ, સ્યું વગેરે. આ રીતે વિવિધ ભાષાઓના શબ્દોના પ્રયોગથી એમના કાવ્યોમાં એક પ્રકારની વાસ્તવિકતા જોવા મળે છે. કવિની સીધી સરળ અને રસાળ સંવાદોવાળી શૈલી એમની કૃતિઓમાં એમની રચનાઓને શણગારે છે. અને પરોક્ષ રહેતા પાત્રોનું મનઃસૃષ્ટિમાં પ્રત્યક્ષવત્ દર્શન કરાવે છે. એમની કૃતિઓમાં પાત્રાનુરૂપ સંવાદમયી ભાષાનો પ્રયોગ પણ થયો છે. ખંભાતના સુલતાન હબીબલો અને હીરસૂરિ વચ્ચે મોહપતિ અને થૂંક અંગે થયેલો સંવાદ રસપ્રદ છે. જે પાછળ ‘હીરસૂરિવિજય રાસ’ના સંક્ષિપ્ત પરિચયમાં આપ્યો છે. આ ઉપરાંત ભાઈ-ભગિની સંવાદ, બીરબલ-હીરસૂરિ સંવાદ, જીભ દાંત વચ્ચેનો સંવાદ, પંચાંગુલી સંવાદ, ચોખા - ફોતરા સંવાદ વગેરે સંવાદો માણવા જેવા છે. એમના ભાષા વૈભવનું એક અંગ એમના કહેવતો અને રૂઢિપ્રયોગો પણ છે. પ્રચલિત કહેવતોના ઉપયોગથી એમની ભાષાની વ્યંજના શક્તિમાં વૃદ્ધિ થાય છે. - Page #100 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૯૧ ‘નીસરીઆ ગજ કેરા દંત તે કિમ પાછા પઈસઈ તંત.’ હાથીના મુખમાંથી બહાર નીકળેલા દંતશૂળો તેના મુખમાં કદી પાછા જતા નથી. “કુપરખ નરની વાચા અસી જિમ પાણીમાં લીટી ઘસી, કાચબ કેરી કોટ, ખ્યણમાં કેતી દેતો દોટ.’’ - કુપુરૂષનું વચન પાણીમાં તાણેલી લીટી જેવું હોય છે તે કાચબાની ડોકની જેમ એક ક્ષણમાં અનેકવાર ફરે એવું હોય છે. આવા ભાવની ‘અબી બોલા અબી ફોક’ કહેવત અત્યારે પ્રચલિત છે. કહેવતો અને રૂઢિપ્રયોગોમાં થોડાંમાં ઘણું કહેવાની તાકાત હોય છે. ભાષા સમૃદ્ધિની નિશાની છે. સુભાષિતોના ઉપયોગથી પણ કૃતિઓને શણગારી છે. “તજે નગર જિહા વઈરી ઘણા, તજે વાદ જિહાં નહીં આપણાં, તજે મહેલ જે અતિ જાજરા, તજઈ નેહ વિના દીકરા.” જે નગરમાં પોતાના વેરી હોય તે નગર તજી દેવું, જયાં પોતાના પક્ષના માણસો ન હોય ત્યાં વાદ કરવાનું તજી દેવું. અતિ જીર્ણ મકાનને તજી દેવું અને સ્નેહ વિનાના દીકરાને તજી દેવા. ‘જીવવિચાર રાસ’ જેવા રાસ સંસ્કૃત- પ્રાકૃત ગ્રંથોને આધારે રચ્યાં છે છતાં ભાષાની દૃષ્ટિએ સરળ છે ક્લિષ્ટ નથી. જો કે ‘વ્રતવિચાર રાસ'માં હરિયાળીને કારણે ક્યાંક અર્થ સમજવા કઠિન લાગે છે. ‘ક્ષેત્રસમાસ’ કે ‘સમકિતસાર રાસ’ જેવી રચનાઓ થોડી સમજવામાં અઘરી પડે એવું બને. કારણ કે તેના ભાવ સમજવામાં થોડા ક્લિષ્ટ હોય છે. એકંદરે એમની ભાષા દુર્બોધ પદો અને દીર્ઘ સમાસોથી મુક્ત, વિષયાનુરૂપ, વાગાડંબર રહિત, બિનજરૂરી અલંકાર રહિત, સરળ સુબોધ અને પ્રાસાદિક છે. મધુર, અસંદિગ્ધ, શુદ્ધતાને કારણે સામાન્ય કોટિની વ્યક્તિ પણ યથાર્થ રસપાન કરી શકે છે. એમના કાવ્યોમાં મુખ્યત્વે ઉપદેશાત્મક, કથાત્મક, પ્રતિપાદક, આલોચનાત્મક, વ્યાખ્યાત્મક, ભાવાત્મક શૈલીનો ઉપયોગ પ્રાયઃ વધારે થયો છે. વર્ણ વિષયને અનુકૂળ શૈલી છે. ૫) થાશૈલી - કવિએ અનેક સ્થળે મુખ્ય વિચારને પુષ્ટ કરવા માટે કથાનુયોગના દૃષ્ટાંતો આપ્યા છે. એમાં એમની સંક્ષિપ્ત લેખનશૈલીના દર્શન થાય છે. ઘણીવાર પોતાના મુખ્ય વિષયનું નિરૂપણ કરતાં વચ્ચે આડકથાઓ મૂકે છે. જો કે આવી શૈલી શિથિલતા સૂચક છે. છતાં તત્કાલીન સમયમાં રચાતા રાસકાવ્યો અને એવા કાવ્યોના શ્રોતાઓની રસવૃત્તિ સંતોષવાનું કાર્ય તેમ જ આ પ્રકારની રચનાઓ દ્વારા લોકોને વિવિધ વિષયોનું જ્ઞાન આપવાનું પ્રયોજન એવી શૈલી વડે જ સિદ્ધ થતું હોઈ સામાન્ય લોકો માટે તો એ રોચક અને ચિત્તાકર્ષક જ નીવડે છે. પાત્રાલેખન - સુઘડ, સજીવ, સ્વાભાવિક, પ્રતીતિકર પુરૂષપાત્રની જેમ સ્ત્રીનું Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પણ પાત્રાલેખન કર્યું છે. ચરિત્ર ચિત્રણમાં સારું કૌશલ દાખવ્યું છે. શ્રાવક કવિ ઋષભદાસની શૈલીમાં સ્વાનુભવનું અંકન અને ઘટનાચક્રનું યથાર્થ વર્ણન મળે છે. રાજનીતિ અને ઐતિહાસિક વિગતોને કવિ જે રીતે એક ઈતિહાસજ્ઞની રીતે પ્રસ્તુત કરી શકે છે તે જ રીતે કાવ્યમય પ્રસંગો પણ એક ઉર્મિશીલ અને ભાવુક કવિની જેમ વર્ણવી શકે છે. ૬) ઈદ - દેશી - વિવિધ છંદો, દુહા, ચોપાઈ, વસ્તુ, અડઅલ્લ, ગૂટક, કુંડલ, કવિત્ વગેરે છંદોનો પ્રયોગ કર્યો છે. - દેશી - રાગ - પોતાના કાવ્યો તાલબદ્ધ રાગમાં ગાઈ શકાય તેવી વિવિધ પ્રકારની દેશીઓમાં રચ્યા છે. વસંત-ભૈરવ વગેરે. વિશેષતા એમના કાવ્યોમાં કેટલેક સ્થળે તો એક જ ઢાળને ગાવા માટે બબ્બે દેશીઓનો તેમ જ બે - ત્રણ કે ચાર રાગોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જે કવિની સંગીત વિશારદતાને પૂરવાર કરે છે. સાત સ્વર ક્યાંથી નીકળે ને કોણ બોલે છે એનું પણ નિરૂપણ કર્યું છે. જે એમની સ્વરશાસ્ત્રની નિપુણતાને સિદ્ધ કરે છે. હીરવિજયસૂરિ રાસમાં છ રાગ ૩૬ રાગિણીઓના નામ આપીને પોતાની રાગ વિષયક જ્ઞાનની સિદ્ધિ કરી છે. ૭) વર્ણનાત્મક રૌલી - એમની વર્ણનાત્મક શૈલી એમની સૂક્ષ્મ, અદ્ભુત નિરીક્ષણ શક્તિનો પુરાવો છે. કુમારપાળ રાસમાં ખંભાતનું વર્ણન ઉત્સાહપૂર્વક વિસ્તારથી પણ કવિ સુલભ અતિશયોક્તિ વિનાનું કર્યું છે. તે ખાસ ધ્યાન ખેંચે છે. ખંભાત વિશે ૧૭મી સદીના યુરોપિયન મુસાફરો ડિલાવેલી, મેન્ડલસ્કો ને બોલ્ડિયસ જે કાંઈ લખી ગયા છે તેની સાથે તે મળતું આવે છે. જે કવિની ઉત્તમ વર્ણન શક્તિનો નમૂનો છે. પ્રકૃતિવર્ણનો - એમનો પ્રકૃતિપ્રેમ છતો કરે છે. માનવપ્રકૃતિના સ્વસંવેદનથી રચાયેલા છે. સરસ્વતી વર્ણનો - સરસ્વતી દેવીનું નખશીખ વર્ણન એમની કવિત્વ શક્તિનો પરિચય કરાવે છે. અન્ય નારીવર્ણનોમાં પરંપરાગત પ્રાકૃતિક ઉપમાનો પ્રયોગ કર્યો છે. એમના કાવ્યમાં આવતા પાત્રોના રૂપને વસ્ત્રાભૂષણના વર્ણનો રોચક છે. વ્રતવિચાર રાસમાં સરસ્વતીદેવીના વર્ણનમાં કવિનું વર્ણન કૌશલ વિશેષ ઝળકે છે. મનોવૈજ્ઞાનિક ચિત્રણ - ઉષાબેન શેઠના જણાવ્યા અનુસાર “કવિના સજીવ મનોવૈજ્ઞાનિક ચિત્રણ આકર્ષક છે. એવા કેટલાક વર્ણનોમાં કવિ પાઠકના મનોવગેતરપૂર્ણ અધિકાર રાખી શકે છે. એક ભાવ પછી તરત જ બીજા વિપરીત ભાવના નિરૂપણમાં એમની મનોવૈજ્ઞાનિક સૂઝની વિલક્ષણતાના દર્શન થાય છે.” (ઋષભદાસની સાહિત્યોપાસના - ઉષાબેન શેઠ પૃ. ૪૨૭) Page #102 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૯૩ ૮) બસત્તા - શ્રાવક કવિ ઋષભદાસની બહુસત્તાનો પરિચય એમના કાવ્યમાંથી મળે છે. માત્ર જૈન સાંપ્રદાયિક શાસ્ત્રોનું જ નહિ અન્ય શાસ્ત્રો વિષયોનું પણ એમને અનુપમ જ્ઞાન હતું. જેમ કે ૧) સ્વપરશાસ્ત્ર નિપુણતા - જેન ઉપરાંત અન્ય દર્શનોનું જ્ઞાન હતું. જેમ કે ‘વ્રતવિચાર રાસ’માંકહ્યું છે કે વેદ - પુરાણમાં રાત્રિભોજનની મનાઈ છે. જીવવિચાર રાસ’માં ષડ્રદર્શનનો નિર્દેશ છે. ૨) ભોજય પદાર્થ જ્ઞાન - કેટલાક કાવ્યોમાં ભોજય પદાર્થોના નામ મળે છે. ૩) આયુર્વેદ નિપુણતા - હિતશિક્ષા રાસમાં આયુર્વેદનું નિરૂપણ છે. ૪) જ્યોતિષ શાસ્ત્ર - રોહિણિયા રાસમાં કુંડળી મૂકી છે. ૫) સ્વપ્નશાસ્ત્ર - કુમારપાળને આવેલા સ્વપ્નોનું વર્ણન કર્યું છે. ૬) શુકન શાસ્ત્ર - શ્રેણિક રાજાને બેનાતટ નગરીમાં પ્રવેશતા થયેલા શુકન. ૭) સામુદ્રિક શાસ્ત્ર - પ્રસંગોપાત સ્ત્રી પુરૂષોના લક્ષણોનું વર્ણન, ગજલક્ષણ, અશ્વલક્ષણ આદિનું વર્ણન. આ ઉપરાંત રાજનીતિ, કૂટનીતિ, પાંચ પ્રકારના યુદ્ધ, જેન, શેવ, જ્ઞાની, વૃદ્ધ, મંત્રી, કૃપણ, જનની, માગણ, વણિક, ધન, દાન, ભિક્ષા, લક્ષ્મી, લજ્જા, દેણું, લોભ, વિનય, પુણ્ય, જયણા, વિવેક વગેરેના વર્ણનો તથા લોકોની સામાજિક, વ્યવહારિક આદિ જ્ઞાનની વૃદ્ધિ થાય એવા સંગ્રહો પણ મૂક્યા છે. જેમ કે ત્રણ દુઃખ, ચાર પાપ, સાત સ્વર, આઠનો સંગ્રહ - આઠ પુરૂષ, નવ અખુટ વગેરે. એમની સૂક્ષ્માતિસૂક્ષ્મ જાણકારીને પુષ્ટ કરે છે. એમના રાસમાં તત્કાલીન સમાજના સમૃદ્ધ ચિત્રો જોવા મળે છે. કુમારપાળ રાસમાં રાજપુતોની ૩૬ જાતોનું વર્ણન છે તેમ જ તે વખતની બીજી જ્ઞાતિઓ, તેમના ધંધાઓ, તે વખતના વ્યક્તિનામો, સિક્કાઓનું વર્ણન વગેરે તેમના સામાજિક વિષયના જ્ઞાનની પુષ્ટિ કરે છે. આ બધાથી એમની બહુટ્સત્તા સિદ્ધ થાય છે. ૯) કવિત્વ શલિ - કુમારપાળના રઝળપાટનો વિસ્તૃત ચિત્તાર તેમ જ સિદ્ધરાજની ચિતાનું વર્ણન એમના કવિત્વની ઉત્કૃષ્ટતાને સાબિત કરે છે. સોનાવરણી ચેહ બલે રે, રૂપાવરણી તે ધુહ રે, કુકમવરણી રે દેહડી, અગનિ પરજાલિએ તેહ રે. માન ન કરસ્યો રે માનવી, કિસ્યો કાયાનો ગર્વ રે, સુર નર કિનર રાજાઆ, અંતે મૃત્તિકા સર્વ રે. માન ન કરસ્યો રે માનવી. જે નર ગંજી રે બોલતા, વાપરતા મુખમાં પાન રે, તે નર અગનિ રે પોઢિઆ, કાયા કાજલ વાન રે... માન... ચંપક વરણી રે દેહડી, કદલી કોમલ જાંઘ રે, તે નર સુતા રે કાષ્ઠમાં, પડે ભડભડી ડાંગ રે...માન.. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત દેહ વિડંબણ નર સુણી, મ કરિસ તુષ્ણા તું લાખ રે, જેસંગ સરિખો રે રાજીઓ, ખાલી કર્યો તિહાં રાખ રે... ખરેખર વૈરાગ્યભાવ ઉત્પન્ન કરે એવું આ વિલાપ ગીત કવિની કવિત્વ શક્તિનું શ્રેષ્ઠ દૃષ્ટાંત છે. ડૉ. ઉષાબેન શેઠના મતે “શ્રાવક કવિ ઋષભદાસ માત્ર રાસકાર નથી કલાકાર અને કવિ પણ છે. કેટલાક પ્રાચીન અને મધ્યકાલીન રાસમાં કવિતા શોધી પણ જડતી નથી જયારે ત્રઋષભદાસના ઘણા કાવ્યો કવિતાસભર છે.” | (ઋષભદાસની સાહિત્યોપાસના - ઉષાબેન શેઠ પૃ. ૪૨૮). બ. ક. ઠાકોરના શબ્દોમાં કહીએ તો “શ્રાવક કવિ ઋષભદાસના ઘણા દુહા અને ચઊપઈ અને ખાસ કરીને કવિત શામળની લઢણને અને શામળની શબ્દરચનાને એટલા તો મળતા આવે છે કે શામળને ઋષભસવાઈ કહેવાનું આપણને મન થઈ જાય છે. માત્ર ઋષભની કૃતિઓમાં જે લોકપ્રિય ઢાળોના મીઠાં અસરકારક પદો જોવામાં આવે છે તે એની કવિત્વ પદ્ધતિનો અંશ શામળમાં નથી.” (જેન સાહિત્ય બક. ઠાકોર પૃ. ૩૩૬) આ અવતરણો પણ કવિની ઉત્તમ કવિત્વ શક્તિને બિરદાવે છે. અક્ષરોનું અંકન કરનારા, શબ્દોના શોધક, શબ્દોના સ્વામી, શબ્દોના સર્જક, વિચારોને વાવનાર, અક્ષરોને બે હાથે ભેગા કરી હજાર હાથે વહેચનાર એવા શ્રાવક કવિ માત્ર આકૃતિથી જ માનવ નહોતા પરંતુ જાગૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિથી પણ માનવ હતા. એથી શબ્દો સરી પડે છે કે જેમની કૃતિઓ કલ્યાણકારી, આકૃતિ આલ્હાદકારી, પ્રકૃતિ પાવનકારી, સંસ્કૃતિ શાસનની શાન વધારનારી એવા શ્રાવક કવિ ઋષભદાસની સ્મૃતિ માનસપટ પર ચિરસ્મરણીય અંકિત થઈ ન જાય તો જ નવાઈ ! એમની કૃતિઓમાં ચીવટ અને ચોકસાઈ નીતરે છે. ગુરૂવંશ અને પિતૃવંશ તથા એમનું પોતાનું જે વર્ણન એમની કૃતિઓમાંથી પ્રાપ્ત થાય છે એ એમની ચીવટનું અમીટ ઉદાહરણ છે. કવિનો ‘ગુરૂવાર” પ્રત્યેનો પ્રેમ પણ ઉલ્લેખનીય છે. જેન ગૂર્જર કવિઓમાં ૨૫ કૃતિના આદિ અંત છે એમાંથી એમણે ૧૬ કૃતિઓ ગુરૂવારે રચી છે. ‘કુમારપાળ રાસ’માં ‘વાર ગુરૂ ગુણ ભયો’ કહીને ગુરૂવારનું મહત્વ આલેખ્યું છે. એમની બધી કૃતિઓ પ્રાયઃ ખંભાતમાં જ રચાઈ છે. નેમનાથ રાસ’, ‘જીવવિચાર રાસ’માં ખંભાતનો ખંભનયર અને ત્રંબાવતી બંને તરીકે ઉલ્લેખ છે. ‘હીરવિજયસૂરિ રાસ’માં ઉખાણામાં ખંભાતનો, નગરીના વર્ણનમાં ખંભાયત અને ત્રંબાવતીનો ઉલ્લેખ છે. બાકીની કૃતિઓમાં પ્રાયઃ ત્રંબાવતી નગરીનો જ નામ નિર્દેશ. છે.ઉપદેશમાલામાં પણ ઉખાણારૂપે ખંભાતનો ઉલ્લેખ છે. ‘હીરવિજયસૂરિ રાસ'માં Page #104 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૯૫ અને આમાં એક જ સરખી ગાથા છે. સને ૧૬૮૨ ની સાલમાં એમણે પાંચ કૃતિઓ રચીને વિક્રમ સજર્યો છે જે એમનો શ્રેષ્ઠ સર્જનકાળ કહી શકાય. પાદટીપને આધારે એમની નાનામાં નાની રાસ કૃતિ ‘આર્દ્રકુમારનો રાસ ૯૭ ગાથાની છે. મોટામાં મોટી કૃતિ ‘હીરવિજયસૂરિ રાસ લગભગ ૬૫૦૦ ગાથાની સમૃદ્ધ ગૃહસ્થ, શ્રેષ્ઠ શ્રાવક, સમર્થ સાહિત્યકાર આજ્ઞાંકિત પુત્ર, ગૌરવશાળી વત્સલ પિતા, આદર્શ શિષ્ય, ગુરૂભક્ત, આદર્શ શિક્ષક, આદર્શ પૌત્ર એ એમની વ્યક્તિત્વની કુંડળીના ઉચ્ચ સ્થાને રહેલા નવ ગ્રહો છે. તો ભાષા પર પ્રભુત્વ, શબ્દોનું સામર્થ્ય, અલંકારોનું આલેખન, રસનો રસથાળ, શબ્દ શક્તિનો પ્રયોગ, કથાત્મક શૈલી, ઉપદેશાત્મક શૈલી, વર્ણનાત્મક શૈલી, પ્રતિપાદક શૈલી એ એમની કવિત્વની કુંડળીમાં ઉચ્ચ સ્થાને રહેલા નવ ગ્રહો છે. અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં કવિનો ઉલ્લેખ – અન્ય ગ્રંથોમાં કવિની પ્રસિદ્ધિ ૧) ભગવદ્ ગોમંડળ - મૃ. ૧૭૦૨ ઋષભદાસ - “નાકર યુગમાંના એ નામના એક જૈન શ્રાવક કવિ તે પ્રાગ્વશી એટલે તે પોરવાડ વણિક હતા. ખંભાતમાં મહિરાજના દિકરા સાંગમને સરૂપાંદે નામની સ્ત્રીથી તેમનો જન્મ થયો હતો. ખંભાતમાં જ રહી અનેક ગુજરાતી. કાવ્યકૃતિ અને રાસ લખ્યા હતા. નાનો કુમારપાળરાસ, મોટો કુમારપાળ રાસ, નવતત્ત્વ રાસ, વીશસ્થાનક તપ રાસ, હિતશિક્ષા રાસ, હીરવિજયસૂરિ રાસ વગેરે તેમણે રચેલ છે. તેમની કારકિર્દી સંવત ૧૬૨થી એટલે ઈસવીસનના સત્તરમા સેકાથી શરૂ થાય છે. એટલે પ્રેમાનંદ, શામળ અને અખાની પહેલા તે થઈ ગયા હોવાનું જણાય છે.” ૨) ગુજરાતી સાહિત્ય પૃ. ૧૬૬ પર શ્રાવક કવિ ઋષભદાસનું વર્ણન છે. ૩) જૈન સાહિત્યમાં પૃ. ૩૩૬ પર શ્રાવક કવિ ઋષભદાસની કૃતિઓને આધારે રૂપરેખા દોરી છે. ૪) ભગવદ્ગોમંડળ પૃ. ૮૬૧૪ ‘સંઘવી” શબ્દના અર્થમાં લખ્યું છે કે ઋષભદાસના પિતાશ્રી સાંગણે પણ ‘સંઘવી” તરીકે ખ્યાતિ મેળવી છે. ગુ.સા. પરિષદ ૫) ‘ઋષભદાસની સાહિત્યોપાસના’ એવો એક શોધ નિબંધ ડૉ. ઉષાબેન શેઠે લખ્યો છે. ૬) કવિ ઋષભદાસ એક અધ્યયન' પ્રો. ડૉ. વાડીલાલ ચોકસીનો શોધ નિબંધ છે. ૭) “કવિશ્વર ઋષભદાસ’ કર્તા રા. રા. મોહનલાલ દલીચંદ દેસાઈની કૃતિ છે. ૮) હિતશિક્ષા રાસના રહસ્યમાં કુંવરજી આણંદજી એ પ્રસ્તાવનામાં કવિ ઋષભદાસનું વર્ણન કર્યું છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૯) કુમારપાળ રાજાના રાસમાં શ્રી શિવલાલ જેસલપુરાએ કવિ વિશેનો એક લેખા લખ્યો છે. ૧૦) ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં પણ એમનો સંક્ષિપ્ત જીવનવૃત્તાંત છે. ૧૧) ખંભાતના જિનાલયો ચંદ્રકાંત કડિયા લિખિત શેઠ આણંદજી કલ્યાણજી દ્વારા પ્રકાશિત પુસ્તકમાં પૃ. ૩૮૫ પર કવિ શ્રી ઋષભદાસકૃત બંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩) પ્રગટ થઈ છે તેમ જ પૃ. ૧૧૦,૩૪૦ પર અને પ્રસ્તાવનામાં તેમનો ઉલ્લેખ છે. ૧૨) અનુસંધાન અંક ૮,૧૯ માં એમનો ઉલ્લેખ છે. ૧૩) હીરવિજયસૂરિ રાસ ભાવાનુવાદ આ. શ્રી વિજયનેમચંદ્રસૂરિમાં પણ એમની. જીવનઝરમર છે. આ બધા પરથી ખ્યાલ આવે છે કે કવિ કેટલા લોકજીભે ચડ્યા હશે. તેમ જ લોકચાહના મેળવી હશે જેથી વિવિધ ગ્રંથોમાં ઉલ્લેખ થયો છે તેમ જ તેમના પર જ આખેઆખા પુસ્તકો લખાયા છે. જે એમની લોકપ્રિયતા પૂરવાર કરે છે. ઉષાબેન શેઠે પણ એમની લોકપ્રિયતાનો નિર્દેશ કર્યો છે. જે નીચે મુજબ છે. ૧) વર્તમાને એમના રાસ, સ્તુતિ, સજઝાય વગેરે રચનાઓની ઘણી પ્રસિદ્ધિ છે. ૨) એમનો ભરતેશ્વર રાસ જૈન મુનિ વ્યાખ્યાનમાં વાંચે છે. ૩) એમના મુદ્રિત સ્તવનો, સ્તુતિઓ ભવ્યાત્માઓ દેરાસરમાં બોલે છે. પ્રતિક્રમણમાં બોલાય છે. (નેમિનાથ સ્તુતિ) ૪) શત્રુંજયના નવ ખમાસમણાના દુહા કાર્તિક પૂનમે શત્રુંજય તીર્થ કે એમના પટને ખમાસમણા દેતી વેળાએ ચતુર્વિધ સંઘ ભાવથી બોલે છે. ૫) એમના ભાવવાહી સ્તુતિઓમાંથી કેટલીક પ્રખ્યાત સ્તુતિઓ ગાયકોએ ગાઈ છે. “સંસારના ખોટા સગપણની સજઝાયનું ટેપરેકોર્ડિંગ પણ થયું છે. ૬) ભરતેશ્વર રાસ, કુમારપાલ રાસ, હીરવિજયસૂરિ રાસ, હિતશિક્ષા રાસ, આદિ પ્રકાશિત થયા છે. કર્તુત્વ. કવિની કૃતિઓ કવિ ઋષભદાસ - એક અધ્યયન” (ઈ.સ. ૧૫૭૫ - ૧૬૩૫) નામની કૃતિમાં પ્રો. ડૉ. શ્રી વાડીલાલ ચોકસીએ જણાવ્યા અનુસાર કવિએ અનેક પ્રતો. લખી લખાવી છે. કવિના ‘હીરવિજયસૂરિ રાસ’માં ખુદ કવિએ જ જણાવ્યું છે કે ‘તવન અઠાવન ચોત્રીસ રાસો, પુણ્ય પસાચો દીઈ બહુમુખ વાસો, ગીત થઈ નમસ્કાર બહુ કીધા, પુણ્ય માહિ લખી સાધુનિ દીધા.' આ પરથી જણાય છે કે કવિએ ૩૪ રાસ તથા ૫૮ સ્તવન રચ્યાં હતાં અને તે ઉપરાંત અનેક ગીતો, થોયો-સ્તુતિઓ, નમસ્કાર, સઝાય વગેરે રચ્યાં હતાં. અને Page #106 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ‘હીરવિજયસૂરિ રાસ’ની રચના પછીની કૃતિઓ તો અલગ. અત્યાર સુધીની શોધખોળના પરિણામે કવિની કુલ ચાલીસેક કૃતિઓ જાણવા મળે છે. રચના સાલ પ્રમાણે ગોઠવતાં એ કૃતિઓ નીચે પ્રમાણે છે. (કવિ ઋષભદાસ એક અધ્યયન પ્રો. ડૉ. વાડીલાલ ચોકસી પૃ.૩૪) ૬. નામ ૧ રૂષભદેવ રાસ ૨ વ્રતવિચાર રાસ 3 સ્થૂલિભદ્ર રાસ ૪ સુમિત્ર રાજર્ષિ રાસ ૫ ક્રિકુમારપાલ રાસ S અજાકુમાર રાસ ૭ નવતત્ત્વ રાસ ८ જીવવિચાર રાસ ૯ ઊભરત બાહુબલી રાસ ૧૦ સમકીતસાર રાસ ૧૧ ક્ષેત્રસમાસ રાસ ૧૨ ઉપદેશમાલા રાસ - ૧૩ દહિતશિક્ષા રાસ ૧૪ પૂજાવિધિ રાસ ૧૫ જીવંતસ્વામી રાસ ૧૬ શ્રેણિક રાસ - ૨૧ વીશસ્થાનક તપ રાસ ૨૨ અભયકુમાર રાસ ૨૩ રોહણિઆ રાસ ૧૭ કયવન્ના રાસ ૧૮ હીરવિજયસૂરિના બાર બોલનો રાસ ૧૬૨૮ ૧૯ મલ્લિનાથ રાસ ૨૦ દહીરવિજયસૂરિ રાસ રચના સાલગાથા કડી ૧૬૦૬ ૧૨૭૧ ૧૬૧૦ ૮૬૨ ૧૬૧૨ ૭૨૮ (વિકલ્પ ૭૩૨) ૧૬૧૨ ૪૨૬ (વિકલ્પે ૪૨૪) ૧૬૧૪ ૪૫૦૬ ૧૬૧૪ ૫૬૯ (વિકલ્પે ૫૫૯) ૧૬૨૦ ૮૧૧ ૧૬૨૦ ૫૦૨ ૧૬૨૨ ૧૧૬ ૧૬૨૨ ૫૮૪ ૧૬૨૨ ૮૭૯ ૧૬૨૪ ૭૧૨ ૧૬૨૬ ૧૯૭૪ ૧૬૨૫ ૫૭૧ (વિકલ્પે ૫૬૬) ૧૬૨૬ ૨૨૩ ૧૬૨૬ ૧૮૨૯ ૧૬૨૭ ૨૨૩ ૨૯૪ ૧૬૨૯ ૩૯૫ (વિકલ્પે ૨૯૫) ૧૬૨૯ લગભગ ૬૫૦૦ ૧૬૨૯ ૧૬૩૧ 609 (પાનાં ક્રાઉન ૧૬,પેજી-૩૨૪) - ૧૬૩૨૩૪૫ (વિકલ્પે ૨૫૦૦) આ ચિન્હ પ્રગટ થયેલી કૃતિઓ દર્શાવે છે. રચના સાલ પ્રાપ્ત નથી તેવી કૃતિઓ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૨૪ સમઈસરૂપ (સમય સ્વરૂપ) રાસ ૨૫ દેવગુરૂ સ્વરૂપ રાસ ૨૬ કુમારપાલનો નાનો રાસ ૨૭ શ્રાદ્ધવિધિ રાસ ૨૮ આર્દ્રકુમાર રાસ ૨૯ પુણ્યપ્રશંસા રાસ ૩૦ વીરસેનનો રાસ ૩૧ શત્રુંજય રાસ ૩૨ શીતશિક્ષા રાસ ૨ 3 આદિનાથ વિવાહતો શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઉપર જોયું તેમ કવિએ સને ૧૬૨૯ માં રચેલા રચેલા રાસોની સંખ્યા ચોત્રીસની બતાવી છે. આ ૧૬૨૯ સુધીમાં કવિએ ચોત્રીસ રાસ તો રચ્યા છે. ત્યાર પછી રચેલા બે એક રાસ જુદા. વળી નં. ૨૪ થી ૩૨ ના નવે રાસ ૧૬૨૯ પહેલાં રચાયા હશે તેમ માની લઈએ તો પણ ઉપર્યુક્ત ગણતરીએ કવિના ઓછામાં ઓછા કુલ ૩૬ રાસ તો હોવા જ જોઈએ. બલ્કે છત્રીસથી વધુ હોવાનો પણ સંભવ ખરો. આ ઉપરાંત કવિની બીજી નાની સાહિત્યકૃતિઓ નીચે પ્રમાણે છે. ૬. નામ રચના સાલ ગાથા કડી ૧ નેમિનાથ નવરસો ૧૬૦૬ - (વિકલ્પો ૧૬૦૮ કે ૧૬૧૧) (યાને નેમિનાથ રાજમતિ સ્તવન) આદિનાથ આલોચન સ્તવન の ૭ મહાવીર નમસ્કાર ૭૯૧ ૭૮૫ ૧૬૨૪ ૧૬૧૪ ૧૯૭ ૩૧૮ ૫૨૭ (વિકલ્પે ૪૫૫) ૩૦૧ કુલ ૩૩૯૨૮ (ઉપરાંત) ‘હીરવિજયસૂરિ રાસ’ માં પોતે ખ્યાલમાં રાખીએ તો સને ૧૬૧૦ ૧૬૧૧ ૪ બારઆરા સ્તવન ૧૬૨૨ ૭૬ ૫ ચોવીશ જિન નમસ્કાર (છાપ બદ્ધ) ૧૫૨૫ આ બન્ને S તીર્થંકરના ૨૪ કવિત એક હોવા સંભવ છે. ૫૭ ઉપરોક્ત સાતેક કૃતિઓ ઉપરાંત કવિએ ૩૩ બીજાં સ્તવનો, ૩૨ નમસ્કાર, ૪૨ થોયો (સ્તુતિઓ), ૪૦૦ સુભાષિતો, ૪૧ ગીત, ૫ હરિયાળી, કેટલીક બોધપ્રદ સજઝાયો વગેરે અનેક નાની કૃતિઓ આદિ રચેલાં છે. ઉપર્યુક્ત સર્વ માહિતી હીરવિજયસૂરિના બાર બોલનો રાસ, શ્રેણિક રાસ, હિતશિક્ષા રાસ આદિની ટીપ ઉપરથી પ્રાપ્ત થાય છે. ૩૨ રાસોમાંથી નં. ૫ આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક - ૮ માં, નં ૯, આ.કા.મ.મી. - 3 માં, નં ૧૩ ભીમશી માણેક - મુંબઈ તથા જૈન ધર્મ પ્રચારક સભા ભાવનગર તરફથી અને નં. ૨૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૯ આ. કા. મ. મો. - ૫ માં મુદ્રિત થયેલ છે. બાકીના રાસાઓની હસ્તપ્રતો વિવિધ જ્ઞાન ભંડારોમાં છે જેના (જેન જ્ઞાન ભંડારના) નામો ‘જેન ગૂર્જર કવિઓ' (શ્રી મો. દ. કે.) ભાગ - ૩ માં છે. તેમ જ જે પ્રતો પ્રાપ્ત થઈ શકી છે તેના આદિ ને અંતની અમુક ગાથાઓ પણ મૂકી છે. ડો. ઉષાબેન શેઠે પોતાના સંશોધિત મહાનિબંધ ‘ઋષભદાસની સાહિત્યોપાસનામાં પૃ. ૨૧૭ શ્રી ઋષભદાસે રચેલા કુલ ૩૨ રાસના નામ અનુક્રમે નીચે મુજબ બતાવ્યા છે. ક્ર. નામ. રચના કાળ ક્ર. નામા રચના કાળા વિ. સં. વિ. સં. ૧ પુણ્ય પ્રશંસા રાસ ૧૬૬૦ ૧૭ શ્રાદ્ધવિધિ રાસ ૧૬૮૨ ૨ ઋષભદેવનો રાસ ૧૬૬૨ ૧૮ જીવંત સ્વામી રાસ ૧૬૮૨ ૩ વ્રત વિચાર રાસ ૧૬૬૮ ૧૯ શ્રેણિક રાસ ૧૬૮૨ ૪ સ્થૂલિભદ્ર રાસ ૧૬૬૮ ૨૦ કયવન્ના રાસા ૧૬૮૩ ૫ સુમિત્ર રાજર્ષિ રાસ ૧૬૬૮ ૨૧ હીરવિજ્યસૂરિના ૧૨ બોલનો રાસ ૧૬૮૪ ૬ અજાપુત્ર રાસ ૧૬૭૦ ૨૨ મલ્લિનાથનો રાસ. ૧૬૮૫ ૭ કુમારપાલનો રાસ ૧૬૭૦ ૨૩ હીરવિજયસૂરિ રાસ ૧૬૮૫ ૮ કુમારપાલનો નાનો રાસ૧૬૭૦ ૨૪ વીરસ્થાનક તપ રાસ ૯ નવતત્ત્વનો રાસ ૧૬૭૬ ૨૫ અભયકુમાર રાસ ૧૬૮૭ ૧૦ જીવવિચાર રાસ ૧૬૭૬ ૨૬ રોહિણયા મુનિ રાસા ૧૬૮૮ ૧૧ ભરતેશ્વરનો રાસ ૧૬૭૮ ૨૭ વીરસેનનો રાસ ૧૨ ક્ષેત્ર પ્રકાશ (સમાસ) રસ ૧૬૭૮ ૨૮ સમઈસ૫ રાસ ૧૩ સમક્તિ (સાર) રાસ ૧૬૭૮ ૨૯ દેવ (ગુરૂ) સ્વરૂપ રાસા ૧૪ ઉપદેશમાલા રાસ ૧૬૮૦ ૩૦ શેત્રુંજય રાસ ૧૫ હિતશિક્ષાનો રાસ ૧૬૮૨ ૩૧ આર્દ્રકુમાર રાસ ૧૬ પૂજાવિધિ રાસ ૧૬૮૨ ૩૨ સિદ્ધશિક્ષા રાસા શ્રાવક કવિ ઋષભદાસે સં. ૧૬૮૫ સુધીમાં ૫૮ સ્તવનોની રચના કરી છે. તેમણે રચેલી સ્તુતિઓ તેમ જ સજઝાયનો ચોકકસ અંક પ્રાપ્ત થતો નથી. ચૈત્યવંદન - ૪, નમસ્કાર - ૨, ઢાલ - ૧, સંધિ - ૧, ચૈત્યપરિપાટી - ૧ ચૈત્યવંદન - ૪ઃ ૧) પંચતીથિનું ચૈત્યવંદન, ૨) ઋષભદેવનું ચૈત્યવંદન, ૩) ચોવીશી ચૈત્યવંદન, ૪) ચૈત્યવંદન વિધિ. સ્તવનો : ૧) વીરરાજનું સ્તવન, ૨) સિદ્ધાચલનું સ્તવન, ૩) પ્રતિમા સ્થાપન સ્તવન, ૪) ધુલેવા શ્રી કેશરિયાજી સ્તવન, ૫) વિમગિરિ સ્તવન. સજઝાયોઃ ૧) માનની સજઝાય, ૨) સંસારના ખોટા સગપણની સજઝાય, ૧૬૮૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૩) આત્મ શિખામણની સજઝાય, ૪) હરિકેશી મુનિની સજઝાય, ૫) સ્થૂલિભદ્રની સજઝાય. ૨ : ૧) મહાવીર નમસ્કાર, ૨) ૨૪ જિન નમસ્કાર. ૧) નેમનાથ ઢાલ, ૧ : ૧ : ૧) મેઘકુમાર મહામુનિ સંધિ. પરિપાટી - ૧ : ૧) ખંભાતની ચૈત્ય પરિપાટી આ ઉપરાંત બીજા સ્તવન સજ્ઝાયો હોઈ શકે. આણંદજી કલ્યાણજીના ભંડારની ‘હિતશિક્ષા' પ્રતમાં છેવટે નીચેની ટીપ નમસ્કાર ઢાલ સંધિ આપી છે. - - સંઘવી ઋષભદાસ કૃત રાસની ટીપ લઈ છે. ઢાલ ગાથા ગ્રંથ ૧૧૮ ૧૨૭૧ ૧૭૫૦ ૮૩ ૧૧૧૬ ૧૫૦૦ ૫૦૨ ૭૧૪ ૫૮૪ ૭૭૫ ૩૧૦ ૪૧૨ ८७८ ૧૧૮૨ ૭૯૧ ૧૦૦૦ ૭૮૫ ૧૦૫૮ ૮૧૧ ૧૧૨ ૭૨૮ ૧૦૦૦ ૮૬૨ ૧૨૧૨ ૪૨૪ ૨૫૨ ૪૫૦૬ ૫૮૦૦ ૨૧૯૨ ૨૭૫૦ ૨૨૩ ૨૮૫ ૭૧૨ ૧૦૧૮ ૧૬૨૪ ૨૨૫૦ ૧૮૬૨ ૨૩૨૫ ૫૬૬ ૭૫૦ ૭ ૧૨૫ ૧૮૩૯ ૨૩૦૦ ક્ર્મ રાસનું નામ ૧) શ્રી ઋષભદેવનો રાસ ૨) શ્રી ભરતેશ્વર રાસ ૩) શ્રી જીવવિચાર રાસ ૪) શ્રી ક્ષેત્રપ્રકાશ રાસ ૫) શ્રી શેત્રુંજ રાસ ૬) શ્રી સમકિત સાર રાસ ૭) શ્રી સમયસ્વરૂપ રાસ ૮) શ્રી દેવગુરૂસરૂપ રાસ ૯) શ્રી નવતત્ત્વ રાસ ૧૦) શ્રી થૂલિભદ્ર રાસ ૧૧) શ્રી વ્રતવિચાર રાસ ૧૨) શ્રી સુમિત્ર રાજાનો રાસ ૧૩) શ્રી કુમારપાલ રાજાનો રાસ ૧૪) શ્રી કુમારપાલનો નાનો રાસ ૧૫) શ્રી જીવત સ્વામીનો રાસ ૧૬) શ્રી ઉપદેશમાલા રાસ ૧૭) શ્રી શ્રાદ્ધવિધિ રાસ ૧૮) શ્રી હિતશિષ્યા રાસ ૧૯) શ્રી પૂજાવિધિ રાસ ૨૦) શ્રી આર્દ્રકુમારનો રાસ ૨૧) શ્રી શ્રેણિકનો રાસ ૨૨) તવન ૩૩ ૨૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૦૧ ૨૩) નમસ્કાર ૨-૧૩ ૨૪) થોયુ ૭ ૨૫) તીર્થંકરના કવિત ૨૪ ૨૬) ગીત ૩૧ ૨૭) સુભાષિત ૩૭૯ એવં સર્વ એ જોડી શ્રી સાંગણસુત સંઘવી ઋષભદાસે કીધી તે લષી છે જી. લિ. મુનિ જનચંદ્રણ. વળી એક હસ્તલિખિત પાનામાં નીચે પ્રમાણેની ટીપ મળી છે. સંઘવી રીષભકૃત રાસની ટીપ લખી છઈ. રાસનું નામ ગાથા રાસનું નામાં ગાથા શ્રી રીષભદેવનો રાસ ૧૨૭૧ શ્રી ભરતેશ્વર રાસ ૧૧૧૬ શ્રી જીવવિચાર રાસ ૫૦૨ શ્રી ખેત્રપ્રકાશ રાસ ૫૮૪ શ્રી અજાપુત્રનો રાસા પપ૯ શ્રી શેત્રુંજ રાસા ૩૦૧ શ્રી સમકિતસાર રાસા ૮૭૯ શ્રી સમઈસરૂપ રાસ ૬૧શ્રી દેવસરૂપ રાસા ૭૮૫ શ્રી નવતત્ત્વ રાસ ૮૧૧ શ્રી યૂલિભદ્ર રાસ ૭૨૮ શ્રી વ્રતવિચાર રાસ ૮૬૨ સુમિત્ર રાજાનો રાસ ૪૨૬ શ્રી કુમારપાલ રાસ ૪૫૦૬ કુમારપાલનો નાનો રાસા ૨૧૯૨ શ્રી જિવતસ્વામીનો રાસ ૨૨૩ શ્રી ઉપદેશમાલા ગાથા શ્રી શ્રાદ્ધવિધિ રાસ ૧૬૧૬ શ્રી હિતશિક્ષા રાસ ૧૮૫ શ્રી પૂજાવિધિ રાસ પ૭૧ શ્રી આદ્રકુમાર રાસા શ્રી શ્રેણિક રાસા ૧૮૩૯ સ્તવન ૩૩ નમસ્કાર ૨૨ પોયો ૨૭ સુભાષિત ૪૦૦ ગીત ૪૧ હરિયાલી ૫ શ્રી હીરવિજયસૂરિનો રાસ - શ્રી મલ્લિનાથનો રાસ ૨૯૫ શ્રી પુણયપ્રશંસા રાસ ૩૨૮ કયવન્નાનો રાસા શ્રી વીરસેનનો રાસ ૪૪૫ આમ આ કૃતિઓ યાદીની ચાર ટીપ થઈ એમાં સરખામણી કરતાં જે તફાવત જોવા મળે છે તે આ પ્રમાણે છે. ક્રમ કૃતિ ટીપ-૧ ટીપ-૨ ટીપ-૩ ટીપ-૪ ગાથા ગાથા ગાથા ગાથા. ૧ સુમિત્ર રાજર્ષિ રાસ ૪૨૬/૪૨૪ ૨૨૩ ૪૨૪ ૪૨૬ ૨ નવતત્ત્વ રાસા ૮૧૧ ૮૮૧ ૮૧૧ ૮૧૧ ક્રમ કૃતિ. ટીપ-૧ ટીપ-૨ ટીપ-૩ ટીપ-૪ ૭૧૨ ત્રાગાના Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ 3 અજાપુત્ર રાસ ૪ હિતશિક્ષા રાસ ૫ S ૭ ८ C ક્ર્મ કૃતિ ૧ જ∞ પૂજાવિધિ રાસ શ્રાદ્ધવિધિ રાસ કયવન્ના રાસ રોહિણયા રાસ વીરસેનનો રાસ નમસ્કાર થોય ગીત ૪ સુભાષિત ૫ કવિત ૬ ૭ તવન હરિયાળી ગાથા ૫૬૯/૫૫૯ ૧૯૭૪ ૫૭૧ ૧૬૧૪ ૨૨૩ ૩૪૫/૨૫૦૦ - - ૫ ૫૨૭ ૧ સંખ્યા ૨ સંખ્યા ૩૨ ૨ ૪૨ ૪૧ ૪૦૦ ૫૮ ગાથા ૫૫૯ ૧૮૬૨ ૧૮૪૫ ૫૬૬ ૫૭૧ ૧૬૨૪ ૧૬૧૭ ૨૮૪ નથી શ્રાવક કવિ ઋષભદાસ કૃત ગાથા ગાથા ૫૬૯ ૫૫૯ નામ નથી ૪૪૫ ૩ સંખ્યા ૪સંખ્યા ૧૩ ૭ ૩૧ ૩૭૯ ૨૪ 33 ૨૨ ૨૭ ૪૧ ૪૦૦ - 33 ૫ કૃતિઓનો પરિચય શાસ્ત્ર રસિક, સાહિત્ય અને અધ્યાત્મનો સુભગ સંગમ કરનાર, સવાયા શ્રાવક કવિએ જ્યારે જ્યારે કલમ ઉપાડી છે ત્યારે ત્યારે કાંઈક ને કાંઈક નવલું સર્જન સર્જાયું છે. જેમ કે રાસ, સ્તવન, સ્તુતિ, સુભાષિત, સંધિ, સજઝાય, ચૈત્યવંદન, ચોવીશી, નમસ્કાર, પદ, હરિયાળી, કવિત, ગીત, વેલિ, ઢાલ, હિતશિક્ષા, આલોચના, દૂહા, પૂજા વગેરે. એમના સર્જનમાં રાસની પ્રચૂરતા છે. એમાંની કેટલીક કૃતિઓનો ‘જૈન ગૂર્જર કવિઓ’, ‘કવિ ઋષભદાસ’, ‘ઋષભદાસની સાહિત્યોપાસના’ના આધારે અહીં અછડતો પરિચય આપ્યો છે. ૧) ઋષભદેવ રાસ : આ કૃતિ હજી અપ્રગટ છે. પરંતુ તેની આદિ અંતની કડી પરથી ખ્યાલ આવે છે કે પ્રારંભ સરસ્વતી માતાની સ્તુતિથી થઈને અંતે કવિનો પરિચય છે. આ કૃતિમાં પ્રથમ તીર્થંકરનું વર્ણન છે. એમ વિદિત થાય છે. જૂઓ અંતિમ ગાથા વીવધ્ય રાત્રિં કરી રાસ નીપાયો, પ્રથમ તીર્થંકર બહુ પરેિં ગાયો. વાંચતાં ગુંથતાં ગોખતાં નામ ઋષભ કહઈ હોઈ વંછીત કામ. આ રાસમાં ૧૧૮ ઢાળ, ૧૨૭૧ કડી છે. સં. ૧૬૬૨ માં આ રાસ માગસર વદ ૧૧ બુધવારે રચ્યો છે. ખંભાત નગરમાં લખાયો છે. ખેડાના ત્રણ નં. ના કબાટમાં એના ૧, ૨, ૬૪ એ ત્રણ પાના છે. શરૂઆતની પાંચ ગાથામાં Page #112 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૦૩ સરસ્વતીના ૧૪ સ્વરૂપ (નામ) બતાવીને એમની શબ્દ સમૃદ્ધિનો પરિચય કરાવ્યો છે. ૨) વ્રતવિચાર રાસ : આ રાસમાં ૮૧ ઢાળ ૮૬૨ કડી છે. (આસો વદ અમાસના ગુજરાતી મહિના પ્રમાણે) કાર્તિક વદિ ૦૫ (અમાસ) ૧૬૬૬ દિપાવલીના ત્રંબાવતી (ખંભાત) માં રચાયો છે. શરૂઆત પાર્શ્વનાથની સ્તુતિથી કરીને પંચ પરમેષ્ઠીને વંદન કર્યા પછી સરસ્વતીનું સ્મરણ કર્યું છે. આમાં યતિધર્મને શ્રાવકધર્મ બે ધર્મ બતાવીને શ્રાવક ધર્મનું વિસ્તૃત વર્ણન કર્યું છે. અંતમાં કવિનો પરિચય છે. આ કૃતિ અપ્રગટ છે. શ્રીમતી રતનબેન ખીમજી છાડવા આ રાસ પર સંશોધન કરી રહ્યા છે. ૩) સુમિત્ર રાજર્ષિ રાસ : ૪૨૫ કડી ૨. સં. ૧૬૬૮ પોષ શુદ ખંભાતમાં રચી. - ૨ ગુરૂવાર પ્રથમ તીર્થંકર ઋષભદેવનું સ્મરણ, દાન, શીલ, તપ, ભાવમાં દાનની મહત્તાનું વર્ણન, સુમિત્ર રાજા અભયદાન - સુપાત્ર દાનથી સુખ - સમૃદ્ધિ પામ્યો તેનું આલેખન, ઋષભદાસનો કવિ તરીકે ઉલ્લેખ પણ અંતમાં થયો છે. રિષભ કવિ ગુણ તાહરાં ગાય, હીયરેં હરખ ઘણેરો થાય, સકલ કવિનિં લાગી પાય, મિં ગાયો મુનીવર રિષીરાય. ૪) સ્થૂલિભદ્ર રાસ : ૭૩૨ કડી ર. સં. ૧૬૬૮ દિવાળી કારતક અમાસ શુક્રવાર ખંભાતમાં રચ્યો - સરસ્વતી દેવીની મહત્તા બતાવીને સ્થૂલિભદ્રના રાસની શરૂઆત કરી છે. ‘કવિ ઋષભદાસ એક અધ્યયન’માં શ્રી વાડીલાલ ચોકસીએ લખ્યું છે કે “આ રાસમાં નવમા નંદના શકડાલમંત્રીના પુત્ર સ્થૂલિભદ્રનું પ્રખ્યાત ચારિત્ર છે. ચિરપરિચિત ગણિકાના રંગમંડપમાં રહીને પણ સાધુપણામાં અડગ રહેનાર અને ખટરસનાં ભોજન લેવા છતાં અણીશુદ્ધ ચારિત્ર પાળવાનું મહા દુષ્કર (દુષ્કર દુષ્કર) કાર્ય કરનાર સ્થૂલિભદ્રનું દૃષ્ટાંત જૈનોના પ્રખ્યાત આગમ પુસ્તક કલ્પસૂત્રમાં આવે છે, અને ઘણા પૂર્વાચાર્યોએ તે ચરિત્ર પર પુસ્તકો લખ્યાં છે. જે ઉપરથી ઋષભદાસે આ સ્થૂલિભદ્ર રાસ રચ્યો છે.” કવિ ઋષભદાસે અંતિમ ઢાલમાં બતાવ્યું છે ‘‘ટાલઈ કામવિકાર રે, શાસન રાષણહાર” - અંતમાં રાબેતા મુજબ કવિનો પરિચય છે. ૫) નેમિનાથ નવરાસો અથવા સ્તવન (અથવા ઢાલ) : ૭૨ કડી ર. સં. ૧૬૬૭ (૬૦,૬૨,૬૪) પોષ સુ. ૨ ઋષભનગર - ખંભાતમાં રચ્યો. સરસ્વતી દેવીને નમન કરીને ૨૨ મા તીર્થંકરનું સ્તવન રચ્યું છે. ચૈત્યવંદન આદિ સંગ્રહમાં પૃ. ૧૫૧ ૫૭ માં આ સ્તવન પ્રકાશિત છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત 9) અજકુમાર રાસ : પપ૭ કડી, ૨.સં. ૧૬૭૦ ચે. શુ. ૨ ગુરૂવાર ખંભાતમાં રચ્યો. ઋષભદાસની સાહિત્યોપાસના” માં ઉષાબેન શેઠે લખ્યા મુજબ “જેનોના આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુના ગણધર અજાકુમારની કથા છે. અજાપુત્ર ગુરૂને પોતાના માતાપિતાએ શા માટે ત્યાગ કર્યો હતો એ પૂછતાં ગુરૂ કહે છે કે શેષ વિના અબળા સ્ત્રીને તજવાના પાપકર્મથી તારા માતા-પિતાએ તારો ત્યાગ કર્યો હતો. અને પછી સંયમના પાલનના પુણ્યથી તું રાજા થયો. આ ભવમાં પણ તું સંયમ લઈને પછી દેવ થઈશ. ત્યાર પછી આ ચંદ્રાનન નગરી જેવી નગરીમાં ચંદ્રપ્રભુ જિનેશ્વર થશે તેમનો તું દત્ત નામનો ગણધર થઈશ. અને મુકિતરૂપી નારીને વરીશ.” ૭) કુમારપાલ રાસ : ૪૬૯૯ કડી, ૨.સં. ૧૬૭૦ ભાદરવા સુદ - ૨ ગુરૂવાર ત્રંબાવતીમાં રચ્યો. આ કૃતિ શરૂઆતમાં કવિ સિદ્ધ, શ્રી ભગવંત, ગણધર, કેવલી મુનીવર જિનબિંબ, સૂત્રસિદ્ધાંત, ચતુર્વિધસંઘ, નર મહંત, ક્રિયાપાત્ર, તપસ્વી, શીલવંત, ગચ્છાધિપતિ, સરસ્વતી આદિને નમન કરે છે. આ રાસમાં ગૂર્જર નરેશ કુમારપાલનું જીવન વૃત્તાંત છે. કુમારપાળે જેન ધર્મ અંગીકાર કરી ૧૨ વ્રત ધારણ કર્યા હતા. અહિંસાના પ્રખર સમર્થક હતા. અઢારે દેશમાં અમારિ પ્રવર્તાવી હતી. અંતમાં મરણ પામી ‘સતમલી’ નામના રાજા થશે પદ્મનાથ તીર્થંકર પાસે દીક્ષા લઈ ગણધર પદવી પ્રાપ્ત કરી નિર્વાણ પામશે. શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર અનુસાર “આ રાસનો કથાભાગ કે વસ્તુ ગૌણ છે, અમારિ, શીલ, દાન, તપ, ભાવ આદિ જે સદાચારના સિદ્ધાંતો ઉપર જેનધર્મ ખાસ ભાર મૂકે છે તેનો બોધ કરવો અને જિનમતનો મહિમા ગાવો એ જ આ રાસનો પ્રધાન વિષય છે.” (આનંદ કાવ્ય મહોદધિ મોક્તિક - જીવણચંદ સાકરચંદ ઝવેરી પૃ. ૧૮) આ રાસ દ્વારા ઋષભદાસના વિવિધ શાસ્ત્રના વિશાળ જ્ઞાનનો પરિચય થાય છે. જેમ કે સામુદ્રિક શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર, નીતિ શાસ્ત્ર, શુકન શાસ્ત્ર, સ્વપ્ના શાસ્ત્ર વગેરે. “કવિ ઋષભદાસ એક સારા સંગ્રહકાર છે એ પણ સિદ્ધ થાય છે. આ રાસમાં એમણે રાસની વસ્તુથી તદ્દન સ્વતંત્ર છતાં પણ લોકોનું સામાજિક, વ્યવહારિક, નૈતિક તેમ જ ધાર્મિક જ્ઞાન વધે એવા સંગ્રહો અનેક સ્થળે મૂક્યા છે જેમ કે ત્રણ દુઃખ (૨-૧૨૯ - ૮૫) ચાર પાપ ૨-૧૨૯-૮૫) સાત - સાત વસ્તુનો સંગ્રહ (૨-૧૨૧-૨૨) આઠનો સંગ્રહ - આઠ પુરૂષ - અચરજ, નવ અખુટ વગેરે.” Page #114 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૦૫ (ઋષભદાસની સાહિત્યોપાસના - ઉષા શેઠ - મૃ. ૧૨૮) કુમારપાલ રાસની શૈલી પ્રાસાદિક, મધુર અને મુખ્યત્વે દલપત રામની માફક ઉપદેશાત્મક અને બોધપ્રધાન છે, ભાષા મીઠી અને રસાળ છે.” (કવિ ઋષભદાસ એક અધ્યયન ડો. વાડીલાલ ચોકશી-પૃ. ૫૧) વિવિધ રાગ-રાગિણી, દુહા, છંદ, કવિત, કૂટક, છપ્પઈ, ચોપઈ, વસ્તુ વગેરેનો કવિએ ઉપયોગ કર્યો છે. પોતાના પૂર્વેનો કવિનો ઉપકાર માની નમ્રતા પણ બતાવી છે. આગિ જે મોટા કવિરાય, તાસ ચરણરજ ઋષભાય, લાવણ્ય, લીંબો, ખીમો ખરો, સકલ કવિની કીર્તિ કરો. હંસરાજ, વાછો દેપાલ, માત, હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુહંસ, સમરો, સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ. એ કવિ મોટા બુદ્ધિવિશાલ, તે આગલિ હું મુરખ બાલ, સાયર આગલિ સરોવર નીર, કશી તોડી આછણ નિં નીર” આમ આ રાસ રોચક, બોધક, ઉપદેશક છે. ૮) નવતત્ત્વ રાસ : ૮૧૧ કડી .સં. ૧૬૭૬ દિવાળી કાર્તિક વદી અમાસા રવિવાર ખંભાતમાં રચ્યો. આ રાસમાં પ્રથમ ઋષભદેવની સ્તુતિ કરી છે. નામ પરથી અનુમાન થાય કે એમાં નવતત્ત્વનું વિસ્તૃત વર્ણન હશે. અંતમાં રાસ રચનાથી પ્રાપ્ત થયેલ સુખ વર્ણવ્યું છે. પોતે અન્ય કવિથી કેવા છે તે ઉપમા સહિત બતાવીને પોતાને પરિચય આપ્યો છે. ૯) ભરત બાહુબલિ (ભરતેશ્વર રાસ) : ૧૧૧૬ કડી ૮૪ ઢાળ ૨.સં. ૧૬૭૮ પોષ શુ. ૧૦ ગુરૂવાર ત્રંબાવતીમાં રચ્યો. આ રાસ આનંદ કા. મ. મો - ૩ માં ૧૦૫ પૃષ્ઠોમાં પ્રકાશિત થયો છે. આ રાસ શ્રી હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર” માંના ઋષભદેવ ચરિત્રના આધારે રચાયેલો છે. ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલિના જીવનચરિત્રનું તેમાં આલેખન છે. એમના પૂર્વભવોનું પણ એમાં વર્ણન છે. ભરતની સ્ત્રીરત્નનું વર્ણન કવિની વર્ણનશક્તિનો સુંદર ખ્યાલ આપે છે. આ પછી ભરત બાહુબલિ વચ્ચે થતું પાંચ પ્રકારનું યુદ્ધ દૃષ્ટિયુદ્ધ, વચનયુદ્ધ, મલ્લયુદ્ધ, મુસ્પૃિદ્ધ અને દંડયુદ્ધ પ્રાચીન કાળનાં હાથોહાથ થતાં દ્વાદ્ધ યુદ્ધનો સુંદર ખ્યાલ આપે છે. બાહુબલિ દીક્ષા લે છે. પોતાના નાના ભાઈઓને નમવું ન પડે માટે એકાંતવાસ સ્વીકારી ઘોર તપ કરે છે. પરિણામે કેવળજ્ઞાન થતું નથી. ત્યારે પ્રભુથી પ્રેરિત તેમની બે બહેનો ગજ ચઢિયાં કેરળ ન થાય એમ કહે છે ને બાહુબલિ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પ્રતિબોધ પામતા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. ભરત મહારાજાને પણ આરિસા ભુવનમાં કેવળજ્ઞાન થાય છે. આમ બંનેના ચરિત્ર દ્વારા આત્મ કલ્યાણનો સંદેશો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ રાસમાં ખંભાતનું વિસ્તૃત વર્ણન, સુભાષિતો સામનો સંગ્રહ, ચારનો સંગ્રહ વગેરે પ્રાપ્ત થાય છે. ૧૦) ક્ષેત્રપ્રકાશ રાસ ઃ ૫૮૨ કડી, ર.સં. ૧૬૭૮ માધવમાસ સુદ ૩ ગુરૂવાર ખંભાતમાં રચ્યો. સરસ્વતીની મહત્તા બતાવી શરૂઆત કરી છે. ઉષાબેન શેઠે જણાવ્યા અનુસાર આમાં સાગરોપમનું પ્રમાણ, જંબુદ્વીપનો વિસ્તાર, જંબુદ્વીપમાં ભરતક્ષેત્રનું વર્ણન, લવણસમુદ્ર, ધાતકીખંડ, અઢીદ્વીપ વગેરે વિસ્તારથી સમજાવ્યાં છે. ૧૧) સમકિતસાર રાસ : ૮૭૯ કડી, ર.સં. ૧૯૭૮ જેઠ સુદ ૨ ગુરૂવાર ત્રંબાવતી ખંભાતમાં રચ્યો. જે.ગુ.ક. માં આદિ આપેલ નથી. આ રાસમાં સમકિતનું મહત્ત્વ બતાવ્યું છે તેમ જ વ્યવહાર સમકિતના ૬૭ બોલનું વર્ણન છે. આ અપ્રગટ કૃતિ પર હાલા ‘ભાનુબેન શાહ નામના બેન સંશોધન કરી રહ્યા છે. ૧૨) બાર આરા સ્તવન અથવા ગૌતમ પ્રશ્નોત્તર સ્તવન : ૧૬ કડી, ર.સં. ૧૬૭૮ ભાદ્રપદ શુ. ૨ આના નામ પરથી લાગે છે કે બાર આરાનું સ્વરૂપ (અવસર્પિણી કાળના -૬ + ઉત્સર્પિણી કાળના ૬ =૧૨) ગૌતમ સ્વામીના પ્રશ્નોના માધ્યમથી સમજાવ્યું હશે. ગૌતમ પૂછિ વીરનિ, પરઉપગારાં કામિ....” ચે. આદિ સં. ભાગ ૩, પૃ. ૧૧૭-૨૫ (તથા અન્યત્ર) પ્રકાશિત થયેલ છે. ૧૩) ઉપદેશમાલા રાસ : ૧૩ ઢાળ, ૭૧૨ કડી, ર.સં. ૧૬૮૦ મહા સુ. ૧૦ ગુરૂવાર ખંભાતમાં રચ્યો. શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ છે. અંતમાં બતાવ્યાનુસાર ધર્મદાસગણિ લિખિત ઉપદેશમાલા અનુસાર આ રાસ રચાયો છે. છેલ્લી ગાથાઓમાં હરિયાળી દ્વારા પ્રશ્નો કરી કોણે, ક્યાં, ક્યારે રાસ રચ્યો એ બતાવ્યું છે. ૧૪) હિતશિક્ષા રાસ : ૧૮૬૨ કડી, ૨.સ. ૧૬૮૨ માધ માસ સુદ ૫ ગુરૂવાર ખંભાતમાં રચ્યો. આ “હિતશિક્ષા રાસ’નું રહસ્ય “જેનધર્મપ્રકાશ'માં સાર રૂપે શેઠ કુંવરજી આણંદજીએ લખી કટકે કટકે પ્રગટ કર્યું હતું અને તે જુદું પુસ્તકકારે પણ જેન ધર્મ પ્રચારક સભા તરફથી પ્રગટ થયું છે. પ્રો. ડૉ. વાડીલાલ ચોકસી અનુસાર આ રાસ ભીમશી માણેક, મુંબઈ Page #116 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૦૭ તરફથી ઈ.સ. ૧૮૯૫ માં પ્રસિદ્ધ થયેલ છે. આ રાસનું મૂળ ૧૫મી સદીના શ્રી રત્નશેખરસૂરિ કૃત શ્રાદ્ધવિધિ અને અપભ્રંશ કૃતિ ‘ઉપદશેરસાયન રાસ’માં છે. ઋષભદાસનો હિતશિક્ષા રાસ સંસ્કૃત ગ્રંથ હિતોપદેશની યાદ આપે છે. આ રાસમાં કવિએ સરસ્વતીનો મહિમા પણ ગૂઢ અને ઉત્તમ રીતે ગાયો છે. ત્યાર પછી આ રાસમાં નીતિશાસ્ત્ર, ચરિત્ર (તેના પ્રકારો) વૈદક શાસ્ત્ર, જ્યોતિષ, સાધુધર્મ, સ્વપ્નવિચાર, ભોજનવિધિ, સ્નાનવિધિ, લજ્જા, મૌન, કેમ બોલવું, ભોગ ભોગવવાની રીત, શુભ કરણી, ગર્ભના ભેદ, ગૃહસ્થનાં (શ્રાવકનાં) ધાર્મિક કાર્યો અને ગુણો આટલા વિષયોનું ખૂબ જ સુંદર નિરૂપણ (વિવરણ) કરવામાં આવ્યું છે. કવિએ વર્ણવેલા ગૃહસ્થ (શ્રાવક) ના પાંત્રીસ ગુણ પ્રત્યેક માનવીને લાભદાયક બને તેવા છે. ‘શ્રાદ્ધવિધિ’ને આધારે ગૃહસ્થની ‘દિનકરણી’નું વર્ણન સાંપ્રદાયિક છાંટવાળું હોવાને કારણે અન્ય વાંચકને ઓછું આકર્ષે પણ એમાંના સુંદર સુભાષિતો વાચક માત્રને આકર્ષે તેવા છે. ત્યાર પછી ગુણ વગરના દુષ્ટને, રોગીને, મૂરખને અને પૂર્વગ્રહવાળા મનુષ્યને ઉપદેશ નહિ આપવા વિષે અનુક્રમે ‘રાચી સુભટ’ ‘દુષ્ટ જીરણ પટેલ,’ ‘મૂરખ વિપ્ર’ અને ‘પૂર્વયુદ્ઘહિત રાજાનો અંધપુત્ર અને કુબુદ્ધિ મંત્રી’ની ચારે ક્થાઓ ઋષભદાસની ચાતુરી અને કલ્પનાશક્તિનો સુંદર ખ્યાલ આપે છે. ‘જે પુરૂષ ઉત્તમ હોય, થોડે વચને બુઝે સોય' તે જણાવવા માટે ભરત ચક્રવર્તી આદિ મહાપુરૂષોના દૃષ્ટાંત આપતાં રાયપ્રશ્નીય સૂત્રમાંથી લીધેલું કેશી સ્વામી અને પરદેશી રાજાનું દૃષ્ટાંત વિસ્તારથી આપ્યું છે. આ દૃષ્ટાંતોથી સિદ્ધ કર્યું છે કે જે ઉપદેશક ‘કહે તેવું આદરે’ તે જ તરે છે. ત્યારપછી જાત જાતની વિધિઓ છે જેમ કે ગુરૂવંદન વિધિ, ગૃહપ્રવેશ વિધિ, દંતમંજન, તેલમર્દન, સ્નાન, જિનપૂજા વગેરે વિધિઓ જણાવી છે. આજીવિકા રળવાના ચાર પ્રકાર વિવિધ દૃષ્ટાંત દ્વારા આપ્યા છે. દાન, શીલ, તપ, ભાવ ધર્મના ચાર પ્રકાર વર્ણવ્યા છે. પાંચ પ્રકારના માતા-પિતા અને ભાઈનું વર્ણન કરીને શીલવતી નારીનું ઉચિત સાચવવા વિષે કવિએ ભાર આપીને જણાવ્યું છે. પુત્ર સાથે કેવો વ્યવહાર કરવો એ પણ વિવિધ દૃષ્ટાંતોથી દર્શાવ્યું છે. તેમ જ યોગ્ય પુત્રવધૂને ઘરનો કારોબાર સોંપવાની વાત દૃષ્ટાંતપૂર્વક કહી છે. ‘પંચાંગુલી સંવાદ’, નિંદાત્યાગ, પરદેશગમન વિધિ, ખંભાતનું હૂબહૂ વર્ણન અંતે પોતાના ગુરૂ, દાદા, પિતા, પોતાની દીનચર્યા ટૂંકમાં જણાવી ૨૨૦ પાનાનો આ રાસ પૂર્ણ કર્યો છે. ટૂંકમાં આ કૃતિમાં ઠેર ઠેર ટૂંકી બોધકથાઓ ગૂંથીને રસમય કાવ્ય બનાવ્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનિવાર્ય એવું કેટલુંક સાંપ્રદાયિક તત્ત્વ બાદ કરતાં આ બોધકથાઓ અને તેમાં આવતાં અનેક સુંદર ભાવવાહી કાવ્યખંડોથી આ કૃતિ ખરેખર એવી દીપી ઉઠે છે કે તેને ‘ગુજરાતી હિતોપદેશ’ કહી શકાય એવી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઉત્તમ કૃતિ છે. ૧૫)જીવત સ્વામીનો રાસ : ૨૨૩ કડી, ર.સં. ૧૬૮૨ વૈશાખ વદ ૧૧ ગુરૂવાર ખંભાતમાં રચાણો નામ પરથી લાગે છે કે (આદિ નથી) આમાં જેનોના અતીત ચોવીસીના ‘જીવંતસ્વામી’ નામના તીર્થંકરની ધર્મકથા હોવી જોઈએ. આમાં જિન પૂજાનો મહિમા બતાવ્યો હશે એમ અંતની પ્રશસ્તિ પરથી લાગે છે. અંતમાં કવિ કહે છે. જીવિતસ્વામી જિનવર મનોહર, પ્રણમેં જસ સુરરાજ ઋષભ કહે એ રાસ સુણતા વાધિ લખ્યમ લાજ રચીઉ રાસ અનોપમ આજ ૧૬) પૂજાવિધિ રાસ : ૫૬૬ કડી, ર.સં. ૧૬૮૨ વૈશાખ સુદ ૫ ગુરૂવાર ખંભાતમાં રચાયેલો આ રાસ હજુ અપ્રગટ છે. એમાં નામ પ્રમાણે પૂજાની વિધિ હોવી જોઈએ. જીવત સ્વામી રાસથી પહેલા સપ્તાહે રચાયો છે. ૧૭) શ્રેણિક રાસ ઃ ૭ ખંડ, ૧૮૫૧ કડી .સં. ૧૬૮૨ આસો સુદ - ૫ ગુરૂવાર ખંભાતમાં રચાયેલ આ કૃતિ પણ અપ્રગટ છે નામાનુસાર એમાં શ્રેણિક રાજાનું ચરિત્ર હોવું જોઈએ. આદિમાં સરસ્વતી સ્તુતિ અને અંતમાં ખંભાત નગરીનું વર્ણન તેમ જ રાસના ૭ ખંડ સુણતા થતા લાભ કહ્યા છે. ૧૮) કવન્ના રાસ : ૨૮૪ કડી .સં. ૧૬૮૩ અપ્રગટ કૃતિ છે. આદિમાં ઋષભદેવની સ્તુતિ અંતમાં આ રાસ સાંભળતા પ્રાપ્ત થતું ફળ બતાવ્યું છે. એમાં કેટલાક શબ્દો ગેરહાજર છે. ૧૯) હીરવિજયસૂરિના બાર બોલનો રાસ : ૨૯૪ કડી .સં. ૧૬૮૪ શ્રાવણ વદ -૨ ગુરૂવાર “ખરતરગચ્છ અને તપાગચ્છ વચ્ચેના વિખવાદને સમાવવા તથા બંને મતના વાદ વિવાદની અથડામણ અટકાવવા માટે તપગચ્છના આચાર્ય શ્રી વિજયદાનસૂરિએ સાત બોલ નામે સાત આજ્ઞાઓ જાહેર કરી. પણ જોઈએ એવો વિરોધ શમ્યો નહિ. તેથી ત્યાર પછી આચાર્ય પદવી પામેલા શ્રી હીરવિજયસૂરિએ સાત બોલ પર વિવરણ કરીને બાર બોલ એ નામે બાર આજ્ઞાઓ જાહેર કરી હતી. પ્રમાણ અને દૃષ્ટાંત વડે એ બાર બોલનો હેતુ સ્પષ્ટ કરવા ઋષભદાસે આ રાસ રચ્યો છે.” આ બાર બોલ માટે જુઓ જેન જે. કો. હેરલ્ડનો એતિહાસિક અંક, ૧૯૧૫નો , ભેળો ૦-૯ અંક. ૨૦) મલ્લિનાથનો રાસ : ૨૯૫ કડી .સં. ૧૬૮૫ પોષ સુદિ ૧૩ રવિવાર ખંભાતમાં ત્રંબાવતીમાં અપ્રગટ કૃતિ. સરસ્વતીનું વર્ણન સહિત સ્મરણ કરીને મલ્લિનાથ તીર્થંકરનો રાસ રચ્યો છે. જ્ઞાતાધર્મકથાગ સૂત્રને આધારે રચેલા રાસમાં મલ્લિનાથ ભગવાનના ગુણગ્રામ કર્યા છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૦૯ એક પ્રતમાં ઢંબાવતી નગરીના ઘોરી શ્રાવકોનો આર્થિક – ધાર્મિક પરિચય નામોલ્લેખ સહિત આપ્યો છે. મુનિવરોને મુનિચર્યામાં સહાયક થાય એવા સ્થાનો છે. જે નીચેની ગાથાથી સ્પષ્ટ થાય છે. ઊપાસરો દેહરૂ નિ હાટ અત્યંત દૂરિ નહી તે વાટ, ઠંડિલ ગોચરિ સોહોલી આહિ, મુનિ રહિવા હીડઈ અહી પ્રાહિ. ૨૧) હીરવિજયસૂરિ રાસ : સં. ૧૬૮૫ આસો સુ. ૧૦ ગુરૂવાર ખંભાતમાં રચ્યા. આ કૃતિ આનંદકાવ્ય મ. મો. ભાગ - ૫ માં પ્રકાશિત થઈ છે. ૩૨૪ પાનાના આ રાસમાં શહેનશાહ અકબરે જેમને જગદ્ગુરૂનું બિરૂદ આપ્યું હતું એવા જેના શાસનોદ્ધારક આચાર્ય શ્રી હીરવિજયસૂરિનું પરમોત્કૃષ્ટ ચરિત્ર નિરૂપણ થયું છે. જે કવિ ઋષભદાસ એક અધ્યયનને આધારે નીચે રજૂ કરું છું (પૃ. ૮૬ થી ૧૦૮) - ઈ.સ. ૧૫૨૭ માગસર સુદ – ૯ સોમવારના પાલનપુરના જેન ઓસવાલ કુંઅરો શાહની ધર્મપત્ની નાથીબાઈની કુક્ષિએ જન્મ લેનાર હીરવિજયસૂરિ ૧૩ વર્ષની ઉંમરે તપગચ્છના ૫૭મા પટ્ટધર શ્રી વિજયદાનસૂરિના હસ્તે કા. વ. ૨ સોમવારના દિક્ષિત થયા હતા. ૨૪મે વર્ષે પંન્યાસ, ૨૫મે વરસે ઉપાધ્યાય અને ૨૭મે વર્ષે પોષ વદ પાંચમના આચાર્યપદ મેળવી તપગચ્છના ૫૮મા પટ્ટધર બન્યા. અકબર બાદશાહે ચંપા શ્રાવિકાના છ માસિક તપથી પ્રભાવિત થઈ એમના ગુરૂ શ્રી હીરવિજયસૂરિને મળવા આમંત્રણ મોકલ્યું. એ આમંત્રણ સ્વીકારી ખંભાતથી વિહાર કરીને ફતેહપુર પહોંચ્યા. રાજાએ, મોકલાવેલ રથ, ઘોડા, પાલખીનો અસ્વીકાર કર્યો તેથી બાદશાહ ખૂબ જ પ્રભાવિત થયા. પછી તો જેન ધર્મની ખૂબીઓ જાણી વધારે પ્રભાવિત થતા શ્રી હીરવિજયસૂરિથી પ્રતિબોધિત અકબરે પોતાના રાજ્યમાં પર્યુષણના આઠ દિવસ અને આગળ-પાછળના બે દિવસ એમ ૧૨ દિવસ અહિંસા પળાવતા તથા બાર ગાઉના ડામર તળાવમાં માછલા મારવાનું બંધ કરવાનું ફરમાન કાઢયું. આ ઉપરાંત વર્ષના બધા રવિવાર, ત્રણ અઠ્ઠાઈઓ (કાર્તિકી, ફાલ્ગન, અને અષાઢી) ના ચોવીસ દિવસ અને અકબરનો પોતાની વર્ષગાંઠનો દિવસ આટલા દિવસોમાં પોતાના રાજ્યમાં હિંસા બંધ કરાવી. પોતે પાંચસો ચકલીની જીભ ખાતો હતો તે વગેરે માંસાહાર અને હિંસા ત્યજી દીધી. બધા ધર્મના પંડિતોને ભેગા કરી તેમને જગદ્ગુરૂનું બિરૂદ આપ્યું. અકબરના દરબારમાંથી ગુજરાત તરફ પાછા ફરતા વચ્ચે વિહારમાં મેડતાના નવાબ (રાજા) મીરજાખાનને પ્રતિબોધ્યો. પોતાના પટ્ટધર શિષ્ય વિજયસેનસૂરિના પટ્ટધર શ્રી વિજયાનંદસૂરિને પોતે જાતે સિરોહીમાં દીક્ષા આપી. ખંભાતના ખોજા સરદારને પ્રતિબોધી અહિંસાપ્રેમી બનાવ્યા. તેમના શિષ્ય શ્રી નંદવિજય શતાવધાની હતા. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અમદાવાદના સુલતાન આજમખાનને તેમણે ધર્મપ્રેમી બનાવ્યો હતો. આમ એમણે ઘણા જણાને પ્રતિબોધ્યા હતા. તેઓ પાટણથી સંઘ કઢાવી શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે ૭૨ ગામના મોટા સંઘો અને અનેક નાના સંઘો ત્યાં એકઠા થયા હતા. એમની સાથે ૧૦૦૦ ઉપરાંત સાધુઓ હતા. એમનું છેલ્લું ચાતુર્માસ ઊનામાં થયું જ્યાં સંવત ૧૬૫૨ (ઈ.સ. ૧૫૯૬) ના ભાદરવા સુદ ૧૧ ના શુભ દિવસે ઓગણોસિત્તર (૬૯) વરસની ઉંમરે તેમનો સ્વર્ગવાસ થયો હતો. સાહિત્ય દૃષ્ટિએ વિચારતા આ રાસમાં શ્રી હીરવિજયસૂરિનું પદ્યમય સુંદર જીવનચરિત્ર છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનિવાર્ય એવું કેટલુંક સાંપ્રદાયિક તત્ત્વ બાદ કરતાં આ રાસની કેટલીક સાહિત્ય સિદ્ધિઓ નોંધપાત્ર છે. – શરૂઆતમાં સરસ્વતીનું ભાવવાહક વર્ણન, પૂર્વાચાર્યોનું નામ સ્મરણ, પ્રથમ તીર્થંકર ઋષભદેવને વંદન અને ગણધર મુનિ ભગવંતોને નમન કર્યું છે. પછી પાલનપુર વર્ણનમાં કવિની નગરવર્ણન શક્તિ જોવા મળે છે. પછી શ્રી હીરવિજયસૂરિની ૪૨ પેઢીનું વર્ણન કરતા કવિએ કેટલાક સુંદર સુભાષિતો આપ્યા છે. પછી એમના જન્મ મહોત્સવનું વર્ણન પૃ. ૨૩-૨૪ ઉપર બાલહીરનું એક સુંદર શબ્દચિત્ર રજૂ કર્યું છે. માતા-પિતાના મૃત્યુ પછી એમના બહેન ભાઈ વચ્ચેના સંવાદ ‘દોહિતો સંયમ’ અને સંસાર સ્વરૂપના સંવાદ કાવ્ય નોંધપાત્ર છે. પૃ. ૩૩ પર વિધવાનું દુઃખ સચોટ રીતે આલેખ્યું છે. પૃ. ૮૧-૮૨ ઉપર અકબર બાદશાહની દેશવિદેશની સોળસો રાણીઓનું વર્ણન કવિની શૃંગારવર્ણન શક્તિનો સુંદર નમૂનો છે. ચાર પ્રકારની સ્ત્રીઓનું વર્ણન કર્યું છે. સાચા સાધુનો રાહમાં સાધુ જીવનનો ચિતાર છે. પૃ. ૧૩૪ પર શંકર ગુણી કે નિર્ગુણીનો બિરબલ હીરસૂરિ સંવાદ તર્કશાસ્ત્રના જ્ઞાનનો સુંદર નમૂનો છે. પૃ. ૧૩૪-૧૩૭ ઉપર કવિએ જુદા જુદા ધર્માનુયાયીઓની સરખામણી કરી નિગ્રંથ (જૈન) મુનિઓની પ્રશંસા કરી છે. કાંઈક અંશે પરધર્મ અસહિષ્ણુતાનો દોષ બાદ કરતા ૨૪ કડીનો એ પ્રસ્તાવ કવિની કવિત્ત્વ શક્તિનો ઉત્તમ નમૂનો છે. બધા ધર્મ ખોટા અને અમારો જ ધર્મ સાચો એ મધ્યકાલીન સાહિત્યની અનિવાર્ય સાંપ્રદાયિકતા બાદ કરતા એ આખોય પ્રસ્તાવ કવિની કવિત્વ શક્તિની સરસ પિછાન કરાવે છે. સર્વ ધર્મ સમભાવના આ જમાનામાં જૈનેતર વાંચકોને જરૂર ખૂંચશે - અરૂચિકર લાગશે. નિસ્પૃહિ હિરવિજયસૂરિમાં અકબરના મુખે સાચો નિગ્રંથ મુનિ કેવો જોઈએ તે સુંદર રીતે બતાવ્યું છે. અકબર મહાત્મ્યમાં કવિએ બુદ્ધિ કૌશલ્યના રમૂજી પ્રસંગોથી હાસ્યરસની ખિલવણી કરી તેના વધુ પોષણ અર્થે ખત્રણીના દૃષ્ટાંતોમાં ભયાનક અને બીભત્સ રસ તથા દૈવી અંશ આદિનો આશરો લીધો છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૧૧ પૃ. ૧૫૦-૧૫૧ કડી ૨૧ થી ૨૯ માં મીરજાખાન સમક્ષ મૂર્તિપૂજાનું પ્રતિપાદન કર્યું છે. પૃ. ૧૫૪-૬૫ ઉપર છતાં ભોગને છોડનાર વિરલ હોય છે એ ટૂંકો કાવ્યખંડ નોંધપાત્ર છે. ખંભાતના સુલતાન હબીબલો અને હીરસૂરિ વચ્ચે મોહપતિ અને યૂક અંગે થયેલો નીચેનો સંવાદ રસપ્રદ છે. હબીબલો હીરસૂરિ સંવાદ હબીબલો એક પ્રશ્ન પૂંછતો, કાપડો ક્યું બંધઈ રે ? થુંક કિતે ઉપરિ જઈ લાગે, તેણિ બાંધ્યાહે એહી રે. હબીબલો ત્યહાં ફરી ઈમ પૂછે, થુંક નાપાક પાકી રે ? હીર કહે મુખમાં તવ પાકી, નીકલ્યા તામ નાપાકી રે. ત્યાર પછી ૬ રાગ ૩૬ રાગિણીમાં એમના સંગીત વિશેના ઊંડા જ્ઞાનનો પરિચય થાય છે. “શેવ-જેન વિવાદ’ વિજયસેનસૂરિની વાદ - વિવાદ શક્તિનો સારો પરિચય આપે છે. હીરવિજયસૂરિનાં સંભારણાં સુંદર ઉપમાઓથી વર્ણવ્યાં છે. જીવન એળે નહિ ગુમાવવા વિષેના બે કાવ્યખંડો નોંધપાત્ર છે. કરૂણરસની ખિલવણી માટે વાપરેલી ઉપમાઓ ખાસ નોંધપાત્ર છે. હીરવિજયસૂરિના રસના ત્યાગનો ઉત્તમ ગુણ સુંદર રીતે બતાવ્યો છે. એમના ગુણોનું સુંદર નિરૂપણ થયું છે. પદ્મસાગર નરસિંહ બ્રાહ્મણનો વાદ અને કલ્યાણવિજય તથા બ્રાહ્મણનો વાદ પણ સુંદર રીતે વર્ણવ્યો છે. આમ હીરવિજયના એક એકથી ચડિયાતા શિષ્યોના વાદવિવાદ રજૂ કર્યા છે. મનુષ્યના પ્રકાર, સત્તર કક્કા, સુભાષિતો, પાલનપુરનું વર્ણન, ખંભાતનું વર્ણન, પોતાના ગુરૂ, દાદા, પિતા, અને પોતાનો ટૂંક પરિચય આપી અંતે આઠ કડીનું હીરવંદનાનું ટૂંકું સુંદર ગેય કાવ્ય (પૃ. ૩૨૩-૨૪) આપી કવિ રાસની સમાપ્તિ કરે છે. ૨૨) અભયકુમાર રાસ ૧૦૧૪ કડી .સં. ૧૬૮૭ કારતક વદ ૯ ગુરૂવાર ખંભાતમાં શરૂઆતમાં સરસ્વતી વંદન કરી અભયકુમારનો રાસ નિજ સુખ માટે જોડીશ એમ કહીને અભયકુમારનું ચરિત્ર વર્ણન કર્યું હશે એમ લાગે છે. અંત રાબેતા મુજબ છે. ૨૩) રોહણિયામનિ રાસ : ૩૪૫ કડી ૨.સં. ૧૬૮૮ પોષ શુ. ૭ ગુરૂવાર ખંભાતમાં સરસ્વતી વંદના પછી રોહણિયા ચોરનું ચરિત્ર વર્ણન ને અંતમાં વીર પ્રભુનો શિષ્ય થયો ને મુક્તિ પામ્યો તેનું વર્ણન છે. ૨૪) વીરસેનનો રાસ : ૪૪૫ કડી આ રાસની રચના સંવત ક્યાં ચાણો એ નથી લખ્યું. સરસ્વતીનું સ્મરણ કરીને વીરસેન રાજાનો રાસ રચ્યો છે. અંતમાં વીરસેનનું નામ જપતા સિદ્ધિ પ્રાપ્ત થાય એ બતાવ્યું છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૨૫) વીશ સ્થાનક તપ રાસ : જે. ગૂ. ક. માં આની કોઈ વિગત નથી. - આ રાસની પ્રત હજુ મળી નથી. નામ પરથી લાગે છે જેન ધર્મમાં જણાવેલા ૨૦ સ્થાનકો ઉપર એ રાસ રચાયેલો છે. પૂર્વભવમાં ૨૦ સ્થાનકની આરાધના ભાવપૂર્વક કરી હોય તેને તીર્થંકરપદની પ્રાપ્તિ થાય. ૨૬) સમય સ્વરૂપ રાસ - ૭૯૧ કડી ૨૭) દેવગુરૂ સ્વરૂપ રાસ - ૭૮૫ કડી ૨૮) શેત્રુંજય ઉધ્ધાર રાસા ૨૯) કુમારપાલનો નાનો રાસ - ૨૧૯૨ કડી આટલા રાસની કોઈ વિગત મળતી નથી. ૩૦) આદ્ર કુમાર રાસ ૯૭ કડી જેન ગૂ. કવિઓમાં આટલી જ માહિતી છે. ૩૧) પુણ્યપ્રશંસા રાસ ૩૨૮ કડી ટૂંકી કૃતિઓ આ પ્રમાણે છે. ૧) આદીશ્વર આલોયણ (અથવા વિજ્ઞપ્તિ) સ્તવન પ૭ કડી .સ.૧૬૬૬ શ્રાવણ સુદ ૨ ખંભાતમાં આમાં પ્રથમ તીર્થકર ઋષભદેવનું સ્મરણ કરી કવિ પોતાના પાપ પ્રગટ કરીને આલોચના કરે છે. ૨) આદીશ્વર (અથવા ઋષભદેવ) વિવાહલો (અથવા ગુણવેલી) : ૬૮ કડી ઋષભદેવની સાહિત્યોપાસના (પૃષ્ઠ ર૭૭) માં કહ્યા મુજબ આ કૃતિમાં ઋષભદેવનો જન્મથી મોક્ષ સુધીનો વૃત્તાંત આપ્યો છે. ૩) મહાવીર નમસ્કાર ઃ આમાં ૨૪મા તીર્થંકર મહાવીરનું જન્મથી મોક્ષનું વર્ણન હોય એમ લાગે છે. આદિ અને અંતની બે -બે કડીઓથી એમ લાગે છે. બીજી વિગત નથી. ૪) ૨૪ જિન નમસ્કાર છપ્પયબદ્ધ : પ્રથમ તીર્થંકરથી લઈને ૨૪મા તીર્થંકર સુધીનું વર્ણન છે. શૂલપાણિ, ચંદનબાલા, ઉદાયી, અર્જુન, મેઘકુમાર આદિને સ્મર્યા છે. વિશેષ વિગત નથી. પ) શત્રુંજય મંડણ શ્રી ઋષભદેવ જિન સ્તુતિ ઃ આદિ આપી નથી માત્ર અંત આપ્યો છે. શ્રી વિજેસેન સૂરીશ્વરરાય, શ્રી વિજય દેવ ગુરૂના પ્રણમું પાય, રીષભદાસ ગુણ ગાય (મુપુગૃહ સૂચી, લીંહ સૂચી) પ્રકાશિત ઃ ૧ તીર્થમાળા (જે.એ.ઈ.) (૨. જેન કાવ્યપ્રકાશ ભા. ૧) ૬) સ્થૂલિભદ્ર સજઝાય : સ્થૂલિભદ્ર ને કોશાનો સંવાદ આદિની ત્રણ (લાઈન) લીટી ને અંતની ત્રણ લીટી છે. સ્થૂલિભદ્રએ કોશાને ત્યાં ચાતુર્માસ કર્યું ત્યારે બે વચ્ચે થયેલો સંવાદ છે. પ્રકાશિત - ચૈત્ય આદિ સંગ્રહ ભાગ ૩ પૃ. ૩૬૫ (તથા અન્યત્ર) Page #122 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૧૩ ૭) ધૂલેવા શ્રી કેસરિયાજી સ્તવન : આદિ અંતની ૧ કડી છે. ધૂલેવામાં ઋષભદેવ ગયા હતા તેનું વર્ણન છે. ૮) માન પર સજઝાય : ૧૫ કડી માન ન કરવાની શીખ આપી છે. પ્રકાશિત ૧ ચૈત્ય આદિ સં. ભા.૩ ૯) સિદ્ધશિક્ષા રાસ : આ રાસના શીર્ષકમાં વપરાયેલા સિદ્ધ શબ્દ પરથી એમાં સિદ્ધ ભગવંતોનું વર્ણન હોવાનો સંભવ છે. ૧૦) નેમિનાથ સ્તવન : સં. ૧૬૬૭ પોષ સુદ ૨ ગુરૂવાર ખંભાત. નેમિનાથ સ્તવન, ચેત્ય વંદન આદિ સં. ભા. ૩ પૃ. (૧૫૧ થી ૧૫૭) માં મુદ્રિત થયું છે. ૭૩ ગાથા છે. નેમિનાથની હસ્તલિખિત પ્રત શ્રી ગોડીજી જ્ઞાનભંડાર મુંબઈમાંથી મળી છે. ૧૧) પ્રતિમા સ્થાપન પાર્શ્વનાથ સ્તવન ૪ : પ૨ ગાથા શરૂઆતમાં સરસ્વતીનું સ્મરણ અને પાર્શ્વનાથને વંદન અંતમાં પાર્શ્વનાથને પાપ દૂર કરવા માટેની વિનંતી ૧૨) આત્મશિખામણ સજઝાય : ૧૫ ગાથા આત્મલક્ષી શિખામણ. અસાર સંસારથી ચેતવાની ભલામણ. ૧૩) શ્રી વિવિધ તીર્થોનું ચૈત્યવંદન : પાંચ ગાથા - શત્રુંજય ઉપર શ્રી આદિનાથને, ગિરનાર ઉપર નેમિનાથને, તારંગામાં શ્રી અજિતનાથને, સમેતશિખર પર વીશ જિનેશ્વરોના પગલાને, વૈભારગિર ઉપર શ્રી વીર જિનેશ્વરને પ્રણામ કરું ૧૪) ચેત્ય પરિપાટી - ખંભાતની ચેત્ય પરિપાટી : એક જ ૪૬ મી કડી પ્રાપ્ત થઈ છે. એમાં ખંભાત શહેરથી દૂર એક માઈલ પર આવેલા કંસારીપુર ગામના ચેત્યો. વિશેનું વર્ણન છે. ૧૫) શત્રુંજય મહાતીર્થના નવ ખમાસમણાના દૂહા ઃ જે શત્રુંજય તરફ જવા માટે ડગલું ભરે છે તે કરોડો ભવના અશુભ કર્મ ખપાવે છે. શત્રુંજય સમાન કોઈ તીર્થ નથી ઋષભદેવ જેવા કોઈ દેવ નથી અને ગૌતમ સ્વામી જેવા કોઈ ગુરૂ નથી એમને હું વંદન કરું છું. ૧૬) હરિકેશી મુનિની સજઝાય ઃ ૧૫ ગાથા. બીજી વિગત નથી. આમ અહીં કેટલીક કૃતિઓની રૂપરેખા આપી આ ઉપરાંત કેટલીય કૃતિઓ હશે જેની વિગત ન મળી હોય તેથી અહીં પ્રસ્તુત કરી શકાઈ ન હોય આટલું વિપુલ સાહિત્ય સર્જન કરનાર કવિનું કવિત્વ બિરદાવતા કહી શકાય કે આ એક બહુમુખી પ્રતિભા ધરાવતા કવિ હતા. સાક્ષરતા, સ્વાવલંબન, સ્વતંત્ર અભિવ્યક્તિ, સજાગતા, ન્યાયપ્રિયતા, સખત પરિશ્રમ આ તમામ શબ્દ સમુહનો પર્યાય એટલે શ્રાવક કવિ ઋષભદાસ. ઋષભદાસ માત્ર સર્જકશીલ નહિ પણ ચારિત્ર્યશીલ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ હતા. ઉપસંહાર સમગ્રતઃ જોતા શ્રાવક કવિ ઋષભદાસ ઊંચી બુદ્ધિપ્રતિભા ધરાવનાર, શ્રેષ્ઠ સર્જકતા ધરાવનાર, સમર્થતાના ગુણથી સંપન્ન, અદ્ભુત અવલોકનકાર, વિવિધ વિષયોના વિવેચનકાર, સૂક્ષ્મતા પૂર્વક ચિંતન કરનાર, વિશાળ સૂત્ર સિદ્ધાંત સાહિત્યનું જ્ઞાન ધરાવનાર, જેના દર્શનનું મહત્ત્વ પ્રસ્થાપિત કરનાર, વાસ્તવિક – તાત્વિક - સાત્વિક સાહિત્યનું સર્જન કરનાર, સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષયનું જ્ઞાના ધરાવનાર, સાહિત્યના સારથિ, ભાષાના મર્મજ્ઞ, ભાષાના માધ્યમથી આધ્યાત્મિક ગરિમા પ્રસરાવનાર, ઘરબારમાં રહીને રાસનો દરબાર ઊભો કરનાર વ્યક્તિત્વના ધણી હતા. સાહિત્ય ઈતિહાસના અમર પૃષ્ઠોમાં જેમનું નામ સ્વર્ણાક્ષરે અંકિત થયું છે એવા શ્રાવક કવિ ઋષભદાસનો અમર સાહિત્ય વારસો સામાન્યજનને ભવ્યાત્મા, સરળાત્મા, દિવ્યાત્મા અને મુકતાત્મા બનાવે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ E પ્રકરણ – ૩ ‘જીવવિચાર રાસ’ મૂળકૃતિનો સંક્ષિપ્ત ભાવ શ્રાવક કવિ ઋષભદાસે ‘જીવવિચાર રાસ’માં વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ રચિત “જીવવિચાર પ્રકરણ’, આગમ અને અન્ય શાસ્ત્રોને આધારે જીવ વિશેના વિચારો ૧૫ ચોપાઈ, ૧૧ ઢાલ, ૧૬ દુહા અને ૫૦૨ ગાથામાં આલેખ્યા છે. પ્રથમ દૂહાની સાત ગાથામાં મંગલાચરણરૂપે શ્રી સરસ્વતી દેવી તેમ જ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીના ચરણોમાં નમસ્કાર કર્યા છે. આઠમી ગાથામાં પોતે જીવવિચાર રાસ રચવાના છે એમ કહીને રાસના વિષયની સ્પષ્ટતા કરી છે. નવમી ગાથામાં જીવના મુખ્ય બે પ્રકાર સિદ્ધ અને સંસારીનો ઉલ્લેખ કરીને ૩૨૩ મી ગાથા સુધી સંસારી જીવોના ભેદ - પ્રભેદ ઋદ્ધિ વગેરેનું વર્ણન કર્યું છે. જે નીચે મુજબ છે. સંસારી જીવોના ત્રસ અને સ્થાવર બે ભેદ છે. એમાંથી પ્રથમ સ્થાવર જીવોના પાંચ પ્રકાર - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયના ભેદ - પ્રભેદનું નિરૂપણ કર્યું છે. ત્યારબાદ ત્રસકાયના જીવોમાંથી પ્રથમ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચોરેન્દ્રિયના પ્રકારો દર્શાવીને પંચેંદ્રિયનું વર્ણન શરૂ કરતાં પહેલાં તિર્યચપણાંમાં જીવ કેવું દુઃખ પ્રાપ્ત કરે છે તે બતાવ્યું છે. પછી પંચેન્દ્રિયના પાંચ ભેદ તેમ જ પ્રભેદ, નારકીના સાત ભેદ અને મનુષ્યના એકસો એક ભેદની રૂપરેખા આપી છે. તત્પશ્ચાત્ પૂર્વોક્ત એકેન્દ્રિયથી લઈને પંચેનિદ્રયના ભેદ - પ્રભેદોમાં કેટલીક ઋદ્ધિઓની સવિસ્તર પ્રતિપાદના કરી છે. જેમ કે અવગાહના, શરીર, સંઘયણ, સંડાણ, સંજ્ઞા, જ્ઞાન, દર્શન, ઉપયોગ, કષાય, દૃષ્ટિ, વેદ, પર્યાપ્તિ, પ્રાણ, જીવાજોનિ, આયુષ્ય કાય સ્થિતિ, ઉદ્વર્તન, ચ્યવન વગેરેનું નિરૂપણ કર્યું છે. એકેન્દ્રિયમાં સંજ્ઞાનું, મનુષ્યના અધિકારમાં વેશ્યા તેમ જ આચારસંહિતાનું અને નારકીમાં ક્ષેત્ર, દુઃખ, બંધના કારણોનું દૃષ્ટાંત સહિત વિવરણ કર્યું છે. જેનાથી કવિની કાવ્ય પ્રતિભાની પ્રતીતિ થાય છે. આપણો આત્મા ભવાટવિમાં ક્યાં ક્યાં ભટક્યો એના નિરૂપણ માટે કાય સ્થિતિનો વિશેષ વિચાર, નિગોદના જીવોની ગહન વિચારમાં જીવોની ઉત્પતિના આઠ સ્થાન (ખાણ) તેમજ વનસ્પતિના અઢાર ભારની વ્યાખ્યા કરી છે. જેમાં કવિના કાવ્યની સરળ, સહજ, રોમાંચક શૈલીનો પરિચય થાય છે. ૩૨૪ મી ગાથાથી સિદ્ધનો અધિકાર પ્રરૂપ્યો છે. એમાં પ્રથમ સિદ્ધના પંદર Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભેદ બતાવ્યા છે (૧) જિનસિદ્ધ (૨) અજિનસિદ્ધ (૩) તીર્થસિદ્ધ (૪) અતીર્થસિદ્ધ (૫) ગૃહસ્થલિંગસિદ્ધ (૬) અન્યલિંગસિદ્ધ (૭) સ્વલિંગસિદ્ધ (૮) સ્ત્રીલિંગસિદ્ધ (૯) પુરૂષલિંગસિદ્ધ (૧૦) નપુંસકલિંગસિદ્ધ (૧૧) પ્રત્યેકબુદ્ધસિદ્ધ (૧૨) બુદ્ધબોહિસિદ્ધ (૧૩) સ્વયંબુદ્ધસિદ્ધ (૧૪) એકસિદ્ધ (૧૫) અનેક સિદ્ધ. એમ પંદર ભેદનો નામનિર્દેશ કરીને “સિદ્ધ પંચાસિકાને આધારે પંદર દ્વારોની માહિતીપ્રદ પ્રરૂપણા કરી છે. એ પંદર દ્વાર આ પ્રમાણે છે. - (૧)ક્ષેત્રદ્વાર (૨) કાલદ્વાર (૩) ગતિદ્વાર (૪) વેદદ્વાર (૫) તીર્થદ્વાર (૬) લિંગદ્વાર (૭) ચારિત્રદ્વાર (૮) બુદ્ધદ્વાર (૯) જ્ઞાનદ્વાર (૧૦) અવગાહના દ્વાર (૧૧) ઉત્કર્ષદ્વાર (૧૨) અંતરદ્વાર (૧૩) અનુસમયદ્વાર (૧૪) ગુણણાદ્વાર (૧૫) અલ્પબહુર્વોદ્વાર. તે દરેક દ્વારમાં આંતરું કેટલું પડે તે પણ દર્શાવ્યું છે. આમ ૩૨૪ થી ૩૯૮ ગાથા સુધી સિદ્ધ અધિકાર કવિની રસાળ કલમે આલેખાયો છે. ૩૯૯ થી ૪૧૩ મી ગાથા સુધી ગતિ, ઈન્દ્રિય, કાય, જોગ, વેદ એટલો બોલનો અલ્પબદુત્વ નિરૂપીને “શ્રી પન્નવણા સૂત્ર’ને લોકભોગ્ય બનાવવાનો સફળ પુરૂષા ર્થ કર્યો છે. ૪૧૫ મી ગાથાથી ૪૨૪ મી ગાથા સુધી જીવના કેટલાક પ્રકારનું નિરૂપણ કરીને રાસના તત્ત્વદર્શનને હળવાશભર્યું બનાવ્યું છે. ત્યારબાદ ૪૨૬ મી ગાથાથી ૪૭૮ મી ગાથા સુધી, ‘શ્રી પન્નવણા સૂત્ર’ના. ત્રીજા પદના અલ્પબદુત્વમાંથી દિશા સંબંથી ચારે ગતિ અને છકાયના જીવોનો અલ્પબહુજ્ય જનમાનસને સ્પર્શી જાય એ રીતે આલેખ્યો છે. ૪૭૮ મી ગાથાથી દરેક ગતિમાં ઘણા જીવ ભરેલાં છે, બધા ભવ્ય જીવો મોક્ષે જશે છતાં પૃથ્વી (વિશ્વ) ભવ્ય જીવ રહિત નહીં થાય એવા કેવળીના વચનની સહજતાથી પ્રરૂપણા કરી છે. તેમ જ જીવના ચાર નામનો ઉલ્લેખ કર્યો છે. સુખની ચાવીરૂપ વધ્યાની મહત્તા પ્રસ્થાપિત કરીને પોતે “જીવવિચારની સમજણથી સુખ પામ્યા છે એ પ્રતિપાદિત કર્યું છે. ૪૯૦ થી ૪૯૨ એ ત્રણ ગાથામાં ગુરૂના ગુણગાન ગાઈને પોતાની નમ્રતા પ્રદર્શિત કરી છે. આ રાસ વિક્રમની ૧૬૭૬ મી સાલમાં આસો સુદ પૂર્ણિમાના દિવસે ખંભનયર (ખંભાત) માં રચ્યો છે એ નિરૂપણ એમની ચોકસાઈના ગુણનું દર્શન કરાવે છે. પોતાના વડીલો, પિતા - પિતામહની મહત્તા પ્રસ્થાપિત કરીને પોતાનો પણ પરિચય આપ્યો છે. અંતમાં આ “જીવવિચાર રાસ’ની ફળશ્રુતિ બતાવીને રસભર્યા રાસની પૂર્ણાહુતિ. કરી છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૧૭ મૂળાકૃતિ ભાવાર્થ સહિત II શ્રી મહાવીરાય નમઃ | | || શ્રી વિતરાગાય નમઃ | || જીવ વિચાર રાસા. આદિ પદ | £પા. દૂહા - ૧ ૧ સરસ વાન ઘો સારદા, તૂ કવીઅણની માય, તૂ આવી મુજ મૂખ્ય રમે, યમ મનિ ઍત્યું થાય. ભાવાર્થ – હે શારદા મા, તમે સર્વ કવિગણની માતા છો. આપ મને રસવંતા વચન આપો (જેનાથી સુંદર કાવ્ય રચના થઈ શકે) તમે જો મારા મુખમાં આવીને રહેશો તો હું જે મનમાં ચિંતવીશ તે વચનરૂપે પ્રગટ થઈ જશે. ૨ વાણી વાહન કવણ આહાર, તાસ પીતા કુણ હોય, તાસ સુતા સ્વામી ભલઓ, તેહનો ચાલક જોય. ભાવાર્થ – વાણી વાહનનો આધાર કોણ છે, તેનો પિતા કોણ હોય તેની સુતા. (પુત્રી)નો સ્વામી ભલો, તેનો શાળો જો. ૩ તેમનું વાહણ કવણ છઈ, તા વાહન જગી જેહ, તે લંછણ નર જેહનિં, હું સમરૂં નીત્ય તેહ. ભાવાર્થ – તેનું વાહન શું છે, તે વાહન જગમાં જેનું છે, તે લાંછન જે નરનું છે હું તેને નિત્ય સમજું છું. ૪ સમરિ સુખ બહુ ઉપજઈ, પણમઈ પરીમાણંદ, કનક વર્ણ જસ દેહડી, પંજું ઋષભ નિણંદ. ભાવાર્થ – જેમનું સ્મરણ કરવાથી (યાદ કરવાથી) ખૂબ સુખ ઉપજે, પ્રણામ કરવાથી પરમ આનંદ ઉપજે, જેના દેહનો વર્ણ સોના જેવો સુવર્ણ છે, એવા શ્રી ઋષભદેવ જિનેશ્વરને હું પૂછું છું. ૫ પ્રથમ જિનેશ્વર એ સહી, મહિઅલી પહિલો રાટ, પ્રગટ કરી જેણઈ વલી, મુગત્યનચરની વાટ. ભાવાર્થ – ઋષભદેવ પ્રથમ તીર્થંકર છે. આ પૃથ્વી પરના પહેલા રાજા છે. તેમ જ એમણે મુક્તિનગરની વાટ પ્રગટ કરી છે. ૬ પઢમ મુનીશ્વર એહવો, પ્રથમ ઈ કેવલજાન, ઋષભ કહિ રંગિ ધરૂં ઋષભદેવનું ધ્યાન ભાવાર્થ – એવા પ્રથમ મુનીશ્વર, સહુથી પ્રથમ કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર ઋષભદેવનું આનંદથી ધ્યાન ધરું એમ ઋષભદાસ નામના શ્રાવક કવિ કહે છે. ૭ જેણઈ ધ્યાનિ મતિ નીરમલી, સફલ હુઈ અવતાર, આદિનાથ ચરણે નમી, કહિસ્યું જીવ વિચાર. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભાવાર્થ જેના ધ્યાનથી મતિ નિર્મળ થાય ને આદિનાથના ચરણે નમીને હું હવે જીવ વિચાર કહીશ. ચોપાઈ - - ૧ - શ્રાવક કવિ ઋષભદાસ કૃત અવતાર સફળ થાય એ ८ કહુઈસ્યુ વ્યવરી જીવવીચાર, શાંતિસૂરિ જેહનો કરન્હાર, આગમ અર્થ બીજા મનિ ધરું, શાહાસ્ત્ર તણી હું રચના કરૂં. ભાવાર્થ - કવિ ઋષભદાસ કહે છે કે શાંતિસૂરિ નામના મુનિએ જેની રચના કરી છે એ જીવ વિચાર હું વ્યવહારથી કહીશ. આગમના બીજા અર્થ પણ મનમાં ધારણ કરીને હું શાસ્ત્ર રચીશ. ૯ જીવતણા કહ્યા દોઈ પ્રકાર, સિધ અને સંસારી સાર, સંસારી બઈ ભેદે લહું, તસ્ય જીવ નિં થાવર . ભાવાર્થ - જીવના બે પ્રકાર કહ્યા છે - સિધ્ધ અને સંસારી. એમાં સંસારીના બે ભેદ છે ત્રસ જીવ અને સ્થાવર જીવ. ૧૦ પાંચ ભેદ થાવર કહિવાય, પ્રથવી પાણી તેઉં વાય, વનસપતી કહી ઈ પાંચમી, જાતિ કહું જિન પાએ નમી. ભાવાર્થ - હવે જિનેશ્વરદેવના ચરણોમાં નમીને પ્રથમ પાંચ સ્થાવરના નામ કહું છું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પાંચમી વનસ્પતિની જાતિ એ પાંચ સ્થાવરના ભેદ છે. ૧૧ ફટિક રતન મણિ રત્ન હરિઆલ, ખડી હીંગલૂ નિ પરવાલ, પારો વાંની સુરમો ઘાત, અરણેટો આભલા વીખ્યાત. ભાવાર્થ - હવે પૃથ્વીકાયના ભેદ કહું છું. સ્ફટિક રત્ન, મણિ રત્ન, હરિયાલ, ખડી, હિંગળોક, પરવાળા, પારો, વાની, સુરમો, ધાતુ, અરણેટો, અબરખ પ્રખ્યાત છે. ૧૨ ઉંસ પલેવો તુરી પાંહાંણ માટી લુંણ મ ચાપો જાંણ, એહેમાં જીવ ભમ્યો આપણો, અનંત કાલ ગયો ત્યાહાં ઘણો. ભાવાર્થ - ઓસ, પ્રવાલ, તુરી (ફટકડી), પથ્થર, માટી, મીઠું વગેરે પૃથ્વીકાયની જાત છે. એને જાણીને દબાવવી (કચડવી) નહિ એ બધી પૃથ્વીકાયની જાતમાં આપણો જીવ ભમ્યો છે. ત્યાં ઘણો અનંતકાળ ગયો છે. ૧૩ છેદાણો ભેદાણો બહુ પંથી, પાએ ચાંપઈ સહુ, બાલો રાંધો ભક્ષન કર્યો, ટાંકી તુજ ઓરસીઉ કરયો. ભાવાર્થ - પૃથ્વીકાયના ભવમાં જીવ ખૂબ છેદાણો - ભેદાણો તેમ જ રસ્તે જતા સહુ પથિકોના પગ નીચે પણ ખૂબ દબાણો, એને બાળવામાં આવ્યો, રંધાણો, ભક્ષણ કરાયો, તેમ જ ટાંકીને ચટણી વાટવાનો કે ચંદન ઘસવાનો ઓરસીઓ (પાટલો) કરવામાં આવ્યો. Page #128 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૧૯ ૧૪ વલી લહી પાણીની જાતિ, ભોમિં કુપ ભણ્યા દિનારાતિ, આકાશ જલ નઈં હિમઃ કરાય, ઓસ યૂઆરય હરીતણું કહઈવાય. ભાવાર્થ – હવે અપકાયની -પાણીની જાતિ કહેવાય છે. ભોમ-ભૂમિમાંથી નીકળતું પાણી, કૂવાનું પાણી, આકાશમાંથી વરસતું પાણી, હિમ, કરા, ઓસ, ધૂમ્મસ, હરિતનું એ પાણીના પ્રકાર કહેવાય છે. ૧૫ ઘનોદધી તે જલની જાતિ, જીવ ભમ્યો ત્યાંહા દિન નિ રાતિ, અનંતકાલ તે તેહમાં ગયો, પરવશ પડીઓ પરભવ સહયો. ભાવાર્થ – ઘનોદધિ વગેરે જળની જાતમાં જીવ દિવસ-રાત ભમ્યો, એમાં અનંતકાળ ગયો. પરવશપણે પરભવ સહન કર્યો. ૧૬ નાહણ ધોઅણ નિ અંઘોલ ફીલઈ લોક જલિ કરઈ કલોલ, અગનિ તપાવઈ પીડ સદીવ, ત્યાંહા દૂખ પામ્યા જલના જીવ. ભાવાર્થ – નાહવું - ધોવું, સ્નાન કરવું, જળમાં ફરીને આનંદ કરવો, અગ્નિ પેટાવીને પીડા આપતા ત્યાં જળના જીવ ખૂબ દુઃખ પામ્યા. ૧૭ ઉન્હા જલ માંહા ટાઢું ભલું, ખારા માંહિં મીઠઉ મલ્યું, સાબુ ચૂના ખારૂ પડી, જલના જીવ મરિ તરફડી. ભાવાર્થ – ઠંડામાં ગરમ પાણી કે ગરમ પાણીમાં ઠંડુ પાણી મેળવતા કે ખારા પાણીમાં મીઠું પાણી મેળવતા તથા સાબુ - ચુનો - ખારો - ખડી વગેરે પાણીમાં ભેળવતા પાણીના જીવો તરફડીને મરી જાય છે. ૧૮ હવઈ કહું તૂઝ અગનિ વીચાર, જાલા ભૂસર્ડિ નિ અંગાર, ઊલ્કાપાત કણગ વીજલી અગ્યન જાતિ કહઈ કેવલી. ભાવાર્થ – (પાણીના જીવ પછી) હવે તને અગ્નિકાયનો વિચાર કહું છું. જવાળા, ભરહાડ અને અંગારા, ઉલ્કાપાત, કનક, વીજળી વગેરેમાં અગ્નિના જીવ છે. એવું કેવળી ભગવાને કહ્યું છે. ૧૯ તિહાં પણિ જીવ નહી ખ્યાણિ સુખી, જલનિ યોગિ જીવ થયો દૂખી, ડાટ્યો, ચાપ્યો ઉદ્યો વલી, તેહસિં દૂખ ભાખઈ કેવલી. ભાવાર્થ – ત્યાં પણ જીવ ક્ષણ માત્ર સુખી નથી. પાણી નાંખવાથી, અગ્નિકાય ઓલવાઈ જાય છે. અર્થાત્ મરી જાય છે દુઃખી થાય છે. વળી અગ્નિને દબાવવાથી, ચાંપવાથી અને વધારવાથી તેને ખૂબ દુઃખ ભોગવવું પડે છે. ૨૦ પવન જાતિ વિચારી જોય, ઓભામગ ઓકલીઆ હોય, મંડલ મૂખ ગુંજારવ વાય, સુધ વાયરો ચાલ્યો જાય. ભાવાર્થ – હવે પવનની જાતિ કહે છે. ઓભામગ (ઉદભ્રામક - સંવર્તક), ઉકલિયો, મંડલ વાયુ, મુખ્ય મહાવાયુ કે વંટોળિયો, શુદ્ધ વાયરો મંદમંદ વહેતો જાય છે. ૨૧ વલી ઘનવાત અનિ તનવાત, કાલ કેટલો એહેમાં જાત, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવ ભમી ભવ કેતા કર્યા, પુણ્યહીણ ઐઉ દુગર્તિમાં ફર્યા. ભાવાર્થ -તેમ જ ઘનવા ને તનવામાં કેટલો ય કાળ જીવે કાઢયો. એમાં ભમીને જીવે કેટલાક ભવો કર્યા, પુણ્યહીન હોવાને કારણે ચાર દુગર્તિમાં ફર્યા. ૨૨ પવન તણા વઈરી વીજણા, વીજઈ વાય હણાઈ જીવ ઘણા, સાસઉસાસ નર બોલઈ વણઈ, વાઈ જીવ અસંખ્યા હણઈ. ભાવાર્થ – પવનના વેરી એટલે પવનના જીવને હણનાર-વીંઝણા વિંઝવાથી પવનના ઘણા જીવો હણાય છે. શ્વાસોડ્વાસ લેવાથી મનુષ્યના બોલવાથી, વણવાથી અસંખ્યાતા જીવો હણાય છે. ૨૩ બયસંતા ઉઠતા વલી, હીંડતા ભાખિ કેવલી, ભુજંતા, સોવંતા જોય, ઘાત અસંખ્યા જીવની હોય. ભાવાર્થ - બેસતા, ઉઠતા, હાલતા-ચાલતા, ખાતા - પીતા, સૂપડું સોતા. અસંખ્યાતા જીવોની ઘાત થાય છે. અસંખ્ય જીવો હણાય છે. ૨૪ ભૂગલ ભે િનિ નીસાણ, વાજંતા દૂખવાય પરાણ, નાલિ તીર દિ ઘણનો ઘાય, ત્યાંહા દૂખ પામ્યો જંતુ વાય. ભાવાર્થ – ભૂંગળ, ભેરી, નિશાન, ડંકો વગેરે વગાડવાથી વાયુના જીવો દુઃખ પામે છે. તોપ, તીર, ઘણનો ઘા મારવો વગેરેથી વાયરાના જીવો દુઃખ પામે છે. ૨૫ હવઈ કહું વનસપતી જાતિ, તેહની ભાખી છિ બઈ ભાતિ, સાંધારણ નિં પરત્યગ વલી, દોય ભેદ કહઈ કેવલી. ભાવાર્થ – હવે વનસ્પતિકાયની વાત કહું છું. એની બે જાતિ છે - બે પ્રકાર છે. સાધારણ અને પ્રત્યેક વનસ્પતિ વળી એ બંને પ્રકારના ભેદ કેવળીએ બતાવ્યા છે. ૨૬ સાધારણ તું જોય સદીવ, એક શરીર અનંતા જીવ, કંદમૂલ અંકુરાયા હિ, જીવ અનંતા ભાખ્યા ત્યાંહિ. ભાવાર્થ – કવિ સાધકને સંબોધીને કહે છે કે સાધારણમાં તું સદાય એક શરીરમાં અનંતા જીવને જો. કંદમૂળ, અંકૂરામાં અનંતા જીવ બતાવ્યા છે. કહ્યા છે. ૨૭ ગાજર મૂલા સૂરણ કંદ, કાંદ જાત્ય કહઈ વીર નિણંદ, કુંલા ફલ નિ કુંલા પાન અનંતકાય ભાખિ ભગવાન ભાવાર્થ – ગાજર, મૂળા, સૂરણ, કંદ, કાંદાની જાતિ, કુમળા ફળ અને કુમળા પાન એમાં ભગવાને અનંતા જીવ ભાખ્યા છે. ૨૮ થોહર ગુગલ ગલો કુમરિ, અનંતકાયની જાત્ય વીચરિ, લખ્યણ ચાર એહના જાણવા, પૂન્યવંતિ ઘરિ નવ્ય આણવા. ભાવાર્થ – થોર, ગુગળ, ગળો, કુંવાર વગેરેમાં પણ અનંતા જીવો છે. અનંતકાયને ઓળખવાના ચાર લક્ષણ બતાવ્યા છે એને ઓળખીને પુણ્યશાળી જીવોએ અનંતકાય ઘરે ન લાવવા જોઈએ. Page #130 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૨૧ ૨૯ ગુઢ શિરા નઈ સંધૂ પણિ ગૂઢ, તેહસિં થાય દઈ તે હુંડ, પરવ ગુઢ અને સમભાગ ને દેખી આણો વઈરાગ. ભાવાર્થ – એ ચાર લક્ષણ કહે છે (૧) જેની શિરાઓ - નસો - ગુપ્ત, અપ્રગટ સ્પષ્ટ ન જણાય તેવી ગૂઢ હોય (૨) જેના સંધિસ્થાન ગૂઢ હોય (૩) જેના પર્વો -થડ - ડાળ વગેરેના સાંધાઓ ગૂઢ (સ્પષ્ટ ન જણાય તેવા) હોય, અને (૪) જેને ભાંગતા સરખા ભાગ થતા હોય. આ ચાર લક્ષણ જેમાં હોય એને અનંતકાય જાણી એના પ્રત્યે વૈરાગ્ય આણવો જોઈએ. ૩૦ નમિ સાધ જિન પૂજઈ પાય, સોય પુરૂષ એહનિ નવ્ય ખાય, સમઝિ ધર્મ કંદ ભગ કરઈ, સોય પુરષ મુરિખ હાં સરઈ. ભાવાર્થ – જે જીવો સાધુને નમતા હોય, જિનેન્દ્ર દેવને ચરણે પૂજા કરતા હોય, એવા પુરૂષ એને ખાય નહિ. ધર્મને સમજ્યા પછી કંદમૂળનું ભક્ષણ કરે તે પુરૂષ મૂર્ખ ગણાય. ૩૧ પંડીતપણું તેહનૂ નવિજૂઈ, દેખતો ઝંપાવઈ કૂઈ, વીષ ઢલીઉં ઉલખતો ખાય, તે મૂરખ ભાખઈ જિનરાય. ભાવાર્થ – એવા પુરૂષને પંડિત ન કહેવાય કે જે જાણી જોઈને કૂવામાં પડે છે. વિષા ઢોળાયેલું છે એવું ઓળખીને - જાણીને - ખાય એને જિનરાજ મૂરખ કહે છે. ૩૨ જીવ અજીવના ભેદ જે લહિ, નવઈ તત્ત્વના અરથ જે કહઈ, સમઝઈ પુરો જિનવર ધર્મ, કંદ ભખઈતો ભારે કર્મ. ભાવાર્થ – જેને જીવ-અજીવના ભેદ ખબર છે, જેને નવ તત્ત્વના અર્થ ખબર છે. જે નવ તત્ત્વના અર્થ કહે છે, જે જિનવરના (જેન) ધર્મને બરાબર સમજયા પછી પણ કંદમૂળ ખાય છે તે ભારેકર્મી છે. ભારે કર્મ બાંધે છે. ૩૩ જેહમાં જીવ ભમ્યો આપણો, અનંતકાલ નાખ્યો ત્યાંહા ઘણો, છેદ્યો ભેદ્યો પીલ્યો ધરી, સોય વાત ગઈ વીસરી. ભાવાર્થ – જેમાં આપણો જીવ અનંતકાળ સુધી ભમ્યો એમાં અનંતકાળ વ્યતીત થઈ ગયો છે. એને લઈને છેદાયો ભેદાયો પીલાયો એ વાત ભૂલાઈ ગઈ છે. અનંતકાયનું આવું સ્વરૂપ જાણીને તેનું ભક્ષણ ન કરવું જોઈએ એ ભાવ છે. ૩૪ વલી પરતિગ વનસપતી જાતિ, જીવ કહ્યા સાતઈ ઘાતિ, | ફૂલ ફલિ કાષ્ટિ પાદડઈ, જીવ એકેકો ત્યાંહા પણિ જડઈ. ભાવાર્થ – સાધારણ વનસ્પતિ કાય પછી હવે પ્રત્યેક વનસ્પતિકાયનું વર્ણન કરે છે. એમાં સાત પ્રકારના જીવ કહ્યા છે. ફૂલ, ફળ, કાષ્ટમાં, પાંદડામાં પણ ત્યાં એકેકો એટલે એક શરીરે એક જીવ મળે છે. ૩૫ બીજ મૂલ નિ ત્રીજી છાલિ, જીવ અકેકો ત્યાંહા પણિ ઘાલિ, સાતે ઠામે ઠામે જીવ એ કહ્યા, એક ઝાડની પૂઠિ લહ્યા. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – બીજ, મૂળ અને છાલમાં એ સાતે ઠામમાં (જગ્યાએ) એકેક જીવ એકેક શરીરે હોય. એક ઝાડની પછવાડે આટલા પ્રકારના જીવ પ્રાપ્ત થાય. ૩૬ એક શરીર નિં એક જ જીવ પરતેગ વનસપતિ સદીવ, નાલિકેલિ જંબૂ આંબાય, કણની જાતિ સહિ બહુ થાય. ભાવાર્થ – એક શરીર અને એક જ જીવ પ્રત્યેક વનસ્પતિમાં સદાય હોય, નાળિયેર, કેળ, જાંબુ, આંબા વગેરે એક ગોટલી કે ઠળિયાવાળા છે. તેમ જ બહુબીજવાળા વૃક્ષો પણ છે જેમ કે - પીપળો, ટીબરું વગેરે. ૩૭ પાંચ(વ)લી કહૂ સૂક્ષ્મકાય, ચઉદ રાજહાં તે કહઈવાય, અંતરમૂરત તેહનું આય, વાપી રહી તે સઘલઈ ઠાય. ભાવાર્થ - પૂર્વે પાંચ સ્થાવરના બાદર ભેદ કહ્યા એ જ પાંચ કાયના સૂક્ષ્મ ભેદ છે. એ આખા લોકમાં સર્વત્ર વ્યાપેલા છે. એનું આયુષ્ય અંતર્મુહુર્તનું છે. તે સઘળા ઠામમાં - ૧૪ રાજલોકમાં - વ્યાપીને રહ્યા છે. આખા લોકમાં એકે ક્ષેત્ર એવું નથી જ્યાં સૂક્ષ્મકાય ન હોય. ૩૮ વલી કહું બેઅદ્રી નાતિ, કુડા શંખ ગંડોલા જાતિ, મેહર પુરા નિં અલસીઆ, જલો થઈ પાતિગ બહૂ કી. ભાવાર્થ – સ્થાવર જીવો પછી ત્રસ જીવોનું વર્ણન કરતા કવિ કહે છે કે આ જીવ ત્રણ વિકસેન્દ્રિય (અપૂર્ણ કે ન્યૂન ઈન્દ્રિય) માં ક્યાં ક્યાં ઉત્પન્ન થયો એ પણ જુઓ. ક્રમથી પ્રથમ બેઈંદ્રિયની જાતિ કહે છે કોડા, શંખ, ગંડોલા, મેહર (કાષ્ટના કીડા), પોરા, અળસિયા અને જળોના અવતારમાં ખૂબ પાતિગ કર્યા (પાપ કર્યા). ૩૯ સીપ માંહિ અવતરીઓ જસિં, કાઢી તડકઈ નાખ્યો તસિં, દૂખઈ મર્ણ લહુ તિંસહી, તે વેદન નવ્ય જાઈ કહી. ભાવાર્થ - છીપલામાં અવતર્યો એમાંથી એને કાઢીને ત્યાં તડકામાં નાખ્યો. આવું દુઃખદાયક મરણ થાય એની વેદના કહી ન શકાય. ૪૦ વલી થયો ત્રે અંદ્રી જીવ, માંકણ કીડા કરતાં રીવ, અંદ્ર ગોપ ગીગોડો જુઆ, જીવ ગધઈઆ કંધૂ હુઆ. ભાવાર્થ – ત્યાર પછી જીવ તેઈંદ્રિયમાં ઉત્પન્ન થયો. માંકડ, કીડા પોકાર કરે છે. ઇંદ્રગોપ, ગીગોડા, જૂ, ગધેયા, કંથવામાં જીવ ઉત્પન્ન થયો. ૪૧ અઈ અલિ ઉઘેઈ ધીમેલિ, સાવા જીવ નિં સુપરિ મેહેલિ, પ્રગટ્યા મંકોડા જૂ જેહ, જાતિ ત્રઅંકી કહીઈ તેહ. ભાવાર્થ – ઈયળ, ઉધઈ, ધીમેલ, સવા વગેરે જીવો સારી રીતે મૂક્યા, મંકોડા, જૂ આદિની જે જાતિ પ્રગટ થઈ એને તેઈન્દ્રિય કહેવાય. ૪૨ તલઈ હુતાશનિ પ્રગટ કરી, મોટા ગોલા વારિ ભરી, અઈ અલિ ટોપલા તેહમાં ધરી, જીવ પોહોચાડ્યા યમની પૂરી. Page #132 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૨૩ ભાવાર્થ આવા જીવોને તળવાથી અથવા હુતાશનિ વગેરે પ્રગટાવવાથી, મોટા ગોળા વાળી એમાં ભરીને કે ટોપલામાં ખૂબ વિશેષ પ્રમાણમાં ધર્યા, પાણીથી ભરેલા મોટા ગોળાઓને તળિયે અગ્નિ પ્રગટાવીને ઈયળ વગેરે ભરેલા ટોપલા તેમાં નાંખવાથી અનેક જીવો જમના ઘરે પહોંચી ગયા. ૪૩. તાવડઈ માંચા નાખી કરી, તા તીવેલું માંહિ ભરી, જીવવલો ત્યાંહા માંકણ થઈ ત્રેઅંદ્રીમાં એ દૂખ સહી. ભાવાર્થ - એને બાંધીને તાવડામાં નાંખીને તેમ જ તપેલામાં ભરી રાખ્યા ત્યાં જીવ વળી માંકડ થઈને ઉત્પન્ન થયો ને તેઇંદ્રિયમાં ખૂબ જ દુઃખ પામ્યો. ૪૪ ભમતાં જીવ ચઉરંદ્રી થયો, કાલ કેટલો તેહમાં ગયો, ભમરા ભમરી માખી તીડ, ડંસમસામાં પામ્યો પીડ. ભાવાર્થ આમ ભમતા ભમતા જીવ ચૌરેન્દ્રિય થયો. એમાં પણ ઘણો કાળ વિતાવ્યો. ભમરા, ભમરી, માખી, તીડ, ડંસ મંસ વગેરેમાં પીડા પામ્યો. ૪૫ વીંછી તણઈ અવતારઈ ગયો, ચાંચણ ઢીક કંસારી થયો, ભમતાં વેદન બહુ પરી લહી, જ્ઞાનવંત તે જાણે સહી. ભાવાર્થ - વીંછી તણો અવતાર પામ્યો, ચાંચણ, ઢીક, કંસારી વગેરેમાં ભમતાં ખૂબ વેદના પામ્યો એ જ્ઞાનવંત (કેવળી ભગવાન) જ સારી રીતે જાણે છે. ૪૬ ડંસ મસા નિં માખી જેહ, મૂરખજન તસ બાલિ દેહ, વીંછી દેખી મૂકઈ ઘાય, ચાંરંદ્રી દૂખ સહ્યા ન જાય. ભાવાર્થ મૂરખ જીવ ડાંસ, મચ્છર અને માખી ને બાળે છે. વીંછી દેખી એની ઘાત કરે છે એમ ચૌરેન્દ્રિયના દુઃખ સહન ન થઈ શકે. ૪૭ ભમતાં પંëદ્રી પણિ થાય, વૃષભ તુરંગમ મહિષી ગાય, વાનર વાઘ સમલા કૂતરા, ચીતર માંજાંરી ઉંઘરા. ભાવાર્થ - ત્યાર પછી ભમતા ભમતા જીવ પંચેંદ્રિયપણામાં ઉપ્તન્ન થયો. પંચેન્દ્રિયમાં પ્રથમ તિર્યંચના ભેદની અહીં વાત કરી છે. બળદ, ઘોડા, ભેંસ, ગાય, વાંદરા, વાઘ, સમલા, કૂતરા, ચીત્તળ, બિલાડી, ઉંદર વગેરેમાં ઉત્પન્ન થયો. ૪૮ ભૂખ તરસ ત્યાઃહા વેઠી બહૂ, જ્ઞાનવંત તે જાણઈ સહુ, અજા હર્ણ તણી ગતિ લહી, મંસ્ચકાય મરાણો સહી. - ભાવાર્થ - ત્યાં તે ભવમાં ખૂબ તરસ ભૂખ વેઠી એમ જ્ઞાનવંતે જાણ્યું છે. બકરા, હરણ તણી ગતિમાં ફર્યા, તેમજ માછલીના ભવમાં મરાયો. ૪૯ કરમિં હુઓ કાચ્યબ અવતાર, અગ્યન ઓપરિ ધર્યો તિંણીવાર, તાપઈ ચર્બ તવ અલગું થાય, બહુ વેદન પામ્યો તસ ઠાય. ભાવાર્થ - કર્મથી કાચબો થયો. ત્યારે એને અગ્નિ પર શેકી એની ચામડી અળગી કરી ત્યારે તે સ્થાનમાં (તે ભવમાં) ખૂબ વેદના પામ્યો. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૫૦ પંચેઢીનો એક વીચાર તેહના ભાખ્યા ચ્યાર પ્રકાર, - માનવ નારકી ત્રિજચ દેવ, ભેદ નવાણું ભાખુ હેવ. ભાવાર્થ – એ પંચેન્દ્રિયનો વિચાર કહ્યો. તેના ચાર પ્રકાર બતાવ્યા છે. મનુષ્ય, નારકી, તિર્યંચ અને દેવ. હવે દેવના નવાણું ભેદ કહું છું. ઢાલ – ૧ પ્રણમી તુમ શ્રીમંધરજી ૫૧ ભેદ નવાણૂં દેવનાજી વ્યવરી કહઈસ્યુ વીચાર, સોલ જાત્ય સૂર વ્યંતરાજી, ભવનપતી દસ સાર. પ્રણમી તુમ શ્રીમંધરજી - દેશી ભાવાર્થ – દેવના નવાણું ભેદ વ્યવહારથી કહીશ. વિચાર એટલે દેવના નવાણું ભેદ આ પ્રમાણે છે. ૧૬ ભેદ વ્યંતરદેવના, દસ ભવનપતિના છે. પર સુણો નર કરયો દીરઘ વીચાર, ગતિ ચ્યારમાંહા તૂ ભમ્યોજી, ભમતાં ન લહ્યો પાર, સુણો નર કરયો દીરઘ વીચાર. ભાવાર્થ – હે મનુષ્યો! સાંભળીને દીર્ઘ વિચાર કરો કે તમે ચારે ગતિમાં ભમ્યા પણ પાર પામ્યા નહિ. માટે હે મનુષ્યો ખૂબ લાંબો વિચાર કરો. “આંચલી” પ૩ દ્વાદશ ભેદ સૂરના ગણોજી, જિહાં બારઈ દેવલોક, નવ તે નવ ગ્રીહીવેષનાજી, ત્યાંહા નહી ચિંતા સોક સુણો. ભાવાર્થ – એ ભેદ આગળ કહે છે-૧૨ ભેદ બાર દેવલોકના, નવ ગ્રેવેયકના નવ ભેદ ત્યાં આગળ ચિંતા કે શોક કાંઈ ન હોય. ૫૪ ત્રણ ભેદ કુલ મૂખીજી, જોતષી દસેહે પ્રકાર, ત્રીજગજભગ દેવનાજી, ભેદ દસઈ નીધાર. સુણો... ભાવાર્થ – ત્રણ ભેદ કિલ્વિષીના, દશ ભેદ જ્યોતિષીના, ત્રીજુંભકદેવના દશ ભેદ નિર્ધાયા (કહ્યા) છે. પપ પરમધામી દેવનાજી, પનરિ ભેદ વખાણ્ય, પાંચ અનુત્તર વ્યમાનનાજી, નવ લોકાંતીક જાય. સુણો... ભાવાર્થ – પંદર પરમાધામીના પંદર ભેદ, પાંચ અનુત્તર વિમાન, લોકાંતિકના નવા ભેદ એમ સર્વ મળીને નવાણું ભેદ થયા. ૧૬+૧૦+૧૨+૯+૩+૧૦+૧૦+૧૫+૫+૯ = ૯ ભેદ દેવના થયા. પ૬ એક અવતાર સૂર તેહસિંજી, આઠિ સાગર આય, સાત સહ્યાં જોઅણ તણાંજી, વલી વ્યમાન કહાય. સુણો.. ભાવાર્થ – નવ લોકાંતિક દેવના ભેદનું વર્ણન - આ દેવો એકાવતારી છે. એમનું આઠ સાગરોપમનું આયુષ્ય છે. એમના વિમાન સાતસો જોજનના છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૨૫ પ૭ બ્રહ દેવલોક છઈ પંચમુજી, ત્રીજુ પરતર જ્યાંહિ, લોકાંતિક સુર રૂઅડાજી, સોય વસઈ જઈ ત્યાહિં. સુણો.. ભાવાર્થ – એમનું સ્થાન પાંચમા દેવલોક બ્રહ્મ દેવલોકના ત્રીજા પ્રતરમાં છે. એ જગ્યાએ લોકાંતિકના દેવ રહે છે. દેવના ભેદની વાત પૂરી થાય છે. ૫૮ ટણિ ભેદ ત્રીજંચનાજી, જલચર થલચર જોય, ત્રીજો ભેદ ત્રીજંચનોજી, ગગનિ ભમતાં સોય. સુણો... ભાવાર્થ – હવે તિર્યંચના ભેદનું વર્ણન કરું છું તિર્યંચના મુખ્ય ત્રણ પ્રકાર છે. જળચર, સ્થળચર અને ખેચર જે ગગનમાં ઊડે છે. (૫૯ મી કડી આ પ્રતમાં નથી. લીંબડીની પ્રતમાંથી મળી છે તે આ પ્રમાણે છે.) પ૯ પાંચ ભેદ જલચર તણાજી, મછકછ સુસમાર, મગર જીવનિ તા 0ઉજી, જલચરનો વિસ્તાર સુણો... ભાવાર્થ – જળચરના પાંચ ભેદ છે. માછલા, કાચબા, સુસુમાર, મગર, અને ગ્રાહ એ જળચરનો વિસ્તાર છે. (લીંબડીની પ્રતમાં ત્રણ ભેદ ઉચરના એમ લખેલ છે.) ૬૦ પાંચ ભેદ જલચર તણાજી, ચોપદ ઉપર સાપ, ભરપુર નોલ જે પૂરમુંખાજી, કરતા પ્રાહિં પાપ. સુણો.. ભાવાર્થ – (હવે પ્રત્યેકના ભેદ કહે છે. એ તિર્યંચના પાંચ ભેદ છે. જળચર, સ્થળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, અને ખેચર. જો કે અહીં જળચરના પાંચ ભેદ બતાવ્યા છે.) ચોપગા, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, નોળિયાદિ પ્રમુખ ઘણું કરીને પાપ કરે છે એ ત્રણે ભેદ સ્થળચરના છે. ૬૧ ચ્યાર ભેદ ખચર તણાજી, સમુંગ પંખી રે સોય, વીતત પંખી નિ જુઓજી, પંખી રોમ સુજોય. સુણો... ભાવાર્થ – ખેચરના ચાર ભેદ છે. સમજ્ઞ પંખી, વીતત પંખી, રોમ પંખી. ૬૨ ચોથો ચર્મ તે પંખીલજી, ચરબ સરિખી પંખ, પૂન્ય હીણા પ્રાહિં કહ્યાજી, કરતા પાટિંગ ધંખ. સુણો.. ભાવાર્થ – ચોથો ચર્સ પંખીનો ભેદ છે જેની ચામડા જેવી પાંખ છે. પુણ્યહીન અને ખૂબ જ પાપ કરનાર આમાં ઉપજે છે. ૬૩ ત્રીજચ ભેદ ત્રણેહ કહ્યાજી, સોય સમુદ્ઘમ હોય, ગર્ભત પણિ હોઈ સહીજી, જિનવરિ ભાખ્યું સોય. સુણો... ભાવાર્થ – આમ તિર્યંચના ત્રણ ભેદ (પ્રકાર) કહ્યા. એ સંમૂરિઈમ પણ હોઈ શકે અને ગર્ભજ પણ હોઈ શકે એવું જિનવરે કહ્યું છે. ૬૪ સાત ભેદ છઈ નારકીજી, સાતે નરગે રે વાસ, તેહમાં દૂખ છઈ અતી ઘણુંજી, કોય મ કરસ્યો આસ. સુણો... ભાવાર્થ – હવે નારકીના ભેદ કહે છે. નારકીના સાત ભેદ છે. સાત નરકાવાસાનાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત સાત ભેદ છે. એમાં ઘણું દુઃખ છે. માટે નરકમાં જવાની આશા કોઈ ન કરશો. ૬૫ માનવ ભેદ સુણયો સહુજી, એક સો નિ વલી એક, પનરિ કર્મ ભોમ્યમાંજી, માનવ બહૂ અકેક, સુણો... ભાવાર્થ – હવે મનુષ્યના ૧૦૧ ભેદ કહે છે. એમાં પંદર કર્મભૂમિના ૧૫ ભેદ છે. ૬૬ અક્રમ ભોમ્ય ત્રીસઈ કહીજી, તીહાં જયગલનો રે વાસ, છપન અંતર દ્વીપમાં છે, યુગલ રહિ છઈ ખાસ. સુણો... ભાવાર્થ - ત્રીસ અકર્મભૂમિના ક્ષેત્રમાં જુગલિયા રહે છે. છપ્પન અંતરદ્વીપમાં પણ જુગલિયા રહે છે. એમ એકસો એક ભેદ છે. દુહા – ૨ ૬૭ એકસો એક ભેદ જ વલી, નરના ભાખ્યા જોય, હવઈ સકલ વલી જીવના, શરીરમાન કહું સોય. ભાવાર્થ – નારકી - તિર્યંચ - મનુષ્ય - દેવ આ બધાના ભેદની વાત પૂરી થઈ. ૧૦૧ ભેદ મનુષ્યના કહ્યા પછી હવે બધા જીવના શરીરમાન એટલે કે અવગાહના કહું છું. ૬૮ આઉ ઋતિ પ્રાણ જ કહું યોનિ તણું પરિમાણ, કાંઈક બોલઃ બીજા કહું સુણયો સહું સુજાણ. ભાવાર્થ – તેમ જ આયુષ્ય, કાયસ્થિતિ, પ્રાણ, યોનિ અને એ સિવાય બીજા બોલ (જેમ કે વેશ્યા - ઉપયોગ - સંસ્થાન - ઇંદ્રિય વગેરે) કહું છું તે તમે સહુ સારી રીતે જાણીને સાંભળો. ચઉપઈ - ૨ ૬૯ સુણજયો સકલ કહઈ મુખ્ય વીર, સર્વ એકંદ્રી તણું શરીર, અંગલ અસંખ્યાતમો ભાગ, તેહમાં એટલો મુક્યો માગ. ભાવાર્થ – મહાવીર પ્રભુ સર્વ જીવોને સ્વમુખે કહી રહ્યા છે તે ધ્યાનથી સાંભળજો. સર્વ એકેન્દ્રિયની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની છે એમાં આટલો અપવાદ છે. ૭૦ જે પરત્થગ વનસપત્તી હોય, તેહની કાયા પોઢી જોય, જોઅણ હજાર ઝાઝેરાવલી, શરીરમાન કહઈ કેવલી. ભાવાર્થ – પ્રત્યેક વનસ્પતિ આશ્રી ઉત્કૃષ્ટ એક હજાર જોજન ઝાઝેરૂ શરીરનું માપ કેવળી કહે છે. (બાકીનાની જઘન્ય-ઉત્કૃષ્ટ આંગુલનો અસંખ્યાતમો ભાગ છે.). ૭૧ છઈ દસ હજાર વરસનું આય, વેશ્યા ચાર તેહ નિ કહઈવાય, ક્રીષ્ન નીલ કાપોતહ જેહ, તેજુ લેગ્યા કહીઈ તેહ. ભાવાર્થ – વનસ્પતિનું આયુષ્ય દશ હજાર વર્ષનું, તેમાં તેને પ્રથમની ચાર લેશ્યા કહી છે. કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો લેશ્યા. Page #136 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૭૨ વલી ભાખિ શ્રી જિનવરવીર, એકંદ્રી નિ ચ્યાર શરીર, તેજસ, કારમણ, ઓદારિક જોય શરીર વઈકરી તેહનઈ હોય. ભાવાર્થ - વળી શ્રી જિનવર વીરે એકેન્દ્રિયની અંદર ચાર શરીર કહ્યા છે. તેજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિય શરીર તેને હોય. ૭૩ એક સંસ્નાન હૂંડ તસ હોય, દરસણ એક અચક્ષુણ હોય, અપ્પોગ ત્રણિ એકંદ્રી તણઈ વ્યવરી સોય જિનશવર ભણઈ. ભાવાર્થ - તેને એક હુંડ સંસ્થાન હોય છે. દર્શન એક અચક્ષુ હોય એકેન્દ્રિયને ત્રણ ઉપયોગ વ્યવહારથી જિનેશ્વરે કહ્યા છે. ૧૨૭ ૭૪ અચલૂ દરસણ અ અપ્પોગમાન સુત્તઅજ્ઞાન નિં મતિ અજ્ઞાન, ચ્યાર વલી પરજાપતિ જોય, આહાર, શરીર નિં અંદ્રી હોય. ભાવાર્થ - એની અંદર ત્રણ ઉપયોગ છે તે એક અચક્ષુદર્શન તથા શ્રુત અજ્ઞાન અને મતિ અજ્ઞાન. એને ચાર પર્યાપ્તિ હોય તે આહાર, શરીર, ઈંદ્રિય. ૭૫ સાસ ઉસાસ તે ચોથો ભેદ એકંદ્રી સહુ નપૂંસક વેદ, એહનિં પ્રાણ કહ્યા છઈ ચ્યાર, વયવરી ભાખ્યું સોય વીચાર. ભાવાર્થ અને ચોથો પ્રાણ શ્વાસોચ્છ્વાસ. બધા એકેન્દ્રિય નપુંસક વેદવાળા હોય. એને પ્રાણ ચાર હોય છે. વ્યવહારથી આ વિચાર કહ્યો છે. ૭૬ શરીર અનેિં કાયા બલ કહું, સાસઓસાસ આઊંખું લઠું, ચ્યાહારે પ્રાણ તણી એ લાખ, જ્યોન એકંદ્રી બાવન લાખ. ભાવાર્થ - શરીર અને કાયાબળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એ ચાર પ્રાણ હોય. એની જીવાજોનિ બાવન લાખ છે. - ૭૭ કાયસ્થતિ જીવ કેતું રડઈ, ઉશ્રપણી અવશ્રપણી કહઈ, અસંખ્યાતી તે પણિ કહું એક ભેદ વલી બીહુ લહુ. ભાવાર્થ કાય સ્થિતિ-એક જ કાયમાં વારંવાર જન્મ મરણ કરે તો કેટલી વાર કરે એ કહે છે. અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી જેટલો કાળ એક ને એક - કાયમાં જન્મ મરણ કર્યા કરે. વળી બીજો પણ એક ભેદ કહું છું. ૭૮ અનંત કાય માંહા રહઈ જીવ ઘણું, ઉશ્રપણી અવસર્પણી ભણું, સોય અનંતી સહી પણિ કહું, એકંદ્રી મીથ્યાતી લહું. ભાવાર્થ - અનંતકાયમાં જીવ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ રહે. એકેન્દ્રિય જીવ મિથ્યાત્ત્વી હોય. ૭૯ એકંદ્રી પરમૂખ જેહ વલી, દસઈ સાંગ્યના કહઈ કેવલી, પહઈલી સાંગ્યના કહીઈ આહાર, જલ સીર્ચિ પામઈ વીસ્તાર. ભાવાર્થ - એકેન્દ્રિય પ્રમુખમાં દસ સંજ્ઞા કેવળીએ કહી છે. એમાં પહેલી આહાર સંજ્ઞા છે. જે વનસ્પતિકાયના જીવો પાણી પ્રાપ્ત કરીને વિસ્તાર પામે છે. અથવા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત તો પાણી પ્રાપ્ત થાય એ તરફ પોતાનું મૂળ ફેલાવે છે. ૮૦ ભઈ સાંગ્યના બીજી કહી લજાલું વૃખા નઈ તે સહી, ભોમિ પાસવાંગ તો જસિં, લાલ મૂખ વીડઈ તસિં. ભાવાર્થ – બીજી ભયસંજ્ઞા કહી છે. ભૂમિ પર પાદસંચાર થતાં, ભયથી કેવી રીતે લજ્જાળુ મુખ બીડે તેવી રીતે લજામણીના છોડ બીડાઈ જાય છે. ૮૧ મઈથન સાંગ્યના ત્રીજી હોય, વર્ષ ખજૂરી પારો જોય, શ્રી જયોગિં તે વાધઈ વલી, કુપ થકી આવઈ ઉછલી. ભાવાર્થ – ત્રીજી મૈથુન સંજ્ઞા છે. ખજૂરી આદિ વૃક્ષ પદ્મિની સ્ત્રીના પાદપ્રહાર, આલિંગન આદિથી વૃદ્ધિ પામે છે. તેમ જ પારાના કૂવામાંથી પારો કાઢવા માટે સોળ શણગાર સજેલી સ્ત્રી કૂવામાં, પાનયુક્ત ઘૂંકની પીચકારી મારે તો એ કૂવામાંથી પારો ઉછળીને તે સ્ત્રી તરફ ફેંકાય છે જે મેથુન સંજ્ઞાનું સૂચક છે. ૮૨ પરીગ્રહઈ સાંગ્યનાનું અઈંધાણ, વડ પરમુખ તું જોજે જાણ, શાખા પરશાખા વીસ્તરઈ, વડવાઈ રચૉહોં પાસાં ફરઈ. ભાવાર્થ - હવે પરિગ્રહ સંજ્ઞાનું એંધાણ (નિશાની - ઓળખ) કહે છે. વડનું વૃક્ષ એનું ઉત્તમ દષ્ટાંત છે. શાખા - પ્રશાખા એટલે કે વડવાઈઓ ચારે બાજુ વિસ્તરતી જાય છે. (ભરૂચનો કબીરવડ પ્રખ્યાત છે. એક જ મૂળ ઝાડના અનેક ફાંટા થઈને મોટા વિસ્તારમાં ફેલાઈ ગયો છે.) ૮૩ ક્રોધ સાંગ્યના કહીઈ તેહ, વર્ષ ઊપરિ વિર્ષ ઉગઈ જેહ, આંકોડીના ફલ ચંપાય, કૂકૂકાર કરઈ તેણઈ ડાય. ભાવાર્થ – પાંચમી ક્રોધ સંજ્ઞા કહી છે. જે રીતે વૃક્ષ પર વૃક્ષ ઉગે તે રીતે ક્રોધ થાય છે. આંકોડીના ફળ જે નીચે પડ્યા હોય તેની ઉપર કોઈ ચાલે તો ચંપાવાના કારણે તે તે જ સ્થાને ક્રોધીની જેમ ફફકાર કરે છે. ૮૪ રોદંતી ઝૂરતી જોય, મૂઝ હૃતિકાં દૂખીઆ કોય, માન સાંગિનાએ પણિ હોય, માન કરઈ તે દૂખીઆ જોય. ભાવાર્થ – રૂદ્રવંતી નામની વનસ્પતિ અહંકારના કારણે રૂદન કરે છે કે હું સુવર્ણસિદ્ધિ કરાવનાર છું. છતાં લોકો દુઃખી કેમ છે? આમ માન સંજ્ઞા કરીને દુઃખી થાય છે. ૮૫ કોહોલી ફલ નિ ઢાંકઈ ઘણું, એ લખ્યણ મોહમાયા તણું, મોહિં કરી નરનારી જોય, ઍહુ ગતિ માંહિ ફરતાં સોય. ભાવાર્થ – કોળાની વેલ પોતાના (કોળાના) ફળને માયા કરીને ઢાંકી દે છે. એ મોહમાયાનું લક્ષણ છે. મોહને કારણે નર - નારી ચારે ગતિમાં ફરે છે. ૮૬ પૂઆડીઆ પરમુખ જે વર્ષ, ધ્યન ઉપરિ ઉગતાં હર્ષ, - લોભ સાંગ્યના એ આઠમી, લોભિ ગયા નર દૂરગતિ નમી. Page #138 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૨૯ ભાવાર્થ – કુવાડીઆ - બિલપલાશ કે શ્વેતાર્ક પ્રમુખ વૃક્ષ લોભને વશ થઈને ધન ઉપર પોતાના મૂળ ફેલાવે છે અર્થાત્ મૂળ વડે ધનને ઢાંકીને હર્ષ પામે છે. એ આઠમી લોભ સંજ્ઞા કરવાથી નર દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે. ૮૭ ઓઘ સાંગ્યના જો વેલડી, મુંકી વાટિ નિ વાડિ ચડી, અસ્ય જ્ઞાન જગિ સહુ કો તણઈ, રખે પ્રાણ કાયા નઈં હણઈ. ભાવાર્થ – વેલડી કે વેલાઓ પોતાનો માર્ગ છોડી વૃક્ષ પર ચડે છે તે ઓઘ સંજ્ઞાને કારણે છે. જગમાં એવું જ્ઞાન બધાને હોય છે. રખે મારા પ્રાણ હણાઈ જાય એમ વિચારીને બધા ઓઘ સંજ્ઞા પ્રમાણે વર્તે છે. ૮૮ લોક સાંગ્યના દસમી જોય, નીશા શમઈ જીવ સહું કોય, કમલ વદન સંકોચન કરી ઉંઘઈ સોય નીદ્રા અનુંસરી. ભાવાર્થ – દશમી લોક સંજ્ઞા છે. રાત્રે જેમ બધા પોતાની નિદ્રા પ્રમાણે ઊંઘે છે. એમ કમલ - પોયણા આદિ પોતાની પાંખડીઓ બીડી દઈને પોતાની નિદ્રા પ્રમાણે ઊંધી જાય છે. દુહા – ૩ ૮૯ ઉંઘઈ નિદ્રા અનુસરી, એકંદ્રી સહુ જીવ, અનંતકાલ એણી પરિ ગયો, દૂખીઓ ભમઈ સદીવ. ભાવાર્થ – બધા એકેંદ્રિય જીવ નિદ્રા અનુસાર ઊંઘે છે. એ રીતે બધા જીવોનો અનંતકાળ ગયો. અને દુઃખી થઈને તે સદાય ભમ્યા કરે છે. ઢાલ – ૨ પાટલે સમરિન પૂજ પરૂપઈ ૯૦ બેઅંદ્રીના ભાવ ભણી જઈ, હનિ છઈ ષટ પ્રાણ, એકંદ્રી : જીવથી બઈ અધ્ધિકા ભાષા જીભ સુજાણ. હો ભવીકા જોયો જીવ વીચાર આંચલી. ભાવાર્થ – હવે બેઇંદ્રિયના ભાવ પ્રગટ કરે છે. જેને છ પ્રાણ છે. એ તું સારી રીતે જાણ. એકેન્દ્રિય જીવથી બે પ્રાણ અધિક છે ભાષા અને જીભ (રસનેન્દ્રિય) ૯૧ સંઘેણ એક છેવહૂં કહી, શરીર જોઅણ તસ બાર, સંસ્કાન ફંડ હોઈ એક તેહનિ કહું જ કષાઈ ચ્યાર. હો ભવી. ભાવાર્થ – એને (બેઇંદ્રિયને) એક છેવટું સંઘયણ હોય. બાર જોજનની અવગાહના હોય. એક હુડ સંસ્થાન, ચાર કષાય હોય. ૨ દસઈ સાંગ્યના ધરી, લહીઈ શરીર ત્રણિ તસ કહીઈ, તેજસ કારમણ અનિ ઉદારિક, જિનવર ભાખ્યા લહીઈ. હો ભવી. ભાવાર્થ – દશ સંજ્ઞા, ત્રણ શરીર તેજસ - કાર્મણ - ઓદારિક એ ત્રણ શરીર Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જિનવરે ભાખ્યા (કહ્યા) છે. ૯૩ લેશ્યા ત્રણિ હોઈ વાલી તેહનિ ક્રીષ્ન નીલ કપોત, દરસણ એક અચલુણ કહી, વેદ નપૂંસક હોત. હો ભવી. ભાવાર્થ – કેશ્યા ત્રણ પ્રથમની કૃષ્ણ - નીલ - કાપોત હોય, એક અચક્ષુદર્શન કહ્યું છે. એક નપુંસક વેદ હોય. ૯૪ સમતિ દ્રષ્ટી ખાઈ બેઅંકી, મીથ્યા દ્રષ્ટી કહીઈ, મતિ અગ્યનાંન હોઈ એ પાસઈ, સુત અગિનાન પણ લહીઈ. હો ભવી. ભાવાર્થ – દષ્ટિ બે-સમક્તિ અને બીજી મિથ્યાદષ્ટિ. મતિ અજ્ઞાન હોય. મૃતા અજ્ઞાન પણ હોય. ૫ મત્યહ જ્ઞાન નિ સુતહ જ્ઞાનહ પાંચ અપ્પોગહ કહીઈ, અચશ્ન દરસણ મતિ અગયનાન્હ, સુત અજ્ઞાન સુ કહીઈ. હો ભવી. ભાવાર્થ – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન પણ હોય. એને પાંચ ઉપયોગ હોય તે અચક્ષુ દર્શન મતિ અજ્ઞાન, મૃત અજ્ઞાન હોય. ૯૬ મતિહ : જ્ઞાનનિ સુતક જ્ઞાનહ, અપ્પોગ પંચ એ હોય, બાર વરસ બેઅંદ્રી જીવઈ, યોન લાખ તસ દોય . હો ભવી. ભાવાર્થ – મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન એમ પાંચ ઉપયોગ હોય. બેઈન્દ્રિય જીવનું આયુષ્ય બાર વરસનું હોય, જીવાજોનિ બે લાખ હોય. ૯૭ એક શમઈ જીવ શંખ્ય અસંખ્યા, પજતા નિ મરતા, કાય સ્મૃતિ ભવ રહઈ સંખ્યાતા, બેઅંદ્રી માંહા ફરતા. હો ભવી. ભાવાર્થ – એક સમયે જીવ સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે અને ચવે (મરે). કાયસ્થિતિ સંખ્યાતા (ભવ) કાળની હોય એટલે સંખ્યાતા કાળ સુધી બેઇન્દ્રિય તરીકે ઉપજયા કરે. ૯૮ સંખ્યાતા આઊંના માનઃવ, ત્રીંચ એહેવું આય, એકંઠી વગલેદ્રી માંહઈ સિંહાથી આવઈ જાય. હો ભવી. ભાવાર્થ – બેઈન્દ્રિય જીવો સંખ્યાના આયુષ્યવાળા માનવ - તિર્યંચ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિયમાં ગમનાગમન કરે એટલે ત્યાંથી આવે ને તેમાં જાય. ૯ પાંચ પરજાપતિ એહઃ નિ કહીઈ, આહાર શરીર નિ અંદ્રી, સાસ ઓસાસ નિ પંચમ ભાષા, ભેદ કહ્યા બે અં%ી. હો ભવી. ભાવાર્થ – એને પાંચ પર્યાપ્તિ હોય - આહાર, શરીર, ઈંદ્રિય, શ્વાસોચ્છવાસ અને પાંચમી ભાષા. એ પમાણે બેઈન્દ્રિયનો વિચાર કહ્યો. ચઉપઈ - ૩ ૧૦૦ ગેઅંદ્રીનો કહું વિચાર, શરીર ત્રણિ તસ ભાખ્યાં સાર, તેજસ કારમણ દારિક જોય, કાયા ત્રપ્તિ ગાઉ તસ હોઈ. Page #140 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૩૧ ચોપાઈ – ૩ ભાવાર્થ – હવે તેઈન્દ્રિયનો વિચાર કહું છું. એને તેજસ, કાર્મણ અને દારિક એ ત્રણ શરીર હોય. શરીરની ઊંચાઈ ત્રણ ગાઉ હોય. ૧૦૧ છેવહૂ તસ હોય શરીર, દસઈ સાંગ્યના ભાખઈ વીર, હુંડ સંસ્થાન કષાઈ ચ્યાર, લેગ્યા ત્રણિનો કહું વીચાર. ભાવાર્થ – તેના શરીરમાં સંઘયણ એક છેવટું, દશ સંજ્ઞા પ્રભુ વિરે કહી છે. સંસ્થાન એક હૂંડ, કષાય ચાર, લેગ્યા ત્રણ કહી છે. ૧૦૨ ક્રીષ્ન નીલ કાપોતાહ જેહ, ત્રઅંદ્રી નિ ભાખું તેહ, મીથ્યા દ્રષ્ટી એપણિ કહું સમક્તિ દ્રષ્ટી એહનિ લહું. ભાવાર્થ – તેઈન્દ્રિયમાં કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેશ્યા કહી છે. દષ્ટિ બે છે-મિથ્યા દષ્ટિ અને સમક્તિ દૃષ્ટિ. ૧૦૩ અચલૂ દરિસણ એહનિ હોય, જ્ઞાન હોય –અંદ્રી જોય, બઈ અજ્ઞાન –અંદ્રી તણાઈ, પાંચ અપ્પોગ પરમેશ્વર ભણઈ. ભાવાર્થ – તેને અચકૂદર્શન હોય, બે જ્ઞાન અને બે અજ્ઞાન-તે મતિ-શ્રુત, એમ પાંચ ઉપયોગ પરમેશ્વરે કહ્યા છે. ૧૦૪ સંખ્ય અસંખ્યા એક શમઈ, ઉપજઈ મર્ણ કરઈ નિં ભમઈ, આઉ કહું દિન ઓગણપચાસ, યોન લખી હો ભાખું તાસ. ભાવાર્થ – એક સમયમાં સંખ્યાતા જીવ તેઈન્દ્રિયમાં ઉપજે, મરે અને ભમે. તેનું આયુષ્ય ઓગણપચાસ દિવસનું, જીવાજોનિ બે લાખ હોય. ૧૦૫ પાંચ પરજાપતિ સાત પરાણ, ગંધ તણા તેહુ ઉ જાણ, | વેદ નપૂંસક તેમનિ કહિં, કાયઋતિ સંખ્યા ભવ રહિં. ભાવાર્થ – પાંચ પ્રજાપતિ (પર્યાપ્તિ), સાત પ્રાણ ધ્રાણેન્દ્રિય બેઈન્દ્રિય કરતા એ એક પ્રાણ વધ્યો. નપુંસક વેદ, કાયસ્થિતિ સંખ્યાતા ભવની હોય. ૧૦૬ એકંદ્રી વગલેદ્રી જેહ, સંગ આઉં નસ ત્રીજંચ તેહ, ત્યાહા ઉપજઈ આવઈ ત્યાંથી, ભાખઈ વીર જિનેશ્વર યતી. ભાવાર્થ - વીર જિનેશ્વર યતિએ કહ્યું છે કે તેઈંદ્રિય જીવ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચમાં આવે ને જાય. ઢાલ - ૩ : એણી પરિ રાજય કરતાં રે ૧૦૭ કહું ચરિંદ્રી ભાવ રે, લેશા ત્રણિ કહી, કૃષ્ણ નીલ કાપોતસ્યુએ... ભાવાર્થ – હવે ચોરેન્દ્રિયનું સ્વરૂપ બતાવાય છે. એમાં કૃષ્ણ, નીલ, કાપોત એ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ત્રણ લેશ્યા છે. ૧૦૮ ચ્યાર કષાઈ હોય રે, સંઘેણ છેવટું, શરીર જોઅણ એકનું એ. ભાવાર્થ – ચાર કષાય છે, છેવટું સંઘયણ, શરીર (દેહમાન અવગાહના) એક જોજનનું છે. (ચાર ગાઉનું) ૧૦૯ શરીર ત્રણ તલ હોય રે, તેજસ કારમણ, ઉદારિક ત્રીજું કહું એ. ભાવાર્થ – એને ત્રણ શરીર છે - તેજસ, કામણ અને દારિક. ૧૧૦ હંડક સંસ્કાન રે, મીથ્યા દ્રષ્ટી અ, સમક્તિ દ્રષ્ટી એ કહ્યું એ. ભાવાર્થ – સંસ્થાન એક હૂંડ, દષ્ટિ બે - એક મિથ્યા અને બીજી સમક્તિ દૃષ્ટિ કહી છે. ૧૧૧ દરસણ દોય તસ હોય રે, ચલૂ અચશ્ન, જ્ઞાન લઈ તેહ નિં સહી એ. ભાવાર્થ – દર્શન બે હોય - ચક્ષુ અને અચક્ષુદર્શન. બે જ્ઞાન-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય. ૧૧૨ તેહ નિં બઈ અગ્યાનાંન રે, આ િષટ્ મહિના, યોનિ લાખ લઈ જાણીઈએ. ભાવાર્થ – તેને બે અજ્ઞાન-મતિ અને શ્રત હોય. આયુષ્ય છ મહિનાનું. જીવાજોનિ બે લાખ હોય. ૧૧૩ ભાખ્યા અષ્ટ પરાણ રે, લોચન તસ વધ્યાં, પાંચ પ્રજાપતિ તેહનિ એ. ભાવાર્થ – ચૅરેન્દ્રિયમાં આઠ પ્રાણ છે. તે સ્પર્શેન્દ્રિય પ્રાણ, રસનેન્દ્રિય પ્રાણ, ધ્રાણેન્દ્રિય પ્રાણ, ચક્ષુઈન્દ્રિય પ્રાણ, કાયદળ, વચન બળ, આયુષ્ય અને શ્વાસોશ્તાસ. મન સિવાયની પાંચ પર્યાપ્તિ હોય. ૧૧૪ દસઈ સાંગ્યના હોય રે, અપ્પોગ ષટ વલી, ચક્ષુ દરસણ તસ વધ્યું છે. ભાવાર્થ – દશ સંજ્ઞા, ઉપયોગ છ - તે બે જ્ઞાન - બે અજ્ઞાન અને બે દર્શન. પૂર્વેના પાંચમાં એક ચક્ષુ દર્શન વધ્યું. ૧૧૫ એક શમઈ સંખ્યાય રે, અનિ વલી અસંખ્યા, જીવ ચવઈ નિ ઊપજઈ એ. ભાવાર્થ – એક સમયે સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉપજે અને ચવે. (જન્મે ને મરે.) Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૧૬ વલી નપૂસક વેદ રે, ભવ તસ સંખ્યાતા, કાય ઋતિ રહિ જીવડો એ. ભાવાર્થ – વળી એક નપુંસક વેદ હોય. તે ભવ સંખ્યાતા કરે. એ જીવની (ચોરેન્દ્રિયની) કાયસ્થિતિ સંખ્યાતા કાળની હોય. ૧૧૭ પિહઈલાં કહ્યા દસ ઠામ રે ત્યાંહા જઈ ઉપજઈ, તેહમાંથી આવઈ સહી એ. ભાવાર્થ – પૂર્વે કહેલા દશ ઠામ એટલે સંખ્યાતા વર્ષના આયુવાળા માનવ, તિર્યંચ, પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયમાંથી આવે ને જાય. ચઉપઈ ૪ ૧૧૮ પંચશ્રી ની કહુ વીચાર, વેશ્યા છઈ કષાય ચ્યાર, ષટ સંઘેણ કહીઈ જિનસાર, કાયા જોઅણ તસ એક હજાર. ભાવાર્થ – હવે પંચેન્દ્રિયનો વિચાર કહું છું. વેશ્યા છ એ છે, કષાય ચાર, છ એ સંઘાણ, કાયા એટલે શરીરની ઊંચાઈ એક હજાર જોજનની. એ જ જિનવચનનો સાર છે. ૧૧૯ પાંચ શરીર નિં ષટ સંસ્થાન, ત્રણ દ્રિીષ્ટનું કહીઈમાન, મીથ્યા દ્રષ્ટી સમકત હોય, સમામીછાંદ્ર તું જોય. ભાવાર્થ – શરીર પાંચ, છ સંસ્થાન, ત્રણ દૃષ્ટિ-મિથ્યા-સમામિથ્યા અને સમક્તિ. એ ત્રણ દૃષ્ટિ કહી છે તે તું સાંભળ. ૧૨૦ દહિંસણ ચ્યાર વલી એહનિ હોય, ચશ્ન અચલૂ દર(સ)ણ જોય, અવધ્ય દરણ ત્રીજુ લહું, કેવલ દરિસણ ચઉર્દૂ કહું. ભાવાર્થ – વળી દર્શન ચાર - ચક્ષુ, અચલુ, ત્રીજું અવધિ અને ચોથું કેવળ દર્શના કહું છું. ૧૨૧ હનિ પોતઈ પાંચ જ્ઞાન, વલી ભાખ્યા જસ ત્રણિ અજ્ઞાન, મતિ અજ્ઞાન નિં બૃત અજ્ઞાન, ત્રીજું કહીઈ વીભમ જ્ઞાન. ભાવાર્થ – વળી જેને જ્ઞાન પાંચ હોય, અજ્ઞાન ત્રણ મતિ - શ્રુત અને ત્રીજું વિભંગ જ્ઞાન કહીએ. ૧૨૨ તેત્રીસ સાગર આયુ લાખ, ભાખી યોનિ તે છવીસ લાખ, દસઈ શાંગિના પૂરી હોય, કર્ણ મનોબલ વાધ્યાં દોય. ભાવાર્થ – ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમનું, જીવાજોનિ છવીશ લાખ, સંજ્ઞા દશે દશ પૂરી હોય. પ્રાણ પણ દશ. ચોરેન્દ્રિયમાં જે આઠ પ્રાણ કહ્યા એમાં કર્મેન્દ્રિય (શ્રોત્રેન્દ્રિયા) અને મનબળ વધ્યા. ૧૨૩ ષટ પરજાપતિ તેહનિ કહી છÄ મન તસ વાä સહી, હવઈ કહું અપ્પોગ વીચાર, ગર્ભજિ માણસનિ હુઈ બાર. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – પર્યાપ્તિ છ એ છ પૂરી હોય. પૂર્વે પાંચ કહી એમાં મન વધ્યું. હવે ઉપયોગનો વિચાર કહું છું ગર્ભજ મનુષ્યને બાર ઉપયોગ હોય. ૧૨૪ પાંચ જ્ઞાન નિ ત્રણિ અજ્ઞાન, મતિઃ શ્રત ત્રીજું વીભમ જ્ઞાન, વલી તસ ભાખ્યા દરીસણ ચ્યાર, ચશ્ન અચશ્ન ભેદ વિચાર. ભાવાર્થ – પાંચ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન મતિ, શ્રત અને વિભંગ એ ત્રણ અને દર્શન ચાર ચાર - ચક્ષુ અચક્ષુ - (અવધિ અને કેવળ દર્શન એ ચાર મળીને ઉપયોગ બાર થયા.) ૧૨૫ અવધ્ય દરીસણ તે ત્રીજું હોય, ચઉર્દૂ કેવલ દરીસણ જોય, એ દરિસણ જો ભાખ્યા ચ્યાર, મલી અપ્યોગ હુંઆ ત્યાંહા બાર. ભાવાર્થ – અવધિ દર્શન ત્રીજું, ચોથે કેવળ દર્શન એ ૪ મળીને ૧૨ ઉપયોગ થયા. ૧૨૬ સંખ્યા અસંખ્યા જીવ જોહઈવઈ એક શમઈ ઉપજઈ નિ ચવઈ, ચઉવીસ ઠંડકે આવઈ જાય, વ્યવરી સોય કહઈ જિનરાય. ભાવાર્થ – વીર જિનેશ્વર વ્યવહારથી કહે છે કે એક સમયમાં જે સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉપજે ને ચવે. ચોવીસે દંડકમાં આવે ને જાય. ૧૨૭ ઠંડક ભેદ કહ્યા ચઉવીસ, ભવનપતી દસ કહઈ જગદીસ, | વ્યંતર જોતષી વ્યમાનીક જોય, એકેક ઠંડક તેહનો હોય ભાવાર્થ – ૨૪ દંડક ક્યા ક્યા છે તેના નામ કહે છે. ૧૦ ભવનપતિના દશ દંડક, ૧ વાણવ્યંતર, ૧ જ્યોતિષી, ૧ વૈમાનિક એ ૧૩ દેવતાના દંડક. ૧૨૮ પ્રથવી પાણી તેઉવાય, વનસપતી પાંચમી કહઈવાય, એકેક ઠંડક એહનો કહ્યો, એક વલી નાર્કનો લહ્યો. ભાવાર્થ – પૃથ્વી, પાણી, તેલ, વાઉ, વનસ્પતિ એ પાંચ સ્થાવરના પાંચ દંડક, ૧ નરકનો દંડક. ૧૨૯ બે અંદ્રી ત્રઅંદ્રી જેહ ચોદ્રી પણિ ભાખ્યું તેહ, ગર્ભજ ત્રીજંચ નિ માનવી, એકેક ઠંડક કહઈ તસ કવી. ભાવાર્થ - બેઈન્દ્રિયનો, તેઈન્દ્રિયનો, ચોરેન્દ્રિયનો એમ ત્રણ વિકસેન્દ્રિયના ૩ દંડક, ૧ ગર્ભજ તિર્યંચ અને ૧ મનુષ્યનો દંડક એમ ૨૪ દંડક કવિએ કહ્યા છે. ૧૩૦ ત્રણ વેદ વલી તેહ નિં કહુ, કાયસ્મૃતિ ભવ વ્યવરી કહું, હજાર સાગર જાઝાં કહઈ, પંચદ્વીઅપણું તસ રહઈ. ભાવાર્થ – વળી પંચેન્દ્રિયમાં ત્રણે વેદ હોય. વ્યવહારથી કાયસ્થિતિ - ભવ કહું છું એક હજાર સાગર ઝાઝેરું પંચેન્દ્રિયપણું રહે છે (પછી એકે. થી ચોરે. માં જાય.) a - ૪ ૧૩૧ પંચેઢી ભેદ જ વલી ભાખ્યા શહાસત્રિ ચ્યાર, સુર નર ત્રીજચ નારકી ભાખું નામ (તાસ) વીચાર. Page #144 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૩૫ ભાવાર્થ – શાસ્ત્રમાં પંચેન્દ્રિયના ચાર ભેદ બતાવ્યા છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી. હવે એનો વિચાર કહે છે. ૧૩૨ અય્યત શકતિ છઈ દેવતા, મનમાં આણઈ મંડ, જંબુદ્વીપ છત્ર જ કરિ, મેર તણો વલી ઠંડ. ભાવાર્થ – દેવતા અત્યંત શક્તિવાળા છે. જો એમના મનમાં રચના કરવાનો વિચાર આવે તો જંબદ્વીપને છત્ર કરે ને મેરૂપર્વતનો દંડ કરી શકે એટલી શક્તિ છે. ઢાલ – ૪ - તે ચઢીઓ ઘનમાન ગાજે ૧૩૩ સબલ શકિતના એ ઘણીએ, ઉપજઈ કેહઈ ઠામ્યતો, સોય થાનક વ્યવરી કહું એ, વીર તણઈ શરિ નામ્યતો. ભાવાર્થ – એવો એ સબળ શક્તિનો ધણી ક્યા (કેટલા) સ્થાનમાં ઉપજે એ સ્થાનક વ્યવહારથી પ્રભુ વીરને મસ્તક નમાવીને કહું છું. ૧૩૪ ભવનપતી નિ વ્યંતરાએ, જ્યોતિષી ત્રજયઈ નાખ્યતો, બઈ દેવલોકના દેવતાએ ઉપયઈ પાંચઈ ઠામ્યતો. ભાવાર્થ – ભવનપતિ, વાણવ્યંતર, ત્રીજો જ્યોતિષી નામે ઠામ અને ૧ લા - ૨ જા એ બે દેવલોકના દેવતાએ પાંચ ઠામમાં ઉપજે છે. ૧૩પ ગર્ભજ ત્રીજંચ માનવી એ પ્રજયાપતા વલી જોય તો, સહી સંખ્યાતિ આઓખઈએ ઉપજંતા સુર સોય તો. ભાવાર્થ – દેવના આયુષ્ય કર્મનો ક્ષય થવાથી સંખ્યાતા વર્ષના ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં પર્યાપ્તાપણે જ એ ઉપજે. ૧૩૬ બાદર પ્રથવી જલજીહા એ વનસપતી પરતેગ તો, આવી ઉપજઈ ત્યાંહા વલીએ, પ્રજાપતો થાઈ વેગ્યતો. ભાવાર્થ – તેમ જ બાદર પૃથ્વી - પાણી અને પ્રત્યેક વનસ્પતિ એ ત્રણમાં પણ પર્યાપ્તાપણે જ ઉપજે. એમ કુલ પાંચ સ્થાનમાં ઉપજે. ૧૩૭ ત્રીજાથી આઠમા લગિ એ માનવ ત્રીજંચમાં જાય તો, ગર્ભજ નિં પરજાપતો એ સંખ્યાતું વલી આય તો. ભાવાર્થ – ત્રીજાથી આઠમા દેવલોકના દેવ સંખ્યાતા વર્ષના ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં પર્યાપ્તપણે ઉપજે. ત્યાં એ સંખ્યાતા વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. ૧૩૮ નોમા થકી હવઈ ઓપરિએ, અનુત્તર પાંચ વિમાન તો, ગર્ભજ પ્રજાપતો માનવી એ, આઊ સંખ્યાનું માન તો. ભાવાર્થ – નવમાથી ૧૨મા દેવલોકના દેવ, નવ ગ્રેવેયકના દેવ, પાંચ અનુત્તર વિમાનના દેવ એ ૧૮ જાતના દેવ સંખ્યાતા વર્ષના ગર્ભજ પર્યાપ્ત મનુષ્યમાં જ ઉપજે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૧૩૯ નર ગર્ભજથી આવતો એ, ત્રીજુંચ સમુર્ણમ જોય તો, ગર્ભજથી પણિ ઉપજઈ એ, અવર ન દૂજો કોય તો. ભાવાર્થ - દેવગતિમાં મનુષ્ય ગર્ભજ આવે અને તિર્યંચ સંમૂર્ચ્છમ અને ગર્ભજ પંચે. નો આવે. એ સિવાય બીજા ન આવે. ૧૪૦ દેવ ચવી ગતિ દેવની એ, ન લહઈ તે નિરધાર તો, વેદ નપુંસક ત્યાંહા નહી એ, નહી ત્યાહા કવલ જ આહારતો. ન ભાવાર્થ - દેવ મરીને દેવ (ન થાય) નિશ્ચયથી ન થાય. ત્યાં નપુંસક વેદ ન હોય. તેમ જ કવળ આહાર પણ ન હોય. શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૪૧ દેવ અસંઘેણી કહ્યા એ, સાત હાથ તનમાન તો, જ્યઘન દેહ એક હાથની એ, જેહનિં ત્રણ જ્ઞાન તો. ભાવાર્થ - દેવને સંઘયણ ન હોય. ઊંચાઈ સાત હાથની, જઘન્ય શરીર એક હાથનું (એક હાથવાળા) દેવને ત્રણ જ્ઞાન હોય. ૧૪૨ તેત્રીસ સાગર આઉર્દૂ એ જ્યગન તો દસ હજાર તો, કાય સથતિ સુર રહઈ વલીએ, તેત્રીસ સાગર સાર તો. ભાવાર્થ - ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગર, જઘન્ય દશ હજાર વર્ષનું. કાયસ્થિતિ એટલી જ એટલે તેત્રીસ સાગરની. દૂહા ૫ ૧૪૩ દેવ વીચાર વ્યવરી કહ્યો, કહું હવઈ માનવ ભેદ, ચ્યાર કષાય છઈ જેહમાં, જેહનિં છઈ ત્રણિ વેદ. ભાવાર્થ - આમ આ દેવ વિચાર વ્યવહારથી કહ્યો. હવે માનવના ભેદનો વિચાર કહું છું. જેમાં ચાર કષાય અને ત્રણ વેદ છે. ૫ ચોપઈ ૧૪૪ ષટે સંઘેણ હોઈ નર સાચ, પહિલું વજ્રઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ વલી, અર્ધનારાચ કહઈ કેવલી. - - - ભાવાર્થ - મનુષ્યમાં છ એ છ સંઘયણ હોય. એમાં ૧) વજ્રઋષભનારાચ ૨) ઋષભ નારાચ ૩) નારાચ ૪) અર્ધ નારાચ જિનેશ્વર કેવલીએ કહ્યા છે. ૧૪૫ કીલિકા, છેવહૂં સંઘેણ, ષટ સંઘણ કહ્યા જિન તેણ, ષટ સંસ્નાન માનવ નિં લહું, શ્રી જિનવચને વ્યવરી કહું. ભાવાર્થ જિનેશ્વર કેવળીએ પયું કિલિકા અને છઠ્ઠું છેવટું સંઘયણ કહ્યા છે. જિનવચનને મનમાં ધારીને વ્યવહારથી છ એ સંઘયણ માનવને હોય એમ કહું છું. ૧૪૬ સમચતુરસ ને પહિલું લહ્યું, નીગ્રોધ તે પણિ બીજૂ કહ્યું, સંસ્કાન સાદી વાંમણ વલી, કુબજ, હુંડ કહઈ કેવલી. ભાવાર્થ - મનુષ્યમાં છ સંસ્થાન લાભે. ૧) સમચતુરઃસ્ત્ર ૨) ન્યગ્રોધ પરિમંડળ Page #146 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૩૭ ૩) સાદિ ૪) વામન ૫) કુન્જ ૬) હુંડ એ છ સંસ્થાન કેવળીએ કહ્યા છે. ૧૪૭ મધુરી વાણી બોલ્યા વીર, માનવ નિ હુઈ પાંચ શરીર, તેજસ કારમણ ઓદારીક જોય, વઈકરી આહારક પાંચમું સોય. ભાવાર્થ – પ્રભુ વિરે મધુરી વાણીથી બીજા જે બોલ કહ્યા તે કહું છું. મનુષ્યને પાંચ શરીર - તેજસ, કાર્મણ, ઓન્ટારિક, વેક્રિય અને પાંચમું આહારક હોય. ૧૪૮ દરસણ ચ્યારે માનવ નિ કહું, ત્રણ ત્રીષ્ટ વલી તેહનિ લહું, દસઈ પરાણ માનવનિ જોય, દસઈ સાંગ્યના તેહનિ હોય. ભાવાર્થ – માનવીને દર્શન ચારે ચાર, ત્રણે દૃષ્ટિ હોય. તેને દશ પ્રાણ અને દશ સંજ્ઞા હોય. ૧૪૯ માનવનિ હુઈ પાંચ જ્ઞાન ત્રણ વલી તેહનિ અજ્ઞાન, ઉતકષ્ટી ત્રણિ ગાઊં કાય, ત્રણિ પલ્યોપમ પોટૂ આય. ભાવાર્થ - મનુષ્યને પાંચ જ્ઞાન, ૩ અજ્ઞાન, ઉત્કટ શરીર (ઊંચાઈ) ત્રણ ગાઉનું, ત્રણ પલ્યોપમનું પૂર્ણ આયુષ્ય હોય. ૧૫૦ જયગન શરીર હુઈ એક હાથ, અતરમૂરત આય વીખ્યાત, કાય ઋતિ એ માનવ રહઈ, સાત, આઠ ભવ જિનવર કહઈ. ભાવાર્થ – જઘન્ય શરીર એક હાથ અને આયુષ્ય અંતર્મુહૂર્તનું. કાયસ્થિતિ - માનવી સાત કે આઠ ભવ કરે એવું જિનવરે કહ્યું છે. ૧૫૧ બાર અપ્પોગ એહનિ કહઈવાય, ચોવીસ ઠંડકે એ પણી જાય, બાવીસ ઠંડકના આવઈ જોય, તેઉવાય નવ્ય માનવ હોય. ભાવાર્થ – તેને ઉપયોગ બાર હોય. ચોવીસે દંડકમાં જાય. બાવીશ દંડકના આવે - તેઉ - વાહનો નીકળ્યો મનુષ્ય ન થાય એ બે વર્જીને બાવીશ દંડકના આવે. ૧૫૨ માનવ જ્યોન્ય લખ્ય ચઉદઈ હોય, ષટ પરજાપતિ પુરી જોય, સંખ્ય અસંખ્યા એકઈ સમઈ, ઉપજઈ મર્ણ કરનિ ભમઈ. ભાવાર્થ – માનવની જીવાજોનિ ૧૪ લાખની. છ એ છ પર્યાપ્તિ હોય. એક સમયે સંખ્યાતા - અસંખ્યાતા ઉપજે ને ચવે. જન્મ મરણ કરીને ભમે છે. ૧૫૩ ષટ લેશાનો સુણો દ્રિષ્ટાંત, સબલસેન ચેઢા દૂરદાંત, તેમાં છઈ લેશાના ધણી, ચાલ્યા ગામ ભાજેવા ભણી. ભાવાર્થ – એમાં લેશ્યા છ એ છ હોય. એ છ લશ્યાના દષ્ટાંત કહે છે. દુઃખે કરીને દમન કરાય એવો સબલસેન બહારવટે ચઢયો. એમાં છ એ લેશ્યાના ધણી. ભાંજેવા ગામ લુંટવા ચાલ્યા. ૧૫૪ બોલ્યો કૃષ્ણ લેશાનો ધણી, નવ્ય જોવું નર પસં યા ભણી, સાહ્યમો મલઈ તસ હણવો સહી, ભારે જીવ બોલ્યા ગહગહી. ભાવાર્થ – એમાં કૃષ્ણ લેશ્યાનો ધણી હતો એ બોલ્યો માનવ કે પશુ જે સામે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત આવે એને મારી નાંખવો. ભારે કર્મી જીવ વારંવાર એમ બોલે. ૧૫૫ બોલ્યું નીલ લેશા નર જેસિં, ક્રીષ્મ લેશાનો વારૂ તસિં, સકલ જીવ હણ્યો ફણ કામ્ય, માણસ મલઈ તસ મારો ઠામ્ય. ભાવાર્થ – ત્યારે નીલ ગ્લેશ્યાનો ધણી હતો એ કૃષ્ણ લેશ્યાવાળાને વારતા બોલ્યો બધા જીવને શું કામ હણવા, માત્ર માણસ મળે તેને જ મારો. ૧૫૬ કાપોત લેશ નર બોલ્યો સાર, માણસમાં છઈ દોય પ્રકાર, શ્રી હત્યા, સાહશત્રિ નવ્ય કહી, નર ભેટઈ તસ હણજયો સહી. ભાવાર્થ – ત્યારે કાપોત લેશ્યાવાળો બોલ્યો, માણસ બે પ્રકારના છે - સ્ત્રી અને પુરૂષ. તેમાં સ્ત્રી હત્યાની શાસ્ત્રમાં મનાઈ છે માટે નર મળે એને જ મારવાનો. ૧૫૭ તેજો લેશા ન સક્યો રહી, તેણઈ વારયા સહુનિ ગહિગહી, પૂરસ સકલનું મ લેશ્યો નામ, આપણ ઈ તો ખ્યત્રીરૂં કામ. ભાવાર્થ – આ સાંભળીને તેનો લેશ્યાવાળો રહી ન શક્યો. એણે વારંવાર સહુને વારતા કહ્યું બધા પુરૂષને મારવાની વાત નહીં કરતા. આપણને તો ક્ષત્રિયથી જ કામ. (ક્ષત્રિયો જ રક્ષણ માટે સામે વાર કરતા હોય છે બાકીનાને મારવા નથી) ૧૫૮ પદમ લેશા નિ વાયા સહું ખ્યત્રીમાં વ્યારી બહું, કુણ કારણિ હણીઈ નર તેહ, હણીઈ આઉધધારી જેહ. ભાવાર્થ – ત્યારે પદ્મ લેશ્યાવાળો એને વારતા બોલ્યો ક્ષત્રિયમાં પણ ઘણા પ્રકાર હોય, આપણે તેમને શા માટે હણવા. એમાં જેની પાસે હથિયાર હોય એને જ મારવા. ૧૫૯ બોલ્યો સકલ લેશા નર સાર, આઉધ ધરયાનો કસ્યો વીચાર, જે નર આપણ સાહામો ન થાય, તે ઉપરિ કાયાં દીજઈ ઘાય. ભાવાર્થ – આ સાંભળી શુક્લ લેશ્યાવાળો બોલ્યો હથિયારધારી પણ આપણો સામો ન થાય તો તેને શા માટે મારવાનો માટે એને પણ મારવાનો નથી. જે સામો થાય તેને જ મારવાનો છે. ૧૬૦ હલુકર્મી તે એહેવો જોય, ષટુ દરસણમાં એ એ પાણી હોય, જઈન, શાંખ્ય, નઈઆયક, બહુધ, વઈસોષીક મીમાંસ્યક ચુધ ? ભાવાર્થ – હળુકર્મી એવા હોય. છ એ દર્શનમાં એ એ પણ હોય. જેન, સાંખ્ય, નૈયાયિક, બૌધ્ધ, વૈશેષિક, મીમાંસક શુધ્ધ. ૧૬૧ એ અવદાત કહ્યો મિ જેહ, ગર્ભજ માણસનો સહી તેહ, દસ કીષ્ટાંતિ માનવ થાય, પૂન્ય વન્યા ભવ આલેઈ જાઈ. ભાવાર્થ – એ છ દર્શનના ભાવ કહ્યા. ગર્ભજ માનવનો ભવ શ્રેષ્ઠ છે. દશ દષ્ટાંતે માનવભવ દુર્લભ છે. પૂણ્ય વિના એ ભવ નકામો જાય. ૧૬૨ જીવ તણી નવ્ય રીખ્યા કરઈ, અલીઅ વચન મુખ્યથી ઉચાઈ, ચોરી કરઈ પરરમણી ધરઈ, પાપકારી ઘટ્યો તઈ ભરઈ. Page #148 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૩૯ ભાવાર્થ - જીવની રક્ષા ન કરે, ખોટું વચન બોલે, ચોરી કરે, પરરમણી ધરે ત્યારે પાપનો ઘડો ભરાઈ જાય છે. ૧૬૩ પાપિંપરીગ્રહિ મેલિ બહું, લેઈ અગડ વ્રત ખણ્ડયાં સહું, ભખ્ય અભખ્યનો કરતો આહાર, હારઈ માનવનો અવતાર. ભાવાર્થ પાપથી ખૂબ પરિગ્રહ એકઠો કરે, દિશા વ્રત લઈને ભાંગે, ભક્ષ્યઅભક્ષ્યનો આહાર કરે એ માનવ અવતાર હારી જાય છે. - ૧૬૪ હાશ વીનોદ બહુ ક્રીડા કરી, ચાલ્યો ઘટ બહુ પાધિં ભરી, સમતા અંગિ ન આણ્યો કદા, ક્રોધ કરી ભવ ખોઈ સદા. ભાવાર્થ - હાસ્ય - વિનોદ - ક્રીડા કરે એનો ઘડો પાપથી ભરાતો જાય છે. ક્યારેય પણ સમતા ન રાખી માટે ક્રોધ કરીને સદા માટે માનવનો ભવ ખોઈ દીધો. ૧૬૫ પોષધ વરત ન જાણઈ જેણ, ઉંચો હોથ ન કીધો તેણ, ન લહી તપ જપ કયરરીઆ વાત, મૂરિખ ઘણા ભવ ખોઈ જાત. ભાવાર્થ - જેણે પોષધ વ્રત ન જાણ્યો, જેણે ઊંચો હાથ ન કીધો (દાન ન દીધું) તપ જપની વાતો ક્યારેય ન કરી, તેણે મૂર્ખ બનીને ઘણા ભવ ખોઈ નાંખ્યા. ૧૬૬ પરનંદ્યા કરતા ભવ ગયો, સહિ ગુરૂ શંગ કહીં નવિ થયો, શ્રી જિનપૂજા ન કરી કદા, માનવનો ભવ ખોયો મુધ. ભાવાર્થ - જેનો ભવ પરનિંદા કરતા ગયો. જેને સાચા ગુરૂનો સંગ ક્યારેય ન થયો. જેણે શ્રી જિનપૂજા ક્યારેય ન કરી. તેણે માનવનો ભવ મુદલ સદંતર ખોઈ નાખ્યો. ૧૬૭ નવ યોવન મદમાતો ફરયો, હૂં રમીઓ, ગુણિકા શંગ કરયો, ન આહેડો કીધો અતિ ઘણું, હારયા મુરિખ માનવપણું. ભાવાર્થ જે જીવ નવ યુવાનીમાં મોહમાં લુબ્ધ થઈને ફર્યો, જુગાર રમ્યો, ગણિકાનો સંગ કર્યો, ખૂબ શિકાર કર્યો. તે જીવ મૂર્ખ બનીને માનવપણું હારી બેઠો. ૧૬૮ સફલ હુઓ તેહનો અવતાર, જેણઈ નરઇં કીધો તત્ત્વ વીચાર, સમકીત સીલ રયણ જેણઈ ધરવું, પાત્રિ દાન જેણઈ આદરયું. ભાવાર્થ - શું કરવાથી અવતાર સફળ થાય હવે તેની વાત કરે છે. જે નરે તત્ત્વ વિચાર કર્યો, જેણે સમક્તિ, શીલરત્ન ધારણ કર્યું, જેણે સુપાત્રે દાન દીધું. ૧૬૯ ચઢીઉં શ્રી સેતુંજ ગીરનારય, ભુવણ કરયાવ્યો તેણઈ ઠારય, રત્નહેમ પૂં નિ મણી, કીધી પ્રતિમા જિનવર તણી. ભાવાર્થ - શેત્રુંજય ગિરનાર ચડ્યો, ત્યાં દેરાસર કરાવ્યા. રત્ન - હેમ - રૂપા અને મણિની જિનેશ્વરની પ્રતિમાની સ્થાપના કરી. ૧૭૦ બંબ પત્રીષ્ઠા જેણઈ કરી, જિનવરની પૂજા આદરી, જિનવાણી જેણઈ સાંભલી, માવની ગતિ સફલી કરી. ભાવાર્થ - જેણે બિંબ પ્રતિષ્ઠા કરી, જિનવરની પૂજા આદરી, જિનવાણી સાંભળી, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત તેણે માનવની ગતિ સફળ કરી. ૧૭૧ દીન ઉધાર નિ પરના ઉપગાર, વીવહાર ચુધ રાખઈ નર સાર, જે નર જપતા શ્રી નકાર સફલ કર્યો માંનવ અવતાર. ભાવાર્થ – દીનનો (ગરીબને) ઉધ્ધાર કરવા માટે ઉદાર થઈને દાન આપે, બીજા પર ઉપકાર કરે અને જે નર વ્યવહાર શુધ્ધ રાખે તેમ જ જે નવકાર મંત્રનો જાપ કરે એનો માનવ ભવ સફળ થાય છે. ૧૭૨ ગુણવંતના ગુણ બોલઈ સદા, કઠણ વચન વિભાખઈ કદા, વવેક ધરઈ અંદ્રી દમ કરઈ, હીતકારી વાણી ઉચરઈ. ભાવાર્થ – સદાય ગુણીજનોના ગુણ પ્રગટ કરે, ક્યારેય કઠોર વચન ન કહે, વિવેક ધારણ કરે, ઇંદ્રિય દમન કરે, હિતકારી વાણી ઉચ્ચારે. ૧૭૩ એહેવા બોલ અનેરા જેહ, સુપરષ નર આદરતા તેહ, તે માનવ જગમાંહિ સાર, ગર્ભજ નરનો કહ્યો વીચાર. ભાવાર્થ – એવા અનેરા બોલ જે પુરૂષ પાદરે તે જગમાં સાર રૂપ છે. એ ગર્ભજ મનુષ્યનો વિચાર કહ્યો. દુહા - 9 ૧૭૪ ગર્ભજ નર જગહાં વડો, મુગતિ પંથ જસ હોઈ, બીજો સમૂર્ણિમ માનવી, ભાવ કહું તસ જોય. ભાવાર્થ – આ જગતમાં ગર્ભજ મનુષ્ય મોટો છે, મહત્ત્વનો છે. જે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. બીજો પ્રકાર સંમૂર્છાિમ મનુષ્યનો છે હવે તેના ભાવ કહું છું. ઢાલ - ૫ વંદ વજઈજલાવું પાણી વ .. ૧૭૫ જૂઓ શાહાસ્ત્ર પૂર્નિવણામાહિં સમૂર્ણિમ ઉપજઈ ત્યાંહિં, પંચેઢી તે પણિ કહીઈ, ચઉદેહામે ઉત્તપતી લહીઈ. ભાવાર્થ – જૂઓ શાસ્ત્ર પન્નવણામાં સંભૂમિ મનુષ્યને ઉપજવાના ઠામ બતાવ્યા છે. તેને પંચેન્દ્રિય પણ કહેવાય, તે ચૌદ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ૧૭૬ ઉપદેશમાલા અવચૂર, તીહાં સોલ ઠામ સંપૂર, સંસક્ત નીરયુગતિ માંહિ સોલ હામં કહ્યાં વલી ત્યાંહિ. ભાવાર્થ – સંમૂર્છાિમ મનુષ્ય ગર્ભજ મનુષ્યોની અશુચિઓમાં ઉપજે છે. એ અશુચિના સ્થાન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર ચોદ છે. પરંતુ ઉપદેશમાલા અવચૂરમાં સોળ સ્થાન સંપૂર્ણ બતાવ્યા છે તો વળી સંસક્ત નિર્યુક્તિમાં પણ સોળ ઠામ (સ્થાન) બતાવ્યા છે. ૧૭ વડીનીતિ, નિં લુઢીનીતિ, ખેલ નાખી નહિ અનચીત, નાશકાનો માલ વલી જયાંહિ ઉપજઈ જીવ વિમનસું માંહિ. Page #150 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૪૧ ભાવાર્થ – વડીનીત (મળ), લઘુનીત (મૂત્ર), ખેલ (બળખો) ઉપયોગ વગર જયાં ત્યાં નાંખે, તેમ જ નાકનો મેલ તથા વમનમાં જીવ ઉપજે. ૧૭૮ પીત્ત વીર્ય મૃતગનિ લોહી, તેમાંહિ પંચેઢી હોઈ, લીહા વલી નગર તણો, ખાલ ઊપજઈ જીવ ત્યાં તતકાલ. ભાવાર્થ – પીત, વીર્ય, મૃત્યુ પછી પડી રહેલું કલેવર, લોહી, નગરની ગટરમાં - ખાળના કાદવમાં એમાં તત્કાલ જીવો ઉત્પન્ન થાય છે. ૧૭૯ મધ માખણ મઘરા મંસ, ત્યાંહા જીવતણા બહુ અંશ, અસ્પંચ ઠામ સ્ત્રી ભોગિ, ઊપજઈ તીહાં જીવ સંયોગિં. ભાવાર્થ - મધ - માખણ - માંસ - મદિરા ત્યાં જીવના ઘણા અંશ છે. અશુચિ ઠામે સ્ત્રી ભોગવે તેના સંયોગમાં જીવો ઉપજે છે. ૧૮૦ જયગન ઉતકષ્ટ્ર સુર્ખ આય, અંતરમુરત કહિ જિનરાયા, અંતરમુરત અસંખ્યા ભેદ, વીડુિં ભાખ્યું તે સહી વેદ. ભાવાર્થ – રમા મનુષ્યોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુ સરખુ અંતર્મુહૂર્તનું હોય. અંતર્મુહુર્તના અસંખ્યાતા ભેદ વીર પ્રભુએ બતાવ્યા છે. ૧૮૧ વેદ નપૂંસક તેહનિ કહીઈ, નવ પ્રાણ પૂરા નવિ લહીઈ, કાલ સંખ્યાતો કસ કહી, કાયસ્કૃતિ જીવ ત્યાંહા પણિ રહીઓ. ભાવાર્થ – તેમને એક નપુંસક વેદ હોય. નવ પ્રાણ પૂરા ન હોય. તેને કાળા સંખ્યાતો હોય. કાયસ્થિતિ ત્યાં સાત કે આઠ ભવ રહે. ૧૮૨ દેવ નારકી તે નવિ થાય, વીજઈ સઘલઈ ઠાંમિ જાઈ, દેવ નારકિ વ્યના જીવ દેહ ઊપજઈ સમુઠ્ઠમ તેહ. ભાવાર્થ – એમાંથી નીકળેલો જીવ દેવ કે નારકી ન થાય. બીજા સઘળા સ્થાનમાં જાય. દેવ, નારકી સિવાયના જીવ સંમૂર્છાિમના શરીરમાં ભવમાં ઉપજે છે. ૧૮૩ મીથ્યા દ્રષ્ટી તે કહઈવાઈ, તેનિ ભાખ્યા ચાર કષાઈ, લેશા ત્રણિ પહિલી તસ કહીઈ, સંઘેણ એક છેવહૂં લહીઈ. ભાવાર્થ – તેને એક મિથ્યા દષ્ટિ હોય. તેને કષાય ચાર, વેશ્યા ત્રણ પ્રથમની અને એક છેવટું સંઘયણ હોય. ૧૮૪ દરસણ તસ ભાખ્યા હોય, ચક્ષુ અચક્ષુ તુ જોય, પરજાપતી પાંચ કહઈવાઈ, ભાષા ન કરીઅ સકાઈ. ભાવાર્થ – દર્શન બે પ્રથમના ચક્ષુ - અચક્ષ દર્શન. પર્યાપ્તિ પાંચ હોય - ભાષા ન હોય (ખરેખર તો એને ચાર પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ હોય.). ૧૮૫ અપ્પોગ કહ્યા તસ ચ્યાર, સાંગિના દસ તે નીરધાર, હુઈ એક સુંઠ સંસ્થાન, લાખ ચઉદ યોજનું માન. ભાવાર્થ – ઉપયોગ ચાર, સંજ્ઞા દશ હોય. એક ફંડ સંસ્થા, તેની જીવાજોનિ ચોદ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ લાખ હોય. ૧૮૬ મતિ શ્રુત જસ બિ અજ્ઞાન, શરીર ત્રણિ તણુ તસ માન, તેજસ નિ કારમણ કહીઈ, ઓદરીક ત્રીજું લહીઈ. ભાવાર્થ - મતિ - શ્રુત બે અજ્ઞાન, શરીર ત્રણ તેજસ, કાર્મણ અને ઔદારિક હોય. હા ૧૮૭ ત્રણિ શરીર તેહનિં કહ્યાં, ભાખિ શ્રી ભગવંત, સંખ્ય અસંખ્ય એકઈ સમઈ, ઊપજઈ જીવ ચવંત. ૭ - શ્રાવક કવિ ઋષભદાસ કૃત - હા ભાવાર્થ - એમ એને ત્રણે શરીર કહ્યા. ભગવંતે એ પ્રમાણે ભાખ્યું છે કે એક સમયે સંખ્યાતા, અસંખ્યાતા જીવ એમાં ઉપજે ને ચવે. ચઉપઈ ૬ ૧૮૮ ત્રીજુંચ ભેદ હવઈ વ્યવયરી કહું ષટ લેશા ગર્ભજ નિં લહું, ષટ સંઘેણ કષાઈ ચ્યાર, શરીર જોઅણુ તસ એક હજાર. ! - ભાવાર્થ - હવે ગર્ભજ તિર્યંચના ભેદ વ્યવહારથી કહું છું - એને છ લેશ્યા, છ સંઘયણ, ચાર કષાય અને તેનું શરીર (અવગાહના) એક હજાર જોજનનું હોય. ૧૮૯ ચ્યાર શરીર ત્રીજુંય નિં લહું વઈક્રી તેજસ કારમણ કહું, ચઉથૂં શરીર ઓદારીક હોય, ષટ સંસ્નાન તીહાં કણિ જોય. ભાવાર્થ - ગર્ભજ તિર્યંચને ચાર શરીર હોય. વૈક્રિય, તેજસ, કાર્મણ અને ચોથું ઔદારિક તથા એને છ સંસ્થાન હોય. ૧૯૦ ત્રણિદ્રીષ્ટ તૂ તેહમાં જાણિ, દરસણ ત્રણિ તેહનિ જ વખાણિ, જ્ઞાન ત્રણિ તણું તસમાંન, મત્ય, દ્યૂત ત્રીજું અવધ્યજ્ઞાંન. ભાવાર્થ - તું તેમાં ત્રણે દૃષ્ટિ જો, દર્શન ત્રણ પ્રથમના, જ્ઞાન ત્રણ મતિ, શ્રુત અને ત્રીજું અવધિજ્ઞાન હોય. ૧૯૧ ત્રણિ અજ્ઞાન કહઈ કેવલી, ત્રણિ પલ્યોપમ આઉં વલી, યોન લાખ કહીઈ તસ ચ્યાર, ત્રણઈ વેદનો તસઈ વીકાર. ભાવાર્થ - કેવળીએ તિર્યંચને ત્રણ અજ્ઞાન કહ્યા છે. આયુષ્ય ત્રણ પલ્યોપમનું. જીવાજોનિ ચાર લાખ, ત્રણેય વેદ વિકાર ત્યાં હોય. ૧૯૨ મછ જીવ નિં ઉરપરીસાપ, હજાર જોઅણનો કાયાનો વ્યાપ, પૂર્વ કોઠિ બેહનું આય, નવ ધનુષ પંખીની કાય. ભાવાર્થ આ સમુચ્ચય વાત કહી. હવે તિર્યંચના પાંચ ભેદના અલગ અલગ વિચાર કહે છે - મચ્છજીવ એટલે જલચર અને ઉરપરિસર્પનો કાયાનો વ્યાપ હજાર જોજનનો છે. અને બંનેનું આયુષ્ય પૂર્વ ક્રોડનું છે. પક્ષીની કાયા નવ ધનુષની છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ જીવવિવિચાર રાસ એક અધ્યયન ૧૯૩ અસંખ્ય ભાગ પલ્યોપમ તણા, પંખી ગર્ભજનું આઉ ગણો, ભૂજપરિસાપ નવ ગઉં કાય, પૂરવકોર્ડિં છઈ તેહનું આય. ભાવાર્થ - અને આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું છે. એ આયુષ્ય ગર્ભજ પક્ષીનું જાણવું. ભુજપરિ સર્પની કાયા નવ ગાઉ અને આયુષ્ય પૂર્વ ક્રોડનું છે. ૧૯૪ ચોપદ તનું ષટ ગાઉ કહ્યું, ત્રણિ પલ્યોપમ આઉં લહ્યું, યૂગલ પશુમાં એહવું હોય, પહિલઈ આર્દિ આવું જોય. ભાવાર્થ ચોપદ એટલે કે સ્થળચરનું શરીર છ ગાઉનું અને આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. આ આયુષ્ય જુગલિયા આશ્રી જાણવું. પહેલા આરે એ પ્રમાણેનું આયુષ્ય હોય. ૧૯૫ વલી બોલ્યા શ્રી જિનવર જાણ ષટ પરજાપતિ દસઈ પરાણ, દસિ સાંગ્યના તેહેનઈ જોય, નવ અપ્પોગ ત્રીજુંચ નિં હોહ. - ભાવાર્થ - વળી શ્રી જિનવરે બતાવ્યું છે કે તિર્યંચ છ પર્યાપ્તિ, દસે પ્રાણ, દશે સંજ્ઞા અને નવ ઉપયોગ તિર્યંચને હોય. ૧૯૬ મતિ શ્રુત ત્રીજૂ અવધ્યજ્ઞાન એહ જ વલી ત્રણે અજ્ઞાન, દરસણ ત્રણિ વલી તેહનઈ હોઈ, ચક્ષુ અચક્ષુ અવધ્ય હોય. ભાવાર્થ મતિ, શ્રુત, ત્રીજું અવધિજ્ઞાન એ જ વળી ત્રણે અજ્ઞાન અને ત્રણ દર્શન - ચક્ષુ -અચક્ષુ અવધિદર્શન એમ નવ ઉપયોગ હોય. ૧૯૭ ત્રીજુંચ લહઈ ચોગત્યની વાટ, કાય સ્થતિ ભવ સપ્તમ આઠ, - ૧૪૩ સંખ્ય અસંખ્ય એકઈ શમઈ, ઉપજઈ મર્ણ કરઈ નિ ભમઈ. ભાવાર્થ - તિર્યંચ ચારે ગતિમાં જાય. કાયસ્થિતિ ભવ સાત કે આઠ કરે, એક સમયે સંખ્યાતા અસંખ્યાતા જીવો તેમાં ઉપજે ને ચવે, તેમ જ ભ્રમણ કરે. ૧૯૮ ત્રીજુંચ ગત્ય સૂર કેરિ ગમિ, ઊતકષ્ટી ઊપજઈ આઠમિ, સતમ નરગ લર્ગિ પણી જાય, ભમતા પામિ સઘલા ગહિ. ભાવાર્થ તિર્યંચ જીવ દેવમાં જાય તો આઠમા દેવલોક સુધી જાય. નરકમાં સાતે નરકમાં જાય વિમાન સુધીના ઘર વર્જીને બાકીના બધા ઘરમાં જાય.) ભમતા ભમતા બધા ઘરે જાય. (નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ ૧૯૯ ત્રીજુંચ ભેદ કહ્યા વલી દોય, સમુર્ચ્છિમ જીવ ઘણા પણિ હોય, લેશા ત્રણિ કષાયિ ચ્યાર, મિથ્યા દ્રિષ્ટીમ કરિ વીચાર. - - ભાવાર્થ - તિર્યંચ બે પ્રકારના છે - ગર્ભજ અને સમુર્ચ્છિમ - હવે સંમૂર્ચ્છિમની - વાત કહે છે. સંમૂર્ચ્છિમ જીવ ઘણા હોય એમાં ત્રણ લેશ્યા, કષાય ચાર, મિથ્યા દૃષ્ટિ હોય તે વિચાર ન કરે. (તેથી અસંજ્ઞી હોય) ૨૦૦ વેદ નપૂસક તેહ નિં કહું સંઘેણ એક છેવહૂ લહું, હુંડ સંસ્નાન નિં દરસણ દોય, બઈ અજ્ઞાન તેમાંહિ હોય. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – તેમાં વેદ એક નપુંસક, સંઘયણ એક છેવટું, હુંડ સંસ્થાન, બે દર્શન અને બે અજ્ઞાન હોય. ૨૦૧ વલી બોલ્યા શ્રી જિનવર વીર, તેહ નઈ ભાખ્યા ત્રણિ શરીર, તેજસ કારમણ ઉદારિક જોય, ત્રીજંચ જીવ તણાઈ વલી સોય. ભાવાર્થ – આગળ વાત વધારતા શ્રી જિનવર મહાવીર પ્રભુ કહે છે તેને ત્રણ શરીર કહ્યા છે - તેજસ, કાર્મણ અને દારિક શરીર હોય. ૨૦૨ ચ્યાર અપ્પોગ ત્રિજંચ નિ હોય, ચક્ષુ અચકૂતુ પણિ જોય, મત્ય અજ્ઞાન નિ સુત અજ્ઞાન, અપ્પોગ ચ્યાર તણું કઈમાંન. ભાવાર્થ – તેને ચાર ઉપયોગ હોય. ચક્ષુ - અચકું દર્શન, મતિ - શ્રુત અજ્ઞાન એમ ચાર ઉપયોગ માન. ૨૦૩ પ્રણ નવઈ પરજાપતી પંચ, દસઈ શાંગ્યનાનો તસ સંચ, જોઅણ હજાર હોઈ મકની કાય, પૂર્વકોડિ જઈ તેહનું આય. ભાવાર્થ - મન વર્જીને પ્રાણ નવ, મન પર્યાપ્તિ વર્જીને પર્યાપ્તિ પાંચ, દશ સંજ્ઞા ત્યાં હોય. મચ્છ - જળચરની કાયા એક હજાર જોજનની હોય. આયુષ્ય પૂર્વક્રોડનું હોય. ૨૦૪ વલી બોલ્યા શ્રી જિનવર આપ, ઉંરપરી જેહ સમુઠ્ઠીમ સાપ, નવ જોઅણ છે તેમની કાય, ત્રિહિપન હજાર વરસ જસ આય. ભાવાર્થ – સંમૂચ્છિમ તિર્યંચનું વર્ણન કરતા જિનવર પોતે આગળ કહે છે. ઉરપરિસર્પ સંમૂર્થ્યિમ સાપની કાયા નવ જોજનની છે. તેનું આયુષ્ય ત્રેપન હજાર વર્ષનું છે. ૨૦૫ પંખી દેહ ધનુષ નવસાર આઉં વરસ બોહોત્યય હજાર, ભૂજપૂરી સાપનું એવું આય પણી તેહની નવ જોઅણ કાય. ભાવાર્થ – પક્ષીનું શરીર નવ ધનુષનું, આયુષ્ય બહોંતેર હજાર વર્ષનું છે. ભુજપરિ સર્પનું એટલું આયુષ્ય પણ તેની કાય નય જોજનની. (પ્રજ્ઞાપના, જીવ વિચાર, થોકસંગ્રહ પ્રમાણે તેનું આયુષ્ય ૪૨૦૦૦ વર્ષ અને કાયા પૃથક ધનુષ્યની છે. જે યોગ્ય લાગે છે.) ૨૦૬ નવ ગાઉં ચોપદની કાય, વરસ સહિત ચોરાસી આય, યોન લાખ તે ચ્યાર કહ્યું હવઈ, સંખ્ય અસંખ્યા ઊપજઈ ચવઈ. ભાવાર્થ – સ્થળચર ચતુષ્પદની કાયા નવ ગાઉની, આયુષ્ય ૮૪ હજાર વર્ષનું. જીવાજોનિ ચાર લાખની. ૧ સમયે સંખ્યાના અસંખ્યાતા જીવો ઉપજે ને ચવે. ૨૦૭ એક શમઈ હું તે પણિ કહુ, કાય સઋતિ ભવ સાત જ કહું, ગતિ જાવાનો ઠાંમ તે કરઈ, પહિલી નર્ટ લગિ અવતરઈ. ભાવાર્થ – કાયસ્થિતિ સાત ભવ રહે. ચારે ગતિમાં તે જાય તેના ઠામ કહે છે Page #154 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૪૫ નરકમાં પહેલી નરકે અવતરે. ૨૦૮ કદાચ્ય વલી તે દેવા થાય, ભવનપતી વ્યંતરમાં જાય, એકંદ્રી પાંચ વલી કહું, સૂક્ષ્મ – બાદર બેહુ એ લહું. ભાવાર્થ – કદાચ દેવગતિમાં જાય તો ભવનપતિ અને વાણવ્યંતરમાં જાય. એકેન્દ્રિયમાં પાંચે સ્થાવરમાં સૂક્ષ્મ – બાદર બંનેમાં જાય. ૨૦૯ બેઅંદ્રી તેઅંદ્રી કહું, ત્રીજંચ જીવ ત્યાંહા જાતો કહું, પંચેઢીમાં તે પણી જાય, ગર્ભજ માનવ તે સહી થાય. ભાવાર્થ – બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં પણ જાય. ગર્ભજ માનવ પણ થાય. ૨૧૦ ત્રીજંચ ગર્ભજ તે જીવ હોય, ઉપજવાના થાનક જોય, કુણ થાનકથી આવઈ એહ, ભાખઈ વિર જિનેશ્વર તેહ. ભાવાર્થ – તિર્યંચ ગર્ભજમાં પણ જાય. ઉપજવાના સ્થાન જોયા, હવે ક્યાંથી આવે તે જિનેશ્વર દેવ કહે છે. ૨૧૧ દેવ નારકી સોય સદીવ, દોય વ્યનાં જગ્ય સઘલા જીવ, આવી વેગ્ય અહી અવતરઈ, ત્રીજંચ દેહ સમસ્ટ્રીમ ધરઈ. ભાવાર્થ – દેવ - નારકી એ બે સિવાયના સઘળા જીવ અહીં આવીને ઉપજે એટેલે કે તિર્યંચ સંમૂર્છાિમનો દેહ ધારણ કરે. હા – ૮ ૨૧૨ ત્રિજંચ ભેદ વ્યવરી કહ્યો, કહ્યું હવઈ નારક વાત, ઉતપતિ સાતઈ ભોમ્યમાં સુણ તેહનો અવદાત. ભાવાર્થ – તિર્યંચ ભેદ વ્યવહારથી કહ્યા. હવે નરકની વાત કહું છું જે સાતે ભૂમિમાં ઉત્પન્ન થાય છે. તેનો વિચાર સાંભળો. ચોપાઈ - ૭ ૨૧૩ સમભૂતલાથી સૂપરિ જોય, સાત રાજય ત્યાંહા હેઠા હોય, સાતઈ પ્રથવિ ત્યાં પણિ કહી નામ પ્રકાસુ તેહના સહી. ભાવાર્થ – સમભૂતળથી સાત રાજુ ત્યાં હેઠા હોય. તે સારી રીતે જાણો. સાતે પૃથ્વી ત્યાં કહી તેના નામ હવે પ્રકાશું (કહું) છું. ૨૧૪ એક લાખ ઈહઈસીસ હજાર, રત્નપ્રભા પ્રથવી વિસ્તાર, તલઈ મૂકીઈ જોયણ હજાહર, ઊપરી સહઈસ જેઅણ નીરધાર. ભાવાર્થ – એક લાખ એંસી હજાર જોજન રત્નપ્રભા પૃથ્વીનો વિસ્તાર છે. એમાં નીચે એક હજાર જોજન મૂકીએ તથા ઉપર એક હજાર જોજન મૂકીએ. (નિર્ધારીએ) ૨૧૫ તે વચ્યમાં મોટું અઘેર, ત્યાહાં નારકિ પાથડ તેર, નરગાવાસા છઈ ત્રેણિ લાખ, એ શ્રી જિનવર કેરી ભાખ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ - શ્રી જિનવરે ભાખ્યું છે તે વચમાં (૧,૭૮,૦૦૦ યોજનમાં) પહેલી નરકમાં ૧૩ પાથડા છે, તેમાં ૩૦ લાખ નરકાવાસા (નારકીને ઉપજવાના સ્થાન) છે. ૨૧૬ ઉપજવાના કુંડયમ ઘડા, માંહિ પોહોલો મોઢઈ સાંકડા, ઉપજઈ અંતરમૂરત જાય, પ્રજાપતો તે નારક થાય. ભાવાર્થ - ત્યાં નારકીને ઉપજવાના ઘડા છે. અંદરથી પહોળા ને મોઢેથી સાંકડા છે. એમાં નારકી ઉત્પન્ન થાય તે અંતર્મુહુર્ત પછી પર્યાપ્તો થાય. ૨૧૭ પછઈ દેહ વધ્યાની વાત, યગન શરીર તેહનઉં ત્રણિ હાથ, ઊતકષ્ટ્રે સવ્વા એકત્રીસ, જ્યગન આઊં દસ સહઈસ વરીસ. ભાવાર્થ - પછી દેહ વધે. તેનું જઘન્ય શરીર ત્રણ હાથ, ઉત્કૃષ્ટ સવા એકત્રીસ હાથનું, જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષ. ૨૧૮ પછઈ દેવ કાપી ઘા ઘણઈ, બાહિરિ કાઢઈ નારક તણઈ, પારાની પિઠિ દેહ મલઈ, ત્રણિ વેદના ત્યાંહા નવી ટલઈ. ભાવાર્થ - પછી દેવ કાપીને ઘા મારીને ત્યાંથી નારકીના જીવને બહાર કાઢે નરકમાં પારાની જેમ દેહ પાછો મળી જાય છે. (પારા જેવો દેહ મળ્યો હોય તેથી પાછો સંધાઈ જાય.) ત્યાં આગળ ત્રણ પ્રકારની વેદના હોય. ૨૧૯ પરમાધાંમી ખેતર તણી, માઠુંમા વેઢિકરઈ અતિ ઘણી, રૂપ રહિત નિં સબલ કષાય, ખ્યણ સૂખીઆ નહી તેણઈ ઠાહિ. ભાવાર્થ - ૧) પરમાધામી કૃત વેદના ૨) ક્ષેત્રકૃત વેદના ૩) માંહોમાંહિ (અંદરોઅંદર) - વેદના એકબીજા લડે. (ઝઘડે) એ ત્રણેની ખૂબ વેદના હોય. કુરૂપ હોય તથા સબળ કષાય હોય તેથી ત્યાં તેઓ ક્ષણવાર પણ સુખી ન હોય. ૨૨૦ તરશાં તરવું પાઈ ત્યાંહિં મંશ દેહનું કાપઈ જ્યાંહિ, આકાસિં ઉછાલ્યો જાય, પડતાં દેહ ભાલઈ વીંધાય. ભાવાર્થ તરસ લાગે તો શીશું (ઉકાળેલું પ્રવાહી શીશું) પીવડાવે. ભૂખ લાગે તો એનું જ માંસ કાપીને ખવડાવે. આકાશમાં ઉછાળીને ભાલાની ધાર પર ઝીલે. તેથી તેનો દેહ વિંધાઈ જાય. ૨૨૧ રગત મંશ સરખી ત્યાંહા મહી, અંધઃકાર રચઉં હું પાસાં સહી, ભીતિં ખડગ સરીખી ધાર, કહિતાં દૂખ ન આવઈ પાર. ભાવાર્થ - રકતમાંસની નદીમાં ડૂબાડે. ચારે પાસ ગાઢ અંધકાર હોય, એની ભીંત તથા તળિયા ખડગની ધાર જેવા હોય. આમ એના દુઃખ કહેતા પાર, આવે નહિ. ૨૨૨ સબલ ભૂખ નારક નિં કહી, સકલ અન ખાઈ તે સહી, તોહઈ ત્રપતિ વલઈ નહીં કદા, જીવ નારકી ભૂખ્યા સદા. ભાવાર્થ - ત્યાં અનંતી ભૂખ લાગે આખી દુનિયાનું ધાન ખવડાવી દઈએ તો પણ તૃપ્તિ ન થાય એવા નરકના જીવ સદા ભૂખ્યા હોય. Page #156 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૪૭ ૨૨૩ ત્રીષા (ખા) અસી નારકિનિ જોય, સુહ જલ પીતાં ત્રપત્ય ન હોય, તાપ ઘણો ત્યાહા નારક તણઈ, કંપઈ તન જે કાને સૂણઈ. ભાવાર્થ – તરસ પણ એવી જ હોય કે સઘળું પાણી પીવડાવી દો તો પણ તૃપ્ત ન થાય. ત્યાં આગળ તાપ પણ ઘણો હોય. કંપન એટલું હોય કે તે કાને સાંભળીને શરીર ધ્રુજી જાય. ૨૨૪ હજાર ભાર લોહો ગાલુ કરઈ, અગનિ માંહિ ષટ મહિના ધરઈ, કાઢી ચાંપઈ નારક કહઈ ઈ તે તાઢ લાગે તો કહી. ભાવાર્થ – હજાર મણનો લોખંડનો ગોળો અગ્નિમાં છ મહિના સુધી તપાવીને પછી કાઢીને નારકીને ચાંપીએ તો એ એને ઠંડો લાગે એટલો તાપ ત્યાં હોય. ૨૨૫ તાઢિ તણો ત્યાહા પરિસો ઘણો, હજાર ભાર ગોલો લોહો તણો, ષટ મહિના હેમાચલઈ રહઈ, અંગ્ય લગાડી ઊનો કરઈ. ભાવાર્થ – એવી જ રીતે ત્યાં અનંતી ટાઢ હોય. હજાર મણનો લોખંડનો ગોળો છ મહિના હિમાલયના બરફમાં રાખીને લગાડીએ તો એને ગરમ લાગે. ૨૨૬ એહેવો નવી વર્ગ તણો અવદાલ ઢાઢેિ ત્યાહ ગલઈ પગહાથ, ઉષ્મ વેદના ત્યાહા પણ્ય ઘણી, નીશંક સુરમાઈ અવગુણી. ભાવાર્થ – એવો નરકનો વિચાર છે ત્યાં હાથ પગ ગળી જાય એવી ટાઢ છે. એવી જ રીતે ત્યાં ઉષ્ણ વેદના પણ ઘણી છે. આ ઉપરાંત પરમાધામી દેવો પણ નારકીના જીવોને નીશંક ખૂબ દુઃખ આપે છે. ૨૨૭ રત્નપ્રભા તો એહેવી આજ, લાંબી પોહોલી છઈ એક રાજ, બીજી પ્રથવી ભાવ જ કહું, શક્રપ્રભા તસ નામ જ લછું. ભાવાર્થ – રત્નપ્રભાનો વિસ્તાર કહે છે. એક રાજુ લાંબી પહોળી છે. હવે બીજી પૃથ્વીના ભાવ કહું છું. બીજી પૃથ્વીનું નામ શર્કરા પ્રભા. ૨૨૮ જોઅણ લાખ બત્રીસ હજાર પ્રથવી પંચ તે એ છઈ અપાર, તલ ઉપરિ રહઈ અકેક હજાર વર્ગ પાથડા વચઈ અગ્યાર. ભાવાર્થ – તેનો પૃથ્વીપિંડ એક લાખ બત્રીસ હજાર જોજનની જાડાઈવાળો છે. એમાં ઉપર નીચે એક એક હજાર મૂકતા વચ્ચેના ભાગમાં અગિયાર પાથડા છે. ૨૨૯ નÍવાસા લખ્ય પચવીસ, ઉપજતા નાર્ક નશદીસ, આઉં જયગન એક સાગર કહઈ, ઉતકર્ણે ત્રણિ સાગર લહઈ. ભાવાર્થ – તેમાં ૨૫ લાખ નરકાવાસા છે. તેમાં રાત દિવસ નરકના જીવો (નારકી) ઉપજતા રહે છે. ત્યાં આયુષ્ય જઘન્ય એક સાગરનું ઉત્કૃષ્ટ ત્રણ સાગરનું હોય. ૨૩૦ પોણા આઠ ધનુષ જો વલી, તે ઉપરિ પછઈ ષટ આંગલી, જયગન શરીર તે એહેવું હોય, ઉતકર્ણે ભાખ્યું તે જોય. ભાવાર્થ – પોણા આઠ ધનુષ ને છ આંગળનું જઘન્ય શરીર (ઊંચાઈ) હોય. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઉત્કૃષ્ટ કહ્યું તે આ પ્રમાણે છે. ૧૩૧ ધનુષ પનર સાઢા વીસ્તાર તે ઊંપરઈ વલી અંગુલ બાર, ત્રણિ વેદના ત્યાહા પણિ સહી, પહઈલી સરખી તે તુઝ કહી. ભાવાર્થ - ઉત્કૃષ્ટ સાડા પંદર ધનુષ ને ૧૨ આંગળનું શરીર (અવગાહના) હોય. ત્યાં પહેલી નરકમાં બતાવેલી ત્રણે વેદના હોય. ૨૩૨ બીજી નર્ગનો એ અધિકાર, લાંબી પોહોલી કહું વીસ્તાર, અઢી રાજ પ્રથવી વિખ્યાત, ત્રીજી નર્ગની સુણજે વાત. ભાવાર્થ - લાંબી પહોળી અઢી રાજુની છે. એ બીજી નરકનો વિસ્તાર છે. એમ બીજી નરકનો અધિકાર પૂર્ણ થયો. હવે તમે ત્રીજી નરકનો અધિકાર સાંભળો તે કહું છું. ૨૩૩ વાલું પ્રભા પ્રથવી નહી સાર, લાંબી પોહોલી રાજ છઈ ચ્યાર, જોઅણ લખ્યું અઠાવીસ સહઈ, પ્રથવી પંડચ કહયો જિન કહઈ. ભાવાર્થ - ત્રીજી નરકનું નામ વાલુકાપ્રભા છે. ચાર રાજુ લાંબી પહોળી છે. ૧ લાખ ૨૮ હજાર જોજનનો પૃથ્વી પિંડ છે. એવું જિનરાયે કહ્યું છે. ૨૩૪ સહઈસરિ જોઅણ ત્યાંહા રહઈ, વચ્ચ નાર્ક નવ પાથડ કહઈ, નરગાવાસા પનર લાખ, જયગન આઉ ત્રણિ સાગર ભાખ. - ભાવાર્થ - ત્યાં પણ એક હજાર જોજન ઉપર મૂકીએ એક હજાર જોજન નીચે મૂકીએ વચ્ચે નવ પાથડા છે. એમાં ૧૫ લાખ નરકાવાસા છે. જઘન્ય આયુષ્ય ત્રણ સાગરનું છે. ૨૩૫ ઊતકષ્ટા તો સાગર સાત, ધનુષ સાઢાંપનર વીખ્યાત, તે ઊંપરિ દ્વાદસ આંગલી, જગન શરીર ત્યાંહા એહેઠું વલી. ભાવાર્થ - ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમનું છે. એનું દેહમાન (શરીર અવગાહના) જઘન્ય સાડા પંદર ધનુષ ને ૧૨ આંગુલ છે. ૨૩૬ ઉતકરૂં ધનુ સવા એકત્રીસ, ત્રણિ વેદના છઈ નશદીસ, પહિલા સરખી તે પણિ જોય, ત્રીજી નર્ગ તે એહેવી હોય. ભાવાર્થ - ઉત્કૃષ્ટ સવા એકત્રીસ ધનુષનું છે. ત્યાં પણ પૂર્વવત્ ત્રણે વેદના રાત દિવસ હોય છે. આમ ત્રીજી નરક આવી હોય છે. ૨૩૭ ચઉથી પંક પ્રભાનો સંચ, લાંબી પોહાલી રાજ તે પાંચ, પ્રથવી પંડય લખ્ય વીસ હજાર, સાત પાથડા તીહાં અપાર. ભાવાર્થ - હવે ચોથી પંકપ્રભાનો પિંડ કહું છું. તે પાંચ રાજુ લાંબી પહોળી છે. એની જાડાઈ ૧ લાખ વીસ હજાર, જોજનની છે તેમાં સાત પાથડા છે. ૨૩૮ નર્ગાવાસાદસ લખ્ય વલી, બઈ વેદન ત્યાંહા કહિ કેવલી, ખેત્ર વેદના ત્યાંહાં પણિ હોય, શસ્ત્ર વલી વઢતા જોય. Page #158 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૪૯ ભાવાર્થ – તેમાં દશ લાખ નરકાવાસ છે. ત્યાં કેવળીએ બે વેદના કહી છે. ક્ષેત્રા વેદના અને માહાંમાહે શસ્ત્ર વડે વાઢે તે વેદના. દેવકૃત વેદના ન હોય. ૨૩૯ આઉ ચગન ત્યાંહાં સાગર સાત, દસ સાગર ઉતકષ્ટઈ થાત, શરીર ધનુષ સવા એકત્રીસ, ઉતકષ્ટ બ્રમણું કહઈ ઈસ. ભાવાર્થ – ત્યાં જઘન્ય આયુષ્ય સાત સાગરનું, ઉત્કૃષ્ટ દશ સાગરનું છે. જઘન્ય શરીર સવા એકત્રીસ ધનુષનું ઉત્કૃષ્ટ સાડી બાસઠ ધનુષનું છે. ૨૪૦ ધૂમપ્રભા પ્રથવી જઈ આજ, લાંબી પોહોલી તે ષટરાજ, પ્રથવી પંચનો કહું વીચાર, જોઅણ લાખ નિં સહસ અઢાર. ભાવાર્થ – હવે પાંચમી નરકની વાત કહે છે. ધૂમ્રપ્રભા પૃથ્વી છ રાજુની લાંબી પહોળી છે. એનો પૃથ્વીનો પિંડ એક લાખ ૧૮ હજાર જોજનનો છે. ૨૪૧ પંચ પાથડા ત્યાહા પણિ કહ્યા, નÍવાસા ણિ લખ્ય લહ્યા, ખેત્ર શસ્ત્ર ત્યાહા વેદન દોય, આઉં જયગન દાસ સાગર જોય. ભાવાર્થ – તેમાં પાંચ પાથડા છે. તેમાં ત્રણ લાખ નરકાવાસ છે. ત્યાં ક્ષેત્ર અને શસ્ત્ર એ બે વેદના હોય. જઘન્ય આયુષ્ય દસ સાગર હોય. ૨૪૨ સતર સાગર ઉતકણું થાય, ધનુષ સાઢા બાસષ્ઠિ તસ કાય, ઉતકણું એકસો પચવીસ, કાયામાન કહઈ જયગદીસ. ભાવાર્થ – ઉત્કૃષ્ટ આયુ સત્તર સાગરનું, દેહમાન જઘન્ય સાડા બાસઠ ધનુષનું ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષનું ભગવાને (જગદીશે) કહ્યું છે. ૨૪૩ તમપ્રભા છઠી છઈ આજ, વિસ્તારઈ સાઢા ષટરાજ, એક લાખ નિ સોલ હજાર, પ્રથવી પંચ તણો વિસ્તાર. ભાવાર્થ – છઠ્ઠી નરક તમપ્રભાનો વિસ્તાર સાડા છ રાજુ છે. એની પૃથ્વીનો પિંડ (જાડાઈ) એક લાખ સોળ હજાર જોજનનો છે. ૨૪૪ ત્રણ પાથડા તેહમાં હોય, ત્યાહા કણિ નÍવાસા જોય, એક લખ્ય પંચ ઊણા વલી, ખેત્ર વેદના કહઈ કેવલી. ભાવાર્થ – તેમાં ત્રણ પાથડા હોય. ત્યાં નારકાવાસા એક લાખમાંથી પાંચ ઓછા હોય. ત્યાં એક ક્ષેત્ર વેદના હોય. ૨૪૫ સતર સાગર આયુ કહઈ, બાબીસ ત્યાહા ઉતકણું લઈ, શરીર ધનુષ સવાસો તાસ, ઉતકષ્ટઉં છઈ વ્યસહિં પંચાસ. ભાવાર્થ – આયુષ્ય જઘન્ય સત્તર સાગરનું ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમનું હોય. શરીરની ઊંચાઈ જઘન્ય સવાસો ધનુષ ઉત્કૃષ્ટ બસોપચાસ ધનુષ્યની હોય. ૨૪૬ તમતમપ્રભા છેહલી વીખ્યાત, લાંબી પોહોલી રાજ તે સાત, જોઅણ લાખનિ આઠ હજાર, પ્રથવી પંડચ તણો વીસ્તાર. ભાવાર્થ - હવે છેલ્લી સાતમી નરકની વાત કહેવાય છે. છેલ્લી તમતમપ્રભા નામે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત વિખ્યાત છે. તે સાત રાજુની લાંબી પહોળી છે. તેની જાડાઈ એક લાખ ને આઠ હજાર જોજન છે. ૨૪૭ જોઅણ સાઢાબાવન હજાર, ઊંચાં મુકીઈ સહી નીરધાર, નીચાં પાણી મૂકો એટલાં, ત્રણિ હજાર જોઅણ વચ્ચે ભલા. ભાવાર્થ – એમાં સાડા બાવન હજાર જોજનને ઊંચા મૂકીએ અને એટલાં જ નીચે પણ મૂકીએ વચ્ચે ત્રણ હજાર જોજન બાકી રહ્યા. ૨૪૮ તેમાં પાઘડો છઈ વલી એક, નર્કાવાસા પંચવ એક, ખેત્રવેદના અનંતી તાસ, શરીર ધનુષ બીસહિં પંચાસ. ભાવાર્થ – એમાં એક પાથડો છે. એમાં પાંચ નરકાવાસ છે. ત્યાં અનંતી ક્ષેત્ર વેદના છે. શરીરની ઊંચાઈ જઘન્ય અઢીસો ધનુષ્ય. ૨૪૯ ઉતકણું ધનુષ પાંચસિં, આઉં સાગર બાવીસ કઈ તસિં, ઉતકણું સાગર તેત્રીસ, નર્ગમાન કહઈ જયગદીસ. ભાવાર્થ – ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની છે. આયુષ્ય જઘન્ય બાવીશ સાગર ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરનું છે. આવું નરકનું વર્ણન જગદીશે કર્યું છે. (કહ્યું છે.) ૨૫૦ પ્રથવીમાન પ્રકાસુ આજ, ઊંચી સોય અકેકું રાજ, સાતે નર્મના પાથડા મલી, ઓગણપચાસ કહઈ કેવલી. ભાવાર્થ – હવે એનું પૃથ્વીમાન પ્રકાશું છું. દરેક પૃથ્વીની ઊંચાઈ એક એક રાજુની છે. સાતે નરકના સર્વ પાથડા મળીને ૪૯ પાથડા કેવળીએ કહ્યા. ૨૫૧ પહલી નરગ્ય પહઈલો પાથડો, સીમંતો સઘલામાં વડો, જોઅણ લાખ પચતાલીસ જોય, લાંબો પોહોલો એહેવો હોય. ભાવાર્થ – પહેલી નરકનો પહેલો સીમંતક નામનો પાથડો બધા પાથડામાં મોટો. છે. પિસ્તાલીસ લાખ જોજનનો લાંબો પહોળો છે. ૨પર છેહેલો પાથડો સાતમી તણો, અપઠાણો નામ તસ ભણો, લાખ જોઅણનો તે પણિ સહી, અસિવાત શ્રી જિનવરિ કહી. ભાવાર્થ – છેલ્લો પાથડો સાતમી નરકનો (સાતમી નરકે પાંચ નરકાવાસમાંનો મધ્યવર્તી એક નરકાવાસો) અપઈઠાણ નામનો છે. એ પણ એક લાખ જોજનનો છે. એવી વાત શ્રી જિનવરે કહી છે. ૨૫૩ સાતે નર્સે પાથડા રહઈસ, ઉંચા જોઅણ ત્રણિ જો સહઈસ, લાંબા પોહોલાની સંખ્યાય, અસંખ્ય જોઅણ કેતા કહઈવાઈ. ભાવાર્થ – સાતે નરકમાં પાથડા ઊંચા ત્રણ હજાર જોજન રહે. લંબાઈ પહોળાઈમાં કેટલાક સંખ્યતા અસંખ્યાતા જોજનના કહેવાય. ૨૫૪ તેમાં નારકી જઈ અવતરઈ, એક શમઈ ઊપજઈ નઈં મરઈ, એક બઈ ત્રણિ શંખ્યાતા સોય, જાવત્ર અસંખ્યાતા તુ જોય. Page #160 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૫૧ ભાવાર્થ – તેમાં નારકી જઈને અવતરે. તે એક સમયે ૧ -૨ -૩ સંખ્યાતા જાવ અસંખ્યાતા જીવો ઉપજે ને મરે. ૨૫૫ વલી બોલ્યા ત્રીભોવનપતીરાય, ત્રીજંચ અસેની પાહિલયિ જાય, સેનીઉ ગર્ભજ નોલાદીક જેહ, ભૂજપૂરિ બીજી નરગિં છેહ. ભાવાર્થ – હજી આગળ ત્રિભુવનપતિ કહી રહ્યા છે કે અસંજ્ઞી તિર્યંચ પહેલી નરકે જાય. સંજ્ઞી ગર્ભજ નોળિયાદિ ભુજપરિસર્પ બીજી નરક સુધી જાય. ૨૫૬ સેનીઓ પંખીવગાદીક જેહ, ત્રીજી નરગિં પોહોચઈ તેહ, સેનીઓ સીહ વાઘ કુંતિરો, ચોથી લગઈ જઈ ચીતરો. ભાવાર્થ – સંજ્ઞી પક્ષી બગલા આદિ ખેચર ત્રીજી નરક સુધી જાય. સંજ્ઞી સિંહ, વાઘ, કૂતરો ચિત્તો આદિ સ્થળચર ચોથી નરક સુધી જાય. ૨૫૭ સરપાદીક સેનીઓ પાંચમી, શ્રી આદિક નિ છઠી ગમી, પ્રજાપતો ઝભજ નર મીન, સંખ્યા આઉં તસહીન. ભાવાર્થ – સર્પ આદિ સંજ્ઞી ઉરપરિસર્પ પાંચમી નરક સુધી જાય. સ્ત્રી છઠ્ઠી નરક સુધી જાય. પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને મીન એટલે સંજ્ઞી તિર્યંચ જળચર સંખ્યાતા આયુવાળા હોય. અપર્યાપ્તા જીવ નારકીમાં ન જાય એટલે સંખ્યાના વર્ષમાંથી એટલું આયુષ્ય ઓછું (હીન) હોય. (જુગલિયા પણ નરકમાં ન જાય એ અપેક્ષાએ પણ અસંખ્યાતા આયુષ્યવાળા કરતા હીન.) ૨૫૮ સાતમી નરગિ તે પણિ જાય, ઉપજવાનો કહું ઉપાય, સાતઈ નરગના નારકી જોહ, માનવ ત્રીજંચ મરી થાય સોય. ભાવાર્થ – તેઓ (૨૫૭ મી ગાથામાં બતાવેલ સંજ્ઞી જળચર અને મનુષ્ય) સાતમી નરકમાં ઉપજે. સાતે નરકના નારકી મરીને (સંખ્યાતા વર્ષના આયુવાળા પર્યાપ્તા). ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય. ૨૫૯ પ્રજાપતા સંખ્યામાં આય, ગર્ભજ માણસ ત્રીજંચ થાય, તેમાં એટલો વસેષ તું જોય, સાતમીનો નર કહીંઇ ન હોય. ભાવાર્થ – સંખ્યાતા વર્ષના આયુવાળા પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ અને પર્યાપ્ત મનુષ્યમાં ઉત્પન્ન થાય પણ સાતમીનો નીકળ્યો ક્યારેય મનુષ્ય ન થાય. એટલી વિશેષતા જાણો. ૨૬૦ પઈહઈલી બીજી ત્રીજી જોય, તેહનો જીવ તીર્થંકર હોય, ચક્રવત્રિ પહઈલીનો થાય, સંઘણશાહાસ્ત્રઈં એ કહઈવાય ભાવાર્થ – પહેલી - બીજી - ત્રીજી નરકનો નીકળ્યો જીવ તીર્થંકર થઈ શકે. પહેલીનો નીકળ્યો ચક્રવર્તી થાય એવું સંગ્રહણી શાસ્ત્રમાં કહેવાયું છે. ૨૬૧ પહલી બીજીના વલી ટેવ, વસદેવ અનિ બલદેવ, ચોથી લગીનો કેવલી થાય, પાંચમીનો હોય મુનીવર રાય. ભાવાર્થ – પહેલી-બીજી નરકના નીકળ્યા વાસુદેવ ને બળદેવ થાય. ચોથી નરકના Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧પ૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત નીકળ્યા કેવળી થાય. પાંચમી નરકના નીકળ્યા મુનીરાજ થાય. ૨૬૨ છઠ્ઠી વર્ગ લગિનો જીવ, વરતી શ્રાવક હોય સુદીવ, સાતમીનો આપ્યો ત્રીજંચ, કદાચીત સમકતનો સંય. ભાવાર્થ – છઠ્ઠી નરક સુધીનો નીકળ્યો વતી શ્રાવક થાય. સાતમી નરકનો નીકળ્યો તિર્યંચ કદાચિત્ સમકિતી થઈ શકે. ૨૬૩ નારક મરી નારક નવ્ય થાય, મરી સોય દેવલોક ન જાય, ત્રીજંચ ગતિ નરનો અવતાર, લેશા ત્રણિ પહઈલી નીરધાર. ભાવાર્થ – નારકી મારીને ક્યારેય નારકી ન થાય. તેમ જ મરીને તે દેવલોક પણ ન જાય. માત્ર તિર્યંચગતિ અને મનુષ્યમાં જ અવતરે. નારકીમાં પ્રથમની ત્રણ લેશ્યા કહી છે. ૨૬૪ અસંઘેણી નિ ચ્યાર કષાય, ઉંતકષ્ટી ધનુ પંચસઈ કાય, જયગન શરીર તેહનું ત્રણિ હાથ, ત્રણ શરીર જેહનિ વિખ્યાત. ભાવાર્થ – નારકી અસંઘયણી હોય, એને ચાર કષાય હોય. તેનું જઘન્ય શરીર ત્રણ હાથ ને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યનું હોય. તેને ત્રણ શરીર હોય. ૨૬૫ તેજસ કારમણ નિ વઈકરી, ત્રિણિ દ્રષ્ટી તેહનિ પણિ ખરી, મીથ્યા દ્રષ્ટી સમક્તિ હોય, સમામીછયા દ્રષ્ટી તું જોય. ભાવાર્થ – તેજસ, કાર્મણ ને વેક્રિય. તેને ત્રણ દૃષ્ટિ પણ હોય-મિથ્યા દૃષ્ટિ, સમક્તિ દૃષ્ટિ અને સમામિથ્યા દષ્ટિ - તું જો (જાણો. ૨૬૬ દરસણ ત્રણએ છેતેણઈ ઠાર્ય, ચશ્ન અચશ્ન અવધિ વીચાર્ય, - જ્ઞાન ત્રણિ નારક નિ કહું, મતિ મૃત અવધિજ્ઞાન પણિ લહું. ભાવાર્થ – દર્શન ત્રણ હોય-ચક્ષુ, અચકું અને અવધિ દર્શન. જ્ઞાન ત્રણ હોયમતિ, મૃત અને અવધિજ્ઞાન. ૨૬૭ –ણિ અજ્ઞાન નારક નિ હોય, ષટ પરજાયતિ તેહનિ જોય, દશઈ સાંગ્યના દસઈ પરાણ, નવ અપ્પોગ તણો તિ જણ. ભાવાર્થ – નારકીને ત્રણ અજ્ઞાન હોય, તેમાં છ પર્યાપ્તિ પણ જુઓ. દસે સંજ્ઞા, દસે પ્રાણ, નવ ઉપયોગ પણ ત્યાં જાણવા. ૨૬૮ દેવ નારકી નિં, ત્રીજંચ, નવઈ અપ્પોગનો તેહનિ સંચ, મતિ શ્રુતિ ત્રીજૂ અવધિજ્ઞાન, એહ જ વલી ત્રણે અજ્ઞાન. ભાવાર્થ – દેવ, નારકી ને તિર્યંચ ત્રણેમાં નવ ઉપયોગ આ પ્રમાણે હોય-મતિ, મૃત અને ત્રીજું અવધિજ્ઞાન એ જ ત્રણે અજ્ઞાન-મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. ૨૬૯ ત્રણિ દરસણ વલી તેહનિ હોય, ચશ્ન અચશ્ન અવધ્ય જોય, નવ અપ્પોગ તણો એ ભેદ, નારકી સકલ નપૂસક વેદ. Page #162 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૫૩ ભાવાર્થ – તેને ત્રણ દર્શન હોય. ચક્ષુ - અચકું ને અવધિ. એમ તેને નવ ઉપયોગ હોય. નારકીનાં બધા ભેદમાં નપુંસક વેદ હોય. ૨૭૦ હુંડ સંસ્થાન એ છઈ તસ એક, ત્રેત્રીસ સાગર આયું વસેક, જયગન આઉં છઈ દસઈ હજાર, નારક યોન કહી લખ્ય ચ્યાર. ભાવાર્થ – તેને એક ફંડ સંસ્થાન હોય. ત્યાં જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમનું હોય. જીવાજોનિ ચાર લાખ હોય. હા – ૯ ૨૭૧ નારક કથા વ્યવરી કહી, જયાંહાં છઈ વેદન ઘોર, સોય પૂરષ નરગિં વશી, કરતાં પાએ અઘોર. ભાવાર્થ – નરકની કથા વ્યવહારથી કહી. જયાં વેદના અઘોર છે. જે પુરૂષોએ પાપ અઘોર કર્યા તે પુરૂષો નરકે ગયા, તેનો અધિકાર હવે પછીની ઢાલમાં કહેવાશે. ઢાલ – s. ચંદ્રાયણિનો - રાગ ૨૭૨ ચંદ્રાયણિનો અઘોર પાપ તણા અધિકારી, જે ગ્રભવતી હણતા નારી, સોય અધમ જેણઈ માતા મારી, ફરસ્યરામ દુઓ નરગ દૂઆરી. ભાવાર્થ – અઘોર પાપ તણા અધિકારી જે ગર્ભવતી નારીને હણે, અધમ પરશુરામ જે માતાને મારીને નરકમાં ઉત્પન્ન થયો. ૨૭૩ પરરમણી ભગની મમ ભાલો, અચ્છત્ર ભાખી સહુથી કાલો, | મુની અરહા જિન નિ મમ બાલો, સાતે નરગ ભૂમિ ગોસાલો. ભાવાર્થ – પરસ્ત્રીને પોતાની બહેન સમ જુઓ, અસત્ય બોલવાવાળાનું મોટું કાળું, મુનિ, અરિહંત, જિનને મ બાળો એટલે બાળવા નહિ. મહાવીર પ્રભુ પર તેજો વેશ્યા ફેંકનાર ગોશાલક સાતે નરકમાં ભમશે. ૨૭૪ પસૂ અબાલ નપુંસક કીધા, માહાવનમાં દાવાનલ દીધા, સકલ લોકતણા દ્રવ્ય લીધા, નવઈ નંદ નરગિં જ પ્રસીધા. ભાવાર્થ – પશુ, અબાલને નપુંસક કર્યા, મહાવનમાં દાવાનળ સળગાવ્યો, આખા લોકના દ્રવ્ય લીધા, એવા નવે નંદ-વાસુદેવ નરકે સીધાવ્યા. ૨૭૫ નગર દહઈન કરઈ નર કેતા, માહા આરંભી હોઈ જેતા, અતી પરીગ્રહ નર દીસઈ તેતા, નરગિં પહુતો સુંભમ અવેતા. ભાવાર્થ – નગરને બાળનાર નર કેટલા? જેટલા મહાઆરંભી હોય તેટલા અતિ પરિગ્રહ કરનારા હોય તેટલા, એવું કરનાર સુલૂમ ચક્રવર્તી નરકે પહોંચ્યા. ૨૭૬ નારી બાલ સિરિ મૂકઈ ઘાય, નગર દેસ ભાંજેવા જાય, માહા સંગ્રામ અનિ સબલ કષાય નચ્ચ પહતો રાવણરાય. ભાવાર્થ – નારી, બાળક, સ્ત્રી (શ્રી લક્ષ્મી) ની ઘાત કરે, નગર દેશ લૂંટવા જાય, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત મહાસંગ્રામ અને સબળ કષાય કરનાર, રાજા રાવણ નરકમાં પહોંચી ગયો. ૨૭૭ નર નારી પસ નાંખ્યા કાપી, લેઈ થાંખ્યય પાછી નવ્ય આપી, જેણઈ મુનીવર માર્યા સંતાપી, નર્ચે પહુતો પાલગ પાપી. ભાવાર્થ – નર, નારી, પશુને કાપી નાંખ્યા, લીઘેલી થાપણ પાછી ન આપી, જેણે સંતાપીને દુઃખ દઈને મુનિઓને માર્યા એવો પાપી પાલક નરકમાં પહોંચી ગયો. ૨૭૮ પાપી જીવ હણિ ષટકાઈ સકલ લોક તણઈ દુઃખદાઈ, લુંટઈ અંકી કાપઈ સાહી, નરશ્ય વસઈ નર ખ્યત્રી અકાઈ. ભાવાર્થ – પાપી જીવ છકાય હણે, લૂંટે, તે આખા લોકમાં દુઃખદાયક હોય, લૂંટીને,ઈંદ્રિયો કાપીને દુઃખ દેનાર અંકાઈ રાઠોડ નરકમાં જઈને વસ્યો. ૨૭૯ રાજરીધ્ય જેણઈ જેણઈ નવિ મૂકાયિ, વન્ય આહોડા કરવા જાયિ, મધરા મંશ અભખ્ય જે ખાયિ, નરગિ પહુતો શ્રેણીકરાયિ. ભાવાર્થ – જેણે રાજયઋદ્ધિ મૂકી નથી. જે વનમાં શિકાર ખેલવા જાય. જે મદિરા, માંસ, અભક્ષ્ય ખાય, તેવા શ્રેણિક રાજા નરકમાં પહોંચ્યા. ૨૮૦ પંચ વીષઈ કાદવમાં ખંતો, પૂત્રી ભાત ત્રીયાસ્ય જૂતો, બંધવ ઘાત કરી જવ્ય ગુતો, મણીરથ રાજા નરગ્ય પહુતો. ભાવાર્થ – પાંચ વિષયના કાદવમાં ખૂંપેલો, પુત્રી સમાન ભાઈની પત્નીમાં જોડાયો (મોહ પામ્યો) એના માટે ભાઈની હત્યા કરી નાંખી એ મણિરથ રાજા નરકમાં ગયો. ૨૮૧ અતી લોભી નિ આ કર વધારઈ, ડૂ ધ્યાન હઈઆમાં ધારઈ, પોતાના સુતનિ જે મારિ, કનક કેતુ નૃપ નરગ્ય પધારઈ. ભાવાર્થ – અતિ લોભી ને કર વધારનાર, હૈયે રોદ્ર ધ્યાન ધારણ કરનાર, પોતના પુત્રને મારનાર કનકકેતુ રાજા નરકમાં પહોંચ્યા. ૨૮૨ અધમ જીવ માછો કહિવાયિ, જલના જીવ ઘણા નિ ખાયિ, પાપકર્મ ત્યાંહાં બહુ બંધાર્ચ, મરઈ મીન સાતમીચિં જાય. ભાવાર્થ - માછલો અધમ જીવ કહેવાય, ઘણા જળના જીવ ખાઈ જાઉં એમાં વિચારે, તેથી પાપકર્મ ખૂબ બંધાય, એટલે મરીને માછલો સાતમી નરકે જાય. ૨૮૩ મોટ મચ્છાનિ મુખ્ય જીવ આવઈ, કેતા ભખઈ કઈ જીવ તજાવઈ, તુંદલ મીન તીહ મનિ ભાવઈ, મુખ્ય આવ્યા માછો નવ્ય ખાવઈ. ભાવાર્થ – મોટા માછલાના મુખમાં ઘણા માછલા આવતા જતા જોઈને મનમાં વિચારે કે આ માછલો કેટલા જીવોને જવા દે છે. હું હોઉં તો એકે માછલો જવા ન દઉં આમ તંદુલ મચ્છ મનમાં વિચારે. ૨૮૪ જો મુઝ મોટું વદન વસેકું તો જાવા નવ્ય દેઉં એક, રૂદ્ર ધ્યાન નવી મૂકઈ રેખુ, સતમ નરગિં લખીઓ લેખ. ભાવાર્થ – જો મને મોટું મોટું મળ્યું હોત તો હું એક માછલું જવા ન દેત. આમ Page #164 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧પપ રીદ્ર ધ્યાનને કારણે સાતમી નરકનું આયુષ્ય બાંધી લે છે. અર્થાત્ સાતમી નરકે જાય છે. ૨૮૫ નારકનો ભવ પૂરો કીધો વલી અવતાર તુદલ મચ્છી લીધો, અંતરમૂરત વાસો કીધો વલી નરગિ જીવ તેહ પ્રસીધો. ભાવાર્થ – નરકનો અવતાર પૂરો થયા પછી પાછો તંદુલ મચ્છ થાય. અંતર્મહર્ત સુધી રહીને પાછો તે નરકમાં જાય. ૨૮૬ એણી પઈર ભમીઓ વાર અનંતી તો હુ વીષઈ નવ્ય પાપ વ્યમંતી, ત્રષ્ના તરૂણી તે ન સમંતી, વાત કરઈ જીવ મળ્યમાં ગમતી. ભાવાર્થ – જીવ એની માફક અનંતીવાર ભમીઓ તો પણ વિષયને વમતો નથી, તૃષ્ણા તરૂણીની જેમ સમતી નથી, વાત મનમાં ગમે એવી જ કરે છે. દુહા - ૧૦ ૨૮૭ મનગમતું બોલિ સહી, ન કરઈ તત્ત્વ વિચાર, નર નિ નર્ચી જવા તણાં લખ્યણ ભાખ્યા ચ્યાર. ભાવાર્થ – જે મનગમતું બોલે અને તત્ત્વનો વિચાર ન કરે એવા નરને નરકે જવાના ચાર લક્ષણ બતાવ્યા છે. ૨૮૮ ક્રોધ ઘણો નીદ્રા બહુ, આહાર તણો નહી પાર, વીષઈ ત્રપતિ નવી પામતો તસ નર્ગિ અવતાર. ભાવાર્થ – ખૂબ ક્રોધ કરે, ખૂબ નિદ્રા લે, ખૂબ આહાર કરે, વિષયોમાં તૃપ્ત ન થાય તેવા જીવો નરકમાં જાય. ૨૮૯ તેણઈ કારણિ નર ચેતયો, કરયો ધર્મ સુસાર, અરિહંત સીધ મૂની સમરતાં, નરગિં નહી અવતાર. ભાવાર્થ – એ કારણો જાણીને તે મનુષ્યો ચેતી જાવ ને સારી રીતે સારરૂપ એવા ધર્મનું આરાધન કરો. જે અરિહંત ભગવંત, સિધ્ધ ભગવંત અને મુનિ ભગવંતનું સ્મરણ કરે છે એ નરકમાં ઉપજતો નથી. ૨૯૦ જીવ પંચદ્રી જગિં ઘણા ભાખ્યા ચ્યાર પ્રકાર, વલી થાવર પાંચઈ તણા, કહઈસ્યુ બોલ વિધ્યાર. ભાવાર્થ – આમ જગતમાં પંચેન્દ્રિય જીવો ઘણા છે એના ચાર પ્રકાર કહ્યા. હવે પાંચ સ્થાવરના બોલનો વિચાર કહીશ. ચોપાઈ - ૮ ૨૯૧ પ્રથમ કહીઈ પ્રથવી કાય, બાબીસ હજાર વરસ તસ આય, એકંદ્રી સઘલામાં જાય, બેઅંદ્રી, તેઅંદ્રી થાય. ભાવાર્થ – પાંચ સ્થાવરમાં સૌથી પ્રથમ પૃથ્વીકાયનું વર્ણન છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષનું છે. એ ક્યાં ક્યાં ઉપજે એ કહે છે. પાંચે એકેન્દ્રિયમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત બેઈન્દ્રિય, ઈન્દ્રિયમાં જાય. ૨૯૨ ચોરંદ્રી પંચેઢી લહું, ત્રીજંચ ગતિ માનવની કહું, નારક વ્યનાં અહીં સઘલો જીવ, આવી ઉપજઈ સોય સદીવ. ભાવાર્થ – ચોરેન્દ્રિય ,પંચેન્દ્રિયમાં જાય, તિર્યંચ અને મનુષ્યમાં જાય. પૃથ્વીકાયમાં સદાય નારકી સિવાયના બધા જીવ આવીને ઉપજે. ૨૯૩ જલ વનસપતી એહ પ્રકાર, પ્રથવીની પરિં નીરધાર, સાત હજાર વરસ જલ આય, વનસપતી દસ સહિંસિ થાય. ભાવાર્થ - અપકાય અને વનસ્પતિકાય એ બંનેને પણ પૃથ્વીકાયની જેમ જ જાણવા, પણ આયુષ્યમાં ફરક છે. પાણીની સ્થિતિ એટલે કે અપકાયનું આયુષ્ય સાત હજાર વર્ષ ને વનસ્પતિનું દશ હજાર વર્ષનું છે. ૨૯૪ અગ્યન તણૂં આઉં ત્રણ રાતિ, ત્રણ હજાર વાઉની જાતિ, પ્રથવી પરિ ઊપજતા જાય, પણિ બેઠું માનવ નવ્ય થાય. ભાવાર્થ – અગ્નિકાચનું આયુષ્ય ત્રણ અહોરાત્રિનું, વાયુકાયનું ત્રણ હજાર વર્ષનું. પૃથ્વીકાયની જેમ ઉપજે પણ બંને મનુષ્ય ન થાય. પાંચ સ્થાવર, ત્રણ વિકસેંદ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય એ નવ ઠામમાં ઉપજે. ૨૯૬ પાંચઈ થાવરના જે જીવ, વલી વગલેદ્રી સોય સદીવ, ત્રીજય માનવ તું પણિ જોય, તેઓ વાઓમાં આવઈ સોય, ભાવાર્થ – વાયુકાયમાં પાંચ સ્થાવર, ત્રણ વિકલેંદ્રિય, તિર્યંચ અને મનુષ્ય એટલા દસ બોલના આવીને ઉત્પન્ન થાય. ૨૯૬ પ્રથવી પાણી તેઓ વાય, એ ચ્યારઈ બાદર કહઈવાય, વનસપતી પરત્યગ વલી કહી, બાદર નીગોદ તે છઠી સહી. ભાવાર્થ – પૃથ્વી, પાણી, તેલ, વાઉ એ ચારે બાદર કહેવાય. વનસ્પતિ પ્રત્યેક કહી. બાદર નિગોદ તે છો ભેદ જાણવો. ૨૯૭ સી ત્યરિ ક્રોડાક્રોડિ સાગર રહઈ, કાયસ્થતિ ત્રીભોવનપતિ કહઈ, વલી કાય સ્થતિનો કહું વીચાર, સમસ્ત જીવ તણો અધીકાર. ભાવાર્થ – શ્રી ત્રિભુવનપતિ કહે છે કે એની કાયસ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે, એમ હવેના અધિકારમાં સમસ્ત જીવોની કાયસ્થિતિનો વિચાર કહું છું. ઢાલ - ૭ ભાદરવ ભંશમ પાણી - રાગ શામેરી, ૨૯૮ કાયસ્થતિ જીવ રહીઓ જેહ, વલી માન પ્રકાસું તેહ, નિગોદ સુક્ષ્મ માહિં રહીયિ અનંત પૂદગલઃ પ્રાવૃત કહીયિ. ભાવાર્થ – જે જીવ એક જ કાયમાં જેટલો સમય રહ્યો તે કાયસ્થિતિ હવે પ્રકાશું (કહું) છું. સૂક્ષ્મ નિગોદમાં જીવ અનંત પુદ્ગલ પરાવર્તન સુધી રહ્યો. Page #166 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૫૭ ૨૯ પછઈ તીહા થકી નીસરીઓ, વ્યવહારી નામ જ ધરીઓ, વીવહારી થઈનઈ ભમીઓ, કહુ કાલ જેતો નીગમીઓ. ભાવાર્થ – પછી ત્યાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવ્યો. વ્યવહાર રાશિમાં આવીને જેટલો કાળ ભમ્યો - પસાર કર્યો તે કહું છુ. ૩૦૦ ત્રીજંચ અસ્વંગની માંહિ, વનસપતી એકંદ્રી જયાંહિ, - પાંચમો જ નપુંસક જાણૂ, એનો સરખો કાલ વખાણ્ ભાવાર્થ – તિર્યંચ ગતિના જીવ, અસંજ્ઞી, વનસ્પતિ, એકેન્દ્રિય અને પાંચમો નપુંસક એ પાંચેનો એક સરખો કાળ જાણવો. ૩૦૧ આવલીનિં અસંખ્યમિ ભાખિ, જેટલા સમિ શાયિ લાગિ, તે તાં પૂર્ગાલ પ્રાવૃત રહીચિં, જિનવચને એ સઘઈયિ. ભાવાર્થ – આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હોય એટલા પગલા પરાવર્તન રહે એવા જિનવચન પર શ્રદ્ધા રાખીએ. ૩૦૨ વલી સૂક્ષ્મ માંહિ રહીઓ, તેમનો પણિ કાલ જ કહીઓ, અસંખ્યાતા લોક આકાશ, પરદેશ પ્રમાણ પ્રકાસ. ભાવાર્થ – વળી સૂક્ષ્મમાં જીવ કેટલો કાળ રહ્યો તે પણ કહ્યું છે. તે અસંખ્યાતા લોકના જેટલા આકાશ પ્રદેશ થાય તેટલો કાળ રહે એમ પ્રકાર્યું છે. ૩૦૩ અવસર્પણી ઓસર્પણીહોઈ, પાંચ સુક્ષ્મ એતુ રહીઈ, પાંચ બાદરો કહું જ વિચારો, બાદર વનસપતી વિસ્તારો. ભાવાર્થ – પાંચ પ્રકારના સૂક્ષ્મ જીવો પૂર્વોક્ત આકાશ પ્રદેશ જેટલી અવસર્પિણી - ઉત્સર્પિણી જેટલો કાળ રહે. હવે પાંચે બાદ કાયનો વિચાર કહું છું. બાદર વનસ્પતિનો વિસ્તાર કહું છું. ૩૦૪ આંગલ અત્યંખમિ ભાગ્ય કહેશ, જેટલી આકાશ પરદેશ, તેટલી અવસર્પણી કહીયિ, વ ઓવસર્પણી એક લહીયિ. ભાવાર્થ – આંગુલના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ રહેલા છે તેટલી અસંખ્યાતી અવસર્પિણી ઉત્સર્પિણી જેટલો કાળ વ્યતીત કરે. ૩૦૫ નીગોદ માંહિ કેતુ રહીચિ, અઢી પુદગત પ્રાવૃત કહીચિ, પછી જીવનિ પાછા ઠેલઈ, નીગોદ તણૂં ઘર મેહલઈ. ભાવાર્થ – નિગોદમાં જીવ કેટલું રહે એ કહે છે. એમાં અઢી પુદ્ગલ પરાવર્તન કાળ રહે પછી જીવને પાછો ઠેલે નિગોદમાંથી બહાર નીકળીને બીજે ઉપજે. ૩૦૬ ની ગોદ વીચાર વ્યવરી કહું, ગોલા જીવ વીચાર, પરજયયનિ પરમાણૂઓ, વરગણાનો વિસ્તાર. ભાવાર્થ – હવે નિગોદનો વિચાર વ્યવહારથી કહું છું. ગોળામાં રહેલા જીવોનો વિચાર, પર્યાય અને પરમાણુ વર્ગણાનો વિસ્તાર કહું છું. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૩૦૭ જોઅણ અંગુલ અંશનો કેતો ભાવ લહેશ, પરદેશ લોક ભેદ જ વલી કેતો મર્મ કહેશ. ભાવાર્થ – જોજન, આંગુલના અંશ, પ્રદેશ, લોક વગેરેના ભેદનો કેટલોક મર્મ કહીશ. કેટલા આંગુલે જોજન થાય તેનો ભાવ લખીને લોક કેટલા જોજનનો છે તેમાં કેટલા પ્રદેશ હોય તેનો મર્મ જણાવીશ. ચઉપઈ - ૯ ૩૦૮ લોક અશંખ્ય જોઅણનો જોય, જોણ સંખ્યાતા અંગાલ હોય, અંગુલ અસંખ્યાત અસઈ કહુ, અંશ અસંખ્ય ગોલે લહું. ભાવાર્થ – લોક અસંખ્યાતા જોજનનો હોય. જોજન સંખ્યાના આંગુલનું હોય. એક આંગુલના અસંખ્યાતા અંશ (ભાગ) હોય છે એના અસંખ્યાતમાં ભાગમાં એક ગોળો હોય. (આંગુલના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાતા ગોળા હોય) ૩૦૯ ગોલો એક વલી ત્યારિ થાય, અસંખ્ય નીગોઘ કહઈ જિનરાય, નીંગોદ એક વલી ત્યારઈ થાય, જીવ અનંત મલઈ સમદાયિ. ભાવાર્થ – અસંખ્યાતા નિગોદ (શરીર) નો એક ગોળો થાય અર્થાત્ એક ગોળામાં અસંખ્યાતા (નિગોદના જીવોના) શરીર હોય. તે એક શરીર (નિગોદ) માં અનંતા જીવોનો સમુદાય હોય એવું જિનરાજે કહ્યું છે. ૩૧૦ જીવ અસંખ્ય પરદેસિ હોય, પરદેશ ભેદ સુણજયો સહુ કોય, એક પરદેસ હયિ વલી તસિં અનંતી કર્મની વર્ગણા જસિં. ભાવાર્થ – એકેક જીવના અસંખ્ય પ્રદેશ હોય, પ્રદેશના ભેદ સહુ સાંભળો. એ એકેક પ્રદેશે વળી અનંતી કર્મની વર્ગણાઓ ચોંટેલી હોય. ૩૧૧ એક વર્ગણા ત્યારઈ કલઈ, અનંત પરમાણુંઆ આવી મલાઈ, એક પરમાણૂઓ ત્યારિ થાય, અનંત પ્રજયાય મલઈ તસ ડાહ્ય ભાવાર્થ – અનંત પરમાણુઓ આવીને મળે ત્યારે એક વર્ગણા કળી શકાય. એક પરમાણુ ત્યારે થાય જ્યારે એમાં અનંત પર્યાયો આવીને મળી હોય. ૩૧૨ જઈન શાસ્ત્ર એ ગહિન વીચાર, જ્ઞાન વ્યના નવ્ય પામઈ પાર, કેવલજાન તણો જે ધણી, એ વાણી મહાપૂરષ તણી. ભાવાર્થ – જૈન શાસ્ત્રના આ ગહન વિચારને જ્ઞાન વિના પાર પામી ન શકાય જે કેવલજ્ઞાનના ધણી હોય એ મહાપુરૂષ જ આ વાણી બોલી શકે. ૩૧૩ જેહના જ્ઞાનતણો નહીં પાર, તેણઈ એ ભાખ્યા જીવવીચાર, જીવ ભગઈ છઈ ચઉ ગતિમાંહિ, એનેક દૂખ ભોગવતા ત્યાંહિ. ભાવાર્થ – જેમનું જ્ઞાન અપાર છે તેમણે આ જીવ વિચાર ભાખ્યો છે. જીવ ચારે ગતિમાં ભમે છે અને ત્યાં અનેક પ્રકારના દુઃખ ભોગવે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧પ૯ ૩૧૪ આઠ ખાણ જગમાંહિ કહી, તરસ જીવ ત્યાંહા ઉપજિ સહી, પહિલી કહીઈ અંડ જ ખાણ, પંખી સર્વ ઉપજતા જાણ. ભાવાર્થ – (આગલી ગાથામાં ભમવાની વાત છે માટે હવે કેવા સ્થાને ઉપજે તેની પ્રરૂપણા અહીં કરી છે.) આ જગતમાં જીવોને ઉપજવા માટેના આઠ સ્થાન (ખાણ) કહ્યા છે. ત્યાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે. એમાં પહેલી ખાણ અંડજ ખાણ છે જેમાં સર્વ પક્ષીઓ ઉપજે છે. ૩૧૫ પોતજ ખાણિ જીવ બીજી ભજઈ, હાથી પર મુખ્ય ત્યાંહા ઉપજઈ, રસ જ ખાણિ મદિરાના ઠામ, કીડા પરમૂક પ્રગટિ તમ. ભાવાર્થ – બીજી ખાણ પોતજ છે જેમાં ગર્ભમાંથી બહાર નીકળતાની સાથે જ ગમનાગમન કરે એવા હાથી પ્રમુખ પશુઓ ઉપજે છે. ત્રીજી ખાણ રસજ મદિરાદિની છે જેમાં કીડા પ્રમુખ ઉપજે છે. ૩૧૬ જરાયુજ ચોથી કહઈવાય, ઉપજઈ માનવ પરમૂખ ગાય, ( સ્વેદજ ખાય કહું પાંચમી, જુ પૂરમૂખ ઓપજઈ ત્યાંહા ભમી. ભાવાર્થ – ચોથી ખાણ જરાયુજ (નાળ વગેરે મળ સહિત જન્મનાર) છે. જેમાં માનવી પ્રમુખ ગાય વગેરે ઉપજે. પાંચમી ખાણ ટ્વેદજ (પસીના)માં ઉત્પન્ન થનાર છે. ૩૧૭ છઠિ ખાણિ સમુહિમ તણી, મછ દાદૂર ઉપજઈ તે ભણી, ઉંદભીદજ કહીઈ સાતમી, ખંજન પરમૂખ પંખી ગમી. ભાવાર્થ – છઠ્ઠી ખાણ સમૂચ્છમ (ગર્ભાધાન વિના શરીર નામકર્મના ઉદયથી શરીરના અવયવોનો સંગ્રહ થઈ જવાથી સ્વયં ઉત્પન્ન થનારા) જીવની છે. મચ્છર , દેડકા આદિ તિર્યંચ અને મનુષ્યો એમાં ઉપજે છે. સાતમી ખાણ ઉભિજ્જ = પૃથ્વી ભેદીને ઉત્પન્ન થનારા શલભ, તીડ, ખંજન પ્રમુખ પક્ષી આદિ. ૩૧૮ આઠમી ઉપપાદજ કહું હવ, ઉપજઈ નારક નિ ત્યાહાં દેવ, - આઠઈ ખાણિના નામ એ કહ્યું, અથવા તરસ જયોન તસ લહું. ભાવાર્થ – આઠમી ઓપપાતિક ખાણ કહેવાય. દેવ શય્યા પર અને નારકી કુંભમાં સ્વયં ઉત્પન્ન થાય છે. ગર્ભજ અને સંમૂર્થ્યિમોથી એમનો જન્મ ભિન્ન થાય છે એ આઠે ખાણના નામ કહ્યા અથવા તો તેને ત્રસ યોનિ કહી શકાય. ૩૧૯ એમ ભમીઓ જીવ સઘલઈ ઠાહિ, પ્રથવી પાણી તેઉ વાય, અઢાર ભાર વનસપતિ માહિ, ભમતા પાર ન પામ્યો ક્યાહિ. ભાવાર્થ – એમ (ઉપર બતાવેલા) બધા સ્થાનમાં જીવ ભમ્યો છે. પૃથ્વી, પાણી, તેલ, વાઉ અને અઢાર ભાર વનસ્પતિમાં ભમતાં કયાંયથી પાર પામ્યો નહિ. ૩૨૦ ભાર વીસ્તાર કહું કર જોડિ, એકવીસ લાખ મણ નિ છઈ કોડિ, આદિકા ઐઉઓ ત્રરિ હજાર, મણ એતઈ હોયિ એક ભાર. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – હવે કવિ નમ્રતાપૂર્વક હાથ જોડીને ભારનો વિસ્તાર કહે છે. એકવીસ લાખ મણની એક કોડિ થાય. ચુમોતેર હજારથી અધિક મણનો એક ભાર થાય. ૩૨૧ વર્બ ફૂલ તણા જે સાર, તીહાં ભાર તે કહીયઈ ચ્યાર, ફલ નિ ફૂલ લાગિ વલી દોય, આઠ ભાર તીહાં પણિ હોય. ભાવાર્થ – ફૂલ વગરની વનસ્પતિનો ચાર ભાર ફળ અને ફૂલ બંનેનો મળીને આઠ ભાર હોય. ૩૨૨ વેલિ વર્ષ જીહાં લાગઈ પાન, તિહાં ષટ ભાર તણૂં છઈ માન, અઢાર ભારની એ ચંખાય, જીવ ભમ્યો એ અઘલઈ ઠાહિ. ભાવાર્થ - વૃક્ષને વીંટળાઈને જે વેલાઓ થાય છે એમાં જે પાંદડા લાગે છે એના છ ભાર છે એમ કુલ અઢાર ભારની સંખ્યા થાય. એ બધા સ્થાનમાં જીવ ભમ્યો હા - ૧૨ ૩૨૩ સઘળે ઠામ્ય જીવ જ ભમ્યો, ભમતાં ન લહ્યો પાર, જીવ સંસારી એ કહ્યો સુણિ હવઈ સીધ વિચાર. ભાવાર્થ – (પૂર્વોક્ત) દરેક સ્થાને જીવ ભમ્યો છતાં પાર પામ્યો નહિ. એ સંસારી જીવોનો અધિકાર કહ્યો હવે સિદ્ધનો વિચાર સાંભળો. ચઉપઈ - ૧૦. ૩૨૪ ભવ્ય જીવ પંચમ ગતિ લહિ, પનરે ભેદે સીધ જ કહી, જીન સિંધ અજીન પણિ સીધ, તીર્થ સીધ અતીરથ પ્રસીધ. ભાવાર્થ – પાંચમી ગતિ ભવ્ય જીવને જ પ્રાપ્ત થઈ શકે છે. તે સિદ્ધ ગતિ કહેવાય છે. પંદર ભેટે જીવ સિદ્ધ થાય છે. (૧) જિન = તીર્થંકર સિદ્ધ થાય (૨) અજિના = તીર્થંકરની પદવી મેળવ્યા વગર પણ સિદ્ધ થવાય (૩) તીર્થ = (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર તીર્થ કહેવાય) તીર્થ માં સિદ્ધ થવાય. (૪) અતીર્થ (તીર્થ વગર) માં પણ સિદ્ધ થવાય. ૩૨૫ ગ્રહઈસ્ત લગિ કેવલી થયા, અન્યભંગિ સીધ સહી પય કહ્યા, સ્વલંગિ સિધ જ પણિ હોય, શ્રી લગિ સીધ થાના જોય. ભાવાર્થ – (૫) ગૃહસ્થ લિંગ = ગૃહસ્થના વેશમાં રહીને કેવળી થયા (૬) અન્યલિંગ = તાપસ, સંન્યાસી વગેરેના વેશમાં રહીને પણ સિદ્ધ થયા. (૭) સ્વલિંગ - જૈન સાધુના વેશમાં પણ સિદ્ધ થાય (૮) સ્ત્રી લિંગ = સ્ત્રીના. અવતારમાં પણ સિદ્ધ થાય. ૩૨૬ પૂરષ લંગિ હુઆ સીધ અનંતા, નપુંસક લંગિ બહુ સીઝંતા, પરતેગ બુધ સાધ સહી કહ્યા, સ્વયંબુધ સીધ પણિ લહ્યા. Page #170 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૬૧ ભાવાર્થ - (૯) પુરૂષલિંગમાં અનંતા જીવો સિદ્ધ થયા, (૧૦)નપુંસક લિંગમાં પણ બહુ સિદ્ધ થયા. (૧૧) પ્રત્યેક બુદ્ધ = કોઈ પદાર્થ જોઈને કે નિમિત્ત પ્રાપ્ત થવાથી પોતાની જાતે ચારિત્ર લઈને સિદ્ધ થનારા. (૧૨) સ્વયંબુદ્ધ = જાતિસ્મરણ આદિ જ્ઞાનથી સ્વયં બોધ મેળવીને પણ સિદ્ધ થયેલા જોવા મળે છે. ૩૨૭ બુધ બોહી જ સાધનો ભેદ, એક સીધ પણિ નહી ત ખેદ, અનેક સીધ થાતા પણી લહ્યા, પનર ભેદે સીધ જ કહ્યા. ભાવાર્થ -(૧૩) બુદ્ધ બોહી = ગુરૂના ઉપદેશથી બોધ પામીને સાધુ થઈને મોક્ષે ગયા.(૧૪) એકસિદ્ધ = એક સમયમાં એક જ જીવ સિદ્ધ થાય તેના ભેદ ન હોય. (૧૫) એનેકસિદ્ધ એક સમયમાં અનેક જીવ સિદ્ધ થતા પણ દેખાય છે. એમ પંદર ભેદ સિદ્ધના કહ્યા છે. ૩૨૮ સીધ તણા છઈ પનરઈ દૂઆર, સીધ પંચશકા માંહિ વીધાચાર, ખેત્ર દ્વાર તે પહિલું લહું ત્રિલોક ભેદ વ્યવરીતિ કહું. ભાવાર્થ - એ સિદ્ધ ગતિના પંદર દ્વારનો ‘સિદ્ધ પંચાશિકા' નામના ગ્રંથમાં વિચાર બતાવવામાં આવ્યો છે. એમાં પહેલું દ્વાર ક્ષેત્રનું છે. આ લોક (વિશ્વ)ના વ્યવહારથી ત્રણ ભેદ કહું છું. ૩૨૯ ઊર્ધલોકનો કહુ વીચાર, એક સમઈ સીધ હોયિ ચ્યાર, નંદનવન પરમૂખ્ય તે ભણો, સોય સીધ થાતા સહી ગણો. ભાવાર્થ ત્રણ લોકમાંથી પ્રથમ ઊર્ધ્વલોકનો વિચાર કહું છું. ઊર્ધ્વલોકમાંથી કોઈ જીવો (મનુષ્ય) સિદ્ધ થાય તો એક સમયમાં (વધારેમાં વધારે) ચાર સિદ્ધ થાય. ઊર્ધ્વલોકમાં નંદનવન (મેરૂ પર્વત પર આવેલ છે) પ્રમુખ ક્ષેત્ર છે. જ્યાંથી મનુષ્યો સિદ્ધ થાય છે. એમ સમજવું. ૩૩૦ અધોલોક જાઈ બાવીસ, મહાવદે ખેત્રની વીજઈ સદીસ, સમભૂતલાથી જોયણ હજાર, બાવીસ મોખ્ય જાવો ઠાર. ભાવાર્થ અધોલોકમાંથી બાવીશ જાય. મહાવિદેહ ક્ષેત્રની વિજયમાંથી એક વિજય (સલીલાવતી) સમભૂતલાથી હજાર જોજન અધોલોકમાં છે. ત્યાંથી બાવીસ જીવો મોક્ષે જાય છે. (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને સિદ્ધ પંચાશકમાં વીશ સિદ્ધ થાય એવો મૂળ પાઠ છે.) ૩૩૧ ત્રીજગ લોકિં એકસો આઠ, મુગત્ય તણી પાંમઈ વાટ, મહાવદે એક વિજય નિં વિષઈ, વીસ સીધ થાતા પણી લખઈ. ભાવાર્થ - તિર્ધ્યા લોકમાંથી ૧૦૮ જણા સિદ્ધ થાય. મહાવિદેહની એક વિજય વિષે ૧ સમયે વીશ સિદ્ધ થતા પણ લખેલ છે. ૩૩૨ સમુદ્ર વિષઈ સીધ સીઝઈ દોય, જૂગમ વલી પંડગવનિ હોય, અક્રમભોમ ત્રીસઈ જે કહી, તીહા સીધ દસ થાઈ સહી. - = Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – સમુદ્ર વિશે ૨ જીવ સિઝે (કોઈ મનુષ્ય સમુદ્રમાંથી સિદ્ધ થાય તો ૧ સમયે બે સિદ્ધ થઈ શકે). પંડગવનથી બે અને ૩૦ અકર્મભૂમિમાંથી ૧૦ સિદ્ધ થાય. ૩૩૩ આંતર સીધતણૂં હવઈ મંચ, જંબુદ્વીપ નિ ધાતકી ખંડચ, ઉતકષ્ટ નવ વરસ પરમાણ, પછઈ સીધતણું નીરવાણ. ભાવાર્થ – હવે સિદ્ધનું આંતરું કહે છે. જંબદ્વીપ અને ધાતકી ખંડમાં સિદ્ધગતિમાં જવાનું અંતર પડે તો ઉત્કૃષ્ટ નવ વરસ સુધીનું પડે એટલે વધારેમાં વધારે નવ વરસ સુધી ત્યાંથી કોઈ જીવ સિદ્ધ ન થાય પછી સિદ્ધ થવાનું ચાલુ થાય. ૩૩૪ પૃષરવર વલી દ્વીપ યાંહિ, વરસ એક ઝાઝેરું ત્યાંહ, ઉતકર્ અંતર ત્યાંહા જોય, સીંધ પંચશક શાહાસ્ત્રિ સોય. ભાવાર્થ – વળી પુષ્કર દ્વીપમાં ઉત્કૃષ્ટ એક વર્ષ ઝાઝેરાનું અંતર પડે એવું સિદ્ધ પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે. ૩૩૫ બીજું કાલ દ્વાર તે સાર, અવસર્પણીનો કહું વિચાર, ષટ આરા તીહાં કહઈવાય, સદા સીધ તીહાં પણિ થાય. ભાવાર્થ – બીજો કાળ દ્વાર સાર રૂપ છે. પ્રથમ અવસર્પિણી કાળનો વિચાર કહે છે. અવસર્પિણી કાળના છ આરા છે તેમાં પણ સદાય સિદ્ધ થાય છે. ૩૩૬ ત્રીજા આરાનો જે જણ્યા, તે મુગતિ જાતો સહી ગણો, ચોથા આરાનો ઉપનો, ચોથિ આરઈ સીધ નીપનો. ભાવાર્થ – ત્રીજા આરાનો જન્મેલો હોય તે મોક્ષે જઈ શકે, ચોથા આરાનો જન્મેલો ચોથે આરે સિદ્ધ થાય. ૩૩૭ તથા પાંચમિ મોખ્ય પણિ જાય, જણ્યો પાંચમિ સીધ ન થાય. એ અવશ્રપણી ભાવ જ કહ્યા, મિ પણિ શ્રી ગુરૂ વચને લહ્યા. ભાવાર્થ – તથા (ચોથા આરાનો જન્મેલ) પાંચમા આરે પણ મોક્ષ જઈ શકે. પાંચમા આરાનો જન્મેલો પાંચમે આરે મોક્ષમાં ન જાય. અર્થાત્ સિદ્ધ ન થાય. એ અવસર્પિણીના ભાવ કહ્યા છે જે મેં પણ ગુરૂવચનથી જાણ્યા છે. ૩૩૮ ઓઢપણીનો હવિ વીચાર, બીજઈ આરઈ જયા કુમાર, ત્રીજઈ આરઈ મોક્ષ કહિવાય, ત્રીજાનો ત્રીજઈ સીધ થાય. ભાવાર્થ – હવે ઉત્સર્પિણીકાળનો વિચાર કહે છે. જે મનુષ્યો બીજા આરામાં જમ્યા હોય તે ત્રીજે આરે મોક્ષમાં જઈ શકે. (બીજા આરામાં સિદ્ધગતિ બંધ હોય છે.) ત્રીજા આરામાં જન્મેલા ત્રીજે આરે સિદ્ધ થઈ શકે છે. (ત્રીજા આરામાં સિદ્ધગતિ ચાલુ થાય છે.) ૩૩૯ ચોથા આરાનો તે જથ્વી, ચોથિ મોક્ષ જાતો તસ ગણ્યા, અવશ્રપણી ઉંઢપણી ભણૂ, હવઈ માંન કહું તે તણૂં. Page #172 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૬૩ ભાવાર્થ – ચોથા આરાનો જન્મેલો ચોથા આરામાં મોક્ષે જાય છે. હવે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાંથી કેટલા જીવો મોક્ષે જાય તેનું માપ કહું છું. (૧ સમયે કેટલી સંખ્યામાં સિદ્ધ થાય તે) ૩૪૦ ત્રીજઈ ચોથઈ આરઈ વાટ, મૂરતિ લહઈ તવ એકસો આઠ, . અવશ્રપણી આરો પંચમો, વીસ સિધનિ ત્યારિ નમો. ભાવાર્થ – ત્રીજા - ચોથા (બંનેના) આરામાં મુક્તિની વાટ ચાલુ હોય ત્યારે તેમાં ૧ સમયે ઉત્કૃષ્ટ એકસો ને આઠ જીવો મુક્તિને પ્રાપ્ત કરે. અવસર્પિણી કાળના પાંચમા આરામાં વીસ જીવો સિદ્ધ થાય. ૩૪૧ આરા સાત થાકતા રહ્યા, દસ દસ મોખ્ય જાતા તવ કહ્યા, સહેર્ણ આસરી ભાખ્યા તેહ, માણાવદથી સૂર લાવઈ જેહ. ભાવાર્થ – બાકીના સાત આરામાં ત્યાંથી ૧ સમયે દસ દસ જીવો મોક્ષે જાય. તે મહાવિદેહના સાધુને દેવતા સાહરણ કરીને લઈ આવે પછી અહીં કેવળજ્ઞાન થાય ને ત્યારબાદ મોક્ષે જાય. ૩૪૨ આંતરૂં સીધ તણું હવઈ જોય, ભરત ખેત્ર અઈવરતિ હોય, અઢાર ક્રોડાકોડ સાગર જાય, માઠેરિ સીધ સુપરષ થાય. ભાવાર્થ – હવે ભારત અને ઈરવતક્ષેત્ર આશ્રી સિદ્ધનું આંતરું કહે છે દેશે ઊણા ૧૮ ક્રેડાડી સાગરોપમનું આંતરું પડ્યા પછી મનુષ્યો સિદ્ધ થાય. ૩૪૩ દેવક હરી લાવ્યા આસરી, સીધ અંતરની સંખ્યા કરી, વરસ સંખ્યાતા વલી હજાર, પછઈ મૂગત્ય પમિ નીરધાર. ભાવાર્થ – દેવ સાહરણ કરે એ આશ્રી સિદ્ધ અંતરની સંખ્યા કહી. સંખ્યાતા હજાર વર્ષના આયુષ્યવાળા મુક્તિ પામી શકે. ૩૪૪ સાધવી નિ સંઘરઈ જ ન ખેદ, ઉપસમાવ્યા હોઈ જેણે વેદ, - પરીહાર વિÚધ ચારિત્રનો ધણી, પૂલાક ચારીત્રનો નર ગુણી. ભાવાર્થ - (અહીંથી બે ગાથામાં દેવતા કોનું સાહરણ ન કરી શકે એ કહે છે.) સાધ્વીને દેવ સંહરી ન શકે, ઉપશમશ્રેણીવાળો ને અવેદી, પરિહારવિશુદ્ધ ચારિત્રનો. ધણી, પુલાક ચારિત્રના ગુણવાળો. ૩૪૫ પરમાદ રહિત મૂનિવર નિ જય, ચઉદ પૂર્વધર જે નર હોય, આહારક શરીર નિ જો તેવ, એતાનિ નવી સઘરઈ દેવ. ભાવાર્થ – અપ્રમત્ત મુનિવર, ચોદ પૂર્વધારી જે સાધુ હોય, તે જ રીતે આહારક શરીરવાળો એટલાને દેવ સંહરે નહિ. ૩૪૬ ગત્ય દ્વાર તે ત્રીજૂ વલી, ચોગત્યના આવ્યા કેવલી, પહિલી બીજી ત્રીજી થઈ, એક શમઈ દસ મુગતિ સહી. ભાવાર્થ - ત્રીજો ગતિદ્વાર કહે છે. ચારે ગતિના નીકળ્યા કેવળી થઈ શકે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પહેલી, બીજી અને ત્રીજી એ ત્રણ નરકના નીકળેલા જીવો એક સમયે દસ સિદ્ધ થાય. ૩૪૭ ચઉથી નગના આવ્યા ચ્યાર, હવઈ કહું ત્રીજંચ વીચાર, ત્રીજંચ ત્રીજંચણી દસ સીઝંત, અરૂં વચન ભાખઈ ભગવંત. ભાવાર્થ – ચોથી નરકના નીકળેલા એક સમયે ચાર સિદ્ધ થાય. હવે તિર્યંચનો વિચાર કહું છું. તિર્યંચ – તિર્યંચણીના નીકળેલ દસ સિદ્ધ થાય એવું વચના ભગવાને ભાખ્યું છે. ૩૪૮ પ્રથવી અપકાયના ચ્યાર, વનસપતીના ષટ નીરધાર, સરવ મલી દસ મુગતિ જોય, એક સીધ થાઈ સોય. ભાવાર્થ – પૃથ્વી અને અપકાયમાંથી નીકળીને મનુષ્ય થયા હોય એવા જીવ એક સમયે ચાર સિદ્ધ થાય, વનસ્પતિના નીકળ્યા છ સિદ્ધ થાય. બધા મળીને ૧ સમયે દસ જીવ સિદ્ધ થાય. ૩૪૯ એક સમઈ ભાખઈ જગદીસ, માનવ ગતિના સીઝઈ વીસ, વીસ સીઝિ શ્રી ગતિના વલી, નર ગત્યના દસ કહઈ કેવલી. ભાવાર્થ – હવે મનુષ્ય ગતિના ભાવ શ્રી જગદીશ ભાખે છે. મનુષ્યાણીના નીકળેલા એક સમયે વીસ સિદ્ધ થાય અને મનુષ્યના નીકળેલ દસ સિદ્ધ થાય. એમ કેવળીએ કહ્યું છે. ૩૫૦ સુર ગતિના એકસો નઈ આઠ, એક શમઈ મુગત્યની વાટ, ભવનપતિ વ્યંતર ગતિ જોય, એક શમિ દસ સીઝઈ સોય. ભાવાર્થ – દેવગતિના નીકળેલા એક સમયે એકસો ને આઠ સિદ્ધ થાય. ભવનપતિ અને વાણવ્યંતરના નીકળેલા એક સમયે દસ સિદ્ધ થાય. ૩૫૧ ભવનપતિ વ્યંતરની નાર્ય, પાંચ મુગત્ય લહઈ આંણઈ ઠાર્ય, ત્યષી સુરના આવ્યા અહી, એક શમઈ દસ મુગત્ય જ કહી. ભાવાર્થ – ભવનપતિ અને વાણવ્યંતરની દેવીના નીકળેલા એક સમયે પાંચ સિદ્ધ થાય. જ્યોતિષી દેવના (મનુષ્ય ગતિમાં) આવેલા એક સમયે દસ સિદ્ધ થાય. ૩૫૨ દેવી વીસ લહઈ મુગત્યની વાટ, વીમાંનીક સુર એકસો નિ આઠ, તેહનિ દેવી સીઝઈ વીસ, હવઈ આંતરું કહિઈ જગદીસ. ભાવાર્થ – જયોતિષી દેવીના નીકળ્યા વીસ સિદ્ધ થાય ને વૈમાનિક દેવના નીકળેલા એકસો આઠ સિદ્ધ થાય. અને તેની દેવીના નીકળ્યા વીસ સિદ્ધ થાય હવે તેનું આંતરૂં કહે છે. ૩પ૩ નારકી જીવનો ભાખું રહઈસ, મુગત્ય આંતરૂં વરસ એક સહિસ, નવસતિ વરસ ત્રીજંચ તણઈ, ઉતકણું અંતર જિન ભણઈ. ભાવાર્થ – નરકના નીકળેલા જીવો મોક્ષે જાય ત્યારે તેમની વચ્ચે કેટલું અંતર પડે Page #174 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૬૫ એ રહસ્ય છતું કરું છું. નારકીનું આંતરૂં હજાર વર્ષનું અને તિર્યંચનું નવસો વરસનું ઉત્કૃષ્ટ આંતરૂં જાણવું એમ જિન ભગવંતે કહ્યું છે. ૩૫૪ માનષ્પણી ત્રીજંચણી જોય, દેવ દીવી નિં માનવ સોય, મૂગતિ આંતરૂ એહનિ કહું વરસ એક જાઝેરૂં લહુ. ભાવાર્થ - મનુષ્યાણી, તિર્યંચાણી, દેવ, દેવી અને મનુષ્ય એ બધાનું મુક્તિનું આંતરૂં એક વરસ ઝાઝેરું જાણવું. ૩૫૫ વેદ દ્વાર ચોથું કહઈવાય, ત્રણ વેર્દિ મુગતિ જાય, નરવેદિ સીધ એકસો આઠ, એક શમઈ લહઈ મુગત્ય જ વાટ. ભાવાર્થ – ચોથું વેદ દ્વાર - ત્રણે વેદવાળા મુક્તિ પામે. પુરૂષ વેદવાળા એક સમયે એકસો આઠ સિદ્ધ થાય. ૩૫૬ શ્રી વેર્દિ સીઝ વલી વસ, દસઈ નપૂંસક કહઈ જગદીસ, વ્યમાનીકના આવ્યા જેહ, એકસો આઠ નર સીઝઈ તેહ. ભાવાર્થ – સ્ત્રી વેદવાળા વીસ સિદ્ધ થાય, નપુંસક વેદવાળા દસ સિદ્ધ થાય એમ જગદીશે (તીર્થકરે) કહ્યું છે. માનિક દેવથી નીકળેલા પુરૂષવેદી એકસો આઠ સિદ્ધ થાય. ૩૫૭ પૂરષ મરી નપૂંસક થાય, અથવા શ્રી યોનિ જાય, ઉત્કષ્ટા દસ સીઝઈ સોય, એક શમઈ જિનવર કહઈ જોય. ભાવાર્થ – પુરૂષ મરીને નપુંસક અથવા સ્ત્રીવેદમાં જાય તો એ ઉત્કૃષ્ટ એક સમયે દસ સિદ્ધ થાય - એમ જિનવરે કહ્યું છે. ૩૫૮ શ્રી જ મરી નિ શ્રી જો થાય, અથવા વેદ નપૂંસક થાય, અથવા નરની યોનિ ગયા, દસઈ સીઝતા જિનવર કહ્યા. ભાવાર્થ – સ્ત્રી મરીને જો સ્ત્રી થાય અથવા નપુંસક વેદી થાય અથવા પુરૂષવેદી થાય તો દસ જ સિદ્ધ થાય એવું જિનવરે કહ્યું છે. ૩૫૯ વેદ નપૂંસક નિ સ્ત્રીવેદ, સીધ આંતરાનો કહું ભેદ, સંખ્યાતા વલી વરસ હજાર, નરવેદી એક વરસ જ સાર. ભાવાર્થ – નપુંસક વેદ અને સ્ત્રીવેદનું સિદ્ધ થવાનું અંતર પડે તો સંખ્યાતા હજાર વરસનું પડે. પુરૂષવેદનું આંતરૂં એક જ વરસનું પડે. ૩૬૦ તીરથ દ્વાર પંચમ કહઈવાય, તીર્થકરી જિન મુગતિં જાય, તીર્થંકરિ ઉતકષ્ટી કહી, એક શમઈ બઈ મુંગતઈ ગઈ. ભાવાર્થ – પાંચમું તીર્થ દ્વાર કહેવાય છે. તીર્થકરી (સ્ત્રીલિંગે) જિન મુકિતએ જાય ત્યારે ઉત્કૃષ્ટ એક સમયમાં બે સિદ્ધ થાય. ૩૬૧ એક શમઈ ઉત્તકષ્ટા કહ્યા ચ્યાર તીર્થકર મૂગતિ ગયા, જિનવર વચ્ચમાં અંતર કહ્યો, નવ હજાર પૂર્વનો લહ્યો. ભાવાર્થ – તીર્થંકર એક સમયે ઉત્કૃષ્ટ ચાર મોક્ષે જાય. બે તીર્થકર (જિનવર) Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વચ્ચે ઉત્કૃષ્ટ આંતરૂં નવ હજાર પૂર્વનું હોય. ૩૬૨ તીર્થંકરી એક મૂગતિ ગઈ, વલતી મૂંગતિં જાતી રહી, કાલ અનંતો વચ્ચમાં જાય, ત્યાર પછી વલી સીધ જ થાય. ભાવાર્થ - જ્યારે એક તીર્થંકરી મુકિતમાં જાય પછી બીજી તીર્થંકરી મુક્તિમાં જાય એ બંનેની વચમાં અનંતો કાળ વીતી જાય પછી સિદ્ધ થાય. ઢાલ ૮ ત્રપદીનો દેસી હો ભવીક જન આંચલી. ૩૬૩ છઠ્ઠું કહીઈ થંગ દ્વાર, ગૃહસ્તલંગિં સીઝઈ ચ્યાર, તાપસાદિક દસ સાર, હો ભવીક જન આંચલી. ભાવાર્થ છઠું લિંગદ્વાર કહે છે. ગૃહસ્થલિંગે (ઉત્કૃષ્ટ) ચાર સિદ્ધ થાય. તાપસાદિક દસ સિદ્ધ થાય. ૩૬૪ સ્વયંલંગિ સીધ એકસો આઠ, એક શમઈ લઈ મૂગત્ય જ વાટ, વોશરાવઈ ઘર હાટ. હો ભવીક. ભાવાર્થ સ્વલિંગ સિદ્ધ એક સમયે એકસો આઠ સિદ્ધ થાય. સ્વલિંગ સિદ્ધ - શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઘર દુકાન વગેરે વોસિરાવીને મુક્તિપુરીની વાટ પકડે છે. ૩૬૫ સ્વલિંગ નર મુગતિં જાય, કદાચ્ય વચ્ચમાં અંતર થાયિ, વર્ષ જાઝુ કહઈવાયિ, હો ભવીક જન. ભાવાર્થ - સ્વલિંગ સિદ્ધ નર મોક્ષે ગયા પછી આંતરૂં પડે તો એક વર્ષ ઝાઝેરૂં જાણવું. ૩૬૬ સાતમ્ કહીઈ ચારિત્ર દૂઆરો, યથાખ્યાત ચારીત્ર જે સારો, તે વણ્ય ન લહઈ પારો, હો ભવીક જન ... ભાવાર્થ - સાતમું ચારિત્ર દ્વાર કહે છે. યથાખ્યાત ચારિત્ર સાર રૂપ છે એ વિના પાર ન પમાય. ૩૬૭ એકસો આઠ મુગતિ પણિ જાય, કદાચિત અંતર વિચમાં થાયિ, વરસ એક કહઈવાયિ, હો ભવીક જન ... ભાવાર્થ - (યથાખ્યાત ચારિત્રવાળા) ૧૦૮ મુક્તિ પામે કદાચ આંતરૂં પડે તો એક વરસનું પડે. ૩૬૮ આઠમું કહીયિ બુધ દ્વારો, પરતેક બુધ દસ પાંમઈ પારો, સ્વયંબુધ સિધ ચ્યારો, હો ભવીક જન ભાવાર્થ - આઠમું બુદ્ધ દ્વાર કહેવાય છે. પ્રત્યેક બુદ્ધ દસ સિદ્ધ થાય. સ્વયંબુદ્ધ ચાર સિદ્ધ થાય. ૩૬૯ બુધબોધી શ્રી મુગતિ વીસો, બુધબોધી જીઓ સીધ ચાલીસો, અંતર કહઈ જગદીસો, હો ભવીક જન ... Page #176 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૬૭ ભાવાર્થ – બુદ્ધબોહી સ્ત્રી વીસ સિદ્ધ થાય. બુદ્ધ લોહી જીવ ચાલીસ સિદ્ધ થાય હવે જગદીશ એમનું અંતર કહે છે. (સિદ્ધ પંચાશક પ્રમાણે એકસો આઠ જીવ સિદ્ધ થાય.) ૩૭૦ બુધબોધી નર મુગતિ જાયિ, કદાચી વચ્ચમાં અંતર થાયિ, વર્ષ જાનૅ કહઈવાયિ, હો ભવીક જન .. ભાવાર્થ – બુદ્ધબોહી પુરૂષ મોક્ષે જતાં વચમાં આંતરું પડે તો એક વર્ષ ઝાઝેરું પડે. ૩૭૧ પ્રલેખ બુધ બુધ બોધી નારિ, વરસ તણાં ત્યાંહાં સહિસ વીચારિ, સીધ આંતરૂં ધારય, હો ભાવીક જન આંચલી. ભાવાર્થ – પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધબોતિ સ્ત્રીનું આંતરું પડે તો એક હજાર વર્ષનું પડે. ૩૭૨ સ્વયં બૂધ એક પામઈ પારો, કદાચી વચ્ચે નહી અગત્ય દૂઆરો, પૂર્વ નવ હજારો, હો ભવીક જન આંચલી. ભાવાર્થ – એક સ્વયંબદ્ધ સિદ્ધ થાય પછી કદાચ વચમાં નવહજાર પૂર્વ સુધી બીજો કોઈ સ્વયંબુદ્ધ સિદ્ધ ન થાય. ચઉપઈ - ૧૧ ૩૭૩ જાન દ્વાર નોમૂ કઈવાય, કેવલન્તાન વણિ મૂગત્ય ન જાય, ત્રણિ જ્ઞાન પામી સીધ થાય, ચ્યાર પાંચ પામી નિ જાય. ભાવાર્થ – નવમું જ્ઞાન દ્વાર કહેવાય. કેવળજ્ઞાન વગર કોઈ મુક્તિમાં ન જાય (કોઈ જીવ) ત્રણ જ્ઞાન પામીને સિદ્ધ થાય, કોઈ ચાર તો કોઈ પાંચ જ્ઞાન પામીને જાય (સિદ્ધ થાય.). ૩૭૪ મતિ શ્રત ત્રીજૂ કેવલસાર, એવા એક શમઈ સીધ ચ્યાર, મતિ શ્રત મન કેવલ કહઈવાય, ચ્યાર લહી દસ મુગતિ જાય. ભાવાર્થ – મતિ, મૃત અને ત્રીજું કેવળજ્ઞાન હોય એવા એક સમયે ચાર સિદ્ધ થાય. મતિ, શ્રુત, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ ચાર જ્ઞાન હોય એવા દસ જીવ મુકિતમાં જાય. ૩૭૫ મતિ મૃત અવધ્ય દુઓ કેવલી, અઠોતરસો સીઝઈ વલી, પાંચ જ્ઞાનિ એક સો આઠ, એક સમઈ લહિ મુગત્ય જ વાટ. ભાવાર્થ – મતિ, શ્રુત, અવધિ અને કેવળજ્ઞાન તેમજ પાંચે જ્ઞાનવાળા ૧ સમયે એકસો આઠ સિદ્ધ થાય. ૩૭૬ મત્ય શ્રત કેવલજાનનો ધણી, એક ગયો નર મુગત્ય ભણી, વલતો કો જાવા નવા જગઈ, ભાગ પલ્યોપમ અસંખ્યા લગઈ. ભાવાર્થ – મતિ - શ્રુત - કેવળજ્ઞાનનો ધણી એક મોક્ષમાં જાય પછી જો વચમાં Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અંતર પડે તો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું પડે. ૩૭૭મતિ મૃત અવધ્ય નિ કેવલજાન, એણઈ લાગઈ વરસ જાઝું માન, | મત્ય શ્રત અવધ્ય મન પરયાય, પાંચમું કેવલ લહી નિ જાય. ભાવાર્થ – મતિ, મૃત અવધિ અને કેવળજ્ઞાન એ ચાર જ્ઞાનવાળો એક જીવ મોક્ષે જાય પછી અંતર પડે તો એક વરસ ઝાઝેરાનું પડે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને પાંચમું કેવળજ્ઞાન મેળવીને જાય. ૩૭૮ હવઈ જો બીજા ભાગો વલી, મત્ય શ્રત મન પરજયા કેવલી, સીધ આંતરા તણો વીચાર, જાયિ સંખ્યાતા વરસ હજાર. ભાવાર્થ – અને વળી બીજા ભાંગા પ્રમાણે મતિ, ચુત, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ ચાર જ્ઞાનવાળાનું આંતરું પડે તો સંખ્યાતા હજાર વર્ષનું પડે. ૩૭૯ દસમું દ્વાર તે અવગાહના, સો એ ભેદ સુણ્યો એક મના, જયગન અવગાહના બઈ હાથ, ચ્યાર મૂગત્ય તસ કહઈ જ્યગનાથ. ભાવાર્થ – દસમું અવગાહન દ્વાર છે. મેં એના ભેદ એક મન થઈને સાંભળો. જઘન્ય બે હાથની અવગાહનાવાળા ચાર મોક્ષે જાય એવું જગતનાથે કહ્યું છે. ૩૮૦ ધનુષ્ય પંચસહિં પોઢી, એક શમઈ બઈ મુગતિ જાય, અવગાહના મધ્યમના ધણી, એકસો આઠ તે મુગત્ય ભણી. ભાવાર્થ – પાંચસો ધનુષની પૂર્ણ અવગાહનાવાળા એક સમયે બે મુકિતએ જાય. મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ મોક્ષને પ્રાપ્ત કરે. ૩૮૧ જયગન ઉતકષ્ટી અવગાહના, સીધ આંતરૂં સુયો એક મના, કાલ અસંખ્યતા વચમાં જાય, ત્યાર પછી સીધ તે સાહી થાય. ભાવાર્થ – જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધનું આંતરું એક મન થઈને સાંભળો. અસંખ્યાતા કાળ જાય પછી સિદ્ધ થવાનું ચાલુ થાય. ૩૮૨ અવગાહના મધ્યમનો ધણી, તે નર ઐાલ્યો મુગતઈ ભણી, કદાચ્ય પછી કો સીધ ન થાય, એક વરસ જાગૂ વચ્ચે જાય. ભાવાર્થ – મધ્યમ અવગાહનાવાળો જીવ સિદ્ધ થાય પછી વચમાં આંતરું પડે તો, (કોઈ સિદ્ધ ન થાય તો) એક વર્ષ ઝાઝેરું જાણવું. ૩૮૩ અગ્યારમ ઉતરકરષ દૂઆર, સમકીધ પામી વસ્યા કુમાર, કાલ અનંત સંસારિ ફર્યા, કર્મ જોગ્ય વલી સમકીત વર્યા. ભાવાર્થ – અગિયારમું ઉત્કર્ષ દ્વાર - જેણે સમકિત પ્રાપ્ત કરીને લખ્યું પછી અનંતકાળ સંસારમાં ફરીને વળી કર્મયોગે સમકિતને પ્રાપ્ત કર્યું. ૩૮૪ અસા જીવ સીધ કેતા થાય, અઠોતેરસો મુગતિ જાય, સમકિત પામીનિ જે વસ્યા, કાલ સંખ્યા અસંખ્યા ભમ્યા. ભાવાર્થ – સમક્તિ પામ્યા પછી વમીને જે સંખ્યાતા કે અસંખ્યાતાકાળ ભમ્યા. Page #178 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૬૯ એવા જીવ કેટલા સિદ્ધ થાય? એકસો આઠ મુકિતમાં જાય. ૩૮૫ દસ દસ એહવો. મુગતિ જાય, વખ્યા વનાં સીધ ચ્યારે થાય, અય્યત સમકીત સીધ આંતરું, સાગર ભાગ અસંખ્ય ખરૂં. ભાવાર્થ – એવા જીવ દસ - દસ મુકિતએ જાય. વણ્યા વિનાના ચાર સિદ્ધ થાય. અય્યત (અપડિવાઈ) સિદ્ધનું આંતરૂં સાગરોપમના અસંખ્યાતમાં ભાગનું હોય. ૩૮૬ વમી કાલ અનંતો ફર્યો, અસ્યો જીવ કો મુગતિ જ વર્યો, વલતો કો વલી સીધ ન થાય, એક વરસ ત્યાંહ જાનૂ જાય. ભાવાર્થ – સમકિત વમીને જે અનંતો કાળ ફરે એવા જીવ મુક્તિએ જાય પછી આંતરું પડે તો એક વર્ષ ઝાઝેરાનું પડે. ૩૮૭ કાલ અસંખ્ય સંખ્યાતો જેહ, સમકીત પાંમી ફર્યા નર તેહ, સીધ આંતરામાનો કહું વીચાર, સંખ્યાતા વરસ તણા હજાર, ભાવાર્થ – જે જીવ પડિવાઈ થઈને (સમક્તિ વમીને) સંખ્યાતો અસંખ્યાતો કાળા ભમે એનું આંતરૂં સંખ્યાત! હજાર વરસનું પડે. ૩૮૮ બારમું અંતર દૂઆર ચીત્ત ધરું, સકલ સીધ વચ્ચે કહ્યું આંતરું, ઉતકષ્ટ્ર ષટ મહિના હોય, જગન તે એક શામિ સહી જોય. ભાવાર્થ – બારમું અંતર દ્વાર - હવે ચિત્ત (મન) માં ધરીને બધા સિદ્ધ વચ્ચેનું આંતરું કહું છું. જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ મહિનાનું પડે. ૩૮૯ અનુશમઈનો કહુ વીચાર, જે જિન ભાખ્યું તેરમું દ્વાર, લાગટ જીવ જો મુગતિ જાય, આઠ શમઈઆ લગઈ સીધ થાય. .. ભાવાર્થ – તેરમું દ્વાર અનુસમય (અંતરરહિત લાગલગાટ ઉત્પન્ન થાય તે) કહે છે. લગાતાર આઠ સમય સુધી જીવ મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૩૯૦ બત્રીસ બત્રીસ એક શમઈ, સીધ થઈનિ મુગતિ રમઈ, આઠ શમઈ તો લગતા જાય, પછઈ વલી કાંઈ અંતર થાય. ભાવાર્થ – એક સમયે બત્રીસ બત્રીસ સિદ્ધ થઈને મોક્ષમાં જાય તો આઠ સમય સુધી જાય પછી અંતર પડે. ૩૯૧ શમઈ શમઈ અડતાલીસ જોય, સાત શમઈ લગલગતા સોય, સાઠિ સાઠિ શમઈ સીધ થાય, છયિ શમઈ લગઈ લગતા જાય. ભાવાર્થ – સમયે સમયે અડતાલીસ જીવ લગાતાર મોક્ષે જાય તો સાત સમય સુધી સિદ્ધ થાય. એક સમયે સાઠ - સાઠ જીવ સિદ્ધ થાય તો છ સમય સુધી લગાતાર સિદ્ધ થાય. ૩૯૨ બોહોત્સરિ મુગતિ રમઈ, તે લગતા વલી પાંચ શમઈ, ચોરાસી ચોરાસી જોય, ચ્યાર શમઈ સીધ લગતા સોય. ભાવાર્થ – ૧ સમયે બોતેર સિદ્ધ થાય તો પાંચ સમય સુધી લગાતાર સિદ્ધ થાય. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ચોરાસી - ચોરાસી સિદ્ધ થાય તો ચાર સમય સુધી લગાતાર સિદ્ધ થાય. ૩૯૩ છ– છ– જે મુગતિ વહઈ, ત્રણઈ શમઈ તો લગતા કહઈ, શમઈ શમઈ સીધ એક સો દોય, દોય દોય શમઈ તો લગતા હોય. ભાવાર્થ – છડ્યું છન્ને સિદ્ધ થાય તો ત્રણ સમય સુધી લગાતાર સિદ્ધ થાય, પછી અંતર પડે. સમયે સમયે એકસો બે સિદ્ધ થાય તો બે સમય સુધી લગાતાર સિદ્ધ થાય. ૩૯૪ એક શમઈ સીધ એકસો આઠ, તો નહી પછઈ ઈ મુગત્યની વાટ, પડઈ આંતરૂં પછઈ સીધ થાય, અસ્યુ વચન ભાખઈ જિનરાય. ભાવાર્થ – ૧ સમયે ૧૦૮ સિદ્ધ થયા પછી અવશ્ય અંતર પડે (બીજા સમયે કોઈ સિદ્ધ ન થાય) અંતર પુરું થયા પછી સિદ્ધ થઈ શકે એવું વચન જિનરાયે ભાખ્યું છે. ૩૯૫ હવઈ ચઉદયું ગુણણા દ્વાર, જ્યગન ઉતકશટા સીધ વીચાર, જ્યગનઃ એક શમઈ સીધ એક, ઉતકષ્ટા સો આઠે છેક. ભાવાર્થ – હવે ચૌદમું ગુણણા (ગણતરી) દ્વાર કહે છે. ૧ સમયે જઘન્ય એક ઉત્કૃષ્ટ એકસો આઠ સુધી સિદ્ધ થાય એ એક સમય આશ્રયી જઘન્ય - ઉત્કૃષ્ટ સિદ્ધ વિચાર કહ્યો. ૩૯૬ અલપબહુત પનરનું દ્વાર, એકસો આઠે પામિ પાર, એહેથા જીવ તે થોડા હોય, બીજા જંત તે જાઝા જોય. ભાવાર્થ – પંદરમું અલ્પબદુત્વ દ્વાર - એકસો આઠ જીવ એક સાથે મોક્ષે જાય એવા જીવ સર્વથી થોડા હોય બીજા તેનાથી ઝાઝેરા હોય. ૩૯૭ શમઈ એક તણી કહું વાત, સીધ હવા સહી એકસો સાત, જાવત એક લગઈ વલી જોય, એકસો આઠથી અદીકાં હોય. ભાવાર્થ – એક સમયની વાત કહું છું. એક સમયે એકસો સાત સિદ્ધ થાય યાવત્ ૧ જીવ સિદ્ધ થાય તે બધા ક્રમશઃ એકસો આઠ જીવ સિદ્ધ થાય તેનાથી વિશેષાધિક હોય. હા - ૧૩ ૩૯૮ સીધ સરૂપ વ્યવરી કહું, કહી પંચમ ગતી વાત, તેહમાં થોડા માનવી, બોલઈ શ્રી જયગનાથ. ભાવાર્થ – સિદ્ધ સ્વરૂપ વ્યવહારથી કહ્યું. પાંચમી ગતિની વાત કહી છે. એ પાંચે. ગતિમાં મનુષ્ય સર્વથી થોડા હોય એમ જગતનાથ કહે છે. ચઉપઈ = ચોપાઈ - ૧૨ ૩૯ પાંચઈ ગત્યના જીવ તૂ જોય, તેહમાં માનવ થોડા હોય, તેહથી નારક નરગિં લહ્યા, અસંખ્ય ગુણે તે અદીકા કહ્યા. Page #180 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૭૧ ભાવાર્થ – પાંચે ગતિમાં તું જીવોને જો. એમાં સર્વથી થોડા મનુષ્યો હોય, તેનાથી. નરકમાં નારકી અસંખ્યાતગુણા અધિક હોય. ૪૦૦ તેહથી અસંખ્ય ગુણે દેવતા, તેહથં અનંતગુણે સીધ થતા, તેહથી અનંત ગુણો જ સદીવ, જગમાં જો જે ત્રીજંચ જિચ જિવ. ભાવાર્થ – તેનાથી દેવતા અસંખ્યાતગુણા તેથી સિદ્ધ અનંતગુણા તેનાથી આ - જગતમાં સદેવ તિર્યંચ આવો જ અનંતગુણ હોય છે. ૪૦૧ સરવ થકી થોડી જગ્યા નાર્ય, અસંખ્ય ગુણે નર અદીક વીચાર્ય, તેહથી અસંખ્ય ગુણે નારકી, ભાવ લહ્યો પનવણા થકી. ભાવાર્થ – આ જગતમાં સર્વથી થોડી મનુષ્યાણી તેનાથી મનુષ્ય અસંખ્યાતાગુણા અધિક તેનાથી નારકી અસંખ્યાતગુણ એ ભાવ પન્નવણા સૂત્રમાંથી લીધો છે. ૪૦૨ શ્રી ત્રીજંચણી નારકી થકી, અસંખ્ય ગુણે તે અધ્યકી લખી, તેહથી અસંખ્યગુણે સૂર જોય, સંખ્યાતગુણી તે દેવી હોય. ભાવાર્થ – તેનાથી તિર્યંચાણી અસંખ્યાતગુણી અધિકી, તેનાથી દેવ અસંખ્યાતગુણ, તેનાથી દેવી સંખ્યાતગણી હોય. ૪૦૩ તેહથી અનંતગુણે સીધ સાર, ગુણતા કોય ન પામઈ પાર, સીધ થકી ત્રીજંચહ જોય, અનંતગણ તે અદીકા હોય. ભાવાર્થ – તેનાથી સિદ્ધ અનંતગુણા સારરૂપ જાણવા એને ગુણતા કોઈ પાર ના પામે. સિદ્ધથી તિર્યંચ અનંતગણ અધિક હોય. ૪૦૪ સર્વ થકી થોડા કુણ કહ્યા, જીવ પંચદ્રી જગપ્પાં લહ્યા, તેહથી જાનૂ કાઈક હોય, જીવ ચોરંદ્રી જગમાં જોય. ભાવાર્થ – જાતિ આશ્રી અલ્પબહુજ્યમાં સર્વથી થોડા કોણ હોય ? સર્વથી થોડા પંચેન્દ્રિય જીવ હોય તેનાથી ચેરેન્દ્રિય જીવ વિશેષાધિક હોય. ૪૦૫ તેહથી ત્રઅંદ્રી છે બહું, બેઅંદ્રી જાઝા કહઈ સહુ, તેહથી અનંતગુણ સીધ કહું, અનંતગુણ એકેંદ્રી લહુ. ભાવાર્થ – તેનાથી તેઈન્દ્રિય વિશેષાધિક છે. તેનાથી બેઈન્દ્રિય વિશેષાધિક છે તેના સિદ્ધ અનંતગુણ તેનાથી એકેન્દ્રિય અનંતગુણ છે. ૪૦૬ તેહથીકી હવઈ જાઝા વલી, સેઅંઢીઆ જીવ કહઈ કેવલી, પનવણામાં એ પણિ કહું, મઈ પણ શ્રી ગુરૂ વચને લહુ. ભાવાર્થ – તેનાથી સઈન્દ્રિયા જીવ વિશેષાધિક હોય એવું શ્રી પન્નપણા સૂત્રમાં કહ્યું છે અને મેં પણ શ્રી ગુરૂ વચનથી જાણ્યું છે. ૪૦૭છ કાય ભેદ હવઈ કહઈવાય, સઘલામાં થોડો ત્રસકાય, તેહથી તેઉકાઈઉં જોય, અસંખ્ય ગુણે તે અદીકો હો. ભાવાર્થ – હવે છકાયના ભેદનો અલ્પબહત્ત્વ કહેવાય છે. સર્વથી થોડા ત્રસકાય Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત તેથી તેઉકાય અસંખ્યાતગુણ અધિક હોય. ૪૦૮ તેહથી પ્રથવીના બહુ સુણ્યા, તેથી અપના અદીકા ગુણ્યા, તેહથી અદીકા વાઉકાય, અનંતગુણા તે સીધ કહઈવાય. ભાવાર્થ – તેનાથી પૃથ્વીકાય વિશેષાધિક, તેનાથી અપકાયના વિશેષાધિક, તેનાથી વાઉકાય વિશેષાધિક, તેનાથી સિદ્ધ અનંતગુણા કહેવાય. ૪૦૯ સીધય વનસપતીના ભાખ્યા, અનંતગુણે તે અદીકા દાખ્ય, તેહ થકી આ સંકાઈઆ ઘણા, એહ બોલ પન્નવણા તણા. ભાવાર્થ – સિદ્ધથી વનસ્પતિકાય અનંતગુણા અધિક, તેથી સકાય વિશેષાહિયા એ પન્નવણા સૂત્રમાં બતાવ્યું છે. ૪૧૦ મનોયોગીઆ તૂ પાણી જોય, સર્વ થકી તે થોડા હોય, તેહથી વચનયોગીઆ જેહ અસંખ્યગુણે વલી અદીકા તેહ. ભાવાર્થ – હવે યોગ સંબંધી અલ્પબહુર્વા કહે છે એમાં મનયોગવાળા સર્વથી થોડા હોય, તેનાથી વચનયોગીઓ અસંખ્યાતગુણા અધિક હોય. ૪૧૧ અનંતગુણે જ અયોગી ભણ્યા, તનુ જ યોગીઆ અનંતગુણા, | તનુજ યોગીએથી તુ પણિ જોય, સંયોગી તે અધીકા હોય. ભાવાર્થ – અયોગી અનંતગુણા, તેનાથી કાયયોગવાળા અનંતગુણા. કાયયોગવાળા કરતા સયોગી વિશેષાધિક હોય તે તું જો (વિચાર). ૪૧૨ પૂરષવેદી જગ થોડા જાણિ, સંખ્યાગણે શ્રી અદીક વખાણી, તેહથી અનંતગુણો વલી કહું, જીવ અવેદી ઉચા લહું. ભાવાર્થ – વેદ આશ્રી અલ્પબહત્વ બતાવતા કહે છે કે પુરૂષવેદી જગતમાં સર્વથી થોડા જાણવા, તેનાથી સ્ત્રી સંખ્યાતગુણી અધિક, તેનાથી અવેદી અનંતગુણા જાણવા. ૪૧૩ તેહથી વલી નપુસક જોય, અનંતગુણે તે અદીકા હોય, તેહથી સવદી જીવ જે કહ્યા કાંઈક તે અદકેરા લહ્યા. ભાવાર્થ – તેનાથી વળી નપુંસકવેદી અનંતગુણ અધિક હોય, તેનાથી સવેદી જીવ વિશેષાધિક કહ્યા છે. a - ૧૪ ૪૧૪ જીવ અનંત જગમાં ભર્યા, ગણતાં ન લહઈ પાર, ઘણા ભેદ એ સંતના, ભાખઈ વીર વીચાર. ભાવાર્થ – આ જગતમાં અનંતા જીવો ભરેલા છે એને ગણવા બેસીએ તો પાર ન આવે. એના અનેક ભેદ શ્રી મહાવીર પ્રભુએ વિચારીને ફરમાવ્યા છે. ઢાલ - ૯ સાંસો કીધો સામલીએ (આ દેશી છે.) Page #182 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૭૩ ૪૧૫ એક પ્રકારિ જીવ પણિ ભાખ્યો, ચેતના લક્ષણ જેહ, દોય પ્રકાÉિ જીવ જિન ભાખઈ, સુક્ષ્મ બાદર તેહ. ભાવાર્થ – જીવનો એક ભેદ (પ્રકાર) છે. સકળ જીવોનું ચેતન્ય લક્ષણ એક જ પ્રકારે છે. માટે એક પ્રકારે જીવ કહીએ. જિન પ્રભુ બે પ્રકારે પણ જીવ કહે છે તેના સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. ૪૧૬ તરસ અનિ થાવર પણિ કહીઈ, સીધ અને સંસારી, અંદ્રી રહિત જીવ જીન ભાખઈ, અનિ અંદ્રીનો ધારી. ભાવાર્થ – ત્રસ ને સ્થાવર એમ પણ બે ભેદ છે તેમ જ સિદ્ધ અને સંસારી પણ છે તથા ઈન્દ્રિય રહિત (અણિદિયા) અને ઈંદ્રિયસહિત (સઈન્દ્રિયા) એ બે ભેદ પણ જિનવરે કહ્યા છે. ૪૧૭ શરીર સહિત નિં શરીર રહિત છઈ, જીવના દોય પ્રકાર, ભવ્ય જીવ અનિ વલી જગહાં, અભવ્ય જીવ અસાર. ભાવાર્થ – શરીર સહિત (સકાય) અને શરીર રહિત (અકાય) એમ જીવના બે પ્રકાર છે. વળી સારરૂપ એવા ભવ્ય જીવ પણ છે અને જગતમાં અસાર એવા અભવ્ય જીવ પણ છે. ૪૧૮ પ્રજાપતા છઈ જીવ બહુ જગપ્પાં, અપ્રજયાપન તુ જોઈ, દોય પ્રકાર એ કહ્યા જીવના, ત્રય પ્રકાર પણિ હોઈ. ભાવાર્થ – આ લોકમાં પર્યાપ્તા જીવ ઘણા છે અપર્યાપ્તા જીવ પણ છે આ રીતે બે પ્રકારના જીવો કહ્યા છે હવે ત્રણ પ્રકારના જીવો પણ હોય છે. ૪૧૯શ્રીનો વેદ નપૂસક વેદિ, ત્રીજો પુરષનો વેદ, વચન કાય મનયોગી કહી જીવ તણા ત્રણિ ભેદ. ભાવાર્થ – સ્ત્રીવેદ, નપુંસક વેદ અને ત્રીજો પુરૂષવેદ તથા વચનયોગી, કાયયોગી, મનયોગી એ પણ જીવના ત્રણ ભેદ છે. | ચોપાઈ – ૧૩ ૪૨૦ ત્રણ પ્રકારિ જીવ તુ જોય, ભવ્ય અભવ્ય ભવાભવ હોય, ભવ્યજીવ મુગતિ સહુ જાય, ભવ્ય રહિત પ્રથવી નવ્ય થાય. ભાવાર્થ – આ ઉપરાંત ભવ્ય, અભવ્ય, ભવ્યાભવ્ય એમ ત્રણ ભેદ પણ તું જાણ. ભવ્ય જીવ બધા મોક્ષે જાય તો પણ આ પૃથ્વી (વિશ્વ) ભવ્ય જીવ રહિત નહિ થાય. ૪૨૧ અભવ્ય મોખ્ય નહી જાઈ કદા, ચ્યોહો ગતિ માંહિ લિસઈ સદા, ભવ્યાભવ્ય જગોદિ રહઈ, તે જીવ મુગત્ય કહીંઈ નવ્ય લહઈ. ભાવાર્થ – અભવ્ય જીવ મોક્ષમાં ક્યારેય નહિ જાય. ચારે ગતિમાં સદાય રલસ્યા (ફર્યા) કરશે. ભવ્યાભવ્ય જીવ નિગોદમાં રહે છે. તે જીવ ક્યારેય મોક્ષને પ્રાપ્ત કરશે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત નહિ. ૪૨૨ ચ્ચાર પ્રકાર કહું વલી ટેવ, ત્રીજચ માનવ નારક દેવ, પાંચ પ્રકારે જીવ પણી જોય, વ્યવરી ભાખઈ જિનવર સોય. ભાવાર્થ – હવે ચાર પ્રકારના જીવ કહું છું. નારકી તિર્યંચ, મનુષ્ય અને દેવ. પાંચ પ્રકારના પણ જીવ જિનવરે વ્યવહારથી કહ્યા છે. ૪૨૩ એકંદ્રી બેઅંદ્રી જેહ, ત્રઅંકી ચોરંઢી તેહ, પંચેઢી ઉતમ અવતાર, જીવતણા એ પાંચ પ્રકાર. ભાવાર્થ – એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈંદ્રિય, ચોરેન્દ્રિય અને ઉત્તમ એવા પંચેંદ્રિયનો અવતાર એમ પાંચ પ્રકાર જીવના છે. ૪૨૪ છએ પ્રકારે જીવ કહઈવાય, પ્રથવી પાણી તેઉવાય, વનસપતી છઠી ત્રસકાય, એહની સહુ કરયો રીખ્યાય. ભાવાર્થ – છ પ્રકારે પણ જીવ કહેવાય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને છઠ્ઠા ત્રસકાય એ જીવોની બધાએ રક્ષા કરવી જોઈએ. હા - ૧૫ ૪૨પરીખ્યા કી જઈ જીવની, તો લહીઈ ભવપાર, અલપ બહુત જગી જંતનો, સુણજે સોય વીચાર. ભાવાર્થ – જો જીવની રક્ષા કરશો તો ભવપાર ઉતરી જશો. હવે સાંભળો, જગતમાં રહેલા જીવોનો અલ્પબદુત્ત્વનો વિચાર કહું છું. ચપઈ = ચોપાઈ - ૧૪ ૪૨૬ પનવણા ચોથું ઉપાંગ ત્રીજૂ પદ સુણતા હોયિ રંગ, અલપ બહુત તીહાં જીવ વીચાર, સુણતાં હોયિ જઈજઈકાર. ભાવાર્થ – ચોથા ઉપાંગ શ્રી પન્નવણા સૂત્રના ત્રીજા પદમાં જીવના અલ્પબદુત્ત્વનો વિચાર બતાવ્યો છે. જે સાંભળતા જયજયકાર થાય છે. ૪૨૭ પ્રથમિ જૂઓ પછમહિસિં, જીવ જંત થોડા પણી તસિં, | વનસપતી ત્યાંહા નહી જ અત્યંત, તેણઈ કારણિ ત્યાંહા થોડા અંત. ભાવાર્થ – પ્રથમ દિશા સંબંધી અલ્પબદુત્વ બતાવતા કહે છે કે સર્વથી થોડા પશ્ચિમ દિશામાં જીવો છે કારણ કે ત્યાં વનસ્પતિકાય નથી માટે ત્યાં થોડા જીવો છે. ૪૨૮ પછમથી વલી પૂરવ દિસિ, જીવ ઘણેરા ભાગ તસિં, તેહથી દખ્યણ દિસિ જીવ ઘણા, ઉત્તરિ ઠામ બહુ જીવહ તણાં. ભાવાર્થ – પશ્ચિમથી વળી પૂર્વ દિશામાં જીવ વિશેષાધિક તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. ૪૨૯ એહ વચન સામાન્ય પ્રકાર, હવઈ ભાખસ્યુ કરી વીસ્તાર, પછિંમઈ થોડા જીવ જે નીર, કારણ તેમનું ભાખઈ વીર. Page #184 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૭૫ ભાવાર્થ – આ સામાન્ય (સમુચ્ચય) પ્રકારે દિશાની વાત કરી હવે વિસ્તારથી કહીશ. પશ્ચિમ દિશામાં પાણીના કારણે ઓછા જીવ છે તેનું કારણ શ્રી મહાવીર કહે છે. ૪૩૦ સૂર્ય તણા છઈ દ્વીપ અનેક, ગતિમ દીપ વડું ત્યાંહા એક, ઊંચું છોત્સરિ એક હજાર, પોહોલું જોઅણ સહઈસ તે બાર. ભાવાર્થ – પશ્ચિમ દિશામાં સૂર્ય તણાં અનેક દ્વીપ છે એમાં ગૌતમ નામનો એક મોટો દ્વીપ છે જે ઊંચો એક હજાર છોંતેર જોજનનો અને પહોળો બાર હજાર જોજનનો છે. ૪૩૧ લવણ સમદ્ર માંહઈ તે સહી, તેણઈ દીપિ સાયર જલ નહી, તેણઈ કારણિ જો પરહીમ દસિં, જલના જીવ વલી ઓછા તસિં. ભાવાર્થ – ગીતમદ્વીપ લવણ સમુદ્રમાં છે. તે દ્વીપમાં સાગરનું પાણી નથી તે કારણે પશ્ચિમ દિશામાં પાણીના જીવ થોડા છે. ૪૩૨ પછિમથી પૂર્તિ બહુ જંત, ચંદ્રદ્વીપ તાંહા પડ્યા અત્યંત, પ િત્યાહાં ગઉતમ દ્વીપ તે નહી, તેણઈ બહતર જલ જીવ તે તહી. ભાવાર્થ – પશ્ચિમ દિશાથી પૂર્વ દિશામાં જીવો ઘણા છે. ત્યાં ચંદ્રદ્વીપ ઘણા છે પણ ત્યા ગોતમ દ્વીપ નથી તેથી ત્યાં પાણીના જીવ ઘણા છે. ૪૩૩ પૂર્વ થકી દિગણ દશ બહું, સુર સસીનાં દ્વીપ ત્યાહા બહુ, ગઉતમ દીપ તીહાં પણિ નથી, તેણઈ કારણિ જલ જીવ ત્યાહાં અતી. ભાવાર્થ – પૂર્વ કરતા દક્ષિણ દિશામાં જીવ ઘણા છે કારણ કે ત્યાં સૂર્ય - ચંદ્રના બહુ દ્વીપ નથી તેમ જ ગૌતમ દ્વીપ પણ ત્યાં નથી તેથી ત્યાં પાણીના જીવ ઘણા છે. ૪૩૪ દખ્યણથી ઓતર દિશ ઘણા, ભલાં માન સરોવર તણા, સંખ્યાતી જોજનની કોચ, જો સંખ્યાતા દીપનું છોડ્ય. ભાવાર્થ – દક્ષિણથી ઉત્તર દિશામાં જીવો ઘણા છે. માન સરોવરના પાણીને કારણે ઘણા જીવ હોય. સંખ્યાતા ક્રોડાક્રોડી જોજનના સંખ્યાત દ્વીપ જેટલો વિસ્તાર છોડવાનો છે. ૪૩પ હવઈ જોજે દસિ વેદ વિચાર, જલ થોડઈ વનતુળ અપાર, ત્રીજંચ પંચેશ્રી વલ જેહ, વગલેઢી પણિ થોડી તેહ. ભાવાર્થ – હવે દિશાઓમાં વેદ વિચાર કહે છે. (અહીં દસ ભેદનો વિચાર એમાં હોવું જોઈએ) પાણીના જીવ થોડા વનતુછ (વનસ્પતિ) અપાર છે. તિર્યંચ પંચેંદ્રિય વળી વિકસેન્દ્રિય પણ ત્યાં થોડા હોય. ૪૩૬ પ્રથવી કાઈઆ જીવ વલી જોય, દખ્યણદશિં તે થોડા હોય, પ્રથવીમાં પોલાડચ ઘણી, થોડા જીવ તે કારણિ ભણી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ - વળી પૃથ્વીકાયના જીવ દક્ષિણ દિશામાં સર્વથી થોડા હોય કારણ કે પૃથ્વીકાયમાં પોલાણ ઘણી હોય છે તેથી જ્યાં પોલાણ હોય ત્યાં જીવો થોડા હોય. ૪૩૭ દિખ્યણથી ઓતરઈ બહુ જાય, પોલાડચ થોડી ત્યાંહા પણિ હોય, ઉતરથી પૂર્વ દિંશ બહુ, ચંદ દ્વીપ ત્યાહાં નરખો સહુ. ભાવાર્થ - દક્ષિણ દિશાથી ઉત્તર દિશામાં પૃથ્વીકાયના જીવ વધુ છે કારણ કે ત્યાં પોલાણ ઓછી છે. ઉતરથી પૂર્વ દિશામાં વધારે જીવો છે કારણ કે ત્યાં ચંદ્ર - સૂર્યના દ્વીપો આવેલા છે તે સહુ જાણો. ૪૩૮ થવંથિં પચ્છમ બહુ જંત, સુરતણાં ત્યાહી દીપ અત્યંત, અથવા ગઉતમ દીપ ત્યાહા એક, એણઈ કારણઈ તીહા જીવ વસેક. ભાવાર્થ - (થર્વથિના બદલે પૂર્વથી હોવું જોઈએ) પૂર્વ કરતા પશ્ચિમ દિશામાં પૃથ્વીકાયના જીવો વધારે છે ત્યાં સૂર્યના દ્વીપ ઘણા છે અથવા ત્યાં એક મોટો ગૌતમ દ્વીપ છે તેને કારણે ત્યાં જીવ વિશેષ છે. ૪૩૯ તેઉ માનવ સીધ તુ જોય. ઉતર દખ્ખણ થોડા હોય, માણસ થોડા તેણી દસિં, તેઉ સીધ થોડા તે તસિં. ભાવાર્થ - હવે તેઉકાય, મનુષ્ય અને સિદ્ધનો અલ્પબહુત્ત્વ કહે છે. તે ત્રણે ઉત્તર - દક્ષિણ દિશામાં થોડા હોય. મનુષ્ય થોડા હોય તેથી અગ્નિકાયના જીવો પણ થોડા હોય અને એ દિશામાંથી મનુષ્યો સિદ્ધ પણ ઓછા થાય. ૪૪૦ એ ત્રણે પૂર્વ દશ જોય, શંખ્યા ગુણો વલી અદિકા હોય, મહાવદે ખેત્ર ત્યાંહા બહુ માનવી, તેણઈ તેઉ સિદ્ધ ગત્ય બહુ હવી. ભાવાર્થ - એ ત્રણે પૂર્વ દિશામાં સંખ્યાતગણા અધિક હોય ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય ઘણા છે તેથી ત્યાં તેઉકાય ને સિદ્ધ ગતિમાં વાવાળા જીવો ઘણા છે. (સિદ્ધ ત્યાં થી જ ઉપર એ જ સ્થાને જાય છે.) ૪૪૧ પૂર્વ થકી હવઈ પચ્છીમ દિસિં જીવ ઘણા તે કારણ કર્સિ, મેર થકી હવે જોયણ હજાર, ઢાલ ભોમતી હાથ છઈ અપાર. ભાવાર્થ - પૂર્વથી પશ્ચિમ દિશામાં જીવ ઘણા છે કારણ કે મેરૂ પર્વતથી હજાર જોજન ઢળાણવાળી જમીન હાથની જેમ અપાર છે. ૪૪૨ તીહાં મહાવદે વસિં બહુ ગામ, તેણઈ ત્યાંહા માનવના બહુ ઠામ, તેણઈ ત્યાંહા અગનકર્મ બહુ થાય, માનવ ઘણા બહુ મુગતિ જાય. ભાવાર્થ - ત્યાં મહાવિદેહ ક્ષેત્રના ઘણા ગામ છે તેથી ત્યાં માનવના બહુ સ્થાન છે, તેથી ત્યાં અગ્નિકર્મ બહુ થાય છે, તેમ જ ઘણા જીવો ત્યાંથી મુક્તિ પામે છે તેથી ત્યાં જીવ ઘણા છે. ૧૦ ઢાલ એણિ પરિ રાજ્ય કરતા રે... ― Page #186 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૪૩ વ્યંતર નિં વાઉ કાય રે, પૂર્વ દશ થોડો પોલાડચ, પ્રથવી માંહા નહીએ. ૧૭૭ ભાવાર્થ - વ્યંતર અને વાઉકાયનો વિચાર કહે છે પૂર્વ દિશામાં પોલાણ થોડી હોય તેથી ત્યાં પૃથ્વીકાયમાં પોલાણ નથી માટે ત્યાં સર્વથી થોડા હોય. ૪૪૪ તેહથી પરછમ પાશ રે, વાઓ વ્યંતર ઘણા, કારણ કહું વલી તેહનુંએ. ભાવાર્થ - તેનાથી પશ્ચિમ દિશામાં વાયુ ને વાણવ્યતર ઘણા હોય વળી તેનું કારણ કહું છું. ૪૪૫ અધોલોક ત્યાહા ગામ રે, વાસ તીહા ઘણા વાણવ્યંતર, તેણઈ ત્યાંહા વહૂએ. ભાવાર્થ - અધોલોકમાં ઘણા ગામ છે ત્યાં વાણવ્યંતરના ઘણા આવાસ છે તેથી ત્યાં તે જીવો વધુ છે. ૪૪૬ તેહથી ઊતરિ બહુતરે ભવન તે ભવનપતી પોલાય ઘણી તેણઈ કારણિ એ. ભાવાર્થ - તેનાથી ઉત્તરમાં તે જીવો ઘણા છે. ત્યાં ભવનપતિના ભવન છે તથા ત્યાં પોલાણ ઘણી છે તેથી ત્યાં જીવ વધુ છે. ૪૪૭ દખ્યિણિ વલી વિસેષ રે, વાઉ નિં વ્યંતરા, ભવન ઘણા તેણ કારણિ એ. ભાવાર્થ - તેનાથી દક્ષિણમાં વિશેષ વાઉકાય ને વાણવ્યંતર છે. કારણ કે ત્યાં ભવનો ઘણા છે. - ચઉપઈ = ચોપાઈ ૧૫ ૪૪૮ કહઈસ્યુ નરગ તણો જ વીચાર, સતમ નરગિં ત્રણિ દિશ સાર, તીહા નારકી થોડા લહુ, દખ્યણિ અસંખ્યગુણા પણિ કહુ. ભાવાર્થ - હવે નરકતણો વિચાર ક્હીશ. સાતમી નરકમાં ત્રણ દિશામાં થોડા, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા હોય છે. ૪૪૯ તીહાંથી છઠી નરગિ જોય, અસંખ્યગુણ ત્રણિ પાસઈ હોય, તેહથી અસંખ્યાતગુણા વલી કહું, દખ્યણ દસિં ત્યાહાં નારક લહુ. ભાવાર્થ તેનાથી છઠ્ઠી નરકમાં ત્રણે દિશામાં અસંખ્યાતગુણા હોય, ત્યાંથી અસંખ્યાતગુણ દક્ષિણ દિશામાં નારકીના જીવ હોય. ૪૫૦ ત્યાંહાથી અસંખ્યાતગુણા વલી જાય, પંચમ નરગિ ત્રણે દિશ હોય, તીહાંથી અસંખ્યગુણા સદીવ, દિખ્યણ દિસિં તીહાં નારક જીવ. ભાવાર્થ - તેનાથી પાંચમી નરકની ત્રણે દિશામાં અસંખ્યાતગુણ હોય, તેનાથી અસંખ્યાતગુણ નારકી દક્ષિણ દિશામાં સદૈવ હોય. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૫૧ તીહાંથી અસંખ્યગુણા જ વીચાર્ય, ચોથી વર્ગ ત્યાંહા ત્રણિ દશ ઘાર્ય, તીહાંથી અસંખ્યગુણા કહુ વલી, દખ્યણ દસિ ત્યાહા છઈ નારકી. ભાવાર્થ – તેનાથી ચોથી નરકની ત્રણે દિશામાં અસંખ્યાતગુણ હોય, વળી તેનાથી અસંખ્યાતગુણ નારકી દક્ષિણ દિશામાં હોય એમ કહું છું. ૫૨ ત્યાહાંથી અસંખ્યગુણ કહુ વલી, ત્રીજી નરગિં ત્રણી દિશ મલી, ત્યાહાંથી અસંખ્યગુણે જ અત્યંત, દિ ણદિસિ ત્યાહાં નાર્ક જંત. ભાવાર્થ – તેનાથી ત્રીજી નરકની ત્રણે દિશામાં અસંખ્યાતા જીવ મળે છે, અને તેનાથી અસંખ્યાતગુણા નારકી દક્ષિણ દિશામાં મળે છે. ૫૩ અસંખ્યગુણા વલી વધ્યા ત્યાદિ, બીજી નરગિ ત્રણિ દિશ જયોહિ, વલી જોએ ત્રણે દિશિ થકી, દખ્યણઈ અસંખ્યગુણા નારકી. ભાવાર્થ – તેનાથી બીજી નરકની ત્રણે દિશામાં અસંખ્યાતગુણા નારકી હોય તેમ જ એ ત્રણેથી અસંખ્યાતગુણા દક્ષિણ દિશામાં નારકી હોય. ૫૪ અસંખ્ય ગુણે વલી વાધ્યા સહી, પહિલી વર્ગ ત્રણિ દશ ત્યાહા કહી, એહથી અસંખ્યગુણા જિન કહ્યા, દિખ્યણ દિસિં ત્યાહા નારક લહ્યા. ભાવાર્થ – ત્યાંથી પહેલી નરકની ત્રણે દિશામાં રહેલા નારકી અસંખ્યાતગુણા, વળી તેનાથી અસંખ્યાતગુણા દક્ષિણ દિશામાં છે એમ જિનેશ્વરે કહ્યું છે. ૪૫૫ સાતે નરગે ત્રણિ દિશ કહી, નÍવાસા થોડા સહી, નાનાં માટઈ થોડા નારકી, ઉતર પામ્યો ગુરમુખ થકી ભાવાર્થ – સાતે નરકમાં ત્રણે દિશામાં નરકાવાસા થોડા તથા નાના છે માટે નારકી થોડા છે એવો જવાબ ગુરૂમુખેથી સાંભળવા મળ્યો. ૪૫૬ સાતે નર્ય દખ્યણ દિશ જાસ, ઝાઝા મોટા નÍવાસ, ક્રષ્નપખી જીવ બહુ મરઈ, પ્રાહિં ઘણા નરગિં અવતરિ. ભાવાર્થ – સાતે નરકમાં દક્ષિણ દિશામાં ઘણા જીવો જાય, ત્યાં ઘણા મોટા નરકાવાસ છે. કૃષ્ણપક્ષી જીવો બહુ મરીને પ્રાયઃ ઘણા નરકમાં અવતરે છે. ઢાલ - ૧૧ એણિ પરિ રાજય કરતા... ૪૫૭ ભવનપતિ હવઈ દેવ રે, થોડા દોય દસિં પૂર્વ, અનિ વલી પચ્છિમિ એ. ભાવાર્થ – એણિ પરિ રાજ્ય કરતા (આ આંચલી છે જે ગાથા પૂરી થતા પાછળ ગાવાની હોય છે.) ભવનપતિ દેવની હવે વાત કહું છું તે પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં થોડા હોય છે. ૪૫૮ અલપ ભુવન છઈ ત્યાહિ રે, તેણઈ કારર્ણિ, સુર થોડા બેઠું દસિ વલી એ. Page #188 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૭૯ ભાવાર્થ – ત્યાં ભવન ઓછા છે તે કારણે એ બંને દિશામાં દેવ થોડા હોય. ૪૫૯ એહથી ઊંતરિ દેવ રે, અસંખ્યગુણા લહુ, ભુવન ઘણાં તેણઈ કારર્ણિ એ. ભાવાર્થ – તેનાથી ઉત્તર દિશામાં અસંખ્યાતગણા દેવ છે કારણકે ત્યાં ભવનો ઘણા ૪૬૦ અદિક દખ્યણિ દેવ રે, સંખ્યાત ગુણા, ભુવન ઘણાં તીહાં સુર બહુ એ. ભાવાર્થ – તેનાથી દક્ષિણ દિશામાં દેવ સંખ્યાતગુણા છે ત્યાં દેવના ભવનો ઘણા છે માટે. ૪૬૧ હવઈ યોત્યષી જાણિ રે, પૂર્વ પચ્છામઈ, થોડા સુર સહુ કો સુણો એ. ભાવાર્થ – હવે જ્યોતિષી દેવનો અલ્પબહુર્વ કહે છે પૂર્વ પશ્ચિમમાં થોડા દેવ હોય એ સહુ કોઈ સાંભળજો. ૪૬૨ તેહથી દખ્યણ દેખ રે, અદકાં કાંઈક, ક્રીષ્ન પખી બહુ ઉપજઈ એ. ભાવાર્થ – તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક, કૃષ્ણપક્ષી બહુ ઉપજે છે માટે. ૪૬૩ તેહથી વલી વસેખ રે, જાણો જયોત્યષી, ઉતર દસિ અદિકા સહી એ. ભાવાર્થ – જ્યોતિષી દેવ તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે એમ જાણો. ૪૬૪ માન સરોવર ત્યાદિ રે, ત્યાહા બહુ જોતિષી, આવઈ ક્રીડા કારર્ણિ એ. ભાવાર્થ – ત્યાં માનસરોવર છે ત્યાં બહુ જ્યોતિષી દેવ ક્રીડા કરવા આવે છે તે કારણે ત્યાં બહુ જયોતિષી દેવ છે. ૪૬૫ બીજૂ કારણ એહ રે, સરોવર માછલા, સુર દેખી હરખાઈ ઘણું એ. ભાવાર્થ – બીજું કારણ એ છે કે સરોવરમાં રહેલા માછલા દેવોને જોઈને ખૂબ જ હર્ષ પામે છે. ૪૬૬ જાતીસ્મર્ણ તામ રે, તેહ નઈ ઉપજઈ, તાંમ નીઆણૂ તે કરઈ, એણિ પરિ રાજય કરતા રે... ભાવાર્થ – ત્યાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉપજે છે અને તેઓ ત્યાં ઉત્પન્ન થવાનું નિયાણું કરે છે. ૪૬૭ અણસણ લેઈ આપ રે, જીવ બહું યોત્યષી, ઉતર દસિં તે ઉપજઈ એ. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – અનશન લઈને ઘણા જીવ ઉત્તર દિશામાં જયોતિષીમાં ઉપજે છે આ બધા કારણથી જ્યોતિષી દેવો ઉત્તર દિશામાં વધારે છે. ૪૬૮ હવઈ વ્યમાની ભાવ રે, સુધર્મ ઈસ્યાન, સનતકુમાર ત્રીજો સુણ્યો, એણિ પરિ રાજય કરતા રે... ભાવાર્થ – હવે તેમાનિક દેવના ભાવ કહે છે. સૌધર્મ, ઈશાન અને ત્રીજા સનતકુમાર વિમાનના દેવના ભાવ સૂણો.. ૪૬૯ મહેન્દ્ર ચોથું જયાદિ રે, પૂર્વ પચ્છમિં, સુર થોડા એ બેહું દસિ એ. ભાવાર્થ – ચોથા મહેન્દ્ર એ ચારેમાં પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં દેવ થોડા હોય. ૪૭૦ તેહથઈ ઉતરિ દેવ રે, અસંખ્યગુણા વલી, વ્યમાન પ્રોઢ ઘણાં વલી એ. ભાવાર્થ – તેનાથી ઉત્તર દિશામાં દેવ અસંખ્યાતગુણા વધારે કારણ કે ત્યાંના વિમાન ઘણા પહોળા (મોટા) છે. ૪૭૧ તેહપઈ ઝાઝા દેવ રે, દખ્યણની દસિં, વ્યમાન ઘણા તે કારણિ એ. ભાવાર્થ – તેનાથી દક્ષિણ દિશામાં ઝાઝા દેવ છે તે દિશામાં વિમાન ઘણા છે તે કારણે. ૪૭૨ ક્રષ્નાખી બહુ જીવ રે, દખ્યણની દસિ, દેવ પણઈ બહુ ઉપજઈ એ. ભાવાર્થ – કૃષ્ણપક્ષી જીવ દક્ષિણ દિશામાં દેવપણે બહુ ઉપજે છે માટે ત્યાં દેવના જીવો વધારે છે. ૪૭૩ બ્રહ્મદંતક નિ ચુકેર, સહઈસાર દેવલોક, ભાવકહુ ચ્યાહારે તણાં એ. ભાવાર્થ – બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર અને સહસાર એ ચારે દેવલોકના ભાવ કહું ૪૭૪ પૂર્વ પચ્છીમ દોય રે, અનઈ વલી ઉતરિ, સુર થોડા શાહાસ્ત્રિ કહ્યા એ. ભાવાર્થ – પૂવોક્ત ચારે દેવલોકમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં દેવ થોડા હોય એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૪૭૫ તેહથી અસંખ્યાતગુણાય રે, દખ્યણની દસિ, ક્રષ્નાખી બહું ઉપજઈ એ. ભાવાર્થ – તેનાથી અસંખ્યાતગુણા દક્ષિણ દિશામાં કૃષ્ણપક્ષી જીવો બહુ ઉપજે તેથી હોય. Page #190 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૮૧ ૪૭૬ આનત પ્રાણત જાણ રે, આર્ણ અગારમું, ઉંચીત અનોપમ બારમું એ. ભાવાર્થ – આણત, પ્રાણત, અગિયારમું આરણ અને અનુપમ બારમું અય્યતા દેવલોક છે. ૪૭ નવ ગ્રીક પરમાણ રે, સર્વારથસીદ્ધિ, ચ્યોહો દિશ સરખા દેવ એ. ભાવાર્થ – નવ રૈવેયકથી સર્વાર્થસિદ્ધિ વિમાન સુધીના દેવો ચારે દિશામાં એક સરખાં હોય. ૪૭૮ માનવ ઉપજઈ ત્યાંહિ રે, અવર ન કો વલી, તેણઈ પ્રાહિં સરખા સૂર એ. ભાવાર્થ – ત્યાં મનુષ્ય સિવાય બીજા કોઈ ઉપજે નહિ માટે ત્યાં પ્રાયઃ કરીને સરખા. દેવ હોય. હા – ૧૬ ૪૭૯ ચોગતી જીવ ભર્યા બહુ ખાલી કયમે ન થાય, ભવ્ય રહીત પ્રથવી નહી ભવ્ય સહુ મુગતિ જાય. ભાવાર્થ – ચારે ગતિમાં જીવો ખૂબ ભરેલા છે. તે કોઈ પણ રીતે ખાલી થવાના નથી. ભવ્ય જીવ બધા મોક્ષે જશે છતાં પૃથ્વી (વિશ્વ) ભવ્ય રહિત નહિ થાય. ૪૮૦ અહા યૂગત નવ્ય માંડવી, જિનનું વચન પરમાણ, કેવલજાન જવ તૂઝ હસઈ, તવ તુ હોઈ શજાણ. ભાવાર્થ – અહીંયા યુકિત ન માંડવી અથવા તર્ક - વિતર્ક કર્યા વગર જિન વચનને પ્રમાણ માનવું જ્યારે તને કેવળજ્ઞાન થશે ત્યારે તું બધું સારી રીતે જાણી શકીશ. ૪૮૧ જ્ઞાન વ્યના નવ્ય કો લહઈ, ન કહઈ જીવ વિચાર, એક એકથી અદીકા સહી, જંત તણ નહી પાર. ભાવાર્થ – જ્ઞાન વિના કોઈ જીવવિચાર ન કહી શકે એક એકથી અધિકા આવો તણો નહિ પાર. ૪૮૨ ચ્યાર નામઈ જઈ જીવના, પંચેઢી તે જીવ, - તરુઅર નિ ભુત જ વલી, કહીઈ સોય સદીવ. ભાવાર્થ – જીવના ચાર પ્રકાર છે. પંચેદ્રિયને જીવ કહેવાય, વળી વનસ્પતિને (તરૂવરને) સદાય તેમણે ભૂત જ કહ્યા. ૪૮૩ વગલેઢી પ્રાંણ જ કહું બીજા સઘલા સત્ત્વ, આપ બુધ્ય મમ કેવલી, વીડુિં કહું તે તત્ત્વ. ભાવાર્થ – વિક્લેન્દ્રિયને પ્રાણ કહેવાય એ સિવાય બધા સત્ત્વ છે મારી બુદ્ધિ અને એ કહે છે કે કેવળજ્ઞાની વીરે જે કહ્યું છે તે છે તત્ત્વ. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત કહઈણી કરણી એ / રાગ ધન્યાસી ૪૮૪ વીર વચન હઈઆમાં ધરતાં, મુઝ મનિ અતિ આનંદાજી, જીવ વીચાર કહ્યો મિ વ્યવરી, ફલીઓ પૂરતરૂ કંદજી. વીર... ભાવાર્થ – વીર વચનને હૃદયમાં ધારણ કરતાં મારા મનમાં ખૂબ આનંદ વ્યાપી. ગયો છે. મેં વ્યવહારથી જીવ વિચાર કહ્યો છે એ નગરના વૃક્ષના સ્કંધની જેમ ફળ્યો છે. ૪૮૫ ભણઈતાં સુણતાં સંપદિ, ઓછવ આંગણ્ય આજજી જીવવીચાર સુણીજીઊં રાખઈ, તેહ નિ સીવપૂર રાજજી વીર... ભાવાર્થ – આ જીવવિચાર’ ભણતાં, સાંભળતાં, સંપત્તિ અને ઉત્સવ આજે આંગણે છવાઈ ગયો છે. જે એને હૃદયમાં રાખીને સાંભળશે તેને શીવપુરનું રાજય મળશે અર્થાત સિદ્ધગતિમાં જશે. ૪૮૬ સકલ ધર્મમાંહિં મુખ્ય મંડો, જીવદયા તે સારીજી, જેણઈ પર પ્રાણી નિજ સંતોષ્યા, સોય તર્યા નરનારીજી. વીર.. ભાવાર્થ – સકલ (બધા) ધર્મોમાં મુખ્ય આચરણીય હોય તો એ જીવદયા છે. જણે બીજા જીવોને પોતાના જેવા માન્ય તે નરનારી તરી ગયા. ૪૮૭ જીવદયા પાલતા જાણો, નીર્મલ અંદ્રી પંચજી, દીર્ઘ આય તસ રોગ ન આવઈ, રૂપ ભલું સુખ સંચજી. વીર... ભાવાર્થ – જીવદયા જાણીને પાળવાથી પાંચે ઈન્દ્રિય નિર્મળ મળે, દીર્ઘ આયુષ્ય, નીરોગીપણું, સુરૂપતા અને સુખ મળે છે. ૪૮૮ છેદન ભેદન તે નવી પામિ, તે કહીઈ નહી દુખીલજી, તે પંચઈ અંદ્રી સુખ વલસઈ, તેન નર સઘલઈ સુખીઓજી. વીર. ભાવાર્થ – જીવદયા પાળે તે છેદન ભેદન ન પામે, તે ક્યાંય દુઃખને પ્રાપ્ત ન કરે પાંચે ઈન્દ્રિયોનું સુખ પામે (પાંચે ઈન્દ્રિયો જીવદયાનો બદલો સુખ દ્વારા આપે) તે નર બધી જગ્યાએ સુખને પ્રાપ્ત કરે છે. ૪૯૦ (નંબર બે વાર આવ્યો છે.) ૪૯૦ હું સૂખીઓ સુખ પામ્યો સઘળું, સમજયો જીવ વીચારજી, ગાં બંધ કર્યો મિં એહનો, પામી ગુરૂ આધારજી. વીર... ભાવાર્થ – જીવવિચાર બરાબર સમજીને ગુરૂનો આધાર પામીને મેં એને કંઠસ્થ કર્યો તેથી હું સુખીઓ સઘળું સુખ પામ્યો છું ૪૯૦ શ્રી વીજયાનંદસુરી સ્વર સમર્યો, તપગચ્છ ઠાકુરવારૂ જી, હીર પટોધર હાર્થિ દીક્ષા, ભાવીક લોકનો તારૂજી. વીર.. ભાવાર્થ – શ્રી વિજયાનંદસૂરિ તપગચ્છ ઠાકુરવાળાના શબ્દો સ્મરણ કરીને કહું છું કે પટોધર (આચાર્યની પાટને ધારણ કરનારા) શ્રી હીરવિજયસૂરિના હાથે દિક્ષા Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ જીવવિચાર રાસ એક અધ્યયન પ્રાપ્ત કરીને તેઓ ભવિકજનને તારનારા છે. ૪૯૧ જનમ તણો જે કઈ બહ્મચારી, પરણ્યા સંયમ નારીજી, ક્રોધ માન માયા નહી મનમાં, આગમ અર્થ વીચારીજી. વીર... ભાવાર્થ – જેઓ જન્મથી બાળ બ્રહ્મચારી છે, સંયમરૂપ નારીને પરણ્યા છે, તેમના મનમાં ક્રોધ, માન, માયાની જગ્યાએ આગમ અર્થના વિચારો છે. ૪૯૨ તુઝર ચરણે શરિ નામઈવીતા, તત્ત્વભેદ લહઈ સારજી, ગુરૂ આધારિ જ્ઞાન લહીનઈ, કીધો જીવવીચારજી. વીર.. ભાવાર્થ – તારા (ગુરુ) ચરણે માથું નમાવતા તત્ત્વ ભેદનો સાર મેળવ્યો છે. ગુરૂ આધારે જ્ઞાન મેળવીને જીવવિચાર કહ્યો છે. ૪૯૩ સવંત સોલ છત્યરા વરશે, આસો પૂર્તિમ સારજી, ખંભ નયર માંહિ નીપાઓ, રચીઓ જીવવીચારજી. વીર.... ભાવાર્થ – સોળશો છોતેર (૧૯૭૬) સંવત સોળના છોતેરમા વરસે આસો પૂર્ણિમા (શરદ પૂર્ણિમા) સાર (બધી પૂનમમાં શ્રેષ્ઠ ગણાય) રૂપ છે ત્યારે ખંભાત નગરમાં જીવવિચારની રચના કરવામાં આવી છે. ૪૯૪ સંઘવી શ્રી મહિરાજ વખાણું, પ્રાગવંશ વડવીસોજી, સમકત સીલ સદારા કહીઈ, પુણ્ય કરઈ નશદીસોજી. વીર... ભાવાર્થ – પ્રાગવંશના વડા, વીસા પોરવાલ, સંઘવી શ્રી મણિરાજના સમકિત, શીલ, સ્વપત્નીવ્રત પાલન, તેમ જ રાતદિવસ કરાતા પુણ્યના કાર્યોને વખાણું છુ. ૪૯૫ પડીકમણૂં પૂજા પરભાવના, પોષધ પરઓપગારીજી, વીવહાર ચુધ ચૂંકઈ નહિ ચતૂરા, શાહાસ્ત્ર અર્થ વીચારજી. વીર... ભાવાર્થ – રોજ પ્રતિક્રમણ, પૂજા, પ્રભાવના, પોષધ, પરોપકાર કરવાવાળા શુદ્ધ વ્યવહાર ચૂકે નહિ, તેઓ શાસ્ત્ર અર્થનો ચતુરાઈથી વિચાર કરનારા છે. ૪૯૬ મહઈરાજનો સુત સંઘવી સાંગણ, વીસલ નગરનો વાસીજી, જઈન ધર્મ માંહિ તે ઘો ધોરી, ન કરઈ વીગથા હાસીજી. વીર... ભાવાર્થ – એ મહીરાજનો પુત્ર સંઘવી સાંગણ, વિસલ નગરના રહેવાસી, જેના ધર્મમાં તે ધોરી (મુખ્ય) છે. કોઈની હાસ્ય વિકથા કરતા નથી. ૪૯૭ વરત બાર તણા વહઈનાર, જીન પૂજઈ ત્રણિ કાલજી, પરરમણી પરધ્યનથી અલગા, ન દીએ પરનિં આલજી. વીર.. ભાવાર્થ – બાર વ્રતનું પાલન કરનાર, ત્રણે કાળ જિનની પૂજા કરનાર, પરરમણી. (પરસ્ત્રી), પરધનથી અળગા રહેનાર, બીજા પર ક્યારેય આળ ચડાવતા નથી. ૪૯૮ તપ જપ કયરીઆ કહીંઈ ન ચૂકઈ, મૃષા ન બોલઈ પ્રાહિંજી, કર્મયોગિં આવ્યા તે ઓહોરા, નગર –બાવતી માંઈજી. વીર.. ભાવાર્થ – તપ, જપ, ક્રિયા કરવાનું ક્યારેય ન ચૂકનાર, પ્રાયઃ કરીને જૂઠું બોલતા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નથી. તેઓ કર્મયોગે ત્રંબાવતી નગરીમાં રહેવા આવ્યા. ૪૯ ઋષભદાસ સંઘવી સુત તેહનો, જઈન ધર્મનો રાગીજી, જાણ હુઓ મૂનીવર માહિ માયિ કરઈ કવીત બુધ્ય જાગીજી. વીર... ભાવાર્થ – એમનો પુત્ર ઋષભદાસ સંઘવી જે જેન ધર્મનો રાગી હતો તે સમજણો. થતા મુનિવરોના મહિમાથી અર્થાત્ ગુરૂકૃપાથી તેમને કવિતા કરવાની બુદ્ધિ જાગૃત થઈ. ૫૦૦ સકલ મૂનીસર નિ શરિ નાખી, પ્રણમી કવીતા પાયજી, અરિહંત દેવતણઈ આરાધી, સમરી બ્રહ્મસુતાયજી. વીર... ભાવાર્થ – સકળ મુનિશ્વરને મસ્તક નમાવી, પ્રણામ કરીને કવિતા કરી અરિહંત દેવની આરાધના કરી, બ્રહ્મસુતા (સરસ્વતીને) સ્મરીને (જીવવિચાર મેં વિવેકથી કર્યો છે.) ૫૦૧ જીવ વીચાર મિં કર્યો વર્કિ, પોહોતી મનની આસજી, | ભણતાં ગુણતાં ગાતાં ગાજુ, હઈડઈ અતી ઉંહોલાસજી. વીર... ભાવાર્થ – જીવવિચાર મેં વિવેકથી કર્યો છે. મારા મનની આશા પૂર્ણ થઈ છે. ભણતાં, ગણતાં, ગાતાં હૃદયમાં અતિ ઉલ્લાસભાવ વ્યાપી જશે. ૫૦૨ ઋષભદાસ કહઈ જે નર સૂણસિ તે ઘરિ રીધ્ય ભરાસિજી, સૂખ સાતા સૂધ ગુરની સેવા, દિન દિન ઉછવ થાઈજી. વીર... ભાવાર્થ – ઋષભદાસ કહે છે કે જે નર આ રીતે જીવ વિચાર સાંભળશે તેના ઘરે રિદ્ધિ ભરાશે. શુદ્ધ ગુરૂની સુખશાતા પૂર્વક સેવા કરતા દિન - દિન ઉત્સવ થશે. ઈતિ શ્રી જીવ વીચાર રાસઃ સંપૂર્ણઃ | એ પ્રમાણે શ્રી જીવવિચાર રાસ સંપૂર્ણ થયો. સમાપ્તઃ કલ્યાણમસ્તુઃ II શ્રી રસ્મતઃ સમાપ્ત | કલ્યાણ થાઓ ! રસાળ થાઓ. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ પ્રકરણ - ૪ જીવ વિશે વિચારણા અનાદિકાળથી આધુનિક કાળ સુધી આબાલવૃદ્ધ, પંડિતથી પામર સર્વ માટે ‘જીવ’ એક કુતૂહલનો વિષય રહ્યો છે. કોઈ એને અકૃત્રિમ માને છે તો કોઈ કૃત્રિમ, કોઈ એને નિત્ય માને છે તો કોઈ અનિત્ય, કોઈ એને અવિનાશી માને છે તો કોઈ નાશવંત. ન જાણે કેટલુંએ સાહિત્ય એ અંગે લખાયું છે. વિવિધ ધર્મ - દર્શનોમાં એનું સાહિત્ય ઉપલબ્ધ છે. જેમાંના કેટલાંક અંશો હું મારા શોધ નિબંધરૂપે રજૂ કરૂં છું. જીવ શબ્દની વ્યુત્પત્તિ, અર્થ તેમ જ પર્યાય વારિવારિક નીવ પ્રાપ ધાર' ધાતુથી “વાર્તસૂત્ર દ્વારા ઘમ્ પ્રત્યય લગાડવાથી જીવ શબ્દ નિષ્પન્ન થાય છે. નીવનનું તિ નીવઃ' અર્થાત્ જીવન કે પ્રાણ ધારણ કરનારને “જીવ” કહે છે. ‘કવિતવાન, નીતિ, ગ્રીવિષ્યતીતિ નીવઃ જે જીવનવાળો છે, જે જીવ છે, જે જીવવાનો છે તે જીવ છે. કલ્યાણકારકમાં જીવ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે આપી છે. 'सजीवतीहेति पुनः पुनश्च वा स एव जीविष्यति जीवितः पुरा । ततश्च जीवोऽयमिति प्रकीर्तितो विशेषतः प्राणगणानु धारणात्' અર્થાત્ તે શરીરાદિ પ્રાણોને પ્રાપ્ત કરીને જીવે છે, પુનઃ પુનઃ ભવિષ્યમાં પણ જીવશે, ભૂતકાળમાં જીવી રહ્યો હતો એટલે જીવના નામથી તે આત્મા કહેવાય છે. (કલ્યાણકારક શ્રી આદિત્યાચાર્ય - દ્વિતીય પરિચ્છેદ પૃ. ૨૬) ‘ની' ધાતુને કર્તવાચક “અ” પ્રત્યય લાગવાથી ‘જીવ’ શબ્દ બને છે જેનો અર્થ થાય છે પ્રાણને ધારણ કરવું. પ્રાણને ધારણ કરે તે જીવ. જૈન વાડ્મયમાં જીવના અનેક પર્યાયવાચી નામોનો નિર્દેશ મળે છે. શ્રી આચારાંગ સૂત્રમાં - “ગન્નતિ તિ માત્મા’ ‘જે જાણે છે તે આત્મા” એમ કહીને જીવનો આત્મા તરીકે નિર્દેશ કર્યો છે. શ્રી ભગવતી સૂત્રમાં - જીવ, પ્રાણ, ભૂત, સત્વ, વિજ્ઞ, વેતા, ચેતા, જતા, આત્મા વગેરે ૨૩ પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ છે. ધવલાકારે - જીવ, કર્તા, વક્તા, પ્રાણી, ભોક્તા, પુદ્ગલરૂપ, વેત્તા, શરીરી, વિષ્ણુ, સ્વયંભૂ, સકતા, જંતુ વગેરે રૂપે ઉલ્લેખ કર્યો છે. (જેનેન્દ્ર સિદ્ધાન્ત કોષ પૃ. ૩૩૨) મહાપુરાણમાં - જીવ, પ્રાણી, ક્ષેત્રજ્ઞ, પુરૂષ, પુમાન, આત્મા વગેરેનો નામનિર્દેશ (જેનેન્દ્ર સિદ્ધાન્ત કોષ પૃ. ૩૩૨) Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જૈનેતર દર્શનોમાં - જીવ, પુરૂષ, દેહી, આત્મા વગેરેથી ઓળખાય છે. ક્રિશ્ચન આદિ પાશ્ચાત્ય દર્શનોમાં Soul (સોલ), જેવિશમાં રૂહા, મુસ્લિમમાં રૂહ, પારસીમાં રવાન અને ફવશી. પાશ્ચાત્ય દર્શનોમાં ‘જીવ મુખ્યત્વે સોલ (Soul) = આત્માના નામથી પ્રસિદ્ધ છે. ‘ભગવદ્ ગોમંડળ' (પૃ. ૩૫૬૫)માં જીવના - ચેતનાવાળું પ્રાણી, દહી, પ્રાણી, જંતુ, જીવવાનું વગેરે પાંત્રીશ અર્થ અને એકસો ચાલીશ રૂઢિપ્રયોગો - કહેવતો આપેલાં છે. ટૂંકમાં જીવ એટલે આત્મા - જીવનશક્તિ ધારણ કરવાના ગુણને લીધે તેને જીવ કહેવામાં આવે છે. જીવનું સ્વરૂપ – વિવિઘ દર્શનોને આધારે. ભારતીય દર્શન તેમ જ પાશ્ચાત્ય દર્શન બંનેમાં તત્ત્વમીમાંસાને દર્શનની મુખ્ય આધારશિલા માનવામાં આવી છે. તત્ત્વમીમાંસાના પાયા પર જ જ્ઞાનમીમાંસા પ્રમાણમીમાંસા કે આચારમીમાંસાનો ભવ્ય મહેલ નિર્માણ થઈ શકે છે. તેથી દાર્શનિક જગતમાં તત્ત્વમીમાંસાનું મુખ્ય સ્થાન છે. તત્ત્વમીમાંસાથી તત્ત્વના મૂળ સ્વરૂપનું નિર્ધારણ થાય છે. વિદ્વાનોનું કથન છે કે હૃદયની આંખો માટે દર્શનશાસ્ત્ર અમૃતાંજનનું કામ કરે છે. એના અધ્યયન મનનથી આત્મદર્શન થાય છે. માનવીનું મસ્તક જિજ્ઞાસાઓનું મહાસાગર છે જેમાં મુખ્યત્વે તત્ત્વ સંબંધી પ્રશ્નોના મોજાઓ ઉછળ્યા કરે છે. જેમ કે આસપાસનું વાતાવરણ કેમ સર્જાયું ? દુનિયા શું છે ? બધા સાથે મિલન કેવી રીતે થાય છે? વિશેષતઃ તો પોતાના અસ્તિત્ત્વના સંબંધમાં પોતે કોણ છે, ક્યાંથી આવ્યો, ક્યાં જશે અને જન્મ-મૃત્યુ શું છે? એવા પ્રશ્નો ઉદ્દભવે છે જેના ઉત્તર આત્મવાદ કે આત્મવિચારણામાંથી મળે છે. દરેક દર્શનમાં પ્રત્યક્ષ કે પરોક્ષરૂપથી આત્મદર્શનની સત્તાનું વિવેચન કરાયું છે. આપણા સમગ્ર જીવનચક્રનું કેન્દ્ર છે ‘આત્મા.' સૃષ્ટિના સંચાલન તેમ જ નિયમનમાં આત્મતત્ત્વનું વિશેષ મહત્ત્વ છે. સર્વ દર્શનોનું મુખ્ય ધ્યેયબિંદુ છે “આત્મા.” જીવ શબ્દ ભારતીય દર્શનોમાં “આત્મા’ માટે પ્રયુક્ત થયો છે. આત્મતત્ત્વનું વિશ્લેષણ, સ્વરૂપપ્રતિપાદન આદિ પર ઊંડાણથી વિચારવિમર્શ થઈ રહ્યા છે. જેના આધાર પર આત્માને એક તત્ત્વ માનવામાં આવ્યું છે. ત એ છે કે જે પદાર્થ જે સ્વરૂપમાં વિદ્યમાન છે એનું એ સ્વરૂપમાં હોવું ‘તા માવઃ તત્ત્વમ્' ૧ ભારતીય દર્શનમાં આત્માનું સ્વરૂપ ભારતમાં પ્રાચીન કાળથી જ જગતના રહસ્યોને ઉકેલવાના અનેકાનેક વૈચારિક પ્રયાસો થઈ રહ્યા છે. વિચારોની વિવિધતાના ફળસ્વરૂપે અનેક દર્શન વિકસિત થયા છે. ભારતીય દાર્શનિક વિચારધારાઓમાં મુખ્યત્વે જૈન, બૌદ્ધ, ચાર્વાક, ન્યાય - વૈશેષિક, સાંખ્ય, વેદાંત - મીમાંસક આદિ પ્રસિદ્ધ છે. ભારતીય દર્શનોનાં કેન્દ્રભૂતા Page #196 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૮૭ ત્રણ વિચારણીય પ્રધાન તત્ત્વો ઈશ્વર, જગત અને જીવ છે. ઈશ્વર એ સર્વ શક્તિમાન સત્તા છે. એણે રચેલી સૃષ્ટિ તે જગત છે. જીવ વ્યક્તિગત ચેતન્ય છે. અહીં આપણે જીવ વિશે વિચારીશું. જૈનદર્શન ભારતીય દર્શનમાં જેનદર્શનનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. “વિચારમાં અનેકાંત, ઉચ્ચારમાં સ્યાદ્વાદ, આચારમાં અહિંસા એ સૂત્રને કારણે એને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થઈ છે તો સંયમ, સમતા, અપરિગ્રહ વગેરેએ એને હિમાલય જેવી ઉત્તેગતા બક્ષી છે. આ દર્શન વ્યક્તિગત વિચારનું પરિણામ નથી પરંતુ તીર્થકરો, ગણધરો, શ્રુતકેવળીઓ અને આચાર્યોની વિચારણાઓનું પરિણામ છે. આ દર્શનમાં બધા પક્ષોનું સાંગોપાંગ વિવેચન થયું છે. ૧) તત્ત્વમીમાંસાની દૃષ્ટિએ ષદ્ભવ્યો અને નવ તત્ત્વોની અવધારણાથી આ દર્શનમાં તત્ત્વમીમાંસા કે જ્ઞાનમીમાંસા દૃષ્ટિગોચર થાય છે. ૨) પ્રમાણમીમાંસા કે જ્ઞાનમીમાંસાની દૃષ્ટિએ - પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનનું વ્યાપક ચિંતન અને જ્ઞાનમીમાંસાપ્રધાન દર્શનનું અલંકરણ પ્રદાન કરે છે. ૩) આચારમીમાંસા કે નીતિમીમાંસા - શ્રાવકાચાર અને શ્રમણાચારનું વિસ્તૃત તેમાં જ ઉપયોગી ચિંતન એને નીતિમીમાંસાપ્રધાન દર્શન હોવાનું ગૌરવ અર્પણ કરે છે. આ બધામાં તત્ત્વમીમાંસા શિરમોર છે, જેમાં આત્મતત્ત્વનું સાંગોપાંગ નિરૂપણ થયું છે. જૈનદર્શનની કરોડરજ્જુ ગણાતા તત્વ શબ્દના બે ફલિતાર્થ છે. ૧) અસ્તિત્ત્વની દૃષ્ટિથી - જે મૂળ વસ્તુ કે પદાર્થ છે તે તત્ત્વ છે. જેને આપણે સત્ (Reality) પણ કહીએ છીએ. આ તત્ત્વ ષ દ્રવ્યના જ્ઞાન (Metaphysics) નો વિષય છે. ૨) પરમાર્થની દૃષ્ટિથી – ‘તત્વ પરમર્થિક વસ્તુ જે પરમાર્થ એટલે કે મોક્ષની પ્રાપ્તિમાં સાધક બને છે તે પારમાર્થિક પદાર્થ તત્ત્વ છે. જેનદર્શનમાં તત્ત્વને વિસ્તારથી સમજાવવા માટે બે પદ્ધતિઓ અપનાવાઈ છે. જાગતિક (જગતને લગતું) અને આત્મિક (આત્માને લગતું) જયાં જાગતિક વિવેચનની પ્રમુખતા છે ત્યાં છ દ્રવ્યોની ચર્ચા કરી છે અને જ્યાં આત્મિક તત્ત્વ પ્રમુખ છે ત્યાં નવ તત્ત્વનું વિવેચન ઉપલબ્ધ હોય છે. છ દ્રવ્યો આ પ્રમાણે છે. ૧) ધર્માસ્તિકાય ૨) અધર્માસ્તિકાય ૩) આકાશાસ્તિકાય ૪) જીવાસ્તિકાય ૫) પુદ્ગલાસ્તિકાય અને ૬) કાળ. નવતત્ત્વ આ પ્રમાણે છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧) જીવ ૨) અજીવ ૩) પુણ્ય ૪) પાપ ૫) આશ્રવ ૬) સંવર ૭) નિર્જરા ૮) બંધ અને ૯) મોક્ષ. વિશ્વવ્યવસ્થા અને તત્ત્વપ્રતિપાદનનો હેતુ અલગ અલગ છે છતાં બંને પ્રકારનું જ્ઞાન જરૂરી છે. બંનેમાં જીવ - અજીવ એ બે જ મુખ્ય છે. આ બેમાં બાકીના દ્રવ્યો કે તત્ત્વોનો સમાવેશ થઈ જાય છે. તત્ત્વો બે છે એ સંબંધી વિચાર શ્રી ઠાણાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, દ્રવ્ય સંગ્રહ, પંચાસ્તિકાય, ષડ્રદર્શન સમુચ્ચય, શ્રી તસ્વાર્થ સૂત્ર વગેરેમાં કરવામાં આવ્યો છે. જેન, બૌદ્ધ, સાંખ્યદર્શનના મત પ્રમાણે જગતના મૂળમાં ચેતન અને અચેતના એવાં બે તત્ત્વો છે. જેનોએ તેને જીવ અને અજીવ એ નામ આપ્યા છે. બોદ્ધોએ તેને નામ અને રૂપ એ નામે ઓળખાવ્યા છે તો સાંખ્યમતમાં તેને જ પુરૂષ અને પ્રકૃતિ કહ્યા છે. જેનદર્શનમાં તત્ત્વમીમાંસાની શરૂઆત ગણધર ભગવંતોના પ્રશ્નથી થાય છે મર્યવં! તિરં?' હે ભગવાન! તત્ત્વ શું છે? Sધ્વજોના વિવાહ ના યુવા જે ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્ય ગુણોથી યુક્ત છે તે તત્ત્વ છે. આ જવાબ સાંભળીને ગણધરો સંતુષ્ટ થાય છે, પુષ્ટ થાય છે અને ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રરૂપણારૂપે દ્વાદશાંગીની રચના કરે છે. એમાંના પહેલું અંગસૂત્ર “શ્રી આચારાંગ સૂત્ર' માં સૌ પ્રથમ આત્માની જ પ્રરૂપણા કરવામાં આવી છે. કારણ કે અધ્યાત્મનો સીધો સંબંધ આત્માથી છે. આત્માને જાણવો, જોવો અને પામવો એ જ એનો આદિ, મધ્ય અને અંત છે. એટલે જ તીર્થંકર પરમાત્મા જયારે સૂત્રાર્થ પ્રરૂપણ કરે છે ત્યારે પ્રથમ અંગ શ્રી આચારાંગમાં આત્મા સંબંધી જ પ્રરૂપણા કરે છે. “અતિ તિ 3ઝા' અર્થાત્ જે જાણતો રહે છે તે આત્મા કહેવાય છે. સિદ્ધ અને સંસારી બંને પ્રકારના જીવોમાં જ્ઞાન (જાણપણું) હંમેશા વિદ્યમાન રહે છે. આત્મજિજ્ઞાસાથી પ્રારંભ થવાવાળું આ અંગસૂત્ર જૈન દર્શનનું મુખ્ય સૂત્ર છે. આત્મા છે, તે નિત્યાનિત્ય છે, તે કર્તા છે, તે ભોક્તા છે, બંધ અને તેના હેતુ છે, મોક્ષ અને તેના હેતુ છે. આ બધા આચારશાસ્ત્રના આધારભૂત તત્ત્વ છે જેનું નિરૂપણ પ્રસ્તુત અંગમાં વ્યાપક દૃષ્ટિથી થયું છે. આ સૂત્રની ટીકામાં છ દ્રવ્યના સ્વરૂપની અંતર્ગત જીવની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ‘ગવતિ પ્રાઈન થરથતિ રતિ નવ જે જીવે છે, પ્રાણોને ધારણ કરે છે તે જીવ છે. 'अयमात्मा निश्चयनयेन सत्ता चैतन्य ज्ञानादिरुपैः शुद्ध प्राणोः तथा Page #198 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૮૯ व्यवहारनयतो यथा संभव क्षयोपशमिकैरिन्द्रियादि द्रव्यप्राणैश्च जीवति, जीविष्यति जीवितवांश्येत्यतोऽयमात्मा जीवः इत्युच्यते।' અર્થાત્ આત્મા નિશ્ચય નયથી સત્તા, ચેતન્ય અને જ્ઞાન આદિરૂપ શુદ્ધ પ્રાણોથી તથા વ્યવહારનયથી યથા સંભવ ક્ષયોપશમજન્ય ઇન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોથી જીવિતા છે, જીવિત રહેશે અને જીવિત હતો, તેથી આત્મા “જીવ’ કહેવાય છે. (આચારચિંતામણિ ટીકા - ઘાસીલાલજી મહારાજ સાહેબ. પૃ.૨૩૫). તત્પશ્ચાત્ જીવનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે"औपशमिकादिभाववान, असंख्यात प्रदेशी, परिणामी, लोकाकाशव्यापी, प्रदीपवत् संकोचविकासशीलः, व्यक्तिरुपेणानन्तोऽखण्डः, क्रियाशीलः, प्रदेशसमुदायरुपो, नित्यो, रुपरहितोऽवस्थितोऽमूर्तः सन्नपि संसारावस्थायायां मूर्त इव प्रतीयमानः ऊर्ध्वगतिशील आत्मा जीवः।" ભાવાર્થ - ૧) ઓપશમિક આદિ ભાવોવાળો ૨) અસંખ્યાત પ્રદેશી ૩) પરિણામી ૪) દીવાની જ્યોતના પ્રકાશની જેમ સંકોચ - વિકાસ સ્વભાવવાળો ૫) વ્યક્તિરૂપથી અનંતની સંખ્યામાં છે, અખંડ છે. ૬) ક્રિયાશીલ ૭) પ્રદેશ સમુદાયરૂપી ૮) નિત્ય ૯) અરૂપી ૧૦) અવસ્થિત ૧૧) અમૂર્ત હોવા છતાં ય સંસારી અવસ્થામાં મૂર્ત જેવા દેખાવવાળો ૧૨) ઊર્ધ્વગમનના સ્વભાવવાળો આત્મા જીવ કહેવાય છે. હવે તેનો વિશેષાર્થ કહે છે. (૧) ઔપથમિક આદિ ભાવ - પર્યાયોની ભિન્ન ભિન્ન અવસ્થાઓ ભાવ કહેવાય છે. આત્માના પર્યાયવર્તી ભાવ પાંચ પ્રકારના છે. અ) ઓપશમિક ભાવ ઃ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિનો ઉપશમ એટલે ઉદયના અભાવવાળા પરિણામને ઓપશમિક ભાવ કહે છે. બ) દાયિક ભાવઃ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોના ફળરૂપ વિપાકનો અનુભવ કરવો તે ઉદય કહેવાય. ઉદયથી ઉત્પન્ન થવાવાળો ભાવ તે ઓદાયિક ભાવ. ક) ક્ષાયિક ભાવ: આઠે કર્મની પ્રકૃતિના ક્ષયથી પ્રાપ્ત થતા પરિણામને લાયક ભાવ કહે છે. ડ) લાયોપથમિક ભાવઃ ઘાતિ કર્મના ક્ષય અને ઉપશમથી પ્રાપ્ત થતા પરિણામોને લયોપશમ ભાવ કહે છે. ક્ષયોપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે કે જે કર્મના ઉદયમાં નહિ આવેલા અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. ઇ) પારિણામિક ભાવ: દ્રવ્યનો એક પરિણામ છે જે ફક્ત દ્રવ્યના અસ્તિત્ત્વથી પોતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે. અર્થાત્ કોઈપણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપ પરિણમન જ પારિણામિક ભાવ કેહવાય. (૨) અસંખ્યાત પ્રદેશી - પ્રદેશોની સંખ્યાની અપેક્ષાએ પ્રત્યેક આત્માનું પરિમાણ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત લોકાકાશ જેટલા અસંખ્યાતા પ્રદેશવાળું હોય છે. (૩) પરિણામી : પ્રત્યેક સમયે એક પર્યાય છોડી બીજી પર્યાય ધારણ કરે તે પરિણામ કહેવાય. એ પરિણામ જેમાં હોય તે પરિણામી કહેવાય. આત્મામાં સતત પર્યાયોનું પરિવર્તન ચાલુ હોય છે તેથી પરિણામી છે. ‘હરિવંશ પુરાણ’માં કહ્યું છે કે ‘દ્રવ્યપર્યાયરુપત્વાન્નિત્યોમયાત્મનઃ ।' ૩/૧૦૮ આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે તેમ જ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે ‘પંચાસ્તિકાય’ ‘કાર્તિકેય અનુપ્રેક્ષા’ આદિમાં પણ આ જ વાત દૃષ્ટિગોચર થાય છે. (૪) પ્રદીપ પ્રભાની જેમ સંકોચ વિકાસ સ્વભાવવાળા હોવાથી - લોકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશમાં જીવનું અવગાહન થઈ શકે છે. જે પ્રમાણેનું શરીર મળે એ પ્રમાણે એનો સંકોચ વિકાસ થાય છે. જીવ કંથવા જેટલો નાનો થઈ શકે છે તો હજાર યોજનના સર્પ જેટલો લાંબો પણ થઈ શકે છે.‘પંચાસ્તિકાયતાત્પર્યવૃત્તિ’માં કહ્યું છે કે ‘સર્વત્ર વૈમધ્યે નીવોસ્તિ ન ચૈવશ્વેશે। આત્મા પોતાને પ્રાપ્ત આખા શરીરમાં વ્યાપ્ત થઈને રહે છે. શરીરનો કોઈ પણ અંશ એવો નથી હોતો કે જ્યાં આત્મા ન હોય. આત્માનું પરિમાણ આકાશ પ્રમાણે મહાન નથી અને પરમાણુ જેટલું સૂક્ષ્મ પણ નથી. આત્મા મધ્યમ પરિમાણવાળો છે. (૫) વ્યક્તિરૂપથી અનંતની સંખ્યામાં છે. - અખંડ છે. સમસ્ત જીવરાશિની અપેક્ષાએ અનંતા જીવો છે. પ્રત્યેક જીવ અખંડ છે. (એક જીવ માત્ર બ્રહ્માંડ વ્યાપીને રહે અને બીજા એના અંશો હોય એમ નહિ. દરેક જીવ અસંખ્યાત પ્રદેશી અખંડ છે. આત્માનો એકે પ્રદેશ વિખરાઈ જાય નહિ અખંડ જ રહે.) શ્રાવકાચાર (અમિતગતિ) માં કહ્યું છે કે 'सर्वेषामेक एवात्मा युज्यते नेति जल्पितुम । जन्म मृत्यु सुखादीनां भिन्नानामुपलब्धितः ॥' અર્થાત્ બધાના જન્મ - મરણ, સુખ-દુઃખ અલગ - અલગ દૃષ્ટિગોચર થાય છે માટે બધામાં એક આત્મા નથી. તેથી આત્મા અખંડ અને અનંત છે. (૬) ક્રિયાશીલ - જીવમાં કોઈને કોઈ અર્થક્રિયા હોય છે. ઉપયોગ રૂપે જ્ઞાન ને દર્શનમાં ક્રિયા કરે છે. (૭) પ્રદેશ સમુદાયરૂપી - અસંખ્યાતા પ્રદેશોના સમૂહરૂપે છે. (૮) નિત્ય - જીવ જીવરૂપે જ રહે છે. દ્રવ્યનયની અપેક્ષાથી એનું સ્વરૂપ નષ્ટ નથી થતું માટે નિત્ય છે. (૯) અરૂપી - જીવ વાસ્તવમાં અરૂપી છે વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં બીજે ઠાણે બે પ્રકારના જીવ કહ્યા છે 'रुवी जीवा चेव अरुवी जीवा चेव ।' Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ જીવવિચાર રાસ એક અધ્યયન અર્થાત્ જે કર્મરહિત શુદ્ધ, સ્વચ્છ, સરિચદાનંદ સિદ્ધ પરમાત્મા છે તે અરૂપી જીવ છે અને અરૂપી હોવાને કારણે તેમને રૂપી કર્મો સ્પર્શી શકતા નથી. કર્મસહિતના જીવો રૂપી છે. (૧૦) અવસ્થિત - જીવ જેટલો છે તેટલો કાયમ રહે છે એના પ્રદેશોમાં ક્યારેય વધઘટ ન થાય. (૧૧) અમૂર્ત - હોવા છતાં મૂર્ત જેવા દેખાવવાળા જીવ હોય છે જીવને કોઈ આકાર નથી પણ કર્મસંગે જે જીવો ઉપજે એ પ્રમાણે એ આકાર ધારણ કરે છે. (૧૨) ઉર્ધ્વગમનના સ્વભાવવાળા - સકલ કર્મોનો ક્ષય થયા પછી તત્કાલ મુક્ત થયેલો જીવ ઉપર તરફ તીવ્રતાથી ગમન કરે છે. જીવ ઉર્ધ્વગતિશીલ હોવા છતાં તેમાં અંતરાય નાંખવાવાળા દ્રવ્યોના (કર્મોના) નિમિત્તથી અધોગમન કે તિÚગમન કરે છે. અથવા કોઈ વખત ગમન કરવામાં અસમર્થ થઈ જાય છે. જયારે સકલ કર્મોના અંત થઈ જાય છે ત્યારે ઊર્ધ્વગતિ થવામાં કોઈ અંતરાય નડતી નથી. જીવનું લક્ષણ "નવો વારસો' જીવનું લક્ષણ ઉપયોગ છે. આત્મલક્ષ્ય શેય છે અને ઉપયોગલક્ષણ જાણવાનો ઉપાય છે. જીવ લક્ષણ વગરનો ક્યારેય પણ ન હોય. જીવના સ્વરૂપમાં બતાવેલા ઓપશમિકાદિ ભાવમાંથી પારિણામિક સિવાયના ચાર ભાવ બધા આત્મામાં સદાય મળે કે ન મળે પણ ઉપયોગ તો હોય જ. ઉપયોગ બે પ્રકારના છે સાકાર (જ્ઞાન) ઉપયોગ અને અનાકાર (દર્શન) ઉપયોગ. કોઈ પણ જીવ ઉપયોગ વગરનો નથી હોતો અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન (ઉપયોગ) નિગોદના જીવોને પણ ખૂલ્લું હોય છે. આ ઉપરાંત ચૈિતન્યનક્ષણો નીવઃ |’ ઉપયોગની જેમ ચૈતન્ય પણ જીવનું લક્ષણ છે. ચેતન શક્તિ છે અને ઉપયોગ એની પ્રવૃત્તિ છે. જીવાસ્તિકાયના ચાર ગુણ (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત સુખ અને (૪) અનંત વીર્ય. જીવાસ્તિકાયની ચાર પર્યાય (૧) અવ્યાબાધત્વ (૨) અનવગાહનાત (૩) અમૂર્તિકતાત્વ અને (૪) અગુરુલઘુત્વ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણથી પાંચ પ્રકારે જીવાસ્તિકાયનું જ્ઞાન થાય છે. ૧) દ્રવ્યથી - જીવ અનંત છે. ૨) ક્ષેત્રથી - લોક પ્રમાણે છે. ૩) કાળથી - આદિ - અંત રહિત છે. ૪) ભાવથી - અરૂપી -વર્ણ - ગંધ - રસ અને સ્પર્શથી રહિત છે. ૫) ગુણથી – ચેતના લક્ષણ છે. જીવના પ્રકાર જીવ મુખ્યત્વે બે પ્રકારના છે. સંસારી અને સિદ્ધ. સંસારી જીવો કર્મોથી સહિતા સંસારાવસ્થામાં હોય છે અને સિદ્ધના જીવો કર્મોથી રહિત મુક્તાવસ્થામાં હોય છે. સંસારી જીવના પુનઃ સ્થાવર અને ત્રસ એમ બે ભેદ થાય છે. જેનો ષજીવનીકાયમાં Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત સમાવેશ થાય છે. ‘શ્રી આચારાંગસૂત્ર’માં પ્રથમ અધ્યયનમાં પાંચ સ્થાવર જીવોની પંચેંદ્રિય જીવો સાથે તુલના કરીને સ્થાવર જીવોના જીવત્વની સિદ્ધિ કરી છે તેમ જ પુનર્જન્મ દ્વારા જીવની ત્રૈકાલિકતાની પણ સિદ્ધિ કરી છે. આ પ્રમાણે આત્મા બે પ્રકારના કહ્યા છે. સંસારી આત્મા અને મુક્તાત્મા. ‘યશ્વ વિજ્ઞાતા પવાર્થાનાં રિચ્છેવવઃ ૩પયોન' વિજ્ઞાતા અવસ્થા જ ઉપયોગ અવસ્થા છે. આત્માનું આ સ્વરૂપ સંસારી આત્મા માટે છે. મુક્તાત્માનું સ્વરૂપ આનાથી સર્વથા ભિન્ન છે. મુક્તાત્મા અનુસંચરણથી અતીત છે. આ જ સૂત્રમાં ૫ માં અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશામાં મુક્તાત્માઓનું અર્થાત્ આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવ્યું છે. 'सव्वे सरा णियद्वंति, तक्का जत्थ ण विज्जइ, मई तत्थ ण गाहिया । ओए अप्पइद्वाणस्स खेयण्णे । સે ન વીકે, ન સ્સે, ન વધે, ન તસે, ન પરસે, ન રિમંકલે, ન વિઝ્હે, ન નીલે, ન સોહિ, ન ફાલિવે, ન સુશ્ર્લેિ, ન શ્મિનંધે, ન દુભિનંધે, ન તિત્તે, ન વઝુર્, ન વસાણુ, ન સંવિલે, ન મટ્ટુરે, ન વડે, ળ મગ, ન મરુત્, ન લકુર, ન સીટ્, ન કણ્ડે, ન ગિને, ન સુવચ્ચે, ન પગ, ન રુડે, ન સંગે, ન ત્યી, ન રિસે, ન અાજ્ઞા परिणे सण्णे । उवमा ण विज्जइ । अरुवी सत्ता अपयस्स पयं णत्थि । સે ન સકે, ન વે, ન બંધે, ન રસે, ણ પગસે, વ્રેયાવંતિ ત્તિ સેમિય’ ભાવાર્થ - “તે મુક્તાત્માનું સ્વરૂપ કે અવસ્થા બતાવવા માટે કોઈ શબ્દો નથી, બધા સ્વરો નિવૃત્ત (પાછા ફરે) થાય છે, ત્યાં કોઈ તર્ક પણ કામ આવતો નથી, ત્યાં મતિ પણ કાંઈ જ ગ્રહણ કરી શકતી નથી, તે બુદ્ધિથી ગ્રાહ્ય નથી. તે સર્વ કર્મરૂપી મેલથી રહિત છે. મોક્ષ અને સંસારના સ્વરૂપના જાણનાર છે. તે દીર્ઘ નથી, હ્રસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચતુષ્કોણ નથી, પરિમંડળ નથી, કાળો નથી, લીલો નથી, લાલ નથી, પીળો નથી, સફેદ નથી, સુગંધી નથી, દુર્ગંધી નથી, તીખો નથી, કડવો નથી, કસાયેલો નથી, ખાટો નથી, મીઠો નથી, કર્કશ નથી, કોમળ નથી, ભારે નથી, હળવો નથી, ઠંડો નથી, ગરમ નથી, ચીકણો નથી, રૂક્ષ નથી. તે મુક્તત્મા શરીરધારી નથી, પુનર્જન્મધારી નથી (અજન્મા છે) તે કર્મસંગ રહિત નિર્લેપ છે. તે સ્ત્રી નથી, પુરૂષ નથી અને નપુંસક નથી. તે મુક્તાત્મા જ્ઞાન - દર્શનયુક્ત છે પણ તેનું જ્ઞાન કરાવવા કોઈ ઉપમા નથી. તે અરૂપી, અમૂર્ત અસ્તિત્ત્વવાળા છે. તે પદાતીત, વચનથી અગોચર છે. તેનું જ્ઞાન કરાવવા કોઈ પદ નથી. આ પ્રમાણે તે સિદ્ધ ભગવાનને શબ્દ નથી, રૂપ નથી, રસ નથી અને સ્પર્શ નથી. આ પ્રમાણે સિદ્ધોનું સ્વરૂપ છે.” Page #202 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૯૩ જેનદર્શનમાં આગમ અનુસાર એક માન્યતા પ્રમાણે આત્મા ત્રણ પ્રકારના છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા આત્મા શરીર અને ઇન્દ્રિયોના સમૂહરૂપ છે એવી માન્યતા ધરાવનાર, ઈન્દ્રિયોની પ્રવૃત્તિમાં રાચનાર તેમ જ શરીર, ધન - ધાન્યાદિ, સમૃદ્ધિ, કુટુંબ પરિવાર આદિમાં તલ્લીન રહેવાવાળો જે છે તે બહિરાત્મા છે તે મિથ્યાસ્વી છે. અંતરાત્મા : આત્મા સિવાયની બાહ્ય વસ્તુને પર સમજીને તેને ત્યાગવા ચાહે કે ત્યાગે, દેહ અને આત્માને ભિન્ન માને, વ્રત - પ્રત્યાખ્યાન સ્વીકારે, કુટુંબ - પરિવારની સાથે રહેવા છતાં અલિપ્ત રહે એ અંતરાત્મા ચોથાથી બારમા ગુણસ્થાનવાળા હોય છે. પરમાત્મા પરમાત્મા બે પ્રકારના હોય છે. અરિહંત અને સિદ્ધ. કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી સર્વ પદાર્થના દ્રવ્ય ગુણ - પર્યાયને જાણનારા, દેહધારી હોય તે અરિહંત ભગવાન છે અને સર્વકર્મથી મુક્ત, સર્વકાર્ય સિદ્ધ કરનાર, સ્વસ્વરૂપમાં લીન અને મોક્ષસુખમાં બિરાજમાન છે એ સિદ્ધ પરમાત્મા છે. બીજી માન્યતા પ્રમાણે ભગવતી સૂત્ર શતક ૧૨, ઉ. ૧૦ માં બતાવ્યા પ્રમાણે આત્મા સ્વશક્તિએ કરીને એક જ રીતે એક જ સ્વરૂપી છે સમાન પ્રદેશી, સમાન ગુણી છે તેથી નિશ્ચયનયે એક જ ભેદ કહેવાય છે પણ વ્યવહાર નયની અપેક્ષા કેટલાક કારણોને લઈને આઠ આત્મા કહેવાય છે. ૧) દ્રવ્ય આત્મા, ૨) કષાય આત્મા, ૩) જોગ આત્મા, ૪) ઉપયોગ આત્મા, ૫) જ્ઞાન આત્મા, ૬) દર્શન આત્મા, ૭) ચારિત્ર આત્મા, ૮) વીર્ય આત્મા. આ આઠ આત્મા એક બીજા સાથે મળી જવાથી અનેક વિકલ્પ ભેદ થાય છે. કયા આત્મા ઓછા વધુ છે તે બતાવે છે. અલ્પબહત્ત્વઃ સર્વથી થોડા ચારિત્ર આત્મા, તેનાથી જ્ઞાન આત્મા અનંતગુણા, તેનાથી કષાય આત્મા અનંતગુણા, તેનાથી જોગ આત્મા વિશેષાહિયા, તેનાથી વીર્ય આત્મા વિશેષાહિયા, તેનાથી દ્રવ્ય આત્મા અને ઉપયોગ આત્મા તથા દર્શન આત્મા માંહોમાંહે તુલ્ય ને તેનાથી વિશેષાહિયા હોય છે. આત્માના અસ્તિત્વની સિદ્ધિ શ્રી આચારાંગ સૂત્ર - ઘાસીલાલજી મહા. ૨૧૩ મા પૃષ્ઠ પર આત્માના અસ્તિત્ત્વની સિદ્ધિ બતાવી છે જેનો સાર નીચે મુજબ છે. (૧) પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ અ) આત્મા છે કે નહિ, આ પ્રકારનું સંશયાદિ જ્ઞાન પોત પોતાના આત્મામાં સ્વસંવેદના પ્રત્યક્ષથી સિદ્ધ છે, તે જ્ઞાન આત્માથી અભિન્ન હોવાને કારણે આત્મસ્વરૂપ જ છે. શંકાનો કરનાર તે અચરજ એહે અમાપ. આત્માની શંકા કરે આત્મા પોતે આપ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત બ) આત્માના આશ્રિતપણાથી જ દુઃખ - સુખ આદિ પોતે પોતાના શરીરમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે. ક) હું કરી ચૂક્યો, હું કરું છું, હું કરીશ ઇત્યાદિ રૂપથી જે “અહં પ્રત્યય” થાય છે તે આત્મામાં જ થાય છે નહિ કે શરીરમાં. નહિતર મૃત શરીરમાં પણ થાત જે પ્રત્યક્ષ સિદ્ધ છે. ડ) સ્મૃતિ, જિજ્ઞાસા, ઇચ્છા, સંશય વગેરે પણ આત્મામાં પ્રત્યક્ષથી સિદ્ધ છે. આત્માના જ ગુણ છે. જડના નથી. તેથી પ્રત્યક્ષ પ્રમાણથી આત્મતત્ત્વનું અસ્તિત્વ છે તે સિદ્ધ થાય છે. (૨) અનુમાન પ્રમાણઃ પોતાના શરીરમાં પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા પ્રતીત થાય છે તે પ્રમાણે બીજાના શરીરમાં અનુમાન પ્રમાણથી આત્મા સમજવો જોઈએ. અ) બીજાના શરીર સાત્મક (આત્માથી યુક્ત) છે. જયાં ઈષ્ટ - અનિષ્ટમાં પ્રવૃત્તિ - નિવૃત્તિ જોવામાં આવે છે તે સાત્મક હોય છે - જેમ પોતાનું શરીર. જે સાત્મક નથી તેમાં ઈષ્ટ - અનિષ્ટની પ્રવૃત્તિ પણ થતી નથી. જેમ કે ઘટ, બીજાના શરીરમાં પણ પ્રવૃત્તિ - નિવૃત્તિ દેખાય છે તેથી તે સાત્મક છે. બ) શરીર સકર્તક (કર્તાથી યુક્ત) છે! કેમ કે તે આદિવાળું અને નિયત આકારવાળું છે જેમ કે ઘટ જે સકતૃક નથી હોતા તે આદિવાળા અને નિયત આકારવાળા હોતા નથી જેમ કે મેઘ વિકાર. ક) ઇંદ્રિયોથી જ્ઞાન પ્રાપ્ત કરનાર કોઈક છે તે આત્મા છે. ડ) દેહ આદિનો ભોક્તા કોઈ અવશ્ય છે જે ભોગ્ય હોય તેનો ભોક્તા પણ હોય છે તે આત્મા છે. ઈ) દેહ આદિનો કોઈ સ્વામી છે. જેમ કે તે સંઘાતરૂપ, મૂર્તિમાન છે. જેનો કોઈ સ્વામી નથી તે સંઘાતરૂપ પણ નથી અને મૂર્તિમાન પણ ન હોય. ઇન્દ્રિયોનો વિષય પણ ન હોય, ચાક્ષુષ પણ ન હોય જેમ કે આકાશપુષ્પ, દેહાદિ સંઘાતરૂપ છે તેનો સ્વામી અવશ્ય છે તે આત્મા છે. ફ) જીવ અને દેહ અલગ છે કારણ કે બંનેના પર્યાયવાચક શબ્દો જુદા જુદા છે. જીવના પર્યાયવાચી શબ્દો - પ્રાણી, ભૂત, જીવ, સત્વ આદિ શબ્દ અલગ છે. દેહના પર્યાયવાચી શબ્દો - શરીર, વપુ, તન, કાય, ગાત્ર આદિ ભિન્ન છે માટે બંનેનો અર્થ પણ અલગ થવો જોઈએ. “આ જીવ છે તેથી હનન કરવા યોગ્ય નથી” આ વાક્ય દ્વારા દેહમાં રહેલા પ્રાણીની જ હિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે. તેથી અનુમાન પ્રમાણથી આત્માનું અસ્તિત્ત્વ સિદ્ધ થાય છે. આગમથી આત્માની સિદ્ધિ આપ્ત પુરૂષ દ્વારા પ્રણિત સંપૂર્ણ આગમ આત્માનું બોધક છે. આત્મતત્વના સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર માટે જ આગમની પ્રવૃત્તિ છે. તો પણ આગમના Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ જીવવિચાર રાસ એક અધ્યયન કેટલાક વાક્ય પ્રમાણરૂપમાં પ્રદર્શિત કર્યા છે. ૧) જે ઝાયાવતી’ જે આત્મવાદી છે - “શ્રી આચારાંગ સૂત્ર” અધ્ય. ૧, ૫ મું સૂત્ર. ૨) “7િ ગાયા, ઝત્યિ નીવા, ને ગાયા ‘શ્રી ઠાણાંગ સૂત્ર’ પહેલો ઉદ્દેશો. 3) 'कइविहा णं भंते ! दव्वा पण्णता ? गोयमा ! दुविहा पण्णता तं जहा जीवदव्वा य अजीवदब्वाय' શ્રી અનુયોગદ્વાર સૂત્ર’ સૂત્ર ૧૪૧ ઇત્યાદિ અનેક આગમ વાક્ય સમજી લેવા. જોઈએ. ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ એમના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીની જીવ સંબંધી શંકાનું સમાધાન કરવા પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણથી આત્મસિદ્ધિ કરી છે એનું સુંદર નિરૂપણ “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય’ - ભાગ ૨ પૃ. ૧ થી ૧૧ માં થયું છે. “શ્રી રાયખશ્રીય સૂત્ર’માં જીવ અને શરીર ભિન્ન છે એની સુંદર સિદ્ધિ કરી છે. આત્માનું દ્રવ્યત્વ નિરૂપણ ગુણ અને પર્યાયથી યુક્ત હોય તેને દ્રવ્ય કહેવાય. આત્મા ચેતના આદિ અનંતગુણોથી યુક્ત છે અને જ્ઞાનોપયોગ તથા દર્શનાપયોગ આદિ અનંત પર્યાયવાળો પણ છે. આત્મદ્રવ્ય નિત્ય છે. તેના ચેતનાદિ ગુણ પણ નિત્ય છે. પરંતુ ચેતનાજન્ય ઉપયોગ પર્યાય અનિત્ય છે. પણ ઉપયોગ પર્યાયનો પ્રવાહ ત્રિકાલવર્તી હોવાથી નિત્ય છે. આત્મામાં અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રદેશત્વ, જ્ઞયત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ આદિ સાધારણ ગુણો છે જે બીજા દ્રવ્યોમાં પણ જોવા મળે છે. જયારે ચૈતન્ય, સુખ, વીર્ય, ઉપયોગ આદિ અસાધારણ ગુણો છે જે માત્ર આત્મામાં જ જોવા મળે છે. આમ સમગ્રતયા જૈન દર્શનમાં સર્વજ્ઞ પ્રરૂપિત સૂત્રમાં તત્ત્વમીમાંસાનું સચોટ નિરૂપણ થયું છે. જેમાં અસ્તિત્વની દૃષ્ટિથી ષ દ્રવ્યોનું અને પારમાર્થિક દૃષ્ટિથી નવ તત્ત્વોનું વિવરણ થયું છે જે જાગતિક (જગતને લગતું) અને આત્મિક (આત્માને લગતું) ના નામે ઓળખાય છે. વિશ્વવ્યવસ્થા માટે ષટ્વવ્યનું જ્ઞાન જરૂરી છે તો તત્ત્વપ્રતિપાદન માટે નવતત્ત્વનું જ્ઞાન જરૂરી છે. ષદ્રવ્ય અંતર્ગત જીવની નિશ્ચય નય અને વ્યવહાર નથી સમજણ આપી છે. ત્યાર પછી જીવના સ્વરૂપની સપ્રમાણ છણાવટ કરી છે. સંસારી આત્મા અને મુક્ત આત્મા એ બે પ્રકારના આત્મા તેમ જ ત્રણ પ્રકાર અને આઠ પ્રકારના આત્માનું વિવેચન કર્યું છે. આત્માના અસ્તિત્ત્વની સિદ્ધિ દર્શાવીને આત્માનું દ્રવ્યનિરૂપણ કર્યું છે. આ બધામાંથી એ નિચોડ નીકળે છે કે જેના માર્ગે આત્મા - અસંખ્યાત પ્રદેશી, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અખંડ, નિત્ય, પરિણામી, અકૃત્રિમ, અવિનાશી, દેહ પરિમાણી, અમૂર્ત, અરૂપી, નિરંજન, નિરાકાર, સ્વતંત્ર, ચેતન્યલક્ષણ, ઉપયોગ લક્ષણવાન, સુખ દુઃખનો જાણ, સુખદુઃખનો વેદક, અવિભાજ્ય અજર - અમર, નિરવયવ, અભોતિક છે. ચાવક દર્શન ભારતીય દર્શનનું લક્ષ્ય આત્માની ઓળખ, આત્મિક વિકાસ અને મોક્ષ પ્રાપ્તિ છે. એ દર્શનના મુખ્યત્વે બે વિભાગ પડે છે આસ્તિક અને નાસ્તિક. આત્મા કે જીવના અસ્તિત્વ અને નાસ્તિત્વનો અભ્યપગમ હજારો વર્ષથી ચાલી રહ્યો છે. ભારતીય દર્શનોમાં શ્રમણ અને બ્રાહ્મણ બંને પરંપરાના અનેક આચાર્યો - આત્માને પદ્ગલિક માની રહ્યા છે. આત્માના અસ્તિત્ત્વને નકારવામાં સૌથી વધારે પ્રસિદ્ધિ ચાર્વાક દર્શનને મળી છે. ચાર્વાક = ચર્વ = જમવું. તેના પરથી ખાઓ, પીઓ અને મોજ કરો એવી. વિચારસરણીવાળા ચાર્વાક કહેવાય છે. यावज्जीवेस्सुखं जीवेत, ऋणं कृत्वा धृतं पीबेत्। મીમૂતરા સેકસ્ય, પુનરાગમન યુરતઃ ||દા ચાર્વાક સૂત્ર - ૬ પૃ. ૭ અર્થાત્ - જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો એટલે એશ આરામમાં રહીને બને એટલી મોજમજા કરી લો. જો મોજમજા કરવાના તમારી પાસે પૂરતા પૈસા ન હોય તો કોઈ સ્નેહી સંબંધી પાસેથી ઉછીના લો પણ ઘી પીવાનું એટલે માલમલીદા ઝાપટવાનું ચાલુ રાખો. આ દેહ બળીને ભસ્મીભૂત થઈ ગયા પછી ફરી ઉત્પન્ન થવાનો નથી. બૃહસ્પતિના શિષ્ય ચાર્વાક દ્વારા આ મત પ્રચારિત થવાને કારણે ચાર્વાક કે બ્રાહસ્પતય નામે ઓળખાય છે. પુણ્ય પાપાદિક પરોક્ષ વાતોનું ચર્વણ કરી જવાવાળા, નિર્વિચારી લોકોની જેમ આચરણ કરવાને કારણે લોકાયત કે લોકાયતિક નામ પણ પ્રસિદ્ધ છે. પંચમહાભૂતવાદ - એમના મતે પંચભૂત સિવાય આત્મા આદિનું કોઈ અસ્તિત્વ નથી. પંચમહાભૂત સર્વલોક વ્યાપી છે તેથી તે પંચમહાભૂત કહેવાય છે. પાંચમહાભૂત કોઈ કર્તા દ્વારા નિર્મિત નથી એને કાર્યમાં પ્રવૃત્ત કરાવવાવાળો બીજો કોઈ પદાર્થ નથી માટે સ્વતંત્ર છે જ્યારે પાંચ ભૂતો મળે છે ત્યારે તેમાં જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય ઉત્પન્ન થાય છે. ચૈતન્ય - શતિ પંચમહાભૂતથી ભિન્ન નથી. જેવી રીતે પાણીમાં પરપોટા ઉત્પન્ન થઈને વિલીન થાય છે એમ આત્મા પણ પંચભૂતમાંથી ઉત્પન્ન થઈને એમાં જ વિલીના થઈ જાય છે. શરીરથી ભિન્ન કોઈ આત્માનું અસ્તિત્વ જ નથી, એટલે પરલોક પુનર્જન્મ અને મોક્ષનો પ્રશ્ન જ નથી ઉભવતો. જો કે વર્તમાનમાં ચાર્વાકના જે સિદ્ધાન્ત સૂત્રો મળે છે એમાં ચાર ભૂતોનો જ ઉલ્લેખ છે. આકાશનો ઉલ્લેખ નથી. કારણ કે પ્રત્યક્ષને જ પ્રમાણ માનવાવાળા ચાર્વાક આકાશને માની પણ કેવી રીતે શકે? દર્શનયુગીન સાહિત્યમાં ચાર્વાક સંમતા Page #206 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૯૭ ચાર ભૂતોનો જ ઉલ્લેખ મળે છે. આગમ યુગમાં પંચમહાભૂતવાદી હતા. તેમાંના એક શ્રી પુકુલકાત્યાયન પંચભૂતોનો સ્વીકાર કરતા હતા અને આત્માને નહોતા માનતા. તેઓ પોતાની માન્યતાને ત્રણ પ્રકારે પુષ્ટ કરે છે. ૧) શરીર હોય તો જ ચેતનાનો ઉદય થાય છે. અને શરીર નાશ પામવાથી તે નાશ પામે છે માટે ચૈતન્ય શરીરનું સિદ્ધ થાય છે આત્માનું નહિ. ૨) હું સ્કૂળ છું, હું કૃશ છું, હું દુઃખી છું, પ્રસન્ન છું, આ બધા અનુભવો શરીરગત જ છે માટે આ બધાનો સંબંધ ચેતન્ય સાથે શરીરમાં જ નિષ્પન્ન છે. ૩) ચેતન્યનો ભૌતિક પદાર્થની સાથે સંબંધ સત્યપ્રતીત થાય છે. ચૈતન્યવિશિષ્ટ યઃ પુરુષ:” આ બૃહસ્પતિનું સૂત્ર છે. જેમ મદિરામાં માદક શક્તિ ઉત્પન્ન થાય છે તેમ ભૂતમાં ચેતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે. તની તરીર’ વાદ - કેટલાકની માન્યતા પ્રમાણે શરીરની સત્તા સુધી જ જીવની સત્તા છે. શરીરનો નાશ થતા જ આત્માનો પણ નાશ થઈ જાય છે. એમના મતે પંચમહાભૂતથી ચૈતન્યનું નિર્માણ થાય છે. તેમ જ જેટલા શરીર છે તે પ્રત્યેકમાં એક અખંડ આત્મા છે. એટલે કોઈક અજ્ઞાની છે તો કોઈક પંડિત છે. જે શરીર છે તે જ આત્માઓ છે. તે આત્માઓ પરલોકમાં નથી જતા. એમનો પુનર્જન્મ નથી થતો. પુણ્ય પાપ નથી. આ લોકથી ભિન્ન બીજો લોક નથી. શરીરનો વિનાશ થવા પર આત્માનો પણ વિનાશ થઈ જાય છે. જો કે પંચમહાભૂતવાદી શરીરને જ આત્મા કહે છે પરતું એમના મતમાં પંચભૂત જ શરીરરૂપે પરિણત થઈને દોડવું, બોલવું આદિ ક્રિયાઓ કરે છે. જ્યારે તજીવા તારીરવાદી શરીરથી ચૈતન્ય શક્તિની ઉત્પત્તિ કે અભિવ્યક્તિ માને છે. એ જ બંને. વાદમાં ફરક છે. તલના ૧) ચાર્વાક દર્શન નાસ્તિકવાદી છે આત્મા નામના કોઈ સ્વતંત્ર તત્ત્વ - દ્રવ્ય કે પદાર્થને માનતું નથી જ્યારે જૈન દર્શન આસ્તિકવાદી છે. આત્માને એક સ્વતંત્ર તત્ત્વ - દ્રવ્ય તરીકે માને છે. ૨) ચાર્વાક પંચભૂતોથી ચેતન્યશક્તિ પ્રગટ થાય છે એમ માને છે. એના નાશ થવાથી નાશ પામે છે એમ માને છે. જેનદર્શન આત્માને અકૃત્રિમ - અવિનાશી માને છે. આત્મા અલગ દ્રવ્ય છે. પંચમહાભૂત (પુદ્ગલ) અલગ દ્રવ્ય છે. પંચભૂતોનો ગુણ ચેતન્ય નથી અન્ય ગુણવાળા પદાર્થોના સંયોગોથી અન્ય ગુણવાળા પદાર્થોની. ઉત્પત્તિ ન થઈ શકે. જેમ રેતીને પીલવાથી તેલ ન નીકળે. તેમ પંચભૂતથી ચેતન્ય ન ઉપજે. ૩) ચાર્વાક શરીર અને આત્માને એક માને છે. જેનદર્શન બંનેને ભિન્ન માને છે. એમના મતે આત્મા ચેતન છે. શરીર જડ છે. એક ઈન્દ્રિય દ્વારા જાણેલી વાત બીજી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઇંદ્રિય નથી જાણી શકતી તો પછી મેં સાંભળ્યું, મેં જોયું આ પ્રકારનું સંકલન જ્ઞાન જેને થાય છે તે જ્ઞાતા જ ચેતન આત્મા છે. અચેતન શરીરને જ્ઞાન ન થાય માટે શરીર અને આત્મા ભિન્ન છે. આમ ચાર્વાક નાસ્તિક દર્શન છે જ્યારે જૈનદર્શન આસ્તિક છે. તે પુનર્જન્મ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરેને માને છે. ચાર્વાકનો આત્મા નાશવંત છે માટે આ બધુ ન સંભવે. બૌદ્ધ દર્શન જૈન ધર્મના પ્રરૂપક મહાવીર સ્વામી અને બૌદ્ધ દર્શનના પ્રરૂપક ગૌતમ બુદ્ધ સમકાલીન હતા. બંનેના દર્શનમાં કેટલીક સામ્યતા હોવા છતાં કેટલીક અસમાનતાઓ પણ રહેલી છે. બૌદ્ધ દર્શનનું મુખ્ય લક્ષણ ક્ષણિકવાદ તેમ જ શૂન્યવાદ છે. તેમાં આત્માના અસ્તિત્વને વસ્તુસત્ય નહિ પણ કાલ્પનિક સંજ્ઞા માત્ર કહેવાય છે. તેથી તે અનાત્મવાદી છે. ક્ષણે ક્ષણે નષ્ટ અને ઉત્પન્ન થવાવાળા વિજ્ઞાન (ચેતના) અને રૂપ (ભૌતિક તત્ત્વ કાયા) નો સંઘાત સંસાર યાત્રા પૂરતો છે. એનાથી પર કોઈ નિત્ય આત્મા નથી. પાંચ સ્કંધો રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર ક્ષણયોગી (ક્ષણિક) છે. તથા ચાર ધાતુ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આ ચાર ધાતુઓથી શરીર બને છે. શૂન્યવાદ : બુદ્ધ અનાત્મવાદી છે. વિદ્યમાન પારમાર્થિક સત્તા (આત્મા) અવર્ણનીય હોવાથી તેમણે તેને શૂન્ય કહ્યો છે. આત્માનાં વિષયમાં સ્પષ્ટતા કરવાને બદલે તેઓ મૌન ધારણ કરે છે. કારણ કે તેઓ કહે છે કે ‘“જો હું કહું કે આત્મા છે તો લોકો શાશ્વતવાદી બની જાત, અને જો એમ કહું કે આત્મા નથી તો લોકો ઉચ્છેદવાદી થઈ જાત એટલે એ બંનેનું નિરાકરણ કરવા માટે હું મૌન રહું છું.’’ એમના મતે સંસાર શૂન્યમય છે. સ્વપ્ન જગતની જેમ જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય બધું અસત્ય છે. બુદ્ધે આત્મા શું છે ? ક્યાંથી આવ્યો? અને ક્યાં જશે? આ પ્રશ્નોને અવ્યાકૃત કહીને દુઃખ અને દુઃખનિરોધ આ બે તત્ત્વોનો જ મુખ્યતાથી ઉપદેશ આપ્યો છે. બુદ્ધે કહ્યું છે કે તીરથી ઘવાયેલા પુરૂષના જખમને ભરવાની વાત વિચારવી જોઈએ. તીર ક્યાંથી આવ્યું ? કોણે માર્યું ? આદિ પ્રશ્નો કરવા વ્યર્થ છે. બુદ્ધ અનાત્મવાદી હોવા છતાં પણ કર્મ પુનર્જન્મ અને મોક્ષનો સ્વીકાર કરે છે. ક્ષણિકવાદ : બુદ્ધના મતે બધી વસ્તુઓ પરિવર્તનશીલ અને નાશવંત છે. કોઈ પણ વસ્તુ કારણથી ઉત્પન્ન થાય છે. એટલા માટે કારણના નાશ થવાથી એ વસ્તુનો નાશ થાય છે. જેની આદિ છે તેનો અંત છે. જેનો સંયોગ છે તેનો વિયોગ છે, જન્મ છે ત્યાં મરણ છે. બુદ્ધના અનુયાયીઓએ આ અનિત્યવાદને ક્ષણિકવાદનું રૂપ આપેલ છે કારણ કે તેઓ માને છે કે કોઈ પણ વસ્તુની અવસ્થા એક ક્ષણ માટે જ હોય છે Page #208 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૯૯ બીજી ક્ષણે એ નાશ પામે છે. અને તરત જ બીજી અવસ્થા ઉત્પન્ન થઈ જાય છે તેને સંતાન પરંપરા કહે છે. આમ બોદ્ધ દર્શનમાં જીવાત્મા ક્ષણિક હોવાથી અનિત્ય છે અને વિજ્ઞાનના પ્રવાહરૂપ છે. જીવ ચેતનાની જુદી જુદી અવસ્થાઓ છે. (૧) ચિત્તનું અસ્તિત્ત્વ નથી. તે રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર એ પાંચ સ્કંધોનો બનેલો છે. આત્મા અમુક ભૌતિક અને સૂક્ષ્મ અવયવોના સંઘાતને ઓળખવાનું નામ માત્ર છે. માનસિક અનુભવ તથા વિભિન્ન પ્રવૃત્તિઓનો સ્વીકાર કરવા છતાં આત્માને એના સંઘાતા (સમૂહ) થી ભિન્ન પદાર્થ નથી માનતા. આત્મા પ્રત્યક્ષ ગોચર માનસ પ્રવૃત્તિઓનો પુંજ માત્ર છે. આત્મા નામ ફક્ત વ્યવહાર માટે આપવામાં આવ્યું છે. વાસ્તવમાં આત્માની સત્તા છે જ નહિ. બૌદ્ધ દર્શનમાં આત્મા વિશે અસ્પષ્ટ અને વિરોધાભાષી મંતવ્યો દેખાય છે. દા.ત. આત્મા છે પણ અનાત્મવાદી છે. ક્ષણિકવાદી છતાં પુનર્જન્મમાં માને છે. આત્મા ચૈતન્યમય નથી પણ ચેતનાની જુદી જુદી અવસ્થાઓ છે. પંચ સ્કંધોના સંઘાતનું નામ આત્મા અથવા ચાર ધાતુથી શરીર બને છે. બૌદ્ધ દર્શન અને જૈનદર્શનના આત્મતત્વની તલના ૧) જેનદર્શનમાં આત્મા નિત્ય, શાશ્વત, અવિનાશી, શરીરમાત્ર વ્યાપક, અકૃત્રિમ, અસંખ્યાત પ્રદેશી, અખંડ માન્યો છે. જયારે બૌદ્ધ દર્શનમાં આત્માના અસ્તિત્વને વસ્તુસત્ય નહીં પણ કાલ્પનિક સંજ્ઞા (નામ) માત્ર કહે છે. એમનો આત્મા અનિત્ય, ક્ષણિક વિજ્ઞાનના પ્રવાહરૂપ માન્યો છે. ૨) જેનદર્શનમાં આત્મા શાશ્વત હોવાને કારણે એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય છે અર્થાત્ પુનર્જન્મ છે. બૌદ્ધ દર્શનમાં આત્મા જ નથી માટે એક પર્યાયમાંથી બીજી પર્યાયોમાં જવાનો સવાલ જ નથી ઉઠતો છતાં પુનર્જન્મને માને છે. ૩) મોક્ષનો સ્વીકાર બંને દર્શનમાં છે. જેનદર્શન મોક્ષમાં આત્માનું અસ્તિત્ત્વ કર્મરહિત યથાતથ્ય માને છે. તેને નિર્વાણ કહે છે. સંસારી જીવનનો અંત માને છે. જયારે બૌદ્ધ દર્શન આત્માનો નાશ/ઉચ્છેદ માને છે. મોક્ષને નિર્વાણ માને છે. નિર્વાણની પ્રાપ્તિ જીવનકાળમાં પણ થઈ શકે છે. એટલે જીવનનો અંત નહિ પણ દુઃખનો અંત અને આંતરિક શત્રુઓ પર પૂર્ણ વિજય. નિર્વાણપ્રાપ્ત વ્યક્તિની અવસ્થા વર્ણનાતીત છે. ૪) બંને દર્શન કર્મવાદમાં માને છે. મનુષ્યનું વર્તમાન જીવન પૂર્વવર્તી જીવનના કર્મનું ફળ છે અને વર્તમાન જીવનના મરણથી ભવિષ્યના જીવનની ઉત્પત્તિ થાય છે. પરંતુ ફરક એટલો છે જેનદર્શનમાં કર્મબંધ અનેક ભવોનો હોય છે. જયારે બૌદ્ધ દર્શના પૂર્વવર્તી ક્ષણની અવસ્થાનું પરિણામ છે. (સંતાન પરંપરા) માને છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૫) જેનદર્શનમાં જીવ અજીવ બંને દ્રવ્યો નિત્ય અને તેની પર્યાયો અનિત્ય છે જ્યારે બુદ્ધના મતે સંસારની સમસ્ત વસ્તુઓ અનિત્ય, પરિવર્તનશીલ અને નાશવંત છે. આમ બંને દર્શનમાં સમાનતા કરતાં અસમાનતા વિશેષ છે. સાંખ્ય દર્શન સાંખ્ય દર્શનમાં મૂળભૂત બે તત્ત્વો છે. પ્રકૃતિ અને પુરૂષ. પ્રકૃતિ પરિણામી નિત્ય છે, પુરૂષ કૂટસ્થ નિત્ય છે. પ્રકૃતિ જડ છે, પુરૂષ ચેતન છે. પ્રકૃતિ પરાર્થે છે, પુરૂષ પરાર્થે નથી. પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, પુરૂષ ગુણાતીત છે. પ્રકૃતિ સૃષ્ટિનું મૂળ કારણ છે, પુરૂષ કોઈનું કારણ પણ નથી કે કાર્ય પણ નથી. સાંખ્ય દર્શનમાં પુરૂષને જ આત્માના સ્વરૂપમાં સ્વીકાર કર્યો છે. પુરૂષ - આત્મા પ્રકૃતિ આદિ ચોવીસ તત્ત્વોથી ભિન્ન છે. આત્મા વિષય સુખ આદિને તથા એના કારણરૂપ પુણ્યાદિ કર્મોને નથી કરતો એટલે તે અકર્તા છે. આત્મામાં એક તણખલાને પણ વાળવાનું સામર્થ્ય નથી. કર્તા પ્રકૃતિ છે. પ્રવૃત્તિ કરવી પ્રકૃતિનો જ સ્વભાવ છે. પુરૂષ સત્ત્વાદિ ગુણોથી સર્વથા રહિત છે. સત્ત્વાદિ પ્રકૃતિના ધર્મ છે એ આત્માના ધર્મ નથી થઈ શકતા. આત્મા ભોક્તા છે - ભોગવવાવાળો છે. તે અનુભવ કરે છે તે વિષયોનો સાક્ષાત્ ભોગ નથી કરતો પરંતુ પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ દર્પણમાં પ્રતિબિંબિત સુખ - દુઃખાદિની છાયા અત્યંત નિર્મલ પુરૂષમાં પડે છે. પુરૂષના સ્વચ્છ સ્વરૂપમાં બુદ્ધિપ્રતિબિબિત સુખ દુખાદિ છાયા પડવી પુરૂષનો ભોગ છે. આ ભોગને કારણે પુરૂષ ભોક્તા કહેવાય છે. પુરૂષનું સ્વરૂપ ચેતન્ય યુક્ત છે જ્ઞાનયુક્ત નહિ. જ્ઞાન બુદ્ધિનો ધર્મ છે. સુખદુઃખ આદિ વિષય ઈંદ્રિયો દ્વારા બુદ્ધિ સુધી આવે છે. બુદ્ધિ ઉભયતઃ પારદર્શી દર્પણ જેવી છે. એમાં જે રીતે એક તરફ સુખદુઃખાદિ વિષય ઇંદ્રિયોનું પ્રતિબિંબ પડે છે એ જ રીતે બીજી તરફ પુરૂષના ચેતન્યનું પણ પ્રતિબિંબ પડે છે. બુદ્ધિમાં ચૈતન્ય અને વિષયનું એક સાથે પ્રતિબિંબ પડવાથી પુરૂષ પોતાને હું જ્ઞાતા છું, હું ભોક્તા છું આદિ માનવા લાગે છે. સંક્ષેપમાં કહી શકાય કે 'अमूर्तश्चेतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः। अकर्ता निर्गुणः सूक्ष्म आत्मा कपिलदर्शने ।' કપિલ દર્શન = સાંખ્ય દર્શનમાં આત્મા અમૂર્ત છે, ચેતન છે, ભોક્તા છે, નિત્ય છે સર્વગત છે, નિષ્ક્રિય છે, અકર્તા છે, નિર્ગુણ છે અને સૂક્ષ્મ છે. સાંખ્ય દર્શનમાં આત્મા અમૂર્ત, ફૂટસ્થ નિત્ય અને સર્વવ્યાપી છે તેથી તે ક્રિયા શૂન્ય છે. ‘સાંખ્યકારિકામાં પુરૂષ (આત્મા)ના પાંચ ધર્મ બતાવ્યા છે - સાક્ષિત્વ, કેવલ્ય, માધ્યચ્ય, દૃષ્ટત અને અકર્તુત્વ. (એ સિવાયના જે ધર્મ છે તે પ્રકૃતિના છે.) કર્તુત્વ ધર્મ પ્રકૃતિનો છે. કર્તા પ્રકૃતિ છે અને ભોક્તા આત્મા છે. અકર્તા આત્મા મદ્રાપ્રતિબિંબ ન્યાયે એટલે કે જેમ કોઈ દર્પણમાં પ્રતિબિંબિત Page #210 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૦૧ મૂર્તિ પોતાની સ્થિતિ માટે પ્રયત્ન નથી કરતી તે અનાયાસે જ ચિત્રમાં સ્થિત રહે છે. એ જ રીતે પ્રકૃતિ દર્પણમાં પ્રતિબિંબિત આત્મા અનાયાસ જ સ્થિત રહે છે. એવી સ્થિતિમાં પ્રકૃતિગત વિકાર પુરૂષમાં પ્રતિભાસિત થાય છે. આ મુદ્રા પ્રતિબિંબોદયા ન્યાય થી આત્મા સ્થિત ક્રિયાનો સ્વયં કર્તા ન હોવાને કારણે અકર્તા જેવો છે. જપાસ્ફટિક ન્યાય - સ્ફટિકની પાસે લાલ રંગનું જપાપુષ્પ રાખવાથી એ લાલ રંગનું પ્રતીત થાય છે એ જપાસ્ફટિક ન્યાયમાં આત્માની ભોગક્રિયા માનવામાં આવે છે. ગુજરાતી વિશ્વકોશમાં સાંખ્ય મતમાં મોક્ષનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે “મોક્ષમાં કેવળ પુરૂષ છે ત્યાં પુરૂષ ચિત્તયુક્ત હોતો નથી તેથી મોક્ષમાં જેમ પુરૂષને દુઃખ નથી તેમ સુખ પણ નથી. વળી પુરૂષના દર્શનનો વિષય ચિત્તવૃત્તિ પણ મોક્ષમાં ન હોવાથી પુરૂષને કાંઈ પણ દર્શન મોક્ષમાં થતું નથી.” જેનદર્શન અને સાંખ્ય દર્શનની તુલના (સમાનતા – વિષમતા) ૧) જેનદર્શન આત્માને અનાદિ નિધન ચેતનરૂપમાં સ્વીકાર કરે છે. સાંખ્ય દર્શનમાં પણ પુરૂષને આ રૂપમાં સ્વીકાર્યો છે. ૨) જેનદર્શન શરીરથી આત્માને ભિન્ન માનીને અનંત જીવોનું અસ્તિત્વ સ્વીકાર કરે છે. એ જ વાત સાંખ્યયોગ પરંપરા પણ માને છે. (૩) જેન પરંપરા આત્માને દેહ પરિમાણ માનીને સંકોચ - વિસ્તારશીલ અને દ્રવ્ય દૃષ્ટિથી પરિણામી નિત્ય માને છે. સાંખ્યયોગ પરંપરા ચેતન તત્ત્વને કૂટસ્થ નિત્ય તેમ જ વ્યાપક માને છે. તે ચેતનમાં કોઈ સંકોચ - વિસ્તાર કે પરિણમન સ્વીકાર નથી કરતી. ૪) જેન પરંપરા અનેક ગુણો કે શક્તિઓમાંથી જે જ્ઞાન, વીર્ય, શ્રદ્ધા જેવી શક્તિઓને જીવમાં સહજ માને છે એ શક્તિઓને સાંખ્યયોગ પરંપરા ચેતનમાં ન માનતા સૂક્ષ્મ શરીરરૂપ બુદ્ધિતત્ત્વમાં માને છે. ૫) જેન પરંપરામાં જીવ માત્રની સહજ યોગ્યતા સમાન હોવા છતાં પણ પુરૂષાર્થ અને નિમિત્તના બળાબળ અનુસાર વિકાસ માનવામાં આવે છે. એવી જ રીતે સાંખ્યયોગ પરંપરામાં બુદ્ધિ તત્ત્વને લઈને આ બધું ઘટાવવામાં આવે છે. જો કે બુદ્ધિતત્ત્વ બધા જીવોમાં છે તો પણ એના વિકાસ, વિવેક, પુરૂષાર્થ અને અન્ય નિમિત્તોના બળાબળા પર અવલંબિત છે. આમ બંનેમાં સમાનતા તેમ જ વિષમતાઓ છે. વેદાંત દર્શન | વેદાંતમાં આત્માનું સ્વરૂપ. વેંદાત દર્શનમાં આત્મા અને જીવ બે અલગ અલગ તત્ત્વ છે. આત્મા એક છે જીવ અનેક છે. આત્મા એટલે બ્રહ્મ. જીવને તેના અંશરૂપે ભિન્ન માનવામાં આવે છે. બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે. “બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા.’ આ એમનું સૂત્ર છે. આત્મા Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ચૈતન્યયુક્ત છે. જે ત્રણે કાળમાં હોય છે. આત્મા કર્તા નથી તેમજ ભોક્તા પણ નથી અર્થાત્ આત્મા કોઈ ક્રિયા કરતો નથી એક આત્મા બ્રહ્માંડમાત્રમાં વ્યપીને રહ્યો છે અને તેના અનેક અંશો છે જે જીવરૂપે ઓળખાય છે. પરંતુ અસાધારણ તર્કપટુતા ધરાવતા શંકરાચાર્યના મતે જીવ અને બ્રહ્મ બે નથી અર્થાત્ એક જ છે. આ તેમનો અદ્વૈતવાદ છે. તેમાં પ્રકૃતિને મૂળ કારણ ન માનતાં બ્રહ્મને માનેલ છે. શંકરાચાર્યના ગુરૂના ગુરૂ ગૌડપાદ આચાર્યના મત પ્રમાણે આત્માની ચાર અવસ્થાઓ છે. આત્મા નિત્ય પદાર્થ છે. વિવિધ ભાવોની કલ્પના થઈને પ્રપંચોનો જે ઉદય થાય છે તેનું મૂળ કારણ માયા છે. પણ આત્મામાં સુખદુઃખની ભાવના કરવી અસંગત છે કારણ કે આત્મા સ્વતઃ અસંગત છે. એક જ ઈન્દ્ર માયાના પ્રભાવથી અનેક સ્વરૂપો પ્રગટ કરે છે. બ્રહ્મની માયા જ પ્રકૃતિ છે. અને એ માયાવી શક્તિથી જ માયિક જગતની રચના કરે છે. આ લીલાને અજ્ઞાની માણસો સત્ય માને છે પરંતુ જ્ઞાની માણસો મિથ્યા માને છે. આવિર્ભાવ અને તિરોભાવ બ્રહ્મની શક્તિ છે. જગત અને જીવની ઉત્પત્તિમાં સદ્ અંશથી જગત ઉત્પન્ન થયું છે. તેમાં ચિત્ અને આનંદ અંશનો તિરોભાવ થયો છે. જ્યારે જીવનો પ્રાદુર્ભાવ થાય ત્યારે સત્, ચિત્ અને આનંદના અંશનો આવિર્ભાવ થાય અને બ્રહ્માના ગુણો (યશ, શ્રી, ધૈર્ય આદિ)નો તિરોભાવ થાય. વેદાંત દર્શને ઈશ્વરને જ નિમિત્ત કારણ અને તેને જ ઉપાદાન કારણ માનીને તેને સ્વતંત્ર માન્યો છે. બ્રહ્મ અણુથી અણુ અને મોટાથી મોટો છે. તે નિરાકાર છે તેથી નિર્ગુણ છે છતાં ઇચ્છાથી જુદા જુદા અનેક આકારોને ગ્રહણ કરે છે અને તે સર્વ ધર્મોને ધારણ કરનાર પણ છે માટે સગુણ પણ છે. એમના ગ્રંથ ‘ઉપનિષદ’ અનુસાર આત્મા એક જ છે ઉપાધિવશ તેના જીવ અને ઈશ્વર એવા બે ભેદ પડે છે. જીવ કર્મનો ભોક્તા અને વિવિધ યોનિમાં જન્મનાર છે. કમલપત્ર પર રહેલા જલબિંદુની જેમ તે પંચભૂતાત્મક શરીરમાં રહે છે. સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એમ તેના ત્રણ શરીરો છે. તે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એમ ત્રણ અવસ્થાઓ અનુભવે છે. તુરિય ચોથી અવસ્થામાં તે મુક્ત થાય છે. આત્મા શરીરથી વિલક્ષણ, મનથી ભિન્ન, વિભુ - વ્યાપક અને અપરિણામી છે. તે વાણી દ્વારા અગમ્ય છે. એનું વિસ્તૃત સ્વરૂપ નેતિ - નેતિ દ્વારા બતાવાયું છે. તે સ્થૂળ નથી, અણુ નથી, ક્ષુદ્ર નથી, વિશાળ નથી, અરૂણ નથી, દ્રવ્ય નથી, છાયા નથી, તમઃ નથી, તેજ નથી, વાયુ નથી, આકાશ નથી, સંગ નથી, રસ નથી, ગંધ નથી, નેત્ર નથી, કર્ણ નથી, મુખ નથી, વાણી નથી, મન નથી, પ્રાણ નથી, અંદર નથી, બહાર નથી. આ તેમનો નેતિવાદ છે એને અજ્ઞેયવાદ પણ કહે છે. જે જ્ઞેય (જણાતો) નથી તે અજ્ઞેય છે. ઉપનિષદના પ્રસિદ્ધ સૂત્ર ‘બૃહદારણ્યક’માં બ્રહ્મની જેમ આત્માનું સ્વરૂપ પણ નેતિવાદની ભાષામાં બતાવ્યું છે. ‘ન તિ’ ‘ન તિ’ Page #212 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૦૩ આત્મા આ પણ નથી, આત્મા તે પણ નથી. અર્થાત આશો નેતિ નેતિ' અહીં દશ્યવાદનો નિષેધ કરીને અદશ્યવાદને પ્રસ્થાપિત કર્યો છે. વેદાન્ત સંમત આત્મવિચાર સાથે જૈનદર્શનના આત્મતત્વની તલના ૧) વેદાંત દર્શનમાં આત્મા જે બ્રહ્મ કહેવાય છે એ જીવથી ભિન્ન મનાય છે. જયારે જેનદર્શનમાં જીવ અને આત્મામાં કોઈ ભેદ માનવામાં આવતો નથી. બંને શબ્દ એક જ સત્તા સૂચક છે. ૨) બંને દર્શનમાં આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આત્માનું ચૈતન્ય જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થામાં પણ મોજુદ રહે છે. ન્યાય -વૈશેષિકોની જેમ આત્માનો આગંતુક ગુણ ન માનતા અને સ્વભાવ માને છે. ૩) વેદાન્ત દર્શનમાં આત્માને સત, ચિત, આનંદ અને જ્ઞાનાત્મક સ્વરૂપ બતાવ્યો છે. જેનદર્શનમાં સત, ચિત્ અને આનંદની સાથે સાથે અનંત દર્શન અને વીર્ય સ્વરૂપ પણ બતાવ્યું છે. ૪) વેદાંત વાસ્તવિક કર્તા અને ભોક્તા ન માનતા ઉપાધિઓને કારણે કર્તા, ભોક્તા. માને છે. જ્યારે જૈનદર્શન આત્માને યથાર્થરૂપથી ન્યાય - વૈશેષિક અને મીમાંસકની જેમ (આત્માને) કર્તા, ભોક્તા માને છે. ૫) વેદાંત આત્માને એક અને જીવને અનેક માને છે. જ્યારે જેનદર્શનમાં આત્મા અનેક છે. ૬) અદ્વૈત વેદાંતમાં આત્મા નિષ્ક્રિય છે. જેનદર્શનમાં આત્મા સક્રિય છે. ૭) અદ્વૈત વેદાંતમાં આત્મા નિરવયવી ને વ્યાપક છે. જેનદર્શનમાં સાવયવી અને અવ્યાપક છે. ૮) વેદાંતમાં વિશુદ્ધજ્ઞાનથી આત્મા મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરે છે. જ્યારે જૈનદર્શનમાં સમ્યમ્ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર દ્વારા આત્મા મોક્ષને પ્રાપ્ત કરે છે. ૯) વેદાંત દર્શનમાં આત્માનું સ્વરૂપ નેતિવાદથી બતાવ્યું છે. તેને અન્નેય કહ્યો છે. જેનદર્શનમાં મુક્તાત્માનું સ્વરૂપ “શ્રી આચારાંગ સૂત્રમાં આ પ્રમાણેનું છે. ‘પના કિન્નર આત્માને કોઈ ઉપમાથી સમજાવી ન શકાય. તેમ જ તે દીર્ઘ નથી, લાંબો નથી, હૃસ્વ નથી, ટૂંકો નથી, તે વર્ણાતીત, ગંધાતીત, રસાતીત, સ્પર્શાતીત છે. તે કાળો નથી, નીલો નથી અર્થાત્ તેને કોઈ પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી એને આચારાંગનો ‘તિવાદ કે અજ્ઞેયવાદ કહી શકાય. ‘બપી પ ન0િ આત્મા અપદ છે. એટલે એના માટે કોઈ પદ નથી. આમ બંને દર્શનમાં સમાનતા તેમ જ અસમાનતા રહેલી છે. ન્યાય - વૈશેષિક દર્શન ન્યાય દર્શનના મૂળ ગ્રંથ “ન્યાય સૂત્રમાં તેના રચયિતા મહર્ષિ ગૌતમ દ્વારા બાર પ્રમેયોની ચર્ચા કરવામાં આવી છે. તેમાં આત્માનો એક પ્રમેયરૂપમાં સ્વીકાર કરવામાં Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત આવ્યો છે. આત્મા વિશેષ અવસ્થામાં હેય (છાંડવા યોગ્ય) હોય છે તથા ઉપાદેય. (ગ્રહણ કરવા યોગ્ય) પણ હોય છે. જ્યારે આત્મા સુખદુઃખ આદિનો ભોક્તા હોય છે ત્યારે તે હેય છે અને જ્યારે સુખદુઃખના ભોગોથી રહિત થઈને નિરુપાધિ થઈ જાય છે ત્યારે તે ઉપાદેય છે. આત્મા ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ - દુખ તથા જ્ઞાનાદિ ગુણોનો આશ્રય છે. ચૈતન્યત્વ, કર્તૃત્વ, સર્વગતત્વ આદિ ધર્મોથી આત્માની પ્રતીતિ થાય છે. ન્યાય - વૈશેષિક દર્શન અનુસાર આત્મા ફૂટસ્થ નિત્ય છે. તેમણે ચિત્તનો સ્વીકાર નથી કર્યો પણ ચિત્તના જ્ઞાન સુખદુઃખ આદિ ધર્મો તો તેમણે સ્વીકાર્યા છે. આ ધર્મોને તેમણે વિશેષ ગુણ ગયા છે. આ ગુણો પરિવર્તનશીલ કે ક્ષણિક હોઈ શકે. આત્માની કૂટસ્થ નિત્યતાની હાનિ ન થાય એટલા ખાતર તેમણે દ્રવ્ય અને ગુણોને અત્યંત ભિન્ન માન્યા અને ગુણોને દ્રવ્યમાં સમવાય સંબંધથી રહેતા કપ્યા. આત્માનો મોક્ષ થતાં આ બધા ગુણો વિલય પામે છે. ન્યાય દર્શનમાં જ્ઞાનનું અધિષ્ઠાન આત્મા છે. આત્મામાં પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવા માટે ત્રણ સંબંધોની આવશ્યકતા છે. આત્માનો સંયોગ મનથી, મનનો ઈન્દ્રિયથી અને ઈન્દ્રિયોનો વિષયની સાથે સંયોગ હોવો જરૂરી છે. શરીર, ઈન્દ્રિય અને મનથી આત્મા ભિન્ન છે. કારણ કે શરીર જડ છે. ઈન્દ્રિયો કલ્પના, સ્મૃતિ, વિચાર આદિ માનસિક વ્યાપારોથી રહિત છે. મન અણુ છે એટલે અપ્રત્યક્ષ છે અને જીવાત્માને સુખદુઃખ આદિ પ્રત્યક્ષ કરાવનાર સાધન છે. ચેતન્ય આત્માનો આકસ્મિક ગુણ છે જે શરીરને લીધે ઉત્પન્ન થાય છે. મુક્ત દશામાં આત્મા પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં રહીને સમગ્ર ગુણોથી રહિત છે. તેથી સુખદુઃખ અને ચૈતન્યનો પણ ત્યાં સર્વથા અભાવ છે. આત્માની મુક્તિ માટે સ્પષ્ટતયા ઈશ્વરની કૃપા માને છે. જીવોના કર્મ અનુસાર ઈશ્વર જગતની સૃષ્ટિ અને જીવોના સુખદુઃખનું વિધાન કરે છે. ઈશ્વરની અનુકંપા વિના કોઈપણ વ્યક્તિ ન તો પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ન તો અપવર્ગ (મોક્ષ) ની પ્રાપ્તિ કરી શકે. ઇશ્વર જગતનો આદિ સર્જક (કર્તા) છે, પાલક અને સંહારક છે. સર્વજ્ઞા છે. સંસારના જીવોનો ધર્મ વ્યવસ્થાપક, કર્મનો ફળદાતા અને સુખદુઃખનો નિર્ણાયક છે. વૈશેષિક દર્શનના પ્રવર્તક મહર્ષિ કણાદે વશેષિક સૂત્ર’ નામના ગ્રંથમાં પદાર્થની. દ્રવ્ય તરીકે ઓળખાણ આપી છે. તેમણે જગતની વસ્તુઓને પદાર્થ તરીકે ઓળખાવી છે. અભિધેય વસ્તુ તે પદાર્થ. તે જ્ઞાનનો વિષય છે. પદાર્થ છ છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ તથા સમવાય. સામાન્યની સત્તા વ્યક્તિઓમાં અભિન્ન છે. વિશેષથી એક પરમાણુ બીજા પરમાણુથી અથવા એક આત્મા બીજા આત્માથી ભિન્ન છે. વિશેષ પણ નિત્ય પદાર્થ છે. જીવાત્મા નિત્ય છે. પ્રલયમાં કેવળ શરીરનો જ નાશ થાય છે. આત્મા નિત્ય અને સર્વવ્યાપી દ્રવ્ય છે. આત્મા બે પ્રકારના છે. જીવાત્મા અને પરમાત્મા, પરમાત્મા Page #214 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૦૫ એટલે ઈશ્વર. જીવાત્મા અનેક છે. આત્માનો સાક્ષાત્કાર એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થવું. અને સાક્ષાત્કારથી જીવ ભવ બંધનથી મુક્ત થઈ જાય છે. આ ઉપરથી કહી શકાય કે ન્યાય - વૈશેષિક દર્શન જ્ઞાનવાદી છે. સંક્ષેપતઃ એમના દર્શનમાં આત્મા નિત્ય, અમૂર્ત તથા વ્યાપક હોવા છતાં અનેક છે, અને ઈશ્વરકૃપાથી એનો મોક્ષ થઈ શકે છે. તુલના ૧) જેનદર્શનમાં જ્ઞાનને આત્માનું સ્વરૂપ માન્યું છે. ન્યાય વૈશેષિક જ્ઞાનને આગંતુક ગુણ માને છે વાસ્તવિક નહીં. ૨) જેનદર્શન મોલ અવસ્થામાં પણ આત્માને ચૈતન્ય સ્વરૂપ માને છે જ્યારે ન્યાય વેશેષિક મોલ અવસ્થામાં આત્માને જડરૂપ માને છે. ૩) જેન દાર્શનિક આત્માને નિત્ય પરિણામી માને છે પરંતુ ન્યાય વૈશેષિક આત્માને અપરિણામી માને છે. ૪) જેન દાર્શનિક દ્રવ્યની અપેક્ષાથી આત્માને નિત્ય અને પર્યાયની અપેક્ષાથી આત્માને અનિત્ય માને છે. ન્યાય - વૈશેષિક આત્માને ફૂટસ્થ નિત્ય માને છે. પ) જેનદર્શનમાં આત્માને દેહ પરિમાણ માન્યો છે અને ન્યાય - વેશેષિકમાં આત્માને વ્યાપક માનવામાં આવ્યો છે. ૬) જેનદર્શન આત્માના ગુણોને આત્માથી અભિન્ન માને છે. ન્યાય - વૈશેષિક આત્માના ગુણોને આત્માથી ભિન્ન માને છે. આમ બન્ને દર્શનમાં સમાનતા તેમ જ વિષમતા રહેલી છે. | મુખ્ય ભારતીય દર્શનોનું આત્મા સંબંધી સંક્ષિપ્ત વિવરણ. જૈન મતે આત્મા પરિણામી નિત્ય, શાશ્વત, અખંડ, અવિનાશી, અકૃત્રિમ, અસંખ્યાત પ્રદેશી, અનંત, સ્વતંત્ર, નિજ કર્મનો કર્તા - ભોક્તા, મોક્ષ પ્રાપ્ત કરી શકનાર છે. શરીરમાત્ર વ્યાપક છે. ચાર્વાકને મતે આત્મા જેવો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી શરીરમાં જ ચેતન્ય ઉપ્તન્ન થાય છે અને શરીરનો નાશ થતાં નષ્ટ પામે છે. ચૈતન્ય વિશિયુક્ત શરીર જ આત્મા છે. બંધ મોક્ષ નથી. બૌદ્ધ દર્શનમાં: આત્મા અનિત્ય છે. આત્મા ત્રિકાળ અને વસ્તુ સ્વરૂપ નથી પણ ક્ષણિક છે. વિજ્ઞાન માત્ર સંતતિના પ્રવાહરૂપ છે. અનાત્મવાદી છે. તેથી આત્માની સ્પષ્ટ વિચારણા મળી શકતી નથી. દેહ મુક્તતા નહિ પણ દુઃખ મુક્તતાને મોક્ષ માને છે. સાંખ્ય દર્શનમાં ઃ આત્મા ફૂટસ્થ નિત્ય, શાશ્વત, અખંડ, અવિનાશી, અકૃત્રિમ, અસંખ્ય, સ્વતંત્ર છે. આત્માને પુરૂષની સંજ્ઞા આપી છે. પુરૂષ કર્મનો કર્તા નથી પણ ભોક્તા છે. શરીરમાત્ર વ્યાપક છે તેમ જ મોક્ષ પ્રાપ્ત કરે છે. વેદાંત દર્શનમાં આત્મા ફૂટસ્થ નિત્ય, શાશ્વત, એક જ અખંડ આત્મા માને છે અને Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત બધા જીવો એના અંશો છે. કર્મનું કર્તા - ભોક્તાપણું ઈશ્વરકૃત માને છે. મોક્ષ માટેની માન્યતા પ્રમાણે - જીવ તો સ્વભાવથી મુક્ત જ છે મુક્તિ તો પ્રાપ્ય કે ઉત્પાદ્ય નથી. બ્રહ્મની આનંદમય અનુભૂતિ એ જ મોક્ષ છે. ન્યાય વૈશેષિકઃ આત્મા ફૂટસ્થ નિત્ય, શાશ્વત, સર્વવ્યાપક અસંખ્ય આત્માઓ ચિત્માત્ર સ્વરૂપ છે. કર્મનું કર્તુત્વ ભોક્નત્વ ઈશ્વરદત્ત છે. ચૈતન્ય રહિત ગુણવિહિના જડવત્ દશાને મોક્ષ કહે છે. જે ધ્યાન આદિથી પ્રાપ્ત થાય છે. નિષ્કર્ષ - ભારતીય દર્શનમાં દર્શન તથા ધર્મનાં તત્ત્વજ્ઞાનને ખૂબ જ સુંદર રીતે વણી લેવાયા છે. ભારતીય દર્શનનું સ્વરૂપ આધ્યાત્મિક છે. એમાં તત્ત્વજ્ઞાનની સમીક્ષા તાર્કિક રીતે પણ કરવામાં આવી છે. જો કે એમાં બુદ્ધિ કરતાં શ્રદ્ધા પર વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જીવ, જગત અને ઈશ્વર જેવા મહત્વપૂર્ણ, અદશ્ય - અગોચર વિષયો પર પણ પોતાના સ્વતંત્ર વિચારો દર્શાવવામાં આવ્યા છે. એમાં મુખ્ય લક્ષ્ય જીવ (આત્મા)ની ઓળખ, આત્મિક વિકાસ અને મોક્ષ પર આપવામાં આવ્યું છે. આત્મા સત્ છે. એ સત્ દ્રવ્ય આત્માનું સ્વરૂપ વિવિધ પાસાઓથી વ્યક્ત કર્યું છે. જેમ કે આત્મા નિત્ય, અનિત્ય, શાશ્વત અખંડ, આંશિક, અવિનાશી, વિનાશી, કૃત્રિમ, અકૃત્રિમ, એક, અસંખ્ય, અનંત, સર્વવ્યાપી, શરીરમાત્ર વ્યાપક, અસંખ્યાત પ્રદેશી, અવિભાજ્ય, ચૈતન્ચયુક્ત, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, નિજ કર્મનો કર્તા કે અકર્તા, નિજ કર્મનો ભોક્તા કે અભોક્તા, સ્વતંત્ર, પરતંત્ર, મોક્ષ પ્રાપ્ત કરી શકનાર, પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકનાર વગેરે. આ બધા પાસાઓમાં પોતપોતાના તર્ક પણ બતાવ્યા છે. આ બધા તર્કમાં જેનદર્શનના આત્મા સંબંધી તર્કોમાં તાર્કિકતાની સશક્તતા છે જેમ કે આત્માને માત્ર નિત્ય માનવાથી શું સમસ્યા થઈ શકે એનું સમાધાન કઈ રીતે કરવું? વગેરે કારણ સહિત દર્શાવ્યું છે. નિત્ય માનવાથી આત્મામાં કોઈ ફેરફાર ન થઈ શકે તો પછી ભવાંતર ગમન - એક ગતિમાંથી બીજી ગતિમાં કેવી રીતે જઈ શકશે? કર્મફળ કેવી રીતે ભોગવી શકશે? માટે આત્માને કૂટસ્થ (ફેરફાર વગરનો) નિત્ય ન કહેતાં પરિણામી. નિત્ય માનવો જોઈએ એટલે દ્રવ્ય અપેક્ષાથી આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાથી અનિત્ય છે. જેથી આત્મામાં કર્મ અનુસાર ફેરફાર થવામાં કોઈ સમસ્યા નડતી નથી. આત્મા નિજ કર્મનો કર્તા તેમ જ ભોક્તા છે. કર્મ કોઈ કરે અને ભોગવે કોઈ એ પણ ન્યાયસંગત નથી માટે જ નિજ કર્મનો કર્તા હોય તે જ પોતે પોતાના કરેલા કર્મ પ્રમાણે ફળ ભોગવે છે. કર્મબંધનના કારણોને જાણીને એ કારણોનો ત્યાગ કરે તો પૂર્ણ જ્ઞાન - દર્શન સુખમય સ્થિતિની પ્રાપ્તિ એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે. આ માટે શ્રી આચારાંગાદિ સૂત્રોમાં સુંદર વિચારણાઓ પણ રજૂ થઈ છે. એમાં એક મુખ્ય વિચારણા આ પ્રમાણે Page #216 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૦૭ છે કે આત્મા છે, તે નિત્ય છે, નિજ કર્મનો કર્તા છે, નિજ કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે આ વિચારણામાં સર્વ દર્શનના મૂળ સિદ્ધાંતોનો સમાવેશ થઈ જાય છે. આત્મા કે જીવ વિશેની વિચારણામાં બધા દર્શનોમાં ક્યાંક એકમતતા છે તો ક્યાંક વિસંગતિઓ પણ રહેલી છે. આત્માનું સમુચિત સ્વરૂપ જેનદર્શનમાં વિશેષ દેખાય છે. પાપત્ય મનમાં અાત્માનું સ્વરૂપ આ વિશ્વની વિરાટ વાટિકામાં અનેક દાર્શનિકોએ, ચિંતકોએ મૂળરૂપ આત્મસત્તા પર ચિંતન કરેલ છે અથવા આત્માનો સાક્ષાત્કાર કર્યો છે. તેઓએ પરહિતાર્થે આત્મવિકાસના સાધનો તથા તેની ઉપર પર્યાપ્ત ચિંતન, મનન, નિદિધ્યાસન કરેલ છે. જેમાંનું કેટલુંક ચિંતન ભારતીય દર્શનમાં આપણે જોયું. હવે અહીં પાશ્ચાત્ય દર્શનના વિચારો પણ જાણીએ. - પશ્ચિમી તત્ત્વજ્ઞાનમાં આત્માની વિચારણા ચાર બાબતોને ધ્યાનમાં રાખીને થઈ છે. (૧) આત્માનું સ્વરૂપ (૨) આત્મા અને શરીરનો સંબંધ (૩) આત્મા અંગેનું જ્ઞાન (૪) આત્માની અમરતા. પાશ્ચાત્ય દર્શનના પ્રાચીન યુગની કથની ભૌતિક તત્ત્વોના ચિંતન મંથનની કથની રહી છે. ફિલસૂફ શ્રી થેલીજથી લઈને વિદ્વાન શ્રી પોટોગોરસ તેમ જ ચિંતક જાર્જિયસ સુધી પ્રાયઃ બધા દાર્શનિકોનું બહિર્મુખી ચિંતન રહ્યું છે. એ દરમ્યાન દાર્શનિક એનેફજેગોરસે ચિંતનને અંતર્મુખી ભલે બનાવ્યું પરંતુ આત્મ તત્ત્વનું સમુચિત વિવેચન સર્વ પ્રથમ તત્ત્વચિંતક શ્રી પ્લેટોના દાર્શનિક વિચારોમાં દેખાય છે. પ્લેટોની માન્યતા પ્રમાણે આત્મા જીવનશક્તિ છે. તર્કબુદ્ધિયુક્ત આત્મા અવિનાશી, નિરવયવ, અવિભાજય અને અમર છે. પ્રજાતંત્ર'(૪૩૯)માં કરેલા ઉલ્લેખમાં એમણે સ્પષ્ટરૂપથી કહ્યું છે કે આત્મા જીવધારીઓના જીવનનો એ અંશ. છે જે મૃત્યુ પછી નાશ પામતો નથી. તેઓ તવાદમાં માનતા હતા તે મુજબ આત્મા અને શરીર નિરપેક્ષ રીતે ભિન્ન તત્ત્વો છે. (પ્રત્યક્ષ અને વસ્તુ તથા વ્યવહાર અને પરમાર્થનો ક્રેત સ્વીકાર્યો છે.) તેમ જ પોતાના ગ્રંથ “ફેઈડ઼ાસ” માં ત્રણ પ્રકારના આત્માઓનો ઉલ્લેખ કર્યો છે, જે આ પ્રમાણે છે. બૌદ્ધિક, કુલીન તેમ જ અકુલીન આત્મા. એ અનુસાર ઝાડ-પાનમાં અકુલીન આત્મા, પશુઓમાં અકુલીન તેમ જ કુલીન આત્મા તથા મનુષ્યોમાં ત્રણ પ્રકારના આત્મા હોઈ શકે છે. આ ત્રણ પ્રકારના આત્માઓમાંથી તર્કબુદ્ધિયુક્ત આત્મા અમર છે. એ જ રીતે પાશ્ચાત્ય દાર્શનિક શ્રી એરિસ્ટોટલે પણ ક્ષમતાના આધાર પર આત્માના ત્રણ રૂપ સ્વીકાર્યા છે. જે આ પ્રમાણે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧) પોષક આત્મા (Nutritive Soul) ૨) સંવેદનાત્મક આત્મા (Sensitive Soul) ૩) બૌદ્ધિક આત્મા (Rational Soul) એમણે પણ ઝાડપાનમાં પોષક આત્મા, પશુઓમાં પોષક અને સંવેદન આત્મા તથા મનુષ્યોમાં ત્રણે આત્માઓનો સ્વીકાર કર્યો છે. તેમના મતે આત્મા એ રૂપ છે અને શરીર તેનું ઉપાદાન છે. આમ બંનેએ બૌદ્ધિક આત્માને મનુષ્યની લાક્ષણિકતા તરીકે ઘટાવીને તેને શ્રેષ્ઠ અને ઉચ્ચતમ સ્વરૂપે સ્વીકાર્યો છે. એરિસ્ટોટલની માન્યતા પ્રમાણે આત્મા અને શરીર એમ બે દ્રવ્ય નથી પણ કોઈ પણ દ્રવ્યરૂપ અને ઉપાદાન બંનેનું સંયોજન છે. તદુપરાંત નિષ્ક્રિય અને સક્રિય બુદ્ધિતત્ત્વનો ભેદ પાડીને એમ દર્શાવ્યું છે કે સક્રિય બુદ્ધિતત્ત્વ (Creative intellect) દેવી છે. અને અવિનાશી, અનાદિ અનંત અને અપરિણામી છે. વ્યક્તિગત અમરતા (Personalimmortality) નો સ્વીકાર કરતા નથી. 1 ખ્રિસ્તી પરંપરાના સંત ઓગસ્ટાઈન મુજબ પોષણરૂપ, સંવેદનરૂપ અને તર્કબુદ્ધિરૂપ આત્માનું મનુષ્યમાં એકત્ત્વ સ્થપાયેલું હોય છે. ગ્રીક પરંપરાને અનુસરીને તેમણે પણ બુદ્ધિતત્ત્વને શ્રેષ્ઠ તત્ત્વ તરીકે સ્વીકાર્યું છે. પરંતુ તેમણે ધ્યાન, અપેક્ષા, સ્મૃતિ જેવા બોધાત્મક વ્યાપારો તથા સંકલ્પતત્ત્વને વધુ મહત્ત્વ આપ્યું છે. તેઓ કહે છે કે આત્મા અવકાશ (Space) માં નથી, પણ તેને થતાં અનુભવો કાળ (Time) ના પરિમાણમાં થાય છે. આત્માની સિદ્ધિ “જો હું મારાં નિરાકરણ કરું તો પણ મારા આત્માની સત્તા અનિવાર્ય છે.” મનુષ્ય એ કેવળ શરીર કે કેવળ આત્મા નથી, આત્મા એ સમગ્ર મનુષ્ય નથી, પણ મનુષ્યનો એ કનિષ્ઠ ભાગ છે. મનુષ્ય એટલે આત્મા અને શરીરનું સંયોજન છે પરંતુ એ સંયોજન કઈ રીતે થાય છે તે મનુષ્યની સમજણ બહાર છે. છતાં આત્માનું જ્ઞાન અંતર નિરીક્ષણથી મળે છે. આત્માને જાણવો એટલે ઈશ્વરમાંથી મળતા દિવ્ય પ્રકાશને જાણવો. દરેક વ્યક્તિને પોતાના સંકલ્પસ્વાતંત્ર્ય (Freedom of the will) ની સાક્ષાત્ અવ્યવહિત પ્રતીતિ છે. તો વળી સંત થોમસ એકવાઈનાસના ચિંતન અનુસાર આત્મા અરૂપ છે અને શરીર તેનું ઉપાદાન છે. મનુષ્ય પોતાને જે સંવેદના થાય છે તેનું જ અવ્યવહિત જ્ઞાના ધરાવી શકે તેથી આત્મજ્ઞાન તેમની દષ્ટિએ વ્યવહિત (mediate) જ્ઞાન છે. સંતા એકવાઈનાએ પણ સક્રિય અને નિષ્ક્રિય બુદ્ધિનો ભેદ સ્વીકાર્યો છે. પરંતુ પ્રાણીઓનો આત્મા મરણશીલ છે અને મનુષ્યનો આત્મા અમર છે એમ કહે છે. ડન્સ સ્કોટસે દર્શાવ્યું છે કે સંકલ્પતત્ત્વ (Will) એ જ આત્માનું સર્વોપરિ તત્ત્વ Page #218 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૦૯ છે. અને વ્યક્તિને પોતાના આત્માનું સીધું અવ્યવહિત (immidiate) જ્ઞાન થાય છે. આમ મધ્યકાલીન ખ્રિસ્તી ચિંતનમાં તર્કબુદ્ધિ (reason) ઉપરાંત સંકલ્પતત્ત્વને આત્માના સ્વરૂપમાં મહત્ત્વનું સ્થાન મળ્યું હતું. ૧૯ મી સદીમાં ચિંતક શ્રી હેગલે વસ્તુનિષ્ઠ વિચારવાદ (objective idealism) રજૂ કર્યો. તેમાં પરમતત્ત્વને અથવા સáસ્તુ (reality) ને તર્કબુદ્ધિ અથવા વિચારતત્ત્વ તરીકે ગણાવીને એ સ્પષ્ટ કર્યું છે કે પ્રકૃતિ અને મનુષ્ય - ચેતના એ પ્રક્રિયારૂપ કે ગત્યાત્મક એવા નિરપેક્ષ (absolute) તત્ત્વ (Spirit) નું સત્ત્વ સ્વાતંત્ર્ય કે મુક્તિ (Freedom) છે. તેમ જ નિરપેક્ષ તત્ત્વ એ વિષયીરૂપ આત્મતત્ત્વ (Subjective Spirit) અને વિષયરૂપ આત્મતત્વ (Objective spirit) એકત્વ છે એ તેમણે સ્પષ્ટ કર્યું છે. વીસમી સદીના તત્ત્વ ચિંતનમાં તાર્કિક પ્રત્યક્ષવાદ, અસ્તિત્વવાદ, વ્યવહારવાદ (Pragmatism) કે પ્રતિભાસ મીમાંસા (Phenomenology) જેવા તત્વચિંતનના અભિગમોમાં આત્મા દ્રવ્યરૂપ છે કે કેમ તેવા પ્રશ્નોને કોઈ જાતનું મહત્ત્વ આપવામાં આવ્યું નથી. તાર્કિક પ્રત્યક્ષવાદીને મતે આવા પ્રશ્નો અર્થહીન છે. અસ્તિત્વવાદ કે વ્યવહારવાદ મનુષ્ય કેન્દ્રી વિચારણા છે, આત્મકેન્દ્રી નહીં. પ્રતિભા મીમાંસામાં દુર્સેલના અભિગમમાં પણ વિષયી (Subject) નો ખ્યાલ મહત્ત્વનો છે. દ્રવ્ય (Substance) તરીકે આત્માનો ખ્યાલ મહત્ત્વનો નથી. પ્રારંભિક ગ્રીક કે મધ્યકાલીન ખ્રિસ્તી પરંપરા ઉપરાંત ડેકાર્ટથી કાટ સુધી આત્મા અંગે જે જાતના પ્રશ્નોની જે રીતે વિચારણા થતી હતી તે રીતે વીસમી સદીમાં આત્મા અંગે વિચારણા થઈ નથી. માર્કસવાદી “ડાયાલોટિકલ” ભૌતિકવાદમાં આત્માના અભૌતિક સ્વરૂપની કે તેની અમરતાની ચર્ચાને કોઈ સ્થાન ન હોય તે સમજી શકાય છે કારણ કે મનુષ્ય વિશેના માસવાદી ચિંતનમાં આધારવિધાનો જ પરંપરાગત વિચારવાદી (idealist) ચિંતન કરતાં જુદાં છે. આમ તો અધિકાંશ પાશ્ચાત્ય દાર્શનિકોએ આત્મતત્વની ચર્ચા કરી છે તેમાંથી કેટલાક મહત્વના દાર્શનિકોના ચિંતન - મનનનું વિસ્તૃત તુલનાત્મક અધ્યયન અહીં રજૂ કરૂં છું. રેને કાર્ય ૧) પાશ્ચાત્ય અર્વાચીન દર્શનના જનક શ્રી રેને ડેકાર્ટ અનુસાર આત્માનું સ્વરૂપ - આત્મા વિચારશીલ દ્રવ્ય છે તે સ્વતંત્ર (Free) ચેતન (Concions) અભૌતિક (Immaterial), 421] PICHS (Teleological or purposive), 21261 (simple), અવિભાજ્ય (Indivisible) તથા શાશ્વત (Eternal) છે. જાણવું, ઇચ્છા કરવી તથા અનુભૂતિ કરવી આદિ માનસિક ક્રિયાઓ આત્માની Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે. આત્મા દેશ અને કાળથી પર, અપ્રસારિત છે. તે અદ્વિતીય, ગતિશીલ અને શાશ્વત તત્ત્વ છે. ચિંતન કરવું એ આત્માનો ધર્મ છે. ચિંતનના અનેક સ્વરૂપ છે જેમ કે સંદેહ કરવો, સમજવું, સ્વીકાર કરવો, અસ્વીકાર કરવો, ઈચ્છા કરવી, કલ્પના કરવી વગેરે. ‘ડિસકોર્સ ઓન મેથડમાં ઉલ્લેખિત છે કે “It is a thing that doubts, Understands, affirms, denies, refuses and perceives... all other properties belong to my nature." 211 21a Ssič BHICHID 218 secar માન્યું છે જેનો અનિવાર્ય ગુણ ચિંતન કરવું છે. આત્મા ન તો અગોચર (Transcendent) તત્ત્વ છે અને ન તો ગોચર જીવ, તે શેય માધ્યમથી વિહિત છે. પરંતુ ગોચર જીવ નથી. ડેકોર્ટે માત્ર મનુષ્ય લક્ષી બૌદ્ધિક આત્માનો સ્વીકાર કરીને પશુ આદિને આત્મહીન બતાવી દીધા. તવાદ (Dualism) સ્વીકારનારા ડેકાર્ટ આત્મા અને શરીરને નિરપેક્ષરીતે ભિન્ન પરંતુ અંતર કિયા કરતા દ્રવ્યો માન્યા છે. મનુષ્યને સ્વતત્ત્વનું નિશ્ચિત, અવ્યવહિત, સ્પષ્ટ અને લાક્ષણિક રીતે ભિન્ન એવું ચોકકસ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંવેદન પ્રાપ્ત બાહ્ય પદાર્થનું (પરતત્વનું) જ્ઞાન શંકામુક્ત નથી હોતું. શ્રી ડેકાર્ટના દર્શન અને જૈનદર્શનના આત્માની તુલના સમાનતા - ૧) બંને દર્શનોમાં આત્મા અને તેના વિરોધી જડ દ્રવ્યોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ડેકાર્ટના દર્શનમાં ચિત્ત (આત્મા) ને અચિત્ત (શરીર) ને સ્વીકાર્યું છે. જેનદર્શનમાં જીવ (આત્મા) અને અજીવ (પુદ્ગલ આદિ દ્રવ્યો) ની અવધારણા છે. ૨) ડેકાર્ટના દર્શનમાં આત્માને અભૌતિક અને પુદ્ગલને ભૌતિક માન્યું છે. જેનદર્શનમાં શુદ્ધ આત્માને અભૌતિક અને પુદ્ગલને ભૌતિક માન્યું છે. પરંતુ ડેકાર્ટના બે વિરોધી દ્રવ્યોમાં સ્થાપિત સંબંધ સંબંધી પ્રશ્ન ઉભો થાય છે તે અહીં નથી. કારણ કે જે આત્માનો ભોતિક પુદ્ગલથી સંબંધ થાય છે તે આત્મા શુદ્ધ અભૌતિક ન રહેતા ભોતિક ગુણોથી સમાક્રાન્ત છે. ૩) બંને દર્શનમાં આત્મા કરણ - કાર્યની શૃંખલાથી મુક્ત છે. આત્મા નિત્ય છે. પણ ફૂટસ્થ નિત્ય નથી. ૪) ડેકોર્ટે સંશય દ્વારા આત્માનું અસ્તિત્ત્વ સિદ્ધ કર્યું એમના મતે સંદેહ એ સત્ય સુધી પહોંચવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. જૈન દર્શનમાં પણ સંશય દ્વારા આત્માની સિદ્ધિ કરી છે. ૫) ડેકાઈ ના દર્શનમાં આત્માને શેય માનવામાં આવ્યો છે. હું વિચારું છું માટે હું છું એનાથી જ્ઞયત્વ સિદ્ધ થાય છે. જેન દર્શનમાં પણ આત્મા છુંય રૂપ છે. અહીં પણ જાણવારૂપ ક્રિયાના કર્તા રૂપે આત્માનું જ્ઞયત્વ સિદ્ધ થાય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન અસામાનતા ૧) ડેકાર્ટે આત્માને અપરિણામી તેમ જ અપરિવર્તનશીલ માન્યો છે. આત્મા વિવેકી છે, એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. જૈન દર્શનમાં આત્મા અન્ય દ્રવ્યોની જેમ પરિણામી તેમ જ નિત્ય બંને મનાય છે. ૨૧૧ ૨) ડેકાર્ટે આત્માને જ્ઞેય માન્યો છે પણ જ્ઞાતા રૂપે કોઈપણ હાલતમાં માન્યો નથી. જૈન દર્શનમાં આત્મા જ્ઞેય અને જ્ઞાતા બંને રૂપે માન્ય છે. આત્મા સર્વજ્ઞરૂપમાં બધું જ જાણે છે તેથી જ્ઞાતા છે. અને આત્માને વિભિન્ન માધ્યમોથી જાણી શકાય છે તેથી જ્ઞેય પણ છે. ૩) ડેકાર્ટે આત્માનું સ્થાન શરીરમાં માત્ર પીનિયલ ગ્લાન્ડમાં સ્વીકાર્યું છે. જૈન દર્શનમાં આત્મા શરીર પરિમાણ સ્વીકારાયો છે. ૪) ડેકાર્ટના દર્શનમાં આત્મા માત્ર બૌદ્ધિક છે. જૈનદર્શનમાં આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત આનંદ સહિત છે તથા તેના ત્રણ પ્રકાર છે - બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા તેમ જ જૈન દર્શનમાં આત્મા અતિસૂક્ષ્મરૂપે છે. ૫) ડેકાર્ટે માત્ર મનુષ્યમાં જ આત્માનો સ્વીકાર કર્યો છે પશુઓમાં નહિ. જૈનદર્શનમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ સહિત એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય તથા પંચેંદ્રિયમાં આત્માનો સ્વીકાર કરીને આત્માને બહુ વ્યાપક સ્વરૂપ આપ્યું છે. ૬) ડેકાર્ટે આત્માને પૂર્ણ રીતે અપ્રસારિત માન્યો છે. એમાં વિસ્તાર ગુણની ઉપેક્ષા કરી છે. જૈનદર્શનમાં આત્માનું દેહ પરિમાણત્ત્વ સંકોચ વિસ્તાર ગુણની અપેક્ષાથી જ છે. ૭) ડેકાર્ટના દર્શનમાં આત્માને ઈશ્વર (પરમાત્મા) બનવાનો અધિકાર નથી તેમાં તો આત્મા અને ઈશ્વર પૂર્ણતયા ભિન્ન છે. જૈનદર્શનમાં પ્રત્યેક આત્મા પરમાત્મા એટલે કે ઈશ્વર બની શકે છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં બતાવ્યું છે કે, ‘નૃત્સ્નવર્મક્ષયો મોક્ષઃ’ સંપૂર્ણ કર્મનો ક્ષય થવો એ મોક્ષ છે. મોક્ષ થવો એટલે પરમાત્મા બનવું. આત્મા ને પરમાત્મા એક જ વસ્તુની બે અવસ્થાઓ છે. ૮) ડેકાર્ટના દર્શનમાં આત્મા અને શરીરનો સંબંધ ઈશ્વરની ઈચ્છાથી થાય છે. એમના મતે ઈશ્વરની ઇચ્છાથી જ એકની ક્રિયાની બીજામાં પ્રતિક્રિયા થાય છે. જૈનદર્શનમાં આત્મા અને શરીરનો સંબંધ ઈશ્વરની ઈચ્છાથી નહિ પણ દરેકના પોતાના કરેલા કર્મબંધથી થાય છે. આ રીતે અનેક સમાનતા અને અસમાનતાથી સ્પષ્ટ થાય છે કે ડેકાર્ટનો આત્મવાદ જૈન આત્મવાદની તુલનાએ ખૂબ જ સ્થૂલ છે. ડેવિડ હ્યુમ ફ્રાંસમાં જન્મેલા ડેવિડ હ્યુમ અત્યંત ઉગ્ર અનુભવવાદી (impiricist) હતા. તેમણે આત્મા કે ભૌતિક પદાર્થ (Matter) નો દ્રવ્ય કે અધિષ્ઠાન તરીકે અસ્વીકાર Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત કર્યો છે. એમણે માનવ સ્વભાવ પર એક પ્રબંધ “A Treatise on Human Nature' લખ્યો છે. જેમાં ડેકાર્ટના સંશયવાદનું ખંડન કરીને અનુભવવાદથી આત્માની સિદ્ધિ કરી છે. એમના મતે આત્મા, પરમાત્મા જગત વગેરે અજ્ઞેય છે. માટે એમને અજ્ઞેયવાદી પણ કહ્યા છે. એમના મતે “Soul is nothing but abundle of different perception which succeed each other with an inconceivable rapidity." અર્થાત્ - આત્મા પ્રત્યક્ષોના સમૂહ સિવાય જે અત્યંત તીવ્રતાની સાથે એક પછી એક આવતા જતા રહે છે તે સિવાય કોઈ નથી. (અનુભવોની હારમાળાથી વિશેષ કાંઈ નથી.) “There is properly no simplicity in the self at one time nor indentity in different times.” અર્થાત્ એનામાં ન તો કોઈ એક સમયે એકત્ત્વ કે સરળતા હોય છે અને ન તો ભિન્ન ભિન્ન સમયોમાં તાદાભ્ય. હ્યુમ આત્માને નિત્ય શાશ્વત માને છે. તેઓ માત્ર માનસિક વિચારોને જ આત્મા માને છે. અન્ય પાશ્ચાત્ય દાર્શનિકો જેવા કે જે. એસ. મિલ, વિલિયમ જેમ્સ વગેરે પણ આત્માને પ્રવાહ કે સાંકળરૂપ માને છે. તેઓ બોદ્ધની જેમ પ્રવાહરૂપમાં અર્થાત્ ક્ષણિક આત્માનો સ્વીકાર કરે છે. હ્યુમના મતે આત્મા અનિત્ય અને વિચારોની હારમાળાની સાંકળરૂપ છે. ડેવિડ હ્યુમ અને જૈનદર્શનના આત્મતત્વની તુલનાઃ બંને દર્શનના આત્મામાં સામ્યતા શક્ય નથી અસમાનતા છે જે નીચે મુજબ છે. ૧) હ્યુમે આત્માના અસ્તિત્ત્વનું ખંડન કર્યું છે તેથી તેમનું દર્શન અનાત્મવાદી છે. જેનદર્શને આત્માના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે માટે આત્મવાદી છે. ૨) હ્યુમના દર્શનમાં વિચારોનો સમૂહ સિવાય કોઈ નિત્યાત્મા નથી જયારે જેના દર્શન આત્માને પરિણામી નિત્ય માને છે. અહીં પર્યાયની દૃષ્ટિથી આત્મા અનિત્ય અને દ્રવ્યની દૃષ્ટિથી નિત્ય મનાય છે. ૩) હ્યુમ આત્માને સત્ નથી માનતા જ્યારે જૈનદર્શનમાં આત્માને સતરૂપે માન્યો છે. ૪) હ્યુમના વિચારોમાં આત્મા પરિવર્તનશીલ છે જયારે જેનદર્શનમાં પર્યાયથી પરિવર્તનશીલ અને દ્રવ્યથી અપરિવર્તનશીલ બંને છે. ઈમેન્યુઅલ કાટ જર્મનીના મહાન દાર્શનિક ઈમેન્યુઅલ કાટે ‘ક્રિટિક ઓફ પ્યોર રીજન’માં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. એમણે આત્માના સ્વરૂપને એક વાક્યમાં આ પ્રમાણે કહ્યું છે. "Soul is transcedental Synthetic Unity of pure apperception." zuela આત્મા અતીન્દ્રિય, સમન્વયાત્મક, અદ્વય-વિશુદ્ધ અપરોક્ષાનુભૂતિરૂપ છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૧૩ એમના મતે આત્મા અતીન્દ્રિય છે. તેઓ આત્માને વ્યવહારિક જગતનું તત્ત્વ નથી માનતા. એમના મતે તો આત્માનો પરમાર્થ જગતમાં નિવાસ છે. અમૂર્ત હોવાને કારણે તે ઈન્દ્રિયો દ્વારા જણાતો નથી માટે અતીન્દ્રિય છે. એમની માન્યતા પ્રમાણે આત્મા નિત્ય, શાશ્વત છે. એ વિશુદ્ધ જ્ઞાતા, નિત્ય તેમ જ અનુભવ નિરપેક્ષ છે. સંગ્રહણ, સમન્વય, સંબંધ, નિયમ, સાર્વભૌમતા અને અનિવાર્યતા જ્ઞાતાના કારણે સંભવે છે. જ્ઞાતા આત્મા આપણા સંવેદનો અને વિજ્ઞાનોને એકસૂત્રમાં બાંધે છે જેથી આપણા અનુભવોમાં એકરૂપતા થાય છે તેથી પ્રત્યેક જીવનું જગત ભિન્ન નથી અદ્રયરૂપ (Unity) છે. માટે આત્મા અનેક નહિ એક છે. તેઓ આત્માને ય નથી માનતા. "The subject can not be reduced to an object." Hello şildi SiS uel સ્થિતિમાં ય ન બની શકે. ચેતન્ય સ્વરૂપ આત્મા જ્ઞાતા કે શક્તિ છે માટે કોઈપણ સ્થિતિમાં શેય ન માની શકાય માટે એ અજ્ઞેય છે. કાટની દૃષ્ટિએ જે આત્માનું અસ્તિત્ત્વ તર્ક દ્વારા પ્રસ્થાપિત કરવાનો દાવો કરે છે તે તર્કોશ્રિત મનોવિજ્ઞાન (Rational Pshycology) ને અસ્વીકાર્ય છે. જો કે નૈતિક ક્ષેત્રે કાટે આત્માની સંકલ્પનાનો સ્વીકાર કર્યો છે પણ બોદ્ધિક ક્ષેત્રે તેને તર્ક પ્રતિષ્ઠિત ગણવા તૈયાર નથી. સમાનતા - કાટના મતે આત્માનું સ્વરૂપ અને જૈનદર્શનના મતે આત્માના સ્વરૂપની તુલના. ૧) કાટે આત્માને અમૂર્તરૂપે સ્વીકાર્યો છે. જેનદર્શનમાં પણ આત્મા અમૂર્ત (અરૂપી) જ મનાય છે. ૨) કાટના દર્શનમાં પરમાર્થ - આત્માને પૂર્ણ માન્યો છે અને જેનદર્શનમાં પણ શુદ્ધ આત્મા પૂર્ણ છે. મુક્તાત્મા અનંત ચતુષ્ટય યુક્ત હોવાથી પૂર્ણ છે. ૩) કાટના મતે આત્માને ચૈતન્યવાન ન માનતા ચેતન્ય સ્વરૂપ સ્વીકાર્યું છે. જેના દર્શન તો આત્માને ચૈતન્ય સ્વરૂપ જ માને છે. “રેતનાનક્ષણો નીવ’ આત્માનું સ્વરૂપ - લક્ષણ ચેતના છે એમ જેના દર્શન પણ માને છે. ૪) કાટના દર્શનમાં પણ આત્માને શુદ્ધ રૂપ માનવામાં આવ્યો છે. અને જેનદર્શનમાં પણ મુક્તાત્મા શુદ્ધ રૂપ છે. માટે બંનેએ આત્માના શુદ્ધ રૂપને સ્વીકાર્યું છે.' ૫) કાઠે એ સ્વીકાર્યું છે કે જ્ઞાનના માધ્યમ રૂપ ઈન્દ્રિય તેમ જ બદ્ધિમાં પોતાની શક્તિ નથી એની શક્તિ જયાંથી આવે છે તે આત્મા છે. અર્થાત્ આત્માની શક્તિથી જ ઈન્દ્રિય અને બુદ્ધિ ક્રિયા કરે છે. જેનદર્શનની પણ એ જ માન્યતા છે કે ઈન્દ્રિયો. અને બુદ્ધિમાં શક્તિ આત્મામાંથી જ આવે છે. શ્રી જિનભદ્રગણિએ તો ઈન્દ્રિયોના અધિષ્ઠાતાના રૂપમાં આત્માને સ્વીકાર્યો છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪. શ્રાવક કવિ ઋષભદાસ કૃત અસમાનતા - કાટ દર્શન ૧) કાટે આત્માને જ્ઞાતાના રૂપમાં જ સ્વીકાર્યો છે ?રૂપે નહિ. અમૂર્ત છે પણ એના કાર્યોથી આત્માનો આભાસ થાય છે માટે અત્તેય છે. જેનદર્શનમાં આત્માને ઈન્દ્રિય અને બુદ્ધિ દ્વારા જ્ઞાન થવાને કારણે ફૅય રૂપે પણ સ્વીકાર્યો છે. અને જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાતા રૂપ પણ માન્યો છે. ૨) કાટના મતે આત્મા એક જ છે એકાત્મવાદને મહત્ત્વ આપ્યું છે. જેના દર્શન પ્રમાણે આત્મા અનંતા છે. ૩) કાટે આત્માને અપ્રત્યક્ષાનુભૂતિ રૂપ (Apperception) સ્વીકારીને એના જ્ઞાનના બધા માધ્યમોનો અસ્વીકાર કર્યો છે. જેનદર્શને આત્માના જ્ઞાનને પ્રમાણ દ્વારા પણ સ્વીકાર્યું છે અને વિશિષ્ટ યોગીઓને આત્માનુભૂતિ થાય છે એમ પણ માન્યું છે. ૪) કાટે આત્માને વ્યવહારથી પર પરમાર્થ જગતમાં સ્થિત માન્યો છે પણ એ પરમાર્થ જગત ક્યાં છે એનો કોઈ ઉત્તર નથી મળતો. જેનદર્શન પ્રમાણે સંસારી આત્મા જગતમાં છે અને મુક્ત આત્મા લોકાગ્રે સ્થિત હોય છે જેને આગમમાં સિદ્ધક્ષેત્ર” કહે છે. ત્યાં મુક્ત જીવો રહે છે. ૫) કાટ આત્માને સત્ રૂપે તો માને છે પણ અશેય માને છે. જેનદર્શનમાં આત્મા સત્ છે માટે શેય છે. આત્માનું જ્ઞાન માનસિક પ્રત્યક્ષ તેમ જ અનુમાનાદિ પ્રમાણથી થઈ શકે છે. લાઈબનીઝનો ચિદણુવાદ અને જૈન આત્મવાદ યુરોપીય દર્શનમાં લાઈબનીઝ એરિસ્ટોટલ પછી એક એવા દાર્શનિક થયા કે જેને સર્વજ્ઞાન સંપન્નની સંજ્ઞા આપી શકાય છે. પાશ્ચાત્ય દર્શનમાં જે બુદ્ધિવાદની સ્થાપના રેને ડેકોર્ટે (1596-1650) કરી એને ચરમોત્કર્ષ પર પહોંચાડવાનું શ્રેય જર્મનીના મહાન દાર્શનિક લાઈબનીઝને જાય છે. લાઈનીઝના દર્શનમાં આત્માનું સ્વરૂપ : લાઈબનીઝ બુદ્ધિવાદી દાર્શનિક હતા. બુદ્ધિવાદી યુગમાં દ્રવ્યવિચાર દર્શનના કેન્દ્રમાં હતું. લાઈબનીઝના મતે દ્રવ્ય સ્વતંત્ર, શક્તિસંપન્ન છે. અને તેમણે ચિદણુ (Monad) ના નામથી અભિહિત કર્યું છે. ચિદણુને દ્રવ્ય માનવાને કારણે લાઈબનીઝનો સિદ્ધાંત ચિદવાદ (Monodology) ના નામથી પ્રસિદ્ધ છે. લાઈબનીઝનો ચિદણવાદ આધ્યાત્મિક દ્રવ્યવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમણે ‘ચિદણુને જ પરમ દ્રવ્યના રૂપમાં સ્વીકાર્યું છે. ભૌતિક પદાર્થની તાત્વિકતા તેમજ ગણિતના બિન્દુની અવિભાજ્યતા ગ્રહણ કરીને લાઈબનીઝ ચિદણુને અવિભાજ્યા અને તાત્વિક માન્યા છે. ચિદણુ અર્થાત્ ચેતન અણુથી લાઈબનીઝના દ્રવ્યનું લક્ષણ Page #224 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૧૫. ચેતન જ સિદ્ધ થાય છે. ચિદણુ નિરવયવ, અવિભાજય તાત્વિક તેમ જ ચેતન છે, જે પોતાની શક્તિનું સ્વયં કેન્દ્ર છે. એ અનાદિ અનંત અને નિત્ય છે. એફ. થિલીએ લાઈબનીઝના ચિદણુના લક્ષણને સ્પષ્ટ કરતા કહ્યું છે કે દ્રવ્ય એક નથી અનેક છે. એ ચેતન છે. સંસારના પ્રત્યેક પદાર્થ આ સરળ શક્તિરૂપ તત્ત્વોનો સંઘાત છે. શક્તિનું વિભાજન સંભવ નથી. તે અભૌતિક છે અને એમાં વિસ્તાર નથી. વિસ્તાર એ ભૌતિક પદાર્થોનો ગુણ છે. જેમાં વિસ્તાર નથી તે ભૌતિક નહિ તાત્વિક તેમ જ સરળ છે. આ સરળ અને તાત્વિક દ્રવ્યને ચિદણુ (મોનાડ) કહેવાય છે. ચિદશુ સંવૃત્તિ સત, વ્યવહારિક સત્ ન હોતા પારમાર્થિક સત્ છે. એ ક્ષણિક સ્થાયી નહિ પરંતુ ચિરસ્થાયી છે. ચિદણુ સૃષ્ટિની પહેલા પણ હતા, સૃષ્ટિમાં છે અને સૃષ્ટિ પછી પણ રહેશે. એ આદિ અને અંતથી રહિત છે કેમ કે એ વિસ્તાર ગુણથી રહિત છે, ઉત્પન્ન અને વિનાશથી રહિત છે. તેથી એની શાશ્વતતામાં કોઈ શંકા નથી. | લાઈબનીઝ ચિદણુને સક્રિય દ્રવ્ય માને છે. એમના મતે ‘અર્થક્રિયાકારિત્વ' દ્રવ્યનું પ્રમુખ લક્ષણ છે. એની સક્રિયતા બે પ્રકારની છે. એક રૂપમાં ચિદણ સંપૂર્ણ જગતના પ્રતિનિધિ છે. એમના મતે “Monad is living mirror of universe." અર્થાત્ ચિદણુ જગતનું જીવતું જાગતું દર્પણ છે. એનો મતલબ એ છે કે સંપૂર્ણ જગતને આપણે ચિદણમાં જોઈ શકીએ છીએ. ચિદણુની બીજી સક્રિયતા એ કે પ્રત્યેક ચિદણ વ્યક્તિ વિશેષ છે. પોતાની ચિત્તશક્તિનું સ્વયં કેન્દ્ર છે. દરેકમાં પોતાની સ્વતંત્ર અને અવિભાજ્ય શક્તિ છે. કોઈ ચિષ્ણુ પોતાના અસ્તિત્ત્વ તેમ જ જ્ઞાન માટે બીજા કોઈ પર નિર્ભર નથી. ચિદશું એવું દ્રવ્ય છે જયાં કાંઈ આવાગમનની શક્યતા નથી. ચિદણુની આ બીજી ક્રિયાને લાઈબનીઝના દર્શનમાં પ્રયાસ કહેવામાં આવે છે. | લાઈબનીઝ ચિત્ત તત્ત્વ સિવાય કોઈ તત્ત્વનો સ્વીકાર નથી કરતા. તેમના મતે જેને લોકો અચેતન સમજે છે એમાં પણ આંશિક ચેતના છે. અચેતન એટલે ચેતનાનો અભાવ નહી પણ ઈષત્ ચેતના છે. ચેતનાના સ્તરોના આધાર પર એણે ચિદણુને પાંચ શ્રેણીમાં વિભક્ત કર્યા છે. ૧) અચેતન ચિદણ (Unconscious Monad) ૨) ઉપચેતન ચિદણુ (Subconscious Monad) ૩) ચેતન ચિદણ (Conscious Monad) ૪) સ્વચેતન ચિદણુ (Self Conscious Monad) ૫) સર્વચેતન ચિદણ (All Conscious Monad) આમાંથી પ્રથમ બે ચિદણુને અલ્પજ્ઞ ચિદણુ (Naked Monad) કહ્યા છે. વિકાસની Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત દષ્ટિથી તેઓ ખૂબ જ પછાત છે. ૧) અચેતન ચિદશુમાં - ન્યૂનતમ એટલે કે નહિવત્ ચેતના છે જેને ચેતનાભાસ કહી શકાય. ૨) ઉપચેતન ચિદણમાં - સ્વપ્નાવસ્થાની ચેતના છે. આ સ્તરમાં પ્રાણસ્પંદન થાય છે. અહીં ક્ષીણતર સંવેદના થતી રહે છે. આ વનસ્પતિજગતની સ્થિતિ છે. ૩) ચેતન ચિદણ - એમાં ચેતન જાગૃત રહે છે આ સ્તર ક્ષીણ જ્ઞાન અને સ્પષ્ટ સંવેદનનું છે. એ પશુજગતની સ્થિતિ છે. ૪) સ્વચેતન ચિદણું - આ સ્પષ્ટતર જ્ઞાનનું સ્તર છે. આ સ્તર આત્માનું સ્તર છે. આ માનવજગતની સ્થિતિ છે. ૫) સર્વચેતન ચિદણ - આ ઉત્કૃષ્ટ જ્ઞાનનું સ્તર છે. અહીં આત્માનો વિકાસ પૂર્ણરૂપે થયેલ છે. એ ચિદણુઓનો ચિદણુ અથવા ઈશ્વર ચિદણુની સ્થિતિ છે. લાઈબનીઝે દેહચિદણુ અને આત્મચિદણુ વચ્ચે પૂર્વસ્થાપિત સામંજસ્ય સ્વીકાર્યું છે. ઈશ્વર દ્વારા સૃષ્ટિની પહેલાં જ સામંજસ્ય સ્થાપિત છે. સર્વ ચિદણુઓમાં સમાન પરિવર્તન થાય એવું સામંજસ્ય છે. શરીર અને આત્માનો સંબંધ આ સામંજસ્યને કારણે થાય છે. આમ લાઈબની ખૂબ જ સૂક્ષ્મતાથી ચિદણુના સ્વરૂપ, લક્ષણ, ભેદ વગેરેની વ્યાખ્યા કરી છે તો પણ એમાં કેટલીક વિસંગતિઓ છે. જેમ કે - ૧) ચિદણુઓને સ્વતંત્ર માનવા અને પૂર્વસ્થાપિત સામંજસ્ય દ્વારા સંબંધ સ્થાપિત કરવો તર્કસંગત નથી. પરસ્પર વિરોધાભાસ છે. ૨) ચિદણુઓને છિદ્રહીન કહેવા અને સમસ્ત વિશ્વનું પ્રતિબિંબ એમાં પડે છે એ માનવું પણ યોગ્ય નથી પરંતુ પરસ્પર વિરોધાભાસ છે. ૩) ચિદણુઓને એકરૂપ માનવા અને એના વિવિધ સ્તરો સ્વીકારવા એ કેવી રીતે શક્ય છે? ૪) ચિદણુઓને અવિનાશી કહીને ઈશ્વર દ્વારા નિર્મિત માનવા પણ યોગ્ય નથી. ૫) ચિદણુઓને પૂર્ણ કહી તારતમ્ય દ્વારા અપૂર્ણ માનવા વિરોધાભાસથી યુક્ત છે. ૬) સ્વતંત્ર ચિત્ શક્તિ માનીને એને બાધા પહોંચાડનાર સૂક્ષ્મ જડતાને માનવી એ વિરોધાભાસ જ છે. ૭) ઈશ્વરને ચિદણુ કહીને ચિદશુઓને સઝા માનવા કોઈ રીતે યોગ્ય નથી. આમ વિરોધી તથ્યોથી સિદ્ધ થાય છે કે લાઈબનીઝનો ચિદણુવાદ તાર્કિક દ્રવ્યવાદ નથી. લાઈબનીઝના ચિદણુવાદ અને જૈનદર્શનના આત્મવાદની તુલના સમાનતા – ૧) બંને દર્શનમાં આત્માની પ્રકૃષ્ટતા સ્વીકારી છે તેથી બંને અધ્યાત્મવાદી છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૧૭. ૨) બંનેના મતે આત્મા અમૂર્ત, ચેતન, અવિભાજય, નિત્ય અને વિશિષ્ટ છે. ૩) લાઈબનીઝના મતે ચિદણ વિકાસ માટે પ્રયત્ન કરે છે. દરેક નીચલો ચિદણુ ઉપલા ચિદણ તરફ પહોંચવાનો પ્રયાસ કરે છે. એવી જ રીતે જેનદર્શનમાં પણ પુરૂષાર્થ દ્વારા કોઈ પણ નિમ્ન જીવ વિકાસ કરી શકે છે. કોઈ જીવના વૈશિષ્ટટ્યને બીજા પ્રભાવિત નથી કરી શકતા આમ આ સંદર્ભમાં બંનેમાં એકતા છે. ૪) ચેતનાના અલગ અલગ સ્તર બંનેમાં માન્ય છે. લાઈબનીઝ - અચેતન, ઉપચેતન, ચેતન, સ્વચેતન અને સર્વચેતન ચિદશુ એમ પાંચ સ્તરને માને છે. તો જેનદર્શન એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ પાંચ સ્તરને સ્વીકારે છે. જેનદર્શનના એકેન્દ્રિય જીવની તુલના ઉપચેતન ચિદણુ સાથે, ત્રણ વિકલૈંદ્રિય જીવોની તુલના ચેતન ચિદણુ સાથે, પંચેન્દ્રિય જીવોની તુલના સ્વચેતના ચિદણુ સાથે અને સર્વચેતન ચિદણુની તુલના સિદ્ધ સાથે કરી શકાય. ૫) લાઈબનીઝના દર્શનમાં પરમ શુદ્ધ અને પરમ ચેતનરૂપ ઈશ્વરને સ્વીકાર્યો છે. એ જ રીતે જૈનદર્શનમાં પરમાત્માને સર્વશ્રેષ્ઠ જીવ માનવામાં આવ્યો છે, જે સર્વચેતન તેમ જ શુદ્ધરૂપ છે. આ રીતે લાઈબનીઝ અને જેનદર્શનના આત્મવાદની સમાનતા જાણી, હવે તેની અસમાનતા પર નજર કરીએ. અસમાનતા – ૧) આત્માની વિશિષ્ટતાનું પ્રતિપાદન કરવાને કારણે જેનદર્શન આત્મવાદી ગણાય છે. પરંતુ લાઈબનીઝ આત્માની વ્યાપકતા સ્વીકારીને આત્મવાદીના સ્થાન પર સર્વાત્મવાદી બની ગયા. જડને પણ ઈષત્ ચેતનવંત માને છે માટે. ૨) જેનદર્શને એકેન્દ્રિય જીવોના અસ્તિત્વને સ્વીકારીને આત્માની સૂક્ષ્મ વિવેચના. કરી છે એવી અન્ય કોઈ ભારતીય દર્શનમાં પણ જોવા નથી મળતી. પરંતુ લાઈબનીઝ જેન આત્મવાદથી એક ડગલું આગળ વધ્યા છે. એમણે તો એકેન્દ્રિય જીવો ઉપરાંત જડ તત્ત્વોમાં પણ આત્મા (ચેતના) નો સ્વીકાર કર્યો છે. એમના મતે સંસારના કણ - કણ પત્થરથી લઈને મનુષ્ય સુધી ચેતના વ્યાપેલી છે એ અચેતનનો અર્થ ચેતનાનો. અભાવ ન માનતા ઈષત્ ચેતના અર્થાત્ આંશિક ચેતના કરે છે. ૩) જેનદર્શન ચેતનવાદી છે ત્યાં લાઈબનીઝ સર્વ ચેતનવાદી છે. જેનદર્શન અચેતના તેમ જ ચેતનના કેતને સ્વીકારે છે. જયારે લાઈબનીઝ માત્ર ચેતનાની વ્યાપકતાને જ સ્વીકારે છે. સર્વચેતનની માન્યતાથી લાઈબનીઝ અતિ અધ્યાત્મવાદી કહી શકાય પણ યથાર્થવાદી ન કહી શકાય. સંસારમાં પ્રત્યક્ષથી અનુભવાય છે કે ચેતનની સાથે સાથે અચેતન પણ સત્ છે. ૪) જેનદર્શનમાં આત્મા અને જગતની ભિન્નતાનો સ્વીકાર કરાયો છે અહીં આત્મા અને જગતની એકરૂપતા નથી સ્વીકારી જયારે લાઈબનીઝે “All monad are living Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત mirror of the world.' કહીને એમણે બધા ચિદણુઓને જગતના જીવતા જાગતા દર્પણ કહ્યા છે. અર્થાત્ એમનું માનવું છે કે પ્રત્યેક ચિદણમાં સંપૂર્ણ જગત પ્રતિબિંબિત થાય છે. જેનદર્શનમાં સંસારી આત્મા અર્થાત્ બદ્ધ આત્માનો પોતાના કર્મોને કારણે જગતથી સંબંધ છે પરંતુ પરમાત્મા તો પૂર્ણરૂપથી જગતથી પર છે. લાઈબનીઝના પરમ ચિદ ઈશ્વર પણ જગતથી પૂર્ણતયા પર નથી તેથી બંનેના ચેતનવાદમાં ભિન્નતા છે. ૫) લાઈબનીઝના મતમાં ચેતન જ ચેતનની સત્તા છે તો પછી ચેતનામાં તારતમ્યતા (સ્તરો) શા માટે? જેનદર્શનમાં તો ચેતનાની તારતમ્યતા જડ તત્ત્વોની બાધાને કારણે સિદ્ધ છે. જે આત્મા કર્મ પુદ્ગલોથી (અજીવ તત્ત્વથી) જે માત્રામાં આવૃત્ત હોય એ માત્રાના આધાર પર ચેતનાના વિવિધ સ્તર છે આમ જડ તત્ત્વનું અસ્તિત્વ માનવાના કારણે ચેતનાના સ્તર સિદ્ધ છે. પરંતુ લાઈબનીઝના દર્શનમાં જડ તત્ત્વનું અસ્તિત્ત્વ સ્વીકારાયું નથી તો પછી ચેતનાના પાંચ પ્રકાર અચેતન, ઉપચેતન, ચેતન, સ્વચેતન અને સર્વચેતન કેવી રીતે થાય ? જો કે આ સમસ્યાથી છૂટકારો પામવા એમણે સૂક્ષ્મ જડતા (Materia Prima) નો સ્વીકાર કર્યો છે. એ સૂક્ષ્મ જડતા જે રૂપમાં પ્રભાવિત કરે છે એ રૂપને એમણે સ્થૂળ જડતા (Materia Secunda) કહી છે. એ જ ચેતનામાં અવરોધક શકિત છે. એ શું છે ? કેવા રૂપમાં છે ? એનો ઉત્તર લાઈબનીઝના દર્શનમાં મળતો નથી. તેથી કહી શકાય કે લાઈબનીઝના દર્શનમાં ચેતનાના સ્તર પ્રમાણિકતાથી દૂર છે. ૬) જેનદર્શન આત્માને નિત્ય તેમ જ શાશ્વત માને છે. આત્મા ઉત્પત્તિ તેમ જ વિનાશથી પર છે અને અનાદિ અનંત છે. જ્યારે લાઈબનીઝ ચિદશુઓને નિત્ય અને શાશ્વત કહે છે તો બીજી બાજુ એને ઈશ્વરસર્જિત બતાવે છે તો પછી શાશ્વત કેવી રીતે? ૭) જેનદર્શનમાં કોઈ આત્મા કોઇ અન્ય આત્મા દ્વારા નિયંત્રિત નથી. સ્વનિયંત્રિત છે. જયારે લાઈબનીઝના મતમાં ચિદણુને સ્વતંત્ર માનવા છતાં ઈશ્વર દ્વારા નિયંત્રિત માનવામાં આવ્યા છે. અસંખ્ય ચિદણુઓમાં સામંજસ્ય ઈશ્વરને કારણે છે. ૮) જેનદર્શનમાં આત્માના વિવિધ સ્તર સ્વીકારવા છતાં પણ પૂર્વ સ્થાપિત સામંજસ્યા જેવી કોઈ વ્યવસ્થા સ્વીકારી નથી. જ્યારે લાઈબનીઝે ચિદણુઓની તારતમ્યતા સ્વીકારીને પૂર્વ સ્થાપિત સામંજસ્યનો સ્વીકાર કર્યો છે. નિષ્કર્ષતઃ કહી શકાય કે જેન આત્મવાદ અને લાઈબનીઝના ચિદણુવાદમાં અનેકાનેક સમાનતા હોવા છતાં બંનેના સિદ્ધાંતમાં અનેક અંતર પણ છે. ઉપસંહારઃ પશ્ચિમી તત્ત્વજ્ઞાનમાં આત્માના સ્વરૂપની વિચારણામાં બુદ્ધિતત્ત્વ, વિચારતત્ત્વ કે તાર્કિકતાને આત્માના સર્વશ્રેષ્ઠ તત્ત્વ તરીકે ઘટાવવાનું લાક્ષણિક વલણ જણાય છે. આત્માની દેહમુક્ત અવસ્થામાં પણ તે બુદ્ધિતત્ત્વને લીધે દેવી છે Page #228 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૧૯ તેવો અભિગમ પણ જોવા મળે છે. મુખ્યત્વે આ ગ્રીક અભિગમ છે. ખ્રિસ્તી સંતોએ પણ તર્કબુદ્ધિ તેમ જ સંકલ્પ તત્ત્વને આત્માના સ્વરૂપની વિચારણામાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. આધુનિક યુગના ફિલસૂફોએ દ્રવ્યગુણપર્યાયની પરિભાષામાં આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે અને આત્માના સ્વરૂપની ચર્ચા બાહ્ય ભૌતિક પદાર્થના અસ્તિત્વ અને તેના જ્ઞાનની શક્યતાના સંદર્ભમાં જ આધુનિક તત્ત્વજ્ઞાનમાં વધુ વિકસી છે. આત્મા. શરીરથી સ્વતંત્ર એવો પદાર્થ છે તેવું ન સ્વીકારનાર ચિંતકોએ પણ આત્મા કે સ્વતત્વને વિશે કેવળ ભૌતિકવાદી અભિગમ જ રજૂ કર્યો છે તેવું નથી. દા. ત. એરિસ્ટોટલ, સ્પિનોઝા કે કાટ જેવા ફિલસૂફો તવાદી કે સ્પષ્ટ રીતે ભૌતિકવાદી પણ નથી. વીસમી સદીના ચિંતનમાં વિચારવાદી (idealist) કે ભૌતિકવાદી (materialist) ન હોય તેવા ઘણા ચિંતકો આત્મા - શરીરના સંબંધની ચર્ચા કરવાને બદલે મન - શરીરના સંબંધની ચર્ચા કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જીવી જીવ માટેની વૈજ્ઞાનિક માન્યતા – કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર જ્યારે સજીવ પદાર્થ ઉત્પન્ન થયો નહોતો ત્યારે સૂર્યમાંથી પ્રકાશનાં કિરણો રૂપે શક્તિનો પ્રવાહ પૃથ્વી પર પડીને ગરમી રૂપે વિકસિત થયો હશે. કાળક્રમે સ્વતંત્ર ક્રિયાત્મક શક્તિને મેળવી, તેને પોતાની સ્થિતિ જાળવવામાં તેમ જ વિકસાવવામાં વાપરી શકવાની ક્ષમતા ધરાવતા નાજુક તંત્રો આકસ્મિક રીતે વિકસ્યાં હશે. આજની જીવસૃષ્ટિ તેમાંથી વિકસી હોવાનું મનાય છે. એક માન્યતા પ્રથમ વનસ્પતિ ઉત્પન્ન થઈ, પછી જીવ અને છેલ્લે મનુષ્ય ઉત્પન્ન થયો. જીવનનું ગૂઢ રહસ્ય ઉકેલવા માનવી અનાદિકાળથી પ્રયત્ન કરતો આવ્યો છે તેને અંગે તેણે પાર વગરનું ચિંતન કર્યું છે તેમ જ પ્રયોગો પણ કર્યા છે. સૂક્ષ્મદર્શકની શોધ બાદ તેને નવી દૃષ્ટિ મળી અને સજીવસૃષ્ટિના અતિસૂક્ષ્મ જીવો તેની નજરે ચડી ગયા, આવા સૂક્ષ્મ જીવોની કલ્પના તો તેણે કરી જ હતી. પણ સૂક્ષ્મદર્શકે તેને તે પ્રત્યક્ષ કરી આપ્યા. તેણે સજીવસૃષ્ટિના એકમ એવા કોષ જોયા અને કોષમાં રહેલા દ્રવ્યોનું ભૌતિક તેમ જ રાસાયણિક રીતોથી પૃથક્કરણ કર્યું એમાં તેને ઘણી બધી ઉપયોગી માહિતી મળી પણ જીવનનું ગૂઢ રહસ્ય સમજવા તે સાવ અપૂરતી હતી. વીસમી સદીમાં અનેક વિજ્ઞાનીઓએ સજીવસૃષ્ટિનો તાગ લેવા સવિશેષ પ્રયત્ન કર્યો. વળી ઈ.સ. ૧૯૩૨ માં થયેલા વીજાણુ સૂક્ષ્મદર્શકની શોધે તેને અધિક પ્રોત્સાહન આપ્યું. ઓગણીસમી સદીમાં કોષવાદનો વિકાસ થયો. સૂક્ષ્મદર્શક દ્વારા તેમાં ચાલી રહેલી ચય-અપચય ક્રિયાની સમજણ મળી, છેલ્લા કેટલાક વર્ષોમાં કોષની આંતરિક રચના અને કાર્ય અંગે અઢળક માહિતી ભેગી થઈ છે. કોષ જે પદાર્થનો બનેલો છે તે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવરસ (Protoplasm) તરીકે ઓળખાય છે. જીવરસ પાણીના માધ્યમમાં વ્યાપેલી સૂક્ષ્મ કણિકાઓ, સૂક્ષ્મ તંતુઓ કે કલાઓ (Membraines) તેમ જ નલિકાઓનો બનેલો છે. જીવરસ પોતાની ક્રિયાશીલતા પ્રમાણે મુરબ્બામય અર્ધઘન (Gel) અને પ્રવાહીમાં તરતા કાંપના અણુઓ કેવી દ્રવ (Sol) સ્થિતિઓ વચ્ચેની અવસ્થાઓમાં સતત પરિવર્તન પામતો રહે છે. જીવરસનું સર્વસામાન્ય માધ્યમ પાણી છે અને તેનું પ્રમાણ જીવરસની ક્રિયાશીલતા ઉપર આધારિત છે. કોષમાં પાણીની અવરજવરમાં જીવરસની સંકોચનશીલતા અગત્યનો ભાગ ભજવે છે. વેજ્ઞાનિક માન્યતા પ્રમાણે જીવને સજીવની સંજ્ઞા આપવામાં આવી છે. સજીવ વિશેની વિચારણા આ પ્રમાણે છે. બહારથી મેળવેલા તત્ત્વો વડે સ્વસંવર્ધન, પોષણ, રક્ષણ અને સંચાલન કરનારી પ્રજનનશીલ ભૌતિક પદાર્થોની અવસ્થા. વિષાણુ (Virus) એક નિર્જીવ ન્યૂક્લિયો પ્રોટીનનો કણ છે. પરંતુ યોગ્ય સજીવ કોષના સંપર્કમાં આવતાં કોષમાં રહેલ જેવિક ઘટકોની મદદથી વિષાણુ ક્રિયાશીલ બને છે અને પોતાના જેવા કણોનું સર્જન કરે છે. સજીવની વિશેષતાઓઃ ૧) ચયાપચય (metabolism) - સજીવો રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જેવી. અણુઓ અને અણુઓમાં આવેલ કાર્યશક્તિનો ઉપયોગ કરી શકે છે અને ચયાપચયી પ્રક્રિયાઓ દ્વારા પોતાને જોઈતા શરીર રચનાલક્ષી ઘટકોનું ઉત્પાદન કરે છે. પરિણામે સજીવો વૃદ્ધિ સાધવા ઉપરાંત જીર્ણ થયેલ ભાગોનું પ્રતિસ્થાપન કરે છે. સજીવો જૈવિક કાર્યશક્તિને સૂર્યકિરણોમાંથી પ્રાપ્ત કરે છે. વનસ્પતિ સૃષ્ટિ સૌર કિરણોમાં રહેલી કાર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં પરિક્રમણ કરે છે. બધા સજીવો તેનો ઉપયોગ જેવી પ્રતિક્રિયાઓમાં કરતા હોય છે. ઓક્સિડેશન પ્રતિક્રિયાને અધીન મુક્ત થતી. કાર્યશક્તિને ઉચ્ચ કાર્યશક્તિલક્ષી એડેનસીન - ટ્રાઈ - ફોસેફેટ (ATP) અણુમાં સંઘરવામાં આવે છે. ATPમાં સંઘરેલ કાર્યશક્તિને મુક્ત કરી સજીવો તમામ જેવી. ક્રિયાઓમાં તેનો ઉપયોગ કરે છે. ૨) ગતિઃ બધા સજીવો એક યા બીજી રીતે હલનચલન કરતા હોય છે. વનસ્પતિમાં આ હલનચલન આંતરિક છે (દા.ત. રસનું વહન) દિવસ દરમ્યાન સૂર્યમુખી સૂર્યપ્રકાશ તરફ નમે છે, જ્યારે રાતરાણીનું ફૂલ રાતે ખીલે છે અને દિવસ દરમ્યાન સંકોચાય છે. સ્પર્શ થતાની સાથે લજામણીનાં પાંદડાની પર્ણિકાઓ બિડાય છે. હલનચલન કરી પ્રાણીઓ ખોરાક મેળવે છે, સાથીના સંપર્કમાં આવે છે તેમ જ સામાજિક જીવના વિતાવે છે. ૩) પ્રત્યાચારઃ સજીવો પર્યાવરણના ફેરફારોથી ઉદ્દીપ્ત બની પ્રત્યાચાર દર્શાવે છે. વૃક્ષોના મૂળ જમીન અને પાણી તરફ આકર્ષાય છે. હરણ જેવા વનસ્પત્યાહારી. પ્રાણીઓ પોતાની જાતને બચાવવા હિંસક પ્રાણીઓથી દૂર ભાગે છે જ્યારે સિંહ જેવાં Page #230 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૨૧ પ્રાણીઓ હરણ જેવા પ્રાણીઓનું ભક્ષણ કરવા લલચાય છે. માનવી દુર્ગંધ પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે, જ્યારે સુવાસથી આકર્ષાય છે. ૪) વૃદ્ધિ : તાજા જન્મેલા સજીવો ક્રમશઃ વૃદ્ધિ પામી પુખ્ત સ્વરૂપ પ્રાપ્ત કરે છે. વનસ્પતિસૃષ્ટિ પાણી, કાર્બનડાયોક્સાઈડ જેવા સાદા અણુઓને સંકીર્ણ સ્વરૂપમાં ફેરવીને પોતાની વૃદ્ધિ સાધે છે. જ્યારે પ્રાણીઓ વૃદ્ધિ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિસૃષ્ટિ પર અવલંબે છે. ૫) અનુકૂલન : પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણમાં રહેવા અનુકૂલન પામેલો છે અને પર્યાવરણમાં બદલાતાં પરિબળોને અનુકૂળ થવા પ્રયત્નશીલ રહે છે. જમીન પર વસતા સજીવો હવામાં રહેલ વાયુની મદદથી શ્વસનક્રિયા કરે છે. જયારે જળવાસી સજીવો શ્વસનક્રિયા માટે પાણીમાંના દ્રાવ્ય વાયુનો ઉપયોગ કરે છે. અનુકૂલન ક્ષણિક સમય માટે પણ હોઈ શકે છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ, આબોહવા, વિવિધ સજીવોનું સામીપ્ટ અને ખોરાક વગેરેમાં પ્રસંગોપાત દેખાતા ફેરફારોથી પણ સજીવો અનુકૂળ થતા રહે તે અનિવાર્ય છે. ૬) પ્રજનન : સજીવો પ્રજનન દ્વારા જીવન ટકાવીને વંશવેલો ચાલુ રાખે છે. અજાતીય (Asexual) અને જાતીય (sexual) એમ બે પ્રકારનું પ્રજનન હોય છે. મોટે ભાગે નર અને માદા એવા બે પ્રજનન કોષોના (gamet) ફલનથી નવા સજીવો ઉદ્ભવે છે. સામાન્યપણે માતા અને પિતા અનુક્રમે માદાકોષ અને નરકોષ પેદા કરે છે. ૭) રાસાયણિક જૈવી ઘટકો ઃ સજીવોના શરીરના બંધારણના ભાગરૂપે અગત્યનાં તત્ત્વો તરીકે કાર્બન, હાઈડ્રોજન, નાઈટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ અને ગંધક જેવા પરમાણુઓ તેમાં આવેલા છે. અલ્પ પ્રમાણમાં આવેલ પરમાણુઓમાં લોહ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, ક્લોરિન જેવા તત્ત્વોનો સમાવેશ થાય છે. સજીવોમાં આવેલા મોટાભાગના અણુઓ કાર્બોદિતો, લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઈક એસિડોના કાર્બનિક સંયોજનો છે. આમ વિજ્ઞાન પણ જીવમાં વિવિધ વિશેષતાઓને સ્વીકારે છે. વૈજ્ઞાનિક રીતે વનસ્પતિમાં જીવની સિદ્ધિ જગદીશચંદ્ર બોઝ નામના મહાન વિજ્ઞાનશાસ્ત્રી નાનપણથી જ વિજ્ઞાનમાં રસ ધરાવતા હતા. ઈંગલેન્ડમાં વિજ્ઞાનનું ઉચ્ચ શિક્ષણ લઈને કલકત્તામાં પોતાની પ્રયોગશાળા સ્થાપી હતી. (જે આજે પણ છે.) એમની શોધ મુજબ જડ મંનાતી વસ્તુઓમાં પણ ચેતન છે. જેમ એક માણસ ઉપર થાક, તાપ, ઠંડક, પ્રકાશ, ઉદ્દીપન અને વિષની અસર થાય છે અને થાકેલા માણસને આરામ આપવાથી તે પાછો તાજો બને છે તેમજ એક વૃક્ષને અથવા ધાતુને પણ થાય છે. તેઓ ઝાડપાન ને વેલાઓમાં રહેલી શક્તિ વિશે શોધ કરતા. તેમણે ઝાડને હૃદય છે, માણસની જેમ ઝાડની નાડીમાં ધબકારા થાય છે એમ પ્રયોગથી સિદ્ધ કરી આપ્યું છે. ઝાડની શક્તિ જાણવા માટે તેમણે પ્રતિધ્વનિ નોંધનાર નવું યંત્ર Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત શોધી કાઢયું. એ યંત્રથી ઝાડ ઉપર થતી નાનામાં નાની અસર આપણને સ્પષ્ટ રીતે દેખાય છે. એમણે બીજું એવું યંત્ર શોધી કાઢયું કે જેનાથી છોડની અંદરની ક્રિયાઓ. દશ કરોડગણી મોટી દેખાય છે. ઝાડમાં ચાલતી શ્વાસોચ્છવાસની ક્રિયા સિદ્ધ કરવા પણ એમણે વીજળીની સળીઓ નામનું યંત્ર શોધી કાઢયું છે. તેઓ કહેતા કે સર્વમાં એક જ જીવન વ્યાપેલું છે. આવી નવી નવી શોધો કરી આપણા અદ્વૈતવાદને વિજ્ઞાનના પ્રયોગથી સ્થાપિત કરી એમણે વિજ્ઞાનને નવી જ દૃષ્ટિ આપી છે તથા વિજ્ઞાનના ક્ષેત્રમાં હિંદને ઊંચું પદ અપાવ્યું છે. (ભગવદ્ગોમંડળ પૃ. ૩૩૯૫) આમ જીવ અને જીવન પર આજ પર્યત સંશોધન ચાલી રહ્યું છે. ચાર્લ્સ ડાર્વિન જેવા ઉત્ક્રાંતિવિદો એ તો કહ્યું પણ છે કે જીવો અનુકૂલન સાધતા રહે છે તેથી નવી નવી જાતિઓ ઉદ્દભવ પામે છે. અને જૂની જાતિઓ નાશ પામે છે. ‘જીવતત્ત્વના કર્તા નારાયણ હેમચંદ્ર લખે છે કે. “ડાર્વિન ચાર્લ્સ - મનુષ્યની ઉત્પત્તિ વાંદરામાંથી માને છે પણ એમ એનું કહેવું નથી પણ એ કહે છે ગોરિલા, ચિપાંઝી મનુષ્યના પૂર્વજ નથી. પણ જ્ઞાતિભાઈ જેવા છે. અતિ પ્રાચીનકાળમાં મનુષ્યના પિતૃપુરૂષ જળચર પ્રાણી હતા એવ પણ ડાર્વિને કહ્યું છે.” (“જીવતત્વ’ નારાયણ હેમચંદ્ર પૃ. ૮૭) જો કે જૈનદર્શન તો ચિપોઝી, ગોરિલા વગેરેને તિર્યંચ જાતિમાં માને છે. અને મનુષ્યની જાતિ અલગ છે. જળચરનો સમાવેશ પણ તિર્યંચમાં જ મનાય છે. વાંદરા મનુષ્યના પૂર્વજ નથી પણ મૂળથી જ વાંદરા અને મનુષ્ય અલગ અલગ જાતિના જ છે. પૂ.પં. ચંદ્રશેખર વિજયજી કૃત ધર્મ અને વિજ્ઞાન ના આધારે આત્મા સંબંધી વૈજ્ઞાનિકોના મંતવ્યો. ' (પૃ. ૫૦થી પ૬નો સાર) આત્મા અંગે લગભગ બધા વૈજ્ઞાનિકોનો વિચાર દેહ - આત્મા એક જ છે એવો હતો. દેહથી અતિરિક્ત કોઈ ચેતના માનવા તૈયાર જ ન હતા. પરંતુ હવે કેટલાક વૈજ્ઞાનિકો આત્મા અંગે પણ કંઈક ચિંતન કરવા લાગ્યા છે અને તેઓ દેહથી ભિન્ન, દેહમાં રહેનારી એવી કોઈ ચેતનાની કલ્પના તો જરૂર કરે છે. જે નીચેના વિદ્વાન વૈજ્ઞાનિકોના અભિપ્રાયથી સિદ્ધ થાય છે. ૧) આલ્બર્ટ આઈન્સ્ટાઈનઃ ‘હું જાણું છું કે સમગ્ર પ્રકૃતિમાં ચેતના - તત્ત્વ કામ sélzaj 89.' (I belive that intelligence is manifested through out all nature - The Modern Review of Colcutta, July, 1936) ૨) સર એ. એસ. એકિંગ્ટનઃ “હું ચેતન્યને મુખ્ય માનું છું અને ભૌતિક પદાર્થોને ગોણ માનું છું. જરીપુરાણો નારિત્તકવાદ હવે ચાલ્યો ગયો છે. ધર્મ એ આત્મા અને મનનો વિષય છે. અને તે કોઈ પણ પ્રકારે દૂર કરી શકાય તેમ નથી. I regard consciousness as fundamental. I regard matter as derivative from con Page #232 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૨૩ sciousness. The old atheism is gone, Religion belongs to the realm of the spirit and mind and cannot be shaken. ૩) સર જેમ્સ જીન્સ: ‘હવે જ્ઞાનની સરિતા અયાત્રિક વાસ્તવિકતાની તરફ વહેવા લાગી ગઈ છે. યંત્ર કરતાં વિચારની અધિક સમીપમાં આજનું વિશ્વ જણાય છે. મને હવે એવી કોઈ ચીજ નથી જણાતી જે જડની દુનિયામાં ક્યાંકથી અકસ્માત ટપકી પડી હોય.' The stream of knowledge is heading towards non - mechanical reality. The Universe begins to look more like a great thought then like a great machine. Mind no longer appers as an accidental intruder into the realam of mother. - Mvsterions Universe, Pg. 137 ૪) હર્બર્ટ સ્પેન્સરઃ ગુરૂ યા ધર્મગુરૂ ખૂબજ સારા પ્રાચીન કે અર્વાચીન દાર્શનિક, પશ્ચિમના હોય કે પૂર્વના બધાએ એવો અનુભવ કર્યો છે કે તે અજ્ઞાત અથવા અજ્ઞેય deg uld 9.' - First Principles, 1900 પ) સર જે. એમ. થોમસન: ‘સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં એવી એક પ્રક્રિયા થઈ રહી છે કે જે મન સાથે કોઈ સંબંધ રાખે છે. નાનામાં નાના અમીબાથી લઈને એક આંતરિક અને વૈજ્ઞાનિક જીવનનું ઝરણું વહી રહ્યું છે. ક્યાંક એ સ્ત્રોત પાતળો છે તો ક્યાંક બળવાન ભાવના, કલ્પના અને હેતુ એ બધી પ્રવૃત્તિઓ એની અંતર્ગત છે, અરે! Geild 2442411 ye to zadla 9.' Through our the world of animal life, there are experessions of something akin to the mind in ourselves. There is from Amoeba upwards a stream of inner and subjective life. It may be onl a slender rill, but somes it is a strong current. It includes feeling, imagining. Purposing. it includes unconscious. - The Great Design. ૬) જે. બી. એસ. હેલ્ડનઃ ‘સત્ય હકીકત તો એ છે કે વિશ્વનું મૌલિક તત્ત્વ જડ (Matter) નથી, બળ (Force) નથી, અથવા ભૌતિક પદાર્થ (Physical Substance) નથી પરંતુ મન અને ચેતના જ છે.” The truth is that, not matter, not forces, not any physical thing but mind, personality is the central fact of the Universe. - The Modern Review of Calcutta, July, 1936 ૭) આર્થર એચ.કોમ્પટનઃ આત્માની નિત્યતા અંગે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ‘એક નિર્ણય કે જે એમ દેખાડે છે કે મૃત્યુ પછી પણ આત્મા જેવી વસ્તુ ઊભી રહે છે. જવાળા એ કાષ્ઠથી ભિન્ન છે. કાષ્ટ તો થોડા સમય માટે એને પ્રગટ કરવા માટે Soeloto sia si 9. 'A conclusion which suggests... the possibility of consciousness after death... the flame is distinct from the log of wood which serves it temporaxily as fuel. ૮) સર ઓલિવર લોજ : ‘એક એવો સમય અવશ્ય આવશે જયારે વિજ્ઞાન દ્વારા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અજ્ઞાત વિષયનું અન્વેષણ થશે. આપણે એવું માનીએ છીએ તેના કરતાં ઘણું અધિક તો વિશ્વનું આધ્યાત્મિક અસ્તિત્ત્વ છે. વસ્તુસ્થિતિ તો એ છે કે આપણે તે આધ્યાત્મિક જગતની મધ્યમાં છીએ, જે ભોતિક જગતથી પર છે.” વળી તેઓ એક જગાએ કહે છે કે “જેમ મનુષ્ય બે દિવસની વચ્ચે રહેલી રાત્રિમાં સ્વપ્ન જુએ છે તે જ રીતે મનુષ્યનો આત્મા મૃત્યુ અને પુનર્જન્મની વચ્ચે વિશ્વમાં અહીં તહીં વિહરે છે.' The time will assuredly come when the avenuse use into unknown regiory will be explored by science. The Universe is a more spiritual entity than we thought. The real fact is that we are in the midst of a spiritual world which dominates the material. - Sir Oliver Lodge. ૯) ‘ધ ગ્રેટ ડિઝાઈન’ નામનું એક પુસ્તક છે, જેમાં દુનિયાના મહત્ત્વના ગણાતા વૈજ્ઞાનિકોએ પોતાના સામયિક અભિપ્રાયો આપ્યા છે. આ પુસ્તકમાં સ્પષ્ટરૂપે એ વિચાર રજૂ કરવામાં આવ્યો છે કે, આ વિશ્વ એમ ને એમ કાંઈ બની ગયું નથી એની. પાછળ કોઈ ચેતના શક્તિ કામ કરી રહી છે. એક પુસ્તકમાં તો સ્પષ્ટ લખ્યું છે કે ‘આજે એ વાતનું મજબૂત પ્રમાણ મળે છે એવી પણ ઘટનાઓ આ વિશ્વમાં બને કે જે વિજ્ઞાનના નિયમોથી સમજી શકાતી નથી ઘટનાઓ એક કઠિન શબ્દ દ્વારા સમજાવી. શકાય છે. એ શબ્દ છે સાઈક્કિલ (Psychical), આ શબ્દનો વિકાસ એક ગ્રીક શબ્દમાંથી થયો છે જેનો અર્થ છે આત્મા. આ ઘટનાઓનો સંબંધ આત્માની સાથે કલ્પી શકાય તેમ હતો શરીરથી નહીં'Buttoday unanswersble proof exists that things do happen which appear to be out side all known physical class. Such happenings are called by the rather difficult name of psychical which come from Greak word meaning the soul. Because such things were formerly supposed to have to do with the soul and not with the body. ૧૦) પી. ગેડેસ કહે છે કે, કેટલાક એવા વિદ્વાનો છે કે જેમણે પોતાની માનવતા મીટીયોરાઈટ વેહીકલ થિયરીમાં જણાવી છે, તેમણે એવું સૂચવ્યું છે, કે જીવન એટલું જ પુરાણું છે જેટલું જડ.’some authorities who have found satisfaction in the Meteorite Vehicle Theory have also suggested that life is as old as matter - Evolution Pg. 70 આ રીતે બીજા પણ અનેક વૈજ્ઞાનિકોના વિચારો પરથી ખ્યાલ આવી જાય છે કે આત્મા અને શરીર બંને અલગ છે. - આ ઉપરાંત વશીકરણ વિદ્યાથી, જાતિસ્મરણથી, પ્રેતોના આગમનથી, પ્લાન્ટેટ વગેરે સાધનોથી પણ આત્માનું અસ્તિત્ત્વ, પુનર્જન્મ અને પૂર્વજન્મ વગેરે સિદ્ધ થઈ ચૂક્યા છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૨૫ આત્માનું સ્વરૂપ જૈન દર્શનના વિવિધ ગ્રંથોમાં ૧) શ્રી બૃહદ જેન થોક સંગ્રહઃ ચેતન્ય લક્ષણ, સદા સઉપયોગી, અસંખ્યાતા પ્રદેશી, સુખ-દુઃખનો જાણ સુખદુઃખનો વેદક અરૂપી હોય તેને જીવ તત્ત્વ કહીએ. (પૃષ્ઠ ૪) જેન માર્ગે આત્મા અકૃત્રિમ, અખંડ અવિનાશી, નિત્ય છે, શરીર માત્ર વ્યાપક છે. (પૃષ્ઠ ૧૮૧) ૨) વ્યવહાર સમક્તિના ૬૭ બોલના થોકડામાં કહ્યું છે કે अस्थि जिओ सो निच्चो, कत्ता भोता य पुन्नपावाणं। ___ अत्थि धुवं निव्वाणं, तदुवाओ अत्थि छठाणे॥ અર્થાત્ જીવ છે તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે પૂય - પાપ કર્મફળનો. ભોક્તા છે તેનો નિર્વાણ એટલે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એમ છ સ્થાન છે. ૩) “સમ્મતિતર્ક પ્રકરણમાં તૃતીય ખંડના ૫૪ - પપ એ બે શ્લોકમાં શ્રી સિદ્ધસેના દિવાકર આત્મા વિશે નાસ્તિત્ત્વ આદિ છ પક્ષોનું મિથ્યાપણું અને અસ્તિત્ત્વ આદિ છ પક્ષોનું સભ્યપણું નીચે પ્રમાણે બતાવ્યું છે. ‘णत्थि ण णिच्चो ण कुणइ कयं ण वेएइ पत्थि णिव्वाणं। पत्थि य मोक्खोवाओ छ म्मिच्छंतस्स गणाई॥५४॥ 'अत्थि अविणासघम्मी करेइ वेणइ अस्थि णिव्वाणं। રૂચિ મોરવાવાઝો ઇસમ્મસ વાઈIII (પૃ. ૩૧૪) અર્થાત્ આત્મા નથી, તે નિત્ય નથી, તે કાંઈ કરતો નથી, તે કરેલ કર્મને વેદતો નથી, તેને નિવાર્ણ - મોક્ષ નથી અને મોક્ષનો ઉપાય નથી એ છ મતો મિથ્યાજ્ઞાનનાં સ્થાનો છે. આત્મા છે, તે અવિનાશી છે, તે સક્રિય (કર્તા) છે, તે અનુભવે (ભોક્તા) છે, તેનો નિર્વાણ (મોક્ષ) છે અને મોક્ષનો ઉપાય છે એ છ મતો યથાર્થ જ્ઞાનનાં સ્થાનો છે. ૪) જીવવિચાર પ્રકાશિકા : “જીવ એટલે આત્મા. જીવનશક્તિ ધારણ કરવાના ગુણને લીધે તેને જીવ કહેવામાં આવે છે. તે ઉપયોગ અનાદિ નિધનત્વ, શરીર પૃથકત્ત્વ, કર્મ કર્તુત્વ, કર્મ ભોસ્તૃત્વ, અરૂપીત્ત્વ આદિ અનેક લક્ષણોથી યુક્ત છે.” - જીવનની ક્રિયા જેના વડે શક્ય બને છે એ જીવંત શરીરને પણ ઉપચારથી જીવ કહેવામાં આવે છે. છેદન, ભેદન, તાડન, મારણ વગેરે શરીર તરીકે માનેલા આ જીવનું થાય છે. પણ તેનું સંચાલન કરનાર આત્માનું થતું નથી. એ તો સ્વભાવે અજર - અમર છે. એટલે કે જન્મતો પણ નથી અને મરતો પણ નથી. (પૃષ્ઠ ૬૮). ૫) “શ્રી બૃહદ દ્રવ્ય સંગ્રહ’ માં આત્માના સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે 'जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेह परिमाणो। Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ કૃત મોત્તા સંસારત્યો સિદ્દો સો વિલ્સ સોફ્ળન॥' (પૃષ્ઠ ૮) અર્થાત્ આત્મા ઉપયોગમય છે, અમૂર્ત છે, કર્તા છે, દેહ પરિમાણી છે, ભોક્તા છે, સંસારમાં સ્થિત છે સિદ્ધ થઈ શકે છે અને સ્વભાવથી ઊર્ધ્વગમન કરવાવાળો છે. એ ગાથાના વિસ્તારરૂપે આત્માના દરેક સ્વરૂપની છણાવટ કરી છે. જેનો સાર નીચે મુજબ છે. ઉપયોગમય - ૨૨૬ જૈન શાસ્ત્રોમાં ઉપયોગ શબ્દની વ્યુત્પતિ કરતાં કહ્યું છે કે 'उपयुज्यते वस्तु परिच्छेदं प्रतिव्यापर्यते जीवोऽनेनेति उपयोगः ।' અર્થાત્ જેના દ્વારા જીવ વસ્તુના પરિચ્છેદ/પરિજ્ઞાન/બોધ માટે વ્યાપાર (પ્રવૃત્તિ) કરે છે તે ઉપયોગ છે. ઉપયોગ ચેતનાનું લક્ષણ છે. નૈયાયિક દર્શનમાં ચેતનાને આત્માનું સ્વરૂપ લક્ષણ ન માનતા આગંતુક લક્ષણ માનવામાં આવે છે તેથી તેનો પરિહાર કરવા માટે ઉપયોગમય વિશેષણ વાપરવામાં આવ્યું છે. અમૂર્ત - ચાર્વાકના મૂર્ત દ્રવ્યનો પરિહાર કરવા જૈન દર્શનમાં આત્માને અમૂર્ત માનવામાં આવ્યો છે. જૈનદર્શનના આત્મામાં શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિથી પુદ્ગલના ગુણ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ નથી હોતા એટલે આત્મા અમૂર્તિક છે પણ સંસારાવસ્થામાં તે અનાદિ કર્મોથી બદ્ધ હોવાને કારણે રૂપાદિવાન થઈને મૂર્તિક હોય છે. આ મૂર્તત્ત્વગુણ ચેતનાનો વિકાર હોય છે અને વિકાર સ્થાયી ન હોવાને કારણે અશુદ્ધ છે તેથી નિશ્ચયથી જીવોને અમૂર્ત અને વ્યવહારથી મૂર્ત કહેવાય છે. કર્તા - ભારતીય દર્શનમાં સાંખ્ય દર્શન પુરૂષ (આત્મા)ને કર્તા નથી માનતું. તે સમસ્ત કાર્યોના કર્તા તરીકે પ્રકૃતિને માને છે તેનો પરેહાર આ વિશેષણથી થાય છે. જૈનદર્શનમાં આત્માના કર્તાપણાની સિદ્ધિ કરતાં કહ્યું છે કે ‘આત્મા વ્યવહારથી પુદ્ગલ કર્મ આદિનો કર્તા છે અને નિશ્ચયથી ચેતન કર્મનો કર્તા છે તથા શુદ્ધ નયથી શુદ્ધ ભાવોનો કર્તા છે.’ જૈનદર્શન અનુસાર જીવ પોતાના શુભાશુભ પરિણામોનો કર્તા છે. દેહપરિમાણત્વ - ઉપનિષદોમાં આત્માને અંગુઠામાત્ર અને અણુમાત્ર કહેલ છે તે અંતઃકરણમાં રહે છે એમ બતાવ્યું છે. કેટલાકના મત પ્રમાણે આત્મા પ્રાણીઓના હૃદયાકાશ કે બુદ્ધિરૂપી ગુફામાં રહે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૨૭. જેનદર્શન અનુસાર આત્મા દેહ પરિમાણી છે. એ કીડી જેવા સૂક્ષ્મ શરીરમાં સંકોચાઈને રહે છે અને હાથી જેવા સ્થૂળકાય શરીરમાં વિસ્તૃત થઈને રહે છે. એના પ્રદેશોમાં સંકોચ - વિસ્તાર થવા છતાં એના લોકપ્રમાણ આત્મપ્રદેશોની સંખ્યામાં કોઈ હાનિ કે વૃદ્ધિ થતી નથી. જે આત્મા બાલ શરીરમાં રહે છે એ જ યુવા અને વૃદ્ધ શરીરમાં રહે છે. સ્થૂળ શરીરવ્યાપી આત્મા કૃશશરીરવ્યાપી થઈ જાય છે અને કૃશશરીરવ્યાપી સ્થૂળ શરીરવ્યાપી થઈ જાય છે. દીપકપ્રકાશવત્. ભોક્તા – બોદ્ધ દર્શન ક્ષણિકવાદી છે તેથી તે ન તો નિત્યાત્મા સ્વીકારે છે કે ન તો કર્તુત્વ કે ભોસ્તૃત્વને માને છે. જો જીવોને પોતાના કર્મોના ભોક્તા ન મનાય તો કર્મ વ્યવસ્થા ભાંગી જશે તથા પુણ્ય - પાપની વ્યવસ્થા પણ સમાપ્ત થઈ જશે તેથી આત્મા ભોક્તા જેનદર્શનમાં વ્યવહારથી જીવને પોતાના સુખદુઃખનો ભોક્તા કહ્યો છે. અને નિશ્ચયનયથી પોતાના ચેતન્યાત્મક આનંદ સ્વરૂપનો ભોક્તા કહ્યો છે. જો આત્મા સુખદુઃખનો ભોક્તા ન હોય તો સુખદુઃખની અનુભૂતિ જ નહિ થઈ શકે. સંસારસ્થ અને સિદ્ધ સ્વરૂપ – જેનદર્શન આત્માના સંસારી રૂપને સ્વીકારે છે. એના મતે સંસારી આત્મા જ મુક્તાવસ્થાને પ્રાપ્ત કરે છે. જયાં સુધી જીવ રાગદ્વેષાદિક વિષય વિકારોથી ગ્રસિત રહે છે ત્યાં સુધી તે સંસારી રહે છે. પોતાના પુરૂષાર્થ દ્વારા એને નષ્ટ કરીને તે શુદ્ધ થઈ જાય છે મુક્ત થતાં જ તે અશરીરી, અષ્ટકર્મોથી રહિત, અનંત સુખથી યુક્ત પરમા અવસ્થાને પ્રાપ્ત કરી લે છે એ એની સિદ્ધ અવસ્થા છે. ઊર્ધ્વગામિત્વ - જેનદર્શનમાં જીવને ઊર્ધ્વગતિસ્વભાવી કહેવાયો છે. દીપકની નિવૃત જયોત સ્વભાવથી જ ઉપર તરફ જાય છે એવી જ રીતે શુદ્ધ દશામાં જીવ પણ ઊર્ધ્વગમન સ્વભાવાળો હોય છે. સિદ્ધ અવસ્થાવાળો શુદ્ધ જીવ ઊર્ધ્વગમન સ્વભાવથી લોકાગ્યે સિદ્ધ થઈ જાય છે. એનાથી આગળ ધર્માસ્તિકાયનો અભાવ છે માટે આગળ ગતિ કરી શકતો નથી. આમ આ ગાથા દ્વારા આત્માનું સર્વાગીણ સ્વરૂપ આલેખાયું છે. ૬) બૃહદ્રવ્ય સંગ્રહની ટીકા(પૃ ર૫૪)માં આત્માનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે “તું ચૈતન્યનક્ષUા આત્મા’ - શુદ્ધ ચેતન્ય લક્ષણનો ધારક આત્મા છે. ‘ક’ ધાતુ નિરંતર ગમન કરવારૂપ અર્થમાં છે. અને બધી ગમનાર્થક ધાતુ જ્ઞાનાત્મક અર્થમાં હોય છે. આ વચનથી અહીં પણ ગમન શબ્દથી જ્ઞાન કહેવાય છે એ કારણે જે યથા સંભવ જ્ઞાન સુખાદિ ગુણોમાં સર્વ પ્રકારે વર્તે છે તે આત્મા છે અથવા શુભાશુભ મન - વચના - કાયાની ક્રિયા દ્વારા યથા સંભવ તીવ્ર મંદ આદિ રૂપથી જે પૂર્ણ રૂપથી વર્તે છે અથવા ઉત્પાદ - વ્યય - ધ્રોવ્ય એ ત્રણે ધર્મો દ્વારા જે પૂર્ણરૂપથી વર્તે છે તે આત્મા છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૭) આચાર્ય હરિભદ્રસૂરિ વિરચિત ષડ્રદર્શન સમુચ્ચયમાં આત્માનું સ્વરૂપ तत्र ज्ञानदिधर्मेभ्यो भिन्नाभिन्नो विवृत्तिमान | शुभाशुभ कर्म कर्ता भोक्ता कर्मफलस्य च ॥ ४८ ॥ चैतन्यलक्षणो जीवो यश्चैतविपरीतवान् । નવસ સમરથતિ પુષ્ય સર્મપુલવાળા || જીe II (પૃ. ૨૧૩) અર્થાત્ - જીવ ચૈતન્ય સ્વરૂપ છે. એ પોતાના જ્ઞાન - દર્શન આદિ ગુણોથી ભિન્ન પણ છે તથા અભિન્ન પણ છે, કર્મ - અનુસાર અનેક મનુષ્ય, પશુ આદિની પર્યાય ધારણ કરે છે, પોતાના સારા અને ખરાબ વિચારોથી શુભ અને અશુભ કર્મો બાંધે છે. તથા એના સુખદુઃખરૂપ ફળોને ભોગવે છે. ચૈતન્ય લક્ષણથી યુક્ત હોય તેને જીવ કહેવાય છે. (તેનાથી વિપરીત અજીવ કહેવાય છે. સત્કર્મો દ્વારા આવેલા પુદ્ગલો પુણ્ય કહેવાય છે.) ૮) શ્રી ઉપાધ્યાય યશોવિજયજીએ તેમના અધ્યાત્મસાર’ના સમક્તિ અધિકારમાં આત્મા નથી એ આદિ નાસ્તિત્વ સૂચક છ પદોને મિથ્યાત્વનાં સ્થાનો ગણાવતાં લખ્યું છે કે - नास्ति नित्यो न कर्ता च न भोवत्ताऽऽत्मा न निर्वृतः। तदुपायश्च तेन्याहुर्मिथ्यात्वस्य पदानि षट् ॥ અર્થાત્ આત્મા નથી, નિત્ય નથી, કર્તા નથી, ભોક્તા નથી, મુક્ત નથી અને તેનો ઉપાય નથી. એ છ મિથ્યાત્વના સ્થાનકો છે. જે (અધ્યાત્મસાર) શ્રીમદની જીવસિદ્ધિ સરયુબેન મહેતા પૃ. ૩૧૪) શ્રી યશોવિજયજીએ છ પદનું અસ્તિત્વ બતાવતો શ્લોક રચ્યો નથી પણ છએ પદને સિદ્ધ કરતા શ્લોકો તેમણે ‘સમક્તિ અધિકાર અને આત્મજ્ઞાન અધિકારમાં રચ્યા છે. જેમાંના કેટલાકની છાયા આત્મ સિદ્ધિમાં પણ જોવા મળે છે. ૯) નવતત્ત્વ દીપિકા - સર્વ જીવોનું ચેતના લક્ષણ એક જ પ્રકારે છે. સંસારી જીવો અનંતાનંત છે. તેમાંના કેટલાક જીવો ચેતનાવાળા અને કેટલાક ચેતના રહિત એવા બે પ્રકારો નથી. પરંતુ સર્વે જીવોમાં ચેતના સમાનપણે રહેલી છે. એટલે ચેતના લક્ષણથી જીવનો એક જ પ્રકાર છે. નિગોદના જીવોને પણ અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન ઉઘાડું હોય છે, એટલે કે એમાં ચેતનાની ખુરણા અવશ્ય હોય છે.” જીવ અને જડની વચ્ચે મુખ્ય તફાવત ચેતનાનો છે. જીવ ચેતનાથી યુક્ત હોય છે. જડ ચેતનાથી રહિત હોય છે.(નવતત્ત્વ દીપિકા ધીરજલાલ ટોકરશી પૃ. ૩૧-૩૨) ચેતના બે પ્રકારની છે. દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. દર્શન ચેતના સામાન્ય અવબોધરૂપ હોય છે. અને જ્ઞાન ચેતના વિશેષ અવબોધરૂપ હોય છે. આ બંને પ્રકારની ચેતના સર્વ જીવોમાં હોય છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૨૯ શાસ્ત્રકારોએ અપેક્ષાવિશેષથી ચેતનાના ત્રણ પ્રકારો પણ માનેલા છે જેમ કે - જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફલ ચેતના. ૧) જ્ઞાન ચેતના - ઘટ - પટાદિ વસ્તુના જ્ઞાનરૂપે ચેતનાનો પરિણામ થવો તે જ્ઞાનચેતના છે. ૨) કર્મ ચેતના - સમયે સમયે પદ્ગલિક કર્મના નિમિત્તથી ક્રોધાદિ પરિણામ થવો તે કર્મચેતના છે. ૩) કર્મફલ ચેતના - કર્મફલના સુખદુઃખરૂપે ચેતનાનો જે પરિણામ થવો તે કર્મફલચેતના છે. - આ ત્રણેય પ્રકારની ચેતના સર્વ (સંસારી) જીવોમાં હોય છે. ૧૦) શ્રી આનંદઘનજી મહારાજે “શ્રી વાસુપૂજ્ય જિનસ્તવન’માં ચેતનાના આ પ્રકારોની નિમ્ન શબ્દો વડે નોંધ લીધી છે - “નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે, દર્શન જ્ઞાન દુભેટે ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારો રે. કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરીએ રે, એક અનેક ફળ નયવાદે, નિયતે નર અનુસરીએ રે. દુઃખ - સુખરૂપ કર્મફલ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” ૧૧) શ્રીમદ્ભી જીવનસિદ્ધિમાં (પૃષ્ઠ ૩૩૭) આત્મસિદ્ધિ શાસ્ત્રના આત્માના છ પદ આ પ્રમાણે દર્શાવ્યા છે. ‘આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ, છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.’ આધ્યાત્મિક વિકાસની સંપૂર્ણતા સાધવામાં જે પક્ષોના આગ્રહો એક યા બીજી રીતે બાધક થયા છે તેનું નિરાકરણ આ ગાથા દ્વારા થયું છે જેમ કે ૧) આત્મા જેવું કોઈ તત્ત્વ જ નથી તે અનાત્મવાદ આત્મા છે. ૨) આત્મતત્ત્વ છે પણ નિત્ય નથી - વિનાશી છે - ક્ષણિકાત્મવાદ તે નિત્ય છે. ૩) તે ફૂટસ્થ નિત્ય હોવાથી કાંઈ કરતો નથી તે - અકર્તુત્વવાદ કર્તા છે. ૪) તે કાંઈક કરે છે પણ ભોક્તા નથી - અભોક્તત્વવાદ ભોક્તા છે. ૫) કર્તા - ભોક્તા હોવાથી મોક્ષ પામતો નથી તે - અનિર્વાણવાદ મોક્ષ છે. ૬) સ્વભાવથી મોક્ષ પામે પણ તેને મેળવવાનો કોઇ ઉપાય નથી તે અનુપાયવાદ મોક્ષનો ઉપાય છે. આ છમાંથી એકે આગ્રહ બંધાઈ જાય તો આધ્યાત્મિક વિકાસ અટકી જાય. આમ આગમસૂત્રોને અનુસરીને જ જેનદર્શનના ગ્રંથોમાં આત્માનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જૈનેતર દર્શનના ગ્રંથોમાં આત્માનું સ્વરૂપ હિંદુ ધર્મના પાયારૂપ પ્રસ્થાનત્રયી (આધ્યાત્મિક ઉન્નતિ માટેના ત્રણ પુસ્તકો) ગીતા, ઉપનિષદ્ અને બ્રહ્મસૂત્રો મળીને થાય છે એમાંથી “શ્રી ભગવદ્ ગીતામાં” આત્માનું સ્વરૂપ न जायते मियते वा कदाचिन, नाचं भूत्वा भविता वा न भूयः। अजो नित्यः शाश्वतोऽयं पुराणो, ન કન્ય જમાને શરીરે ૨૦I આત્મા માટે કોઇ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી તે ક્યારેય જમ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાઈ જાય છે ત્યારે પણ તે હણાતો નથી. (ભગવદ્ગીતા તેના મૂળ સ્વરૂપે - લે. શ્રીમદ્ એ. લી. ભક્તિવેદાંતસ્વામી પૃ. ૭૧) नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः। न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥२३॥ अच्छेयोऽयमदाह्योऽयमक्लेयोऽशोष्य एव च। નિત્યઃ સર્વતઃ સ્થાણુરવતોડયું સનાતનઃ II II અથાત્ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો. નથી, પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી. આ વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સુકવી શકાતો. તે ચિરસ્થાયી, સર્વત્ર વિદ્યમાન, અવિકારી, સ્થિર તથા સદા એકસમાન રહેનારો છે. (ભગવદ્ગીતા પૃ. ૭૪-૭૫) કઠોપનિષમાં આત્માનું સ્વરૂપ ગોરળીયાન મતો કીયાન, ગાભાચ બન્નતિો કયાIIII. અર્થાત્ - અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન આ આત્મા હૃદયની ગુફામાં રહેલો છે. જેમાં ફેરફાર નથી વધઘટ નથી, જૂનું નવું નથી, પરિવર્તન નથી, તે પહેલા પણ હતું, આજે પણ છે અને સદાય રહેવાનું પણ છે. અર્થાત્ તે સમયથી મુક્ત છે. તે જ તત્ત્વ - સત્ત્વ એક અદ્વિતીય સત્ છે. ત્રિલોડપતિષ્ઠતિતિ સત્ ત્રણે કાળમાં હોય તે સત્. * (અપરોક્ષાનુભૂતિ તદ્રુપાનંદજી પૃ. ૯૧) કનોપનિષમાં આત્માનું સ્વરૂપ श्रोतस्य श्रोत्रं, मनसो मनो यद् वाचोहवाचं स उ प्राणस्य प्राणः चक्षुषः चक्षु अतिमुच्य घोराः Page #240 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૩૧ प्रेत्यास्माद् लोकात् अमृता भवन्ति । અર્થાત્ - શ્રોત્રનો શ્રોત્ર, મનનું પણ મન, વાણીની વાણી, પ્રાણનો પણ પ્રાણ, આંખની આંખ છે તેમ કહ્યું છે અને તે રીતે જે આત્માને જાણે છે તે અમરતાને પામે છે. (અપરોક્ષાનુભૂતિ તદ્રુપાનંદજી પૃ.૧૨૦) બૃહદારણ્યક ઉપનિષમાં - ઋષિ યાજ્ઞવલ્કય દ્વારા ઉપદેશાયેલું છે કે आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मंतव्यो निदिध्यासितव्यो। અરે, આ આત્મા દર્શનીય, શ્રવણીય, મનનીય (ચિંતન અને વિચાર) અને નિદિધ્યાસન કરવા યોગ્ય છે. (અપરોક્ષાનુભૂતિ તદ્રુપાનંદજી પૃ. ૮૩) - શ્વેતાશ્વતર ઉપનિષદ (૫.૯) बालाय शत भागस्य शतधा कल्पितस्य च। भागो जीवः स विज्ञेयः स चानत्याय कल्पते ॥ અર્થાત્ - જ્યારે વાળના અગ્રભાગને એકસો ભાગમાં વિભક્ત કરવામાં આવે અને પછી આમાંના પ્રત્યેક ભાગને એકસો ભાગમાં વિભક્ત કરવામાં આવે ત્યારે થતા એવા એ દરેક ભાગના જેવડું આત્માનું કદ હોય છે. (અપરોક્ષાનુભૂતિ તદ્રુપાનંદજી પૃ.૬૩) એવી જ રીતે, એજ કથન નીચેના શ્લોકમાં કહેવાયું છે. केशाय शत भागस्य शतांश सादृशात्मकः। जीवः सूक्ष्म स्वरुपोऽयं संख्यातीतो हि चित्कणः॥ અર્થાત્ આત્માના પરમાણુઓનો અગણિત કણ છે. જે કદમાં વાળના અગ્રભાગના દશ હજારમાં ભાગ બરાબર છે. (અપરોક્ષાનુભૂતિ તદ્રપાનંદજી પૃ. ૮૧) આ રીતે આત્માનો દરેક વ્યક્તિગત કણ, ભોતિક પરમાણુઓથી પણ નાનો છે અને આવા કણ અસંખ્ય છે. આ અત્યંત નાનો દિવ્ય લિંગ ભૌતિક શરીરનો મૂળા આધાર છે અને જેવી રીતે કોઈ ઔષધિનો પ્રભાવ સમગ્ર શરીરમાં પ્રસરે છે તેમ આ દિવ્ય સ્ફલિંગનો પ્રભાવ પણ સંપૂર્ણ શરીરમાં વ્યાપે છે. આત્માનો આ વિદ્યુત પ્રવાહ સમગ્ર શરીરમાં ચેતનારૂપે અનુભવાય છે અને એ જ આત્માના અસ્તિત્ત્વનું પ્રમાણ છે કોઈ સામાન્ય સંસારી માણસ પણ સમજી શકે છે કે ભૌતિક શરીરમાંથી ચેતના કાઢી લેવામાં આવે તો મૃતદેહ બાકી રહે છે અને ગમે તેટલા ભૌતિક ઉપચારો દ્વારા આ ચેતનાને પાછી લાવી શકાતી નથી. તેથી ચેતના કોઇ ભૌતિક પદાર્થોના સંયોજનના ફળરૂપે હોતી નથી, પણ આત્માને કારણે હોય છે. (અપરોક્ષાનુભૂતિ તઝૂપાનંદજી પૃ. ૯૭) વિવેક ચૂડામણિ અનુસાર આત્માનું સ્વરૂપ आत्मा विनिष्कलो ह्येको, देहो बहुभिरावृतः। तयोरैक्यं प्रपश्यन्ति किमज्ञानमतः परम् ।।१७॥ અર્થાત આત્મા નિરવયવ અને એક છે, દેહ અનેક અવયવો અને આકારોથી ઘેરાયેલા છે. લોકો આ બંનેને એક જ સમજે છે. એટલે કે દેહ એ જ આત્મા છે તેમ માને છે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત આનાથી વધુ મોટું અજ્ઞાન કયું? (વિવેક ચૂડામણી સ્વામી તદ્રપાનંદજી પૃ. ૧૧૧) આમ આત્મા અને દેહ બંને એકબીજાથી ભિન્ન અને જુદા છે એક સૂક્ષ્મ, એક ધૂળ, એક દશ્ય, એક અદશ્ય, એક નિયામક, એક નિયમ્ય. આમ છતાં જો કોઈ પંચકોષવાળા જડ શરીરને આત્મા માને તો તે વાત દેવ કે પ્રભુ ને ભૂલીને, છોડીને, " સિમેન્ટ, ઈંટ, પથ્થરના મંદિરને જ દેવ માનવા જેવું છે. આ તો મકાનને કે ભવનને ભગવાન માની માલિકને ભૂલવાની ભયંકર ભૂલ કરવા જેવું છે. (પૃ. ૨૪૩) आत्मा ज्ञानमयः पुण्यः। આત્મા જ્ઞાનમય અને પુણ્ય (વિશુદ્ધ) છે. આ તો મૃત અને સ્મૃતિનો અમરઘોષ સુણાવતું અમરકોષ જેવું સનાતન સૂત્ર છે. આત્મા જ્ઞાની નહીં પણ જ્ઞાન પોતે જ છે. પવિત્ર છે. પ્રકાશક છે અર્થાત્ સર્વનો જ્ઞાતા છે. (પૃ. ૨૪૩) એમાં જ આગળ આત્માનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે ‘માત્મા સલાનન્તો નાચ ર વષ્નાવના' આત્મા આનંદ સ્વરૂપ છે (સુખદુઃખના અનુભવથી પર છે), એમાં દુઃખ ક્યારેય ન હોય. આત્મા જ્ઞાન અને ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા સ્વતંત્ર, સ્વયંપ્રકાશિત અને અન્યના આલંબનથી મુક્ત છે. ઉપરાંત જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેવી ત્રણે અવસ્થાનો સાક્ષી છે. તેમ જ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય જેવા પાંચ કોશોથી ન્યારો છે અને સૌથી અસંગ કે વિલક્ષણ છે. એ જ નીચેના શ્લોકમાં સ્પષ્ટ કર્યું છે. अस्ति कश्चित्स्वयं नित्यमहंप्रत्ययलम्बनः। અવસ્થાશ્રયસાક્ષી સન્ પશ્ચકોવિલક્ષણ ||૨૭TI (પૃ. ૨૬૭) ચંદ્રકાંત (ઉપનિષદ્ગા સાર રૂપ ગ્રંથ) માં આત્માનું સ્વરૂપ (પૃ. ૧૬૬) તમ ગાત્મા? આત્માનું સ્વરૂપ કેવું છે? આત્મા સદા કેવળ આનંદસ્વરૂપ છે, અને તેને દેહની કોઇ અવસ્થા સાથે સંબંધ નથી. જીવ એ અખંડાનંદ પરમાત્માની સત્તા માત્ર છે. જેનું સ્વરૂપ કળી કે કથી ન શકાય એવો ઈત્તરી સત્તારૂપ જીવ છે. તે શુદ્ધ, સનાતન, અખંડ, અલેપ અને વ્યાપક છે.” ‘જીવનો સ્વભાવ - કેવળ શુદ્ધ, સનાતન, સત્ત્વમય, પરમ ચૈતન્યમય, મહાપવિત્ર, નિર્લેપ, અવિનાશી, અપ્રમેય, અજન્મ, નિત્ય, શાશ્વત, અદ્વૈત, અવ્યય, અવિકારી, અચિંત્ય, અચળ, સર્વગત અને અવ્યક્ત છે.” (પૃ. ૧૭૧) પં. શ્રીરામ શર્માચાર્ય - ચાર વેદ, ૧૦૮ ઉપનિષદ્ ષટ્રદર્શન, યોગ વશિષ્ઠ, ૨૦ સ્મૃતિઓ અને ૧૮ પુરાણોના પ્રસિદ્ધ ભાષ્યકાર છે. એમના લખેલા પદ્મપુરાણના ૪૨૯ થી ૪૫૪ પાનાનો સાર પદ્મ પુરાણમાં આત્માનું સ્વરૂપ – आत्मा मित्रं कृते ते सर्व देवि सुखाशया। Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ જીવવિચાર રાસ એક અધ્યયન आत्मा नाम महापुण्यः सर्वग सर्वदर्शकः॥ સાત ગાથામાંથી આત્માનું સ્વરૂપ અહીં સારરૂપે લીધું છે. હે દેવી, જેમણે પોતાના જ આત્માને મિત્ર બનાવ્યો છે એણે સુખની આશામાં બધું જ કરી લીધું છે. - આ આત્મા જેનું નામ છે તે બહુ મોટું પુણ્ય છે, સર્વત્ર ગમન કરવાવાળો છે, બધું જ જોવાવાળો છે, સંપૂર્ણ સિદ્ધિઓવાળો છે, એ સર્વાત્મા, સાત્વિક અને બધી સિદ્ધિઓને પ્રદાન કરવાવાળો છે અર્થાત્ એના ઉત્થાન, ચિંતન અને ઉત્કર્ષથી બધી સિદ્ધિઓ હસ્તગત થઈ જાય છે. આ આત્મા એવો છે જેમાં બધા દેવતા નિવાસ કરે છે. તે એકલો જ નિરંજન સ્વરૂપવાળો ભ્રમણ કર્યા કરે છે. પણ ક્યારેક માયા પ્રપંચને કારણે પાંચ મહાભૂત સાથે મૈત્રી થતાં જ્ઞાન-ધ્યાન એનાથી દૂર રહેવા સમજાવે છે પણ બુદ્ધિ એને ફસાવે છે. પછી પંચમહાભૂતનો સંગાથ કરતાં ગર્ભમાં દુઃખ પામે છે. છૂટવાનું વિચારે છે પણ પછી પરિવારજનોના મોહથી સંસારમાં ખૂંપતો જાય છે. ક્યારેક જાગૃત થતાં પાછો પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. નિષ્કર્ષ - જેનેતર દર્શનોનાં ગ્રંથોમાં પણ આત્માનું સ્વરૂપ યથાતથ્ય આલેખાયેલું છે. જેનેતર દર્શનના ગ્રંથો અનુસાર આત્મા અજન્મા, સનાતન, સ્થાયી, કૂટસ્થ નિત્ય, શાશ્વત, પુરાતન, અછેદક, અભેદક, અહનક, અદ્રાવ્ય, અખંડ, અદ્વિતીયા સતુ, અમર, દર્શનીય, શ્રવણીય, મનનીય, નિદિધ્યાસન કરવા યોગ્ય, ચેતન, નિરવયવ, એક, સ્વતંત્ર, સ્વયંપ્રકાશિત, નિરાલંબન, આનંદ સ્વરૂપ, અસંગ અને વિલક્ષણ છે. આત્મા અદશ્ય તેમ જ અમૂર્ત હોવા છતાં પ્રાયઃ સર્વ દાર્શનિકોએ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે. પરંતુ એના સ્વરૂપ બાબત એકમતતા જળવાતી નથી. કોઈએ એને જ્ઞાનવંત માન્યો છે તો કોઈએ મૂઢ, કોઈએ મૂર્ત માન્યો છે કોઈએ અમૂર્ત, કોઈ એને નિત્ય માને છે તો કોઈ અનિત્ય, કોઈ કર્તા માને છે તો કોઈ ભોક્તા. આમ વિવિધ દર્શનોમાંથી વિવિધ સૂર પ્રાપ્ત થાય છે. પ્રાયઃ સર્વ દાર્શનિકોએ જીવની કોઈ એક વિશેષતાને ગ્રહણ કરીને એને જ એનું સ્વરૂપ માનીને ચિત્રિત કર્યો છે. પરંતુ જેના દર્શનમાં જીવનું સર્વાગીણ સ્વરૂપ મળે છે. વિવિધ દાર્શનિકોના આત્મા સંબંધી મતોનો સમન્વય જૈન દર્શનના આત્મ સ્વરૂપમાં દૃષ્ટિગોચર થાય છે. ‘દ્રવ્ય સંગ્રહ’ માં આત્મ સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે - जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेह परिमाणो। भोत्ता संसारत्थो सिद्धो सो विस्स सोइढगई। અર્થાત્ - આત્મા ઉપયોગમય છે, અમૂર્ત છે, કર્તા છે, દેહ પરિમાણી છે, ભોક્તા છે, સંસારમાં સ્થિત છે, સિદ્ધ થઈ શકે છે અને સ્વભાવથી ઊર્ધ્વગમન કરવાવાળો છે. આમ આ ગાથામાં આત્માના સર્વાગીણ સ્વરૂપનું દિગદર્શન થયું છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ તેમ જ જૈન દર્શનમાં આત્માના ભેદોનું પણ સુંદર નિરૂપણ થયું છે જે નીચેના કોષ્ટક દ્વારા સમજી શકાય છે. આત્મા સંસારી મુક્ત (સિદ્ધ) -સ્થાવર ત્રબેઈન્દ્રિય ઈન્દ્રિય ચોરેન્દ્રિય પંચેન્દ્રિય પૃથ્વીકાય અપકાય તેઉકાય વાયુકાય વનસ્પતિકાય Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ પ્રકરણ ૫ શ્રાવક કવિ ઋષભદાસકૃત ‘જીવવિચાર રાસ’નું મૂલ્યાંકન બે વિભાગમાં વિભાજિત કર્યું છે. ૧) તાત્ત્વિક પક્ષ = ભાવપક્ષ. ૨) સાહિત્યિક પક્ષ = કલાપક્ષ. વિભાગ ૧ તાત્ત્વિક પક્ષ વર્તમાને સુખ-શાંતિ માટે વિશ્વ વૈજ્ઞાનિક શોધો અને ભૌતિકવાદ તરફ વણથંભી કૂચ કરી રહ્યું છે. કંપ્યુટર, કેલ્ક્યુલેટર, કોન્કર્ડ યુગમાં પદાર્પણ થઈ ગયા છે. પણ શું એનાથી સુખ-શાંતિની પ્રાપ્તિ થઈ છે ખરી ? કંપ્યુટરથી માહિતીની તો છત થઈ છે પણ લાગણીઓની અછત થઈ હોય એમ નથી લાગતું ? કેલ્ક્યુલેટરથી ગણિતના જટિલ કોયડા આસાનીથી ઉકેલાઈ જાય છે પરંતુ સંબંધોનાં કોયડાઓ ગૂંચવાઈ ગયા છે એવું નથી લાગતું? કોન્ફર્ડ વિમાનથી જગતના સીમાડા નજીક આવી ગયા છે પરંતુ સમજના સીમાડા વણસી ગયા છે એવું નથી અનુભવાતું ? આ બધાને ભોગે સંપત્તિના ભારે ગુણાકાર થયા હશે પરંતુ મૂલ્યોના ભાગાકાર થતા જાય છે એવું અનુભવાઈ રહ્યું છે ત્યારે એનો ઉપાય શું ? એનો ઉપાય આપણને ધર્મમાંથી મળી રહે છે. ધર્મ આપણી દૃષ્ટિ પરિવર્તન કરવાનું કામ કરે છે. કર્મરૂપ કંપ્યુટર દ્વારા જ્ઞાન માહિતી આપે છે. રાગદ્વેષના ભાગાકાર અને ગુણના ગુણાકાર થાય એવા તત્ત્વજ્ઞાન રૂપ કેલ્ક્યુલેટર આપે છે. સુખના શાશ્વત પ્રદેશ તરફ ગતિ કરાવે એવા ધ્યાનરૂપ કોન્ફર્ડ વિમાનની પ્રાપ્તિ પણ ધર્મ જ કરાવે છે. પણ એ માટે દૃષ્ટિનું પરિવર્તન જરૂરી છે. જો દૃષ્ટિ કરે તો જ આચાર - વિચાર - ઉચ્ચારની પુષ્ટિ થાય છે અને આત્મા પરમાત્માના શાશ્વત સુખની સૃષ્ટિના દર્શન થાય છે. ધર્મનો આધાર છે તત્ત્વ. તત્ત્વની અભિવ્યક્તિ સાહિત્યથી થઈ શકે છે. તત્ત્વ અને સાહિત્યના સમન્વયથી મેળવેલું તત્ત્વજ્ઞાન કંપ્યુટર, કેલ્ક્યુલેટર, કોન્ફર્ડથી મળતા સુખને વામણું બનાવી દે છે. ટૂંકમાં વિજ્ઞાનના વધતા જતા વર્ચસ્વને નાથવા માટે તત્ત્વજ્ઞાન લગામ સ્વરૂપ છે. તત્ત્વજ્ઞાનની સમજ હોય તો મનુષ્ય કોઈપણ પરિસ્થિતિમાં સમાધાન કરી શકે છે, સંતોષ માની શકે છે, રાગદ્વેષથી રહિત થઈ શકે છે અને સુખશાંતિ પ્રાપ્ત કરી શકે છે. તત્ત્વ એટલે શું ? ભારતીય સાહિત્યમાં તત્ત્વો વિશે ઊંડાણથી અનુશીલન, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પરિશીલન કરવામાં આવ્યું છે. ‘ત’ શબ્દ પરથી ‘તત્ત્વ' શબ્દ બન્યો છે. સંસ્કૃત ભાષામાં ‘તત્’ એ શબ્દ સર્વનામ છે. સર્વનામ શબ્દ સામાન્ય અર્થના વાચક હોય છે. ‘ત’ એ શબ્દને ભાવ અર્થમાં સ્વ પ્રત્યય લગાડીને ‘તત્ત્વ’ શબ્દ બનાવ્યો છે. તેનો અર્થ થાય છે તેનો ભાવ’ ‘તી મા તવના' અર્થાત્ વસ્તુના સ્વરૂપને તત્ત્વ કહે છે. અથવા જેનું સદાકાળ હોવું તે તત્ત્વ. દર્શન સાહિત્યમાં ‘તત્ત્વ” એ ગંભીર ચિંતનનો વિષય છે. ચિંતન મનનની શરૂઆત તત્ત્વથી જ થાય છે. દિ તત્વ' તત્વ એટલે શું ? એ જ જિજ્ઞાસા તત્ત્વદર્શનનું મૂળ છે. બધા દાર્શનિકોએ પોતપોતાની દૃષ્ટિએ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે. જીવનમાં તત્ત્વોનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. જીવન અને તત્ત્વ એ એકબીજા સાથે જોડાયેલા છે. તત્ત્વથી જીવન અલગ કરી શકાતું નથી અને તત્ત્વના અભાવમાં જીવન ગતિશીલ થઈ શકતું નથી. તત્ત્વોની માન્યતા ભારતીય દર્શનમાં તત્ત્વમીમાંસા - તત્ત્વવિચારને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ભૌતિકવાદી ચાર્વાક દર્શન - પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ એ ચારને તત્ત્વ માન્યા છે. વૈશેષિક દર્શન - દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય એ છ ને તત્ત્વ માને છે. કણાદે સાતમા તત્વ તરીકે અભાવનું વર્ણન કર્યું છે. ન્યાય દર્શન (નૈયાયિક) - પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેસ્વાભાસ, છલ, જાતિ, અને નિગ્રહસ્થાન એ ૧૬ તત્ત્વને માને છે. સાંખ્ય દર્શન - પુરૂષ, પ્રકૃતિ, અહંકાર, મન, મહત, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ, કર્મેન્દ્રિયો, પાંચ તન્માત્રા, પાંચ મહાભૂત એમ પચ્ચીસ તત્ત્વોને સ્વીકારે છે. વેદાંત દર્શન - એક માત્ર બ્રહ્મને સત્ માને છે બાકી બધાને અસત્ માને છે. બોદ્ધ દર્શન - દુઃખ, દુઃખ સમુદાય, દુઃખનિરોધ અને દુઃખનિરોધનો માર્ગ એ ચાર આર્ય સત્યને તત્ત્વ તરીકે સ્વીકારે છે. જેનદર્શનમાં - મુખ્ય બે તત્ત્વ માનવામાં આવ્યા છે જીવ અને અજીવ. આ બે તત્ત્વોનો વિસ્તાર નવતત્ત્વોમાં કર્યો છે. | નવતત્ત્વનું જ્ઞાન આત્મામાંથી પરમાત્મા બનાવે છે. નરમાંથી નારાયણ બનાવે છે. જીવમાંથી શિવ બનાવે છે. સુખ - શાંતિનું સામ્રાજ્ય અપાવે છે. જીવ અને અજીવ એ બે તત્ત્વો સિવાય અન્ય તત્ત્વો એ બંનેના સંયોગથી અને વિયોગથી બનેલા છે. જેમ કે આશ્રવ, બંધ, પુષ્ય, પાપ એ ચાર તત્ત્વો જીવ Page #246 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૩૭ અજીવના સંયોગથી બન્યા છે. સંવર, નિર્જરા, મોક્ષ એ ત્રણ તત્ત્વો જીવ - અજીવના વિયોગથી બન્યાં છે. ભારતીય દર્શનમાં મુખ્યત્ત્વે તત્ત્વદર્શન મોક્ષ છે. એટલે જૈનદર્શને વિશ્વની વ્યાખ્યા અને મોક્ષના સાધક બાધક તત્ત્વોની મીમાંસા કરી છે. એ રીતે વિચારતાં આશ્રવ, બંધ, પુણ્ય, પાપ એ મોક્ષ માટેના બાધક તત્ત્વો છે અને સંવર - નિર્જરા, સાધક તત્ત્વો છે. સાચા સુખ - શાંતિ આ મોક્ષ તત્ત્વથી જ પ્રાપ્ત થાય છે. જૈન દર્શનમાં તત્ત્વની વિચારણાં જીવથી શરૂ થઈને મોક્ષતત્ત્વમાં વિરામ પામે છે. પંડિત સુખલાલજીએ તત્ત્વાર્થ સૂત્ર પૃષ્ઠ ૭૩માં આલેખ્યા પ્રમાણે ભારતીય શાસ્ત્રકારો જ્યારે પોતાના વિષયનું શાસ્ત્ર રચે છે ત્યારે તે પોતાના વિષયના નિરૂપણના અંતિમ ઉદ્દેશ તરીકે પ્રાયઃ મોક્ષને જ મૂકે છે, પછી ભલે તે વિષય અર્થ, કામ, જ્યોતિષ કે વૈદ્યક જેવો આધિભૌતિક દેખાતો હોય કે તત્ત્વજ્ઞાન અને યોગ જેવો આધ્યાત્મિક દેખાતો હોય. બધા જ મુખ્ય મુખ્ય વિષયના શાસ્ત્રોના પ્રારંભમાં તે તે વિદ્યાના અંતિમ ફળ તરીકે મોક્ષનો જ નિર્દેશ હોવાનો અને તે તે શાસ્ત્રના ઉપસંહારમાં પણ છેવટે તે વિદ્યાથી મોક્ષ સિદ્ધ થયાનું કથન આવવાનું. આમ મોક્ષ સર્વ તત્ત્વનો સાર છે. વૈશેષિક દર્શનના પ્રણેતા ‘કણાદ’ પોતાના પ્રમેયની ચર્ચા કરતાં પહેલાં, તે વિદ્યાના નિરૂપણને મોક્ષના સાધન તરીકે જણાવીને જ તેમાં પ્રર્વતે છે. (૧, ૧, ૪ કણાદસૂત્ર) ન્યાય દર્શનના સૂત્રધાર ગૌતમ પ્રમાણ પદ્ધતિના જ્ઞાનને મોક્ષનું દ્વાર માનીને જ તેના નિરૂપણમાં ઉતરે છે. (૧, ૧, ૧ ન્યાયસૂત્ર) સાંખ્ય દર્શનનું નિરૂપણ કરનાર પણ મોક્ષના ઉપાયભૂત જ્ઞાનની પુરવણી ખાતર જ પોતાની વિશ્વોત્પત્તિ વિદ્યાનું વર્ણન કરે છે. (ઈશ્વરકૃષ્ણકૃત ‘સાંખ્ય કારિકા’ કા. ૨) બ્રહ્મમીમાંસાનું બ્રહ્મ અને જગત વિષેનું નિરૂપણ પણ મોક્ષના સાધનની પૂર્તિ માટે જ છે. યોગ દર્શનમાં યોગક્રિયા અને બીજી પ્રાસંગિક આવતી બધી બાબતોનું વર્ણન એ માત્ર મોક્ષનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જ છે. ભક્તિમાર્ગીઓના શાસ્ત્રો કે જેમાં જીવ, જગત અને ઇશ્વર આદિ વિષયોનું વર્ણન છે તે પણ ભક્તિની પુષ્ટિ દ્વારા છેવટે મોક્ષ મેળવવા માટે જ છે. બૌદ્ધ દર્શનના ક્ષણિકવાદનો ચાર આર્ય સત્યોમાં સમાવેશ પામતા આધિભૌતિક તથા આધ્યાત્મિક વિષયના નિરૂપણનો ઉદ્દેશ પણ મોક્ષ વિના બીજો કશો જ નથી. જૈન દર્શનના શાસ્ત્રો પણ એ જ માર્ગને અવલંબીને રચાયેલા છે. શ્રાવક કવિ ઋષભદાસે પણ અંતિમ ઉદ્દેશ સુખ - મોક્ષ પ્રાપ્તિને રાખીને જીવ વિચારનું વર્ણન કર્યું છે. ૪૮૫ ભણઈતાં સુણતાં સંપદિ, ઓછવ અંગણ્ય આજજી, જીવવીચાર સુણીજીઉં રાખઈ, તેહનેિં સીવપૂર રાજજી. આ ગાથામાં જીવ વિચાર સાંભળવાથી, ભણવાથી અને હૃદયમાં રાખવાથી સુખ સંપતિ તો મળશે પણ સુખનું સ્થાન એવું શિવપુર એટલે સિદ્ધક્ષેત્રમાં સ્થાન Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત મળશે એવો ભાવ વ્યક્ત થયો છે. આ કૃતિની રચનામાં વ્યક્ત થયેલો ભાવપક્ષ તાત્વિક છે. તત્ત્વ એ જૈન દર્શનનું હાર્દ છે. જેના પ્રણેતા ભગવાન મહાવીર છે. તત્સતેનું (પદાર્થનું) સ્વરૂપ - પદાર્થોનું સ્વરૂપ જેમાં બતાવાયું છે એને તત્ત્વ કહેવાય છે. વિશ્વના સમસ્ત ધર્મ પ્રણેતાઓમાં ભગવાન મહાવીર સ્વામીનું સ્થાન અનેક દષ્ટિએ વિશિષ્ટ પ્રકારનું છે. ભગવાન મહાવીરે જીવમાત્રના કલ્યાણ માટે સતત ચિંતા કરી છે. કરૂણાસાગર ચરમ તીર્થકરે એમના કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી કેટલુંક ઉત્તમ ચિંતન લોકમાંગલ્યની દૃષ્ટિએ પ્રરૂપ્યું છે. એમાંનું એક અત્યંત મહત્ત્વનું ચિંતન એટલે તત્ત્વવિચાર. એમાં ય જીવતત્ત્વનો વિચાર મહત્ત્વનો છે. જ્યાં સુધી કોઈપણ સાધકને જીવ અને અજીવ વિશેની સ્પષ્ટતા થશે નહિ ત્યાં સુધી પાયાનું જ્ઞાન અને પ્રાપ્ત થઈ શકશે નહિ. આ વિશ્વમાં મુખ્યત્વે બે જ વસ્તુઓ (તત્ત્વ) છે. એક જડ અને બીજું ચેતન્ય. આ વિશ્વના સર્વ સચરાચર જીવોને દેહ તથા બીજી પુદ્ગલ પ્રધાન ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે જડ પદાર્થ છે તેમાં સજીવતા અર્પનાર તત્ત્વ ચેતન્ય છે. જીવને થયેલ જડ પદાર્થ વિકારવાળા, પરિણામી અને નાશવંત છે પણ ચૈતન્ય અવિકારી, અવિનાશી હોવા છતાં જડની સંગતથી અનેક આકારો, અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. ચૈતન્યનું શુદ્ધ સ્વરૂપ સિદ્ધ છે જેમાં કોઈ વિકાર નથી. આ કૃતિમાં જીવતત્વના વિચારનું નિરૂપણ થયું છે. આ લોક (વિશ્વ)માં રહેલા અનંતાનંત જીવોના ચેતન્ય કે ઉપયોગ આદિ લક્ષણો સમાન છે પણ તેમની અવસ્થા સમાન નથી. કેટલાંક જીવો કર્મબંધનથી મુક્ત થઈ, સંસારસાગરને પાર પામી સિદ્ધ થયેલા છે. એટલે સમગ્ર જીવોના મુખ્યત્વે સિદ્ધ અને સંસારી એવા બે ભેદો પડે છે. શાસ્ત્રકારોની પૂર્વાનુક્રમ, પચાનુક્રમ, અનંતરક્રમ, પરંપરા ક્રમ એમ જુદા જુદા આશયોથી અનેક રીતે વર્ણન કરવાની રોલી હોય છે. કોઈ વખત છંદ રચવાની સગવડ ઉપરાંત ક્રમભેદો કરવાના જુદા જુદા આશયો હોય છે. જીવે નિગોદથી નીકળીને નિર્વાણ સુધીની યાત્રા કરવાની છે. વિકાસ કરતા કરતા કેટલાક જીવ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આમ વિકાસનો ક્રમ જાળવવાના આશયથી કવિએ પ્રથમ સંસારી જીવોનું વર્ણન કર્યું હોય એમ લાગે છે. અથવા સિદ્ધ અને સંસારી જીવોમાં આપણો સંપર્ક - સમાગમ સંસારી જીવો સાથે જ રહે છે અને દયાનો વિષય તે જ બની શકે, તેથી કવિએ પ્રથમ વર્ણન સંસારી જીવોનું કર્યું છે. સંસારી સંતરાં સંસાર” જેમાં એક ગતિમાંથી બીજી ગતિમાં સરી જવાનું કામ નિરંતર ચાલી રહ્યું છે તે સંસાર કહેવાય. આવા સંસારમાં રહેલા જીવો તે સંસારી. સંસારી જીવોના અવસ્થા વિશેષથી બે ભેદ પડે છે ત્રસ અને સ્થાવર. કેટલાંક Page #248 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૩૯ જીવો ભય, ત્રાસ કે દુઃખનો અનુભવ થતાં તેના પ્રતિકાર માટે ચેષ્ટાઓ કરી શકે છે, સુખદુઃખનું સંવેદન થતાં તેને અનુકૂળ હલન-ચલનાદિ પ્રવૃત્તિ કરી શકે તે ત્રસ કહેવાય છે. એનાથી વિપરીત કેટલાંક જીવો એવી ચેષ્ટા કે પ્રવૃત્તિ કરી શકતા નથી તે સ્થાવર કહેવાય છે. આ સંસારી જીવોનો સમાવેશ ષડ્થવનિકાયમાં થઈ જાય છે. જેમાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આવે છે. ષડ્થવનિકાયની અવધારણા જૈનદર્શનની પ્રાચીનતમ અવધારણા છે જેનો ઉલ્લેખ પ્રાચીનતમ જૈન આગમિક ગ્રંથો જેવા કે ‘શ્રી આચારાંગ સૂત્ર,’ ‘શ્રી જીવાભિગમ સૂત્ર,’ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર,’ ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’ વગેરેમાં પ્રાપ્ત થાય છે. જો કે વનસ્પતિ અને બેઈન્દ્રિયાદિમાં તો જીવ છે એમ લગભગ બધા માને છે પરંતુ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ પણ સજીવ છે એ અવધારણા જૈનોની વિશિષ્ટ અવધારણા છે. શરીર રચનાના આધાર પર જીવો છ ભાગમાં વિભાજીત થાય છે તેને ષડ્જવનિકાય કહેવાય છે. એમાંથી પ્રથમ પાંચ ભેદ સ્થાવરના કહેવાય છે. છઠ્ઠો ભેદ ત્રસકાય છે. સ્થાવર ભેદમાં માત્ર એક જ સ્પર્શનેન્દ્રિય હોય છે. તેમનો સમાવેશ એકેન્દ્રિયમાં થાય છે. બેઈંદ્રિયથી પંચેંદ્રિય જીવોનો સમાવેશ ત્રસકાયમાં થાય છે. અહીં કવિએ ૧૧ થી ૩૭ ગાથા અંતર્ગત સ્થાવર જીવો અને ૩૮ થી ૬૬ ગાથા અંતર્ગત ત્રસ જીવોના પ્રકારોનું સામાન્ય વર્ણન કર્યું છે જેનો ભાવ નીચે મુજબ છે. ૧) પૃથ્વીકાય : જે જીવની કાયા એટલે શરીર પૃથ્વીરૂપે છે તે જીવ પૃથ્વીકાય જીવ કહેવાય છે. કાય = જીવોનો સમૂહ. પૃથ્વીરૂપ શરીરોમાં રહેલા પ્રાણીઓના - જીવોના સમૂહ તે પૃથ્વીકાય. પૃથુ = વિસ્તાર. જે જીવો વિસ્તરાઈને રહેલા છે તે જીવો પૃથ્વીકાયથી ઓળખાય છે. સ્થાવર જીવોમાં પ્રથમ નિર્દેશ પૃથ્વીકાયનો કરેલો છે એટલે તેનું સ્વરૂપ પ્રથમ વર્ણવ્યું છે. પૃથ્વી જીવોને રહેવા માટે આધારરૂપ છે માટે પણ એને પ્રથમ કહી છે. પૃથ્વીકાય ત્રણે લોકમાં છે. નરકના પૃથ્વીપિંડ, સિદ્ધશિલા, દેવોના ભવન, નગર, છત, ભૂમિ, ભીંત, વિમાન, તિર્હાલોકની ભૂમિ, મકાન, દ્વીપ, સમુદ્રનું તળિયું, પાતાળકળશા, પર્વત, ફૂટ, વેદિકા, જગતી (શાશ્વતી વસ્તુની બોર્ડર), બધી જાતની ખાણ, સમસ્ત શાશ્વત ક્ષેત્રો, અશાશ્વત પૃથ્વીમય સ્થળો પૃથ્વીકાય જીવોના સ્વસ્થાન છે. જેના કવિએ નીચે પ્રમાણે પ્રકારો બતાવ્યા છે. સ્ફટિકત્ન, મણિરત્ન, હરતાલ, ખડી, હિંગળોક, પરવાળા, પારો, વાંની, સુરમો, ધાતુ, અરણેટો, અબરખ, ઉસ (ખારાવાળી માટી), પલેવો, તૂરી (ફટકડી), પાષાણ, માટી, લુણ. કવિએ આટલા પ્રકાર પૃથ્વીકાયના બતાવ્યા છે. આ ઉપરાંત બીજા પણ પૃથ્વીકાયના જીવો શાસ્ત્રમાં બતાવ્યા છે. આ બધા પૃથ્વીકાયના જીવ જ્યારે પૃથ્વીના પેટમાં હોય ત્યારે સચેત હોય છે. જીવનશક્તિથી યુક્ત હોય છે આ વસ્તુઓ ખાણમાંથી બહાર નીકળ્યા પછી શસ્ત્ર, અગ્નિ, રસાયણ વગેરેના પ્રયોગથી જીવરહિત બને છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પછી એની ગણના અચેત, અજીવ કે જડમાં થાય છે. ૨) અપકાયઃ પૃથ્વીકાય પછી અપકાયનું વર્ણન આવે છે. પૃથ્વી જીવોનો આધાર છે અને એ પૃથ્વી પર પાણી રહેલું છે માટે ત્યારબાદ એનું નિરૂપણ કર્યું છે. અપકાય. ત્રણે લોકમાં છે. અધોલોકમાં ધનોદધિ (ધન+ઉદધિ = જામેલું પાણી - Solid Water) સાતે નરકની નીચે છે. ઊર્ધ્વલોકમાં બારમા દેવલોક સુધીની વાવડીઓમાં હોય, તિસ્કૃલોકમાં અસંખ્યાતા સમુદ્રોમાં હોય. પાણી એ જ જેનું શરીર છે તે અપકાય. અપ = જેનો નીચે તરફ જવાનો સ્વભાવ હોય તેને અપ કહેવાય. પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો હોય. કવિએ પાણીના પ્રકારો આ પ્રમાણે નિર્દેશ્યા છે. ભૂમિકૂપ (કૂવાના તળિયામાં સરવાણીરૂપે ફૂટતું પાણી), આકાશમાંથી વરસતું પાણી, હિમ, કરા, ઓસબિંદુ, ધુમ્મસ, હરીતણું, ધનોદધિ કવિએ બતાવેલા આ પ્રકારો ઉપરાંત બીજા પણ પ્રકારો શાસ્ત્રોમાં બતાવ્યા છે. ૩) અગ્નિકાય - તેજસ્કાયઃ અગ્નિ એ જ જેનું શરીર છે તે અગ્નિકાય. અપકાયા જીવો તેજસુકાય જીવોના વિરોધી છે તેથી ત્યારપછી તેજસુકાયની વાત કહી છે. બાદર અગ્નિકાયનું સ્થાન (ક્ષેત્ર) સૌથી ઓછું છે. તિર્થ્યલોકમાં માત્ર અઢીદ્વીપ (૪૫ લાખ યોજન) માં જ હોય. એમાં ય અકર્મભૂમિમાં ન હોય. મહાવિદેહ ક્ષેત્રમાં સદેવ હોય પણ ભરત - ઈરવત ક્ષેત્રમાં પણ અમુક કાળમાં જ હોય. અવસર્પિણીકાળમાં ૧-૨-૩ અને છઠ્ઠા આરામાં ન હોય. પ્રથમના ત્રણ આરામાં અતિ સ્નિગ્ધતા (ચિકાસ) હોવાને કારણે ઘર્ષણ કરવા છતાં બાદર અગ્નિ ઉત્પન્ન થતો નથી તે ભીના લાકડાને દૃષ્ટાંતે. છઠ્ઠા આરામાં અતિ રૂક્ષતા હોવાથી અગ્નિ ઉત્પન્ન થતો નથી રાખના દષ્ટાંતે. ઉત્સર્પિણીકાળના ૧-૨ અને ૪-૫ આરામાં એ જ રીતે અગ્નિ ઉત્પન્ન થતો નથી. ઉત્સર્પિણીકાળના ૧-૨ અને ૪-૫ આરામાં એ જ રીતે અગ્નિ ન હોય. આમ અગ્નિકાયનું ક્ષેત્ર સૌથી ઓછું છે અને પાંચ સ્થાવરમાં સૌથી ઓછા જીવો અગ્નિકાયના હોય છે. અગ્નિકાયના પ્રકાર આ પ્રમાણે છે. જવાલા, ભઠ્ઠીનો અગ્નિ, અંગારા, ઉલ્કાપાત, કનક, વીજળી વગેરે અગ્નિની જાતો કવિએ બતાવી છે. એ ઉપરાંત બીજા પણ પ્રકારો શાસ્ત્રોમાં છે. ૪) વાયુકાય ? વાયુ એ જ જેનું શરીર છે એવા જીવો વાયુકાયના નામે ઓળખાય છે. વાયુ અગ્નિકાયને ઉદ્દીપ્ત કરે છે. વાયુથી અગ્નિકાયના જીવો પ્રજવલિત રહે છે તેથી ત્યારબાદ વાયુકાયના જીવોનું વર્ણન છે. વાયુ સિવાયની બીજી કાયો નજરે દેખાય છે પણ વાયુ નજરે દેખાતો નથી. તે તેના કાયથી જ જાણી શકાય છે. દા. ત. ડાળીઓ - પાંદડાનું હલન - ચલન, ધ્વજા આદિનું ફરકવું વગેરે. ૧૪ રાજલોકમાં પાંચે ય બાદર સ્થાવરની અપેક્ષાએ સૌથી વ્યાપક ક્ષેત્ર બાદર વાયરાનું છે. લોકમાં ફક્ત ઠોસ (સખત) જગ્યા છે ત્યાં જ બાદર વાયરો નથી. તે સિવાયના સર્વ સ્થાનોમાં હોય. Page #250 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૪૧ છે. તેથી પ્રથમના ત્રણ સ્થાવર કરતાં એના જીવો વધારે છે. કવિએ વર્ણવેલા વાયરાના પ્રકારો આ પ્રમાણે છે. ઓભાગમ (ઉદભ્રામક), ઓકલીઓ, મંડલિયો, મુખવાયુ, ગુંજવા, શુદ્ધવા, ઘનવાત, તનવાત વગેરે. આ સિવાયના બીજા પ્રકારો પણ હોઈ શકે છે. આ વાયરામાં આપણો જીવ ઘણા સમય સુધી રહે છે તેમ જ ઓછી પુણ્યાઇને કારણે ચારે ગતિમાં ફર્યા કરે છે. આ વાયરાના જીવ કેવી રીતે હણાય છે એ પણ કવિએ વર્ણવ્યું છે. પવન સાથે જેને વેર છે એવા વીંઝણા વીંઝવાથી, શ્વાસોચ્છવાસથી, ઉઘાડે મોઢે બોલવાથી, ઉઠતાં, બેસતાં, હીંડોળાખાટ પર હીંચવાથી, ખાતાં, પીતાં, સુપડે સોતાં, ભૂંગળ, ભેરી, નિશાન, ડંકો વગેરે વગાડવાથી અસંખ્યાતા બાદર વાયરાના જીવો ઘણી રીતે હણાય છે એની અપેક્ષાએ બાદર પૃથ્વી, પાણી, અગ્નિના જીવો એવી રીતે હણાતા નથી. ૫) વનસ્પતિકાય ? વૃક્ષાદિના કંપનથી વાયુનું અસ્તિત્ત્વ પ્રગટ થાય છે તેથી વાયુકાય પછી વનસ્પતિકાયનું કથન છે. વનસ્પતિકારાના મુખ્ય બે પ્રકાર છે - સાધારણ અને પ્રત્યેક. તેમાં સાધારણનું મુખ્ય લક્ષણ અનંતકાયિત્ત્વ છે. એટલે કે એક જ શરીરમાં અનંત જીવોનું સાથે રહેવાપણું જેને કારણે તે અનંતકાયને નામે ઓળખાય છે. આ ઉપરાંત નિગોદ, કંદમૂળ, લીલફગ વગેરે એના પર્યાયવાચી નામ છે. કંદમૂળ, અંકુરા વગેરેમાં અનંતા જીવો હોય છે. સાધારણ વનસ્પતિકાય - સોયના અગ્રભાગ ઉપર રહે એટલા ટૂકડામાં અસંખ્યાતા શરીરો છે. તે પ્રત્યેક શરીરમાં અનંતા જીવો હોય છે. સાધારણ વનસ્પતિકાય સિવાયના સઘળા જીવો મળીને અસંખ્યાતા જીવો જ હોય છે. (૪ સ્થાવર, પ્રત્યેક વનસ્પતિકાય અને ત્રસ બધા મળીને અસંખ્યાતા જીવો જ થાય.) તે બધા કરતાં અનંતગુણા અધિક જીવો એક શરીરમાં હોય છે. તો પછી એક બટેટા કે લસણ - કાંદામાં કેટલા જીવ થાય ? અનંતાનંત જીવો હોય. એ સાધારણ વનસ્પતિના નામ કવિએ નીચે મુજબ બતાવ્યા છે. ગાજર, મૂળા, કંદ, કાંદા, કુમળાં ફળ, કુમળાં પાન, થોહર (થોર), ગુગલ, ગળી, કુંવાર આ બધા અનંતકાય છે માટે પુણ્યવંતે એને ઘરે ન લાવવા એમ કહીને કવિએ અનંતકાયને ઓળખવાના લક્ષણ પણ બતાવ્યા છે. જેના શિરા, સંધિ અને પર્વ ગુપ્ત હોય અને જેને ભાંગવાથી સમભાગ થાય તે સાધારણ વનસ્પતિકાય જાણવી. પ્રત્યેક વનસ્પતિકાય - ત્યારબાદ કવિએ પ્રત્યેક વનસ્પતિકાયનો પરિચય આપ્યો. છે. પ્રત્યેક એટલે એક શરીરમાં એક જીવ. સાધારણમાં એક શરીરમાં અનંતા જીવ છે જયારે પ્રત્યેકમાં એક શરીરમાં એક જીવ હોય એ ઘણો મોટો મૂળભૂત તફાવત છે. સાધારણ વનસ્પતિ કરતાં પ્રત્યેક વનસ્પતિકાયના અંગોપાંગોનો વિકાસ ઘણો વધારે થયેલો હોય છે. અહીં કવિએ સાત પ્રકાર બતાવ્યા છે. ફૂલ, ફળ, લાકડું (થડ), Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પાંદડાં, બીજ, મૂળ અને છાલ એ બધામાં એક એક જીવ હોય છે. આ બધા અંગોપાંગો આપણા શરીરના અંગોપાંગોની જેમ સંલગ્ન હોય છે પરંતુ તે બધાનું એક પૃથફ શરીર પણ હોય છે તેમાં એક જુદો જીવ હોય છે. દરેક વનસ્પતિ ઊગતી વખતે અનંતકાય જ હોય. પછી તે અનંતકાય જાતિની હોય તો અનંતકાય જ રહે છે અન્યથા પ્રત્યેક થઈ જાય છે. વળી મૂળ વગેરે પ્રત્યેકને આશ્રયે બીજા અસંખ્યાત વનસ્પતિકાય જીવો રહેલા હોય છે અથવા એમ પણ બને કે મૂળ સાધારણ હોય અને બાકીનો ભાગ પ્રત્યેક હોય. નાળિયેર, આંબા, જાંબુ વગેરે વૃક્ષો તથા જેમાં ઘણા બીજ હોય એવા ફળવાળા વૃક્ષો આ બધા પ્રત્યેક વનસ્પતિકાય છે એમ કવિએ કહ્યું છે. સૂક્ષ્મ જીવો ઃ પૂર્વે જે સ્થાવરના પાંચ ભેદ કહ્યા તે બાદર ભેદો છે. એના જ પાંચ સૂક્ષ્મ ભેદનો ઉલ્લેખ કવિએ કર્યો છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય એ પાંચના સૂક્ષ્મ અને બાદર એવા બે વિભાગો છે. પ્રત્યેક વનસ્પતિકાયના આવા બે વિભાગો નથી એ માત્ર બાદર જ છે. આ જીવો એટલા સૂક્ષ્મ છે કે આપણા હલન-ચલન, ઊઠ-બેસ કે કોઈ પ્રવૃત્તિની અસર આ જીવો પર થતી નથી. આ જીવો આખા લોકમાં વ્યાપ્ત છે, એટલે કે ચૌદ રાજલોકનો કોઈ પણ ભાગ એવો નથી કે જ્યાં આ પાંચ પ્રકારના સૂક્ષ્મ જીવો રહેલા ન હોય, કોઈ પણ આકાશપ્રદેશ આ જીવ વગરનો નથી. આ જીવોનું આયુષ્ય મધ્યમ અંતર્મુહૂર્તનું હોય છે એટલે કે ઓછામાં ઓછું ૨૫૬ આવલિકાનું અને વધારેમાં વધારે બે ઘડીના સંખ્યાતમાં ભાગનું હોય છે. બાદર શબ્દ સ્થૂળતાવાચક છે, પણ પૃથ્વીકાયિક એક જીવનું શરીર આપણી દષ્ટિનો વિષય બની શકતું નથી. આપણે પૃથ્વીકાય આદિના જે શરીર જોઈએ છીએ તે અસંખ્ય શરીરનો એક પિંડ હોય છે. તાત્પર્ય એ છે કે જે અમુક અવસ્થામાં દષ્ટિનો વિષય બની શકે છે તેને માટે બાદર સંજ્ઞા યોજાયેલી છે. સૂક્ષ્મ જીવોના અસંખ્યાતા શરીર ભેગા થાય તો પણ દેખાય નહિ. સૂક્ષ્મ જીવોની સંપૂર્ણ રાશિ ભેગી થાય તો પણ ન દેખાય. - ત્રસ જીવોનો અધિકાર સ્થાવર જીવો પછી ક્રમથી ત્રસ જીવોનું વિવેચન કરવામાં આવ્યું છે. બેઈન્દ્રિય જીવો પ્રત્યેક જીવોને અનાદિકાળથી એક ઈન્દ્રિય સ્પર્શનેન્દ્રિય મળેલી હોય છે. તેઓ અકામ નિર્જરા દ્વારા પુય એકત્ર કરે ત્યારે બીજી રસેન્દ્રિય પ્રાપ્ત થાય છે. તેથી તેને બેઈન્દ્રિય જીવો કહેવાય છે. આ જીવોનો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ એકેન્દ્રિય જીવ કરતાં ઘણો વિશેષ હોય છે. પણ આ જીવો અનાદિના સંસ્કાર સાથે Page #252 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૪૩ લઈને આવેલા હોવાથી, એ સંસ્કાર દઢ કરવામાં જ પોતાને મળેલી ઈન્દ્રિયનો ઉપયોગ કરે છે. પહેલા સ્પર્શેન્દ્રિયથી પ્રાપ્ત થતાં પુદ્ગલોમાં અનુકૂળતા - પ્રતિકૂળતા પ્રમાણે રાજી - નારાજી થતી. હવે રસેન્દ્રિયના પ્રતાપે આહારના પુદ્ગલો સ્વાદિષ્ટ હશે તો જ ખાશે નહિ તો બીજા આહારની શોધમાં જશે અને અનુકૂળ (ભાવતા) પુદ્ગલો રાગપૂર્વક ખાશે. આ સંસ્કાર બીજી ઈન્દ્રિય પેદા થતાં જ જીવને પેદા થાય છે અને જલ્દીથી દઢ થાય છે. જેથી એકેન્દ્રિય કરતાં રાગદ્વેષની માત્રા પણ વધે છે અને એના કરતાં પચીશ ગણો અધિક કર્મબંધ સમયે સમયે કરે છે. એટલે કે એકેન્દ્રિયપણામાં મોહનીય કર્મ એક સાગરોપમનું બંધાતું હતું તે બેઈન્દ્રિયપણામાં ૨૫ સાગરોપમનું બંધાય છે. એકેન્દ્રિય જીવ સ્પર્શનેન્દ્રિયના આઠ વિષય - ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણ, મૂદુ, કર્કશ, સ્નિગ્ધ, રૂક્ષ માં રાગદ્વેષ કરતો હતો. બેઈનેન્દ્રય જીવ રસેન્દ્રિયના તીખો, તૂરો, કડવો, ખાટો, મીઠો એ પાંચ મળીને તેર વિષયોમાં રાગદ્વેષ કરીને કર્મબંધ વધારે છે. તે બેઈન્દ્રિય જીવો અનેક પ્રકારના છે. કવિએ વર્ણવેલા બેઈન્દ્રિયના પ્રકારો - કોડા, શંખ, ગંડોલા, મેહર, પોરા, અળશિયા, જળો, છીપ વગેરે જીવો બે ઇંદ્રિયવાળા હોય છે. આ ઉપરાંત બીજા પ્રકારો શાસ્ત્રોમાં છે. તેઈન્દ્રિય જીવો – પૂર્વવત્ બેઈન્દ્રિયપણામાં અકામ નિર્જરા દ્વારા પુણ્ય પ્રાપ્ત થતાં ત્રીજી ઇંદ્રિય ધ્રાણેન્દ્રિય પ્રાપ્ત થાય છે. પૂર્વેના ૧૩ વિષયોમાં સુરભિગંધ અને દુરભિગંધ એમ બે વિષયો વધતાં ૧૫ વિષયોમાં અનાદિના સંસ્કાર પ્રમાણે રાગદ્વેષ કરે છે. ગમે તેટલા સારા સ્વાદવાળા પુદ્ગલ મળશે તેમાં ગંધ કેવા પ્રકારની છે તે પ્રમાણે પોતાને અનુકૂળ ગંધવાળા પુદ્ગલો ગ્રહણ કરશે. તેમાં પૂર્વવત્ રાગદ્વેષને કારણે કર્મબંધ વધારી દેશે. બેઈન્દ્રિયપણામાં પચીશ સાગરોપમનો બંધ હતો તે તેઈન્દ્રિયપણામાં પચાસ સાગરોપમનો થઈ જાય છે. તેઈન્દ્રિય જીવો અનેક પ્રકારના છે. જેમાંના કેટલાંક કવિએ આ પ્રમાણે વર્ણવ્યા. છે. માંકડ, કીડા, મંકોડા, ઈન્દ્રગોપ (ગાકળગાય), કંથવા, ગીગોડા, ઇયળ, જૂ, ગધેયા, ઉધઈ, ધીમેલ, સવા વગેરેને ત્રણ ઈંદ્રિય હોય છે. ચૌરેન્દ્રિય જીવો - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયમાંથી ભમતાં ભમતાં જીવ ચોરેન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. પૂર્વેની ત્રણ દ્રિય અને ચોથી ચન્દ્રિય પ્રાપ્ત થાય છે. પૂર્વે ૧૫ વિષયોનો ભોગવટો કરતો હતો તેમાં ચક્ષુઈન્દ્રિયના કાળો, નીલો, રાતો, પીળો, ધોળો એ પાંચ વિષય ઉમેરાતાં ૨૦ વિષયોનો ભોગવટો કરે છે. સ્વાદ, ગંધ ઉપરાંત પુદ્ગલોને જોવાની શક્તિ પ્રાપ્ત થઈ તેથી અનુકૂળ વર્ણવાળા પુદ્ગલો ગ્રહણ કરશે તેમાં મમત્વ, આસક્તિ, રાગાદિના પરિણામો દઢ કરતાં પૂર્વવત્ કર્મબંધ વધારી દેશે એટલે મોહનીય Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત કર્મ સો સાગરોપમનું બાંધશે. એ ચોરેન્દ્રિયના અનેક ભેદ છે જેમાંના કેટલાંક કવિએ બતાવ્યા છે જેમ કે ભમરા, ભમરી, માખી, તીડ, ડાસ મચ્છર, વીંછી, ચાંચડ, ઢીક, કંસારી, માખી વગેરેમાં ચાર ઈન્દ્રિય હોય છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, જીવોને વિશ્લેન્દ્રિય કહેવાય છે. એકેન્દ્રિય જીવો કરતાં અધિક ઈન્દ્રિય હોવા છતાં પણ પૂર્ણ પાંચ ઈન્દ્રિયવાળા નથી. બેઈન્દ્રિય જીવો ત્રણ ઈન્દ્રિયથી વિકલ છે, તેઈન્દ્રિય જીવો બે ઈન્દ્રિયથી વિકલ છે અને ચોરેન્દ્રિય જીવો એક ઈન્દ્રિયથી વિકલ છે. બેઈન્દ્રિયાદિમાં ઈન્દ્રિયો ક્રમથી જ હોય. જેમ કે એક ઈન્દ્રિય હોય તેને માત્ર સ્પર્શેન્દ્રિય જ હોય. કોઈપણ એક ઈન્દ્રિય હોય એમ ન સમજવું. બેઇન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય એ જ બે ઈન્દ્રિયો હોય. બીજી કોઈપણ બે એમ નહિ. એમ તેઇન્દ્રિયમાં પૂર્વેની બે અને ત્રીજી ઘ્રાણેન્દ્રિય હોય. ચોરેન્દ્રિયમાં પૂર્વેથી એક ચક્ષુઈન્દ્રિય વધારાની હોય. અને પંચેંદ્રિયમાં પાંચે પાંચ ઈન્દ્રિય હોય. કાન પંચેન્દ્રિયમાં જ હોય બીજામાં નહિ. પંચદ્રિય જીવો પૂર્વવત્ ભમતો ભમતો જીવ પંચેંદ્રિયપણાને પ્રાપ્ત કરે છે. પૂર્વેની ચાર ઈન્દ્રિયના ૨૦ વિષયમાં શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષય - જીવ શબ્દ, અજીવ શબ્દ અને મિશ્ર શબ્દ ભળતાં ૨૩ વિષયોમાં રાગદ્વેષ આસક્તિ કરીને કર્મબંધ વધારે છે. અસંજ્ઞી(મન વગરના) પંચદ્રિય જીવ ૧૦૦૦ સાગરોપમનું મોહનીય કર્મ બાંધે છે. જ્યારે સંજ્ઞી પંચેંદ્રિય જીવ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમનું મોહનીય કર્મ બાંધે છે. જ્યારે સંજ્ઞી પંચેંદ્રિયપણામાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં આ કર્મબંધ નાનો પણ થઈ જાય છે. એક વખત પણ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ જાય તો. સર્માકતી જીવ અંતઃ ક્રોડાક્રોડીથી વધારે સ્થિતિવાળું કર્મ બાંધતો નથી. પછી ક્રમશઃ દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત, અવેદી, અકષાયી, કેવળી થઈને સર્વ કર્મનો છેદ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. પંચેંદ્રિયપણામાં તિર્યંચાદિ ભવમાં ખૂબ દુઃખ પામ્યો. પંચેન્દ્રિયના ચાર પ્રકાર છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. એ ચાર પ્રકારની ગતિમાં જીવ ભમ્યા કરે છે. તેમાંથી કવિએ સૌ પ્રથમ દેવના નવાણું ભેદનું વર્ણન કર્યું છે. દેવ : દેવના મુખ્યત્વે ચાર પ્રકાર છે. ૧૦ ભેદ ભવનપતિના, ૧૫ ભેદ પરમાધામીના ૧૬ ભેદ વાણવ્યંતર, ૧૦ ભેદ ભૂંભકા ૧૦ ભેદ જ્યોતિષીના ૧) ભવનપતિ ૨) વાણવ્યંતર ૩) જ્યોતિષી ૪) વૈમાનિક ૯ ભેદ લોકાંતિકના, ૯ ભેદ ગ્રેવેચકના, ૫ ભેદ અનુત્તર વિમાનના આમ ૯૯ ભેદ દેવના - તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી ૧૯૮ ભેદ દેવના છે. ૧૨ ભેદ ૧૨ દેવલોકના, ૩ ભેદ કિલ્લીષીના, Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ જીવવિચાર રાસ એક અધ્યયન દેવ પછી તિર્યંચના પ્રકાર કવિએ વર્ણવ્યા છે. તિર્યંચ - તિń - જે આડા હોય તે તિર્યંચ. ‘તિર્યંન્નતીતિ તિર્થ' જે = = જીવો તિર્યક્ એટલે ત્રાંસા કે વાંકાચૂકા ચાલે તે તિર્યંચ. પશુપક્ષી વગેરેની ચાલ આ પ્રકારની હોય છે. એટલે તેમને આ સંજ્ઞા લાગુ પડે છે. તિર્યંચના ત્રણ ભેદ છે જળચર, સ્થળચર અને ખેચર. જળચર - પાણીમાં રહેનાર જીવોના પાંચ ભેદ છે. માછલા, કાચબા, મગર, ગ્રાહ, સુસુમાર. સ્થળચર - ભૂમિ પર રહેનાર જીવોના ત્રણ ભેદ છે. ચતુષ્પાદ = ચોપગા = ગાય, ભેંસ, સિંહ, વાઘ વગેરે. (ઉરિપરિસર્પ - પેટથી ચાલનારા સાપ, અજગર વગેરે.) (ભુજપરિસર્પ - ભુજાએ ચાલનારા - નોળિયા, ગરોળી વગેરે.) - ખેચર - આકાશમાં ઉડનારા પક્ષીના ચાર પ્રકાર છે. ચર્મ, રોમ, સમુદ્ અને વિતત પંખી એ ત્રણે પ્રકારના તિર્યંચ ગર્ભજ ને સંમુર્ચ્છિમ બંને પ્રકારના હોય છે. ગર્ભજ તિર્યંચના પાંચ ભેદના અપર્યાપ્તા અને પર્યાપ્તા તેમ જ સંમુર્ચ્છિમ તિર્યંચના પાંચ ભેદના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૨૦ ભેદ તિર્યંચ પંચેન્દ્રિયના છે. નારકી - તિર્યંચ પંચેન્દ્રિય પછી કવિ નારકીના ભેદ કહે છે. નારકીના સાત ભેદ છે. સાત નરકના નામ આ પ્રમાણે છે. ઘમા, વંશા, શિલા, અંજના, રિટ્ઠા, મઘા, માઘવઈ સાત નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ચૌદ ભેદ છે. મનુષ્ય - નારકી પછી હવે કવિ મનુષ્યના ભેદ સૌને સાંભળવાનું કહે છે. ૧૫ કર્મભૂમિના મનુષ્ય, ૩૦ અકર્મભૂમિના મનુષ્ય અને ૫૬ અંતરદ્વીપના મનુષ્ય એમ ૧૦૧ ક્ષેત્રના મનુષ્યના ભેદની વાત કહી છે. ગર્ભજ મનુષ્યના એકસો એક અપર્યાપ્તા અને પર્યાપ્તા તેમ જ સંમુમિ મનુષ્યના ૧૦૧ ભેદ અપર્યાપ્તા એમ કુલ ૩૦૩ ભેદ મનુષ્યના છે. આમ કવિએ સંસારી જીવોનો પરિચય કરાવી પછી એ જીવોને કઈ કઈ ઋદ્ધિ હોઈ શકે એનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. જે નીચે મુજબ છે. શરીર, અવગાહના, સંઘયણ, સંસ્થાન, સંજ્ઞા, લેશ્યા, વેદ, પર્યાપ્તિ, પ્રાણ, જ્ઞાન, દર્શન, ઉપયોગ, દૃષ્ટિ, કષાય, કાયસ્થિતિ, ચ્યવન - ઉર્તન, જીવયોની વગેરે. કવિએ રજૂ કરેલા વિષયોનું સંક્ષિપ્ત વર્ણન આગમ અને અન્ય ગ્રંથોના આધારે સમજણ સહિત પ્રસ્તુત છે. શરીર સંસારી જીવની ઓળખ શરીરથી થઈ શકે છે માટે સૌ પ્રથમ શરીરનું વિવરણ પ્રસ્તુત છે. શરીર એ સંસારી જીવને રહેવાનું ઘર છે. કોઈપણ સંસારી જીવ શરીર વગરનો Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત હોતો જ નથી, ઓછામાં ઓછા બે શરીર - તેજસ અને કાર્યણ તો હોય જ છે. વધારેમાં વધારે કોઈ કોઈ મનુષ્યો પાસે પાંચ શરીર હોઈ શકે છે. શરીર એ પુણ્યયોગે પ્રાપ્ત થતાં પુદ્ગલોની દેન છે. શ્રી પન્નવણા સૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, રાજવાર્તિક, કર્મગ્રંથ, ધવલા, સર્વાર્થસિદ્ધિ, ષટ્યુંડાગમ વગેરેમાં શરીર વિશે ખૂબજ સુંદર વિચારણાઓ રજૂ થઈ છે. જેનો સાર નીચે મુજબ છે. શરીરની વ્યાખ્યા ૧) શીયતે યક્ તત્ શરીરમ્ જે ક્ષણે ક્ષણે ક્ષીણ થાય તે શરીર. ૨) જે આત્મપ્રદેશને રોકીને રહે તે શરીર. ૩) જે વિશેષ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થઈને ‘શીર્યન્તે’ અર્થાત ગળે છે તે શરીર છે. ૪) શરીર, શીલ અને સ્વભાવ એકાર્થવાચી શબ્દ છે.... અનંતાનંત પુદ્ગલોના સમવાયનું નામ શરીર છે. ૫) શરીર છોડથંઃ સ્વરુપમ્ શરીર શબ્દનો અર્થ સ્વરૂપ છે. ૬) સુખ અને દુઃખના ઉપભોગનું જે સાધન છે તે શરીર. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં બતાવ્યા પ્રમાણે ‘શરીર પાંચ પ્રકારના છે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ.’ ૧) ઔદારિક શરીર : ઉદાર અર્થાત્ જે પ્રધાન હોય તે જ ઔદારિક કહેવાય છે. અહીં વિનયાદિગણમાં પરિગણિત હોવાથી ફળ પ્રત્યય થઇને ઔદારિક શબ્દ નિષ્પન્ન થયો છે. તીર્થંકર તેમ જ ગણધરોને આ શરીર હોય છે. તે મોક્ષ અપાવનાર છે તેથી એને પ્રધાન માનેલ છે. તેનાથી ભિન્ન અનુત્તર શરીર પણ અનંતગુણ હીન હોય છે. અથવા ઉદારનો અર્થ વિશાળ અર્થાત્ લાંબું. ઔદારિક શરીર હજાર જોજનથી પણ અધિક લાંબું હોય છે. અન્ય શરીરોની અપેક્ષાએ ઔદારિક શરીરમાં જે વિશાળતા કહી છે તે ભવધારણીય સહજ શરીરની અપેક્ષાએ સમજવી જોઈએ. અન્યથા ઉત્તર વૈક્રિય એક લાખ જોજન સુધીનું પણ હોય છે. તેથી ઔદારિકને ઉદાર - વિશાળ કહેવામાં બાધા આવી પડશે. (શ્રી પ્રજ્ઞાપના સૂત્ર - ૧ ઘાસીલાલજી મ.સા. પૃ. ૫૯૯) ઔદારિક - જે સડી જાય, પડી જાય, વીણસી જાય, કોહી જાય, બગડી જાય, મૃત્યુ પછી મૃતદેહ પડી રહે તે. (શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પૃષ્ઠ ૯૫) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા વિવેચિત કમગ્રંથ (પૃ.૧૨૮)માં ઉદારનો અર્થ આ પ્રમાણે બતાવ્યો છે. ‘ઉદાર એટલે સૌથી મોટું, સૌથી વધુ તેજસ્વી અને સૌથી વધુ દાનેશ્વરી’ જેનો સાર નીચે મુજબ છે. સૌથી મોટું = સહસ્ત્ર યોજનમાન છે. વૈક્રિય શરીર દેવોનું સાત હાથ અને નારકીનું ૫૦૦ ધનુષનું હોય છે જ્યારે ઔદારિક શરીર વનસ્પતિ આશ્રી હજાર જોજન Page #256 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૪૭ ઝાઝેરું હોવાને કારણે સૌથી મોટું છે. તેજસ્વી - દેવોથી પણ અધિક તેજવાળું તીર્થંકર ભગવંતોનું દારિક શરીર હોય છે. જેની સામે લોકો બરાબર જોઈ શકતા નથી. તેથી તેમના તેજને સંહરવા પાછળ ભામંડળ રખાય છે. તેથી આ શરીર સૌથી વધારે તેજવાળું છે. દાનેશ્વરી -ક્રિયાદિ ચાર શરીર આત્માને સાંસારિક સંપત્તિનું દાન કરી શકે છે. જયારે ઓદારિક શરીર મોક્ષરૂપી લક્ષ્મીનું દાન કરી શકે છે માટે સૌથી વધુ દાનેશ્વરી છે. ઉદારનો એક અર્થ સ્થૂળ છે ૧૬ વર્ગણામાંથી ઓદારિકની વર્ગણા સે પ્રથમ આવે છે જે બાકીની વર્ગણાઓથી સ્થૂળ છે માટે દારિક નામ પડયું હશે એમ લાગે છે. આ શરીર આખા લોકમાં હોય છે. પણ મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવોને જ હોય છે. ૨) વૈકિચ શરીર ઃ જે શરીર દ્વારા વિશિષ્ટ, વિલક્ષણ અથવા વિવિધ ક્રિયાઓ થાય તે વેક્રિય શરીર કહેવાય. જે શરીરો એક હોવા છતાં અનેક બની જાય છે, અનેક હોવા છતાં એક થઈ જાય, નાના મોટા થઈ જાય, મોટા નાના થઈ જાય. આકાશચારીમાંથી ભૂચર અને ભૂચરથી આકાશચારી બની જાય. દશ્ય હોવા છતાં અદશ્ય અને અદશ્ય હોવા છતાં દશ્ય થઈ જાય તે વૈક્રિય શરીર કહેવાય છે. તે બે પ્રકારના છે. ૧) જન્મજાત - ઉપપાત જન્મવાળા દેવો નારકીને જન્મજાત ક્રિય શરીર હોય. ૨) લબ્ધિનિમિત્તક – તિર્યંચો અને મનુષ્યોમાં કોઈ કોઈ જીવોને આ શરીર હોય. * (પન્નવણા સૂત્ર - ૧ ઘાસીલાલજી મ.સા. પૃ. ૫૯૯). આણિમા, મહિમા આદિ આઠ ગુણોના એશ્વર્યનાસંબંધથી વિવિધ રૂપો બનાવે છે. જે શરીર સડે નહિ, પડે નહિ, વિણસે નહિ, બગડે નહિ, મુવા પછી કલેવર વિસરાલ (કપૂરની ગોટીની માફક ઓગળી જાય) થાય તે ક્રિય શરીર’ કહેવાય અથવા વિવિધગુણ ઋદ્ધિઓથી યુક્ત હોય એટલે વૈક્રિય શરીર કહેવાય છે. દેવ - નારકીને વૈક્રિય શરીર ભવધારણીય હોવાથી ઉત્તર વૈક્રિય (મૂળ શરીર ઉપરાંત જે રૂપ વગેરે બનાવવા તે) માટે બહારના પુદ્ગલની જરૂર પડતી નથી. દારિક શરીરવાળા વૈક્રિયરૂપ બનાવવા માટે બહારના પુદ્ગલ લે. ઉત્તર ક્રિયથી બનાવેલું શરીર કેટલો સમય રહે એ માટે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં નરકના ત્રીજા ઉદ્દેશામાં બીજી ગાથામાં આ પ્રમાણે બતાવ્યું છે કે भिन्न महतो नएस, होति तिरिचमणएसं चत्तारि। (૧) ઝાલાસો, ઝરોસ વિશ્વ મળિયાII જીવાભિગમ ૩/૩/૨ અર્થાત્ - નારકીના ઉત્તર ક્રિય શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની, તિર્યંચ અને મનુષ્યની - ચાર ભિન્ન - ખંડિત મુહૂર્ત = અંતર્મુહૂર્તની અને દેવની પંદર દિવસની. ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત દેવોના જે સ્વાભાવિક વસ્ત્ર અને અલંકાર હોય તે શાશ્વત હોય છે પરંતુ ઉતર વૈક્રિય દ્વારા બનાવેલા વસ્ત્ર કે અલંકાર ૧૫ દિવસથી વધારે ટકી શકતા નથી. વેક્રિય શરીર ચારે ગતિના જીવોને હોઈ શકે છે. ૩) આહારક શરીર – “ચૌદપૂર્વધારી મુનિ તીર્થંકરના અતિશયને જોવા આદિના પ્રયોજનથી વિશિષ્ટ ‘આહારક” નામક લબ્ધિથી જે શરીરનું નિર્માણ કરે છે તે આહારક શરીર કહેવાય છે. ‘ કુન એ સૂત્રથી કર્મ અર્થમાં “ઇqત્ર’ પ્રત્યય થઈને આહારક શબ્દ સિદ્ધ થાય છે. જેમ કે “ હું કહ્યું પણ છે. પ્રયોજન ઉત્પન્ન થતા કેવળીને ત્યાં જવાને માટે વિશિષ્ટ લબ્ધિના નિમિત્તથી જે શરીર નિર્મિત કરાય છે તે આહારક શરીર કહેવાય છે. આ શરીર ક્રિય શરીરની અપેક્ષાએ ઉત્પન્ન શુભ અને સ્વચ્છ સ્ફટિક શિલાના સદશ શુભ પુદ્ગલોના સમૂહથી રચાય છે. (પન્નવણા સૂત્ર - ૧ ઘાસીલાલજી મ.સા. પૃ. ૬૦૦) આહારક શરીર એક ભવમાં બે વાર તથા સંપૂર્ણ સંસારચક્રમાં ચાર વાર પ્રાપ્ત કરી શકે છે. ચોથી વાર કરે એ તે જ ભવમાં મોક્ષમાં જાય છે. આહારક શરીર બનાવવાના ચાર કારણ જીવાભિગમ આદિ સૂત્રોમાં બતાવ્યા છે એ ચારમાંથી કોઈ પણ કારણ હોય તો આહારક શરીર બનાવે છે. જેમ કે ૧) તીર્થંકર - દેવાધિદેવની ઋદ્ધિનો સદ્ભાવ જાણવા માટે ૨) ભરત - ઈરવત ક્ષેત્રમાં કેવળીનો અભાવ હોય ત્યારે તત્ત્વોમાં સંશયને દૂર કરવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં કેવળી હોય ત્યાં જવા માટે. ૩) સૂક્ષ્મ પદાર્થોનો નિર્ણય કરવા માટે કે ચૌદપૂર્વના જ્ઞાનમાં રહેલી અધૂરાશ પૂર્ણ કરવા માટે. ૪) જીવદયા - પ્રાણીદયાના પાલન માટે. જે ક્ષેત્રમાં જીવહિંસા ખૂબ થતી હોય ત્યાં પૂતળા દ્વારા જીવહિંસાના દુષ્પરિણામ સંબંધી આકાશવાણી કરે. આ ચાર કારણ માટે ઉત્તમ પુદ્ગલોનો આહાર લઈને જઘન્ય હાથ ન્યૂન ઉત્કૃષ્ટ એક હાથનું સ્ફટિક સમાન સફેદ કોઈ ન દેખે એવું સર્વાગ સુંદર શરીર બનાવે. આવું શરીર ફોરવ્યા પછી આલોયણા લેવી પડે. આલોયણા લે તો આરાધક અને ન લે તો. વિરાધક ગણાય છે. આહારક શરીર કોઈનો વ્યાઘાત ન કરે તેમ જ કોઈથી વ્યાઘાતીતા ન થાય. જે શરીર દ્વારા કેવળી પાસે જઈને સૂક્ષ્મ પદાર્થોનું આહરણ (ગ્રહણ) કરાયા અથવા તો જેના દ્વારા આત્મા સૂક્ષ્મ પદાર્થોને ગ્રહણ કરે છે એને આહારક શરીર કહે છે. આ શરીર રસાદિક સપ્તધાતુથી રહિત, સંઘયણ રહિત, સમચતુરંત્ર સંસ્થાનવાળું હોય છે. આ શરીર કોઈ ન જોઈ શકે એવું હોવા છતાં દેખાડવું હોય તો દેખાડી શકાય છે. આ શરીરની પ્રાપ્તિ માત્ર ૧૪ પૂર્વધર અપ્રમત્ત સાધુને જ થાય છે. માટે માત્ર Page #258 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૪૯ મનુષ્ય ગતિમાં જ હોય છે. વેક્રિય શરીર હોય તેને જ હોય. સાધ્વીને ન હોય. આહારક વર્ગણા ઓદારિક અને ક્રિય શરીરથી સૂક્ષ્મ હોય છે. લોકમાં આહારક શરીરવાળા ક્યારેક હોય, ક્યારેક ન હોય. જો હોય તો એક - બે - ત્રણથી કરીને પ્રત્યેક (૨ થી ૯) હજાર વધારેમાં વધારે હોઈ શકે એનાથી વધારે નહિ. ૪) તૈજસ શરીર - તેજથી અર્થાત્ તેજસ પુદ્ગલોથી જે બને છે તે તેજસ શરીર કહેવાય છે. આ શરીર ખાધેલા આહારના પરિણમનનું કારણ હોય છે અને ઉષ્મારૂપ હોય છે. આ શરીરના નિમિત્તથી જ વિશિષ્ટતપસ્વી પુરૂષના શરીરથી તેજનું નિર્ગમન થાય છે. કહ્યું પણ છે જે શરીર બધા સંસારી જીવોને હોય છે, શરીરની ઉષ્ણતાથી જેની પ્રતીતિ. થાય છે, જે આહારને પચાવીને તેને રસ આદિ રૂપમાં પરિણત કરે છે અથવા જે તેજસ લબ્ધિથી ઉત્પન્ન થાય છે તે તેજસ શરીર કહેવાય છે. (શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ૨૧ મું પદ સૂત્ર -૧ ઘાસીલાલજી મ.સા. પૃ. ૬૦૦) શરીર સ્કંધના પદ્મરાગ મણિ સમાન વર્ણનું નામ તેજ છે તથા શરીરમાંથી નીકળેલી રશ્મિકલાનું નામ પ્રભા છે. એમાં જ થાય છે તે તેજસ શરીર છે. (ધવલા ૧૪/૫, ૬,૨૪૦/૩૨૭/૧૩ રીર ધસ્થ શરીરનું I) આ પાચન કરાવનારૂં શરીર સર્વ જીવોને હોય છે. પરંતુ તપ આદિ વિશિષ્ટ ગુણોને લીધે તેજસ લબ્ધિ જે પ્રગટ થાય છે તે લબ્ધિ પ્રત્યયિક તેજસ શરીર કોઈક આત્માઓને જ હોય છે. - તે લબ્ધિના પ્રતાપે અપકાર કરવાની બુદ્ધિથી શ્રાપરૂપ અને ઉપકાર કરવાની બુદ્ધિથી ઠારવારૂપ તે જોવર્ગણાનાં પુદ્ગલોનું જ શરીર બનાવી સામેના જીવ પર મૂકવામાં આવે છે. તેને અનુક્રમે તેજલેશ્યા અને શીતલેશ્યા કહેવાય છે. ૫) કામણ શરીર – જે શરીર કર્મથી ઉત્પન્ન થાય તે અથવા જે કર્મનો વિકાર હોય તે કાર્મણ શરીર કહેવાય છે. એ જ પ્રકારે કર્મ પરમાણુ જ આત્મપ્રદેશોની સાથે દૂધ - પાણીની જેમ એકમેક થઈને પરસ્પર મળી શરીરના રૂપમાં પરિણત થઈ જાય તે કાર્મણ શરીર કહેવાય છે. કહ્યું પણ છે કે કામણ શરીર કર્મોનો વિકાર (કાર્યો છે, તે આઠ પ્રકારના કર્મોથી નિષ્પન્ન થાય છે આ શરીર બીજા બધા શરીરોનું કારણ છે. એમ જાણવું જોઈએ. સંસાર પ્રપંચરૂપી અંકુરનું બીજ આ કાર્મણ શરીર જ છે જયારે તેનો સમૂલ ઉચ્છેદ થઈ જાય છે ત્યારે શેષ શરીરનો પ્રાદુર્ભાવ થતો નથી. તેજસ અને કાર્મણ શરીરની સાથે જ્યારે મૃત્યુસ્થાનનો ત્યાગ કરીને પોતાના નવીન જન્મની જગ્યાએ જાય છે ત્યારે કર્મ પુદ્ગલોની અત્યંત સૂક્ષ્મતાને કારણે આ બંને શરીરોથી યુક્ત થતાં જીવ પણ આંખેથી દેખાતો નથી. (શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ૨૧ મું પદ સૂત્ર -૧ ઘાસીલાલજી મ.સા. પૃ. ૬૦૦) Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ધવલા અનુસાર કર્મ એમાં ઊગે છે એટલે કામણ શરીર પ્રરોહણ કહેવાય છે. સર્વ કર્મોનો આધાર છે. સુખ અને દુઃખોનું બીજ પણ છે. એના દ્વારા નામકર્મના અવયવરૂપ કાર્મણ શરીરની પ્રરૂપણા કરી છે. હવે આઠે કર્મોના કલાપરૂપ કાર્મણ શરીરના લક્ષણ પ્રતિપાદકપનની અપેક્ષાથી આ સૂત્રનું વ્યાખ્યાન કરે છે. જેમ કે આગામી બધા કર્મોનો પ્રરોહણ, ઉત્પાદક અને ત્રિકાલ વિષયક સમસ્ત સુખદુઃખોનું બીજ છે એટલે આઠે કર્મોનો સમુદાય કાર્મણા શરીર છે. કારણ કે કર્મમાં થયો એટલે કાશ્મણ શરીર છે. અથવા કર્મ જ કામણ છે એ રીતે આ કાર્મણ શબ્દની વ્યુત્પત્તિ છે.” (ધવલા ૧૪/૫, ૬,૨૪૦/૩૨૭/૧૩ શરીરધી ..... શરીરમ્ I) આપણો અસંખ્યાત પ્રદેશી આત્મા આખા શરીરમાં વ્યાપીને રહે છે. શરીર અને આત્મા ભિન્ન છે. પ્રત્યેક સંસારી જીવના તેજસ તેમ જ કાર્મણ શરીર ભિન્ન ભિન્ન હોય છે તેથી તે શરીર અનંત છે. ઓદારિક અને ક્રિય શરીર અસંખ્યાતા હોય છે. અને આહારક શરીર સંખ્યાતા હોય છે. દારિક શરીર જીવરહિત પણ દેખાય છે (મૂઆ પછી પડેલું કલેવર, લાકડું વનસ્પતિકાયનું દારિક શરીર છે). શેષ ચાર શરીર જીવરહિત હોય તો ટકતા પણ નથી અને દેખાતા પણ નથી. આહારક સિવાયના ચાર શરીર આખા લોકમાં હોઈ શકે. આહારક શરીર માત્ર ત્રસનાડી અને તિસ્કૃલોકમાં અઢીદ્વીપમાં જ હોય. પાંચ શરીરમાં દારિક, વક્રિય, આહારક એ ત્રણ બાહ્ય શરીર છે. તેજસ, કાર્મણ આવ્યંતર શરીર છે. આ બે જોડિયા ભાઈ જેવા છે જે સાથે ને સાથે રહે છે. બાહ્ય શરીર છૂટે પણ આત્યંતર શરીર ન છૂટે. બાહ્ય શરીરનું છૂટવું એનું નામ મૃત્યુ છે. જ્યારે આત્યંતર શરીર છૂટે ત્યારે નિર્વાણ થાય છે. અર્થાત્ એકવાર આત્યંતર શરીર છૂટ્યા પછી ક્યારેય પ્રાપ્ત ન થાય. મોક્ષ પ્રાપ્ત થઈ ગયા પછી પાંચમાંથી એકે શરીરની પ્રાપ્તિ થતી નથી. આત્યંતર શરીર વગરનો એક પણ સંસારી જીવ ન હોય. બાકીના ત્રણ શરીર ક્યારેક હોય ક્યારેક ના હોય એવું બને. વાટે વહેતાં જીવમાં (એક ભવમાંથી બીજા ભવમાં જવાવાળા) બાહ્ય શરીર ન હોય પણ આત્યંતર શરીર હોય. આત્યંતર શરીર રોકાય નહિ. પર્વત, પાણી, અગ્નિમાંથી નીકળી જાય, કોઈને રોકે પણ નહિ. ભગવદ્ ગોમંડળ પૃષ્ઠ ૮૨૭૫ પર બતાવ્યા મુજબ વિવિધ ધર્મ – દર્શન - મતમાં શરીર ભગવદ્ગીતા - અનુસાર પરિવર્તનશીલ શરીરનું કોઈ સ્થાયીત્વ નથી. આધુનિક તબીબી વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે વિભિન્ન કોષોની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા શરીર Page #260 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૫૧ પ્રતિક્ષણ બદલાતું રહે છે. એ રીતે શરીરમાં વૃદ્ધિ થાય છે તથા વૃદ્ધાવસ્થા આવે છે. પરંતુ શરીર તથા મનમાં સતત પરિવર્તન ચાલુ કરતું હોવા છતાં આત્મા એકસમાન રીતે ચિરસ્થાયી રહે છે. | વેદાંત અનુસાર - શરીર અંત્યાવયવી હોઈને ચેષ્ટાનો આશ્રય હોય તે દ્રવ્ય શરીર કહેવાય છે. મનુષ્યાદિમાં શરીર હાથપગ વગેરે અવયવથી થયેલા હોઈને આખું શરીર કોઈનો અવયવ નથી તથા તે હિતાહિતની પ્રાપ્તિ નિવૃત્તિરૂપ તથા પરિહારરૂપ ક્રિયા પોતાની મેળે કરી શકે છે. ચેતનાનો આશ્રય છે માટે તેમાં શરીરનું લક્ષણ ઘટે છે. વળી સુખ કે દુઃખ બેમાંથી ગમે તે એકનો સાક્ષાત્કાર જેમાં થાય એવું ભોગ ભોગવવાનું સ્થળ તે શરીર. તેનો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એવા ત્રણ ભેદ છે. તાર્કિકોને મતે - યોનિજ અને અયોનિજ એવા પણ તેના બે ભેદ છે. ન્યાય મતે શરીરને ભોગોનું આયતન કે આધાર કહે છે. જૈન મતે - જીવનું ક્રિયા કરવાનું સાધન શરીર કહેવાય છે. જેનો શરીરના પાંચ પ્રકાર માને છે જેનું વિવરણ આગળ થઈ ગયું. સાંખ્ય મતે - ત્રણ પ્રકારના શરીર છે. એક સૂક્ષ્મ, બીજું અધિષ્ઠાન અને ત્રીજું સ્થૂળ. સાંખ્ય કટિકામાં તથા તત્ત્વકૌમુદીમાં પણ ત્રણ પ્રકારના શરીરો માન્ય છે જેમ કે - સૂક્ષ્મ શરીર, માતાપિતૃજ શરીર અને મહાભૂત. માતાપિતૃજ શરીરને પાકોશિક સદી પણ કહે છે. કારણ કે તે શરીર લોમ, લોહિત અર્થાતુ લોહી, માંસ, સ્નાયુ, અસ્થિ અને મજ્જાથી બનેલું છે. તત્ત્વકોમુદીમાં પણ ત્રણ શરીરો બતાવ્યા છે. સૂક્ષ્મ શરીર પહેલો વિશેષ, માતપિતૃજ બીજો વિશેષ અને મહાભૂત એ ત્રીજો વિશેષ. સૂક્ષ્મ જંતુ શરીરની ગરમીથી થાય છે તેથી તે ઉષ્મજ. પંખીના શરીર ઇંડામાંથી થાય છે તેથી તે અંડજ. મનુષ્ય અને પશુના શરીર ગર્ભમાં થાય છે તેથી તે જરાયુજ. વૃક્ષના શરીર પૃથ્વી ફાડીને નીકળે છે તેથી ઉદભિજ. સૃષ્ટિની શરૂઆતમાં અયોનિજ શરીર હોવાથી તે સાંકલ્પિક અને સાંસિદ્ધિક કહેવાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણું શરીર અબજો કોષોનું બનેલું છે. ૨૨૦ પ્રકારના કોષ આપણા શરીરમાં હોય છે. અને દરેક પ્રકારના સેલ પોતપોતાની કામગીરી બજાવતા રહે છે. સત્યાર્થ પ્રકાશમાં શરીરની ચાર અવસ્થા છે. ૧) વૃદ્ધિ - તેમાં ૧૬ વર્ષથી ૨૫ વર્ષ સુધી સર્વ ધાતુઓનો વધારો થાય છે. (૨) ચીવન - ૨૫ થી ૪૦ વર્ષ સુધીનો સમય (૩) સંપૂર્ણતા - આમાં ૪૦ વર્ષની આસપાસ સર્વ ધાતુઓની પુષ્ટિ થાય છે અને (૪) કિંચિત્પરિહાણિ-આ સમયમાં જે વધારાની ધાતુ શરીરમાં હોય છે તે પ્રસ્વેદાદિ દ્વારા બહાર નીકળી જાય છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ન્યાયમત પ્રમાણે - શરીર એ બાર માંહેનું એક પ્રમેય. પ્રમેય બાર છે - આત્મા, શરીર, ઇંદ્રિય, અર્થ, બુદ્ધિ, ધર્મ, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ, દુઃખ અને અપવર્ગ. આમ દરેક મત, સંપ્રદાય કે દર્શનમાં શરીરનું નિરૂપણ છે. જેના દર્શનમાં પણ પન્નવણા પદ ૨૧ માં શરીરના ૧૬ દ્વાર બતાવ્યા છે જેમાં એના નામ સંસ્થાના પ્રદેશાદિનું વિસ્તૃત વર્ણન છે. ભગવતી સૂત્ર શતક - ૧ ઉદ્દેશા સપ્તમાં ગર્ભવિચાર અંતર્ગત શરીરની રચના બતાવી છે. શ્રી જીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ ૧ મધ્યે ૨૪ દંડકની અંતર્ગત પણ શરીર દ્વાર છે. જેમાં દંડકમાં કયા જીવોને કયું શરીર હોય તેની પ્રરૂપણા કરાઈ છે. અહીં પણ શ્રાવક કવિ ઋષભદાસે ક્યા જીવોને કયું શરીર હોય તે બતાવ્યું છે. જુઓ નીચેની ગાથાઓ.. ગાથા ૭૨. એકંદ્રીનિ ચ્યાર શરીર, તેજસ, કારમણ દારિક જોય, શરીર વઇકરી તેહનઈ હોય. અહીં એકેન્દ્રિયને ચાર શરીર કહ્યા છે પણ એકેન્દ્રિયના પાંચ ભેદ છે. તેમાંથી પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિકાયમાં માત્ર ત્રણ જ શરીર હોય. વેક્રિય શરીર માત્ર વાયરાના પર્યાપ્તામાં જ હોય. સૂક્ષ્મ જીવોમાં પણ ત્રણ જ શરીર હોય. લોકના નિષ્ફટ-અલોકને અડીને રહેલો લોકનો ખૂણા ખાંચાવાળો ભાગ તે-નિષ્ફટ (છેડે) ભાગમાં રહેલો વાયરો વેક્રિય શરીર ફોરવી (બનાવી) શકતો નથી કારણ કે ક્રિય શરીર બનાવવા માટે છ દિશામાંથી પુદ્ગલ મળવા જોઈએ, જ્યારે લોકના છેડે છ દિશામાંથી પુદ્ગલ મળતા નથી માટે ત્યાં રહેલા જીવો વૈક્રિય શરીર ન બનાવી શકે. બાકીના સર્વ ક્ષેત્રમાં ક્રિય શરીર બનાવી શકે. જો કે વાયરાના બધા જીવોને ક્રિય શરીર ન હોય. ઉત્તર વેકિય કરતા હોય ત્યારે વાયરાના જીવો મરે નહિ. વાયરાના કયા જીવો પાસે વેક્રિય શરીર ન હોય - જે જીવો સ્થાવર તથા વિકસેન્દ્રિયમાં એક પલ્યના અસંખ્યાતમા ભાગ સુધી રહી આવ્યા હોય અને ત્યાંથી વાયરાપણે ઉત્પન્ન થાય તે જીવો પાસે વેકિય શરીર ન હોય કારણ કે સ્થાવર અને વિફલેન્દ્રિયમાં વૈક્રિય નામ કર્મનો નવો બંધ થતો નથી. અને સત્તામાં રહેલા એ કર્મ એક પલ્યના અસંખ્યાતમા ભાગમાં ‘ઉલના કરણ” દ્વારા સત્તારહિત થઈ જાય છે. બાદર વાયરાના જીવો અસંખ્યાતા છે. તેનો એક અસંખ્યાતમો ભાગ નિયમો વેક્રિય કરેલો શાશ્વત લાભે છે. વાયરો ઉત્તર વેક્રિય કરે એટલે એક પણ નવું શરીર બનાવ્યા વગર પોતાના મૂળ શરીરને પહેલાં કરતાં અસંખ્યાતગણું મોટું કરે તો પણ એ શરીરની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની જ થાય. બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચોરેન્દ્રિયમાં શરીર - Page #262 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૫૩ ૯૨ શરીર ત્રણિ તસ કહીઈ, તેજસ કારમણ અનિ ઉદારિક જિનવર ભાખ્યા લહીઇ. ૧૦૦ àઅંદ્રીનો કહું વીચાર, શરીર ત્રણિ તસ ભાખ્યાં સાર, તેજસ કારમણ દારિક જોય,... ૧૦૯ શરીર ત્રણિ તસ હોયરે, તેજસ કારમણ ઓદારીક ત્રીજું કહું એ... - આ ત્રણે ગાથામાં અનુકમે બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચોરેન્દ્રિય માં ત્રણ શરીર હોય એ બતાવ્યું છે. પંચેદ્રિયમાં શરીર – ૧૧૯પાંચ શરીર નિ ષ સંસ્થાન... સમુચ્ચય પંચેન્દ્રિયમાં પાંચે શરીર કહ્યા પણ નારકી, તિર્યંચ, દેવ અને મનુષ્ય આશ્રી શરીર નીચે મુજબ છે. દેવગતિમાં શરીર-વેક્રિય, તેજસ અને કાર્મણ એ ત્રણ હોય જો કે કવિએ અહીં ગાથામાં એનો ઉલ્લેખ કર્યો નથી. મનુષ્ય ગતિમાં શરીર – ૧૪૭ મધુરી વાણી બોલ્યા વીર, માનવની હુઈ પાંચ શરીર, તેજસ કારમણ દારિક જોય, વઇકરી આહારક પાંચમું સોય. માનવીને પાંચે શરીર હોય એમાંથી આહારક શરીર મનુષ્યાણીમાં ન હોય, માત્ર ચોદપૂર્વધારી સાધુને જ હોય, સાધ્વીને નહિ. અમુક આસન સ્ત્રી નથી કરી શકતી કારણ કે તેની શારીરિક રચના એવી છે અને ગંભીરતા ઓછી હોય માટે આહારક શરીર ન હોય. સંમૂચ્છિક મનુષ્યમાં શરીર – ૧૮૬... શરીર ત્રણ તણુ તસમાન. તેજસ નિ કારમણ કહીઈ, ઓદારીક ત્રીજું લહીઈ. સંમૂર્સ્કિમ મનુષ્યમાં ત્રણ શરીર હોય. એવી જ રીતે મનુષ્ય જુગલિયામાં પણ આ જ ત્રણ શરીર હોય જો કે કવિએ તેનું વિવરણ નથી કર્યું. તિર્યંચમાં શરીર – ૧૮૯ ચ્યાર શરીર ત્રીજંચ નિં લહં વઇક્રી તેજસ કારમણ કહું, ચઉર્દૂ શરીર ઓદારીક હોય, ષ સંસ્કાન તીહાં કણિ જોય. આ ગાથા સંખ્યાતા વર્ષના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની છે. એમાં ચાર શરીર હોય, પરંતુ અસંખ્યાતા વર્ષના તિર્યંચમાં ત્રણ શરીર જ હોય ઉપરમાંથી વેક્રિય ન હોય, તેઓ યુગલિક છે અને યુગલિકમાં વેક્રિય શરીર ન હોય. સમષ્ઠિમ તિર્યંચમાં શરીર – ૨૦૧ વલી બોલ્યા શ્રી જિનવર વીર, તેહનઇ ભાખ્યા ત્રણિ શરીર,તેજસ કારમણ ઉદારિક જોય, ત્રીજંચ જીવ તણાઈ વલી સોય. સંમૂચ્છુિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ વૈક્રિય સિવાયના ત્રણ શરીર હોય. નારકીમાં શરીર – ૨૬૪ . ત્રણિ શરીર જેહનિં વિખ્યાત. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ૨૬૫ તેજસ કારમણ નિં વઇકરી, ... નારકીમાં ત્રણ શરીર હોય - તેજસ કાર્મણ અને વૈક્રિય. દેવમાં ત્રણ શરીર હોય તેનો ઉલ્લેખ નથી. શ્રાવક કવિ ઋષભદાસ કૃત શરીરની વિચારણા શા માટે ? નિગોદથી માંડીને નિર્વાણ સુધી આપણી પાસે શરીરનું અસ્તિત્ત્વ રહે છે. તેજસ અને કાર્મણ શરીર ભવી જીવ આશ્રી અનાદિ સાંત છે અને અભવી જીવ આશ્રી અનાદિ અનંત છે. બાકીના ત્રણે શરીર સાદિ સાંત છે. શરીરમાંથી આત્મબુદ્ધિ કે નિજ સ્વરૂપબુદ્ધિ ન નીકળે તો અનાદિ અનંત રહે પણ એક વખત પણ આત્મા અને શરીર અલગ છે એવી બુદ્ધિ થાય અર્થાત્ સમ્યક્ત્ત્વ થઇ જાય તો તેજસ - કાર્યણ શરીર અનાદિ સાંત થઈ જાય છે. શરીર વિશે જાણપણું થયા પછી શરીર પ્રત્યેનું મમત્વ દૂર થાય એવો પ્રયત્ન કરવાની જરૂર છે. આત્મા અને શરીર જુદા છે એવું ભેદ વિજ્ઞાન કરવાની જરૂર છે. દેહાતીત થવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. કાયાની માયા છૂટે તો જ પૂર્ણ આધ્યાત્મિક વિકાસ થાય અને મોક્ષના સુખની પ્રાપ્તિ થાય. માટે શરીરની વિચારણા જરૂરી છે. શરીરમાં જીવના ભેદ ઔદારિક શરીર વૈક્રિય શરીર નારકી તિર્યંચ ४८ S ૧ બાદર વાયરો પર્યાપ્તો ૫ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા આહારક શરીર ૭ ૧૪ ४८ તેજસ, કાર્મણ શરીર તિર્યંચના ૪૮ ભેદની વિગત - . ૧૪ મનુષ્ય દેવ ૩૦૩ ૧૫ કર્મભૂમિ પર્યાપ્તા ૧૯૮ ૧૫ કર્મભૂમિ પર્યાપ્તા 303 એકેન્દ્રિયના ૨૨ ભેદ = પાંચ સૂક્ષ્મ પૃથ્વી, પાણી, તેઉ, વાયુ, વનસ્પતિના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૧૦ ભેદ બાદર પૃથ્વી, પાણી, તેઉ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિકાયના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૧૨ ભેદ મળીને બેઈન્દ્રિયના -અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને તેઈન્દ્રિયના -અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ચોરેન્દ્રિયના -અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ૨૨ ભેદ. ૨ ભેદ ૨ ભેદ ૨ ભેદ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના -જળચર, સ્થળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, ખેચર એ પાંચના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના -જલચર, સ્થળચર, ઉરપરિસર્પ, ૭ ૧૯૮ ૧૦ ભેદ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ૩૩૦ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૫૫ ભુજરિસર્પ, ખેચર એ પાંચના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ૧૦ ભેદ ૪૮ ભેદ વેક્રિય તેજસ કાર્મણ એ ત્રણ શરીરવાળા જીવના ભેદ ૧૪ નારકી + ૧૯૮ દેવ = ઓદારિક, તેજસ, કામણ - એ ત્રણ શરીરવાળા જીવના ભેદ – ૪૨ ભેદ તિર્યંચ + ૨૮૮ મનુષ્યના = દારિક તેજસ, કાર્મણ, વેક્રિય એ ચાર શરીરવાળા જીવના ભેદ - ૧ બાદર વાયરો + ૫ સંજ્ઞી તિર્યંચના પર્યાપ્તા = પાંચે શરીર હોય એવા જીવના ભેદ - ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા = ૧૫ પ૬૩ અવગાહના સંસારી જીવોને જે શરીર પ્રાપ્ત થાય છે તેનું આધારભૂત ક્ષેત્ર કેટલું છે તે અવગાહના દ્વારા જાણી શકાય છે. તેથી શરીરના વર્ણન પછી અવગાહનાનું વિવેચના કરવામાં આવે છે. અવગાહના - અવ + ગાય્ + અન્ એ ત્રણ શબ્દોનો બનેલો છે. અવ ઉપસર્ગ અહીં આધારના અર્થમાં છે. ગાહુ એટલે પ્રવેશ કરવો, અનું નામ બનાવનાર પ્રત્યય છે. એટલે આકાશ પ્રદેશના આધારે જેટલા આકાશ પ્રદેશો ગ્રહણ કરીને રહેવાય તે અવગાહના. ટૂંકમાં આકાશ પ્રદેશોને અવગાહીને રહેવું તેનું નામ અવગાહના. પન્નવણાદિ શાસ્ત્રોને આધારે અવગાહનાના વિવિધ અર્થ ૧) શરીરની ઊંચાઈને અવગાહના કહે છે. (શ્રી ઉત્તરા. સૂત્ર અ. ૩૬ પૃ. ૬૩૩) ૨) જેમાં જીવ રહે છે તેનું નામ અવગાહના છે. નારક વગેરેના શરીરથી અવષ્ટબદ્ધ જે આકાશરૂપ ક્ષેત્ર છે તે અથવા નારક વગેરે જીવોનું જે શરીર છે તે અવગાહના છે. એવો આ અવગાહના શબ્દનો નિષ્કર્ષાઈ છે.(અનુયોગદ્વાર સૂત્ર-૨ ઘાસી.મ.પૃ. ૧૫૮) ૩) શરીરના પરિમાણનું પ્રમાણ. | (જીવાભિગમ - ૨ ઘા. પૃ. ૨૨૫). ૪) અવગાહના અર્થાત્ ઊંચાઈ. (પન્નવણા - ૪ ઘા. પૃ. ૬૪૩/૪૪) ૫) જીવોના આધારભૂત ક્ષેત્રને અવગાહના કહે છે. (ઠાણાંગ સૂત્ર) ૬) જીવ સિવાયના દ્રવ્યો જે આકાશ પ્રદેશને અવગાહીને રહે તેને પણ તે તે દ્રવ્યોની અવગાહના કહેવાય છે. અવગાહનાના પર્યાયવાચી નામો – દેહમાન, તનમાન, દેહ, શરીરમાન, શરીર, કાયા, તનુ વગેરે જીવોની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગથી કરીને ઓછામાં ઓછા અસં. આકાશ પ્રદેશ હોય. વધારેમાં વધારે હજાર જોજન ઝાઝેરી હોય છે. કેવળ સમુઘાત આશ્રી આખા લોક સુધીની હોય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત વૈક્રિય શરીર આશ્રી લાખ જોજન ઝાઝેરી હોય. જીવતત્ત્વ (પૃ.૫૭)માં નારાયણ હેમચંદ્ર લખે છે કે ‘મનુષ્યનું ભૃણ = મનુષ્ય દેહનું બીજ એક ઈંચના એકશોવીશતમ અંશ માત્ર છે. જ્યારે જૈનદર્શનમાં ઉત્પત્તિ સમયે મનુષ્યની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની બતાવી છે. જે ઉપર કરતાં ઘણી સૂક્ષ્મ છે. જીવવિચાર રાસમાં વ્યક્ત થયેલું અવગાહનાનું સ્વરૂપ એકેન્દ્રિયની અવગાહના ૬૯ સુણજ્યો સકલ કહઇ મુખ્ય વીરં, સર્વ એકંદ્રી તણું શરીર, અંગુલ અસંખ્યાતમોભાગ, તેહમાં એટલો મુક્યો માગ ૭૦. જે પરત્યગ વનસપતી હોય, તેહની કાયા પોઢી જોય, જોઅણ હજાર ઝાઝેરાવલી શરીરમાન કહઇ કેવલી. બધા એકેન્દ્રિય જીવની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે એમાં એક અપવાદ છે જે પ્રત્યેક વનસ્પતિ છે તેની અવગાહના હજાર જોજન ઝાઝેરી હોય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયની અવગાહના શરીર જોઅણ તસ બાર, ૯૧ બેઇન્દ્રિયનું શરીર (અવગાહના) બાર જોજનનું છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં થવાવાળા બેઇંદ્રિયોમાંથી કોઇકની અવગાહના ૧૨ જોજનની જાણવી જોઈએ. ૧૦૦ ... કાયા ત્રણિ ગાઉ તસ હોઈ. તેઇન્દ્રિયની અવગાહના ત્રણ ગાઉની છે. શરીર જોઅણ એકનું એ. ૧૦૮ ... ચૌરેન્દ્રિયની અવગાહના ૧ જોજન (ચાર ગાઉ) ની હોય છે. પંચેન્દ્રિયની અવગાહના ૧૧૮ ... કાયા જોઅણ તસ એક હજાર પંચેન્દ્રિયની અવગાહના એક હજાર જોજનની હોય છે. દેવની અવગાહના ૧૪૧ ... દેવની સાત હાથ તનમાન તો. દેવની અવગાહના સાત હાથની છે. તે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, ૧૨ દેવલોકની હોય. ૩-૪ દેવલોકના દેવની ૬ હાથ, ૫-૬ દેવલોકના દેવની ૫ હાથ, ૭-૮ દેવલોકના દેવની ચાર હાથ, ૯ થી ૧૨ દેવલોકના દેવની ત્રણ હાથ, નવ ગ્રેવયકમાં બે હાથ ચાર અનુત્તરના દેવની એક હાથ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવની મુઢા હાથની અવગાહના હોય. મનુષ્યની અવગાહના Page #266 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૫૭ ૧૪૯. ઉતકષ્ટી ત્રણ ગાઉં કાય... મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની હોય. જુગલિઆ આશ્રી. તિર્યંચની અવગાહના (પંચેંદ્રિય) ૧૮૮ શરીર જોઅણ તસ એક હજાર... ગર્લજ તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના હજાર જોજાનની હોય. ૧૯૨ મછ જીવ નિ ઉરપરીસાપ, હજાર જોઅણનો કાયાનો વ્યાપ, . નવ ધનુષ પંખીની કાયા ૧૯૩ ... ભુજપરિસાપ નવ ગાઉં કાય... ૧૯૪ ચોપદ તનુ ષ ગાઉં કહ્યું, ... તિર્યંચ પંચે.ની અવગાહના જુદી જુદી પણ બતાવી છે. જેમ કે જળચર - ઉરપરિસર્પની હજાર જોજનની, ખેચરની નવ ધનુષ્યની, ભુજપરિસર્પની નવ ગાઉની, સ્થળચરની છ ગાઉની. સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના ૨૦૩ જોઅણ હજાર હોઈ મછની કાય. માછલા આદિની અપેક્ષાથી ૧ હજાર જોજનની અવગાહના હોય છે. ૨૦૪... ઉરપરી જેહ સમુઠ્ઠીમ સાપ, નવ જોઅણ છે તેની કાય, ૨૦૫ પંખી દેહ ધનુષ નવ સાર.... ભુજપૂરીસાપનું એનું આય પણી તેહની નવ જોઅણ કાયા ૨૦૬ નવ ગાઉં ચોપદની કાય.. સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં દરેકની અવગાહના નીચે મુજબ છે. જળચરની હજાર જોજનની ઉરપરિસર્પની નવ જોજનની પક્ષીની નવ ધનુષ્યની ભુજપરિસર્પની નવ જોજનની સ્થળચરની નવ ગાઉની જો કે સિદ્ધાંતમાં ભુજપરિસર્પની અવગાહના નવ ધનુષ્યની બતાવી છેઅહીં કવિએ શેનો આધાર લીધો છે એ સમજાતું નથી કાં તો સ્મૃતિદોષ પણ હોઈ શકે અથવા લહિયાની ભૂલ હોઈ શકે. અનુયાગ ચંદ્રિકા ટીકા સૂત્ર ૧૯૮ પૃ. ૧૮૯ पर्याप्तकसमूर्छिम भुजपरिसर्पस्थलचरपञ्चेन्द्रियतिर्यग्योनिकानां पृच्छा। गौतम् ! जघन्येन अंगुलस्य असंख्येयभागम् उत्कर्षेण धनुःपृथकत्वम्। અર્થાત્ સંમૂર્છાિમ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચનું દેહમાના જઘન્ય આંગુલના અસંખ્યાતા ભાગનું અને ઉત્કૃષ્ટ પૃથક ધનુષ્યનું છે. પૃથક ધનુષ્ય Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત એટલે ૨ થી ૯ ધનુષ્ય. નારકીની અવગાહના નરક ગાથાક્રમો ગાથા ૧લી ૨૧૬ પછઈ દેહ વધ્યાની વાત જયગન શરીર તેહની ત્રણ હાથ, ઉત્કર્દૂ સવ્વા એકત્રીસ.. ૨જી ૨૩૦ પોણા આઠ ધનુષ જો વલી તે ઉપરિ પછઈ ષટ્ર આંગલી. જયગન શરીર તે એવું હોય, ઉત્કર્દૂ ભાખ્યું તે જોય. ૨૩૧ ધનુષ પનર સાઢા વીસ્તાર તે ઉપરઇ વલી અંગુલ બાર, ૩જી ૨૩૫ .. ધનુષ સાઢાં પનર વીખ્યાત, તે પરિસ દ્વાદસ આંગલી, જગન શરીર ત્યાંહા એહેઠું વલી. ૨૩૬ ઉતકર્ખ ધનુ સવા એકત્રીસ ૪થી ૨૩૯ શરીર ધનુષ સવા એકત્રીસ ઉત્કૃષ્ટ બૂમણું કહઇ ઇસ, પમી ૨૪૨ •.. ધનુષ સાઠા બાસઠિ તસ કાય ઉત્કર્ફ એકસો પચવીસ, કાયમાન કહઇ જયગદીસ. છઠ્ઠી ૨૪૫ - શરીર ધનુષ સવાસો તાસ, ઉતકષ્ટઉં છઈ વ્યસહિં પંચાસ. સાતમી ૨૪૯ - શરીર ધનુષ બીસહિં પંચાસ, ઉષ્કણું ધનુષ પાંચસિં.. સાતે નરકની અવગાહના ક્રમશઃ નીચે મુજબ છે. ૧લી નરકની અવગાહના જઘન્ય ત્રણ હાથ ઉત્કૃષ્ટ સવા એકત્રીસ હાથ, ૨જી નરકની અવગાહના જઘન્ય પોણા આઠ ધનુષ્યને છ આંગુલ ઉત્કૃષ્ટ સાડાપંદર ધનુષ્યને બાર આંગુલ. ૩જી નરકની અવગાહના જઘન્ય સાડા પંદર ધનુષ્યને ૧૨ આંગુલ ઉત્કૃષ્ટ સવા એકત્રીસ ધનુષ્ય ૪થી નરકની અવગાહના જઘન્ય સવા એકત્રીશ ધનુષ્ય ઉત્કૃષ્ટ સાડા બાસઠ ધનુષ્ય પમી નરકની અવગાહના જઘન્ય સાડા બાસઠ ધનુષ્ય ઉત્કૃષ્ટ સવાસો ધનુષ્ય ૬ઠ્ઠી નરકની અવગાહના જઘન્ય સવાસો ધનુષ્ય ઉત્કૃષ્ટ અઢીસો (બસો પચાસ)ધનુષ્ય ૭મી નરકની અવગાહના જઘન્ય બસો પચાસ ધનુષ્ય ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય મનુષ્યમાં જુગલિયાની અવગાહના સૌથી વધારે ત્રણ ગાઉની હોય છે. કર્મભૂમિના મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્યની હોય છે. પણ તિર્યંચોમાં જુગલિયાની અવગાહના સૌથી વધારે ન હોય કારણ કે ત્યાં જુગલિયા છ ગાઉવાળા સ્થળચર અને નવ ધનુષવાળા ખેચર જ હોય છે. બાકીના નહિ. જ્યારે ત્યાં (તિર્યંચમાં) જળચર અને ઉરપરિસર્ષની અવગાહના ૧૦૦૦ જોજનની છે માટે એમની (જુગલિયાની) અવગાહના સૌથી વધારે ન હોય. Page #268 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૫૯ નારકીમાં સૌથી વધારે અવગાહના સાતમી નરકની ૫૦૦ ધનુષ્યની છે. દેવમાં સૌથી વધારે અવગાહના સાત હાથની છે. ઉત્પત્તિના સમયે કર્મભૂમિના તિર્યંચ, મનુષ્યની અપેક્ષાએ જુગલિયા તિર્યંચ અને જુગલિયા મનુષ્યની અવગાહના કાંઇક મોટી હોય છે. | (સમર્થ પ્રકાશ સંપાદક ઘીનુલાલ પીતલિયા પૃ. ૩૫) અવગાહના બે પ્રકારની હોય. એક ભવધારણીય અને બીજી ઉત્તરક્રિય. ૧) ભવધારણીય અવગાહના - જે અવગાહના નરકાદિ પર્યાયરૂપ ભવમાં પોતપોતાના આયુની સમાપ્તિ સુધી ધારણ કરવામાં આવે તે ભવધારણીય અવગાહના. મૂળ અવગાહના. ૨) ઉત્તર ક્રિય અવગાહના - જે સ્વાભાવિક શારીરિક અવગાહના પછી કોઈ પણ નિમિત્તથી અવગાહના કરવામાં આવે છે તે ઉત્તર ક્રિય અવગાહના છે. કૃત્રિમ અવગાહના. (અનુયોગદ્વાર સૂત્ર - ૨ ઘાસીલાલ મહારાજ સા. પૃ. ૧૫૮/૧૫૯) ઉપર જે બતાવી તે ભવધારણીય અવગાહના છે. આ ઉપરાંત જઘન્ય અવગાહના. ઉત્પત્તિ આશ્રી બધાની આંગુલના અસંખ્યાતમા ભાગની હોય ઉપર બતાવી તે પર્યાપ્તા. થયા પછીની અવગાહના છે. ઉત્તરક્રિય અવગાહના - વેક્રિય રૂપ કરે એ આશ્રી અવગાહના નીચે મુજબ છે. બાદર વાયરો પર્યાપ્ત - જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગની સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની - જઘન્ય આંગુલના સંખ્યાતમા ભાગની,ઉત્કૃષ્ટ ૯૦૦ જોજનની નારકીની - જઘન્ય આંગુલના સંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ કામ બમણી (જે જે નરકે ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના કહી છે તેનાથી બમણી જાણવી) દેવની - જઘન્ય આંગુલના સંખ્યાતામા ભાગની, ઉત્કૃષ્ટ લાખ જોજનની. મનુષ્યની - જઘન્ય આંગુલના સંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ લાખ જોજન અધિક. અવગાહનાની વિચારણા શા માટે? અહીં જે અવગાહના બતાવાઇ છે એ શરીરની અવગાહના છે. શરીરે જેટલી ઊંચાઈમાં આકાશના પ્રદેશોને અવગાહ્યા છે એટલી ઊંચાઈને અવગાહના કહેવાય છે. વાટે વહેતાને અવગાહના ન હોય. આ અવગાહના ભવ પ્રમાણે બદલાતી રહે છે. ક્યારેક એકદમ નાની તો ક્યારેક એકદમ મોટી અવગાહના મળે છે. એટલે કે શરીરરૂપી. ઘર ક્યારેક નાનું કે ક્યારેક મોટું મળે છે. એ પ્રમાણે જીવ સંકોચન કે પ્રસારણ કરીને અવગાહના અનુસાર એ શરીરમાં પૂરાઈને રહે છે. જો આ વાત ધ્યાનમાં આવે અને જીવને પોતાની મૂળભૂત અવગાહના પ્રાપ્ત કરવાની અભિલાષા જાગે તો એ આ. ભવસંસારમાંથી પાર પામી જાય. અવગાહનાનું સ્વરૂપ જાણીને પુલ - શરીરની Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અવગાહના છોડવાનો પ્રયત્ન કરવાનો છે. આત્મપ્રદેશની શુદ્ધ અવગાહના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. શુદ્ધ અવગાહના સિદ્ધના જીવોની છે. એમાં વધઘટ થતી નથી. તેરમા ગુણસ્થાનકે કાયયોગ નિરોધ વખતે અંતમાં ૧/૩ અવગાહના ઓછી થઈ જાય છે. પેટ, શરીર આદિ જ્યાં જીવના પ્રદેશ નથી તેટલા ભાગનું સંકોચન થઈ જાય છે. એટલે કે ભવોપગ્રાહી (અઘાતી) ચાર કર્મોની હાજરીમાં જ અવગાહના ઘટી જાય છે. આઠ કર્મોના ક્ષય થયા પછી નથી ઘટતી. સિદ્ધની અવગાહના - કર્મરહિત આત્મપ્રદેશો જેટલા ક્ષેત્રમાં રહે તેને સિદ્ધની અવગાહના કહેવાયછે. તેનું પ્રમાણ (માપ) આગમમાં આ પ્રમાણે મળે છે. ઉત્કૃષ્ટ - પાંચસો ધનુષના સિદ્ધ થયા હોય તો તેની અવગાહના ત્રણસો તેત્રીસ ધનુષ અને બત્રીશ આંગુલની છે. મધ્યમ સાત હાથના સિદ્ધ થાય હોય તો તેની અવગાહના ચાર હાથ ને સોળ આંગુલની છે. જઘન્ય - બે હાથના સિદ્ધ થયા હોય તો તેની અવગાહના એક હાથ ને આઠ આંગુલની છે. સિદ્ધની અવગાહના આત્મપ્રદેશની શુદ્ધ અવગાહના છે. મૂળભૂત અવગાહના છે માટે એને પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ કરવો જોઈએ. અનુયોગ સૂત્રના આધારે - - અવગાહના જેના વડે માપવામાં આવે છે તે માપનું કોષ્ટક નીચે મુજબ છે. સૌથી નાનું માપ એક પ્રદેશરૂપ પરમાણુંનું છે. પરમાણુ બે પ્રકારના છે. સુક્ષ્મ પરમાણુ અને બીજો વ્યવહારિક પરમાણુ. જે પુદ્ગલ દ્રવ્ય કારણરૂપ છે અને કાર્યરૂપ નથી તે અંત્ય દ્રવ્ય સૂક્ષ્મ પરમાણુ કહેવાય છે. તે નિત્ય હોય છે તેમાં કોઈપણ એક ગંઘ. એક વર્ણ, એક રસ અને બે સ્પર્શ રહે છે. જે ઈન્દ્રિયાતીત છે. તે પ્રકૃતિમાં અનુપયોગી હોવાથી અવ્યાખ્યેય છે. એવા અનેક પરમાણુથી નિષ્પન્ન પણ જેને કાપી ન શકાય, બાળી ન શકાય, નષ્ટ કરી ન શકાય અને અનંત પરમાણુથી નિષ્પન્ન હોય તેને વ્યવહારિક પરમાણુ કહેવાય છે. અનંતાનંત વ્યવહારિક પરમાણુઓના સમુદાયથી એક ઉશ્લક્ષણ ફ્લક્ષિણકા ઉત્પન્ન થાય છે. એવી આઠ શ્લક્ષિણકાથી એવી આઠ ઉર્ધ્વરેણુથી એવી આઠ ત્રસ રેણુથી એવી આઠ રથ રેણુથી એવા આઠ વાલાગે એવા આઠ વાલાગે એક ઉર્ધ્વરેણુ ઉત્પન્ન થાય છે. એક ત્રસ રેણુ ઉત્પન્ન થાય છે. એક રથ રેણુ ઉત્પન્ન થાય છે. 'દેવકુરૂ- ઉતરકુરૂના મનુષ્યોનું એક વાલાગ્ર. હરિવર્ષ - સમ્યક્ર્યના મનુષ્યોનું એક વાલાગ્ર. હેમવત હૈરણ્યવતના મનુષ્યોનું એક વાલાગ્ર. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ જીવવિચાર રાસ એક અધ્યયન એવા આઠ વાલાગે મહાવિયદેહ ક્ષેત્રના મનુષ્યોનું એક વાલાઝ. એવા આઠ વાલાગે ભરત ઈરવત ક્ષેત્રના મનુષ્યોનું એક વાલા ગ્ર. એવા આઠ વાલાગે એક લિખ થાય છે. એવી આઠ લીંખે એક જૂ થાય છે. એવી આઠ જૂએ એક યવ થાય છે. એવા આઠ ચવે એક આંગુલ થાય છે. એવા છ આંગુલે એક પાદ થાય છે. એવા બે પાદે ( ૧૨ આંગલે) એક વેંત થાય છે. એવી બે વેંત (૨૪ આંગુલે) એક રત્નિ (હાથ) થાય છે. એવા બે હાથે (૪૮ આંગુલે) એક કુક્ષિ થાય છે. એવી બે કૃષિએ એક ધનુષ્ય, દંડ, યુગ, નલિયા, અક્ષ કે મુસલ થાય છે. એવા બે હજાર ધનુષ્ય એક ગબૂત (કોસ - ગાઉ) થાય છે. એવા ચાર ગબ્તે એક જોજન થાય છે. આંગુલ કે અંગુલ ત્રણ પ્રકારના હોય છે. નાગુ સેંકગુને પમાગુ = આત્માંગુલ, ઉત્સધાંગુલ અને પ્રમાણાંગુલી ૧. આત્માગુલ - जे णं जया मणुस्सा भवंति, ते सिणं तया अप्पणो अंगुलेण दुवालस अंगुलाइं मुहं, नवमुहारंपरिसे, पमाणजुते भवई અર્થાત્ - આત્માશંગુલમાં આત્મા શબ્દનો અર્થ પોતપોતાનો જે અંગુલ છે તે આત્માંગુલ. પોત પોતાના કાલવર્તી માણસોનું અંગુલ જ આત્માગુલ. જે કાળમાં જે પુરૂષ ઉત્પન્ન થાય તેના તે કાળ મુજબ તેટલા પ્રમાણનો ૧ આંગુલ હોય છે. (અનુયોગ દ્વાર - ઘાસી. પૃ. ૧૧૫). પ્રયોજન - આત્મ આંગુલથી જે કાળમાં જે પુરૂષ જન્મ છે તેમના તે સમયના જેટલા માપ પ્રમાણેના આગળ હોય છે તે અંગુલોથી અવટ, તળાવ, હદ, નદી, વાવ, કૂવા, તળાવડી, દીર્ઘિકા, ગુંજાલિકા, જળાશય, સરોવર, ઉદ્યાન, વન, ઘર, પ્રાસાદ, રસ્તાઓ, શેરી , રથ - યાન, શિબિકા, ઉપકરણ વગેરેના માપ માપવામાં આવે છે. (એજન પૃ. ૧૨૨) ૨. ઉલ્લેધાંગુલ – ઉત્સધ આંગુલ અનેક પ્રકારના છે. અનંતાનંત સુક્ષ્મ પરમાણુ પુદ્ગલ ઈત્યાદિ ક્રમથી અભિવર્ધિત થવું તે ઉલ્લેધ છે. એનાથી જે આંગુલ ઉત્પન્ન થાય તે ઉત્સવ આંગુલ છે. ઉલ્લેધ આંગુલ પરમાણુ, ત્રસ રેણુ આદિ રૂપ કારણોની વિવિધતાથી. અનેક પ્રકારના કહેવાય છે. (એજન - પૃ.૧૩૫) અવસર્પિણી કાળના પાંચમા આરાના ૧૦,૫૦૦ વર્ષ પછીના મનુષ્યના આંગુલનું Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ કૃત માપ તે ઉત્સેધ આંગુળ (શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ - પૃ. ૯૬) અથવા મહાવીર પ્રભુના આત્માંગુલથી અર્ધ આંગુલ હોય તે ઉત્સેધ આંગુલ. (એજન - પૃ. ૨૧૬). પ્રયોજન ઉત્સેધ આંગુલથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમના શરીરની અવગાહના માપવામાં આવે છે. ૩. પ્રમાણાંગુલ - परमप्रकार्षरूपं मानं प्राप्तम् अंगुलं प्रमाणागुलम् જે પરમ ર્પકર્ષરૂપ માન - પરિણામને પ્રાપ્ત છે એના કરતા બીજો કોઈ અંગુલ નથી અથવા યુગના પ્રારંભમાં સમસ્ત લોકવ્યવહારની અને રાજ્યાદિની સ્થિતિના પ્રણેતા હોવાથી પ્રમાણભૂત ભગવાન ! આદિનાથ કે ભરત થયેલ છે તો એમનો જે અંગુલ છે તે પ્રમાણાંગુલ છે. આ પ્રમાણે પ્રમાણ પુરૂષના જે અંગુલ છે, તે પ્રમાણાંગુલ છે એવો પણ આનો વાચ્યાર્થ થઈ શકે છે. અથવા તો ૧૦૦૦ ઉત્સેઘ આંગુલ બરાબર એક આંગુલ તે પ્રમાણાંગુલ. (એજન/અનુયોગ - ૨, પૃ. ૨૧૬) પ્રયોજન રત્નપ્રભાવગેરે પૃથ્વીઓના રત્નકાંડોના, પાતાલ કળશોના, ભવનપતિ દેવોના આવાસોના, દેવ વિમાનો આદિ શાશ્વતી વસ્તુઓના માપ માટે વપરાય છે. સંઘયણ પ્રાપ્ત શરીરની મજબૂતાઈને જાણવા સંઘયણનું વિવેચન પ્રસ્તુત છે. સંઘયણની વ્યાખ્યા વિવિધ ગ્રંથોને આધારે - પર્યાયવાચી નામ સંહનન ૧) હાડકાંની વિશેષ રચના ર) જેના દ્વારા શરીરના પુદ્ગલો દૃઢતા પ્રાપ્ત કરે છે. તેનું નામ સંઘયણ છે. (શ્રી અભિધાન રાજેન્દ્રકોષ, (સંસ્કૃત) ભાગ - ૭ પૃ. ૮૨ થી ૮૩) ૩) જેના ઉદયથી અસ્થિઓનું બંધન વિશેષ હોય તેને સંઘયણ કહે છે. (ઠાણાંગ, કર્મગ્રંથ ભા.૧ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. ગા. ૩૮ - ૩૯) ૪) શરીરનો બાંધો. જે વડે શરીરના અવયવો તેમ જ હાડકાંઓ વિશેષ મજબૂત થાય તે સંઘયણ. (ભગવદ્ ગોમંડળ - લે. ભગવતસિંહજી ભા - ૯ પૃ. ૮૬૧૪) ૫) હાડકાંઓના સંચયને સંઘયણ કહે છે. (ધવલા ૬/૧, ૯, ૧૩૬/૭૩/૮) ૬) જેના ઉદયથી અસ્થિઓનું બંધન વિશેષ થાય છે તે સંહનન નામ કર્મ છે. (સ. સિ. ૮/૧૧/૩૯૦/૫) (પાઠાવલી - ૨ પૃ. ૩૧) ૭) શરીરની મજબૂતાઈ - સાંખ્યદર્શનમાં સંહનન એટલે સૃષ્ટિજનક જડ દ્રવ્યોનો સંયોગ. એ સંયોગવાળા જે દ્રવ્યો છે એ બધા સંહનન દ્રવ્યો કહેવાય છે. શરીરની મજબૂતાઈ અસ્થિની રચનાની મજબૂતાઈ ઉપર આધાર રાખે છે. જેટલી અસ્થિની રચના મજબૂત, તેટલી શરીરની મજબૂતાઈ જાણવી. (કર્મગ્રંથ ભા.૧ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા.-૧, પૃ. ૧૪૨) આ કારણથી અસ્થિની રચના જાણવી Page #272 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૬૩ જરૂરી છે. અસ્થિની રચના માત્ર ઓદારિક શરીરમાં જ હોય છે. વેક્રિય - આહારક શરીર અસ્થિની રચના વિનાનું જ હોય છે. તેથી તે બે શરીરોમાં સંઘયણ હોતા નથી. જો કે આગમમાં દેવોને વજઋષભનારાય સંઘયણવાળા કહ્યા છે પરંતુ તે માત્ર શક્તિની અપેક્ષાએ જ જાણવું. વાસ્તવિક રીતે દેવોને સંઘયણ હોતું નથી ફક્ત વજઋષભનારાચ સંઘયણવાળા મનુષ્ય તિર્યંચની જેમ દેવોનું શરીર અત્યંત મજબૂત હોય છે. સંઘયણના ભેદ અને વિવેચન – સંઘયણના છ ભેદ છે. ૧) વજઋષભનારાચ સંઘયણ - વજ કહેતાં ખીલી. એટલે ખીલાના આકારનું હાડકું, ઋષભ એટલે પાટાના આકારનું હાડકું, નારાચ એટલે મર્કટબંધ = જેમાં બે હાડકાં સામસામે એકબીજાને વીંટળાઈને રહેલા હોય. મર્કટ એટલે વાંદરો. જેમ વાંદરાનું બચ્યું તેની માતાના પેટે જે રીતે વળગેલું હોય છે, તે એવું મજબૂત વળગેલું હોય છે કે તેની માતા છલાંગ મારે ત્યારે બચ્ચું ઉલટું થઈ જાય છે છતાં પડતું નથી, તેમ મજબૂત બે હાડકાંની આરપાર નીકળવાવાળી રચના વિશેષ તે મર્કટબંધ કહેવાય છે. તેને નારાચ કહેવાય છે. સંવનન એટલે હાડકાંનો સંચય. જ્યાં બે હાડકાં મર્કટબંધની જેમ એકબીજાને વીંટળાયેલા હોય તે બંને હાડકાં ઉપર પાટાના આકારે હાડકું વીંટળાયેલું હોય અને એ પાટાને અને મર્કટબંધ રૂપ બે હાડકાં એ ત્રણે હાડકાંને ખૂબજ દઢ કરવા માટે ખીલા જેવી રચનાવાળા હાડકાંથી મજબૂત કર્યું અર્થાત્ વજ જેવું હાડકું એ ત્રણેની આરપાર જઈને મજબૂતાઈ બક્ષે છે. એવી રચનાવાળા સંઘયણને વજઋષભનારાચ સંઘયણ કહે છે. આ કથનનો ભાવાર્થ એવો છે કે જે સંઘયણમાં હાડકાં વજમય અત્યંત મજબૂત હોય. તૂટે નહિ એવા હોય તે વજઋષભનારાચ સંઘયણ. લોઢાના જેવું ઘણું જ મજબૂત સંઘયણ ૨) ઋષભનારાચ સંઘયણ - આ પ્રકારની રચનામાં વજ કહેતા ખીલી જેવું હાડકું ન હોય પરંતુ મર્કટબંધ અને એના ઉપર વીટાળેલા પાટા જેવું હાડકું હોય. એને ઋષભનારાજ સંઘયણ કહે છે. અર્થાત્ વજ જેવું મજબૂત નહિ થોડું ઓછું મજબૂત. ૩) નારાચસંઘયણ - જે રચનામાં બંને હાડકાં મર્કટબંધથી જ બંધાયેલ હોય. એમાં વજ અને ઋષભ (પાટા આકારનું હાડકું) બંને ન હોય. એને નારાજ સંઘયણ કહે છે. ઉપર કરતાં મજબૂતાઈ ઓછી હોય. ૪) અર્ધનારાચ સંઘયણ - આ પ્રકારની રચનામાં એક પડખે મર્કટબંધ બીજી બાજુ મર્કટબંધ ન હોય. અથવા તો એક બાજુ નારાજ અને બીજી બાજુ માત્ર ખીલી હોય. બંને હાડકાં સ્વતંત્ર માત્ર હોય તેવી મજબૂતાઈવાળી જે હાડકાંની રચના તે અર્ધનારાજ સંઘયણ. ૫) કીલકુ (કીલિકા) સંઘયણ - જેમાં બંને હાડકાં એકબીજાને પરસ્પર સીધા જોડાયેલા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત હોય છે અને તેના ઉપર માત્ર ખીલી હોય. સાણસીની જેમ બે હાડકાંની વચ્ચે ખીલાના આકારવાળું હાડકું માત્ર હોય તે કિલિકા સંઘયણ. ૬) છેવટું (સેવાર્ત) સંઘયણ - છેદસ્કૃષ્ટ - છેવટું, છેદ = છેડા, પૃષ્ઠ = અડેલા. જયાં છેડા માત્ર અડેલા છે તેથી છેદસ્કૃષ્ટ કે છેવટું સંઘયણ છે. જયાં વજ, ઋષભ કે નારાચ કાંઈ જ નથી માત્ર બે હાડકાંના છેડા અડીને જેમાં રહેલાં છે. સહેજ ધક્કોમાત્રા લાગતાં ખસી જાય છે તે છેવટું સંઘયણ છે. આ સંઘયણમાં હાડકાંઓ એકબીજાના ખૂણાઓ વડે મળેલાં રહે છે. આ સંઘયણ સૌથી નબળું કહેવાય. અત્યંગ, મર્દન વગેરે સેવા વડે ઋત એટલે વ્યાપ્ત તે સેવાર્ત સંઘયણ એટલે હાડની સંધીઓમાં તેલાદિકનું વારંવાર મર્દન કરવાથી વિશેષ દઢ રહે છે તેથી તેને સેવાર્ત સંઘયણ કહે છે. આ સંઘયણમાં હાડના બે છેડામાં એક છેડો ખોભણ - ખાડાવાળો હોય છે અને બીજો છેડો ખાડા વિનાનો હોય. તે ખોભણવાળા છેડાની ખોભણમાં ખાંડણીયામાં રાખેલા સાંબેલાની પેઠે માત્ર અડકીને જ રહ્યો હોય છે, જેથી કોઈ પણ એક છેડો જોરથી ખેંચવામાં આવે તો તે ખોભણમાં બેઠેલો છેડો બહાર નીકળી જાય છે, ત્યારે લોકમાં કહેવાય છે કે હાડકું ઉતરી ગયું અને કોઈ વખતે બંને છેડાને ધક્કો વાગતાં છેડો એક બીજા પર ચઢી જાય ત્યારે લોકમાં કહેવાય છે કે હાડકું ચઢી ગયું. | (શ્રી જેનજ્ઞાન સાગર. વિરાણીનું પૃ. ૧૨૧) આ પ્રકારના સંઘયણવાળું શરીર તેલના માલીશની અને થાક લાગે ત્યારે વિશ્રામ આદિ રૂપ પરિશીલતાની અપેક્ષા રાખે છે તેથી એવા સંઘયણને સેવાર્ત (છેવટનું) સંઘયણ કહે છે. સેવા + ઋત = સેવાથી યુક્ત છે તેથી સેવાર્ત. ક્યા સંઘયણવાળા મરીને ક્યાં ઉત્પન્ન થાય તે. ૧) વજઋષભનારાચ સંઘયણવાળા - કર્મભૂમિના મનુષ્ય પાંચ અનુત્તર વિમાના સુધી જાય. અને નારકીમાં સાતમી નરક સુધી જાય. દેવના બધા ભેદમાં જઈ શકે. એવી રીતે નારકીના બધા ભેદમાં જઈ શકે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય દેવલોકમાં આઠમા દેવલોક સુધી જાય અને સંજ્ઞી તિર્યંચમાંથી માત્ર જલચર સાતમી નરક સુધી જાય. ૨) ઋષભનારાચ સંઘયણવાળા - કર્મભૂમિના મનુષ્ય નવ ગ્રેવચક સુધી જાય (અનુ. માં ન જાય) નારકીમાં ૬ઠ્ઠી નરક સુધી જાય. ૩) નારાજ સંઘયણવાળા - ૧૨મા દેવલોક સુધી - પમી નરક સુધી જાય. ૪) અર્ધનારાચ સંઘયણવાળા - ૮મા દેવલોક સુધી - ૪થી નરક સુધી જાય ૫) કિલીકા સંઘયણવાળા - ૬ઠ્ઠા દેવલોક સુધી - ત્રીજી નરક સુધી જાય ૬) છેવટું સંઘયણવાળા - ૪થા દેવલોક સુધી - બીજી નરક સુધી જાય. કવિ ઋષભદાસે જીવવિચાર રાસમાં કોને કેટલા સંઘયણ છે તે નીચેની ગાથાઓમાં બતાવ્યું છે. ૬૮ થી ૮૯ ગાથામાં એકેન્દ્રિયના ભાવ છે. ત્યાં સંઘયણનો કોઈ ઉલ્લેખા નથી. ત્યાર પછી ૯૦ થી ૯ ગાથામાં બેઇંદ્રિયની પ્રરૂપણા છે તેમાં ગાથા નં. ૯૧ માં Page #274 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૬૫ કહ્યું છે કે ૯૧ સંઘેણ એક છેવÉ કહી શરીર જોઅણ તસ બાર. તેઇંદ્રિય માટે ૧૦૧મી ગાથામાં ૧૦૧ છેવહૂ તસ હોય શરીર.. ચૌરેન્દ્રિયની ૧૦૮મી ગાથામાં ચ્યાર કષાઇ હોયે સંઘયણ છેવહૂ શરીર પંચેન્દ્રિય સંબંધી ૧૧૮ મી ગાથામાં છ સંઘયણનો વિચાર છે. ૧૧૮ પંચેઢી ની કહું વીચાર, લેગ્યા છઈ કષાય ચ્યાર, ષટ્ર સંઘેણ કહઇ જિનસાર, કાયા જોઅણ તસ એકહાર. ૧૪૧ દેવ અસંઘેણી કહ્યા એ .... ૨૬૪ અસંઘેણી નિ ચ્યાર કષાય ... એ બંને ગાથા દ્વારા નારકી અને દેવમાં સંઘયણ ન હોય એ સિદ્ધ થાય છે. મનુષ્ય સંબંધી ૧૪૩ થી ૧૭૩ ગાથા છે તેમાં ગાથા નં. ૧૪૪–૧૪૫. ૧૪૪ ષટે સંઘેણ હોઈ નર સાચ, પહિલ વજઋષભનારાચ, ઋષભનારાજ નારાજ વલી, અર્ધનારાચ કહઈ કેવલી. ૧૫ કીલિકા છેવÁ સંઘેણ ષટ સંઘણ કહ્યા જિન તેણ આમ આ દોઢ ગાથામાં છ સંઘયણનો નામ નિર્દેશ કર્યો છે. જો કે એક જીવ આશ્રી છમાંથી કોઈ પણ એક સંઘયણ હોય. સંમૂર્છાિમ મનુષ્ય માટે ૧૮૩ મી ગાથામાં કહ્યું છે. ૧૮૩ સંઘણ એક છેઠે લઇ ૧૮૮ ત્રીજંચ ભેદ હવઇ વ્યવચરી કહ્યું ષ લેશા ગર્ભજની લહું, ષ સંઘણ કષાઈ ચ્યાર, શરીર જોઅણ તસ એક હજાર. તિર્યંચ ગર્ભજ પંચેન્દ્રિયમાં છ સંઘયણ હોય. જ્યારે સંમૂર્છાિમ તિર્યંચમાં ૨૦૦ માં ... સંઘેણ એક છેવહૂ લહુથી એક છેવટું સંઘયણની પ્રરૂપણા થઈ છે. એકેન્દ્રિયમાં સંઘયણનો ઉલ્લેખ નથી કર્યો. અસંઘયણી છે એવું પણ નિરૂપણ નથી કર્યું. એનું કારણ કદાચ સિદ્ધાંતભેદ હોઈ શકે. શ્રી સમવાયાંગ સૂત્રમાં એકેન્દ્રિય જીવોને સેવાર્ત સંઘયણ બતાવ્યું છે. જીવાભિગમ સૂત્રમાં નારકીના શરીરમાં સંઘયણ નથી એ બતાવતાં કહ્યું છે કે - નારકીના શરીરમાં હાડકાં નથી. વાર્દિરા - શિરાઓ હોતી નથી. લિ બ્લાહ - સ્નાયુઓ હોતા નથી. સંયથUલ્પિ તેથી નારકીના શરીર સંવનન વિનાના કહેવામાં આવેલ છે. આ પરથી એક વાત એ પણ સિદ્ધ થાય છે કે સંઘયણ એટલે માત્ર હાડકાં જ નહિ. શિરા અને સ્નાયુ હોય તો પણ સંઘયણ કહેવાય. (જીવાભિગમ સૂત્ર - ૨ પ્ર. ૩ ઉ. ૨ સૂ. ૧૮ પૃ. ૨૪૫) દારિક શરીરમાં ૭ ધાતુનો સમાવેશ કરવામાં આવેલ છે તેમાં હાડકાંનો પણ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત સમાવેશ થાય છે. એકેન્દ્રિય જીવોમાં બળની અપેક્ષાએ જ્ઞાનીઓએ સંઘયણ બતાવેલ છે માટે એકેન્દ્રિયમાં સેવાર્ત સંઘયણ હોય છે. પરંતુ કર્મગ્રંથમાં એકેન્દ્રિય જીવોને અસંઘયણી બતાવ્યાં છે તેમના શરીરમાં હાડકાં ન હોવાથી અસંઘયણી કહ્યા છે દંડક પ્રકરણ ૧૧ મી ગાથામાં પણ પાંચ સ્થાવરનો અસંઘયણીમાં સમાવેશ છે. કદાચ એટલે જ કવિ ઋષભદાસે એકેન્દ્રિયમાં સંઘયણ બાબત કોઈ જ પ્રરૂપણા નથી કરી. સંઘયણની મહત્તા - છ સંઘયણમાંથી વજઋષભનારાય સંઘયણવાળાને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ક્ષપક શ્રેણી વજઋષભનારાચ સંઘયણવાળા જ માંડી શકે છે. કારણ કે આ સંઘયણવાળા જ કોઈપણ વિપત્તિમાં ચલાયમાન થતા નથી, ડગતા નથી કે ડરતા નથી. શુક્લધ્યાનના ચાર પાયા ધ્યાયી શકે છે. ઋષભનારાજ અને નારાજ સંઘયણવાળા ઉપશમ શ્રેણી માંડી શકે છે માટે એમને ઉત્તમ સંઘયણ કહ્યા છે. આ સંઘયણવાળા શુકલધ્યાન માંડી શકે પણ ૧૧ મા ગુણસ્થાનકથી ઉપર ન જઈ શકે માટે એ સંઘયણમાં મોક્ષ પ્રાપ્તિ શક્ય નથી. શેષ ત્રણ સંઘયણ નિકૃષ્ટત્વ છે. છતાં એમાંય ધર્મધ્યાન થઈ શકે છે. ૧ થી ૭ ગુણસ્થાન સુધી આ સંઘયણવાળા હોઈ શકે છે. પાંચ પ્રકારના ચારિત્રમાંથી સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર પામી શકે છે. પરિહારવિશુદ્ધ ચારિત્ર માત્ર વજઋષભનારાચ સંઘયણવાળાને જ હોય. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત પ્રથમ ત્રણ સંઘયણવાળાને હોઈ શકે. છ સંઘયણમાંથી પ્રથમ સંઘયણ પુણ્ય તત્ત્વમાં અને બાકીના પાંચ સંઘયણા પાપ તત્ત્વમાં હોય છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ટી. વી. વગેરેમાં જોઈએ છીએ કે દાંતથી આખી ગાડી ખેંચી ગયા, શરીર પરથી હાથી પસાર થવા છતાં કોઇ ઈજા ન થઈ કે આખો ખટારો શરીર પરથી પસાર થઈ જાય છતાં હેમખેમ રહ્યા. તેમ જ ક્યારેક કોઈ ઉપરના માળ ઉપરથી પડે છતાં વાળ વાંકો થતો નથી. આ બધા પર વિચારણા કરતાં ખ્યાલ આવે છે કે આ વજઋષભનારાચ સંઘયણવાળા હોવા જોઈએ. આવું મજબૂત સંઘયણ પ્રાપ્ત થયા પછી જો મોક્ષ પ્રાપ્તિ માટે તપ-જપ-અનુષ્ઠાન કરવામાં આવે તો. બેડો પાર થઈ જાય. મનુષ્ય જીવન સાર્થક થઈ જાય કારણ કે મનુષ્ય જીવનનું લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે. જીવના ૫૬૩ ભેદમાં સંઘયણ - દેવતા અને નારકી અસંઘયણી (દવ ૧૯૮, નારકી ૧૪) ૨૧૨ ભેદ એકેન્દ્રિયમાં સેવાર્ત સંઘયણ. ૨૨ ભેદ ત્રણ વિકસેંદ્રિયમાં સેવાર્ત સંઘયણ ૬ ભેદ અસંજ્ઞી મનુષ્ય અને તિર્યંચમાં સેવા સંઘયણ ૧૧૧ ભેદ જુગલિયામાં ૧ વજઋષભનારાચ સંઘયણ. ૧૭૨ ભેદ Page #276 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૬૭ સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં છ સંઘયણ ૪૦ ભેદ કુલ પ૬૩ ભેદ સંસ્થાના પ્રાપ્ત શરીરના આકારનું વર્ણન. સંસ્થાન એટલે આકૃતિ કે આકાર-સંડાણ. સમસ્થાન = સંસ્થાન. સંસ્થાનની વ્યાખ્યા-વિવિધ શાસ્ત્રોને આધારે ૧) શરીરની શુભાશુભ આકૃતિ. (થો. ૯૭) ૨) સંસ્થાનનો અર્થ આકૃતિ છે. જેના ઉદયથી જીવે ધારણ કરેલ દારિકાદિ શરીરોની આકૃતિ બને છે તે સંસ્થાન નામ કર્મ છે. | (સ. સિ. ૮/૧૧/૩૯૦/૩, રા.વા. ૩/૮/૩/૧૭૦/૧૪) અજીવના પણ પાંચ સંસ્થાન છે. ૩) જે સંસ્થિત હોય છે કે જેના દ્વારા સંસ્થિત થાય છે અથવા તો સંસ્થિતિને સંસ્થાન કહે છે. (રા.વા. ૫/૨૪/૧/૪૮૫/૧૩, સંતિષ્ઠતે... સંસ્થાનમ્ I) ૪) શરીરના અંગ - પ્રતિઅંગોના માપનું વર્ણન જેમાં કરવામાં આવ્યું હોય તેવા શાસ્ત્રને ‘સામુદ્રિક શાસ્ત્ર કહેવાય છે. તે સામુદ્રિક શાસ્ત્રના આધારે શરીરના અંગ - ઉપાંગોની રચના હોય તો તે શરીરનો આકાર શુભ કહેવાય, અને તેના માપથી વિપરીત માપવાળા અંગો હોય તો તે આકાર અશુભ કહેવાય છે. તેથી સંસ્થાન એટલે શરીરના અંગ - પ્રતિઅંગોની રચના. સંસારી જીવોના શરીરના સંસ્થાનના પ્રકાર - છ પ્રકાર છે. ૧) સમચતુરસ્ત્ર કે સમાચૌરસ સંસ્થાન - તે પગથી માથા સુધી શોભાયમાન હોય. પલાંઠીવાળી બેસતાં ચારે બાજુ સરખી આકૃતિ થાય. (શ્રી બૃહ જેન થોક સંગ્રહ સં. કાંતિભાઈ, જશવંતભાઈ પૃ. ૯૭) શરીરના સઘળા અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યા મુજબના પ્રમાણયુક્ત હોય અથવા પર્યકાસના બેઠેલા પુરૂષના બે ઢીંચણનું અંતર, ડાબા ખભા અને જમણા ઢીંચણનું અંતર, જમણા ખભા અને ડાબા ઢીંચણનું અંત લલાટ અને આસનનું અંતર એમ આ ચારે ખૂણા જેના સરખા હોય, સમ = સરખા છે, ચતુર = ચારે, અસ્ત્ર = ખૂણા જેના તે સંસ્થાન સમચતુરંસ્ત્ર સંસ્થાન કહેવાય છે. (કર્મગ્રંથ ભા.૧ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા, પૃ.૧૪૪) અથવા ઉપર, નીચે અને મધ્યમાં કુશળ શિલ્પીઓ દ્વારા બનાવવામાં આવેલા સમચક્રની જેમ ચારે બાજુથી સમાન રૂપથી શરીરના અવયવોની રચના થવી તેને સમચતુસ્ત્ર શરીર સંસ્થાન કહે છે. (દંડકઃ એક અધ્યયન . ૨૧૭) ૧૦૮ આંગલા પ્રમાણનું શરીર તે સમચતુરંત્ર સંડાણ. પલાંઠી વાળી બેસતા ચારે બાજુ પ્રમાણોપેતા સરખી આકૃતિ થાય અને પોતાના આંગુલ પ્રમાણે ૧૦૮ આંગુલ પ્રમાણે શરીર ભરાય (શ્રી જૈનજ્ઞાન સાગર. વિરાણીનું પૃ. ૧૦૦) Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૨) ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન – નિગોહ પરિમંડળ ન્યગ્રોધ એટલે વડલાનું વૃક્ષ, પરિમંડળ = તેના જેવો આકાર વિશેષ. જેમ વડનું વૃક્ષ ઉપરના ભાગે સુંદર શાખા - પ્રશાખા - પાંદડાં અને ફળવાળું હોય છે અને નીચેના ભાગમાં લાંબી લાંબી વડવાઇઓ લટકતી હોવાથી તેવા પ્રકારની શોભાવાળું હોતું નથી તેવી રીતે પ્રાણીઓના શરીરનો નાભિથી ઉપરનો અર્ધભાગ સુંદર હોય પ્રમાણયુક્ત હોય અને નીચેનો અર્ધભાગ તેવો શોભાવાળો ન હોય પરંતુ લક્ષણો અને પ્રમાણો વિનાનો હોય તે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન. જે શરીર નીચે સૂક્ષ્મ અને ઉપર વિશાળ હોય છે તે ન્યગ્રોધ પરિમંડળ. (કર્મગ્રંથ ભા.૧ ૧ પૃ. ૧૪૫૪/૬/૧,૯,૧,૪/૭૧/૨) જે શરીરના નાભિથી ઉપરના અવયવો અંગશાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રમાણસર હોય અને નાભિથી નીચેના સાથળ વગેરે અવયવો હીનાધિક પ્રમાણવાળા હોય તેનું નામ ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન. (શ્રી જૈનજ્ઞાન સાગર. વિરાણીનું પૃ. ૧૨૩) ૩) સાદિ સંસ્થાન – અથવા સાચી કે સ્વાતિ સંસ્થાન - શરીરમાં નાભિથી ઉપરનો ભાગ લક્ષણ અને પ્રમાણ વિનાનો હોય અને નાભિથી નીચેનો ભાગ લક્ષણોથી અને પ્રમાણથી યુક્ત હોય તે સાદિસંસ્થાન. આદિ ભાગ એટલે નીચેનો ભાગ. તે પ્રમાણયુક્ત હોવાથી તે ભાગ સહિત જે સંસ્થાન તેને સ + આદિ = સંસ્થાન કહેવાય છે. અથવા સાચી એટલે શાલ્મલી કે સ્વાતિ વૃક્ષ જેમ નીચેથી શોભાવાળું હોય છે અને ઉપરના ભાગમાં તેવું શોભાવાળું હોતું નથી તેની જેમ જે શરીરમાં ઉપરનો ભાગ પ્રમાણશૂન્ય અને નીચેનો ભાગ પ્રમાણયુક્ત હોય તે સાચી કે સ્વાતિ સંસ્થાન. (કર્મગ્રંથ ભા.૧ પૃ. ૧૪૫) ૪) કુબ્જ સંસ્થાન – શરીરના મુખ્ય ચાર અંગો મસ્તક, ગ્રીવા, હાથ અને પગ. આ ચાર અંગો સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ લક્ષણો અને પ્રમાણોથી યુક્ત હોય અને બાકીના ઉર - ઉદર - પીઠ ઈત્યાદિ શેષ અંગો લક્ષણહીન હોય તે કુબ્જ સંસ્થાન. (કર્મગ્રંથ ભા.૧ પૃ. ૧૪૫) કુબડા શરીરને કુબ્જ શરીર કહે છે. જે કર્મના ઉદયથી શાખાઓની દીર્ઘતા અને મધ્યભાગની હસ્વતા હોય છે તેને કુબ્જ શરીર કહે છે. (ધવલા. ૬/૧,૯,૧,૩૪/૭૧/૬) પીઠ પર ઘણાં પુદ્ગલોનો પિંડ થઈ જાય તેને કુબ્જ સંસ્થાન કહે છે. (રાજવાર્તિક ૮/૧૧/૮/૫૭૭/૩) ૫) વામન સંસ્થાન – મસ્તક, ગ્રીવા, હાથ અને પગ આ ચાર જેમાં લક્ષણહીન હોય અને શેષ ઉર - ઉદર પીઠ ઇત્યાદિ અવયવો પ્રમાણયુક્ત હોય તે વામન સંસ્થાન. (કર્મગ્રંથ ભા.૧ પૃ. ૧૪૫) ઠીંગણું સંસ્થાન. (શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સં. કાંતિભાઈ, જશવંતભાઈ પૃ. Page #278 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૬૯ ૯૮) બધા અંગોને નાના બનાવવામાં કારણભૂત વામન સંસ્થાન હોય છે. (રાજવાર્તિક ૮/૧૧/૮/૫૭૭/૩) વામણા શરીરને વામન સંસ્થાન કહે છે. જે કર્મના ઉદયથી શાખાઓને હસ્વતા અને શરીરને દીર્ઘતા પ્રાપ્ત થાય તે વામન સંસ્થાન. (ધવલા. ૬/૧,૯,૧૩૪/૭૧/૮) ૬) હંડ સંસ્થાન – જેમાં શરીરના સર્વ અંગ - પ્રત્યંગો લક્ષણહીન હોય, બેડોળ હોય તે ફંડ સંસ્થાન. | (કર્મગ્રંથ ભા.૧ પૃ. ૧૪૬) સર્વ અવયવ અશુભ હોય તે રૂઢ, મૂઢ મૃગાપુત્ર લોઢિયાની જેમ. | (શ્રી બૃહ જેન થોક સંગ્રહ સં. કાંતિભાઈ, જશવંતભાઈ પૃ.- ૯૮). જેના દરેક અંગોપાંગ પ્રમાણહીન હોય અર્થાત્ સમાનતારહિત અનેક આકારવાળા પથ્થરોથી ભરેલી મશક સમાન બધી બાજુથી વિષમ આકારને હુંડ કહે છે. તેના સંસ્થાન સમાન જેનું સંસ્થાન હોય તેને ઠંડક સંસ્થાન કહેવાય છે. (. એ. અ. પૃ. ૨૧૮ ધવલા ૬/૧,૯,૧,૩૪/૭૨/૨) જે કર્મના ઉદયથી પૂર્વોક્ત પાંચ સંસ્થાનથી વ્યતિરિક્ત, એકત્રીશ ભેદ ભિન્ન અન્ય સંસ્થાન ઉત્પન્ન થાય છે એ શરીર હુંડ સંસ્થાન સંજ્ઞાવાળું છે. | (દં. એ. એ. પૃ. ૨૧૮ ધવલા ૬/૧,૯,૧,૩૪/૭૨/૨) પુદ્ગલનો જે અસાધારણ ધર્મ છે એમાંથી સંસ્થાન પણ એક છે. એના બે ભેદ છે. (૧) ઇલ્વસ્થ અને (૨) અનિત્યંસ્થ. (૧) જેના ચોરસ, ત્રિકોણદિ આકાર નિયત હોય તે ઇલ્વસ્થ કહેવાય છે. અને (૨) જેનો કોઈ નિર્ણત આકાર ન હોય તેને અનિત્ય સંસ્થાન કહેવાય છે. આ જીવે ગ્રહણ કરેલા કે ગ્રહણ કરીને મૂકી દીધેલ શરીર આશ્રી સંસ્થાન છે એવી જ રીતે પુદ્ગલના બે પ્રદેશી ઢંધથી માંડીને અનંતપ્રદેશી ઢંધોના વિવિધ સંસ્થાન હોય છે એના પણ મુખ્યત્વે ૫ પ્રકાર છે. (૧) પરિમંડળ = બંગડી જેવો ગોળ (૨) વૃત્ત - એના બે પ્રકાર છે. ઘનવૃત્ત = દડા જેવું, પ્રતરવૃત્ત = રોટલી જેવું (૩) વ્યસ્ત્ર - ત્રિકોણાકાર સંસ્થાન (૪) ચતુરસ્ત્ર = ચોરસ આકારનું સંસ્થાન (૫) આયત સંહાણ - તે સીધી લાઈન કે લાકડી જેવું. જડ કે જીવ કોઈપણ પદાર્થ આકાર વિનાનો નથી. આધુનિક વિજ્ઞાન પણ આકારને માન્યતા આપે છે. સજીવોના આકાર તથા તેની આંતરિક રચના સુંદર અને રૂચિકર હોય છે. વર્તમાન વિશ્વમાં એક પ્લેટોના સમયથી પદાર્થ અને તેની આકૃતિ વચ્ચેના સંબંધની ચર્ચા થતી. આવી છે. ચેતન્ય સ્વરૂપમાં સહજ અંતહિત હોય છે. વનસ્પતિ સૃષ્ટિમાં રૂપનું અપાર વૈવિધ્ય જોવા મળે છે, જેને લીધે તેના પ્રત્યેક Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પ્રકારની પરખ સરળતાથી થઈ શકે છે. ફળફૂલ ઉગતી વખતે અનંતા જીવ હોય, એમાંથી અસંખ્યાતા, પછી સંખ્યાતા જીવો રહે છે તે પ્રમાણે આકારનું નિર્માણ થઈ જાય પછી વૃદ્ધિ થાય. હુંડ એટલે કોઈ નિશ્ચિત આકાર નહિ. વિવિધ આકારોવાળું સંસ્થાન. વળી વનસ્પતિના કેટલાક પ્રકારોમાં તો ઘણા જીવોના શરીર ભેગા થઈને પણ આકાર બન્યો હોય છે જેમ કે તલસાંકળીમાં ઘણા તલ ભેગા થઈને ચોરસ વગેરે આકારો થાય છે. પૃથ્વીકાયના જીવોના શરીરનો આકાર મસુરની દાળ જેવો, અપકાયના શરીરનું સંસ્થાન પરપોટાના આકારનું, અગ્નિકાયના શરીરનું સંસ્થાન સોયની ભારીના આકાર અને વાયુકાયના જીવોના શરીરનું સંસ્થાન ધ્વજા - પતાકા જેવું. પ્રત્યેક વનસ્પતિકાયના જુદા જુદા અનેક આકારના સંસ્થાનો હોય છે. પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના કોઈનું એક શરીર જોઈ શકાતું નથી. તેથી તેના સંસ્થાનો પણ જોઈ શકાતા નથી. સૂક્ષ્મ પૃથ્વી આદિનું બાદર પૃથ્વી આદિ પ્રમાણે સંસ્થાન છે. સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિનું સંસ્થાન પણ વિવિધાકૃતિ છે. ક્યારેક પ્રત્યેક વનસ્પતિનું પણ એક જીવનું શરીર જોઈ શકાતું નથી. નિગોદનું દારિક શરીર પરપોટા જેવા આકારવાળું (એટલે નક્કર ગોળા જેવું) કહ્યું છે. | (સંગ્રહણી વૃત્તિ રા. વા. ૮/૧૧/૮/૫૭૬/૩૨). પ્રત્યેક વનસ્પતિકાયનું અનિત્થસ્થ (અનિયત) કહ્યું છે. તથા વાઉકાય વેક્રિયા શરીર રચે તો તે પણ ધ્વજાના આકારે જ રચે છે. (શ્રી તત્ત્વાર્થ વૃત્તિ. પન્નવણા - ૩, ૨૧મું પદ સૂત્ર - ૨) જીવવિચારમાં સંસ્થાન – નારકી, પાંચ સ્થાવર, ત્રણ વિક્લેન્દ્રિયમાં એક સુંડ સંસ્થાન હોય. સંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી તિર્યંચ આ બંનેમાં છ છ સંસ્થાન હોય. દેવમાં એક સમચતુરસ્તત્ર સંસ્થાના હોય. સંમૂર્છાિમ મનુષ્ય અને અસંડી તિર્યંચ પંચૅ.માં એક ફંડ સંસ્થાન હોય. એની ગાથાઓ નીચે મુજબ છે. ૭૩ એક સંસ્થાન હંડ તસ હોયએકેન્દ્રિયની ગાથા ૯૧ સંસ્થાન હૂડ હોઈ એક તેહસિં... બેઈન્દ્રિયની ગાથા ૧૦૧ હુંડ સંસ્થાન કષાઈ ચ્યાર ... તેઈન્દ્રિયની ગાથા ૧૧૦ હુંડક કહું સંસ્થાન રે... ચોરેન્દ્રિયની ગાથા ૧૧૮ પાંચ શરીર નિં ષ સંસ્થાન ... પંચેન્દ્રિયની ગાથા ૧૪૫ ષટ્ સંસ્થાન માનવનિ લહું શ્રી જિનવચન વ્યવરી કહું ૧૪૬ સમચરિસંને પહિલું લસું નીગ્રોધ તે પણિ બીજૂ કહ્યું, મનુષ્યના છ સંસ્થાનનું નિરૂપણ. સંસ્થાન સાદિ વામણ વલી, કુબજ હુંડ કહઈ કેવલી. Page #280 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૭૧ ૧૮૫ હુઈ એક હુંડ સંસ્થાન. સંમૂર્છાિમ મનુષ્ય ૧૮૯.. ષ સંસ્થાન તીહાં કણિ જોય. સંજ્ઞી તિર્યંચ ૨૦૦ હુંડ સંસ્થાન નિ દરસણ દોય. અસંજ્ઞી તિર્યંચ પંચે. ૨૭૦ હુંડ સંસ્કાન છઈ તસ એક... નારકીની ગાથા આમ ૧૧ ગાથાઓમાં સંસ્થાનનો ઉલ્લેખ છે. દેવમાં સંસ્થાનનો ઉલ્લેખ કવિએ નથી કર્યો, વળી મનુષ્યમાં જુગલિયામાં પણ એક સમચતુરંત્ર સંસ્થાન હોય પણ જગલિયાનો તો અધિકાર જ આ રાસમાં નથી. સંસ્થાનનું સ્વરૂપ જાણવાથી શું ફાયદો થાય ? આજે બ્યુટી પાર્લરના યુગમાં જાતજાતની સૌંદર્ય સ્પર્ધાઓ (બ્યુટી કોન્ટેસ્ટો) યોજાય છે. મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ, વગેરે તેમ જ યુવાનો માટે પણ મિસ્ટર વર્લ્ડ જેવી અનેક સ્પર્ધાઓ યોજાય છે. ત્યારે ખ્યાલ આવે છે કે આ રૂપસુંદરીઓને આવી સુંદર દેહયષ્ટિ મળી છે તે ક્યા કારણથી મળી છે. આમાં સંસ્થાન નામ કર્મનું યોગદાન છે. એ સંસ્થાન નામ કર્મમાં પણ સમચતુરંત્ર સંસ્થાન એ પુણ્ય તત્ત્વની દેન છે. શુભ નામકર્મમાં એનો સમાવેશ થાય છે. આ શુભનામ કર્મનો બંધ ચાર કારણે થાય છે. કાયુ જયાએ – કાયાના યોગ સારા પ્રવર્તાવે (૨) ભાસુજીયાએ = ભાષાની સરળતાથી એટલે કે વચનના યોગ સારા પ્રવર્તાવવાથી (૩) ભાવ જયાએ = મનના યોગ સારા પ્રવર્તાવવાથી (૪) અવિસંવાયણાજોગેણં = અકલેશકારી પ્રવર્તન, ખોટા ઝગડા, વિવાદ, મત્સર આદિ ન કરવાથી. જેના ફળ સ્વરૂપે સમચતુરંત્ર સંસ્થાન મળે છે. એવી જ રીતે મન, વચન, કાયાના યોગ અશુભ (ખરાબ) પ્રવર્તાવવાથી અને ક્લેશકારી પ્રવર્તન કરવાથી અશુભ નામ કર્મનો બંધ થાય છે જેના ફળ સ્વરૂપબાકીના પાંચ સંસ્થાનની પ્રાપ્તિ થાય છે. આપણને આવી સુંદર દેહયષ્ટિ નથી મળી એનું કારણ પણ આમાંથી જાણવા મળે છે. તેને કારણે ચિંતન કરવાનું છે કે મેં પૂર્વે શુભનામ કર્મના દળિયા ભેગા નહિ કર્યા હોય. અથવા આપણને સારું રૂપ મળ્યું છે પણ હવે રાગ વગેરે કરીને એમાં લપટાવું નથી કારણ કે રૂપ સારૂં કે ખરાબ મળી શકે પણ રાગ - દ્વેષથી પર થતા જઈશું તો જ આત્માનું સાચું રૂપ પ્રાપ્ત થશે. અરૂપીપણાને પ્રાપ્ત કરી શકશું. જીવના ૫૬૩ ભેદમાં સંસ્થાન નારકી | તિર્યંચ મનુષ્ય દેવ એકાંત હુંડ સંસ્થાના ૧૦૧ એકાંત સમચતુરસ્ત્ર સંસ્થાન ૧૭૨ ] ૧૯૮ છિ સંસ્થાન ૧૪ ૩૮ ૩૦ કુલ ૧૪ ૩૦૩ | ૧૯૮ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઉષાયા કષાયના અર્થો કમ્ + આયથી કષાય શબ્દ બન્યો છે. કર્યું એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારની વૃદ્ધિનો લાભ થાય તે કષાય. જે શુદ્ધ સ્વભાવી જીવને કલુષિત અથવા કર્મથી મલિન કરે છે તેને કષાય કહે છે. શ્લેષ ધાતુથી કષાય શબ્દ બન્યો છે ફલૂષ ધાતુનો ક૬ આદેશ થઈ જાય છે. (દંડક એક અધ્યયન - પૃ. ૨૨૭) ક્રોધાદિ પરિણામ આત્માને ફગતિમાં લઈ જવાને કારણે કષે છે. આત્માના સ્વરૂપની હિંસા કરે છે તેથી એ કષાય છે. (દંડક એક અધ્યયન - પૃ. ૨૨૭) આત્માની અંદરના અશુભ - કલુષ પરિણામને કષાય કહે છે. | (સાગરનું બિંદુ પૃ. ૨૬૫) જે કર્મરૂપી ક્ષેત્રને ખેડીને તેને સુખદુઃખરૂપી ધાન્યની ઉપજ માટે વાવે છે તેને કષાય કહે છે. કષાયને સંકલેશ કહ્યા છે. સંકલેષ એટલે ખળભળાટ, અનુકૂળ પદાર્થ ન મળવાથી, અનુકૂળ કાર્ય ન થવાથી સંકલેષ શરૂ થાય છે. પોતાનું ધાર્યું ન થાય તો ધાર્યું કરાવવા આત્મા અનેક પ્રકારના ઘોડા ઘડે છે એનું નામ સંકલેશ. ક્રોધ - માન - માયા - લોભનો પ્રભાવ જયારે જીવ પર પડે છે. ત્યારે જીવનો ખળભળાટ જોવા જેવો હોય છે. જીવ પર જયારે ક્રોધ સવાર થાય છે. ત્યારે ગમે તેવા પ્રેમીજનને પણ હતો ન હતો કરી નાંખે છે. જ્યારે માન સવાર થાય છે, ત્યારે નાના મોટાનું ભાન ભૂલી જાય છે ને વિનયને પણ નેવે મૂકી દે છે. માયાવી વ્યક્તિને કોઈ મિત્ર જ હોતું નથી ને તેની જાળ પોતાનું ધાર્યું કરાવવા ચારે બાજુ બિછાવતો હોય છે. લોભ તો સર્વનો વિનાશ કરે છે. જ્યારે જીવ લોભવશ બને છે, ત્યારે સારાસાર કંઇ જોતો નથી કે નથી જોતો ભવિષ્યને. લોભવશ થતાં પુત્ર પરિવાર પ્રત્યેની ફરજ કે માતાપિતા અને ગુરૂજનોનો ઉપકાર પણ ભૂલી જાય છે. કષાયના ૧૬ ભેદ કહ્યા છે. ક્રોધાદિ દરેકના ચાર ચાર પ્રકાર બતાવાયા છે. ક્રોધના - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, સંજવલન એ ચાર ભેદ છે. એમ ૧૬ ભેદ છે. પન્નવણા પદ ૧૪માં કષાયના આધાર, ઉત્પત્તિ, નિવૃત્તિ, અવસ્થા વગેરેના ભેદથી ૧૩૦૦ x ૪ ક્રોધ, માન, માયા, લોભના મળીને કષાયના પ૨૦૦ ભાંગા બતાવ્યા છે. અથવા બીજી રીતે ૩૪૦૦ ભાંગા થાય છે. શ્રાવક કવિ ઋષભદાસે જીવવિચાર રાસમાં કષાયનું આલેખન નીચેની ગાથાઓમાં કર્યું છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૭૩ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય, દેવ, મનુષ્ય તિર્યંચ, નારકી બધામાં ચાર પ્રકારના કષાય હોય છે. અહીં એકેન્દ્રિયની ગાથામાં કષાય નથી બતાવ્યા, પણ હોય. ૯૧ કહું જ કષાઈ ચ્યાર... બેઈન્દ્રિયમાં ચાર કષાય છે. ૧૦૧ કષાઈ ચ્યાર.. તેઈન્દ્રિયમાં ચાર કષાય છે. ૧૦૮ ચ્ચાર કષાઈ હોય રે.. ચોરેન્દ્રિયમાં ચાર કષાય છે. ૧૧૮ લેશ્યા છઈ કષાય ચ્યાર... પંચેન્દ્રિયમાં ચાર કષાય છે. દેવમાં કષાય નથી બતાવ્યા પણ ચાર કષાય હોય. ૧૪૩.. કહું હવઈ માનવ ભેદ ચ્ચાર કષાય છઈ જેહમાં મનુષ્યમાં ચાર કષાય છે. ૧૮૩ સંમૂર્છાિમ મનુષ્યમાં ચાર કષાય - ‘ભાખ્યા ચ્યાર કષાઈ ગર્ભજ પંચેન્દ્રિયમાં કષાયનો ઉલ્લેખ નથી પણ સંમૂર્છાિમ તિર્યંચ પંચે. માં ૧૯૯મી ગાથામાં ચાર કષાય બતાવ્યા છે. નારકીની ૨૬૪મી ગાથામાં ચાર કષાય બતાવ્યા છે. જીવના ૫૬૩ ભેદમાં કષાય હોય છે. કષાયનું ચિંતન - કષાય આત્માનો ખતરનાક શત્રુ છે. કષાય જીતાઈ જાય પછી કર્મની ફોજ પીછેહઠ કરવા લાગે છે. કષાય અને યોગની કર્મબંધમાં જુગલબંધી હોય છે. કષાયના જવાથી યોગ પણ મંદ થઈ જાય છે. યોગથી થતો કર્મબંધ જલ્દીથી ખરી જાય એવો થાય છે. કષાયની હાજરીમાં થતો બંધ મજબૂત હોય છે. માટે કષાયને જીતવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. સંજ્ઞા સંજ્ઞા શબ્દનો અર્થ આભોગ એટલે કે તે તે વિષયનું આકર્ષણ. જગતના દરેક જીવોને શારીરિક પ્રવૃત્તિના નિમિત્તરૂપ કેટલીક વૃત્તિઓ જેવી કે આહારની ઈચ્છા, ભયની લાગણી, કામભોગની અભિલાષા, સંગ્રહવૃત્તિ, મૂચ્છ, આવેશ, અહંકાર, ફૂડકપટ, લાલસા, કંઈક વિશેષ જાણવાની વૃત્તિ, સામાન્ય રીતે કાર્ય કરવું, પ્રસંગોપાત સુખદુઃખનો અનુભવ મતિનું મૂંઝાઈ જવું, કાર્ય પ્રસંગે ચિત્તભ્રાંતિ થવી, આઘાત લાગવો, પોતાને ઈષ્ટ લાગે તે પ્રમાણે ધર્મનું પાલન કરવું વગેરે હોય છે. તેમાં આહાર, ભય, કામભોગની અભિલાષા, સંગ્રહવૃત્તિ, આવેશ, અહંકાર, કપટ અને લાલસા એ બહુલતયા ચિત્તાવલંબી છે. અર્થાત્ પોતાના માનસિક પરિબળો પર નિર્ભર છે. તેમાં બાહ્ય પરિબળો ઓછો ભાગ ભજવે છે. કોઈ બાબતના વિશેષજ્ઞાન માટે બહુલતયા બાહ્ય પરિબળની અપેક્ષા રહે છે. જે ક્રિયા જે રીતે થતી. હોય તેને તે રીતે કરવા માટે પરંપરાની અપેક્ષા રહે છે. સુખદુઃખ, મોહ, શોકનો અનુભવ, ચિત્તભ્રાંતિ, ઈષ્ટધર્મ પાલન વગેરે સ્વતઃ અને પરતઃ બંને રીતે હોઈ શકે છે. તેના કારણો પરતઃ હોય છે પણ તેની અનુભૂતિ સ્વતઃ હોય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જેનદર્શને જીવની આ વૃત્તિ - પ્રવૃત્તિને સંજ્ઞા નામ આપ્યું છે. સંજ્ઞાનું ઉપાદાના કારણ જીવે બાંધેલા કર્મ છે. અર્થાત્ વેદનીય અને મોહનીય કર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જુદા જુદા પ્રકારની જે જે ઇચ્છા થાય છે તે પ્રમાણે જીવ પ્રવૃત્તિ કરે તેનું નામ સંજ્ઞા. સંજ્ઞાના બે ભેદ છે. જ્ઞાન અને અનુભવ. મતિશ્રુત આદિ પાંચ પ્રકારનું જ્ઞાન એ જ્ઞાન સંજ્ઞા છે. અનુભવ સંજ્ઞા ચાર, દશ કે સોળ બતાવી છે. સોળ સંજ્ઞા નિમ્નતર છે. ૧) આહારસંજ્ઞા - સુધા વેદનીયના ઉદયથી આહાર અર્થે પુગલોને ગ્રહણ કરવાની ઇચ્છા તે આહાર સંજ્ઞા. ૨) ભય સંજ્ઞા - ભયમોહનીયના ઉદયથી ઉત્પન્ન થનાર ત્રાસરૂપ પરિણામનો વિચાર તે ભય સંજ્ઞા. ૩) મૈથુન સંજ્ઞા - પુરૂષવેદ અથવા સ્ત્રીવેદ અથવા નપુંસકવેદના ઉદયથી કામભોગની જે અભિલાષા તે મૈથુન સંજ્ઞા. ૪) પરિગ્રહ સંજ્ઞા - તીવ્ર લોભના ઉદયથી પરિગ્રહની જે અભિલાષા, લોભના વિપાકોદયથી મૂચ્છ પરિણામ ઉત્પન્ન થાય તે પરિગ્રહ સંજ્ઞા. ૫) ક્રોધ સંજ્ઞા - ક્રોધ મોહનીયના ઉદયથી આવેશ ઉત્પન્ન થવાથી કઠોર હાવભાવ, ચેષ્ટા, અંગો ધ્રુજવા વગેરે પરિણામ જણાય તે ક્રોધસંજ્ઞા. ૬) માન સંજ્ઞા - માન મોહનીયના ઉદયથી અહંકાર, ગર્વ આદિ પરિણામ જણાય તે માન સંજ્ઞા. ૭) માયા સંજ્ઞા - માયા મોહનીયના ઉદયથી, અશુભ સંકલેશથી મિથ્યાભાષણ વગેરે ક્રિયા જેનાથી જણાય તે માયા સંજ્ઞા. ૮) લોભ સંજ્ઞા - લોભ મોહનીયના ઉદયથી લાલસાથી સચેત - અચેત વગેરે પદાર્થોની ઝંખના જેના દ્વારા જણાય તે લોભ સંજ્ઞા. ૯) લોક સંજ્ઞા - મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશેષ અવબોધ (જાણવાની) - ક્રિયા તે લોકસંજ્ઞા. ૧૦) ઓઘ સંજ્ઞા - મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી સામાન્ય જાણવાની ક્રિયા તે ઓઘ સંજ્ઞા. ૧૧) સુખ સંજ્ઞા - શાતા વેદનીયના ઉદયથી જે સુખની અનુભૂતિ થાય તે સુખ સંજ્ઞા. ૧૨) દુઃખ સંજ્ઞા - અશાતાવેદનીચના ઉદયથી જે દુઃખની અનુભૂતિ થાય તે દુઃખ સંજ્ઞા. ૧૩) મોહ સંજ્ઞા - દર્શન મોહનીયના ઉદયથી જે મિથ્યાદર્શનરૂપ જણાય તે મોહ સંજ્ઞા. ૧૪) વિતિગિચ્છા સંજ્ઞા - મોહનીયના ઉદયથી ચિત્તભ્રમતા જણાય તે શોક સંજ્ઞા. ૧૫) શોક સંજ્ઞા - શોક મોહનીયના ઉદયથી દુઃખની લાગણી, આઘાત અનુભવાય તે શોક સંજ્ઞા. Page #284 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૭૫ ૧૬) ધર્મ સંજ્ઞા - મોહનીય કર્મના ક્ષયોપશમથી ક્ષમા, કોમળતા, સરળતા આદિ પરિણામ જેના દ્વારા જણાય તે ધર્મ સંજ્ઞા. ઉપરમાંથી પ્રથમ ચાર સંજ્ઞાનું સ્વરૂપ - શ્રી ઠાણાંગ સૂત્ર, સામાયિક સૂત્ર, દંડક વગેરેમાં છે. ૧૦ સંજ્ઞાનું સ્વરૂપ - ભગવતી શ. ૭ના ઉદ્દેશા - ૮માં તથા પ્રજ્ઞાપનાના ૮મા પદમાં ૧૬ સંજ્ઞાનું સ્વરૂપ - આચારાંગ નિર્યુક્તિ ગાથા ૩૮ - ૩૯.મા. આ સંજ્ઞાઓ દરેક સંસારી જીવમાં ઓછા વત્તા પ્રમાણમાં હોય જ છે. એટલે સિદ્ધ થાય છે કે આ સંજ્ઞાઓ સંજ્ઞી - અસંજ્ઞીની નિયામક નથી. શાસ્ત્રોમાં સંજ્ઞી અસંજ્ઞીના જે ભેદો બતાવ્યા છે તે હેતુવાદ, દીર્ઘકાલિક અને દૃષ્ટિવાદ આ ત્રણ સંજ્ઞાની અપેક્ષાથી છે. ૧) હેતુવાદિકી સંજ્ઞા - દેહના પાલન માટે ઇષ્ટનું ગ્રહણ અને અનિષ્ટનો ત્યાગ. ૨) દષ્ટિવાદિકી સંજ્ઞા - જિનેશ્વરોએ કહેલા તત્ત્વોને સારી રીતે જાણે. ૩) દીર્ઘકાલિકી સંજ્ઞા - મનમાં આગળ - પાછળનો - ભૂત - ભવિષ્યનો - વિચાર કરીને કાર્ય કરે. અસંજ્ઞી જીવોમાં સંજ્ઞાનો સદંતર અભાવ છે એવું નથી પરંતુ તેમની સંજ્ઞા સ્પષ્ટ કે વ્યક્ત નથી હોતી પણ અવ્યક્ત હોય છે. સોળ સંજ્ઞામાંથી પ્રથમ દશ સંજ્ઞા ત્રસ અને સ્થાવર બંનેમાં હોય. બાકીની છ સંજ્ઞા ત્રસ જીવોને જ હોય છે. પ્રથમ દશ સંજ્ઞા સ્થાવર જીવોમાં કઈ રીતે હોય તે વનસ્પતિની આહાર, વિકાસ, સંકોચન વગેરે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સિદ્ધ થાય છે. જેનું શ્રાવક કવિ ઋષભદાસે ગાથા ૭૯ થી ૮૯માં સુંદર વર્ણન કર્યું છે. એ ગાથાઓ જાણે લોક પ્રકાશ - દ્રવ્યલોકમાં કહેલી ગાથાઓનું પ્રતિબિંબ ના હોય એવી લાગે છે. લોકપ્રકાશમાં ૩ જા સર્ગમાં ગાથા નં. ૪૪૮ થી ૪૫૨ આ ગાથાઓ પ્રાચીન ગાથામાંથી લેવામાં આવી છે. एताश्च वृक्षोपलक्षणेन सर्वेकेन्द्रियाणां साक्षादेवं दर्शिताः। तद्यथा - रुखाण जलाहारो संकोअणिया भयेण संकुइयं। निअतन्तुएहिं वेढइ वल्ली रुख्खे परिगहेइ॥ ४४८॥ इत्थिपरिरंभणेण कुरुबगतरुणो फलंति मेहुणे | તદ પોનસ 2 હંટરે મુઝડ કરો || છઠe II माणे झरइ रुअंती छायइ वल्ली फलाइं मायाए। लोभे बिल्लपलासा खिवंति मूले निहाणवरिं॥ ४५०॥ रयणीए संकोओ कमलाणं होइ लोग सन्नाए। Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ओह चइतु मलं चडंति रुख्खेसु वल्लीओ ॥ ४५१॥ अन्यैरपि वृक्षाणां । मैथुन संज्ञाभिधीयते। तथोक्तं शृंगारतिलके। सुभग कुरुबकस्त्वं नो किमालिंगनोक्तः किमु मुखमदिरेच्छुः केसरो नो हृदिस्थः। त्वयि नियतमशोके युज्यते पादघातः प्रियमितिपरिहासात्पेशलं कचिदूचे ।। ४५२ ।। तथा पारदेऽपि स्फारशंगारया स्त्रियावलोकितः कूपादुल्ललतीति लोके શ્રય || રતિil. અર્થાત્ - આ સંજ્ઞાઓ સર્વ એકેન્દ્રિય જીવોમાં પણ હોય છે એમ વૃક્ષના દૃષ્ટાંતથી બતાવે છે તે આ પ્રમાણે ૧) વૃક્ષોનો આહાર પાણી હોય છે. ૨) સંકોચના ભયથી સંકોચ પામે છે. ૩) લતાઓ - વેલાઓ તંતુઓ વડે વૃક્ષોને વીંટી વળે છે એ પરિગ્રહ સંજ્ઞા છે. ૪) સ્ત્રીના આલિંગનથી કુરબક વૃક્ષ ફળે છે તે મૈથુન સંજ્ઞા છે. ૫) કોકનદ એટલે રક્ત જળકમળ હુંકાર શબ્દ કરે છે એ ક્રોધસંજ્ઞા છે. ૬) રૂંદતી નામની વેલી ઝૂરે છે એ માન સંજ્ઞા. ૭) વેલડીઓ ફૂલોને ઢાંકી રાખે છે એ માયા. ૮) (બીલપ્લાંસવા) પૃથ્વીમાં નિધિ ઉપર બિલ પલાશ વૃક્ષ પોતાના મૂળ ઘાલે છે એ લોભ સંજ્ઞા છે. ૯) રાતે કમળપુષ્પો સંકોચાઈ જાય છે એ લોકસંજ્ઞા અને ૧૦) વેલાઓ માર્ગ મૂકીને વૃક્ષ પર ચઢે છે એ ઓઘ સંજ્ઞા ૪૪૮ થી ૪૫૧. વૃક્ષોમાં મૈથુન સંજ્ઞા છે એમ અન્યજનો પણ કહે છે. શૃંગારતિલક ગ્રંથમાં કહ્યું છે કે - કોઈ સ્ત્રી પોતાના પતિને હાસ્યયુક્ત વચનો કહે છે કે - હે સુંદર તું મારો ‘કુરબક છે, છતાં મને કેમ આલિંગન કરતો નથી? તું મારો હૃદય કેસર (વૃક્ષ) છો, છતાં મારા મુખમદિરાની ઇચ્છા કેમ કરતો નથી ? તું મારે મન અશોક વૃક્ષ છો, તો તને તો હું પાદપ્રહાર કરીશ જ. I૪૫૨૫ વળી સુંદર શૃંગારમાં સજ્જ થયેલી સ્ત્રી દષ્ટિ કરે તો કુવામાંથી પારો ઉછાળા મારે છે એમ પણ લોકોક્તિ છે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ (નવતત્વ પ્રકરણ બાલાવબોધ પૃ. ૧૫૬.) માં પણ આ ગાથાઓ યથાતથ્ય મળી આવે છે. આ દશ પ્રકારની સંજ્ઞાઓ સર્વ સંસારી જીવોમાં હોય છે. છકાયના જીવોમાં હોય છે. ગુણસ્થાન આશ્રી ૧ થી ૬ ગુણસ્થાન સુધી સંજ્ઞા હોય છે. ‘આધ્યાત્મ પળે’ પૂ. બાપજીના વચનામૃતોમાં પૃ. ૧૨૪ માં લખ્યું છે કે ઇચ્છા કરતા પણ સંજ્ઞા હલકી છે. ઇચ્છા મનનો વિષય છે માટે સંજ્ઞીને જ હોય. સંજ્ઞા અસંજ્ઞીમાં પણ છે. ઈચ્છાને યોગમાં લીધી છે પણ સંજ્ઞાને ક્યાંય યોગમાં લીધી નથી. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ જીવવિચાર રાસ એક અધ્યયન વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ વનસ્પતિ જીવોમાં સંજ્ઞાઓ. (વિજ્ઞાન અને ધર્મ - પં. ચંદ્રશેખર વિજયજી મ.પૃ. ૧૯૨) ૧) ફ્રેંચ વૈજ્ઞાનિક કવિ પોતાના ૧૮૨૮ના પ્રાણી રાજયમાં લખે છે કે વનસ્પતિ પણ આપણી પેઠે સચેતન છે. એવું અમુક સલ્તનતની વનસ્પતિ સૃષ્ટિમાં જોવા મળે છે. તેઓ માટી, હવા કે પાણીમાંથી હાઈડ્રોજન, ઓકિસજન, નાઈટ્રોજન વગેરે પોતપોતાના તત્ત્વો લે છે. રક્તાશય વગરની વનસ્પતિઓ જેને બીજા જંતુની પેઠે મોં કે હોજરી ન હોવા છતાં નીચલી પંક્તિના જંતુની પેઠે વિવર દ્વારા આહાર લઈને પોતાના દેહમાં પચાવે છે. ૨) વિખ્યાત સૂક્ષ્મદષ્ટા શોમાન તો ત્યાં સુધી કહે છે કે વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણનો પાયો એક જ છે. આહારસંજ્ઞા - ૩) “ક્યારે બોચ' સિદ્ધ કરી આપ્યું છે કે વનસ્પતિ પણ પોતાના ચેતન્ય વડે ખનિજ પદાર્થ લઈને, તેને પોતાને લાયક ખનિજ પદાર્થરૂપે પરિણામાવે છે. ૪) ઇથ્થાલીમ નામની વનસ્પતિ કીડાના શરીરને ખાઈને ઉદરપોષણ કરે છે. ૫) આપણો ખોરાક હોજરીમાં જઈને શુદ્ધ થઈ પુષ્ટિપ્રદ લોહી બને છે એ રીતે વનસ્પતિનો ખોરાક પત્રમાં શુદ્ધ થઈને પુષ્ટિકારક રસ બને છે. ૬) વનસ્પતિના મૂળ એવા શક્તિવાળા હોય છે કે તે ગમે ત્યાં પાણીના સ્થાને પહોંચી જાય છે. એક બાવળનું મૂળ પાણી માટે ૬૬ ફૂટ દૂર રહેલા કૂવામાં જઈ પડ્યું હતું. ૭) અમેરિકન ઉભિવેત્તા કર્ણીસે ઇ.સ. ૧૮૩૪ માંસાહારી વનસ્પતિની શોધમાં વનસ્પતિના સ્વભાવનું વર્ણન કર્યું હતું. ત્યારબાદ કાનબીયે આ કાર્ય કર્યું હતું. ત્યાર પછી ૪૦ વર્ષ બાદ ફુકરે તે વાતની પૂર્તિ કરતું ભાષણ કર્યું હતું. આખરે ડાર્વિને ૧૫ વર્ષના પ્રયાસ બાદ માંસ ખાનારી વનસ્પતિની નામવાર ઓળખ આપી હતી જેમાંની કેટલીક નીચે મુજબ છે. અ) ડૂસેરા - ઇંગ્લેંડ, આસામ, બર્મા, છોટા નાગપુર વગેરે દેશોમાં થતી આ વનસ્પતિના પાંદડાં ભૂમિમાં સંલગ્ન રહે છે. એના પાંદડાં પર ચીકાશવાળા સેંકડો નાના ભાગો હોય છે. તેના ઉપર મચ્છર, માખી બેસતાં જ ચોંટી જાય છે. પછી વનસ્પતિનો જીવ મચ્છર વગેરેને પાંદડાના મધ્યભાગ તરફ ઘસડી જાય છે. પછી પોતે જંતુ પર ઊંધા થઈને પોતાનો રસ તેની ઉપર નાંખે છે. પંદર વીસ મિનિટમાં જ તે જંતુ મરી જાય છે. અંતે ચારથી દશ કલાકે એ પાંદડાં ઉઘડે છે, અને ફરી કાંટામાં નવો રસ જમા થાય છે. એક પાંદડામાં આવી હિંસક ક્રિયા બે વાર થયા બાદ તે પાંદડું ખરી પડે છે. બ) સૂર્યશિશિર - આ વનસ્પતિ કુબી પનીર, પુષ્પરજ, નખ અને માંસ સુદ્ધાને પચાવી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે તે ચરબી, તેલ વગેરે પદાર્થોને મૂત્રની પેઠે Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત બહાર પણ કાઢી નાંખે છે. ક) ડાઈવાનિયાનિયા - આ વનસ્પતિના વાળને જંતુ અડે કે તરત જ પાંદડાં બિડાઈ જાય છે અને જંતુને જોરથી દાબી દઈને મારી નાખે છે. તે પછી ૩૮ કલાકથી માંડીને ૮-૧૦ દિવસમાં ગમે ત્યારે ઉઘડે. અમેરિકન પ્રકૃતિ તત્ત્વવિત ટ્રિટ કહે છે કે આવી ક્રિયા ત્રણ વાર થયા બાદ આ પાંદડાં થાકી જાય છે. ડ) પીંગીલા -આ વનસ્પતિ પણ પૂર્વવત્ પાંદડામાં રહેલાં કાંટામાં જંતુને દબાવી પોષણ મેળવે છે. ઇ) ભેરી - ઘણા પાંદડાં ભેગા થવાથી ઢાંકણવાળો દેખાવ બને છે તે નિયત કાળે ખોલ - બંધ થાય છે. તે ઉઘડતા કીડી, પતંગિયા વગેરે તેમાં રહેલા પાણીના લોભે. આવે છે અને તેમાં ફસાતા મરી જાય છે. ફ) માકાઝાઝી - બંગાળના તળાવમાં થતી આ વનસ્પતિના પાદડાંની નળીઓમાં કીડીઓ ફસાઈને મરી જાય છે. ગ) એક અમેરિકન ઝાડ પોતાની વડવાઈઓથી પોતાની પાસે અમુક હદમાં આવેલા મનુષ્ય કે ઢોરને ખેંચીને મારી નાંખે છે. ૮) અમેરિકન પ્રખ્યાત ડૉકટર હેલી કે જેણે “ધી ઓરીજીન ઓફ લાઈફ' નામે ગ્રંથ લખ્યો છે. તેમાં ડોસીરા વનસ્પતિના છોડ વિષે લખે છે કે તેના પાંદડાં ઉપર કોઈ પણ જંતુ બેસતાં જ તેના કાંટા જંતુને ભીંસમાં લઈ ચૂસીને ફેંકી દે છે. આ છોડથી અર્ધો ઇંચ ઊંચે પણ જો કોઈ માણસ માખીને ટાંગે તો પણ તે વનસ્પતિ જીવા પોતાના પાંદડાંના કાંટા ઊંચા કરીને તે માખીને પકડીને ચૂસી નાંખે છે. | (સમાલોચક પૃ.૧૯ અંક-૭ ૧૯૧૪) આ આહાર સંજ્ઞાના દૃષ્ટાંત છે. ૯) ભય સંજ્ઞા - લજામણીના છોડ ભય સંજ્ઞા માટે પ્રસિદ્ધ જ છે. ૧૦) મૈથુન સંજ્ઞા વિષયિક વાસના) સ્ત્રીકેસર અને પુંકેસર, નર ઝાડ અને નારી ઝાડ એ બાબત તો આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓ પણ સ્વીકારે જ છે. ફ્રાન્સ અને ઇટાલીના વેલિસ્નેરિયા તથા સ્પાઈરેલિરા રોપાઓનો સમાગમ આશ્ચર્ય કરે તેવો હોય છે. તે રોપાઓ પાણીમાં ઊગે છે. તેના નરલના રોપાઓ અમુક જાતના ઝાડ પર અને જાડી ડાળ પર થાય છે. સ્ત્રી ફૂલના રોપાઓ તેથી જુદા પ્રકારનાં ઝાડ પર ઝૂની પેઠે ગોળ વીંટાયેલ આંટીવાળી પાતળી અને લાંબી ડાળ ઉપર થાય છે. ફૂલો ખૂબ થતાં નારીફૂલની ડાળનો વળ ઊતરી જાય છે જેથી ફૂલ પાણીની સપાટીએ આવે છે આ વખતે નરફૂલ પોતાની ડાળમાંથી તૂટીને પાણીની સપાટી ઉપર આવી નારીફૂલની પાસે જાય છે. નારીફૂલને અડતાં જ તે ફાટે છે અને તેનો પોલન નારીકૂલમાં Page #288 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૭૯ પડે છે ! વનસ્પતિમાં પણ કેવી કારમી વિષયવાસના ! અને તે શાંત કરવા માટેનો જોરદાર પ્રયત્ન !! ૧૧) વાવીસનેરીયા, સ્પાઈવાલીસ નામની જલવનસ્પતિ કુંવારી હાલતમાં જ પાણી ઉપર આવે છે એટલે તરત પુંજાતના છોડનો પરાગ છૂટી કુંવારા સ્ત્રી પુષ્પમાં મળે છે અને પાંદડું બંધ થઈ પાણીમાં ડૂબી જાય છે. ૧૨) તળાવમાં થતી ગાજ વનસ્પતિને ફૂલની ઉત્પત્તિ વખતે પુષ્પનો મૃણાલ તૂટીને પાણી ઉપર તરે છે, તે વખતે સ્ત્રીપુષ્પ તરત ઉપર આવે છે. પુષ્પનો પરાગ મેળવવા તે ચારે બાજુ ફરે છે. નિષેક ક્રિયા થતાં જ તે પાણીમાં પેસી જાય છે અને ત્યાં ફળ પાકે છે. વનસ્પતિના મૈથુનનો આથી વધુ પુરાવો શો હોઈ શકે? આ તો થઈ વિજ્ઞાનની વાત પણ જિનાગમોમાં તો આ વાત પહેલેથી જ કહેવાઈ છે. વનસ્પતિકાયમાં સંજ્ઞા સ્પષ્ટ રીતે સમજી શકાય છે. માટે વનસ્પતિકાય દ્વારા સંજ્ઞાનું સ્વરૂપ સમજાવ્યું છે એવું જ અન્ય ચાર સ્થાવરોમાં પણ સમજી લેવું. બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચરેન્દ્રિયમાં સંજ્ઞા ૯૨ દસઇ સાંગ્યના ધરી લહીઈ... ૧૦૧. દશઈ સાંગ્યના ભાખઈ વીર, ૧૧૪ દસઇ સાંગ્યના હોય રે... આમ બેઈન્દ્રિય, તેઈન્દ્રય અને ચોરેન્દ્રિયમાં દશ સંજ્ઞા હોય. પંચેન્દ્રિયમાં પણ દશ સંજ્ઞા હોય. ૧૨૨. દસઈ શાંગિના પૂરી હોય. દેવગતિમાં દશ સંજ્ઞા હોય પણ કવિએ એનો ઉલ્લેખ નથી કર્યો. મનુષ્યગતિમાં પણ દશ સંજ્ઞા હોય જુઓ નીચેની ગાથા. ૧૪૮ .. દસઈ સંગ્યના તેહનિ હોય. સંમૂર્છાિમ મનુષ્યમાં પણ દશ સંજ્ઞા હોય. ૧૮૫. સંગિના દસ તે નીરધાર. તિર્યંચમાં ગર્ભજ ને સંમૂર્છાિમ બંનેને દશ સંજ્ઞા હોય. ૧૯૫. દસિ સાંગ્યના તેહેનઈ જોય ૨૦૩... દસઈ શાંગ્યનાનો તસ સંચ. નારકીમાં પણ દસ સંજ્ઞા હોય. ૨૫૭.. દશઇ સાંગ્યના દસઈ પરાંણ. આમ સંજ્ઞા બધા સંસારી જીવોમાં હોય છે. પરંતુ મનુષ્યમાં છઠ્ઠા ગુણસ્થાના પછી સંજ્ઞા ન હોય. નરકાદિ ૨૪ દંડકમાં દશ દશ સંજ્ઞા હોય છે કોઈમાં સામગ્રી અધિક મળવાથી પ્રવૃત્તિરૂપે હોય છે. કોઈમાં સત્તારૂપે હોય છે. જીવના પ૬૩ ભેદમાં સંજ્ઞા હોય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮o શ્રાવક કવિ ઋષભદાસ કૃત લેયા. લેશ્યાની પ્રરૂપણા જેનદર્શનની મોલિક પ્રરૂપણા છે. જેમાં એની વિશિષ્ટતા પ્રગટે છે. લેશ્યા એક પ્રકારની પદ્ગલિક અને આત્મિક અવસ્થાનું પરિણામ છે. જીવથી પુદ્ગલ અને પુદ્ગલથી જીવ પ્રભાવિત થાય છે. જીવને પ્રભાવિતા કરવાવાળા પુદ્ગલોના અનેક વિભાગ છે. એમાંના એક વિભાગનું નામ લેશ્યા છે. લેશ્યાની પરિભાષા – આગમ વ્યાખ્યા સાહિત્યમાં સર્વ પ્રથમ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિએ લેશ્યાની પરિભાષા આપતા કહ્યું છે કે, “કૃષ્ણાદિ દ્રવ્ય વર્ગણાઓની સન્નિધિથી થવાવાળા જીવના પરિણામને લેશ્યા કહે છે.” શ્રી ભગવતી સૂત્રની વૃત્તિમાં આચાર્ય અભયદેવસૂરિએ વેશ્યાને પરિભાષિત કરતાં કહ્યું છે કે | Mતિદ્રવ્યસાન્નિધ્યનનિતીનીવપરિધાનો નેશ્યા' આત્માની સાથે કૃષ્ણાદિ કર્મપુદ્ગલોને આકર્ષિત કરવાવાળી પ્રવૃત્તિ વેશ્યા છે એ યોગનો પરિણામ વિશેષ છે. શ્રી ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં એક મત ઉદ્યુત કરતાં અભયદેવસૂરિ લખે છે કે લેશ્યા નિર્ઝરરૂપ છે. પ્રાણી એના દ્વારા કર્મોનો સંગ્લેશ કરે છે. જે પ્રકારે વર્ણની સ્થિતિનું નિર્ધારણ એમાં વિદ્યમાન શ્લેષ દ્રવ્યોના આધાર પર હોય છે એવી જ રીતે કર્મબંધની સ્થિતિનું નિર્ધારણ લેશ્યાથી થાય છે. તત્ત્વાર્થ રાજવાર્તિકમાં આચાર્ય અકલંક લખે છે કે ‘ષાયોગિતા યોગ પ્રવૃત્તિનૈશ્યા!' કષાયના ઉદયથી રંજિત યોગની પ્રવૃત્તિ લેશ્યા છે. આત્મપરિણામોની શુદ્ધતા અને અશુદ્ધતાના આધાર પર કૃષ્ણાદિ નામથી ઓળખાય છે. લેશ્યાકોષમાં બતાવ્યા પ્રમાણે આત્માના પરિણામ વિશેષને લેગ્યા કહેવાય છે. આત્મપરિણામ નિમિત્તભૂત કૃષ્ણાદિ દ્રવ્ય વિશેષને લેશ્યા કહેવાય છે. | (લેશ્યાકોષ પાઈ. પૃ. ૯૦૫) ટૂંકમાં જે આત્માને કર્મનો સંબંધ કરાવે, જેના દ્વારા જીવ પુણ્ય પાપથી પોતાને લીંપે એને અધીન કરે, જેના દ્વારા આત્મા કર્મોની સાથે શ્લેષને પ્રાપ્ત કરે એવા આત્માના પરિણામને લેશ્યા કહે છે. લેશ્યાના બે ભેદ છે ભાવ લેશ્યા અને દ્રવ્ય લેશ્યા. દેવ અને નારકીમાં દ્રવ્ય લેશ્યા જીવનપર્યત રહે છે ભાવ લેશ્યા કેટલીયેવાર બદલાઈ જાય છે. તિર્યંચ અને મનુષ્યો (કવળીને વર્જીને) માં બંને વેશ્યાઓ અંતર્મુહૂર્તમાં બદલાઈ જાય છે. પહેલાં ભાવ લેશ્યા બદલાય છે પછી દ્રવ્ય લેશ્યા. પહેલા આત્માના પરિણામો હોય છે પછી દ્રવ્ય લશ્યાના પુદ્ગલોનું આકર્ષણ થાય છે. દ્રવ્ય લેશ્યા - એક પદ્ગલિક પદાર્થ છે. પુદ્ગલના બધા ગુણ એમાં વિદ્યમાન Page #290 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૮૧ છે માટે દ્રવ્યથી -પુદ્ગલ છે. ક્ષેત્રથી - આખા લોકમાં છે. કાળથી - અનાદિ - અનંત - શાશ્વત છે. ભાવથી - વર્ણ, ગંધ, રસ સ્પર્શદિવાળી છે. ગુણથી - ગ્રહણ એનો મૌલિક ગુણ છે અર્થાત્ એમાં નિરંતર પુદ્ગલોનું આદાન - પ્રદાન થતું રહે છે. ભાવ લેશ્યા - દ્રવ્ય લેશ્યાથી બિસ્કુલ ભિન્ન સ્વરૂપ છે. દ્રવ્ય લેશ્યા પગલા વર્ગણા છે જયારે ભાવ લેશ્યા સ્વયં જીવનું પરિણામ છે. જીવની જે વિશેષતાઓ હોય એ એમાં પણ હોય જેમ કે તે અરૂપી છે, અગુરુલઘુ છે વગેરે. ભાવ લેશ્યાના વર્ગોમાં પરસ્પર પરિણમન થઈ શકે છે. ભાવોની પ્રશસ્તતા, અપ્રશસ્તતા પ્રમાણે શુભ – અશુભ લેગ્યામાં ગમનાગમન થાય છે. ભાવ લેશ્યા સુગતિ - દુર્ગતિના હેતુરૂપ છે. પ્રશસ્ત ભાવ લેગ્યાથી જીવ સુગતિનું બંધન કરે છે અને અપ્રશસ્ત ભાવલેશ્યા દુર્ગતિનો બંધ કરાવે છે. દ્રવ્ય લેશ્યા પોગલિક હોવાને કારણે બાહ્ય સ્તર છે. ભાવલેશ્યા રાગદ્વેષાત્મક પરિણામોને કારણે આત્માનું આંતરિક સ્તર છે. આત્મવિશુદ્ધિના ક્ષેત્રમાં પદ્ગલિક (દ્રવ્ય) વેશ્યા અને ભાવ લેશ્યા બંનેની શુદ્ધતા અતિ આવશ્યક છે. લેશ્યાના અર્થ લેશ્યા શબ્દનો અર્થ આવિક આભા, કાંતિ, પ્રભા, છાયા છે. છાયા પુદ્ગલોથી પ્રભાવિત થનાર જીવ પરિણામોને પણ વેશ્યા કહેવાય છે. પ્રાચીન સાહિત્યમાં શરીરના વર્ણ, આવિક આભા અને એનાથી પ્રભાવિત થવાવાળા વિચાર આ ત્રણ અર્થોમાં લેશ્યાની માર્ગણા કરાઈ છે. આશ્વિક આભાને દ્રવ્ય લેશ્યા (પોદ્ગલિક વેશ્યા) અને વિચારને ભાવ લેશ્યા (માનસિક વેશ્યા) કહેવાય છે. લેશ્યાકોષ અને અભિધાનરાજેન્દ્રકોષમાં લેશ્યાના વિભિન્ન અર્થ પ્રાપ્ત થાય છે જેમ કે અધ્યવસાય, અંતઃકરણવૃત્તિ, તેજ, દિપ્તિ, જયોતિ, કિરણ, મંડલબિંબ, દેહ, સૌંદર્ય, જવાલા, સુખ તથા વર્ણને લશ્યાની સંજ્ઞા આપી છે. નંદીચૂર્ણિમાં લેણ્યા શબ્દની વ્યુત્પત્તિ બતાવતી વખતે રસ્સી શબ્દનો પ્રયોગ કર્યો છે. રસ્સી યાને રશ્મિ, વેશ્યાનો એક અર્થ છે વિદ્યુત વિકિરણ, આ વિકિરણનો મૂળ સ્ત્રોત છે તેજસ શરીર. આગમમાં લેશ્યા - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૪મું અધ્યયન લશ્યાનું છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ૧૩ મું Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પદ લેશ્યાનું છે. શ્રી ઠાણાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર વગેરેમાં લેશ્યાની રૂપરેખા છે. આગમેત્તર જૈન ગ્રંથોમાં લેશ્યા - ધવલા, રાજવર્તિક, દંડક પ્રકરણ, પંચસંગ્રહ, વેશ્યાકોષ, તત્ત્વાર્થ, ગોમદસાર, બૃહદ્ઘત્તિ પત્ર, તિલોક, પણતિ ઇત્યાદિ ગ્રંથોમાં લશ્યાનું સ્વરૂપ બતાવ્યું છે. લેશ્યાની વ્યાખ્યા - વિભાવ સ્થિત જીવાત્માના સારા - માઠા અધ્યવસાયો (ચિંતનો)થી ઉત્પન્ન થતા અને સમગ્ર શરીર પર તેની અસર નિપજાવતા પરિણામ વિશેષને વેશ્યા કહે છે. કષાયથી રંજિત થયેલો ભાંતિયુક્ત મિથ્યાદૃષ્ટિ જીવાત્મા જ્યારે કાર્મિક વર્ગણાને આકર્ષિત કરે છે ત્યારે ઉર્જા પ્રવાહિત થાય છે. આ ઉર્જાના સૂક્ષ્મ તરંગો કે આંદોલનોથી એક પ્રકારનો શરીરવ્યાપી સૂક્ષ્મ આત્મા સર્જાય છે. આ આત્મા તે જ લેશ્યા કહેવાય છે. કર્મજન્ય હોવાથી તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, ગતિ, સ્થિતિ આદિ લક્ષણોથી યુક્ત હોય છે. અધ્યવસાયોના પ્રશસ્ત - અપ્રશસ્ત કે શુદ્ધપણાની તીવ્રતા - મંદતા પ્રમાણે આત્માનું સર્જન - વિસર્જન થાય છે. ઉત્તરાધ્યયન આદિમાં શાસ્ત્રકારોએ ભિન્ન ભિન્ન પ્રકારની વેશ્યાઓનું વર્ગીકરણ કરી તેનું મુખ્ય છ લેગ્યામાં વિભાજન કર્યું છે. તેના નામ આ પ્રમાણે છે. કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા, કાપોત લેશ્યા, તેજો લેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેગ્યા. તેમ જ તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ, લક્ષણ વગેરેનું નિરૂપણ કર્યું છે. ૧) લેશ્યાનો વર્ણ - કઈ લેશ્યાવાળાનું આભામંડળ ક્યા રંગનું હોય તે પણ લેશ્યા દ્વારા જાણી શકાય છે. અહીં કઇ લેશ્યાનો કયો વર્ણ હોય તે કહ્યું છે. ક્રમશઃ કૃષ્ણથી શુક્લ સુધીની લશ્યાનો વર્ણ નીચે મુજબ છે. અ) જળવાળા વાદળાં, પાડાનાં શિંગડાં, અરીઠા, ગાડાની મળી, કાજળ અને આંખની કીકી જેવો કૃષ્ણ. બ) લીલું અશોકવૃક્ષ, ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ વેૐ નીલમણિ જેવો નીલ. ક) અળશીના ફૂલ, કોયલની પાંખ અને પારેવાની ડોક જેવો કથ્થ = કાપોત હોય. ડ) હિંગળોક, ઊગતો સૂર્ય, સૂડાની ચાંચ, દીપકની પ્રભા જેવો રાતો તેજોનો વર્ણ. ઈ) હળદર, શણના ફૂલ, સુવર્ણ જેવો પીળો રંગ પદ્મનો. ફ) શંખ, અંક રત્ન, મચકુંદના ફૂલ, દૂધની ધાર, રૂપાના હાર જેવો ઉજ્જવલ શુક્લવર્ણ. ૨,૩,૪ - લેશ્યાના ૨) રસ ૩) ગંધ અને ૪) સ્પર્શ કહે છે. (સામે કોઠો જુઓ) Page #292 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ગંધ કૃષ્ણ-કડવો-લીંબડા, કડવા તુંબડા, ગાય, કૂતરા, સાપ રોહીણીથી અધિક કડવો રસ ના મૃત કલેવરથી અનંતગુણી અધિક અપ્રશસ્ત ઉપર પ્રમાણે નીલ-તીખો-સૂંઠ, પીપર, મરીથી અધિક તીખો કાપોત-ખાટો-કાચી કેરી, કાચાં કોઠા ઉપર પ્રમાણે કરતાં અધિક ખાટો તેજો-મીઠો = પાકી કેરી, પાકાં કોઠાથી અધિક ખાટો ને મીઠો કપૂર, કેવડા વગેરે કરતાં અનંતગુણી |અધિક પ્રશસ્ત ૨૮૩ સ્પર્શ કરવતની ધાર, ગાયની જીભ વગેરેથી અનંત ગણો કર્કશ સ્પર્શ ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે માખણ, મખમલ વગેરેથી અનંતગુણ અધિક સુંવાળો સ્પર્શ ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે પદ્મ-મધુરો = વારૂણી, દ્રાક્ષાસવથી અધિક મધુર શુક્લ-મીઠો = ખજૂરના, દ્રાક્ષ કે દૂધના ઉપર પ્રમાણે રસથી અનંતગુણો અધિક મીઠો ૫) પરિણામ દ્વાર - છ લેશ્યાના પરિણામ જ.મ.ઉ. એમ ત્રણના અનુક્રમે ત્રણ ત્રણ ભેદો વધારતા ૩,૯,૨૭,૮૧ અને ૨૪૩ પ્રકાર થાય. ૬) લક્ષણ દ્વાર - દરેક લેશ્યાવાળા કેવા હોય તે બતાવ્યું છે. અ) કૃષ્ણ લેશ્યા - પાંચ આશ્રવનો સેવનાર, ક્રૂર, અજિતેન્દ્રિય, હિંસક, દ્વેષી, પાપી હોય. બ) નીલ લેશ્યા - ઈર્ષ્યાળુ, કદાગ્રહી, માયાવી, ગૃદ્ધ, પ્રમાદી, લંપટ, ધૂતારો, રસલોલુપી, આરંભી હોય. ક) કાપોત લેશ્યા - વાંકાબોલો, ચોર, માયાવી, અભિમાની, કઠોરભાષી, મોઢે જુદો - પુંઠે જુદો, જૂઠાબોલો હોય. ડ) તેજો લેશ્યા - તપસ્વી, વિનયવંત, દૃઢધર્મી, પ્રિયધર્મી, પાપભીરૂ, નમ્ર, ચપળ, સરળ હોય. ઇ) પદ્મ લેશ્યા - અલ્પ કષાયી, પ્રશાંત ચિત્ત, આત્માનો દમણહાર, યોગ ઉપધાન સહિત હોય. ફ) શુક્લ લેશ્યા - આર્ત્ત - રૌદ્રધ્યાન રહિત, ધર્મ - શુક્લ ધ્યાન સહિત, દશ પ્રકારની સમાધિ સહિત હોય. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૭) સ્થિતિ - બધાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. નીચે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. કૃષ્ણ લેશ્યાની - ૩૩ સાગરોપમને અંતર્મુહૂર્ત અધિક નીલ ગ્લેશ્યાની - ૧૦ સાગરને પલ્યોપમનો અસં.ભાગ અધિક કાપોત લેશ્યાની - ૩ સાગરને પલ્યોપમનો અસં.ભાગ અધિક તેજો લેશ્યાની - ૨ સાગરને પલ્યોપમનો અસં.ભાગ અધિક પદ્મ લેશ્યાની - ૧૦ સાગરને અંતર્મુહૂર્ત અધિક શુક્લ લેગ્યાની - ૩૩ સાગરને અંતર્મુહૂર્ત અધિક અન્ય દર્શનમાં લેયા અન્ય દર્શનોમાં લેશ્યાનો સ્પષ્ટતમ ઉલ્લેખ મળતો નથી. રંગની વ્યાખ્યા પ્રાયઃ બધા દર્શન ગ્રંથોમાં મળે છે. રંગોનું વર્ણન મળે છે. બૌદ્ધદર્શન – પુરણ્યકશ્યપે બૌદ્ધ સાહિત્યમાં રંગોના આધાર પર છ અભિજાતિઓ નિશ્ચિત કરી હતી. ૧) કૃષ્ણ અભિજાતિ - કૂરકર્મવાળા, સોકરિક, શાનિક આદિ જીવોનો વર્ગ. ૨) નીલ અભિજાતિ - બૌદ્ધ ભિક્ષુ તથા અન્ય કર્મવાદી ક્રિયાવાદી ભિક્ષુઓનો વર્ગ. ૩) લોહિત અભિજાતિ - એક શાટક નિગ્રંથોનો. ૪) હરિદ્રા અભિજાતિ - શ્વેત વસ્ત્રધારી કે નિઃવસ્ત્રા ૫) શુક્લ અભિજાતિ - આજીવક શ્રમણ - શ્રમણીઓનો વર્ગ. ૬) પરમશુક્લ અભિજાતિ - આજીવક આચાર્યનંદ, વત્સ, કૃશ, સાંકૃત્ય, મસ્કરી, ગોસાલક આદિનો વર્ગ. આ વર્ગીકરણનો મુખ્ય આધાર અચલતા છે એમાં વસ્ત્રોના અલ્પીકરણ કે પુણ્ય ત્યાગના આધાર પર અભિજાતિઓની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કર્યું છે. આ વર્ગીકરણને લશ્યાના વર્ગીકરણથી કોઈ સંબંધ નથી. મહાભારત – લેશ્યાનું વર્ગીકરણ છ અભિજાતિઓની અપેક્ષાથી મહાભારતના વર્ગીકરણથી અધિક નિકટ છે. સનત્કુમારે દાનવેન્દ્ર વૃત્રાસુરને કહ્યું છે પ્રાણીઓના વર્ણ છ પ્રકારના હોય છે. કૃષ્ણ, ધુમ, નીલ, રક્ત હારિદ્ર અને શુક્લ. આમાંથી પ્રથમ ત્રણ વર્ણનું સુખ મધ્યમ હોય છે. લાલ વર્ણ અધિક સહ્ય હોય છે. હરિદ્ર વર્ણ સુખકર અને શુક્લ વર્ણ અધિક સુખકર હોય છે. કૃષ્ણ વર્ણની નીચ ગતિ થાય છે. તે નરકમાં લઈ જવાવાળા કર્મોમાં આસક્ત રહે છે. નરકથી નીકળવાવાળા જીવોનો વર્ણ ધુમ્ર હોય છે. તે પશુ – પક્ષીની જાતિનો રંગ છે. નીલ વર્ણ મનુષ્ય જાતિનો રંગ છે. રક્ત વર્ણ અનુગ્રહ કરવાવાળા Page #294 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૮૫ દેવવર્ગનો રંગ છે. હરિદ્ર વર્ણ વિશેષ દેવતાઓનો રંગ છે. શુક્લ રંગ શરીરધારી સાધકોનો રંગ છે. જૈન દર્શનની વેશ્યા અને મહાભારતના વર્ણ નિરૂપણમાં ઘણું સામ્ય છે. ગીતાન – ગીતામાં ગતિના કૃષ્ણ અને શુક્લ એ બે વર્ગ કરાયા છે. કૃષ્ણ ગતિવાળો વારંવાર જન્મમરણ કરે છે. શુક્લ ગતિવાળો જન્મમરણથી મુક્ત થઈ જાય છે. પતંજલિ – પતંજલિએ કર્મની ચાર જાતિઓ બતાવી છે. કૃષ્ણ - કૃષ્ણ, શુક્લ - અશુક્લ, શુક્લશુક્લ અને અશુક્લ - અકૃષ્ણ. યોગીની કર્મ જાતિ અશુક્લ - અકૃષ્ણ હોય છે. શેષ જાતિઓ બધા જીવમાં હોય છે. અતાતર – ઉપનિષદમાં પ્રકૃતિને લોહિત, શુક્લ અને કૃષ્ણ કહેવાય છે. આમ આ બધા દર્શન કે ગ્રંથોમાં વર્ણ કે રંગના આધાર પર ઉલ્લેખો પ્રાપ્ત થાય છે પણ એને વેશ્યા તરીકેની કોઈ પુષ્ટિ મળતી નથી. મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં લેશ્યા (પ્રેક્ષા સાહિત્યના આધારે) સ્કૂલ અને સૂક્ષ્મ ચેતનાનું સંપર્ક સૂત્ર લેશ્યા છે. આપણા અસ્તિત્ત્વના કેન્દ્રમાં ચેતન્ય (દ્રવ્યાત્મા) છે. આપણા ચેતન્યની ચારે તરફ કષાયના વલયના રૂપમાં કાર્મણ શરીર છે. કર્મથી ઘેરાયેલા આત્મતત્ત્વની જે પણ પ્રવૃત્તિ થશે એણે કષાયના વલયથી પસાર થવું પડશે. ચેતન્યના અસંખ્ય સ્પંદન નિરંતર કષાયને ભેદીને બહાર આવી રહ્યા છે. આ સ્પંદન જ્યારે સૂક્ષ્મ શરીરથી થઈને બહાર નીકળે છે તો એનું એક સ્વતંત્ર તંત્ર બને છે જે અધ્યવસાય તંત્ર કહેવાય છે. અધ્યવસાયના અસંખ્ય સ્પંદનોથી એક ભાવધારા બને છે. ભાવતંત્રના માધ્યમથી કર્મવર્ગણાના પુદ્ગલ નિરંતર વિપાકરૂપે બહાર આવે છે. અધ્યવસાયની સૂક્ષ્મ પરિણતિ લેશ્યા તરીકે ઓળખાય છે. લેશ્યા સ્થળ અને સૂક્ષ્મ બંને શરીરોથી જોડાયેલી છે. લેશ્યા કષાયરંજિત અધ્યવસાયોની ચિત્ત (મન)ના માધ્યમથી સ્થૂલ શરીરમાં અભિવ્યક્તિ આપે છે. લેશ્યા આપણા આત્મપરિણામોથી બને છે અને પછી નવા પરિણામો બનાવવામાં નિમિત્તભૂત થાય છે. આભામંડળ અને લેયા. આચાર્ય વિજય નંદીઘોષ દ્વારા લિખિત “આભામંડળ’માં આગમોના પ્રમાણ આપીને આધુનિક સંદર્ભમાં, વેજ્ઞાનિક રીતે વેશ્યાનું મૂલ્યાંકન કરવાનો સુંદર પ્રયત્ન કર્યો છે. એમણે આભામંડળ અને તેજસ શરીર બંનેને એક જ માન્યું છે. આભામંડળનો ઉલ્લેખ લેગ્યા તરીકે કર્યો છે. એ અર્થમાં વિચારીએ તો તેજસ શરીર અને આભામંડળ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત એક ન હોઈ શકે. લેગ્યામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે એમ દરેક પોલિક પદાર્થમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય જ. અને શરીર બધા પોદ્ગલિક જ છે. તેથી બધા શરીરમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય. એ કારણથી લેગ્યા અને શરીરને એક જ ન મનાય. લેશ્યા આત્માના પરિણામ છે અને એ અનુસાર દ્રવ્ય લશ્યાનું નિર્માણ થાય છે જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે. એમાંથી માત્ર રંગનો અનુભવ કિર્લિયન ફોટોગ્રાફી દ્વારા થઈ શકે જયારે રેકી ચિકિત્સા પદ્ધતિના જાણકાર તજજ્ઞો આભામંડળના સ્પર્શનો અનુભવ કરી શકે છે. પરંતુ રસ અને ગંધનો અનુભવ થતો નથી એમ પણ આ પુસ્તકમાં જણાવ્યું છે. (આભામંડળ જેનદર્શન તથા પ્રાયોગિક સંશોધન - પૃ.૪૩) લેશ્યા અને ધ્યાન તેરાપંથી સંપ્રદાયના આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીએ પ્રેક્ષાધ્યાન અંતર્ગત વેશ્યા ધ્યાનનું વિસ્તૃત વર્ણન કર્યું છે. લેશ્યા ધ્યાનથી વ્યક્તિત્વનું રૂપાંતરણ થઈ શકે છે. એ માટે તેમણે ત્રણ પ્રશસ્ત લેશ્યાના રંગના ધ્યાન પર ભાર આપ્યો છે. જેમ કે લાલ રંગનું ધ્યાન કરવાથી શક્તિકેન્દ્ર (મૂલાધાર ચક્ર) અને દર્શનકેન્દ્ર (આજ્ઞાચક્ર) જાગૃત થાય છે. પીળા રંગનું ધ્યાન કરવાથી આનંદકેન્દ્ર (અનાહત ચક્ર) જાગૃત થાય છે. શ્વેતા રંગના ધ્યાનથી વિશુદ્ધિકેન્દ્ર (વિશુદ્ધ ચક્ર) જાગૃત થાય છે. તે જો લેશ્યાનું ધ્યાન દર્શનકેન્દ્ર પર અરૂણ રંગ (બાલસૂર્ય જેવો લાલ) માં કરવામાં આવે છે. પદ્મ લેશ્યાનું ધ્યાન જ્ઞાન કેન્દ્ર પર પીળા રંગનું થાય છે. શુક્લ લેશ્યાનું ધ્યાન જયોતિકેન્દ્ર પર પૂર્ણિમાના ચંદ્ર જેવા શ્વેત રંગમાં કરાય છે. તે જો લેશ્યાથી પરિવર્તનનો પ્રારંભ, પદ્મા લેશ્યાથી ચિત્તની પ્રસન્નતા અને શુક્લ લેશ્યાથી આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે. આ રીતે ત્રણ લેશ્યાઓનું ધ્યાન શરીરના ઉચ્ચ કેન્દ્રો પર કરવાથી આપણી ખરાબ મનોવૃત્તિઓ નષ્ટ થાય છે. અંતઃપ્રેરણા વિવેકબુદ્ધિથી સક્રિય થવાથી પ્રેમ, દયા, શાંતિ, નમ્રતા વગેરે દેવીગુણોનો પ્રાદુર્ભાવ અને વિકાસ થાય છે. રંગવિજ્ઞાન મનુષ્યનું શરીર પૌદ્ગલિક છે તેથી તેમાં રંગ અવશ્ય હોય છે તેથી રંગોના આધાર પર કેટલુંક વિવેચન પ્રસ્તુત છે. રંગનું અસ્તિત્ત્વ જીવનના દરેક ક્ષેત્રે છે. એક તરફ રંગને આધ્યાત્મિક અર્થ બ્રહ્માંડીય કિરણોથી જોયું તો બીજી તરફ ત્રિપાર્શ્વકાચ (Prism) દ્વારા અભિવ્યક્ત થવાવાળા સપ્તરંગી કિરણોને મનુષ્યના શરીર, મન અને આત્મા ત્રણે સાથે સંબંધિત કર્યા. રંગ એ આપણા વિચારો, આદર્શો, સંવેગો, ક્રિયાઓ અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન/ અનુભૂતિને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. રંગમાં એ ઉર્જા છે જે સ્વાચ્ય, વિશ્રામ, પ્રસન્નતા અને સુરક્ષાને પ્રભાવિત કરે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૮૭ રંગ વિજ્ઞાનમાં માન્ય મુખ્ય સાત કિરણો દ્વારા મનુષ્યની આધારભૂત માનસિકતા અને પ્રવૃત્તિનો ઉદ્ભવ થાય છે એમાં મનોવૈજ્ઞાનિકોએ અધ્યયન પ્રયોગ દ્વારા જે વિશેષતાઓ પ્રાપ્ત કરી છે તે નીચે મુજબ છે. રંગવિશેષતા ૧ બેંગની (રીંગણ) = જાંબલી આધ્યાત્મિકતા ૨ ભૂરો (ડાર્ક બ્લ્યુ). અંતઃ પ્રેરણા ૩ નીલો = આસમાની વાદળી રંગા ધાર્મિક રૂચિ ૪ લીલો. સામંજસ્ય અને સહાનુભૂતિ ૫ પીળો. બૌદ્ધિકતા ૬ નારંગી ઉર્જા લાલ જીવંતતા. આ જ કિરણો આગળ જઈને ઉપરંગોમાં વિભક્ત થઈ જાય છે. રંગ ચેતનાના બધા સ્તરોમાં પ્રવેશીને ભૌતિક તથા આધ્યાત્મિક પ્રભાવ બતાવે છે. એક જ રંગના વિભિન્ન પ્રકારોના પ્રભાવની અવધારણા લેશ્યા સિદ્ધાંતમાં વેશ્યાગત ભાવોની તરતમતામાં શોધી શકાય છે. આગમ સાહિત્યમાં આ તરતમતા આ પ્રકારે બતાવાઈ છે. કૃષ્ણ લેશ્યા - અશુદ્ધત્તમ - કિલwતમ નીલ ગ્લેશ્યા - અશુદ્ધત્તર - કિલખતર કાપોત લેશ્યા - અશુદ્ધ - ક્લિષ્ટ તેજો લેશ્યા - શુદ્ધ - અક્લિષ્ટ પદ્મ લેશ્યા - શુદ્ધત્તર – અક્લિષ્ટતર શુક્લ લેગ્યા - શુદ્ધત્તમ - અલિષ્ટતમ - આમ સંકલેશનું ચરમ બિંદુ કૃષ્ણ લેશ્યા છે અને અસંકલેશનું ચરમ બિંદુ શુક્લ લેશ્યા છે. પ્રત્યેક રંગ લેશ્યાનો આધાર એની કષાયાત્મક ચેતનાની અશુદ્ધિ અને વિશુદ્ધિ છે. તેમ જ આગમમાં વેશ્યાના સ્થાનક અસંખ્યાતા બતાવ્યા છે. લેશ્યા દ્વારા અંદરના રસાયણોની માહિતી મળી શકે છે. આ બાબતે અનેક વૈજ્ઞાનિકોએ પરિક્ષણ કર્યા છે. વ્યક્તિનું આચરણ પરસેવાની ગંધ દ્વારા જાણી શકાય છે. સારી ગંધ પવિત્ર વ્યક્તિત્વનું અને ખરાબ ગંધ દુષ્ટ વ્યક્તિત્વનું સૂચન કરે છે. જૈન તીર્થંકરોના શારીરિક અતિશયોની ઓળખમાં સુગંધને પણ એક મહત્ત્વપૂર્ણ તત્ત્વ માનવામાં આવ્યું છે. તીર્થંકરના શરીરમાં કમળના ફૂલ જેવી ગંધ આવે છે જે શુભ ભાવોનું પ્રતીક છે. અમેરિકામાં ઇ.સ. ૧૮૯૩થી વિશ્વવિદ્યાલયો અને કોલેજમાં પોતાના મુખ્ય Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત શૈક્ષણિક વિભાગોને બતાવવા માટે રંગ-સંકેત નિર્ધારિત કર્યા છે. અભિવ્યક્તિ પાછળ રંગોનો પ્રભાવક પણ જોડાયેલો હતો. જેમ કે ધર્મશાસ્ત્રો માટે સિંદૂરી રંગ, દર્શનશાસ્ત્ર માટે નીલો રંગ, વિજ્ઞાન માટે સોનેરી પીળો રંગ, એંજિનિયરીંગ માટે નારંગી રંગ અને સંગીત માટે ગુલાબી રંગ માનવામાં આવ્યો છે. રંગ અને ભાવોનો અરસપરસ સંબંધ વ્યક્તિત્વના બાહ્ય અને આત્યંતર બંને પક્ષથી જોડાયેલ છે. શારીરિક, માનસિક તેમ જ ભાવાત્મક સ્વસ્થતાના સંદર્ભમાં પણ લેશ્યા એક ચિકિત્સાની ભૂમિકા નિભાવી શકે છે વ્યક્તિ આધિ, વ્યાધિથી મુક્ત થઈને સમાધિ સુધી પહોંચી શકે છે. ક્રમશઃ રંગ પ્રમાણે હિંસાદિ ભાવો પ્રગટ થાય છે. રંગ સારા ન હોય તો ભાવ સારા ન હોય અને રંગ સારા હોય તો ભાવ સારા હોય આ જ વાત જેનાગમમોમાં છે જે આગળ - વર્ણ - ગંધ - તેમ જ લક્ષણની ભૂમિકામાં બતાવવામાં આવી છે. સ્વરવિજ્ઞાનમાં પણ બતાવ્યું છે કે વિભિન્ન તત્ત્વોના વિભિન્ન વર્ણ પ્રાણીઓને પ્રભાવિત કરે છે. એમના મતે મૂલતઃ પ્રાણતત્ત્વ એક છે પરંતુ અણુઓના જૂનાધિક વેગ કે કંપની અનુસાર પાંચ ભેદ થાય છે. રંગોથી પ્રાણીજગત પ્રભાવિત થાય છે આ સત્યના જેટલા સંકેત મળે છે એમાં લેશ્યાનું વિવરણ સર્વાધિક વિશદ અને સુવ્યવસ્થિત છે. આગમોમાં વર્ણ ગંધ, રસ, સ્પર્શ, લક્ષણાદિ રૂપ વિવરણ જોવા મળે છે. એવું અન્ય સ્થાને નથી મળતું. આમ લેયા એ જેનદર્શનનો એક મૌલિક સિદ્ધાંત છે. કવિ ઋષભદાસે જીવવિચારમાં કરેલું વેશ્યાનું નિરૂપણ ગાથા ૭૧ છઈ દસ હજાર વરસનું આય, વેશ્યા ચાર તેહસિં કહઈવાય. કૃષ્ણ, નીલ, કાપોતહ જેહ, તેજુ લેશા કહી તેહ આ ગાથા દ્વારા એકેન્દ્રિયની ચાર લેશ્યાનું પ્રરૂપણ થયું છે. એકેન્દ્રિય જીવમાં પૃથ્વી, પાણી વનસ્પતિમાં ચાર લેશ્યા હોય. કૃષ્ણ,નીલ, કાપોત અને તેજો. એકેન્દ્રિયમાં જે જીવ દેવગતિમાંથી આવ્યો હોય તે અપેક્ષાએ ચાર લેશ્યા કહી છે. જે જીવ તિર્યંચ અને મનુષ્યગતિમાંથી આવીને ઉપજયો હોય એ અપેક્ષા ત્રણ જ લેશ્યા હોય. તેજો વેશ્યા ન હોય. તેજો વેશ્યા પણ અપર્યાપ્તામાં જ હોય, પર્યાપ્તામાં ન હોય. પર્યાપ્તામાં ત્રણ જ વેશ્યા હોય. તેજો લેશ્યાવાળો એકેન્દ્રિય જીવ ક્યારેય પણ તેજો લેશ્યામાં મરે નહિ કારણ કે દેવ, નારકી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પર્યાપ્તા થઈને જ મરે. તેમ જ એકેન્દ્રિય જીવ તેજો લેગ્યામાં આયુષ્યનો બંધ પણ ન પાડે કારણ કે નિયમ છે કે જે લેગ્યામાં આયુષ્યનો બંધ પડે એ જ લેગ્યામાં કાળ કરે/મૃત્યુ થાય. બંધ સમયની વેશ્યા પરભવમાં લઈ જવા માટે આવે છે. પૃથ્વીકાય આદિ તેજો લેશ્યામાં કાળ કરતા નથી કારણ કે તેજો લેશ્યા અપર્યાપ્તામાં જ હોય ને તેજો લેશ્યા હોય એ જીવ પર્યાપ્ત થયા વગર મરે નહિ માટે તેજ લેગ્યામાં આયુષ્યનો બંધ ન પાડે. Page #298 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૮૯ એવી જ રીતે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં નિયમથી તેજો લેશ્યા ન હોય. કારણ કે દેવ બાદરમાં જ ઉપજે સૂક્ષ્મમાં નહિ. એવી જ રીતે બાદર સાધારણ વનસ્પતિમાં પણ ન ઉપજે. બેઈન્દ્રિયમાં - તેઈન્દ્રિયમાં – ચૌરેન્દ્રિયમાં ૯૩ લેશ્યા ત્રણિ હોય વલી તેહનિં ક્રીષ્ન, નીલ, કાપોત... લેશા ત્રણિનો કહું વીચાર ક્રીષ્ન નીલ કાપોતહ જેહ ત્રેઅંદ્રીનિં ભાખું તેહ. ૧૦૧,૧૦૨ ... ૧૦૭ એણી પરિ રાજ્ય કરતાં રે, કહું ચઉ ંદ્રી ભાવ રે, લેશા ત્રણિ કહી, કૃષ્ણ, નીલ કાપોત સુ એ... આમ ત્રણ વિકલેન્દ્રિયમાં કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણ લેશ્યા હોય. પંચેન્દ્રિયમાં લેશ્યા ૧૧૮ પંચેદ્રી નઉ કહુ વીચાર, લેશ્યા છઈ કષાય ચ્યાર. પંચેન્દ્રિયમાં છ લેશ્યા કહી છે પણ એના ચાર ભેદ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવમાં લેશ્યા ઓછીવધુ હોય તે બતાવી છે. દેવમાં લેશ્યા અહીં ગાથામાં દેવની લેશ્યા નથી બતાવી પણ શાસ્ત્રાનુસાર વિચારતા દેવગતિમાં છ લેશ્યા હોય તેમાંથી દેવીને ચાર લેશ્યા હોય. ભવનપતિ અને વાણવ્યંતરમાં પ્રથમની ચાર લેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો હોય તેમની દેવીમાં એ જ ચાર લેશ્યા. (એક દેવ આશ્રી એક જ લેશ્યા હોય. ઘણા દેવ આશ્રી ચાર લેશ્યા) જ્યોતિષીમાં માત્ર એક જ તેજો લેશ્યા હોય. વૈમાનિકમાં ત્રણ લેશ્યા હોય. તેજો, પદ્મ અને શુક્લ. ૧ લા-બીજા દેવલોક અને પહેલાં કિલ્લીષીમાં એક તેજો લેશ્યા હોય. ૩ જું, ૪ છું, ૫ મું દેવલોક, બીજું કિલ્લીષી અને નવ લોકાંતિક એ ૧૩ ભેદમા એક પદ્મલેશ્યા હોય. ૬ થી ૧૨ દેવલોક, નવ ગ્રેવેચક, પાંચ અનુત્તર વિમાન, ત્રીજું કિલ્લીષી એ ૨૨ ભેદમાં એક શુક્લ લેશ્યા હોય. દેવી બીજા દેવલોક સુધી જ છે માટે એમાં પદ્મ અને શુક્લ લેશ્યા ન હોય. તેથી એમાં ચાર લેશ્યા હોય. દેવના ૯૯ પ્રકાર છે. તેના અપર્યાપ્તા મળીને ૧૯૮ ભેદ છે. એમાં લેશ્યા અપર્યાપ્તા અને પર્યાપ્તા બંને ભેદમાં હોય છે. ૧૦૨ ભેદ ૧૨૮ ભેદ ૨૬ ભેદ ૪૪ ભેદ કૃષ્ણ, નીલ, કાપોતમાં તેજો લેશ્યામાં દેવના પદ્મમાં શુક્લમાં કૃષ્ણ, નીલ, કાપોત, તેજો ૧૦૨, એકાંત તેજો લેશ્યા ૨૬ એક પદ્મ લેશ્યા એક શુક્લ લેશ્યા કુલ ૨૬ ૪૪ ૧૯૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રાવક કવિ ષભદાસ કૃત મનુષ્યમાં લેશ્યા - ૧૫૩ થી ૧૫૯ એ સાત ગાથા દ્વારા મનુષ્યની લશ્યાનો નિર્દેશ તો કર્યો છે પણ એમાં છ લેશ્યાના ભાવ કેવા હોય એ પણ બતાવ્યું છે. જેમ કે ગામ લુંટવા નીકળેલા છ મનુષ્યમાંથી કૃષ્ણ વેશ્યાવાળો કહે છે મનુષ્ય કે પશુ જે સામે મળે એને હણવો જોઈએ. ત્યારે નીલ ગ્લેશ્યાવાળો એને અટકાવતા કહે છે કે બધાને શા માટે હણવા જોઈએ માત્રા મનુષ્યને જ હણવો જોઈએ. ત્યારે કાપોત લેશ્યાવાળો બોલ્યો માણસમાં બે પ્રકાર છે તેમાં સ્ત્રી હત્યા કરવાની શાસ્ત્રમાં મનાઈ છે માટે નરને જ મારવો. આ સાંભળીને તેનો લેશ્યાવાળો બોલ્યા વગર રહી ન શક્યો એણે એ ત્રણેને અટકાવતા કહ્યું સકળ પુરૂષને મારવાની આપણે શું જરૂર છે આપણે તો માત્ર ક્ષત્રિયથી જ કામ છે ત્યારે પદ્મ લેશ્યાવાળો કહે છે ક્ષત્રિયમાં પણ ઘણાં પ્રકાર છે એમાંથી જે શસ્ત્રધારી હોય તેને જ મારવો જોઈએ એ બધાનું સાંભળીને શુક્લ લેશ્યાવાળો બોલ્યા કે શસ્ત્રધારીને પણ એ સામો ન થાય તો મારવાનો નથી. શાસ્ત્રોમાં જાંબુવૃક્ષનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. આમ આ સાત ગાથા દ્વારા ક્રમશઃ વેશ્યાવાળાના ભાવ કેવા છે તે બતાવ્યું છે. કૃષ્ણ લેશ્યાવાળા જીવ કરતાં ક્રમશઃ ક્રૂરતા ઓછી છે એ અહીં બતાવ્યું છે. શરૂઆતની લેશ્યાવાળા ભારેકર્મી છે પછી ક્રમશઃ હળુકર્મી છે. જુગલિયામાં પ્રથમની ચાર લેશ્યા હોય. જેનો અહીં ઉલ્લેખ નથી. સંમૂર્છાિમ મનુષ્ય - ૧૮૩. લેશા ત્રણિ પહિલી તસ કહીઇ.. ત્રણ પ્રથમની કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા સંમૂચ્છિક મનુષ્યમાં હોય. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય. ૧૮૮ ત્રીજંચ ભેદ હવઈ વ્યવયરી કહું ષ લેશા ગર્ભજ નિ લહુ. ગર્ભજ તિર્યંચમાં છ એ છ લેશ્યા હોય. સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં ૧૯૮ ત્રીજંચ ભેદ કહ્યા વલી દોય, સમુચ્છિમ જીવ ઘણા પણિ હોય. લેશા ત્રણિ કષાય ચ્યાર... સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમની ત્રણ અપશસ્ત લેશ્યા હોય. નારકીમાં લેશ્યા ૨૬૩... લેશા ત્રણ પહઇલી નીરધાર. નારકીને પ્રથમની ત્રણ લેશ્યા હોય એમ સમુચ્ચય બતાવ્યું છે. ૧,૨,૩ એ ત્રણ નરકમાં કાપાત લેશ્યા હોય. ૩,૪,૫ એ ત્રણ નરકમાં નીલ ગ્લેશ્યા હોય. ૫,૬,૭ એ ત્રણ નરકમાં કૃષ્ણ લેશ્યા હોય. આમાં ત્રીજી અને પાંચમી એ બે નરકમાં બે લેશ્યા હોય બાકીનામાં એક એક Page #300 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન લેશ્યા હોય. છ એ લેશ્યામાં જીવના ભેદ નારકી તિર્યંચ લેશ્યા કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ |શુક્લ ૪૮ ૪૮ ૪૮ ૧૩ ૧૦ ૧૦ ગતિ પ્રમાણે લેશ્યા - નારકીમાં 555 ક્ ૦ ૦ O મનુષ્ય ૩૦૩ 303 303 ૨૦૨ 30 30 - ૧ કાપોત લેશ્યા ૨ કાપોત અને નીલ લેશ્યા દેવ ૧૦૨ ૧૦૨ ૧૦૨ ૧૨૮ ૨૬ ૪૪ ૧ લી બીજી નરકમાં ત્રીજી નરકમાં ચોથી નરકમાં ૧ નીલ લેશ્યા પાંચમી નરકમાં છઠ્ઠી સાતમીમાં ૨ નીલ અને કૃષ્ણ લેશ્યા ૧ કૃષ્ણ લેશ્યા ભવ દરમિયાન એક નારકીને એક જ લેશ્યા હોય ઘણા નારક આશ્રી બે લેશ્યા. તિર્યંચ ગતિમાં – પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય એ ત્રણમાં પ્રથમની ચાર લેશ્યા. તેઉકાય, વાયુકાય, ત્રણ વિક્લેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમની ત્રણ લેશ્યા, ગર્ભજ તિર્યંચ પંચેં. માં છ એ છ લેશ્યા, જુગલ તિર્યંચમાં પ્રથમની ચાર લેશ્યા. મનુષ્ય ગતિ . . કુલ ૧૦૧ ૧૭૨ સંજ્ઞી મનુષ્યમાં છ લેશ્યા. જુગલિયા મનુષ્યમાં ચાર પ્રથમની લેશ્યા અને સંમૂર્ચ્છિમ મનુષ્યમાં પ્રથમની ત્રણ લેશ્યા. દેવગતિમાં - ભવનપતિ અને વાણવ્યંતર દેવોમાં પ્રથમની ૪ લેશ્યા - કૃષ્ણ, નીલ, કાપોત, તેજો. જ્યોતિષી દેવોમાં ૧ તેજો લેશ્યા. વૈમાનિક દેવોમાં તેજો, પદ્મ, શુક્લ એ ૩ લેશ્યા. તિર્યંચ | મનુષ્ય | દેવ નારકી ૧૦ ૭ ૯૬ ૪ . ૭ ૩૫ લેશ્યા એક લેશ્યા લાભે એવા જીવના ભેદ બે લેશ્યા લાભે એવા જીવના ભેદ ત્રણ લેશ્યા લાભે એવા જીવના ભેદ ચારલેશ્યા લાભે એવા જીવના ભેદ પાંચ લેશ્યા લાભે એવા જીવના ભેદ છ લેશ્યા લાભે એવા જીવના ભેદ કુલ ભેદ . 3 . ૭ O ૧૦ ૧૪ ४८ O 30 303 ૪૫૯ ૪૫૯ ૪૫૯ ૩૪૩ ૬૬ ૮૪ ૨૯૧ . ૭ ૧૦૨ ૦ ૧૯૮ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત લેયાનો અધિકાર શા માટે ? જેવી રીતે શરીર વગરનો કોઈ સંસારી જીવ ન હોય એ રીતે લેશ્યા વગરનો કોઈ પણ સયોગી સંસારી જીવ હોતો જ નથી. દરેક સયોગી સંસારી જીવને કોઈને કોઈ લેશ્યા હોય જ છે. એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતે પણ જે લેગ્યામાં આયુષ્યનો બંધ થયો હોય એ લેશ્યા લેવા આવી જાય છે. એમાંથી પ્રથમની ત્રણ લેશ્યા અપ્રશસ્ત છે તો પછીની ત્રણ લેશ્યા પ્રશસ્ત છે. આત્માના પરિણામો જેમ પ્રશસ્ત અને અપ્રશસ્ત થાય તે પ્રમાણે લેશ્યા પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત થાય છે. લેશ્યાથી સંસારની વૃદ્ધિ થયા કરે છે. લેશ્યા જુદા જુદા જીવોમાં જુદી જુદી હોય. છે. નારકીમાં અપ્રશસ્ત લેશ્યા જ હોય છે. દેવમાં ભવનપતિ - વાણવ્યંતને અપ્રશસ્ત ને પ્રશસ્ત બંને લેશ્યા હોય છે. જયોતિષી અને વૈમાનિકમાં માત્ર પ્રશસ્ત લેશ્યા જ હોય છે. પણ તેઓ ચોથા ગુણસ્થાનકથી આગળ વધી શકતા નથી. બાદર પૃ.પા. વન. વર્જીને પાંચ સ્થાવર, વિકલેન્દ્રિય, અસંજ્ઞી મનુ, અસંજ્ઞી તિર્યંચમાં એકાંત અપ્રશસ્ત લેશ્યા જ હોય. જુગલિયામાં અપ્રશસ્ત, પ્રશસ્ત લેશ્યા હોય છે. સંજ્ઞી મનુષ્યમાં છ એ છ લેશ્યા હોય. પરંતુ આત્મ વિકાસ થતો જાય અને ઉપર ઉપરના ગુણસ્થાન પ્રાપ્ત થતા જાય એમ પ્રશસ્ત લેશ્યા જ રહે છે એમાંય શુક્લ લેગ્યા પરમ શુક્લ લેશ્યાનું રૂપ લઈ લે એટલે આત્મવિકાસ ચરમસીમાએ પહોંચે છે અને ૧૪ માં ગુણસ્થાને અલેશી. બનીને મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે લેગ્યામાંથી અલેશી બનવાના પુરૂષાર્થ માટે લેશ્યાનું સ્વરૂપ જાણીને કેવી રીતે અપ્રશસ્ત અધ્યવસાયમાંથી પ્રશસ્ત અધ્યવસાય તરફ જવાનું છે એના ચિંતન માટે લશ્યાનો અધિકાર જરૂરી છે. કૃષ્ણ - નીલ - કાપોત લેશ્યા - ૧ થી ૬ ગુણસ્થાન સુધી, તેજો અને પદ્મ લેશ્યા - ૧ થી ૭ ગુણસ્થાન સુધી હોય છે. શુક્લ લેગ્યા - ૧ થી ૧૩ ગુણસ્થાન સુધી હોય છે. પહેલા ગુણસ્થાને શુક્લ લેડ્યાનું બહુ મહત્ત્વ નથી આથમતી સંધ્યા જેવું. ૪થા ગુણસ્થાને સ્પિરીટ જેવી થોડીવાર ઠંડક આપે. ૧૩મા ગુણ. આઈસ (બરફ) જેવી ઘણીવાર સુધી ઠંડક આપે. ૬ઠ્ઠા ગુણસ્થાને સાધુને છ એ છ લેશ્યા ઘટે. કૃષ્ણ લેશ્યા - પ્રમાદથી ચાલે, બારી ખોલી હવાની ઈચ્છા વગેરે હિંસાના પરિણામ. નીલ ગ્લેશ્યા - આજ્ઞા વગર એક પણ વસ્તુ વાપરે તો ચોરીની ઈચ્છા. કાપોત લેશ્યા - ઈન્દ્રિયોના એક પણ વિષય પર રાગદ્વેષરાખવા તે મૈથુન. તેજો લેશ્યા - તપની ઈચ્છા. પદ્મ લેશ્યા - છકાય જીવોને અભયદાન, જ્ઞાનદાન સાધર્મિકને વસ્ત્ર, પાત્ર, આહાર પાણી વગેરનું દાન. શુક્લ લેશ્યા - મોક્ષ લક્ષી શુદ્ધ પરિણામ. આમ સાધુને છ એ છ લેશ્યા ઘટે. Page #302 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૯૩ ૧) પ્ર ઉપસર્ગ અને ગળુ જીવવું એ ધાતુ પરથી પ્રાણ શબ્દ બનેલો છે. પ્રતિ - નીતિ અને પ્રાણી જેના વડે જીવાય તે પ્રાણ. પ્રાણ જીવનું બાહ્ય લક્ષણ છે. કોઈ પણ જીવ, જંતુ કે પ્રાણી “જીવે છે એવી પ્રતીતિ પ્રાણ વડે જ થાય છે. ટૂંકમાં જે જીવ, જંતુમાં પ્રાણ વિદ્યમાન હોય તેને આપણે જીવંત કહીએ છીએ અને જેનામાં પ્રાણ વિદ્યમાન ન હોય, તેનું મૃત્યુ, મરણ કે અવસાન થયેલું માનીએ છીએ. શાસ્ત્રોમાં નીતિ - DISIન શરતીતિ ની જે જીવે છે અર્થાત્ પ્રાણોને ધારણ કરે છે તે જીવ. આવી વ્યાખ્યા જોવામાં આવે છે. તેનો ભાવાર્થ એ છે કે પ્રાણ ધારણ એ જ જીવન છે. ૨) નિક્તિ અર્થ - (જેનેન્દ્ર સિદ્ધાન્ત કોશ ભાગ – ૩ (હિન્દી) - મૃ. ૧૫૩) અ) પ્રાણ-જે રીતે બાહ્ય પ્રાણથી જીવ જીવે છે એમ જે આત્યંતર પ્રાણો દ્વારા જીવ જીવે છે તે પ્રાણ કહેવાય છે. બ) જેના દ્વારા જીવ જીવે છે અને પ્રાણ કહે છે. ક) જેના દ્વારા આ જીવ જીવિતવ્યરૂપ વ્યવહારને યોગ્ય છે અને પ્રાણ કહે છે. ૩) જીવમાં જીવિતવ્યના લક્ષણને પ્રાણ કહે છે. એ બે પ્રકારના છે. નિશ્ચય અને વ્યવહાર જીવની ચેતન્યશક્તિ એનો નિશ્ચય પ્રાણ છે. પાંચ ઈન્દ્રિય, મન, વચન, કાય, આયુષ્ય તેમ જ શ્વાસોચ્છવાસ એ દશ વ્યવહાર પ્રાણ છે. ૪) નિશ્ચય અથવા ભાવ પ્રાણ અ) નિશ્ચયથી આત્માના જ્ઞાન-દર્શન ઉપયોગરૂપ ચેતન્ય પ્રાણ છે. પૂર્વાચાર્યોએ સમ્યગદર્શન, જ્ઞાન તેમ જ ચારિત્રને પ્રાણ કહ્યા છે. બ) પ્રાણ ઈન્દ્રિય, બલ, આયુ તથા ઉગ્લાસરૂપ છે. એમાં ચિત્ સામાન્યરૂપ અન્વયવાળા ભાવ પ્રાણ છે. ક) આત્માની જે શક્તિના નિમિત્તથી ઈન્દ્રિયાદિ પોતાના કાર્યમાં પ્રવર્તે તેને ભાવ પ્રાણ કહે છે. (ભગવદ્ ગોમંડળ - લે. ભગવતસિંહજી – પૃ. ૬૦૦૪) ૫) વ્યવહાર અથવા દ્રવ્ય પ્રાણા અ) પુદ્ગલ સામાન્યરૂપ અન્વયવાળા દ્રવ્ય પ્રાણ છે. બ) પુદ્ગલ દ્રવ્યથી નિપજેલા જે દ્રવ્ય ઈન્દ્રિયાદિક એના પ્રવર્તનરૂપ દ્રવ્ય પ્રાણ છે. જીવને માટે પ્રાણી શબ્દ પ્રસિદ્ધ છે કારણ કે સંસારી અવસ્થામાં તે દશવિધ પ્રાણો પૈકી યથાયોગ્ય પ્રાણોને ધારણ કરનારો હોય છે. દશવિધ પ્રાણ જીવને જ હોય છે. અજીવને Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત હોતા નથી તેથી દશવિધ પ્રાણ એ જીવનું લક્ષણ છે. 'જીવતિ રવિયાન પ્રાન થાયતીતિ ની જે દશવિધ પ્રાણોને ધારણ કરે તે જીવ. જેના સંયોગથી આ જીવને જીવનાવસ્થા પ્રાપ્ત થાય અને જેના વિયોગથી આ જીવને મરણાવસ્થા પ્રાપ્ત થાય તે પ્રાણ સમજવા. તાત્પર્ય કે પ્રાણ એ જીવનશક્તિ છે. તેના વિના કોઈ જીવ જીવંત રહી શકતો નથી. પ્રાણ દશ પ્રકારના છે. ૧) સ્પર્શનેન્દ્રિય બળ પ્રાણ - જેનાથી જીવને આઠ પ્રકારના સ્પર્શનો બોધ કરવાનું સામર્થ્ય મળે તે. ૨) રસનેન્દ્રિય બળ પ્રાણ - જેનાથી જીવને પાંચ પ્રકારના રસનો બોધ કરવાનું સામર્થ્ય મળે છે. ૩) ધ્રાણેન્દ્રિય બળ પ્રાણ - જેનાથી જીવને સુગંધ ને દુર્ગધનો બોધ કરવાનું સામર્થ્ય મળે તે. ૪) ચક્ષુઈન્દ્રિય બળ પ્રાણ - જેનાથી જીવને પાંચ વર્ણનો બોધ કરવાનું સામર્થ્ય મળે ૫) શ્રોત્રેન્દ્રિય બળ પ્રાણ - જેનાથી જીવને ત્રણ પ્રકારના શબ્દનો (સચિત, અચિત, મિશ્ર) બોધ કરવાનું સામર્થ્ય મળે (જીવ શબ્દ, અજીવ શબ્દ, મિશ્ર શબ્દ) તે. ૬) મનોબળ પ્રાણ - જેના વડે જીવને કોઈ પણ વસ્તુ સંબંધી મનન - ચિંતન કરવાનું સામર્થ્ય મળે છે. ૭) વચનબળ પ્રાણ - જેના વડે જીવને કોઈ પણ પ્રકારની ભાષા બોલવાનું સામર્થ્ય મળે તે. ૮) કાચબળ પ્રાણ - જેના વડે જીવને કાયાને લગતી વિવિધ પ્રવૃત્તિઓનો બોધ કરવાનું સામર્થ્ય મળે તે. ૯) શ્વાસોચ્છવાસ બળ પ્રાણ - જેના વડે જીવને શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલો લેવાનું સામર્થ્ય મળે છે. ૧૦) આયુષ્ય બળ પ્રાણ - જેના વડે જીવને નિયત શરીરમાં અમુક સમય સુધી ટકવાનું છે એ સામર્થ્ય મળે તે. આયુષ્ય બે પ્રકારનું છે (૧) દ્રવ્યાયુષ્ય અને (૨) કાલાયુષ્ય. તેમાં આયુષ્ય કર્મનાં જે પુદ્ગલો તે દ્રવ્યાયુષ્ય કહેવાય છે અને તે પુદ્ગલો વડે જીવ જેટલા કાળા સુધી અમુક ભવમાં ટકી શકે તે કાલાયુષ્ય કહેવાય છે. જીવન જીવવામાં આયુષ્ય કર્મના પુદ્ગલો એ જ મુખ્ય કારણ છે. જયારે એ પુદ્ગલો સમાપ્ત થાય ત્યારે આહાર - ઓષધિ કોઈપણ પ્રયત્નોથી પણ જીવ જીવી. Page #304 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૯૫ શકતો નથી. આ બંને પ્રકારના આયુષ્યમાં જીવને દ્રવ્યાયુષ્ય તો અવશ્ય પૂર્ણ કરવું જ પડે છે તેમાં કોઈ અપવાદ હોતો નથી. પરંતુ કાલાયુષ્ય તો પૂર્ણ કરે કે ન પણ કરે કારણ કે કાલાયુષ્ય જે અપવર્તનીય હોય, એટલે કે શસ્ત્રાદિકના આઘાતથી શીધ્ર પરિવર્તન પામે તેવું હોય તો અપૂર્ણકાળે પણ મરણ પામે અને જો અનપવર્તનીય હોય તો ગમે તેવા નિમિત્તો મળવા છતાં તે આયુષ્યનો કાળ પૂરો કરીને જ મરણ પામે છે. (નવતત્ત્વ દીપિકા યાને જેન ધર્મનું અદ્ભૂત તત્ત્વજ્ઞાન - પૃ. ૮૦-૮૧). જીવવિચાર રાસમાં વ્યક્ત થયેલું પ્રાણનું સ્વરૂપ એકેન્દ્રિયમાં - ૭૫ એહનિં પ્રાણ કહ્યા છઈ ચ્ચાર, વ્યવરી ભાખ્યું સોય વીચાર ૭૬ શરીર અનિ કાયા બલ કહું સાસઓસાસ આઊભું કહું ચ્યાહારે પ્રાણ તણી એ ભાખ... એકેન્દ્રિયમાં ચાર પ્રાણ છે. સ્પર્શેન્દ્રિય પ્રાણ, કાચબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય અહીં કવિએ શરીર લખ્યું છે. તેની જગ્યાએ સ્પર્શેન્દ્રિય હોવું જોઈએ અથવા તો શરીરને અહીં સ્પર્શેન્દ્રિયના અર્થમાં લીધું છે એમ જાણવું. એકેન્દ્રિયને અંગો પાંગ ન હોય શ્વાસોશ્વાસ સ્પર્શેન્દ્રિય દ્વારા લે ને આત્મામાં પરિણમે. બેઈન્દ્રિય – ૯૦ પાટઉ સમજિન પૂજ પરૂપઈ, બેઅંદ્રીના ભાવ ભણી જઈ. જોહનિ છઈ ષ પ્રાણ એકંદ્રી જીવથી બઈ અધ્ધિકા ભાષા જીભ સુજાણ. પૂર્વોક્ત એકેન્દ્રિયના ચાર પ્રાણ તેમ જ રસનેન્દ્રિય અને વચનબળ મળીને બેઈન્દ્રિયમાં છ પ્રાણ હોય. તે ઈન્દ્રિય – ૧૦૫... સાત પરાણ ગંધ તણા તેહુ ઉ જાણ પૂર્વોક્ત છમાં ધ્રાણેન્દ્રિય ઉમેરતાં સાત પ્રાણ તેઈન્દ્રિયને હોય. ચૌરેન્દ્રિય – ૧૧૩ ભાખ્યા અષ્ટ પરાણ રે, લોચન તસ વધ્યાં પૂર્વોક્ત સાતમાં ચક્ષુઈન્દ્રિય ઉમેરતાં આઠ પ્રાણ ચૌરેન્દ્રિયને હોય. પંચેન્દ્રિય - ૧૨૨. કર્ણ મનોબલ વધ્યાં દોય. - પંચેન્દ્રિયમાં દશ દશ પ્રાણ હોય. પૂર્વોક્ત આઠ ને શ્રોતેન્દ્રિય તથા મનબળ એ મળીને ૧૦ પ્રાણ હોય. આ ગાથામાં ક્યાંય પ્રાણ કેટલા એવો ઉલ્લેખ થયો નથી. માત્ર કર્ણ ને મનોબળ બે વધ્યા એટલો જ ઉલ્લેખ છે. દેવગતિમાં ૧૦ પ્રાણ હોય પણ ગાથામાં ક્યાંય ઉલ્લેખ નથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત મનુષ્યમાં – ૧૪૮. દસઈ પરાંણ માનવનિ જોય, મનુષ્યને દશ પ્રાણ હોય. ૧૮૧ નવ પ્રાણ પૂરા નવિ લહિઈ, સંમૂર્સ્કિમ મનુષ્યને નવ પ્રાણ પુરા ન હોય આઠ પ્રાણ (વચન અને મન ન હોય) પુરા હોય. તિર્યંચમાં ૧૯૫.... દસઈ પરાણ - ગર્ભજ તિર્યંચમાં દશ પ્રાણ હોય. ૨૦૩ પ્રણ નવઈ... સંમૂચ્છિમ તિર્યંચમાં મન સિવાયના નવ પ્રાણ હોય. નારડી – ૨૬૭ ... દસઈ પરાણ - નારકીમાં દશ પ્રાણ હોય. ૧થી ૧૦ પ્રાણ કોને હોય ૧) વાટે વહેતાને એક આયુષ્ય પ્રાણ હોય. ૨) ૧૪માં ગુણસ્થાન વાળાને આયુષ્ય અને કાયબળ બે પ્રાણ હોય. ૩) એકે. અપર્યાપ્તામાં સ્પર્શેન્દ્રિય, કાયબળ અને આયુષ્ય ત્રણ પ્રાણ હોય. ૪) એકે. પર્યાપ્તામાં સ્પર્શેન્દ્રિય, કાયદળ, આયુષ્ય અને શ્વાસોદ્ઘાસ ચાર પ્રાણ હોય. ૫) બેઈ. અપર્યાપ્તામાં રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કાચબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસા પાંચ પ્રાણ હોય. ૬) બેઈ. પર્યાપ્તામાં રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કાયબળ, વચનબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ છ પ્રાણ હોય. ૭) તેઈ. પર્યાપ્તામાં ધ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કાચબળ, વચનબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ સાત પ્રાણ હોય. ૮) ચોરે. પર્યાપ્તામાં ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કાયબળ, વચનબળ, આયુષ્ય અને શ્વાસોચ્છશ્વાસ આઠ પ્રાણ હોય. ૯) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં પાંચ ઈન્દ્રિયના-શ્રોત્રેન્દ્રિય, ચસુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કાચબળ, વચનબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ નવા પ્રાણ હોય. ૧૦) સંજ્ઞી પંચંદ્રિય પર્યાપ્તામાં પાંચ ઈન્દ્રિયના-શ્રોત્રેન્દ્રિય, ચસુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, મનબળ, કાયદળ, વચનબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ દશ પ્રાણ હોય. વ્યવહાર જગતમાં થતાં મરણને આધ્યાત્મિક જગતમાં પ્રાણાતિપાત’ કહેવાય છે એટલે કે દ્રવ્ય પ્રાણોનો અતિપાત. દ્રવ્ય પ્રાણો આત્માથી છૂટાં થાય છે પરંતુ ‘જીવાતિપાત’ કહેવાતું નથી કારણ કે જીવ અજર અમર સદા શાશ્વતો છે. પ્રાણોનું સ્વરૂપ જાણ્યા પછી બીજાના પ્રાણોને હણવા ન જોઈએ. બીજાના Page #306 -------------------------------------------------------------------------- ________________ જીવવિવિચાર રાસ એક અધ્યયન પ્રાણોને વધુને વધુ અભયદાન આપવું જોઈએ. પર્યાપ્તિ ૨૯૭ પર્યાપ્તિનું સ્વરૂપ કોઈપણ જીવ જે ભવમાં ઉત્પન્ન થાય છે. તેમાં જીવનમાં કરવા યોગ્ય આવશ્યક કાર્યો માટે જે આહાર લેવો વગેરે ક્રિયાઓ માટે જે શક્તિ ઉત્પન્ન કરવી પડે છે તેનું નામ પર્યાપ્તિ. જીવ સૌ પ્રથમ આહાર સ્વીકારે છે તે આહારનો યોગ્ય પરિપાક થતાં શરીર બંધાય છે, શરીરનો વિકાસ થવાથી ઈંદ્રિયો વગેરેનો સ્પષ્ટ આકાર સર્જાય છે. (નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ એક અધ્યયન - પૃ. ૫૪) જીવ યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે જે પુદ્ગલો ગ્રહણ કર્યા હોય તે અને સમયે સમયે ગ્રહણ કરાતા આહારાદિ પુદ્ગલોને રસ, કૂચારૂપે પરિણમાવવામાં તેજસ શરીર કારણરૂપ છે. આત્માની પુદ્ગલના સમૂહથી પ્રાપ્ત થયેલી શક્તિ તેનું નામ પર્યાપ્તિ. ‘વાન્નિ: ત્રિજ્યા રિસમાપ્તિરાત્મનઃ' આત્મા અને પુદ્ગલનો સંબંધ થવાથી આહાર વગેરે પુદ્ગલો સ્વીકારવાની અને તેના યોગ્ય પરિણામ આપવાની શક્તિ તેનું નામ પર્યાપ્તિ. જીવ પ્રતિસમયે પુદ્ગલો ગ્રહણ કરે છે તેમાંથી જે પુદ્ગલો શરીર, ઈન્દ્રિય વગેરે રૂપે પરિણમવાનું સામર્થ્ય ધરાવે તે પુદ્ગલોને તે તે રૂપે પરિણમાવવાનું આત્માનું સામર્થ્ય તેનું નામ પર્યાપ્તિ. કોઈ પણ જીવ ઔદારિક કે વૈક્રિય પુદ્ગલો ધરાવતી યોનિ (ઉત્પત્તિ સ્થાન) માં ઉત્પન્ન થાય છે તે જ સમયે આ ઔદારિક કે વૈક્રિય પુદ્ગલોના સંબંધના કારણે, પ્રગટ થયેલી પોતાની શક્તિ દ્વારા પોતાની આજુબાજુમાં રહેલા આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસ લેવા - મૂકવાની શક્તિ, બોલવાની શક્તિ અને વિચારવાની શક્તિ રૂપે પરિણમાવે છે. જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે તેનું કારણ પૂર્વભવથી સાથે રહેલું તેજસ - કાર્યણ શરીર છે. કાર્મણ શરીરના કારણે ઉત્પત્તિ સ્થાનમા રહેલા પુદ્ગલો જીવ દ્વારા ગ્રહણ કરાય અને જુદી જુદી શક્તિરૂપે પરિણત કરવાનું કાર્ય તૈજસ શરીરનું છે. જે જુદી જુદી શક્તિઓ પ્રાપ્ત થાય છે તેને જૈનદર્શનમાં પર્યાપ્તિ નામ આપ્યું છે. તે છ પ્રકારની છે. આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન પર્યાપ્તિ. જીવ જ્યારે એક સ્થૂલ શરીરનો ત્યાગ કરી બીજું સ્થૂલ શરીર (બાહ્ય શરીર) ધારણ કરે છે ત્યારે ભાવી જીવનયાત્રા માટે તે પોતાના નવીન જન્મક્ષેત્રમાં એકી સાથે પુદ્ગલોનો કેટલોક ઉપચય કરે છે. તેને અથવા તેનાથી ઉત્પન્ન થતી પૌદ્ગલિક શક્તિને પર્યાપ્તિ કહેવામાં આવે છે. (નવતત્ત્વ દીપિકા - પૃ. ૬૨) ભગવદ્ ગોમંડળ પૃષ્ઠ ૫૪૨૭ અનુસાર પર્યાપ્તિ - જીવની શક્તિ, સામર્થ્ય, નૈસર્ગિક ગુણો પ્રમાણે પદાર્થોની વિલક્ષણતા Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત સમાપ્તિ, પૂર્ણાહુતિ, પરિપૂર્ણતા સારી રીતે પ્રાપ્તિ, ભરપૂરપણું, પર્યાપ્તપણું, પૂર્ણતા, સંપૂર્ણતા. પર્યાપ્તિના આહાર, શરીર, ઈંદ્રય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એમ છ પ્રકાર છે. વેદાંત પ્રમાણે - સ્વરૂપસંબંધ - પ્રતિયોગી વસ્તુનું અથવા અનુયોગી વસ્તુનું જે સ્વરૂપ છે તે જ સંબંધરૂપ હોય તો તેને સ્વરૂપસંબંધ કહે છે. પ્રજાપ્તિ - કેટલાક સ્થળે પ્રજાપ્તિ શબ્દ આવે છે જે પ્રાકૃત સ્વરૂપ છે. પર્યાપ્તિ સંસ્કૃત સ્વરૂપ છે. પ્રજાનો એક અર્થ પ્રજન્ એટલે જન્મવું થાય છે. જે જન્મ માટે નિમિત્ત બને, ઉત્પન્ન થવા માટે નિમિત્ત બને તે પ્રજાપ્તિ. અપર્યાપ્તિ - જે પર્યાપ્તિ બાંધવાની શરૂઆત કર્યા પછી પૂરી બંધાઈ રહે તેને પર્યાપ્તિ કહેવાય અને બંધાવાની બાકી હોય તેને અપર્યાપ્તિ કહેવાય. પર્યાપ્તિ છ છે એમ અપર્યાપ્તિ પણ છ છે. પુદ્ગલના ઉપચયથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. તેના વડે જીવ આહાર ગ્રહણ, શરીર નિવર્તન આદિ માટે સમર્થ બને છે તેથી પુદ્ગલોપચયથી ઉત્પન્ન થતી શક્તિ એ જીવનું કારણ છે અને કર્તા જીવ છે. જીવમાં કર્મને કારણે કોઈપણ દેહ ધારણ કરીને જીવવાની શક્તિ છે. પણ તે પર્યાપ્તિ વિના પ્રગટ થતી નથી. અર્થાત્ જીવને દેહધારી તરીકે જીવવું હોય તો પર્યાપ્તિ દ્વારા જ એમ કરી શકાય છે. તેથી સંસારી જીવ માટે પર્યાપ્તિ અતિ અગત્યની છે. તે પર્યાપ્તિ છ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧) આહાર પર્યાપ્તિ – જે શક્તિ વિશેષથી જીવ બહારના આહાર પુગલોને ગ્રહણ કરીને ઓજ આહાર રૂપે પરિણમાવે એવી શક્તિ વિશેષની પૂર્ણતાને આહાર પર્યાપ્તિ કહે છે. ૨) શરીર પર્યાપ્તિ – જે શક્તિથી આહારના રસ ભાગનો રસ, રક્ત, માંસ, અસ્થિ, મજ્જા, શુક્ર, મેદ (વીર્ય) આદિ સાત ધાતુઓમાં પરિણમાવે એની પૂર્ણતાને શરીર પર્યાપ્તિ કહે છે. ૩) ઇંદ્રિય પર્યાપ્તિ – જે શક્તિથી આત્મા ધાતુરૂપ પરિણમેલા આહારને સ્પર્શ આદિ ઇંદ્રિયરૂપમાં પરિણમાવે તેની પૂર્ણતાને ઈન્દ્રિય પર્યાપ્તિ કહે છે. ૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ – જે શક્તિથી આત્મા શ્વાસોચ્છવાસ યોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને શ્વાસોચ્છવાસ રૂપમાં પરિણમાવે એની પૂર્ણતાને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહે છે. ૫) ભાષા પર્યાપ્તિ – જે શક્તિથી ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષા રૂપે પરિણમાવે તેની પૂર્ણતાને ભાષા પર્યાપ્તિ કહે છે. ૬) મનઃ પર્યાપ્તિ – જે શકિતથી મનને યોગ્ય મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને મનરૂપે પરિણમન કરે અને એની શક્તિ વિશેષથી એ પુદ્ગલોને પાછા છોડે એની Page #308 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૯૯ પૂર્ણતાને મન પર્યાપ્તિ કહે છે. મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ તે મન પર્યાપ્તિ. મનો વર્ગણાના પુદ્ગલ કાયયોગ દ્વારા લેવાય છે તે પુદ્ગલો મનન અને વિચાર કરવામાં સહાય કરે છે. જેની પાસે દ્રવ્ય મન હોય તે જ મનોવર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરી શકે છે. દ્રવ્યમના મનન - વિચાર કરવા માટેનું સાધન છે. આ છ પર્યાપ્તિમાંથી પ્રથમની ત્રણ પર્યાપ્તિ સર્વ સંસારી જીવોને હોય છે. એ ત્રણ અમર પર્યાપ્તિ કહેવાય છે. એ પર્યાપ્તિમાં કોઈ જીવ મરે નહિ. ચોથી પર્યાપ્તિ પણ બધા સંસારી જીવોને હોવા છતાં આ પર્યાપ્તિ બાંધતા બાંધતા કેટલાક જીવો એ પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ મરી જાય છે. આ ઘટના માત્ર ઓદારિક શરીરવાળા જીવોમાં જ થાય છે. એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આટલા પ્રકારના જીવો અપર્યાપ્ત અવસ્થામાં કાળ કરી શકે છે. દેવ અને નારકી અપર્યાપ્તા. અવસ્થામાં ક્યારેય કાળ ન કરે. ભાષા પર્યાપ્તિ – જે જીવોને જીભ મળી છે, ભાષા મળી છે એવા જીવોને ભાષા પર્યાપ્તિ હોય. ભાષા પર્યાપ્તિમાં પણ પૂર્વોક્ત દારિકવાળા જીવો કાળ કરે છે. એમને અપર્યાપ્તા અવસ્થામાં કાળ કરનારા કહેવાય છે અને જે કાળ કરતા નથી અને પર્યાપ્તિ પૂરી બાંધીને પછી કાળ કરે છે એને પર્યાપ્તા કહેવાય છે. જયાં સુધી આ પર્યાપ્તિ ન બંધાય ત્યાં સુધી જીવોને ભાષા પર્યાપ્તિના અપર્યાપ્ત કહેવાય. આ પર્યાપ્તિ બાંધી લીધા પછી પર્યાપ્ત કહેવાય. ભાષાનો પ્રયોગ પર્યાપ્ત થયા પછી જ થાય છે. ભાષા પર્યાપ્તિ - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવને હોય છે. ૨૪ દંડકમાંથી પ સ્થાવરના દંડકને બાદ કરીને ૧૯ દંડકમાં ભાષા હોય. જીવના ૧૪ ભેદમાંથી - બેઇં, તેઈ, ચોરેં., અસંજ્ઞી પંચે, સંજ્ઞી પંચેન્દ્રિય એ પાંચ ભેદમાં હોય છે. જીવના ૫૬૩ ભેદમાંથી નારકીના ૭ પર્યાપ્તા, તિર્યંચના ૧૩ પર્યાપ્તા, મનુષ્યના ૧૦૧ પર્યાપ્તા, દેવના ૯૯ પર્યાપ્તા = ૨૨૦ ભેદમાં હોય. મનઃપર્યાપ્તિ - જે જીવોને મન મળ્યું છે એ જીવોને મનપર્યાપ્તિ હોય. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં - નારકી, તિર્યંચ પંચે. મનુષ્ય અને દેવને મનપર્યાપ્તિ હોય. આ પર્યાપ્તિ બાંધતા બાંધતા પણ જે જીવો કાળ કરે છે તે અપર્યાપ્તામાં કાળ કરનારા કહેવાય. આ પર્યાપ્તિ ન બંધાય ત્યાં સુધી જીવ અપર્યાપ્તા ગણાય. દેવ, નારકી અને જુગલિયા આ પાર્યપ્તિ બાંધતા ક્યારેય કાળ ન કર. માત્ર સંખ્યાતા વર્ષવાળા સંજ્ઞી મનુષ્ય અને સંખ્યાતા વર્ષવાળા સંજ્ઞી તિર્યંચ પંચંદ્રિય જ કાળ કરે છે. મનઃ પર્યાપ્તિ - ૧૬ દંડક = ૧૩ દેવ, ૧ નારકી, ૧તિર્યંચ, ૧ મનુષ્યમાં હોય. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવના ૧૪ ભેદમાંથી - માત્ર સંજ્ઞી પંચેન્દ્રિયના પર્યાપ્તામાં હોય. દારિક શરીરવાળા જીવો ઓદારિક સંબંધી છ પર્યાપ્તિ એક ભવમાં એક જ વાર બાંધે છે. વેકિય શરીરવાળા - ક્રિય શરીરની ભવ સંબંધી (ભવધારણીય) છ પર્યાપ્તિ એક વખત બાંધે પણ જે ક્રિય શરીર રૂપ સંબંધી હોય એટલે ઉત્તર ક્રિય કરવા આશ્રી સંખ્યાતી વાર કરી શકે. ના. લિ., મનુ, દેવ ચારેમાં ઉત્તર વૈક્રિય થઈ શકે. આહારક શરીરવાળા - બે વખત કરી શકે. છ એ પર્યાપ્તિ એક સાથે જ બાંધવાની શરૂઆત થાય પણ પૂર્ણ ક્રમશઃ થાય કારણ કે ક્રમશઃ પુદ્ગલો સ્થૂળથી સૂક્ષ્મ હોય છે. દા.ત. આહારના પુદ્ગલો સર્વથી સ્થૂળ હોય તેથી તે જલ્દી બંધાય પછીના સૂક્ષ્મ હોય તેથી વાર લાગે. જેમ કે વટાણા કરતાં ઘઉંને વીણતા વાર લાગે, ઘઉં કરતાં બાજરીને વીણતા વાર લાગે એમ સમજવું. પર્યાપ્તિનો કાળ - સર્વ જીવો આહાર પર્યાતિ પ્રથમ સમયે પૂરી કરે છે અને શરીરાદિ અન્ય પર્યાપ્તિઓ ત્યારબાદ અંતર્મુહૂર્ત પૂરી કરે છે. આહાર સિવાયની પર્યાક્તિઓ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. તેથી અધિક પુદ્ગલના ઉપચયની અપેક્ષા રાખે છે એટલે તેને ક્રમશઃ સમય વધારે લાગે છે. કર્મગ્રંથ ૧ ની સ્વોપજ્ઞ ટીકામાં શ્રી દેવેન્દ્રસૂરિજીએ તે વિષયક ગાથા આપેલી છે वेउव्विअ पज्जति सरीर अंतमुहु सेस इगसमया। आहारे इगसमया सेसा अंतमुह आराले ॥ અર્થાત્ ક્રિય શરીરધારીઓને શરીર પર્યાપ્તિ અંતર્મુહૂર્તની અને બાકીની પાંચ પર્યાપ્તિ એક સમયની હોય છે. દારિક શરીરવાળાને આહાર પર્યાપ્તિ એક સમયની શેષ પાંચ પયાપ્તિ અંતર્મુહૂર્તની હોય છે. એ જ રીતે એક જ જાતિના જીવોની પર્યાપ્તિઓ પૂર્ણ થવાનો સમય અલગ અલગ હોઈ શકે. દા. ત. સંમૂર્છાિમ મનુષ્ય અપર્યાપ્ત અવસ્થામાં જ કાળ કરે છે છતાં પણ એક જ સમયે ઉત્પન્ન થયેલા બે સંમૂર્છાિમ મનુષ્યની પ્રથમની ત્રણ પર્યાપ્તિ એક સાથે જ પૂર્ણ થાય એ જરૂરી નથી. તેમ જ આયુષ્ય સાથે જ પૂર્ણ થાય એ પણ જરૂરી નથી. થોડા સમય આગળ – પાછળ થઈ શકે તેથી પર્યાપ્તિ એક જ સમયે પૂર્ણ થાય એમ ન મનાય. કવિએ વર્ણવેલું પર્યાતિનું સ્વરૂપ એકેન્દ્રિય ૭૪ .. ચ્યાર વલી પરજાપતિ જોય આહાર શરીર નિ ચંદ્રી હોય. ૫ સાસ ઉસાસ તે ચોથો ભેદ.... એકેન્દ્રિયમાં ચાર પર્યાપ્તિ હોય. આહાર, શરીર, ઈંદ્રિય અને શ્વાસોચ્છવાસ. Page #310 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય ૯ પાંચ પરજાપતિ એહનિં કહીઈ, આહાર શરીરનિં અંદ્રી, સાસ ઓસાસ નિં પંચમ ભાષા ભેદ કહ્યા બે અંદ્રી હો... પાંચ પરજાપતિ... ૩૦૧ ૧૦૫... ૧૧૩ ... પાંચ પરજાપતિ તેહનિં એ.... ત્રણે વિકલેન્દ્રિયમાં પાંચ પર્યાપ્તિ હોય. આહાર, શરીર, ઈંદ્રિય, શ્વાસોચ્છ્વાસ અને ભાષા પર્યાપ્તિ. પંચદ્રિય ૧૨૩ ષટ્ પરજાપતિ તેહનિ કહી છઠૂ મન તસ વાધ્યું સહી. પૂર્વોક્તમાં એક મન પર્યાપ્તિ ઉમેરીને પંચેન્દ્રિયમાં છ પર્યાપ્તિ કહી છે. મનુષ્યમાં છ પર્યાપ્તિ હોય (દેવમાં પણ છ પર્યાપ્તિ હોય. પણ ગાથામાં નથી બતાવી) ૧૫૨ ... ષટ્ પરજાપતિ પુરી જોય. સંમૂર્ચ્છિમ મનુષ્યમાં મન અને ભાષા સિવાયની ચાર પર્યાપ્ત હોય પણ અહીં પાંચ પર્યાપ્તિ બતાવી છે તેનું કારણ સમજાતું નથી પાંચ અપર્યાપ્તિ હોવું જોઈએ. (શ્રી જૈન થોક સંગ્રહ સંગ્રાહક પ્રકાશક - પાલનપુરના સ્થાનકવાસી જૈન બહેનો પૃ. ૯૦ ચોવીશ દંડકનો સમુ. મનુ. નો પર્યાપ્તિ દ્વાર) જો કે ભાષા ન કરી શકે એમ સ્વીકાર્યું છે. ૧૮૪ ... પરજાપતિ પાંચ કહઈવાઈ, ભાષા ન કરીઅ સકાઈ પાંચ અપર્યાપ્તિ હોઈ શકે એ અપેક્ષાએ પાંચ પર્યાપ્તિ લીધી હશે. તિર્યંચમાં - સંજ્ઞીમાં છ પર્યાપ્તિ હોય ૧૯૫ વલી બોલ્યા શ્રી જિનવર, ષટ્ પરજાપતિ દસઈ પ્રાણ. ૨૦૩ પ્રણ નવઈ પરજાપતી પંચ અસંજ્ઞી તિર્યંચમાં પાંચ પર્યાપ્તિ હોય. નારકીમાં છ પર્યાપ્તિ હોય. ૨૬૭ ... ષટ્ પરજાપતિ તેહનિ જોય. આમ દરેક સંસારી જીવોમાં પર્યાપ્તિ હોય છે એ પર્યાપ્તિ ભવપર્યંત રહે છે. અર્થાત્ જીવનયાત્રા હોય ત્યાં સુધી પર્યાપ્તિ ચાલુ રહે છે. જ્ઞાન માનવ સંસ્કૃતિના ઉદયકાળથી જ જ્ઞાન વિમર્શનો વિષય રહ્યો છે. દરેક સભ્યતા, સંસ્કૃતિએ જ્ઞાનની મહત્તાને નિર્વિવાદ રૂપથી સ્વીકારી છે. જૈન પરંપરામાં જ્ઞાનની વિશદ ચર્ચા ઉપલબ્ધ છે. જ્ઞાનથી સંબંધિત ઉપલબ્ધ સાહિત્યના આધારે એમ કહી શકાય કે જૈનદર્શનમાં માત્ર જ્ઞાનમીમાંસા પર ‘નંદી’ આદિ સૂત્રો રચાયા છે. જૈનદર્શનમાં ‘જ્ઞાન પ્રવાદ’ નામનું પૂર્વ હતું જેમાં પંચવિધ જ્ઞાનની ચર્ચા હતી. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત એ પાંચમું પૂર્વ હતું. અંબાડી સહિતના ૧૬ હાથીના માપ જેટલી શાહીથી લખાયા એટલું જ્ઞાન હતું. આ ઉપરાંત આવશ્યક નિર્યુક્તિ, શ્રી ઉત્તરાધ્યયન, રાયપ્રશ્નીય, ભગવતી , ઠાણાંગ આદિમાં પણ જ્ઞાનની ચર્ચા થઈ છે. - પૂર્વોક્ત સાહિત્યોના આધારે જ્ઞાનની ત્રણ ભૂમિકાઓ રચાય છે. ૧) પ્રથમ ભૂમિકામાં જ્ઞાનના પાંચ ભેદ છે. - શ્રી ભગવતી સૂત્ર તથા રાયપ્રશ્રીયા વગેરેમાં છે. શ્રી રાયપ્રશ્નીયમાં પાર્શ્વનાથના શિષ્ય કેશી સ્વામી પરદેશી રાજાને કહે છે કે - एवं खुपएसी अम्हं समणाणं निग्गंथाणं पंचविहे नाणे पण्णत्ते। तंजहा अभिणिषोहियनाणे, सूयनाणे, ओहिणाणे मणपज्जवणाणे केवलणाणे।। सूत्र ૧ર૯ આનાથી સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીર પૂર્વે પાર્શ્વનાથના શિષ્યોમાં પણ પાંચ જ્ઞાનની માન્યતા હતી. કર્મગ્રંથમાં પણ પાંચ જ્ઞાનનું વિવરણ છે. ૨) દ્વિતીય ભૂમિકામાં જ્ઞાનના બે ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. શ્રી ઠાણાંગ સૂત્રમાં આ પ્રમાણે છે. ૩) તૃતીય ભૂમિકામાં ઈંદ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ બંનેની અંતર્ગત સ્વીકારવામાં આવ્યું. આ ભૂમિકામાં લોકાનુસરણ સ્પષ્ટ છે. આગમિક નંદીસૂત્ર, ન્યાયના ગ્રંથો વગેરેમાં છે. શ્રી નંદી સૂત્રમાં સર્વ પ્રથમ જ્ઞાનને પાંચ ભાગોમાં વિભક્ત કરીને પછી એ પાંચનો સમાવેશ પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદોમાં કરવામાં આવ્યો છે. અહીં ઈન્દ્રિયથી થતા જ્ઞાનને પરોક્ષ અને નોઈન્દ્રિયથી એટલે સાક્ષાત્ આત્માથી થતા જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. (સૂત્ર ૨). ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાનને પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ બંને ભેદોની અંતર્ગત સ્વીકારાયું છે. એવો ભેદ ઉપર્યુક્ત બે ભૂમિકામાં નથી. જેનેતર બધા દર્શનોએ ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ માન્યું છે. તેથી આચાર્ય જિનભદ્રગણિશ્રીએ આ સમન્વયને લક્ષમાં રાખીને સ્પષ્ટીકરણ કર્યું છે કે ઈન્દ્રિય પ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવું જોઈએ. તાત્પર્ય એ જ છે કે ઈન્દ્રિયજ્ઞાન વસ્તુતઃ તો પરોક્ષ જ છે પરંતુ લોકવ્યવહારને કારણે એને પ્રત્યક્ષ માનવામાં આવ્યું છે. ઉપરોક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે ૧) અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ છે. ૨) શ્રત પરોક્ષ જ છે. ૩) ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન પારમાર્થિક દૃષ્ટિથી પરોક્ષ છે અને વ્યવહારિક દષ્ટિથી પ્રત્યક્ષ છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૦૩ ૪) મનોજન્ય મતિજ્ઞાન પરોક્ષ જ છે. જ્ઞાનનો અર્થ છે જાણવું. જાણવું આત્માનો ગુણ છે. જીવ અને અજીવનું વિભાજક તત્વ જ્ઞાન છે. પૂર્વોક્ત આગમ-શાસ્ત્ર, ગ્રંથોમાં જ્ઞાનના ઘણા વિશેષ અર્થો મળે છે તેમાંના કેટલાંક વિશેષ અર્થો આ પ્રમાણે છે. ૧) જેનાથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય તે જ્ઞાન. (નંદીસૂસ) ૨) જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રગટતો આત્માનો ગુણ જ્ઞાન છે. ૩) પોતાનું અને પરનું જેનાથી જાણપણું થાય તે જ્ઞાન. (પ્રમાણ નય - મૃ. ૧). ૪) ચેતનાનો વિશેષ પ્રકારનો વ્યાપાર તે જ્ઞાન. ૫) ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેકાળનું જાણપણું જેનાથી થઈ શકે તે જ્ઞાન. ૬) સત્યને સત્યરૂપે, અસત્યને અસત્યરૂપે જાણી શકે એટલે કે દ્રવ્ય વિષે સત્ - અસનું પૃથક્કરણ કરી શકે તે જ્ઞાન. ૭) શેય પદાર્થોની વિશેષ સમજણ અપાવનારી ચેતન્યશક્તિ તે જ્ઞાન છે. ૮) દ્રવ્ય પદાર્થોમાં રહેલા વિશેષ ધર્મનો બોધ પમાડી શકે તે જ્ઞાન. દ્રવ્ય વિશેષ, ગુણ વિશેષ, પર્યાય વિશેષને જાણવું તે જ્ઞાન. ૯) અનાદિકાળથી આત્મા પર જે ખોટી ધારણાઓ - માન્યતાઓ, કુસંસ્કારો છવાઈ ગયા છે તેનો ત્યાગ કરી જગતના દરેક આત્માઓને, પદાર્થોને, પ્રસંગોને અને ચારિત્રોને નવતત્વની આંખે, જિનેશ્વરની સામે જોઈને શ્રદ્ધા કરવી, આત્માને મતિ - શ્રતની પર્યાયો દ્વારા શુદ્ધ બનાવવો તે જ્ઞાન.” એ જ્ઞાન પાંચ પ્રકારનું છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. પાંચ જ્ઞાનનું સ્વરૂપ/વિવેચન (જ્ઞાનના પાંચે ભેદ પર્યાયરૂપ છે.). ૧) મતિજ્ઞાન/આભિનિબોધિક જ્ઞાન (તસ્વાર્થ સૂત્ર. પૃ. ૨૫, કર્મગ્રંથ પૃ. ૧૮) પાંચ ઈન્દ્રિયો અને મનથી થનારું જ્ઞાન તે મતિજ્ઞાન. ચક્ષુથી રૂપવિષયક, ઘાણથી ગંધવિષયક, જીભથી રસવિષયક, ત્વચાથી સ્પર્શવિષયક, શ્રોત્રથી શબ્દવિષયક અને મનથી સંકલ્પ - વિકલ્પ વિષયક જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. મતિપૂર્વક જાણવું તે મતિજ્ઞાન. સમ્યફદષ્ટિની મતિ તે મતિજ્ઞાન. (શ્રી બૃહદ જેન થોક સંગ્રહ (૧૦૧ થોકડા) - પૃ.૨૨૯) મતિજ્ઞાનને અભિનિબોધિક જ્ઞાન પણ કહે છે. ગરમ = સન્મુખ રહેલા પદાર્થનો નિ = નિશ્ચયાત્મક જે બોધ તે આભિનિબોધ, તેના ઉપરથી સ્વાર્થમાં ફા ' (૭-૨૧૬૯) પ્રત્યય લાગવાથી આભિનિબોધિક શબ્દ બને છે. (કર્મગ્રંથ - ૧ પૃ. ૨૦) પદાર્થની હાજરીમાં થતો સંશયરહિત બોધ તે આભિનિબોધ. પ્રતિનિયત અર્થને ગ્રહણ કરવાવાળું અર્વાભિમુખી જ્ઞાન તે આભિનિબોધિક Page #313 -------------------------------------------------------------------------- ________________ 30४ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જ્ઞાન છે. અર્થની હાજરીમાં નિશ્ચિત બોધથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે આભિનિબોધિક. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે જ્ઞાનની પ્રાપ્તિ થાય તે મતિજ્ઞાન. ૨) શ્રુતજ્ઞાન - આ જ્ઞાન પણ ઈન્દ્રિયો અને મનથી જ થાય છે. તથાપિ જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભણાવનાર - સમજાવનાર ગુરૂની અને શાસ્ત્રાદિની જરૂરિયાત રહે અર્થાત્ ગુરૂ કે આગમાદિ શાસ્ત્રોના આલંબનેથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. જેમ કોઈ પણ પુસ્તકનું એક પાનું ચક્ષુથી વાંચી જવું તે મતિજ્ઞાન છે. પરંતુ તેમાં રહેલા હાર્દને, પરમાર્થને જાણવું તે શ્રુતજ્ઞાન છે. તે પરમાર્થ ગુરૂગમથી સમજવો સરળ પડે છે. અ) જે જ્ઞાન મૃતને અનુસરે છે. બ) જેનાથી શબ્દ - અર્થનો સંબંધ જાણી શકાય, સમજી શકાય, અનુભવી શકાય તે શ્રુતજ્ઞાન. ક) ૫ ઇંદ્રિય અને ૬ઠ્ઠા મનના નિમિત્તથી ઉત્પન્ન થતાં શ્રુતજ્ઞાનમાં મનની મુખ્યતા વિશેષ હોય છે એટલે એ જ્ઞાન મનનો વિષય મનાય છે. ડ) જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય વ્યક્ત કરી શકાય તે. ઇ) જે જ્ઞાન ત્રિકાળ વિષયક હોય તે. ફ) બોલવું એ શ્રુતજ્ઞાન નથી, એ તો વચનયોગ છે પરંતુ બોલવાનો જે અર્થ હોય તે શ્રુતજ્ઞાન છે. અને શબ્દ એ અર્થને પ્રગટ કરવાનું સાધન હોવાથી તે દ્રવ્યદ્ભુત છે. હ) શ્રુતજ્ઞાનને કેવળજ્ઞાનનો અંશ ગણવામાં આવે છે. અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન વગર કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે પરંતુ શ્રુતજ્ઞાન વગર કેવળજ્ઞાન ક્યારેય પ્રગટ ન થઈ શકે. એકેન્દ્રિય - વિકલેન્દ્રિયમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ ભાવેન્દ્રિયો લબ્ધિ સ્વરૂપે પાંચે હોય છે. અને તેથી જ કોઈ વનસ્પતિ વાદળની ગર્જનાથી ફળે છે કોઈ વનસ્પતિ ચંદ્ર - સૂર્યને જોઈને ખીલે છે. કોઈ મદિરાપાનના છંટકાવથી ફળે છે માટે લબ્ધિ ઈન્દ્રિય આશ્રી શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ રૂપ અવ્યક્ત શ્રુત અજ્ઞાના એકેન્દ્રિયાદિને પણ હોય છે. (કર્મગ્રંથ ભા.૧ પૃ.૧૯) ૩) અવધિજ્ઞાન - પાંચ ઈન્દ્રિયો અને મનની મદદ લીધા વિના માત્ર રૂપી દ્રવ્યોને સાક્ષાત્ કરાવનાર જે જ્ઞાન તે અવધિ જ્ઞાન. (કર્મગ્રંથ ભા.૧ પૃ.૧૯) જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અવધિ અર્થાત્ સીમાથી યુક્ત પોતાના વિષયભૂત પદાર્થોને જાણે છે એટલે એને અવધિજ્ઞાન કહેવાય છે. આગમમાં અવધિનું નામ સમાજ્ઞાન પણ છે. અધિક અધોગામી વિષયને જાણે છે અથવા પરિમિત વિષયવાળું હોવાથી પણ અવધિજ્ઞાન કહેવાય છે. ( 1 Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ જીવવિચાર રાસ એક અધ્યયન વિશેષાવશ્યક ભાષ્યમાં અવધિની વિભિન્ન પ્રકારે વ્યુત્પતિ ઉપલબ્ધ છે. અ) જે જ્ઞાન દ્વારા અધોગામી રૂપી વસ્તુઓનું વિસ્તારથી જ્ઞાન થાય તે. બ) અવધિ = મર્યાદા. જે મર્યાદિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણે છે તે. - ક) અવધાનને પણઅવધિ કહ્યું છે અર્થાત્ અવધિજ્ઞાનથી દ્રવ્યોને જાણે છે. અર્થનો સાક્ષાત્કાર કરવાનો આત્માનો જે વ્યાપાર તે. અવધિજ્ઞાનવાળો ૬ દ્રવ્યમાંથી માત્ર પુદ્ગલ દ્રવ્યને જ જાણી શકે છે. અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. અ) સર્વ જઘન્ય = ઓછામાં ઓછા પ્રત્યેક દ્રવ્યના રૂપ, ગંધ, રસ, સ્પર્શરૂપ ચારેય પર્યાયો જાણે. બ) મધ્યમ = તેનાથી આગળ પુનઃ પ્રદેશોની વૃદ્ધિથી, કાળની અને પર્યાયની વૃદ્ધિથી વધતું અવધિ મધ્યમ કહેવાય છે. ક) સર્વોત્કૃષ્ટ = પરમ અવધિજ્ઞાન સર્વોત્કૃષ્ટ કહેવાય છે. પહેલા બે દેશ અવધિ કહેવાય છે, સર્વોત્કૃષ્ટ સર્વ અવધિ કહેવાય છે. સામાન્ય અવધિજ્ઞાની પુગલના સ્કંધ - દેશને જોઈ શકે, પરમ અવધિજ્ઞાની પરમાણુને પણ જાણી દેખી શકે. જે અવધિજ્ઞાનમાં ‘પરમતા આવે એટલે કે અંતર્મુહૂર્તમાં નિયમા કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે તે પરમ અવધિજ્ઞાન. ફક્ત ચરમશરીરી મનુષ્યને જ થઈ શકે. ટૂંકમાં અવધિજ્ઞાનના વિકાસની અનેક મર્યાદાઓ છે માટે એને અવધિજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન દેવ - નારકીને જન્મથી મરણ પર્યંત-પંખીને મળેલી ઉડવાની શક્તિની જેમ ભવપ્રત્યયિક સદા કાળ હોય છે અને મનુષ્ય - તિર્યંચોને તપ -સંયમાદિ વિશિષ્ટ ગુણોને આશ્રી જ થાય છે. માટે ગુણ પ્રત્યયિક કહેવાય છે. ૪) મન:પર્યવજ્ઞાન - મનોવર્ગણાના માધ્યમથી માનસિક ભાવોને જાણવાવાળું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન વ્યક્તિ જે વિચારે છે એને અનુરૂપ ચિંતનમાં પ્રવૃત્ત પુદ્ગલ દ્રવ્યોના પર્યાય (આકાર) નિર્મિત થઈ જાય છે. મનની એ પર્યાયોને સાક્ષાત્ કરવાવાળું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. મન:પર્યવજ્ઞાનની વ્યુત્પત્તિ કરતા ક્ષમાશ્રમણ જિનભદ્રગણિએ લખ્યું છે કે पज्जवणं पज्जयणं पज्जावो वा मणम्मि मणसो वा। तस्स व पज्जादिन्नाणं मणपज्जवं नाणं।। અર્થાત્ - પર્યવ અને પર્યાય બંનેનો અર્થ છે સર્વતઃ ભાવથી જ્ઞાન, પર્યાય શબ્દનો અર્થ છે સર્વતઃ પ્રાપ્તિ. મનોદ્રવ્યને સમગ્રતાથી જાણવું અથવા બાહ્ય વસ્તુઓના ચિંતનને અનુરૂપ મનોદ્રવ્યોની પર્યાયોની સમગ્રતાથી પ્રાપ્તિ જ મન:પર્યવજ્ઞાન છે. (કર્મગ્રંથ ભા.૧ પૃ.૧૯) Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જે જ્ઞાનોપયોગમાં દીર્ઘકાલીન સંજ્ઞા રૂપ મનની પૂર્ણ રૂપથી પ્રાપ્તિ થાય તે મન:પર્યવજ્ઞાન છે. મન સૂક્ષ્મ જડ દ્રવ્યોથી બનેલું છે વિભિન્ન માનસિક વ્યાપારોમાં એ મનોદ્રવ્ય ભિન્ન ભિન્ન આકારોમાં પ્રગટ થાય છે. અર્થાત્ અમૂર્ત વિચારોનું જે મૂર્તિકરણ થાય છે એ આધાર પર ચિંતનધારાનું જ્ઞાન જ મનઃપર્યવજ્ઞાન છે. અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોનું સાક્ષાત્ આત્માને જે જ્ઞાન થાય તે મનઃપર્યવજ્ઞાન. આ જ્ઞાન વિશિષ્ટ મુનિ - મહાત્માઓને જ હોય છે. (કર્મગ્રંથ ભા.૧ પૃ. ૨૦) અપ્રમત્ત સાધુ - સાધ્વી બંનેને ઉત્પન્ન થઈ શકે. કર્મગ્રંથ ૪ • ગાથા ૩૧માં સ્ત્રીવેદમાં ૧૨ ઉપયોગ છે તેથી સિદ્ધ થાય છે કે સાધ્વીને મનઃ પર્યવજ્ઞાન થઈ શકે. ૫) કેવળજ્ઞાન – નંદીસૂત્ર અનુસાર જે જ્ઞાન સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવને જાણે દેખે છે તે કેવળજ્ઞાન. આચારચૂલાથી ફલિત થાય છે કે કેવળજ્ઞાની બધા જીવોના બધા ભાવોને જાણે દેખે છે. જ્ઞેય જૂએ છે. જ્ઞેયરૂપ બધા ભાવોની સૂચિ આ પ્રમાણે છે. (૧) આગતિ (૨) ગતિ (૩) સ્થિતિ (૪) ચ્યવન (૫) ઉપપાત (૬) ભુક્ત (૭) પીત (૮) કૃત (૯) પ્રતિસેવિત (૧૦) આવિષ્કર્મ (પ્રગટમાં થવાવાળું કર્મ) (૧૧) રહસ્ય કર્મ (૧૨) લપિત (૧૩) કથિત (૧૪) મનો -માનસિક ષટખંડાગમમાં પણ આ પ્રકારનું સૂત્ર ઉપલબ્ધ છે. જે મૂર્ત અને અમૂર્ત દ્રવ્યોને સર્વથા, સર્વત્ર અને સર્વ કાળમાં જાણે દેખે છે તે કેવળજ્ઞાન છે. આચાર્ય કુંદકુંદે નિશ્ચય અને વ્યવહાર નયના આધાર પર કેવળવજ્ઞાનની પરિભાષા કરી છે. બૃહત્કલ્પ ભાષ્યમાં કેવળજ્ઞાનના પાંચ લક્ષણ બતાવ્યા છે. (૧) અસહાય - ઈંદ્રિય મન નિરપેક્ષ (૨) એક - જ્ઞાનના બધા પ્રકારોથી વિલક્ષણ. (૩) અનિવરતિ વ્યાપાર - અવિરહિત ઉપયોગવાળો. (૪) અનંત - અનંત જ્ઞેયનો સાક્ષાત્કાર કરવાનું. (૫) અવિકલ્પિત - વિકલ્પ અથવા વિભાગ રહિત. તત્ત્વાર્થ ભાષ્યમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું છે. તે સર્વ ભાવોનો ગ્રાહક, સંપૂર્ણ લોક અને અલોકને જાણવાવાળું છે. એનાથી અતિશય કોઈ જ્ઞાન નથી. એવું કોઈ જ્ઞેય નથી જે કેવળજ્ઞાનનો વિષય ન હોય. કર્મગ્રંથ ભાગ - ૧ પૃષ્ઠ ૬૩માં કેવળજ્ઞાનના પાંચ અર્થ બતાવ્યા છે. આચાર્ય જિનભદ્રગણિએ કેવલ શબ્દના એ જ પાંચ અર્થ કર્યા છે. જેની આચાર્ય Page #316 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૦૭ હરિભદ્ર તેમ જ આચાર્ય મલધારીએ આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. એ (જેન દર્શન મનન ઓર મીમાંસા, આચાર્ય મહાપ્રજ્ઞ) ૧) એક - કેવળજ્ઞાન મતિ આદિ ક્ષાયોપથમિક જ્ઞાનોથી નિરપેક્ષ છે તેથી એક છે. ૨) શુદ્ધ - કેવળજ્ઞાનને આચ્છાદિત કરવાવાળી મલિનતાથી સર્વથા મુક્ત હોવાને કારણે કેવળજ્ઞાન સર્વથા નિર્મળ અર્થાત્ શુદ્ધ છે. ૩) સકલ - આચાર્ય હરિભદ્ર અનુસાર કેવળજ્ઞાન પ્રથમ સમયમાં જ સંપૂર્ણ રૂપમાં ઉત્પન્ન થઈ જાય છે. તેથી સંપૂર્ણ અર્થાત્ સકળ છે. આચાર્ય માલધારી અનુસાર - સંપૂર્ણ શેય પદાર્થોને ગ્રહણ કરવાને કારણે કેવળજ્ઞાનને સકલ કહ્યું છે. ૪) અસાધારણ - કેવળજ્ઞાન જેવું બીજું કોઈ જ્ઞાન નથી થતું માટે તે અસાધારણ છે. ૫) અનંત - કેવળજ્ઞાન અતીત, પ્રત્યુત્પન્ન તેમ જ અનાગત કાલીન અનંત શેયોને પ્રકાશિત કરે છે માટે અનંત છે. કેવળજ્ઞાન અપ્રતિપતિ છે તેથી તેનો અંત ન હોવાથી તે અનંત છે. મલધારી હેમચંદ્રએ કાલની પ્રધાનતાથી તથા આચાર્ય હરિભદ્રસૂરિએ જ્ઞય દ્રવ્યની અપેક્ષાથી કેવળજ્ઞાનની અનંતતા પ્રતિપાદિત કરી છે. અપરિમિત ક્ષેત્ર તેમ જ અપરિમિત ભાવોને અવભાસિત કરવાનું સામર્થ્ય માત્રા કેવળજ્ઞાનમાં છે. અનંત દ્રવ્યોની અપેક્ષાએ અનંત પર્યાયોને ક્ષયોપશમિક જ્ઞાન પણ જાણી શકે છે. પરંતુ પ્રત્યેક દ્રવ્યની અનંતાનંત પર્યાયોને સાક્ષાત્કાર કરવાનું વૈશિસ્યા કેવળજ્ઞાનનું છે. કેવળ શબ્દ અનંત - આ અર્થ તેમ જ એના બહુવિધ દૃષ્ટિકોણથી વિભિન્ન વ્યાખ્યાઓ માત્ર જૈન સાહિત્યમાં જ ઉપલબ્ધ થાય છે. અન્યત્ર નથી થતી. એનાથી સ્પષ્ટ થાય છે કે અનંતજ્ઞાન - સર્વજ્ઞતાની મોલિક અવધારણા મુખ્યતયા જેનોને જ અભ્યપગમ છે. અજ્ઞાન જ્ઞાન માર્ગણામાં પાંચ જ્ઞાન છે તે પ્રમાણે ત્રણ અજ્ઞાન પણ છે. અજ્ઞાન શબ્દનો સાધારણ ભાષામાં જ્ઞાન રહિત અર્થ થાય. જેમ જડ પદાર્થ જ્ઞાનથી રહિત છે તેમ. પરંતુ નિગ્રંથ પરિભાષામાં તો મિથ્યાત્વ સહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન બંને જીવનુંજ રૂપ છે માટે અરૂપી છે. સમસ્કૃત્ત્વદૃષ્ટિવાળાનું જાણપણું જેમ જ્ઞાન કહેવાય છે તેવી જ રીતે મિથ્યાત્વદષ્ટિવાળાનું જાણપણું અજ્ઞાન કહેવાય છે. એના ત્રણ બેદ છે. શાસ્ત્રમાં એને ત્રણ પ્રકારે વિભાજિત કર્યા છે. ૧) મતિઅજ્ઞાન - મિથ્યા દૃષ્ટિની મતિ તે મતિ અજ્ઞાન. ૨) શ્રુતઅજ્ઞાન - મિથ્યા દૃષ્ટિનું શ્રુત તે મૃત અજ્ઞાન. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૩) વિર્ભાગજ્ઞાન - મિથ્યાદૃષ્ટિનું અવધિજ્ઞાન તે વિભંગજ્ઞાન. અજ્ઞાનના વિવિધ અર્થ ૧) વિપરીત જ્ઞાન ૨) પદાર્થોને નહિ જાણવાપણું ૩) જ્ઞાનનો અભાવ ૪) મિથ્યાજ્ઞાન ૫) સંશય વિમોહથી યુક્ત જ્ઞાન અજ્ઞાન કહેવાય (દંડક એક અધ્યયન - પૃ. ૩૩૪) ૬) સ્વપર વિવેકથી રહિત શરીરાદિ પરપદાર્થોને નિજસ્વરૂપ માનવા જે પદાર્થ જ્ઞાન થાય છે તેને અજ્ઞાન કહેવાય છે. મતિ - શ્રત - અવધિજ્ઞાનની જે વ્યાખ્યાઓ કે સ્વરૂપ છે એમાં વિપરીતતા કે મિથ્યાત્વ હોય તો એને જ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે. એમાં પણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય છે. મોહનીય કર્મની શુદ્ધતા કે અશુદ્ધતા પર સમક્તિ કે મિથ્યાત્વની અવસ્થા આવતી હોય છે અને એ પ્રમાણે જ્ઞાન કે અજ્ઞાન પ્રગટ થાય છે. અનાદિકાળથી આત્મા પર જે જે ખોટી ધારણાઓ, માન્યતાઓ, કુસંસ્કારો છવાઈ ગયા છે એમાં જ રમણતા કરતા જગતના દરેક આત્માઓને, પદાર્થોને, પ્રસંગોને અને ચારિત્રોને પોતાની અપૂર્ણતાવાળી છદ્મસ્થની બુદ્ધિમત્તાથી માનવી, એનો નિર્ણય કરવો, સ્વીકાર કરવો, આત્માને મતિ - શ્રતની પર્યાયો દ્વારા અશુદ્ધ બનાવવો, અસ્થિર બનાવવો ચંચળ બનાવવો તે ‘અજ્ઞાન છે. અજ્ઞાન એટલે બિલકુલ જ્ઞાનરહિત અલ્પ સમજણવાળું કે સમજણ રહિત એમાં નથી સમજવાનું. વિપરીત જ્ઞાનપણે વર્તતી જ્ઞાનલબ્ધિ તે અજ્ઞાન. | (જૈન દર્શનમાં ઉપયોગ - લે. ખુબચંદ કેશવલાલ પારેખ પૃ. ૨૬) મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન મિથ્યાત્વદશામાં હોતું જ નથી માટે અજ્ઞાન સ્વરૂપે ન હોય. જેને અજ્ઞાની માનીએ એમાં પણ આહાર - ભય -મૈથુન - પરિગ્રહ, ક્રોધ - માન - માયા - લોભ, સુખ દુઃખ વગેરે લાગણીઓ હોય છે. એ જીવો પણ ગાયને ગાય, સુવર્ણને સુવર્ણ વગેરે જે પ્રમાણે વ્યવહારમાં ઓળખાતા હોય એમ માને છે. માટે એને જ્ઞાનમાર્ગણામાં સ્થાન આપ્યું છે. ઈંદ્રયો દ્વારા થતું જ્ઞાન એમને પણ હોય છે. તેમ જ મન દ્વારા ભૂત - ભવિષ્ય - વર્તમાનનો વિચાર તેઓ પણ કરતા જ હોય છે. એમને પણ સ્મૃતિ, તર્ક, પ્રત્યભિજ્ઞાન, અનુમાન વગેરે હોઈ શકે. પરંતુ મિથ્યાત્વી એટલે કે વિપરીત જ્ઞાન કહેતા તેઓ આત્મા - શરીર ને એકમેક એકજ માનતા હોય, પદાર્થો કે દ્રવ્યોના દ્રવ્ય, ગુણ, પર્યાયના યથાર્થ સ્વરૂપને ન જાણતા હોય, એકજ અથવા તેમાં શ્રદ્ધા ન કરતા હોય એ અપેક્ષાએ એમને મિથ્યાત્વી કહ્યા છે. વિદ્વાન પણ અજ્ઞાની હોઈ શકે છે. નવમા પૂર્વની ત્રીજી આચારવલ્થ સુધીનું અધ્યયન કરનાર પણ મિથ્યાત્વી કે અજ્ઞાની હોઈ શકે છે. જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. (સંક્ષિપ્ત જેન દર્શન પ્રશ્નોતર રૂપે - સં. શ્રી દિનેશચંદ્ર જો. Page #318 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૦૯ મોઈ પૃ. ૪૧) બાકીનું અજ્ઞાન છે. ૧-૨ મતિઅજ્ઞાન - શ્રુતઅજ્ઞાન જે મતિ-શ્રુત પદાર્થની જાણકારી યથાર્થરૂપે આત્મામાં ન પ્રગટાવે, જે મતિ - મૃત આત્મામાં જાણકારીની પરિણતિ વિપરીતપણે કરે તે મતિ શ્રુતઅજ્ઞાન. જેનાથી અંતમુહૂર્તમાં મિથ્યાત્વ સ્પર્શ, સંસ્કૃત કરેલા (૩૫ માર્ગાનુસારીના બોલ આદિ દ્વારા) મતિ - શ્રુત અજ્ઞાનના પર્યાય પણ અપેક્ષાએ આત્માને મદદરૂપ થાય છે, હિતકારી બને છે. સમક્તિ પ્રગટ થતાં તે જ સમયે સંસ્કૃત થયેલા - વિસ્તૃત પામેલા એ બધા જ અજ્ઞાનના પર્યાય જ્ઞાનના પર્યાયમાં રૂપાંતર થાય છે અને એટલા જ પ્રમાણમાં જ્ઞાન વિસ્તૃત પામે છે. દા.ત. વેદના પારંગત ઈન્દ્રભૂતિના વિસ્તૃત થયેલા અજ્ઞાનના પર્યાય મહાવીર સ્વામીનો ભેટો થતાં તેનું જ્ઞાનમાં રૂપાંતર થતાં પ્રથમ ગણધર બન્યા. ૩ વિર્ભાગજ્ઞાન – વિવિધ પ્રકારના ભંગ, ટુકડા, સંકોચન તે ‘વિભંગ” મિથ્યાત્વના પર્યાયવાળું અવધિ તે વિભૃગજ્ઞાન. સમક્તિનો અભાવ હોવાથી મિથ્યાત્વને કારણે પોતાને ઉત્પન્ન થયેલા મર્યાદિત જ્ઞાનને અમર્યાદિત સંપૂર્ણ જ્ઞાન માની લે અથવા અજ્ઞાનના પર્યાય. વધતાં વિસ્તરેલા ક્ષેત્રને વિભંગ હોવાથી વિપરીતપણે ધારી લે તે વિભંગજ્ઞાન. એમને જેટલું દેખાય - જણાય તે ખોટું ન હોય પરંતુ અજ્ઞાનના પર્યાય મિથ્યાત્વ હોવાથી તેમાં રહેલ સંપૂર્ણ સત્યતાનો નિર્ણય ન થઈ શકે તે વિભંગજ્ઞાન. માટે વિર્ભાગજ્ઞાનનું દર્શન અવધિદર્શન જ હોય છે. અવધિજ્ઞાન દ્વારા પ્રગટ થયેલા એ જ્ઞાનને અખંડ માનવું તે જ ‘વિર્ભાગજ્ઞાન”. મિથ્યાત્વીને વિભંગની વિક્રવણાથી વિપરીત પરિણતી થઈ જાય છે. વિર્ભાગજ્ઞાન માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં જ ઉત્પન્ન થઈ શકે. મતિ-શ્રુતઅજ્ઞાન એકવાર છૂટે તો મોક્ષ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે વિર્ભાગજ્ઞાન માટે આ નિયમ નથી અભવી આશ્રી વિર્ભાગજ્ઞાન અનંતીવાર આવી ને જઈ શકે. જયારે મતિઅજ્ઞાન - કૃતઅજ્ઞાન એક વાર છૂટે તો ક્ષયોપશમ સમક્તિ આશ્રી અસંખ્યાતી વાર આવી જઈ શકે છે. એ અપેક્ષાએ અસંખ્યાતીવાર આવે ને જાય પછી અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે. મતિઅજ્ઞાન આદિ પાંચેનો ક્રમ વિશેષાવશ્યક મહાભાષ્ય પૃષ્ઠ ૧૦૫ અનુસાર ૧) પાંચ જ્ઞાનોમાં સૌથી પ્રથમ અનાદિકાળથી આત્માને મતિ -શ્રુતજ્ઞાન હોય છે. શેષ જ્ઞાનો પછી થાય છે માટે મતિ - શ્રુતજ્ઞાન પ્રથમ કહ્યા છે. ૨) “પુષ્ય સુમિત્તે ન મર્ડ સુપુબ્રિા ' મતિપૂર્વક શ્રુત થાય છે પરંતુ શ્રુતપૂર્વક મતિ થતી નથી. તેથી મતિ કારણ છે અને શ્રુત કાર્ય છે માટે તે બેમાંથી મતિ પ્રથમ અને શ્રુત પછી કહેલ છે. ૩) મતિ અને કૃતની વચ્ચે ૧) સ્વામી ૨) કાલ ૩) કારણ ૪) વિષય અને ૫) Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પરોક્ષત્વ એ પાંચ બાબતની સમાનતા છે માટે તે બંને પાસે - પાસે કહ્યા છે. ૪) મતિ - શ્રુતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનના કાળ, વિપર્યય, સ્વામી અને લાભનું સાધમ્યું હોવાથી તે બે પછી ત્રીજું અવધિજ્ઞાન કહેલ છે. ૫) અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની વચ્ચે છદ્મસ્થતા, વિષય, ભાવ અને પ્રત્યક્ષતા એમ ચાર પ્રકારની સદશતા હોવાથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન કહ્યું ૧૩ oos ñ ñ ૧૫ ૧૫. ૬) મન:પર્યવ અને કેવળજ્ઞાનની વચ્ચે યતિસાધર્મ્સ, સર્વોત્તમતા અને અન્તિમ પ્રાપ્તિતા હોવાથી મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાન કહેલ છે. આ પ્રમાણે સંક્ષેપમાં પાંચ જ્ઞાનનો ઉપન્યાસ ક્રમ જાણવો. જીવના ભેદ | નારકી | તિર્યંચ | મનષ્ય દેવ | લ || મતિજ્ઞાન ૧૬૨ ૨૮૩ શ્રુતજ્ઞાન ૧૩ ૨૮૩ અવધિજ્ઞાન | ૧૩ ૨૧૦ મનઃપર્યવજ્ઞાન) ૦ ક્વિળજ્ઞાન ૧૫ કેવળજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનના ભેદ સરખા છે પણ સ્થિતિની અપેક્ષાથી વિચારતા મન:પર્યવજ્ઞાન કરતાં કેવળજ્ઞાનની સ્થિતિ વધારે છે. સાદિ અનંત છે. ત્રણ અજ્ઞાનમાં જીવના ભેદ | મતિઅજ્ઞાના ૪૮ | ૩૦૩ | ૧૮૮ પપ૩ શ્રુતસંજ્ઞાના || ૧૪ | ૪૮ | ૩૦૩ | ૧૮૮ | પપ૩ વિર્ભાગજ્ઞાન | ૧૪ | ૫ | ૧૫ ૧૮૮ | ૨૨૨ જીવવિચાર રાસમાં જ્ઞાનનું આલેખના એકેન્દ્રિયની ગાથામાં જ્ઞાનનો ઉલ્લેખ નથી પરંતુ ત્રણ ઉપયોગ બતાવ્યા છે તેથી તેમાં બે અજ્ઞાન હોય મતિ અને શ્રુતઅજ્ઞાન એમ સિદ્ધ થાય છે. બેઈન્દ્રિય – તેઈન્દ્રિય – ચૌરેન્દ્રિયમાં ૯૪ મતિ અગ્યનાંન હોઈ એ પાસઈ, સુત અગિનાન પણ લહીઈ હો.. ૯૫ મત્યહ જ્ઞાન નિં સુતહ જ્ઞાનહ.. ૧૦૩.... જ્ઞાન દોઅ ત્રઅંકી જોયા બઈ અજ્ઞાન –અંદ્રી તણઈ.. ૧૧૧ જ્ઞાન લઈ તેહ નિં સહી એ... Page #320 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૧૧ ૧૧૨ તેહનિં બઈ અગ્યઃ નોન રે.. બેઈં, તેઈં, ચોરે. એ ત્રણેમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય. પર્યાપ્તામાં માત્ર બે અજ્ઞાન જ હોય પણ અપર્યાપ્તામાં સાસ્વાદન સમક્તિ આશ્રી બે જ્ઞાન હોય અને મિથ્યાત્વી આશ્રી બે અજ્ઞાન હોય. આગલા ભવમાંથી સાથે લાવેલા બે જ્ઞાન પર્યાપ્તા થતાની સાથે જતા રહે છે તેના સ્થાને પછી માત્ર બે અજ્ઞાન હોય છે. પંચેંદ્રિયમાં ૧૨૧ જેહનિ પોતઈ પાંચ જ્ઞાન, વલી ભાખ્યા જસ ત્રણિ અજ્ઞાન મતિ અજ્ઞાન નિં શ્રુત અજ્ઞાન, ત્રીજૂ કહીઈ વીભમ જ્ઞાન. પંચેન્દ્રિયમાં પાંચ જ્ઞાન અને મતિ - શ્રુતઅજ્ઞાન ને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મળીને આઠ હોય. પંચેન્દ્રિયમાં પાંચ ઈંદ્રિયવાળા જીવોમાં મનુષ્યને પાંચ જ્ઞાન હોઈ શકે બાકીનામાં ત્રણ જ્ઞાન હોઈ શકે. મનુષ્યમાં પણ જુગલિયાને ત્રણ જ્ઞાન તેમ જ વિર્ભાગજ્ઞાન ન હોય ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન હોય તેમ જ પંચેદ્રિપણામાં પણ પાંચ જ્ઞાન ન હોય કારણ કે કેવળજ્ઞાન અહિંદિયામાં ગણાય માટે પંચેન્દ્રિયમાં ચાર જ્ઞાન ગણાય. સંમૂચ્છિમ મનુષ્યમાં માત્ર મતિ - શ્રુતઅજ્ઞાન જ હોય દેવગતિમાં જ્ઞાન - અજ્ઞાના ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય. ગાથામાં નથી આપ્યા. મનુષ્યગતિમાં જ્ઞાન – અજ્ઞાન ૧૪૯ માનવનિ હુઈ પાંચ જ્ઞાન ત્રણ વલી તેહનિં અજ્ઞાન. મનુષ્યને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય. મનુષ્યના અપર્યાપ્તામાં ક્યારેય મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન ન હોય. સંમૂર્છાિમ મનુષ્યમાં ૧૮૬ મતિ - શ્રત જસ બિ અજ્ઞાન... મતિ અને શ્રુત એ બે અજ્ઞાન હોય. તિર્યંચ પંચેંદ્રિયા ૧૯૬ મતિ શ્રત ત્રીજૂ અવધ્યજ્ઞાન એહ જ વલી ત્રણે અજ્ઞાન. પ્રથમના ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય. તિર્યંચના અપર્યાપ્તામાં ક્યારેય અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન ન હોય. સંમૂર્છાિમ તિર્યંચ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૨૦૦... બઈ અજ્ઞાન તેમાંહિ હોય. તેને બે અજ્ઞાન હોય. જો કે એના અપર્યાપ્તામાં સાસ્વાદન સમક્તિ આશ્રી બે જ્ઞાન પણ હોઈ શકે જેનું અહીં પ્રતિપાદન નથી થયું. નારકી ૨૬ જ્ઞાન ત્રણિ નારકનિં કહું મતિ - શ્રુત અવધિજ્ઞાન પણિ લહુ. ૨૬૭ ત્રણિ અજ્ઞાન નારક નિ હોય... નારકીમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય એ બતાવ્યું છે. ગાથાઓમાં જુગલિયા મનુષ્ય અને જુગલિયા તિર્યંચનો ઉલ્લેખ નથી. જુગલિયા મનુષ્યમાં ૫૬ અંતરદ્વીપના મનુષ્યો એકાંત મિથ્યાત્ત્વી હોય છે. તેમ જ તિર્યંચમાં ખેચર જુગલિયા એકાંત મિથ્યાત્ત્વી હોય છે. તેમને જ્ઞાન ન હોય માત્ર બે અજ્ઞાન હોય છે. ૩૦ અકર્મભૂમિના મનુષ્ય જુગલિયા અને સ્થળચર જુગલિયામાં સમ્યદૃષ્ટિ જીવ અને મિથ્યાદૃષ્ટિ જીવ બંને પ્રકારના જીવો હોય છે માટે ત્યાં બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. પરંતુ એક જીવ આશ્રી સમકિતી જીવને બે જ્ઞાન અને મિથ્યાદૃષ્ટિ આશ્રી બે અજ્ઞાન હોય છે. જુગલિયામાં જે દૃષ્ટિ હોય એ દૃષ્ટિ જીવનપર્યંત રહે છે બદલાતી નથી. માટે જેને જ્ઞાન હોય તેને જ્ઞાન અને જેને અજ્ઞાન હોય તેને અજ્ઞાન જીવનપર્યંત એમ જ રહે છે. ... જ્ઞાન આત્માનો સહભાવી ધર્મ છે. સંસારી કે સિદ્ધ આત્મા ક્યારેય જ્ઞાન વગરનો હોતો જ નથી. નિગોદના જીવને પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન ઉઘાડું જ રહે છે. પણ એ અજ્ઞાનના નામે ઓળખાય છે. મતિ - શ્રુત અજ્ઞાન અનાદિ અનંત અને અનાદિ સાંત પણ છે. વિભંગજ્ઞાન સાદિ સાંત છે. મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન એ ચાર પણ સાદિ સાંત છે. કેવળજ્ઞાન સાદિ અનંત છે. એક વખત ઉત્પન્ન થાય પછી ક્યારેય નષ્ટ ન પામે. માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ કરવો જોઈએ તો જ આ મનુષ્યભવ સાર્થક બની શકે. દર્શન જૈન તત્ત્વમીમાંસા અનુસાર ચેતના સહિત હોય એને જીવ કહેવાય. ચેતનાના મુખ્યત્વે બે રૂપ છે. જ્ઞાન અને દર્શન. એ જ ક્રમશઃ સાકાર અને અનાકાર ઉપયોગ કહેવાય છે. જેમાં આકાર રહિત માત્ર આ કંઈક છે એવો બોધ થાય તે દર્શન. દર્શન શબ્દના મુખ્યત્વે ચાર અર્થ બતાવાયા છે. (૧) દર્શન એટલે જોવું. (૨) દર્શન એટલે શ્રદ્ધા (૩) બૌદ્ધ, ન્યાયિક આદિ અન્ય ધર્મનું જાણપણું જેના દ્વારા પ્રાપ્ત થાય તેને પણ દર્શન કહે છે. (૪) સામાન્ય અવબોધ. અહીં દર્શન એટલે અનાકાર ઉપયોગ સામાન્ય અવબોધના અર્થમાં સમજવાનું Page #322 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૧૩ છે. જેનું વિવેચન નીચે મુજબ છે. ૧) દ્રવ્ય પદાર્થમાં રહેલા સામાન્ય ધર્મનો બોધ પમાડે તે દર્શન. ૨) સ્વરૂપ, જાતિ, ગુણ, ક્રિયા આદિ વિશેષોથી રહિત માત્ર અસ્તિત્ત્વ સામાન્યને જણાવવાવાળો બોધ દર્શન છે. ૩) દર્શનનો શાબ્દિક અર્થ જાવું છે. એ દશુ ધાતુની સાથે ઘૂટુ પ્રત્યયના યોગથી. નિષ્પન્ન થાય છે. ૪) પૂજ્યપાદ અકલંક આદિ આચાર્યોએ દર્શન પદનો વ્યુત્પતિપૂર્વક અર્થ કરતાં કહ્યું છે કે “જે જુએ છે, જેના દ્વારા જોવાય છે તે દર્શન છે. જોવું માત્ર દર્શન છે.” ૫) એ જ રીતે આત્મસાક્ષાત્કાર તેમ જ પરંપરા વિશેષના અર્થમાં પણ દર્શન શબ્દનો પ્રયોગ થાય છે. ૬) જેન પરંપરામાં દર્શન શબ્દનો પ્રયોગ મુખ્યત્વે બે અર્થમાં કરાયો છે. સામાન્ય અવબોધ, દર્શનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી થાય. તેમ જ તત્ત્વાર્થ શ્રધ્ધા. મોહનીસકર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી થાય. ૭) વસ્તુના નિર્વિશેષણ સ્વરૂપના બોધને દર્શન કહેવાય છે. ૮) આચાર્ય સિદ્ધસેને લખ્યું છે કે “સામUUgUiઢસન’ સામાન્યને ગ્રહણ કરે તે દર્શન છે. ૯) પંચસંગ્રહકારના મતે સામાન્ય - વિશેષાત્મક પદાર્થોમાં અકાર વિશેષને ગ્રહણ ન કરતાં જે સામાન્ય અંશનું ગ્રહણ થાય તેને દર્શન કહેવાય છે. ૧૦) ધવલાકારનું મંતવ્ય ભિન્ન છે. વિષય વિષયના સન્નિપાતની પૂર્વવર્તી અવસ્થા દર્શન છે. ૧૧) પ્રમાણનયતત્ત્વલોકાલંકારમાં વાદિદેવે પણ દર્શનને વિષય વિષયીના સન્નિપાત પછી થવાવાળી અવસ્થા માની છે. એમના મતે દર્શનની પરિભાષા આ પ્રમાણે છે. विषयविषयी सन्निपात्तान्तर समुद्भूत - सत्तामात्र गोचरदर्शनात् विषयमने विषयीना સંબંધમાં અનંતર સત્તામાત્રને જાણવી દર્શન છે. ૧૨) વીરસેને ષખંડાગમની વૃત્તિમાં દર્શન માટે પ્રકાશવૃત્તિ, આલોકવૃત્તિ, અંતરંગ ઉપયોગ, સ્વસંવેદન, અન્તશ્ચિતપ્રકાશ વગેરે અનેક શબ્દોનો પ્રયોગ કર્યો છે. એના આધાર પર દર્શનની અનેક પરિભષાઓ કરી શકાય અને એનું વ્યાપક સ્વરૂપ પણ જાણી શકાય. જેનદર્શન અનુસાર-વિશેષ ધર્મોને ગણ કરી સામાન્ય ધર્મને મુખ્યતાથી જાણવાની પ્રક્રિયા દર્શન કહેવાય છે. ૧૩) આગમ સાહિત્યમાં દર્શન માટે પ્રાયઃ અનાકાર પદ જ પ્રયુક્ત થયું છે. ૧૪) વિશેષઆવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિએ અનાકાર ઉપયોગને નિર્વિષેશ બોધ કહ્યો છે. આમ - અનાકારોપયોગ, પ્રકાશવૃત્તિ બધાનું તાત્પર્ય સમાન છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત વિવિધ આગમ - ગ્રંથોને આધારે દર્શનનું જ સ્વરૂપ પ્રગટે છે તે આ પ્રમાણે છે. ૧) છદ્મસ્થ માટે જ્ઞાનની પૂર્વભૂમિકા તે દર્શન. દર્શન વગર ક્યારે પણ જ્ઞાનમાં જઈ શકાય નહિ. ૨) અનિર્ણત અવસ્થામાં રહીને નિર્ણત અવસ્થા સુધી પહોંચાડે તે દર્શન. ) કોઈપણ પદાર્થને જાણવાની યોગ્યતા (લબ્ધિ) થતાં તે પદાર્થ તરફ સન્મુખતા, પ્રવૃત્તિ અથવા બીજા પદાર્થો તરફથી ફરીને વિવક્ષિત પદાર્થ તરફ ઉત્સુકતા પ્રગટ થાય તે'દર્શન. તે ઉત્સુકતા ચેતનામાં જથાય છે. વિવક્ષિત પદાર્થને થોડો પણ જાણવામાં આવતો નથી ત્યાં સુધીની ચેતનાના વ્યાપારને ‘દર્શન ઉપયોગ” કહેવાય છે. ૪) વસ્તુ (અજીવ) કે વ્યક્તિ (જીવ) ના સ્વભાવ (આંતરિક) અને સ્વરૂપને (બાહ્ય) સામાન્ય રીતે (અનિર્મીત અવસ્થા) જાણવું તે ‘દર્શન’ અને વિશેષ રીતે (નિર્મીત અવસ્થા) જાણવું તે “જ્ઞાન.” દર્શનમાં સામાન્યની મુખ્યતા અને વિશેષની ગણતા, જ્યારે જ્ઞાનમાં વિશેષની મુખ્યતા અને સામાન્યની ગણતા હોય છે. એક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ બંને હોવા છતાં પણ બંને કથંચિત્ (દશથી) અભેદ હોય છે. એટલે ફક્ત સામાન્ય ધર્મ અને ફક્ત વિશેષ ધર્મ એકલા ક્યારેય હોતા નથી એટલે વિશેષગુણના સામાન્યગુણને ગ્રહણ કરવું તે દર્શનગુણ કહેવાય છે. | દર્શનનો અર્થ છે એકતા અથવા અભેદનું જાણપણું. જ્ઞાનનો અર્થ છે અનેકતા અથવા ભેદનું જાણપણું. દર્શનનો સામાન્ય બોધ ઈષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ કાર્યમાં નિવૃત્તિ કરાવનાર નથી. પ્રવૃત્તિ - નિવૃત્તિ વિશેષ બોધ જ્ઞાન ગુણથી જ થાય છે. આપણને પ્રથમ ચક્ષુ - અચકું દર્શન થાય, પછી મતિ - શ્રુતજ્ઞાન થાય છે. આવૃત્ત જ્ઞાનની ક્ષમતા ઓછી હોવાથી છદ્મસ્થને એના દ્વારા પ્રથમ દ્રવ્યના સામાન્યરૂપ (દર્શન)ની જાણકારી પછી દ્રવ્યના વિભિન્ન પરિવર્તન (જ્ઞાન) અને એની ક્ષમતા જાણી. શકાય છે. અનાવૃત્ત (કેવળ) જ્ઞાનની ક્ષમતા અસીમ હોવાથી એના દ્વારા પ્રથમ દ્રવ્યના પરિવર્તન અને એની ક્ષમતા (કવળજ્ઞાન) જાણી શકાય છે. પછી દ્રવ્યના સામાન્યરૂપ (દર્શન)ની જાણકારી થાય છે. અનાકાર દર્શનના ચાર પ્રકાર છે. ૧) ચક્ષુદર્શન - ચક્ષુ = જોવાનું માધ્યમ, આંખ, દર્શન = સામાન્ય બોધ. ચક્ષુદર્શન શબ્દમાં ચક્ષુનો અર્થ દષ્ટિ - નયન - નેત્ર એવો જાણવો, એટલે ચક્ષુઈન્દ્રિય દ્વારા થતો જે સામાન્ય બોધ તે ચક્ષુદર્શન. પંચાસ્તિકાયની તત્ત્વપ્રદીપિકા વૃત્તિમાં ચક્ષુદર્શનને પરિભાષિત કરતાં વૃતિકારે લખ્યું છે કે ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી તથા ચક્ષુઈન્દ્રિયના આલંબનથી. જે મૂર્ત દ્રવ્યોનો અંશરૂપમાં સામાન્ય અવબોધ થાય છે તે ચક્ષુદર્શન છે. ધવલાકારના મતે જે ચક્ષુને જુએ છે અથવા ચક્ષુ દ્વારા જોવામાં આવે છે તે Page #324 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૧૫ ચક્ષુદર્શન છે. ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચક્ષુ દ્વારા થતો જીવ - અજીવ આદિનો સંયોગ અને એનાથી થતો સામાન્ય બોધ તે ‘ચક્ષુદર્શન.' આ બધાનું તાત્પર્ય એ જ છે કે જે ચક્ષુઈન્દ્રિય જ્ઞાનથી પૂર્વે સામાન્ય અંશનો અનુભવ થાય છે. જે ચક્ષુજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તભૂત છે તે ચક્ષુદર્શન છે. ૨) અચલુદર્શન - અચક્ષુ- ચક્ષુ સિવાયનું આલેખવાનું માધ્યમ, દર્શન = સામાન્ય બોધ. અચક્ષ દર્શનનો સંબંધ ચક્ષને છોડીને શેષ ચાર ઈંદ્રિય અને મન સાથે છે. અચસુદર્શનવરણીય કર્મના ક્ષયોપશમથી તથા સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, શ્રોતેન્દ્રિય એ ચાર ઈંદ્રિયો અને મનના અવલંબનથી જે મૂર્ત અને અમૂર્ત દ્રવ્યોનો અંશરૂપ સામાન્ય બોધ થાય છે તે અચક્ષુદર્શન કહેવાય છે. અચક્ષુદર્શન દ્વારા જ્ઞાન - અજ્ઞાનની ભૂમિકામાં જવાય છે. અચસુદર્શન આત્મામાં દરેક પદાર્થની પરિસ્થિતિની, ઘટનાની સામાન્ય જાણકારી (દર્શન) ને પોતપોતાની ક્ષમતા પ્રમાણે “સંગ્રહ કરી લે છે. સ્થાપિત કરી લે છે. દર્શનાત્મામાં કાર્મણ શરીર દ્વારા એ સંસ્કાર જામી જાય છે, ઘટ્ટ બને છે. અચક્ષુદર્શનને અનુયોગદ્વારમાં ‘આત્મભાવ” કહેલ છે. અહીં એક પ્રશ્ન થાય કે ચક્ષ દર્શનને અન્ય ઈંદ્રિયોથી અલગ કેમ રાખવામાં આવ્યું છે? જો કે ચક્ષુદર્શન પણ સામાન્ય અવબોધ જ છે પરંતુ ચક્ષુનું અન્ય ઈંદ્રિયોથી વૈશિસ્ય છે એટલે અન્ય ઈંદ્રિયોથી ચક્ષુદર્શનનું સ્વતંત્ર કથન કરાયું છે. આચાર્ય શ્રી વીરસેને ચક્ષુદર્શનની જેમ અન્ય ઈદ્રિયોનું દર્શન અલગથી ના કરવાનું કારણ એમની પરસ્પરની નિકટતા બતાવ્યું છે. આંખ સિવાયની બધી ઈંદ્રિયો પોતાના વિષય સાથે જોડાઈને જ એમના સામાન્ય સરખો (સા) વિશેષ અવબોધ કરે છે. આ પ્રત્યાસતિને કારણે જ એમને એક સાથે અચસુદર્શનમાં ગ્રહણ કરાઈ છે. આપણને પ્રશ્ન થાય કે ચક્ષુદર્શન છે તો શ્રોત્ર દર્શન, મનદર્શન આદિ કેમ નહિ? લોક વ્યવહારમાં ચક્ષુની પ્રધાનતા હોવાથી, જલ્દી સમજાતું હોવાથી, તેના દ્વારા થતા સામાન્ય બોધને ચક્ષુદર્શન કહી, શેષ ઈંદ્રિયો તથા મન દ્વારા થતા સામાન્ય બોધને ભિન્ન ભિન્ન દર્શનરૂપે ન બતાવતા સંક્ષેપથી અચક્ષુદર્શનમાં સમાવેશ કરેલ છે. ચક્ષુ - અચક્ષુ બંને દર્શન ઈંદ્રિય અને મનજન્ય છે ઈંદ્રિયોની સહાયતાથી જ આ બંને દર્શન થઈ શકે છે. માટે બંનેને પરોક્ષ દર્શન કહી શકાય છે. ૩) અવધિદર્શન - અવધિ = મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણવા - દેખવાનું માધ્યમ દર્શન = સામાન્ય બોધ. અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી મર્યાદિત ક્ષેત્રમાં રહેલ સમસ્ત રૂપી પદાર્થોનું અવધિદર્શન લબ્ધિ સંપન્ન જીવને સામાન્ય બોધ થાય તે “અવધિદર્શન.” Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત (૨૫ બોલ થોકડાના અર્થ - ભાવાર્થ, ધારણા ભાવ સંપાદક ચંદ્રકાંતભાઈy. AL ૩૫) ઈન્દ્રિયોની અપેક્ષા વિના માત્ર રૂપી દ્રવ્ય વિષયક, તે પણ ક્ષેત્ર કાલાદિની મર્યાદાવાળો જે સામાન્ય અવબોધ તે અવધિદર્શન. (કર્મગ્રંથ ભાગ - ૧ પૃ. ૭૧) અવધિદર્શનથી થતાં સામાન્ય બોધ માટે ઈંદ્રિયોની જરૂર પડતી નથી. વિશિષ્ટ ક્ષયપક્ષમ થવાથી અવધિદર્શનનો સીધો સંબંધ આત્મા સાથે થઈ જાય છે. તેથી તેને ‘પ્રત્યક્ષ દર્શન કહેવાય છે. ૪) કેવળદન - કેવળ = અમર્યાદિત, સંપૂર્ણ લોકાલોકને, રૂપી - અરૂપીને જોવા - જાણવાનું નિરાવરણ માધ્યમ દર્શન = સામાન્ય બોધ. કેવળદર્શનાવરણીય કર્મના ક્ષયથી (ક્ષયોપશમથી થતો નથી) સમસ્ત રૂપી અરૂપી પદાર્થોને સામાન્ય પ્રકારથી જોવા - જાણવાવાળા પરિપૂર્ણ દર્શનને કેવળદર્શન’ કહેવાય છે. | સર્વ વસ્તુઓના સામાન્ય ધર્મને જાણનારૂં જે દર્શન તે કેવળદર્શન. કેવળજ્ઞાના અને કેવળદર્શન લબ્ધિરૂપે સાથે ઉત્પન્ન થાય છે અને ઉપયોગરૂપે સમયાંતર હોય છે. પ્રથમ સમયે કેવળજ્ઞાન, બીજા સમયે કેવળદર્શન હોય છે. કેવળજ્ઞાનીને કેવળદર્શન શા માટે ? સંસારના તમામ પદાર્થોમાં બે જાતના ધર્મ છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. પદાર્થોમાં ધર્મ બે પ્રકારના હોવાથી તે ધર્મોને જાણવાની આત્માની શક્તિ પણ બે પ્રકારની કહેવાય છે. સામાન્ય ધર્મને જાણવાની શક્તિ ‘દર્શન’ અને વિશેષ ધર્મને જાણવાની શક્તિ “જ્ઞાન” કહેવાય છે. વસ્તુમાં રહેલા ધર્મોની દ્વિવિધતાને લીધે તેને જાણવાની આત્માની શક્તિ પણ દ્વિવિધ છે. તેથી જ કેવળી ભગવંતને પ્રથમ સમયે કેવળજ્ઞાન હોવા છતાં બીજા સમયે કેવળદર્શન હોય છે. કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થોના સર્વ વિશેષ ધર્મને જાણે દેખે છે અને કેવળદર્શનમાં સર્વ પદાર્થોના સર્વ સામાન્ય ધર્મને જાણે દેખે છે. ચાર દર્શનીનો અલ્પબદુત્ત્વ - સર્વથી થોડા અવધિદર્શની ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિય જ હોય (અસંખ્યાતા), તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગણા, (તેમાં ચોરેન્દ્રિય - અસંજ્ઞી પંચેન્દ્રિય ભળ્યા તે માટે). તેથી કેવળદર્શની અનંતગણા, (તે અનંતા સિદ્ધ આશ્રી) તેથી અચક્ષુદર્શની અનંતગણા, સર્વ છદ્મસ્થ જીવને અચસુદર્શન છે અને સર્વ છદ્મસ્થ જીવો સિદ્ધ કરતા અનંતગુણા અધિક છે તે માટે. જ્ઞાન - અજ્ઞાન હોય પરંતુ દર્શન - અદર્શન ન હોય !! જ્ઞાન એ નિશ્ચિત થયેલો બોધ છે, જયારે દર્શન એ બોધ સુધી પહોંચવા માટેનું માધ્યમ - પગથિયું છે. નિર્ણત થયેલ બોધ જ્ઞાન સહિતનો કે અજ્ઞાન સહિતનો હોઈ શકે પરંતુ અનિર્મીત અવસ્થાવાળું દર્શન ‘અદર્શન’ ન હોય. Page #326 -------------------------------------------------------------------------- ________________ જીવવિવિચાર રાસ એક અધ્યયન ૩૧૭ જીવ કોઈપણ વખતે, કોઈપણ સમયે ક્ષયોપશમ વગરનો હોતો નથી. ચેતના લક્ષણથી પ્રત્યેક સમયે ક્ષયોપશમમુક્ત હોવાથી પોતપોતાની કક્ષાનો સામાન્ય બોધ દરેક જીવને હોય છે વાટે વહેતા વખતે પણ (ઈન્દ્રિય લબ્ધિની અપેક્ષાએ) અચક્ષુદર્શન તો હોય જ છે. નિગોદના જીવોને પણ અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો એટલે કે મંદ ક્ષયોપશમ હોવાથી અચક્ષુદર્શન તો એને પણ હોય જ છે. જો દર્શન અદર્શન થઈ જાય તો જીવ મટીને અજીવ બની જાય. જીવની જીવંતતા જ નાશ પામે જે કદાપિ શક્ય જ નથી. માટે અદર્શન ન હોય. મનઃપર્યવ જ્ઞાન છે તો મનઃપર્યવ દર્શન કેમ નહિ ? મન:પર્યવજ્ઞાનીનો ઉપયોગ તથાપ્રકારના ક્ષયોપશમભાવથી પ્રથમથી જ ક્ષયોપશમની વિશાળતા વડે મનની પર્યાયોની વિશેષતા જાણવા તરફ જ લાગેલો હોય છે. મનની પર્યાયોની સામાન્યતાઓ જાણવા તરફ નથી લાગતો . મન પર્યાવજ્ઞાન પોતપોતાનામાં જ વિશેષ છે એટલે એની પૂર્વભૂમિકામાં સામાન્યની - દર્શનની જરૂર ન હોવાથી મનઃપર્યવદર્શન હોતું નથી. શ્રાવક કવિ ઋષભદાસે ‘જીવવિચાર રાસ’માં આલેખેલું દર્શનનું સ્વરૂપ એકેન્દ્રિયમાં દર્શન ઃ ૭૩ દરસણ એક અચક્ષુણ હોય. એકેન્દ્રિય જીવોને માત્ર એક અચક્ષુદર્શન હોય. એમને માત્ર એક સ્પર્શનેન્દ્રિય જ છે. આંખ નથી માટે એક જ અચક્ષુદર્શન હોય. બેઈન્દ્રિય - તેઈન્દ્રિય ઃ ૯૩ ... દરસણ એક અચક્ષુણ કહીઈ ૧૦૩ અચક્ષુ દરિસણ એહનિ હોય... આ બંને ગાથા અનુસાર બેઈન્દ્રિય અને તેઈન્દ્રિયમાં એક અચક્ષુદર્શન જ હોય. ચક્ષુ નથી માટે ચક્ષુદર્શન ન હોય. અવધિદર્શન તો સંજ્ઞીને જ હોય અને કેવળદર્શન મનુષ્યને ૧૩ મે, ૧૪ મે ગુણસ્થાને હોય. ચોરેન્દ્રિય ઃ ૧૧૧ દરીસણ દોય તસ હોય રે ચક્ષુ અચક્ષુ... રે ... ચૌરેન્દ્રિયમાં ચક્ષુ હોય છે તેથી ચક્ષુ અને અચક્ષુ બંને દર્શન હોય. પંચેન્દ્રિય : ૧૨૦ દરિસણ ચ્યાર વલી એહનિ હોય, ચસૢ અચક્ષુ દરણ જોય. અવધ્ય દરણ ત્રીજું લહું, કેવલ દરિસણ ચઉથૂ કહુ. પંચેન્દ્રિયમાં ચારે દર્શન હોય. દેવગતિમાં ગાથામાં દર્શન બતાવ્યા નથી પરંતુ દેવને પ્રથમના ત્રણ દર્શન હોય. મનુષ્યઃ ૧૪૮ દરસણ ચ્યાર માનવનિં કહું... મનુષ્યમાં ચાર દર્શન હોય. સંમૂર્ચ્છિમ મનુષ્યમાં બે દર્શન હોય. ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન. ૧૮૪ દરસણ તસ ભાખ્યા દોય, ચક્ષુ અચક્ષુ તે જોય... જુગલ મનુષ્યમાં પણ ચક્ષુ - અચક્ષુ એ બે દર્શન હોય પણ અહીં એનો ક્યાંય Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઉલ્લેખ નથી. તિર્યંચ પંચેન્દ્રિય ગર્ભજમાં : ૧૯૦ દરસણ ત્રણિ તેહનિ જ વખાણિ... સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ પ્રથમના દર્શન હોય. સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં : ૨૦૦ નિં દરસણ દોય.... ... એમાં પણ ચક્ષુ અચક્ષુ બે જ દર્શન હોય. દરસણ ત્રણિઅ છઈ તેણઈ ઠાર્ય ચક્ષુ અચક્ષુ અવધિ વીચાર્ય નારકીની અંદર ત્રણ દર્શન હોય ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન. દર્શનની ચિંતવના નારકી : ૨૬૬ - જ્ઞાન ગુણની જેમ દર્શન પણ આત્માનો ગુણ છે જે દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી પ્રાપ્ત થાય છે. પ્રથમના ત્રણ દર્શન ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે જ્યારે કેવળદર્શન દર્શનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષય થવા પર પ્રાપ્ત થાય છે. સિદ્ધ કે સંસારી કોઈ પણ જીવ દર્શન વગરનો હોતો જ નથી. પરંતુ એમાં શુદ્ધાશુદ્ધતાની તારતમ્યતા હોય છે. જેમ કે માટી સહિતનું સોનું. માટીમાં ભળેલા સોનાને જેમ શુદ્ધ કરવા અગ્નિની જરૂર પડે છે. એમ આત્મા પર લાગેલ દર્શનાવરણીય કર્મથી મલિન બનેલા દર્શનને તપરૂપ અગ્નિથી બાળીને કેવળદર્શન પ્રાપ્ત કરીને દર્શનનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકાય છે. ઉપયોગ ઉપયોગ એ જૈનશાસનનો પરિભાષિક શબ્દ છે. શાસ્ત્રીય દૃષ્ટિએ એનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. ઉપયોગ બે પ્રકારના છે. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. ચેતના એ જીવનો મુખ્ય ગુણ છે જાણવું એ એક પ્રકારનો ચેતના વ્યાપાર છે એટલે તે ચેતનાયુક્ત દ્રવ્યમાં જ સંભવે. આવું ચેતનાયુક્ત દ્રવ્ય આત્મા છે. એટલે જાણવાની ક્રિયા આત્મામાં જ સંભવે છે. વસ્તુને સામાન્યરૂપે જાણવાની ચેતનશક્તિ તે દર્શન છે અને વિશેષરૂપે જાણવાની ચેતનશક્તિ તે જ્ઞાન છે. આ બંને પ્રકારની શક્તિનું અસ્તિત્ત્વ માત્ર આત્મદ્રવ્યમાં જ હોઈ શકે. આ બંને પ્રકારની ચેતનાશક્તિ રહિત કોઈ પણ જીવ આ જગતમાં હોઈ શકે જ નહિ. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે નિગોદમાં રહેલા જીવોમાં પણ અક્ષરનો અનંતમો ભાગ તો ઉઘાડો જ હોય છે. જો એ પણ આવરાય તો જડમાં અને ચેતનમાં કોઈ તફાવત રહે જ નહિ. જ્ઞાન પ્રાપ્તિનું (વસ્તુસ્વરૂપ જાણવાનું) નિમિત્ત મળતાં આપણી ચેતના - શક્તિ દ્વારા આપણને ‘કંઈક’ એવો જ અસ્ફુટ કે સામાન્ય બોધ થાય તે દર્શન છે. जं सामान्नगहणं भावाणं ने य कटु आगारं । अविसेसि ऊण अत्ये, दंसणमिई वुच्चए समये ॥ અર્થાત્ - સ્ફુટ આકાર કર્યા વિના તથા અર્થની વિશેષતા વિના ભાવોનું જે Page #328 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૧૯ ગ્રહણ કરવું તેને શાસ્ત્રોમાં દર્શન કહેલું છે. હાલનું માનસશાસ્ત્ર આ ક્રિયાને Percention કહે છે. સામાન્ય બોધ બાદ તેના રૂપ, રંગ, અવયવ, સ્થાન વગેરેનો સ્લેટ કે વિશેષ બોધ થાય તેને જ્ઞાન કહેવાય છે. - જ્ઞાન અને દર્શન એ તો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી કે ક્ષયથી વર્તતી જીવની જ્ઞાનલબ્ધિ અને દર્શનલબ્ધિ છે. પણ પોતાની એ લબ્ધિને લબ્ધિવંત જીવ, જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ દ્વારા જયારે પ્રકાશિત કરે છે ત્યારે જ તે જ્ઞેય પદાર્થને જાણી - દેખી શકે છે. શક્તિ હોવા છતાં ઉપયોગ વિના પદાર્થને જાણી - દેખી શકાય જ નહિ. આ જ્ઞાન લબ્ધિ અને દર્શન લબ્ધિ વડે વર્તતા પ્રયત્નને જ ઉપયોગ કહેવાય છે. ઉપયોગ અને લબ્ધિમાં તફાવત - (૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને લબ્ધિ કહે છે. જયારે એના નિમિત્તથી ઉત્પન્ન થવાવાળા પરિણામોને ઉપયોગ કહે છે. (૨) જીવને એક સમયમાં એક જ જ્ઞાનનો ઉપયોગ હોય છે પરંતુ લબ્ધિરૂપે એક સમયમાં અનેક જ્ઞાન હોઈ શકે. (કા. અ. મૂ - ૨૬૦) (૩) અહીં સંપૂર્ણ લબ્ધિ અને ઉપયોગમાં વિષમ વ્યાપ્તિ જ થાય છે. કારણ કે લબ્ધિના નાશથી નક્કી જ ઉપયોગનો નાશ થઈ જાય છે. જયારે ઉપયોગના અભાવથી લબ્ધિનો નાશ થાય અથવા ન પણ થાય. (૪) લબ્ધિ નિર્વિકલ્પ હોય છે. (૫. ધ -૩/૮૫૮) (૫) લબ્ધિ અને ઉપયોગમાં સમવ્યાપ્તિ ન હોવાથી કદાચિત આત્મ ઉપયોગમાં (ઉપલક્ષણથી અન્ય ઉપયોગોમાં પણ) તત્પર રહેવાવાળી ઉપયોગાત્મક જ્ઞાન ચેતના લબ્ધિરૂપ જ્ઞાન ચેતનાનો નાશ કરવા માટે સમર્થ નથી. (પ.ધ.-૩/૮૫૩) ઉપયોગનું સ્વરૂપ ચેતનાની પરિણતિ વિશેષને ઉપયોગ કહે છે. ચેતના સામાન્ય ગુણ છે. અને જ્ઞાન - દર્શન એ બે એની પર્યાય કે અવસ્થા છે. એને ઉપયોગ કહેવાય છે. (જેનેન્દ્ર સિદ્ધાન્ત કોશ પૃ. ૪૪૬) (આ લીલું છે આ પીળું છે. ઈત્યાદિ રૂપથી અર્થ ગ્રહણ કરવાનો વ્યાપાર ઉપયોગ છે.) ઉપયોગનું લક્ષણ ૧) “પયુ વસ્તુરિતાર્થે વ્યાપાતિ નીવડોનેતિ ના ૩પયોગી સાક્ટરોપથોરાની અનારોપયો વાય, તત્ર પોઝનમાવો.' અર્થાત્ - સાકારોપયોગ અને અનાકારોપયોગમાં ઉપયોજનને ઉપયોગ કહે છે, અથવા જે જીવને વસ્તુ પરિચ્છેદના માટે ઉપયુક્ત પ્રયુક્ત કરે છે તે ઉપયોગ છે. યુજ્જુ ધાતુને ઘમ્ પ્રત્યય થઈને ઉપયોગ પદ સિદ્ધ થયેલ છે.(પન્નવણાસૂત્ર ભાગ ૫, ૨૯ મું પદ) ઉપ = સાથે + યુજ્જ = જોડવું. આત્માની સાથે જ્ઞાન અને દર્શનની લબ્ધિનું જોડાણ. ચેતનાની પ્રવૃત્તિ એટલે ઉપયોગ. બોધ પ્રતિ વ્યાપાર તે ઉપયોગ. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૨) જીવનો જે ભાગ વસ્તુને ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે તેને ઉપયોગ કહે છે. (પંચસંગ્રહ - પ્રા./૧/૧૭૮ વઘુગિમિતો... જીવોનો) ૩) જે અંતરંગ અને બહિરંગ બંને પ્રકારના નિમિત્તોથી થાયછે અને ચૈતન્યના અન્વયી છે અર્થાત્ ચૈતન્ય સિવાય અન્યત્ર નથી હોતા એ પરિણામ ઉપયોગ કહેવાય (સંર્વાર્થસિદ્ધિ ૩મયનિમિત્ત...૩પયોગઃ - ૨/૮/૧૬૩/૩) છે. ૪) જેના સંનિધાનથી આત્મા દ્રવ્યેન્દ્રિયોની રચના તરફ વ્યાપાર કરે છે એવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વિશેષને લબ્ધિ કહે છે અને તે લબ્ધિના અવલંબનથી ઉત્પન્ન થવાવાળા આત્માના પરિણામને ઉપયોગ કહે છે. (રાજવાર્તિક - ૨/૧૮/૧૨/૧૩૦/૨૪ યત્ન... વિશ્યતે।) પ્રાણિધાન, ઉપયોગ અને પરિણામ આ બધા એકાર્થવાચી છે. ૫) સ્વ અને પરને ગ્રહણ કરવાવાળા પરિણામને ઉપયોગ કહે છે. (સ્વવરગ્રહણ રિનામઃ ૩૫યોન] - ધ ૨/૧૮/૧-૧/૪૧૩/૬) ૬) આત્માના ચૈતન્યાનુવિધાસી પરિણામને ઉપયોગ કહે છે. જે ચૈતન્યની આજ્ઞા અનુસાર ચાલે છે કે એના અન્વયરૂપથી પરિણમન કરે છે. અથવા પદાર્થ પરિચ્છિત્તિના સમયે ‘આ ઘટ છે’ ‘આ પટ છે” એ રીતે અર્થ ગ્રહણરૂપથી વ્યાપાર કરે છે તે ચૈતન્યનો અનુવિધાયી છે. તે બે પ્રકારના છે. (પંચસંગ્રહ - પ્રા./૧/૧૭૮ વઘુિિમતો... વોનો) ૭) ઉપ એટલે સમીપ અને યોગ એટલે જ્ઞાનદર્શનનું પ્રવર્તન. અર્થાત્ જેના વડે આત્મા, જ્ઞાનદર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળો થાય એવો જ ચેતના વ્યાપાર તે, ઉપયોગ કહેવાય છે. (પંચાસ્તિકાય - તા. રૃ. ૪૦/૮૦/૧૨) ૮) ઉપયોગ એ જૈન પારિભાષિક શબ્દ હોવાથી સામાન્યજનને ખ્યાલ આવતો નથી પરંતુ લૌકિક ભાષામાં જેને આપણે ધ્યાન - એકાગ્રતા - તન્મયતા - ચિત્ત ચોંટાડવું - લક્ષ રાખવું - ભાન રાખવું - ખ્યાલ રાખવો એ બધા શબ્દો ઉપયોગસૂચક છે. ટૂંકમાં જ્ઞાન - દર્શનની પ્રવૃત્તિ તેનું નામ ઉપયોગ એમ પૂર્વોક્ત વ્યાખ્યાઓને આધારે કહી શકાય. ઉપયોગના બે પ્રકાર છે સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. ૧) સાકાર ઉપયોગ - જ્ઞાન - અજ્ઞાન ઉપયોગ સ + આકાર = આકાર સહિતનું સાકાર એટલે નિશ્ચિત થયેલું, નિર્ણીત થયેલું, વ્યક્ત થયેલું, સ્પષ્ટ થયેલું. અહીંયા ‘આકાર’ નો અર્થ આકૃતિ (લંબાઈ - પહોળાઈ - જાડાઈ) એમ થતો નથી પરંતુ જે પ્રકારનો અર્થ હોય તે પ્રકારે જ્ઞાનમાં જણાય છે. જ્ઞેય પદાર્થ જેવો છે તેવો જ્ઞાન જાણી લે છે તેથી જ્ઞાનને ‘સાકાર’ કહેવાય છે. જે પૃથ્થકરણ કરી શકે, એક પદાર્થથી બીજાને જુદો પાડી શકે. નિયત પદાર્થ કે પદાર્થના વિશેષ ધર્મને ગ્રહણ કરે તે સાકાર કહેવાય. તેના આઠ ભેદ Page #330 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૨૧ છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. ૨) અનાકાર ઉપયોગ - દર્શન ઉપયોગ. અન્ + આકાર = આકાર રહિતનું. અનાકાર એટલે નિશ્ચિત ના થયેલું, નિર્મીત ન થયેલું, સ્પષ્ટ ન થયેલું, વ્યકત ન થયેલું. જે પૃથ્થકરણ ન કરી શકે, એક પદાર્થથી બીજાને જુદો ન પાડી શકે, વસ્તુના સામાન્ય ધર્મ અર્થાત્ સત્તામાત્રને જ જાણે તે અનાકાર કહેવાય છે. તેના ચાર ભેદ છે તે ચાર દર્શન. ઉપયોગ બધા જીવોમાં હોય છે પછી તે સિદ્ધ હોય કે સંસારી. ઉપયોગ વગરનો. એક પણ જીવ હોતો જ નથી. એની માત્રામાં ફરક હોઈ શકે. અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદના જીવની અલ્પમાં અલ્પ જ્ઞાનમાત્રાઓથી પ્રારંભી કેવળજ્ઞાનરૂપ સંપૂર્ણ જ્ઞાનમાત્રાઓનો સમાવેશ મતિ - શ્રત - અવધિ મન:પર્યવ અને કેવળ એમ પાંચ સંજ્ઞાયુક્ત વિભાગમાં જ કરવામાં આવ્યો છે. આમાં સમ્યફફ્તી જીવોની મતિ - શ્રુત અને અવધિસ્વરૂપ લબ્ધિને જ્ઞાન લબ્ધિ કહેવાય છે. પરંતુ મિથ્યાત્વી જીવોની તે ત્રણેય લબ્ધિને અજ્ઞાન કહેવાય છે. એમ આઠ ઉપયોગ જ્ઞાનના છે. એવી જ રીતે દર્શન પણ નિગોદથી માંડીને કેવળીમાં સમજવું. તેની ચાર લબ્ધિ છે. ચક્ષુ - અચક્ષુ - અવધિ અને કેવળદર્શન. એ ચાર ઉપયોગ દર્શનના છે. કુલ ૧૨ ઉપયોગ છે. એક સમયે એક જીવને એક જ જ્ઞેયવસ્તુ કે વિષય પ્રત્યેનો ઉપયોગ હોઈ શકે છે. એક સાથે બે વસ્તુમાં આપણો ઉપયોગ રહી શકતો નથી. તેમ જ કોઈપણ જીવ કોઈપણ કાળે ઉપયોગ રહિત તો હોઈ શકે જ નહિ. વિષયાંતર થાય તો પણ ઉપયોગનું અસ્તિત્વ તો પ્રત્યેક સમયે જીવમાં વર્તતું જ રહે છે. અમુક શેય પદાર્થને અનુસરી વર્તતો ઉપયોગ જયારે અન્ય જ્ઞેયપદાર્થના વિષયગ્રહણમાં પ્રવર્તે છે, ત્યારે એક ઉપયોગ વિનષ્ટ થાય છે અને બીજો ઉપયોગ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પરિવર્તન પામતા પ્રત્યેક ક્ષણના ઉપયોગ પ્રવર્તનમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ (કવળીને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય) એ તેને અનુકુળ નિમિત્તોનો સભાવ હોવો જોઈએ.આમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તે ઉપાદાન કે આત્યંતર કારણ છે અને વસ્તુનો ઇંદ્રિય સાથે સંયોગ - સન્નિકર્ષ ઈત્યાદિ બાહ્યકારણ કે નિમિત્તકારણ છે. દા.ત. સ્પર્શાદિક પદાર્થોનું ગ્રહણ કરતાં મન વિચારે ચઢે. નિમિત્ત કારણમાં અવધિ અને મન:પર્યવજ્ઞાનીને ઈન્દ્રિયો સાથે વસ્તુ સંયોગની જરૂર રહેતી નથી. વસ્તુ સંયોગ વિના પણ રૂપી પદાર્થને શેયરૂપે નિમિત્તપણે પ્રવર્તાવી શકે છે. કેવળી ભગવંત તો રૂપી અને અરૂપી એમ બંને પ્રકારના ડ્રેય પદાર્થોની ત્રિકાલિક પર્યાયોને નિમિત્તપણે પ્રવર્તાવે છે. છદ્મસ્થ જીવોને પ્રથમ દર્શનનો ઉપયોગ હોય પછી જ્ઞાનનો ઉપયોગ હોય છે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત એટલે પ્રથમ સામાન્ય બોધ થાય પછી વિશેષનો બોધ થાય છે જયારે કેવળી ભગવંતોને પ્રથમ જ્ઞાન થાય પછી દર્શનનો ઉપયોગ હોય છે. ઉપયોગ આત્માનું લક્ષણ હોવાથી સ્વપર વસ્તુનો બોધ થવારૂપ છે. પરંતુ એનાથી થતાં બોધમાં રાગ અને દ્વેષ થવાથી આત્મહાની થાય છે. કર્મબંધન થાય છે. જેટલા રાગ - દ્વેષ ઓછા એટલાં કર્મબંધ ઓછા થાય. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનરૂપ ઉપયોગમાંથી કોને કેટલા ઉપયોગ હોય એનું ‘જીવવિચાર રાસ’માં પ્રતિપાદન થયું છે. એકેન્દ્રિય ઃ ૭૩ અપ્પોગ ત્રણિ એકંદ્રી તણઈ, વ્યવરી સોય જિનશવર ભણઈ. ૭૪ અચક્ષુ દરસણ અપ્પોગમાન, સુત્ત અજ્ઞાન નિં મતિ અજ્ઞાન, એકેન્દ્રિય જીવોમાં ચાર દર્શનમાંથી એક જ અચક્ષુદર્શન હોય અને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ બે અજ્ઞાન મળીને ત્રણ ઉપયોગ હોય. નિગોદના જીવને સંકડામણને જાણવાનો અનુભવવાનો, સ્વભાવ જ્ઞાન - દર્શન ને કારણે હોય છે. બેઈન્દ્રિયમાં ઃ : ૯૫... પાંચ અપ્પોગહ કહીઈ, અચક્ષુ દરસણ, મતિ અગ્યનાન્દ, સુત અજ્ઞાન સુ લહીઈ હો.... ૯૬ મત્તિહઃ જ્ઞાન નિં સુતહ જ્ઞાનહ, અપ્પોગ પંચ હોય... બેઈન્દ્રિયમાં પાંચ ઉપયોગ હોય અચક્ષુદર્શન, મતિ - શ્રુત જ્ઞાન અને મતિ - શ્રુત અજ્ઞાન એમ પાંચ હોય. .... બેઈન્દ્રિયના અપર્યાપ્તામાં પાંચ ઉપયોગ હોય એ પર્યાપ્તામાં ત્રણ ઉપયોગ હોય. બેઈન્દ્રિયના અપર્યાપ્તામાં જે જી; સાસ્વાદન સમક્તિ લઈને આવ્યો હોય એને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય. અને મિથ્યાત્ત્વીને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હોય અને અચક્ષુદર્શન મળીને પાંચ ઉપયોગ થાય. સાસ્વાદન સમકિત છ આવલિકા સુધી જ હોય પછી અવશ્ય મિથ્યાત્ત્વી થઈ જાય એટલે ત્યાર પછી જ્ઞાનનો ઉપયોગ ન હોય. એક જીવ આશ્રી ત્રણ ઉપયોગ હોય જો તે જીવ સમકિતી હોય તો બે જ્ઞાન અને એક દર્શન અને મિથ્યાત્ત્વી હોય તો એક દર્શન અને બે અજ્ઞાન હોય. તેઈંદ્રિય - ૧૦૩ પાંચ અપ્પોગ પરમેશ્વર ભણઈ. તેઈન્દ્રિયમાં બેઈન્દ્રિયની જેમ જ પાંચ ઉપયોગ હોય. ચોરેન્દ્રિય - ૧૧૪ ... અપ્પોગ ષટ વલી, ચલૂ દરસણ તસ વધ્યું તે. એ... ચૌરેન્દ્રિયમાં છ ઉપયોગ હોય ઉપર કરતાં એક ચક્ષુઈન્દ્રિય વધવાને કારણે એક ચક્ષુદર્શન વધ્યું. ૧૨૪ પંચેન્દ્રિય - ૧૨૩ ... હવઈ કહું અપ્પોગ વીચાર, ગર્ભુિજ માણસનિ હુઈ બાર, પાંચ જ્ઞાન નિં ત્રણિ અજ્ઞાન, મતિઃ શ્રૂત ત્રીજું વીંભગ જ્ઞાન, વલી તસ ભાખ્યા દરીસણ ચ્યાર, ચક્ષુ અચક્ષુ ભેદ વિચાર અવધ્ય દરિસણ તે ત્રીજું હોય, ચઉથૂ કેવલ દરીસણ જોય, ૧૨૫ Page #332 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૨૩ એ દરિસણ જો ભાખ્યા ચ્યાર, મલી અપ્પોગ હુઆ ત્યાંહા બાર. પંચેન્દ્રિયમાં ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ બાર ઉપયોગ છે. દેવ, નારકી, તિર્યંચને ૯ ઉપયોગ હોય. બાર ઉપયોગમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન તે ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. એમ ૧૨ ઉપયોગ થયા. દેવગતિમાં ઉપયોગ નવ હોય તે ત્રણ જ્ઞાન - મતિ, મૃત અને અવધિજ્ઞાન. ત્રણ અજ્ઞાન - મતિ, મૃત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. ત્રણ દર્શન - ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એમ નવ ઉપયોગ હોય. એક જીવ આશ્રી છ ઉપયોગ હોય. સમકિતી દેવને ત્રણ જ્ઞાનના ઉપયોગ હોય અને મિથ્યાત્વી દેવને ત્રણ અજ્ઞાનના ઉપયોગ હોય. જો કે કવિ ઋષભદાસે દેવના ઉપયોગ ગાથામાં બતાવ્યા નથી. મનુષ્યમાં ઉપયોગ - ૧૫૧ બાર અપ્પોગ એહનિ કહઈવાય... મનુષ્યમાં બાર ઉપયોગ પૂર્વે કહ્યા તે હોય. મનુષ્યમાં મિથ્યાત્વીને ત્રણ અજ્ઞાના ને ત્રણ દર્શન હોય, જ્યારે સમકિતીને પાંચ જ્ઞાન અને ચાર દર્શન એમ નવ ઉપયોગ હોય. એક જીવ આશ્રી સમકિતીને ઓછામાં ઓછા બે ઉપયોગ તે કેવળજ્ઞાન અને કેવળ દર્શન હોય અને વધારેમાં વધારે ત્રણ દર્શન કેવળદર્શન સિવાયના અને ચાર જ્ઞાન કેવળજ્ઞાન સિવાયના એમ સાત ઉપયોગ હોય. અસંખ્યાતા વર્ષના સંજ્ઞી મનુષ્યને છ ઉપયોગ હોય તે બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન - ચક્ષુ - અચકું એમ છ હોય. એમાં પણ એક જીવ આશ્રી સમ્યત્વીને મતિ - શ્રુતજ્ઞાન અને બે દર્શન મળીને ચાર ઉપયોગ હોય. તેમ જ મિથ્યાત્વીને મતિ - શ્રુત અજ્ઞાન અને બે દર્શન મળીને ચાર ઉપયોગ હોય. સંમૂચ્છિક મનુષ્ય નિયમા મિથ્યાત્વી હોય તેથી તેને બે અજ્ઞાન અને બે દર્શન મળીને ચાર ઉપયોગ હોય. તે ૧૮પમી ગાથામાં બતાવ્યું છે. ૧૮૫ અપ્પોગ કહ્યા તસ ચ્યાર. નવ અપ્પોગ ત્રીજંચ નિ હોય. તિર્યંચમાં ઉપયોગ - ૧૯૬ મતિ શ્રત ત્રીજૂ અવધ્યજ્ઞાન, અહ જ વલી ત્રણે અજ્ઞાન, દરસણ ત્રર્ણિ વલી તેહનઈ હોઈ, ચશ્ન અચશ્ન અવધ્ય હોય. - તિર્યંચ ગર્ભજ પંચેન્દ્રિયમાં નવ ઉપયોગ હોય. એમાં પણ સમકિતી જીવને છ ઉપયોગ ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન અને મિથ્યાત્વીને ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન એમ છ ઉપયોગ હોય. અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન ભજનાએ હોય. (હોય અથવા ન હોય.) સંમૂર્છાિમ તિર્યંચમાં ઉપયોગ - ૨૦૨ ચ્યાર અપ્પોગ ત્રિજંચનિ હોય, ચશ્ન અચશ્ન તુ પણિ જોય, મત્ય અજ્ઞાન નિં શ્રુત અજ્ઞાન, અપ્યોગ ચ્યારતણુ કઈમાંન. અસંજ્ઞી તિર્યંચમાં ચક્ષુ, અચસુદર્શન અને મતિઅજ્ઞાન ને શ્રુતઅજ્ઞાન એમ ચાર ઉપયોગ બતાવ્યા છે. અસલી તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ અપર્યાપ્ત અવસ્થામાં Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪. શ્રાવક કવિ ઋષભદાસ કૃત સાસ્વાદન સમક્તિ હોય તો બે જ્ઞાનના ઉપયોગ હોઈ શકે એટલે સંમૂચ્છિમ તિર્યંચના અપર્યાપ્તામાં છ ઉપયોગ અને પર્યાપ્તામાં નિયમા મિથ્યાત્વી હોવાથી ચાર ઉપયોગ હોય. જો કે કવિએ ચારનો જ ઉલ્લેખ કર્યો છે. નારકીમાં ઉપયોગ - ૨૬૭ .. નવ અપ્પોગ તણો તિ જણા ૨૬૮ દેવ નારકી નિં ત્રિજંચ નવઈ અપ્પોગનો તેહનિ સંચ, મતિ શ્રુતિ ત્રીજૂ અવધિજ્ઞાન, એ હ જ વલી ત્રણે અજ્ઞાન. ૨૬૯ ત્રણ દરસણ વલી તેહનિ હોય ચલૂ અચશ્ન અવધ્ય જોય. નવ અપ્પોગ તણો એ ભેદ, નારકી સકલ નપૂસક વેદ. નારકીમાં પણ દેવની માફક નવ ઉપયોગ જાણવા. તે ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાના અને ત્રણ દર્શન એમ નવ ઉપયોગ થાય. જીવવિચારમાં ઉપયોગનું જાણપણું શા માટે ? ઉપયોગનું જાણપણું હોવું અત્યંત જરૂરી છે કારણ કે ઉપયોગને જીવનું લક્ષણ મનાય છે. આત્મા (જીવ) લક્ષ્ય - શેય છે અને ઉપયોગ એનું લક્ષણ છે. જગતા અનેક જડ અને ચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિશ્ચય કરવો હોય તો ઉપયોગ દ્વારા થઈ શકે છે કારણ કે તરતમભાવથી ઉપયોગી બધા આત્મામાં અવશ્ય મળી આવે છે. જયારે જડમાં તે બિલકુલ હોતો નથી. આત્મામાં અનંત ગુણપર્યાય હોવા છતાં ઉપયોગ સ્વપરપ્રકાશરૂપ હોવાને કારણે પોતાનું તથા ઉત્તર પર્યાયોનું જ્ઞાન કરાવી શકે છે માટે એ બધી પર્યાયોમાં મુખ્ય છે. આત્મા જે કાંઈ અતિ - નાસ્તિ જાણે છે, સુખદુઃખનો અનુભવ કરે છે એ ઉપયોગને કારણે જ. આમ ઉપયોગ આત્મબોધનું મુખ્ય લક્ષણ હોવાને કારણે એનું જાણપણું જરૂરી છે. જીવના પ૬૩ ભેદમાં ઉપયોગ. નારકી | તિર્યંચ | મનુષ્ય દેવ | કુલ | મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ૧૬૨ ૨૮૩ અવધિજ્ઞાન ૧૬૨ ૨૧૦ મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન , ૧૫ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન ૩૦૩ પપ૩ વિર્ભાગજ્ઞાના ૧૫ ૧૮૮ ૨૨૨ ચક્ષુદર્શન ૩૦૩ ૧૯૮ પ૩૭ અચક્ષુદર્શન ૩૦૩ ૧૯૮ પ૬૩ અવધિદર્શન ૩૦ ૧૯૮ ૨૪૭ કેવળ દર્શના ૧પ مااه ° ૨ ૨ ૨ ૨ ૨ ° છે છે ૧૫ Page #334 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૨૫ દૃષ્ટિ જૈનદર્શનમાં દૃષ્ટિનું અદકેરૂ મહત્ત્વ છે. દૃષ્ટિ કેવી છે એના પર જ આત્માનો પુરૂષાર્થ સાર્થક થશે કે નિરર્થક એનો ખ્યાલ આવે છે. દૃષ્ટિ = દૃશ્ ધાતુ પરથી દૃષ્ટિ શબ્દ બન્યો છે. જેના મુખ્યત્વે જોવું, અવલોકન, જ્ઞાન, સમજણ, માન્યતા, મત, અભિપ્રાય, પક્ષ, દર્શન વગેરે અર્થ થાય છે. ‘ભગવદ્ ગોમંડળ’માં એના ૩૧ અર્થ બતાવ્યા છે. જૈનદર્શન અનુસાર દૃષ્ટિ એટલે માન્યતા, આત્માનો અભિપ્રાય, સમજણ, શ્રધ્ધા એ અર્થ વધારે યોગ્ય છે. અનાદિકાલીન જીવ પાસે એકેન્દ્રિયપણામાં માત્ર એક જ દૃષ્ટિ હોય છે તે મિથ્યાદૃષ્ટિ હોય છે. જેમાં બિલકુલ જાણપણું હોતું નથી. જીવ જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવે છે ત્યારે જો એને યોગ્ય સમજણ પ્રાપ્ત થાય તો સમ્યક્દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. એ સમજણથી દ્યૂત થાય તો પાછો મિશ્રદૃષ્ટિ કે મિથ્યાદૃષ્ટિમાં જતો રહે છે. પણ એક વખત પણ સાચી સમજણ પ્રાપ્ત થાય તો દેશેઊણા અર્ધપુદ્ગલ પરાવર્તનકાળથી વધારે સમય સંસારમાં રહેતો નથી અર્થાત્ વઘારેમાં વધારે એટલા સમય પછી મોક્ષને પ્રાપ્ત કરે છે. આમ દૃષ્ટિ એટલે સમજણ એ અર્થ વધુ બંધબેસતો છે. દૃષ્ટિનું બીજું નામ દર્શન પણ છે. દૃષ્ટિ ત્રણ પ્રકારની છે. સમ્યક્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદૃષ્ટિ. (૧) સમ્યક્દૃષ્ટિ - ‘શ્રી પન્નવણા સૂત્ર’માં કહ્યું છે કે જેની દૃષ્ટિ સમ્યક્ અર્થાત્ યથાર્થ છે, વિપરીત નથી તે જીવને સમ્યક્દૃષ્ટિ કહેવાય છે. (પન્નવણા સૂત્ર - પદ -૧૮ સૂત્ર ૯) સમ્યક્ દૃષ્ટિ જીવને સમકિતી અને સમ્યક્ત્ત્વી પણ કહેવાય છે. કર્મગ્રંથ અનુસાર જીવાદિ નવ તત્ત્વોની જેના વડે શ્રદ્ધા કરાય છે તે તત્ત્વોની રૂચિ સ્વરૂપ આત્મપરિણામોને સમ્યક્ત્ત્વ કહેવાય છે. (કર્મગ્રંથ - ૧ ધીરજલાલ મહેતા પૃ. ૮૨) તત્ત્વાર્થ સૂત્રમાં ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યવર્શનમ્' માં પણ એ જ ભાવ છે. (તત્ત્વાર્થ સૂત્ર પંડિત સુખલાલ પૃ. ૮) તત્ત્વોની શ્રદ્ધા એટલે કે દાખલા તરીકે - જીવતત્ત્વ માટે એમ વિચારવું, સમજવું કે આ દેહમાં અસંખ્યાત પ્રદેશાત્મક જીવ છે. દેહમાં હોવા છતાં દેહથી ભિન્ન પદાર્થ છે. ચૈતન્ય એ તેનું લક્ષણ છે. મિથ્યાત્ત્વાદિ હેતુઓને લીધે કર્મનો કર્તા છે અને પૂર્વબદ્ધ કર્મોનો ભોક્તા છે. આયુષ્યાદિ કર્મોને લીધે એક ભવમાંથી બીજા ભવમાં આવન જાવન કરનાર છે. પૂર્વભવ - પુનર્ભવવાળો છે. દ્રવ્ય - ગુણ - પર્યાયવાળો છે. દ્રવ્યથી તે અનાદિ અનંત નિત્ય છે. ગુણોથી જ્ઞાનાદિ ગુણોવાળો છે. પર્યાયથી દેવ - મનુષ્યાદિ પર્યાયો પામવાવાળો છે. અને તેથી અનિત્ય પણ છે. ઇત્યાદિ જીવનું સ્વરૂપ જેવું છે - Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત તેવું યથાર્થ માનવું તે સમ્યફદષ્ટિ કહેવાય. જેમ જીવ તત્ત્વનું કહ્યું તેમ અન્ય તત્ત્વોનું સ્વરૂપ પણ સારી રીતે સમજીને એ જ રીતે યથાર્થ માનવું. ‘ને વિહિંપન્નર તમેવ સળં' જે જિનેશ્વરોએ પ્રરૂપ્યું છે એ જ સત્ય છે. વિતરાગી એવા કેવળી ભગવાને જે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું જ બતાવ્યું છે એના પર શ્રદ્ધા રાખવી તે સમ્યફદષ્ટિ. ‘ભગવદ્ ગોમંડળ'પૃષ્ઠ ૮૫રરમાં સમ્યક્ત્ત્વનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવ્યું છે - જે પ્રકટ થવાથી પોતાનો શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય તે ગુણ, સામાન્યતઃ સત્યા તત્ત્વ ઉપર શ્રદ્ધા થવી, સુદેવ, સુગુરૂ અને સુધર્મની ઓળખાણ થવી તે વિવેકદષ્ટિ. હરિજનબંધુમાં લખેલ છે કે જેનધર્મ આપણને સર્વાગીદષ્ટિ રાખવાનું કહે છે. અને એ લોકોએ (એ દૃષ્ટિને) સમ્યફત્ત્વ એવું નામ આપ્યું છે.' આમ સમ્યગદષ્ટિ એટલે અરિહંતદેવ દ્વારા પ્રતિપાદિત વસ્તુતત્વ પર જેની પ્રતીતિ, રૂચિ અગર શ્રદ્ધા કરવાની છે એ તત્ત્વોની પ્રરૂપણા આઠ બાબતોને ધ્યાનમાં રાખીને થવી જોઇએ જેમ કે ૧) દ્રવ્ય - પદાર્થની મૂળજાતિ ૫) પર્યાય - શક્તિનાં આવિર્ભાવ પામતાં કાર્યો ૨) ક્ષેત્ર - સ્થિતિક્ષેત્ર ૬) દેશ - વ્યાવહારિક જગ્યા ૩) કાલ - સમય ૭) સંજોગ - આજુબાજુની પરિસ્થિતિ ૪) ભાવ - પદાર્થગત મૂળશક્તિ ૮) ભેદ - પ્રકારો (સન્મતિ પ્રકરણ પૃ. ૩૧૮) કોઈ પણ તત્ત્વોનું સ્વરૂપ બતાવવું હોય તો ઓછામાં ઓછી આઠ બાબતોનું બરાબર લક્ષ્ય રાખવું જોઈએ, તો જ તત્ત્વનું સ્વરૂપ બરાબર પ્રસ્થાપિત થઈ શકે. એવી રીતે અરિહંત ભગવાન દ્વારા પ્રરૂપેલા તત્ત્વો પર શ્રદ્ધા રાખવી તે સમ્યગદૃષ્ટિ કહેવાય છે. સત્ ને સત્ સ્વરૂપે જાણવું તે સમ્યગ્દષ્ટિ. ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ દર્શનમોહનીય (દર્શનસપ્તક) ના ઉપશમ, ક્ષયોપશમ, કે ક્ષયથી સમકિતના કે સમ્યગદષ્ટિના પાંચ ભેદ પડે છે. પાંચ સમકિત નીચે મુજબ છે. (શ્રી બૃહદ જેન થોક સંગ્રહ (૧૦૧ થોકડા) - મૃ.૪૩૭) ૧) ઉપશમ - સમકિત દર્શન સપ્તકને દબાવી દે, ઉદયમાં ન આવવા દે એને ઉપશમ સમકિત કહે છે. આ સમકિત જઘન્ય ૧ સમયથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. અને આખા સંસારરકાળ દરમ્યાન પાંચ જ વખત આવે છે. એક ભવ દરમ્યાન બે વખત જ આવી શકે છે. ૨) ક્ષયોપશમ સમકિત - દર્શન સપ્તકમાંથી ઉદયમાં આવેલાનો ક્ષય કરે ને અનુદયનો ઉપશમ કરે એવી અવસ્થા ક્ષયોપશમ સમકિતની હોય છે. આ સમકિત જઘન્યા અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ ઝઝેરૂં સુધી રહે છે. તે સમકિત સંસારકાળ દરમ્યાન અસંખ્યાતીવાર આવે છે. ૩) લાયક - સમકિત દર્શન સપ્તકનો જડમૂળમાંથી ક્ષય થઈ જવાથી લાયક સમકિતની પ્રાપ્તિ થાય છે. આ સમકિત આવ્યા પછી જતું નથી તેની સ્થિતિ સાદિ અનંત છે. આ Page #336 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૨૭ સમકિત થવા પૂર્વે આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો તે જ ભવે મોક્ષે જાય છે અને બંધ પડ્યો હોય તો ત્રીજા કે ચોથા ભવે મોક્ષે જાય છે. ૪) વેદક સમકિત - દર્શન સપ્તકમાંથી સમ્યક્ત્વ મોહનીયનું વદન જેમાં થાય તે વેદક સમકિત છે. આમાં ત્રણ ભેદ છે. ક્ષયોપશમ વેદક, ઉપશમ વેદક અને લાયક વેદક. વેદકની સ્થિતિ જઘન્ય ૧ સમયથી ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ ઝાઝેરાની (ક્ષયોપશમા સમકિત આશ્રી). ૫) સાસ્વાદન સમકિત - ઉપશમ સમકિત પામ્યા પછી ત્રણ દર્શન મોહનીય ઉપશમાવેલ હોય છતાં અનંતાનુબંધી ચતુષ્કનો જો ઉદય થઈ જાય તો સાસ્વાદના સમ્યક્ત કહેવાય. મિથ્યાત્વ તરફ જઈ રહેલો જીવ સમ્યફત્ત્વના કંઈક આસ્વાદવાળો હોવાથી એને સાસ્વાદન સમ્યક્ત્વ કહેવાય છે. આ સમકિત ઉપશમ સમકિતથી પડિવાઈ થઈ રહેલા જીવને જ હોય. તે પણ વધારેમાં વધારે આખા સંસારકાળ દરમ્યાન પાંચ જ વાર આવે. તેની સ્થિતિ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ છે આવલિકા છે. (છ આવલિકા એટલે સેકંડનો ૯૭૧મો ભાગ) સમ્યફ7 દૃષ્ટિનો કાળ સાદિ અનંત અને સાદિ સાંત છે. લાયક સમકિત સાદિ અનંત છે. બાકીના સમકિત સાદિ સાન્ત છે. ૨) મિથ્યા દષ્ટિ જેની દૃષ્ટિ મિથ્યા અર્થાત્ અયથાર્થ, વિપરીત હોય તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. આત્મભાનથી શૂન્ય બાહ્ય જગતમાં જ પુરૂષાર્થ કરનાર શરીરાદિ પર્યાયોમાં રત રહેનાર મિથ્યાદષ્ટિ ગણાય છે. મિથ્યામોહનીય કર્મના ઉદયથી વશીભૂત જીવ મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. વિતરાગની વાણીમાં ઓછી, અધિકી કે વિપરીત પ્રરૂપણા કરવી તે મિથ્યાદષ્ટિ છે. જેમ કે જીવતત્વ માટે કહે કે જીવ અંગુઠા માત્ર છે. દીપક માત્ર છે. શામાં માત્ર છે. એ ઓછી પ્રરૂપણા કરી કહેવાય, એકમાત્ર જીવ બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યો છે તે અધિકી પ્રરૂપણા કરી કહેવાય અને જીવ પાંચ ભૂતમાંથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. એ વિપરીત પ્રરૂપણા કહેવાય. કુદેવ, કુગુરૂ, કુધર્મમાં શ્રદ્ધા રાખવી તે મિથ્યાદષ્ટિ છે. મિથ્યાદષ્ટિને કારણે જીવ પરપદાર્થોને પણ પોતાના માને છે. સત્ ને સતરૂપે ન જાણે તે મિથ્યાદષ્ટિ કહેવાય કે મિથ્યાત્વ પણ કહેવાય છે. મિથ્યાદૃષ્ટિ જીવ ત્રણ પ્રકારના હોય છે. (કાળ આશ્રી) ૧) અનાદિ અનંત - જે અનાદિકાળથી મિથ્યાત્વી છે અને અનંતકાળ સુધી મિથ્યાત્વી રહેવાના છે. જેમ કે અભવ્ય જીવ. ૨) અનાદિ સાંત - જે અનાદિકાળથી મિથ્યાત્વી છે પણ ભવિષ્યમાં જેને સમકિત પ્રાપ્ત થશે તે ભવ્ય જીવ આશ્રી. ૩) સાદિ સાંત - જે સમ્યફત્ત્વને પ્રાપ્ત કર્યા પછી પાછા મિથ્યાદષ્ટિ બની ગયા છે અને ભવિષ્યમાં ફરી સભ્યત્ત્વને પ્રાપ્ત કરશે એનો કાળ જઘન્ય અંતર્મુહર્ત ઉત્કૃષ્ટ અનંતકાળા Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ વ્યતીત થયા પછી સમકિત પ્રાપ્ત થાય. (૩) મિશ્રદૃષ્ટિ - કે સમામિથ્યાત્ત્વ દૃષ્ટિ - મિશ્ર મોહનીય કર્મના ઉદયથી વશીભૂત જીવ મિશ્રદૃષ્ટિ કહેવાય છે. સમકિત કે મિથ્યાત્ત્વની જાણકારીનો મિશ્ર પણ નિર્ણય એકેયનો નહિ એવી અવસ્થા તે મિશ્રદષ્ટિ. જેને તત્ત્વ પ્રત્યે રૂચિ પણ નથી અને અરૂચિ પણ નથી એ મિશ્રદૃષ્ટિ કહેવાય. મિશ્રદૃષ્ટિ જઘન્ય - ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. પછી જીવ કાં તો સમ્યક્દૃષ્ટિ થઈ જાય છે કે પછી મિથ્યાદષ્ટિ થઈ જાય છે. શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવવિચાર રાસમાં વ્યક્ત થયેલું દૃષ્ટિનું સ્વરૂપ એકેન્દ્રિયમાં - ૭૮ ... એકંદ્રિ મીથ્યાતી લહું. એકેન્દ્રિય જીવો મિથ્યાદૃષ્ટિવાળા હોય છે. બેઈંદ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં - ૯૪ સમકિત દ્રીપ્ટી દાઈ બેઅંદ્રી, મીથ્યા દ્રીષ્ટી કહીઈ... ૧૦૨ મીથ્યા દ્રીષ્ટી એપણિ કહું સમકિત દ્રીષ્ટી એહનિ લહુ... ૧૧૦ મીથ્યા દ્રીષ્ટીઅ સમકિત દ્રીષ્ટી એ કહું એ. આમ ત્રણે વિલેંદ્રિયમાં સમકિત અને મિથ્યા બે દૃષ્ટિ હોય. પંચેન્દ્રિયમાં - ૧૧૯ ... ત્રણિ દ્રીષ્ટીનું કહઈમાન, મીથ્યા દ્રીષ્ટી સમક્ત હોય, સમા મીછાદ્ર તુ જોય. પંચેન્દ્રિયમાં ત્રણે દૃષ્ટિ હોય. મિથ્યા - સમકિત અને સમામિથ્યા દૃષ્ટિ. દેવગતિમાં દૃષ્ટિનો ઉલ્લેખ નથી પરંતુ દેવને પણ ત્રણ દૃષ્ટિ હોય. મનુષ્ય ગતિમાં સંજ્ઞી પંચેન્દ્રિયમાં દૃષ્ટિ - ૧૪૮ • માનવનિ કહું ત્રણિ દૃષ્ટિ વલી તેહનિં લહું. --- મનુષ્યમાં ત્રણે દૃષ્ટિ હોય. સંમૂર્ચ્છિમ મનુષ્યમાં એક મિથ્યા દૃષ્ટિ હોય. ૧૮૩ મીથ્યા દ્રીષ્ટી તે કહઈવાઈ... સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ દૃષ્ટિ હોય. ૧૯૦ ત્રણિ દ્રીષ્ટ તૂ તેહમાં જાણિ સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય ૧૯૯ મિથ્યા દ્રિષ્ટી મ કરિ વીચાર સંમૂર્ચ્છિમ તિર્યંચમાં એક દૃષ્ટિ હોય તે મિથ્યાદૃષ્ટિ પણ સંમૂર્ચ્છિમ તિર્યંચમાં અપર્યાપ્તામાં બે દૃષ્ટિ હોય ને પર્યાપ્તામાં એક મિથ્યાદૃષ્ટિ હોય. પરંતુ કવિએ એક જ દૃષ્ટિ બતાવી છે. નારકીમાં દૃષ્ટિ ૨૬૫ ... હોય, સમમીછયા દ્રષ્ટી તું જોય. નારકીમાં ત્રણે દૃષ્ટિ હોય. ત્રિણિ દ્રીષ્ટી તેહનિં પણિ ખરી, મિથ્યા દ્રીષ્ટી સમકિત સમકિતદૃષ્ટિની પ્રાપ્તિ સંજ્ઞી પંચેન્દ્રિયના પર્યાપ્તામાં જ થાય પછી સાથે લઈ જઈ શકે એ અપેક્ષાએ અપર્યાપ્તામાં હોઈ શકે. તે જીવ સંજ્ઞી પંચેન્દ્રિયના જ ભવ કરે Page #338 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૨૯ તો ક્ષયોપશમ સમકિત આશ્રી ૬૬ સાગરોપમ ઝાઝોરાની સ્થિતિ સુધી સમ્યફદષ્ટિ રહી શકે. સમકિતદષ્ટિવાળો કાળ કરીને પાંચ સ્થાવરમાં જાય તો સમકત વમીને જ જામ માટે પાંચ સ્થાવરમાં સમકિતદષ્ટિ હોય જ નહિ. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચોરેન્દ્રિય તેમ જ સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં સમ્યકદષ્ટિ હોઈ શકે સાસ્વાદન સમકિતની અપેક્ષાએ. પણ એ છ આવલિકાથી વધારે ટકે નહિ તેથી પર્યાપ્તામાં નિયમાં મિથ્યાદષ્ટિ હોય. બાકીના ત્રણ સમકિત સંજ્ઞી પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં હોઈ શકે છે. પણ બેઈન્દ્રિયાદિમાં ન હોય કારણ કે એ સમકિત માટે સંજ્ઞી પંચેન્દ્રિયપણું હોવું જરૂરી છે. વેદક સમકિતની પ્રાપ્તિ અને હાજરી માત્ર સંજ્ઞી પંચેન્દ્રિયના પર્યાપ્તામાં જ હોય. મિથ્યાષ્ટિ અનાદિકાલીન છે. માટે પાંચ અનુત્તર વિમાનના ૧૦ ભેદ વર્જીને જીવના ૫૫૩ ભેદમાં હોય છે. સમકિત પ્રાપ્ત થયા પછી આવ-જા કરે એ અપેક્ષાએ સાદિ - સાન્ત હોય છે. મિશ્રદષ્ટિ - માત્ર સંજ્ઞી પંચેન્દ્રિયના જે ભેદમાં ત્રણ દૃષ્ટિ હોય એના પર્યાપ્તા ભેદમાં જ હોય છે. અપર્યાપ્તામાં ક્યારેય પણ ન હોય. આ દૃષ્ટિ હોય એ જીવ કાળ કરતો નથી. અમર ભેદ છે માટે અપાર્યાપ્તામાં આ દૃષ્ટિ ન જ હોય. એક વખત પણ સમ્યગદૃષ્ટિની પ્રાપ્તિ થઈ જાય પછી જીવ ઉત્કૃષ્ટ દેશેઊણા અર્ધપુદ્ગલ પરાવર્તન થી વધારે સમય સંસારમાં રહે નહિ. અર્થાત વધારેમાં વધારે દેશઊણા અર્ધ પુદ્ગલ પરાવર્તન પછી અવશ્ય મોક્ષમાં જ જાય. એક વખત પણ સમ્યફદૃષ્ટિની હાજરીમાં આયુષ્યનો બંધ પડી જાય તો જીવ વધારેમાં વધારે ૧૫મે ભવે અવશ્ય મોક્ષમાં જાય. આયુષ્યના બંધ પહેલાં ક્ષાચક સમ્યફદષ્ટિ આવી જાય તો તે જ ભવે મોક્ષે જાય. જો આયુષ્યબંધ થયા પછી લાયક સમકિત થાય તો ૩જા કે ચોથા ભવે મોક્ષમાં જાય. સમ્યફદષ્ટિનું કામ આત્માને મુક્ત કરાવવાનું છે. આશ્રવના દ્વારોને બંધ કરવાનું કામ છે. આશ્રવના દ્વારા બંધ થતા જાય એટલે કે સંવર પ્રાપ્ત થતા સકામ કર્મ નિર્જરા થવા માંડે છે. ધીમે ધીમે આત્મા કર્મની ચુંગાલમાંથી છૂટે છે. આત્મા પર લાગેલા કર્મના લેપ સમકિત રૂપ પાણીનો મારો લાગતા ભીના થઈને છૂટા પડતા જાય છે ને માટીનું તુબંડુ આઠલેપ સહિત પાણીમાં પડવું પડ્યું લેપથી મુક્ત થતા એકદમ સપાટી પર આવી જાય છે તેમ આત્મા પણ કર્મલેપથી મુક્ત થતા સીધો લોકાગે પહોંચીને સ્થિર થઈ જાય છે. માટે દૃષ્ટિ સમ્યફ થાય એ ખૂબ જ જરૂરી છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ૩૩૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવના ૫૬૩ ભેદમાં દૃષ્ટિ નારકી તિર્યંચા, મનુષ્ય | દેવા મિથ્યાદષ્ટિ ૧૪ | ૪૮ | ૩૦૩ ૧૮૮ મિશ્રદૃષ્ટિ ૦૭ | ૦૫ ૧૫ ૭૬ (૭ નરકના પર્યા.) (સંજ્ઞી પંચૅપર્યાતા) | (૧૫ કર્મભૂમિના |(૧૫ પરમધામી, પર્યા.) ૩ કિલ્વીષી, ૫ અનુ, સિવાયના પર્યા.). સમ્યફદષ્ટિ ૧૮ co - ૧૬૨ (સાતમી નરકનો (િબે, તે. ચી., અસં. | (૩૦ અકર્મભૂમિ | (૧૫ પરમધામી, અપર્યા. વજી) | પંચે,અપર્યા. સંજ્ઞી | ૧૫ કર્મભૂમિ અપ/૩ કિલ્વીષી, ૧૮ ના પંચે.અને પર્યાપ્તા.) | અને પર્યાપ્તા) | અપર્યા. પર્યા. વજી) ઉપશમ સમકિત ૧૩ ૧૦ ૧૫ર (૭ નરકનો (૫ સંજ્ઞી પંચે. | | (૧૫ કર્મભૂમિના (૭૬ ના અપર્યા. અપર્યા. વજી) અપર્યા. પર્યાપ્તા) | અપર્યા. પર્યા.) | પર્યા.) ક્ષયક સમકિતા ૧૬૨ (૪ નરકના (સ્થળચર, જુગલિયાના (૧૫ કર્મભૂમિ |(૧૫ પરમાધર્મી, અપર્યા. પર્યા.) અપર્યા. પર્યા.) ૩૦ અકર્મભૂમિ | ૩ કિલ્વીષી, ૧૮ના અપર્યા. પર્યા.) અપર્યા. પર્યા. વર્જીને) લયોપશમ સમ.. ૩૦ co co ૧૬૨ વેદક સમકિત સાસ્વાદન સમ.| ૧૩ | ૧૮ | ૩૦ | ૧૫૨ વેદ મોહનીય કર્મના ઉદયથી નવમા ગુણસ્થાન સુધીના સર્વ સંસારી જીવોને કોઈ ને કોઈ વેદનો ઉદય ચાલુ હોય છે. નવમાથી ૧૪મા ગુણસ્થાન સુધી કોઈ વેદ ના હોય અવેદી હોય છે. | વેદની વ્યાખ્યા - વેદ = વિકારભાવ, મૈથુનની અભિલાષા. વિષય અને વિકારનો ઉદય. આત્માના ચૈતન્યરૂપ પર્યાયમાં મૈથુનરૂપ ચિત્તવિક્ષેપ ઉત્પન્ન થાય તે વેદ. પુરૂષવેદ - સ્ત્રીને સેવવાની ઇચ્છા થાય છે. પુરૂષવેદની સ્થિતિ પ્રત્યેક સો. સાગર ઝાઝેરી. સ્ત્રીવેદ - પુરૂષને સેવવાની ઈચ્છા થાય છે. સ્ત્રીવેદની સ્થિતિ ૧૧૦ સાગર ઝાઝેરી. Page #340 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૩૧ નપુંસકવેદ - ઉભયને એટલે પુરૂષ તથા સ્ત્રીને સેવવાની ઇચ્છા થાય. નપુંસકવેદની સ્થિતિ અનંતકાળ વન, કાળ. આ વ્યાખ્યાનુસાર જીવને ક્યારે કોને સેવવાનો વિચાર આવે તે કહી શકાય નહિ. જયાં સુધી જીવ બીજા ઉપયોગમાં રહેલો હોય ત્યાં સુધી જીવને તેનો અનુભવ થાય નહિ તે વખતે ઉદ્યને નિષ્ફળ કરી નાશ કરે છે. મનને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવાથી વેદના ઉદયને નાશ કરવાની - ઉદય નિષ્ફળ કરવાની શક્તિ પેદા થાય છે. માટે મનને નવરું ન પડવા દેતા જ્ઞાન - ધ્યાનમાં રત રહેવું. જ્ઞાનના ઉપયોગમાં વિશેષ સમય પસાર કરવાથી નિર્વિકારી સુખની આંશિક અનુભૂતિ પણ થઈ શકે છે. વેદ ઉદયના વિચારો નરક - નિગોદ સુધી પહોંચાડે છે. કુમારપાળ મહારાજ પોતાની પત્નીને જોતા વિકાર ઉદ્ભવે તો આયંબિલ કે ચોવિહારો ઉપવાસ કરતા તેમ જ રોજ પાંચથી છ હજાર ગાથાનો સ્વાધ્યાય કરતા હતા. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય - અસંજ્ઞી પંચેન્દ્રિય આ બધાના અપર્યાપ્તા અને પર્યાપ્તમાં એક નપુંસકવેદનો જ ઉદય હોય. તેમ જ નારકીના જીવો પણ નિયમા નપુંસકવેદના ઉદયવાળા જ હોય. પુરૂષલિંગ - જે ચિહનથી પુરૂષની ઓળખાણ થાય તે. સ્ત્રીલિંગ - જે ચિહનથી સ્ત્રીની ઓળખાણ થાય તે. નપુંસકલિંગ - જેનામાં કાંઈક સ્ત્રીનું ચિહન અને કાંઈક પુરૂષનું ચિહ્ન હોય તે. આ ત્રણે લિંગ નામ કર્મના ઉદયથી હોય છે. જ્યારે વેદ મોહનીયના ઉદયથી. | વિજય નરવાહન સૂરિ લખે છે કે આ વેદનો ઉદય લિંગાકારની અપેક્ષાએ જાણવો. બાકી તો એક અંતર્મહર્તે ત્રણ વેદમાંથી કોઈપણ વેદનો ઉદય હોય છે. લિંગાકાર એટલે શરીરની જે બાહ્ય આકૃતિ મળેલી હોય તે પ્રમાણે જ લિંગ હોય. | દેવ ગતિમાં સ્ત્રીવેદ અને પુરૂષવેદ એ બે વેદનો ઉદય હોય છે. નપુંસકવેદનો ઉદય નિયમો હોતો નથી. ૩ થી ૧૨ દેવલોક, ગ્રેવેયક, અનુત્તર વિમાનમાં માત્ર પુરૂષવેદ જ હોય. જે મનુષ્ય કે તિર્યંચ દેવના આયુષ્યનો બંધ પાડવાના હોય તે પદ્મ અને શુક્લલેશ્યામાં પુરૂષવેદનો જ બંધ કરે, સ્ત્રીવેદનો બંધ કરે જ નહિ. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં તથા મનુષ્યમાં ત્રણ વેદમાંથી કોઈ પણ વેદનો ઉદય હોય છે. આ ત્રણેય વેદ લિંગાકાર રૂપે હોઈ શકે છે અને ભાવથી એક એક અંતર્મુહૂર્ત ત્રણેય વેદ પરાવર્તમાનરૂપે પણ ચાલુ જ હોય છે. અસંખ્યાતા વર્ષવાળા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, ત્રીશ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપમાં રહેલા મનુષ્યોને પુરૂષવેદ અને સ્ત્રીવેદ એ બે વેદમાંથી કોઈ ને કોઈ વેદ ઉદયમાં હોય છે પણ નપુંસકવેદનો ઉદય નિયમો હોતો નથી. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભેદની દૃષ્ટિથી વિચારીએ તો. એકાંત નપુંસક વેદવાળા ૧૫૩ ભેદ - ૨૨ સ્થાવરના + ૬ વિકસેન્દ્રિયના, + ૧૦ અસંજ્ઞી તિ. પંચે, + ૧૦૧ સમૂ. મનુ. + ૧૪ નરકના. એકાંત પુરૂષ વેદવાળા ૭૦ ભેદ – ૩ થી ૧૨ દેવલોક, + નવ લોકાંતિક, + નવ ગ્રેવે. + ૫ અનુ. + ૨ કિલ્વીષી સ્ત્રી-પુરૂષ બે વેદવાળા ૩૦૦ ભેદ - દેવના ૧૨૮+૮૬ જુગલિયા અપ. પર્યા. = ૧૭૨ ત્રણે વેવાળા ૪૦ ભેદ- ૧૦ સંજ્ઞી તિર્યંચ પંચે. + ૧૫ કર્મભૂમિના મનુષ્ય અપર્યા.પર્યા. કુલ ૫૬૩ ભેદ જીવવિચાર રાસમાં વેદનો ભાવ દર્શાવતી ગાથાઓ. ૫ સાસઉસાસ તે ચોથો ભેદ એકંદ્રી સહુ નપૂંસક વેદ. - એકેંદ્રિયની ગાથા ૯૩ દરસણ એક અચક્ષુણ કહીઈ, વેદ નપૂસક હોત. - બેઈન્દ્રિયની ગાથા ૧૦૫ વેદ નપૂસક તેહનિ કહિં, કાયસ્મૃતિ સંખ્યા ભવ રહિ. - તેઈન્દ્રિયની ગાથા ૧૧૫ વલી નપૂસક વેદ રે, ભવ તસ સંખ્યાતા. - ચોરેન્દ્રિયની ગાથા. ૧૩૦ ત્રણિ વેદ વલી તેહ નિ કહ, કાય ઋતિ ભવ વ્યવહરી કહુ. - પંચેન્દ્રિયની ગાથા ૧૪૦ વેદ નપૂંસક ત્યાંહા નહીએ, નહી ત્યાંહા કવલ જ આહારતો. - દેવતાની ગાથા. ૧૪૩ દેવ વીચાર વ્યવરી કહ્યો કહું હવઈ માનવ ભેદ - મનુષ્યની ગાથા. ચ્ચાર કષાય છઈ જેહમાં, જેહનિ છઈ ત્રણ વેદ. ૧૮૧ વેદ નપૂંસક તેહનિ કહીઈ - સંમૂર્છાિમ મનુ ૧૯૧ યોન લાખ કહીઈ તસ ચ્યાર, ત્રણઈ વેદનો તસઈ વીકાર. - તિર્યંચ પંચે. ૨૬૮ નવ અપ્પોગ તણો એ ભેદ, નારકી સકલ નપૂસક વેદ. - નારકી આમ શ્રાવક કવિ ઋષભદાસે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવ અને નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ કોને કેટલા વેદ હોય તે ગાથાઓમાં બતાવ્યું છે. અહીં જુગલિયા મનુષ્ય અને જગલિયા તિર્યંચના વેદનો ઉલ્લેખ નથી. એમાં બે વેદ હોય, સ્ત્રીવેદ અને પુરુષવેદ. કર્મગ્રંથ-૧ માં બતાવ્યા પ્રમાણે ત્રણે વેદને અનુક્રમે બકરીની લડીના અગ્નિતુલ્ય, ઘાસના અગ્નિતુલ્ય અને નગરના અગ્નિતુલ્ય એવી ઉપમા આપવામાં આવી છે. જે કર્મના ઉદયથી જીવને પુરૂષના શરીર સાથે ભોગ ભોગવવાની અભિલાષા. થાય તે સ્ત્રીવેદ કહેવાય છે. આ વેદ છાણાના અગ્નિતુલ્ય એટલે બકરીની લીંડીઓનો અગ્નિ જે મોડો સળગે છે પરંતુ સળગ્યા પછી તેનો તાપ વધે છે જલ્દી શાંત થતો નથી. અગ્નિના ભાઠાને ઊંચો - નીચો કરવાથી આગ અને તાપ વધે છે. તેમ સ્ત્રીના જીવને પુરૂષ પ્રત્યેની ભોગની અભિલાષા પુરૂષની જેમ જલ્દી થતી નથી. પરંતુ મોડી Page #342 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૩૩ થાય છે. પુરૂષના શરીરનો સ્પર્શ થવાથી તે અભિલાષા એકદમ વધે છે જલ્દી તૃપ્ત થતી નથી. જે કર્મના ઉદયથી સ્ત્રી પ્રત્યે ભોગની અભિલાષા થાય તે પુરૂષવેદ કહેવાય છે. તે વેદ તૃણના અગ્નિતુલ્ય છે. જેમ તૃણ જલ્દી સળગે છે અને જલ્દી બુઝાય છે તેમાં પુરૂષનો જીવ સ્ત્રીના શરીરને જોતાં જ અથવા સ્પર્શ કરતાં જ ભોગની અભિલાષાવાળો બને છે, અને ભોગ ભોગવતાં તરત જ અભિલાષા શાંત થઈ જાય છે તેથી આ વેદ તૃણના અગ્નિતુલ્ય છે. જે કર્મના ઉદયથી જીવને સ્ત્રી - પુરૂષ એમ ઉભય પ્રત્યે ભોગની અભિલાષા થાય તે નપુંસકવેદ સમજવો. આ વેદ નગરના અગ્નિસમાન છે. જેમ નગરમાં લાગેલી. મોટી આગ કેમે કરીને બુઝાતી નથી તેમ આ અભિલાષા કોઈ ઉપાયોથી જલદી તૃપ્ત થતી નથી. માટે નગરદાદતુલ્ય છે.” (કર્મગ્રંથ ભાગ - ૧ પૃ. ૧૦૩/૧૦૪) - આ ત્રણે વેદ હોય ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત થતી નથી. મોક્ષમાં જવા માટે અવેદીપણું જરૂરી છે. લિંગ કોઈ પણ હોય પણ વેદ એકેય ન હોવો જોઈએ તો જ સિદ્ધ થવાય છે. સાચું સુખ અવેદીપણામાં જ મળે છે. કાયસ્થિતિ - ભવસ્થિતિ ભવસ્થિતિ - જીવ એક જન્મમાં જેટલા કાળ સુધી જીવે છે તેને ભવસ્થિતિ કહેવાય. છે. એટલે કે આયુષ્ય. કાયસ્થિતિ - જે ભાવમાં હોય તેમાં જ મૃત્યુ પછી ફરીથી ઉત્પન્ન થાય એને કાયસ્થિતિ કહેવાય. મૃત્યુ પછી એ જ જીવનિકાયના શરીરમાં ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ. | (તુલસીકૃત ઉત્તરાધ્યયન પૃ. ૧૮૭) દેવ અને નારકીના જીવ મૃત્યુ પછી ફરીથી દેવ કે નારકીમાં ઉત્પન્ન થતાં નથી માટે એમની ભવસ્થિતિ જ હોય છે. કાયસ્થિતિ નથી હોતી. (ઠાણાંગ ૨/૨૬૧ તોડ્યું મવિિત) તિર્યંચ અને મનુષ્ય મૃત્યુ પછી ફરીથી મનુષ્ય ને તિર્યંચ બની શકે છે એટલે એમની કાયસ્થિતિ પણ હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના જીવ લગાતાર અસંખ્યાતી અવસર્પિણી ઉત્સર્પિણી પરિમિત કાળ સુધી પોત-પોતાના સ્થાનમાં જન્મ લેતા રહે છે. વનસ્પતિના જીવ અનંતકાળ વનસ્પતિમાં જ ઉત્પન્ન થઈ શકે છે. ત્રણ વિકસેંદ્રિય હજારો હજારો વર્ષ (સંખ્યાતા કાળ) સુધી પોત - પોતાની નિકાયોમાં જન્મ લઈ શકે છે. પાંચ ઈંદ્રિયોવાળા જીવ લગાતાર એક સરખા સાત - આઠ જન્મ લઈ શકે છે. | (બૃહદ્ઘત્તિ પત્ર ૩૩૬) પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચ જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ને ઉત્કૃષ્ટ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ત્રણ પલ્યોપમ + પૃથફ પૂર્વક્રોડની છે. (જીવાભિગમ સૂત્ર પૂ. ઘા. મ.સા. ૯/૨૨૫) પૃથક પારિભાષિક શબ્દ છે એનો અર્થ છે બે થી નવ સુધી. અહીં તિર્યંચ સાત કે આઠ ભવ કરે છે માટે સાત પૂર્વક્રોડ લેવાના અને ત્રણ પલ્ય જુગલિયા આશ્રી લેવાનો. કોઈ તિર્યંચ પંચેન્દ્રિય જીવ સાત ભવ આ અવધિ (પૂર્વક્રોડ) ના કરે છે અને આઠમો ભવ તિર્યંચ જુગલિયાનો કરે છે તેથી કુલ એની કાયસ્થિતિ ત્રણ પલ્ય ને સાતા પૂર્વક્રોડ થાય છે. મનુષ્યની સ્થિતિ પણ ત્રણ પલ્ય ને સાત પૂર્વક્રોડ પૂર્વવત્ જાણવી. ૧) સ્થિતિ - જેટલા કાળ સુધી વસ્તુ રહે છે તે સ્થિતિ છે. | (જેનેન્દ્ર સિદ્ધાન્ત કોશ (હિન્દી ભા. ૧ થી ૪) - પૃ. ૪૫૭) ૨) કોઈ ક્ષેત્રમાં સ્થિત પદાર્થની કાળ - મર્યાદાનો નિશ્ચય કરાવનાર કાળસ્થિતિ છે. ૩) પોતાના દ્વારા પ્રાપ્ત થયેલા આયુષ્યના ઉદયથી એ ભવમાં શરીરની સાથે રહેવું સ્થિતિ કહેવાય છે. તેને ભવસ્થિતિ કહેવાય છે. ૪) યોગના વશથી, કર્મ સ્વરૂપથી પરિણત પુદ્ગલ સ્કંધોનું કષાયના વશથી જીવમાં એક સ્વરૂપથી રહેવાના કાળને કાયસ્થિતિ કહે છે. સંક્ષિપ્ત જેનદર્શન અનુસાર “સ્થિતિ એટલે આયુષ્યનો વિચાર, જીવોની જે વિવિધ પર્યાયો છે તેના આયુષ્યનો વિચાર. જીવ દ્રવ્ય નિત્ય છે પણ તે જે નાના રૂપો. - વિવિધ જન્મ ધારણ કરે છે તે પર્યાયો તો અનિત્ય છે તેથી તે ક્યારેક તો નષ્ટ થાય જ છે. આથી તેની સ્થિતિનો વિચાર કરવો છે તે પ્રસ્તુતમાં કરવામાં આવ્યો છે.” (પ્રજ્ઞાપના પુણ્યવિજયજી પૃ.૫૮) “કોઈ પણ જન્મ પ્રાપ્ત કરી એમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી શકાય છે તે ભવસ્થિતિ અને વચમાં કોઈ બીજી જાતિમાં જન્મગ્રહણ ન કરતાં કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવું તે કાયસ્થિતિ.” | (સંક્ષિપ્ત જૈન દર્શન દિનેશ મોદી પૃ. ૮૫) પ્રજ્ઞાપના પદ ૧૮ અનુસાર - મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્ય અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેમની કાયસ્થિતિ પણ ભવસ્થિતિની માફક જઘન્ય અંતર્મુહૂર્ત જ છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મનુષ્યની સાત અથવા આઠ ભવગ્રહણ પરિમાણ છે. અર્થાત્ કોઈ પણ મનુષ્ય પોતાની મનુષ્ય જાતિમાં લાગલગાટ સાત અથવા આઠ જન્મ સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છોડી દે છે. | નિગોદ આદિ યોનિમાં એક ઈંદ્રિયરૂપે, એક શ્વાસોચ્છવાસમાં (એક શ્વાસ લઈને મૂકીએ તેટલા સમયમાં) જીવ ઉત્કૃષ્ટ અઢારવાર જન્મમરણ કરે. નિગોદ અને એકેન્દ્રિય - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના Page #344 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૩૫ જીવોની કાયસ્થિતિ જાન્ય અંતર્મુહર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તના કાળની છે. એક પુદ્ગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અસંખ્ય ચોવીસી વીતી જાય. ત્રસગતિમાં જીવની બે હજાર સાગરોપમ ને સંખ્યાત વર્ષ અધિક રહેવાની સ્થિતિ છે. જીવવિચારમાં ભવસ્થિતિ આયુષ્ય અને કાયસ્થિતિનું નિરૂપણ - એકેન્દ્રિય - ૭૧ છઈ દસ હજાર વરસનું આય... ૭૭ કાયઋતિ જીવ કેતુ રડઈ ઉશ્નપણી અવશ્રપણી કહઈ, અસંખ્યાતી તે પણ કહ્યું એક ભેદ વલી બીહુ લહુ. ૭૮ અનંતકાય માંહા રહઈ જીવ ઘણું, ઉશ્રપણી અવસર્ષણી ભણું, સોય અનંતી સહી પણિ કહુ... અહીં એકેન્દ્રિયમાં પ્રત્યેક વનસ્પતિની અવગાહના બતાવી છે. એના અનુસંધાનમાં આયુષ્ય ૧૦ હજાર વર્ષનું કહ્યું છે. કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી ને અવસર્પિણી ચાર સ્થાવર અને બાદર પ્રત્યેક વનસ્પતિ આશ્રી છે અને અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ નિગોદ - સાધારણ - વનસ્પતિ માટે છે. પૃથ્વી આદિ પાંચ સ્થાવરની ભવસ્થિતિ આયુષ્ય અને કાયસ્થિતિ. ૨૯૧ પ્રથમ કહીઈ પ્રથવીકાય, બાબીસ હજાર તસ આય. ૨૯૩... સાત હજાર વરસ જલ આય, વનસપતી દસ સહિંસિ થાય. ૨૯૪ અગ્યન તણૂં આઉં ત્રણિ રાતિ, ત્રણિ હજાર વાઉની જાતિ, ૨૯૭ સીત્યરિ ક્રોડાક્રોડિ સાગર રહઈ, કાયસ્થતિં ત્રીભોવનપતિ કહઈ પૃથ્વી આદિની ભવસ્થિતિ - પૃથ્વીકાયની ૨૨,૦૦૦ વર્ષની, અપકાયની ૭,૦૦૦ વર્ષની, વનસ્પતિ ૧૦,૦૦૦ વર્ષની, તેઉકાયની ત્રણ અહોરાત્રિની, વાઉકાયની ૭૦૦૦ વર્ષની, કાયસ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની કહી છે. પાંચે બાદર સ્થાવરની આ કાયસ્થિતિ છે. બેઈદ્રિયની ભવસ્થિતિ (આયુષ્ય) અને કાયસ્થિતિ. ૯૫ ... બાર વર્ષ બેઅંકી જીવઈ... ૯૭ કાયઋતિ ભવ રહઈ સંખ્યાતા બેઅંદ્રી માંહા ફરતા હો... બેઈન્દ્રિયનું આયુષ્ય ૧૨ વર્ષનું છે અને કાયસ્થિતિ સંખ્યાતા ભવ આશ્રી. સંખ્યાતા કાળની છે. તેઈન્દ્રિય - ૧૦૪... આઉ કહું દિન ઓગણપચાસ, ૧૦૫. કાયસ્થિતિ સંખ્યા ભવ રહિ. તેઈન્દ્રિયનું આયુષ્ય ૪૯ દિવસનું અને કાયસ્થિતિ સંખ્યાતા ભવની. ચોરેન્દ્રિય - ૧૧૨ આઉ ષટ્ મહિના. Page #345 -------------------------------------------------------------------------- ________________ 339 શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૧૬ ભવ તસ સંખ્યાતા કાયસ્થતિ રહિ જીવડો એ... ચૌરેન્દ્રિયની ભવસ્થિતિ છ મહિનાની છે અને કાયસ્થિતિ સંખ્યાતા ભવની છે. પંચેન્દ્રિય - ૧૨૨ તેત્રીસ સાગર આયુ ભાખ ૧૩૦ ... હજાર સાગર જાઝાં કહઈ, પંચેંદ્રિઅપણું તસ રહઈ. કાયસ્નતિ ભવ વ્યવરી કહું પંચેન્દ્રિયનું આયુષ્ય તેત્રીશ સાગરોપમનું છે. અને કાયસ્થિતિ ૧૦૦૦ સાગર ઝાઝેરી પંચેન્દ્રિયની કાયસ્થિતિ છે. અહીં સુધી બધાના ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યા છે જઘન્ય આયુષ્ય બધાના અંતર્મુહૂર્ત છે. દેવ - ૧૪૨ તેત્રીસ સાગર આઉખૂ એ યગન તો દસ હજાર તો, કાયસથતિ સુર રહઈ વલી એ, તેત્રીસ સાગર સાર તો. દેવની ભવસ્થિતિ હોય એ જ કાયસ્થિતિ હોય કારણ કે દેવ મરીને ક્યારેય પાછા તરત દેવ ન થઈ શકે વચ્ચે એક ભવ તિર્યંચ, મનુષ્યનો થાય પછી દેવ થઈ શકે માટે સળંગતા ન જળવાતી હોવાથી દેવની કાયસ્થિતિ ભવસ્થિતિ જેટલી જ હોય. દેવની ભવસ્થિતિ જઘન્ય ૧૦૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. કાયસ્થિતિ પણ એટલી જ છે. મનુષ્ય (૧) ગર્ભજ મનુષ્ય-૧૪૯ ઉંતકષ્ટી ત્રણ ગાઊં કાય, ત્રણિ પલ્યોપમ પોઢું આય, ૧૫૦ યગન શરીર હુઈ એક હાથ, અતરમૂરત આય વીખ્યાત, કાયસ્થિતિ એ માનવ રહઈ, સાત, આઠ ભવ જિનવર કહઈ. - મનુષ્યની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની. કાયસ્થિતિ · સાત કે આઠ ભવની. સાત ભવ સુધી પૂર્વક્રોડનું ઉત્કૃષ્ટ આયુષ્ય પ્રાપ્ત કરી શકે પછી આઠમો ભવ જુગલિયા મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય. જુગલિયા નિયમા દેવગતિમાં ઉપજે તેથી મનુષ્ય ન થઈ શેક એ અપેક્ષાએ ૭ પૂર્વક્રોડ અને ત્રણ પલ્યોપમ અધિક મનુષ્યની કાયસ્થિતિ સમજવી જોઈએ. (૨) સંમૂર્ચ્છિમ મનુષ્ય ૧૮૦ યગન ઉત્કૃષ્ટ સુર્ખ આયુ, અંતરમુરત કહિ જિનરાય, અંતરમુરત અસંખ્યા ભેદ, વીીિં ભાખ્યું તે સહી વેદ. સંમૂર્ચ્છિમ મનુષ્યનું આયુષ્ય જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું હોય. અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદ ભગવાન મહાવીરે ભાખ્યા છે એનો સૂચિતાર્થ આ પ્રમાણે છે. સંમૂર્છિમ મનુષ્યમાં ત્રણ કે ચાર કે પાંચ પર્યાપ્તિ બાંધતા જેટલો સમય થાય એટલા સમયવાળું અંતર્મુહૂર્ત લેવું. તે અસંખ્યાતા સમયવાળું સમજવું. અંતર્મુહૂર્તના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ છે. તેમાં ૧) બે સમયથી લઈને નવ સમય સુધીનું જઘન્ય અંતર્મુહૂર્ત કહેવાય. ૨) તે પછીનું અંતર્મુહૂર્ત દશ સમયનું, અગિયાર સમયનું એમ એક એક સમય ગણતાં મધ્યમ અંતર્મુહૂર્તના અસંખ્યાતા સમયવાળા અસંખ્યાતા ભેદ થાય છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૩૭. ૩) બે ઘડીમાં એક સમય બાકી રહે તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય. (શ્રી બૃહદ જેન થોક સંગ્રહ (૧૦૧ થોકડા)-પૃ.૩૬૨) સંમૂર્પ્સિમ મનુષ્ય પર્યાપ્તા થતા નથી નિયમો (અપર્યાપ્તા થઈને) જ અપર્યાપ્ત અવસ્થામાં મરે છે. છતાં બધાનું આયુષ્ય સરખું ન હોય. એમાં ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા અસંખ્યતા સમયનો ફરક હોઈ શકે. કારણ કે બધા જીવોને પર્યામિ પૂર્ણ કરતા એક સરખો સમય ન લાગે. સંમૂર્છાિમ મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત આપ્યું છે. જો એક સરખો જ સમય લાગતો હોત તો “અજઘન્યા અઉત્કૃષ્ટ મૂક્યું હોત. એવી જ રીતે અપર્યાપ્તા જીવોની કાયસ્થિતિમાં પણ અપર્યાપ્તાની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહી છે. જેથી સિદ્ધ થાય છે કે અપર્યાપ્તા જીવોમાં પણ બધાની સ્થિતિ એકસરખી ન હોય પણ ઓછી વધુ હોય. ૧૮૧.... કાલ સંખ્યા તો તસ કહીઉ કાયસ્પતિ જીવ ત્યાંહા પણ રહીઓ. સંમૂચ્છેિમ મનુષ્યની કાયસ્થિતિ સંખ્યાતા કાળની છે. તે ૮ ભવ આશ્રી ૮ અંતર્મુહૂર્તની સમજવી. શ્રી પન્નવણા સૂત્ર ૧૮ માં પદમાં કાયસ્થિતિનું વર્ણન છે ત્યાં સંમૂચ્છિમાં મનુષ્યની અલગ કાયસ્થિતિ આપી નથી. પરંતુ ભગવતી સૂત્ર શતક ૨૪ માં ગમ્મા અધિકારમાં સંમૂર્છાિમ મનુષ્યના જઘન્ય બે અને ઉત્કૃષ્ટ આઠ ભવ બતાવ્યા છે તેથી સિદ્ધ થાય છે કે સંમૂર્છાિમ મનુષ્યની કાયસ્થિતિ ૮ અંતર્મુહૂર્તની છે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અહીં પાંચેનુ અલગ અલગ આયુષ્ય ગાથા ૧૯ર થી ૧૯૪માં આપ્યું છે. ૧૯૭માં કાયસ્થિતિ છે. ગર્ભજ તિર્યંચમાં પાંચ પ્રકારના તિર્યંચોનું આયુષ્ય અલગ અલગ છે. જલચરનું પૂર્વક્રોડનું આયુષ્ય, ઉરપરિસર્પનું પૂર્વક્રોડનું આયુષ્ય, ખેચરનું પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું આયુષ્ય, ભુજપરિસર્પનું પૂર્વક્રોડનું આયુષ્ય, સ્થળચરનું ત્રણ પલ્યોપમનું જુગલિયા અને ૧ લા આરા આશ્રી જાણવું. પક્ષીનું પણ પલ્યનો અસંખ્યાતમો ભાગ આયુ જુગલિયા આશ્રી હોય. બધાનું જઘન્ય આયુ અંતર્મુહૂર્તનું હોય. કાયસ્થિતિ સાત કે આઠ ભવની સંજ્ઞી મનુષ્યવત્ જાણવી. સંમૂર્છાિમ તિર્યંચની ભવસ્થિતિ અને કાયસ્થિતિ - ગાથા ક્રમ ૨૦૩ થી ર૦૭માં બતાવી છે જે નીચે પ્રમાણે છે. જળચરની - પૂર્વક્રોડ, ઉરપરિસર્પ - પ૩,૦૦૦ વર્ષ, ભ જપરિસર્પ - ૭૨,૦૦૦ વર્ષ (ભુજપરિસર્પ ની આ સ્થિતિ યોગ્ય નથી. પ્રજ્ઞાપના પ્રમાણે ૪૨૦૦૦ વર્ષ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, થોક સંગ્રહ દંડક, જીવવિચાર પ્રકરણ પ્રમાણે), પક્ષીનું - ૭૨,૦૦૦ વર્ષ, સ્થળચરનું - ૮૪,૦૦૦ વર્ષ. અહીં કાયસ્થિતિ સાત ભવની કહી છે. પણ સંમૂર્છાિમ તિર્યંચની કાયસ્થિતિ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ છે. શ્રાવક કવિ ઋષભદાસ કૃત આઠ ભવ પ્રમાણે હોય. કારણ કે ગમા અધિકારમાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ આઠ ભવ બતાવ્યા છે. તેથી ૮ પૂર્વક્રોડની છે. લ (ભગવતી સૂત્ર, શતક ૨૪) નારકીની સ્થિતિ અને કાયસ્થિતિ. ૧ થી સાત નરકની જુદી જુદી. ગાથા ક્ર્મ ૨૧૬-૨૧૭રર૯-૨૩૪-૨૩૫-૨૩૯-૨૪૧-૨૪૨-૨૪૫-૨૪૯ -૨૭૦માં આપી છે જે નીચે મુજબ ૧) પ્રથમ નરકે જઘન્ય દશહજાર વર્ષ ઉત્કૃષ્ટ એક સાગરોપમ ૨) બીજી નરકની સ્થિતિજઘન્ય ૧ સાગર ઉત્કૃષ્ટ ૩ સાગર ૩) ત્રીજી નરકની સ્થિતિજઘન્ય ૩ સાગર ઉત્કૃષ્ટ ૭ સાગર ૪) ચોથી નરકની સ્થિતિજઘન્ય ૭ સાગર ઉત્કૃષ્ટ ૧૦ સાગર ૫) પાંચમી નરકની સ્થિતિજઘન્ય ૧૦ સાગર ઉત્કૃષ્ટ ૧૭ સાગર ૬) છઠ્ઠી નરકની સ્થિતિજઘન્ય ૧૭ સાગર ઉત્કૃષ્ટ ૨૨ સાગર ૭) સાતમી નરકની સ્થિતિજઘન્ય ૨૨ સાગર ઉત્કૃષ્ટ ૩૩ સાગર સમુચ્ચય સાતે નરક આશ્રી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ ૩૩ સાગર. નારકીની ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ હોય તેથી અલગ આપી નથી. જ સમસ્ત જીવોની કાયસ્થિતિનું માપ ર૯૭ થી ૩૦૫મી ગાથામાં બતાવતાં કવિ તેનું પ્રમાણ બતાવે છે. દરેક જીવ પહેલાં સૂક્ષ્મ નિગોદમાં જ અનંત પુદ્ગલ પરાવર્તન જેટલો સમય કાઢે છે. પછી ત્યાંથી બહાર નીકળે છે. અર્થાત્ પહેલાં અવ્યવહાર રાશિમાં હોય છે ત્યાંથી વ્યવહાર રાશિમાં આવે છે. વ્યવહાર રાશિમાં પણ તિર્યંચ જીવ, અસંજ્ઞી જીવ, વનસ્પતિ, એકેન્દ્રિય અને નપુંસક વેદ એ પાંચે આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય થાય એટલા પુદ્ગલ પરાવર્તન સમય રહે એટલે કે અનંતકાળ સુધી રહે. વ્યવહારરાશિમાં રહેલા પાંચે સ્થાવરના સૂક્ષ્મકાય જીવો પુઢવીકાળ, અસંખ્યાતા કાળ સુધી એમાં ને એમાં ઉપજયા કરે. પુઢવીકાળ ક્ષેત્ર અપેક્ષાએ હોય છે એટલે કે એમાં દ્રવ્યથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, ક્ષેત્રથી અસંખ્યાત લોકના આકાશ પ્રદેશ ખાલી થાય તેટલો કાળ. કાળથી અસંખ્યાતો કાળ, ભાવથી આંગુલના અસંખ્યાતમાં ભાગના આકાશપ્રદેશની સંખ્યા જેટલા લોક, તેટલા લોકના પ્રદેશ પ્રમાણ. એટલા સમય સુધી સૂક્ષ્મ જીવ સૂક્ષ્મપણે રહી શકે. પાંચે સ્થાવરના બાદર જીવો બાદર સ્થાવરપણે આંગુલના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી અવસર્પિણી - ઉત્સર્પિણી વ્યતીત થાય એટલો સમય સુધી રહે એમ બતાવ્યું છે. પરંતુ પવણાસૂત્ર પદ ૧૮ મા કાયસ્થિતિનો અધિકાર છે ત્યાં સીતેર ક્રોડાક્રોડીનો કાળ બતાવ્યો છે. બાદર નિગોદમાં અઢી ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન જેટલો કાળ રહે. આ રીતે બધાનો જે કાળ બતાવ્યો એ કાળ પૂરો થતાં ત્યાંથી જીવે નીકળીને બીજે જવું જ પડે છે માટે Page #348 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૩૯ કવિએ કહ્યું છે બાદર નિગોદનો અઢી પુદ્ગલ પરાવર્તન કાળ પૂરો થતા જીવ નિગોદના ઘરમાંથી ઠેલાઈને બીજે જાય છે. કાયસ્થિતિ અને ભવસ્થિતિનું સ્વરૂપ જાણ્યા પછી ખ્યાલ આવે છે કે આપણે ક્યાં ક્યાં કેટલો સમય વ્યતીત કરી આવ્યા છીએ. હજી પણ પાછા જ સ્થાવરમાં કે નિગોદમાં જતાં રહીશું ક્યારે પાછા આવશું એ પણ નિશ્ચિત નથી. ત્રસમાં ત્રસપણે રહેવાનો કાળ ૨૦૦૦ સાગર ઝાઝેરો છે. ત્યાર પછી અવશ્ય સ્થાવરમાં જ જવું પડે છે તો હવે આપણને ત્રસપણું અને તેમાંય મનુષ્યપણું મળ્યું છે તો આ ભવ એવો સુધારીએ કે સ્થાવરમાં જવાને બદલે સિદ્ધમાં જતા રહીએ. દેશ ઉણું ૧૪ પૂર્વનું જ્ઞાન ધરાવનાર પણ આસક્તિ ભાવને કારણે કે ભાવથી પતીત થાય તો નિગોદમાં જતા રહે છે માટે આસક્તિ ભાવ છોડવો. ઉદ્વર્તન અને ચ્યવન ઉવર્તન અને ચ્યવન – સ્થિતિ પૂરી થતાં જીવ ઉદ્વર્તન કરે છે. ઉદ્વર્તન એટલે ઉત્પન્ન થવું અને ચ્યવન એટલે મૃત્યુ પામવું. જન્મ અને મૃત્યુ આ સંસારનો અનિવાર્ય ક્રમ છે. જન્મ અને મૃત્યુમાંથી છૂટવાનો ઉપાય માત્ર મનુષ્યભવમાં જ પ્રાપ્ત થાય છે. આ લોકમાં અનંતા અનંતા જીવો રહેલા છે જેમાંથી કોઇને કોઈનું પ્રત્યેક સમયે જન્મમૃત્યુ થયા જ કરે છે. કાળનો એક પણ સમય એવો નહિ હોય જયારે કોઈ ને કોઈનું જન્મ કે મૃત્યુ ન થયું હોય. કેટલાક સ્થાનોમાં જન્મમરણનું ચક્ર બંધ પડે છે પણ પાંચ સ્થાવરના સ્થાનમાં જીવોનું જન્મમરણનું ચક્ર સતત ચાલતું જ રહે છે. એ અપેક્ષાએ પ્રત્યેક સમયે જન્મ મૃત્યુ ચાલુ જ છે. એવું બની શકે કે આખી ગતિના જીવોનું આવાગમન થોડોક સમય બંધ પડી જાય. માનો કે કફ્યુ (સંચારબંધી) લાગી ગયો. જે શાસ્ત્રોમાં વિરહકાળથી પ્રસિદ્ધ છે. ચારે ગતિનો સમુચ્ચય વિરહ અથવા ઉદ્વર્તન - ચ્યવન રહિતપણું ૧) નારક ગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધીનો છે. ૨) તિર્યંચ ગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધીનો છે. ૩) મનુષ્યગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધીનો છે. ૪) દેવગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧૨ મુહર્ત સુધીનો છે. ૫) સિદ્ધગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ છ મહિના સુધીનો છે. (પ્રજ્ઞાપના સૂત્ર પદ-૬) ઉપર જે વિરહકાળ બતાવ્યો તેટલા કાળ સુધી એક જીવ તે ગતિમાંથી બહાર ના નીકળે તેમ જ ત્યાં કોઈ નવો જીવ ઉત્પન્ન પણ ન થઈ શકે. સિદ્ધના જીવોને ચવવાનું હોતું નથી. ત્યાં ગયેલો જીવ સાદિ અનંત કાળ સુધી રહે ક્યારેય ત્યાંથી બહાર નીકળે નહિ. ત્યાં છ મહિના સુધી કોઈ જીવ ઉત્પન થાય નહિ. Page #349 -------------------------------------------------------------------------- ________________ 3४० શ્રાવક કવિ ઋષભદાસ કૃત પ્ર. અહીં પ્રશ્ન થાય કે તિર્યંચ ગતિનો વિરહકાળ ૧૨ મુહૂર્તનો બતાવ્યો છે તો એટલા સમય માટે કોઈ જન્મે મરે નહિ તો પછી ઉપર કહ્યું કે પાંચ સ્થાવરોનું જન્મમરણ તો ચાલુ જ છે. આ વાત કેમ સમજવી ? . તિર્યંચ ગતિમાંથી બીજી ગતિમાં ન જવાય. પણ પાંચ સ્થાવરોનું તો અંદરોઅંદર આવાગમન થઈ શકે છે. વિશેષ જાણપણા માટે વિરહપદ જોવુંવિરહપદ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ - ૬ અથવા તેનાં સાટ રૂપે, શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ પૃ. ૧૩૯/૧૪૦ માં જીવવિચાર રાસમાં ઉદ્વર્તન અને ચ્યવના અહીં જીવવિચારમાં એકેન્દ્રિય જીવોનું જન્મ મરણ બતાવ્યું નથી. પરંતુ આગમકાર બતાવે છે કે પાંચ સ્થાવરના જીવોમાંથી પ્રથમના ચાર સ્થાવરના જીવોમાં પાંચ સ્થાવરના જીવો નિરંતર સમયે સમયે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે. એમાં ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા જીવો કે અનંતા જીવો ઉપજે કે ચ્યવે નહિ. વનસ્પતિકાયમાં - પ્રત્યેક વનસ્પતિકાયના જીવો ઉપરવત્ અસંખ્યાતા જ હોય પરંતુ બાદર નિગોદ અને સૂક્ષ્મ નિગોદ તો પરસ્પર સમયે સમયે અનંતા જ ઉત્પન્ન થાય અને ચ્યવે. ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા કે અસંખ્યાતા નહિ. ૧) પૃથ્વી પાણી વનસ્પતિમાં દેવો ઉત્પન્ન થાય તો ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા, અસંખ્યાતા સમજવા. ત્યાંથી નીકળીને દેવ ન થઇ શકે. ૨) પાંચ સ્થાવરમાં ગર્ભજ મનુષ્ય સિવાયના બેંઈ. તેઈં. ચોરે. તિર્યંચ પંચે. સંમૂર્થ્યિમ મનુષ્યો ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે અને ચ્યવે. ગર્ભજ મનુષ્ય ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા જ ઉપજી શકે અને ચ્યવી શકે. પણ તેલ વાઉના નીકળ્યા ગર્ભજ કે સંમૂચ્છેિમ મનુષ્ય ન થાય. મનુષ્ય તેલ – વાઉમાં ઉપજી શકે. બેઈન્દ્રિય - ૯૭, ૯૮ અનુસાર બેઈન્દ્રિય જીવોંમાં વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનો છે તેથી વિરહકાળ પૂરો થતાં જીવોની ઉત્પત્તિ શરૂ થાય ત્યારે પ્રથમ સમયે ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઈ શકે છે પણ અનંતા જીવો ક્યારેય ઉત્પન્ન ન થાય માટે અહીં ગાથામાં એક સમયે સંખ્યાતા અને અસંખ્યાતા જીવોનું જન્મ મરણ આલેખ્યું છે. સંખ્યાતા જન્મ મરણ બેઈંદ્રિય જીવ બેઈંદ્રિયમાં કરે. અર્થાત્ બેઈન્દ્રિય બેઈન્દ્રિયપણે સંખ્યાતા ભવ સુધી ઉપજી શકે. તેમ જ બેઈન્દ્રિય બેઈન્દ્રિય સિવાય એકેન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય માં ઉત્પન્ન થાય તથા સંખ્યાતા વર્ષવાળા સંજ્ઞી અને અસંજ્ઞી મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે એવા જ આયુષ્યવાળા એટલે કે સંખ્યાતા વર્ષવાળા સંજ્ઞી કે અસંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે. અસંખ્યાતવર્ષવાળા મનુષ્યોને અને તિર્યંચોને જુગલિયા કહેવાય છે. એટલે જુગલિયામાં ઉત્પન્ન ન થઈ શકે. તેઈન્દ્રિય - ચોરેન્દ્રિયમાં ગાથા ૧૦૪, ૧૧૫માં પણ બેઈન્દ્રિયવત્ સંખ્યાતા અને Page #350 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૪૧ અસંખ્યાતા જીવો જન્મ - મરણ કરે. ગાથા નં. ૯૮ માં બતાવેલ ૧૦ દારિકના દંડકો સાથે જ આવાગમન કરે-જુગલિયા અને દેવ, નારકો સાથે આવાગમન ન કરે. પંચેંદ્રિયમાં ગાથા ૧ર૬ થી ૧ર૯ ગાથામાં બતાવ્યા પ્રમાણે પંચેન્દ્રિય જીવોનું ઉદ્વર્તન - ચ્યવન એક સમયે ૧, ૨, ૩... સંખ્યાતા, અસંખ્યાતા જીવોનું હોય છે. પંચંદ્રિયનો વિરહકાળ જઘન્ય ૧ સમયનો ઉત્કૃષ્ટ અંતર્મુહર્તથી કરીને પલ્ચના સંખ્યામાં ભાગ સુધીનો હોઈ શકે છે. આ વિરહકાળ પૂરો થતા જઘન્ય ૧-૨-૩ થી સંખ્યાતા, અસંખ્યાતા જીવો ઉત્પન્ન ને ચ્યવન કરે છે. એમાં અનંતા જીવો ક્યારેય જન્મ કે મરે નહિ. પંચેંદ્રિય જીવ ચોવીશે દંડકમાં આવે ને જાય. દંડક જેન પારિભાષિક શબ્દ છે. દંડક એટલે દંડાવું. કર્મથી દંડાઈને એના ફળદંડ ભોગવવા એક દંડકમાંથી બીજા દંડકમાં મુક્તિ ન થાય ત્યાં સુધી ફરવું પડે છે એ ચોવીશ દંડક આ પ્રમાણે છે. દેવોના મુખ્ય ચાર ભેદ છે. ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષી, વૈમાનિક. ભવનપતિના દશ ભેદના દશ અલગ અલગ દંડક છે. બાકીના ત્રણેના એકેક દંડક એટલે દેવના તેર દંડક છે. પાંચ સ્થાવર - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ દરેકનો એક એક દંડક એટલે એકેન્દ્રિયના પાંચ દંડક. સાત નારકીનો એક દંડક બેઈન્દ્રિયનો એક દંડક, તેઈન્દ્રિયનો એક દંડક, ચોરેન્દ્રિયનો એક દંડક. કવિએ ગર્ભજ તિર્યંચનો એક દંડક કહ્યો છે. પરંતુ આગમ અનુસાર તિર્યંચ પંચંદ્રિયનો એક દંડક એમ વધારે યોગ્ય છે. એમાં સંખ્યાતા વર્ષના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેંદ્રિય અને અસંખ્યાતા વર્ષવાળા (જુગલિયા) તિર્યંચ પંચેંદ્રિયનો સમાવેશ થાય છે. એવી જ રીતે મનુષ્યના દંડક માટે સમજવું એમાં પણ સંખ્યાતા વર્ષના સંજ્ઞી મનુષ્ય, અસંજ્ઞી મનુષ્ય અને અસંખ્યાતા વર્ષના સંજ્ઞી મનુષ્યનો સમાવેશ થઈ જાય આમ ચાર ગતિ પ્રમાણે દંડક નારકી - ૧ દંડક તિર્યંચ - ૯ દંડક ૫ સ્થાવર, ત્રણ વિફલેંદ્રિય અને પંચૅક્રિયા મનુષ્ય - ૧ દંડક દેવ - ૧૩ દંડક ૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર, ૧ જ્યોતિષી, ૧ વૈમાનિક ૨૪ દંડક તિર્યંચ અને મનુષ્ય ઓદારિક શરીરવાળા હોય તેથી તેને દારિકના દશ દંડકથી ઓળખવામાં આવે છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત દેવ મરીને દેવ અને નારકીમાં ન ઉપજે તેમ જ તેલ, વાઉ અને ત્રણ વિકસેંદ્રિયના દંડકમાં પણ ન ઉપજે. મનુષ્ય - તિર્યંચ એ બે દંડકમાંથી આવે અને પાંચ દંડકમાં મનુષ્ય, તિર્યંચ, પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં જાય. નારકી મરીને દેવ અને નારકીમાં ન ઉપજે માત્ર મનુષ્ય, તિર્યંચ બે જ દંડકમાં આવે જાય. તિર્યંચ - ૨૪ દંડકમાં આવજા કરે. મનુષ્ય - ૨૪ દંડકમાં જાય ૨૨ (તેલ, વાઉ વર્જીને) માંથી આવે. દેવ - દેવ ગતિનું ઉદ્વર્તન - ચ્યવન અહીં ગાથામાં નથી પણ પ્રજ્ઞાપનામાં સૂત્ર આગમકાર બતાવે છે. દેવના વિવિધ ભેદો અનુસાર વધારેમાં વધારે પલ્યના સંખ્યાતમાં ભાગનો વિરહકાળ હોય છે. વિરહકાળ પૂરો થતાં દેવો ૧-૨-૩ યાવત્ સંખ્યાતા, અસંખ્યાતાની સંખ્યામાં પ્રત્યેક સમયે ઉત્પન્ન થઈ શકે છે કે ચ્યવી શકે છે. અનંતા નહિ. એમાં વિશેષતા એટલી કે ૯ મા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના ભેદોમાં ૧-૨-૩ યાવત્ સંખ્યાતા જીવો જ ઉત્પન્ન થઈ શકે, અસંખ્યાતા કે અનંતા તો નહિ જ. કારણ કે ત્યાં જવાવાળા ગર્ભજ મનુષ્યો છે. તેમ જ ત્યાંથી નીકળીને મનુષ્યમાં જ ઉત્પન્ન થવાનું હોય છે તથા ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ છે માટે ૧-૨-૩ યાવત્ સંખ્યાતા જીવો દેવના બધા ભેદમાં ઉદ્વર્તન ને ચ્યવન કરે. અસંજ્ઞી મનુષ્ય દેવમાં આવાગમન ન કરે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને ૧ લા બીજા દેવલોકમાં તથા કિલ્વીષી એટલામાં જુગલિયા મનુષ્ય અને તિર્યંચ ૧-૨-૩ સંખ્યાતા જ ઉપજી શકે અસંખ્યાતા નહિ. પણ દેવ જુગલિયામાં ઉપજે નહિ. પૂર્વોક્ત એ જ દેવો પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ૧-૨-૩ સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે પણ પૃથ્વી, પાણી, વનસ્પતિના જીવો દેવમાં ન ઉપજી શકે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ભવનપતિ, વાણવ્યંતરમાં ૧-૨-૩--- સંખ્યાતા, અસંખ્યાતા ઉપજી શકે પણ દેવો ઍવીને એમાં ન જાય. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ભવનપતિથી આઠમા દેવલોક સુધી ૧-૨-૩ સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે ને ચવે, (પ્રજ્ઞાપના સૂત્ર પદ - ૬) મનુષ્ય - ૧૫૨ . સંખ્ય અસંખ્યા એક સમઈ ઉપજઈ મર્ણ કરનિ ભમઈ. મનુષ્યમાં ૧-૨-૩, સંખ્યાતા, અસંખ્યાતા જીવો ઉપજે ને ચ્યવે. ૨૨ દંડકમાં આવજા કરે. તેઉ વાઉમાં જાય પણ એમાંથી આવે નહિ. ગર્ભજ મનુષ્યમાં ક્યારેય અસંખ્યાતા જીવો આવીને ઉપજે નહિ તેમ જ ચ્યવીને નીકળે પણ નહિ. અનંતા તો નહિ જ. માત્ર ૧-૨-૩ યાવત્ સંખ્યાતા જીવો જ ઉપજી શકે એમનો વિરહકાળ વધારેમાં વધારે ૧૨ મુહૂર્તનો હોય છે. તેથી વિરહકાળ પૂરો થતા Page #352 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૪૩ ૧-૨-૩. સંખ્યાતા ઉત્પન્ન થઈ શકે. કારણ કે ક્યારેય પણ ગર્ભજ મનુષ્યોની સંખ્યા ૨૯ આંકડાથી વધતી નથી. સંખ્યાતી જ રહે છે માટે પ્રજ્ઞાપના સૂત્ર પદ ત્રણ પ્રમાણે ગાથા ૭૯૨૨૭૧૬૨, ૫૧૪૨૬૪૩, ૩૭૫૯૩૫૪, ૩૬૫૦૩૩૬ આટલી સંખ્યામાં મનુષ્યો હોઈ શકે. (જેન પાઠાવલી પુસ્તક - ૪ પૃ. ૨૧૫) અહીં ગાથામાં અસંખ્યાતા જીવો લીધા છે તે મનુષ્ય ગતિ આશ્રી હોઈ શકે. કારણકે સંમૂર્છાિમ મનુષ્યમાં અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઈ શકે છે. સંમૂર્ણિમ મનુષ્ય - ૧૮૭ .. સંખ્ય અસંખ્ય એકઈ સમઈ, ઊપજઈ જીવ શવંત. સંમૂૐિમ મનુષ્યો ૧ સમયે ૧-૨-૩ યાવત્ સંખ્યાતા અસંખ્યાતા ઉપજે ને ચ્યવે. સંમૂચ્છિક મનુષ્યનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૨૪ મહર્તનો છે. સંમૂચ્છિમ મનુષ્યમાં તેલ - વાઉ આવીને ન ઉપજે તેથી ઓદારિકના ૮ દંડકના જીવો ઉપજે તથા ૧૦ દારિકના દંડકમાં જાય. ગર્ભજ તિર્યંચ - ૧૯૩ સંખ્ય અસંખ્ય એકઈ સમઈ ઉપજઈ મર્ણ કરઈ. ગર્ભજ તિર્યંચમાં એક સમયે ૧-૨-૩ યાવત્ સંખ્યાતા, અસંખ્યાતા જીવો જન્મ - મરણ કરે એનો વિરહકાળ ૧૨ મુહૂર્તનો છે. તિર્યંચ ચારે ગતિ ને ચોવિશે દંડકમાં આવે ને જાય. સંમૂચ્છિમ તિર્યંચ - ૨૦૬ ... સંખ્ય અસંખ્યા ઊપજઈ ચવઈ ૨૦૭ ક શમઈ હું તે પણિ કહુ, .. સંમૂર્છાિમ તિર્યંચમાં ૧ સમયે ૧-૨-૩ યાવતુ સંખ્યાતા ને અસંખ્યાતા જીવો ઉપજે ને ચ્યવે. વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. દારિક ૧૦ દંડકના જીવો આવીને ઉપજે અને ચ્યવીને ૨૨ દંડકમાં જાય. જયોતિષી અને વૈમાનિક વર્જીને. નારકી - ૨૫૪ તેમાં નારકી જઈ અવતરઈ એક શaઈ ઉપજઈ નઈં મરઈ, એક - બઈ – ત્રણ શખ્યાતા સોય, જાવત્ર અસંખ્યાતા તુ જોય. નારકી ૧ સમયે ૧-૨-૩, સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે ને ચ્યવે. એનો વિરહકાળ જઘન્ય ૧ સમયથી ઉત્કૃષ્ટ ગતિ આશ્રી ૧૨ મુહૂર્ત અને સાતમી નરક આશ્રી છે. માસનો સાતે નરકનો વિરહકાળ અલગ અલગ હોય છે. નારકી માત્ર સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યમાં જ જન્મ-મરણ કરે. એ બે ગતિ અને ૨ દંડકમાં ઉદ્વર્તન અને ચ્યવન હોય. સંમૂચ્છિમ તિર્યંચના નીકળ્યા નારકી થાય પણ નારકી સંમૂર્છિમ તિર્યંચમાં ન ઉપજે. સંમૂર્છાિમ મનુષ્ય અને જુગલિયામાં આવ - જા ન કરે. આમ જન્મ મરણનું ચક્કર જાણ્યા પછી એનાથી મુકત થવાનો ઉપાય વિચારવો જોઈએ. એનાથી મુક્ત થવા માટે સંયમ - ચારિત્રની આરાધના કરવી જરૂરી છે. સખ્યતન કાન વરિત્રાળ મોક્ષ મા’ સમ્યક્ દર્શન -સમ્યમ્ જ્ઞાન - સમ્યગ ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યગ દર્શન અને સમ્યગૂ જ્ઞાન ચારે ગતિમાં હોઈ શકે છે પણ સાધુપણારૂપ સમ્યગૂ ચારિત્રની પ્રાપ્તિ માત્ર મનુષ્ય ગતિમાં Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત એ પણ પંદર કર્મભૂમિના પર્યાપ્તા પંદર ભેદમાં જ થઈ શકે છે. માટે આપણને મનુષ્યભવ પ્રાપ્ત થયો છે ત્યારે એ ભવ એળે ન જાય એવો પુરૂષાર્થ કરીને મોક્ષમાર્ગ તરફ પગલા માંડવા અત્યંત જરૂરી છે. જીવાજોનિ યોનિ જીવને ઉત્પન્ન થવાનું સ્થાન યોનિ કહેવાય છે. શ્રી પનવણા પદ નવમાં ટીકામાં યોનિનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે - 'तत्र योनिरित्यस्य' 'यु मिश्रणे' इत्यस्मात् युवन्तितैजस कार्मण शरीरवन्तः સન્તઃ प्राणिनः औदारिकादि शरीरप्रायोग्य पुद्गलस्कन्धसमुदायेन मिश्री भवन्ति अस्यामिति व्युत्पत्या योनिः उत्पत्तिस्थानम्, औणादिको नि प्रत्ययो बोध्यः । અર્થાત્ - યુ મિશ્રણે ધાતુથી યોનિ શબ્દ બને છે તેથી જેમાં મિશ્રણ હોય છે તે યોનિ કહેવાય છે. તેજસ તેમ જ કાર્મણ શરીરવાળા પ્રાણી જેમાં ઔદારિક આદિ શરીરોને યોગ્ય પુદ્ગલ સ્કંધોના સમુદાયની સાથે મિશ્રિત થાય છે અર્થાત્ એકમેક થાય છે, તે યોનિ છે. જેનું તાત્પર્ય છે ઉત્પત્તિનું સ્થાન, યોનિ શબ્દમાં ‘કળાવિ’ થી ન પ્રત્યય થયો છે. - તત્ત્વાર્થ સૂત્રની બૃહવૃત્તિમાં કહ્યું છે કે - - 'अयमात्मा पूर्वभवशरीर नाशे तदनु शरीरान्तर प्राप्ति स्थाने यान् पद्गलान् शरीरार्थमादत्ते तान् कार्मणेन सह मिश्रयति तप्तायः पिण्डाम्भो - ग्रहणवच्छरीरनिवृत्त्यर्थ बाह्य पुद्गलान् यस्मिन् स्थाने तत्स्थानं योनिः ।' અર્થાત્ - આ આત્મા પૂર્વભવના શરીરનો નાશ થયા પછી નવું શરીર ધારણ કરવાના જે સ્થાને શરીર રચના માટે ગ્રહણ કરેલાં પુદ્ગલોને તપ્ત લોઢાનો ગોળો પાણીને જે રીતે ગ્રહણ કરી લે છે, તે રીતે કાર્મણ શરીરની સાથે ભેળવી દે છે તે સ્થાનને યોનિ કહેવાય છે. (જીવ વિચાર પ્રકાશિકા પૃ. ૩૦૨) જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે ત્યારે તે ફાર્મણ અને તૈજસ શરીર લઈને જાય છે. પણ જે સ્થાનમાં જઈને તે નવો જન્મ ધારણ કરવા માટે ઔદારિક આદિ શરીરના પુદ્ગલો ગ્રહણ કરે છે તેને યોનિ અથવા ઉત્પત્તિ સ્થાન કહેવાય છે. આમ યોનિ એટલે સંસારી જીવોનું ઉત્પત્તિસ્થાન. જ આવા ઉત્પત્તિ સ્થાન તો અસંખ્ય છે પરંતુ જે ઉત્પત્તિ સ્થાનનાં વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને સંસ્થાન એકસરખાં હોય તે બધાંની એક જ યોનિ ગણાય આવી કુલ્લે ચોરાશી લાખ યોનિઓ છે.’’ (સાગરનું બિંદુ – પૃ. ૩૧) શ્રી પનવણા સૂત્ર પદ નવમા યોનિપદમાં કોને કેટલી યોનિઓ હોય છે તે બતાવ્યું છે. "कइविहाणं भंते जोणी पण्णत्ता ? गोयमा तिविहा जोणी पण्णता Page #354 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૪૫ तं जहा सीया जोणी, उसीणा जोणी सीयोसिणा जोणी।" ' અર્થાત્ - હે ભગવાન ! યોનિ કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારની યોનિ કહેલી છે તે આ પ્રકારે છે. શીતયોનિ, ઉષ્ણયોનિ અને શીતોષ્ણ યોનિ. અહીં પન્નવણા સૂત્રમાં નવમા પદમાં ત્રણ સૂત્રોમાં ત્રણ - ત્રણના ભેદથી કુલ નવ પ્રકારની યોનિઓની પ્રરૂપણા કરી છે જે નીચે મુજબ છે. “ ૧) શીત યોનિ ૨) ઉષ્ણ યોનિ ૩) શીતોષ્ણ યોનિ ૧) સચિત્ત યોનિ ૨) અચિત્ત યોનિ ૩) સચિત્તાચિત્ત યોનિ ૧) સંવૃત્ત (ઢાંકેલી) ૨) વિવૃત્ત (ઉઘાડી) અને ૩) સંવૃત્ત - વિવૃત્ત” “જ્યારે ચોથા સૂત્રમાં મનુષ્યની યોનિની વક્તવ્યતા છે. એ ત્રણ પ્રકારની છે. ૧) કૂર્મોન્નત ૨) શંખાવર્ત અને ૩) વંશીપત્ર” ૧) કૂર્મોન્નત - જે યોનિ કાચબાની પીઠની જેમ ઊંચી હોય તે. ૬૩ શલાકા (ઉત્તમ) પુરૂષોની માતાની આવી યોનિ હોય. ૨) શંખાવર્ત - જેના આવર્ત શંખ સમાન હોય છે. ચક્રવર્તીની સ્ત્રીરત્નની યોનિ આવા પ્રકારની હોય છે. આ યોનિથી સંતાન ઉપજે નહિ. ૩) વંશીપત્ર - બે વંશીપત્રોના સમાન આકારવાળી હોય છે. સામાન્ય જીવોની માતાઓની આવી યોનિ હોય છે. પૂર્વોક્ત નવ યોનિમાંથી એકેન્દ્રિયથી ચોરેન્દ્રિય સુધી તેઉકાય સિવાયના જીવો તેમ જ સંમૂચ્છિમ તિર્યંચ પંચેદ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોમાં યોનિ સાત હોય. શીત, ઉષ્ણ, શીતોષ્ણ, અચિત્ત, મિશ્ર અને ૭ મી યોનિ પાંચ સ્થાવરમાં સંવૃત્ત હોય અને તે સિવાયનામાં વિવૃત્ત હોય. તેઉકાયમાં પાંચ યોનિ. ઉષ્ણ, સચિત્ત, અચિત્ત, મિશ્ર અને સંવુડા. દેવતામાં - શીતોષ્ણ, અચિત્ત, સંવૃત્ત એ ત્રણ યોનિ. નારકીમાં - ૧ થી ૩ નરકમાં શીત, ચોથી નરકે શીતયોનિયા ઘણાં ઉષ્ણુયોનિયા થોડા, પાંચમી નરકે ઉષ્ણુયોનિયા ઘણા શીતયોનિયા થોડા, છટ્ટ ઉષ્ણ, સાતમે મહાઉષ્ણ, અચિત્ત અને સંવૃત્ત યોનિ હોય. (નારકીમાં શીત કે ઉષ્ણ યોનિ હોય પણ શીતોષ્ણ ન હોય.) સંજ્ઞી તિર્યંચ, સંજ્ઞી મનુષ્યમાં શીતોષ્ણ, મિશ્ર અને સંવૃત્ત - વિવૃત્ત એ ત્રણ યોનિ. સમવાયાંગ સૂત્ર, જીવાજીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર, આવશ્યક સૂત્ર, પ્રવચનસારોદ્ધાર, શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ, શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર, પ્રબોધ ટીકા - ૨ વગેરેમાં યોનિનિ સંખ્યા ૮૪ લાખ કહી છે. જેનેતર દર્શનમાં આજીવક સંપ્રદાયમાં અને હિંદુ શાસ્ત્રોમાં પણ યોનિની સંખ્યા ચોરાશી લાખ જણાવી છે. | (જીવ વિચાર પ્રકાશિકા પૃ. ૩૦૬) પુરાણ અનુસાર ચોર્યાશીલાખ યોનિ આ પ્રમાણે છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત “જલજંતુ નવ લાખ, સ્થાવર વીશ લાખ, કૃમિ અગિયાર લાખ, પક્ષી દશ લાખ, પશુ ત્રીસ લાખ, મનુષ્ય ચાર લાખ મળી કુલ ચોર્યાશી લાખ યોનિ થાય છે. એમ પણ કહેવાય છે કે જીવને પોતાનાં કર્મોના ફળ ભોગવવા માટે આ બધી યોનિઓમાં ભ્રમણ કરવું પડે છે. મનુષ્ય યોનિ આ બધામાં શ્રેષ્ઠ છે અને દુર્લભ મનાય છે.” (ભગવદ્ ગોમંડળ પૃ. ૭૪૭૪) "सदसलक्षणोपेत प्रतीक सन्निवेशजम् । શુમાશુમારપ જોવા સંસ્થાનમંત્રિનામું ” ભાવાર્થ - શુભાશુભ લક્ષણોવાળું, સારી - નરશી આકૃતિ રૂપ પ્રાણીનું સંસ્થાના એના અવયવોને લઈને છ પ્રકારનું હોય છે. આવો જુદા જુદા કેટલા સ્થાને ઉત્પન્ન થાય તેની નોંધ આ સૂત્રમાં આપવામાં આવી છે. અહીં સ્થાન શબ્દથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન આકૃતિ સરખાં હોય તેને એક સ્થાન ગણવામાં આવ્યું છે. તથી પ્રજ્ઞાપનવૃત્ત अथ योनिरिति किमभिधीयते । उच्यते । जन्तोः उत्पत्तिस्थान ध्वस्त शन्तिकं तत्रस्थ जीव परिणामन शक्ति संपन्नम् ।। इति ભાવાર્થ - આ સંબંધમાં પન્નવણા સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે - યોનિ કોને કહેવી ? જેમાંથી શક્તિનો નાશ થયો નથી એવું જંતુનું ઉત્પત્તિ સ્થાન તે યોનિ અને એમાં રહેલા જીવને પરિણામાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે. (શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા - ૨ પૃ. ૧૦૪) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેથી હજારો ભેદ બને છે. તેથી તેનાથી લાખો યોનિ બને છે. જેમ કે વર્ણ -૫, ગંધ -૨, રસ -૫, સ્પર્શ - ૮ છે. તેમાંથી દરેક વર્ણમાં પણ તારતમ્યના હિસાબથી અનેકાનેક ભેદ બને છે જેમ ભમરો, કાગડો, કોયલ, કાજળ વગેરેની કાળાશમાં ન્યૂનાધિકતા હોય છે. તેથી કૃષ્ણ, કૃષ્ણતર, કૃષ્ણતમ આદિ અનેક ભેદો બને છે. એમ બીજા વર્ણ ગંધાદિ માટે સમજવું. એ એકેક વર્ણ, ગંધ આદિ માટે સમજવું રંગોમાં પાછા અંદર ભેળસેળ કરતા અનેક રંગો બને છે એવી જ રીતે ગંધ, રસ, સ્પર્શની પણ અંદરો અંદર ભેળસેળ થાય છે. એની સાથે સચિત્તાદિ યોનિઓ બતાવી તે ભેળવતા તરતમતાની અપેક્ષાએ અનેક ભેદો બને છે. આમ વિશિષ્ટ વર્ણ આદિથી યુક્ત હોવાને કારણે અસંખ્ય યોનિયો હોય છે તો પણ સામાન્યની અપેક્ષાએ તો એક જ યોનિ ગણાય. એ રીતે ગણતાં સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાય જીવોની જીવાયોનિ સાત લાખ હોય છે. ૫ વર્ણ ૨ ગંધ = પાંચ રસ ૪૮ સ્પર્શ x પાંચ સંસ્થાન = ૨૦૦૦ ભેદો થાય છે. કારણ કે યોનિ હંમેશાં પુદ્ગલની બનેલી હોય છે તેમાં કોઈને કોઈ વર્ણ, ગંધાદિ હોય છે. તેથી ૨૦૦૦ ભેદ થાય. આ ઉત્પત્તિ સ્થાન તે યોનિ કહેવાય છે. આ Page #356 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન 3४७ ૨૦૦૦ થી ૭ ને ભાગતા ૩૫૦ ભેદ થાય. તે પૃથ્વીકાયની જાતિરૂપે ૩૫૦ ભેદો હોય છે. એ ૩૫૦ ભેદોમાં દરેકમાં બબ્બે હજાર ઉત્પત્તિ સ્થાનો રહેલા છે. ૩૫૦ x ૨૦૦૦ - ૭ લાખ જીવાયોનિ થાય. એમાં ૩૫૦ ભેદ પૃથ્વાકાયના કયા તે હાલ કોઈ ગ્રંથમાં મળતા નથી. જીવવિચાર રાસમાં થયેલું જીવાજોનિનું નિરૂપણ ૭૬ ... જયોન એકંદ્રી બાવન લાખ. એકેન્દ્રિય જીવની જીવાજોનિ બાવન લાખ છે. ૯૬ .. ચોન લાખ તસ દોય. બેઈન્દ્રિયની જીવાજોનિ ૨ લાખ છે. ૧૦૪... યોન લાખ દો ભાખું તાસ તેઈન્દ્રિયની જીવાનિ ૨ લાખ છે. ૧૧૨. યોનિ લાખ લઈ જાણીઈએ.ચોરેન્દ્રિયની જીવાજોનિ બે લાખ છે. ૧૮૫.. લાખ ચઉદ યોજનું માન. મનુષ્યની જીવાજોનિ ચોદલાખ છે. ૧૯૧... યોન લાખ કહીઈ તસ ચ્યાર. તિર્યંચની જીવાજોનિ ચાર લાખ છે. ૨૭૦ નારક યોન કહી લખ્ય ચ્યાર. નારકીની જીવાજોનિ ચાર લાખ છે. આમાં દેવતાની જીવાજોનિ બતાવી નથી જે ચાર લાખ છે. એકેન્દ્રિયની પ૨ લાખ જીવાજોનિ બતાવી છે. પાંચે સ્થાવરની પર લાખ ત્રસ કાયની બત્રીસ લાખ નીચે મુજબ છે. પૃથ્વીકાયની સાત લાખા બેઈન્દ્રિયની બે લાખા અપકાયની સાત લાખા તેઈન્દ્રિયની બે લાખ તેઉકાયની સાત લાખ ચોરેન્દ્રિયની બે લાખ વાઉકાયની સાત લાખ નારકીની ચાર લાખ પ્રત્યેક વનસ્પતિની દશ લાખ દેવની ચાર લાખા સાધારણ વનસ્પતિની ચૌદ લાખ મનુષ્યની ચોદ લાખા તિર્યંચની ચાર લાખ એમ મળીને ૮૪ લાખ જીવાજોનિ છે. યોનિનો વિશેષ સંગ્રહ યોનિસંગ્રહ કે ખાણ તરીકે ઓળખાય છે. ત્રસ જીવોની ઉત્પત્તિના સ્થાન મુખ્યત્વે આઠ પ્રકારે ઓળખાય છે. એની પ્રરૂપણા કવિએ ૩૧૪ થી ૩૧૮ મી ગાથામાં કરી છે. ' વિશેષાર્થ (ભાવાર્થ) - એ પાંચ ગાથાની અંદર કવિએ ત્રસ જીવોના ઉત્પત્તિ સ્થાનની વાત કહી છે. ત્રસ જીવોના ઉત્પત્તિના ભેદથી આઠ વિભાગ પડે છે જે નીચે મુજબ બતાવ્યા છે. ૧) અંડજ ઃ ઇંડાંમાંથી જેનો જન્મ થાય તે અંડજ કહેવાય. માતાના ગર્ભથી જન્મા લેતા પહેલાં પક્ષી વગેરે સફેદ ગોળ સ્થિતિમાં હોય છે. તેને ઠંડુ કહેવાય છે. એનું સેવન કરવામાં આવે પછી અંદરનો જીવ પરિપક્વ થતાં તે ઇંડાનું કવચ તોડીને બહાર આવે છે. ઇંડા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ખેચર, સ્થળચર, જળચર ત્રણે પ્રકારના Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૩૪૮ જીવો મૂકે છે. ખેચરમાં બધા પ્રકારના પક્ષીઓ ઇંડામાંથી ઉત્પન્ન થાય છે. સ્થળચરના ત્રણ ભેદ છે એમાંથી ઉરપરિસર્પ એટલે સર્પ, અજગર વગેરે ઇંડામાંથી ઉત્પન્ન થાય છે. ભુજપરિસર્પમાં ગરોળી, કાંચીડા વગેરે જીવો ઇંડાંમાંથી ઉત્પન્ન થાય છે. એ બે ભેદમાં ઇંડાંમાંથી જીવો ઉત્પન્ન થાય છે. ચોપદ સ્થળચર અને કેટલાક ભુજપરિસર્પના જીવો ગર્ભમાં ઉત્પન્ન થાય છે. જળચરમાં મગર, માછલી વગેરે ઇંડામાંથી ઉત્પન્ન થાય છે. વહેલ જેવી માછલીઓ ગર્ભમાં ઉત્પન્ન થાય છે. ભગવદ્ ગોમંડળ પૃ. ૧૩૨૮ અનુસાર - ઈંડાં એટલા મીંડા ને કાન એટલા થાન એટલે જે પ્રાણીને કાનને બદલે મીંડાં જ હોય તેને ઇંડાં આવે છે અને જેને બહાર નીકળતા કાન હોય તેને થાન હોય એટલે કે તેને ઇંડાં નહિ પણ ધાવવાવાળાં બચ્ચા આવે. ૨) પોતજ : કોઈપણ પ્રકારના આવરણથી વીંટાયા વિના ઉત્પન્ન થાય તે પોતજ કહેવાય, જેમ કે હાથી, સસલું, નોળિયો, ઉંદર, ચામાચીડીયું વગેરે. આ જીવો ખુલ્લા અંગે ઉત્પન્ન થાય છે. જન્મતાં જ હાલવા ચાલવાની ક્રિયા કરવા લાગે છે. ૩) રસજ : રસમાં ઉત્પન્ન થનાર રસજ કહેવાય છે. ચલિતરસ એટલે કે કાળ પૂરો થયા પછી બગડી ગયેલા દૂધ, દહીં, અથાણા, મીઠાઈ વગેરેમાં બેઈન્દ્રિયાદિ જીવો ઉત્પન્ન થાય તે રસજ કહેવાય છે. = ૪) જરાયુજ : જરાયુ (ઓર) - ગર્ભના રક્ષણ માટે તેના પર રહેતું પાતળી ચામડીનું પડ. માતાના ગર્ભમાં શરીરને વીંટાયેલી પાતળી માંસની જરને જરાયુ કહેવાય. જન્મ વખતે આખા શરીરને વીંટાયેલી જરને સૂયાણી કે ડૉક્ટર હોંશિયારીથી કાપી દૂર કરે છે. તે જરમાંથી મનુષ્ય તથા બે ખરીવાલા બધા પશુ ગાય, ભેંસ, બકરી વગેરે ઉત્પન્ન થાય છે. ત્યાર પછી મનુષ્ય પહેલા રડવાનું અને પશુ કુદવાનું તથા ભાંભરવાનું શરૂ કરે છે. ૫) સ્વેદજ : પસીનાથી ઉત્પન્ન થવાવાળા જીવ સ્વેદજ કહેવાય છે. જૂ - લીંખ, માંકડ વગેરે. ૬) સંમૂર્ચ્છિમ જન્મ : કોઈ સંયોગની પ્રધાનતયા અપેક્ષા રાખ્યા વગર જ્યાંત્યાં ઉત્પન્ન થઈ જાય તે. સ્ત્રી - પુરૂષના સંયોગ વિના ઉત્પન્ન થાય છે. તેઓ ઉત્પત્તિ સ્થાનમાં સ્થિત ઔદારિક પુદ્ગલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ સંમૂર્છિમ જન્મ કહેવાય છે. મનુષ્યની અશુચિ - ઝાડો - પેશાબ વગેરેમાં ઉત્પન્ન થનાર સંમૂર્છિમ મનુષ્યો કે એમને એમ તથાપ્રકારના પુદ્ગલોના સંયોગથી ઉત્પન્ન થતા કીડી, ઈયળ, ફુદાં, તિર્યંચ પંચેન્દ્રિયો વગેરે સંમૂર્ચ્છિમ જન્મથી ઉત્પન્ન થનારા છે. ૭) ઉદ્ભિજ્જ : ઉ+ભિદ્ +જ = ફૂટી નીકળવું, જ = જન્મ. જે ભૂમિ ભેદીને ઉત્પન્ન થાય તે ઉદ્ભિજ્જ કહેવાય છે. જેમ કે ખડમાંકડી, તીડ વગેરે. ૮) ઉપપાદજ : ઉપપાત - સ્ત્રી પુરૂષના સંયોગ વિના ઉત્પત્તિ સ્થાનમાં રહેલા વૈક્રિય પુદ્ગલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવા તે ઉપપાત જન્મ છે. દેવ અને નારકીના જન્મને ઉપપાત જન્મ કહેવાય છે. દેવ શય્યાનો ઉપરનો ભાગ જે દિવ્ય Page #358 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૪૯ વસ્ત્રથી ઢંકાયેલો રહે છે. તે દેવોનું ઉપપાત ક્ષેત્ર છે, અને વજમય ભીંતનો ગોખ જ નારકોનું ઉપપાત ક્ષેત્ર છે. કેમ કે તેઓ શરીરને માટે એ ઉપપાત ક્ષેત્રમાં રહેલા વેક્રિય પુદ્ગલોને ગ્રહણ કરે છે. પ્રશ્ન - યોનિ અને જન્મમાં શું ભેદ છે? ઉત્તર - યોનિ આધાર છે અને જન્મ આધેય છે. અર્થાત્ સ્કૂલ શરીરને માટે યોગ્ય પુદ્ગલોનું પ્રાથમિક ગ્રહણ તે જન્મ અને તે ગ્રહણ જે જગ્યા પર થાય તે યોનિ. ઉપર જન્મના આધારે આઠ ભેદ કહ્યા તે મુખ્યત્વે ત્રણ પ્રકારમાં સમાઈ જાય છે. જરાયુજ, અંડજ, પોતજ પ્રાણીઓનો ગર્ભમાં જન્મ થાય છે. દેવ - નારકીનો ઉપપાત જન્મ હોય છે. બાકીનો સમૂર્થ્યિમ હોય છે. સંમૂચ્છિમ જન્મ પ્રમાણે સ્ત્રી - પુરૂષના સંયોગ વિના જીવોની ઉત્પત્તિ થાય છે જેમાં બેઈંદ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. જયારે વિજ્ઞાન તો બેઈન્દ્રિય આદિમાં પ્રજનન, સ્ત્રી - પુરૂષના સંયોગને સ્વીકારે છે તો એના માટે શું માનવું? આ માટે દરિયાપુરી સંપ્રદાયના પૂજ્ય અલ્પેશમુનિ સાથે ચર્ચા કરી, જેનો સાર નીચે મુજબ છે. આપણે જેને યોનિ શબ્દ કહીએ છીએ વિજ્ઞાન એને એકને સ્ત્રી ને એકને પુરૂષ કહે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં જેટલા સંમૂર્છાિમ જીવો છે તે નિમિત્ત વગર તો ઉત્પન્ન થાય જ નહિ. વિજ્ઞાને તેના બે ભાગ પાડી દીધા છે. નર અને માદા. આપણી હાલની મનુષ્યની વ્યવસ્થા પ્રમાણે નર સુરક્ષાનું કાર્ય કરે છે, માદા ઉત્પત્તિનું કાર્ય કરે છે. આવી અવસ્થાનું કાર્ય જે પ્રાણી જગતમાં થાય છે તેમાં નરને માદાનું વિભાજન બતાવી દીધું. ઉત્પત્તિ કરે તે માદા ને જે સંરક્ષણ કરે તે નર આ. વ્યવસ્થા વૈજ્ઞાનિકોએ ત્યાં બતાવી દીધી. નારકી અને દેવના ઉત્પન્ન થવાના સ્થાનો શાશ્વતા છે. ત્યાં જયારે ઉત્પન્ન થવા જેવું વાતાવરણ હોય ત્યારે દેવ ને નારકી ઉત્પન્ન થાય છે. ત્યાં જો વેજ્ઞાનિકોનું ધ્યાન જાય તો એને પણ નર અને માદાનું સ્વરૂપ આપી દે. (ત્યાં પણ વિષય સેવન છે પણ ગર્ભાધાન ન હોય.) | નર અને માદાની લ્પના તો આપણા જ વિકારોએ સર્વ વસ્તુમાં આરોપિત કરી છે. જેમ બંગડી કેવી, કંકણ કેવું ? એમ અજીવમાં પણ નર – માદાની કલ્પના કરીએ છીએ. - સંમૂઠ્ઠિમ જીવોમાં પણ વેદવિકાર - વિષય સેવન તો છે જ. નપુંસક વેદનો અર્થ થાય છે સ્ત્રી અને પુરૂષ ઉભયને સેવવાની ઈચ્છા થાય. જે જીવોમાં જે પ્રમાણેનો વિકાર હોય એ પ્રમાણે સેવનની ઇચ્છા થવાથી ત્યાં નર કે માદાનો સિક્કો લાગી જાય છે. પ્રગટરૂપે વિકાર જેટલો મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં હોય છે તેટલા પ્રગટરૂપે વિકાર એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં સંભવતો નથી. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત હોર્મોન્સના પરિવર્તન પણ મનુષ્યમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં હોય એવા અન્ય જંતુ જગતમાં નથી હોતા. વિજ્ઞાન જેને વનસ્પતિ કે પ્રાણી જંતુ જગત માને છે, તેમાં જેને માદા તરીકે ઓળખે છે તે ઇંડાં મૂકશે જ અર્થાત્ ઇંડા મૂકનારને માદા જ કહેશે. માદાને ઓળખવા માટેનું સાધન એટલે જ પ્રજનન. પરંતુ તેનાથી સ્ત્રી - પુરૂષના સંયોગથી જ જીવોની ઉત્પત્તિ થાય એમ સિદ્ધ થતું નથી (જેમ કે કીડીઓ માદા હોય છે પરંતુ એમને પ્રજનન અંગ હોતા નથી. એમાં એક રાણી હોય છે જે કીડીઓને જન્મ આપી વંશવેલો ચાલુ રાખે છે. આ વાત જીવવિચાર વિવેચન પૃ. ૧૧૦ પર વેજ્ઞાનિક લેખને આધારે લખેલા છે. જેથી સિદ્ધ થાય છે કે નર વગર પણ પ્રજનન થઈ શકે છે.) વિજ્ઞાન પ્રમાણે નર અનેક ને માદા એક હોય છે અનેક નરના સેવનથી જ માદા પ્રજનન કરી શકે છે. જયારે જેનદર્શન પ્રમાણે માદા એક નરના સેવનથી પણ પ્રજનન કરી શકે છે. એમની ધારણા પ્રમાણે ઈંડામાં જ જીવનો વિકાસ થાય છે એ પણ માદાના શરીરમાંથી બહાર નીકળ્યા પછી જ. જયારે ગર્ભ માટે એવું નથી.” યોનિ - ઉત્પત્તિ સ્થાન ન બદલાય ત્યાં સુધી જીવોની વૃદ્ધિ થાય છે પછી વૃદ્ધિ અટકે છે. ગર્ભજ અને સંમૂર્છાિમમાં મુખ્ય તફાવત એ છે કે ગર્ભજ ૨-૪-૬ જીવોને જન્મ આપે છે. જયારે સંમૂચ્છિમમાં એક સાથે ઘણા જીવો ઉત્પન્ન થઈ જાય છે. સંમૂચ્છિમાં જીવો ઉત્પન્ન થતાંની સાથે જ એટલે કે એમને જેટલી પર્યાપ્તિ બાંધવાની હોય એટલી બાંધી લે કે તરત જ હાલી - ચાલી - ઊડી શકે છે અને એને જેટલી અવગાહના પ્રાપ્ત થવાની હોય તે પ્રાપ્ત થઈ જાય છે. નોગર્ભજ - દેવ - નારકી પણ આ રીતે અંતર્મુહૂર્તમાં જ પર્યાપ્ત થતાં જ ચાલી શકે છે. જ્યારે ગર્ભજ જીવો ઇંડા કે ગર્ભમાંથી અમુક દિવસો બાદ બહાર નીકળ્યા પછી ચાલી શકે છે. એમાં મનુષ્યના બાળકને ચાલતા શીખતા વાર લાગે છે. વળી ગર્ભજ જીવોની અવગાહના પણ ક્રમશઃ વધે છે. તેમ જ સંમૂર્છાિમ જીવોમાં મન નથી હોતું. આમ આ બધા પરથી તર્ક કરી શકાય કે વૈજ્ઞાનિકોને સ્ત્રી - પુરૂષના સંયોગથી જીવોત્પતિ દેખાય છે ત્યાં વેદને કારણે નર – માદાનો અહેસાસ જરૂર થતો હશે. એવા સંયોજનો પણ અનુભવાયા હશે. પરંતુ સંમૂર્છાિમની વ્યાખ્યા પ્રમાણે સ્ત્રી - પુરૂષના સંબંધ વિના ઉત્પત્તિ સ્થાનમાં સ્થિત ઓદારિક પગલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ સંમૂચ્છિમ જન્મ કહેવાય છે. - તત્ત્વ કેવળી ગમ્ય. | વનસ્પતિકાયમાં બીજની યોનિ અવસ્થા ને અયોનિ અવસ્થા એમ બે પ્રકારે હોય છે. જ્યાં સુધી યોનિનો નાશ થયો નથી એવું જંતુનું ઉત્પત્તિ સ્થાન તે યોનિ Page #360 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૫૧ કહેવાય. તેનો યોનિભૂત તરીકે વ્યવહાર થાય છે. યોનિનો નાશ થયે અયોનિભૂત કહેવાય છે. બીજામાં જઘન્ય અંતર્મુહૂર્ત સુધી યોનિ સચિત હોય ઉત્કૃષ્ટ જુદી જુદી છે. જેમ કે ... ત્રણ વર્ષ - ઘઉં, ચોખા, શાળ, યવ વગેરે. પાંચ વર્ષ - કલોદ, માષ, તલ, મગ, મસુર, તુલસ્થ, તુવેર, વટાણા, વાલ વગેરે. સાત વર્ષ - લટ્ટાતસી, સણ, કાંગ, કોર, દુષક, કોદરા, મૂળાના બીજ, સરસવ વગેરે. (શ્રી ભગવતી સૂત્ર શ.૬ ઉ.૭) આમ જીવાજોનિનું સ્વરૂપ જાણ્યા પછી ‘ચોરાશીના ફેરા’માંથી ક્યારે છૂટાય એનો વિચાર કરવાનો છે. વિચાર પછી સમ્યક્ આચરણ દ્વારા પુરૂષાર્થ કરીને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. એ જ આના જાણપણાનું હાર્દ છે. જીવવિચાર રાસમાં ઉદ્ભવતો પુનર્જન્મનો સિદ્ધાંત જૈનદર્શન આત્મવાદી, કર્મવાદી તેમ જ પુનર્જન્મવાદી દર્શન છે. જૈનદર્શન અનુસાર આ લોકમાં રહેલા સર્વ સંસારી જીવ પોતે દરેક સ્વતંત્ર આત્મા છે. કર્મોથી બંધાયેલા છે અને કર્મ પુનર્જન્મનું મૂળ કારણ છે. તત્ત્વ મીમાંસાની દૃષ્ટિથી આત્માનું અસ્તિત્ત્વ અનાદિકાલીન, સ્વતંત્ર છે, વાસ્તવિક છે અને એક દ્રવ્યના રૂપમાં છે. આત્મા કે જીવ અસ્તિકાય છે. પ્રત્યેક આત્મા અસંખ્ય ‘પ્રદેશનો પિંડ છે. એ અસંખ્ય પ્રદેશ ક્યારેય છૂટા પડતા નથી, ખંડિત થતા નથી, હંમેશા એક સંઘાતના રૂપમાં જ રહે છે. એમાંના પ્રત્યેક આત્મ પ્રદેશની સાથે કર્મ-પુદ્ગલોનો સંયોગ હોય છે. જેના પ્રભાવથી આત્મા એક જન્મથી બીજા જન્મમાં કે એક ભવમાંથી બીજા ભવમાં ગમનાગમન કરે છે. કર્મ જડ હોવા છતાં આત્મા સાથે બંધાઈને આત્માને પ્રભાવિત કરે છે. કર્મને “ચૈતસિક ભૌતિક બળ” (Psycho-physical force) ના રૂપમાં માની શકીએ છીએ. એ જ બળ આત્માને પુનર્જન્મ માટે વિવશ કરે છે. અનાદિકાળથી પ્રત્યેક સંસારી જીવ જન્મમૃત્યુની શૃંખલામાંથી પસાર થવા છતાં પોતાનું અસ્તિત્ત્વ યથાતથ્ય બનાવી રાખે છે. એ જ છે જૈનદર્શનનો આત્મવાદ અને પુનર્જન્મવાદનો સિદ્ધાન્ત છે. જૈન આગમોમાં આત્માની શાશ્વતતા અંગે સ્પષ્ટ વિધાન મળે છે. જેન દૃષ્ટિએ આત્મા નિત્ય છે અને દેહથી ભિન્ન છે. આત્મા પોતાના સ્વરૂપથી નિત્ય હોવા સાથે જુદી જુદી પર્યાય મનુષ્ય, તિર્યંચ આદિથી અનિત્ય પણ છે. એટલે પોતે નિત્ય હોવા છતાં મનુષ્ય, ૫, દેવ, પશુ, નારક આદિ પર્યાયો પ્રાપ્ત કર્યા કરે છે. એ પર્યાયો નાશ થવા છતાં આત્માનો નાશ થતો નથી. મનુષ્યપણાનો નાશ થાય અને દેવ રૂપે ઉત્પન્ન થાય છતાં બન્ને અવસ્થામાં આત્મા તો કાયમ જ રહે છે. આ પર્યાયો એને પોતે બાંધેલા કર્મો અનુસાર મળે છે. આત્મા રાગદ્વેષને કારણે કર્મનો બંધ કર્યા કરે છે. સિદ્ધ સિવાયના દરેક સંસારી જીવો કર્મબંધ કર્યા કરે છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જેવા રાગાદિ ભાવોથી કાશ્મણ વર્ગણાના સ્કંધો આત્મા ઉપર ચોંટ્યા હોય તે પ્રમાણેના ફળો સમય પાકતાં તે કર્મ સ્કંધો અવશ્ય બતાવે છે. કોઈએ જીવહિંસા કરી હોય કે માયાકપટ કે અહંકાર કર્યા હોય તે પ્રમાણે તે કર્મબંધ થતા એનો ફળ આપવાનો સમય થાય ત્યારે એ નારકીપણું, સ્ત્રીપણું, મનુષ્યપણું એ પ્રમાણે ફળ આપે છે. એ જ કર્મો પુનર્જન્મમાં નિમિત્ત બને છે. પુનર્જન્મના સિદ્ધાન્ત પ્રમાણે એકેન્દ્રિયાદિ જીવો ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે એ જીવવિચાર રાસ’માં બતાવ્યું છે. એકેન્દ્રિય જીવ ૭૭ કાયસ્કતિ જીવ કેતુ રડઈ, ઉશ્રપણી અવશ્રપણી કહઈ, અસંખ્યાતી તે પણિ કહું એક ભેદ વલી બહુ બહુ એકેન્દ્રિય મરીને પાછો એકેન્દ્રિયમાં ઉપજે તો અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી જેટલો કાળ એમાં જ જન્મ - મરણ કર્યા કરે. એમાં ય અનંતકાયમાં એટલે કે સાધારણ વનસ્પતિ-નિગોદમાં અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી જેટલો કાળ રહે. એટલે એટલા કાળ સુધી એમાં જન્મ-મરણ કર્યા કરે. બેઈન્દ્રિય જીવ ગાથા ૯૭, ૯૮માં બતાવ્યા પ્રમાણે એક સમયની અંદર બેઈન્દ્રિયમાં સંખ્યાતા જીવ ઉપજે અને ચ્યવે એટલે જન્મ અને મરે, બેઈન્દ્રિયના જીવ વારંવાર બેઈન્દ્રિય જ થયા કરે તો સંખ્યાતા ભવ ફરે, સંખ્યાતા કાળ સુધી એમાંને એમાં જ જન્મ મરણ કરે. બેઈન્દ્રિય જીવ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા માનવ તિર્યંચ એકેન્દ્રિય અને ત્રણ વિકેલેન્દ્રિય એટલી જગ્યાએ ગમનાગમન કરે છે. એટલે એટલા ઠામમાંથી નીકળીને બેઈન્દ્રિય થાય ને એટલા ઠામમાં બેઈન્દ્રિય જાય. તેઈન્દ્રિય જીવ ગાથા ૧૦૬, ચૅરેન્દ્રિય જીવનું ગાથા ૧૭૭માં બતાવ્યા પ્રમાણે બેઈન્દ્રિય પ્રમાણે જાણવું. પંચેન્દ્રિય જીવ ગાથા ૧ર૬માં બતાવ્યા પ્રમાણે એક સમયે સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે, ૨૪ પ્રકારના દંડકમાં જાય અને ચોવીસ દંડકમાંથી આવે. ૧૨૭ થી ૧૨૯ઃ એ ત્રણ ગાથામાં ૨૪ દંડકના નામ છે જે આ પ્રમાણે છે. ૧૦ ભવનપતિના ૧૦ દંડક, ૧ વાણવ્યંતરનો, ૧ જ્યોતિષીનો, ૧ હેમાનિકનો, ૧ પૃથ્વીકાયનો, ૧ અપકાયનો, ૧ અગ્નિકાયનો, ૧ વાયરાનો, વનસ્પતિકાયનો, ૧ નારકનો, ૧ બેઈન્દ્રિયનો, ૧ તેઈન્દ્રિયનો, ૧ ચોરેન્દ્રિયનો, ૧ ગર્ભજ તિર્યંચ અને એક મનુષ્યનો એમ ૨૪ દંડક થયા. હવેની ગાથામાં દેવના પુનર્જન્મની વાત છે. ૧૩૯ નર ગર્ભજથી આવતો એ ત્રીજંચ સમુઈમ જોય તો, lભજથી પણિ ઉપજઈ એ અવર ન દૂજો કોય તો Page #362 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૧૪૦ દેવ ચવી ગતિ દેવની એ, ન લહઈ તે નિરધાર તો, અર્થાત્ દેવ મરીને ક્યારેય દેવ ન થાય. દેવમાં આંવીને ગર્ભજ મનુષ્ય, તિર્યંચ સંમૂર્ચ્છિમ અને ગર્ભજ એ ત્રણના આવીને ઉપજે. ગાથા ૧૩૩ થી ૧૩૮માં દેવના જીવો ક્યાં ક્યાં ઉપજે તે વ્યવહારથી બતાવ્યુ છે. ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષી, ૧લા - બીજા દેવલોકના દેવ. ૩૫૩ આ ગાથામાં કિલ્વિષીનો ઉલ્લેખ નથી પણ પહેલા કિલ્વિષી એમાં લઈ લેવાના એ ૬૪ જાતિના દેવના જીવો ચ્યવીને એટલે કે આયુ ક્ષય થવાથી મૃત્યુ પામીને કે કાળ કરીને પાંચ ઠામમાં ઉપજે છે. તે આ પ્રમાણે છે. ગર્ભજ તિર્યંચ સંખ્યાતા વર્ષવાળા ગર્ભજ મનુષ્ય, બાદર પૃથ્વીકાય, બાદર અપકાય, બાદર વનસ્પતિકાય એ પાંચના પર્યાપ્તામાં ઉપજે. ત્રીજાથી આઠમા દેવલોકના દેવ - (છ દેવ, નવ લોકાંતિક, બે કિલ્પિષી એ ૧૭ ભેદવાળા) સંખ્યાતા વર્ષવાળા ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં ઉપજે અને પર્યાપ્તા થાય. ૯ થી ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, પાંચ અનુત્તર વિમાન એ ૧૮ જાતના દેવના જીવો સંખ્યાતવર્ષના આયુવાળા ગર્ભજ મનુષ્માં ઉપજે અને પર્યાપ્તા થાય. (૬૪+૧૭+૧૮ = ૯૯ દેવ) શ્રી ઠાણાંગ સૂત્રમાં ચોથે ઠાણે નારકી-દેવની ચૌબંગી છે. (૧) નારકી મરીને નારકી ન થાય. (૨) નારકી મરીને દેવ ન થાય. (૩) દેવ મરીને દેવ ન થાય. (૪) દેવ મરીને નારકી ન થાય. એટલે દેવ અને નારકી ઔદારિકના ઘરમાં જ ઉપજે. અર્થાત્ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જ ઉપજે. નારકીના જીવો તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉપજે પરંતુ દેવના જીવો બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ત્રણ એકેન્દ્રિયના ભેદમાં ઉપજે છે તેનું કારણ શ્રી ઠાણાંગ સૂત્રમાં ત્રીજે ઠાણે બતાવ્યું છે. દેવ ત્રણ કારણથી એકેન્દ્રિયમાં ઉપજે છે. (૧) આસક્તિથી-દેવલોકની વાવડીના સુગંધી પાણીમાં આસક્ત થવાથી, દેવલોકના રત્નો-આભુષણોમાં આસક્ત થવાથી અને વનસ્પતિકાયના સુગંધી, મનોહર ફુલોમાં આસક્ત થવાથી. એવા સુંદર રત્નો, પાણી, કે ફૂલ આદિમાં ઉત્પન્ન થાય. તુચ્છ પૃથ્વીકાય કે ગંદા પાણી કે તુચ્છ વનસ્પતિ જેવા કે કડવા લીમડા કારેલા આદિ જેવી વનસ્પતિમાં ઉત્પન્ન ન થાય પણ મનને ગમે એવા પૃથ્વી-પાણી-વનસ્પતિમાં ઉપજે. (૨) ત્રસકાયમાં રહેવાની કાયસ્થિતિ પૂરી થાય માટે એકેન્દ્રિયમાં ઉપજે. (૩) થોડી સ્થિતિમાં ઘણા ભવ ફરવાના હોય તો એકેન્દ્રિયમાં ઉપજે. આ ત્રણે એકેન્દ્રિયમાં પણ ૧-૨-૩ થી કરીને સંખ્યાતા કે અસંખ્યાતા દેવના જીવો આવીને ઉત્પન્ન થાય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ કૃત એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલા દેવના જીવો ફરી તરત દેવમાં ઉપજી ન શકે. મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થયેલા જીવો ફરીથી તરત દેવના ભવમાં ઉપજી શકે છે. મનુષ્યના પુનર્જન્મની વાત - ૧૫૧ બાર અપ્પોગ એહર્નિં કહઈવાય ચોવીસ ડંડકે એ પ્રાણી જાય, બાવીશ ડંડકના આવઈ જોય તેઉ-વાઉ નવ્ય માનવ હોય. ૩૫૪ મનુષ્યના જીવો ૨૪ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે. જ્યાં જવાનું આયુષ્ય બંધાયુ હોય ત્યાં એ જઈ શકે છે. મનુષ્યમાં ૨૨ દંડકના જીવો આવીને ઉત્પન્ન થઈ શકે છે. તેઉકાય અને વઉકાયના જીવો મરીને મનુષ્ય નથી થઈ શકતા. (જુગલિયા અને સાતમી નરકના નીકળ્યા મનુષ્ય ન થાય) સંમૂર્ચ્છિમ મનુષ્ય - ૧૮૨ દેવ નારકી તે નવિ થાય, વીજઈ સઘલઈ ઠામિં જાય. દેવ નારકી વ્યન જીવ દેહ ઉપજઈ સંમૂર્ચ્છિમ તેહ સંમૂર્ચ્છિમ મનુષ્ય દેવ-નારકીમાં ઉપજે નહિ તેમ જ દેવ નારકી પણ સંમૂર્ચ્છિમમાં ઉપજે નહિ. ઔદારિકના દશ દંડકમાં જઈ શકે તેઉ-વાઉ વર્ઝને બાકીના ઔદારિકના ૮ દંડકના જીવો સંમૂર્ચ્છિમ મનુષ્યમાં ઉપજી શકે. તિર્યંચ - ૧૯૭ ત્રીજુંચ લહઈ ચોગત્યની વાટ, ભવ સપ્તમ આઠ, સંખ્ય અસંખ્ય એકઈ સમઈ, ઉપજઈ મર્ણ કરઈ ત્રીજુંચ ગતિ સૂર કેરિ ગમિ ઉતકષ્ટો ઉપજઈ આઠમિ, સતમ નરગ લગિં પણિ જાય, ભમતા પામી સઘલા ગહી તિર્યંચમાં ચારે ગતિના જીવ આવે અને એ ચારે ગતિમાં જાય. જ્યાં જાય ત્યાં જ. બે અને ઉ. સાત કે આઠ ભવ કરે. એક સમયે સંખ્યાતા કે અસંખ્યાતા જીવો જન્મે અને મરે. ઉપજેને ચવે. દેવગતિમાં ૮મા દેવલોક સુધી જાય. નરકમાં સાતે નરકમાં જાય. ભમતા ભમતા બધા ઘરે એટલે આગળ જે ઘર બતાવ્યા છે તે પ્રમાણે ઔદારિકના બધા ઘરમાં જાય. સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય ક્યાં જાય તે ગાથા ૨૦૭ થી ૨૧૦માં બતાવે છે. તે પહેલી નરકમાં ઉપજે. દેવમાં ભવનપતિ અને વાણવ્યંતરમાં ઉપજે, એકેન્દ્રિયમાં પાંચે સ્થાવરના સૂક્ષ્મ ને બાદરમાં ઉપજે, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયમાં પણ જાય. (અહીં ચૌરેન્દ્રિય નથી લીધું પણ ચૌરેન્દ્રિયમાં પણ જાય. અહીં કવિની શરતચૂક થઈ ગઈ લાગે છે.) પંચેન્દ્રિયમાં ગર્ભજ મનુષ્યને ગર્ભજ તિર્યંચમાં જાય. હવે ક્યાંથી આવીને ઉપજે તે કહે છે. દેવ-નારકી સિવાયના સઘળા જીવો અહીં આવીને ઉપજી શકે. નારકી - ગાથા ર૫૫ થી રપ૯માં નારકીમાં કોણ આવીને ઉપજે તે બતાવ્યું છે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પહેલી નરકમાં ઉપજે. સંજ્ઞી ગર્ભજ તિર્યંચમાંથી ભુજપરિસર્પ ૧લી બીજી નરકે ઉપજે. સંજ્ઞી ગર્ભજ ખેચર ત્રણ નરક સુધી જાય. સંજ્ઞી ગર્ભજ સ્થળચર ચાર નરક સુધી જાય. Page #364 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩પપ સંજ્ઞી ગર્ભજ ઉરપરિસર્પ પાંચ નરક સુધી જાય. સંજ્ઞી જલચર ને સ્ત્રીલિંગ છ નરક સુધી જાય. સંજ્ઞી જલચર (સ્ત્રી વર્જીને) સાત નરક સુધી જાય. ગર્ભજ મનુષ્ય ૧ થી ૭ નરકે જાય. સાતમી નરકે મનુષ્યાણી ન જાય. સાતે નરકના નીકળેલા નારકીના જીવો સંખ્યાતા વર્ષના સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચ થાય. પર્યાપ્તા જ થાય. એમાં વિશેષતા એ છે કે સાતમીનો નીકળ્યો મનુષ્ય ગતિમાં ન જાય. સાતે નરકના નીકળેલા વિશેષ પદવી કઈ કઈ પામે તે ગાથા ર૬૦ થી રરમાં બતાવે છે. મનુષ્યની નવ ઉત્તમ પદવી કઈ નરકમાંથી નીકળેલો પ્રાપ્ત કરે એ વાત બતાવી છે. આ ગાથાથી એક વાત એ સિદ્ધ થાય છે કે તીર્થંકર જેવા તીર્થંકરે જો પૂર્વભવમાં નરક ગમન યોગ્ય પાપ બાંધ્યા હોય તો ભોગવવા તેમણે તીર્થંકર થતા પૂર્વે નરકોમાં ઉત્પન્ન થવું પડે છે. કર્મ કોઈની શરમ રાખતું નથી. તે નવ ઉત્તમ પદવી કેટલી નરકવાળા પામી શકે તે બતાવ્યું છે. (૧) તીર્થંકર - ૧ થી ૩ નરકથી નીકળેલા થાય. (૨) ચક્રવર્તી - પહેલી નરકના નીકળેલા થાય. (૩) વાસુદેવ - પહેલી બે નરકના નીકળેલા થાય. (૪) બળદેવ - પહેલી બે નરકના નીકળેલા થાય. (૫) કેવળી - ૧ થી ચાર નરકના નીકળેલા થાય. (૬) મુનિવર-સાધુ - ૧ થી પાંચ નરકના નીકળેલા થાય. (૭) શ્રાવક - ૧થી છ નરકના નીકળેલા થાય. (૮) સમકિતી ૧ થી સાત નરકના નીકળેલા થાય. (૯) માંડલિક રાજાનો બોલ ગાથામાં છે નહિ પણ ૧ થી ૬ નરકના નીકળેલા માંડલિક રાજા થઈ શકે. એવું ગતાગતિના બોલમાં છે. (શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ - મૃ. ૧૪૮) સાતમી નરકનો નીકળેલો સમકતી થાય તે તિર્યંચગતિમાં જ સમજવો કારણકે સાતમી નરકનો નીકળેલો મનુષ્ય થતો નથી. તેમ જ નારકી નરકગતિ ને દેવગતિમાં પણ જતો નથી. આમ આ બધી ગાથાઓનું અધ્યયન કરતા સિદ્ધ થાય છે કે જેનદર્શનમાં પુનર્જન્મના સિદ્ધાંતને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આનાથી એક વાત એ પણ સિદ્ધ થાય છે કે આત્માનું મૃત્યુ થતું નથી, આત્મા અજરઅમર છે, આત્મા નિત્ય છે. જેનદર્શન અનુસાર જીવ રાગ-દ્વેષના કારણે કર્મબંધ કરતો રહે છે અને એ પ્રમાણે એના આયુષ્યનો બંધ પડે છે. ચારે પ્રકારના આયુષ્યનો બંધ નીચેના કારણે પડે છે. (શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ - મૃ. ૧૪૦) Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત (અ) નરકનું આયુષ્ય ચાર પ્રકારે બાંધેઃ (૧) મહા આરંભ, (૨) મહા પરિગ્રહ, (૩) કુણિમ આહાર (મદ્ય-માંસનું સેવન), (૪) પંચેન્દ્રિય જીવોનો વધ. (બ) તિર્યંચનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે - (૧) માયાસહિત અલિક (જૂઠ) (૨) નિવડ માયા અલિક, (૩) અલિક વચન, (૪) ખોટાં તોલ ખોટાં માપ. (ક) મનુષ્યનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે - (૧) ભદ્ર પ્રકૃતિ, (૨) વિનીત પ્રકૃતિ, (૩) સાનુક્રોશ (અનુકંપા), (૪) અમત્સર (સરળતા) (ડ) દેવતાનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે (૧) સરાગસંયમ, (૨) સંયમસંયમ, (૩) બાલતપકર્મ, (૪) અકામ નિર્જરા. જીવ આયુષ્યના બંધ પ્રમાણે ચાર ગતિ, ૨૪ દંડક અને ૮૪ લાખ જીવાજોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. જયારે રાગ દ્વેષની પરિણતિ બંધ થઈ જાય છે ત્યારે જીવ વિતરાગી બને છે ત્યાર પછી કેવળી બને છે. કેવળી બન્યા પછી જન્મ મરણના ફેરા. બંધ થઈ જાય છે. અજરઅમર સ્થાનને પ્રાપ્ત કર્યા પછી એક જ સ્થાનમાં - સિદ્ધ ગતિમાં સ્થિર થઈ જાય છે. જૈન દર્શનમાં આત્મા અંગે છ વાતો બતાવી છે. આત્મા છે, પરિણામી નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને તેના ઉપાયો પણ છે. ભારતીય દર્શનોમાં ચાર્વાકને છોડીને બધા જ પુનર્જન્મના સિદ્ધાન્તમાં માને છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો જેવા કે બેબર, મેકડોનલ, વિંટરનિટ્સ આદિનો મત છે કે જન્મ-જન્માંતરનો ઋગ્વદમાં ક્યાંય ઉલ્લેખ નથી કરાયો તેમ જ આ વિચારનો પ્રવેશ હિંદૂ-ધર્મ દર્શનમાં પરવર્તી યુગમાં થયો છે. પરંતુ સ્વેદના ખૂબ ગહન અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે આત્માની અમરતા તેમ જ જન્માંતર આદિની બાબતમાં મંત્રવિભાગમાં બીજરૂપે જે વિચાર છે તે જ બ્રાહ્મણ, આરણ્યક તેમ જ ઉપનિષદમાં વિકસ્યો છે. ( પુરાણો, સ્મૃતિઓ, રામાયણ તેમ જ મહાભારત આદિ ગ્રંથોમાં તો પુનર્જન્મા સંબંધી અનેકાનેક વિસ્તૃત ઉલ્લેખ મળે જ છે. બૌદ્ધ ધર્મમાં પણ પુનર્જન્મના વિષયમાં જાતક સાહિત્ય ઉપલબ્ધ છે. વિશ્વના અન્ય બે મુખ્ય ધર્મો ઈસાઈ (ખ્રિસ્તી) અને ઈસ્લામના અનુયાયી પ્રાયઃ પુનર્જન્મમાં આસ્થા નથી રાખતા પરંતુ એ ઉલ્લેખનીય છે કે બાઈબલ તેમ જ કુરાન આદિ ગ્રંથોમાં પુનર્જન્મ સમર્થક વિચારો તરફ અનેક વિદ્વાનોએ ધ્યાન દોર્યું છે. જેથી ખ્યાલ આવે છે કે એ ધર્મોમાં પણ પુનર્જન્મના વિચારનો વિરોધ નથી ઉદરસેંટ લેસ્સી ડી, ધ કેસ ફોર રીઈંકારનેશન” બેલમોન્ટ ૧૯૬૩માં લેખકે ઈસાઈ મતના સંદર્ભમાં આ વાતની સ્પષ્ટતા કરતાં લખ્યું છે કે - ઈસાઈ ધર્મમાં જો કે પુનર્જન્મનું પ્રત્યક્ષરૂપથી પ્રતિપાદન નથી પરંતુ એમણે એ વાતનો ક્યારેય વિરોધ પણ નથી કર્યો. વસ્તુતઃ એમના સમયમાં યહૂદી ધર્મમાં આ વિચારધારા પહેલેથી જ પ્રચલિત હતી. પ્રાચીન ચર્ચ પુનર્જન્મનો સમર્થક Page #366 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩પ૭ હતો. ઈસા પછી ૫૫૩ વર્ષે કાંસન્ટનટિનોપોલની સભા પછી જ બે ના વિરોધમાં ૩ મતોથી એનો અસ્વીકાર કરવામાં આવ્યો. આમ છતાં ઓરિજન, સંત આગસ્તીના તેમ જ અસીસીના સંત ફ્રાન્સિસે એમના ગ્રંથોમાં આ વિચારનું સમર્થન જ કર્યું છે. એ જ રીતે કુરાનની નિમ્ન આયતોમાં પણ પુનર્જન્મના વિચારનું સમર્થન દેખાય છે - "क्यों कुफ्र करते हो साथ अल्लाह के और थे तुम । मुर्दे पस जिलाया तुमको, फिर | મુર્તા2મા તુમકો, फिर जिलाएगा तुमको, फिर उसके फिर जाओगे।" (सू.रु. ३, आयत ७) "अल्लाह वह है जिसने पैदा किया तुमको, रिज्क दिया तुमको, ત્રિનિસાણા તમો ” સૂ. ૨, ૩૦ ૨૩. કમાયત કરૂ) શ્રી ઈ. ડી. વાકરે પોતાના પુસ્તક “રિઈંકારનેશન’માં લખ્યું છે, “આરબ દાર્શનિકોનો આ એક પ્રિય સિદ્ધાન્ત હતો અને અનેક મુસલમાન લેખકોનો પુસ્તકોમાં એનો ઉલ્લેખ આજે પણ જોવા મળે છે. પ્રાચીન યૂનાની વિચારક વિદ્વાન પાયથાગોરસ, સુકરાત, પ્લેટો, લૂટાર્ક, પ્લેટીનસ વગેરેના વિચારોમાં પણ પુનર્જન્મ પ્રત્યેની શ્રદ્ધા દૃષ્ટિગોચર થાય છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ પુનર્જન્મ માટે બિર્થ, મેટમસાઈકોસિસ, ટ્રાસમાઈગ્રેશન, પોલિજેનિસિસ, રિએમ્બાડીમેંટ વગેરે વિભિન્ન શબ્દોનો ક્યારેક ક્યારેક એક જ - ક્યારેક અલગ અર્થોમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવનાર અન્ય અનેક દાર્શનિક, લેખકો તેમ જ કવિઓમાં સ્પિનોજા, રૂસો, શેનિંગ, ઇમર્સન, ડ્રાઈડન, વસવર્થ, શોલી, બાઉનિંગ આદિની. ગણના કરી શકાય છે. જોસેફ હીડ તેમ જ કૅસેટને સવા ત્રણસો પાનાના ‘રિઈન્કારનેશન’ નામના પુસ્તકમાં વિભિન્ન ધર્મોમાં વ્યાપ્ત દાર્શનિકો, કવિઓ, વૈજ્ઞાનિકો વગેરેના પુનર્જન્મા સંબંધી વિચારોનું સંકલન પ્રસ્તુત કર્યું છે. જેનદર્શન પુનર્જન્મમાં માને છે એ વાતની પુષ્ટિ જીવવિચાર રાસ’ની ગાથાઓ દ્વારા થઈ જાય છે. પુનર્જન્મ સંસારી જીવોનો જ થાય છે. સિદ્ધગતિ પ્રાપ્ત થયા પછી પુનર્જન્મ હોતો જ નથી. સંસારી જીવોના અધિકાર પછી હવે સિદ્ધનો અધિકાર કવિ રજૂ કરે છે. સિદ્ધ સિદ્ધ જીવનું લક્ષણ (જેનેન્દ્ર સિદ્ધાન્ત કોશ - પૃ. ૩૩૪) (૧) આઠ કર્મના બંધનને જેમણે નષ્ટ કર્યા છે એવા આઠગુણો સહિત પરમ લોકાગ્રમાં સ્થિત અને નિત્ય છે એવા તે સિદ્ધ છે. (૨) જે અષ્ટવિધ કર્મોથી રહિત છે. અત્યંત શાંતિમય છે, નિરંજન છે, નિત્ય છે, Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત આઠ ગુણોથી યુક્ત છે, કૃતકૃત્ય છે, લોકના અગ્રભાગ પર નિવાસ કરે છે તેઓ સિદ્ધ કહેવાય છે. ન (૩) જેમણે જન્મ, જરા, મરણ, ભય, સંયોગ, વિયોગ, આધિ, વ્યાધિ, ઉપાધિ, શરીર, કષાય, યોગ, લેશ્યા, દુઃખ, સંજ્ઞા, રોગ વગેરે કાંઈપણ ન હોય તે સિદ્ધ છે. (૪) જે ઈંદ્રિયોના વેપારથી રહિત, અવગ્રહાદિ દ્વારા પદાર્થોને ગ્રહણ કરતા નથી, જેને ઈંદ્રિય સુખ નથી એવા અતીન્દ્રિય, અનંતજ્ઞાન અને સુખવાળા જીવોને ઈન્દ્રિયાતીત સિદ્ધ જાણવા જોઈએ. (૫) જેમણે વિવિધ ભેદરૂપ આઠ કર્મોનો નાશ કરી દીધો છે, જે ત્રણ લોકના મસ્તકના શેખર સ્વરૂપ છે, દુઃખોથી રહિત છે, સુખરૂપી સાગરમાં નિમગ્ન છે, નિરંજન છે, નિત્ય છે. આઠ ગુણોથી યુક્ત છે, અનવદ્ય અર્થાત્ નિર્દોષ છે, કૃતકૃત્ય છે, જેમણે સર્વાંગથી અથવા સમસ્ત પર્યાયો સહિત સંપૂર્ણ પદાર્થોને જાણી લીધા છે, જે વજ્રશિલા નિર્મિત અભગ્ન પ્રતિમાની સમાન અભેદ્ય આકારથી યુક્ત છે, જે સર્વ અવયવોથી પુરૂષાકાર હોવાપર પણ ગુણોથી પુરૂષ સમાન નથી કારણ કે પુરૂષ સંપૂર્ણ ઈંદ્રિયોના વિષયોને ભિન્ન દેશમાં જાણે છે પરંતુ જે પ્રતિ પ્રદેશમાં બધા વિષયોને જાણે છે તે સિદ્ધ છે. (૬) સિદ્ધ ભગવંત કેવા છે ? અવર્ણ, અગંધે, અરસે, અકાસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રોગ નહિ, શોક નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કર્મ નહિ, કાયા નહિ, એવી અનંત અનંત સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. તેઓ જ્યાં બિરાજે એ સ્થાનને સિદ્ધક્ષેત્ર કહે છે. સિદ્ધલોક/સિદ્ધક્ષેત્રનું સ્વરૂપ O (જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશ પૃ. ૩૩૪-૩૩૬) (૧) સિદ્ધભૂમિ ‘ઈષત્ પ્રાભાર પૃથ્વી ઉપર સ્થિત છે એક જોજનમાંથી કાંઈક ઓછા એટલા નિષ્કપ તેમ જ સ્થિર સ્થાનમાં સિદ્ધ રહે છે. (૨) સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધજાથી ૧૨ જોજન ઉપર આઠમી પૃથ્વી સ્થિત છે. મધ્યમાં આઠ જોજન જાડી છે. ઉતરતા છેડે માખીની પાંખ કરતા પણ પાતળી છે. એની ઉપર ૧ જોજન તેના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધક્ષેત્ર છે. સિદ્ધક્ષેત્ર ૪૫ લાખ જોજનનું લાંબુ પહોળું અર્થાત્ ગોળાકાર છે. અઢીદ્વીપ ક્ષેત્રવત્ છે. ત્યાં સિદ્ધ ભગવંત બિરાજે છે. (શ્રાવક સામાયિક પ્રતિક્ર્મણ સૂત્ર પૃ. ૧૦૩) જૈનદર્શનમાં સિદ્ધને ભગવાન, ઈશ્વર, દેવ માનવામાં આવે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવું તે સિદ્ધ છે. આઠ કર્મનો ક્ષય થવાથી સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. તેથી આઠ ગુણ પણ પગટે છે જે આ પ્રમાણે છે. કેવળ જ્ઞાન, કેવળદર્શન, અવ્યાબાધ આત્મિક સુખ, ક્ષાયક સમકિત, અક્ષય સ્થિતિ, અમૂર્તિ, અગુરૂલઘુ અને અનંત આત્મિક શક્તિ. બીજી રીતે આઠ ગુણ આ પ્રમાણે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૫૯ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આ ચાર અનુજીવી ગુણ, અમૂર્તિક અથવા સૂક્ષ્મત્વ, અગુરૂલઘુત્વ, અવ્યાબાધત્વ અને અવગાહના આ ચાર પ્રતિજીવી ગુણ આ આઠ ગુણ વ્યવહારથી કહ્યા છે નિશ્ચયથી તો દરેક સિદ્ધ ભગવંતોને અનંત ગુણ સમજવા. વિશેષ ભેદનયેદ્વનિર્ગતિત્વ (ગતિ રહિતપણું), નિરિન્દ્રિયત્વ (ઈન્દ્રિય રહિતપણું), નિષ્કાયત્વ (શરીર રહિતપણું), નિર્યોગત્વ (યોગ રહિતપણું), નિર્નામત્વ (નામ રહિતપણું), નિર્વેદત્વ (વેદ રહિતપણું), નિષ્કષાયત્વ (કષાય રહિતપણું), નિર્ગોત્રત્વ (ગોત્ર રહિતપણું), નિરાયુષત્વ (આયુષ્ય રહિતપણું) ઈત્યાદિ વિશેષ ગુણો તેમ જ અસ્તિત્વ, વસ્તુત્વ પ્રમેયત્વાદિ સામાન્ય ગુણો અનંત જાણવા. સંસારી જીવોના અધિકાર પછી સિદ્ધનો અધિકાર શરૂ થાય છે. એ સિદ્ધ ભગવંતનું વર્ણન કવિએ ૩૨૪મી ગાથાથી ૩૯૮મી ગાથા સુધી કર્યું છે એમાં શરૂઆતની ચાર ગાથામાં સિદ્ધના પંદર ભેદ છે અને પછીની એકોતેર ગાથામાં સિદ્ધ પંચાશિકામાં બતાવેલા પંદર દ્વાર આંતરા સહિત વર્ણવ્યા છે. સિદ્ધના પંદર ભેદ ૩ર૪ થી ૩ર૮મી ગાથામાં વર્ણવ્યા છે. ભવ્ય જીવ હોય એ જ પાંચમી સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી શકે છે. જે આ પ્રમાણે છે. (૧) તીર્થંકર સિદ્ધ - તીર્થંકર પદવી પામીને મોક્ષે જાય તે ઋષભદેવ આદિ તીર્થંકરો. (૨) અતીર્થંકર સિદ્ધ - તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી થઈ મોક્ષે જાય તે. (૩) તીર્થ સિદ્ધ - તીર્થંકરે તીર્થ સ્થાપ્યા પછી જે મોક્ષે જાય તે ગણધર પ્રમુખ. (૪) અતીર્થ સિદ્ધ - તીર્થંકરે તીર્થ સ્થાપ્યા પહેલા તથા તીર્થ વિચ્છેદ થયા બાદ જે મોક્ષે જાય તે મરૂદેવી માતા પ્રમુખ. (૫) ગૃહસ્થલિંગ સિદ્ધ - ગૃહસ્થના વેષે (રહ્યા થકા)મોક્ષે જાય તે મરૂદેવી માતા પ્રમુખ. (૬) અન્યલિંગ સિદ્ધ - યોગી, સંન્યાસી પ્રમુખ તાપસના વેષે મોક્ષે જાય વલ્કલચીરી આદિ. (૭) સ્વલિંગ સિદ્ધ - સાધુને વેષે મોક્ષે જાય તે જંબુસ્વામી વગેરે સાધુ મુનિરાજો. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ - સ્ત્રીલિંગે મોક્ષે જાય તે ચંદનબાળા આદિ. (૯) પુરૂષલિંગ સિદ્ધ - પુરૂષલિંગે મોક્ષે જાય તે ગૌતમાદિક (૧૦) નપુંસકલિંગ સિદ્ધ - નપુંસકલિંગે મોક્ષે જાય તે ગાંગેય અણગાર પ્રમુખ. (૧૧) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ - કોઈ પદાર્થ દેખીને પ્રતિબોધ પામવાથી પોતાની મેળે ચારિત્ર લઈને મોક્ષે જાય તે કરકંડુ પ્રમુખ. (૧૨) સ્વયંબુદ્ધ સિદ્ધ - ગુરૂના ઉપદેશ વિના પોતાની મેળે જાતિસ્મરણ આદિ જ્ઞાનથી પ્રતિબોધ પામી મોક્ષે જાય તે કપિલ આદિ. (૧૩) બુદ્ધબોહી સિદ્ધ - ગુરૂનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી મોક્ષે જાય તે. (૧૪) એક સિદ્ધ - એક સમયમાં એક જીવ મોક્ષે જાય તે. મહાવીર સ્વામી પ્રમુખ. (૧૫) અનેક સિદ્ધ - એક સમયમાં ઘણા જીવ મોક્ષે જાય તે ઋષભદેવ સ્વામી - Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પ્રમુખ. ૩૨૮-૩૯૧ ગાથામાં સિદ્ધ પંચાશિકાનો અધિકાર છે. તેના પંદર દ્વાર છે. ૩૨૮ સીધ તણા છઈ પનરઈ દૂઆર, સીધ પંચશકા માંહિ વીધા ચાર, ખેત્રદ્વાર તે પહેલું લહું, ત્રિલોક ભેદ વ્યવરીતિ કહું. તે પંદર દ્વારનો સાર નીચે મુજબ છે. (બધા દ્વારમાં ૧ સમયમાં ઉત્કૃષ્ટ કેટલા સિદ્ધ થાય તે બતાવ્યું છે. જધન્ય બધામાં ૧ સમયે ૧ સિદ્ધ થાય. (૧) ક્ષેત્રદ્વાર - આ વિશ્વને જેનદર્શનમાં લોક તરીકે ઓળખવામાં આવે છે એના ત્રણ ભાગ છે. ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્થોલોકએને ક્ષેત્ર કહેવાય છે એ ત્રણ ક્ષેત્રમાંથી કયા ક્ષેત્રમાંથી કેટલા જીવ મોક્ષે જાય તેનું નિરૂપણ ૩૨૯ થી ૩૩૨ મી ગાથામાં બતાવ્યું છે અને ૩૩૩ નંબર બે વાર છે એ બંને ગાથામાં એનું આંતરૂં બતાવ્યું છે જે આ પ્રમાણે છે. ઊર્ધ્વલોકમાંથી ૧ સમયે ચાર જીવ સિદ્ધ થઈ શકે. મેરૂ પર્વત પર નંદનવન આદિ વન છે ત્યાં કોઈ સાધુ વિદ્યા દ્વારા કે સાહરણ દ્વારા ગયા હોય તે ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મોક્ષે જાય. એક સાથે એક જ સમયે વધારેમાં વધારે ચાર જીવો મોક્ષે જઈ શકે. અધોલોકમાંથી એક સમયે બાવીશ જીવ મોક્ષે જાય. (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, સિદ્ધ પંચાશકમાં વીશ જીવ સિદ્ધ થાય એવો મૂળ પાઠ છે) સમભૂતલ પૃથ્વીથી તિર્થ્યલોકમાં કેટલોક ભાગ નીચે તરફ ઢળેલો છે જે અધોલોકમાં ગણાય છે. માટે કવિએ ગાથામાં લખ્યું છે કે સમભૂતલથી તિચ્છલોકમાં જંબુદ્વીપની મધ્યમાં મેરૂ પર્વત છે એની લંબાઈ ૧૦,૦૦૦ જોજન છે. પૂર્વ પશ્ચિમ બંને તરફ ૨૨-૨૨ હજાર યોજના ભદ્રસાલ વન છે. ત્યારપછી ૧૬ વિજય છે. હજાર જોજન પછી ઢળાણવાળું ક્ષેત્ર છે. તે ૨૨૦૦૦ જોજનનું છે એમ એનો ભાવાર્થ છે. ૨૨૦૦૦ જોજન મુખ્ય જાણવા. ત્યાં મહાવિદેહ ક્ષેત્રની વિજય છે ત્યાંથી જીવ મોક્ષે જઈ શકે. તિર્થ્યલોકમાંથી એક સમયે એકસો આઠ જીવ એક સાથે મોક્ષે જઈ શકે. વધારેમાં વધારે જીવો આટલા જ મોક્ષે જઈ શકે એનાથી વધારે જીવો એક સાથે મોક્ષે ન જાય. પછી અંતર પડે. તિર્થ્યલોકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે તેને મધ્યભાગે અઢીદ્વીપ અને બે સમુદ્ર છે. તેમાંથી જીવ સિદ્ધ થઈ શકે, બાકીના વિસ્તારમાંથી નહિ કારણ કે જીવ સમશ્રેણીએ ઉપર ઊર્ધ્વગમન કરે છે અને સિદ્ધક્ષેત્ર પણ ૪૫ લાખા જોજનના ઘેરાવામાં છે. એટલો ઘેરાવો નીચે તિથ્યલોકમાં અઢીદ્વીપ-સમુદ્ર સુધી જ છે માટે એટલા ક્ષેત્રમાંથી (અધો-ઊર્ધ્વ- તિલોકમાં) જ મોક્ષે જઈ શકે. મહાવિદેહ ક્ષેત્રની પ્રત્યેક વિજયમાંથી વીશ જીવો સિદ્ધ થઈ શકે. સમુદ્રમાંથી બે સિદ્ધ થઈ શકે પંજ્ઞવનમાંથી બે સિદ્ધ થઈ શકે અને અકર્મભૂમિમાંથી દશ સિદ્ધ થઈ શકે. આંતરૂ એટલે અંતર પડવું કે વિરહ થવો. જે ક્ષેત્ર આદિમાંથી મોક્ષે જવાનું ચાલુ Page #370 -------------------------------------------------------------------------- ________________ જીવવિવિચાર રાસ એક અધ્યયન ૩૬૧ થયા પછી કેટલોક સમય મોક્ષમાં કોઈ જીવ જાય નહિ તો એ કેટલા સમય સુધી મોક્ષે ન જાય એ આ દ્વારમાં બતાવવામાં આવે છે. એને અંતર-વિરહ કે આંતરૂં કહેવામાં આવે છે. આંતરૂં કેટલા સમયે પડે એનો નિયમ નથી પણ પડે તો કેટલું પડે એ જ અહીં બતાવ્યું છે. બધામાં જઘન્ય આંતરૂં ૧ સમયનું હોઈ શકે. અહીં બધે ઉત્કૃષ્ટ આંતરૂં બતાવવામાં આવ્યું છે. એટલા સમય સુધી ત્યાંથી કોઈ જીવ મોક્ષમાં જાય નહીં. જંબુદ્વીપ અને ઘાતકીખંડમાં ઉત્કૃષ્ટ નવ વર્ષનું આંતરૂં (અંતર) પડે પછી સિદ્ધ થવાનું ચાલુ થાય. અર્ધપુષ્કરદ્વીપમાં ઉત્કૃષ્ટ એક વર્ષ ઝાઝેરાનું અંતર પડે. સિદ્ધ પંચાસકના આધારે આ લખ્યું છે એમ કવિ કહે છે. (૨) કાળ દ્વાર : ૩૩૪ થી ૩૪૫ ગાથાનો ભાવાર્થ કાળ દ્વારમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળના આરા આશ્રી વિચારણા કરી છે. અવસર્પિણી કાળના છ આરા છે. ત્રીજા-ચોથા આરામાં જીવો સિદ્ધ થાય છે. તેમ જ ચોથા આરાનો જન્મેલો હોય તે પાંચમાં આરામાં સિદ્ધ થઈ શકે. પાંચમા આરાનો જન્મેલો પાંચમા આરામાં સિદ્ધ ન થાય. એવી જ રીતે ઉત્સર્પિણી કાળમાં બીજા આરાનો જન્મેલો ત્રીજી આરામાં મોક્ષે જઈ શકે. બીજા આરામાં મોક્ષે ન જઈ શકે. ત્રીજા-ચોથા આરામાં જીવો મોક્ષે જાય. બાકીના આરામાં જન્મેલા કોઈ જીવો મોક્ષે ન જાય પણ સાહરણ આશ્રી ત્યાંથી જીવો મોક્ષે જઈ શકે. અવસર્પિણી-ઉત્સર્પિણી બંનેના ત્રીજા-ચોથા આરામાંથી ૧ સમયે ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય અવસર્પિણીના પાંચમા આરામાં ૧ સમયે વીશ સિદ્ધ થઈ શકે. એ આરામાં ચોથા આરામાં જન્મેલા હોય એ જ સિદ્ધ થઈ શકે. પછી એ આરાના જન્મેલા મોક્ષમાં ન જાય. પણ મહાવિદેહ ક્ષેત્રના સાધુનું સાહરણ કરીને અહીં મૂક્યા હોય એ જીવો કેવળજ્ઞાન પામીને અહીંથી મોક્ષે જઈ શકે. બાકીના સાત આરામાંથી પણ એ જ રીતે સાહરણ આશ્રી એક સમયે દશ જીવો મોક્ષે જઈ શકે. (અવસર્પિણીનો ૧, ૨, ૬ અને ઉત્સર્પિણીનો ૧, ૨, ૫, ૬ એ સાત આરા કવિએ કહ્યા છે.) આંતરૂં - ભરત અને ઈરવત ક્ષેત્રમાં જ કાળનો પ્રભાવ છે એટલે કે આરા છે. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં એકસરખો જ કાળ (ચોથા આરા જેવા ભાવ) હોય છે. ત્યાંથી જીવોનું સિદ્ધ થવાનું (સિદ્ધ ગતિનું આંતરૂં ન હોય તો) સદૈવ ચાલુ જ હોય છે. ત્યાં કાળનો હ્રાસ-વિકાસ નથી માટે એને નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાળ કહેવાય છે. ભરત-ઈરવત ક્ષેત્રમાં દેશેઊણા અઢાર ક્રોડાક્રોડી સાગરોપણનું આંતરૂં પડે. ઉત્સર્પિણી કાળમાં ચોથા આરામાં ૨૪મા તીર્થંકર મોક્ષે જાય પછી મોક્ષ ગતિ બંધ થાય અને જુગલકાળ શરૂ થાય છે. ચોથો આરો બે ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે. પાંચમો આરો ત્રણ ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે છઠ્ઠો આરો ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે. પછી અવસર્પિણી કાળ ચાલુ થાય છે તેનો પહેલો આરો ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે. બીજો આરો ત્રણ ક્રોડાક્રોડી અને ત્રીજો આરો બે ક્રોડાક્રોડી Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત સાગરોપમનો હોય છે. આ બંને કાળના મળીને છ આરા જુગલિયાના હોય છે એમાંથી મોક્ષે જવાનું હોતું નથી. ત્રીજા આરાના છેલ્લા એક લાખ પૂર્વમાં હજાર વર્ષ ઓછા હોય ત્યારે સિદ્ધગતિના દ્વાર ખૂલે છે. ઉત્સર્પિણીમાં મોક્ષગતિ બંધ થઈને અવસર્પિણીમાં ખૂલવાની વચ્ચે દેશઊણા ૧૮ ક્રોડોક્રોડી સાગરોપમ કાળ વ્યતીત થઈ જાય છે. માટે ઉત્કૃષ્ટ આંતરૂ દેશે ઊણા ૧૮ ક્રોડાકોડી સાગરનું જાણવું. એ જ રીતે અવસર્પિણીમાં બંધ થઈને પછી ઉત્સર્પિણી કાળમાં ખૂલવાની વચ્ચે દેશઊણા ૮૪ હજાર વર્ષનો સમય વ્યતીત થાય છે. આમ છતાં આ કાળમાં મહાવિદેહ ક્ષેત્રના જન્મેલા સાધુનું સાહરણ કરીને કોઈ આ ક્ષેત્રમાં તેમને મૂકે તો સિદ્ધ થઈ શકે છે. સાહરણ કોનું કોનું ન થઈ શકે એ કવિ ૩૪૪ અને ૩૪પમી ગાથામાં કહે છે. સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધ ચારિત્રી, અપ્રમત્ત સાધુ, પુલાક ચારિત્રવાળો, ચૌદપૂર્વધારી, આહારક શરીરી એટલાનું સાહરણ દેવ ન કરી શકે. સાહરણ આશ્રી જે જીવો સિદ્ધ થાય તેનું આંતરૂં સંખ્યાતા હજાર વર્ષનું જાણવું. (ભગવતી સૂત્ર શતક ૨૫ ઉદ્દેશા છઠ્ઠામાં ૧૦ બોલનું સાહરણ ન થાય એમ બતાવ્યું છે. સાત ઉપરના તથા ઉપશમ શ્રેણીવાળા, ક્ષપક શ્રેણીવાળા અને કેવળી એમ ૧૦ પ્રકારના જીવોનું સાહરણ ન થઈ શકે) (૩) ગતિ દ્વારઃ ગાથા ૧૪૬ થી ૩૫૪ ચાર ગતિના જીવો મનુષ્ય થઈને મોક્ષમાં જઈ શકે. એમાંથી કઈ ગતિવાળા નીકળીને કેટલા એક સાથે વધારેમાં વધારે મોક્ષમાં જઈ શકે તે કહે છે. * નરક ગતિ - પ્રથમ ત્રણ નરકમાંથી આવેલા ૧ સમયે દશ સિદ્ધ થઈ શકે. ચોથીમાંથી આવેલા ચાર સિદ્ધ થઈ શકે. ૫ થી ૭ નરકમાંથી આવેલા સિદ્ધ ન થઈ શકે. તિર્યંચ ગતિ - તિર્યંચ પંચે. અને તિર્યંચાણીમાંથી આવેલા દશ સિદ્ધ થઈ શકે. પૃથ્વીકાય અને અપકાયમાંથી આવેલા ચાર સિદ્ધ શકે અને વનસ્પતિમાંથી આવેલા છ સિદ્ધ થઈ શકે. બધા મળીને દશ સિદ્ધ થઈ શકે. તેઉકાય-વાઉકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય આટલાના નીકળ્યા સિદ્ધ ન થઈ શકે. મનુષ્ય ગતિ - મનુષ્ય ગતિના નીકળ્યા ૨૦ સિદ્ધ થઈ શકે. મનુષ્યાણીમાંથી આવેલા વીસ સિદ્ધ થઈ શકે અને ગર્ભજ મનુષ્યમાંથી આવેલા દશ સિદ્ધ થઈ શકે. જુગલિયા અને સંમૂર્છાિમમાંથી નીકળેલા સિદ્ધ ન થઈ શકે. દેવ ગતિ - દેવગતિમાંથી આવેલા ૧૦૮ એક સમયે સિદ્ધ થઈ શકે. ભવનપતિ અને વાણવ્યંતર દેવના નીકળેલા દશ સિદ્ધ થાય અને તેમની દેવીના નીકળેલા પાંચ સિદ્ધ થાય. જયોતિષી દેવના નીકળેલા દશ સિદ્ધ થાય અને દેવીના નીકળેલા વીશ સિદ્ધ થાય. વૈમાનિક દેવના નીકળેલા એકસો આઠ સિદ્ધ થાય અને દેવીના નીકળેલા. વીશ સિદ્ધ થાય. પંદર પરમાધામી, ત્રણ કિલ્વીષીમાંથી નીકળેલા સિદ્ધ ન થાય. Page #372 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૬૩ આંતરૂં નારકીનું આંતરૂં હજાર વર્ષનું, તિર્યંચનું આંતરૂં નવસો વર્ષનું, તિર્યંચાણી, મનુષ્યાણી, મનુષ્ય, દેવ-દેવી એ બધામાંથી આવેલાનું મુક્તિનું આંતરું એક વર્ષ ઝાઝેરું જાણવું. (૪) વેદ દ્વારઃ ૩૫૫ થી ૩૫૯ અહીં કવિએ લિંગને વેદના અર્થમાં લીધેલ છે. ત્રણે વેદવાળા (અવેદી થઈને) મોક્ષમાં જઈ શકે. પુરૂષdદવાળા ૧૦૮ પણ સિદ્ધ થઈ શકે. સ્ત્રીવેદવાળા વીશ અને નપુંસકદવાળા દશ સિદ્ધ થઈ શકે. વૈમાનિક દેવમાંથી આવેલા પુરૂષવેદી એકસો આઠ સિદ્ધ થાય, સ્ત્રીવેદી વીશ સિદ્ધ થાય. પુરૂષ મરીને નપુંસક અથવા સ્ત્રીમાં જાય તો એ દશ સિદ્ધ થાય. સ્ત્રી કરીને સ્ત્રી અથવા નપુંસક વેદી અથવા પુરૂષવેદી થાય તો દશ જ સિદ્ધ થઈ શકે. આંતરું – નપુંસકવેદ અને સ્ત્રીવેદનું અંતર પડે તો સંખ્યાતા હજાર વર્ષનું, પુરૂષવેદનું અંતર એક વર્ષનું જ પડે. (૫) તીર્થ દ્વાર ૩૬૦ થી ૩૬૨ તીર્થકરી (સ્ત્રી લિંગવાળા તીર્થંકર) જિન - એક સમયે બે મોક્ષમાં જાય. તીર્થંકર એક સમયે ચાર મોક્ષમાં જાય. (જઘન્ય બે સિદ્ધ થાય) આંતરૂં - બે તીર્થંકર વચ્ચે વધારેમાં વધારે નવ હજાર પૂર્વનું અંતર પડે. (આગમાં રૂપ તર્કથી ૧ લાખ પૂર્વનું અંતર યોગ્ય લાગે છે.) બે તીર્થકરી વચ્ચે અનંતકાળનું આંતરૂં પડે. અર્થાત્ અનંતકાળે એક તીર્થકરી સિદ્ધ થાય. (૬) લિંગ દ્વાર ૩૬૩-૩૬૫ ગૃહસ્થ લિંગમાં એક સમયે ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. અન્યલિંગ-તાપસાદિક એક સમયે ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. સ્વયંલિંગ (સાધુ-સાધ્વી) એક સમયે ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય. આંતરૂં - સ્વલિંગનું આંતરૂં એક વર્ષ ઝાઝેરું (બાકીના લિંગનું આંતરૂં બતાવ્યું નથી) (૭) ચારિત્ર દ્વાર - ૩૬૬-૩૬૭ પાંચ પ્રકારના ચારિત્રમાંથી માત્ર એક યથાખ્યાત ચારિત્રવાળા જ એકસો આઠ મોક્ષે જાય. આંતરૂં એક વર્ષનું પડે. (૮) બુદ્ધ દ્વાર - ૩૬૮-૩૭૨ પ્રત્યેક બુદ્ધ - દશ સિદ્ધ થાય. સ્વયંબુદ્ધ - ચાર સિદ્ધ થાય. બુદ્ધ બોહી સ્ત્રી - વીસ સિદ્ધ થાય. બુદ્ધબોહી જીવ ચાલીસ સિદ્ધ થાય. (મૂળા પાઠ એકસો આઠ સિદ્ધ થવાનો છે.) (પ્રજ્ઞાપના સૂત્ર પદ - ૨૦, ). Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત આંતરૂં - બુદ્ધ બોહી પુરૂષનું આંતરૂ એક વર્ષ ઝાઝેરૂં પડી શકે. પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ બોહી સ્ત્રીનું આંતરૂં એક હજાર વર્ષનું આંતરૂ પડી શકે. સ્વયં બુદ્ધનું નવહજાર પૂર્વ સુધીનું આંતરૂં પડી શકે. (૯) જ્ઞાન દ્વાર - ૩૭૩/૩૭૮ કેવળજ્ઞાન વગર મોક્ષે ન જવાય. જધન્ય - ઓછામાં ઓછા ત્રણ જ્ઞાન - મતિ - શ્રુત - કેવળજ્ઞાન પામીને મોક્ષે જવાય. તે ચાર સિદ્ધ થાય. મધ્યમ - ચાર જ્ઞાન. મતિ-શ્રુત-મનઃપર્યવ અને કેવળજ્ઞાન એ ચાર જ્ઞાનવાળા દશ સિદ્ધ થાય. તેમ જ મતિ-શ્રુત- અવધિ અને કેવળજ્ઞાન એ ચાર જ્ઞાનવાળા એકસો આઠ સિદ્ધ થાય. ઉત્કૃષ્ટ - પાંચે જ્ઞાનવાળા પણ એકસો આઠ સિદ્ધ થાય. આંતરૂ - મતિ-શ્રુત - કેવળ એ ત્રણ જ્ઞાનવાળાનું આંતરૂં પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું પડે. મતિ શ્રુત અવધિ - કેવળ એ ચાર જ્ઞાન વાળાનું આંતરૂં એક વર્ષ ઝાઝેરાનું મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનવાળાનું તથા મતિ-શ્રુતમનઃપર્યવ-કેવળ એ ચાર જ્ઞાનવાળાનું આંતરૂં સંખ્યાતા હજાર વર્ષનું પડે. (૧૦) અવગાહના દ્વાર - ૩૭૯-૩૮૨ જઘન્ય બે હાથની અવગાહનાવાળા ચાર સિદ્ધ થઈ શકે ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા બે સિદ્ધ થઈ શકે મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ સિદ્ધ થઈ શકે. આંતરૂં - જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળાનું આંતરૂં અસંખ્યાતા કાળનું, મધ્યમ અવગાહનાવાળાનું એક વર્ષ ઝાઝેરાનું આંતરૂં પડી શકે. ઋષભદેવ સ્વામી સાથે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થયા તે અચ્છેરૂં હતું. (૧૧) ઉત્કર્ષ દ્વાર - ૩૮૬-૩૮૭ પડિવાઈ સમકિતીમાં જે જીવ સમકિત પ્રાપ્ત કરી વમી દે પછી અનંતકાળ ફર્યા પછી સમકિતને પ્રાપ્ત કરે એવા જીવ એક સમયે એકસો આઠ સિદ્ધ થઈ શકે. જે જીવ સમકિત વમ્યા પછી સંખ્યાતા, અસંખ્યાતા કાળ પછી સમકિત પ્રાપ્ત કરે એવા જીવ દશ સિદ્ધ થઈ શકે. સમકિત વમ્યા વગરના જીવ ચાર સિદ્ધ થઈ શકે. આંતરૂં - સમકિત પામીને અનંતકાળ ફરવાવાળા જીવોનું આંતરૂં વરસ ઝાઝેરૂં. સમકિત પામીને સંખ્યાતા-અસંખ્યાતાકાળ ફરવાવાળા જીવોનું આંતરૂં સંખ્યાતા હજાર વર્ષનું પડે. અચ્યુત (અપડિવાઈ) સમકિત એટલે કે સમકિત પ્રાપ્ત થયા પછી વમે નહિ એવા જીવો વચ્ચે સાગરોપમના અસંખ્યાતમા ભાગનું આંતરૂં પડી શકે. (૧૨) અંતર દ્વાર - ૩૮૮ Page #374 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૬૫ સિદ્ધગતિમાં જઘન્ય ૧ સમયથી ઉત્કૃષ્ટ છ મહિના સુધીનું અંતર પડી શકે. (૧૩) અનુસમય દ્વાર - ૩૮૯-૩૯૪ (અંતરરહિત) અનુસમય એટલે જીવો લગાતાર આઠ સમય સુધી સિદ્ધ થઈ શકે પછી અવશ્ય (૧ સમયથી છ મહિના સુધીનું) અંતર પડે. આઠ સમય સુધી જીવો સિદ્ધ થાય એમાં (જઘન્ય એક) ઉત્કૃષ્ટ ૩૨ જીવો પ્રત્યેક સમયે સિદ્ધ થઈ શકે પછી અવશ્ય આંતરૂં પડે.. ૮ સમયમાં કુલ ૨૫૬ સિદ્ધ થાય. લગાતાર સાત સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે અડતાલીસથી વધારે સિદ્ધ ન થાય. લગાતાર છ સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે સાઠ(૬૦) થી વધારે સિદ્ધ ન થાય. લગાતાર પાંચ સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે બોત્તેરથી થી વધારે સિદ્ધ ન થાય. લગાતાર ચાર સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે ચોર્યાસીથી વધારે સિદ્ધ ન થાય. લગાતાર સિદ્ધ ન થાય. ત્રણ સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે છઠ્ઠુંથી વધારે લગાતાર બે સમય સુધી જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે એકસો બેથી વધારે સિદ્ધ ન થાય. એક જ સમયમાં એકસો આઠ સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. બે થી સાત સમયવાળામાં પણ એ જ રીતે પછી અવશ્ય અંતર પડે. (૧૪) ગુણણા દ્વાર - (ગણતરી) જધન્ય - ઉત્કૃષ્ટ સિદ્ધની ગણતરી (૩૯૫) એક સમયે જઘન્ય એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય. (૧૫) અલ્પબહુત્ત્વ દ્વાર - ૩૯૬-૩૯૭ એકસો આઠ જીવો એક સાથે સિદ્ધ થાય એવા જીવો સર્વથી થોડા હોય. તેના કરતા એકસો સાત જીવો મોક્ષે જાય તે વિશેષાધિક હોય એમ ક્રમશઃ એક જીવ સિદ્ધ થાય ત્યાં સુધીના વિશેષાધિક સમજવા. આમ કવિએ સિદ્ધગતિનું પ્રરૂપણ પણ રોચક શૈલીમાં કર્યું છે. આમ શ્રાવક કવિ ઋષભદાસે ‘જીવવિચાર રાસ’માં ભાવપક્ષ-તાત્ત્વિક પક્ષનું સુંદર આલેખન કર્યું છે. જીવના પ્રકારો અને ઋદ્ધિ વિશે સૂક્ષ્માતિસૂક્ષ્મ, વિસ્તૃત અને દળદાર માહિતી પૂરી પાડી છે જે એમની તત્ત્વજ્ઞાન પ્રત્યેની રુચિને પ્રગટ કરે છે. એમનો આગમ અભ્યાસ આ કૃતિમાં ઝળહળે છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત વિભાગ (૨) સાહિત્યિક પક્ષ શ્રાવક કવિ ઋષભદાસની કૃતિ “જીવવિચાર રાસ’નો ભાવ પક્ષ-તાત્વિક પક્ષ જેટલો સશક્ત છે, એટલો સાહિત્યિક-કલા-પક્ષ પણ સબળ છે. સાહિત્ય પક્ષ અંતર્ગત વિષયવસ્તુ, કાવ્યશક્તિ, ભાષાશૈલી, અલંકાર, ગેયતા, વર્ણનાત્મક શૈલી, ઉપદેશાત્મક શૈલી, સુભાષિતો, દષ્ટાંતો, શીર્ષકની યથાર્થતા વગેરેના સમાવેશ કરવામાં આવ્યો છે. કાવ્ય શક્તિ-અભીષ્ટ અર્થને સંક્ષેપમાં પ્રગટ કરવાની શક્તિ તે કાવ્યશક્તિ છે. એટલે કે વક્તવ્ય વિષયને સુંદર શક્તિથી પ્રતિપાદિત કરવાવાળો, માપી-તોલીને મૂકેલો, સાર્થક અન્વિત પદ સમૂહાત્મક વાક્ય કાવ્ય કહેવાય. એ કાવ્યને રજૂ કરવાની. શક્તિ તે કાવ્યશક્તિ. રસયુક્ત વાક્યને કાવ્ય કહેવાય છે. જે રીતે આત્માની મુક્તાવસ્થા જ જ્ઞાન દશા કહેવાય છે એ જ રીતે હૃદયની મુક્તાવસ્થા રસ દશા કહેવાય છે. હૃદયની આ મુક્તિની સાધના માટે મનુષ્યની વાણી જે શબ્દવિધાન કરે છે એને કાવ્ય કહે છે. કાવ્ય રસમય હોય છે. કાવ્યમાં રસ ભવ્ય શરીરમાં સુયશ સમાન છે શબ્દ એના પ્રાણ છે, અર્થ મન છે, છન્દ એના ચરણ છે અને અલંકારથી તે ઉત્કૃષ્ટ બની. જાય છે. જીવવિચાર રાસનું બંધારણ પ્રસ્તુત રાસ ૧૬ દૂહા ૧૧ ઢાલ અને ૧૫ ચોપાઈ વડે રચાયેલ છે. સળંગા ૫૦૨ ગાથા છે. પ્રથમ દૂહામાં સાત ગાથા રજૂ થઈ છે. આ સાત ગાથા મંગલાચરણરૂપે છે. ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ કૃતિની રચના કરતી વખતે આરંભકાળે કરાતી સ્તુતિ એટલે મંગલાચરણ. આમાં કવિ પોતાના પુરોગામીને અનુસર્યા છે. પૂર્વેના લગભગ મોટા ભાગના કવિઓ પ્રથમ મંગલાચરણ કરીને પછી જ વિષયનો પ્રારંભ કરતા હતા. આજે પણ એ પરંપરા ચાલુ છે. આ ગાથાઓમાં કવિએ પ્રથમ સરસ્વતી દેવીને વંદન કરીને પછી હરીયાળી દ્વારા જેનદર્શનના ૨૪ તીર્થકરમાંથી પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવની સ્તુતિ કરી છે. કોઈપણ રચનાકાર પોતાની કૃતિની રચના કરે છે ત્યારે પ્રાયઃ કરીને પાંચ બાબતનું સૂચન એની ગાથાઓ દ્વારા કરે છે તે આ પ્રમાણે છે - (૧) મંગલાચરણ, (૨) વિષય-અભિધેય, (૩) સંબંધ, (૪) પ્રયોજન અને (૫) અધિકારી. પ્રાચીન કાળમાં લગભગ બધા જ દર્શનવાળા આ કૃતિનું અનુસરણ કરતા Page #376 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૬૭ તેથી જ્ઞાન સંપાદન ક્ષેત્રે સુંદર વ્યવસ્થા જળવાઈ રહેતી. (૧) મંગલાચરણ - કોઈ પણ કૃતિની રચના વખતે મંગલાચરણ કરવાથી શાસ્ત્ર રચના સમયે ઉત્પન્ન થતા વિપ્નો નાશ પામે છે. આદિ, મધ્ય અને અંત એમ ત્રણ જગ્યાએ મંગલાચરણ કરવામાં આવે છે. આદિ (શરૂઆત) મંગલ શાસ્ત્રાર્થનો નિર્વિઘ્ન પાર પામવા માટે કરાય છે. મધ્ય મંગલ શાસ્ત્રાર્થની સ્થિરતા માટે કરાય છે અને અંતિમ મંગલ શિષ્ય-પ્રશિષ્યાદિની પરંપરામાં શાસ્ત્રાર્થનો વિચ્છેદ ન થાય તે માટે કરાય છે. અર્થાત્ એમની રચના દીર્ઘકાળ સુધી જીવંત રહે તે માટે કરાય છે. આદિ મંગલરૂપે શ્રાવક કવિ ઋષભદાસે પ્રારંભમાં સાત ગાથામાં સરસ્વતી દેવી અને પ્રથમ તીર્થંકર ઋષભદેવને નમસ્કાર કર્યા છે. મધ્ય મંગલ - ૧૩૩ મી ગાથામાં ‘વીર તણઈ શરિ નામ્યતો’ પ્રભુ વીરના શીરને નમન કરીને કહેવાની વાત છે એ મધ્ય મંગલ છે. અંતિમ મંગલ - છેલ્લે ૫૦૦મી ગાથામાં કવિએ અંતિમ મંગલ કર્યું છે. ૫૦૦ સકલ મૂનીસર નિ શરિ નામી, પ્રણમી કવિતા પાયજી, અરિહંત દેવ તણાઈ આરાધી, સમરી બ્રહ્મસુતાયજી. આ ગાથામાં સકળ મુનિઓને વંદન કરી, અરિહંત દેવની આરાધના કરીને સરસ્વતીનું સ્મરણ કરી કવિતાની રચના કરી છે એમ કહીને કવિએ અંતિમ મંગલ પણ કર્યું છે. આમ ત્રણે મંગલ આ કૃતિમાં થયા છે. જે કવિની તીર્થંકર દેવ, સરસ્વતી દેવી અને મુનિશ્વારો પ્રત્યેની ભક્તિને પ્રગટ કરે છે. વળી તીર્થકરોની સ્તુતિને કારણે આ કૃતિ જેન ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે એ પણ જાણી શકાય છે. (૨) વિષય-અભિધેય - જેન ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ પછી આ ગ્રંથમાં કયા વિષયનું નિરૂપણ કરશે કવિ તેનું સૂચન કરે છે અને તેથી ભાવક તેના અધ્યયન-અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ તેનો નિર્ણય કરી શકે છે. અહીં પણ કવિ ઋષભદાસે મંગલાચરણ પછી પોતે કઈ કૃતિની રચના કરવા માગે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ગાથા ૭ આદિનાથ ચરણે નમી, કહિસ્ય જીવ વીચાર... આ ગાથા દ્વારા પોતે ‘જીવવિચારની રચના કરવાના છે એ સિદ્ધ થાય છે. સંબંધ સંબંધનો નિર્દેશ કરવાથી આ ગ્રંથ કે કૃતિને કેટલી પ્રમાણભૂત ગણવી તેનો ખ્યાલ ભાવકને આવી શકે. જો એવું સ્પષ્ટીકરણ ન હોય તો સંભવ છે કે પાઠકો તેને સ્વતંત્ર મતિનિરૂપણ માની લે અને તેથી તેના અધ્યયન અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ એવા વિચારમાં પડી જાય છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અહીં શ્રાવક કવિ ઋષભદાસે આઠમી ગાથામાં જીવવિચારનો સંબંધ કોની સાથે છે એ સ્પષ્ટ કર્યું છે. કહઈસ્યુ વ્યવરી જીવવીચાર, શાંતિસૂરિ જેહનો કરન્હાર, આગમ અર્થ બીજા મનિ ધરં, શાહાસ્ત્રતણી હું રચના કરૂં. અહીં કવિ પ્રગટ કરે છે કે આ રચના હું મારી મતિથી નહિ પણ આચાર્ય શાંતિસૂરિના જીવવિચાર અને આગમ શાસ્ત્રોના આધારે કરું છું એટલે જેમને આચાર્ય શાંતિસૂરિ કે શાસ્ત્રો પર શ્રદ્ધા છે એવા શ્રદ્ધાળુ આત્માઓને ગ્રાહ્ય બને છે. પ્રયોજન - ગ્રંથરચનાનું પ્રયોજન જણાવવાથી ભાવક (વાચક)ને ગ્રંથરચનાના હેતુ પરત્વે કોઈ શંકા કરવાનું કારણ રહેતું નથી. કવિએ નીચેની ગાથા દ્વારા પ્રયોજના બતાવ્યું છે. ૪૮૫ ભણઈતાં સુણતાં સંપદિ, ઓછવ આંગણય આજજી, જીવ વીચાર સુણીજીઉં રાખઈ, દેહનિ સીવપૂર રાજજી વીર.. આ રાસનું અધ્યયન કરવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે એ ફળશ્રુતિ દ્વારા કવિએ પ્રયોજન બતાવ્યું છે. (૫) અધિકારી – અધિકારીનું સૂચન કરવાથી જેઓ તેના અધિકારી છે તે જ તેના પઠનમાં પ્રવૃત્ત થાય છે. અહીં શ્રાવક કવિ ઋષભદાસે ૫૦૨ ની અંતિમ ગાથામાં એના અધિકારી કોણ છે એનું સૂચન કરી દીધું છે. ૫૦૨ ઋષભદાસ કહઈ જે નર સૂણસિ, તે ઘરિ રીધ્ય ભરાસિજી, સુખસાતા સૂધ ગુરૂની સેવા દિન દિન ઉછવ થાઈજી. વીર... ‘જે નર સૂણસિં' એટલે સમસ્ત મનુષ્ય જાતિ આ રાસ સાંભળવાના અધિકારી છે. આ રાસ સાંભળવાથી ઘરે રિદ્ધિ-સિદ્ધિ ભરાશે અર્થાત્ ખૂબ સુખ-સંપત્તિવાન બનશે. લોકો આ રાસનો ભાવ સમજીને જીવદયા. પાળશે તો ખૂબ સુખી થશે. લોકો સુખી થાય એ પ્રયોજન છે માટે અધિકારી પણ લોકો જ છે. મધ્યકાલીન રાસાઓના કવિઓ રાસાને અંતે ગુરૂ પરંપરા, રચના સ્થળ, ચનાકાળ, રચના સમય અને ફળશ્રુતિનું આલેખન કરે છે. કવિ ઋષભદાસ પણ એ જ પરંપરાને અનુસર્યા છે, જે નીચેની ગાથાઓથી સ્પષ્ટ થાય છે. ૪૯૦ શ્રી વીજયાનંદસુરી સ્વર સમર્યો, તપગચ્છ ઠાકુરવારૂજી, Page #378 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૬૯ હીર પટોધર હાથિં દીક્ષા, ભવિક લોકનો તારૂજી. વીર...... ૪૯૧ જનમતણો જે કઈ બ્રહ્મચારી, પરણ્યા સંયમ નારીજી, ક્રોધ માન માયા નહી મનમાં, આગમ અર્થ વીચારીજી, વીર.. ૪૯૨ તુઝ ૨ ચરણે શરિ નામઈવીતા તત્ત્વભેદ લહઈસાજી, ગુરૂ આધારિ જ્ઞાન લહીનઈ કીધો જીવ વિચારજી.....વીર..... ૪૯૩ સવંત સોલ છત્યરા વરશે, આસો પૂર્તિમ સારજી, ખંભ નયર માંહિ નીપાઓ, રચીઓ જીવવીચારજી. વીર. આમ કવિએ આ ચાર ગાથામાં પોતાના ગુરૂની મહત્તા, પરંપરા, રચના વર્ષ, રચના સમય, રચના સ્થાન વગેરેનું નિરૂપણ કર્યું છે. વિષય વસ્તુ શ્રાવક કવિ ઋષભદાસ રચિત “જીવવિચાર રાસ’નું વિષયવસ્તુ વિચારતાં જણાય છે કે આ રાસનો વિષય પરંપરાગત એટલે કે સામાન્ય રીતે મધ્યકાલીન સાહિત્યના રાસાઓમાં પ્રાપ્ત થાય છે તેવો પસંદ કર્યો નથી. કારણ કે કવિએ આ રાસનો વિષય કોઈપણ કથાને આધારે લીધો નથી પરંતુ પોતે જેન તત્ત્વજ્ઞાન વિષયક જે વિચારણા કરી છે તેમાંથી “જીવવિચાર’ વિષયને પસંદ કરી તેના આધારે રચના કરી છે. જીવવિચાર રાસ’ના વિષયવસ્તુ પર નજર કરતાં એમાં મુખ્ય તત્ત્વ ‘જીવ’ નજરે ચડે છે. જીવની ઋદ્ધિ વગેરે પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. એના મૂળ ભાવ માટે કવિએ “શ્રી પન્નવણા સૂત્ર’, ‘શ્રી જીવાભિગમ સૂત્ર', એમના પુરોગામી આચાર્ય રચિત “જીવવિચાર પ્રકરણ” ઉપદેશમાલા અવસૂરિ, સંસક્ત નિયુકિત,સિદ્ધ પંચાશિકા વગેરે ગ્રંથોનો આધાર લીધો છે. તેની પ્રતીતિ નીચેની ગાથાઓ દ્વારા થાય છે. ૧૭૫ જૂઓ શાહાસ્ત્ર પૂર્નિવણા માંહિ સમુમિ ઉપજઈ ત્યાંહિ.... ૧૭૬ ઉપદેશ માલા અવચૂર, તીણ સોલ ઠામ સંપૂર, સંસક્ત નીરયુગતિ માહિં, સોલ ઠામ કહ્યાં વલી ત્યાંહિ આ રાસમાં પ્રથમ જીવના મુખ્ય બે ભેદ સિદ્ધ અને સંસારીનો ઉલ્લેખ કરીને સૌ પ્રથમ સંસારી જીવોના બે ભેદ ત્રસ અને સ્થાવરની અંતર્ગત પ્રથમ સ્થાવર જીવોની અને પછી ત્રસ જીવોની રૂપરેખા આપી છે. ત્યારબાદ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદમાં પ્રાપ્ત થતી ઋદ્ધિનું વિસ્તૃત વર્ણન કર્યું છે. એમાં પણ કવિએ સંજ્ઞા, વેશ્યા જેવા વિષયો દૃષ્ટાંત સાથે વર્ણવ્યા છે. એમને જ્યાં જરૂર લાગી ત્યાં વર્ણનોમાં વિસ્તાર કર્યો છે તો ક્યાંક લાઘવયુક્ત શૈલીનો પ્રયોગ પણ કર્યો છે. વર્ણનોને પ્રતીતિજનક બનાવવા કવિએ દૃષ્ટાંતનો પણ ઉપયોગ કર્યો છે. સંસારી જીવોના વર્ણન પછી સિદ્ધ જીવોના પ્રકાર તેમ જ તેના પંદર દ્વારનું રસાત્મક આલેખન કર્યું છે. ત્યારબાદ પાંચે ગતિ, ઈંદ્રય, કાય, યોગ અને વેદ આશ્રી Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અલ્પબદુત્વનું ગુંથન કર્યું છે. જીવોના ભિન્ન ભિન્ન પ્રકારોની પ્રરૂપણા કરી છે. પુનઃ જીવોનો દિશા સંબંધી અલ્પબદ્ધત્ત્વને કાવ્યરૂપે ગૂંથીને એક ગહન વિષયને સહજતાથી પ્રસ્તુત કર્યો છે. પ્રભુના ઉપદેશોને સુંદર રીતે રજૂ કરીને જીવદયાનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે. આમ ‘વ’ જેવા ભારેખમ વિષયને હળવે હલેસે વહેતો રાખીને “જીવવિચાર રાસ’ની ફળશ્રુતિ બતાવી છે. આમ મૃતભંડારમાંના કેટલાક અમૂલ્ય રત્નોનું દર્શન કવિએ અહીં સફળતાપૂર્વક કર્યું છે. કવિએ જેન શાસ્ત્રની તાત્વિક વાતોને ક્યાંક સરળ તો ક્યાંક ગહન રીતે ગૂંથી લઈને કાવ્ય અને તત્ત્વજ્ઞાનનો સુંદર સુમેળ કર્યો છે, જેથી આ કૃતિ વિદ્વદ્ભોગ્ય બની છે. તો સાથે સાથે જન સામાન્યને પણ સ્પર્શી જાય તેવી બની છે. વર્ણનાત્મક રૌલી. શ્રાવક કવિ ઋષભદાસ રચિત “જીવવિચાર રાસ’નું વિષયવસ્તુ ગહન છે. તેની અભિવ્યક્તિ પ્રતીતિજનક કરવા માટે કવિએ વર્ણનશૈલીનો ઉપયોગ કર્યો છે. કવિને જ્યાં જરૂર લાગી ત્યાં વિસ્તારપૂર્વક વર્ણનો કર્યા છે જ્યાં જરૂર ન લાગી ત્યાં લાઘવયુક્ત શૈલીમાં વર્ણન કર્યા છે. આ વર્ણનોને પ્રતીતિજનક બનાવવા કવિએ દષ્ટાંતોનો ઉપયોગ પણ કર્યો છે. શરૂઆતમાં પ્રથમ તીર્થંકરનું વર્ણન ત્યાર બાદ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય ત્રસકાયનું વર્ણન સંક્ષિપ્ત શૈલીમાં કર્યું છે. નારકીનું વર્ણન ૨૧૨ થી ૨૮૯ એમ ૭૮ ગાથામાં અપ્રતિમ વિસ્તૃત વર્ણન કર્યું છે. ૭૯ થી ૮૮ એ દશ ગાથામાં એકેન્દ્રિયમાં સંજ્ઞાનું વર્ણન ખૂબ જ અસરકારક રીતે છે. વનસ્પતિ જીવોને આ સંજ્ઞા કેવી રીતે હોય છે એ સચોટ રીતે સદષ્ટાંત વર્ણવ્યું છે. તો મનુષ્યના અધિકારમાં લશ્યાનું દૃષ્ટાંત સહિત ૧૫૩ થી. ૧૬૦ ગાથામાં નિરૂપણ કરીને છે દર્શનમાં આ પ્રકારના જીવો હોય તે દર્શાવ્યું છે. કાયસ્થિતિ જેવા ગહન વિષયને પણ વર્ણન દ્વારા સરળ બનાવી દીધો છે. તો નીગોદનું વર્ણન રોમાંચક છે. આઠે ખાણનું વર્ણન એમની કુશળતાને નિર્દેશે છે. વનસ્પતિના અઢાર ભારનું વર્ણન દાદ માંગી લે એવું છે. અલ્પબહુર્વ અંતર્ગત ગૌતમદ્વીપનું ને અધોલોકનું વર્ણન વિષય અનુરૂપ જ છે. અંતમાં ગુરૂ, પિતામહ અને પોતાનું વર્ણન છે. એમાંના કેટલાક વર્ણનો રજૂ કરૂં છું. પ્રારંભમાં કવિએ પ્રથમ તીર્થંકરનું વર્ણન આલેખ્યું છે. જેની પ્રતીતિ નીચેની પંક્તિઓ વાંચતા થાય છે. તીર્થંકરનું વર્ણન - ૪ સમરિ સુખ બહુ ઉપજઈ પ્રણમઈ પરીમાણંદ, કનકવર્ણ જસ દેહડી, પંજું ઋષભ નિણંદ. પ્રથમ જિનેશ્વર એ સહી, મહિઅલી પહિલો રાટ, પ્રગટ કરી જેણઈ વલી, મુગત્યનયરની વાટ. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ જીવવિચાર રાસ એક અધ્યયન પઢમ મુનીશ્વર એહવો પ્રથમઈ કેવલજાન, ઋષભ કહિ રંગિ ધરૂં ઋષભદેવનું ધ્યાન. જેણઈ ધ્યાનિં મતિ નીમલી સફલ હુઈ અવતાર, આદિનાથ ચરણે નમી, કહિસ્ય જીવ વીચાર. આ ચાર ગાથાની અંદર આ અવસર્પિણી કાળના છ આરામાંથી ત્રીજા આરાના છેડે થયેલા ઋષભદેવ નામના પ્રથમ તીર્થંકરનું દેહ, ઋદ્ધિ, મહત્તા અને ભાવનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી દરેક કાળમાં ૨૪ તીર્થંકર થાય. ચોવીશમાં તીર્થંકર થયા પછી અમુક કાળ પછી મોક્ષનગરીના દ્વાર બંધ થાય એટલે કે એ ક્ષેત્રમાંથી મોક્ષે જવાનું બંધ થાય. પછી નવી ચોવીશી થાય ત્યારે તેમાં જે પ્રથમ તીર્થંકર થાય તે મોક્ષમાર્ગનું પ્રવર્તન કરે પછી ત્યાંથી મોક્ષે જવાનું ચાલુ થાય. એ રીતે આ અવસર્પિણીકાળમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ થયા. જેમનું બીજું નામ શ્રી આદિનાથ હતું. ધર્મની આદિ (શરૂઆત) કરી તેથી આદિનાથ કહેવાયા. તીર્થંકર સર્વશ્રેષ્ઠ પુણ્યનો ભોગવટો કરે છે. એમનાથી શ્રેષ્ઠ કોઈનું પણ પુણ્ય હોતું નથી. એમનું સ્મરણ કરવાથી આપણા પણ અનંત કર્મોની નિર્જરા થાય છે એટલે ખૂબ સુખની પ્રાપ્તિ થાય છે. એવા તીર્થંકરને પ્રણામ કરવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. એમનો દેહ સોના જેવો સુંદર છે, એમની પૂજા કરું છું એમ કવિ કહે છે. એમની ઋદ્ધિનું વર્ણન કરતાં કવિ આગળ કહે છે કે, આ અવસર્પિણીકાળના એ માત્ર પ્રથમ જિનેશ્વર જ નહિ પરંતુ પ્રથમ રાજાધિરાજ પણ હતા. આ પૃથ્વીના પ્રથમ રાજા હતા. એમણે મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી અર્થાત્ મોક્ષનો રસ્તો, મુક્તિનગરનો માર્ગ બતાવ્યો હતો. આ અવનિના પ્રથમ મુનીશ્વર પણ હતા અને પ્રથમ કેવલજ્ઞાન પ્રાપ્ત પણ એમને જ થયું હતું. એવા ઋષભદેવનું આનંદપૂર્વક ધ્યાન ધરતાં મતિ નિર્મળ થાય છે અને આપણો અવતાર સફળ બની જાય છે. આમ કરીને એમની મહત્તા પ્રગટ કરી છે. પાંચ સ્થાવર અને ત્રસકાયના પ્રકારોનું વર્ણન સંક્ષિપ્ત શૈલીમાં કર્યું છે. આપણો જીવ કેવા કેવા પ્રકારોમાં ઉત્પન્ન થયો તેનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. જેમ કે પૃથ્વીકાયનું વર્ણન ગાથા ક્રમ ૧૧, ૧રમાં છે. અપકાયનું વર્ણન - ૧૪મી ૧૫મી ગાથામાં નિરૂપ્યું છે. તેઉકાયનું વર્ણન એક જ ગાથા ૧૮માં છે. વાઉકાયનું વર્ણન ગાથા ૨૦, ૨૧માં તથા વાયરાના જીવો કેવી રીતે હણાય છે એનું પણ સુંદર વર્ણન ગાથા રર થી ૨૪ માં થયું છે. વનસ્પતિકાયનું વર્ણન ર૬ થી ૨૮ અને ૩૧ થી ૩૩ મી ગાથામાં પ્રરૂપ્યું છે. બેઈન્દ્રિયનું વર્ણન ૩૮ અને ૨૯મી ગાથામાં છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત તેઈન્દ્રિયનું વર્ણન ૪૦ અને ૪૧મી ગાથામાં છે. ચૌરેન્દ્રિયનું વર્ણન ૪૪ અને ૪૫મી ગાથામાં છે. પંચેન્દ્રિયનું વર્ણન ૪૭મી ગાથામાં છે. આમ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવોના પ્રકારનું સંક્ષિપ્ત-લાઘવયુક્ત શૈલીમાં વર્ણન થયું છે. નારકીનું વર્ણન નારકીના વર્ણનમાં કવિની વર્ણનકલાની ચરમોત્કૃષ્ટતાની અનુભૂતિ થાય છે. નરકની ભૂમિઓનું વર્ણન તેમણે પોતાની કાવ્ય રૂપે કરી વર્ણન નિપુણતાને પ્રગટ કરી છે. એક સરખા વર્ણનથી નીરસતા ન લાગે એટલે કવિએ સાથે સાથે આયુષ્ય અને અવગાહનાનું સંયોજન કરીને વર્ણનને રોચક બનાવ્યું છે. એકવિધતા ન લાગે માટે અનેકવિધતાનો પ્રયોગ કર્યો છે. ભૌગોલિક, પૌદ્ગલિક અને આત્મિક વર્ણનનો ત્રિવેણી સંગમ છે જેની પ્રતીતિ નીચેની ગાથાઓથી થાય છે. ૨૫૩ સાતે નર્ગે પાથડા રહઈસ, ઉંચા જોઅણ ત્રણિ જો સહઈસ, લાંબા પોહોલાની સંખ્યાય, અશંખ્ય જોઅણ કેતા કહઈવાઈ. ૨૨૧ રગત મંશ સરખી ત્યાંહા મહી, અંધઃકાર ચઉંહું પાસાં સહી, ભીતિં ખડગ સરીખી ધાર, કહિતાં દૂખ ન આવઈ પાર. ૨૧૮ પછઈ દેવ કાપી ઘા ઘણઈ, બાહિરિ કાઢઈ નારક તણઈ, પારાની પિઠિ દેહ મલઈ, ત્રણિ વેદના ત્યાંહા નવી ટલઈ. જૈનદર્શનમાં આ વિશ્વને ‘લોક’ તરીકે ઓળખવામાં આવે છે. એ લોક ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. વિશ્વના આકાર સંબંધી ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે કે, ગૌતમ ઃ હે ભગવાન ! આ લોકનો (શું) કેવો આકાર છે.? ભગવાન ઃ ગૌતમ ! આ લોક સુપ્રતિષ્ઠત આકારવાળો છે. અર્થાત્ નીચેથી વિસ્તીર્ણ મધ્યમાં વરવજ્રનો આકાર અને ઉપરથી મૃદંગના આકારથી સંસ્થિત છે. સુપ્રતિષ્ઠિત આકારનો અર્થ છે, ‘ત્રિશરાવસમ્પુટાકાર’. એક સરાવલું (કોડિયું) ઊલ્ટું મૂક્યું હોય એના પર બીજું સીધું મૂક્યું હોય અને એના પર ત્રીજું ઊંધું મૂક્યું હોય એવો આકાર. એની નીચેની પહોળાઈ ૭ રાજુ કે રજ્જુ કે રાજની છે. લંબાઈ ૧૪ કે રાજુની છે જેથી ૧૪ રાજલોકના નામે પણ ઓળખાય છે. ૧૪ રાજલોક ત્રણ ભાગમાં વહેચાંયેલો છે ત્રણે લોક મધ્યલોક, ઊર્ધ્વલોક અને અધોલોક આમાં તિર્ધ્વલોક સૌથી નાનો છે. લોકની મધ્યમાં આવેલો છે માટે મધ્યલોક કહેવાય છે. તેનાથી ઊર્ધ્વલોક મોટો છે અને તેનાથી પણ અધોલોક મોટો છે. (વિસંતિ ઝં મંતે જો પાતે, નોયમાં સુપયન સંતિ તો પાતે – હેટ્ટા વિચ્છિો, મન્ને સંરિવતે, વ્યિં વિસારે... ભગવતી ૭/૩) Page #382 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૭૩ સમતલની નીચે નવસો યોજન તેમ જ તેની ઉપરના નવસો યોજનનો અર્થાત્ અઢારસો યોજનનો મધ્યલોક છે જેનો આકાર ઝાલરની પેઠે બરાબર આયામ-વિખંભલંબાઈ અને પહોળાઈવાળો છે. મધ્યમ લોકની ઉપરનો સંપૂર્ણ ઊર્ધ્વલોક છે જેનો આકાર પખાજ જેવો છે. મધ્યલોકની નીચેનો ભાગ અધોલોક કહેવાય છે જેનો આકાર ઊંધા શરાવ-શકોરા જેવો છે, અર્થાત્ નીચે નીચે વિસ્તીર્ણ છે. (જીવાભિગમ પ્રતિપત્તિ ૩, નરકના ૩ ઉદ્દેશ). નારકોના નિવાસસ્થાનની ભૂમિઓ નરકભૂમિ કહેવાય છે જે અધોલોકમાં છે. એવી ભૂમિઓ સાત છે. એ સાતે ભૂમિઓ સમશ્રેણિમાં ન હોતા એકબીજાથી નીચે છે એમનો આયામ-લંબાઈ અને વિખંભ-પહોળાઈપરસ્પર સમાન નથી. પરંતુ નીચેનીચેની ભૂમિની લંબાઈ પહોળાઈ અધિક અધિક છે. અર્થાત્ પહેલી ભૂમિથી બીજીની લંબાઈ પહોળાઈ અધિક છે. બીજીથી ત્રીજીની એમ સાતમી સુધી અધિક અધિક છે. એ સાતે ભૂમિઓ એકબીજાથી નીચે છે. પરંતુ એકબીજાને અડીને રહેલી નથી. અર્થાત્ એકબીજાની વચમાં બહુ જ મોટું અંતર છે. આ અંતરમાં ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશ એ ચાર ગોળાર્ધ ક્રમથી નીચે નીચે છે. અર્થાત પહેલી. નરકભૂમિની નીચે ઘનોદધિ છે. ઘનોદધિની નીચે ઘનવાત છે, ઘનવાતની નીચે તનવાતા અને તનવાતની નીચે આકાશ છે. આકાશ પછી બીજી નરક ભૂમિ છે. બીજી નરકની નીચે પાછા ક્રમશઃ ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશ છે. એ રીતે સાતમી ભૂમિ સુધી બધી ભૂમિઓની નીચે આ ક્રમ છે. સાતમી નરકના ચાર ગોળાર્ધ પછી અનંતો અલોક છે. જીવવિચાર રાસમાં વ્યક્ત થયેલું નારકીનું સ્વરૂપ. ૨૧૧ ત્રિજંચ ભેદ વ્યવરી કહ્યો, કહું હવઈ નારક વાત. ઉતપતિ સાતઇ લોકમાં, સુણ તેહનો અવદાત. આ દૂહામાં હવે પોતે શું કહેવાના છે તેની પરિકલ્પના રજૂ કરી છે. ત્રિર્યચનું વર્ણન પૂરું થયું હવે નારકીનો અધિકાર કહ્યું છે. સાતે ભૂમિમાં આપણે ઉત્પન્ન થઈ શકીએ છીએ તેનો વિચાર સાંભળવાનું કહે છે. પ્રથમ નરકનું વર્ણન - ગાથા ક્રમ ર૧ર થી રર૭ એમ કુલ ૧૬ ગાથાનું વર્ણન - જંબુદ્વીપના બરાબર મધ્ય ભાગમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. તે મહાવિદેહ ક્ષેત્રની બરાબર મધ્યમાં મેરૂ પર્વત આવેલો છે તે મેરૂ પર્વત સમભૂતલા નામની પૃથ્વીની સપાટી પર હોય છે ત્યાંથી નીચેનો સાત રાજુ જેટલો વિસ્તાર છે. એમાં સાત પ્રકારની પૃથ્વી આવેલી છે જે સાત નરકના નામે ઓળખાય છે. એના નામ સહિતનું વર્ણન હવે હું કરું છું અર્થાત્ કવિ અહીંથી નરકનું વર્ણન કરે છે. એમાં પ્રથમ રત્નપ્રભા નામની પૃથ્વી એટલે કે નરક છે. રત્નપ્રભા એટલે કે પૃથ્વી રત્નમયી છે કે રત્નના બાહુલ્યવાળી છે (પ્રમશો ત્રિરૂપવાવી વાહૂએવાવી Page #383 -------------------------------------------------------------------------- ________________ 3७४ શ્રાવક કવિ ઋષભદાસ કૃત વા) તેને રત્નપ્રભા જાણવી. રત્નપ્રભા પૃથ્વી ત્રણ કાંડ કે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. - તેમાં પ્રથમ ખરકાંડ એટલે કઠિન ભૂમિનો ભાગ છે અને તેમાં ૧૬ જાતિના રત્નો ઉત્પન્ન થાય છે. (જનતત્ત્વ પ્રકાશ પૂ.પપ જીવાભિગમ સૂત્ર ભા. ૨ પૃ.૨૬ સૂત્ર૪ ‘રયUTધ્વથાણ ,ઢવી... વંગાલ રિ!' બધા કાંડ, રત્નપ્રભાથી તમસ્તમઃ પૃથ્વી તથા ધનવાત આદિ વલયો ઝાલર જેવા આકારવાળા હોય. એજન ૫.૫૩) તે રત્નો કાળા કોયલા જેવા છે. એનો પ્રથમનો રત્નકાંડ એક હજાર જોજનનો છે. કુલ ૧૬ કાંડ છે. તે સર્વ મળી ૧૬૦૦૦ જોજનનો ખરકાંડ છે. ૮૦૦૦૦ જોજનનો અપબહુલકાંડ છે, ૮૪૦૦૦ જોજનનો પદ્મબહુલકાંડ છે. એમ બધા મળીને કુલ ૧,૮૦૦૦૦ જોજનનો પૃથ્વીપિંડ છે. ૧૬ કાંડ-રત્નકાંડ, વજકાંડ, વેડુર્યકાંડ, લોહિતાક્ષકાંડ, મસારગલ્લકાંડ, સૌગંધિક કાંડ, જયોતિરસકાંડ, અંજનકાંડ, અંજનપુલાકકાંડ, રજતકાંડ, જાતરૂપકાંડ, અંકકાંડ, સ્ફટિકકાંડ, રિઝકાંડ, હંસગર્ભ કાંડ પુલક્કાંડ છે. એ અપેક્ષાએ તેને રત્નપ્રભા કહેવામાં આવે છે. પહેલી રત્નપ્રભા પૃથ્વી રત્નપ્રધાન હોવાથી ૧ રાજ લાંબી, ૧ રાજ પહોળી તથા ૧,૮૦,૦૦૦ યોજન જાડી છે. એમાંથી ૧ હજાર યોજન નીચે અને ૧ હજાર જોજન ઉપર છોડીને મધ્યમાં ૧,૭૮૦૦૦ જોજનની પોલાર છે, જેમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. પ્રત્યેક પાથડો ૩૦૦૦ યોજનાનો છે અને આંતરો ૧૧૫૮૩ ૧/૩ યોજનનો છે. ઉપરના બે આંતરા છોડીને નીચેના દસ આંતરામાં (પહેલા બે આંતરા ખાલી છે) અસુરકુમાર આદિ ૧૦ જાતિના ભવનપતિ દેવો રહે છે. પ્રત્યેક પાથડાની મધ્યમાં એક હજાર યોજનની પોલાર છે, જેમાં ૩૦,૦૦,૦૦૦ નારકાવાસા છે. જેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાતા નારકીના જીવો છે. તેમનું ઉત્કૃષ્ટ દેહમાન (અવગાહના) ૭|| ધનુષ અને ૬ આંગુલ છે. જઘન્ય દેહમાના ઉપજવા આશ્રી આંગુલના અસંખ્યાતમાં ભાગનું હોય પર્યાપ્તો થાય પછી અવગાહના વધતા વધતા કોઈ ત્રણ હાથ સુધી વધે તે જઘન્ય કહેવાય ઉત્કૃષ્ટ સવા એકત્રીસ હાથ જેટલો (એટલે કે ૭ || ધનુષ્ય થાય. એનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું ઉત્કૃષ્ટ એક સાગરોપમનું હોય. નારકીમાં ઉપજવા માટેના જે સ્થાન છે તે કુંભીઓના નામથી ઓળખાય છે. કુંભીઓ ચાર પ્રકારની છે (૧) ઊંટના ગળા જેવી વાંકી, (૨) ઘી તેલ વગેરેના કરવાળા જેવી-ઉપરથી પહોળી અને નીચેથી સાંકડી, (૩) ડબ્બા જેવી ઉપરથી નીચે સુધી એક જ સરખી, (૪) અફીણના ડોડવા જેવી પેટ પહોળું અને મોટું સાંકડું અને અંદર ચારે બાજુ તીક્ષ્ણ ધારવાળી. અહીં કવિએ ચોથા પ્રકારની કુંભીનું વર્ણન કરતાં કહ્યું છે કે “ઉપજવાના કુંડયમ ઘડા, માંહિ પોહોલા મોઢઈ સાંકડા” આ કુંડામાં નારકીનો જીવ ઉપજે અંતર્મુહૂર્ત પછી પર્યાપ્તો થઈને એની અવગાહના વધે એટલે દેહ વધવા માંડે એટલે એમાંથી Page #384 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૭૫ બહાર નીકળવાનો પ્રયત્ન કરે. પણ બહાર નીકળી શકે નહિ. અંદર છશ જેવી ધારવાળી. સપાટીને કારણે દેહ કપાઈ જાય અર્થાત્ શરીરના ટુકડા થઈ જાય. પરવશ થઈને ખૂબ દુઃખ પામે છે. ત્યારે ત્યાં રહેલા પરમાધામી દેવ તે નારકીને ઘા મારીને કાપીને બહાર કાઢે છે. બહાર નીકળ્યા પછી મરતા નથી પણ તેમનું શરીર પારાની જેમ પાછું એક થઈ જાય છે. જૈનતત્ત્વ પ્રકાશ પૃષ્ઠ પપમાં નારકીના વર્ણનમાં લખ્યું છે કે બધા નરકાવાસ અંદરથી ગોળાકાર અને બહારથી ચોખંડાકાર, પથ્થરની ફર્સવાળા, મહા દુર્ગધવાળા અને હજારો વીંછીઓના ડંખથી પણ અધિક દુઃખદ સ્પર્શવાળા છે. નરકાવાસથી ભીંતમાં ઉપર બિલના આકારના યોનિ સ્થાનો = નારકી જીવોને ઉત્પન્ન થવાની જગ્યા છે. (સૂયગડાંગ સૂત્રના ૫મા અધ્ય.માં કહ્યું છે કે કહોસિરોટ્ટા ૩વર્ડ ટુai | નરકમાં ઉત્પન્ન થતાં જીવ નીચે માથા કરીને પડે છે એવું જ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના આશ્રદ્વારમાં પણ કહ્યું છે જેથી જણાય છે કે નારકીના જીવોનું ઉત્પત્તિ સ્થાન નરકવાસના ઉપરના બિલોમાં હોવું જોઈએ.) ત્યાં પાપી પ્રાણીઓ. ઉત્પન્ન થઈને છ પર્યાસિનો બંધ કરીને બિલની નીચે રહેલી કુંભીઓમાં નીચે માથું અને ઉપર પગ કરીને પડે છે. તે કુંભીઓ ચાર પ્રકારની પૂર્વે કહી તે પ્રમાણે છે. તેમાંથી કોઈ પણ એક કુંભીમાં પડ્યા પછી નારકી જીવોનું શરીર ફલાય છે જેથી કુંભીમાં ફસાઈને. તીક્ષ્ણ ધાર વાગવાથી અતિ દુઃખી થઈ પોકાર કરે છે. ત્યારે પરમાધામી દેવો તેને ચીપિયાથી ખેંચી કાઢે છે ત્યારે તેના શરીરના કટકા કટકા થઈ જાય છે. ત્યારે તેમને ઘણું દુઃખ થાય છે પણ મરતા નથી કેમ કે કરેલાં કર્મને ભોગવ્યા વિના છુટકારો મળતો નથી. જેમ વિખરાયેલ પારો મળી જાય છે તેમ તે નારકીના શરીરના ટુકડા મળીને ફરી જેમ હતું તેમ બની જાય છે. નારકીની અંદર ત્રણ પ્રકારની વેદના છે એનું કવિએ અહીં વર્ણન કર્યું છે. (૧) ૧૫ પરમાધામી દેવ કૃત વેદના એનું વર્ણન દેવોના ભેદની અંતર્ગત આવી ગયું. (“પરમાધામીકૃત વેદનાનું વર્ણન સૂયગડાંગ સૂત્રના પમા નરક વિભકિત અધ્યાયનમાં છે.) (૨) ક્ષેત્ર વેદના અને (૩) પરસ્પર-અંદરોઅંદર એક બીજાને વાઢ કાપ કરીને દુઃખ પહોંચાડે છે. જેને અન્યોન્ય કૃત વેદના કહેવાય છે. નારકીઓ વિવિધ શસ્ત્રો. (ગદા, મુશલ, તીર આદિ) ની વિકુવણા કરી પરસ્પર મારે, વિવિધ જંતુઓનો આકાર કરી એક બીજાના શરીરમાં ઘુસીને હેરાન કરે. કવિએ તેનું વર્ણન ૨૨૦-૨૨૧મી ગાથામાં કર્યું છે. જેન તત્ત્વપ્રકાશમાં બતાવ્યું છે કે – જે માંસાહારી પ્રાણી નરકમાં ઉત્પન્ન થાય છે તેમના શરીરનું માંસ ચીપિયાથી કાપી કાપી તેલમાં તળીને, રેતમાં શેકીને તે જ જીવોને ખવરાવતા પરમાધર્મી દેવો કહે છે, “તું માંસ ભક્ષણમાં લુબ્ધ હતો એટલે તું આને પણ પસંદ કર! તારે આને પણ ખાવું જોઈએ.” મદ્યપાન કરનાર તથા વગર ગાળેલ પાણી પીનાર નારકીના મોઢામાં તાંબુ, સીસું વગેરેનો રસ ઉકાળીને Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત રેડતા કહે છે કે, ‘‘લો! આ પીઓ! આ પણ ઘણું સરસ છે.’’ વેશ્યા અને પરસ્ત્રીગમન કરનારને તપાવી લાલ કરેલા લોઢાના થાંભલા સાથે બલાત્કારથી બાથ ભરાવીને કહે છે કે, ‘અરે દુષ્ટ! તને પરસ્ત્રી સારી લાગતી હતી, તો હવે કેમ રડે છે?’’ કુમાર્ગે ચાલનાર તથા કુમાર્ગે જવાનો ઉપદેશ દેનારને આગથી ઝરઝરતા અંગારા ઉપર ચલાવે છે. જાનવરો અને મનુષ્યો ઉપર વધારે ભાર લાદનારને ડુંગરોમાં કાંટા કાંકરાવાળા રસ્તામાં સેંકડો ટન વજનનો રથ ખેંચાવે છે, ઉપરથી ધારવાળા ચાબુકનો પ્રહાર કરે છે. કૂવા, તળાવ, નદીના પાણીમાં ક્રીડામસ્તી કરનારને તથા અણગણ પાણી વાપરનાર નકામું પાણી ઢોળનારને વૈતરણી નદીના ઉષ્ણ અને તીક્ષ્ણ ધાર પાણીમાં નાંખી તેના શરીરને છિન્નભિન્ન કરે છે. સાપ, વીંછી પશુ, પક્ષી વગેરે પ્રાણીને મારનારાઓને યમદેવ સાપ, વીંછી સિંહ વગેરેનું સ્વરૂપ ધારણ કરી ચીરી નાંખે છે. તીક્ષ્ણ ઝેરીલા ડંખોથી તેમને ત્રાસ આપે છે. વૃક્ષ છેદન કરનારના શરીરનું છેદન કરે છે. માતા-પિતા વગેરે વૃદ્ધ અને ગરૂજનોને સંતાપ પહોંચાડનારના શરીરનું ભાલાથી છેદન કરે છે. દગા, ચોરી કરનારાઓને ઊંચા પહાડોથી પછાડે છે. “શ્રોતેન્દ્રિય પ્રિય’” રાગ-રાગિણીના અત્યંત શોખીનોના કાનમાં ઉકળતા સીસાનો રસ નાંખે છે. ચક્ષુન્દ્રિયના વિષયમાં આસક્ત રહેનારાઓની આંખો તીક્ષ્ણ શૂળોથી ફોડી નાંખે છે. ઘ્રાણેન્દ્રિયમાં આસક્ત રહેલા જીવોને તીખો રાઈ મરચાંનો ધુમાડો સુંઘાડે છે. જીભથી ચાડી-નિંદા કરનારના મોઢામાં કટાર મારે છે. કેટલાકને ઘાણીમાં પીલે છે, કેટલાકને અગ્નિમાં બાળે છે, તો કેટલાકને હવામા ઉડાડે છે, એમ પૂર્વકૃત્યો અનુસાર અનેક પ્રકારના મહાન દુઃખોથી દુઃખી કરે છે. પીડા પામતા નારકો પરમાધામી દેવોને આજીજી કરે, માફી માંગે તો પણ પીગળતા નથી. આ પ્રમાણેનો ભાવ ૨૨૦, ૨૨૧મી ગાથામાં વ્યક્ત થયો છે. તરસ્યાને ઉકાળેલું પીગાળેલું સીસું પીવડાવે, એના જ શરીરનું માંસ એને ખવડાવે. આકાશમાં ઉછાળીને ભાલા પર ઝીલી લે. રક્તમાંસની નદીમાં ડૂબાડે. નરકમાં ચારે બાજુ ઘોર અંધકાર છે તેમ જ ત્યાંની ભીંતો ખડગ જેવી ધારવાળી હોય એના દુઃખ કહીએ તો પણ પાર ન આવે. નારકોની ૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના (જૈનતત્ત્વ પ્રકાશ અમલોખઋષિજી પૃ. ૬૧) (૧) અનંત ક્ષુધા - જગતમાં જેટલા ખાદ્ય પદાર્થ છે એ બધા એક જ નારકી જીવને દઈ દેવામાં આવે તો પણ તેની તૃપ્તિ ન થાય એવા ક્ષુધાતુર તેઓ સદા હોય છે. કારણ કે તેમને નરકમાં ખાવાનું જ મળતું નથી. (૨) અનંત તૃષા - બધા સમુદ્રનું પાણી એક જ નારકી જીવને દેવાય તો પણ તેની Page #386 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૭૭ તૃષા શાંત ન થાય એવા તરસ્યા હંમેશાં તેઓ હોય છે. (૩) અનંત શીત - લાખ મણ લોઢાનો ગોળો નરકની શીત યોનિમાં મૂકવામાં આવે તો તે શીતળતાને પ્રભાવે તેના અણુઓ છૂટા પડી રાખ જેવા બની જાય એવી. તીવ્ર ત્યાં ટાઢ હોય છે જો કોઈ ત્યાંના નારકી જીવને ઉપાડીને હિમાલયના બરફમાં મૂકી દે, તો તે તેને ઘણા જ આરામનું સ્થળ સમજે એવી ઠંડી ત્યાં નરકમાં હંમેશા રહે છે. (૪) અનંત તાપ - નરકના ઉષ્ણ યોનિસ્થાનમાં લાખ મણ લોઢાનો ગોળો મૂકતાં જ તે પીગળીને પાણી થઈ જાય અને જો કોઈ તે નારકી જીવને ત્યાંથી ઉપાડી બળતી ભઠ્ઠીમાં મૂકી દે તો ઘણા જ આરામનું સ્થળ સમજે એવી ગરમી ત્યાં નરકમાં સદેવ રહ્યા કરે છે. (૫) અનંત મહાજવર - નારકીના શરીરમાં હંમેશાં ઘણો તાવ ભર્યો રહે છે જેથી શરીર બળ્યા કરે છે. (૬) અનંત ખુજલી - નારકી જીવો હંમેશાં શરીર ખણ્યા જ કરે છે. (૭) અનંત રોગ - જલોદર, ભગંદર, ઉઘરસ, શ્વાસ વગેરે ૧૬ મહારોગો અને ૫, ૬૮, ૯૯, ૫૮૫ પ્રકારના નાના (૨) રોગો નારકીના શરીરમાં સદા રહ્યા કરે છે. (૮) અનંત આનાશ્રય-નારકી જીવને કોઈપણ જાતનો આશરો કે મદદ આપનાર ત્યાં હોતો નથી. (૯) અનંત શોક - નારકીના જીવો સદા ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે. (૧૦) અનંત ભય - જ્યાં કરોડો સૂર્ય મળીને પણ પ્રકાશ ન કરી શકે એવું અંધકારમયા નરકનું સ્થાન છે. વળી, નારકીઓના શરીર પણ કાળા મહાભયંકર છે. ચારે બાજુ મારકૂટ હાહાકાર હોય છે તેથી નારકીજીવો પ્રતિક્ષણ ભયથી વ્યાકુળ બની રહે છે. આ ૧૦ પ્રકારની વેદનાને સાતે નરકના જીવો પ્રતિક્ષણ અનુભવી રહ્યા હોય છે. આંખનું મટકું મારીએ એટલો વખત પણ આરામ નથી. અહીં કવિએ ૨૨૨થી ૨૨૬ ગાથામાં કેટલીક ક્ષેત્રવેદનાનું વર્ણન કર્યું છે. આ વિશ્વનું સઘળું અન્ન ખવડાવતા ભૂખ ન મટે તે સઘળું પાણી પીવડાવતા તરસ ન મટે. એ જ રીતે હજાર મણનો લોખંડનો ગોળો છ મહિના અગ્નિમાં તપાવીને એને અડાડીએ તો ઠંડો લાગે એ જ રીતે એ જ ગોળા છ મહિના હિમાલયના બરફમાં રાખીને એને અડાડીએ તો ઉનો = ગરમ લાગે. નરકનું આવું દૃષ્ટાંત ક્યાંય ન મળી શકે અર્થાતુ નરક જેવું સ્થાન બીજું કોઈ ન હોઈ શકે. ટાઢથી હાથ - પગ પણ ગળી. જાય અને ઉષ્ણ વેદના પણ ત્યાં ભયંકર છે. એવી રત્નપ્રભા નરક એક રાજુની લાંબી પહોળી છે. અનુયોગ દ્વાર સૂત્ર, જીવાભિગમ સૂત્ર અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં ૧ રાજુનું માપ કહેવામાં આવે છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત તિસ્કૃલોક ૧ રાજુનો લાંબો પહોળો છે. તિર્જીલોકમાં મધ્યમાં સૌથી નાનો ૧ લાખા યોજનનો જંબુદ્વીપ છે. તેને ફરતો બે લાખ યોજનનો લવણસમુદ્ર, તેને ફરતો ૪ લાખા યોજનનો ધાતકીખંડ એમ ઉત્તરોત્તર બમણા બમણા યોજનના કુલ અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના એટલે કે રપ ડાડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સમય જેટલા અસંખ્યાતા દ્વીપળ અને સમુદ્રો છે. જંબુદ્વિીપના મધ્યમાં મેરુપર્વત છે. તે મેરુપર્વતના સુચક પ્રદેશથી અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અર્થાત્ તિóલોકના અંત સુધી ૧/૨ રાજુ થાય છે. માટે ૧ લાખ યોજનને ર.૫ ઉદ્ધાર સાગરોપમના સમય જેટલીવાર બમણા બમણા કરી તે બધાનો સરવાળો કરતાં જે અસંખ્યાતા યોજન આવે તે અડધો રાજુ થયો. તેના બમણા કરતા ૧ રાજુ થાય છે. જેમાંથી ૧ લાખ યોજન બાદ કરવામાં આવે ત્યારે પ્રમાણોપેત ૧ રાજુનું માપ મળે છે. આમ, ૧ રાજુનું માપ અસંખ્યાત ક્રોડાકોડી યોજના સમજી શકાય છે. (થોક સંગ્રહ ૧૦૮ થોકડા - પાનું ૪૪૧ - ૨૦૧૧) રજુનું ગણિતીય સ્વરૂપ - ૧ રજુના અસંખ્યાતા યોજન બતાવવામાં આવ્યા છે. ૨૦,૫૭,૧૫ર યોજન પ્રતિક્ષણની ગતિથી નિરંતર ચાલવાવાળો દેવ છ મહિનામાં જેટલો પંથ કાપે તે એક રજુ છે. આ પરિભાષાના આધાર પર પોતાના પુસ્તકમાં પ્રો. જી. આર. જેને ૧ રજુનું માપ કાઢ્યું છે જેમાં ૧ ક્ષણને ૦.૫૪૦૦૦૦ મિનિટ તથા ૧ યોજન = ૪૦૦૦ માઈલ માનીને ૧ રજુનું માપ - ૧૯૫૯૭૦૪૧૨૫૪૪૦૦૦૦૦૦૦૦૦ માઈલ કાર્યું છે. જેને ગણિતની ભાષામાં ૧.૧૫ x ૧૦* માઈલ લગભગ લખવામાં આવે છે. એમાં સંશોધન કરતા મુનિશ્રી મહેન્દ્રકુમારે પોતાના ગ્રંથ “વિશ્વ પ્રહેલિકા” માં બે વિકલ્પ પ્રસ્તુત કર્યા છે. ૧) ૧ રજુ = ૧૦૧૦૯ માઈલ લગભગ ૨) ૧ રજુ = ૧૦૧૦૨૪૫માઈલ લગભગ ગણિતની ભાષામાં ૧૦ની ઉપર જે અંક લખવામાં આવે છે એને ઘાતાંક (Raise to the Power) કહેવાય છે. જેમ કે ૧૦૦ માટે ૧૦* લખવામાં આવે છે. ઘાતાંક જેટલા શૂન્ય ૧ ઉપર લગાવાતા તે સંખ્યા પ્રાપ્ત થાય. ૧૦S એટલે ૧ પર ૧૯૬ મીંડા (શૂન્ય). ૧ આ પરિભાષા જર્મન વિદ્વાન ગ્લેસનહાપે પોતાના પુસ્તક "Der Jainisam" માં આપી છે. એમણે સી. ટી. કોલબ્રુકના શોધ - કાર્યના આધાર પર આ પરિભાષા આપી છે. રત્નપ્રભા નરક એક રાજ ઊંચી અને ૧૦ રાજ ઘનાકાર છે. તેની નીચે બીજી નરક છે. ર૭ થી ર૫૦મી ગાથામાં ર થી ૭મી નારકીનું વર્ણન મનનીય છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૭૯ સાતે નરકની વિશેષતાઓ રપ૦ થી ર૫૪મી એ ૫ ગાથામાં વર્ણવી છે જેનો સાર નીચે પ્રમાણે છે. સાતે નરકની પૃથ્વી ૧ લાખ રાજુ ઊંચી હોય. આ સાતે નરકના બધા મળીને ૪૯ પાથડા (અને ૪૨ આંતરા) છે. એમાં બધાથી મોટો પાથડો પહેલી નરકનો પહેલો પાથડો છે. તે સીમંતક નામે છે અને ૪૫ લાખ જોજનનો લાંબો પહોળો છે. “સીમંતો સઘલામાં વડો.” છેલ્લો પાથડો સાતમી નરકનો અપઈડ્રાણ નામનો છે તે એક લાખ જોજનનો લાંબો પહોળો છે એવું જિનવરે કહ્યું છે. સાતે નરકના પાથડા ઊંચા ત્રણ યોજનના હોય. લાંબા પહોળા સંખ્યાતા કે અસંખ્યાતા યોજનના છે. જીવા. પ્રતિ ૩, ઉ.૨ સૂ.૩ ૧ થી ૬ નરકમાં કેટલાક સંખ્યાત હજાર યોજનના અને કેટલાક અસંખ્યાત યોજનાના વિસ્તારવાળા નરકાવાસ છે. ૭મી નરકમાં અપઈડ્રણ નરકાવાસ સંખ્યાત્ યોજનનો છે બાકીના ચાર સંખ્યાત યોજનના છે. | કોઈ મહર્ફિક દેવ ત્રણ ચપટી વગાડીએ તેટલા કાળમાં જંબુદ્વીપર ૨૧વાર પરિક્રમણ કરી આવે એવી સર્વોત્કૃષ્ટ ગતિથી ૧,૨,૩ દિવસ પર્યંત ઉત્કૃષ્ટ છ માસા સુધી તે નરકાવાસનું ઉલ્લંઘન કરતો રહે તો પણ તે દેવ કેટલાક નારકાવાસાનું ઉલ્લંઘન કરી શકે, કેટલાકનું ન કરી શકે એટલા મોટા નરકાવાસ છે અર્થાત્ સંખ્યાત યોજનવાળાનું ઉલ્લંઘન કરી શકે. અસંખ્યાત યોજનવાળાનું નહિ. એમાં ૧, ૨, ૩, સંખ્યાતા, અસંખ્યાતા નારકી ૧ સમયે ઉપજે ને ચ્યવે. એમ આવાગમન ચાલુ રહે છે. સંખ્યાતા યોજનવાળા નરકાવાસમાં સંખ્યાતા નારકી ઉપજે અને અસંખ્યાતાવાળામાં અસંખ્યાતા ઉપજે. આમ નારકીનું ચરમોત્કૃષ્ટ વર્ણન થયું છે. સંજ્ઞાનું વર્ણન એકેન્દ્રિય જીવની સંજ્ઞાનું સ્વરૂપ બતાવતી વખતે કવિએ વૃક્ષ-વેલ-છોડના દૃષ્ટાંત આપીને અલંકાર સહિત અસરકારક વર્ણન ગાથા ૮૦ થી ૮૮માં કર્યું છે. જે આપણને વનસ્પતિકાયમાં ‘જીવ’ હોવાની પ્રતીતિ કરાવે છે. લેયાનું વર્ણન આવું જ અસરકારક વર્ણન લેશ્યાના અધિકારમાં પૂર્વે બતાવેલ છે. જેમાં લેશ્યાના ભાવને સ્પષ્ટ કરવા માટે ચોરનું દૃષ્ટાંત આપીને કર્યું છે. છે ચોર વચ્ચે સંવાદ થતો હોય એમ વર્ણન કર્યું છે. કાયસ્થિતિનું વર્ણન કાયસ્થિતિ જેવા ગહન વિષયને કાવ્યરૂપે વર્ણવવું એ કવિના કવિત્વની. કસોટી છે જેમાં કવિ પાર ઉતર્યા છે. અનાદિકાલીન અવ્યવહારરાશિમાં રહેલો જીવ વ્યવહારરાશિમાં આવીને કયાં કેટલો સમય રહે છે એ બતાવ્યું છે. ર૯૮ થી ૩૦૫મી Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ગાથા વાંચતા એની પ્રતીતિ થાય છે. નિગોદનું વર્ણન – જેનદર્શનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચારણાનું પ્રતિબિંબ નિગોદના વિચારમાં સ્પષ્ટપણે ઝિલાયું છે, જેમાં પર્યાય, પરમાણુ, વર્ગણાનો વિસ્તાર બતાવ્યો છે. વર્ગણા એટલે વર્ગનો સમૂહ. વર્ગ ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા, અસંખ્યાતા અનંતા પરમાણુઓનો બનેલો હોય. આવા અનંત અનંત પરમાણુની બનેલી વર્ગણા હોય તે કેટલીક જોઈ જાણી શકાય છે તો કેટલીક જોઈ જાણી શકાતી નથી. સંખ્યાતા, અસંખ્યાતા પરમાણુથી બનેલી વર્ગણાસામાન્ય વ્યક્તિથી જાણી શકાતી નથી. જો કે કાર્મણ વર્ગણા પણ ચઉસ્પર્શી હોવાથી કેવળી અથવા તો વિશેષ અવધિજ્ઞાની (જેને ચલસ્પર્શી પરિણામ જાણવાનું જ્ઞાન થયું હોય તે) જાણી શકે છે. બાકીના જીવો ના જાણી શકે. કંધમાં રહેલો પરમાણુ અનંત પર્યાયવાળો હોય. આવી કાર્મણ વર્ગણા. અસંખ્યાત પ્રદેશી જીવના પ્રત્યેક પ્રદેશ પર અનંતી (કર્મની વર્ગણા) હોય છે. એવા અનંત જીવો નિગોદના એક શરીરમાં હોય છે. એવા અસંખ્યાતા શરીર એક ગોળામાં હોય છે. એક આંગુલના અસંખ્યાતા ભાગ કરીએ એમના એક ભાગમાં અસંખ્યાતા. ગોળા હોય તો અસંખ્યા જોજનના લોકમાં ટલા લોકમાં કેટલા ગોળા હોય? અસંખ્યાતા ગોળા હોય. એવા અસંખ્યાતા ગોળાના પ્રત્યેક ગોળામાં અસંખ્યાત શરીર છે. એમાંના પ્રત્યેક શરીરમાં અનંતા જીવ છે. એમાંના પ્રત્યેક જીવના અસંખ્યાતા પ્રદેશ છે એમાંના પ્રત્યેક પ્રદેશ પર અનંતી કર્મ વર્ગણા છે અને પ્રત્યેક વર્ગણામાં અનંત અનંત પરમાણુ-પ્રદેશ છે. પ્રત્યેક પરમાણુની અનંતી પર્યાય છે. આ અતિ સૂક્ષ્મ વિચાર કેવળજ્ઞાન વગર જાણવો મુશ્કેલ છે. ૩૦૬ થી ૩૧ર સુધીની ગાથાઓ સૂક્ષ્માતિસૂક્ષ્મ વર્ણનની સાખ પૂરે છે. જે વાંચીને ભાવકનું હૃદય કવિની વર્ણનશક્તિની તાદશતા તથા ભાવાલેખનની શક્તિ પર ઓવારી જાય છે. ગૌતમતીપનું વર્ણન – ૪૩૦ સૂર્યતણા છઈ દ્વીપ અનેક, ગઉતમ દીપ વડુ ત્યાંહા એક, ઊંચું છોત્સરિ એક હજાર, પોહોલું જોઅણ સહઈસ તે બાર. ૪૩૧ લવણ સમુદ્ર માંહઈ તે સહી, તેણઈ દીપિં સાયર જલ નહી, આ દોઢ ગાથાની અંદર ગીતમદ્વીપનું માપ અને સ્થાન બતાવી દીધું છે. ગુરૂનું વર્ણન - પોતાના ગુરૂ શ્રેષ્ઠ છે અને કેવા છે એનું વર્ણન કર્યું છે. ૪૯૦ શ્રી વીજયાનંદસુરિ સ્વર સમર્યો, તપગચ્છ ઠાકુરવારૂજી, હીર પટોધર હાર્થિ દીક્ષા ભવીક લોકનો તારૂજી. ૪૯૧ જનમતણો જે કઈ બ્રહ્મચારી, પરણ્યા સંયમ નારીજી, ક્રોધ માન માયા નહીં મનમાં, આગમ અર્થ વીચારીજી. Page #390 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૮૧ કવિના ગુરૂ ઠાકુરવાળું તપગચ્છના આચાર્ય હીરવિજયસૂરિના શિષ્ય વિજયાનંદસૂરિ ભવ્યજનોના તારણહાર, બાલબ્રહ્મચારી, સંયમી, મંદ કષાયી અને આગમજ્ઞાતા છે. આ બે ગાથામાં ગુરૂનું ચિત્ર નજર સમક્ષ તાદશ થઈ જાય છે. પિતામહનું વર્ણન - ૪૯૪ અને ૪૯૫ એ બે ગાથામાં એક પ્રભાવશાળી, પુણ્યશાળી, પરોપકારશીલ, પ્રભાવક પિતામહનું સુંદર રેખાચિત્ર દોરી દીધું છે. પિતાશ્રીનું વર્ણન -૪૯૬ થી ૪૯૮ એ ત્રણ ગાથામાં એમના પિતાશ્રીના શ્રાવકપણાના લક્ષણ અને રહેઠાણ બંનેનું વર્ણન કર્યું છે. કવિનું પોતાનું વર્ણન એક જ ગાથામાં પણ અસરકારક કર્યું છે. ૪૯ ઋષભદાસ સંઘવી સુત તેહનો, જઈન ધર્મનો રાગીજી, જાણ હુઓ મૂનીવર મહિમાયિ, કરઈ કવીત બુદ્ધ જીગીજી. આ એક જ ગાથામાં શ્રી અને સરસ્વતીનો સંગમ તેમ જ પરંપરાગત શ્રમણોપાસકના દર્શન થાય છે. સંઘવી એટલે સંઘ કઢાવનાર જે લક્ષ્મી વગર શક્ય નથી અને કવિતા કરવાની બુદ્ધિ સરસ્વતી વગર શક્ય નથી વળી પિતા અને પિતામહનો પરંપરાગત વારસો એટલે સમજણ થતાં જ મુનિઓનો પરિચય અને પોતે પાછા જેનધર્મના રાગી એટલે શ્રમણોપાસક બનીને જેન ધર્મની પ્રભાવના પણ કરી છે. આમ એક જ ગાથામાં પૂર્ણ પરિચય આપી દીધો છે. આમ, આ બધા વર્ણનોથી સિદ્ધ થાય છે કે કવિની વર્ણનશેલી અદ્ભુત છે. વર્ણનો માટે જોઈતા શબ્દો વગર કહ્યું આપોઆપ ગોઠવાઈ ગયા હોય એમ અનુભવાય છે. એમની તીવ્ર સ્મૃતિ, શાસ્ત્રના ગહન જ્ઞાનનો પરિચય પ્રાપ્ત થાય છે. ખુદનું વર્ણના એક ગાથામાં ઘણું બધું કહી દે છે તો નારકીના વિસ્તૃત વર્ણનમાં અતિશયોક્તિનો અભાવ દેખાય છે. અલંકાર અલંકારનો સામાન્ય અર્થ છે આભૂષણ. જેમ આભૂષણથી શરીરની શોભા વધે છે એમ કાવ્યની શોભા વધારવાવાળા તત્ત્વને અલંકાર કહેવાય છે. જે રસાનુરૂપ પ્રયોજાય છે. અલંકાર કાવ્યના બાહ્ય શરીર - શબ્દ અને અર્થ ની શોભા વધારે છે. તેથી એ કાવ્યનો અસ્થિર ધર્મ છે જ્યારે ‘રસ’ એ કાવ્યનો આત્મા છે રસ શબ્દ આનંદનો પર્યાય છે. ઉપનિષદોમાં આત્મા અને પરમાત્માને રસ સ્વરૂપ માનવામાં આવ્યા છે “રસો રે સઃ આત્મા આનંદરૂપ જ હોય છે. ‘રસ’ એ આનંદ છે જેની. અનુભૂતિ કોઈક કલાત્મક કાર્યમાં તલ્લીન થઈ જવાથી પ્રાપ્ત થાય છે. કાવ્યમાં રસને અનુરૂપ અલંકારોનો પ્રયોગ થાય તો કાવ્ય મહોરી ઉઠે છે. સ્વાભાવિક અલંકાર કાવ્યો સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. પરંતુ પ્રયત્નપૂર્વક, બળપૂર્વક અલંકાર લાવવામાં આવે તો કાવ્યસેંદર્ય નષ્ટ થાય એવું પણ બને. માટે અલંકારનો પ્રયોગ સ્વાભાવિક હોવો Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જોઈએ. અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર - કાવ્યમાં શબ્દ રચનારૂપી અલંકાર એટલે કે શોભા આણવી. તે, પ્રિય લાગે તેવી રીતે શબ્દોની ગોઠવણ કરવી તે. અનુપ્રાસ વગેરે શબ્દાલંકાર છે. અર્થાલંકાર - કાવ્યમાં અર્થથી આણવામાં આવતી શોભા, અર્થ ચમત્કૃતિ, ઉપણા, રૂપક, ઉલ્ટેક્ષા વગેરે અર્થાલંકાર છે. એક વન્યબાળા કે તાપસી ફૂલોના બનેલા એકાદ બે આભૂષણ ધારણ કરે તો પણ સુંદર લાગે અને ધારણ ન કરે તો પણ સુંદર લાગે. એવી જ રીતે ‘જીવવિચાર રાસ’ એ એક તાત્વિક, ભાવવાહી, પ્રશમ-શાંત રસ સભરકૃતિ છે. એમાં કવિએ શબ્દાનુપ્રાસ અલંકારનો પ્રયોગ કરીને સુંદરતા અર્પે છે. ક્યાંક ક્યાંક સહજતાથી અલંકાર પણ આવી ગયા છે. શબ્દાલંકારના ચાર પ્રકાર છે. છેકાનુપ્રાસ, નૃત્યનુપ્રાસ, કૃત્યનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ. પ્રસ્તુત કૃતિમાં અંત્યાનુપ્રાસ અલંકારનો પ્રયોગ થયો છે. ચાર ચરણમાંથી ક્યારેક પ્રથમ અને દ્વિતીય ચરણના અંતિમ અક્ષર સરખા હોય તો ક્યારેક પ્રથમ અને તૃતીયના, ક્યારેક દ્વિતીય અને ચતુર્થના, તૃતીય અને ચતુર્થના તો ક્યારેક ચારે ચરણના અંત્યાક્ષર (૪૭) (૧૫૧) સરખા હોય અને અંત્યાનુપ્રાસ કહે છે. જીવવિચાર રાસ'માં અલંકાર પ્રથમ અને દ્વિતીય ચરણના અંત્યાક્ષરની સમાનતાના દષ્ટાંત. જીવતણા કહ્યા દોઈ પ્રકાર, સિદ્ધ અને સંસારી સાર. વલી ઘનવાત અનિં તનવાત, કાલ કેટલો એહેમાં જાત. પ્રથમ અને તૃતીય ચરણના અંત્યાક્ષરની સમાનતાના દષ્ટાંત. ભેદ નવાઝું દેવનાજી, વ્યવરી કહઈસ્યુ વીચાર સોલ જાત્ય સૂર વ્યંતરાજી ભવનપતી દસ સાર. ૫૧ થી ૬૬ ગાથામાં પહેલા અને ત્રીજા ચરણના અંતમાં જી અક્ષરનો જ પ્રયોગ થયો છે જે કવિની એક શબ્દસિદ્ધિ કરી શકાય. દ્વિતીય અને ચતુર્થ ચરણના અંત્યાક્ષરની સમાનતાના દષ્ટાંત. ૬૭ એકસો એક ભેદ જ વલી, નરના ભાખ્યા જોય, હવઈ સકલ વલી જીવના, શરીરમાન કર્યું સોય, ૯૨ દસઈ સાંગ્યના ધરી લહીઈ, શરીર ત્રણિ તસ કહીઈ, તેજસ કારમણ અનિ ઉદારિક, જિનવર ભાખ્યા લહીઈ. ઢાલ ૪ઃ ૧૩૩ થી ૧૪૨મી ગાથા સુધી દ્વિતીય અને ચતુર્થ ચરણના અંતમાં એક જ અક્ષર ‘તો’ વાપર્યો છે. ગાથા ૪૮૪ થી ૫૦૨ માં “જી” વાપર્યો છે. તૃતીય અને ચતુર્થ ચરણના અંત્યાક્ષરની સમાનતાના દષ્ટાંત. ૨૧ પ૧ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૮૩ ૧૨૯ બેઅદ્રી ત્રેઅંદ્રી જેહ, ચોરંદ્રી પણિ ભાખ્યું તેહ, ગર્ભજ ત્રિજંચ નિં માનવી, એકેક ડંડક કહઈ તસ કવી. ૧૫૫ બોલ્યું નીલ લેશા નર જેસિ કીન લેશાનો વારૂ તાસિં, સકલ જીવ હયો કુણ કામ્ય, માણસ મલઈ તસ મારો ઠામ્ય. ચારે ચરણના અંત્યાક્ષરની સમાનતાના દૃષ્ટાંતાશ. બાર અપ્પોગ એહનિ કહઈવાય, ચોવિસ ઠંડકે એ પણિ જાય, બાવીસ ઠંડકના આવઈ જોય, તેલ વાય નવ્ય માનવ હોય. ૨૭૩ પરરમણી ભગની મમ ભાલો, અચ્છત્ર ભાખી સહુથી કાલો મુનિ અરહા જિનની મમ બાલો સાતે નરગ ભમી ગોશાલો. વર્ણાનુપ્રાસ - પરવશ પડીઓ, પરભવ રહીઓ વઇરી વીજણા વીજઈ વાયા ૪૯૫ પડીકમણું પૂજા પરભાવના, પોષધ પરઓપગારીજી. ઢાલ-૬ - ગાથા - ૨૭૨ થી ૨૮૬ સુધી ચારે ચારણના અક્ષર એક સરખા છે. આમ, આ કૃતિમાં અંત્યાનુપ્રાસ અલંકારનો પ્રયોગ થયો છે. ક્યાંક અર્થાલંકાર પણ મળે છે. જેમ કે - ૨૮૦ ‘પંચ વીષઈ કાદવમાં ખંતો’ રૂપક. ૮૩ આંકોડીના કૂલચંપાય, કૂકૂકાર કરઈ તેણઈ ઠાય. સજીવારોપણ ૨૮૬ ત્રષ્ના તરૂણી તે ન સમંતી’ - રૂપક ૮૦ ભોમિ પાયવસંગતો જસિં, લાલું મૂખ વીડઈ તસિં ઉપામાં. ૪૯૧ પરણ્યા સંયમ નારીજી રૂપક ૪૯૪ કનક વર્ણ જસ દેહડી ઉપામાં આ ઉદાહરણેથી સ્પષ્ટ થાય છે કે આ કૃતિમાં ક્યાંક ક્યાંક અલંકારોનો પ્રયોગ, સહજ સ્વાભાવિક અને અનાયાસે થયો છે. આખો રાસ અંત્યાનુપ્રાસમાં હોવા છતાં ગાથા ૮૯ માં કોઈ પ્રાસ મળતો નથી ચારે ચરણના અંત્યાક્ષર અલગ છે. ઉંઘઈ નિદ્રા અનુસરી, એકંદ્રી સહુ જીવ અનંતકાલ, એણિ પરિ ગયો, દૂખીઓ ભમઈ સદીવ. ગેયતા, છંદ, હરિયાળી વગેરે કાવ્યગત ભાવોની રસાળ સસ્પેષણયીતા તેમ જ ગેયતાને ધ્યાનમાં રાખીને રચનાકાર છંદનો પ્રયોગ કરે છે એનાથી અભિવ્યંજના, કોશલ, સંગીતાત્મકતા, ભાવાનુકૂલ માધુર્ય તથા નાદ-સૌંદર્ય આવી જાય છે. પ્રસ્તુત રાસમાં દોહા, ઢાલ, ચોપાઈ, આંચલી તથા વિવિધ દેશીઓનો પ્રયોગ થયો છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત હા-ડોહા કે દોહરો - આ એક માત્રામેળ છંદ છે. તેમાં એક ગાથામાં ચાર ચરણ હોય છે અને વિષય અનુસાર દોહામાં ઓછી-વધુ ગાથાઓ હોય છે. જીવવિચાર રાસ’માં ૧૬ દૂહા છે. પ્રથમ દૂહામાં સાત ગાથા છે. ઢાલ કે ચોપાઈ બદલે કે વિષય બદલે ત્યારે વચ્ચે દૂહા મૂકાય છે. એમાં આગળ શું વિષય હશે એનો નિર્દેશ પણ કરવામાં આવે છે. બીજા દૂહામાં બે ગાથા છે. ત્રીજા દૂહામાં એક ગાથા છે. ચોથા દૂહામાં બે ગાથા પાંચમાંથી નવમાં દૂહામાં એક એક ગાથા દશમામાં ચાર ગાથા છે. અગિયારમાં બે, બારમાથી પંદરમાં સુધી એક એક ગાથા અને સોળમા દૂહામાં ૪૭૯ થી ૫૦૨ એમ ૨૪ ગાથા છે. વાલ - એક જાતનો છંદ, ઢાળ, ગાવાની ઢબ, ગાવાની રીત ઢાલ કહેવાય છે. પ્રસ્તુત રાસમાં ૧૧ ઢાલ છે. ઢાલમાં વિષય અનુસાર ગાથાઓની સંખ્યા ઓછી-વધુ હોઈ શકે છે. અહીં દરેક ઢાલ કઈ ઢબ કે દેશી વડે ગાવાની છે એ શરૂઆતમાં આપ્યું છે. ૧૧ ઢાલમાં ૯ દેશી છે. ચોપાઈ - ચતુષ્પદી = ચાર પદ વાળી અર્થાત્ એમાં ચાર ચરણ હોય છે. આ એક સમજાતિ છંદનો પ્રકાર છે. એમાં વિવિધ રાગ અને તાલ આવી શકે. પ્રસ્તુત રાસમાં ૧૫ ચોપાઈ છે. એમાં વિષય અનુસાર ગાથાઓની સંખ્યા છે. આ એક જાતનો છંદ છે. છંદ એટલે અક્ષર કે માત્રાના મેળ (નિયમ)થી બનેલી કવિતા. અક્ષરમેળ છંદમાં ગણ આવે છે અને માત્રામેળ છંદમાં તાલ હોય છે. માત્રામેળ છંદમાં અક્ષર ઓછા વધુ ચાલે પણ કહેલ માત્રા પૂરી કરવાની હોય, પણ એ ગોઠવણ કાનને નઠારી ન લાગે એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. પાણીના રેષાની માફક વહેતી રચના હોવી જોઈએ. આંચલી - એક પ્રકારની રાગિણી. ફરી ફરીને ગવાતી ફડી, ગાયનનો વારંવાર આવતો. ભાગ, ટેક, મહોરો. આ રાસમાં માત્ર ઢાલમાં જ આચાલી છે પહલી ઢાલમાં સુણો નર. બીજી ઢાલમાં હો ભવિજન એ બે આંચલી છે એવું લખેલ છે. ૪થી, ૮મી, ૧૦મી, ૧૧મીમાં આંચકી લખેલ નથી પણ ત્યાં ટેક છે. દેશી - દેશીના ઢાલ, વલણ, ચાલ એમ જુદાં જુદાં નામ છે તે માત્રામેળ તેમ જ લોકપસંદ ગીતના ઢાળમાં જુદા જુદા રાગમાં ગવાય છે. કનકસુંદરે સં. ૧૬૯૧ માં રચેલા હરિશ્ચંદ્ર રાસને અંતે કહે છે કે “રાગ છત્રીશે જૂજુઆ, નવિનાથ ઢાલ રસાલ, કંઠ વિના શોભે નહિ. ક્યું નાટક વિણ તાલ. ઢાલ ચતુર! મે ચૂકને, કહેજો સઘલા ભાવ રાગ સહિત આલાપજો, પ્રબંધ પુણ્ય પ્રભાવ.” (જૈન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ.-૩) પ્રસ્તુત રાસમાં અગિયાર ઢાલમાં કવિએ નવ દેશીઓ વાપરી છે જે નીચે Page #394 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૮૫ મુજબ છે. જેન ગૂર્જર કવિઓ (ભાગ-૮)ના આધારે લખી છે. ઢાલ-૧ પ્રણમી તુહ્મ સીમંધરૂજી પરજીઓ (સકલચંદ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્તવન ૧૬, સં. ૧૬૫૦ આસ.) (પૃ. ૧૫૦) ઢાલ-૨ પાટ કુસુમ જિનપૂજ પરૂપઈ-આસાઉરી-(ઋષભદાસકૃત ક્ષેત્રપ્રકાશ રાસ | (સં. ૧૬૭૮) તથા કુમારપાલ રાસ) (સં. ૧૬૭૦) (પૃ. ૧૬૧) ઢાલ-૩ એણી પરિ રાજય કરંતા રે-ગોડી, (ઋષભદાસકૃત કુમારપાલ રાસ સં. ૧૬૭૦ - મૃ. ૩૮) ઢાલ-૪ તે ચઢીઓ ઘણ માન ગજે-ધન્યાશ્રી (લાવણ્યસમયકૃત વચ્છરાજ રાસ સં. ૧૫૭૦) (પૃ. ૧૧૩) ઢાલ-૫ બંધવ જઈ લાવું પાણી ઢાલ- ચંદ્રાયણિનો અઘોર પાપ તણા અધિકારી (ઋષભદાસકૃત ભરતરાસાદિમાં પૃ. ૭૭) ઢાલ-૭ ભાદરવ ભંશમ ચાણી રાગ-શામેરી (ભાવે ભેંશમાચાણી) (ઋષભદાસકૃત ભરતરાસ સં. ૧૬૭૮, કુમારપાળરાસ સં. ૧૬૧૨ પૃ. ૧૮૧) ઢાલ-૮ ત્રપદીનો દેશી હો ભાવિકજના (ઋષભદાસની કૃતિઓમાં દા. ત. ભરતરાસ વગેરે પૃ. ૧૦૭) ઢાલ -૯ સાંસો કીધો સામલીએ - ઋષભદાસકૃત-જીવવિચાર ચોપાઈ, ભરત રાસ, ક્યવન્નાનો રાસ વગેરે (પૃ. ૨૭૬) ઢાલ-૧૦ એણી પરિ રાજય કરંતા રે -ઢાલ-૩માં એ જ છે. ઢાલ-૧૧ એણી પરિ રાજય કરતા રે- ઢાલ-૩માં એ જ છે. આમ -એણી પરિ ત્રણ ઢાલમાં છે બાકીની ઢાલની અલગ દેશી લેતાં નવ દેશીઓ છે. હરિયાળી - એ જૂની ગુજરાતી ભાષામાં ખેડાયેલો એક કાવ્યપ્રકાર છે. કોઈક ધાર્મિક, આધ્યાત્મિક તત્ત્વ, વસ્તુ વિચારને ચમત્કારિક સમસ્યારૂપે રજૂ કરતી હરિયાળીઓ ઉચ્ચસ્તરનો બૌદ્ધિક આનંદ આપી જાય છે. - હરિયાળી સાહિત્યનો એક એવો ગંભીર સાગર છે જેમાં ડૂબકી લગાડનાર અનાયાસે અનેક અનમોલ મોતી પ્રાપ્ત કરે છે. હરિયાળીનો અર્થ છે બુદ્ધિને તીક્ષ્ણ કરવાવાળું યંત્ર, કાવ્યમય ઉખાણું. જેના પરિભાષા - હરિયાળીઃ એક એવું પદ્ય છે જે સરાસરી દૃષ્ટિથી જોવા પર વિચિત્ર અને પરસ્પર વિરોધી લાગે પરંતુ વાસ્તવિક અર્થ કાંઈક બીજો જ હોય. ગુજરાતી ભાષામાં એને વિપરીત વાણી કે અવળવાણી પણ કહે છે. અલંકાર સાહિત્યમાં એને વિપરીત અલંકાર કહેવાય છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત શ્રાવક કવિ ઋષભદાસ હરિયાળી માટે જાણીતા છે. એમના અન્ય રાસોમાં પણ યત્ર-તત્ર હરિયાળી જોવા મળે છે જે એમની તીવ્ર પ્રજ્ઞાનો પરિચય કરાવે છે. એ સમયનો જનસમૂહ પણ એવો બુદ્ધિશાળી-મેધાવી હશે જે કવિને કાવ્ય-ચાતુર્ય કરવા પ્રેરતો હશે. અહીં પણ કવિએ સરસ્વતી દેવીને પોતાના મુખમાં વસવાનું આમંત્રણ આપ્યું છે પછી તેનો પિતા કોણ છે... ના પ્રશ્નો દ્વારા કોયડો પૂછયો છે. (૨) વાણી વાહન કવણ આહાર, તાસ પીતા કુણ હોય, તાસ સુતા સ્વામી ભલઓ, તેહનો શાલક જોય. (૩) તેહનું વાહણ કવણ છઈ, તા વાહન જગી જેહ, તે લંછણ નર જેહનિ, શું સમરૂ નિત્ય તેહ. જેનો ભાવાર્થ આ પ્રમાણે છે. સરસ્વતી બ્રહ્માની પુત્રી છે, એમ કહેવાય છે કે બ્રહ્માની પુત્રી સરસ્વતી પર બ્રહ્માની કુદષ્ટિ થવાથી, તેણી તેની પત્ની તરીકે પણ ગણાય છે. જેથી એ તેની પુત્રી છે સાથે સાથે પત્ની પણ છે. બ્રહ્મા સમગ્ર સૃષ્ટિનો. સર્જનહાર ગણાય છે માટે શંકર પણ તેનું જ સર્જન ગણાય છે. તેથી સરસ્વતીનો ભાઈ અને બ્રહ્માનો અપેક્ષાથી શાળો થયો અને તેનું વાહન નંદી જે વૃષભ ગણાય છે જે પ્રથમ તીર્થકર ઋષભદેવ સ્વામીનું લાંછન છે. માટે ઋષભદેવ સ્વામીને વંદન કરું છું. (૨) બીજી રીતે ભાવાર્થ એમ પણ થાય છે કે વાણીનું વાહન સ્વર છે. સ્વર સાત. છે એમાં એક સ્વર ઋષભ છે જે ઋષભદેવનું લાંછન છે. (૩) વાણીને વહન કરનાર વિચાર છે તેનો આધાર સ્વર છે. સ્વરનો પિતા પુરૂષ છે તેની સુતા પુત્રી સરસ્વતી છે. સ્વર સાત છે. એમાં એક ઋષભ છે જે ઋષભદેવ સ્વામીનું લાંછન છે. આ રીતે આ રાસમાં એક માત્ર હરિયાળી રજૂ થઈ છે. નવરસ પ્રસ્તુત કૃતિમાં રસ વૈવિધ્ય - રસ ભારતીય કાવ્યશાસ્ત્રનો મૂળ આધાર છે. રસ નિષ્પત્તિના વિભિન્ન મતો છે. એના પ્રથમ વ્યાખ્યાતા છે ભરત મુનિ. એમનું સૂત્ર છે “વિમવિનિમવમવરિયો દ્રિનષ્પતિઃ' અર્થાત્ નિભાવ, અનુભાવ અને વ્યભિયારી (સંચારી) ભાવોના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે. રસના મુખ્ય નવા પ્રકાર છે. શ્રી અનુયોગ દ્વાર સૂત્ર - ઘસીલાલજી મહારાજ સાહેબ સૂત્ર - ૧૬૯ પૃ. ૮૨૮ માં પણ નવ રસ બતાવ્યા છે. આ એક તાત્વિક કૃતિ હોવાને કારણે તત્ત્વના નિરૂપણ દ્વારા રસનું પાન કરાવે છે. તત્ત્વનો રસ પ્રશમ કે શાંત રસ હોય છે એમાંના રહસ્યો જાણવાથી રોમાંચ, પણ થાય છે. હર્ષની, આનંદની લહર પ્રગટે છે. એમાં પ્રથમ રસની પ્રધાનતા હોવા છતાં ક્યાંક અદ્ભુત કે બીભત્સ રસ પણ જોવા મળે છે. જેમ કે અભુત રસ - દેવના Page #396 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન 3८७ વર્ણનમાં કવિ ઋષભદાસ નીચેની પંક્તિઓ દ્વારા અભુત રસની પ્રતીતિ કરાવે છે. અદ્ભુત રસ – ૧૩૨ અય્યત શક્તિ છઈ દેવતા, મનમાં આણમંડ, જંબુદ્વીપ છત્ર જ કર, મેર તણો વલી ઠંડ. દેવતા અત્યંત શક્તિવાળા છે જો એમના મનમાં રચના કરવાનો વિચાર આવે તો જંબુદ્વીપને ઉપર તરફ ઉંચકીને એનું છત્ર કરે અને મેરૂ પર્વતને એનો દાંડો બનાવી દે માનો કે મેરૂ પર્વતની ટોચને હાથમાં પકડીને જંબુદ્વીપને ઉલ્ટાવીને છત્ર બનાવી દે એવી અભુત શક્તિ છે. આ ગાથા સાંભળતાં વિસ્મયથી આંખો પહોળી થઈ જાય છે. બિભત્સ રસ – ૨૨૧ રગત મંશ સરખી ત્યાંહા મહી, અંધકાર ઐઉહુ પાસાં સહી, ભીતિ ખડગ સરીખી ધાર, કંહિતા દૂખ ન આવઈ પાર નરકમાં લોહીમાંસની અશુચિ સભર નદીઓ હોય, જેમા જીવને બોળવામાં આવે, ચારે તરફ ગાઢ અંધકાર હોય, ભીંતોમાં ધારવાળા છરા ખોસેલા હોય એવી ભીંતો હોય. ત્યાંના દુઃખનો કહેતા પાર ન આવે એવું હોય. આ ગાથા સાંભળી ધૃણા. ઉત્પન્ન થાય છે જે બિભત્સ રસની પ્રતીતિ કરાવે છે. ભયાનક રસ ૨૭૬ નારી, બાલ, સિરિ મુકઈ ઘાય, નગર દેસ ભાંજેવા જાય. માહા સંગ્રામ અનિ સબલ કષાય નચ્ચ પહુતો રાવણરાય. આ ગાળામાં બાળક, સ્ત્રી વગેરેની ઘાત કરનાર, નગરને લૂંટનાર, મહાયુદ્ધ અને ખૂબજ ક્રોધ કરવાથી નરકે જવાય છે. આવા કાર્યો કરીને રાવણ નરકે ગયો એનું વર્ણન છે જે ભયાનક છે. પ્રશમ રસ/શાંત રસ ૩૩ જેહમાં જીવ ભમ્યો આપણો, અનંતકાલ નાખ્યો ત્યાંહા ઘણો, છેદ્યો ભેદ્યો પીલ્યો ધરી, સોય વાત ગઈ વીસરી. આપણે જીવ વનસ્પતિકાયમાં અનંતકાળ સુધી ભમ્યો. તે છેદાણો, ભેદાણો, પીલાણો એ વાત ભૂલાઈ ગઈ છે માટે તેની હિંસા કરીએ છીએ. આ ગાથા નિર્વેદ ભાવ ઉત્પન્ન કરાવનારી છે. કરૂણ રસ ૪૯ કરમિં દુઓ કાઢેબ અવતાર, અગ્યન ઓપરિ ધસ્યો તિણીવાર, તાપઈ ચર્બ તવ અલગું થાય, બહુ વેદન પામ્યો તસ થાય. કર્મયોગે કાચબાનો અવતાર મળ્યો ત્યારે એને જીવતો જ અગ્નિ પર શેકી Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત એની ઢાલ-ચરબી છૂટી પાડી, એનાથી એને ખૂબ વેદના થઈ. આ ગાથામાં તિર્યંચનું દુઃખ સાંભળી હૃદય દ્રવી જાય છે. સકલ ધર્મમાહિં મુખ્ય મંડો જીવદયા તે સારીજી, જેણઈ પર પ્રાણી નિજ સંતોષ્યા, સોય તર્યા નરનારીજી વીર.... જીવદયા પાલંતા જાણો, નીર્મલ અંદ્રી પંચજી, દીર્ઘ આય તસ રોગ ન આવઈ રૂપ ભલું સુખ સંચજી. દરેક આત્માને પોતાના આત્મા સમાન સરખા માની જીવદયાનું પાલન કરવાની છે. જે ઉપશમ શાંત રસ હોય તો જ સરળતાથી થઈ શકે અને તો જ પંચેન્દ્રિયપણું, નીરોગીપણું અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. આમ, કવિ ઋષભદાસ આ રાસ રચનામાં કદાચ ધ્યેયપૂર્વક રસનું આલેખન નથી કરતાં તે છતાં પણ વિષયની ગહનતાને કારણે આ વિવિધ રસો આપમેળે આવી ગયા છે. ૪૮૬ મધ્યકાલીન જૈન કવિઓની દરેક કૃતિમાં અન્ય રસ કોઈ પણ હોય પરંતુ અંતે તો ઉપશમ ભાવમાં પરિણમતો શાંત રસ જ પ્રધાનતયાએ હોય છે. શ્રાવક કવિ ઋષભદાસની કૃતિમાં શાંત રસ આલેખાયો છે જે નીચેની પંક્તિઓથી પ્રતીત થાય છે. ૪૮૭ 33 ઉપદેશાત્મક શૈલી જે ગાથાઓમાં ઉપદેશ એટલે જીવન જીવવાની શીખ કે બોધ મળે છે; જેમાં શીખામણ કે સલાહ મળે તે ઉપદેશાત્મક ગાથાઓ કહેવાય છે. ઉપદેશના ત્રણ પ્રકાર છે - (૧) પ્રભુસંચિત-એટલે રાજાની માફક આજ્ઞા કરવી તે. (૨) મિત્રસંચિત એટલે સ્નેહીની જેમ સમજાવીને કહેવું તે. (૩) કાંતા સંચિત એટલે સુંદરીની પેઠે મધુર ભાષણથી અસર કરે તે. (ભગવદ્ ગોમંડળ - પૃ. ૧૫૦૭) શ્રાવક કવિ ઋષભદાસ ‘જીવવિચાર રાસ'માં નીચેની ગાથાઓ દ્વારા ભાવકને જીવદયા, શ્રાવકના આચાર, માનવભવની દુર્લભતા, કર્મની ગતિ વગેરે વિષે ઉપદેશ આપે છે. ૨૯ ગુઢે શિરા નઈ સંધૂ પણિ ગુઢ, તેહનિં થાય દીઈ તે કુંડ, પરવ ગુઢ અને સમભાગ, ને દેખી આણો વઈરાગ. જેહમાં જીવ ભમ્યો આપણે, અનંતકાલ નાખ્યો ત્યાંહા ઘણો છેદ્યો ભેદ્યો પીલ્યો ધરી, સોય વાત ગઈ વીસરી. આ બંને ગાથા દ્વારા અનંતકાય (કંદમૂળ)નું ભક્ષણ નહિ કરવાનો ઉપદેશ આપ્યો છે. અનંતકાય કોને કહેવાય એનું નિરૂપણ કરીને એનાથી વૈરાગ્ય લાવવાની વાત કરી છે. ૨૯ જેની નસો, સંધિસ્થાન તથા પર્વો સ્પષ્ટ જણાતા નથી. ગૂઢ એટલે ગુપ્ત છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૮૯ કળી ન શકાય એવા છે. એક ગાંઠાથી બીજા ગાંઠા સુધીના ભાગને પર્વ કહેવાય છે. કેટલીક વાર ગાંઠ માટે પણ પર્વ શબ્દ વપરાય છે. જીવ વિચારના વૃત્તિકાર પાઠકશ્રી રત્નાકરજીએ પાનાનાલાલે' આ શબ્દોથી સ્પષ્ટતા કરી છે કે આ વસ્તુ તેના પાંદડા, સ્કંધ, દાંડી, શાખા વગેરે પરત્વે સમજવી. એટલે જેના પાંદડાંની નસો સ્પષ્ટ જણાતી ન હોય તથા થડ, ડાળ વગેરેના સાંધાઓ અને પર્વો સ્પષ્ટ જણાતા ન હોય તેને સાધારણ કહેવાય. સમભંગ = જેને ભાંગતા સરખા ભાગ થતા હોય છે. તેને સાધારણ વનસ્પતિ જાણીને એ પ્રત્યે વૈરાગ્ય લાવવાનો ઉપદેશ અહીં કવિએ પ્રદર્શિત કર્યો છે. બીજી ગાથામાં કવિ કહે છે કે આ સાધારણ વનસ્પતિમાં આપણે અનંતકાળ સુધી ભમ્યા છીએ. ત્યાં આપણું છેદન ભેદન થયું છે ત્યાં ખૂબ દુઃખ પામ્યા છીએ આજે એ વાત આપણને સ્મરણમાં નથી. માટે જ આપણે એનું ભક્ષણ કરીએ છીએ. જો દુઃખનું સ્મરણ હોત તો ભક્ષણ કરત? માટે જ હવે તેનું સ્વરૂપ જાણ્યા પછી એનું ભક્ષણ છોડી રક્ષણ કરવાનો ઉપદેશ કવિએ આપ્યો છે. નીચેની ગાથામાં માનવ ભવની દુર્લભતા બતાવી છે. ૧૬૧ એ અવદાત કહ્યો મિ જેહ, ગર્ભજ માણસનો સહી તેહ દસ દ્રિષ્ટાંતિ માનવ થાય, પૂન્ય વન્યા ભવ આલેઈ જાય. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ત્રીજા અધ્યનનો સાર આ ગાથામાં ઝળકે છે. चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतुणो | ___ माणुसत्तं सूइ सद्धा संजमम्मिय वीरियं || गाथा-१ આ સંસારમાં પ્રાણીઓ માટે ચાર પરમ અંગ દુર્લભ છે. (૧) મનુષ્યત્વ, (૨) ધર્મ શ્રુતિ, (૩) ધર્મ શ્રદ્ધા અને (૪) સંયમમાં પરાક્રમ (વીર્ય). આમાં સૌથી પ્રથમ માનવભવની દુર્લભતા બતાવી છે. એની ટીકામાં માનવભવની દુર્લભતા સ્પષ્ટ કરવા માટે ૧૦ દૃષ્ટાંત બતાવ્યા છે જે આ પ્રમાણે છે. मानुषत्वं दुर्लभमित्थत्र दश दृष्टान्ता: प्रदर्श्यन्ते, तद् यथा-चोल्लकः પાશર, થાજે, પૂત, રત્ન, સ્વપ્ના, ઘs, p: યુવેગે, પરમાણુel | (આચાર્ય તુલસીનું ઉત્તરાધ્યયન પૃ.૭૩) અર્થાત્ મનુષ્યપણાની પ્રાપ્તિ મહાદુર્લભ છે, એ માટે દશ દષ્ટાંત કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે (૧) ચોલક (૨) પાશક (૩) ધાન્ય, (૪) ધૂત (૫) રત્ન, (૬) સ્વપ્ન, (૭) ચક્ર, (૮) કૂર્મ, (૯) યુગ, (૧૦) પરમાણુ આ દૃષ્ટાંતો “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબની ટીકામાં વિસ્તારથી આપ્યા છે. અન્યત્ર પણ જોવા મળે છે. જેમ કે ચુર્ણિમાં માત્રા “વોકરા પાસન' એટલો ઉલ્લેખ છે. બૃહદ્ઘત્તિ સુખબોધા નિર્યુક્તિની ગાથાઓમાં મૂળ આધાર છે. અહીં એનો ટૂંક સાર પ્રસ્તુત છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત (૧) ચૌલ્લક = ચૂલાનું દૃષ્ટાંત - ચક્રવર્તી રાજા છ ખંડ ધરતીનો ધણી હોય છે. તેના રાજયમાં કેટલા ચૂલા હોય? હવે કોઈને પ્રથમ ચક્રવર્તીના ચૂલે જમવાનું હોય અને પછી તેની રેયતના દરેક ચૂલે જમવાનું હોય તો ફરી ચક્રવર્તીના ચૂલે જમવાનું ક્યારે મળે? કદાચ આખા ભવ દરમ્યાન બીજીવાર ચક્રવર્તીના ઘરે જમવાનો વારો ન આવે. અરે! આખા જીવનકાળ દરમ્યાન એક રાજયના ઘરો પણ માંડ પતે એવું પણ બને. કદાચ કોઈ ઉપાય કે દેવયોગથી તે આખા એ ભરતક્ષેત્રના દરેક ઘરમાં જમી આવે તો પણ મનુષ્ય જન્મ પુનઃ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. પાશક - પાસાનું દૃષ્ટાંત - કોઈએ રમતમાં કળવાળા પાસાનો ઉપયોગ કરીને એક માણસનું બધું ઘન પડાવી લીધું હોય અને તે માણસને પાસાની રમત રમીને એ બધું ધન પાછું મેળવવું હોય તો ક્યારે મળે? કળવાળા પાસા સામે ફરી ફરીને દાવ ગુમાવવા પડે તો પણ જીતી ન શકે. કદાચ કોઈ વ્યક્તિ જીતી પણ જાય તો પણ માનવભવ સહજતાથી પ્રાપ્ત થઈ શકતો નથી. ધાન્ય - લાખો મણ ધાન્યના ઢગલામાં થોડા સરસવના (રાઈના) દાણા ભેળવ્યા હોય અને તે પાછા મેળવવા એક ઘરડી ડોશીને બેસાડી હોય, તો તે દાણા પાછા ક્યારે મેળવી શકે? એમ મનુષ્યભવ મેળવવો દુષ્કર છે. ઘુત- જુગાર - એક રાજમહેલમાં ૧૦૦૮ સ્તંભ હોય અને તે દરેક સ્તંભને ૧૮ હાંસો હોય. તે દરેક હાંસને જુગારમાં જીતવાથી જ રાજય મળે તેમ હોય તો એ રાજય ક્યારે મળે? જેમ આ દુર્લભ છે તેમ મનુષ્ય જન્મ મળવો પણ દુર્લભ છે. રત્ન - સાગરમાં સફર કરતાં પોતાની પાસે રહેલાં રત્નો સાગરમાં પડી જાય પછી પાછા એ સાગરમાંથી રત્નો મેળવવા જેમ મુશ્કેલ છે એમ માનવભવ મેળવવો મુશ્કેલ છે. સ્વપ્નનું દષ્ટાંત - કોઈ ભાગ્યશાળીને રાજ્યની પ્રાપ્તિ કરાવે એવું શુભ સ્વપ્ના આવ્યું હોય અને તેના ફળરૂપે રાજયની પ્રાપ્તિ થાય. એવું સ્વપ્ન લાવવાનો બીજો માણસ પ્રયત્ન કરે તો શું એવું સ્વપ્ન આવી શકે! જેમ એવું સ્વપ્ના અસંભવ છે. એમ માનવ અવતાર પણ અસંભવ છે. ચક્રનું દષ્ટાંત - સ્તંભના મથાળે ૮ ચક્ર અને આઠ પ્રતિચક્ર ફરતાં હોય, તેના ઉપર એક પૂતળી ચક્કર ફરતી હોય, તેનું નામ રાધા સ્તંભ. તેની નીચે. તેલની કડાઈ ઊકળતી હોય, સ્તંભની મધ્યમાં ત્રાજવું હોય અને તે ત્રાજવામાં ઊભા રહીને નીચે પડતા પ્રતિબિંબને આધારે બાણ મારીને તેની બી આંખ વીંધવાની હોય એ કાર્યમાં અનેક લોકોમાંથી એકાદ સફળ થઈ શકે. એવી જ રીતે માનવ જન્મ મેળવવા કોઈક જ સફળ થઈ શકે. Page #400 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૯૧ (૮) કૂર્મ – કાચબો - એક ગીચોગીચ શેવાળથી ભરેલા તળાવમાં એક વખત પવનના ઝપાટાથી શેવાળના પડમાં એક બાકોરૂં પડી ગયું ત્યાં નીચે રહેલા કાચબાએ એ બાકોરામાંથી જોયું તો નિરભ્ર આકાશમાં પૂનમનો ચંદ્ર ચમકી રહ્યો હતો અને આજુબાજુ તારાઓ ટમટમી રહ્યા હતા. આવું અદ્ભુત દૃશ્ય એને પોતાના પરિવારજનોને બતાવવાનું મન થયું. તે પોતાના પરિવાર જનોને બોલાવવા ગયો એટલી વારમાં તો પેલું બાકોરૂં પૂરાઈ ગયું. પાછું ક્યારે ત્યાં બાકોરું પડે ને સાથે સાથે પૂનમનો યોગ હોય ને આકાશ પણ નિરભ્ર હોય ત્યારે એ દૃશ્ય જોવા મળે!! એ જ રીતે મનખાદેહ મળવો મુશ્કેલ છે. યુગ - આ દષ્ટાંત કલ્પનાથી સંબંધ રાખે છે. ધારો કે અસંખ્યાત યોજનવાળા સમુદ્રના એક છેડેથી યુગ (બળદની ગાડીમાં બળદના કાંધ પર રખાતી ઘોંસરી) રાખવામાં આવે ને બીજે છેડેથી એની ખીલી નાંખવામાં આવે અને એ બંને વહેતા વહેતા એક બીજામાં મળી જાય એ વાત જેમ દુર્લભ છે એમ માનવભવ મળવો દુર્લભ છે. (૧૦) પરમાણુ - એક સ્તંભનું બારીક ચૂર્ણ એક બારીક ભૂંગળીમાં ભરીને એક પર્વત પરથી કોઈ દેવ તેને ફેંક વડે ચોતરફ ફેલાવી દે પછી એ ચૂર્ણના બધા પરમાણુ એકત્ર કરી ફરી સ્તંભનું નિર્માણ કરવું જેમ દુષ્કર છે એમ મનુષ્ય ભવ મેળવવો દુષ્કર છે. આ બધા દૃષ્ટાંતોનો સાર એ જ છે કે ખૂબ મુશ્કેલીથી મળેલો આ મનુષ્યભવ વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે, ત્યાર પછીની ગાથામાં ૧૨ વ્રત રૂપ ધર્માચરણ ન કરવાથી શું ગેરફાયદો થાય તેની વાત કહી છે. એ જાણ્યા પછી ૧૨ વ્રતનું આચરણ કરીએ. જેથી ફરી ફરી મનુષ્યભવની પ્રાપ્તિ થઈ શકે. બાર વ્રતનું પાલન ન કરવાથી દુર્લભ એવો મનુષ્યભવ એળે જાય છે. એ નીચેની ગાથાઓથી સ્પષ્ટ થાય છે. ૧૬૨ જીવતણી નવ્ય રીખ્યા કરઈ, અલીઅ વચન મુખથી ઉચરઈ, ચોરી કરઈ પરરમણી ઘરઈ, પાપકારી ઘચ્યો તઈ ભરઈ. ૧૬૩ પાપિ પરિગ્રહિ મેલિ બહુ, લેઈ અગડ વ્રત ખડયાં સહુ, ભખ્ય અભખ્યનો કરતો આકાર, હારઈ માનવનો અવતાર. ૧૬૪ હાશ વિનોદ બહુ ક્રીડા કરી, ચાલ્યો ઘટ બહુ પાર્ષિ ભરી, સમતા અંગિ ન જાણઈ જેણ, ઊંચો હાથ ન કીધો તેણ, ૧૬૫ પોષધ વરત ન જાણઈ જેણ, ઊંચો હાથ ન કીધો તેણ, ન લહી તપ જપ ક્યરીઆ વાત, મૂરિખ ઘણા ભવ ખોઈ જાત. આ ચાર ગાથામાં ચરણકરણનુયોગદષ્ટિગોચર થાય છે. ચરણકરણાનુયોગમાં બાર વ્રતનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે જે આ ચાર ગાથામાં સમાઈ જાય છે. આ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત બાર વ્રત નીચે મુજબ છે. જે નિષેધાત્મક રૂપે બતાવાયા છે. અર્થાત્ આ વ્રતપાલન ના કરવાથી ઘણાં ભવ ખોઈ નાંખ્યા છે. (૧) જીવતણી નવ્ય રીખ્યા કરઈ - પ્રથમ વ્રત અહિંસાનું છે એમાં જીવની રક્ષા કરવાનું વિધાન કર્યું છે. જીવદયાનું પાલન કરવાથી અહિંસાનું પાલન થાય છે અને જીવદયા ન પાળવાથી વ્રતભંગ થાય છે. અલીઆ વચન મુખથી ઉચરઈ - જૂઠું બોલ્યા હોય. બીજું વ્રત સત્યવ્રત છે. ખોટું બોલવાથી સત્યવ્રતનો ભંગ થાય છે. ચોરી કરે - ત્રીજું વ્રત અચોર્ય છે. એનો ચોરી કરવાથી ભંગ થાય છે. પરરમણી ધરે-ચોથું વ્રત બ્રહ્મચર્યનું છે એમાં પોતાની પત્નીથી સંતોષ માનવાનો હોય છે પરસ્ત્રીને ધરવાથી ચોથું વ્રત ખંડિત થાય છે. તેમ જ પાપનો ઘડો ભરાઈ જાય છે. પાપિ પરિગ્રહ મેલિ બહું - પાંચમું વ્રત અપરિગ્રહનું છે. પાપકારી કાર્યો કરીને ખૂબ પરિગ્રહ એકઠો કરવાથી પાંચમું વ્રત તૂટે છે. અગડવ્રત ખચાં સટુ - છઠું વ્રત દિશાઓની મર્યાદા બાંધવા માટેનું છે. એ વ્રત લઈને ખંડિત કરે જેથી છઠું વ્રત તૂટે છે. (૭) ભખ્ય અભખ્યનો કરતો આહાર-સાતમું વ્રત ઉપભોગ-પરિભોગની દ્રવ્ય મર્યાદા કરવા માટેનું છે. ખાવાયોગ્ય વસ્તુઓ પણ બધી નથી ખાવાની એમાં પણ મર્યાદા કરવાની છે. પણ જે ભક્ષ્યાભઢ્યના વિવેક વગર ખા-ખા કર્યા કરે છે એ દુર્લભ એવા મનુષ્યભવને ખોઈ દે છે. હાશ-વિનોદ બહુ ક્રીડા કરી, આઠમું વ્રત અનર્થાદંડનું છે. કારણ વગરના કાર્યો, ઠઠ્ઠા, મશ્કરી વગેરે કરવાથી આ વ્રત તૂટે છે. સમતા અંગ ન આયો - નવમું વ્રત સામાયિકનું છે એમાં સમતા રાખવાની હોય છે સમતા ન રાખે તો આ વ્રત તૂટી જાય છે. (૧૦) ક્રોધ કરી ભવ ખોઈ સદા - ૧૦ મું વ્રત જીવ કરે નહિ. (૧૧) પોષધ વ્રત અગિયારનું છે – પોષધ વ્રત જીવ કરે નહિ (૧૨) ઊંચો હાથ કીધો ન તેણ-દાન ન દીધું હોય. ૧૨મું વ્રત અતિથિ સંવિભાગનું છે. દાન ન દે તો આ વ્રતનું પાલન થતું નથી. આમ ૧૨ વ્રત, તપ, જપ, ક્રિયા ન કરવાને કારણે મૂરખ માનવી ઘણાં ભવ ખોઈ દે છે. આવી રીતે ૧૨ પ્રકારના વ્રત આદરવાને બદલે પરનિંદા કરે તો દુર્લભ એવો મનુષ્ય ભવ ખોઈ નાખે છે એ વાત નીચેની ગાથામાં કહી છે. ૧૬૬ પરનંદા કરતા ભવ ગયો, સહિ ગુરૂ શંગ કહીં નવિ થયો, શ્રી જિનપૂજા ન કરી કદા, માનવનો ભવ ખોયો મુદા. આ ગાથા દ્વારા સાચા દેવ, ગુરૂ, ધર્મને અંગીકાર કરવાની ભાવના વ્યક્ત (૯). Page #402 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૯૩ થાય છે. મનુષ્ય ભવ મળવો દુષ્કર છે. આ ભવ ‘દેવ, ગુરૂ, ધર્મની’ આરાધના વગર વ્યર્થ જાય તો એ ભવને ખોઈ નાંખવા જેવી વાત છે. કેવળી પ્રરૂપિત ધર્મનું સેવન કરવા સામાયિક-પ્રતિક્રમણ, સ્વાધ્યાય આદિ કરવાનું હોય એના બદલે પરનિંદામાં અટવાઈ જાય તો ધર્મ કરી શકે નહિ, પંચમહાવ્રતધારી અહિંસાનું પૂર્ણપણે પાલન કરનાર ગુરૂને બદલે હિંસાદિ ક્રિયાકાંડો કરાવનાર ગુરૂના સંગથી પણ ખૂબ નુકશાન થાય છે. તેમ જ ૩૪ અતિશય, ૩૫ વાણી, ૮ મહાપ્રતિહાર્ય સહિત, ૧૮ દોષ રહિત, ૧૨ ગુણ સહિત કેવળજ્ઞાની એવા તીર્થંકર શ્રી જિનપ્રભુ સિવાય બીજા કોઈપણ સરાગી દેવ કે ઈશ્વરને મનથી સ્મરે નહિ, વચનથી ગુણકીર્તન કરે નહિ અને કાયાથી વંદન, નમસ્કાર વગેરે કરે નહિ તો જ સાચી જિનપૂજા થઈ કહેવાય. આવી જિનપૂજા ન કરે તો મનુષ્યભવ મુદ્દલ ખોવાઈ જાય છે. ૧૬૭ નવયોવન મદમાતો ફરયો, જૂં રમીઓ ગુણિકા શંગ કર્યો. આહેડો કીધો અતિ ઘણું હાર્યા મુરિખ માનવપણું યુવાનીમાં મદમાતો ફર્યો અથવા મદિરાપાન કરીને માદક પદાર્થોનું સેવન કરીને મદમાં કેફમાં રહ્યો, જુગાર રમ્યો, વેશ્યાનો સંગ કર્યો અને શિકાર કરવામાં રહ્યો એ એની મુર્ખાઈને કારણે માનવપણું હારી ગયો. ૧૬૮ સફલ હુઓ તેહનો અવતાર, જેણઈ નરઈ કીધો તત્ત્વ વીચાર, સમકીત સીલ રયણ જેણઈ ધર્યું, પાત્રિં દાન જેણઈ આદરયું. ખોઈ દીધેલા, હારી ગયેલા માનવભવને સુધારવો હોય, સફળ કરવો હોય તો તત્ત્વનો વિચાર કરવો જોઈએ. નવ તત્ત્વનો અભ્યાસ કરીને તેમાંથી હેય, જ્ઞેય, ઉપાદેય તત્ત્વો જાણીને તે પ્રમાણે વર્તાય તો બેડો પાર થાય. તત્ત્વ વિચારણાથી સમકિત રત્ન પ્રાપ્ત થાય. સમકિતથી શીલ રત્નની પ્રાપ્તિ થાય છે. દાન, શીલ, તપ, ભાવ એ ચાર ધર્મના પાયા ગણાય છે. માટે એ પાયાને મજબૂત બનાવવા જોઈએ. સુપાત્રને દાન આપવાથી જીવન સાર્થક બની જાય છે. આવો દુર્લભ મનુષ્ય ભવ બધા ભવ કરતા ઓછી વાર પ્રાપ્ત થાય છે. સમુચ્ચય જીવો આશ્રી અનાદિકાળની સરેરાશ કાઢતાં ભગવંતે આગમમાં વર્ણવ્યું છે કે આ જીવે સર્વથી થોડો કાળ મનુષ્યગતિમાં પસાર કર્યો છે. તેનાથી અસંખ્યાતગણો કાળ નરકગતિમાં, તેનાથી અસંખ્યાતગણો કાળ દેવગતિમાં, એનાથી અનંતગણો કાળ તિર્યંચ ગતિમાં પસાર કર્યો છે. કવિ ઋષભદાસ માનવભવની દુર્લભતા વિશે જણાવે છે કે ૧૭૪ ‘ગર્ભજ નર જગમ્હાં વડો, મુગતિ પંથ જસ હોઈ.’ ગર્ભજ મનુષ્યનો ભવ બધા ભવમાં શ્રેષ્ઠ ભવ છે એમાં જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. એ જ ઉપદેશ આ ગાથા દ્વારા મળે છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિમાંથી મનુષ્ય ગતિ જ શ્રેષ્ઠ છે. તિર્યંચ એટલે કાંઈક ખામીવાળા જીવ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત મનુષ્યની જેમ તેમની બુદ્ધિ ખાસ વિકસેલી હોતી નથી. વ્રતપાલન કરે પણ તેમને કેવળજ્ઞાન ન થઈ શકે. દેવ-નરકમાં પણ કોઈ પુરૂષાર્થ ન કરી શકે. જન્મથી અવધિજ્ઞાન હોય અને સંજ્ઞીતિર્યંચમાં સમ્યફ પુરૂષાર્થથી અવધિજ્ઞાન થઈ શકે પણ મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તો ફક્ત મનુષ્યને જ થઈ શકે છે. માટે મનુષ્ય ભવ જ મહત્ત્વનો છે. દુર્લભ એવા મનુષ્ય ભવને સફળ બનાવવા શું કરવું જોઈએ એનો ઉપદેશ નીચેની ગાથા દ્વારા મળે છે. ૧૭૧ દીન ઉધાર નિ પરમ ઉપગાર, વીવહાર ચુધ રાખઈ નર સાર, જે નર જપતા શ્રી નકાર, સફલ કર્યો માનવ અવતાર. ૧૭૨ ગુણવંતના ગુણ બોલઈ સદા, કઠણ વચન વિભાખઈ કદા, વવેક ધરઈ અંદ્રી દમ કરઈ, હીતકારી વાણી ઓચરઈ. ૧૭૩ એહેવા બોલ અનેરા જેહ, સુપરષ નર આદરતા તેહ. તે માનવ જગમાંહિ સાર, ગર્ભજ નરનો કહ્યો વિચાર. આ ત્રણ ગાથાની અંદર સુપુરૂષ એટલે શ્રાવક હોય તે કેવા બોલની આરાધના કરવાવાળા હોય તેનું સુંદર નિરૂપણ કર્યું છે. જે દીન-દરિદ્ર છે તેમને ઉદ્ધાર કરનાર, બીજા જીવો પર ઉપકાર કરનાર, વ્યવહાર ચોખ્ખો રાખનાર, ગોલમાલ ન કરનાર, નવકાર મંત્રનું સદા રટણ કરનાર, હંમેશાં ગુણીજનોના ગુણ પ્રગટ કરનાર. કર્કશ વચનો ક્યારેય ન બોલે, વિવેકપાન, ઈંદ્રિયોનું દમન કરનાર, હીતકારી વચનો બોલનાર. આવા અનેરા બોલ જે સુપુરૂષ હોય તે આદરે છે. એવા માનવનું જીવન જ જગતમાં સારરૂપ છે. એનો જ માનવ અવતાર સફળ થાય છે. ૨૮૬ ણી પઈરિ ભમીઓ વાર અનંતી તો હુ વીષઈ નવ્ય પાપ બંમતી, ત્રષ્ના તરૂણી તે ન સમંતી, વાત કરઈ જીવ મળ્યમાં ગમતી. આ ગાથાની પૂર્વેની ગાથામાં કેવા કર્મો કરવાથી કેવા જીવો નરકે ગયા એની વાત કરી છે. એના અનુસંધાનમાં કહે છે કે નરકગામી જીવોની માફક આપણે પણ અનંતી વાર નરકમાં ભમી આવ્યા છીએ, છતાં વિષયોમાં લુબ્ધ થઈને પાપને વમતા (છોડતા) નથી. વિષયો પાપને છોડવા દેતા નથી, તૃષ્ણા પણ તરૂણીની જેમ યુવાનો જ રહે છે એ પણ શમતી નથી. પોતાને મનમાં આવે એ જ રીતે વર્તે છે જેને કારણે અનંતોકાળ ફર્યા કરે છે. ૨૮૭ મનગમતું બોલિ સહી, ન કરઈ તત્ત્વ વીચાર, નર નિ નર્ચ જવા તણાં, લખ્યણ ભાખ્યા ચ્યાર. ૨૮૮ ક્રોધ ઘણો નીદ્રા બહુ આકાર તણો નહીં પાર, વીષઈ ત્રપતિ નવી પામતો, તસ નર્ગિ અવતાર. ૨૮૯ તેણઈ કારણિ નર ચેતયો, કયો ધર્મ સુસાર અરિહંત સીધ મૂની સમરતાં, નરગિ નહી અવતાર. Page #404 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૯૫ આ ત્રણ ગાથાની અંદર નારકીમાં જવાના લક્ષણ અને તેનાથી બચવાના ઉપાય બતાવી દીધા છે. જે વ્યક્તિ તત્ત્વનો વિચાર કર્યા વગર મનફાવે તેમ બોલે એને માટેનરકના દ્વાર ખુલ્લી જાય છે. નરકમાં જવાના ચાર લક્ષણ બતાવ્યા છે. ખૂબ જ ક્રોધ, ગુસ્સો, રોષ કરે, ખૂબ નિદ્રા કરે, કુંભકર્ણની માફક સૂતો રહે, ખૂબ જ આહાર કરે (માંસાહાર કરે) અને વિષયો ભોગવવામાં તૃપ્તિ ન પામે એવો જીવ નરકમાં ઉપજે છે. આ ચાર કારણે જાણીને હે નર! તું ચેતી જા અને સારરૂપ એવા ધર્મમાં જોડાઈ જા. અહિંસા એ સર્વધર્મનો સાર છે માટે કવિએ જીવદયા પર પણ ભાર મૂક્યો છે. અહિંસા જૈન ધર્મમાં પંચમહાવ્રત-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું અદકેરું સ્થાન છે. એમાં અહિંસાનું સ્થાન અતિ મહત્ત્વનું છે. અન્ય ધર્મોમાં પણ અહિંસાની વાત કરવામાં આવી છે પરંતુ તે મનુષ્ય કે બહુ બહુ તો સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય (પશુ-પક્ષી) સુધી જ સીમિત છે. જ્યારે જેન ધર્મની અહિંસા જીવમાત્ર માટે છે અને તે સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોની જયણાનો ઉપદેશ આપે છે. અ = નહિ, હિંસા = કોઈપણ પ્રાણીનો ઘાત કરવો, અપશબ્દ બોલવા તથા માનસિક રૂપથી કોઈનું અહિત ચિંતવવું એ હિંસા છે. અહિંસા એટલે હિંસા ન કરવી તે પ્રાણીમાત્ર પ્રત્યે દુર્ભાવનો અભાવ તથા સમજવાનો નિર્વાહ અહિંસા જાગ્રત આત્માનો ગુણવિશેષ છે. અહિંસા માનવજાતિના ઊર્ધ્વમુખી વિરાટ ચિંતનનું સર્વોત્તમ વિકાસબિંદુ છે. લૌકિક અને લોકોત્તર બંને પ્રકારના મંગલજીવનનો મૂળ આધાર અહિંસા છે. વ્યક્તિથી પરિવાર, પરિવારથી સમાજ, સમાજથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી. વિશ્વબંધુત્વનો જે વિકાસ થયો કે થઈ રહ્યો છે એના મૂળમાં અહિંસાની પવિત્ર ભાવના જ કામ કરે છે. અહિંસાનો સ્વીકાર લગભગ બધા ધર્મદર્શનોમાં કોઈને કોઈ રીતે કરાયો છે. અહિંસાના બે પ્રકાર છે નિષેધાત્મક અને વિધેયાત્મક. (૧) નિષેધનો અર્થ છે ન કરવું - કોઈપણ જીવનો પ્રાણઘાત ન કરવો. (૨) વિધેયનો અર્થ છે કરવું - દયા, કરૂણા, મૈત્રી, પ્રેમ વગેરે કરવા. આ બંને પ્રકારની અહિંસા જીવનમાં પ્રગટે તો જ તેજ આવે. આ પ્રકારની અહિંસાને જ ક્ષત્રિયનો ગુણ કહ્યો છે. અહિંસાનો નિષેધાત્મક અર્થ ખાસ કરીને વધારે પ્રચલિત છે જેમ કે કોઈની હિંસા ન કરવી, મારવું નહિ, હાનિ ન પહોંચાડવી, અપશબ્દ ન બોલવા વગેરે પરંતુ સાથે સાથે વિધેયાત્મક અહિંસા-પ્રેમ સદ્ભાવ, સેવા, કરૂણા, આત્મવત્ વ્યવહાર વગેરેને પણ પ્રચલિત કરવાની જરૂર છે બંને પ્રકારની અહિંસાનું પાલના એટલે જ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવદયા જે અલૌકિક શક્તિને પ્રગટાવે છે. સુખસંપતિ પ્રગટાવે છે. એનું નિરૂપણ શ્રાવક કવિ ઋષભદાસે નીચેની ગાથામાં કર્યું છે. ૪૮૬ સકલ ધર્મમાહિં મૂખ્ય મંડો, જીવદયા તે સારીજી, જેણઈ પર પ્રાણી નિજ સંતોષ્યા, સોય તર્યા નરનારીજી, વીર...... ૪૮૭ જીવદયા પાલતાં જાણો નીર્મલ અંદ્રી પંચજી, દીર્ઘ આય તસ રોગ ન આવઈ, રૂપ ભલું સુખ સંચજી વીર... ૪૮૮ છેદન ભેદન તે નવી પામિ, તે કહીંઈ નહી દુખીલજી, તે પંચઈ અંત્રી સુખ વલસઈ, તે નર સઘલઈ સુખીઓજી વીર... ૪૮૯ હુ સૂખીઓ સૂખ પામ્યો સબલું, સમજ્યો જીવ વીચારજી, ગાબંધ કર્યો મિં એહનો પામી ગુરૂ આધારજી. આ ચાર ગાથામાં કવિએ જીવદયાનું મહત્ત્વ આલેખ્યું છે. શ્રાવક માટે જીવદયાનું પાલન એટલે જયણાપૂર્વકનું, જીવન જીવવું. જેમ આપણને થતી શારીરિક કે માનસિક પીડા પસંદ નથી એમ જગતના કોઈપણ પ્રાણીને પીડા ગમતી નથી. પીડાનો અનુભવ જેવો આપણને થાય છે એવો જ અન્યને પણ થાય છે. જો આપણને શાંતિ સુખ વેદનારહિત જીવન ગમે છે તો બીજાને પણ એવું જ જીવન ગમે છે. તેથી બીજા જીવોને ઓછામાં ઓછું દુઃખ થાય, આપણે તેના દુઃખમાં નિમિત્ત ન બનીએ એવી જીવન શૈલી અપનાવવી તેનું નામ છે જયણા. વાંદા, માંકડ, જૂ, વીંછી, ઉધઈ, માખી વગેરેના ઉપદ્રવથી નિર્દોષ કઈ રીતે બચાય. તેમની ઉત્પત્તિ ન વધે એવા ઉપાય યોજવા એ જયણાનું હાર્ટ છે. જેથી જીવદયાનું પાલન સહજ જ થઈ જાય છે. ‘જીવો અને જીવવા દો'નો મંત્ર સાર્થક બની જાય. “સર્વે નવાવ પ્રતિ ગીવિડ ન મરિનીષા’ દરેક જીવો જીવવા ઈચ્છે છે કોઈ મરવા ઈચ્છતું નથી, માટે શક્ય એટલા જીવોને દુઃખ આપવાની વૃત્તિથી દૂર રહેવું, તેમનું દુખ દૂર કરવું અને કારણ વગરની (અનર્થદંડ) હિંસાથી તો દૂર જ રહેવું તો જ જીવદયાનું પાલન સરખી રીતે થઈ શકે. “સર્વભૂતેષ આત્મવત્ એ ભાવનાને આત્મસાત્ કરવાની છે. કવિએ પણ કહ્યું છે કે - ‘જણઈ પરપ્રાણી નિજ સંતોષ્યા, સોય તર્યા નરનારીજી.’ જેમણે બીજા જીવોને પોતાના જેવા જ માન્યા છે તે નર નારી તરી જાય છે. જીવદયાનું પાલન કરવા માટે જીવોને ન મારવા એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વ એ જીવો પ્રત્યે પ્રેમ, કરૂણા, મૈત્રીભાવ કેળવવાનું છે. તેમ જ ગૃહકાર્ય કરતાં ખૂબ જ સાવચેતી રાખવી. વેરાયેલા-ઢોળાયેલા કણો-પાણી વગેરે વાળી જમીનને તરત જ સ્વચ્છ કરી લેવી જેથી જીવોત્પતિ જ ન થાય અને સહેજે હિંસાથી બચી જવાય. ઘરમાં યોગ્ય પ્રમાણમાં હવા ઉજાસ આવે તો પણ ઘર જીવજંતુ મુક્ત રહેશે. કદાય કોઈ કારણસર જીવોત્પતિ થઈ ગઈ તો સૂર્યાસ્ત-સંધ્યાકાળ સમયે ધૂપ કરવો. દિવસે Page #406 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૯૭ ધૂપ કરવાથી બહાર નીકળનારા જીવો સૂર્યપ્રકાશ સહન ન કરી શકતા મરણને શરણ થાય છે. કે પછી ચક્લા, કાબર, કાગડા, કૂતરા, બિલાડાનો શિકાર બની જાય છે. વહેલી સવારે ધૂપ કરવાથી ખોરાક માટે નીકળેલા પક્ષીઓ એ જીવજંતુને ભક્ષ્ય બનાવી દે. રાત્રે ધૂપ કરવાથી દેખી શકનારા જીવો અંધારામાં ન દેખી શકવાથી ભયભીત બની જાય તેમ જ ગરોળી વગેરેના ભક્ષ્ય બનવાની સંભાવના રહે. દેખી ના શકનારા જીવો પર પણ સૂર્યપ્રકાશની વધતી ઘટતી અસર સૂક્ષ્મ કંપની દ્વારા સ્પર્શનેન્દ્રિયા વડે અનુભવી શકાય છે. માટે જીવદયાના પાલન માટે સૂર્યાસ્તનો સમય જ શ્રેષ્ઠ છે. આ ઉપરાંત દૂધ, દહીં, ઘી, તેલ કોઈપણ પ્રવાહીવાળા વાસણો ઢાંકીને જ રાખવા જેથી તેમાં જીવજંતુ પડીને મરે નહિ. ખાલી બાલ્દી, તપેલા વગેરે ઉંધા જ રાખવા જેથી તેમાં જીવો ન ભરાય કે કરોળિયા જાળાં ન બાંધે. અળશિયા સાપોલિયા વગેરે નીકળે તો એને સાવચેતીથી ઉપાડીને દૂર ઝાડીમાં કોઈનો શિકાર ન થાય એવી રીતે મૂકી આવવા. ઘરમાં પક્ષીઓ માળા ન બાંધે તેનું ધ્યાન રાખવું. માળો બાંધી દીધો હોય. અને એમાં ઈંડાં મૂકી દીધા હોય તો એને ઉડાડવા નહિ. પણ બચ્ચાનો જન્મ થઈ જાય પછી પોતાની રીતે બહાર જઈ શકે પછી જ એમને બહાર કાઢવા. જૂના જમાનામાં પક્ષીઓના માળા માટે ઘરની બહારની દિવાલમાં બાકોરા રાખવામાં આવતા જયાં પક્ષીઓ સુરક્ષિત રીતે માળા બાંધી શકે. ભારતીય સંસ્કૃતિમાં માત્ર ભૂખ્યા તરસ્યાને જ અન્ન આપવું એમ નહિ પણ કીડીઓને કીડીયારું, કૂતરાને રોટલો, કાગડો, કબૂતર, ચક્લા વગેરે પક્ષીઓને ચણા આપવામાં આવતું. આની પાછળ એક મહાન તથ્ય સમાયેલું હતું. બીજા જીવોને ખાઈને જીવતાં પશુ પક્ષીઓ જયારે તેમને પૂરતા પ્રમાણમાં નિર્દોષ ખોરાક અપાતો. ત્યારે તેવા મળતાં નિર્દોષ ખોરાકથી ધરાઈ જતા એટલે બીજા જીવોને ખાતા નહિ આથી બીજા જીવોના જીવની રક્ષા થતી અને એ જીવોને નહિ ખાવાથી પશુ-પક્ષીઓના જીવનમાં પણ અહિંસક સંસ્કારો પેદા થતા જેને લઈને પશુ-પક્ષીઓ અહિંસક રીતે જીવન જીવીને પોતાના જીવનને અહિંસાથી અનાયાસે પરિપ્લાવીત બનાવી દેતા. આજે પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે સંસ્કૃતિમાં વિકૃતિ પ્રવેશી ગઈ છે તે દૂર કરીને ફરીથી આપણી મૂળ સંસ્કૃતિને જાગ્રત કરવાની જરૂર છે. આ ઉપરાંત આપણી જીવનશેલી એવી હોવી જોઈએ જેમાં શોખ પોષવા માટે હિંસા કરીને મેળવાતા ચામડા-રેશમ-ફરના વસ્ત્રો વગેરેનો ત્યાગ કરવો જોઈએ. દવા અને પ્રસાધનો પણ અહિંસક રીતે બનેલા વાપરવા જોઈએ. માંસાહાર તો બિલકુલ ન કરવો જોઈએ. મનુષ્યના નખ, દાંત, જડબા, જઠર એવા નથી જેવા માંસાહારી પ્રાણીઓના હોય છે. માટે માંસાહાર ન કરવો જોઈએ. વિજ્ઞાનથી અણુબોંબ જેવા સાધનો બનાવવાથી હિંસા વધી છે પરંતુ એ જ વિજ્ઞાનનો ઉપયોગ કરીને અનાજનું ઉત્પાદન વધારવાથી અનાજ સસ્તું થતાં માંસાહાર ઘટી શકે છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અહિંસા હૃદયનો સર્વોત્કૃષ્ટ ગુણ છે. જે જ્ઞાન-ત્યાગ રૂપ સાધનાથી-જયણાથી પ્રાપ્ત થઈ શકે છે જે જીવદયાથી જ ફલિત થાય છે. માટે જ કવિએ પણ કહ્યું છે કે સકલ ધર્મમાંહિ મુખ્યમંડો જીવદયા તે સારીજી. જીવદયાનું પાલન કરનારને શું ફાયદો થાય એનો ઉપદેશ કવિએ બાકીની બે ગાથામાં આવ્યો છે. પાંચે ય ઈન્દ્રિયની પરિપૂર્ણતા, દીર્ધાયુ, નીરોગીપણું, સુરૂપપણું, સુખ - દુઃખ-છેદન-ભેદનથી મુક્તિ, પાંચેય ઈન્દ્રિયથી પ્રાપ્ત થતા ભોગોપભોગ વગેરેને પ્રાપ્ત કરીને સુખ પામે છે. પણ આ સુખ પામવા માટે “જીવવિચારનું સ્વરૂપ સમજવું જોશે. કવિ પોતાનું દૃષ્ટાંત ટાંકીને કહે છે કે મેં આ ‘જીવવિચાર” ગુરૂ આધારે સમજીને કંઠસ્થ કરીને આત્મસાત્ કર્યો છે માટે હુ ખૂબ સુખ પામ્યો છું. જીવદયા અને પર્યાવરણ આ સૃષ્ટિની સમગ્ર સંપત્તિ સહિયારી છે. કોઈ એક વ્યક્તિ માટે નથી જ કોઈ આ પ્રાકૃતિક સંપત્તિનો બેફામ દુરૂપયોગ કરે એ એની ગેરસમજણ છે. એ ગેરવ્યાજવી પણ છે. વિશ્વની પ્રાચીન સભ્યતા તેમ જ સંસ્કૃતિરૂપ ગણાતા ભારત દેશના દિવ્ય મહર્ષિઓએ એની રક્ષા માટે પૃથ્વી-પાણી-વાયુ-અગ્નિ વગેરે માટે મંત્રો બનાવીને પર્યાવરણના રક્ષાની દીર્ઘ દૃષ્ટિ ખીલવી હતી. જેનદર્શન પ્રમાણે તો પૃથ્વી વગેરે સજીવ છે. ચેતનાવંત છે માટે તેનો બેફામ ઉપયોગ કરવાથી એ જીવોની વિરાધના કે હિંસા થાય છે. માટે જીવદયાના પાલન પર ભાર મૂકીને આ જીવોની રક્ષા કરવા પર ભાર મૂક્યો છે. જેથી પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યા આપોઆપ દૂર થઈ જાય છે. સચરાચર વિશ્વના આપણે પણ એક અંશ માત્ર છીએ જેમ આપણે જીવવા ઈચ્છીએ છીએ એમ બધા જીવવા ઈચ્છે છે. માટે જીવો અને જીવવા દો’ જેથી પર્યાવરણની રક્ષા પણ થઈ જશે. આજ જીવદયા પાલનનું હાર્દ છે. આમ આપણે પણ કવિની ઉપદેશાત્મક ગાથાઓમાંથી બોધ પામીને જીવનને આચાર-વિચારથી સમૃદ્ધ બનાવશું તો ખૂબ જ સુખ-સમૃદ્ધિને પ્રાપ્ત કરીશું. ક્યાંક ક્યાંક કવિએ માત્ર બીજાને જ નહિ પણ પોતાને પણ ઉપદેશ-બોધ આપ્યો છે. સુભાષિત કહાપણ ભરેલા, પ્રોઢ, અર્થપૂર્ણ છતાં ઓછામાં ઓછા શબ્દોમાં વ્યક્ત થયેલા આકર્ષક અને અપૂર્વ એવા સુંદર વિચારો અર્થગર્ભ સંસ્કારી અને કવિત્વપૂર્ણ વાણી દ્વારા પ્રગટ થાય એને સુભાષિત કહેવાય. ‘સુઝુભાષિત” સુંદર રીતે બોલાયેલો કહેવાયેલો વિચાર આવા સુભાષિતોમાં સચોટ અને ધારી અસર કરવાની અજબ શક્તિ રહેલી છે. કોઈ વર્ય પ્રસંગને અલંકૃત કરવા માટે આવા સુભાષિતો યોજાય છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૯૯ કોઈ બોધ આપવા માટે પણ સુભાષિતોનો આશ્રય લેવાય છે. જીવવિચાર રાસમાં પ્રયોજાયેલા સુભાષિતો. 30 ૩૧ વીષ ઢલીઉ ઉલખતો ખાય, તે મૂરયખ ભાખઈ જિનરાય. જીવ અજીવના ભેદ જે લહિ, નવઈ તત્ત્વના અરથ જે કરઈ. સમજઈ પૂરો જિનવર ધર્મ, કંદ ભખઈતો ભારે કર્મ. આ ત્રણે સુભાષિતોમાં અનંતકાયનું ભક્ષણ ન કરવા સંબંધીના વિચારો માર્મિક રીતે રજુ કરવામાં આવ્યા છે. જે જીવો સાધુ ભગવંતોને નમતા હોય અને જિનેશ્વરની પૂજા કરતા હોય. એ જીવો કંદમૂળ-અનંતકાય ન ખાય. ધર્મને સમજ્યા પછી કંદમૂળ ખાય એ મૂરખ ગણાય. એવા પુરૂષને પંડિત ન કહેવાય જે જાણીજોઈને કૂવામાં પડે એને ખાય નહિ. ખાય તો જિનરાજ એને મૂરખ જ કહે. જે જીવ-અજીવના ભેદને જાણે એવા અર્થને કહે. જે જિનવરનો પૂરેપૂરો ધર્મ સમજ્યા છતાં કંદમૂળ ખાય તો ભારેકર્મી કહેવાય છે. ૩૨ નમિ સાધ જિન પૂજઈ પાય, સોય પુરૂષ એહનિ નવ્ય ખાય, સમઝિ ધર્મ કંદ ભાખ્યું કરઈ, સો ય પુરૂષ મુરિખ મ્હાં સરઈ. પંડીતપણું તેહનું નવિજૂઈ, દેખંતો ઝંપાવઈ કૂઈ, તત્ત્વના જાણકારને આ સુભાષિતો મર્મસ્થાને ચોટ પહોંચાડે છે. હૃદયને હલબલાવી દે છે. ચિત્તને ચોટ પહોંચાડે છે. બુદ્ધિ એના બોધને ગ્રહણ કરવા ઉત્સુક બને છે અને કંદમૂળ ત્યાગવા વિવશ બની જાય છે. આમ, આ સુભાષિતો દ્વારા આપણા ચિત્ત પર ચોટ લાગે છે. તેથી એની ધારી અસર થાય છે. ભાષાશૈલી મધ્યકાલીન યુગમાં વિક્રમની સત્તરમી સદી સાહિત્ય ક્ષેત્રે સુવર્ણ સદી ગણાય છે. સોળે કળાએ ખીલેલા સાહિત્ય જગતમાં ત્યારે રાસા સાહિત્યની બોલબાલા હતી. રાસ એટલે ગેય અને અભિનયક્ષમ સાહિત્ય પ્રકાર. વિષયની દૃષ્ટિએ રાસ રચનામાં અપાર વૈવિધ્ય મળે છે. પ્રસ્તુત રાસ તાત્ત્વિક છે તેથી તેનું પદ્ય પણ તત્ત્વપ્રધાન જ હોય તે સ્વાભાવિક છે. છતાં એમાં સાહિત્યિક તત્ત્વ પણ રહેવાનું જ. સત્તરમી સદીની ભાષાની છાંટ પણ રહેવાની જ. તેની ભાષાશૈલીને સમજવા તેમાં વપરાયેલ વ્યાકરણ તત્ત્વનો અભ્યાસ કરવો જરૂરી છે. આ અભ્યાસ કરતા જે તત્ત્વો ઊભરીને સામે આવે છે તે આ પ્રમાણે છે. વિભક્તિ - શ્રી અનુયોગદ્ધારના ૧૬૮માં સૂત્રમાં આઠ વિભક્તિ બતાવી છે. નિર્દેશ - પ્રતિપાદક અર્થમાત્રનું પ્રતિપાદન કરવું તેનું નામ નિર્દેશ છે. જેને કર્તા પણ કહેવાય છે. આ નિર્દેશમાં ‘સુ સૌ નસ્’ આ પ્રથમા વિભક્તિ હોય છે. ૧. પ્રથમા Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૨. દ્વિતીયા - ઉવએસણે = કોઈ એક ક્રિયામાં પ્રવર્તિત થવા માટે ઈચ્છા ઉત્પન્ન કરવામાં ‘ઝમ, શૌદ શમ્' આ દ્વિતીયા વિભક્તિ હોય છે. જેને કર્મ કહેવાય છે એનો પ્રત્યય ‘ને છે. ૩. તૃતીયા - કરણ - “s, પ્યાન મિ” થી, થકી, વડે પ્રત્યય વાપરવાથી તૃતીયા વિભક્તિ હોય છે. કરણ એટલે સાધનના અર્થમાં વપરાય છે. ૪. ચતુર્થી - સંપ્રદાન - દેવા-આપવાની ક્રિયામાં “s, માન, ” “માટે, લીધે’ પ્રત્યયથી ચોથી વિભક્તિ હોય છે. ૫. પંચમી - અપાદાન - છૂટા પડવું, સ્થાનથી દૂર થવું “સિ, માન, માંથી, પરથી’ પ્રત્યયથી પાંચમી વિભક્તિ હોય છે. ૬. છઠ્ઠી - સ્વસ્વામી સંબંધ, ગૌ, ગામ નો, ના, ની, નું પ્રત્યયવાળી માલિકીનો સંબંધ બતાવનાર છઠ્ઠી વિભક્તિ હોય છે. માલિકીભાવ બતાવનાર છે. ૭. સાતમી - સંન્નિધાન, અધિકરણના અર્થમાં સ્થાન સંબંધી સાતમી વિભક્તિ છે. “દિ, ગોસ, સુર “માં, પર, ઉપર’ પ્રત્યયવાળી કહેવાય છે. ૮. આઠમી - સંબોધન - અભિમુખ કરવાના અર્થમાં સંબોધન રૂપ આઠમી વિભક્તિ હોય છે. આમ આઠે વિભક્તિનો પ્રયોગ પ્રસ્તુત રાસમાં કઈ રીતે થયો છે? તે નીચેના દષ્ટાંતથી જાણી શકાય છે. પ્રથમા વિભક્તિ ૮૪ મૂઝ હૃતિકા દૂખીઆ કોય. ૬ ઋષભ કહિ રંગિ ધરૂં. દ્વિતીયા વિભક્તિ કર્મ તરીકે ઓળખાતી વિભક્તિના ને’ પ્રત્યયના બદલે ‘નિ, ઇ, નઈ, હુઉં' પ્રત્યયો અહીં વપરાયા છે. જેમ કે ‘નિ' પ્રત્યય - (૯) તસ્સ જીવનિ થાવર કહું ફલનિ = ફળને ૫ એહનિ = એને ૧૪૩ જેહનિ = જેને ૮૭ વાટિનિં = વાટને પંખીનિ = પંખીને ૧૪૮ માનવનિ = માનવને ૧૮૯ ત્રિજંચનિ લહું વઈકી ૨૨૨ સબલ ભૂખ નારકનિ કહી ૬૧ Page #410 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ત્રીજી અર્થ ♥ ♥ V ‘ઈ પ્રત્યય’ ૩૯ ‘નઈ” પ્રત્યય ८७ ૭૨ ૨૦૧ ૧૯૫ ‘હુઉ’ પ્રત્યય ૧૦૫ કરણ વિભક્તિના અર્થમાં ગાથા પ્રત્યય ૧૫૪ ઈ ૪૯ ૨૨૦ ૨૧૬ ૩૨ ૩૭ કાઢી તડકે નાખ્યો તિસઈ = તેને ચાલ્યો ઘટ બહુ પાર્પિ ભરી ઈ કરમિં હુઓ કાચ્યબ અવતાર પડતાં દેહ ભાલઈ વીંધાય પાએ ચાંપઈ સહુ ૧૩ એ ચોથી વિભક્તિ સંપ્રદાન માટેના અર્થમાં, દેવાના અર્થમાં, અપભ્રંશ - પ્રાકૃત વગેરેમાં ચોથી વિભક્તિ ખાસ કરીને અલગ નથી વપરાતી. છઠ્ઠી વિભક્તિ જ ત્યાં વપરાય છે. રખે પ્રાણ કાયાનઈ હણઈ (કાયાને) વઈકરી તેહનઈ હોય (તેને) તેહનઈ ભાખ્યા ત્રણ શરીર દસિ સાંગ્યના તેહેનઈ જોય પાંચમી વિભક્તિ અપાદાન માંથી, પરથી, છૂટા પડવું, દૂર થવું વગેરે અર્થમાં સુણજ્યો સકલ કહઈ મુખ્ય વીર (ય પંચમીના SC ય અર્થમાં મુખમાંથી) Go ઉ ૯૮ થી ૨૧૭ થકી ૨૧૮ તણઈ- બાહિરિ કાઢઈ નારક તણઈ (તેમાંથી) છઠ્ઠી વિભક્તી સંબંધાર્થે - નો - નું - ના - ની ના અર્થમાં ચાલિકીભાવનો 52 % 9 29. ગંધ તણા તેહુઉ (તેને) ૪૦૧ પાટઉ સમજિન પૂજ પરૂપઈ (પાટ ઉપરથી) સિંહાથી આવઈ જાય (ત્યાંથી) કુંડથકી નીકલવા કરઈ (કુંડમાંથી) તેહનું વાહણ કવણ છઈ (તેનું) તે લંછણ નર જેહનિં (જેનું) શાંતિસૂરિ જેહનો કરન્દાર (જેનો) જયગન શરીર તેહનઉ (તેનું) જીવ અજીવના ભેદ જે લહિ પાંચલી કહુ સૂક્ષ્મકાય (પાંચેયના) Page #411 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૪૦૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત તણા - જીવતણા કહ્યા કોઈ પ્રકાર (જીવના. ની - મુગત્યનયરની વાટ ૧૬૨ તણી - જીવણતણી નવ્ય રીખ્યા કરઈ જીવની ૧૭૭ સુ - વિમનસુ માંહિ (વમનની અંદર) ૭ મી વિભક્તિ અધિકરણ - સ્થાનના અર્થમાં ૩૦ મહાં - મુખિહાં સરઈ (મૂર્ખમાં) ૧૭૪ હાં ચઉદ રાજખ્ખાં તે કહઈવાય - ચોદરાજયમાં ૩૯ માંહિ - સીપણાંહિ અવતરીઓ - સીપણાં પ૨ માંહા - ગતિ પ્યારમાંહા તૂ ભમ્યોજી - ચારમાં ૩૯ ઈ - તડકઈ નાખ્યા તડકામાં ૩૯ માંહિ - સીપમાંહિ અવતરઈ - સીપમાં માંહા - અનંતકાયમાંહા રહઈ - અનંતકાયમાં ૯૮ માંહઈ - એકંદ્રી વગલેદ્રી માંહઈ ૨૮૨ ચિં - મરઈ મીન સાતમીચિં જાય ૨૮૯ નરગિ નહી અવતાર ૧૫૮ માં - સુહ ખ્યત્રીમાં વ્યારી બહુ ૩૦૧ મિ - અસંખ્યમિ ભાખિ સંબોધન - સુણજયો સકલ કરઈ મુખ્ય વીર ‘ઈ નો પ્રયોગ વિવિધ રીતે થયો છે. કર્મ વિભક્તિમાં ઈ ને ને બદલે કાઢી તડકઈ નાખ્યો તિસઈ - તેને ૨૨૦ કરણ વિભક્તિમાં ઈથી ને બદલે પડતાં દેહ ભાલઈ વીંધાય - ભાલાથી. ૩૯ અધિકરણ વિભક્તિમાં ઈ માં ને બદલે કાઢી તડકઈ નાખ્યો - તડકામાં છે ના અર્થમાં બ્રમ દેવલોક છઈ પંચમુજી - છે એ ની બદલે ક્રિયાપદમાં વિખે ઉગઈ જેહ - ઉગે ચાંપઈ, તપાવઈ, હણઈ, વણાઈ વગેરે હણવાથી વણવાથી સંબંધક ભૂતકૃદંતમાં ઈ જ છે (શબ્દોમાં) એ ની જગ્યાએ પવન તણા વઈરી વીજણા - વેરી ૨૯ દેખી આણો વઈરાગ - વૈરાગ ૮૧ મઈથન સાંગ્યના ત્રીજી હોય - મૈથુન ૧૬૦ જઈન શાંખ્ય નઈઆયક - જેન, નેયાયિક ૧૧૨ ઈના ઉચ્ચારને લંબાવવા માટે યોનિ લાખ લઈ જાણીઈએ - જાણીએ ૧૫૭ ને ની જગ્યાએ – આપણઈ તો ખ્યત્રીચું કામ - આપણને અને ને માં એ ની જગ્યાએ ઈ, ૩૯ Page #412 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૨૯ ૧૫ ૧૬ ૧૧ ૧૮૬ ૧૧૫ ૭૬ ૨૧ ગુઢ શિરા નઈ સંધૂ પણિ દિન નિં રાતિ ધોઅણ નિં અંઘોલ હિંગલૂ નિ પરવાલ તેજ નિ કારમણ અનિ વલી અસંખ્યા શરીર અનેિં કાય વઢા ઘનવાત અનેિં તનવાત ૩૧ ૩૨ ૨૪ ૨૩૮ ૮૪ રોદંતી ઝૂરતી જોય. ભૂત કૃદંત ઃ ભૂતકાળની ક્રિયા ઉપરથી બનેલું કૃદંત તે ભૂત કૃદંત વીષ ઢલીઉ = વિષ ઢોળાયેલું ૩૧ કૃદંતો જ્યારે ક્રિયાને અપૂર્ણ દર્શાવવી હોય ત્યારે તેને પુરૂષબોધક સિવાયના પ્રત્યયો લાગે છે ત્યારે તે કૃદંત કહેવાય છે. વર્તમાન કૃદંત ઃ વર્તમાનની ક્રિયા ઉપરથી બનેલું કૃદંત જેમાં એક યિા સાથે બીજી ક્રિયા થાય છે તે વર્તમાન કૃદંત. જેવા કે ૨૩ બયસંતા ઉઠતા વલી, હીંડતા ભાખિ કેવલી ભુજંતા સોવતાં જોય. દેખતો ઝંપાવઈ કુઈ - વીષ ઢલીઉ ઉલખતો ખાય. કંદ ભખઈતો ભારે કર્મ ૩૩૯ ચોથા આરાનો તે જપ્યો - જન્મેલો. = ૨૧૫ ૪૬ વાજંતા દૂખવાય પરાણ શસ્ત્રવલી વઢતા - જોય ८ સંબંધક ભૂતકૃદંત બે વાક્યો વચ્ચે સંબંધ બતાવનાર કૃદંત તે સંબંધક ભૂતકૃદંત ગાલુ કરઈ = ગાળીને ઉપજઈ અંતરમૂરત જાય = ઉપજીને : દેખીને ૪૦૩ વીંછી દેખી મૂકઈ ઘાય = મનિ ધરુ = મનમાં ધરીને ૩૨ 33 સમઝઈ પુરો જિનવર ધર્મ - સમજીને પીલ્યો ધરી = ધરીને - ધારણ કરીને ફીલઈ લોક જલિં કરઈ કલોલ = ફરીને થઈનઈ - વીવહારી થઈનઈ ભમીઓ - થઈને હેત્ત્વર્થ કૃદંત હેતુનો અર્થ બતાવનાર કૃદંત કારણદર્શક કૃદંત. ૧૬ 30 = 鼎 Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૫૩ ભાજેવા = લૂંટવા માટે - ચાલ્યા ગામ ભાજેવા ભણી. ૨૧૭ નીકલવા = નીકળવા માટે - કુંડ થકી નીકલવા કરઈ. કર્મણિ ભૂતકૃદંત કર્મપ્રધાન ક્યિા બતાવનાર કૃદંત. ૧૩ છેદાણો, ભેદાણો બહુ ખંથી પાએ ૪૮ મરીણો સંસ્યકાય મરીણો સહી. કર્તરિ કૃદંત કર્તાપ્રધાન ક્યિા બતાવનાર કૃદંત. પs કહાય = કહેવાય છે. વલી વ્યમાન કહાય. સામાન્ય કૃદંત જ્યારે આજ્ઞા, વિધિ, નિષેધ કે સૂચન દર્શાવવું હોય ત્યારે સામાન્ય વિધ્યર્થ કૃદંત વપરાય છે. ૧૫૬ હણયો = નર ભેટઈ તસ હણજયો સહી. ૧૫૭ લેસ્યો = પૂરસ સકલનું મ લેસ્યો નામ. દ્વિતિ ઃ શબ્દની દ્વિરક્ત અર્થાત્ એક જ શબ્દ બે વાર પ્રયોજેલ છે જેનાથી અર્થમાં અતિશયતા કે દઢતા બતાવાય છે. સમઈ સમઈ (૩૯૧), સાઠિ સાઠિ (૩૯૧), ગહિ ગહિ (૧૫૭), છતૂ છ– (૩૯૩), દોય હોય (૩૯૩), ચોરાસી ચોરાસી (૩૯૨). સંખ્યાવાચક શબ્દોમાં વિવિધતા એક - એક ૩૯૭/૩૯૪ પ્રથમ પ્રથમ - ૫, પહિલો - ૫, પઢમ - ૬, પઢમઈ - ૬, પહઈલી - ૭૯, પહિલી - ૧૮૩, પહિલઈ - ૧૯૪.. બે દોઈ - ૯, બઈ - ૯,૨૫,૧૧૧, દોય - ૨૫,૯૬, દો - ૧૦૪, બિ, જૂગમ - ૩૩૨, દાઈ - ૯૪. બીજુંઃ દુજો, વીજઈ, બીજુ, બીજી બંને ઃ બેહુએ - ૨૦૮, બીહુ - ૭૭, બેહુ - ૨૯૪. ત્રણ ત્રણ - ૫૮,૭૩,૯૨,૧૧૯, ત્રણેહ - ૬૩, ત્રણિઆ - ૨૬૬, ત્રણે - ૪૫૩, ત્રપ્સિ, ત્રણઈ. ત્રીજુ ત્રીજુ, ત્રીજૂ, ત્રીજા, ત્રીજઈ, ત્રીજી. ચોથું ? ચઉર્દૂ - ૧૨૦, ચોથી - ૩૧૬, ચોથા - ૩૩૯, ચોથિ - ૩૩૯, ચોથઈ - ૩૪૦, ચઉથી - ૩૪૭, ચ્યાહારેચારે - ૪૭૩, ચ્યારઈ = ચારે - ૨૯૬. પાંચ પાંચ - ૧૦,૬૦, પંચ - ૯૬, પાંચઈ - ૨૯૬,૩૯૯ પાંચમીઃ પાંચમી, પાંચલી - ૩૭, પંચમ - ૯૯, પાંચમો ૩૦૦,૩૪૦, પાંચમિ - ૩૩૭. છઃ કઈ - ૧૧૮, ષટ - ૧૧૮,૧૯૪,૧૫,૧૫૨,૧૫૩, છચિ - ૩૯૧ છઠ્ઠી ઃ છઠી - ૨૯૬, છઠિ - ૩૧૭ Page #414 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન સાત : સાતઈ - ૩૪,૨૧૧, સાતે - ૩૫, સપ્તમ - ૧૯૭, સાત - ૧૦૫,૩૯૧ સાતમી : સતમ - ૧૯૮, સાતમી - ૩૧૭, સાતમ્ - ૩૬૬. આઠ : આઠ - ૫૬, આઠિ, અષ્ટ - ૧૧૩ આઠમી : આઠમી - ૩૧૮, આઠમુ - ૩૬૮ નવ : નવઈ - ૩૨, નવ - ૩૩૩ નવમી - નોમી - ૧૩૮, નોમૂ ૩૭૩. દસ ઃ દસેહે - ૫૪, દસઈની - ૫૪,૭૯, દસ ૩૩૨,૩૪૧ દસમું ઃ દસમું - ૩૭૯ અગિયાર ઃ અગ્યારમ બાર ઃ દ્વાદશ, બારઈ - ૫૩, બાર - ૯૬, બારમું - ૩૮૮ તેરમું : ૩૮૯, તેર - ૨૧૪ ચૌદ : ચઉદે - ૧૭૫, ચઉદઈ - ૧૫૨, ચઉદમું - ૩૯૫ પંદર ઃ ૫નરિ - ૫૫,૬૫, પનર - ૩૨૭, પનરઈ - ૩૨૮, પનરે - ૩૨૪, : પંદરમું = પનરમું ૩૯૬ સોળ ઃ સોલ - ૫૧ અઢાર : અઢાર ૩૪૨ વીસ: ૩૩૧,૩૪૦,૩૪૯ બાવીશ : બાવીસ, બાબીસ ચોવીસ ઃ ચોવીસ - ૧૫૧, ચઉવીસ - ૧૨૭ છવીશ ઃ છવીશ - ૧૨૨ ત્રીસ : ત્રેણિ - ૨૧૪, ત્રીસઈ - ૬૬,૩૩૨ બત્રીસ : બત્રીસ - ૩૯૦ તેત્રીસ : ૧૪૨ ચાલીસ : ૩૬૮ = ચ્યાલીસો પીસ્તાલીસ : પચતાલીસ - ૨૫૧ અડતાલીસ : અડતાલીસ - ૩૯૧ બાવનલાખ : બાવનલાખ - ૭૬ = ત્રેપન હજાર : ત્રિહિપન હજાર બોતેર ઃ બોહોત્યરિ - ૩૯૨, બોતેર હજાર : બોહોત્યર્ય હજાર -૨૦૫ છપ્પન ઃ છપન - ૬૬ ચોરાસી : ચોરાસી - ૩૯૨, ૪૦૫ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ચોરાસી હજાર : સહિસ ચોરાસી = ૨૦૫ છન્નુ ઃ છનૂં - ૩૯૩ નવાણું : નવાણું - ૫૧ એકસો બે : એકસો દાય એકસો આઠ : અઠોતરસો - ૩૭૫, એકસો આઠ - ૩૭૫,૩૯૪, એકસો આઠે - ૩૯૬,૩૯૭ એકસો સાત : એકસો સાત - ૩૯૭ શ્રાવક કવિ ઋષભદાસ કૃત હજાર ઃ હજાર - ૧૯૨,૨૦૩ ત્રણ હજાર : ત્રણિ હજાર ૨૯૪ સાત હજાર : ૨૯૩ દસ હજાર ઃ દશ સહિંસિ ૨૯૩ પૂર્વક્રોડ ઃ પૂર્વકોડિ - ૧૯૨, પૂરવકોડિ - ૧૯૩ : પલ્યોપમનો અસંખ્યાતો ભાગ ઃ અસંખ્ય ભાગ પલ્યોપમ તણા - ૧૯૩ ત્રણ પલ્યોપમ : ત્રણિ પલ્યોપમ - ૧૯૧ પર્યાચવાચી શબ્દો નીરસ રાસમાં રસ રેડવા માટે જુદા જુદા પર્યાચવાચી શબ્દો વાપરીને પ્રાસ બેસાડીને રાસને રસવાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમ જ એકમાં અનેકતા દર્શાવી છે. તે દર્શાવવા માટે સરળમાં સરળ ભાષાનો પ્રયોગ કર્યો છે. એક જ શબ્દ અનેક અર્થમાં અને એકજ અર્થમાં અનેક શબ્દનો પ્રયોગ થયો છે. જેવા કે સંજ્ઞા : સાંગ્યના, સાગ્યના, સાંગિનાએ, સંગ્યાના, શાંગિના, સંગ્યના વૃક્ષ : વૃખા, વર્ખ, વિપ્ન, વીખ પ્રમુખ ઃ પરમૂખ, મૂખ, પરમુખ, પરમુખ્ય, પરમૂક, પૂરમૂખ, મુખ. અજ્ઞાન : અગ્યનાન, અગિનાન, અજ્ઞાન, અગ્યઃનાંન. જ્ઞાન : ગ્ય, ગિનાન, જ્ઞાન, જ્ઞાનહ, ન્યાન. મતિ : મતિ, મત્યહ, મતિહઃ પ્રાણ ઃ પરાણ, પ્રણ, પરણ, પરાણ, પરાંણ. જોજન : જોઅણ, જોણ, જોઅન. નરકમાં જ્વા માટે : વિવિધ શબ્દપ્રયોગો કર્યા છે. નરગ દુઆરી, નરગ્ય પહતો, સાતે નરગભમિ, નગ્ધ પહુતો, નરુગ્ધ પધારઈ, નરગિ જ પ્રસીધા, નરગ્ય વસઈ, સાતમીયિં જાયિ, નરગિં પહતો, નરગિ પહુતો, સતમ નરગિં લખીઓ લેખ્ખુ, નરગિં પ્રસીધો, નર્ગી અવતાર. દર્શન • દરસણ, દરિસણ, દરીસણ. મૂર્ખ : મુરિખ, મુર્યખ, મૂરખ. Page #416 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૦૭ જુગલિયાઃ જયગલ, યુગલ. પ્રત્યેક પરત્યગ, પરિતગ, પરતેગ, પ્રખ. નરક : નરગે, નારકિ, વર્ગ, નરગિ, નગ્ધ, નર્ગિ, નાર્ક, નરોગ્ય, નરગિ. જાતિ : જાતિ, જાત્ય, નાતિ. ત્યાં ત્યાંહિ, ત્યાંહા, તિહાં, ત્યાહા, તીહાં, ત્યાહ, ત્યાહા. યોનિ : જ્યોન, યોન, જ્યોન્ય, યોન્ય. સ્થાન : ઠામે, ઠાય, ઠામ્યતો, થાનક, ઠામ્ય, કાર્ય, ઠામ, દામ, દાહિ. વચમાં ઃ વચ્ચમાં, વિચમાં, વચ્ચ. આયુષ્ય : આય, આલ, આઉખૂ, આઓ, આઉં. સુણો સુણઉ, સુણો, સુણયો, સુણજયો, સુણ, સુણીય, સુણય. હોય : હોહ, હોઈ, હોય, લહું, લહીઈ, લહું, લહુ, સોય. સમય : સમય, સમઈ, શમઈ, શમિ, સમિ (૩૦૧). મુક્તિ = મુગતિ, મુગતઈ, મૂગતિ, મૂંગતિ, મૂગત્ય જ વાટ, મુક્તિમાં, મુગત્યદુરબારો, લહઈ પારા, પમઈ પારો. સિદ્ધ થવા માટે ઃ સીઝઈ સોય, સીઝઈ તેહ, સીઝઈ, સીઝતા, સીધ થાઈ સોય. અવગાહના માટે વપરાયેલા શબ્દો : શરીર, કાય, કાયાનો વ્યાપ, દેહ, કાયમાન, તનમાન, કાયા, શરીરમાન. લેશ્યા લેશા, લેશ, લેશ્યા. ભગવાન માટે વપરાયેલા વિવિધ શબ્દો જિનરાય, વીર નિણંદ, ભગવાન, કેવળી, ક્વલી, જ્ઞાનવંત, જિનવરિ, વીર, જિનશ્વર, જિનેશ્વર, જિનેશ્વરયતી, પરમેશ્વર, જગદીસ, જિનવર વીર, ત્રિભોવનપતિ, મહાપૂરષ. સાપેક્ષ સર્વનામ એક સર્વનામ બીજા સર્વનામની અપેક્ષા રાખે છે. જસ, તસ, જયાંહા ત્યાંહા વગેરે પ્રગટ્યા મંકોડા જૂ જેહ, જાતિ તેઅંદ્રી કહીઈ તેહ. નિં માખી જેહ, મૂરખ જસ તસ બાલિ દેહ. ત્રીજું પરતર જ્યાંહિ.. સોઈ વસઈ છઈ ત્યાંહિ થલચર જોય . ભમતા સોય. ... અવતરી જેસિ.... નાખ્યો તિસઈ . ભાખ્યા જોય . કહું સોય. પ્રશ્નાર્થ સર્વનામ કેતુ = કેટલું, કેતો = કેટલો, ૧૫૫ કુણ = કોણ, ૧૫૯ કાયાં = શા માટે. પ્રશ્નાર્થ વાક્યો ખાસ નથી બધું વિધેયાત્મક જ છે. અનિશ્ચિત સર્વનામ તથા સાર્વનામિક વિશેષણ ૧૧ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૧૫૮ કુણ ૩૦૪ જેટલી ૩૦૪ ૩૦૧ ૩૦૧ 33 ૧૯૦ ૪૦૮ ( કાંઈ, એક, એકઈ, કો, કેતીવારઈ, કુણહિ, કેટલાઈ, કેહિ, કુણહુ) કેટલો : કાલ કેટલો એહેમાં જાત એકેકો કોય ૧૧,૧૮૬ १७ 06 ૭૬,૨૧ અનિં ૧૧૫ અનિ ૨૯ ૨૯ ૭૭ પદ સંયોજક - અને ૧૪ ૩૫૮ : એકેકો ત્યાંહા પણિ ઘાલિ : કોય મ કરસ્યો આસ તેટલી • તેટલી અવસર્પણી કહીયિ તેતાં (તેટલા-એટલા) : તેટલા - તેતાં પૂદગલ પ્રાવૃત રહિયિં જેટલા • જેટલા સમિ થા થાયિ લાગિં : કુણ કારણિ હણીઈ નર તેહ • જેટલી આકાશ પરદેશ જેહમાં જીવ ભમ્યો આપણો... તૂ : ત્રણિ દૃષ્ટિ તૂ તેહમાં જાણ. ગતિ ચ્યારમાં તૂ ભમ્યોજી. નઈ અનેં હવઈ અથવા સ્વવાચક સર્વનામ (આપણો) સંયોજક (પદ સંયોજક અને વાક્ય સંયોજક) શ્રાવક કવિ ઋષભદાસ કૃત નિં જીવ ઘનવાત અનેિં તનવાત એક સમઈ શંખ્યાય રે અનિ વલી અસંખ્યા. ગૂઢ શિરા નઈ સંધૂ પણિ પરવ ગૂઢ અને સમભાગ. નિ ત્યાંહા દિન નિં રાતિ / ડંસ મસા નિં માખી હિંગલૂ નિ પરવાલ વલી એકસો એક ભેદ જ વલી નરના ભાખ્યા જોય હજાર ઝાઝેરાં વલી, શરીરમાન કહઈ કેવલી એક ભેદ વલી બીહુ લહુ કહું હવઈ નારક વાત. અથવા વેદ નપુંસક થાય. વાક્ય સંયોજક તેજી લેશ્યા કહીઈ તેહ... વળી ભાખિ શ્રી જિનવર વીરં ૭૧,૭૨ વળી ૩૫૮ અથવા અથવા નરની યોનિં ગયા. અસ્યું, સોય, ઈખ ઈમાણ, સર્વ, સર્વનામ તથા સાર્વનામિક વિશેષણ અસ્તું જ્ઞાન જગિં સહુ કો તણઈ. સોય પુરૂષ એહનિ નવ્ય ખાય. Page #418 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૦૯ ઈખઈમણ લહતિંસહી, સર્વ એકંદ્રી તણું શરીર. અવ્યયો ૧૯,૨૧,૨૩,૨૫ વલી - નિ સાધારણ નિ પરત્યાગ વલી. ૧૨,૬૪ મ માટી લુણ મ ચાપો જાણ / કોય મ કરસ્યો આસ ૨૮ નવ પૂજવંતિ ઘરિ નવ્ય આણવા. ૩૧ નવિ પંડિતપણું તેહનું નવિજૂઈ. ૩૫ પૂઠિ એક ઝાડની પૂઠિ લહ્યા. ૧૯,૩૫,૨૯,૪૭,૭ પણિ એકેકો ત્યાંહા પણિ ઘાલિ. ૨૧૦,૨૬ સદીવ સાધારણ તુ જોય સદીવા ૨૧૪ વચ્ચમાં તે વચ્ચમાં મોટું અઘેર ૨૧૦ વ્યના દોય વ્યનાં જગ્ય સઘલા જીવ. ૧૬૧ વન્યા પૂન્ય વન્યા ભવ આલેઈ જાય. ૬૦ પ્રાહિં (પ્રાયઃ) કરતા પ્રાહિં પાપ. ૧૯૦ જ દરસણ વ્યહિં તેહનિ જ વખાણ ૨૦૦ માંહિ બઈ અજ્ઞાન તે માંહિ હોય ૧૭૭ વિમનસુ માંહિ = વમનની અંદર ૨૧૦ અહી આવી વેગ્ય અહીં અવતરઈ ૨૦૭ લગિ પહિલી નર્ટ લગિ અવતરઈ ૨૦૮ કદાચ્ય કદાચ્ય તે વલી તે દેવા થાય. ૫૦ હેવ ભેદ નવાગૅ ભાખુ હેવ. ૨૧૧ હવઈ કહું હવઈ નારક વાત ૬૪ અતી ઘણું તેહમાં દૂખ છે અતી ઘણું જી. ૧૯ નહિ સિંહા પણિ જીવ નહિ ક્ષણિ સુખી. ૨૧૨ હેઠા (નીચે) સાત રાજય ત્યાંહા હેઠા હોય. ૧૬૫ કયરીયા (ક્યારેય) ન લહી તપજપ કયરીયા. ૧૬૬ કદા ક્યારેય શ્રી જિનપૂજા ન કરી કદા ૧૮૯ કણિ (કને) તીહાં (ત્યાં) - તીહાં કણિ જોય. ૨૧૦ અહી (અહિયાં) આવી વેગ્ય અહી અવતરઈ. ૪૯ ઓપરિ (ઉપર) અગ્યન ઓપરિ ધો. ૪૮ ત્યા હા ભૂખ તરસ ત્યાહા વેઠી. ૨૨૭ પણ્ય (પણ). ૨૧૯ માહુંમા - મહેમાંહે - પરસ્પર માહુમા વેઢિ કરઈ અતિ ઘણી Page #419 -------------------------------------------------------------------------- ________________ ૭૦. પ૦૦ ૪૧૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૨૧૩ તલઈ (નીચે) તલઈ મૂકીઈ જોયણ હજાર ૩૬૭ વિચમાં કદાચિત કદાચિત અંતર વિચમાં થાય. ભાવ ગુણ વાચક નામા પ૩ ચિંતા શોક ત્યાંહા નહિ ચિંતા શોક પર વિચાર સુણો નર કરયો દીરઘ વીચાર મુરિખ સોય પુરૂષ મુરિખમ્હાં સરઈ દૂખ તેહમાં દુખ છઈ અતી ઘણું જી. ૧૬૪ હાશ હાશ વિનોદ બહુ સમતા અંગિન આયો ૪૮ ભૂખ ભૂખ, તરસ ત્યાં હા વેઠી જાતિવાચક નામ (વાનર, વાઘ, સમલા, કૂતરા, ચીતર, માંજારી, ઉદ્યરા) ૧૬૬ ગુરૂ સહિ ગુરૂ સંગકહી. જે પરતંગ વનસપતી હોય. સકલ મૂનીસર, અરિહંત દેવા વ્યક્તિવાચક નામ ૨૭૨ થી ૨૮૧ પરશુરામ, ગોશાળો, મકાઈ, શ્રેણીક રાચિ, પાલગ, સુભુમ, રાવણરાય, મણીરથ રાજા, કનકકેતુ નૃપ, ૪૯ ઋષભદાસ સંઘવી ૪૯૬ મહઈરાજનો સુત સંઘવી સાંગણ, વીસલ નગરનો વાસીજી. સંખ્યાવાચક નામ ૫૦ નવાણું ભેદ નવાણૂં ભાખુ હેવ. ૪૯૩ સવંત સોલ છત્યરા વરસે આસો પૂર્તિમ સારજી. પ૩ દ્વાદશ ભેદ સૂરના ગણોજી. સમૂહવાચક ૪૮૫ જેણઈ પર પ્રાણી નિજ સંતોષ્યા, સોય તર્યા નરનારીજી. દ્રવ્યવાચક નામ ૧૧ પારો વાની સુરમો ઘાત, અરણેટો આલસા વીખ્યાત. ૧૪ આકાશ જલ નઈં હિમ કરાય. | ક્રિયાઓ કહેવું વર્તમાન કાળ કહઈ - કહે છે. (૬૯), કહીઈ - કહી છે. (૧૦), કહું કહુ છું. (૬૭,૧૦) ભૂતકાળ કહ્યો કહ્યો, કહ્યા (૭૩) Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ જીવવિચાર રાસ એક અધ્યયન ભવિષ્યકાળ કહિસ્ય - કહીશ. (૭), કહઈસ્યુ. (૮,૫૧), કહેશ - કહીશ (૩૦૭) વર્તમાન કાળના ક્રિયાપદો - ઉંઘઈ, રહઈ, ભાખઈ, ભખઈ વગેરે ભૂતકાળના ક્રિયાપદો - ભજયો, પામ્યો, નાખ્યો, પોહોચડ્યા, ઘો, થયો, ઉઢયો. ભવિષ્યકાળના ક્રિયાપદો - સૂણસિં, ભાસિ, થાઈજી આજ્ઞાર્થ - વિધ્યર્થ પર સુણો નર કરયો દીરઘ વીચાર સુણ તેહનો અવદાત. પ્રાસ બેસાડવા/પાદપૂર્તિ માટે વપરાયેલા શબ્દો ૩૦૩ હિઈ - અવસર્ષણી ઓસપણીહીઈ. ૧૪ ય - આકાશ જલ નઈ હિમ કરાયા કથુહુઆ કંથવામાં હુ થી ઊ લંબાવ્યો છે. ૩૦૪ યિ - કહીયિ, લહીયિ, રહીયિ, (૩૦૧) રહીચિં જી - રૂઅડાજી પંખીઉજી. અ, ઈ, હ, ઉ ને ય ના પ્રયોગો ઘણા પ્રમાણમાં કરવામાં આવ્યા છે. ૯૫ મી ગાથામાં હ નો પ્રયોગ સુતહ, જ્ઞાનહ, અખેગ, અગ્યનાન્હ પ્રાસ બેસાડવા કે પાદપૂર્તિ માટે કર્યો છે કે પછી શોભા માટે કર્યો છે? આંચલી છે માટે રાગ બેસાડવા કર્યો હોય એમ વધુ લાગે છે. ચોથી ઢાળમાં બધા પદે છેડે તો છે. ૧૩૩ થી ૧૪૨ એ દશ ગાથામાં કડીમાં પ્રાસ મેળવવા છેડે તો કર્યો છે જેમ કે ઠામ્યતો, નામ્યતો, જોયતો, સોયતો, વેગ્યતો. વગેરે. ૧૪૪ મી ગાથામાં સાચ શબ્દ પ્રાસ મેળવવા માટે મૂક્યો છે. તેનો અહીં કોઈ વિશેષ અર્થ સરતો નથી. ૯૨,૯૪ લહીઈ, કહીઈ, વગેરેમાં ઈ પ્રાસ મેળવવા માટે છે. વિસર્ગનો ઉપયોગ માનવ (૯૮), એહઃ (૯૯), ત્યાહા (૪૮) થ ની બદલે ઠ વપરાયો છે. કાય ઋતિ ૮૦ ચ ની જગ્યાએ ઈ ભઈ સાગ્યના બીજી કહી - ભયા ૯૧ કઠું જ કષાઈ ચ્યાર - કષાય ૩૪૯ એક સમઈ ભાખઈ - સમય ૧૭૧ વીવહાર ચુધ - વ્યવહાર ઈ ને બદલે યા ૧૯૦ મત્ય, મૃત ત્રીજું અવધ્ય જ્ઞાન Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૬૪ કોય મ કરસ્યો આસ. ૨૭,૨૮ જાત્ય કહઈ/જાત્ય વીચાર્ય. ૧૮૫ ચઉદ યોન્યનું માન પક વ્યમાન કહાય. વિમાન કહાય. ઉ ની બદલે યુ ૧૭૧ વીવહાર ચુધ રાખઈ નર સાર - શુદ્ધ ૧૭૯ અરૂંચ કામ સ્ત્રી ભોગિ - અશુચિ. ૨ ની બદલે રેફ મર્ણ, નાર્ક, નર્સ, હર્ણ રેફની બદલે રિ મુરિખ, દરિસણ, વરિસ રેફ ની બદલે ર નીરમલી, કારમણ, દરસણ, અરથ, ફરયો, હારયા, આદરયું. નીરયુગતિ (નિયુક્તિ) સમાસ જીવવિચારમાં પ્રયોજાયેલા સમાસ બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક આખો શબ્દ બને તેને સમાસ કહે છે. સમાસના બહુવ્રીહિ, અવ્યયીભાવ, દ્વાદ્ધ, તપુરૂષ, કર્મધારય વગેરે પ્રકારો છે. કવિ ઋષભદાસની ‘જીવવિચાર રાસ કૃતિમાંથી પ્રાપ્ત થયેલા કેટલાક સમાસો નીચે મુજબ છે. ૧ સરસ (રસ સહિત) અવ્યયિભાવ ૪ પરીમાણંદ કર્મધારયા જિનેશ્વર ષષ્ઠી તપુરૂષ મુગત્યનયર કર્મધારય ૧૪ દિનરાતિ દ્વદ્ધ ૧૪ આકાશજલ મધ્યમપદ લોપી સમાસ ૧૫ ઘનોદધી કર્મધારય ૧૫ અનંતકાલ નમ્ બહુવ્રીહિ ૨૧ ધનવાતા કર્મધારયા તનવાત કર્મધારયા ૨૧ દુગતિ અવ્યવિભાવ ૨૨ સાસઉસાસ દ્વદ્ધ ૧૬૦ કર્મધારય પદરસણ. દ્વિગુ દૂરદાંતા ૧૫૬ શ્રીહત્યા (સ્ત્રની હત્યા) ષષ્ઠી તપુરૂષ નીરમલિ નમ્ બહુવ્રીહિ Page #422 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ગહીગહી (વારંવાર) આઉધધારી ૯ ૧૫૮ ૧૬૦ હલુકર્મી ૧ કવિઅણ ૨ વાણીવાહન ૩૧૨ ૨૭૬ ૨૫૫ ૨૭૯ ત્રિલોક મુનીશ્વર જીવવિચાર ત્રિભોવનપતિ જિનરાય અંડજ મહીઅલી મનોબલ અનેક પ્રત્યેક પોતજ ગર્ભજ રસજ જરાયુજ સ્વેદજ તત્પુરૂષ ષષ્ઠી તત્પુરૂષ નમ્ બહુવ્રીહિ અવ્યયીભાવ કર્મધારય મહાપુરૂષ (મહાન પુરૂષ) મહા સંગ્રામ (મહા સંગ્રામ) કર્મધારય ત્રીભોવનપતીરાય દ્વિગુ કર્મધારય કર્મધારય કર્મધારય કર્મધારય કર્મધારય કર્મધારય બહુવ્રીહિ ષષ્ઠી તત્પુરૂષ ષષ્ઠી તત્પુરૂષ ઉદ્ભીજ સાગરોપણ નર્ગાવાસા દેવલોક પલ્યોપણ જિનપૂજા જિનવાણી પ્રાદિ બહુવ્રીહિ કર્મધારય કર્મધારય ષષ્ઠી તત્પુરૂષ બહુવ્રીહિ દ્વિગુ ષષ્ઠી તત્પુરૂષ ષષ્ઠી તત્પુરૂષ સમયચતુરસ રાજ્યરીધ્ય ષટકાઈ દ્વિગુ ષષ્ઠી તત્પુરૂષ કર્મધારય બહુવ્રીહિ ષષ્ઠી તત્પુરૂષ ષષ્ઠી તત્પુરૂષ બહુવ્રીહિ ષષ્ઠી તત્પુરૂષ દ્વિગુ ૪૧૩ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અભખ્યા અવ્યયીભાવ અસંખ્ય અવ્યયીભાવ ૮૦. પાયવાંગ (પાદ પ્રહાર કે પાદસંચાર) ૩૨૪ અતીરથ નમ્ બહુવ્રીહિ પ્રસીધ નમ્ બહુવ્રીહિ પરતેગ અવ્યયીભાવ સ્વયંબુધ કર્મધારય ૩૯૬ અલ્પબહુત કર્મધારય ૨૧૨ સમભૂતલા. બહુવ્રીહિ અનંતકાય નમ્ બહુવ્રીહિ અજ્ઞાન નમ્ બહુવ્રીહિ કાયસ્થિતિ ષષ્ઠી તપુરૂષ આમ આ કૃતિની ભાષાશૈલીનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે શ્રાવક કવિ ઋષભદાસે વિદ્વાનોની નહિ પણ જનમનની બોલચાલમાં વપરાતી સામાન્ય ભાષા (જૂની અપભ્રંશ ગુજરાતી) નો પ્રયોગ આ રાસમાં કર્યો છે. એમની ભાષા. લઢણવાળી, સરળ, સહજ પ્રવાહિત છે. આ તાત્વિક કૃતિ હોવાના કારણે અલંકારોની ભરમાળ કે રસોની હારમાળનો અભાવ છે. તેથી આ રાસ નીરસ ન બની જાય એ માટે એમાં વિવિધ શબ્દોનો પ્રયોગ કર્યો છે. વિભક્તિના પ્રત્યયો, સંખ્યાવાચક શબ્દો, અવ્યયો, પર્યાયવાચી શબ્દો વગેરેમાં વિવિધતા વાપરીને વિદ્વભોગ્ય કૃતિને લોકભોગ્ય કૃતિમાં રજૂ કરવાનો પરમ પુરૂષાર્થ કર્યો છે. ભાષા દ્વારા ભાવ અભિવ્યક્તિ કરાવવામાં સફળ રહ્યા છે. શીર્ષકની યથાર્થતા કોઈ પણ કૃતિમાં શીર્ષકનું વિશેષ મહત્ત્વ હોય છે. શીર્ષક પ્રાયઃ કૃતિમાં આવતા પ્રધાન પાત્રના નામના આધાર પરથી, પ્રધાન ઘટના કે મુખ્ય કથ્યના આધાર પરથી કે એમાં વર્ણવાયેલા (વર્ણિત) પ્રમુખ ભાવ કે ઉક્તિ પરથી રાખવામાં આવે છે. શીર્ષક અત્યંત સંક્ષિપ્ત અને આકર્ષક હોવું જોઈએ. એમાં કૃતિના સમસ્ત ભાવને વ્યંજિત કરવાની ક્ષમતા, જિજ્ઞાસા, રોચકતા, ઉદ્દેશ્યસૂચકતા તથા આદર્શ-યથાર્થી સ્થાપનાની વ્યંજના હોવી જોઈએ. આ રીતે કૃતિનું શીર્ષક અનેક વિશેષતાઓ અને ગુણોથી મંડિત હોવું જોઈએ. મધ્યકાલીન જેનરાસા સાહિત્યના મોટા ભાગના રાસાઓના શીર્ષક પાત્રા નામના આધારે કે કથાના નામના આધારે થયેલા જોવા મળે છે જેમ કે “ભરતા બાહુબલિ રાસ”, “શ્રીપાળ રાજાનો રાસ”, “પરદેશી રાજાનો રાસ” વગેરે. પ્રસ્તુત કૃતિ એક તાત્વિક કૃતિ છે. તેથી તેમાં વર્ણવેલા ભાવ ઉપરથી એનું Page #424 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૧૫ ‘જીવવિચાર રાસ” એવું નામ યથાર્થ છે. આપણી સમગ્ર હીલચીલનું કેન્દ્ર “જીવ’ છે. જીવને જાણ્યા વગર બીજું બધું જાણવું વ્યર્થ છે. એના ભેદ પ્રભેદ, એની ઋદ્ધિ વગેરેનું આ કૃતિમાં વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રશ્ન થાય છે કે જીવ સાથે ‘વિચાર’ શબ્દનો પ્રયોગ શા માટે કરવામાં આવ્યો છે? “વિચાર” શબ્દના વિશેષતાથી અનેક અર્થ થાય છે. એમાંનો એક અર્થ ભેદ પૂર્વક કથનનો છે અને તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. એટલે જીવના સ્વરૂપ, શરીર, આયુ, કાયસ્થિતિ, પ્રાણ, યોનિ, લેશ્યા, સંજ્ઞા વગેરેના ભેદપૂર્વકનું જેમાં કથન થયું છે તે ‘જીવવિચાર'. અહીં ‘જીવવિચાર’ માટે આ અર્થ વધારે બંધબેસતો છે. કારણ કે આ કૃતિમાં જીવના ભેદ-પ્રભેદ અને ઋદ્ધિનું વિસ્તૃત વર્ણન થયું છે. તેથી જીવવિચાર નામ સાર્થક છે. શીર્ષક અતિ સંક્ષિપ્ત અને આકર્ષક હોવું જોઈએ એ અનુસાર ‘જીવવિચાર” શીર્ષક અત્યંત સંક્ષિપ્ત છે. સાથે સાથે આકર્ષક પણ છે. જીવની સાથે તત્ત્વ-દ્રષ્ટાભેદ-વિવેચન આદિ શબ્દો મૂકી શકાય. પરંતુ વિચાર શબ્દ મૂકીને કવિએ આપણને વિચારતા કરી દીધા છે કે આમાં કેવા વિચાર હશે અને એ જાણવાનું આકર્ષણ ઊભું થાય છે. તેમ જ જીવ વિશે જાણવાની રૂચિ પેદા થાય છે. એવું તે કવિએ શું નિરૂપ્યું છે કે જેથી જીવ વિશેના વિચારો રાસા સ્વરૂપે પાંચસો બે ગાથામાં રચાયા છે. એ જાણવાની જીજ્ઞાસા આપણને કાવ્યનું અધ્યયન કરવા પ્રેરે છે. આમ શીર્ષક રોચક તેમાં જ જિજ્ઞાસાપૂર્ણ છે. જીવવિચાર રાસ’નો ઉદ્દેશ્ય એ છે કે જીવોનું સ્વરૂપ સંપૂર્ણપણે જાણ્યા પછી દરેક આત્મામાં કે જીવમાં પોતાનું સ્વરૂપ જૂઓ જેથી જીવદયાનું સુંદર પાલન થઈ શકે અને દુઃખમુક્ત, મોક્ષવ્યવસ્થા કે સિદ્ધસ્વરૂપને આપણે પ્રાપ્ત કરી શકીએ. જીવના સ્વરૂપને જાણ્યા પછી જ આ શક્ય બને છે માટે જીવ વિશેનો વિચાર જેમાં છે તે ‘જીવવિચાર'. જીવવિચાર રાસ’ આ શીર્ષકમાં કવિ ઋષભદાસે જીવવિચારને રાસ સ્વરૂપમાં નિરૂપ્યો છે. માટે કવિનો રાસ રચવાનો ઉદ્દેશ સ્પષ્ટ છે. આ કૃતિનું અવલોકન કરતાં જણાય છે કે કવિએ ભલે પરંપરાગત રાસાની રચના નથી કરી તે છતાં તેમણે આ કૃતિનું બાહ્ય બંધારણ તે સમયના લોકભોગ્ય સ્વરૂપનું પસંદ કર્યું છે અને પોતાને થયેલ જીવ વિશેની ગહન વિચારણા રાસ રચીને જન સામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. છતાં રાસ તરીકે મૂલ્યાંકન કરતાં નીચેનું ચિત્ર ઉપસ્થિત થાય છે. તત્વની દષ્ટિથી વિચાર કરતાં આ રાસનું મુખ્ય પાત્ર “જીવ’ સમસ્ત જીવરાશિ છે. તો ખલનાયક કર્મ છે. જે જીવ પર હાવી થઈ જાય છે. જેને કારણે જીવને નારદી, તિર્યંચ, દેવ, મનુષ્ય ચાર ગતિરૂપ ભવાટવીમાં Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અહીં તહીં ભટકવું પડે છે. ત્યાં એને કર્મને કારણે વિવિધ શરીર, અવગાહના, આય, પ્રાણ, જીવાજોનિ, સંજ્ઞા, લેશિયા, જ્ઞાન, દર્શન, વેદ વગેરેની પ્રાપ્તિ થાય છે. જ્યારે જીવને ખબર પડે છે કે પોતાને હેરાન કોણ કરે છે ત્યારે તે તેની સાથે યુદ્ધ કરીને તેને હરાવીને એની ચુંગાલમાંથી મુક્ત થઈ જાય છે. એ કાર્ય મનુષ્ય ગતિમાં જ થઈ શકે છે. તેથી “જીવ'ના માનવ સ્વરૂપને સારી રીતે નિખાય છે ત્યાં શું કરવું જોઈએ એનો સુંદર ઉપદેશ આપ્યો છે. ગર્ભજ નર જગપ્પાં વડો મુગતિ પંથ જસ હોઈ '. અંતે આ રાસના અધ્યયનથી સુખની પ્રાપ્તિ થાય છે એવી ફલશ્રુતિ નિરૂપી છે. આમ સમગ્રતઃ જોતાં આ કૃતિનું ‘જીવવિચાર રાસ' એવું નામ યથાર્થ, રોચક, સંક્ષિપ્ત, સારગર્ભિત, આકર્ષક, જિજ્ઞાસાપૂર્ણ અને ઉદ્દેશ્યપૂર્ણ છે. જીવવિચાર રાસ'માંથી પ્રગટતું ત્યારનું જીવો સાથેનું વર્તન – સમાજ જીવન ૧૨ છેદાણો ભેદાણો બહુ પંથી પાએ ચાંપઈ સહુ બાલો, રાંધો, ભક્ષન કર્યો ટાંકી તુઝ ઓરસીહ કર્યો. પૃથ્વીકાયના જીવો માટેની આ ગાથામાં કવિ કહે છે કે પૃથ્વીકાયના જીવોનું છેદન-ભેદન ખૂબ થાય છે એટલે કે જમીન રૂપે કે પર્વત રૂપે રહેલા પૃથ્વીકાયના જીવોનું ત્યારે છેદન-ભેદન થતું હશે. ખાણ વગેરેમાં ખોદકામ કરાતુ હશે. તેમ જ સોનું-રૂપું વગેરે ધાતુ મેળવવા માટે એને અગ્નિકાયમાં ખૂબ તપાવવામાં આવતું હશે. હીરાના પથ્થરને કાપકૂપ કરીને ઘસીને એટલે કે છેદન ભેદન કરીને હીરા મેળવવામાં આવતા હશે. આમે ખંભાત દેશ હીરાના વેપાર માટે વખાણતું હતું. આજે પણ ખંભાતમાં પથ્થરના વિવિધ પ્રકારો મળે છે જે આભૂષણ બનાવવા માટે વપરાય છે. પરવાળા, અકીક, હીરા, માણેક વગેરે માટે ખંભાત પ્રસિદ્ધ છે. જે કવિના કાવ્ય દ્વારા છતું થાય છે ત્યારે પણ આ બધા કાર્યો થતાં હશે. રાંધવામાં આવ્યો એનું ભક્ષણ કરવામાં આવ્યું. મીઠું, ખારો એવા પદાર્થો આજે પણ આપણે ખાઈએ છીએ. એ સિંધવ, સંચળા, બીડ, લવણ ઉપરાંત કોઈ માટીનું ભક્ષણ કરાતું હશે તો એ સંશોધનનો વિષય છે. આ ઉપરાંત કોઈ કોઈ ધાતુ વગેરેની ભસ્મો બનાવીને એનો ઓષધિની રીતે પ્રયોગ થતો હોય એ પણ શક્ય છે. ઓરસીઓ એટલે ચટણી વાટવાનો પથ્થર કે પાટલા. વગેરે બનાવવાનો ઉદ્યોગ પણ ખંભાતમાં હોવો જોઈએ જેના પરથી કવિને પ્રેરણા મળી હોય. ૧૧ ઓસ પલેવો તુરી પહાણ, માટી લુણ મ ચાપો જાણ એહમાં જીવ ભમ્યો આપણે અનંતકાલ ગયો ત્યાંહા ઘણો. ઓસ ખારાવાળી માટી, પલેવો એક જાતની પોચી માટી, તુરી = ફટકડી, પાહાંણ = પથ્થરની અનેક જાત જેવી કે આરસ, અકીક, કસોટી, ચિરોડી, લાલ-પીળા Page #426 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૧૭ ચીકણા બરડ, મગશીલ. જાત જાતની વર્ણવાળી માટી અને મીઠું આ બધી માટીને જાતો ત્યાં સારા પ્રમાણમાં થતી હશે અને કચડાતી હશે. માટે એને પૃથ્વીકાયના જીવ તરીકે ઓળખ્યા પછી કચડવી નહીં તેમ જ પગ તળે ગુંદાતી હશે. તેમ જ પગ તળે ખુદાતી હશે માટે સચેત માટીવાળા ક્ષેત્રોમાં ખૂબ હરફર કરવી નહિ. જો કે ખંભાતમાં આ બધું જ થતું હશે જે કવિએ કાવ્યમાં વર્ણી લીધું છે. એના દ્વારા પૃથ્વીકાયના જીવોની રક્ષાનો ઉપદેશ પણ આપ્યો છે. ૧૪ મી ગાથા - ખંભાતમાં પરાપૂર્વથી ચાલી આવતી પ્રથા આજે પણ છે. મકાનમાં નીચે વરસાદનું પાણી સંગ્રહી રાખવા માટે ટાંકા બનાવીને ભરાવી રાખતા જે ૧૨ મહિના ચાલે. આવી પધ્ધતિ ત્યોરે પણ પ્રચલિત હતી. અમે કવિ ઋષભદાસના ઘરની મુલાકાત લીધી એમાં અમે આ પદ્ધતિ જોઈ આવ્યા. પાણી - ૧૫ ધનોદધી તે જલની જાતિ, જીવ ત્યાંહા દિન નિ રાતિ, અનંતકાલ તેહમાં ગયો પરવશ પડીઓ પરભવ સહ્યો. ૧૬ નાહણ, ધોઅણ નિ અંધોલ, ફીલઈ લોક જલિં કરઈ કલોલ અગ્નિ તપાવઈ પીડ સદીવ, ત્યાંહા દૂખ પામ્યા જલના જવા ૧૭ ઉન્હા જલ માંહા ટાઢું ભલુ, ખારા માહિં મીઠી મલ્યું, સાબુ ચૂના ખારૂ પડી, જલના જીવ મરિ તરફડી ઘનોદધી એટલે ઘન+ઉદધિ = જામેલું પાણી. Solid water. અધોલોકમાં ૧ થી ૭ નરકની પૃથ્વીઓ છે તે દરેક પૃથ્વીની નીચે હોય. ઊર્ધ્વલોકમાં ૧૨ મા દેવલોકની વાવડી સુધી લાભે. તિર્થ્યલોકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં લાભે. પાણીમાં તરતી હિમશીલા સમજી લો. ખંભાતના અખાતમાં ત્યારે કદાચ હિમશીલા હોઈ શકે! ત્યાં જીવ દિવસને રાતે ગમે તે સમયે ઉપજયો હોય તેમાં અસંખ્યાત કાળ આપણે પરવશ થઈને રખડચા કરીએ છીએ શા માટે એમાં વારંવાર ઉત્પન્ન થઈએ છીએ? કારણ કે એમાં આનંદ કિલ્લોલ કરીને આસક્ત થઈએ છીએ માટે એમાં આપણો આયુષ્યનો બંધ પડી જાય છે. દરિયાકિનારે હોવાથી ખંભાતમાં નહાવા ધોવાનું ચલણ વધારે હશે તેમ જ દરિયાનું પાણી સ્વચ્છ હશે. એને એમાં ત્યારના જમાના પ્રમાણે તરણહોજ કે પાણીમાં આનંદ કિલ્લોલ કરવાના સાધન હોવા જોઈએ જેની મોજ ત્યારના લોકો ઉઠાવતા હશે. આજે જેમ વૉટર સ્લાઈડ, વોટર પાર્ક વગેરે છે – એમ ત્યારે અવશ્ય પાણીમાં રમવાની રમતો હશે જ એમ માનવા મન પ્રેરાય છે. નહાવા ધોવા માટે અગ્નિ પર પાણી ગરમ કરીને વપરાતું હશે. ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય ને ઠંડી ઉડાડવા ગરમ પાણીમાં નહાવા ધોવાનું વધારે પ્રમાણમાં થતું હોય તેમ જ ત્યાં કપડા આદિને રંગવા માટે પણ ગરમ પાણીનો પ્રયોગ થતો હોય Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત કે મોટા ધોબીઘાટ પણ હોય જ્યાં મોટા પ્રમાણમાં સાબુ, ચુના, ખારા, ખડીનો પ્રયોગ થતો હશે. સાબુ ત્યારે પણ વપરાતો હતો એ સિદ્ધ થાય છે. ગરમ પાણીમાં ઠંડું પાણી પણ ભેળવાતું હશે તેમ જ સમુદ્રના ખારા પાણીમાં નદીનું મીઠું પાણી પણ ભેળવાતું હશે. અગ્નિકાય. ૧૯ સિંહા પણિ જીવ નહિ લણિ સુખી, જલ નિં યોગિ જીવ થયો દૂખી. ડાટ્યો, ચાપ્યો, ઉઢયો વલી તેહનિ દૂખ ભાખઈ કેવલી. આ ગાથાથી સ્પષ્ટ થાય છે કે ત્યારે ખંભાતમાં કંસારાકામ, લુહારકામ, સોનીકામ વગેરે મોટા પ્રમાણમાં થતું હશે જેમાં અગ્નિ પર પાણી નાંખવાની જરૂર પડતી હોય. લોઢું વગેરે ટીપવા માટે અગ્નિ પર ડાટાથી ઘણ પર મરાતા હશે. કલાઈ વગેરે કરવા માટે જમીનમાં ખાડો ખોદી, અગ્નિ પેટાવી એના પર વાસણ ઊંધા રાખીને ડાટતા હશે. એવી જ રીતે લુહારકામમાં ચાંપવામાં પણ આવતો હશે. તેમ જ આ બધા કામમાં અગ્નિને પ્રજવલિત કરવા માટે ધમણ વગેરેનો પ્રયોગ કરીને ખૂબ પ્રગટાવવામાં આવે છે. આ ગાથા દ્વારા કવિએ અગ્નિકાયના દુઃખનું વર્ણન કર્યું છે. (જીવદયા પાળવા માટે પ્રેરિત કરવા માગતા હશે.) વાયુકાય ? પવનતણા - વઈરી વીજણા, વીજઈ વાય હણઈ જીવ ઘણા, સાસ ઉસાસ નર બોલઈ વણઈ, વાઈ જીવ અસંખ્યા હણઈ. ભૂંગલ ભેરિ નિં નીસાણ, વાજંતા દૂખવાય પરાણ, નાલિ તીરદિ ઘણનો ઘાય, ત્યાં દૂખ પામ્યો જંતૂ વાય. વીંજણા એટલે હાથેથી પવન નાખવાનો પંખો અથવા તો મોટા પંખા જેને દોરીથી ખેંચીને વીંઝાય છે. એ વીંઝણાનું ચલણ ત્યારે સારા પ્રમાણમાં હતું. શ્વાસોચ્છવાસ અને સ્કૂલે મોઢે બોલવાથી વાયરાના જીવો હણાતા હોય છે. ભૂગલ, ભેરી, નિશાન આ બધા મંદિરોમાં વપરાતા વાજિંત્ર છે. એ વખતે ખંભાતમાં મંદિરોદેરાસરો વગેરેમાં આ સાધનો વપરાતા હશે. ત્યાં મંદિર દેરાસરોનું પ્રમાણ ઘણું હતું. વનસ્પતિકાય નમિ સાધ જિન પૂજઈ પાય, સોય પુરૂષ એહનિ નવ્ય ખાય સમજી ધર્મ કંદ ભાગ કરઈ, સોય પુરૂષ મુરિખમાં સરઈ. ધર્મ પાળનારાઓને ત્યાં પણ કદાચ કંદમૂળ આવતું હોય તો નવાઈ નહિ! જેથી કવિ આ ગાથા દ્વારા ઉપદેશ આપે છે કે ધર્મ સમજ્યા પછી કંદમૂળ તો ન જ ખવાય. ૩૯ સીપમાંહિ અવતરીઓ જસિં કાઢી તડકઈ નાખ્યો તિસઈ ઈખઈમણ (દૂખઈ મણ) લહુ તિંસહી, તે વેદન નવ્ય જાઈ કહી. Page #428 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૧૯ આ ગાથાથી સ્પષ્ટ થાય છે - છીપ કે છીપલાના જીવો દરિયામાં ઉત્પન્ન થાય છે એના બહારના કવચ સફેદ ક્રીમ ઝાંયવાળા હોય છે જે રમકડાં, તોરણ, સુશોભનના કામમાં વપરાય છે. એ છીપલા મેળવવા એમાંના જીવને કાઢીને તડકામાં નાખવામાં આવતો કશે. પાણીમાં તેમ જ છીપમાં રહેનાર જીવ માટે તડકો કેવો વેદનાદાયક હોય એ તો અનુભવનારને જ ખબર પડે. આ તડકો તેના માટે દુઃખદાયક મૃત્યુ લાવવામાં નિમિત્ત બને છે જેને કારણે તે તરફડીને મરી જાય છે. શંખ-છીપ-કોડી વગેરેને પ્રાપ્ત કરીને એના રમકડાં-તોરણ કે સુશોભિત વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ. ત્યાં હશે. તેમ જ બેઈન્દ્રિય જીવોને મારીને ખાવાવાળો વર્ગ પણ હોય જે આવી રીતે જીવોને કાઢીને તડકામાં સૂકાવીને પછી ખાવાના ઉપયોગમાં લેતો હોય. ૪૨ તલઈ હુતાશનિ પ્રગટ કરી, મોટા ગોલા વારિ ભરી, અઈ અલિ ટોપલા તેહમાં ધરી, જીવ પોહોચાડચા જમની ઘરી. ૪૩ તાવડઈ માંચા નાખી કરી, તા તીવેલું માંહિ ભરી, જીવ વલો ત્યાંહા માંકણ થઈ, ત્રેઅંદ્રીમાં એ દૂખ સહી. મોટા ગોળાઓ પાણીથી ભરેલા હોય તેમાં નીચે અગ્નિ પેટાવીને એમાં વિશેષ પ્રમાણમાં ટોપલા ભરીને નાંખ્યા તેમ જ બાંધીને તાવડામાં નાખ્યા પછી તપેલા. ભરીને રાખી મૂક્યા. આ રીતે તેઈંદ્રિયના જીવોને જમના ઘરે પહોંચાડ્યા. ત્યાં આ બધું પડયું રહેતું હશે જેને કારણે ત્યાં માંકડ થઈને જીવ ઉત્પન્ન થતો હશે. આમ તેઈંદ્રયના જીવો ખૂબ દુઃખ પામતા હશે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ત્યારે જીવોની હિંસા વિશેષ થતી હશે. કોઈ ઈયળભક્ષી કે કીડી ખાઉ માનવીઓનું અસ્તિત્ત્વ હશે. કે પછી બીજા જીવોને પણ પાણીમાં ઉકાળાતા હશે. એના તપેલા ભરીને એમ જ પડયા રહેતા હશે જેમાં માંકડ ઉત્પન્ન થતા હશે. તેમ જ વસ્ત્રો સ્ટાર્ચ કરવાના મોટા ગોળાઓ આદિ હશે જેમાં સ્ટાર્ચ ઘણા દિવસ પડ્યા રહે તો એમાં પણ તેઈન્દ્રિયાદિ જીવો ઉત્પન્ન થતા હશે. ૪૬ ડંસ મસા નિ માખી જેહ મુરખ જસ તસ બાલિ દેહ, વીછી દેખી મૂકઈ ઘાય, ચોરંદ્રી ખૂબ સહ્યા ન જાય. ડાંસ, મચ્છર, માખીને મૂરખ જીવો બાળી નાંખે ને વીંછીની ઘાત કરી નાંખે એ ચોરેન્દ્રિયના દુઃખ સહન ન થઈ શકે. ચરેન્દ્રિય જીવોનો ઉપદ્રવ નાશ કરવા માટે ધૂપ વગેરે કરાતા હશે અથવા અગ્નિ પેટાવીને એને બાળીને નાશ કરાતા હશે. જેમાં આજે ડી.ડી.ટી. વગેરેથી મારીએ છીએ તેમ. તેમ જ વીંછીની ઘાત કરવામાં આવતી હશે. આજે મચ્છર કે માખીઓને મારવા ઈલેકિટ્રક લાઈટ વાપરવામાં આવે છે જેમાં આ માખી મચ્છર બળી જાય છે. ૪૮ ભૂખ તરસ ત્યાહા વેઠી બહુ જ્ઞાનવંત તે જાણઈ સહુ, અજા હર્ણ તણી ગતિ લહી, મંચકાય મરીણો સહી. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૪૯ કરમિં દુઓ કાઢેબ અવતાર, અગ્યન ઓપરિ ધર્યો તિણીવાર, તાપઈ ચર્બ તવ અલગું થાય, બહુ વેદન પામ્યો તસ થાય. ત્યાં પંચેન્દ્રિય તિર્યચપણામાં ખૂબ ભૂખ તરસ વેઠવાની હોય છે. પણ બકરી, હરણનો શિકાર થઈ જાય કે માછલાને જાળમાં પકડવામાં આવે જેથી તરફડીને મરી જાય. વળી ક્યારેક કર્મ અનુસાર કાચબાનો અવતાર પ્રાપ્ત થાય ત્યારે એની ચામડીને ઢાલ તરીકે મેળવવા માટે અગ્નિ પર ધરીને એની ચામડીને છૂટી પાડતા એને ખૂબજ દુઃખ થાય છે. બકરી જેવા નિર્દોષ પ્રાણીનો બલિ ચડાવીને એને મારવામાં આવે છે. તો હરણ જેવા નિર્દોષ પ્રાણીનો શિકાર કરીને લોકો તેના માંસને આરોગતાં પણ હોય છે. તેમ જ દરિયા કિનારો હોવાથી માછીમારીનો વ્યવસાય ખૂબ જ ચાલતો હોય તે સ્વાભાવિક છે. તેમ જ ત્યાં કાચબાની સંખ્યા પણ સારા પ્રમાણમાં હોય તેથી તેની ઢાલરૂપી ચામડીને અગ્નિમાં સેકીને બહાર કાઢવાનો વ્યવસાય પણ ચાલતો હોય એમ બની શકે. આમ, આ બધી ગાથાઓમાંથી ત્યારના લોકજીવનમાં કેવા પ્રકારની હિંસા થતી અને તેમનું જીવન કેવા પ્રકારનું હતું, તેમ જ જીવો પ્રત્યે લોકોનું વર્તન કર્યું હતું એની ઝાંખી થાય છે. આમ શ્રાવક કવિ ઋષભદાસ સાહિત્યિક પક્ષ ઉપસાવવામાં પણ સફળ રહ્યા છે. એક તાત્વિક કૃતિને રાસનું સ્વરૂપ આપવું એ એક સિદ્ધિ કહેવાય. સાહિત્યિક પક્ષનું અધ્યયન કરતાં ખ્યાલ આવે છે કે તેમને શબ્દલબ્ધિ વરેલી હતી. આ ઉપરાંત આ કૃતિની વિશેષતાઓ તપાસતાં જણાય છે કે કવિએ જેન તત્ત્વના ગહન સિદ્ધાંતો રાસા જેવા લોકભોગ્ય સ્વરૂપમાં વણી લઈને સુંદર પ્રયત્ન કર્યો છે. અલબત આ એક પરંપરાગત રાસો બન્યો નથી કવિનો ઉદ્દેશ્ય કદાચ સ્વરૂપ કરતાં વિષયની અભિવ્યક્તિ જાળવવાનો વિશેષ હોય એમ લાગે છે. કવિનું ધ્યેય પરંપરાગત રાસો રચવાનું હોય તેમ લાગતું નથી. મધ્યકાલીન યુગના કવિ અખાની રચના માટે તેણે પોતે કહ્યું છે તેમ * “જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યના કેમ વરણીશ.” એ રીતે જોતાં “જીવવિચાર રાસ’ની દેખીતી મર્યાદા કવિની વિશેષતા બની જાય છે અને આ રાસ મધ્યકાલીન જૈન ગુજરાતી કાવ્ય સાહિત્યની એક અદ્વિતીય રાસ રચના બની છે. ભાવપ્રધાન હોવા છતાં કલા પક્ષનું ગુંથન સરાહનીય છે. એના તાત્વિક અને સાહિત્યિક પક્ષમાં મણિકાંચનનો સંયોગ અનુભવાય છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૨૧ ઉપસંહાર આ પરિવર્તનશીલ વિશ્વમાં રહેલ અનંતાનંત જીવરાશિમાંથી એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવ્યો પછી ભ્રમણ કરતાં કરતાં ક્રમશઃ સ્થાવરમાંથી વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય આદિમાંથી જ્યારે મનુષ્યમાં ઋષભદાસની પર્યાયમાં આવ્યો ત્યારે એણે જિનશાસનને શબ્દોથી શણગારી દીધું. શાસન પ્રભાવક બનીને જીવનને ઉજાગર કરી દીધું. સમ્યક્ત્ત્વના પ્રકાશથી જીવનને ઉજ્જવલ બનાવી દીધું. શાસ્ત્ર સિદ્ધાંતને રોમેરોમમાં પ્રસરાવી દીધું. શ્રાવકપણાથી જીવનને દીપાવી દીધું. એ જીવમાં દેવાંશી તત્ત્વ હતું. એના ચરણોમાં લક્ષ્મી આળોટતી હતી, તો મુખમાં સરસ્વતી રણકતી હતી. હૃદયકમળમાં ગુરૂને તો ચિત્તમાં અરિહંતોને સ્થાન આપ્યું હતું. કરકમળમાં સિદ્ધાંત સૂત્રોની રિદ્ધિ હતી તો મસ્તકમાં સૂત્રોને પ્રસ્તુત કરવાની સિદ્ધિ હતી. આગમ એમની આંખ હતી તો શબ્દો એમના પાંખ હતા. જેના વડે એ સાહિત્યાકાશમાં મુક્તપણે વિહરતા હતા. સાહિત્યાકાશમાં વિહરતા વિહરતા અનેક કૃતિઓની રચના કરી. એમાંની એક અલૌકિક કૃતિ એટલે ‘જીવવિચાર રાસ’ એનું શીર્ષક વાંચતા જ એનું હાર્દ નજર સમક્ષ તરવરે છે. મિથ્યાત્ત્વના ગાઢ અંધકારમાં પડેલા જીવોને, હિંસામાં રત જીવોને, દુઃખી જીવોને સમકિતના પ્રકાશમાં લઈ જઈ અહિંસા તરફ વાળવા અને સુખ પ્રાપ્ત કરાવવું એ એનું હાર્દ છે. એમની કલમનો કસબ એમાં છતો થાય છે. કલમના અક્ષર જે પ્રત પર પડે છે તે એમના જ્ઞાત કે અજ્ઞાત મનની આજ્ઞા મુજબ આગળ વધે છે. ત્યારના લોકજીવનને, શાસ્ત્રજ્ઞાનને વણતાં વણતાં એક સુંદર કૃતિ ત્યારની સંસ્કૃતિ, શ્રુતિ અને સ્મૃતિના આધારે રચાય છે. સર્જકની કૃતિનો વિકાસ થવા માંડે કે કૈંક શબ્દો વિચારો આપમેળે આવીને ગાથારૂપે કંડરાઈ જાય. તેમાંના કેટલાક વિચારો-સિદ્ધાંતો ઉજ્જવળ જીવનનું નિર્માણ કરવામાં નિમિત્ત બને એવું જ આ રાસમાં અનુભવાય છે. આ તાત્ત્વિક રાસ નીરસ ન બની જાય એટલે એમાં વિવિધ શબ્દોનો પ્રયોગ કરીને રસાળ બનાવવાનો પ્રયત્ન થયો છે. પ્રાસ બેસાડવા જતાં ક્યાંક એકવિધતા ન જળવાઈ હોવા છતાં તત્ત્વ જેવા રૂક્ષતત્ત્વને સહજ, રસિક, સરળ બનાવી લોકમુખે જ્ઞાન રમતું રાખવાનો સબળ પુરૂષાર્થ થયો છે. લોકસાહિત્યના માધ્યમથી તત્ત્વજ્ઞાન પીરસાયું છે. એ માટે એમને પ્રેરક સામગ્રી પ્રાપ્ત થઈ તે આ પ્રમાણે છે. પ્રેરક સામગ્રી - જે સામગ્રીએ કર્તાને ‘જીવવિચાર રાસ’ લખવા પ્રેર્યો તે મુખ્યત્વે ચાર પ્રકારમાં વહેંચાઈ જાય છે. (૧) આગમ જ્ઞાનનો વારસો - જૈનદર્શનમાં આગમ ગ્રંથો જ મુખ્ય પ્રમાણ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ મનાય છે. બીજા ગ્રંથોનું પ્રામાણ્ય આગમને અનુસરવાથી હોય છે. પ્રસ્તુત કૃતિમાં પન્નવણા સૂત્ર, સંસક્ત નિર્યુક્તિ, ઉપદેશમાલા અવસૂરિ, જીવવિચાર પ્રકરણ આદિનો ઉલ્લેખ એમના આગમજ્ઞાનને સિદ્ધ કરે છે. (૨) ભાષાઓનું જ્ઞાન - ભાષાઓના જ્ઞાન વગર કૃતિનો વિકાસ રૂંધાઈ જાય છે. કવિને ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃતનું પણ જ્ઞાન હતું જેથી એમની કૃતિનો વિકાસ સહજ થયો છે. (૩) ગુરૂઓનો અનુગ્રહ - આગમજ્ઞાન કે ભાષાજ્ઞાનની પ્રાપ્તિ ગુરૂની કૃપા વગર થાય જ નહિ. એમના પર ગુરૂના ચાર હાથ હતા એ એમની કૃતિઓના અભ્યાસ કરતાં જણાય છે. પ્રસ્તુત કૃતિમાં પણ એમના ગુરૂના અનુગ્રહની પ્રતીતિ નીચેની ગાથાનું અધ્યયન કરતાં થાય છે. 66 ૪૯૨ “ગુરૂ તુઝ ર (રે)ચરણે શરિ નામઈવીતા, તત્ત્વભેદ લહઈ સાજી (સારજી), ગુરૂ આધારિ જ્ઞાન લહીનઈં, કીધો જીવવીચારજી.’ (૪) પ્રતિભા - પૂર્વોક્ત ત્રણે હેતુઓ હોય પણ જો પ્રતિભા ન હોય તો આ રચના થાત જ નહિ. કવિ પ્રતિભાસંપન્ન હતા. એ એમની વિવિધ વિષય સભર, વિવિધ પ્રકારની રચનાઓની સૂચિ જોતાં જ ખ્યાલ આવી જાય છે. પ્રસ્તુત કૃતિમાં કવિએ એક ફૂલમાં આખા બગીચાનો અનુભવ કરાવ્યો છે એક પાંદડીમાં વસંતનો અનુભવ કરાવ્યો છે. એક બુંદમાં સાગરનો અનુભવ કરાવ્યો છે. શ્રુતસાગરના મોતીઓનો પરિચય કરાવ્યો છે. 99 આમ, ઋષભદાસની પર્યાયમાં સાહિત્યનો અમર વારસો પીરસનાર એ આત્મા જ્યાં હશે ત્યાં એણે પોતાની ઉપાસના, સાધના, આરાધનાનું નંદનવન ખીલવ્યું હશે તેમ જ આત્મજ્ઞાનમાં ડૂબકી મારતો હશે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ પ્રકરણ – ૬ તુલનાત્મક અધ્યયન શ્રાવક કવિ ઋષભદાસે શ્રી શાંતિસૂરિના જીવવિચાર પ્રકરણ’ અને બીજા શાસ્ત્રોને આધારે આ “જીવવિચાર રાસની’ રચના કરી છે એવું એમણે જણાવ્યું છે. એને આધારે જીવવિચારનું વર્ણન બીજા ક્યા ક્યા શાસ્ત્રોમાં છે તેનું નિરૂપણ અહીં કર્યું છે. તુલનાત્મક અધ્યયનથી વિચારોની પુષ્ટિ થાય છે, સત્ય તત્ત્વ પ્રકાશમાં આવે છે, શ્રદ્ધામાં વૃદ્ધિ થાય છે અને ક્યો પક્ષ કેટલો સશક્ત છે તેની માહિતી પ્રાપ્ત થાય છે. દરેક ધર્મમાં પોતાના સાહિત્યનું એક મહત્ત્વનું સ્થાન હોય છે. જેન પરંપરામાં તીર્થંકર ભગવંતના વાણી, વર્તન, વિચાર અને જ્ઞાનનું જેમાં પ્રતિનિધિત્વ થયું છે એવા સાહિત્યને આગમ કહેવાય છે. જેન પરંપરામાં એનું અદકેરું સ્થાન છે. એ આગમોમાંથી જેમાં જીવવિચારનું વિશેષ પ્રરૂપણ થયું છે એ આગમોનું તુલનાત્મક અધ્યયન અહીં કરવામાં આવ્યું છે. તેમ જ કેટલાક આંશિક વિભાગોની પણ તુલના કરી છે. - જિનાગમોમાં અનેક સ્થળે જીવનું વર્ણન આવે છે. જેમાં વિશેષવર્ણન છે તે નીચે પ્રમાણે છે. અંગસૂત્રોમાં મુખ્યત્વે- આચારાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, ભગવતી સૂત્ર છે. ઉપાંગસૂત્રોમાં મુખ્યત્વે જીવાભિગમ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્ર છે. મૂલ સૂત્રોમાં ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર આદિ અનેક સૂત્રોમાં જીવનું વર્ણન છે. જૈન ધૃતસાગરમાં અનેક અણમોલ રત્નો પડેલા છે એમાંનું એક અણમોલું રત્ન એટલે ‘જીવ વિચાર પ્રકરણ.’ જે સાધુઓ સૂત્ર અને અર્થના અભ્યાસી હોય, સૂત્ર અને અર્થના રહસ્યને જાણનારા હોય એમને ગીતાર્થ કહેવાય છે. એ ગીતાર્થ સાધુ ભગવંતોએ શાસ્ત્રના એક દેશથી સંબદ્ધ કૃતિઓ અલ્પ બોધવાળાને વિશેષ બોધ પમાડવા માટે રચી હોય તેને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. જિનાગમોમાં કહેવાયેલા એક એક વિષય અને એક એક વચન પર પ્રકરણો રચાયેલા છે. જે જૈન શ્રતની ભવ્યતા સિદ્ધ કરે છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે ૫૦૦ પ્રકરણ રચ્યા, શ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૪ પ્રકરણો રચ્યા, બીજા પણ અનેક મહાપુરૂષોએ અનેક પ્રકરણોની રચના કરી છે. જો કે એક અલગ વાત છે કે આમાંના મોટાભાગના પ્રકરણો વિલય પામ્યા છે. જે બચ્યા છે એમાં પણ તત્વાર્થાધિગમ સૂત્ર, નવતત્ત્વ પ્રકરણ, દંડક પ્રકરણ, લઘુસંગ્રહણી, ક્ષેત્ર સમાસ , છ કર્મગ્રંથ, ત્રણ ભાષ્ય તથા Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવ - વિચાર પ્રકરણની મુખ્યતા છે. આ સૂત્રોને આધારે ગીતાર્થ સાધુ ભગવંતોએ જીવવિષયક અનેક પ્રકરણો રચેલા. છે. તેમાંથી ઉપલબ્ધ પ્રકરણોની યાદી નીચે મુજબ છે. ૧. જીવ-વિચાર પ્રકરણ, ૨. જીવ વિચાર સ્તવ, ૩. જીવાજીવ વિભક્તિ પ્રકરણ, ૪, જીવ સંખ્યા કુલક, ૫. જીવ સંબોધ, ૬. જીવ સમાસ સૂત્ર, ૭. જીવ સિદ્ધિ, ૮. જીવ સ્થાપના કુલક, ૯. જીવસ્વરૂપ ચતુર્વિશિકા, ૧૦. જીવાજીવ વિચાર વિવરણ, ૧૧, જીવાજીવ વિભૂતિ, ૧૨. જીવાનુશાસન, ૧૩. જીવાનુશાસન સબ્ધિ, ૧૪. જીવાનુશિષ્ટ કુલક, ૧૫. જીવાનુસિદ્ધિ, ૧૬. જીવાભિગમ સંગ્રહણી (જી.વિ.પ્ર. પૃ. ૧૪) આમાંની કેટલીક કૃતિઓ પ્રગટ થઈ છે અને હજી કેટલીક કૃતિઓ અપ્રગટ છે. તેમાંની મૂલ કૃતિઓ ક્યા ભંડારમાં સુરક્ષિત છે તે પૂનાના ભાંડારકર ઈન્સ્ટિટયૂટે બહાર પાડેલા જિનરત્નકોષ ભાગ પહેલામાં જોઈ શકાય છે. “જીવવિચાર પ્રકરણ’ સાથે તુલના. આચાર્ય શ્રી શાંતિસૂરિના “જીવ વિચાર પ્રકરણ” સાથે શ્રી ઋષભદાસના ‘જીવવિચાર રાસ’ નું તુલનાત્મક અધ્યયન‘જીવવિચાર પ્રકરણ” જીવવિચાર વિવેચનના પૃ. ૩ પર આચાર્ય શ્રી નરવાહનસૂરિએ લખ્યું છે કે “આગમો જયારે વાંચવામાં કઠીન પડવા લાગ્યા એટલે મહાપુરૂષોએ તે આગમ ગ્રંથો પરથી છૂટા છૂટા પ્રકરણોની રચનાઓ કરી જે પ્રકરણોની ગાથાઓ ચતુર્વિધ સંઘ પણ સારી રીતે ભણી શકે. તેમાંથી આ રીતે પ્રકરણોની રચનાઓ થયેલ છે. તેમાંનું એક પ્રકરણ જીવ વિચાર નામનું આચાર્ય ભગવંત શ્રી શાંતિસૂરિ મહારાજાએ રચેલ છે. હાલ અત્યારે ભાષાંતરો સાથે લગભગ એકસો પચ્ચીશ પ્રકરણો મળે છે.” - કવિ શ્રી ઋષભદાસે શ્રી શાંતિસૂરિના જીવ વિચાર પ્રકરણ’નો આધાર લઈને આ જીવ વિચાર રાસ રચ્યો છે તેથી તેનું અહીં પ્રથમ વિવરણ કરવામાં આવે છે. ધીરજલાલ ટોકરશી શાહ લિખિત જીવ વિચાર પ્રકાશિકાને આધારે જે માહિતી પ્રાપ્ત થઈ છે.તે આ પ્રમાણે છે. ૧ રચયિતાનો પરિચય - કોઈપણ કૃતિ હોય પણ એના રચયિતા કોણ છે એ જાણવાની જીજ્ઞાસા બુદ્ધિશીલ તર્કશીલ મનુષ્યને અવશ્ય થાય. આ કૃતિ કોણે રચી છે? ક્યારે રચી છે? શા માટે રચી છે? એવા પ્રશ્નો પણ ઉઠે એનું સમાધાન થાય તો. એ કૃતિનું અધ્યયન કરવાનો ઉત્સાહ વધે તેથી તેના રચયિતાનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતવર્ષના પ્રાચીન લેખકો, દાર્શનિકો તથા કવિઓનો પ્રામાણિક ઈતિહાસ, કેટલાકને છોડીને સુવ્યવસ્થિત રૂપમાં મળતો નથી એનું મુખ્ય કારણ એ છે કે ત્યારની Page #434 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૨૫ મહાન વ્યક્તિઓ પ્રાયઃ કરીને પોતાના વિષયમાં કંઈ લખવાની રૂચિ નહોતા રાખતા. એ એમના જીવનનો એક અપેક્ષાએ ખૂબ જ ઉજ્જવલ પક્ષ રહ્યો છે કે અત્યંત મહત્વપૂર્ણ સર્જન કરવા છતાં પોતાનું નામ કૃતિ સાથે જોડાઈને પોતે અમર ન બની જાય પરંતુ કૃતિ અમર બને એવા નિષ્કામ ભાવથી જ પોતાના અભિપ્રેતની પૂર્તિ માનતા હતા. એમના પ્રત્યે, એમની ગરિમા પ્રત્યે નતમસ્તક થઈ જવાય છે કે આવું અનુપમ મહિમામય કાર્ય કરવા છતાં નામનો લેશમાત્ર મોહ નહિ !!! જે એમની અનાસક્તિની પરાકાષ્ઠાને સૂચવે છે પરંતુ એનાથી ઈતિહાસના વિદ્યાર્થીઓ કે સંશોધનકારોને અનેક મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે કેટલાંક કૃતિકારો છેડે ગર્ભિત રીતે કે સ્પષ્ટતયા પોતાના નામનું સૂચન કરતા હોય છે. એ જ રીતે જીવ વિચારના રચયિતાનો ઉલ્લેખ પણ ગર્ભિત રીતે જ થયો છે. જીવવિચાર પ્રકાશિકામાં આધારે કર્તાનો પૃ. ૫૩-૬૦માં સાધક બાધક પ્રમાણોન આધારે જે પરિચય પ્રાપ્ત થાય છે તે નીચે મુજબ છે. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિનો પરિચય શ્રી શાંતિસૂરીનો જન્મ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે ઊણ ગામમાં ધનદેવ અને ધનશ્રીની કૂખે થયો હતો. તેમનું નામ ભીમ હતું. તેઓ શ્રીમાલ વંશના હતા. થારાપદ્રગચ્છીય શ્રી વિજ્યસિંહસૂરિ નામના ચૈત્યવાસી આચાર્ય એક વખત ઊણ પધાર્યા. ત્યાં શુભ લક્ષણોથી યુક્ત ભીમને જોઇને એમને વિચાર આવ્યો કે જો આ કિશોર સાધુ થાય તો શ્રી જિનેશ્વર દેવના શાસનની અવશ્ય પ્રભાવના કરે.' તેમણે એમના પિતા શ્રી ધનદેવ પાસે ભીમની માંગણી કરી. ધર્મપરાયણ પતિ પત્નીએ સંઘના કલ્યાણ કાજે પોતાના વહાલસોયા પુત્રને આચાર્યશ્રીના ચરણે મૂક્યો. આચાર્યે શુભ મુહૂર્તે દીક્ષા આપી 'મુનિ શાન્તિભદ્ર' નામથી વિભૂષિત કર્યા. પછી તેમને સૂત્ર-સિદ્ધાન્ત,ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કોષ,જ્યોતિષ, મંત્રશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરાવ્યો અને અનુક્રમે આચાર્યપદ આપ્યું. ત્યારથી તેઓ શ્રી શાંતિસૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા. પાટણના મહારાજ ભીમદેવના દરબારમાં નામાંકિત પંડિતોને પોતાની અદ્ભુત કવિત્વશક્તિ અને અનેરી વાદ કળાનો પરિચય આપ્યો આથી મહારાજા ભીમદેવે પ્રસન્ન થઇને તેમને કવીન્દ્ર અને વાદિચક્રવર્તી નામના માનવંતા બિરૂદો આપ્યા. આ કારણે ચોમેર કસ્તુરીની જેમ કીર્તિ પ્રસરી ગઇ. તેમની ખ્યાતિ સાંભળીને મહાકવિ ધનપાળે તેમને ધારાનગરીમાં પધારવાનું આમંત્રણ આપ્યું. મહાકવિના આમંત્રણને સ્વીકારી ધારાનગરી પહોંચ્યા. ત્યાં રાજા ભોજની રાજસભામાં વાદ આરંભ્યો. તેમાં એક પછી એક ૮૪ વાદીઓને જીતી લીધા. વાદીઓ માટે વેતાલ સમ નીવડયા એટલે રાજા ભોજે તમેને 'વાદિવેતાલ' બિરૂદ આપ્યું. તથા શરત પ્રમાણે ૮૪ લાખ માલવી દ્રમ્સ અર્પણ કર્યા. તે વખતના ગુજરાતના ધોરણે તેની કિંમત ૧૨,૬૦,૦૦૦ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત રૂપિયા થતી હતી. આચાર્યશ્રીએ રૂપિયા ૧૨ લાખ ધારાનગરીમાં સુંદર જિનમંદિર નિર્માણ કરવા માટે આપી દીધા અને બાકીના રૂપિયા ૬૦,૦૦૦ ગુજરાતના થારાપદ્રનગર (હાલના થરાદ ગામે) મોકલી આપ્યા કે જેમાંથી આદિનાથ-મંદિરમાં મૂળનાયકની ડાબી બાજુએ એક દહેરી બાંધવામાં આવી તથા રથ વગેરે કરવામાં આવ્યા. એમની વાદવિષયક ખ્યાતિ સાંભળીને ધારાનગરીમાં ૫૦૦ વાદીઓ શાસ્ત્રાર્થ કરવા માટે આવી પહોંચ્યા તે બધાને જીતીને જેનધર્મ ને ગુજરાતનું ગૌરવ વધાર્યું . એકવાર તેમણે ધૂલિકોટ પડવાની સચોટ આગાહી કરીને ૭૦૦ શ્રીમાળ કુટુંબોને બચાવી લીધા હતાં અને તેમને જેન ધર્મના દઢ અનુરાગી કર્યા હતા. તેઓ રાજકુમારોને પણ છૂટથી ધર્મનો પ્રતિબોધ કરતા. આ રીતે કુલ ૪૧૫ રાજકુમારો જૈનધર્મની છત્રછાયા. નીચે આવ્યા હતા અને તેના આચાર-વિચારનું પાલન કરતા હતા. એકવાર એક શ્રેષ્ઠિપુત્રને સર્પદંશ થતાં તેને મૃત માનીને જમીનમાં દાટી દીધો હતો. આચાર્યશ્રીને ખબર પડતાં તેને જમીનમાંથી બહાર કઢાવ્યો અને મંત્રશક્તિથી. નિર્વિષ કર્યો જેને કારણો મહામાંત્રિક તરીકેની ખ્યાતિ વિસ્તાર પામી. | સર્વતોમુખી પ્રતિભાને વરેલા આ આચાર્યશ્રીએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની બ્રહવૃત્તિ ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ રચી છે જે વાદશક્તિ માટે જિલ્લા સમાન મનાય છે. તેમની અન્ય કૃતિઓમાં અહં અભિષેકવિધિ તથા બ્રહરછાન્તિની ગણના નિશ્ચિત છે. આ ઉપરાંત બીજી કૃતિઓ પણ સંભવે છે જે સંશોધનનો વિષય છે. અંતે પોતાના અલ્પ આયુષ્યને જાણી ગિરનાર તીર્થની યાત્રા કર્યા પછી અણસણ વ્રતનો સ્વીકાર કર્યો હતો અને ૨૫ દિવસ સુધી પાલન કરીને સં ૧૯૦૬ જેઠ સુદ ૯ત્રે મંગળવારે કૃતિકા નક્ષત્રમાં સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરી સ્વર્ગગમન કર્યુ હતું. જીવ – વિચાર પ્રકરણ આ પ્રકરણ ૫૧ ગાથામાં લખાયેલું છે. પ્રાકૃત ભાષામાં રચાયેલ આ પ્રકરણ પર અનેક વૃત્તિઓ કે ટીકાઓ રચાઈ છે. આ પ્રકરણ શિક્ષણોપયોગી આદિ અનેક ભાષાઓમાં હોવાથી એના ગુજરાતી - હિન્દી - અંગ્રેજી તેમ જ ફ્રેન્ચ આદિ અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. ગાથા : ૧ આ પ્રકરણની પ્રથમ ગાથામાં મહાવીર પ્રભુને નમસ્કાર કરીને મંગલાચરણ કર્યું છે. પૂર્વાચાર્યોના કથન અનુસાર હું જીવનું કંઈક અલ્પ એવું સ્વરૂપ કહ્યું છે. એમાં રચયિતા કહે છે. ૨ આ ગાથામાં જીવના મુક્ત ને સંસારી ભેદોમાંથી સંસારી ભેદોનું નિરૂપણ કરવારૂપ પાંચ સ્થાવરના નામ કહ્યા છે. ૩-૪ આ બે ગાથામાં પૃથ્વીકાયના જીવોનું વર્ણન કર્યું છે. પછી ક્રમશઃ ૫-૬-૭મી ગાથામાં અપકાય, તેઉકાય, વાઉકાયનું વર્ણન છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૨૭ ૮-૧રગાથામાં સાધારણ અને પ્રત્યેક વનસ્પતિકાયનું વર્ણન અને વ્યાખ્યા આપી છે. ૧૩ સાધારણ વનસ્પતિને ઓળખવાનું લક્ષણ આપ્યું છે. ૧૪ પ્રત્યેક વનસ્પતિ સિવાયના પૃથ્વી આદિ સૂક્ષ્મ જીવોનું સકલ લોકવ્યાપીપણું ને અંતર્મુહૂર્ત આયુષ્ય એ બતાવ્યું છે. ૧૫-૧૮ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય જીવોનો અધિકાર છે. ૧૯ પંચેન્દ્રિય જીવોના ચાર પ્રકારનું વર્ણન કરીને નરકના સાત ભેદનો ઉલ્લેખ કર્યો છે. ૨૦ તિર્યંચ પંચેંદ્રિયના જળચર, સ્થળચર, ખેચરના ભેદ-પ્રભેદ બતાવ્યા છે. ૨૩ તિર્યંચ પંચેન્દ્રિયના બે ભેદ ગર્ભજ અને સંમૂર્છાિમનો ઉલ્લેખ કરી મનુષ્યના ત્રણ ભેદ કર્મભૂમિજ, અકસ્મૃમિજ, અંતરદ્વીપજની પ્રરૂપણા કરી છે. - ૨૪ દેવોના ચાર પ્રકાર ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દર્શાવ્યા છે. ૨૫ સંસારી જીવોના વર્ણન બાદ હવે અહીં ૧૫ ભેદે સિદ્ધ થાય એ બતાવ્યું છે. આમ ૨૫ ગાથા સુધી જીવોના પ્રકાર નિર્દેશી ૨૬મી ગાથાથી જીવોના પાયાના જ્ઞાન પછી પાંચ દ્વારની માહિતી રજૂ કરી છે. પાંચદ્વાર - શરીર, આયુષ્ય, કાયસ્થિતિ, પ્રાણ, જીવાજોનિ વ્યવહાર દૃષ્ટિએ જીવનો સહુથી અધિક સંબંધ શરીર સાથે છે. વળી આયુષ્ય સ્વકાય સ્થિતિ, પ્રાણ કે યોનિનો વિચાર શરીર વિના થઈ શકતો નથી તેથી પ્રથમ શરીર દ્વાર કહ્યું છે. શરીર સાથે આયુષ્યનો વિચાર ગાઢપણે સંકળાયેલો છે તેથી બીજું આયુષ્ય દ્વાર કહ્યું છે. આયુષ્ય પૂર્ણ થયા પછી સંસારી જીવને અવશ્ય નવી કાયા ધારણ કરવાની હોય છે એટલે ત્રીજું દ્વાર સ્વકાય સ્થિતિનું કહ્યું છે. શરીર ધારણ ક્રિયા પ્રાણ વિના સંભવતી નથી એટલે ચોથું દ્વાર પ્રાણનું અને શરીર ધારણની ક્રિયા માટે કોઈપણ યોનિમાં ઉત્પન્ન થવું પડે છે એટલે પાંચમું દ્વાર યોનિનું કહ્યું છે. આ રીતે હવે પછી જે વસ્તુની રજૂઆત થવાની છે તે સહેતુક છે અને જીવો સંબંધી વિશિષ્ટ જ્ઞાનની વૃદ્ધિ કરનારી છે. ૨૭ એકેન્દ્રિય જીવમાં પ્રત્યેક વનસ્પતિ સિવાયની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની છે. પ્રત્યેક વનસ્પતિકાયની અવગાહના ૧૦૦૦ જોજનથી અધિક હોય છે. ૨૮ બેઇન્દ્રિયની ૧૨ યોજન, ઈન્દ્રિયની ૩ ગાઉ, ચોરેન્દ્રિયની ૧ જોજનની ૨૯ નારકીનું દેહમાન બતાવવામાં આવ્યું છે. ૩૦ તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમ ગર્ભજની અવગાહના (શરીર પ્રમાણ) બતાવી છે. ૩૧ સંમષ્ઠિમ તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના બતાવી છે. ૩૨ ગર્ભજ ચતુષ્પદની અવગાહના છે પછી મનુષ્યની અવગાહના બતાવી છે. ૩૩ દેવોના શરીરની ઊંચાઈ બતાવી છે. ૩૪-૩૫ પાંચે સ્થાવરનું અને ત્રણ વિકલેન્દ્રિયનું આયુષ્ય બતાવ્યું છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૩૬ નારકી - દેવ - મનુષ્ય - તિર્યંચ ચતુષ્પદનું આયુષ્ય છે. ૩૭ જળચર, ઉરપરિસર્પ - ભૂજપરિસર્પ અને પક્ષીનું આયુષ્ય બતાવ્યું છે. ૩૮ બધા સૂક્ષ્મ, સાધારણ વનસ્પતિકાય, સંમૂર્છાિમ મનુષ્યનું જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું આયુષ્ય કહ્યું છે. ૩૯ જીવોની અવગાહના અને આયુષ્ય ટૂંકમાં કહ્યું છે વિશેષ સ્પષ્ટીકરણ છે તે વિશેષ સૂત્રોથી જાણવું. ૪૦ અહીંથી સ્વકાય સ્થિતિ દ્વાર છે સ્વ એટલે પોતાની, કાય એટલે કાયામાં પુનઃ પુનઃ સ્થિતિ કરવી. સર્વ એકેન્દ્રિયની સ્વકાય સ્થિતિ કહી છે. ૪૧ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યની, નારકી અને દેવની કાયસ્થિતિ કહી છે. ૪૨ પ્રાણ દ્વાર-જેના વડે જીવાય તે પ્રાણ – તે દશ એકેન્દ્રિય - વિકલેન્દ્રિયના પ્રાણનું વર્ણન છે. ૪૩ અસંજ્ઞી-સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પ્રાણોનું વર્ણન તેઓના પ્રાણો સાથેના વિયોગ એ જીવોનું મરણ કહેવાય છે. ૪૪ આદિ અંતરહિત ભયંકર સંસાર સાગરમાં ધર્મરહિત જીવો પ્રાણવિયોગ રૂપ મરણ અનંતવાર પામે છે. ૪૫ જીવાજોનિ - ચોર્યાશી લાખમાંથી કોની કેટલી યોનિ છે તે બતાવ્યું છે. પૃથ્વીકાયા આદિ ચાર સ્થાવરોની યોનિ સાત સાત લાખ છે. ૪૬ પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયની યોનિ બતાવી છે. ૪૭ નારક - દેવ - મનુષ્ય એ ત્રણની યોનિ બતાવીને બધી મળીને ૮૪ લાખ યોનિ છે. ૪૮ સિદ્ધના પાંચે દ્વાર બતાવ્યા છે. સિદ્ધોને શરીર નથી, આયુષ્યકર્મ નથી, પ્રાણ કે યોનિઓ પણ નથી. જિનાગમોમાં તેમની સ્થિતિ સાદિ - અનંત કહેલી છે. ૪૯ જિનેશ્વર દેવના વચનનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે. જિનેશ્વર દેવના વચનને નહિ પામેલા જીવો યોનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનંત એવા કાળ પ્રવાહમાં લાંબા સમય સુધી ભમ્યા છે અને ભમશે. ૫૦ મનુષ્ય જન્મની દુર્લભતા બતાવી છે. હે ભવ્ય જીવો ! જ્યારે દુર્લભ એવું મનુષ્યપણું અને સમ્યકત્વ પ્રાપ્ત થયું છે, ત્યારે તો હવે જ્ઞાન અને ઉપશમાદિ ગુણો વડે વિભૂષિત એવા પૂજ્ય પુરૂષોએ ઉપદેશેલો ધર્મ આચરવામાં પુરૂષાર્થ ફોરવો. પ૧ આ જીવ વિચાર નામનો પ્રકરણ ગ્રંથ સંક્ષેપરૂચિ જીવોને સમજાવવા માટે મેં અતિ વિસ્તૃત એવા શ્રુત સમુદ્રમાંથી સંક્ષેપમાં ઉદ્ભરેલો છે. એમ શ્રી શાંતિસૂરિએ કહ્યું છે. આમ શ્રી શાંતિસૂરિના જીવવિચારમાં ૧ થી ૨૫ ગાથામાં પૃથ્વીકાય આદિ જીવોના ભેદ પ્રભેદ છે અને ૨૬ મી ગાથાથી ૪૮મી ગાથામાં એના Page #438 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૨૯ શરીરાદિ પાંચ દ્વાર છે. ૪૯ થી ૫૦ મી ગાથામાં જિનેશ્વર દેવના વચનનું, ધર્મ આચરણનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે. ૨૧ મી ગાથામાં શા માટે અને કેવી રીતે આ પ્રકરણની રચના કરી છે એ સમજાવ્યું છે. શ્રી શાંતિસૂરિ રચિત જીવવિચાર પ્રકરણ’ અને શ્રાવક કવિ શ્રી ઋષભદાસ રચિત જીવવિચાર રાસ’ તુલનાત્મક અધ્યયન. ૧) જીવવિચાર પ્રકરણ પ્રાકૃત ભાષામાં ૫૧ ગાથામાં રચાયેલું છે જયારે જીવવિચાર રાસ મારું ગુજરાતી ભાષામાં ૫૦૨ ગાથામાં રચાયેલું છે. ૨) જી. પ્ર. માં પ્રથમની એક જ ગાથામાં પ્રભુ વીરને નમસ્કાર કરીને મંગલાચરણ કર્યું છે. પરંતુ જી. વિ. રાસમાં પ્રથમની સાત ગાથામાં સરસ્વતી દેવી અને પ્રથમ તીર્થંકર ઋષભદેવને નમસ્કાર કરીને મંગલાચરણ કર્યું છે. જી. પ્ર. માં પૃથ્વીકાયનાં જીવોના સ્ફટિક, મણિ, રત્ન આદિ પ્રકારો વર્ણવ્યા છે જયારે ઋષભદાસે જીવવિચાર રાસમાં બે ગાથામાં વર્ણન અને ત્રીજી ગાથામાં પૃથ્વીના જીવો કેવી રીતે દુઃખ પામે છે તેનું વર્ણન કર્યું છે. ૪) જી. પ્ર. માં અપકાયના જીવોનું વર્ણન એક જ ગાથામાં છે જો કે જીવવિચાર રાસમાં ચાર ગાથા છે જેમાં પાણીના જીવના પ્રકારોનું વર્ણન, પાણીના જીવોના દુઃખનું વર્ણન, તેમાં કેટલો કાળ વ્યતીત કર્યો એનું વર્ણન છે. ૫) જી. પ્ર. માં અગ્નિકાયનું વર્ણન એક જ ગાથામાં છે. પરંતુ જી. વિ. રાસમાં બે ગાથામાં અગ્નિકાય જીવોનું વર્ણન તથા તેમને પ્રાપ્ત દુઃખનું વર્ણન છે. ૬) જી. વિ. પ્ર. માં વાયુકાયના ભેદોનું એક જ ગાથામાં વર્ણન છે જ્યારે જી. રાસમાં પાંચ ગાથામાં પવનના જીવોનું અને કેવી રીતે હણાય છે તેનું વર્ણન છે. જી. વિ.પ્ર.માં ૮ થી ૧૩ એ છ ગાથામાં સાધારણ અને પ્રત્યેક વનસ્પતિનું વર્ણન છે. તેમ જ સાધારણ વનસ્પતિને કેમ ઓળખવી તેના લક્ષણ પણ બતાવ્યા છે. ૮ થી ૧૧ મી ગાથામાં સાધારણ વનસ્પતિના નામ ૧૨મી ગાથામાં લક્ષણ અને ૧૩ મી ગાથામાં પ્રત્યેક વનસ્પતિની વ્યાખ્યા અને વર્ણન છે. જી. રા. માં ૨૫ થી ૩૬ એ ૧૨ ગાથામાં સાધારણ અને પ્રત્યેક વનસ્પતિનું વર્ણન છે. ૨૫ થી ૨૮ મી ગાથામાં સાધારણ વન.નું વર્ણન ૨૯ મી ગાથામાં લક્ષણ ૩૦ થી ૩૩ મી ગાથામાં કોણે અને શા માટે સાધારણ વનસ્પતિ ના ખાવી એનું વર્ણન છે. ૩૪ થી ૩૬મી ગાથામાં પ્રત્યેક વનસ્પતિકાયનું વર્ણન છે. જી. વિ. પ્ર. માં અને જી. વિ. રાસ બંનેમાં સૂક્ષ્મ વનસ્પતિકાયનું વર્ણન એક એક ગાથામાં જ છે. ૯) જી. વિ. પ્ર. માં બેઈન્દ્રિયનું વર્ણન એક જ ગાથામાં છે જયારે રાસમાં ૩૮ -૩૯ એ બે ગાથામાં બેઈન્દ્રિયનું વર્ણન છે. ૧૦) જી. વિ. પ્ર.માં ૧૬- ૧૭ એ બે ગાથામાં તેઈન્દ્રિયનું વર્ણન છે જ્યારે રાસમાં Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૪૦ થી ૪૩ એ ચાર ગાથામાં તેઈન્દ્રિય જીવોનું વર્ણન તેમ જ તેમને કેવા પ્રકારનું દુઃખ અપાય છે કેવી રીતે દુઃખ પામે છે તે વર્ણવ્યું છે. ૧૧) જી. વિ. પ્ર.માં ૧૮ મી ગાથા એકમાં ચૌરેન્દ્રિયનું વર્ણન છે. રાસમાં ૪૪ થી ૪૬ મી ગાથામાં ચૌરેન્દ્રિયનું વર્ણન અને કેવી રીતે દુઃખ પામ્યા તે છે. ૧૨) જી. વિ. પ્ર.માં ૧૯ મી ગાથામાં પંચેંદ્રિયના ચાર પ્રકાર ને પછી એમાં નારકીના ભેદ પૃથ્વીના સાત ભેદ પ્રમાણે જાણવા એમ કહીને અહીંથી પંચેંદ્રિય જીવોનો અધિકાર છે. એમ બતાવ્યું છે. રાસમાં ૪૬ થી ૪૯ મી એ ચાર ગાથામાં પંચેંદ્રિયના ચાર પ્રકારનો ઉલ્લેખ કરી પ્રથમ ૯૯ દેવનો વિચાર કહીશ એમ કહ્યું છે. અહીંથી મુખ્ય તફાવત છે તે એ કે શ્રી શાંતિસૂરિએ પ્રથમ નારકી પછી તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ક્રમ લીધો છે જ્યારે ઋષભદેવે પ્રથમ દેવ - મનુષ્ય - તિર્યંચ - નારકી એમ ક્રમ લીધો છે. પ્રાયઃ કરીને શાસ્ત્રમાં પ્રથમ નારકી - તિર્યંચ - મનુ - દેવનો ક્રમ છે. ૧૩) દેવમાં - શ્રી શાંતિસૂરિએ એક ૨૪ મી ગાથામાં ક્રમ પૂર્વક દશ ભવનપતિ, આઠ વાણવ્યંતર, પાંચ જ્યોતિષ અને બે વૈમાનિક એમ ભેદ લીધા છે. જયારે ઋષભદેવે ૯૯ ભેદની વાત કરી છે. એમાં પ્રથમ ૧૬ વાણવ્યંતર, દશ ભવનપતિ, ૧૨ ભેદ દેવલોકના, નવ ગ્રેવેયક, ત્રણ કિલ્વીષી, જ્યોતિષી ૧૦, કુંભકદેવના ૧૦, પરમાધામીના પંદર, પાંચ અનુત્તર વિમાન, નવ લોકાંતિક એમ ૫૧ થી ૫૭ એ સાત ગાથામાં ભેદ બતાવ્યા છે. જો કે અહીં ક્રમ જળવાયો નથી શેના આધારે આમ લીધું છે તે ખ્યાલ આવતો નથી. કદાચ રાસમાં રાગ કે પ્રાસ બેસાડવા આમ લીધું હોય એમ બની શકે. આગમ અનુસાર આમ ક્રમ હોવો જોઈએ. ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણવ્યંતર, ૧૦ જુંભક, ૧૦ જ્યોતિષી, ૧૨ દેવલોક, ત્રણ કિલ્વિષી, નવ લોકાંતિક, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન એ ૯૯ ના અપર્યાપ્તાને પર્યાપ્તા મળીને ૧૯૮ ભેદ થાય. ૧૪) શ્રી શાંતિસૂરિએ ૨૦ થી ૨૩ એ ચાર ગાથામાં જલચર, સ્થલચર, ખેચર એમ ત્રણ મુખ્ય ભેદ બતાવીને જળચરના પાંચ ભેદ, સ્થળચરના ત્રણ ભેદ - ચતુષ્પદ - ભુજપરિસર્પ અને ઉરપરિસર્પ એમ ત્રણ ભેદ બતાવ્યા છે. ખેચરના - ચાર ભેદ બતાવ્યાછે. ૨૩ મી ગાથામાં એ બધાના ગર્ભજ અને સંમૂર્ચ્છિમનો ઉલ્લેખ કરીને અડધી ગાથામાં મનુષ્યના ત્રણ પ્રકાર કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપના મનુષ્યનો ઉલ્લેખ છે. ઋષભદાસના જીવવિચાર રાસમાં ૫૮ થી ૬૩ મી એ પાંચ ગાથા (વચ્ચે ૫૯ મી ગાથા નથી માટે પાંચ) માં તિર્યંચ પંચેનો વિસ્તાર છે. જળચર, સ્થળચર, ખેચર એ ત્રણ ભેદની વાત કરી છે. પાંચ ભેદ જલચરના છે એમ કહ્યું છે. પણ ક્યા ક્યા ભેદ છે એ સ્પષ્ટતા નથી કરી જો કે એમની બીજી પ્રતમાં ઉલ્લેખ છે . Page #440 -------------------------------------------------------------------------- ________________ ...so જીવવિચાર રાસ એક અધ્યયન ૪૩૧ જે શાંતિસૂરિના જીવવિચારમાં કરી છે એ પ્રમાણે જ છે. સ્થળચરના ત્રણ ભેદ અને ખેચરના ચાર ભેદ કહીને ગર્ભજ સંમૂર્છાિમ એમ બંને ભેદની વાત કરી છે. ૬૫ થી ૬૬ એ બે ગાથામાં મનુષ્યના ૧૦૧ ભેદનો અધિકાર કહ્યો છે. ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, પ૬ અંતરદ્વીપના જુગલિયાનો ઉલ્લેખ કર્યો છે. ૧૫) શ્રી શાંતિસૂરિએ ૧૯ મી અડધી ગાથામાં નરકના સાત ભેદનો ઉલ્લેખ કર્યો છે. જયારે શ્રી ઋષભદાસે ૬૪ મી ગાથામાં સાતે નરકનો ઉલ્લેખ કરી દુઃખકારી એ સ્થાનની કોઈએ ઈચ્છા ન કરવી એમ બતાવ્યું છે. આમ શ્રી શાંતિસૂરિ એ ૨ થી ૨૪ ગાથા (કુલ ૨૩ ગાથા) સુધી સંસારી જીવની વાત કરી છે એ શ્રી ઋષભદાસે ૧૦ થી ૬૬ ગાથામાં (કુલ ૫૭ ગાથા) બતાવ્યું છે. ૧૬) શ્રી શાંતિસૂરિએ સિદ્ધના પંદર ભેદ છે એ એક ૨૫ મી ગાથામાં ઉલ્લેખ કર્યો છે જયારે શ્રી ઋષભદાસે ૩૨૪ થી ૩૨૭ એ ચાર ગાથામાં સિદ્ધના પંદર ભેદનો નામ સહિત ઉલ્લેખ કર્યો છે. ૩૨૮ થી ૩૯૭ એ ૭૦ ગાથામાં સિદ્ધ પંચાશીકા પ્રકરણને આધારે સિદ્ધના પંદર દ્વાર કહ્યા છે. ૧૭) શ્રી શાંતિસૂરિએ ૨૬ મી ગાથાથી ૪૮ મી ગાથા સુધી એટલે કુલ ૨૩ ગાથામાં સંસારી અને સિદ્ધ જીવોના પાંચ દ્વાર - શરીર, આયુષ્ય, સ્વકાય સ્થિતિ, પ્રાણ અને યોનિ એ પાંચ દ્વારનો અધિકાર કહ્યો છે. જયારે શ્રી ઋષભદાસે ૬૮ મી ગાથામાં શરીર, આયુષ્ય, સ્થિતિ, પ્રાણ, યોનિ તેમ જ બીજા બોલ કહીશ એમ કહીને આગળ શું કહેવાના છે તેનો ઉલ્લેખ કર્યો છે. ૬૯ મી ગાથાથી એકેન્દ્રિયના ભાવ કહેવાનું શરૂ કર્યું છે. એમાં પૂર્વોક્ત પાંચ દ્વાર ઉપરાંત સંસ્થાન, દર્શન, ઉપયોગ, વેશ્યા, પર્યાપ્તિ, વેદ, સંજ્ઞા વગેરેનું વર્ણન કર્યું છે. ૯૦ થી ૯૯ એ ૧૦ ગાથામાં બેઈન્દ્રિયનો અધિકાર, ૧૦૦ થી ૧૦૬ એ ૭ ગાથામાં તેઈન્દ્રિય અને ૧૦૭ થી ૧૧૭એ ૧૧ ગાથામાં ચોરેન્દ્રિયનો અધિકાર છે. જેમાં ક્રમશઃ શરીર - અવગાહના, સંઘયણ, સંજ્ઞા, સંસ્થાન, લેશ્યા, દષ્ટિ, દર્શન, જ્ઞાન - અજ્ઞાન, ઉપયોગ, ઉપજવું - ચવવું, આયુષ્ય, જીવાજોનિ, પર્યાપ્તિ, પ્રાણ, વેદ કાયસ્થિતિ, ગતાગતિ, દંડક આશ્રી આવાગમન વગેરે બતાવ્યું છે. એ જ રીતે પંચેન્દ્રિયમાં ૧૧૮ થી ૧૩૦ એ ૧૩ ગાથામાં બતાવ્યું છે પછી ક્રમશઃ ૧૩૩ થી ૧૪૨ મા દેવનો અધિકાર, ૧૪૪ થી ૧૭૩ માં મનુષ્યનો અધિકાર કહ્યો છે જેમાં પૂર્વોક્ત દ્વાર ઉપરાંત છ લેશ્યા દષ્ટાંત સાથે વર્ણવી છે. છ દર્શનના ભાવ કહ્યા છે. માનવ ભવની શ્રેષ્ઠતા અને એ ભવ વ્યર્થ ન જાય એમ કહેવા માંગે છે. ૧૭૪ થી ૧૮૯ સુધીની ગાથામાં સંમૂર્છાિમ મનુષ્યના ઉત્પતિ સ્થાન તથા દ્વાર બતાવ્યા છે. ૧૮) ૧૮૮ થી ૨૧૦માં જુગલિયાનો કોઈ ઉલ્લેખ નથી. તિર્યંચનો અધિકાર છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત (૧૯૯ થી સંમૂર્છાિમ તિર્યંચ) ૧૯) ૨૧૧ થી ૨૭૦માં નરકનું વર્ણન શરૂઆતમાં નારકીના પિંડ સાતે નરકના નરકાવાસ પાથડા આંતરા વગેરેનું વર્ણન, ત્યાં થતી વેદનાનું વર્ણન ત્યારપછી તેના દ્વારોનું વર્ણન છે. ૨૭૧ થી ૨૮૫ મી ગાથા સુધી જે પુરૂષો નરકે ગયા તેનું વર્ણન છે. ૨૮૭ થી ૨૯૦મી ગાથામાં નરકે જવાના લક્ષણ બતાવ્યા છે અને તેનાથી બચવાના ઉપાય પણ બતાવ્યા છે. પંચેંદ્રિયના ચાર પ્રકારનું વર્ણન પૂરું થયું પછી આગળ પાંચ સ્થાવરની વાત કહી છે. ૨૦) ૨૯૧ થી ૨૯૭માં પાંચે સ્થાવર સંબંધી દ્વાર બતાવ્યા છે. ૨૧) ૨૯૮ થી ૩૦૫મી ગાથામાં જીવ નિગોદમાંથી નીકળી ક્યાં કેટલો સમય રહ્યો. તેનું વર્ણન છે. ૩૦૬ થી ૩૨૨ સુધી નિગોદના જીવોનું વર્ણન છે. આમ શ્રી શાંતિસૂરિએ જ્યાં પાંચ જ દ્વાર એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તેમ જ ચાર પ્રકારના પંચેન્દ્રિય અને પાંચ સ્થાવરના બતાવ્યા છે (તે કરતાં) ઋષભદાસે તે પાંચ દ્વાર ઉપરાંત બીજા દ્વારા તથા બીજા ભાવ, બીજી વિશેષતાઓ પણ બતાવી રાસને સમૃદ્ધ કર્યો છે. જો કે શાંતિસૂરિએ પાંચ દ્વાર સિદ્ધ માટે કહ્યા છે એ ઋષભદાસે નથી કહ્યા. આમ સમગ્રતયા વિચારતાં લાગે છે કે શ્રી ઋષભદાસ અમુક અંશે શ્રી શાંતિસૂરિના જીવ વિચારને અનુસર્યા છે એ માટે એમણે “જીવવિચાર રાસ’ નામ પસંદ કર્યું છે. પણ કેટલીક જગ્યાએ એમણે અન્ય શાસ્ત્રોને આધારે પોતાના રાસમાં વિષયાનુરૂપ વૃદ્ધિ પણ કરી છે. જેમ કે સિદ્ધ પંચાશિકામાંથી સિદ્ધના ૧૫ દ્વાર લીધા છે તો શ્રી પન્નવણા સૂત્રમાંથી અલ્પબદુત્વનો અધિકાર લીધો છે. પન્નવણાને આધારે પાંચે ગતિ, પાંચ ઈન્દ્રિય, છ કાય, યોગ, વેદ એટલા બોલોનો અલ્પબહત્ત્વ લીધો છે. દિશા સંબંધીનો અલ્પબદુત્વ પણ છે. જીવાભિગમ, ઠાણાંગ, બીજા સૂત્રોને આધારે જીવના ભેદ પ્રકાર બતાવ્યા છે. મુખ્યત્વે ૯ મી ગાથાથી ૩૨૭ ગાથા સુધી જીવવિચાર પ્રકરણ ના અધિકારને વર્ણવ્યો છે ત્યાર પછી અન્ય શાસ્ત્રોને આધારે જીવને લગતા વિશેષ વિચારો વર્ણવ્યા છે. ગુરૂની મહત્તા પ્રસ્થાપિત કરી પોતાનો પિતામહ અને પિતા સહિત પરિચય પણ આપ્યો છે. શ્રી શાંતિસૂરિએ ધૃતસાગરમાંથી એક કળશિયા (લોટા) જેટલું જ્ઞાન લીધું છે. જયારે ઋષભદાસે એક કળશા (ગાગર) જેટલું લીધું છે. સાગર ગાગરમાં સમાવવાનો સફળતા પૂર્વક પ્રયત્ન કર્યો છે. શ્રી પન્નવણા સૂત્ર સાથે તુલના - શ્રી પન્નવણા સૂત્રઃ જેના મારફતે જીવ - અજીવ આદિ તત્ત્વ પ્રકર્ષરૂપે જણાવવામાં આવે છે તેને પ્રજ્ઞાપના કહે છે. (પ્રકર્ષ = સમસ્ત કુતીર્થિકના નેતા જેની પ્રરૂપણા Page #442 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૩૩ કરવામાં અસમર્થ છે અને જે પ્રરૂપણા વસ્તુ સ્વરૂપને યથાર્થ પ્રગટ કરે છે. તેને શિષ્યોની બુદ્ધિમાં સ્થાપિત કરી દેવું) આ સૂત્રના રચયિતા શ્યામાચાર્ય છે. એમણે કલિયુગમાં પણ સત્યુગ સજર્યો છે. તેઓશ્રીની મેધા અત્યંત તીણ હતી. તેમનું નામ શ્રી સીમંધરસ્વામીના મુખે વિદેહ ક્ષેત્રમાં ગવાયું છે એવી વાર્તા ગ્રંથમાં છે. તેનો સાર આ પ્રમાણે છે. સૂક્ષ્મજીવોના વર્ણનમાટે પ્રભુએ આચાર્યશ્રીના નામનો ઉલ્લેખ કર્યો. તેથી બે દેવો પરીક્ષા કરવા. સામાન્ય રૂપે ઉપાશ્રયમાં આવે છે. પરંતુ વિશિષ્ટ જ્ઞાની આચાર્ય ભગવંત દેવોને ઓળખી જાય છે. તેથી દેવો પોતાના આગમનના પુરાવારૂપે ઉપાશ્રયનો દરવાજો પૂર્વમાંથી પશ્ચિમમાં કરી અદૃશ્ય થઈ ગયા. આચાર્ય ભગવંતે જીવ સંબંધી વિસ્તૃત આલેખન આ સૂત્રમાં કર્યું છે. જે ભવ્ય જીવોને આનંદ અને મોક્ષપ્રાપ્તિમાં સહાયક બને છે. પન્નવણા-પ્રજ્ઞાપના સૂત્ર વિવિધ અધિકારોથી યુક્ત હોવાને કારણે ચિત્ર છે, શ્રતરત્ન છે. એમાંના પ્રશ્નોત્તરને કારણે લઘુ ભગવતી સૂત્ર પણ કહેવાય છે. જેનદર્શનના તાત્વિક પદાર્થોનો સંક્ષિપ્ત વિશ્વકોશ મનાયછે. પ્રજ્ઞાપના બે પ્રકારની છે જીવ પ્રજ્ઞાપના અને અજીવ પ્રજ્ઞાપના. જેઓએ પ્રાણોને ધારણ કર્યા, ધારણ કરે છે અને ધારણ કરશે તેમને જીવા કહેવાય છે. પ્રાણ બે પ્રકારના છે દ્રવ્યપ્રાણ એ ભાવપ્રાણ. પાંચ ઈંદ્રિય આદિ દ્રવ્યપ્રાણા છે. અને જ્ઞાનાદિ ભાવપ્રાણ છે. નરક આદિ સંસારી જીવો દ્રવ્ય પ્રાણોને કારણે પ્રાણી કહેવાય છે અને સમસ્ત કર્મોના નાશ કરવાવાળા સિદ્ધ ભાવપ્રાણોને કારણે પ્રાણી કહેવાય છે. જે પ્રાણરહિત જડ છે તે અજીવ કહેવાય છે. આ સૂત્રમાં અલ્પ વિષયને કારણે પ્રથમ અજીવની પ્રરૂપણા કરી છે. પછી જીવની પ્રરૂપણા કરી છે તે જીવ પ્રજ્ઞાપનાનો સાર આ પ્રમાણે છે. જીવ પ્રજ્ઞાપના બે પ્રકારની છે. સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક અર્થાત્ સંસારી જીવ અને સિદ્ધ જીવ. મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારક આ ચાર ગતિઓમાં ભ્રમણ કરવું તે સંસાર કહેવાય છે. જે જીવો સંસારને પામ્યા છે તે સંસાર સમાપન્ન જીવ કહેવાય છે. જેઓ અસંસારને પામ્યા તે મુક્તજીવ એટલે કે સિદ્ધ કહેવાય છે. પ્રજ્ઞાપના સૂત્રમાં સંસાર સમાપન જીવ પ્રથમ લેવામાં આવ્યા છે માટે પહેલું નિરૂપણ એમનું થવું જોઈએ પરંતુ અસંસાર સમાપન જીવ પ્રજ્ઞાપનાના વિષયમાં વક્તવ્ય થોડું છે આ કારણથી સૂચિકટાહ ન્યાયથી તેની પ્રરૂપણા પહેલી કરાઈ છે. से किं तं असंसारसमावण्णजीवपण्ण्वणा ? असंसारसमावण्णजीवपण्ण्वणा दुविहा પUUત્તા, તંબEI... મુક્તજીવોની પ્રરૂપણા શું છે? કેટલા પ્રકારની છે? મુક્ત જીવોની પ્રરૂપણા બે પ્રકારની છે તે આ પ્રમાણે અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જે પહેલા સમયે સિદ્ધ થયા છે તેઓ અનંતર સિદ્ધ કહેવાય. પ્રથમ સમયમાં સિદ્ધ થયા એનાથી એક સમય પહેલા સિદ્ધ બનવાવાળા પર કહેવાય છે. તેનાથી પણ એક સમય પહેલા સિદ્ધ થવાવાળા તેનાથી પર કહેવાય છે. એ રીતે આગળ પણ કહેવાનું જોઈએ એને પરંપર સિદ્ધ કહેવાય. જે સમયમાં કોઈ જીવ સિદ્ધ થયો હોય તેનાથી પહેલાના સમયમાં જે જીવો સિદ્ધ થયા છે તેઓ બધા તેની અપેક્ષાએ પરંપર સિદ્ધ છે. અનંત અતીતકાળથી સિદ્ધ બનતા આવી રહયા છે. તેઓ બધા કોઈ પણ વિવક્ષિત પ્રથમ સમયમાં સિદ્ધ થવાવાળાની અપેક્ષાએ પરંપર સિદ્ધ છે. પરંપર સિદ્ધ જીવોના અનેક પ્રકાર છે જેમ કે પ્રથમ સમય સિદ્ધ, ક્રિસમય સિદ્ધ, ત્રિસમયક સિદ્ધ, ચતુઃસમયસિદ્ધ યાવત્ સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય સિદ્ધ અને અનંત સમય સિદ્ધ. અનંતર સિદ્ધ જીવ ઉપાધિના ભેદ વડે પંદર પ્રકારના છે. તેથી તેમની પ્રરૂપણા પણ પંદર પ્રકારની છે. તે આ પ્રમાણે. ૧) તીર્થસિદ્ધ ૨) અતીર્થસિદ્ધ ૩) તીર્થંકરસિદ્ધ ૪) અતીર્થંકર સિદ્ધ ૫) સ્વયંબુદ્ધ સિદ્ધ ૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ ૭) બુદ્ધબોધિતસિદ્ધ (૮) સ્ત્રીલિંગ સિદ્ધ ૯) પુરૂષલિંગ સિદ્ધ ૧૦) નપુંસકલિંગ સિદ્ધ ૧૧) સ્વલિંગસિદ્ધ ૧૨ અન્યલિંગ સિદ્ધ ૧૩) ગૃહસ્થલિંગસિદ્ધ ૧૪) એકસિદ્ધ ૧૫) અનેકસિદ્ધ. એક સમયમાં અનેક સિદ્ધ હોય તો વધારેમાં વધારે ૧૦૮ સિદ્ધ થાય. જો સતત આઠ સમય સુધી સિદ્ધ થાય તો એક એક સમયમાં ૧ થી આરંભીને ૩૨ સુધી સિદ્ધો બને છે. અર્થાત્ પ્રથમ સમયમાં જઘન્ય એક - બે અને વધારેમાં વધારે ૩૨ સુધી બને. બીજા સમયમાં પણ જઘન્ય - ૧ બે અને ઉ. બત્રીશ સિદ્ધો હોય છે. એ જ પ્રમાણે ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા સમયમાં પણ જઘન્ય એક બે અને ઉત્કૃષ્ટ બત્રીસ સિદ્ધો હોય છે તેના પછી નવમા સમયમાં અવશ્ય અંતર પડી જાય છે. એવી જ રીતે ક્રમશઃ ૩૩ થી ૪૮ સુધી નિરંતર સિદ્ધ બને તો સતત સાત સમય સુધી જ સિદ્ધ બને છે પછી અવશ્ય અંતર પડી જાય છે. અર્થાત્ આઠમા સમયમાં કોઈ જીવ સિદ્ધ થતો નથી. એવી જ રીતે ૪૯ થી ૬૦ સુધી નિરંતર સિદ્ધ બને તો વધારેમાં વધારે છ સમય સુધી સિદ્ધ બને છે ત્યારબાદ અવશ્ય અંતર પડી જાય છે. ૬૧ થી ૭૨ સુધી પ્રત્યેક સમયમાં નિરંતર સિદ્ધ બનતા રહે તો વધારેમાં વધારે પાંચ સમય સુધી સિદ્ધ બને છે પછી અંતર પડે છે અર્થાત્ છઠ્ઠા સમયે કોઈ સિદ્ધ ન થાય ૭૩ થી ૮૪ સુધી નિરંતર સિદ્ધ થાય તો ચાર સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૮૫ થી ૯૬ સુધી નિરંતર સિદ્ધ થાય તો ત્રણ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૯૭ થી ૧૦૨ સુધી નિરંતર સિદ્ધ થાય તો બે સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય Page #444 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન અંતર પડે. ૧૦૩ થી ૧૦૮ સુધી નિરંતર સિદ્ધ થાય તો એક સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૪૩૫ બીજા સમયે કોઈ જીવ સિદ્ધ ન થાય. આ રીતે એક સમયમાં અધિકાધિક એકસોઆઠ જીવ સિદ્ધ થઈ શકે તેથી જ અનેક સિદ્ધો ઉત્કૃષ્ટ ૧૦૮ સમજવા જોઈએ. આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય તેમાં દરેકમાં જઘન્ય સંખ્યા એક લેવી પરંતુ પૂર્વના સમય સુધીની સિદ્ધની વર્ણવેલ સંખ્યા નિયમા અંતર પડે તે અપેક્ષાએ છે. જઘન્ય એક સંખ્યાથી તે - તે સમય સુધીની સંખ્યાના માપ સુધીની જીવસંખ્યા પછી અંતર પડી શકે છે. તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ આ બંને ભેદમાં બધાનો સમાવેશ થઈ શકે પરંતુ વિશેષનું જ્ઞાન કરાવવા માટે ૧૫ ભેદો બતાવ્યા છે. જીવવિચાર રાસમાં શ્રાવક કવિ ઋષભદાસે પ્રથમ સંસારીની પ્રરૂપણા કરી છે પછી સિદ્ધની પ્રરૂપણા કરી છે. ગાથા નં. ૩૨૪ થી ૩૨૭ સુધીની ગાથામાં સિદ્ધનાં પંદર ભેદનો નામ નિર્દેશ કર્યો છે. તેનાં નામના ક્રમમાં ફરક છે. એમણે પ્રથમ તીર્થંકર સિદ્ધ અને અતીર્થંકર સિદ્ધ લીધા છે. પછી તીર્થ સિદ્ધ અને અતીર્થ સિદ્ધ લીધા છે. ત્યાર પછી ગૃહસ્થલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, સ્ત્રીલિંગસિદ્ધ, પુરૂષલિંગ સિદ્ધ, નપુસંકલિંગ સિદ્ધ, એમ લિંગ આશ્રી પરૂપણા છે. ત્યારબાદ પ્રત્યેક બુદ્ધ, સ્વયંબુદ્ધ અને બુદ્ધ બોહિ લીધા છે. છેલ્લા બંનેનો ક્રમ બંનેમાં એક સરખો જ છે. કવિએ પછી સિદ્ધ પંચાશકના પંદર દ્વાર લીધા છે. તેમાંનું અનુસમય નામનું દ્વાર પન્નવણાના અનેક સિદ્ધની એક સમય આશ્રીની પ્રરૂપણાને મળતું આવે છે. આમ સિદ્ધજીવોની પ્રરૂપણા કરીને પછી સંસારીજીવની પ્રરૂપણા કરી છે. સૂત્ર ૧૨ સેતિ સે તિં અસંસારસમાવાનીવવવા સંસારી જીવોની પરૂપણા શુ છે? સંસારી જીવોની પ્રજ્ઞાપના પાંચ પ્રકારની છે. એકેન્દ્રિય જીવ, બેઈન્દ્રિય જીવ તેઈન્દ્રિય જીવ, ચૌરેન્દ્રિય જીવ અને પંચેન્દ્રિય જીવ. જેને એક જ સ્પર્શેન્દ્રિય હોય તે એકેન્દ્રિય જીવ કહેવાય તેના પાંચ પ્રકાર છે. પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય. જે જીવને સ્પર્શ અને રસના હોય તે બેઈન્દ્રિય શંખ, છીપ વગેરે. જે જીવોને સ્પર્શ, રસ અને ઘ્રાણ હોય તે તેન્દ્રિય જૂ, કીડી, માંકડ વગેરે. જે જીવોને સ્પર્શ, રસ અને ઘ્રાણ અને ચક્ષુ તે ચોરેન્દ્રિય ડાંસ, મચ્છર, માખી વગેરે જે જીવોને સ્પર્શ, રસ, ઘ્રાણ ચક્ષુ અને કાન તે પંચેંદ્રિય નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ પૃથ્વીકાયનું વર્ણન ઃ સૂક્ષ્મ ને બાદર બે ભેદ છે. સૂક્ષ્મનામ કર્મનો ઉદય હોય તેને સૂક્ષ્મ પૃથ્વીકાય કહેવાય. બાદર નામ કર્મનો ઉદય હોય તેને બાદર પૃથ્વી કહેવાય. સૂક્ષ્મ પૃથ્વી કાય સંપૂર્ણ લોકમાં એવા ભરેલા છે કે જેમ કોઈ પેટીમાં ગંધ દ્રવ્ય Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત નાખવાથી તેમાં બધે સુગંધ ફેલાઈ જાય અર્થાત્ આખા લોકમાં છે. બાદર પૃથ્વીકાયા દેશભાગમાં હોય છે. ચોક્કસ ચોકકસ જગ્યાઓ પર લોકાકાશના એક ભાગમાં હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાય - અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે પ્રકારની છે. એ સિવાય એના બીજા પ્રકારો નથી. બાદર પૃથ્વીકાય - ના બે ભેદ છે. ૧) શ્લષ્ણ (ચિકણા) બાદર પૃથ્વીકાય અને ૨) ખર બાદર પૃથ્વીકાયા ૧) શ્લક્ષ્યમાં - કાળી માટી, નીલમાટી, લાલ માટી, સફેદ માટી, પીળીમાટી, પાંડુમાટી,પનક માટી વગેરે છે. ૨) ખરમાં - પૃથ્વી (શુદ્ધ), કાંકરા, રેતી, પાષાણ, શિલા, મીઠું,લોઢું, તાંબું, કલાઈ, શીશું, રૂપું, સોનું, વજ હીરો હડતાલ, હિગળોક, મનઃશિલા, પારો આંજણ, પ્રવાલ, અબરખ, અભ્રવાલુકા, બાદર કાય મણિઓના ભેદ વિવિધ રત્નો જોવાકે ગોમેદ રત્ન, રૂચક રત્ન, અંતરત્ન, સ્ફટીક, લોહિતાક્ષરત્ન, મરક્તરત્ન, મસારગલ રત્ન, પુજમોચક, ઇંદ્રનીલ, ચંદ્રનીલ, ગરિક, હંસગર્ભ, પુલાક, સોગંધિક વગેરે રત્નો તેમજ ચંદ્રપ્રભારત્ન, વેડુર્યમણિ, જલકાંત, સૂર્યકાન્ત રત્ન એ તથા એવા પ્રકારની બીજી પૃથ્વીકાય પણ હોય છે. એના સંક્ષેપથી બે પ્રકાર છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાંથી જે અપર્યાપ્ત છે તેઓ પ્રાપ્ત નથી. તેઓમાંથી જે પર્યાપ્ત છે તેઓમાં રંગ, ગંધ, રસ, અને સ્પર્શની અપેક્ષાએ હજારો ભેદ છે. સંખ્યાત લાખ યોનિ છે. એક પર્યાપ્તના આશ્રયે અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે જ્યાં એક છે ત્યાં નિયમથી અસંખ્ય સમજવા. આમ આ બાદર પૃથ્વીકાય તેમ જ પૃથ્વીકાયની પ્રરૂપણા પૂરી થઈ. જી.વિ.માં શ્રાવક કવિ ઋષભદાસે ૧૧-૧૨ - ૧૩ એ ત્રણ ગાથામાં પૃથ્વીકાયના જીવોનું વર્ણન કર્યું છે. એમાં ૨૦ પ્રકારની પૃથ્વીકાયનો ઉલ્લેખ છે. બાદર પૃથ્વી એવો. ઉલ્લેખ નથી પણ બાદરનો ઉલ્લેખ કરવા માગે છે એ ભાવ વ્યક્ત થાય છે. કારણ કે પાંચે સ્થાવરનું વર્ણન પૂરું થાય છે ત્યાં ૩૭ મી ગાથામાં પાંચેના સૂક્ષ્મકાયનું વર્ણના કર્યું છે. તૈથી આ બદરકાયનું વર્ણન છે એમ સિદ્ધ થાય છે. કવિએ અપર્યાપ્તા અને પર્યાપ્તા એવા ભેદનો ઉલ્લેખ ક્યાંય કર્યો નથી. જીવાજોનિનો ઉલ્લેખ ૭૬મી ગાથામાં પાંચે સ્થાવરનો એકેન્દ્રિય અંતર્ગત બાવનલાખ જીવાજોનિ એમ કર્યો છે. એ ઉપરાંત એ જીવો કેવી રીતે દુઃખ પામે છે એનું વર્ણન કર્યું છે અને એમના શરીરાદિ દ્વારોનું વર્ણન કર્યું છે. જે પ્રજ્ઞાપના સૂત્રના વિવિધ પદોમાં કેટલાકનું વિસ્તૃત વર્ણન છે. અપકાયનું વર્ણના પન્નવણા પ્રમાણે સૂત્ર ૬ - પદ -૧ અપકાયના સૂક્ષ્મ – બાદર અપર્યાપ્તા અને પર્યાપ્તા ભેદાનું વર્ણન પૃથ્વાકાયવત્ છે. બાદર અપકાયના પ્રકાર આ પ્રમાણે છે. ઓસ, હિમ, મહિકા, કરા, ઘાસરપરનું Page #446 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૩૭ પાણી, શુદ્ધ પાણી, શીતપાણી, ઉષ્ણપાણી, ખારું પાણી, ખાટું પાણી, લવણા સમુદ્રનું પાણી, વરૂણવર સમુદ્રનું પાણી, ક્ષીરસમુદ્રનું પાણી, ધૃતવર સમુદ્રનું પાણી, ઈસુવર સમુદ્રનું પાણી, રસોદક પુષ્કરવાનું પાણી વગેરે. તેમની જીવાજોનિ સાત લાખ છે. જીવવિચાર રાસ પ્રમાણે - ૧૪ થી ૧૭ એ ચાર ગાથામાં અપકાયના ભૂમિકૂપ, આકાશજલ, હિમ, રા, બરફ, ઓસ, ધુમ્મસ હરિતણુ અને ઘનોદધિ એટલા પ્રકારનો ઉલ્લેખ છે. જયારે પન્નવણામાં બાદર પાણીના ૧૭ પ્રકારનો ઉલ્લેખ છે. ઋષભદાસે યોનિનો ઉલ્લેખ અલગ કર્યો નથી. જીવ દુઃખ કેવી રીતે પામે એનું વર્ણન છે. તેઉકાયનું વર્ણન પન્નવણા - તેઉકાયના બાદર, સૂક્ષ્મ, અપર્યાપ્તા પર્યાપ્તા ભેદોનું વર્ણન પૂર્વવજ છે. બાદર અગ્નિકાયના પ્રકાર અનેક છે જે આ પ્રમાણે છે. અંગારા, જવાળા, મુર્મ ૨, અર્શી (અર્ચના), અલાત (અડધું બળેલું લાકડું), શુદ્ધ અગ્નિ, ઉલ્કા, વીજળી, અશનિ (આકાશમાંથી પડતા અગ્નિમય કણો), નિર્ધાત વિક્રિય સંબંધી રમશનિપાત, અરણિ વગેરેને ઘસવાથી ઉત્પન્ન થતો અગ્નિ) સૂર્યકાંત મણિમાંથી નીકળતો અગ્નિ, એ સિવાય આ પ્રકારના બીજા પણ અગ્નિકાયના જીવા હોય. એમની જીવાજોનિ સાત લાખની છે. જી. વિ. રાસમાં ગાથા ૧૮-૧૯ માં અગ્નિકાયના પ્રકારો બતાવ્યા છે જે આ પ્રમાણે છે. જવાલા, ભરસાડ (ભાઠા) નો અગ્નિ, અંગારા, ઉલ્કાપાત, કનક, વીજળી એ છ પ્રકાર બતાવ્યા છે. જ્યારે પન્નવણામાં ૧૨ ભેદ બતાવ્યા છે. યોનિનો ઉલ્લેખ અલગથી નથી. દુઃખ કેવી રીતે પામે એનું વર્ણન કર્યું છે જે પન્નવણામાં નથી. વાઉકાયનું વર્ણન પન્નવણા - વાઉકાયના બાદર, સૂક્ષ્મ, અપર્યાપ્તા, પર્યાપ્તા ભેદોનું વર્ણન પૂર્વવત્ છે. બાદર વાયરાના અનેક પ્રકાર છે. જેમ કે પૂર્વનો (પૂર્વ દિશામાંથી આવેલો ) વાયુ, પશ્ચિમનો વાયુ (હવા), દક્ષિણનો વાયુ, ઉત્તરનો વાયુ, ઊર્ધ્વવાયુ, અધોવાયુ, ત્રિકો વાયુ, વિદિશાનો વાયુ, અનિયત વાયુ, વાતોલી (સમુદ્ર સમાન વાતોત્કાલિકા મોજા વાળો વાયુ), પ્રચરતર ઉત્કલિકાઓથી મિશ્રિત વાયુ, મંડળિયો વાયુ, ગુંજારવ કરીને વહેતો વાયુ, ઝંઝાવાત (વર્ષા સાથે વહેતી વાયુ), સંવર્તક (ખંડ પ્રલય સમયનો પવન), ઘનવા, તનવા, શુદ્ધ વાયુ તથા એ પ્રકારના બીજા પણ વાયુ હોય તેની સાત લાખ યોનિઓ છે. જી. વિ. રાસમાં વાયુનું વર્ણન ૨૦ થી ૨૪ એ પાંચ ગાથામાં છે. એમાં ૨૦ - ૨૧ મી ગાથામાં વાયરાના પ્રકાર બતાવ્યા છે જે આ પ્રમાણે છે. ઓભામગ (ઉદભામક - સંવર્તક), (ઉકલીઓ ઉત્કાલીક), મંડલ વાયુ, ગુંજવાયુ, શુદ્ધ વાયુ, ઘનવા, તનવા વગેરે સાત પ્રકારના વાયરા બતાવ્યા છે. જ્યારે પન્નવણામાં ૧૮ પ્રકારના બતાવ્યા. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત છે. યોનિ અલગ બતાવી નથી જયારે પન્નવણામાં સાત લાખ જીવાજોનિ બતાવી છે. વાયરાના જીવો કેવી રીતે હણાય છે તે બતાવ્યું છે જે પન્નવણાના આ અધિકારમાં બતાવ્યું નથી. વનસ્પતિકાયનું વર્ણન (પૃ. ૨૪૨ થી ૩૪૫) પન્નવણા - વનસ્પતિકાયના સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. તેમાંથી સૂક્ષ્મના અપર્યાપ્તા અને પર્યાપ્તા બે ભેદ છે. બાદર વનસ્પતિના પ્રત્યેક શરીરી અને સાધારણ શરીરી એવા બે ભેદ છે. પ્રત્યેક શરીરી - જે જીવોને અલગ અલગ શરીર હોય અર્થાત્ એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક શરીરી સાધારણ શરીરી – અનંત જીવો વચ્ચે એક જ શરીર હોય. અર્થાત્ એક શરીરમાં અનંત જીવો હોય. પ્રત્યેક શરીર - બાબર વનસ્પતિકાયિક જીવ બાર પ્રકારના છે. ૧) વૃક્ષ - એક બીજવાળા જેના ફળમાં એક જ ગોટલી હોય છે. લીમડો, આંબો, જાંબુ, કોરાંબ, સાલ, અખરોટ, પીલુ, વગેરે. તથા અશોક જેવા બીજા પણ વૃક્ષો હોય તેમના મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાખા અસંખ્યાતા જીવવાળા, પાંદડા એક એક જીવવાળા, ફૂલ અનેક જીવવાળા અને ફળ એક બીજવાળા એટલે એને એક બીજવાળા જીવ કહેવાય છે. બહુબીજવાળા - જે વૃક્ષોના ફળમાં ઘણાં બીજ હોય તે. અસ્થિક, તિન્ક, કપિત્થ, અમ્બણ, બીજોરું, બિલ્વ, આમલક, ફણસ, દાડમ, અશ્વત્થ, કદંબા તથા એના જે બીજા જે વૃક્ષો હોય તે. તેના મૂળ વગેરેનું વર્ણન એક બીજવાળા વૃક્ષ જેવું જ જાણવું માત્ર ફળ બહુબીજવાળા છે. ૨) ગુચ્છ નીચાં અને ગોળ ઝાડ હોય તે. - અનેક પ્રકારના છે. વૃન્તાકી, પુંડકી, કસ્તૂરી, જીભમણા રૂપી વગેરે. ૩૧ નામ છે. એ સિવાય આ જાતની બીજી જે વનસ્પતિ હોય તેને પણ ગુચ્છ સમજવી. ૩) ગુલ્મ - ફૂલના જાતિના છોડ અનેક પ્રકારના છે. સેનતક નવમાવતી, કોરંટક, બંધુજીવક, મનોઘ, પિતિક, પાન, કર્ણિકાર, કુર્જક, સિંદવાર, મોગરો, ચૂથિકા, મલ્લિકા, વાસંતી, વસૂલ વગેરે કુલ ૨૫ ગુલ્મ અહીં બતાવ્યા છે. એ સિવાય બીજા પણ હોઈ શકે. ૪) લતા - અનેક પ્રકારની છે. પદ્મલતા, નાગલતા, અશોકલતા, કુંદનલતા, શ્યામલતા, આગ્રલતા, ચૂતલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તલતા, કુંદનલતા, શ્યામલતા. એ સિવાય બીજી પણ લતાઓ છે. ૫) વેલ (વલ્લિ) - અનેક પ્રકારની છે જેમ કે પુષ્પફરી, કાલિંગી, તુંબી, ઘાલંકી, Page #448 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૩૯ ઘોષાતકી વગેરે ૪૫ પ્રકારની વેલના નામ અહીં છે એ સિવાય બીજી પણ હોઈ શકે. ૬) પર્વગ - ગાંઠાળા, સાંધાવાળા હોય છે. અનેક પ્રકાર આ પ્રમાણે છે. શેરડી, ઈસુવાટિકા, વીરૂણી, અક્કડ, ભાષ, વગેરે ૨૨ નામ અહીં કહ્યા છે. એ સિવાય બીજા પણ હોઈ શકે. ૭) તૃણ - ઘાસ અનેક પ્રકારના છે. જેવાકે સેંડિક, માંત્રિક, હોત્રિક, દર્ભ, કુશ વગેરે ૨૩ નામ કહ્યા છે તે સિવાયના બીજા પણ હોઈ શકે. ૮) વલય - ઊંચા ને ગોળ ઝાડ હોય તે અનેક પ્રકારના છે. જેમ કે તાલ, તમાલ, તર્કલી, તોયલી વગેરે ૧૭ પ્રકારના નામ અહીં કહ્યા છે એ સિવાયના બીજા પણ હોઈ શકે. ૯) હરિત - ભાજીની જાતિ અનેકવિધ છે. તે આ પ્રમાણે - અદ્યાવરોહ, વ્યદાન, હરિતક, વસ્તલ, વગેરે અહીં ત્રીસ નામોનો ઉલ્લેખ કર્યો છે. તે સિવાય બીજા પણ હોય છે. ૧૦) ઓષધિ - રોગ મટાડે, ભૂખ મટાડે તે ધાન્યને ઓષધિ કહે છે. અનેક પ્રકારની છે. ચોખા, ઘઉં, જવ, વટાણા, મસુર, તલ, મગ વગેરે ૨૪ નામોનો અહીં ઉલ્લેખા છે. એ સિવાય બીજી પણ હોય. ૧૧) જલરૂહ - પાણીમાં ઊગનાર ઝાડ છોડ. અનેક પ્રકારના છે તે આ રીતે ઉદક, અવક, પનક, સેવાળ વગેરે છવીસ પ્રકારો અહીં ગણાવ્યા છે. એ સિવાય બીજા પણ હોય. ૧૨) કુહણ - કોસંડા (મશરૂમ) ભૂમિ ભેદીને બહાર નીકળે છે. આય, કાંય, કુહણ, છત્રાંક વગેરે દશ નામો અહીં છે. એ સિવાય બીજા પણ હોઈ શકે. આમ આ બાર પ્રકારના પ્રત્યેક વનસ્પતિના અંધાદિમાં કોઈ એક જીવવાળો તો કોઈ અસંખ્યાતા જીવવાળા પણ હોય. તલ સાંકળીના દૃષ્ટાંત અનેક તલ એક તલસાંકળીના ટૂકડામાં હોય. તેમ દરેક જીવ પ્રત્યેક શરીરી જ હોય. સાધારણ વનસ્પતિ સાધારણ શરીરવાળા વનસ્પતિકાયના બાદર જીવ અનેક પ્રકારના હોય છે. જે આ પ્રમાણે છે. અવક, પનક, સેવાળ, આદુ, મૂળા વગેરે પ૭ નામનો અહીં ઉલ્લેખ છે તે સિવાયના પણ હોઈ શકે. આના જેવી બીજી વનસ્પતિઓ માં પણ અનંત જીવ હોય. જેમ કે તૃણમૂલ, કંદમૂલ તેમ જ વંશીમૂલ તેઓને સંખ્યાત જીવ, અસંખ્યાત જીવ અને અનંત જીવ સમજવા જોઈએ. એ ત્રણેમાં જાતિના અથવા દેશભેદથી કોઈમાં સંખ્યાતા, કોઈમા અસંખ્યાતા અને કોઈમાં અનંત જીવ હોય છે. | સિંઘાડાનો ગુચ્છો અનેક જીવવાળો સમજવો જોઈએ તેના દરેક પાનમાં એક જીવ હોય છે અને ફળમાં બે જીવ કહ્યા છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જે મૂળના તૂટેલાના સમાન ભંગ દેખાડે છે તે અનંત જીવ છે. અર્થાત્ જે મૂળને તોડવાથી તેમાં અત્યંત સમાન ચક્રના આકારનો ભંગ દેખાઈ આવે તે મૂળને અનંત જીવ સમજવા જોઈએ. એ જ રીતે કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ (પળ), પાંદડા, ફૂલ, ફળ, બીજ (વનસ્પતિના એ દશ અંગ) ને તોડવાથી સમાન ભંગ થાય. તો અનંત જીવવાળા સમજવા જોઈએ. એ જ રીતે પૂર્વોક્ત વનસ્પતિના મૂલાદિ દસ અંગને ભાંગવાથી હીર=વિષમ છેદ દેખાય, સમાન ભંગ ન દેખાય તો તેને પ્રત્યેક શરીરી સમજવા. જે મૂળનું કાષ્ઠ અર્થાત્ મધ્યવર્તી સાર ભાગની એપેક્ષાએ છાલ અધિક મોટી હોય. તો તે છાલને અનંત જીવવાળી સમજવી જોઈએ. એ જ કંદ, સ્કંધ અને શાખાના સારભાગ કરતાં છાલ મોટી હોય તો અનંત જીવવાળા હોય અને એનાથી વિપરીત પાતળી છાલવાળા હોય તો પ્રત્યેક જીવવાળા હોય. જે મૂળાદિ દશ અંગ તોડવાથી પર્વગાંઠ એટલે ભંગસ્થાન રજથી ભરેલ બને છે. અથવા જે પત્ર આદિને તોડવાથી ચક્ર આકારનો ભંગ નથી દેખાતો જેનું ભંગસ્થાના રજથી વ્યાપ્ત પણ નથી થતું કિન્તુ પૃથ્વી સદશ ભેદથી ભંગસ્વાન બને છે અર્થાત્ જેમ સૂર્યના કિરણોના સમૂહના અત્યંત તપેલા સ્થાન પર તાપનો ગોળાકાર દેખાય છે તેવો ભંગ થાય છે તે અનંતકાય સમજવો. જેની શિરાઓ ગૂઢ હોય, જેનું પાન દૂધવાળું કે દૂધ વગરનું હોય પણ તેની શિરાઓ દેખાતી ન હોય, જે પાનની સંધિ દેખાતી ના હોય તેને પણ અનંત સમજવા. - ત્યાર પછી કે પુષ્પ, કંદ, પલાંડ, પાન વગેરેનુ કેટલાક પ્રત્યેક છે કે કેટલાક અનંત જીવવાળા છે તેનું વર્ણન છે બીજની યોનિ અવસ્થાનું વર્ણન છે. બીજમાંથી અંકુરા ફૂટે છે તેમાં અનંત જીવો હોય છે તે બીજ તેમની યોનિ છે તે યોનિભૂત બીજમાંથી તેનો જીવ ચ્ચવી જાય. પછી તેમાંથી અંકુરાદિ ફૂટે છે. અંકુરા નિયમા અનંત જીવવાળા હોય (પ્રત્યેક વનસ્પતિ હોય તો પણ) તે અંકુરા પછી પ્રત્યેક શરીરીકે અનંતકાય બની જાય. તે ક્રમશઃ વૃદ્ધિ પામતા અંતર્મુહૂર્ત પછી પ્રત્યેક શરીરી બને છે કારણ કે નિગોદ્ધી સ્થિતિ અંતર્મુહૂર્તની કહી છે. સાધારણ એક જ શરીરમાં આશ્રિત અનંત જીવ એકી સાથે ઉત્પન્ન થાય તેમના શરીર, શ્વાસોચ્છવાસ, આહારાદિનું ગ્રહણ કરવું એકી સાથે જ હોય છે. એક જીવા ગ્રહણ કરે તે બધા જીવોને પ્રાપ્ત થઈ જાય. જેમ અગ્નિમાં તપાવેલો લોઢાનો ગોળો. સોના જેવો આખેઆખો અગ્નિમય બની જાય છે એ જ રીતે નિગોદરૂપ એક શરીરમાં અનંત જીવોનું પરિણમન થવું તે સમજી લેવું. એક, બે, ત્રણ, સંખ્યાત કે અસંખ્યાત નિગોદ જીવોના શરીર એમાં દેખાઈ શક્તા નથી કેમ કે તેઓના પૃથક પૃથફ શરીર જ નથી હોતા તેઓ તો અનંત જીવોના પિંડરૂપ જ હોય છે. અનંત જીવોનું જ એક શરીર હોય છે. તેમાંથી બાદર નિગોદ જીવોના શરીર (અનેક શરીર ભેગા થાય તો) જ Page #450 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૪૧ દૃષ્ટિગોચર થાય છે સૂક્ષ્મ નિગોદ જીવોના શરીર અદૃશ્ય જ હોય છે. તેઓનો સ્વભાવ જ એવો છે. ભગવાને કહ્યું છે કે સોયની અણી જેટલા નિગોદ કાયમાં અસંખ્ય ગોળા હોય છે, એક એક ગોળામાં અસંખ્યાત અસંખ્યાત નિગોદ હોય છે અને એક એક નિગોદમાં અનંત જીવ હોય છે. નિગોદની સંખ્યા અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોકના પ્રત્યેક પ્રદેશ પર એક નિગોદ જીવ સ્થાપિત કરવામાં આવે તો તે બધા જીવોને સ્થાપિત કરવા માટે અનંતલોકની આવશ્યકતા થશે. એવા અનંત લોકના લોકાકાશના પ્રદેશો જેટલા નિગોદના જીવો છે. પ્રત્યેક વનસ્પતિકાયની સંખ્યા : એક એક લોકાકાશમાં પ્રત્યેક વનસ્પતિકાયના એક એક જીવને સ્થાપિત કરવામાં આવે અને એ રીતે એમનું માપ કરવામાં આવે તો તેઓ અસંખ્યાત લોકાકાશના પ્રદેશોની બરાબર હોય છે. પ્રત્યેક વનસ્પતિના પર્યાપ્ત જીવ લોકના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા હોય છે તેમ જ અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિના જીવ અસંખ્યાત લોકાકાશોના પ્રદેશોની બરાબર છે. સાધારણ વનસ્પતિના અપર્યાપ્તા અને પર્યાપ્તા અનંત લોકાકાશના પ્રદેશોની બરાબર બનતા (ઉપજતા) રહે છે. આ પ્રકરણમાં જે વનસ્પતિના નામ નથી તેમાંથી જેને સાધારણના લક્ષણ ઘટે તેને સાધારણ જાણવી, પ્રત્યેકના લક્ષણ દેખાય એને પ્રત્યેક જાણવી. સાત લાખ યોનિ છે. સૂરણ આદિ કંદં, વૃક્ષાદિ ૧૨ પ્રકાર મળીને અહીં ઓગણીશ વનસ્પતિના નામ છે એમાંથી કોઈની યોનિ ત્વચા છે, કોઈની છાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, મૂળ, અગ્ર, મધ્ય, કે બીજ હોય છે. આમ વનસ્પતિકાય અને એકેન્દ્રિય જીવોની પ્રરૂપણા પૂર્ણ થઈ. ૧) ૨) આમ પન્નવણામાં વનસ્પતિકાયની ખૂબ જ વિસ્તૃત પ્રરૂપણા થઈ છે (૧૦૪ પાનામાં છે) જીવવિચાર રાસમાં ૨૫ થી ૩૬ એ ૧૨ ગાથામાં સક્ષિપ્ત વર્ણન છે. પન્નવણમાં પ્રથમ પ્રત્યેક વનસ્પતિકાયના ૧૨ ભેદના અનેક પ્રકારનું વર્ણન છે ત્યારબાદ સાધારણ વનસ્પતિના ૫૭ પ્રકાર અને એને ઓળખાવાના ચિન્હ (લક્ષણ) બતાવ્યા છે. જયારે જીવવિચાર રાસમાં પ્રથમ સાધારણનું વર્ણન છે પછી પ્રત્યેક વનસ્પતિનું વર્ણન છે. ૧૪ પ્રકારના નામનો ઉલ્લેખ છે. પછી ચાર લક્ષણ છે. જે પન્નવણામા બતાવેલા કંદમૂળના લક્ષણને મળતા આવે છે. ગુપ્ત-ગૂઢ (સ્પષ્ટ ન જણાય તેવા) શિરા, ગૂઢ સંધિસ્થાન, પર્વો થડ-ડાળ વગેરેના સાંધાઓ ગૂઢ અને જેને ભાંગતા સરખા ભંગ થાય એ ચાર લક્ષણ જેમાં હોય એને અનંતકાય જાણવા. તેમજ અનંતકાય અને પ્રત્યેકને ઓળખવાના Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ કૃત લક્ષણ બતાવ્યા ત્યારબાદ કંદમૂળ ન ખાવાનેા ને ઘરે પણ ન લાવવાનો ઉપદેશ આપ્યો છે. ત્યાર પછી આપણો જીવ અનંતકાળ એમાં છેદન-ભેદન પામીને ભમ્યો છે એનો ઉલ્લેખ કર્યો છે જો કે ‘જીવવિચાર વિવેચન'માં આ સાત અંગ સુંગધવાળા છે એવો ઉલ્લેખ છે. પછીની ત્રણ ગાથામાં પ્રત્યેક વનસ્પતિના (પનવણામાં દશ અંગ છે તેને બદલે અહીં ફળ, ફુલ, પાંદડા, બીજ, મૂળ અને છાલ એ) સાત પ્રકાર તેમ જ નાળિયેર, આંબા, જાંબુ અને કણની જાતિ એટલા નામોનો ઉલ્લેખ છે. પન્નવણામાં બાર પ્રકાર બતાવ્યા છે. પન્નવણામાં યોનિ સાત લાખ કહી છે (પણ એ બરાબર નથી. છ કાયના બોલમાં દશ લાખ પ્રત્યેક વનસ્પતિ અને ૧૪ લાખ સાધરણ વનસ્પતિની યોનિનો ઉલ્લેખ છે. (શ્રીબૃહદ જૈન થોક સંગ્રહ પૃ.૬૫ સ. કાંતિભાઈ ગાંધી જશવંતભાઈ શાહ) ૪૪૨ કવિએ એકેન્દ્રિયમાં ૭૬મી ગાથામાં ૫૨ લાખ યોનિ કહી છે. એમાંથી પ્રથમના ચાર સ્થાવરની ૭ × ૪ કરતાં ૨૮લાખ યોનિ થાય એમાં વનસ્પતિની ૨૪ લાખ (૧૦ પ્રત્યેક + ૧૪ સાધારણ મળીને) ઉમેરતાં ૫૨ લાખ થાય. પન્નવણામાં અપર્યાપ્તા-પર્યાપ્તા તેમજ તેની સંખ્યાનો ઉલ્લેખ છે જે જીવવિચાર રાસમાં નથી બાદરનો ઉલ્લેખ પણ અલગ નથી માત્ર પાંચે સૂક્ષ્મનો એક ગાથામાં ઉલ્લેખ છે. બેઈન્દ્રિય પન્નવણા - બેઈન્દ્રિય જીવો અનેક પ્રકારના છે. પુલાકૃમિ, કુક્ષીકૃમિ, ગડુપદ, શંખ આદિ ૨૮ પ્રકાર બેઈન્દ્રિયના બતાવ્યા છે. તે બધા સંમૂર્ચ્છિમ નપુંસક હોય છે. તેમના સંક્ષેપથી પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે ભેદ છે. સાત લાખ કુલકોટિ છે. આમ પન્નવણામાં ૨૮ પ્રકાર છે તેની સામે જીવ વિચારમાં ૩૮-૩૯ એ બે ગાથામાં સાત પ્રકાર બતાવ્યા છે તેમ જ કેવી રીતે દુઃખ પામ્યો તેનું વર્ણન છે. અપર્યાપ્તા પર્યાપ્તાનો ઉલ્લેખ નથી કુલકોટિ નથી બતાવી પણ યોનિ બે લાખ છે તે ૯૬મી ગાથામાં બતાવ્યુ છે. નપુંસક વેદ હોય તે ૯૩મી ગાથામાં છે. ૯૦ થી ૯૯ ગાથામાં તેની શરીરાદિની ઋધ્ધિ છે. તેઈન્દ્રિય પન્નવણા - તેઈન્દ્રિય જીવો અનેક પ્રકારના છે જેમ કે - ઔપયિક, રોહિણિક, કુંથુવા, કીડી વગેરેના ૪૦ પ્રકારો બતાવ્યા એ સિવાયના બીજા પણ હોઈ શકે તે અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે ભેદે છે. આઠ લાખ યોનિ પ્રમુખ જાતિ કુલકોટિઓ છે યોનિ બતાવી નથી. આમ પન્તવાણામાં ૪૦ પ્રકારો અને બે ભેદ અને કુલકોટિ દર્શાવ્યા છે જ્યારે બધા તેઈન્દ્રિય સંમૂર્ચ્છિમ અને નપુસંક છે. જી.વિ. રાસ માં ૪૦ થી ૪૩ ગાથામાં ૧૩ પ્રકાર અને કેવી રીતે દૂઃખ પામ્યો તેનું Page #452 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૪૩ વર્ણન છે. ૧૦૦ થી ૧૦૬ ગાથામાં શરીરાદિની ઋદ્ધિ બતાવી છે એમાં ૧૦૪મી ગાથામાં બે લાખ યોનિ બતાવી છે. કુલકોટિ નથી બતાવી. ચૌરેન્દ્રિય પન્નવણા - ચોરેન્દ્રિય જીવો અનેક પ્રકારના છે તે આ રીતે અંબિક, પત્રિક, માખી, મચ્છર, કીડા, પૌંગિઆ વગેરે અહીં ૩૯ પ્રકાર બતાવ્યા એ સિવાય બીજા જે આવા પ્રાણીઓ હોય તેને ચોરેન્દ્રિય સમજી લેવા જોઈએ. તે બધા સંમૂચ્છિમ અન નપુંસક હોય છે. તે પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે પ્રકારે છે તેમની નવલાખ જાતિ કુલકોટિ યોનિ પ્રમુખ છે. આમ પનવણામાં ૩૯ પ્રકારની પ્રરૂપણા થઈ છે. જ્યારે જીવ વિચાર રાસમાં ૪૪ થી ૪૬ એ ત્રણ ગાથામાં ચોરેન્દ્રિયના નવ પ્રકાર અને તેમની વેદનાનું વર્ણન છે. અપર્યાપ્તા પર્યાપ્તાનો ઉલ્લેખ નથી ૧૦૭ થી ૧૧૭ એ ૧૧ ગાથામાં ચોરેન્દ્રિયની ઋદ્ધિનું વર્ણન છે તેમાં ૧૧૬ મી ગાથામાં નપુંસક વેદનો ઉલ્લેખ છે. ૧૧૨મી ગાથામાં બે લાખ યોનિનું નિરૂપણ છે પણ કુલકોટિનો કોઈ નિર્દેશ નથી. પંચેંદ્રિય પંચેંદ્રિયના ચાર પ્રકાર છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવા નારકીનું વર્ણન: નારકી સાત પ્રકારના છે જે સાત પૃથ્વીભેદે કરીને છે. ૧) રત્નપ્રભાપૃથ્વી નારક - વજ, વેડુર્ય, મણિ આદિ રત્નોની પ્રભાવાળી પૃથ્વી તેમાં ઉત્પન્ન થનારા અગર રહેનારા નારક જીવ રત્નપ્રભા પૃથ્વીના નરયિક કહેવાય છે. શર્કરામભાપૃથ્વી નારક - પત્થરનો ભૂકો અથવા નાના કકડા શર્કરા કહેવાય છે તે જેમના સ્વરૂપ છે તે પૃથ્વી શર્કરા પ્રભા અને તેમાં વસનારા નારક શર્કરામભા નેરયિક કહેવાય છે. વાલુપ્રભા ૪) પંકપ્રભા ૫) ધૂમપ્રભા ૬) તમ પ્રભા ૭) તમઃ તમઃ પ્રભા એ બધાના એજ રીતે ભેદ સમજવા જોઈએ. તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા બે પ્રકાર છે. તિર્યંચ પંચેન્દ્રિયનું વર્ણન તિર્યંચ પંચેન્દ્રિય ત્રણ પ્રકારના છે. જલચર, થલચર અને ખેચર જલચરના પાંચ પ્રકાર છે. માછલા, કાચબા, ગ્રાહ, મગર અને સુસુમાર. ૧) માછલાના ૨૨ પ્રકાર બતાવ્યા છે તે સિવાય બીજા હોઈ શકે. ૨) કાયબાના બે પ્રકાર છે અસ્થિ કસ્યપ અન માંસ કસ્યપ. ૩) ગ્રાહના પાંચ પ્રકાર છે. દિલી, વેઢક, મૂર્ધજ, પુલક અને સીમાકાર. ૪) મગર બે પ્રકારના છે સેંડ મગર અન મૃષ્ટ મગર. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૫) સુંસમાર એક જ પ્રકારના છે. એ ઉપર કહ્યા એ સિવાય બીજા પણ હોય છે. તેમના ગર્ભજ અને સંમૂર્થ્યિમ એમ બે પ્રકાર છે. તેમાં સંમૂર્થ્યિમ બધા નપુંસક છે. ગર્ભજમાં ત્રણે વેદ છે. તે બંનેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે-બે ભેદ છે. તેની સાડાબાર લાખ જાતિકુલ કોટિઓના યોનિ પ્રવાહ હોય છે. સ્થળચર તિર્યંચ પંચંદ્રિયના બે ભેદ છેઃ ચતુષ્પદ અને પરિસર્પ ૧) ચતુષ્પદ ચાર પ્રકારના છે. અ) એક ખરીવાળા-ઘોડા, ખચ્ચર ગધેડા,ગોરક્ષક વગેરે આઠ પ્રકાર બતાવ્યા તે સિવાયના પણ હોય છે બ) બે ખરીવાળા - ઊંટ, ગાય, નીલ ગાય, રોઝ વગેરે ૧૬ પ્રકાર બતાવ્યા તે સિવાયના પણ હોય છે. ક) ગંડીપદ - હાથી, હસ્તી, પૂતનક, મહુણ હાથી, ખડગી ગેંડા વગેરે તે સિવાયના પણ હોય છે. ડ) નખવાળા - સિંહ, વાઘ, દીપડા, રીંછ વગેરે ૧૪ પ્રકાર બતાવ્યા છે તે સિવાયના પણ હોય છે. તે ચારેના સંમૂર્છાિમ - ગર્ભજ અપર્યાપ્તા - પર્યાપ્તા ભેદ વગેરે પૂર્વવત્ જલચરવત્ જાણવા. ૨) પરિસર્પના બે ભેદ છે. ઉરપરિસર્પ અન ભુજપરિસર્પ ૧) ઉરપરિસર્પના ચાર પ્રકાર છે. અહી, અજગર, આસાલિકા, મહોરગ અ) અહી - બે પ્રકારના છે ધ્વીકર (ફેણવાળા) અને મુકુલી (ફેણવગરના) બંનેના અનેક પ્રકાર બતાવ્યા છે. બ) અજગર - એક જ પ્રકારના છે. ક) આસાલિકા ગર્ભજ ન હોય માત્ર સંમૂર્થ્યિમ હોય. ચક્રવર્તી આદિ રાજધાનીના તળે થાય તે અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અંતર્મુહૂર્તના આયુષ્યવાળો હોય છે. એમની ઉત્પત્તિ માત્ર ૧૫ કર્મભૂમિમાં ચક્રવર્તીના રૂંધાવારોમાં, સેનાના પડાવોમાં, એવી જ રીતે વાસુદેવ, બળદેવ, માંડલિક રાજાઓ, મહા માંડલિક રાજાઓના સ્કંધાવારોમાં ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત ગામ-નગર-એટ-કબૂટ-મંડળ-દ્રોણમુખપટ્ટન-આકર-આશ્રમ-સંબધ અને રાજધાનીના નિવેશમાં એની ઉત્પત્તિ થાય છે. આ બધા સ્થાનોનો જયારે વિનાશ થવાનો હોય ત્યારે આસાલિકા ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટ બાર યોજનની અવગાહનાથી એનો વિખંભ વિસ્તાર અને બાહલ્ય (જાડાઈ) અવગાહનાને અનુરૂપ થાય છે. ડ) મહોરગ - અનેક પ્રકારના છે. કોઈ એક અંગુલ, કોઈ પૃથક (૨ થી ૯) અંગુલ, એક વેંતના, પૃથક વેંતના યાવત્ પૃથક સો યોજનના હજાર યોજનની Page #454 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૪૫ અવગાહનાવાળા પણ હોય છે તે સ્થળમાં ઉત્પન્ન થાય છે. જળમાં પણ વિચરણ કરે છે. અઢી દ્વીપ બહારના ક્ષેત્રના દ્વીપ સમુદ્રમાં થાય છે. બાકીનું વર્ણન જલચરવત્ પણ એની કુલકોટિ દશલાખ છે. ૨) ભુજપરિસર્પ - અનેક પ્રકારના છે નોળિયા, સેહ, સેરડા, કાંચિડા વગેરે ૧૪ પ્રકારના નામ અહીં આપ્યા છે તે સિવાયના પણ હોઈ શકે. બાકીનું વર્ણન જલચરવત્ ફરક એટલો કે કુલકોટિ નવ લાખ છે. ખેચરઃ ચાર પ્રકારના છે. ચર્મપંખી, રોમપંખી, સમુદ્ગપંખી, વિતત પંખી,. ૧) ચર્મપંખી વઘુલી, જલ્લોક, અડિલ વગેરે ૮ પ્રકાર સિવાયના પણ હોય છે. રોમપંખી: ઢંક, કંક, હંસ, કાગડા વગેરે ૪૦ પ્રકાર સિવાયના પણ હોય છે. ૩) સમુગપંખી : એક જ પ્રકારના અઢીદ્વીપ બહારના દ્વીપ સમુદ્રોમાં થાય છે. વિતત પંખી ઃ એક જ પ્રકારના અઢીદ્વીપ બહારના દ્વીપ સમુદ્રોમાં થાય છે. બાકીનું વર્ણન જલચરવત્ ફરક એટલો કુલકોટિ બાર લાખ છે. મનુષ્ય મનુષ્યઃ બે પ્રકારના છે સંમૂર્છાિમ અને ગર્ભજ સંમૂર્છાિમ મનુષ્ય અઢીદ્વીપ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના મળ-મૂત્ર આદિ ૧૪ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. એમની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગની છે તે મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અસંજ્ઞી અને અંતર્મુહૂર્તના આયુષ્યવાળા હોય. છે. તેઓ બધી પર્યાપ્તિઓથી અપર્યાપ્તા હોય છે. ગર્ભજ મનુષ્ય ત્રણ પ્રકારના છે. કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના અંતરદ્વીપમાં ઉત્પન્ન થનારા અઠ્ઠાવીસ પ્રકારના કહ્યા છે. જેમકે એકોરૂક આભાષિક વેષાણિક વગેરે અચાવીસ પ્રકાર છે. લવણ સમુદ્રમાં શિખરી અને હિમવંત પર્વતની દાઢાઓ નીકળેલી છે એના પર આ અંતરદ્વીપો આવેલા છે. બંને પર ૨૮-૨૮ અંતરદ્વીપ છે એટલે પ૬ અંતરદ્વીપ છે. અંતરદ્વીપના મનુષ્ય વજઋષભનારાય સંઘયણવાળા, કંક પક્ષીના તુલ્ય પરિણમનવાળા અનુકૂલ વાયુવેગવાળા અને સમચતુરંસ સંસ્થાનવાળા હોય છે. તેમના પગ સુંદર બનાવટવાળા અને કાચબા જેવા હોય છે. અહીં એમના શરીરના પ્રત્યેક અંગોનું વર્ણન આપ્યું છે. તેમની સ્ત્રીઓ પણ એ જ રીતે ઘાટીલા સર્વ અંગોથી સંપૂર્ણ હોય છે. તેઓ સ્વભાવથી જ હાસ્યવિલાસ અને વિષયોમાં પરમ નિપુણતાને ધારણ કરનારા હોય છે. ત્યાંના મનુષ્ય સ્વાભાવિકપણે સુંગધમય વદનવાળા અત્યંત મંદ ક્રોધ માન, માયા અને લોભવાળા, સંતોષશીલ, ઉત્સુક્તા વગરના મૃદુતા અને ઋજુતાયુક્ત તથા મનોહર મણિ સુવર્ણ મૌક્તિક આદિ મમત્વના કરણોની વિદ્યમાનતા રહેવા છતાં મમત્વના અભિનિવેશથી રહિત હોય છે. બધા અહમેન્દ્ર હોય છે. (પૃ.૪૩૮) Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અકર્મભૂમિના મનુષ્ય – અઢીદ્વિપમાં પાંચ હેમવય, પાંચ હિરણ્યવય, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફવર્ષ, પાંચ દેવકુરૂ અને પાંચ ઉત્તરકુરૂ એમ ત્રીશ અકર્મભૂમિના ક્ષેત્રો છે. એમાં હેમવય - હિરણ્યવય ના મનુષ્ય એક ગાઉ ઊંચા શરીરવાળા, ૧ પલ્યોપમના આયુષ્યવાળા, વજઋષભનારાચ સંઘયણવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા એકાંતરે જમનારા ૭૮ દિવસ સુધી પોતાના સંતાનોનું પાલન કરવાવાળા હોય છે. એ જ પ્રમાણે હરિવર્ષ રમ્યફવર્ષના મનુષ્યો હોય પણ તેમના શરીરની ઊંચાઈ બે ગાઉની, આયુષ્ય બે પલ્યોપમનું અને સંતાનોનું પાલન ૬૪ દિવસ કરે છે. એ જ રીતે દેવકુરૂ - ઉત્તરકુરૂના મનુષ્યો જાણવા પણ તે ત્રણ ગાઉ ઊંચા ૩ પલ્યોપમના આયુષ્યવાળા છે અને સંતાનોનું પાલન ૪૯ દિવસ સુધી કરે છે. ૫૬ અંતરદ્વીપ અને અકર્મભૂમિના મનુષ્ય જુગલિયા તરીકે ઓળખાય છે. યુગલરૂપે જ જન્મ પછી પતિ - પત્ની તરીકે રહે એ સાથે જ મૃત્યુ પામે. એમના ભોગોપભોગના સાધનો કલ્પવૃક્ષોથી જ પ્રાપ્ત થાય છે. એમના કલાવૃક્ષોના સુખ ક્રમશઃ અનંતગણા હોય છે. કર્મભૂમિના મનુષ્ય પાંચ ભારત, પાંચ ઈરવત અને પાંચ મહાવિદેહ એમ ૧૫ ક્ષેત્રમાં આર્ય અને મલેચ્છ બે પ્રકારે હોય. મલેચ્છ - શક, યવન, કિરાત, શબર, બર્બર વગેરે પંચાવન દેશવાસીઓની અપેક્ષાએ અનેક પ્રકારના હોય છે. આર્ય - રૂદ્ધિ પ્રાપ્ત અને ઋદ્ધિહીન (ઋદ્ધિ અપ્રાપ્ત). રૂદ્ધિ પ્રાપ્ત આર્ય છ પ્રકારના છે. અરિહંત (તીર્થંકર) ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ ઋદ્ધિવાળા અને વિદ્યાધર. ઋદ્ધિહીન આર્ય નવ પ્રકારના છે. ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ, ભાષા, જ્ઞાન, દર્શન અને ચરિત્રથી આર્ય. ક્ષેત્રાર્ય - સાડાપચ્ચીશ દેશ શજગૃહી, મગધ વગેરે. જાત્યાય (જાતિથી આર્ય) - છ પ્રકારના અંબષ્ઠ, કલિંદ, દેહ, વેદંગાદિક, હરિત અને ચંચણ. કુલથી આર્ય - છ પ્રકારના ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્વસુ, જ્ઞાન અને કૌરવ. કર્મથી આર્ય - અનેક પ્રકારના છે. દોષિક, સોમિક, કાર્વાષિક, વગેરે. શિલ્પ આર્ય - દરજી, વણકર, પટ્ટકાર વગેરે ૨૧ પ્રકાર બતાવ્યા છે. ભાષા આર્ય - ૧૮ પ્રકારની બ્રાહ્મી વગેરે લિપિનો પ્રયોગ કરનાર. જ્ઞાન આર્ય - પાંચ પ્રકારના જ્ઞાનવાળા હોય તે. દર્શન આર્ય - સરાગ દર્શનાર્ય - દશ પ્રકારની રૂચિ નિસર્ગ, ઉદેશ વગેરે હોય તે સરાગ Page #456 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૪૭ દર્શનાર્ય. વીતરાગ દર્શનાર્ય - વીતરાગીને વીતરાગ દર્શનાર્ય કહે છે. ચારિત્ર આર્ય - સરાગ ચારિત્ર આર્ય અને વીતરાગ ચારિત્ર આર્ય અથવા ચારિત્રા પાંચ પ્રકારના છે માટે પાંચ પ્રકારના ચારિત્ર આર્ય. દેવ દેવના મુખ્યત્વે ચાર પ્રકાર છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક ૧) ભવનપતિના અસુરકુમાર આદિ દશ ભવનપતિના દેવો છે. ૨) વાણવ્યંતર - કિન્નર, જિંપુરૂષ આદિ આઠ છે. ૩) જયોતિષી - ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના છે. ૪) વૈમાનિક - કલ્પોપપન્ન અને સ્પાતીત એમ બે પ્રકારના છે. કલ્પોપપત્રમાં ૧૨ દેવલોક છે. અને કલ્પાતીતમાં નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવ છે. અહીં પંચેંદ્રિય જીવોની પ્રરૂપણા અને સંસાર સમાપન્ન જીવોની પ્રરૂપણા પૂરી થઈ. પ્રજ્ઞાપનાના પ્રથમ પદની સમાપ્તિ થઈ. જીવ પ્રજ્ઞાપના ૧૬૫ થી ૫૫૦ સુધીનો સાર અહીં ટૂંકમાં લખ્યો છે. આમ પન્નવણા સૂત્રમાં પંચન્દ્રિયના અધિકારમાં પ્રથમ નારકીનું પછી તિર્યંચ પંચેન્દ્રિયનું, મનુષ્ય ને દેવનું ભેદ પ્રભેદ સહિત વર્ણન કર્યું છે. જ્યારે જીવવિચાર રાસમાં ૪૭મી ગાથાથી ૬૬ ગાથા સુધી પંચેન્દ્રિય જીવોનું વર્ણન છે. જેમાં પ્રથમ તિર્યંચના જીવો કેવી રીતે દુઃખ પ્રાપ્ત કરે છે, તેનું વર્ણન કર્યું છે. પછી તેના ચાર પ્રકાર - માનવ, નારકી, તિર્યંચ એ દેવ એમ બતાવીને પ્રથમ દેવગતિના ૯ ભેદ બતાવ્યા છે. દેવગતિ - પન્નવણામાં દેવના મુખ્ય ચાર ભેદ અને તેના પ્રભેદ છે પણ ૯૯ ભેદનો નિર્દેશ નથી. તેમાં પરમાધામી, ત્રિજંગ, નવ લોકાંતિકનો ઉલ્લેખ નથી. જીવવિચાર રાસમાં ૫૧ થી ૨૭ મી ગાથા સુધી દેવના ભેદ આ પ્રમાણે બતાવ્યા છે. વાણવ્યંતરના ૧૬ ભેદ, ભવનપતિના ૧૦ ભેદ, ૧૨ દેવલોકના, નવગ્રેવેચકના, ત્રણ કિલ્વિષીના, દશ જ્યોતિષીના, ત્રિજંભકાના દશ, પરમાધામીના પંદર, પાંચ અનુત્તર વિમાનના, નવ લોકાંતિક દેવના ભેદ વિશેષતા સહિત બતાવ્યા છે. આમ ૧૬ + ૧૦ + ૧૨ + ૯ + ૩ + ૧૦ + ૧૦ + ૧૫ + ૫ + ૯ = ૯૯ ભેદ થયા. ૧૩૨ થી. ૧૪૨ ગાથા સુધી દેવની ઋદ્ધિનું વર્ણન છે. તિર્યંચ - ત્યાર પછી ગાથા ૫૮ થી ૬૩ સુધી તિર્યંચનું વર્ણન છે. પન્નવણા મુજબ જ ભેદ બતાવ્યા છે. પણ ત્યાં વિસ્તારથી પ્રકાર સહિત ભેદ પ્રભેદ છે. અહીં સંક્ષિપ્તમાં ભેદ પ્રભેદ બતાવ્યા છે એના વિવધ પ્રકારો નથી બતાવ્યા. કુલકોટિ નથી. બતાવી તેમ જ અપર્યાપ્તા પર્યાપ્તના ભાવ પણ નથી દર્શાવ્યા. ૧૮૮ થી ૨૧૦. ગાથામાં તિર્યંચના વિવિધ બોલનું વર્ણન છે, તે પન્નવણાના પેલા પદમાં નથી. માત્ર Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અસંજ્ઞી, સંમૂર્ચ્છિમ અને વેદનો ઉલ્લેખ છે. નારકી - તિર્યંચ પછી માત્ર એક જ ૬૪ મી ગાથામાં નારકીના સાત ભેદ છે. એટલું જ દર્શાવ્યું છે. એના નામ વગેરે દર્શાવ્યા નથી પણ નારકીના વિવિધ બોલ ૨૧૧ થી ૨૮૯ મી ગાથા સુધી દર્શાવ્યા છે. જ મનુષ્ય - પન્નવણામાં મનુષ્યના ભેદ પ્રભેદ વિસ્તારથી છે. જ્યારે જીવવિચારમાં ૬૫ અને ૬૬ આ બે જ ગાથામાં ૧૦૧ ભેદ- ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતરદ્વીપમાં જુગલિયાનો વાસ છે તે લખ્યું છે. સંમૂર્ચ્છિમ મનુષ્યનો ઉલ્લેખ નથી. જો કે મનુષ્યના વિવિધ બોલનું નિરૂપણ ૧૪૪ થી ૧૮૭ મી ગાથા સુધી થયું છે. એમાં સંમૂર્ચ્છિમ મનુષ્યની પણ પ્રરૂપણા થઈ છે. પણ જુગલિયાના કોઈપણ બોલનું વર્ણન ત્યાં નથી. આમ પન્નવણા સૂત્રમાં જીવોની પ્રજ્ઞાપના - જીવોના પ્રકારનું વર્ણન, સવિસ્તૃત ૧૬૫ થી ૫૫૦ માં પૃષ્ઠ સુધી થયું છે. જેનું અતિ સંક્ષિપ્ત વર્ણન કવિ ઋષભદાસે ૧૧ થી ૬૬ કુલ ૫૬ ગાથામાં કર્યું છે. આ પ્રકારનુંજ વર્ણન શ્રી જીવાભિગમ સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યયનમાં પણ છે. એમાં જે વિશિષ્ટતા છે તે નીચે મુજબ છે. શ્રી જીવાભિગમ સૂત્ર સાથે તુલના ત્રીજા અંગસૂત્ર ઠાણાંગના તૃતીય ઉપાંગ શ્રી જીવાભિગમમાં શ્રી ઠાણાંગ સૂત્રના કેટલાક ગહન વિષયોના ખુલાસા થયા છે. રાગરૂપ ઝેરને ઉતારવા માટે આ ઉપાંગ સર્વોત્તમ મંત્ર સમાન છે. દ્વેષરૂપ અગ્નિના દાહનું શમન કરવા માટે શીતળ જળ સમાન છે. એવા એ સૂત્રમાં શરૂઆતમાં અજીવની પ્રરૂપણા કર્યા પછી જીવોના પ્રકાર ઋદ્ધિ વગેરેનું વર્ણન છે. સિદ્ધ અને સંસારીમાં, સંસારીના ત્રસ અને સ્થાવર ભેદોનું વર્ણન કર્યું છે. ત્યાં તેના ભેદ - પ્રભેદ - પ્રકારમાં જહા પન્નવણાએ એમ લખ્યું છે. તે પન્નવણાસૂત્રના અધિકારવત્ જાણી લેવું તેમાં વિશેષતાથી ૨૩ પ્રકારની ઋદ્ધિનું વર્ણન છે. તે આ પ્રમાણે ઃ ૧. શરીર ૫, ૨. અવગાહના, ૩. સંહનન- ૬, ૪. સંસ્થાન-૬, ૫. કષાય - ૪, ૬. સંજ્ઞા-૪, ૭. લેશ્યા-૬, ૮. ઈન્દ્રિય-૫, ૯. સમુદ્દઘાત૭, ૧૦. સંજ્ઞી-અસંજ્ઞી, ૧૧. વેદ-૩, ૧૨. પર્યાપ્તિ-અપર્યાપ્તિ, ૧૩. દ્દષ્ટિ-૩, ૧૪. દર્શન-૪, ૧૫. જ્ઞાન - ૫, અજ્ઞાન - ૩, ૧૬. યોગ - ૩, ૧૭. ઉપયોગ - ૨, ૧૮. આહાર, ૧૯. ઉત્પાત. ૨૦. સ્થિતિ, ૨૧. મરણ-ર, રર. ચ્યવન, ૨૩. ગતાગતિ. જીવાભિગમ સૂત્રમાં પ્રથમ સુક્ષ્મકાયમાં ઉપરોક્ત ૨૩ ઋદ્ધિ દર્શાવી છે. પછી બાદરકાયમાં ઋદ્ધિ બતાવીને ૨૩ દ્વારોનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્યારે શ્રાવક કવિ ઋષભદાસે આ ૨૩ ઋદ્ધિમાંથી કેટલીક ઋદ્ધિનું વર્ણન નથી કર્યું તો કેટલીક બીજી ઉમેરી છે જે આ પ્રમાણે છે. ઈંદ્રિય, સમુદ્ઘાત, સંજ્ઞી - અસંજ્ઞી, યોગ, આહાર (એક માત્ર દેવમાં લીધો છે.) સમોહિયા - અસમોહિયા Page #458 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૪૯ ગતાગતિ એટલા બોલ નથી લીધા જ્યારે પ્રાણ જીવાજેનિ, કાયસ્થિતિ વગેરે ઉમેર્યા છે. જીવાભિગમમાં સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાય આદિની ઋદ્ધિ અલગ અલગ બતાવી છે. જયારે જીવવિચાર રાસમાં પાંચ બાદર સ્થાવરની ઋદ્ધિ સમુચ્ચય એકેન્દ્રિયમાં જ બતાવી છે. માત્ર આયુષ્ય, ઉપપાત અને ચ્યવન એ ત્રણ દરેક સ્થાવરના અલગ અલગ બતાવ્યા છે. તેમ જ સૂક્ષ્મની એકે ઋદ્ધિ બતાવી નથી. જે બતાવી છે તેમાંથી પણ એકેન્દ્રિયમાં સંહનન, કષાય, દષ્ટિ, દર્શન, જ્ઞાન એટલા બોલનું કોઈ વિવેચન નથી. જીવાજોનિ પણ એકેન્દ્રિયની અંતર્ગત બતાવી છે. પાંચેની અલગ અલગ નથી બતાવી. જીવાભિગમમાં ચાર સંજ્ઞા અને ઉપયોગ બે બતાવ્યા છે. જયારે જીવવિચાર રાસમાં સંજ્ઞા દશ અને ઉપયોગ ૧૨ માંથી કોને કેટલા હોય તે બતાવ્યું છે. તેમ જ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિયમાં આ ર૩માંથી ૮ - ૯ - ૧૦ - ૧૬ - ૧૮ - ૨૧ - ૨૩ એટલી ઋદ્ધિ બતાવી નથી તેની બદલે, પ્રાણ, જીવાજોનિ, કાયસ્થિતિ એટલા બોલ લીધા છે. ચ્યવન - ઉપપાતમાં ને દંડક આશ્રી નહિ પણ સંખ્યાતા - અસંખ્યાતા - અનંતામાંથી કેટલા ઉપજે એ દર્શાવ્યું છે. સંજ્ઞા - ૧૦ લીધી છે. અને ઉપયોગ - ૧૨ માંથી લીધા છે. બેઈન્દ્રિય - તેઈન્દ્રિયમાં પાંચ અને ચોરેન્દ્રિયમાં છ ઉપયોગ હોય. પ્રાણ- બેઈન્દ્રિયમાં - ૬, તેઈન્દ્રિયમાં - ૭, ચોરેન્દ્રિયમાં - ૮ હોય. ત્રણેની જીવાજોનિ ૨-૨ લાખ હોય. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવની ૨૩ પ્રકારની ઋદ્ધિમાંથી ૮-૯-૧૦-૧-૧૮૨૧ એટલી ઋદ્ધિ નથી બતાવી ૧૭ ઋદ્ધિ તેમ જ જીવાજોનિ, કાયસ્થિતિ અને પ્રાણ બતાવ્યા છે. સંજ્ઞા ૧૦ બતાવી છે અને ઉપયોગ ૧૨ બતાવ્યા છે. ચ્યવન - ઉપપાતમાં દંડક નહિ. સંખ્યાતા - અસંખ્યાતા પણ બતાવ્યા છે. પહેલા દેવની પ્રરૂપણા કરી છે પછી ક્રમશઃ માનવ, તિર્યંચ અને નારકીની પ્રરૂપણા કરી છે. દેવની ઋદ્ધિમાં માત્ર અવગાહના, સંઘયણ, આયુષ્ય, વેદ, કાયસ્થિતિ ૩૩ સાગર, ઉપપાત, ચ્યવન ગતાગતિ એટલા જ બોલ બતાવ્યા છે. બાકીના બોલ નથી. બતાવ્યા. બધામાંથી એક દેવતામાં આહાર દ્વારની પ્રરૂપણા છે દેવને કવલ આહાર ન હોય. માનવીની ઋદ્ધિમાં પૂર્વોક્ત ૧૭ ઋદ્ધિ ઉપરાંત - પ્રાણ ૧૦, જીવાજોનિ ૧૪ લાખ, કાયસ્થિતિ - ૭ કે ૮ ભવનું નિરૂપણ થયું છે. એમાં છ લશ્યાનું દૃષ્ટાંત અને માનવભવની દુર્લભતા બતાવી ઉપદેશ આપ્યો છે. ૧ સમયે સંખ્યાતા - અસંખ્યાતા ઉપજે જો કે ગર્ભજ મનુષ્ય ૧ સમયે સંખ્યાતા જ ઉપજે. ( ગમા અધિકારને આધારે) સંમૂચ્છેિમ મનુષ્યમાં પણ પૂર્વોક્ત ૧૬ ઋદ્ધિ ઉપરાંત પ્રાણ નવ, કાયસ્થિતિ ૭ કે ૮ ભવની હોય. પણ અહીં સંખ્યાતા કાળની બતાવી છે. ૧ સમયે સંખ્યાતા, અસંખ્યાતા. ઉપજે. જીવાજોનિ ૧૪ લાખની પ્રરૂપી છે. ૧૪ સંમૂચ્છિમ જીવને ઉપજવાના ૧૪ સ્થાનને બદલે ૧૬ ઠામ આપ્યા છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જુગલિયા મનુષ્યનો કોઈ જ ઉલ્લેખ નથી. ગર્ભજ તિર્યંચની ઋદ્ધિમાં પૂર્વવત્ ૧૭ ઋદ્ધિમાંથી કષાયને વર્જીને ૧૬ ઋદ્ધિનું નિરૂપણ છે. તે ઉપરાંત પ્રાણ ૧૦, કાયસ્થિતિ ૭ કે ૮ ભવ, જીવાજોનિ ચારલાખ બતાવી છે. ૧ સમયે સંખ્યાતા - અસંખ્યાતા જીવ ઉપજે. સંમૂચ્છિમ તિર્યંચમાં પણ પૂર્વવત્ ૧૭ ઋદ્ધિનું પ્રરૂપણ છે. તે ઉપરાંત પ્રાણ નવ, કાયસ્થિતિ સાત ભવ (જો કે એની કાયસ્થિતિ સાત આઠ ભવની હોય. ગમા અધિકાર ભગવતી સૂત્રના ૨૪ માં શતકમાં છે એમાં આઠ ભવ બતાવ્યા છે.) ૧ સમયે સંખ્યાતા અસંખ્યાતા ઉપજે. આ ઉપરાંત જીવાભિગમમાં ઉપયોગ - ૬ બતાવ્યા છે પણ અહીં ઉપયોગ ચાર બતાવ્યા છે. તેમજ ભુજપરિસર્પનું આયુષ્ય બોંતેર હજાર વર્ષનું અને અવગાહના નવ યોજનાની બતાવી છે તે જીવાભિગમ સૂત્રમાં ૪૨૦૦૦ વર્ષનું આયુષ્ય અને અવગાહના પૃથક ધનુષ્યની બતાવી છે તે વધારે યોગ્ય છે. પન્નવણાદિમાં પણ આ જ પ્રમાણે છે. યોનિ ૪ લાખની બતાવી છે. ૧ સમયે સંખ્યાતા અસંખ્યાતા ઉપજે. નારકીની ઋદ્ધિમાં પૂર્વવત્ ૧૭ બોલ ઉપરાંત પ્રાણ-૧૦, ૧ સમયે સંખ્યાતા. અસંખ્યાતા ઉપજે. જીવાજોનિ ૪ લાખ કહી છે. કાયસ્થિતિ બતાવી નથી. એની. ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ હોય છે. તેથી ૩૩ સાગરની દેવ પ્રમાણે હોય. આ ઉપરાંત જીવવિચાર રાસ માં ૨૧૨ થી ૨૯૦ મી ૭૯ ગાથામાં નારકીનું વર્ણન છે. તેમાંથી નારકના ક્ષેત્રનું માપ, પાથડા, નરકાવાસ વગેરેનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં પૃ. ૧ થી ૩૫૮ સુધીના નરકનાં વર્ણનમાં છે એ જ રીતે છે. આમ સમગ્રતઃ વિચાર કરતાં જણાય છે કે શ્રાવક કવિ ઋષભદાસ શ્રી શાંતિસૂરિના જીવવિચાર પ્રકરણ કરતાં જીવાભિગમ સૂત્ર ને વધુ અનુસર્યા છે. જો કે એમના દ્વારોનો ક્રમ ક્યાંય એક સરખો નથી. જેમ કે એકેન્દ્રિયમાં અવગાહના, આયુષ્ય, લેશ્યા, શરીર, સંસ્થાન, દર્શન, ઉપયોગ, પર્યાપ્તિ, વેદ, પ્રાણ, જીવાજોનિ, કાયસ્થિતિ, દષ્ટિ, સંજ્ઞા આ રીતે ક્રમ છે તો બેઈન્દ્રિયમાં આ ક્રમ પ્રાણ, સંઘયણ આદિથી પ્રારંભાયો છે. તેઈન્દ્રિયમાં શરીર, અવગાહના, સંઘયણ, સંજ્ઞા આદિથી શરૂ થાય છે. ચોરેન્દ્રિયમાં લેશ્યા, કષાય, સંઘયણ આદિથી શરૂ થાય છે. પંચેન્દ્રિયમાં વેશ્યા, સંઘયણ, અવગાહના વગેરેથી શરૂ થાય છે. દેવમાં ઉપપાત, ચ્યવન વગેરેથી શરૂઆત છે. મનુષ્યમાં કષાય, વેદ વગેરેથી પ્રારંભ છે. તિર્યંચમાં લેગ્યાથી પ્રારંભ છે. નારકીમાં ઉપપાત, ચ્યવનથી પ્રારંભ છે. આમ દરેકમાં દ્વાર આગળ પાછળ છે. એકરૂપતા નથી. કદાચ પ્રાસ કે રાગ Page #460 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન બેસાડવા આમ કર્યું હશે. ૪૫૧ શ્રી આચારાંગજી સૂત્ર સાથે તુલના આગમ સાહિત્યમાં સૌથી મહત્ત્વનું સારભૂત આગમ હોય તો તે છે ૧૧ અંગમાંનું પ્રથમ અંગ ‘શ્રી આચારાંગજી.’ એમાં પુનર્જન્મ દ્વારા આત્માની ત્રૈકાલિકતા સિદ્ધ કરવામાં આવી છે. જીવતત્ત્વની સિદ્ધિ કરીને સ્થાવર જીવોની પંચેન્દ્રિય જીવો સાથે તુલના કરી છે. આત્મજીજ્ઞાસાથી પ્રારંભ થતા આ આગમના શસ્ત્રપરિજ્ઞા નામના પ્રથમ અધ્યયનમાં ષડ્થવનીકાયનું વર્ણન ખરેખર મૌલિક છે. ત્રસ જીવોનું પ્રતિપાદન અન્ય સાહિત્યમાં ઘણી જગ્યાએ પ્રાપ્ત થાય છે. કોઈ કોઈ જગ્યાએ વનસ્પતિકાયની સિદ્ધિ થઈ છે. તો ક્યાંક પાણીમાં રહેલા ત્રસ જીવો દ્વારા પાણીને સજીવ માન્યું છે. પરંતુ પૃથ્વી, અગ્નિ, વાયુની સજીવતાની સિદ્ધિ તો જૈનદર્શનમાંથી જ મળે છે. જે એની મૌલિકતા સિદ્ધ કરે છે. શ્રી આચારાંગ સૂત્ર માં સ્થાવર જીવોની વેદનાનું નિરૂપણ સર્વથા મૌલિક છે. મનુષ્ય શરીર સાથે વનસ્પતિની તુલના ધ્યનાકર્ષક છે. સ્થાવર જીવોમાં વનસ્પતિ જીવોની ચેતના અત્યધિક સ્પષ્ટ છે તેથી એની તુલના માનવ શરીર સાથે કરવામાં આવીછે. જેમ કે એ મનુષ્યની જેમ જન્મશીલ, વૃદ્ધિશીલ, સચેતન, છેદવાથી સૂકાઈ જાય, આહારક, અનિત્ય, અશાશ્વત, ચય ઉપચયવાળી અને પરિણમન શીલ છે. (શ્રી આચારાંગ સૂત્ર - ૧, ઘાસીલાલજી મહારાજ સાહેબ. પૃ. ૬૩૭, ૧ હું અધ્યયન ઉ. - ૫ સૂત્ર - ૮) એવા ‘શ્રી આચારાંગ સૂત્ર’માં ભગવાન મહાવીરે ષડ્થવનીકાયનું પ્રતિપાદન કર્યું છે. એનું વિશેષ વિવેચન ‘શ્રી આચારાંગ ભાષ્ય’માં કરવામાં આવ્યું છે. જે આ પ્રમાણે છે. ૧) પૃથ્વીકાયિક જીવો વ્યાઘાત ન પડે તો છ એ દિશાઓથી નિઃશ્વસન કરે છે. તથા વ્યાઘાત પડવાથી ૩,૪,૫ દિશાઓથી શ્વાસોચ્છ્વાસ લે છે. ૨) કરણ એટલે પ્રવૃત્તિ, સંવેદન તેમ જ જ્ઞાન. પૃથ્વીકાયના જીવોમાં બે પ્રકારના કરણ છે. - ૩) વેદના શુભાશુભ બંને પ્રકારનું વેદન કરે છે. ૪) અવગાહના આ જીવોના શરીરની અવગાહના અત્યંત સૂક્ષ્મ હોય છે. ૫) દૃશ્યતા આ કાયના અસંખ્ય જીવોના પિંડભૂત શરીરને જ જોઈ શકાય છે. ૬) ભોગિત્વ માત્ર એક સ્પર્શેન્દ્રિય હોય માટે ભોગી છે. કામી નથી. ૭) આશ્રવ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, જોગ એ પાંચે આશ્રવ છે. ૮) જરા ને પ્રાપ્ત કરે છે. ૯) શોક દુઃખ પામે છે. ૧૦) ઉન્માદ - ૩ છે અશુભ પુદ્ગલજનિત, યક્ષ જનિત અને મોહોદયજનિત Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૧) સંજ્ઞા - ૧૦ હોય ૧૨) મનનો વિકાસ બહુ જ ઓછો ને અવ્યક્ત હોય. ૧૩) આહારની અભિલાષા પ્રતિક્ષણ થાય. ૧૪) ઉપચય - વૃક્ષવત સૂક્ષ્મ સ્નેહ તેમ જ ઉપચય થાય. “ ૧૫) કષાય - ૪ હોય, પણ સૂક્ષ્મ હોવાને કારણે ઈંદ્રિય જ્ઞાનનો વિષય ન બને. ૧૬) જ્ઞાન- મૂછયુક્ત પ્રાણીના જ્ઞાન જેવું જ્ઞાન હોય. ૧૭) લેશ્યા - ૪ છ લેગ્યામાંથી પ્રથમની ચાર લેશ્યા હોય. જે રીતે પૃથ્વીકાયનું વર્ણન છે એ રીતે બીજા સ્થાવરોનું પણ સમજવાનું છે. અતિન્દ્રિયજ્ઞાનથી એ સિદ્ધ થાય છે કે પૃથ્વી આદિ જીવોનું અસ્તિત્વ છે. એમાં જીવત્વ છે એની પુષ્ટિ માટે “શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યાયના બીજા ઉદેશકમાં દૃષ્ટાંતોના માધ્યમથી પૃથ્વીકાયિક આદિ જીવોની વેદનાનો બોધ કરાવ્યો છે. જેમ કે - ૧) જેમ કોઈ મનુષ્ય જન્મથી ઈદ્રય વિકલ છે, એનું છેદન ભેદન કરવાથી એને વેદના થાય છે. પરંતુ તે એને વ્યક્ત નથી કરી શકતો એ જ સ્થિતિ પૃથ્વીકાયિક જીવોની છે. તેઓ વેદના પ્રગટ કરવામાં અસમર્થ છે. ૨) જેમ કોઈ પુરૂષ કોઈ વ્યક્તિને મૂર્શિત કરે છે અને તેનો પ્રાણવધ કરે છે તેમાં મૂર્ણિત પુરૂષ જેવી અવ્યક્ત ચેતનાવાળા પૃથ્વીકાયિક જીવો અવ્યક્ત વેદનાનો અનુભવ કરે છે પરંતુ તેઓ ચેતનાશૂન્ય નથી. ૩) સ્વસ્થ મનુષ્ય જે ઇંદ્રિય સંપન્ન છે એના બત્રીશ અવયવોને એક સાથે છેદન ભેદન કરવા પર એ જેમ ચેતના હોવા છતાં વ્યક્ત કરી શકતો નથી એ જ સ્થિતિ પૃથ્વીકાયિક આદિ જીવોની છે. જેમ કોઈના પગ, ઘુંટણ, થાપા, હાથ વગેરે પર ઈજા થાય ને જેવું દુઃખ થાય એવું દુઃખ એમને થાય છે. આમ આ બધામાં જીવોના દુઃખ, વેદના વગેરે જાણીને મુનિ સ્વયં આ જીવોનો અપલાપ ન કરે તેમ તેની હિંસાદિ ન કરે. જે પૃથ્વીકાય આદિના જીવોનો અપલાપ (નિષેધ) કરે છે તે વાસ્તવમાં પોતાનો જ અપલાપ કરે છે. માટે છ જવનિકાયનું સ્વરૂપ જાણીને એને હણે નહિ, હણાવે નહિ, હણતાને અનુમોદે નહિ. એટલા માટે આ સૂત્રમાં ષજીવનિકાયનું સામાન્ય સ્વરૂપ અને જીવસિદ્ધિ બતાવી છે પરંતુ એના શાસ્ત્રીય ક્રમમાં ફરક છે. અહીં વાયુકાયનું સ્થાન છડું છે. જયારે જીવવિચાર રાસમાં છએ કાયનું નિરૂપણ ૧૧ થી ૬૬ ગાથા સુધી ક્રમપ્રાપ્ત છે. જેમાં છકાય જીવોનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું છે. તેમ જ શરીર, અવગાહના, લેશ્યા, સંજ્ઞા, કષાય વગેરેનું નિરૂપણ પ૭ થી ૩૨૨ સુધીની ગાથામાં કરવામાં આવ્યું છે. તેમ જ સુખ પ્રાપ્તિ માટે આ જીવોની જીવદયા પાળવાનો ઉપદેશ પણ આપ્યો છે. તેમજ છેદન ભેદનથી એ જીવો ખૂબ દુઃખ પામે છે એ પણ દર્શાવ્યું છે. આમ શ્રી Page #462 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૫૩ આચારાંગ સૂત્રનો ભાવ પણ અહીં ઝળકે છે. આમ કેટલીક સમાનતા તો કેટલીક વિષમતા પણ છે. | ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ સાથે તુલના જેન આગમગ્રંથમાં ‘મૂળ સૂત્ર’ તરીકે પ્રસિદ્ધ, સરળ, કથાત્મક, રોચક સંવાદ અને રસાળ રચના શૈલીને કારણે “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ એક મહત્ત્વપૂર્ણ આગમાં મનાય છે. મુનિની જીવચર્યાના પ્રારંભમાં મૂળભૂત સહાયક બને છે. તથા આગમોના અધ્યયનની શરૂઆત એના પઠનથી થાય છે. માટે તેને મૂળ સૂત્ર કહેવાય છે. ભગવાન મહાવીરના તત્ત્વવાદના પ્રધાન અંગ ષજીવનિકાયનું સુંદર નિરૂપણ આ સૂત્રના ચરમાં અધ્યયનમાં થયું છે. આ સૂત્રનું ૩૬મું છેલ્લું અધ્યયન ‘જીવાજીવ વિભત્તિ'માં સિદ્ધ અને સંસારી જીવનું પન્નવણાવત્ પણ સંક્ષિપ્ત શૈલીથી વર્ણન થયું છે. પણ વિશેષતા એટલી છે કે અહીં દરેકનું આયુષ્ય અને કાયસ્થિતિ બતાવી છે. જેમ પન્નવણાના પ્રથમ પદની જીવવિચાર રાસ સાથે તુલના છે તેમ અહીં પણ એવી જ તુલના થઈ શકે એમ છે. માટે એનું પુનરાવર્તન ન કરતાં જે વિશેષતા હોય તે જ અહીં બતાવી છે, જેમ કે “શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્થાવર જીવ ત્રણ પ્રકારના છે. પૃથ્વી – અપ - વનસ્પતિકાય તેમ જ તેઉકાય અને વાયુકાયને ત્રસકાયમાં લીધા છે. ત્યાં ત્રસના ત્રણ પ્રકાર બતાવ્યા છે. ૧) અગ્નિરૂપ ૨) વાયુરૂપ ૩) ઉદારરૂપ. જો કે અગ્નિકાય તથા વાયુકાયને સ્થાવર નામ કર્મનો ઉદય છે તો પણ એનામાં સ્થાનથી સ્થાનાંતરરૂપ વ્યસન થાય છે. આથી આ ત્રસનની અપેક્ષાએ અગ્નિકાય અને વાયુકાયમાં ત્રપણું કહ્યું છે. ત્રપણું બે પ્રકારે હોય છે. ગતિની અપેક્ષાથી અને લબ્ધિની અપેક્ષાથી. તેઉકાય અને વાયુકાયમાં ત્રસપણું ગતિની અપેક્ષાથી કહેલ છે. જયારે ઉદાર જીવોને ગતિઅને લબ્ધિ બંનેની અપેક્ષાએ કહેલ છે. ઉદારમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગતિ ત્રસ વગર ઈચ્છાએ ગતિ કરવાની ક્રિયા. સ્થાવર જીવો અન્ય નિમિત્તથી કરે તે ગતિ ત્રસ. જ્યારે શ્રાવક કવિ ઋષભદાસે તેઉ- વાયુ બંનેને સ્થાવરમાં જ લીધા છે, જે ગાથા નં. ૧૦ થી સ્પષ્ટ થાય છે. ૧૦ પાંચ ભેદ સ્થાવર કહિવાય, પ્રથવી પાણી તેઉ વાયુ વનસપતિ કહીઈ પાંચમી.. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સૂક્ષ્મ બાદર જીવની પ્રરૂપણા કરતાં કહ્યું છે કે સૂક્ષ્મ સંજ્ઞક પૃથ્વી જીવ ભેદ રહિત છે. આ કારણે તે એક જ પ્રકારના કહેવામાં આવેલ છે. અર્થાત્ બાદરના શ્લષ્ણ, ખર વગેરે ભેદો છે તે સૂક્ષ્મમાં ન હોય. તેમ જ ચતુર્વિધ કાળા વિભાગ બતાવ્યા છે. બંને પ્રકારના (સૂક્ષ્મ અને બાદર) પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે કેમ કે પ્રવાહરૂપથી એ સદા વિદ્યમાન રહે છે. ભવસ્થિતિ અને કાયસ્થિતિની Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અપેક્ષાએ સાદિ સાંત છે કેમ કે આ બંને પ્રકારની સ્થિતિ નિયત કાળવાળી હોય છે. કાયસ્થિતિ - પૃથ્વીરૂપ જીવો પૃથ્વીરૂપ શરીરને ન છોડતાં અર્થાત્ મરી મરીને પણ પાછા પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થનાર જીવોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની છે. અર્થાત્ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ ઉત્સર્પિણી અવસર્પિણીકાળરૂપ છે. જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. એમનો અંતરકાળ પણ બતાવ્યો છે. પૃથ્વીકાયના જીવોનો પોતાના શરીરને છોડવાનો અંતરકાળ અનંતકાળ છે. આ અનંતકાળ અસંખ્યાતપુદ્ગલ પરાવર્તનરૂપ છે. એ નિગોદની અપેક્ષાએ જાણવું જોઈએ. તથાજઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે. પૃથ્વીકાય જીવ ઉત્કર્ષરૂપમાં આટલા કાળ સુધી પૃથ્વીકાયથી નીકળીને અન્ય અપકાય આદિમાં ભ્રમણ કરીને ફરીથી તે પૃથ્વીકાયથી નીકળીને અન્ય અપકાય આદિમાં ભ્રમણ કરીને ફરીથી તે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. એટલે કે કોઈ પૃથ્વી જીવ જો પૃથ્વીકાયનો પરિત્યાગ કરીને અન્ય કામમાં જન્મ લઈ લે તો પછીથી ત્યાંથી મરીને ફરીથી પૃથ્વીકાયમાં જન્મ તો તેનું વધારેમાં વધારે અંતર અનંતકાળનું અને ઓછામાં ઓછું અંતર એક અંતમુહૂર્તનું પડશે. આમ ચતુર્વિધ કાળ વિભાગ બતાવ્યા છે જેમ કે સંતતિ - પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત, ભવસ્થિતિ - કાયસ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત, ભવસ્થિતિ - કાયસ્થિતિ રૂપે રહેવાનો કાળ અને અંતર પડવાની અપેક્ષાએ અંતરકાળ બતાવ્યો છે. જેમ પૃથ્વીકાયમાં છે એમ બીજા જીવોમાં આ પ્રમાણેનું વર્ણન છે. શ્રાવક કવિ ઋષભદાસે જીવવિચાર રાસમાં સૂક્ષ્મકાયનું વર્ણન એક સાથે જ કર્યું છે જે તેના બીજા ભેદ ન હોવાની પ્રતીતિ કરાવે છે. તેમ જ ચતુર્વિધકાળ વિભાગમાંથી માત્ર ભવસ્થિતિ અને કાયસ્થિતિરૂપે રહેવાનો કાળ છે તે જ બતાવ્યો છે. બાકીના ત્રણ કાળનો કોઈ નિર્દેશ નથી. તેમ જ સ્થાવરને વિકસેંદ્રિયમાં જઘન્ય ભવસ્થિતિ કે કાયસ્થિતિ નથી બતાવી, માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ જ બતાવી છે. પછી પણ ક્યાંક જઘન્ય સ્થિતિ છે. ક્યાંક નથી. મનુષ્ય તિર્યંચમાં કાયસ્થિતિમાં સાત કે આઠ ભવનો ઉલ્લેખ છે જ્યારે ઉત્તરાધ્યયનમાં પૃથકત્વ પૂર્વકોડ અધિક ત્રણ પલ્યોપમ એમ બતાવ્યો. છે. દેવ - નારકીની દરેકની ભવસ્થિતિ અલગ અલગ બોલ ભેદ પ્રમાણે બતાવી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - ૩૬મું અધ્યયન ગાથા - ૪૯ થી ૧૭ એ ૧૯ ગાથામાં સિદ્ધનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એમાં ૪૯-૫૦ એ બે ગાથામાં સિદ્ધના પ્રકાર બતાવવામાં આવ્યા છે. સિદ્ધ થયા પછી બધા જીવ સમાન સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે. એમાં કોઈ ઉપાધિજનિત ભેદ નથી રહેતો તો પણ પૂર્વ અવસ્થાની દૃષ્ટિથી એમના ભેદ કરવામાં આવ્યા છે. જે નીચેની ગાથામાં છે. ४९) इत्थी पुरिस सिद्धा य तहेव य नपुंसगा | સાત્નિને બન્નસિંગે શિર્લિને તહેવા II II. 90) 34ોસોફિUIIC Gફન્નIિT. Page #464 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૫૫ उईढं अहे य तिरियं य समुद्दम्मि जलम्मि य || ५० ॥ ભાવાર્થ - આ ગાથાના ભાર્વ રૂપે ૧૪ ભેદ સિદ્ધના થાય જે નીચે મુજબ છે. ૧) સ્ત્રી સિદ્ધ, ૨) પુરૂષ સિદ્ધ, ૩) નપુંસક સિદ્ધ, ૪) સ્વલિંગ સિદ્ધ, ૫) અન્યલિંગ સિદ્ધ, ૬) ગૃહસ્થલિંગ સિદ્ધ, ૭) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધ, ૮) જઘન્ય અવગાહનાવાળા સિદ્ધ, ૯) મધ્યમ અવગાહનાવાળા સિદ્ધ, ૧૦) (ઊંચી દિશા) ઊર્ધ્વલોકમાં થવાવાળા સિદ્ધ, ૧૧) અધોલોકમાં થવાવાળા સિદ્ધ, ૧૨) (તિરછી) - તિચ્છ લોકમાં થવાવાળા સિદ્ધ, ૧૩) સમુદ્રમાં થવાવાળા સિદ્ધ, ૧૪). નદી આદિમાં થવાવાળા સિદ્ધ આ ચૌદ પ્રકારમાં પ્રથમના ત્રણ પ્રકાર લિંગની અપેક્ષાએ છે. એનું તાત્પર્ય છે કે સ્ત્રી, પુરૂષ અને નપુંસક ત્રણે સિદ્ધ થઈ શકે છે. પછીના ત્રણ પ્રકાર વેશ પર આધારિત છે. એટલે કે જેન સાધુઓના વેશમાં અન્ય સાધુઓના વેશમાં અને ગૃહસ્થના વેશમાં પણ જીવ સિદ્ધ થઈ શકે છે. ત્યાર પછીના ત્રણ પ્રકાર શરીરની ઊંચાઈ એટલે કે અવગાહના પર આધાર રાખે છે એટલે કે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થઈ શકે. મધ્યમ ૭ હાથની, ૫૦૦ ધનુષથી ઓછી બે હાથથી વધુ અવગાહનાવાળા સિદ્ધ થઈ શકે. જઘન્ય બે હાથની અવગાહનાવાળા સિદ્ધ થઈ શકે. અંતિમના પાંચ પ્રકાર ક્ષેત્ર અપેક્ષાએ છે. સામાન્ય રીતે મધ્યલોકમાંથી જ સિદ્ધ થવાય છે. પરંતુ ક્યારેક કોઈક જીવ મેરૂ પર્વતની ચૂલિકા પરથી પણ સિદ્ધ થઈ શકે છે. મેરૂપર્વતનો ઉપરનો ભાગ ઉર્વીલોકમાં ગણાય છે માટે ઊર્ધ્વલોકમાંથી સિદ્ધ થયા. ગણાય. અઘોલોક - અધોલોકના ક્ષેત્રની લંબાઈ સાત રજુથી કાંઈક અધિક ગણાય છે. સામાન્યતઃ ત્યાંથી પણ સિદ્ધગતિમાં ન જવાય. પરંતુ મહાવિદેહની બે વિજય મેરૂના રૂચક પ્રદેશોથી હજાર જોજન નીચે સુધી જાય છે. તિર્થ્યલોકની સીમા નવસો યોજના છે એનાથી આગળની સીમા અપોલોકની ગણાય છે. એટલે એ બે વિજયનું સો જોજનનું ક્ષેત્ર અધોલોકમાં ગણાય છે. ત્યાંથી જીવો સિદ્ધ થાય છે. એ બે વિજય કર્મભૂમિમાં જ ગણાય છે માટે ત્યાંથી જીવો સિદ્ધ થઈ શકે છે. તિóલોક - તિથ્યલોકમાં મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપ પ્રમાણે છે તિóલોક ૧૦૦૦ જોજનનો લાંબો છે. અને એમાં ૪૫ લાખ જોજન ક્ષેત્ર અઢી દ્વીપનું છે. જ્યાંથી કોઈ પણ જગ્યાએથી માનવ જીવ સિદ્ધ થઈ શકે છે. ૧૫ કર્મભૂમિમાંથી સૌથી વધારે માનવ જીવો સિદ્ધ થઈ શકે જયારે બાકીના ક્ષેત્રોમાંથી બહુ જૂજ. સમુદ્ર-નદી - આદિ ક્ષેત્રમાંથી પણ માનવ જીવ સિદ્ધ થઈ શકે છે. આ પ્રરૂપણા ‘જીવવિચાર રાસ થી જુદી છે. નંદીસૂત્રમાં ૨૧ સૂત્રમાં (ત્યાં ૨૧ લખ્યું છે પણ ૨૦મું સૂત્ર છે.) સિદ્ધના પંદર Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભેદ બતાવ્યા છે. (૧) તીર્થ સિદ્ધ - અરિહંત દ્વારા તીર્થની સ્થાપના થયા પછી મુક્ત થવાવાળા જીવો. (૨) અતીર્થ સિદ્ધ - તીર્થ - સ્થાપનાથી પૂર્વે મુક્ત થનાર જીવો. (૩) તીર્થંકર સિદ્ધ - તીર્થંકર થઈને મુક્ત થવાવાળા જીવો. (૪) અતીર્થંકર સિદ્ધ - તીર્થંકર પદવી પ્રાપ્ત કર્યા વગર સિદ્ધ થનાર જીવો. (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ - પોતાની રીતે કોઈપણ બાહ્ય નિમત્ત પામ્યા વગર દીક્ષા લઈને મુક્ત થવાવાળા જીવો. (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ - કોઈક નિમિત્તથી દીક્ષિત થઈને મુક્ત થવાવાળા જીવો. (૭) બુદ્ધબોહી સિદ્ધ - ગુરૂના ઉપદેશથી પ્રતિબોધ પામી દીક્ષિત થઈ મુક્ત થવાવાળા. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ - સ્ત્રી લિંગે મુક્ત થનાર જીવો. (૯) પુરૂષલિંગ સિદ્ધ - પુરૂષ લિંગે મુક્ત થનાર જીવો. (૧૦) નપુંસક લિંગ સિદ્ધ - નપુંસક લિંગે મુક્ત થનાર જીવો. (૧૧) સ્વલિંગ સિદ્ધ - જેન મુનિઓના વેશમાં મુક્ત થનાર જીવો. (૧૨) અન્યલિંગ સિદ્ધ - અન્ય તાપસ વગેરે સાધુવેશમાં મુક્ત થનાર જીવો. (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ - ગૃહસ્થના વેશમાં રહીને મુક્ત થનાર જીવો. (૧૪) એક સિદ્ધ - એક સમયમાં એક જીવ સિદ્ધ થાય તે. (૧૫) અનેક સિદ્ધ - ૧ સમયમાં અનેક જીવ સિદ્ધ થાય જ. ર, ઉત્કૃ. ૧૦૮ સિદ્ધ થઈ શકે. શ્રી પન્નવણા સૂત્રમાં પણ આ જ ક્રમ છે. જે તફાવત છે. તે પન્નવણાના વિભાગમાં દર્શાવ્યો છે. શ્રી દશવૈકાલિક સૂત્ર સાથે તુલના જેનાગમમાં ‘દશવૈકાલિક સૂત્ર’નો મહિમા અપરંપાર છે. આ સૂત્રના રચયિતા આચાર્ય શ્રી શ્યભવસૂરિ પ્રભુ મહાવીરના ચોથા પટ્ટધર હતા. એમણે દીક્ષિત થયેલા. પોતાના પુત્ર મનકનું છ મહિનાનું આયુષ્ય પોતાના જ્ઞાનથી જાણ્યું. એટલે એને વિશિષ્ટ આરાધના કરાવવા માટે વિભિન્ન પૂર્વોમાંથી “શ્રી દશવૈકાલિક સૂત્ર’નું નિર્મૂહણ કર્યું. જેના અધ્યયનથી મનકે સમ્યક્ આરાધના કરીને સમાધિપૂર્વક દેહ છોડ્યો. પછી એ સૂત્ર વિચ્છેદ કરવાને બદલે સંઘની વિનંતીથી મનક જેવા મુનિઓની આરાધનામાં નિમિત્ત બને એ માટે યથાવત્ રાખ્યું. આમાં સાધુ-સાધ્વીના આચાર અને ગોચરનું નિરૂપણ છે. ચાર અનુયોગમાંથી ચરણકરણાનુયોગ પ્રધાન સૂત્ર છે. આની રચના પહેલાં ‘શ્રી આચારાંગ સૂત્ર પ્રથમ ભણાતું, હવે આ પ્રથમ ભણાય છે. આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયન વગર દીક્ષા ન અપાતી પણ આની રચના પછી “છજીવણીયા’ અધ્યયનથી દીક્ષા અપાય છે. આ સૂત્ર પાંચમા આરાના છેડા સુધી ટકવાનું છે. એમાં Page #466 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૫૭ છજજીવણીયા અધ્યયનમાં જીવવિચારનું નિરૂપણ છે. છજીવણીયા એટલે ષજીવનિકાય અથવા છ કાય. શ્રામયનો આધાર છે આચાર. આચારનો ધર્મ છે અહિંસા. એટલે બધા જીવો. પ્રત્યે સંયમ. સંયમના સ્વરૂપને જાણવા માટે જીવ-અજીવનું જ્ઞાન આવશ્યક છે. પતનં ના તો કયા જ્ઞાનના વિકાસની સાથે સાથે અહિંસાનો વિકાસ થાય છે. સાધ્યના પહેલાં ચરણથી અહિંસાનો પ્રારંભ થાય છે અને સાધ્યની સિદ્ધના અંતિમ ચરણ પર એનો પૂર્ણ વિકાસ થાય છે. તેથી અહિંસાની સાધના માટે જીવ અને અજીવનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. જે આ અધ્યયનમાં પ્રરૂપવામાં આવ્યું છે. આ અધ્યયનમાં છ કાયના જીવોનું વર્ણન છે એમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાયુ, વનસ્પતિકાય અને ત્રસકાયના જીવોનું સંક્ષિપ્ત વર્ણન છે. ૧) પૃથ્વીકાય - કઠિનતા સ્વભાવવાળી પૃથ્વી જ જેનું શરીર છે તેને પૃથ્વીકાયિક કહે છે. તેમાં અનેક જીવો છે. તે સર્વની સતા પૃથક પૃથક છે. શસ્ત્ર પરિણત થયેલી પૃથ્વી અચિત્ત છે. બાકીની પૃથ્વી સચિત્ત છે. શસ્ત્ર પરિણતથી અચિત્ત થયેલી પૃથ્વી પર સાધુ આહાર-વિહાર આદિ ક્રિયા કરે તો તેના અહિંસા વ્રતના પાલનમાં કંઈ પણ ક્ષતિ આવતી નથી. ૨) અપકાય - દ્રવત્વ સ્વભાવવાળું જળ જ જેનું શરીર છે તેને અપકાયિક કહે છે. શેષ પૃથ્વીકાયવતું. તેઉકાય - ઉષ્ણતા સ્વભાવવાળું તેજ જ જેનું શરીર છે તે તેજસ્કાયિક છે. શેષ પૃથ્વીકાયવત્. ૪) વાયુકાય - ચલન સ્વભાવવાળો વાયુ જ જેનું શરીર છે તે વાયુકાયિક છે. શેષ પૃથ્વીકાયવતું. વનસ્પતિકાય - લતા, વૃક્ષ, ગુલ્મ આદિ વનસ્પતિ જ જેનું શરીર છે તેને | વનસ્પતિકાય કહે છે. વનસ્પતિકાયની છ મૂળ જાતિનો ઉલ્લેખ છે. ૧) અઝબીજવાળી - અગ્રભાગ જ જેનું બીજ છે જેની કલમ કરીને ઉગાડાય તે. ૨) મૂળબીજ - જેનું મૂળ જ બીજ હોય. તે વાવવાથી ઊગે. ૩) પર્વબીજ - જેના પર્વ - ગાંઠામાં બીજ હોય શેરડી વગેરે ૪) સ્કંધબીજ - જેના કંદજ બીજ હોય. ૫) બીજોત્પન્ન - જે બીજથી ઉત્પન્ન થાય ઘઉં ચોખા બાજરી વગેરે. ૬) સંમૂર્છાિમ તૃણ - વગેરે જે નિયત બીજ વગર માત્ર માટી અને પાણીથી ઉત્પન્ન થાય તે. ૬) જેને ઠંડી ગરમી આદિ દ્વારા ઉત્પન્ન થયેલી પીડાથી ત્રાસ થાય છે તે ત્રાસથથી બચવા હરવા ફરવાવાળી કાયા જેને પ્રાપ્ત થાય છે તેને ત્રસકાયિક કહે છે. ત્રસકાયમાં બેઈન્દ્રિયાદિ જીવોનું વર્ણન છે. આમ છ કાય જીવોની પૃથફ સત્તા અને સચેન્નપણાનું વર્ણન છે પછી Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત વનસ્પતિકાયનું વિશેષ વર્ણન છે અને ત્રસકાયમાં અંડજ, પોતજ આદિ આઠ ખાણનું વર્ણન છે તેમ જ બેઈન્દ્રિયાદિ જીવોનું સામાન્ય સ્વરૂપ આપ્યું છે. એ બધા જીવોને સાધુ મન-વચન-કાયાથી હણે નહિ, હણાવે નહિ, હણતાને રૂડું જાણે નહિ એવો. આદેશ આપવામાં આવ્યો છે. આમ, આ અધ્યયનમાં છ કાય જીવોનું સામાન્ય સ્વરૂપ બતાવીને એની જતના કરવાનું - જીવદયા પાળવાનું ફરમાન કર્યું છે. પૃથ્વીકાય આદિ જીવોને તે ભિક્ષુ કે ભિક્ષુણી જેમણે વિરક્ત થઈને સંયમના પચ્ચકખાણ લીધા છે તે દિવસે કે રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં કે જાગતાં તે જીવોને મન, વચન, કાયાથી કોઈ પણ રીતે હણે નહિ, હણાવે નહિ, હણતાને અનુમોદન આપે નહિ. પૃથ્વીકાય - સચેત પૃથ્વીકાય, માટી, શિલા, વગેરે પર હાથથી, પગથી, સળીથી, આંગળી વગેરેથી રેખા ન દોરે, ઘસે વગેરે નહિ. અપકાય - કૂવા આદિના પાણીને સ્પર્શે નહિ, ભીના વસ્ત્રોને નીચોવે, ઝાટકે કે તડકે સૂકવે નહિ. તેઉકાય - અંગારા વગેરેને પ્રજવલિત કરે નહિ, બુઝાવે નહિ. વાઉકાય - વાયુકાયના જીવોને - ચામરથી, પંખાથી, તાડપત્રના પંખાથી, કમળાદિના પાંદડાંથી, વૃક્ષની શાખાથી, શાખાના ખંડથી, મયુર પીંછીથી, મયુરપંખથી, વસ્ત્રથી, વસ્ત્રના છેડાથી, હાથ, મુખ આદિથી ફૂકે, ટૂંકાવે કે ફૂંકવાનું અનુમોદન ન કરે. વનસ્પતિ - બીજ વગેરે પર ઉઠ, બેસ શયનાદિ કરે નહિ. ત્રસકાય - બેઈન્દ્રિયાદિ જીવોની સમ્યફ પ્રકારે પ્રતિલેખન કરીને - પંજીને બાધા રહિત એકાંત સ્થાનમાં યત્નાથી મૂકે. કેવી રીતે જીવોને ન હણવા એ બતાવ્યું છે. છેદોપસ્થાપનીય ચારિત્ર આ અધ્યયનની પ્રતિજ્ઞા લઈને અંગીકાર કરાવવામાં આવે છે. જેને વડી દીક્ષા કહેવામાં આવે છે. ‘જીવવિચાર રાસ’માં છકાયના જીવોનું સામાન્ય સ્વરૂપ તેમજ તેના પર શરીરાદિ દ્વારોનું વિવરણ કરવામાં આવ્યું છે. અંડજ આદિ આઠ ખાણનું વર્ણન પણ છે તેમજ આ જીવો કેવી રીતે દુઃખ પામે છે અને તેમની જીવદયા પાળવી જોઈએ એનું પણ વર્ણન સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે. પણ આની જેમ પ્રતિજ્ઞાનો કોઈ ઉલ્લેખ નથી. તેમજ તેની સચિત્તતાને પૂરવાર કરવાપણું એટલે કે જીવસિદ્ધિ નો પણ નિર્દેશ નથી. Page #468 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪પ૯ સિદ્ધપંચાશિકા અને જીવવિચાર રાસનું તુલનાત્મક અધ્યયના સિદ્ધપંચાશિકા શ્રી આત્માનંદ ગ્રંથરત્નમાલા - ૧૬ મું રત્ન આ કૃતિના રચયિતા તપાગચ્છ ભટ્ટારક પુરંદર શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ છે. આ કૃતિ સિદ્ધપ્રાભૃત નામના ગ્રંથને આધારે રચાયેલી છે. એવું એની પહેલી ગાથામાં ‘સિરિસિદ્ધ ગ[િSાગો” ના પદથી સિદ્ધ થાય છે. ૧૫ પત્ર છે. આગળ પાછળ ગણતાં ૩૦ થાય. ૫૦ ગાથામાં રચાયેલી છે માટે એનું સિદ્ધ પંચાશિકા એવું નામ રાખવામાં આવ્યું છે. આ કૃતિમાં સિદ્ધનો ઉલ્લેખ કરીને પંદર દ્વારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૪થી ગાથામાં પંદર દ્વારોના નામનિર્દેશ-સત્પદપ્રરૂપણા કરીને એ પંદર કારોમાં કોનો કોનો સમાવેશ થાય છે. તેના બોલ બતાવ્યા છે, તેમજ ત્યાર પછી દરેક બોલવાળા એક સમયમાં કેટલા જીવો વધારેમાં વધારે સિદ્ધ થઈ શકે તેની દ્રવ્યમાન પ્રરૂપણા દ્રવ્યદ્વારમાં કરવામાં આવી છે. ક્ષેત્રદ્વાર આદિમાં નીચે મુજબના બોલ છે તે દરેક બોલમાં ૧ સમયમાં કેટલા જીવ સિદ્ધ થાય તે બતાવ્યું છે. ૧) ક્ષેત્રદ્વાર બોલ ૧ સમયમાં કેટલા જીવ સિદ્ધ થાય તે ઊર્ધ્વલોકમાંથી અધોલોકમાંથી ૨૦ તિસ્કૃલોકમાંથી સમુદ્રમાંથી જળમાંથી સોમનસ, ભદ્રસાલ, નંદનવનમાંથી (૭) પંડક વનમાંથી. પ્રત્યેક વિજયમાંથી ૩૦ અકર્મભૂમિ દરેકમાંથી (૧૦) કર્મભૂમિમાંથી ૧૦૮ (૧૧) ચૂલહિંમવંતાદિ પર્વતોમાંથી. કાળ દ્વાર અવસર્પિણીકાળના ૧લા, રજા,૬ઠ્ઠા આરામાં ૧૦ ૩જા, ચોથા આરામાં ૧૦૮ ચોથાના જન્મેલા પાંચમા આરામાં ૨૦ ઉત્સર્પિણી કાળના ૧,૨,૫,૬, આરામાં ત્રીજા, ચોથામાં ૧૦૮ ૧૦૮ ૧૦ ૧૦ ૧૦ Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ કૃત તીર્થંકર બંનેના ત્રીજા ચોથા આરામાં થાય 3) ગતિદ્વાર - ચારે ગતિમાંથી નીકળીને મનુષ્ય થઈને મોક્ષે જઈ શકે. કઈ ગતિના કયા બોલમાંથી નીકળેલા કેટલા જીવ મોક્ષે જઈ શકે તે કહે છે. નરક ગતિના - ૧લી, ૨જી, ૩જી, ૪થી નીકળેલા નારકીમાંથી નીકળેલા ૫મી, ૬ઠ્ઠી, ૭મીના નીકળેલાસિદ્ધ ન થાય તિર્યંચ ગતિમાંથી નીકળેલા/તિર્યંચ પંચેન્દ્રિયમાંથી નીકળેલા તિર્યંચાણીમાંથી નીકળેલા પૃથ્વી-અકાયમાંથી નીકળેલા વનસ્પતિકાયમાંથી ૪૬૦ તેઉ-વાઉ, વિફ્લેંદ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચે, જુગલ તિર્યંચના નીકળેલા મનુષ્ય ગતિમાંથી નીકળેલા - મનુષ્યમાંથી નીકળેલા મનુષ્યાણીમાંથી નીકળેલા દેવગતિ - ભવનપતિ દેવના નીકળેલા ભવનપતિ દેવીના નીકળેલા વાણવ્યંતર દેવના નીકળેલા વાણવ્યંતર દેવીના નીકળેલા જ્યોતિષી દેવના નીકળેલા પુરૂષ નપુંસક ૧૦ ૫ ૧૦ ૫ ૧૦ ૨૦ ૧૦૮ ૨૦ ૧ થી ૩ નરક અને વૈમાનિકમાંથી નીકળેલા તીર્થંકર પણ થઈ શકે. ૪) વેદ દ્વાર - (અહી લિંગને વેદના અર્થમાં લેવાનું છે. અવેદી હોય તે સિદ્ધ થાય) સ્ત્રી ૨૦ ૧૦૮ ૧૦ ૧૦૮ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ જ્યોતિષી દેવીના નીકળેલા વૈમાનિક દેવના નીકળેલા વૈમાનિક દેવીના નીકળેલા પુરૂષ મરીને પુરૂષ થાંય પુરૂષ મરીને સ્ત્રી થાય પુરૂષ મરીને નપુંસક થાય સ્ત્રી મરીને પુરૂષ થાય સ્ત્રી મરીને સ્ત્રી થાય ૪ ૧૦ ૧૦ ૧૦ ૪ S સ્ત્રી મરીને નપુંસક થાય નપુંસક મરીને પુરૂષ થાય સિદ્ધ ન થઈ શકે. ૧૦ ૨૦ Page #470 -------------------------------------------------------------------------- ________________ જ 8 થી જ ૧૦૮ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૬૧ નપુંસક મરીને સ્ત્રી થાય ૧૦ નપુંસક મરીને નપુંસક થાયા ૧૦ તીર્થકર સ્ત્રી અને પુરૂષ એ બંને વેદ (લિંગ)વાળા થઈ શકે. તીર્થ દ્વાર - તીર્થંકર તીર્થકરી - સ્ત્રી તીર્થકર પ્રત્યેકબુદ્ધ સ્વયંબુદ્ધ બુદ્ધબોહી ૧૦૮ ૬) લિંગ દ્વાર - દ્રવ્યથી ત્રણ પ્રકારના લિંગ હોય પણ ભાવથી તો બધા સ્વલિંગી જ હોય. ગૃહસ્થલિંગા પરલિંગ ૧૦ સ્વલિંગ ચારિત્ર દ્વાર - યથાખ્યાત ચારિત્રમાં જ સિદ્ધ થવાય છે છતાં તે જ ભવમાં પૂર્વાનુભૂત ચારિત્રની અપેક્ષાથી કોઈ ત્રણ, ચાર કે પાંચ ચારિત્ર પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે. તીર્થંકર નિયમા ત્રણ-સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરીને જ મોક્ષે જાય છે. (૧). સામાયિક સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એમ ૩ ચારિત્રવાળા ૧૦૮ (૨) સામાયિક, છેદોપસ્થાયનીય, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એમ ચાર ચારિત્રવાળા. પાંચે ચારિત્રવાળા. (પૂર્વોક્ત ચાર અને પાંચમું પરિહાર વિશુદ્ધ) ૧૦. (૪) સામાયિક, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાતા એ ચાર ચારિત્રવાળા (આ ગ્રંથની માન્યતા છે.) ૧૦ ૮) બુદ્ધ - સ્વયંબુદ્ધ, બુદ્ધબોહી અને પ્રત્યેકબુદ્ધ એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે. ત્રણેમાં બોધિ, ઉપધિ, શ્રત અને લિંગથી વિશેષતા હોય. (૧) સ્વયંભુદ્ધ બાહ્ય પ્રત્યે નિરપેક્ષ હોય તે સ્વયંબુદ્ધ - ગુરૂના ઉપદેશ વિના પોતાની મેળે જાતિસ્મરણ આદિ જ્ઞાનથી પ્રતિબોધ પામીને મોક્ષે જાય તે ૧૨ પ્રકારની ઉપધિ વસ્ત્ર પાત્રાદિ રાખે. પૂર્વનું જ્ઞાન હોય કે ન પણ હોય. સ્વયંબુદ્ધને જો પૂર્વનું જ્ઞાન હોય તો પછી દેવતા એમને લિંગ-વેશ આપે છે. અથવા ગુરૂ સાંનિધ્યથી પ્રાપ્ત કરે છે. જો એકાકી વિચારવામાં સમર્થ હોય તો તેમની ઈચ્છા પ્રમાણે એકાકીરૂપે વિચરે (વિહરે) છે. અથવા ગચ્છમાં રહે છે. જો એમની પાસે પૂર્વાધીત શ્રત ન હોય ૧૦૮ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૧૦ ૪૬૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત તો તેઓ નિયમા ગુરૂ સાન્નિધ્યમાં લિંગ પ્રાપ્ત કરે છે. ગચ્છમાં જ રહે છે. (ગચ્છને છોડતા નથી) (૨) પ્રત્યેક બુદ્ધ - કોઈ એક પદાર્થ - વૃષભાદિક - જોઈને પ્રતિબોધ પામવાથી મોક્ષે જાય તે તેઓ એકલા જ વિચરે ગચ્છવાસનો સ્વીકાર ન કરે તે બે પ્રકારના હોય છે. ઉત્કર્ષત (ઉત્કૃષ્ટ) અને જઘન્ય. ઉત્કૃષ્ટ નવ પ્રકારની ઉપધિ રાખવાવાળા, જઘન્ય-બે પ્રકારની ઉપાધિ રજોહરણ અને મુહપતિવાળા. પ્રત્યેક બુદ્ધને પૂર્વનું જ્ઞાન અવશ્ય હોય. તેમને જઘન્ય ૧૧ અંગનું ઉત્કૃષ્ટ દેશેઊણા દશ પૂર્વનું જ્ઞાન હોય. લિંગ-વેશ તેમને દેવતા આપે અથવા લિંગરહિતા પણ હોય. (૩) બુદ્ધબોહી - ગુરૂનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી ગુરૂ પાસે દિક્ષિત થઈને મોક્ષે જાય છે. બુદ્ધબોહી સ્ત્રી બુદ્ધબોહી પુરૂષા ૧૦૮ બુદ્ધબોહી નપુંસક પ્રત્યેક બુદ્ધ સ્વયં બુદ્ધ બુદ્ધી બોધિતા એટલે કે તીર્થકરી કે અન્ય સામાન્ય સ્ત્રીથી બોધ પામેલી સ્ત્રીઓ એક સમયે ૨૦ સિદ્ધ થાય સિદ્ધ પ્રાભૃતમાં કહ્યા પ્રમાણે બુદ્ધી બોધિત પુરૂષ, સ્ત્રી, નપુસંક પૃથફ ૨૦ સિદ્ધ થાય. ૯) જ્ઞાન દ્વાર - કેવળજ્ઞાનવાળા જ મોક્ષે જાય. પણ તે જ ભવમાં કોઈને પૂર્વે બે - ત્રણ – ચાર જ્ઞાન હોય છે. તીર્થકરને અવશ્ય ચાર જ્ઞાન કેવળજ્ઞાન પૂર્વે હોય. બે-જ્ઞાન (૧) મતિશ્રુત જ્ઞાનવાળાને કેવળજ્ઞાન થાય પછી મોક્ષે જાય તે ત્રણ જ્ઞાન (૨) મતિ-શ્રુત-અવધિશ્કેવળજ્ઞાન ૧૦૮ ત્રણ જ્ઞાન (૩) મતિ-શ્રુત-મન:પર્યવ+કેવળજ્ઞાના ૧૦ ચાર જ્ઞાન (૪) પાંચે પાંચ જ્ઞાન (ચાર જ્ઞાન+કેવળ) ૧૦) અવગાહના જઘન્ય બે હાથની અવગાહનાવાળા. ઉત્કૃષ્ટ (પરપ) ધનુષ્યની મરૂદેવી માતાનું પ્રમાણ મધ્યમ - વચ્ચેની અવગાહના ૧૦૮ ચવમધ્ય = (૨૬૨II ધનુષ્ય એવો ઉલ્લેખ પણ છે) ઉત્કર્ષ દ્વારઃ સમકિત પ્રાપ્ત થયા પછી, સમકિતથી વ્યુત - પડિવાઈ-થઈને જે જીવ ૧૦૮ Page #472 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૬૩ સંખ્યાત, અસંખ્યાત કે અનંતકાળ ભમીને પછી સમકિત પામીને મોક્ષે જાય અથવા તો અપડિવાઈ થઈને મોક્ષે જાય તેવા જીવો ૧ સમયમાં કેટલા મોક્ષે જાય તેની વાત કહે છે. ૧૨) અચ્યુત (અપડિવાઈ) સમકિતી પડિવાઈ થઈને અનંતકાળ ફરનાર પડિવાઈ થઈને અસંખ્યાતોકાળ ફરનાર પડિવાઈ થઈને સંખ્યાતોકાળ ફરનાર અંતર દ્વાર ૪ ૧૦૮ ૧૦ ૧૦ સાંતર-૧ યાવત્ ૧૦૮ જઘન્ય એક (સમયે) અથવા સાંતર સિદ્ધ થાય છે. ઘણાં-સૂત્રમાં જેમ દર્શાવ્યા છે તેમ દરેકના અલગ અલગ છે. સિદ્ધ ગતિમાં જવાનું જઘન્ય ૧ સમય એકઉત્કૃષ્ટ છ માસનું અંતર પડે. ૧૩) અનુસમય : જીવો લગાતાર કેટલાક સમય સુધી સિદ્ધ થયા પછી અવશ્ય અંતર પડે. જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી લગાતાર જીવો મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૧ સમય સુધી જઘન્ય ૧ થી ૧૦૩, ઉત્કૃષ્ટ૧૦૮સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૨ સમય સુધી જઘન્ય ૧ થી ૯૭, ઉત્કૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૩ સમય સુધી જઘન્ય ૧ થી ૮૫, ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૪ સમય સુધી જઘન્ય ૧ થી ૭૩, ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૫ સમય સુધી જઘન્ય ૧ થી ૬૧, ઉત્કૃષ્ટ ૭૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૬ સમય સુધી જઘન્ય ૧ થી ૪૯, ઉત્કૃષ્ટ ૬૦ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૭ સમય સુધી જઘન્ય ૧ થી ૩૩, ઉત્કૃષ્ટ ૪૮ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ૮ સમય સુધી જઘન્ય ૧ ઉત્કૃષ્ટ ૩૨સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. બીજી રીતે વિચારીએ તો આનો આશય એમ છે કે પહેલે સમયે જઘન્ય એક, બે અથવા ઉત્કૃષ્ટ ૩૨ સિદ્ધ થાય છે. બીજે સમયે પણ જઘન્ય એક-બે ઉત્કૃષ્ટ ૩૨ સિદ્ધ થાય છે. એમ ત્રીજાથી કરીને આઠમા સમય સુધી જાણવું. પછી અવશ્ય અંતર પડે. એ જ રીતે દરેકમાં (૭ થી ૧ સમયવાળા) જાણવું. ૧૪) ગણના દ્વાર - ગણતરી : એક સમયે જઘન્ય એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય. શ્રી નાભિના પુત્ર અભિજિત નક્ષત્ર અર્થાત્ ઋષભદેવના નિર્વાણ સમયે અભિજિત નક્ષત્રમાં એક સમયે એકસો આઠ સિદ્ધ થયા પછી ૧૦,૦૦૦ સાધુઓ ૧૦૮માંથી ઉણા એજ નક્ષત્રમાં સાન્તર ઘણાં સમય સુધી મોક્ષમાં ગયા. (એવું સંઘદાસગણિએ વસુદેવ હિંડીમાં લખ્યુ છે.) Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૫) અલ્પ બહત્વ દ્વારઃ એકસો આઠ સિદ્ધ થાય એવા જીવ સર્વથી થોડા હોય, તેના કરતાં એકસો સાતા જીવો મોક્ષે જાય તે વિશેષાધિક હોય. એમ ક્રમશઃ એક જીવ સિદ્ધ થાય ત્યાં સુધીના વિશેષાધિક હોય.એક સમયે સિદ્ધ થાય તેનાથી બે સમયે સિદ્ધ થનારા સંખ્યાતગુણા, ત્રણ સમયે સંખ્યાત ગુણા એમ ક્રમશઃ સમજવું. આમ, આ ૧૫ દ્વારનું દ્રવ્યમાન કહ્યું. હવે ક્ષેત્ર દ્વાર કહે છે. ક્ષેત્રથી સિદ્ધ ભગવાન લોકાગ્રે સિદ્ધશિલાની ઉપર સ્થિર છે. મનુષ્ય ક્ષેત્રમાંથી શરીરનો સર્વથા ત્યાગ કરીને ત્યાં સ્થિત થાય છે. ત્યાંથી અલોકમાં જતા નથી કારણ કે અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે માટે. | સ્પર્શના દ્વાર - વિક્ષિત સમયે સિદ્ધ થયેલા અનંતા સિદ્ધોને સ્પર્શ છે. દરેક જીવ અસંખ્યાતા પ્રદેશોની સ્પર્શના કરે છે. કાલ દ્વાર - પંદર દ્વારમાંથી જે દ્વારમાં જ્યાં જ્યાં એક સમયે એકસો આઠ સિદ્ધ થાય છે એવા બોલ છે તેમાં નિરંતર આઠ સમય સુધી સિદ્ધ થાય એમ જાણવું. ૧૦ અને ૨૦ સિદ્ધ થાય ત્યાં ચાર સમય સુધી બાકીના બધામાં બે સમય નિરંતર સિદ્ધ થાય એમ જાણવું. યવમત્રે ચાર સમય જાણવા. આમ સંક્ષિપ્ત વર્ણન પછી દરેક દ્વારના જેટલા જીવ સિદ્ધ થાય તે વિસ્તારથી બતાવ્યું છે. અંતર દ્વાર - આ દ્વારમાં ક્ષેત્રાદિ દ્વારોમાં આંતરું પડે તો કેટલું પડે એ બતાવ્યું છે. જંબુદ્વીપ અને ધાતકી ખંડ અને તેના ત્રણ વિદેહમાંથી સિદ્ધ થયા પછી આંતરૂ પડે તો પૃથક વર્ષનું, અર્ધપુષ્કર દ્વીપ અને તેના બે વિદેહમાં એક વર્ષ ઝાઝેરાનું આંતરું પડે, એ અઢીદ્વીપમાં પાંચ વિદેહ આશ્રી આંતરૂં બતાવ્યું છે. શ્રાવક કવિ ઋષભદાસે. પણ એ જ પ્રમાણે બતાવ્યું છે એમાં જે ફરક છે તે પાછળ તુલનામાં રજૂ કર્યો છે. ભાવ દ્વાર - બધા દ્વારમાં ક્ષાયક ભાવ છે. અલ્પબહુ–દ્વાર - આ દ્વારમાં દરેક દ્વાર આશ્રી અલ્પબદુત્વ બતાવવામાં આવ્યો છે. જે બોલમાં ચાર ચાર સિદ્ધ થાય છે. દશ દશ સિદ્ધ થાય છે તે પરસ્પર સમતુલ્ય છે. તેના કરતા ૨૦-૨૦ સિદ્ધ થાય તે તેના કરતા થોડા સંખ્યાતગુણા અને એકસો. આઠ સિદ્ધ થાય તે સંખ્યાતગુણા. ત્યાર પછી એ જ રીતે દરેક દ્વારનો અલ્પબદુત્વ બતાવ્યો છે. આમ, ‘સિદ્ધપંચાશિકામાં ૫૦ ગાથામાં સત્પદપ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વએ આઠ દ્વારનો અધિકાર છે. એ આઠ દ્વારમાં અનંતર સિદ્ધના ક્ષેત્રાદિ પંદર બોલનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. સિદ્ધના મુખ્યત્વે બે પ્રકાર છે. અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ. અનંતર સિદ્ધ - પ્રથમ સમય સિદ્ધ મુક્ત જીવો. જેનો સિદ્ધ થવાનો પહેલો જ સમય હોય તે. Page #474 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૬૫ પરંપર સિદ્ધ - પ્રથમ સમયે સિદ્ધ થયા તેનાથી પહેલા સિદ્ધ બનવાવાળા પર કહેવાય છે. એ પ્રમાણે અપ્રથમ સિદ્ધ - ક્રિસમય, ત્રિસમય યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંત સમય પહેલાં સિદ્ધ થયેલા બધા પરંપર સિદ્ધ કહેવાય. એમાંથી અનંતર જીવો આશ્રી પંદર દ્વારની પ્રરૂપણા કરીને એના સત્પદપ્રરૂપણ આદિ આઠ દ્વારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્યારે જીવવિચાર રાસ” માં એ પંદર દ્વાર પર આઠમાંથી બે અધિકાર - એટલે કે બીજું દ્રવ્ય પ્રમાણ અને છડું અંતર દ્વાર અર્થાત્ આંતરશ્નો વિચાર ગાથા ૩૨૮ થી ૩૯૭માં રજૂ થયો છે. સિદ્ધ પંચાશિકામાં ૧૫ દ્વાર પર બધા દ્વારા અલગ અલગ છે. જયારે અહીં પંદરે દ્વારમાં પહેલા દ્રવ્ય પ્રમાણ અને પછી આંતરૂં એમ દરેકમાં બંને દ્વાર ભેગા જ રજૂ કર્યા એ બંને દ્વારમાં જે તફાવત પ્રાપ્ત થાય છે. તે નીચે મુજબ છે. ક્ષેત્ર દ્વાર - સિદ્ધ પંચાશિકામાં - અધોલોકમાંથી પ્રત્યેક ૨૦ જીવ સિદ્ધ થાય (જો કે ત્યાં એમ ખુલાસો કરેલો છે કે સંગ્રહણી અને ઉત્તરાધ્યયનમાં ક્રમશઃ ‘વાવીસમોનો', રોકવીસા નહોલોજી' એમ બવીશ ભેદ છે.) પત્રાંક પ-એ જીવવિચાર રાસમાં બાવીશ. જીવ મોક્ષે જાય એમ કહ્યું છે. જો કે ઉત્તરાધ્યયનમાં પણ મૂળ પાઠમાં વીસનો જ ઉલ્લેખ છે પણ ઉપર બાવીશ કેમ કહ્યા છે? (કદાચ પાઠાંતર ભેદ હોઈ શકે.) જુઓ. ઘાસીલાલજી મહારાજ સાહેબનું ઉત્તરાધ્યયન ભાગ-૪, ૩૬ મું અધ્યયન પ૫ મી ગાથા પૃ.૭૯૬ ર૩ લો જ કે સમુકે, તો નને વીસ મ તલ ૨ | નદી આદિ જળમાંથી ચાર સિદ્ધ થાય એવું સિદ્ધ પંચાશિકામાં બતાવ્યું છે. જયારે કવિએ એનો ઉલ્લેખ કર્યો નથી. એવી જ રીતે ચૂલહિંમતવાદિ પર્વતો પરથી દશ સિદ્ધ થાય એનો પણ ઉલ્લેખ નથી. આંતરામાં કોઈ તફાવત નથી. કાળ દ્વાર - સિદ્ધ પંચાશિકામાં ૧૨ આરા તથા તીર્થંકર ક્યા આરામાંથી થાય તે જણાવ્યું છે. તેમ જ પાંચમા આરામાંથી જંબુ સ્વામી (ચોથાના જન્મેલા મોક્ષે ગયા) મોક્ષે ગયા એમ ઉલેખ્યું છે. આંતરામાં છ આરામાં જુગલકાળ આશ્રી દેશેઊણા ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમનું આંતરું છે. અવસર્પિણીના પ્રથમ ત્રણ અને ઉત્સર્પિણીના અંતિમ ત્રણ એમ છ આરામાં જુગલકાળ હોય. તેમ સંહરણ આશ્રી સંખ્યાતા હજાર વર્ષનું આંતરૂં હોય. જીવવિચાર રાસમાં - તીર્થકર ક્યા આરામાંથી મોક્ષ પામે તે નથી દર્શાવ્યું. તેમજ જંબુસ્વામીનો નામોલ્લેખ પણ નથી. આંતરામાં જુગલકાળનો નિર્દેશ નથી બાકી આંતરાનો કાળ બરાબર છે. વિશેષમાં અહીં કેટલા પ્રકારના જીવોનું સાહરણ થાય તે નિરૂપ્યું છે જે સિદ્ધ પંચાશિકામાં નથી. માત્ર સાહરણ આશ્રી એટલું જ છે. ગતિ દ્વાર સિદ્ધ પંચાશિકામાં નરક આદિ ગતિમાંથી જે મોક્ષે જાય છે એનું Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પ્રરૂપણ કરીને એના સિવાયના મોક્ષે ન જાય એમ પણ પ્રરૂપ્યું છે. આંતરૂં બધાનું પ્રરૂપ્યું છે. જીવવિચારમાં જેમાંથી નીકળેલા મોક્ષે જાય એ દર્શાવ્યું છે પણ બાકીના ન જાય એવો ઉલ્લેખ નથી. તેમ જ આંતરામાં પૃથ્વી, પાણી વનસ્પતિનો આંતરો નથી જે સિદ્ધ પંચાશિકામાં છે. તેમ જ સૌધર્મ, ઈશાન પહેલી, બીજી નરકના નીકળ્યા. સ્વયં કે ઉપદેશથી બોધ પામીને મોક્ષે જાય તો તેનો આંતરો સંખ્યાતા હજાર વર્ષનો છે આ વર્ણન જીવવિચાર રાસમાં નથી. જીવવિચારમાં પૃથ્વી-પાણી-વનસ્પતિ ત્રણેયના મળીને દશ સિદ્ધ થાય એમ બતાવ્યું છે. જે સિદ્ધ પંચાશિકામાં નથી. • વેદ દ્વારઃ બંનેમાં સરખો છે. પણ જીવવિચારમાં વૈમાનિકના આવ્યા પુરૂષવેદવાળા , ૧૦૮ સિદ્ધ થાય એમ ભાખ્યું છે પણ સિદ્ધપંચાશિકામાં એમ નથી. એટલે તિર્યંચમનુષ્યના પુરૂષવેદવાળા પણ સમજવાના. આંતરૂં - ‘સિદ્ધ પંચાશિકા'માં ત્રણે વેદ અને ત્રણે વેદથી ઉદ્ભવતા નવ ભાંગાનું આંતરૂં બતાવ્યું છે. જે જીવવિચાર રાસ’માં નથી બતાવ્યું. ત્યાં માત્ર ત્રણ વેદ આશ્રી જ આંતરૂં બતાવ્યું છે. નવ ભંગમાંથી આઠ ભંગનું આંતરૂં સંખ્યાતા હજાર વર્ષનું છે. પ્રથમ ભંગ પુરૂષવેદનો નીકળેલો પુરૂષવેદી થાય તેનું આંતરૂં એક વર્ષ સાધિક છે. | તીર્થ દ્વારઃ ‘સિદ્ધ પંચાશિકા’માં તીર્થ દ્વારમાં તીર્થકર, તીર્થંકરી, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ અને બુદ્ધબોહી એ પાંચમાંથી કેટલા સિદ્ધ થાય તે બતાવ્યું છે. આંતરું પણ એ બધાનું છે. પણ તીર્થકરી સિવાય બધાને પુરૂષવેદી માનવાના છે. જીવવિચાર રાસમાં માત્ર તીર્થંકર અને તીર્થકરીની જ પ્રરૂપણા છે. બીજી કોઈ પરૂપણા નથી. સિદ્ધ પંચાશિકા પ્રમાણે પ્રત્યેકબુદ્ધ ૧૦, સ્વયંબુદ્ધ - ૪, અને બુદ્ધબોહી ૧૦૮ સિદ્ધ થાય અને આંતરૂં પ્રત્યેકબુદ્ધનું સંખ્યાતા હજાર વર્ષનું પડી શકે તીર્થકરનું નવ હજાર પૂર્વનું, તીર્થકરીનું અનંત કાળનું પડે. બાકીનાનું એક વર્ષ ઝાઝેરું. લિંગ દ્વારઃ બંનેમાં દ્રવ્ય પ્રમાણ સરખું છે પણ આંતરામાં સિદ્ધ પંચાશિકામાં સ્વલિંગીમાં એક વર્ષ ઝાઝેરું ગૃહસ્થ અને અન્યલિંગમાં સંખ્યાતા હજાર વર્ષનું છે. જીવવિચાર રાસમાં માત્ર સ્વલિંગીનું છે બાકીનાનું નથી. ચારિત્ર દ્વારઃ ‘સિદ્ધ પંચાશિકા'માં ચયાખ્યાત ચારિત્રમાં જ સિદ્ધ થવાય છે છતાં તભવમાં પૂર્વાનુભૂત ચારિત્રની અપેક્ષાએ-ત્રણ-ચાર-પાંચ ચારિત્રવાળાનું દ્રવ્ય પ્રમાણ નિરૂપ્યું છે. અનુક્રમે ૧૦૮, ૧૦૮, દશ, દશ સિદ્ધ થાય. તીર્થંકર નિયમા ત્રણસામાયિક, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરીને જ મોક્ષે જાય. આંતરું- ત્રણ ચારિત્રવાળાને એક વર્ષ ઝાઝેરું. ચાર કે પાંચવાળાને ભરત-ઇરવતા આશ્રી (પરિહાર વિશુદ્ધ અને છેદોપસ્થાપનીય ભરત એ ઈરવતમાં જ હોય છે.) યુગલિક કાળ અપેક્ષાએ દેશે ઉણું ૧૮ ક્રોડા ક્રોડી સાગરોપમનું પડે. ચાર અને પાંચ Page #476 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૬૭ ચારિત્ર ભારત અને ઇરવતમાં પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનમાં જ હોય છે. જીવવિચાર રાસ’માં માત્ર એક યથાખ્યાત ચારિત્રની જ પ્રરૂપણા છે. બાકીનું કોઈ નિરૂપણ નથી. બુદ્ધ દ્વાર - સિદ્ધ પંચાશિકામાં - બુદ્ધબોધિ સ્ત્રી-૨૦, બુદ્ધીબોધિ તીર્થકરી કે સમાન્ય સ્ત્રીથી પ્રતિબોધ પામનાર) બોધિ - સ્ત્રી, પુરૂષ કે નપુંસક પૃથક ૨૦, બુદ્ધ બોધિતા પુરૂષ ૧૦૮, સ્ત્રી-૨૦, નપુંસક-૧૦ પ્રત્યેક બુદ્ધ-૧૦ અને સ્વયંબુદ્ધનો કોઈ ઉલ્લેખ નથી (સત્ય પ્રરૂપણમાં બુધ્ધ દ્વારમાં એનો ઉલ્લેખ વિશેષતા સહ છે.) આંતરૂં - બુદ્ધ બોધિત - પુરૂષનું એક વર્ષ ઝાઝેરું, સ્વયંબુદ્ધનું પૃથફત્વ હજારપૂર્વનું, બાકીનાનું સંખ્યાતા હજાર વર્ષનું. જીવવિચાર રાસ’માં પ્રત્યેક, બુદ્ધ-૧૦, સ્વયંબુદ્ધ-૪, બુદ્ધબોહી સ્ત્રી-૨૦, બુધબોધિ જીવ-૪૦, એટલા જ બોલ આપ્યા છે. બાકીના બોલ નથી આપ્યા. તેમજ બુદ્ધબોહી ૧૦૮ સિદ્ધ થાય તે અહીં ૪૦ છે. આંતરૂં બુદ્ધબોહી પુરૂષનું આંતરૂં એક વર્ષ ઝાઝેરું, પ્રત્યેબુદ્ધ, પ્રત્યેક બુદ્ધબોહી નારીનું એક હજાર વર્ષનું અને સ્વયંબુદ્ધનું નવ હજાર પૂર્વનું આંતરૂં બતાવ્યું છે. સિદ્ધ પંચાશિકા જેમાં સ્વયંબુદ્ધનું પૃથકત્વ હજાર પૂર્વનું અને પ્રત્યેકબુદ્ધ ને બાકીનાતું સંખ્યાતા હજાર વર્ષનું છે. જ્ઞાન દ્વારઃ બંનેની દ્રવ્ય પ્રમાણની પ્રરૂપણ અને આંતરાની પ્રરૂપણ સમાન છે. અવગાહનાદ્વાર સિદ્ધપંચાશિકામાં ઉત્કૃષ્ટ અવગાહના પ૨૫ ધનુષ્યની બતાવી છે. અને યવ મધ્યમાં ૨૬૨II ધનુષ્યની બતાવી છે. તે સિવાયનું બધું બરાબર છે. ‘જીવવિચાર રાસ’ માં ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્યની (આગમમાં પન્નવણાપદ-૨૦, ઉત્તરા.માં આ પ્રમાણે છે.) છે. મધ્યમમાં કાંઈ નથી દર્શાવ્યું. આંતરૂં થવા મધ્યમ અવગાહનાવાળાનું એક વર્ષ ઝાઝેરું. બાકીના બંનેનું અસંખ્યાંતાકાળનું છે ‘સિદ્ધ પંચાશિકા’માં પણ મધ્યમ અવગાહનાવાળાનું એક વર્ષ ઝાઝેરું છે. પણ બાકીના બંને માટે શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા પ્રદેશોને અપહરતા જેટલો સમય લાગે એટલા કાળનું છે. ત્યાં એમ કહ્યું છે કે ૧૪ રજુવાળા લોકને સાત ઘન રજુ પ્રમાણે કલ્પીને એની લાંબામાં લાંબી શ્રેણી-પ્રતર, વર્ગ એવા લક્ષણવાળી શ્રેણીના અસંખ્યાતા ભાગમાં રહેલા પ્રદેશોને અપહરતા જેટલો કાળ લાગે જે જીવવિચાર રાસ’માં નથી. ઉત્કર્ષ દ્વારઃ બંનેના સરખા છે. અંતર દ્વાર ઃ સરખા છે. બંનેના દ્રવ્ય પ્રમાણ સરખા છે સિદ્ધ પંચાશિકામાં આંતરામાં સાન્તર સિદ્ધ થાય એમ લખ્યું છે “જીવવિચાર રાસ’માં આંતરૂં નથી બતાવ્યું. અનુશમય દ્વારઃ “સિદ્ધ પંચાશિકા'માં લગાતાર કેટલાક સમય સિદ્ધ પછી અંતર પડે. તેમાં પ્રથમ એક સમયે જઘન્ય ઉત્કૃષ્ટ કેટલા સિદ્ધ થાય એ બતાવ્યું છે. ક્રમશઃ આઠ સમય સુધીના જઘન્ય-ઉત્કૃષ્ટ સિદ્ધની સંખ્યા બતાવી છે જયારે ‘જીવવિચાર Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત રાસ’માં પહેલાં લગાતાર આઠ સમય સુધી એકસો આઠથી વધારે સિદ્ધ ન થાય એમ ક્રમશઃ ઘટતા સાતથી એક સમયમાં કેટલા સિદ્ધ થાય તે બતાવ્યું છે. જઘન્ય સંખ્યા નથી બતાવી. આંતરૂં નથી. ગણના ગુણણા દ્વાર ઃ બંનેમાં જઘન્ય એક સમયે એક સિદ્ધ, ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય એની ગણતરી છે. વિશેષમાં ‘સિદ્ધ પંચાશિકા'માં ઋષભદેવના નિર્વાણ સમયે અભિજિત નક્ષત્રમાં એક સમયે એકસો આઠ (૧૦૮) સિદ્ધ થયા પછી, ૧૦,૦૦૦ સાધુઓ ૧૦૮માંથી ઊણા એ જ નક્ષત્રમાં સાન્તર-ઘણા સમય સુધીમાં મોક્ષે ગયા એવું વસુદેવહીંડીના આધારે લખ્યું છે. જેનો કોઈ નિર્દેશ ‘જીવવિચાર રાસ’માં નથી. આંતરૂં નથી. એક કે અનેક સિદ્ધ થાય તેનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાતા હજાર વર્ષનું છે એવું સિદ્ધ પંચાશિકામાં બતાવ્યું છે. અલ્પબહુત્વદ્વાર ઃ સિદ્ધ પંચાશિકામાં તથા જીવવિચારમાં સરખું જ વર્ણન છે. બંનેમા આંતરૂં નથી. આમ, સમગ્રત ઃ જોતાં શ્રાવક કવિ ઋષભદાસ સિદ્ધપંચાશિકાને અનુસર્યા હોવા છતાં એના સત્પ્રરૂપણાદિ આઠ દ્વારમાંથી માત્ર બે જ દ્વારનું વર્ણન કર્યું છે. એમાં ઘણી ખરી સમાનતા છે. છતાં ક્યાંક ક્યાંક અલગ પણ પડ્યા છે. કોઈક બાબતમાં આગમને પણ અનુસર્યા છે તેથી પણ અલગ પડયા છે. કોઈ બાબત ચૂકાઈ ગઈ પણ છે. તો પણ જેટલું લીધું છે એમાં ઘણું ખરૂં સમાન છે. શ્રી પન્નવણા સૂત્રના ત્રીજા અલ્પબહુત્વ પદની તુલના અલ્પબહુત્વ એટલે થોડા જીવોથી લઈને ઘણાં જીવો જ્યાં હોય એ પ્રમાણે સરખામણી કરવી તે. ચોથા ઉપાંગ શ્રી પન્નવણા સૂત્રમાં ત્રીજા પદમાં દિશા, ગતિ, ઈન્દ્રિય આદિ સત્યાવીશ દ્વારો વડે જીવોનો અલ્પબહુત્વ બતાવ્યો છે. તેમાંથી કવિએ માત્ર અહીં કેટલાક બોલના અલ્પબહુત્વ પ્રરૂપ્યા છે. દિશા સંબંધીનો અલ્પબહુત્વ ૪૨૬મી ગાથાથી ૪૫૬મી ગાથા સુધી પ્રરૂપ્યો છે. પન્નવણા અનુસાર ચારે દિશામાંથી સૌથી ઓછા જીવો પશ્ચિમ દિશામાં છે, તેનાથી પૂર્વમાં વિશેષાધિક છે, તેનાથી દક્ષિણમાં વિશેષાધિક છે અને તેનાથી ઉત્તર દિશામાં સૌથી વિશેષાધિક. એવા પત્રવણાના મૂળ પાઠને અનુસરીને કરવામાં આવ્યો છે. અહીં પૂર્વ પશ્ચિમ આદિ ક્ષેત્ર દિશા અનુસાર ચાર દિશાની વાત કરી છે. આ અલ્પબહુત્વ બાદર જીવોની અપેક્ષાએ સમજવાનો છે. સૂક્ષ્મ જીવો આખા લોકમાં વ્યાપ્ત હોવાને કારણે પ્રાયઃ બધા સ્થળે સરખા છે. બાદર જીવોમાં પણ વનસ્પતિકાય જીવો સર્વથી વધારે છે કારણ કે તે જીવો હંમેશાં અનંતની સંખ્યામાં જ હોય છે. તેથી જ્યાં વનસ્પતિકાયના જીવો હોય ત્યાં ઘણાં જીવ હોય, જ્યાં અલ્પ વનસ્પતિકાય હોય ત્યાં અલ્પ જીવો હોય. વળી જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિના જીવો બહુ હોય Page #478 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર પશ્ચિમ - પૂર્વ BI વેદિકા દક્ષિણ લવણસમુદ્ર યોજન ૦ '૮૮ યોજન જંબૂદ્વીપ ૧૨,૦૦૦ યોજન સૌજન્યઃ અલૌકિક લોકદર્શન Page #479 -------------------------------------------------------------------------- ________________ ગોમદ રત્ન આકાર ના કમળ વાવ લવણસમુદ્ર સુસ્થિત દેવ વેદિકા ટા યોજન ગીતમ દ્વીપ સુસ્થિત દેવનો આવાસ ૮૮॥ યોજન પશ્ચિમ ૧૨,૦૦૦ યોજન ગોતીથ ઉત્તર - દક્ષિણ જંબુદ્રીપ પૂર્વ Page #480 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૬૯ છે કારણ કે પાણીમાં પનક, સેવાળ આદિ અનંતા જીવ હોય છે. જે સૂક્ષ્મ અવગાહનાના કારણે દેખાતા નથી. કહ્યું પણ છે ને કે 'ગલ્ય ગવંતભંવ જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિ હોય. સમુદ્રાદિમાં પુષ્કળ પાણી હોય છે અને સમુદ્રો દ્વીપથી બમણાં વિસ્તારમાં છે. તે સમુદ્રમાં પણ પ્રત્યેક પૂર્વ અને પશ્ચિમ દિશાએ અનુક્રમે ચન્દ્ર અને સૂર્યના દ્વીપો છે જેટલા ભાગમાં ચંદ્ર સૂર્યના દ્વીપો છે તેટલા ભાગમાં પાણીનો અભાવ હોય છે. પાણીના અભાવથી વનસ્પતિનો પણ અભાવ હોય છે. પરંતુ પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનો આવાસ ગોતમ નામનો દ્વીપ લવણસમુદ્રમાં અધિક છે. ત્યાં પાણીના અભાવથી વનસ્પતિકાયનો અભાવ છે. માટે સર્વથી થોડા વનસ્પતિકાયિકો પશ્ચિમ દિશામાં છે. તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે કેમ કે ત્યાં ગોતમ દ્વીપ નથી તેથી તેટલા અંશે અધિક જીવો હોય છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કેમ કે ત્યાં ચંદ્રસૂર્યના પ્રીપો નથી અને તે નહિ હોવાથી પુષ્કળ પાણી હોય છે. પાણીની પુષ્કળતાથી વનસ્પતિકાયિકો પણ ઘણાં હોય છે. માટે વિશેષાધિક છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક જીવો છે કારણ કે સંખ્યાતા યોજન પ્રમાણવાળા દ્વીપોમાંના કોઈ દ્વીપોમાં લંબાઈ અને પહોળાઈ વડે સંખ્યાતા ક્રોડ યોજન પ્રમાણ માનસ સરોવર હોય છે. તેથી દક્ષિણ દિશાની અપેક્ષાએ ઉત્તર દિશામાં ઘણું પાણી છે અને ઘણું પાણી હોવાથી ઘણાં વનસ્પતિકાયિકો હોય છે. પુષ્કપળ શંખ વગેરે બેઈન્દ્રિયો હોય છે, તટ પર પડેલા શંખાદિના ફ્લેવરને આશ્રયે કીડી વગેરે ઘણાં તેઈન્દ્રિયો હોય છે. પદ્મ (પદ્મ) વગેરેમાં ઘણાં ભમરાદિ ચોરેન્દ્રિય હોય છે અને ઘણાં મત્સ્ય વગેરે પંચેન્દ્રિયો પણ હોય છે. માટે ઉત્તર દિશામાં વિશેષાધિક જીવો કહ્યા છે. એમ દિશાને અનુસરી સામાન્યતઃ જીવોનું અલ્પબદુત્વ કહ્યો. એ જ વાત જીવ વિચાર રાસ’માં ૪૨૭/૪૨૮ મી ગાથામાં કહી છે. ત્યારબાદ ૪૨૯ થી ૪૩૪ મી ગાથામાં એનો વિસ્તાર કહ્યો છે. જે ઉપર ટીકાર્યમાં બતાવ્યો તે જ પ્રમાણે છે. પરંતુ કવિની વિશેષતા એટલી છે કે એમાં ગોતમ દ્વીપનું પરિમાણ સહિત વિવેચન કર્યું છે. ગોતમ દ્વીપ ૧૦૭૬ જોજન ઊંચો છે. ૧૨૦૦ જોજન પહોળો છે. તે લવણસમુદ્રમાં છે તે દ્વીપમાં સાગરનું પાણી નથી. ત્યાં પશ્ચિમ દિશામાં પાણીના જીવા થોડા છે. કવિએ આ પન્નવણા સૂત્રના બીજા, ત્રીજા સૂત્રનો વિસ્તાર કરેલો જણાયા છે. જ્યારે આવું જ વર્ણન પન્નવણા ત્રીજા સૂત્રની ટીકામાં છે. શ્રી પન્નવણાના બીજા સૂત્રમાં પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરોનો દિશા સંબંધી અલ્પબદુત્વ કહ્યો છે. જે નીચે મુજબ છે. | દિશાની અપેક્ષાએ દક્ષિણ દિશામાં સૌથી થોડા પૃથ્વીકાયિકો છે. તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. તેથી પૂર્વ દિશામાં વિશેષાધિક, તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. દિશાનો અનુસરીને સૌથી થોડા અપ્રકાયિકો પશ્ચિમ દિશામાં છે. તેથી પૂર્વમાં વિશેષાધિક, તેથી દક્ષિણમાં વિશેષાધિક અને તેથી ઉત્તરમાં વિશેષાધિક હોય છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત દિશાને અનુસરી સૌથી થોડા તેજસ્કાયિકો દક્ષિણ અને ઉત્તર દિશામાં હોય છે, તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે, અને તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરીને સૌથી થોડા વાયુકાયિક જીવો પૂર્વ દિશામાં છે, પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, ઉત્તર દિશામાં વિશેષાધિક છે અને દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરીને સૌથી થોડા વનસ્પતિકાયિકો પશ્ચિમ દિશામાં છે, પૂર્વ દિશામાં વિશેષાધિક, દક્ષિણ દિશામાં વિશેષાધિક અને ઉત્તર દિશામાં વિશેષાધિક છે. હવે વિશેષપણે જીવોનો અલ્પબદુત્ત્વ કહે છે. વિજ્ઞાન દિશાને અનુસાર પૃથ્વીકાયિકોનો વિચાર કરતાં સૌથી થોડા પૃથ્વીકાયિકો દક્ષિણ દિશામાં છે કારણ કે જયાં ઘન - નક્કર ભાગ છે ત્યાં ઘણાં પૃથ્વીકાયિકો હોય છે. જયાં સુષિર - પોલાણ છે, ત્યાં થોડા હોય છે. દક્ષિણ દિશામાં ભવનપતિના ઘણાં ભવનો અને ઘણાં નારકાવાસો છે તેથી ઘણાં પોલાણ ભાગનો સંભવ છે, માટે દક્ષિણ દિશામાં સૌથી થોડા પૃથ્વીકાયિકો છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે ઉત્તર દિશામાં દક્ષિણ દિશા કરતા થોડા ભવનો અને થોડા નરકાવાસો છે. તેથી અધિક ઘન ભાગનો સંભવ હોવાથી ઘણાં પૃથ્વીકાયિકો છે માટે વિશેષાધિક કહ્યા છે. તેથી પણ પૂર્વ દિશામાં વિશેષાધિક છે કેમ કે ત્યાં ચંદ્ર સૂર્યના દ્વીપો આવેલા છે. તેથી પણ પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે કારણ કે જેટલા સૂર્ય અને ચન્દ્રના દ્વીપો પૂર્વમાં છે એટલા જ પશ્ચિમમાં છે. પણ લવણસમુદ્રમાં પશ્ચિમ દિશાએ ગૌતમ નામે દ્વીપ અધિક છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. આમ, દિશાની અપેક્ષાએ પૃથ્વીકાયિકોનો અલ્પબહત્વ કહ્યો હવે અપ્લાયિકોનો અલ્પબદુત્વ કહે છે. સૌથી થોડા અષ્કાયિકો પશ્ચિમ દિશામાં છે. કારણ કે ગોતમાં દ્વીપના સ્થાને અપ્નાયિકો નથી. તેથી વિશેષાધિક પૂર્વ દિશામાં છે. કારણ કે ત્યાં ગોતમ દ્વીપ નથી તેથી પણ વિશેષાધિક દક્ષિણ દિશામાં છે, કારણ કે ત્યાં ચદ્ર અને સૂર્યના દ્વીપો નથી. તેથી પણ ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં માનસ સરોવર છે. દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં સૌથી થોડા તેજસ્કાયિકો છે કારણ કે મનુષ્ય ક્ષેત્રમાં જ બાદર તેજસ્કાયિકો છે. બીજે સ્થળે નથી. તેમાં પણ જ્યાં ઘણાં મનુષ્ય છે ત્યાં ઘણાં તેજસ્કાયિકો હોય છે. કારણ કે ત્યાં વિશેષતઃ રાંધવા વિગેરે ક્રિયાનો સંભવ છે. દક્ષિણ દિશામાં પાંચ ભરતમાં અને ઉત્તર દિશામાં પાંચ ઇરવતમાં ક્ષેત્ર થોડું હોવાથી થોડા મનુષ્યો છે તેથી તેજસ્કાયિકો પણ થોડા છે. કારણ કે ત્યાં અલ્પ રાંધવા વગેરેની ક્રિયાનો સંભવ છે. તેથી સૌથી થોડા દક્ષિણ અને ઉત્તર દિશામાં તેજસ્કાયિકો છે, અને સ્વસ્થાનની અપેક્ષાએ પ્રાયઃ સરખા છે. તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે. કેમ કે ક્ષેત્ર સંખ્યાતગણું છે. ત્યાંથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. કારણ કે અધોલોકિક ગ્રામોમાં ઘણાં મનુષ્યો છે. અહીં જ્યાં પોલાણ છે ત્યાં વાયુ હોય છે અને ઘન - નક્કર ભાગ છે ત્યાં વાયુનો અભાવ છે તેમાં પૂર્વ Page #482 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૭૧ દિશામાં પુષ્કળ ઘનભાગ છે માટે ત્યાં થોડા વાયુ હોય છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે ત્યાં અધોલોકિક ગ્રામનો સંભવ છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં ભવન અને નરકાવાસા ઘણાં હોવાથી અધિક પોલાણ છે તેથી પણ દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કેમ કે ઉત્તર દિશા કરતાં દક્ષિણ દિશામાં ઘણાં ભવનો અને નરકાવાસા છે. જયાં ઘણું પાણી છે. ત્યાં પનક વગેરે ઘણી અનંતકાયિક વનસ્પતિઓ હોય છે, શંખ વગેરે બેઈન્દ્રિય જીવો ઘણાં હોય છે. પિંડરૂપ થયેલા સેવાળાદિને આશ્રયે રહેલા કુંથુ વગેરે તેઈન્દ્રિય જીવો ઘણાં હોય છે. પદ્મ વગેરેને આશ્રિત ભ્રમર વગેરે ચોરેન્દ્રિય જીવો ઘણો હોય છે માટે વનસ્પતિકાયિકથી માંડીને ચોરેન્દ્રિય સુધીના સૂત્રો અપ્લાયિક સૂત્રની પેઠે વિચારવા. શ્રાવક કવિ ઋષભદાસે જીવ વિચાર રાસમાં ૪૩પમી ગાથામાં વેદવિચાર દર્શાવ્યો છે પણ તે દિશાની અપેક્ષાએ નથી સામાન્યપણે લખ્યો હોય એમ જણાય છે. જલના જીવ થોડા ને વનતુચ્છ અપાર તિર્યંચ, પંચેન્દ્રિય વળી વિકેંદ્રિય પણ ત્યાં થોડા હોય.” ત્યાં કદાચ ૧૦ ભેદ-અપકાય, વનસ્પતિકાય, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પચેંદ્રિય પાંચ એમ દશ ભેદના ભાવ આપકાચિક્વત્ છે એમ કહેવા માંગતા હોય એવું લાગે છે. ગાથા ૪૩૬ થી ૪૪૩ માં પૃથ્વીકાયના જીવો, મનુષ્યો; તેઉકાય અને સિદ્ધગતિમાં જવાવાળા મનુષ્યોની અપેક્ષાએ અલ્પબદુત્વ બતાવ્યો છે. ૪૪૩મી. ગાથામાં વાઉકાય અને વ્યંતરદેવોની અલ્પબહુતત્વ બતાવ્યો છે. ૪૪૫ થી ૪૪૭માં પણ વ્યંતર દેવનું અને વાયરાનું વર્ણન છે. પૂર્વ કરતા પશ્ચિમમાં વધારે છે કારણ કે અધોલોકમાં વાણવ્યંતરના આવાસ ઘણાં છે તેથી ત્યાં વાયુ ને વ્યંતર વધુ છે. તેનાંથી ઉત્તરમાં બહુ ભવનપતિના ભવન છે તેમાં પોલાણ ઘણી છે. તેથી ત્યાં વાયુકાયના જીવ ઘણાં હોય. તેથી દક્ષિણ દિશામાં વાયુકાયના જીવ અને વ્યંતર દેવ ઘણાં હોય. એ દિશામાં ભવનો ઘણાં છે માટે. શ્રી પન્નવણામાં વાયુનું વર્ણન સૂત્ર બીજામાં અને વ્યંતરનું વર્ણન સાતમા સૂત્રમાં છે. માનવનું વર્ણન ઉઠ્ઠા સૂત્રમાં બતાવ્યું છે. તે આ પ્રમાણે છે. સૌથી થોડા મનુષ્યો દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. કારણ કે પાંચ ભરત અને પાંચ ઇરવત ક્ષેત્ર નાના છે, તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે. કારણ કે તે ક્ષેત્ર સંખ્યાતગણું મોટું છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે કારણ કે સ્વાભાવિક રીતે અધોલૌકિક ગ્રામોને વિષે મનુષ્યોની સંખ્યા ઘણી છે. કવિએ એ જ વાત અહીં બતાવી છે કે ગાથા ૪૪૧ પૂર્વ થકી હવઈ પરડીમ દિસિં જીવ ઘણાં તે કારણ કસિ ગાથા ૪૪૨ મેર થકી હવ જોઆણ હજાર, ઢાલ ભોમતી હાથ છઈ અપાર. મેરૂથી (સમભૂતળ પૃથ્વીથી) હજાર જોજન સુધી ઢાળવાળી જમીન હાથની જેમ અપાર છે ત્યાં મહાવિદેહના ઘણાં ગામ છે, તેથી ત્યાં માનવના બહુ કામ છે, તેથી ત્યાં અગ્નિકર્મ પણ બહુ થાય છે અને ઘણાં જીવો મુક્તિ પામે છે તેથી ત્યાં માનવી, Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અગ્નિકાય અને સિદ્ધ થનારા જીવો ઘણાં છે. અનિકાયનો અલ્પબહત્વ બીજા સૂત્રમાં છે. સિદ્ધ સંબંધી અલ્પબહત્વ આઠમા સૂત્રમાં બતાવ્યો છે. સિદ્ધ સંબંધી સૂત્ર તથા ટીકાર્ય - दिसाणुवाएणं सव्वत्थोवा सिद्ध दाहिण उत्तरेणं. પુરરિઝમે સરા , પદ્ગથિને દિવસે સફિયા | સૂ૮1988| પૃ.૧૬૯ દિશાની અપેક્ષાએ સૌથી થોડા સિદ્ધો દક્ષિણ અને ઉત્તર દિશાએ છે, તેથી પૂર્વમાં સંખ્યાતગુણા છે અને પશ્ચિમમાં વિશેષાધિક છે. I૮ ૧૪૪ll. ટીકાર્ય - સિદ્ધો દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં થોડા છે કારણ કે અહીં (સિદ્ધગતિમાં) મનુષ્યો જ સિદ્ધ થાય છે, બીજા જીવો સિદ્ધ થતા નથી. મનુષ્યો પણ સિદ્ધ થતા છેલ્લા સમયે જે આકાશ પ્રદેશોને અવગાહી રહેલા છે તેટલા આકાશ પ્રદેશોને અવગાહી સમશ્રેણીએ ઉપર જાય છે જરા પણ આડા અવળા જતા નથી. અને તે જ આકાશ પ્રદેશોને અવગાહી ઉપર રહે છે. તેમાં દક્ષિણ દિશાએ પાંચ ભરતા અને ઉત્તર દિશાએ પાચ ઈરવત ક્ષેત્રમાં અલ્પ મનુષ્યો સિદ્ધ થાય છે કારણ કે ક્ષેત્ર અલ્પ છે અને સુષમ સુષમાદિ કાળમાં તો સિદ્ધિનો અભાવ છે માટે તે ક્ષેત્રમાંથી સિદ્ધ થયેલા સૌથી થોડા છે. તેથી પૂર્વ દિશાએ સંખ્યાતગુણા છે કારણ કે ભારત એ ઈરવતા ક્ષેત્ર કરતાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર સંખ્યાતગુણ છે. તેથી તેમાં રહેલા મનુષ્યો પણ સંખ્યાતગુણા છે અને તેઓ સર્વકાળે સિદ્ધ થાય છે તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે કારણ કે અધોલૌકિક ગામોમાં મનષ્યની અધિક સંખ્યા છે. શ્રી પન્નવણા સૂત્ર - ચોથું સૂત્ર. દિશાને અનુસરીને સૌથી થોડા નેરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે અને દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. એમ બધી નરકો વિશે જાણવું. સાતમી તમતમાં નારકીમાં ત્રણ દિશા કરતા દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણા છે. તેથી છઠ્ઠી તમઃપ્રભા નારકીમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દિશાના નારકી અસંખ્યાતગુણ, તેથી દક્ષિણ દિશાના અસંખ્યાતગુણા છે. તેનાથી પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાના અસંખ્યાતગુણા તેનાથી દક્ષિણદિશાના અનંતગુણા તેનાથી ચોથી પંકપ્રભાના પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાના નેરયિકો અસંખ્યાતગુણા તેનાથી દક્ષિણ દિશાના નેરયિકો અસંખ્યાતગુણા તેનાથી ત્રીજી વાલુપ્રભાના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે તેનાથી બીજી શર્કરા પ્રભાના નેરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. તેનાથી રત્નપ્રભા પૃથ્વીના નરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે તેથી દક્ષિણ દિશામાં અનંતગુણા છે ||૪|| ૧૪૦ || ટીકાર્ય - નરયિક સૂત્રમાં સૌથી થોડા નેરયિકો પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાએ Page #484 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૭૩ હોય છે. કારણ કે ત્યાં પુષ્પાવકીર્ણ નરકાવાસો અલ્પ છે, એ પ્રાયઃ ઘણાં સંખ્યાતા યોજન વિસ્તારવાળો છે. તેથી દક્ષિણ દિશામાં રહેલા નૈરયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે કૃષ્ણપાક્ષિક જીવો ઘણાં દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણેજીવો બે પ્રકારના છે કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક તેનું આ લક્ષણ છે - "जेर्सि अवड्ढो पुग्गलपरियहो सेसओ य संसारो ते सुक्कपक्विया खलु અર્િ પુન વવવવી 3. I' જેઓને અપાર્ધ કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્તન સંસાર બાકી હોય તે શુક્લપાક્ષિક અને અધિક સંસાર બાકી હોય તે કૃષ્ણપાક્ષિક. શુક્લપાક્ષિક થોડા છે કારણ કે અલ્પસંસારી થોડા હોય છે. તેથી કૃષ્ણપાક્ષિક ઘણાં હોય. અઘિક સંસારી ઘણાં હોય છે. કૃષ્ણપાક્ષિકો ઘણાં તથા સ્વભાવથી દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. બાકીની દિશામાં ઉત્પન્ન થતા નથી તેના તથાસ્વભાવને પૂર્વાચાર્યોએ આ પ્રમાણે યુક્તિવડે પુષ્ટ કર્યા છે. તે આ પ્રમાણે - કૃષ્ણપાક્ષિકો દીર્ઘ સંસારવાળા હોય છે. દીર્ઘસંસારી ઘણાં પાપના ઉદયથી થાય છે, બહુ પાપના ઉદયવાળા ક્રૂરકર્મવાળા હોય છે અને ક્રૂરકર્મવાળા પ્રાયઃ તથાસ્વભાવથી તદ્ભવ મોક્ષગામી છતાં દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે બીજી દિશામાં ઉત્પન્ન થતા નથી કહ્યું પણ છે કે "पायमिह क्रूरकम्मा भवसिद्धिया वि दाहिणिल्लेसु । नेरइयतिरियमणुयासुराइठाणेसु गच्छन्ति ।” પ્રાયઃ ક્રૂરકર્મવાળા જીવો ભવ્ય છતાં પણ દક્ષિણ દિશામાં નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને અસુરાદિક સ્થાનકોમાં જાય છે. તેથી દક્ષિણ દિશામાં ઘણાં કૃષ્ણપાક્ષિક જીવોની ઉત્પત્તિનો સંભવ હોવાથી અને પૂર્વે કહેલા બંને કારણોથી (દક્ષિણ દિશામાં ઘણાં કૃષ્ણપાક્ષિક જીવોની ઉત્પત્તિનો સંભવ હોવાથી અને તેમાં ઘણાં નરકાવાસો અસંખ્યાતા યોજનના વિસ્તારવાળા હોવાથી) પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નૈરયિકો સંખ્યાતગુણા છે. જેમ સામાન્યતઃ નૈરયિકોનો દિશાનો આશ્રયી અલ્પબહુત્વ કહ્યો તેવી રીતે રત્નપ્રભાદિ દરેક નરક પૃથ્વીના નૈરયિકોને કહેવો, કારણ કે બધે યુક્તિની સમાનતા છે. એ પ્રમાણે દરેક પૃથ્વીઓનો દિશાની અપેક્ષાએ અલ્પબહુત્વ કહ્યો. હવે સાતે નરક પૃથ્વીઓનો દિશા આશ્રી અલ્પબહુત્વ કહે છે - સાતમી નરક પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિકો અસંખ્યાતગુણા છે. તેથી તમઃપ્રભા નામે છઠ્ઠી પૃથ્વીના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં અસંખ્યાતગુણા છે કારણ કે અહીં સર્વોત્કૃષ્ટ પાપ કરનારા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને તેથી હીન અધિક હીન પાપકર્મ કરનાર છઠ્ઠી વગેરે નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. સર્વોત્કૃષ્ટ પાપ કરનાર સૌથી થોડા છે અને ક્રમશઃ કંઈક હીન, હીનતરાદિ પાપકર્મ કરનારા ઘણાં છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત માટે સાતમી પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિકોથી છઠ્ઠી પૃથ્વીના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાના નૈરયિકો અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે ઉત્તરોત્તર પૃથ્વીને આશ્રી વિચાર કરવો. તેથી તે જ છઠ્ઠી નરક પૃથ્વીના દક્ષિણ દિશાના નારકો અસંખ્યાતગુણા છે. તેથી તેજ પાંચમી નરક પૃથ્વીના દક્ષિણ દિશઆના નારકો અસંખ્યાતગુણા છે. એમ સર્વ નરક પૃથ્વીના સંબંધમાં અનુક્રમે કહેવું ।૧૪।।૧૪૦ || કવિ ઋષભદાસે પણ ૪૪૯ થી ૪૫૬ મી ગાથામાં આ જ પ્રકારના ભાવ વર્ણવ્યા છે. શ્રી પન્નવણા સૂત્રના સાતમા સૂત્રનો ટીકાર્થ. י દિશાની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસી પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે કારણ કે ત્યાં થોડા ભવનો છે. તેથી ઉત્તર દિશામાં સંખ્યાતગુણા છે કારણ કે ભવનવાસી દેવોનું પોતાનું સ્થાન હોવાથી ત્યાં ઘણાં ભવનો છે તેથી દક્ષિણ દિશામાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં ભવનો ઘણાં વધારે છે. તે આ પ્રમાણે પ્રત્યેક નિકાયે ચાર ચાર લાખ ભવનો અધિક છે અને ત્યાં ઘણાં કૃષ્ણપાક્ષિકો ઉત્પન્ન થાય છે માટે અસંખ્યાતગુણા છે. વ્યંતર સૂત્રને વિષે આ વિચાર છે - જ્યાં પોલાણભાગ છે ત્યાં વ્યંતરો ચાલે છે, જ્યાં ઘનભાગ છે ત્યાં ચાલતા નથી, તેથી પૂર્વદિશામાં ઘન - નક્કર ભાગ હોવાથી વ્યંતરો થોડા છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કેમ કે અધોલૌકિક ગ્રામોને વિશે પોલાણ ભાગનો સંભવ છે. તેથી પણ ઉત્તરદિશામાં વિશેષાધિક છે. કારણ કે ત્યાં પોતાનું સ્થાન હોવાથી વ્યંતરોના નગરાવાસો છે. તેથી પણ દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં ઘણાં વધારે નગરો છે. સૌથી થોડા જ્યોતિષકો પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે કારણ કે ચંદ્ર - સૂર્યના ઉધાનના જેવા દ્વીપોમાં થોડા જ જ્યોતિષ્ઠો હોય છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં ઘણાં વિમાનો છે અને કૃષ્ણપાક્ષિકો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે માનસ સરોવરમાં ક્રીડા કરવાની પ્રવૃત્તિવાળા ઘણાં જ્યોતિષિક દેવો હંમેશા રહે છે. વળી માનસ સરોવરમાં જે મસ્ત્યાદિ જળચરો છે તે નજીકમાં રહેલા વિમાનોના દર્શનથી તેને જાતિસ્મરણ થાય છે અને કંઈક વ્રતનો અંગીકાર કરી, અનશનાદિ કરીને નિયાણું કરીને જ્યોતિષ્કમાં ઉત્પન્ન થાય છે. તેથી દક્ષિણ દિશાના જ્યોતિષ્ઠો કરતાં ઉત્તર દિશાના જ્યોતિષ્ઠો વિશેષાધિક છે. સૌધર્મ કલ્પમાં વૈમાનક દેવો સૌથી થોડા પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે કારણ કે જે આવલિકા પ્રવિષ્ટ વિમાનો છે તે ચારે દિશામાં સરખા છે, જે પુષ્પાવકીર્ણ વિમાનો છે તેમાં ઘણાં અસંખ્યાતા યોજનના વિસ્તારવાળાં છે અને તે દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. બીજી દિશામાં નથી, માટે સૌથી થોડા વૈમાનિક દેવો પૂર્વ અને પશ્ચિમમાં છે. તેથી ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે કારણ કે ત્યાં પુષ્પાવકીર્ણ વિમાનો ઘણાં છે અને તે અસંખ્યાતા યોજનના વિસ્તારવાળાં છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે, કારણ કે કૃષ્ણપાક્ષિકો ઘણે ભાગે ત્યાં જ ઉત્પન્ન થાય છે એમ સનત્કુમાર અને મહેન્દ્ર Page #486 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૭૫ કલ્પના સૂત્રો સંબંધમાં વિચાર કરવો. બ્રહ્મલોક કલ્પમાં સૌથી થોડા, પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશાએ દેવો છે કારણ કે ઘણાં કૃષ્ણપાક્ષિક તિર્યંચો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. શુક્લપાક્ષિકો થોડા છે માટે પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશામાં દેવો સૌથી થોડા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. કેમ કે ઘણાં કૃષ્ણપાક્ષિકો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે લાંતક, શુક્ર અને સહસ્ત્રાર સંબંધી સૂત્રોનો પણ વિચાર કરવો. આનતાદિ કલ્પમાં મનુષ્યો જ ઉત્પન્ન થાય છે, તેથી ત્યાંથી આરંભી પ્રત્યેક કલ્પણાં, પ્રતિ ગ્રેવેયકમાં અને દરેક અનુત્તર વિમાનમાં ચારે દિશાએ પ્રાયઃ સરખા ઉત્પન્ન થાય છે તે માટે કહ્યું છે કે - ‘હે આયુષ્માન શ્રમણ ! ત્યાંથી આગળ બહુધા ચારે દિશામાં સરખા ઉત્પન્ન થાય છે.’ ૭||૧૪૩|| ‘જીવવિચાર રાસ’માં ગાથા ૪૫૭ થી ૪૭૮ માં ભવનપતિ, જ્યોતિષી એ વૈમાનિક દેવના ભાવ સૂત્ર નં. સાત પ્રમાણે જ બતાવ્યા છે. વ્યંતરના ભાવ ૪૪૩ થી ૪૪૭ મી ગાથામાં બતાવી દીધા છે. આમ, જોતાં ખ્યાલ આવે છે કે શ્રાવક કવિ ઋષભદાસ પ્રાયઃ પન્નાવણા સૂત્રને અનુસર્યા છે. માત્ર ક્રમમાં ફરક આવ્યો છે. તેમ જ થોડુંક સંક્ષિપ્તિકરણ કર્યું છે. જીવવિચારમાં આવતા કેટલાંક આંશિક વિભાગોનું તુલનાત્મક અધ્યયન નરકાયુ બાંધવાના કારણો કવિ ઋષભદાસે ૨૭૨ થી ૨૮૬ ગાથામાં નરકાયુ બાંધવાના અનેક કારણો બતાવ્યાં છે. સાથે સાથે એવા પાપો કોણે કર્યા એ પણ બતાવ્યું છે. ૨૭૧ નારક કથા વ્યવરી કહી, જ્યાંહા છઈ વેદન ઘોર, સોય પુરષ નરગિં વશા, કરતાં પાએ અઘોર. વ્યવહારથી નરકની કથા કર્યા પછી - મહાવેદનાકારી એવી નરકમાં કેવા અઘોર પાપ કરનાર પુરૂષો ઉપજે છે તેનું વર્ણન સદૃષ્ટાંત નીચેની ગાથાઓમાં કરવામાં આવ્યું છે. ચંદ્રાયણિને અઘોર પાપતણા અધિકારી, જે ગ્રભવતી હણતા નારી, સોય અધમ જેણઈ માતા મારી, ફરસ્યુરામ હુઓ નરગ દૂઆરી. ૨૭૨ જેઓ અઘોર પાપના અધિકારી છે એવા જીવો ગર્ભવતી નારીને મારે છે. પરશુરામ જમદગ્નિ નામના ઋષિનો પુત્ર હતો. એનું બાળપણનું નામ રામ હતું. ભૂલા પડેલા રોગિષ્ટ વિદ્યાધરની સેવા કરીને પરશુની વિદ્યા પ્રાપ્ત કરી તેથી પરશુરામ કહેવાયો. પરશુરામની માતા રેણુકા એમની બહેનને મળવા હસ્તિનાપુર ગયા હતા. ત્યાં અનંતવીર્ય રાજાના સંબંધથી એમને પુત્ર થયો. છતાં જમદગ્નિ ઋષિ એમને લઈ આવ્યા અને આશ્રમમાં રાખ્યા. તે પરશુરામથી સહન ન થતાં તેણે પોતાની માતા અને તેમના બાળકનું માથું કાપી નાંખ્યું. આ કારણે એમને સાતમી નરકે ઉત્પન્ન થવું પડ્યું હતું. એ સાતમી નરકમાં કોણ જાય એનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં આ પ્રમાણે છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત સાતમી નરકમાં કોણ જાય છે? (જીવા - ૨ પ્ર. ૩, ૩ પૃ. ૩૬૩) જેઓ નરવસમા મનુષ્યોમાં વૃષભ સરખા હોય એટલે કે ભોગાયિકોમાં અત્યંત આસક્ત હોય છે અથવા મહિમાવાળા બળને ધારણ કરવાવાળા હોય છે. તેઓના નામ આ પ્રમાણે છે - કેસવા, વાસુદેવ, જલચરાય, તંદુલમત્સ્ય વગેરે ‘ને મારંભ હોવી” જેઓ કાલસરિક વગેરેની જેવા મહા આરંભવાળા કુટુંબી, ગૃહસ્થજન. આ. બધા સાતમી પૃથ્વીમાં જાય છે. તથા એ જ પ્રમાણે બીજા પણ જે અત્યંત ક્રૂર કર્મ કરવાવાળા મનુષ્યો છે તેઓ પણ ઘણાં ભાગે સપ્તમી નરકમાં જાય છે. (સર્વોત્કૃષ્ટ પ્રકર્ષ પ્રાપ્ત ક્રૂર) અધઃ સપ્તમી પૃથ્વીમાં પાંચ જ અનુત્તર (જેનાથી વધારે બીજો કોઈ દંડ ન હોય) મહા નરક છે, તેના નામ આ પ્રમાણે છે - કાળ, મહાકાળ, રૌરવ, મહારરવ એ અપ્રતિષ્ઠાન. આમાં અપ્રતિષ્ઠાન સાતમી પૃથ્વીની મધ્યમાં છે બાકીની ચાર નરક તેની ચારે દિશાઓમાં છે. કર્મોની સર્વોત્કૃષ્ટ સ્થિતિ અને સર્વોત્કૃષ્ટ અનુભાગબંધ કરવાવાળા પ્રાણી હિંસા વગેરેના અધ્યવસાયરૂપ કારણોના પ્રભાવથી માસેરનું વિવ્યાપમૃત્યુના અવસરે મરણ પામીને 'તત્થપ્પડુને તે પ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે જેના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રાતદિવસ સંકલિષ્ટ બની રહે છે. પ્રાણીઓના પ્રાણ લેવા વગેરે કુકૃત્યોમાં જેઓ રાતદિવસ ત્રણ યોગ અને ત્રણ કારણ દ્વારા પ્રવૃત્ત રહે છે એવા મનુષ્યને જ તેમના તે કર્તવ્ય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો અને અનુભાગ બંધનો બંધ કરાવે છે. તે પછી તેઓ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે તેઓના નામો આ પ્રમાણે છે. रामे जमदग्गिपुत्ते જમદગ્નિના પુત્ર રામ - પરશુરામ दढाउ लच्छइपुत्ते લચ્છાતિનો પુત્ર - દઢાયુ वसु उवरिचरे ઉપરિચર વસુરાજ ચલણીનો પુત્ર - બ્રહ્મદત્ત सुभूमे कौरवे કોરવ્ય સુભૂમ પરરમણી ભગની મમ ભાલો, અચ્છત્ર ભાખી સહુથી કાલો, મુની અરહા જિનનિ મમ બાલો, સાતે નરગ ભૂમિ ગોશાલો. પરસ્ત્રીને પોતાની બહેન સમ માનવી જોઈએ. અસત્ય બોલવાવાળાનું મોટું કાળું અર્થાત્ એનું નામ ખરાબ થઈ જાય. મુનિ, અરિહંત આદિને તેજાલેશ્યા આદિ લબ્ધિથી બાળવા નહિ. ભગવાન મહાવીરની છદ્મસ્થ અવસ્થાનો પ્રથમ શિષ્ય ગણાતો ગોશાલક ભગવાન સાથે વિચારીને એમની પાસેથી તેનો લેશ્યાની લબ્ધિ પ્રાપ્ત કરવાની વિધિ શીખીને તેજ લબ્ધિ પ્રાપ્ત કરે છે. પછી કાળક્રમે પોતાને તીર્થકર માનીને પ્રવર્તે છે. એના તીર્થંકરપણાનો વિરોધ થતાં ભગવાન પાસે આવીને તેમને બાળી મૂકવા માટે ૨૭૩ Page #488 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૭૭ લબ્ધિનો પ્રયોગ કરે છે. ગોશાલકનો વિરોધ કરનાર બે મુનિઓને બાળી મૂકે છે. પરંતુ ભગવાનને બાળી શકતો નથી. પણ તીર્થંકર પર તેજો લબ્ધિનો પ્રયોગ કરવાને કારણે એવું કર્મ બંધાય છે, જેને કારણે એણે સાતે નરકમાં બે- બે વાર ઉત્પન્ન થવું પડશે. ૨૭૪ પસૂ અબાલ નપુંસક કીધા, મહાવનમાં દાવાનલ દીધા, સકલ લોકતણા દ્રવ્ય લીધા, નવઈ નંદ નરગિં જ પ્રસીધા પશુ ને બાળકોને નપુંસક બનાવ્યા, મોટા વનમાં દાવાનળ સળગાવ્યા, તેમાં જ આખા લોકના દ્રવ્યો પર પોતાનો માલિકીભાવ સ્થાપિત કર્યો હોય એવા ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ કહેવાય છે. એક ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળમાં નવા નંદ (વાસુદેવ) અવશ્ય થાય છે. વાસુદેવ થવા માટે નિયમા નિયાણું કરવું પડે છે. વાસુદેવ થયા પછી ત્રણ ખંડ જીતવા માટે યુદ્ધ કરવા પડે છે જેમાં મહાસંહાર થાય છે. જેને કારણે નરકગમન કરવું પડે છે. વાસુદેવની પદવી નિયાણું કરીને પ્રાપ્ત થતી હોવાથી એ જીવોને સંયમ લેવાનું મન પણ થતું નથી. માટે નરકગામી જ થાય છે. ૨૭૫ નગર દહઈન કરઈ ન કેતા, મહા આરંભી હોઈ જેતા, અતી પરગ્રહ નર દીસઈ તેતા, નરગિં પહુતો સુભમ આવેતા. નગરને બાળનાર નર કેટલાક જેટલા મહા આરંભી હોય તેટલા, અતિ પરિગ્રહ કરનાર દેખાય. એવા પરિણામ રાખવાવાળા સુભૂમ નામના ચક્રવર્તી નરકે ગયા. ૨૭૬ નારી બાલ સિરિ મૂકઈ ઘાય, નગર દેસ ભાંજેવા જાય, માહા સંગ્રામ અનિં સબલ કષાય, નરગ્ય પહુતો રાવણરાય. - નારી, બાળક, શ્રી (સિરિ = લક્ષ્મી) નો ઘાત કરનાર, નગર - દેશ લૂંટનાર, મહાસંગ્રામ અને સબળ કષાયને કારણે રાવણરાય નરકે ગયા. લંકાપતિ રાવણ પ્રતિવાસુદેવ હતા. તેમણે શ્રીરામની પત્ની સીતાને હરીને પોતાને વશ થવા માટે ફરજ પાડી હતી પણ સીતા વશ ન થતાં રામ સાથે મહાસંગ્રામ ખેલવો પડયો. તેમ જ રાવણના અહંકારની તીવ્રતા આજે પણ પ્રસિદ્ધ છે ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી ટક્યું એ રૂઢિપ્રયોગ આજે પણ પ્રચલિત છે. એને કારણે એમને નરકગામી થવું પડ્યું. ૨૭૭ નર નારી પસુ નાંખ્યા કાપી, લેઈ થાપ્યસ્ય પાછી નવ્ય આપી, જેણઈ મુનીવર માર્યા સંતાપી, નર્ચે પહુતો પાલગ પાપી. નર -નારી પશુને કાપી નાખ્યા,થાપણ રાખેલી વસ્તુ ઓળવી લીધી તેમ જ જેમણે સાધુઓને સંતાપ - દુઃખ આપીને માર્યા એવો પાપી પાલક નરકે ગયો. શ્રાવસ્તી નગરીના જીતશત્રુરાજાનો નાસ્તિક પ્રધાન પાલકને કદક મુનિએ પોતાની યુવરાજ અવસ્થામાં શાસ્ત્રાર્થ દ્વારા પરાજીત કર્યો હતો. એનો ડંખ પાલકને વેર લેવા પ્રેરે છે. જયારે સ્કંદકમુનિ ૫૦૦ શિષ્યો સહિત વિચરતા વિચરતા શ્રાવસ્તિ નગરીમાં આવે છે ત્યારે રાજાને કાનભંભેરણી કરીને કહે છે કે સ્કંદકકુમાર આપનું રાજ્ય પડાવવા માટે સાધુનો સ્વાંગ સજીને ૫૦૦ ચોદ્ધા સાથે આવ્યા છે. એના પુરાવારૂપે પોતે જ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂર્વે ઉદ્યાનમાં શસ્ત્રો દટાવ્યા હતા તે બતાવે છે, જેથી રાજા ભરમાઈ જાય છે અને પાલક જે રીતે ઈચ્છે તે રીતે સજા આપવાનું કહે છે. તેથી પાલકે ઘાણી તૈયાર કરાવી. તે ઘાણીમાં ૫૦૦ શિષ્ય સહિત સ્કંદક મુનિને પીલી નાખ્યા અને પોતે નરકમાં ગયા. ૨૭૮ પાપી જીવ હણિ ષટકાઈ, સકલ લોક તણઈ દુખદાઈ, લુંટાઈ અંકી કાપઈ સાહી, નરશ્ય વસઈ ન ખ્યત્રી અકાઈ. જે પાપી જીવ છ કાયના જીવોને હણે તે આખા લોક માટે દુઃખદાયક હોય. લોકોને લુંટીને એમની ઇંદ્રિયો કાપીને દુઃખ દેનાર અંકાઈ રાઠોડ નામનો ક્ષત્રિય નરકમાં જઈને વસ્યો. ૫૦૦ ગામવાળા વિજય વર્ધમાન ખેડના અધિપતિ અંકાઈ રાઠોડ ( રાજાનો પ્રતિનિધિ) ઘણાં અધાર્મિક અને પાપમય જીવન જીવવાવાળો હતો. પોતાને અધીના ૫૦૦ ગામો પર તેણે ઘણજ કરબોજ નાંખેલો હતો. કરને વસૂલ કરવા તે પ્રજાને ઘણી પીડા આપતો હતો. લોકોને વાત વાતમાં કઠોર દંડ દેતો, ખોટા આરોપ લગાવીને મારતો - પીટતો અને વધ કરી દેતો, તે લોકોનું ધન લૂંટી લેતો, યાત્રિકોને મારતો લૂંટતો તેથી તેણે ઘણાં પાપ ઉપાર્જન કર્યા જેને કારણે નરકગામી થયો. પછી મૃગા નગરના વિજયરાજાની મૃગાવતી રાણીની કુક્ષિએ અવતર્યો ત્યાં એક માંસના પિંડ જેવો આંખ - કાન - નાકની આકૃતિ વગર જનમ્યો પછી ત્યાંથી ક્રમશઃ સાતે નરકમાં ભમશે. - દુઃખવિવાક સૂત્ર - ૧ ૨૭૯ રાજરીધ્ય જેણઈ નવિ મુકાયિ, વન્ય આહોડા કરવા જાયિ, મઘરા મંશ અભખ્ય જે ખાયિ, નલગિ પહુતો શ્રેણીક રાયિ. જે રાજ્યરીદ્ધિ છોડતા નથી, વનમાં શિકાર ખેલવા જાય છે, મદિરા, માંસ, અભક્ષ્યનો આહાર કરે છે એવું કરનાર નરકે જાય. શ્રેણિક રાજા આવી રીતે જ એક વખત શિકાર કરવા જાય છે ત્યાં એક જ બાણથી એક ગર્ભવતી બે બાળકવાળી. હરણીને વીંધી નાંખે છે અને પોતાના બાહુબળથી એકસાથે ત્રણ જીવને હયા એવો ગર્વ કરે છે. એ કારણે એમનો આયુષ્યબંધ નરકગતિમાં પડે છે જેને કારણે તેઓ નરકગામી થાય છે. -ત્રિભુવનપ્રકાશ મહાવીર દેવ પૃ. ૧૨૨ ૨૮૦ પંચ વીષઈ કાદવમાં ખંતો, પુત્રી ભાત ત્રીયાસ્ય જૂતી, બંધવ ઘાત કરી જવ્ય ગુતો, મણીરથ રાજા નરગ્ય પહુતો. ઈંદ્રિયોના વિષયરૂપી કાદવમાં ફસાયેલો, ભાઈની પુત્રી સમાન પત્નીમાં વિષયાસક્ત થઈ જવાને કારણે પોતાના સગા ભાઈની હત્યા કરીને મણીરથ રાજા નરકમાં પહોંચી ગયા. સુદર્શન નગરના મણિરથરાજાના નાનાભાઈ યુગબાહુની પત્ની અત્યંત રૂપવતી હતી. તેના રૂપ પર મોહ પામેલા મણિરથ રાજાએ એને પ્રાપ્ત કરવાના પ્રયત્ન આદર્યા પણ સફળતા ન મળતાં પોતાના ના ભાઈનું માથું વાઢી નાંખીને અશ્વારઢ થઈને ભાગે છે. પણ રસ્તામાં સર્પદંશ થતા ચોથી નરકે પહોંચી જાય છે. પોતાના નાના ભાઈની Page #490 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૭૯ પુત્રી સમાન પત્ની પર વિષયાસક્ત થવાનું આ પરિણામ છે. - ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય, ૯ ૨૮૧ અતી લોભી નિંઅ કર વધારઈ, ડૂ ધ્યાન હઈઆમાં ધારઈ, પોતાના સુતનિ જે મારિ, કનકકેતુ નૃપ નરગ્ય પધારઈ અતિલોભી ને કર વધારનાર રોદ્ર ધ્યાન હૈયે ધારણ કરનાર, પોતાના પુત્રને મારનાર કનકકેતુ રાજા નરકમાં પધારી (પહોંચી) ગયા. તેતલિપુર નગરનો કનકકેતુ (કનકરથ) રાજા રાજ્ય, રાષ્ટ્ર, સૈન્ય, અશ્વ, વાહન, ધાન્ય, કોષ્ટાગાર, રાણીવાસ વગેરેમાં અત્યંત આસક્ત ને લોભી થઈ ગયો. પોતાનું રાજ્ય પોતાના પુત્રોને પણ આપવું ન પડે એટલા માટે કેટલાંક બાળકોના હાથ, અંગૂઠા, પગના આંગળા, આંખ, નાક, કાન વગેરે કપાવી નાંખતો અંગહીન બનાવીને ક્રૂર રીતે મરાવી નાંખતો. તેમ જ રાજયમાં કર પણ ખૂબ લેતો. આમ, લોભ અને આસક્તિને કારણે નરકમાં ઉત્પન્ન થયો. - જ્ઞાતાધર્મકથાંગ અધ્યયન - ૧૪ ૨૮૨ અધમ જીવ માછો કહિયાયિ, જલના જીવ ઘણાં નિ ખાચિ, પાપકર્મ ત્યાંહા બહુ બંધાયિ, મરઈ મીન સાત મીયિં જાયિ. ૨૮૩ મોટા મચ્છાનિ મુખ્ય જીવ આવઈ, કેતા ભખઈ કઈ જીવ તજાવઈ, તંદલ મીન તીહ મનિં ભાવઈ, મુખ્ય આવ્યા માછો નવ્ય ખાઈ. ૨૮૪ જો મુઝ મોટું વદન વસેકું તો જાવા નવ્ય દેઉં એઠું, રૂદ્ર ધ્યાન નવઈ મૂકઈ રેખુ, સતમ નરગિં લખીઓ લખું. ૨૮૫ નારકનો ભવ પૂરો કીધો, વલી અવતાર તુદલ મચ્છી લીધો, અંતમૂરત વાસો કીધો, વલી નરગિં જીવ તેહ પ્રસીધો. તંદુલ નામનો માછલો અધમ કહેવાય છે. બીજા માછલાંઓને પાણીના જીવા ખાતા જોઈ પાપકર્મ બાંધીને સાતમી નરકમાં જાય છે. પછીની ત્રણ ગાથામાં આ માછલો કેવી રીતે નરકમાં જાય છે એ સમજાવતા કવિ કહે છે કે મોટા મોટા માછલાઓ મોઢું ખોલીને તરતા હોય ત્યારે પાણીની સાથે અનેક માછલાઓ એના મોંમાથી પસાર થઈ જાય છે. આ જોઈને મનમાં વિચારે છે કે આ માછલો કેટલા જીવ એમને એમ જવા દે છે. જો હું એની જગ્યાએ હોઉં તો એકે માછલાને જવા દઉં નહિ. તંદુલ મચ્છની અવગાહના નાની હોય છે તાંદુલ (ચોખા) જેટલી માટે એનું નામ તંદલ મચ્છ પડયું છે. તેથી તેને એમ વિચાર આવે છે કે મને પણ આના જેવું મોટું મોટું મળ્યું હોત અને મારા મોઢામાંથી આવી રીતે માછલાં પસાર થતાં હોત તો હું એક પણ માછલાંને જવા ન દેત બધાને ખાઈ જાત. સતત આવા રોદ્રધ્યાનને કારણે હિંસાના ભાવ આવે છે જેથી એ મનથી પાપ કરીને સાતમી નરકના આયુષ્યનો બંધ પાડી દે છે. પણ આ તો પાછો જળચરમાં જ તંદુલ મચ્છ તરીકે ઉપજીને અંતર્મુહૂર્ત રહીને પાછો નરકમાં જાય છે. માત્ર મન દ્વારા જ પાપ બાંધવાથી સાતમી નરક સુધી પહોંચી જવાય છે માટે Page #491 -------------------------------------------------------------------------- ________________ ४८० શ્રાવક કવિ ઋષભદાસ કૃત મનથી હિંસાદિક વિચારો કરવા ન જોઈએ. આમ શ્રાવક કવિ ઋષભદાસે આ ગાથાઓ દ્વારા નરકાયુ બાંધવામાં ક્યા ક્યા કારણો સહાયક બને એનું સંક્ષિપ્ત શૈલીથી સદષ્ટાંત વર્ણન કર્યું છે. જેનો સમાવેશ. આગમસૂત્રોમાં બતાવેલા મુખ્ય ચાર કારણોમાં જ થઈ જાય છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં ૪ થે ઠાણે નરકાયુ બાંધવાના ચાર કારણો બતાવ્યા છે. ૧) મહા આરંભ ૨) મહા પરિગ્રહ ૩) પંચેન્દ્રિય વધ અને ૪) માંસભક્ષણ. આ ચાર મુખ્ય બંધ ગણાય છે અને એમાં જ બધા કારણો સમાઈ જાય છે. છતાં કવિએ સામાન્યજનોને બોધ આપવા વિશેષ વર્ણન કર્યું છે. એવી જ રીતે આગમ ગ્રંથોમાં પણ આ ચાર સિવાયના વિશેષ વર્ણનો મળે છે. જેમ કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૭ મું અધ્યયન ગાથા ૫-૬-૭ હિંસા બાલે મુસાવાઈ.. એલએ એ ત્રણ શ્લોકમાં કેટલીક પ્રવૃત્તિઓનો નામોલ્લેખ કરીને એનાથી થવાવાળા પરિણામ અર્થાત્ નરકગમનનો નિર્દેશ કર્યો છે. એ પ્રવૃત્તિઓ સંક્ષેપમાં આ પ્રમાણે છે. ૧) હિંસા ૨) મૃષાવાદ ૩)અદત્તાદાન ૪) વિષયાસક્તિ ૫) મહાન્ આરંભ ૬) મહાના પરિગ્રહ ૭) માંસમદિરાનું સેવન ૮) શોષણ આ સિવાય બીજા હેતુ પણ હોઈ શકે. અધ્યવસાયોની ક્લિષ્ટતા અને એનાથી સંચાલિત કોઈ પણ પ્રવૃત્તિ નરકનું કારણ બની શકે. જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશમાંથી પ્રાપ્ત થતા નરકા, બાંધવાના કારણો આયુષ્ય કર્મના બંધ યોગ્ય પરિણામ અતિ જઘન્ય પરિણામ આયુબંધ માટે અયોગ્ય છે. અત્યંત ઉત્કૃષ્ટ (મહાન) પરિણામ પણ આયુબંધ માટે અયોગ્ય છે. કારણ કે એવો સ્વભાવ છે. પરંતુ એ બંનેની મધ્યમાં અવસ્થિત પરિણામ પરિવર્તમાન મધ્યમ પરિણામ કહેવાય છે. એમાં યથાયોગ્ય પરિણામોથી આયુષ્યનો બંધ થાય છે. (ધવલા - ૧૨/૪-૨,૭ ૩૨/૨૭/૧૨) લેશ્યા અને કષાય પ્રમાણે આયુષ્યનો બંધ પડે છે. ઓછું આયુષ્ય બંધાવાનું કારણ - જે પ્રાણી હંમેશાં બીજા જીવોનો ઘાત કરીને એમના પ્રિય જીવનનો નાશ કરે છે તે પ્રાયઃ અલ્પાયુષી હોય છે. નરકાયુ સામાન્યના બંધયોગ્ય પરિણામ - ૧) તત્ત્વાર્થસૂત્ર અનુસાર - મહા આરંભ, મહા પરિગ્રહ નરકાયુનો આશ્રવ છે. શીલરહિત અને વ્રતરહિતતા બધા આયુષ્યોનો આશ્રવ છે. (૬/૧૫/૧૯) ૨) સર્વાર્થસિદ્ધિ અનુસાર - હિંસદ્ધિ.. મવતિ હિંસાદિ ક્રૂર કાર્યોમાં નિરંતર પ્રવૃત્તિ, બીજાના ધનનું હરણ, ઈંદ્રિયોના વિષયમાં અત્યંત આસક્તિ, તથા મરવાના Page #492 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૮૧ સમયે કૃષ્ણ લેશ્યા અને રૌદ્રધ્યાન આદિનું હોવું નરકાયુનો આપ છે. (સર્વાર્થસિદ્ધિ - ૬/૧૫/૩૩૩/૬) ૩) તિલોક પણતિ અનુસાર - પ્રાઽસ્ત વંધસમર્... મઠ્ઠાઘોર | ૨/૨૯૩ - ૨૯૪ આયુબંધ સમયે શિલાની રેખા જેવો ક્રોધ, પત્થર જેવો માન, વાંસના મૂળ જેવી માયા અને કિરમજીના રંગ જેવો લોભ કષાયનો ઉદય થવા પર નરકના આયુષ્યનો બંધ થાય છે. (તિ.પ. ૨/૨૯૩/૨૯૪) કૃષ્ણ, નીલ અથવા કાપોત આ ત્રણ લેશ્યાઓનો ઉદય થવાથી નરકાયુ બાંધીને અને મરીને એ જ લેશ્યાઓથી યુક્ત થઈને મહાભયાનક નરકને પ્રાપ્ત કરે છે. ૪) તત્ત્વાર્થ સાર અનુસાર - કઠોર પત્થર સમાન તીવ્ર માન, પર્વતમાળાઓની સમાન અભેદ ક્રોધ રાખવો, મિથ્યાદૃષ્ટિ હોવું, તીવ્ર લોભ હોવો, સદા નિર્દયી બની રહેવું, સદાય જીવઘાત કરવી, સદાય જૂઠ્ઠું બોલવામાં પ્રેમ (ત.સા. - ૪/૩૦-૩૪) રાખવો, હંમેશાં પરધન હરણ કરવું, નિત્ય મૈથુન સેવવું, કાોગોની અભિલાષા સદાય પ્રજ્વલિત રાખવી, જિનેશ્વરની આસાતના કરવી, સાધુ ધર્મનો ઉચ્છેદ કરવો, બિલાડી, કૂતરા, કુકડા આદિ પાપી પ્રાણીઓને પાળવા, શીલવ્રત રહિત રહેવું અને આરંભ - પરિગ્રહને અતિ વધારવો. કૃષ્ણ લેશ્યા રહેવી, ચારે રૌદ્રધ્યાનમાં લીન રહેવું, એટલા અશુભકર્મ નરકાયુના આશ્રવ હેતુ છે. અર્થાત્ જે કર્મોને ક્રૂર કર્મ કહે છે અને જેને વ્યસન કહે છે એ બધા નરકાયુના કારણ છે. ૫) તિલોક પ્રજ્ઞપ્તિ અનુસાર - દયાધર્મથી રહિત, વેરને ન છોડવાવાળા, પ્રચંડ ક્લહ કરવાવાળા અને ખૂબજ ક્રોધી જીવ કૃષ્ણ લેશ્યા સહિત ઘૂમપ્રભાથી લઈને અંતિમ પૃથ્વી સુધી જન્મ લે છે.(૨૯૬) આહારાદિ ચારે સંજ્ઞાઓમાં આસક્ત એવા જીવ નીલ લેશ્યા સહિત ધૂમપ્રભા પૃથ્વી સુધી જન્મ લે છે. કાપોત લેશ્યાથી સંયુક્ત થઈને ધમાથી લઈને મઘા પૃથ્વી સુધી જન્મ લે છે. આમ, જીવવિચાર રાસમાં અઘોર પાપ, હિંસા, બાળહત્યા, સ્ત્રીહત્યા, પરસ્ત્રી પર કુદૃષ્ટિ, પશુ - અબાલ વગેરેને નપુંસક કરવા, દાવાનળ સળગાવવો, આસક્તિ ભાવ, તીવ્ર લોભ, લૂંટ, મહા સંગ્રામ, તીવ્ર કષાય, થાપણ ઓળવવી, શિકાર, માંસ - મદિરા - અભક્ષ્ય આહારનું સેવન, રૌદ્રધ્યાન વગેરેથી નરકગામી થવાય છે એમ બતાવ્યું છે જે વિવિધ શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે. સંમૂર્ચ્છિમ મનુષ્યની પ્રરૂપણા શ્રી પત્રવણા સૂત્ર પ્રથમ પદના ૫૯માં સૂત્રમાં (ઘાસી. મહા. નું પન્નવણા પદ પ્રથમ, સૂત્ર ૩૫ - પૃ. ૪૧૯) સંમૂર્ચ્છિમ મનુષ્યોની પ્રરૂપણા કરી છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. સંમૂર્ચ્છિમ મનુષ્યો પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં અઢીદ્વીપ અને બે સમુદ્રોમાં - પંદર કર્મભૂમિમાં ત્રીશ અકર્મભૂમિમાં તથા છપ્પન અંતરદ્વીપોમાં Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ગર્ભજ મનુષ્યના જ ૧) મળ ૨) મૂત્ર ૩) કફ ૪) નાસિકાનો મેલ ૫) વમન ૬) પિત્ત ૭) પરૂ ૮) લોહી ૯) વીર્ય ૧૦) શુક્ર પુદ્ગલોનો પરિત્યાગ ૧૧) જીવરહિત કલેવર ૧૨) સ્ત્રી - પુરૂષનો સંયોગ ૧૩) નગરની ખાળ અને ૧૪) સર્વ અશુચિના સ્થાન એ ૧૪ સ્થાનમાં ઉપજે છે. એમની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તે અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની સર્વ પર્યાપ્તિઓ વડે અપર્યાપ્તા અને અંતર્મુહૂર્તના આયુષ્યવાળા જ હોય છે. એમ સંમૂચ્છિક મનુષ્યો કહ્યા I/પ૭|| જીવવિચાર રાસમાં ૧૭૫ થી ૧૮૭ મી ગાથા સુધી સંમૂચ્છિક મનુષ્યનો અધિકાર છે. તેમાં પન્નવણામાં ૧૪ ઠામમાં ઉપજવાનો ઉલ્લેખ કરીને પણ ૧૪ ઠામ ક્યા તે બતાવ્યા નથી. ઉપદેશમાલા અવસૂરિ અને સંસકત નિર્યુક્તિના સોળ સ્થાનની વિગતો આપી છે. જે આ પ્રમાણે છે. મળ, મૂત્ર, કફ, સળેખમ, વમન, પીત્ત, મૃતક, લોહી, સીહા, નગરની ગટરની ખાળ, મધ, માખણ, મદિરા, માંસ સ્ત્રી - પુરૂષનો સંયોગ, અશુચિના ઠામ એમ સોળ સ્થાનનું નિરૂપણ કર્યું છે. એમાં મદ્ય - મદિરા - માંસ - માખણ એ ચારમાં મનુષ્યના સંમૂર્છાિમ જીવ તો ઉપજે જ નહિ કારણ કે પન્નવણાના મૂળપાઠ પ્રમાણે તો ગર્ભજ મનુષ્ય સંબંધી અશુચિના સ્થાનક હોય એમાં જ સંમૂર્ણિમા મનુષ્યો ઉપજે. મધ - મદિરા આદિમાં સંમૂર્છાિમ તિર્યંચ જીવો ઉપજી શકે પણ સંમૂએિંમ મનુષ્યો નહીં. માનવભવની દુર્લભતા જીવવિચાર રાસમાં ૧૫૧મી ગાથામાં માનવ ભવની દુર્લભતા બતાવી છે. એમાં દશ દષ્ટાંતનો ઉલ્લેખ છે એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ઘાસીલાલજી મહારાજસાહેબની ટીકામાં છે એવો જ બૃહદનવૃત્તિ સુખબોધા નિર્યુક્તિ, વગેરેમાં છે. તેમ જ મનુષ્યભવની દુર્લભતાનો ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ગાથા ૧૫૮ માં નિર્યુક્તિકાર મનુષ્યત્વની દુર્લભતાના પ્રસંગમાં ૧૨ દુર્લભ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે. ૧) મનુષ્ય જન્મ ૨) આર્ય ક્ષેત્ર ૩) આર્ય જાતિ ૪) આર્ય કુલ ૫) શરીરની સર્વાગ સંપૂર્ણતા ૬) આરોગ્ય ૭) આયુષ્ય ૮) ઉજ્જવલ ભવિષ્ય ૯) ધર્મનું શ્રવણ ૧૦) ધર્મની અવધારણા ૧૧) શ્રદ્ધા ૧૨) સંયમ. શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૯૪ અને બ્રહવૃત્તિ પત્ર ૧૪૬ માં પણ દુર્લભ વસ્તુઓનો ઉલ્લેખ છે. ઉત્તરાધ્યયન ૧૦ મા અધ્યયનમાં પણ પ્રભુ મહાવીર ગૌતમ સ્વામીને ઉદ્દેશીને કહે છે કે दुलहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं। गाढा य विवाग कम्मुणो, समयं गोयम ! मा पमायए।सूत्र - ४॥ અર્થાત્ બધા પ્રાણીઓને લાંબા સમય પછી પણ મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે. કર્મના વિપાક તીવ્ર હોય છે એટલે હે ગીતમ તું ક્ષણ માત્રનો પણ પ્રમાદ ન કર. Page #494 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૮૩ આ ગાથામાં પણ મનુષ્યભવની દુર્લભતા બતાવી છે. ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૧૮૯માં કહ્યું છે કે सुदुर्लभं मनुष्यं यस्माद् अन्येषु जीवस्थानेषु चिरं जीवोऽवतिष्ठते, __ मनुष्यत्वे तु स्तोकं कालमित्यतो दुर्लभम्। જીવ અચાન્ય જીવ નિકાયોમાં લાંબા સમય સુધી રહી શકે છે પરંતુ મનુષ્યભવમાં એની સ્થિતિ અલ્પ હોય છે. એટલે એની પ્રાપ્તિ દુર્લભ મનાય છે. શ્રી સૂત્રકૃત્રાંગ માં પણ કહ્યું છે મારે રવટુ ખરેખર મનુષ્યભવ દુર્લભ છે. આમ, મનુષ્ય જન્મની દુર્લભતાના દૃષ્ટાંતો શાસ્ત્રોમાં પણ મળે છે. નિગોદ જીવવિચાર રાસમાં ગાથા નં. ૩૦૬ થી ૩૦૯ માં નિગોદના જીવનું વર્ણન છે. એ પ્રમાણે અસંખ્યાતા જોજનનો લોક છે એમાં અસંખ્યાતા આંગુલ છે. તેમાં અસંખ્યાતા ગોળા છે. એમાં અસંખ્યાતા નિગોદ છે. એ નિગોદમાં અનંતા જીવ છે. એવા ભાવ વ્યક્ત કર્યા છે. એ વાતની પુષ્ટિ શ્રી ભગવતી સૂત્ર શ. ૭, ઉ. ૩ માં વનસ્પતિના કથનથી થાય છે. ત્યાં વિશેષ સ્પષ્ટતાપૂર્વક સ્વરૂપ બતાવ્યું છે. ડુંગળી, બટાટા વિ. કંદમૂળ સોયની અણી પર રહે તેટલા કંદમૂળમાં અસંખ્યાતી શ્રેણી છે. એકેકી શ્રેણીમાં અસંખ્યાતા પ્રતર છે. એકેકા પ્રતરમાં અસંખ્યાતા ગોળા છે. એકેકા ગોળામાં અસંખ્યાતા શરીર છે. અને એકેકા શરીરમાં અનંતા જીવ છે. એને સાધારણ વનસ્પતિ કહેવાય છે. તેના ભેદ જાણી દયા પાળીએ તો આ ભવ પરભવ નિરાબાધ પરમ સુખ પામીએ. આને બાદર નિગોદ કહી છે. તેનું જઘન્ય ને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્ત કહ્યું છે. એક અંતર્મુહૂર્તમાં સાધારણ વનસ્પતિકાય ૬૫૫૩૬ વાર ઉપજે ને ચવે. આમ, જીવવિચાર રાસમાં અસંખ્યાતા ગોળા ને એમાં અસંખ્યાતા નિગોદનું સ્વરૂપ બતાવ્યું એમાંના પ્રત્યેક નિગોદમાં અનંતા જીવ બતાવ્યા છે. બાકીનું વર્ણના નથી. આઠ ખાણા જીવવિચાર રાસમાં ૩૧૪ મી ગાથાથી ૩૧૮ સુધીની પાંચ ગાથામાં આઠ ખાણનું વર્ણન છે જેના ક્રમ નીચે મુજબ છે. ૧) અંડજ, ૨) પોતજ, ૩) રસજ, ૪) જરાયુજ, ૫) સ્વેદન, ૬) સંમૂર્થ્યિમ, ૭) ઉદભિ૪ અને ૮) ઉપપાત. એ આઠ ખાણનું વર્ણન દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં મળે છે જેના માત્ર ત્રીજા અને ચોથા ક્રમમાં ફરક છે. બાકીનું વર્ણન સરખું છે. શ્રી અચારાંગ સૂત્ર - ૧ ૬૪૮ પાના પર પણ આ જ પ્રકારનો ક્રમ છે. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં (પૃ. ૧૧૭) ત્રણ પ્રકારનાં જન્મ બતાવ્યા છે. એને આઠ ભાગમાં Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૪૮૪ વહેંચ્યા છે. ગર્ભજ - સંમૂર્ચ્છિમ અને ઉપપાત. ૧) ગર્ભજમાં ત્રણ ભેદ - અંડજ, પોતજ, જરાયુજ ૨) સંમૂર્ચ્છિમમાં - રસજ, સંસ્વેદજ, સંમૂર્ચ્છમ અને ઉદ્ભિજ્જ. ૩) ઉપપાત આમ ઉપરના આઠ ભેદ આ ત્રણમાં સમાઈ જાય છે. સ્વામી યોગશ્વર દેવે ‘હું’ નામના પુસ્તકમાં વેદાદિ શાસ્ત્રોને આધારે (પૃ. ૪૫૨) ચાર પ્રકારના જીવ અંતર્ગત ઉપરમાંથી ચાર ભેદ બતાવ્યા છે. જગતમાં ચાર પ્રકારના જીવો છે જરાયુજ, અંડજ ઉદ્ભિજ્જ અને સ્વેદજ આ ચાર પ્રકારના પ્રકૃતિભેદે જીવો છે. પરંતુ એમાં તફાવત એ છે કે એમણે ઉદ્ભિજ્જમાં વનસ્પતિને લીધી છે જે સ્થાવર છે. જ્યારે જૈનદર્શનમાં આ બધા ત્રસના ભેદો છે માટે એમાં વનસ્પતિ નહિ પણ તીડ આદિ ત્રસ જીવોનો ઉલ્લેખ છે બાકીના ચાર ભેદનો એમાં કોઈ ઉલ્લેખ નથી. અઢાર ભાર જીવવિચાર રાસ માં ૩૧૯મી ગાથાથી ૩૨૨ માં વનસ્પતિના ભારનું વર્ણન કર્યું છે. એકવીસ લાખ મણનિ છઈ કોડિ એવા ૭૪ હજાર મણે એક ભાર થાય. ચાર ભાર ફૂલવાળા વૃક્ષના, ફળફૂલના આઠ ભાર, વેલી ને પાનના ૬ ભાર. એમ ૧૮ ભાર બતાવ્યા છે. એ ભારનું પ્રમાણ અનુયોગદ્વાર સૂત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે. દ્રવ્ય પ્રમાણ અંતર્ગત ભાર કેવી રીતે થાય તે બતાવ્યું છે. ઉન્માન માપોમાં જે વસ્તુ ત્રાજવાથી તોળવામાં આવે તેનું માપ કહેવામાં આવે છે. બે અર્ધકર્ષનો એક કર્ષ, બે કર્ષનો એક અર્ધ પલ, બે અર્ધપલનો એક પલ અને એકસો પાંચ અથવા પાંચસો પલોનો એક તુલા, દસ તુલાનો એક અર્ધ ભાર અને વીસ તુલા બે અર્ધભારો બે અર્ધભારોનો એક ભાર થાય છે. આવા અઢાર ભાર વનસ્પતિના બતાવ્યા છે. આચાર્ય શ્રી નરવાહનવિજયજીએ જીવવિચાર વિવેચનમાં પૃ. ૭૫ માં વનસ્પતિના ૧૮ ભાર આ પ્રમાણે બતાવ્યા છે. ૧. દરેક જાતિના એક એક પાન લઈને ભેગા કરે તો ૧૮ ભાર થાય. તેમાં પુષ્પ વિનાની ૪ ભાર, ફળપુષ્પવાળી ૮ ભાર અને વલ્લી ૬ ભાર. એમ કુલ ૧૮ ભાર છે. ૨. બીજી રીતે ૪ કડવી, ૨ તીખી, ૩ મીઠી, ૩ મધુરી, ૧ ખાટી, ૨ કષાઈ, ૧ વિષમયી અને ૨ નિર્વિષમયી એમ ૧૮ ભાર થાય. ૩. બીજી રીતે છ કાંટાવાળી, છ સુગંધી અને છ નિગ્રંથી એમ ૧૮ ભાર ૪. શેષનાગે નીચે પ્રમાણે ૧૮ ભાર કહ્યા છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૮૫ ૪ ફૂલ વિનાની, ૬ ફળવાળી, ૮ ફળ વિનાની એમ ૧૮ ભાર. ૫. ૩૮૧૧૨૭૨૯૭૦ મણ અથવા ૩૮૧૧૨૧૭૦ મણનો એક ભાર કહેલ છે. આમ, ભાર વિશે પણ જુદી જુદી માન્યતાઓ પ્રાપ્ત થાય છે. શ્રાવક કવિ ઋષભદાસની માન્યતા જીવવિચાર વિવેચનના ૧ નંબરની માન્યતા સાથે કાંઈક સમાનતા ધરાવે છે. ભગવદ્ ગોમંડળ (પૃષ્ઠ ૬૬૬૬)માં ભારની વિગત આપતા કહ્યું છે કે દશ કોટિ દશલાખ સહસ્ત્ર અઠયાસી જાનો, દુગુને કીજે ત્યાંહી ભારિક સંખ્યા માનો આમ એક ભાર ૧૦,૧૦,૮૮૦૦૦ x ૨ = ૨૦૨૧૭૬૦૦૦ થાય શ્રાવક કવિ ઋષભદાસ પણ એમ જ કહેવા માંગે છે પણ પાઠાંતર ભેદને કારણે ફરક દેખાય છે. બે હસ્તપ્રતનો અભ્યાસ કરતા ૨૦,૨૧,૭૬,૦૦૦ નો આંક આવે છે. જીવના ભેદ – પ્રકાર જીવવિચાર રાસમાં ગાથા નં. ૪૧૪ થી ૪૨૪ સુધીની ગાથામાં અનંત જીવોના વિવિધ ભેદ બતાવ્યા છે જેમ કે ૧. જીવનો - ૧ ભેદ - સકળ જીવોનું ચેતન્ય લક્ષણ એક જ પ્રકારે છે માટે સંગ્રહનયે કરીને એક જ ભેદ છે. ૨. ૨ ભેદ - ત્રસ, સ્થાવર, સિદ્ધ- સંસારી, સઈન્ડિયા - અહિંદિયા, શરીરી - અશરીરી, ભવ્ય - અભવ્ય અને પર્યાપતિ - અપર્યાપ્તિ આ બે - બે ભેદ બતાવ્યા છે. ૩. ૩ ભેદ – સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસક વેદ, મનયોગી, વચનયોગી, કાયયોગી, ભવ્ય અભવ્ય, નો ભવ્ય નો અભવ્ય. ૪. ૪ ભેદ - તીંચ, માનવ, નારક, દેવ. ૫. ૫ ભેદ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિયા ૬. ૬ ભેદ - પૃથ્વી, પાણી, તેલ, વાલ, વનસ્પતિ અને ત્રસકાય. આ જ ભેદ ઉપરાંત બીજા ભેદ પણ શાસ્ત્રોમાં મળે છે જેમ કે જીવાભિગમ સૂત્રમાં બે ભેદથી લઈને ૧૦ સુધીના ભેદ બતાવવામાં આવ્યા છે. ત્યાં એ ભેદ માટે પ્રતિપ્રત્તિ એવો શબ્દપ્રયોગ છે. ગોતમ સ્વામીના પ્રત્યુત્તરમાં પ્રભુ તેમને ૨ થી ૧૦ ભેદનું સ્વરૂપ બતાવે છે. જે આ પ્રમાણે છે. ૧. બે પ્રકારે જીવ ત્રસ અને સ્થાવર, સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા. ૨. ત્રણ પ્રકારે જીવ સ્ત્રી, પુરૂષ, નપુંસક. સ્ત્રીઓ ત્રણ પ્રકારની છે – તિર્યંચાણી, મનુષ્યાણી અને દેવી. તિર્યંચાણીઓ ત્રણ પ્રકારની જલચરી, થલચરી, ખેચરી. મનુષ્યાણીઓ ત્રણ પકારની છે. કર્મભૂમિ સ્ત્રીઓ, અકર્મભૂમિજ સ્ત્રીઓ અને અંતદ્વીપજ સ્ત્રીઓ. દેવીઓ ચાર પ્રકારની છે. ભવનપતિ, વાણવ્યંતર - જ્યોતિષ - હેમાનિક દેવીઓ Page #497 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પુરૂષો ત્રણ પ્રકારના છે. તિર્યચ, મનુષ્ય, દેવ. નપુંસક ત્રણ પ્રકારના છે. તિર્યચ, મનુષ્ય અને નારકી ૩. ચાર પ્રકારે જીવ - નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવા ૪. પાંચ પ્રકારે જીવ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય. ૫. છ પ્રકારે જીવ - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય. ૬. સાત પ્રકારે જીવ - નારકી, તિર્યંચ, તિર્યંચણી, મનુષ્ય, મનુષ્યાણી, દેવ, દેવી. ૭. આઠ પ્રકારે જીવ - પ્રથમ સમય નારકી, અપ્રથમ સમય નારકી, પ્રથમ સમય તિર્યચ, અપ્રથમ સમય તિર્યંચ, પ્રથમ સમય મનુષ્ય, અપ્રથમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ, અપ્રથમ સમય દેવ. ૮. નવ પ્રકારે જીવ - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય. ૯. દશ પ્રકારે જીવ - પ્રથમ સમય એકેન્દ્રિય, અપ્રથમ સમયના એકેન્દ્રિય, પ્રથમ સમય બેઈન્દ્રિય, અપ્રથમ સમયના બેઈન્દ્રિય, પ્રથમ સમય તેઈન્દ્રિય, અપ્રથમ સમયના ઈન્દ્રિય, પ્રથમ સમય ચોરેન્દ્રિય, અપ્રથમ સમયના ચોરેન્દ્રિય, પ્રથમ સમય પંચેન્દ્રિય, અપ્રથમ સમયના પંચેન્દ્રિય. આમ, જીવાભિગમ સૂત્રમાં બેથી માંડીને ૧૦ ભેદોનું નવ પ્રતિપત્તિમાં વર્ણના કરવામાં આવ્યું છે. જ્યારે જીવવિચાર રાસમાં છ ભેદનું વર્ણન છે. પ્રાણ, ભૂત, જીવ, સત્વ આ ચારે શબ્દ સામાન્યતઃ જીવના જ વાચક છે. શબ્દનય (સમભિરૂઢનય) ની અપેક્ષાથી એના અલગ અલગ અર્થ પણ કરવામાં આવ્યા છે. જેમ કે ભગવતી સૂત્ર (૨/૧) માં બતાવ્યું છે કે પ્રાણ - દશ પ્રકારના પ્રાણોથી યુક્ત હોવાને કારણે પ્રાણ છે. ભૂત - ત્રણે કાળમાં રહેવાને કારણે ભૂત છે. જીવ - આયુષ્ય કર્મને કારણે જીવે છે માટે જીવ છે. સત્વ - વિવિધ પર્યાયોનું પરિવર્તન થવા છતાં આત્મદ્રવ્યની સત્તામાં કોઈ ફરક પડતો નથી તેથી સત્ત્વ છે. ટીકાકાર આચાર્ય શીલાકે નીચે મુજબના અર્થ પણ કર્યા છે. प्राणाः द्वित्रिचतुः प्रोक्ता, भूतास्तु तरवः स्मृताः। નવા : પ્રોટઃ શેષ સત્તા દ્વરિતા || (વણી પત્રાવ ૬૪) પ્રાણ - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય જીવા ભૂત - વનસ્પતિકાયિક જીવા જીવ - પાંચ ઈન્દ્રિયવાળા જીવ - તિર્યંચ, મનુષ્ય, દેવ, નારક. સત્ત્વ - પૃથ્વી, અપ, અગ્નિ અને વાયુકાયના જીવ. શ્રાવક કવિ ઋષભદાસે ૪૮૨ - ૪૮૩ મી ગાથામાં આ જ વાત વણી લીધી છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ४८७ ગાથા ૪૭૯ ચોગતી જીવ ભર્યા બહુ ખાલી કયમે ન થાય ભવ્ય રહીત પ્રથવી નહીં ભવ્ય સહુ મુગતિ જાય. આ ગાથામાં ભગવતી સૂત્ર ૧૨ મા શતકના બીજા ઉદ્દેશાના જયંતિ શ્રાવિકાના પ્રશ્નોત્તરનું પ્રતિબિંબ પડે છે. જેનો સાર આ પ્રમાણે છે. પ્ર. ૧ હે ભગવંત! સર્વ ભવ્ય સિદ્ધિક જીવો સિદ્ધ થશે ? ઉ. હા. પ્ર. ૨ હે ભગવંત ! સર્વ ભવ્ય સિદ્ધિક જીવો સિદ્ધ થશે તો લોક ભવ્ય જીવથી રહિત થઈ જશે? ઉ. તે શક્ય નથી. પ્ર. ૩ ભગવંત તેનું કારણ શું? ઉ. આ લોક અનંતાનંત જીવરાશિથી ભરેલો છે. ત્રણે કાળના સમય કરતાં પણ જીવરાશિ અનંતાનંતગણી વધારે હોવાથી આ સંસાર (લોક) કયારેય ખાલી થવાનો નથી. (ભગવતી સૂત્ર શતક ૧૨, ઉદ્દેશો - ૨ સૂત્ર ૯, ૧૦) વૈજ્ઞાનિક દષ્ટિકોણ આધુનિક વિજ્ઞાન પણ સ્થાવરકાયિક જીવની પુષ્ટિ કરે છે. પૃથ્વીકાયિક જીવોની પુષ્ટિ કરતા વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક શ્રી જૂલિયસ હકસલે પોતાના પુસ્તક પૃથ્વીનું પુનર્નિર્માણ માં પૃથ્વીથી સંબંધિત અનેક રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું છે. તેઓ પોતાના પુસ્તકમાં લખે છે કે પેન્સિલની અણીથી જેટલી માટી ઉપાડી શકાય એમાં બે અરબથી. અધિક વિષાણું હોય છે. જેન દર્શનમાં પૃથ્વીકાયની અવગાહના આંગલના અસંખ્યાતમાં ભાગની બતાવી છે એટલે સોયની અણી જેટલા ભાગમાં અસંખ્યાતા જીવ હોય છે. | દાર્શનિક જગતમાં પૃથ્વી અચલ, સ્પંદનહીન, જડ તેમ જ નિર્જીવ હતી, પણ હવે વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા એમના અસ્તિત્વની સિદ્ધિ સ્વતઃ જ થઈ જાય છે. પર્યાવરણ વિજ્ઞાન વિભાગ તેમ જ ભૂગર્ભ વિજ્ઞાનના ગહન અભ્યાસી ડૉ. પારસમણિ ખીંચા એ ઉપરોક્ત વિષય પર વધારે સ્પષ્ટતા કરીને જીવોની સજીવતા સ્થાપિત કરી છે. શ્રી આચારાંગજીના ભાષ્યમાં આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીએ સ્પષ્ટ કર્યું છે કે “આધુનિક ભૂવૈજ્ઞાનિક પણ માને છે કે શિલાખંડ પર્વતાદિમાં પણ હાનિ અને વૃદ્ધિ થાય છે એમાં ક્લાન્તિ, ચયાપચય અને મૃત્યુ, ચેતન્યના આ ત્રણે લક્ષણો મળી શકે છે.” વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હિમાલય પર્વત શૃંખલા ૧૦૦ વર્ષમાં ૧૦ સે.મી. ની. ગતિથી ઊંચી થઈ રહી છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ માટીના ૫૦ વંશો અને ૧૦૦૦૦ કુળો શોધ્યા છે. નિષ્કર્ષ એ નીકળે છે કે માટી સજીવ છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત કે ૧) મનુષ્યના શરીરના ઘાની જેમ ખોદેલી ખાણો ફરીથી ભરાઈ જાય છે. ૨) બાળકોના શરીરની જેમ પહાડો પણ વધે છે. ૩) કપાયેલા પગની જેમ ખાણમાંથી કાઢેલા પત્થરો ક્યારેય વધી શકતા નથી. ઠાણાંગ, ભગવતી તેમ જ પન્નવણામાં પણ આ વિષય પર વિચારણા કરાઈ છે. પૃથ્વીકાયના જીવોની સાબિતી - સાબરકાંઠાથી ૧૫ કિ.મી. દૂર વઢવાડા એટલે કે “ઉગતા પત્થરનો દેશ છે. ઈડરની આસપાસમાં પત્થરો ઉગતા જ રહે છે. પ્રથમ નાના પછી ક્રમશઃ મોટા થતા નજરે જોવાય છે. એ જ એમાં જીવ હોવાની સાબિતી. ઉપરોક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી સજીવ છે. અને વિજ્ઞાન સમ્મત પણ છે કે ૪) પૃથ્વીના એક કણમાં અગણિત જીવ છે. ૫) ભૂમિ સ્વતઃ ઊર્ધ્વગમના કરે છે. ૬) પર્વતો ધીમે ધીમે ઉપર ઉઠે છે. ૭) નવા પર્વતો બને છે. પૃથ્વીની પ્રકૃતિથી માનવ તેમ જ પર્યાવરણ બંને પ્રભાવિત થાય છે. ૮) કેટલાક તથ્યોથી એ પણ પ્રમાણિત થાય છે કે પૃથ્વીકાય અન્ય જીવ અને પ્રાણીની જેમ સજીવ અને ક્રિયાશીલા છે. ૯) વનસ્પતિની જેમ એમાં પણ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા પ્રાપ્ત થાય છે. જીવવિચાર રાસમાં પણ ૬૯ થી ૮૯ મી ગાથા સુધીમાં પૃથ્વીકાયિક જીવોના શરીર, અવગાહના, સંજ્ઞા જ્ઞાન - દર્શન - ઉપયોગ લેશ્યા વગેરે બતાવ્યા છે જે સજીવમાં જ હોય છે તેથી સિદ્ધ થાય છે કે પૃથ્વીકાય આદિ સ્થાવર જીવો સજીવ છે. અપકાય - કેપ્ટન સ્કોર્સબીએ સૂક્ષ્મદર્શક યંત્ર વડે પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ જીવો હાલતા - ચાલતા જોયા એવું વર્ણન કેટલાંક આધુનિક વિજ્ઞાનના પુસ્તકોમાં આવે છે. પણ તે પાણીથી જુદા સમજવા પાણી પોતે સ્થાવર છે. પાણી જેનું શરીર છે એવા જીવો હજી સુધી પ્રાપ્ત થયા નથી. સૂક્ષ્મદર્શકની મદદથી દેખાતા પાણીમાં રહેલા જીવ ત્રસ (બેઈન્દ્રિય) છે. વૈજ્ઞાનિકોના મતે પાણી ઓકિસજન અને હાઈડ્રોજન નામના બે વાયુ મળવાથી થાય છે માટે તે અચેત છે. પરંતુ આ કથન યોગ્ય નથી. કારણ કે બે કે તેથી અધિક દ્રવ્યો વડે ભલે પાણીની ઉત્પત્તિ થતી હોય પણ જ્યારે તે પાણીરૂપ બને છે ત્યારે તે અસંખ્ય જીવોની કાયારૂપ જ હોય. કેટલાક પદાર્થોના સંયોગથી વીંછી, માછલાં, દેડકા વગેરે બને છે પણ તેનું જીવતુ જુદું જ હોય છે તેમ અહીં પણ સમજવું. તેમ જ ભગવતી સૂત્ર આદિમાં વાતયોનિક જલનો ઉલ્લેખ આવે છે. એટલે વાયુના સંયોગથી પાણી બનવાની વાત નવી નથી. ‘હ્યુમીડીટીએટલે હવામાંના રહેલ ભેજનું પ્રમાણ સ્નેહકાય = પાણીના જીવોને આધારે હોય છે. જે દિવસે સૂર્યના કિરણોને કારણે વિનાશ પામે છે. આમ વૈજ્ઞાનિક રીતે પાણીના પ્રકારો વગેરેની માહિતી મળે છે. પાણીમાં રહેલા ત્રસ જીવોની માહિતી પણ મળે છે. પણ પાણી એ જ શરીર એવી કોઈ સ્પષ્ટતા નથી. જ્યારે જીવવિચાર રાસમાં પાણીના જીવની જ વાત છે અને એ પણ આ આપણી જેવી જ લાગણીઓ, દુઃખ વગેરે Page #500 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન અનુભવે છે. વિજ્ઞાન તેઉકાયના જીવોની સજીવતા સિદ્ધ નથી કરી શક્યું પણ વિજ્ઞાનની દૃષ્ટિએ આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર ઈલેક્ટ્રીસીટી એક જ છે. Kite & key experiment કરનાર બેન્જામીન ફ્રેંકલીન નામના વૈજ્ઞાનિકે ૧૭૫૨ની સાલમાં જાહેર કરેલ છે કે આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટી આ બંને એક જ છે. આ બાબત ઈન્ટરનેટના માધ્યમથી નીચે મુજબના શબ્દો દ્વારા જાણી શકાય છે. ૪૮૯ Franklin Institute, Philadephi, U.S.A. "He did make the important discovery that lightning and electricity are the same.” (http:/sin.fi.edu./tfi/exhibitr.franklin.htm) ફ્રેંકલીનના મંતવ્ય મુજબ આકાશમાં થતી વીજળી એ ઈલેક્ટ્રીસીટીનું જ એક પ્રકારનું ઉત્સર્જન છે. આ રહી ઈન્ટરનેટ દ્વારા મળતી વિગત. Info please Encyclopedia "... which proved that lightning is an elecrtical discharge." (http:/www.infoplease.com/c16/people/4085 8229. html) Tel me why? નામના પુસ્તકમાં ‘who first flew kites? પ્રકરણમાં Arkady Leakum જણાવે છે કે ‘In 1752 A.D. Benjamin Franklin Flew a silk kite in a thunderstorm and he used it to prove that lightning and electricity are the same thing.' (pg. 237) અર્થ : ૧૭૫૨ની સાલમાં બેન્જામીન ફ્રેંકલીને રેશમી પતંગ તોફાની વાતાવરણમાં ઉડાડયો અને તેનો ઉપયોગ તેણે આકાશીય વીજળી અને ઈલેક્ટ્રીસીટી - આ બંને એક જ છે - તેની સિદ્ધિ માટે કર્યો હતો. વૈજ્ઞાનિક ડૉ. દોલતસિંહજીનો અભિપ્રાય તા. ૫-૭-૨૦૦૨માં પ્રકાશિત ‘સમયગ્દર્શન’ માસિકમાં જણાવ્યા મુજબ ‘દિલ્હી વિશ્વવિદ્યાલયના કુલપતિ, વિશ્વવિદ્યાલય અનુયોગ આયોગના અધ્યક્ષ, ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિક ડૉ. દોલતસિંહજી કોઠારી પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે “વિજ્ઞાન સચિત્ત - અચિત્તની પરિભાષા વિચારતું નથી. માટે જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિદ્યુતને અચિત્ત કહેવાનો કોઈ અધિકાર નથી. હા, એટલું જરૂર કહી શકાય છે કે આકાશીય વિદ્યુત અને પ્રયોગશાળાની વિદ્યુત બંને એક જ છે. જો શાસ્ત્રીય દૃષ્ટિથી આકાશની વિજળી સચિત્ત હોય તો પ્રયોગશાળા વગેરેની વિજળી પણ સચિત્ત છે.’’ (સમયદર્શન માસિક. તા. ૫-૭-૨૦૦૨ માંથી સાભાર ઉત્કૃત) કેટલાક લોકો વિદ્યુતને અચેત માને છે તેમનું સમાધાન ઉપરના લખાણથી થઈ જશે છતાં વિશેષ જાણપણા માટે ‘વિદ્યુત પ્રકાશની સજીવતા અંગે વિચારણા’ લેખક પ.પૂ.સ્વ. ગચ્છાધિપતિ શ્રી ભૂવનભાનુસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય મુનિ યશોવિજયનું Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત વાંચી જવું. વાયુકાય - વાયુ કે હવા નજરે દેખાતા નથી છતાં વૈજ્ઞાનિક પ્રયોગોથી પૂરવાર થયું છે કે તે જગ્યા રોકે છે તેનું દબાણ હોય છે જે બેરોમીટર જેવા સાધનોથી માપી શકાય છે. તેનું વજન પણ હોય છે. ૧૦ [૮] ૧૦ [૮] ૧૦ ઘન સે.મી. ડબ્બામાં ૧ લીટર હવા હોય તેનું વજન ૧.૩ ગ્રામ થાય છે. આમ વિવિધ રીતે હવાનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવ્યું છે હવામાં રહેલા વાયરસ જીવોની સાબિતી પણ પ્રાપ્ત થાય છે પરંતુ વાયુ એ જ જેનું શરીર છે એવા જીવોની સિદ્ધિ વિજ્ઞાન હજી પણ કરી શક્યું નથી. જ્યારે જીવવિચાર રાસમાં એ જીવોના શરીર - સંજ્ઞા - કષાય વગેરે દ્વારા જીવસિદ્ધિ પણ થઈ જાય છે. વનસ્પતિકાય - વનસ્પતિકાયમાં આપણા જેવું જ જીવન ધબકે છે એ તો વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું છે. તે પ્રસિદ્ધ જ છે. તેમ જ વનસ્પતિની જીવન પદ્ધતિ સમજવા આજ સુધી એના પર પ્રયોગો થઈ રહ્યા છે. તેમાંનું કેટલુંક તારણ જીવવિચાર પ્રકાશિકાને આધારે આ પ્રમાણે છે. ૧. જન્મ - મરણ - બીજ વગેરેમાંથી વનસ્પતિનો ઉદ્ભવ થવો, એ તેનો જન્મ છે અને અમુક વખત પછી કરમાઈ જવું એ તેનું મરણ છે. જે પ્રત્યક્ષ દેખાય છે. ૨. ત્રણ અવસ્થાઓ - સામાન્ય રીતે જીવનમાં ત્રણ અવસ્થાઓ હોય છે. (૧) બાલ્યાવસ્થા (૨) યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ ત્રણે અવસ્થા વનસ્પતિમાં જોઈ શકાય છે. ઉગે ત્યારે કોમળ અંગોપાંગવાળી બાલ્યાવસ્થા, અંગોપાંગ બરાબર ખીલે તે યુવાવસ્થા, એ અંગોપાંગ કૃશ વિકૃત થવા લાગે કરમાવા લાગે તે વૃદ્ધાવસ્થા. ૩. આયુષ્ય - મનુષ્ય - પશુ – પક્ષીની જેમ એનું પણ નિયત આયુષ્ય હોય છે કેટલીક વનસ્પતિનું આયુષ્ય ટૂંકું હોય છે તો કેટલીકનું લાંબું. ખજૂરીના વૃક્ષો ૩૦૦ - ૪૦૦ વર્ષનું આયુષ્ય સહેલાઈથી ભોગવે છે. જેરૂસલેમમાં ઓલીપ્સા નામના વૃક્ષો થાય છે તે ૮૦૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે. ચેસ્ટનટના વૃક્ષો ૧૦૦૦ વર્ષ સુધી જીવે છે. પ્રયાગ પાસે ભોંયરાનો વડ ૧૫૦૦ વર્ષ જૂનો ગણાય છે. અને હવે તો કેટલાક ૫૦૦૦ વર્ષ જૂનાં વૃક્ષો પણ મળી આવ્યા છે. ૪. શરીર રચના - મનુષ્યાદિ જીવંત પ્રાણીઓની જેમ વિશિષ્ટ પ્રકારની શરીર રચના હોય છે. તેમાં મૂળ, સ્કંધ (થડ), શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ વગેરે અનેક અંગો અવલોકી શકાય છે. આધુનિક વનસ્પતિશાસ્ત્રીઓ કહે છે કે વનસ્પતિના મૂળિયા હોજરીનું કામ કરે છે, તેમાં ફરતો રસ લોહીની ગરજ સારે છે અને પાંદડાં ફેફસાંનું સ્થાન સાચવે છે. કેટલાંક વનસ્પતિનાં મૂળિયા તો એટલા શક્તિશાળી હોય છે કે તે દૂર દૂર પથરાય છે અને ત્યાંથી પોતાને જોઈતો આહાર ગ્રહણ કરી લે છે. એક બાવળના મૂળ ૬૬ ફૂટ દૂર Page #502 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન આવેલા કુવા સુધી પહોંચ્યાં હતા અને તેમાંથી પાણી ચૂસતા હતા ! વિખ્યાત વનસ્પતિ શાસ્ત્રી શોમાને કહ્યું છે કે ‘વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણનો પાયો એક જ છે. બંનેના શરીરમાં રહેલા કોષો તપાસીએ તો તે ઘણાં મળતા આવે છે.’ ૪૯૧ ફ્રેન્ચ વૈજ્ઞાનિક કુવિએ પોતાના ‘પ્રાણી રાજ્ય’ નામના ગ્રંથમાં લખ્યું છે કે - ‘આપણી પેઠે વનસ્પતિ પણ સચેતન છે તે માટી, પાણી કે હવામાંથી હાઈડ્રોજન, ઓક્સિજન વગેરે પ્રાણપોષક તત્ત્વોને ખેંચી લે છે તેને બીજા જંતુઓની જેમ મોઢું કે હોજરી હોતા નથી, પણ નીચલી પંક્તિના જંતુઓની જેમ તે વિવર દ્વારા આહાર ગ્રહણ કરીને પચાવે છે.’ – ( જીવવિચાર પ્રકાશિકા - ધીરજલાલ શાહ - પૃ.૧૨૭) પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી ક્યારેબાચે લખ્યું છે કે - ‘વનસ્પતિ પોતાના સચેતન કણો વડે ખનીજ પદાર્થોને ગ્રહણ કરી પોતાને જોઈએ તે પ્રકારના આહારરૂપે પરિણમાવી લે છે.’ ( જીવવિચાર પ્રકાશિકા - ધીરજલાલ શાહ - પૃ.૧૨૭) આ ઉપરાંત વનસ્પતિમાં આહાર - ભય - મૈથુન, નિદ્રા, ક્રોધ, માન, લોભ વગેરે સંજ્ઞાઓ પણ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી છે. જે વિજ્ઞાનના વિદ્યાથીઓને જીવશાસ્ત્રના પેટાવિભાગ વનસ્પતિશાસ્ત્ર (Botany)માં ભણાવવામાં આવે છે. આમ, વિજ્ઞાન પણ વનસ્પતિને સચેતન માને છે. જીવવિચાર રાસમાં વનસ્પતિના વિવિધ પ્રકારો, સાધારણ - સૂક્ષ્મ - બાદર - પ્રત્યેક તેમ જ શરીર, દશ સંજ્ઞા - અવગાહના (ઊંચાઈ) ૧૦૦૦ જોજન ઝાઝેરી, આયુષ્ય દશહજાર વર્ષ, જન્મ - મરણ વગેરેનું નિરૂપણ થયું છે. સાધારણ વનસ્પતિની જે વિચારણા રજૂ થઈ છે ત્યાં સુધી હજી વિજ્ઞાન પહોંચ્યું નથી. ત્રસકાય - ત્રસકાયનું વર્ણન પ્રાણીશાસ્ત્રમાં મળે છે જેમાં એની જીવન પદ્ધતિ, શરીર રચના, આયુષ્ય વગેરેનું વર્ણન છે. પણ જુગલિયા, નારકી કે દેવનું વર્ણન નથી. જ્યારે જીવવિચાર રાસમાં ત્રસકાયનું - પ્રકારો - શરીરાદિ દ્વારો સહિત નિરૂપણ થયું છે. આમ, વિજ્ઞાન પૃથ્વીકાય - વનસ્પતિકાય, ત્રસકાયમાં જીવસિદ્ધિ કરી શક્યું છે, પણ પાણી, વાયુ અને અગ્નિના જીવનની સિદ્ધિ થઈ નથી જ્યારે જીવવિચાર રાસમાં આ બધામાં જીવ માનવામાં આવ્યો છે. નિષ્કર્ષ આમ આ તુલનાત્મક અધ્યયન દ્વારા પ્રતીતિ થાય છે કે શ્રાવક કવિ ઋષભદાસ જૈન શ્વેતાંબર મતના તપાગચ્છીય શ્રાવક અનુયાયી હોવાને કારણે એમણે જૈનદર્શનના મુખ્ય મુખ્ય આગમશાસ્ત્રોનો આધાર લઈને આ રાસની રચના કરી છે. એમણે એમના કાવ્યમાં શ્રી શાંતિસૂરિ રચિત ‘જીવવિચાર’ નો નિર્દેશ કર્યો છે તેમ જ બીજા કેટલાક Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત આગમનો ઉલ્લેખ કર્યો છે એમાં નામ એક માત્ર પન્નવણા સૂત્રનું ઉલ્લેખ્યું છે. બાકી ઉપદેશમાલા અવસૂરિ અને સંસક્ત નિર્યુક્તિનો નામોલ્લેખ છે. એ બધાના અંશોના અભ્યાસ કરતાં એ તારણ નીકળે છે કે આ રાસમાં સૌથી વધારે પ્રરૂપણા પન્નવણા અને જીવવિચાર પ્રકરણ કરતાં પણ જીવાભિગમ સૂત્ર અનુસાર થયું હોય એમ લાગે. છે. જો કે અલ્પબદુત્વ પન્નવણા અનુસાર છે, તો સિદ્ધ પંચાશિકાના ૧૫ દ્વાર દ્રવ્ય પ્રમાણ અને અંતરદ્વાર એ બે દ્વારને અનુસરીને રચવામાં આવ્યા છે. વળી ક્યાંક ભગવતી, દશવૈકાલિક, ઉત્તરાધ્યય સૂત્રના અંશોનું ચયન પણ થયું છે. આ રાસના અધ્યયનથી ભગવાન મહાવીરના પ્રરૂપિત જ્ઞાનની સૂક્ષ્મતા પ્રત્યે અહોભાવ જાગે છે. હૈયે આનંદ ઉલ્લાસ છવાય છે. જેના સિદ્ધાન્તો પ્રત્યે શ્રદ્ધા વધે છે. આપણા સર્વજ્ઞ તીર્થકરોએ સમસ્ત જીવસૃષ્ટિના સમગ્ર જીવોને છ ભાગમાં વહેંચ્યા છે. તેમાંથી કીડા મકોડાથી મનુષ્ય સુધીના ત્રસનિકાયના જીવોના સુખદુઃખ તો આપણે જોઈ શકીએ છીએ. વનસ્પતિકાયમાં મનુષ્ય જેવા જ સુખ, સંવેદન અને આહારાદિ ૧૦ સંજ્ઞાઓ હોવાનું ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે સાબિત કરી બતાવી સર્વજ્ઞના કથનને સમર્થન આપ્યું છે. જમીનમાં ચૂનાના પત્થર આદિની. ખાણો અને સમુદ્રમાં પરવાળાના ખડકો વધતા જતા હોવાનું પણ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે. તેમાં ચેતન્યરૂપી જીવ હોય તો જ વધે. જડ કદાપિ વધી શકે નહિ. આ ઉપરાંત પાણી, અગ્નિ, વાયુમાં જીવ હોવાની વાત વિજ્ઞાન સિદ્ધ કરી શક્યું નથી. છતાં સર્વજ્ઞ તીર્થકરોની વાતને શ્રદ્ધાપૂર્વક માનીએ તે બધા જીવોની દયા પાળવી એ જ એકમાત્ર આત્મ કલ્યાણનો અને મોક્ષનો માર્ગ છે એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કવિએ કર્યો છે. પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરમાં માત્ર જીવ જ છે એટલું નહિ પણ તે બધાને આહાર, શ્વાસ, વિકાસ, આયુષ્ય, સંજ્ઞા વગેરે વિજ્ઞાનની પકડમાં ન આવે એવા. તત્ત્વો પર અદ્ભુત પ્રકાશ પાડયો છે. આમ, ખોબા જેવડા રાસમાં શ્રુતસાગરનો દરિયો ઘૂઘવે છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૯૩ પરિશિષ્ટ - ૧ : કઠિન શબ્દાર્થ અપ્પોગમાન - ઉપયોગમાન અબલા - અબળા અઈઅલિ - વિશેષ પ્રમાણમાં, ઈયળ. અભખ્ય - અભક્ષ્ય અઈંધાણ = એંધાણ - નિશાની, ઓળખાણ અરહા - અરિહંત અઈવરતિ - ઈરવત ક્ષેત્ર અલગું - અલગ અડાઈ - અંકાઈ રાઠોડ અલપબહુત - અલ્પબદુત્વ અક્રમ ભોમ - અકર્મ ભૂમિ અલસીયા - અળશિયા અક્રમભોમ્ય - અકર્મભૂમિ અલીએ - અલિક - જૂઠું અગડ - અદત્ત અલ્પ - અલ્પ અગન - અગ્નિ અવતરઈ - અવતરે અગનિ - અગ્નિ અવતરીઓ - અવતર્યો અગનિ માંહિ - અગ્નિમાં અવતારઈ - અવતારે અગિન - અંગમાં અવધ્યકરણ - અવધિ દર્શન અગિનાંન - અજ્ઞાન અવધ્ય દરીસણ - અવધિ દર્શન અગ્યન - અગ્નિ અવદાત - દૃષ્ટાંત, વિષયાભાવ, વિચાર, અગ્યનાંન - અજ્ઞાન યશસ્વી વૃત્તાંત, અધિકાર અગ્યાર - અગિયાર અવદાત - વિચાર અગ્યારમ - અગિયારમું અવર - સિવાય, બીજા અઘેર - પોલાણા અસંખ્ય – અસંખ્યાતા અચક્ષુદરસણ - અચસુદર્શન અષ્ટ - આઠ અચ્છત્ર - અસત્ય અવશ્નપણી - અવસર્પિણી અય્યત - અત્યંત અવેતા - જાણ્યા વગર અય્યત - અપડિવાઈ અવસપણી -ઉશ્નપણી-અવસર્પિણી, ઉત્સર્પિણી. અા - બકરા. અસંખ્યા - અસંખ્યાતા અજીન - અતીર્થંકર અસઈ - એના અઠોતરસો-૧૦૮(અઠઉતારસો)એટલે ૧૦૦+૮ અસદીસ - એમાં જુઓ =૧૦૮ અસંઘેણી - અસંઘયણ અતી - અતિ અસેની - અસંજ્ઞી. અદીકા - અધિક અસા - એવા. અમ્બિકા - વધારે અસિ - એવી, એ અધ્યકી - અધિકી અસી - એવી અનઈ - અને અસ્ય - એવું અનચીત - ઉપયોગ વગર અસ્વંગની -- અસંજ્ઞી અનિચંદ્રિ - અણિદિયા. અસ્પંચ - અશુચિ અનિ - અને અસ્યો - એવો. અનુશમઈ - અંતર રહિત (લાગલગાટ) અહા - અહીં અપઠાણો - અપઈઠાણ અંગાલ - આંગુલ અપોગ - ઉપયોગ અંગુલ - આંગુલ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અંઘોલ - માથુ પલાળ્યા વિનાનું (વગરનું) સ્નાન ઉંધઈ - ઊંધે અંગ્ય - અંગે ઉગઈ - ઉગે અંતરમૂરત - અંતર્મુહૂર્ત ઉચરઈ - ઉચારે અંદ્રગોપ - ઈંદ્રગોપ ઉચીત - અય્યતા અંદ્રી - ઈન્દ્રિયા ઉછલી - ઉછળીને અંકી દમ - ઈન્દ્રિય દમન ઉછવ - ઉત્સવ આઉ - આયુષ્ય ઉછાલ્યો - ઉછાળીને, ઉછાળતા જાય આઉખું - આયુષ્ય ઉઢયો - વધાર્યો આઉધધારી - હથિયારધારી ઉતફરષ - ઉત્કર્ષ આઓખઈએ - આયુષ્ય કર્મનો ક્ષય થવાથી ઉતકશટા - ઉત્કૃષ્ટા. આકાસિ - આકાશમાં ઉતકષ્ટઈ - ઉત્કૃષ્ટ આઠિ - આઠ ઉત્તરિ - ઉત્તર દિશામાં આણઈ - આણે ઉત્પતી = ઉત્પતિ - ઉત્પન્ન થાય આણવા - લાવવા ઉદભિદજ = ઉભિજ્જ - પૃથ્વીને ભેદીને ઉત્પન્ન આધારિ - આધારે થનાર આભલા - અભરખા ઉદારીક - ઔદારિક આયુ - આયુષ્ય ઉન્હા - ગરમ આરઈ - આરે ઉપજઈ - ઉપજે આર્ફિ - આરામ ઉપઝઈ - ઉપજે આર્ણ - આરણ ઉપનો - ઉપજયો આલ - આવી. ઉરપર - ઉરપરિ સર્પ, પેટથી સરકનારા જવા આલેઈ - નકામો ઉલખતો - ઓળખતો, જાણતો. આવઈ - આવે ઉવજઈ - ઉપજે આવલી નિ અસંખ્યમિ ભાગ - આવલિકાના ઉવંતા - વણતા. અસંખ્યાતામાં ભાગે ઉશ્રપણી = અવસાણી - ઉત્સર્પિણી, આસ - આશા. અવસર્પિણી આસરી - આશ્રી ઊંચા- ઉપર આહેડો - શિકાર ઊણા - ઓછા આહોડા - શિકાર ઊતકષ્ટ્ર- ઉત્કૃષ્ટ આંકોડીના - આંકાડી નામનું વૃક્ષ ઊપજતા - ઉપજે આંગય - આંગણે ઊપરિસ - ઉપર આંગલી - આંગળી, આંગુલ ઊહોલાસજી - ઉલ્લાસજી એકઈ - એક ઈખ ઈમણ - આવું, આ પ્રમાણે એકમના - એકમન, એકાગ્રતાથી ઈસ - ઈશ્વર, ભગવાન એકંઠી - એકેન્દ્રિય ઈસ્યાંન - ઈશાન એણઈ - એને ઈહ ઈસીઅ - એંસી એતઈ - એટલાએ ઉઘરા - ઉંદર એતાનિ - એટલાને Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ જીવવિચાર રાસ એક અધ્યયન એતું - એટલું એ પણિ - એ પણ એ પાસઈ - એ જુઓ એહ નિં - એને એહના - એના એહનો - એનો એહર્તિ - એને એહવો - એવો એહમાં - એમાં એહેઠ - હેઠું એહમાં - એમાં એહેવા - એવા એહેવી - એવી એહેવું - એવું ઓકલીસા - ઉકલીઓ ઓછવ - ઉત્સવ ઓત્તર - ઉત્તર ઓપજઈ - ઉપજે ઓપરિ - ઉપર ઓપરિઓ - ઉપરના ઓભામગ - ઉલ્કામક, સંવર્તક ઓરસીલ - ઓરસીઓ. ઓવસર્પણિ - અવસર્પિણી. ઓઢપણી - અવસર્પિણી ઓસ - ઝાકળ કણગ -કનક કણિ - કમે, આગળ કદા - ક્યારેય કદાચી - કદાચ કદાચીત - કદાચ કદાચ્ય - કદાચ કયરીયા - ક્રિયા કરઈ - કરે કરન્હાર - કરનાર કરમિં - કર્મે, કર્મથી કરયો - કરો કરયો - કર્યો કરસ્યો - કરશો કર્મભોમ્યમાંજી - કર્મભૂમિમાં કલઈ - કળે, જણાય કલોલ - આનંદ કરવો. કવણ - કોણ કવિઅણ - કવિગણ, કવિજન કવી - કવિ કવીત - કવિતા કષાઈ - કષાય કષાય - કષાય કસ્યો - શું કહઈ - કહે કહઈવાય - કહેવાય કહિ - કહે કહિવાય - કહેવાય. કહિસ્ય - કહીશ. કહિં - ક્યારેય કહિં - કહ્યું કહી - જાણા કહીઈ - ક્યારેય, કહીએ. કહેશ - કહીશ કયમે - કને કયરીઆ - કરાયા કંધૂ - કંથવા કાઢેબ - કાચબો કાઢઈ - કાઢે કાપોતાહ - કાપોતા કાયસથતિ - કાયસ્થિતિ કાય સઋતિ - કાયસ્થિતિ કાયઋતિ - કાયસ્થિતિ કાયાં - શા માટે કારણઈ - કારણે કારણિ - કારણથી કારણિ - કારણથી કારમણ - કાર્પણ કાષ્ટિ - કાષ્ઠમાં, લાકડામાં કાંજ્ય - કાંખ્યા કીઆ - કર્યા ઘાય - ઘાત, હણે Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ખ્યત્રી - ક્ષત્રિય ખ્યત્રીસ્યુ - ક્ષત્રિયનું દીડા - રમત ક્રીષ્ન - કૃષ્ણ કુઆરય - કુંવાર કુણ - કયા કુણ - શું ? કુણ - કોણ. કુણા કારણિ - શા કારણે કુંતિરો - કુતરો કુપ -કુવો કુલમુખી (કુલભુષી) - કિલ્વીષી. કુંડયમ ઘડા - કુંભ જેવા ઘડા, કુંભીઓ કુલા - કુમળા કૂઈ - કુવામાં કેતા - કેટલા કેતુ - કેટલું કેવલજાન - કેવળજ્ઞાના કેહઈ - કેટલા, કયા કહિ - કહે કોડય - ક્રોડ કોય - કોઈ કોહોલી - કોળાની વેલ ક્રષ્નાખી - કૃષ્ણપક્ષી ગઉતમ - ગૌતમ ગગનિ ભમતા સોય - ખેચર ગજે - હાથી પર ગત્ય - ગતિ ગધઈઆ - ગધૈયા ગભજ - ગર્ભજ ગમિ - ગમે ગરભજિ - ગર્ભજ ગબર્મજ - ગર્ભજ ગર્ભત - ગર્ભજ ગલઈ - ગળે ગહિંગહી - વારંવાર ગહિ = ગહે - ઘરમાં અથવા તો વારંવાર ગહિન - ગહન, ઊંડો ગાબંધ - કંઠસ્થ, ગુરૂનો આધાર પામીને કંઠસ્થા કર્યું ગાલુ - ગોળો. ગીગોડો - ગગોડા ગુઢ - ગુપ્ત ગુણણા - ગણતરી ગુણિકા -વેશ્યા ગોણા - ગોળા ગોસાલો - ગોશાલક ગ્રભવતી - ગર્ભવતી ગ્રહઈસ્ત - ગૃહસ્થ ગ્રીવેક - વેચક ગ્રીહીવેષનાજી - વેયકનાજી ક્ષણિ - ક્ષણ માત્ર પણ સીહા - કાદવ ખચર - ખેચર ખડચાં - ખંડિત થયા, તૂટ્યાં ખમઈ - અમે ખંભ - ખંભાતા ખાણ - મૂળ ઉત્પતિ સ્થાન ખારૂ - ખારો ખાલ - ખાળા ખંતો - ખૂપી ગયો ખેતરતણી - ક્ષેત્રકૃત ખેત્ર - ક્ષેત્ર ખેદ - અપ્રસન્નતા કે કલેશ થાય ખેલ - બળખો ખ્યણ - ક્ષણા ઘટ્યો - ઘડો ઘણ - મોટો હથોડો ઘણઈ - ઘણે, મારે ઘનમાન - કાળું ડિબાંગ ઘરિ - ઘરમાં ઘાત - હત્યા ઘાતી - પ્રકાર Page #508 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૯૭ ઍલ્યું - ચિંતવેલું ટ્યૂહ - ચારે છઈ - છે, છએ. છથિ - છા છાલિ - છાલમાં છિ - છે છેવહૂ - છેવટુ છેહલી - છેલ્લી છેહેલો - છેલ્લો છે - છે છોત્સરિ - (૭૬) છોતેર ઘાય - મારવું ઘાય - ઘા, પ્રહાર ઘોઘોરી - ઘોરી સ્તંભ સમાના ઘોર - પુષ્કળ, ઘણી ચયૂિ - ચોથું ચઉદ રાજખ્ખાં - ચૌદ રાજલોકમાં ચરિંદ્રી - ચોરેન્દ્રિયા ચકવીસ - ચોવીસ ચક્રવર્તિ - ચક્રવર્તી ચઢી - ચડ્યો. ચઢીઓ - ચડ્યો ચતાલીસ - ચુંમાલીસ ચરખ સરિખી પંખ - ચામડા જેવી પાંખ ચર્બ - ચરબી ચવઈ - ચ્યવે સવંત - ચ્યવે ચંપાય - ચગદાય ચાપો - દબાવવું ચાપ્યો - પ્રગટાવ્યો ચાંપઈ - ચાંપે, દબાવે ચીતર - ચીત્તો ચીતરો - ચીત્તો ચૂકઈ- ચૂકે ચોથિ - ચોથે, ચોથા આરામાં ચેઢા - ચડ્યો. ચોગતી - ચારે ગતિ ચોગત્યના - ચારે ગતિ ચોપાઈ - ચોથે ચોપદ - ચાર પગવાળા શ્કેહ - જાય ઐઉ ચયતિરિ - ચુમોતેર ઐઉહુ પાસાં - ચારે બાજુ ચ્ચાર - ચાર ચ્ચારો - ચાર ચ્યાલીસો - ૪૦ (ચાલીસ) ચ્યાહારે - ચાલ્યો, ગયો. àહારે - ચારે ચ્યોહો - ચારે જઈજઈકાર - જયજયકાર જઈન -જેના જઈન શસ્ત્રિ – જૈન શાસ્ત્રમાં જગ હો - જગતમાં જગિ - જગમાં જગ્ય - જગે, જગમાં, જગ્યામાં જણ - જાણે જણ્યા - જમ્યા જપ્પી - જમ્યો. જમની ઘરી - યમના ઘરે જયગનાથ - જગન્નાથ જલાનિ - જળના જલિ - જળમાં જસ - જેને જસ - જેના અંત - જીવ જંતુ - જીવા જાઈ - જાય જાગન - જઘન્ય જાઝા - ઝાઝા. જાણ - જાણી શકીશ જાણ - જાણીને, ઓળખીને જાણઈ - જાણે જાત - જાતિ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ જાત - જાય જાતી સ્મણ - જાતિસ્મરણ જ્ઞાન જાત્ય - - જાતિ જાલા - જવાલા જાવત - યાવત્ જિચર્જિવું - જે જીવ જિણંદ - જિનેશ્વર જિનરહઈ - જિનરાય જિનવરિ - જિનવરે જિહાં - જ્યાં જીઓ -જીવો જીન - જિન જીવઈ - જીવે જીવડો - - જીવ જીવતણા - જીવના જીવવીચાર - જીવ સંબંધી વિચાર જૂઆ - જુ ફૂગમ - બે જૂતા - જોડાયો જૂ રમીઓ - જુગાર રમ્યો જેણઈ - જેણે જેણઈ - જેણે, જેના જેતા - જેટલા જેહ - જે જેહનિ - જેને જેહનિં - જેને જોઅણ - જોજન જોગ્ય - જોગે જોય - જો. જોતષી - જ્યોતિષી જોહઈવઈ - જયગલનો - જુગલિઆનો જયગન - જઘન્ય જ્યોત્રિં - યોગથી જ્યોન - યોનિ જ્યોન્ય - જીવાજોનિ જ્ઞાનહ - જ્ઞાન ઝંપાવઈ - ઝંપાલાવે ઝૂરતી - ઝૂરતી ટાઢિ - ટાઢમાં ટલઈ - ટળે ઠામે - સ્થાનમાં ઠામિં - સ્થાનમાં ઠામ્ય - સ્થાને ઠાંમ્યતો - સ્થાનમાં ઠાય - સ્થાન ઠારય - સ્થાને ઠાહિ - સ્થાનમાં ડાટચો - દબાવ્યો ઠંડ - દાંડી ડંડકે - દંડકમાં શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઢલીઉ - ઢોળાયેલું ઢાલ - ઢોળાણવાળી ઢાંકઈ - ઢાંકે તઈ - ત્યારે ત ખેદ - તેના ભેદ તડકઈ - તડકે, તડકામાં તણઈ - તણે, તણા તનુજ યોગીઆ - કાયયોગી તનમાન - શરીર ઊંચાઈ, અવગાહના તપાવઈ - તપાવે તરસ - ત્રસ તરવું - શીશું તરશાં - તરસ્યાને તરૂઅર - તરૂવર તલઈ - તળે, નીચે તલ ઉપરિ - નીચે ઉપર તવ -તેનું તસ - તેને, તેનું તસઈ - તેને તસિં - ત્યાં Page #510 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૯૯ તસ્સ - ત્રણ તેહનિં - તેને તા - તેને તેહની - તેની તાઢે - ઠંડો લાગે તેહનું - તેનું તાપઈ – તાપે, તાપથી. તેહમાં - તેમાં તાંમ - તેમાં તેહુ ઉ - તેને તાંમ - તેઓ ત્યાહા - ત્યાં તાવડઈ - તાવડે, તાવડામાં ત્યાંહિ - ત્યાંકને તાસ - તેના, તેનું તાંહા - ત્યાં ત્રણિ- ત્રણે, ત્રણ તિણીવાર - તે વખતે ત્રપતિ - તૃપ્તિ તિસઈ - તેને ત્રપત્ય - તૃપ્ત તિ સહી - તે સાચું ત્રછના - તૃષ્ણા સિંહા - ત્યાં ત્રિજંચ - તિર્યંચ તિહાંથી - ત્યાંથી ત્રિહિપન - ત્રેપના તીરથ - તીર્થ ત્રીખા - તરસ તીર્થકરી - તીર્થકર સ્ત્રીલિંગે મોક્ષમાં જાય તેને ત્રીજઈ - ત્રીજે તીર્થકરી કહેવાય ત્રીજગજભગ - ત્રીજુંભકા તીવેલું - તપેલું ત્રીજગ લાકિ તિચ્છ લોકમાં તીહા - ત્યાં ત્રીજંચ - તિર્યંચ તીહાં - ત્યાં ત્રીગંજ - તિર્યંચ તુઝ - તને ત્રીભોવનપતીરાય - ત્રિભુવનપતિરાયા તુદલ - તંદુલા ત્રીસઈ - ત્રીસ તુમ - તમને ત્રઅંકી - તેઈન્દ્રિય તુરી - ફટકડી ત્રુણિ - ત્રીશ તુરંગ - ઘોડા થર્વર્થિ - સર્વથી અથવા અહીં પૂર્વથી હોવું જોઈએ તૂઝ - તને થાઈજી - થશે તેઉકાઈ - તેઉકાય થાકંતા - બાકીના તેણઈ - તેણે, તે થાત - થાય. તેણઈ ડાહિ - તે સ્થાને થાનક - સ્થાનક, સ્થાના તેતા - તેટલા થાના જોઈ - થતા જુઓ તેલ - તે પ્રમાણે થાંઢણ્ય - થાપણે. તેહ - તે થાચિ - થાય તેહપઈ - તેથી. થાવર - સ્થાવર તેહથી - તેથી થોહર - થોર તેહનઈ - તેને તેહનઉ - તેહનું દખ્યણઈ - દક્ષિણમાં તેહનિ - તેને દખ્યણ દિસિં - દક્ષિણ દિશા તેહનિજી - તેના દરણ - દર્શન Page #511 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ દરિસણ - દર્શન દરીસણ - દર્શન દશ - દિશા દાદુર - દેડકો દસ સહઈસ - દશ હજાર દસઈ - દશે દસેહે - દશ દસિ -દિશામાં દહઈન - દહન કરવું, બાળવું દિ -દે, આપે દિખ્યણ - દક્ષિણ દિનરાતિ - દિવસ ને રાતે દીઈ - દીએ, આપે દીએ - આપે - દીજઈ - દીજે દીન -ગરીબ દીપ - દ્વીપ દીરઘ - દીર્ઘ દીર્ઘ આય - દીર્ઘાયુ બને દીસઈ - દેખાય ક્રૂઆર - દ્વાર દૂઆરી - દ્વારે દૂખ - દુઃખ દૂખવાય - દુભવાય, દુઃખ પામે દૂરગતિ - દુર્ગતિ દૂરદાંત - દૂઃખે કરીને દમન કરાય એવો દેવ કહરી - દેવ હરણ કરીને લાવ્યા દેસ - દેશ દેહ - અવગાહન દેહડી - દેહમાં દોઈ - બે દોય - બે ધો - આપો દ્રિષ્ટાંત - દૃષ્ટાંત દ્વીષ્ટી - દૃષ્ટિ દ્વાદશ - બાર ધારઈ - ધરે ધરૂં - ધારણ કરૂં ધો - રાખ્યો ધંખ - જથ્થામાં, ખૂબ ધાત - ધાતુ ધરઈ - ધાર ધીમેલિ - ધીમેલે ધૂઆરય - ધૂમ્મસ ધોઅણ - ધોવાણ ધ્વનિ - ધ્યાની નઈ - ને નઈ - અને નઈં - ને નઉ - નો નકાર - નવકાર મંત્ર નમિ - નમવું નરખો - જુઓ નરગાવાસ - નરકના આવાસ નરÄિ - નરકે, નરકમાં નરગે - નરકમાં નરગ્ય - નારકીમાં નર્ગ - નર્ગે - નરકમાં - નરક નર્ગ્યુ - નર્કે નવઈ - નવે નવસહિ - નવસો નવિ નવિ - શ્રાવક કવિ ઋષભદાસ કૃત - નવ - ન હોય નવિ જૂઈ - ન જુએ નવી - ન નસદીસ - રાતદિવસ નવ્ય - નહિ નહુ - નથી નંદ - વાસુદેવ નામઈ વીત્તા - નમાવતા નામ્યતો - - નમન કરીને નારકિ - નરકમાં નાર્કનો - નરકને Page #512 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન નાર્ય - નારી નાલિ - તોપ નાલિકેલિ - નાળિયેરી નાશકાનો - નાશિકાનો નાહણ - નાવણ નિ -ને નિજ સંતોષ્યા - પોતાના જેવા માન્યા નિં - અને નીઆપ્યું - નિયાણું, નિદાન નીગમીઓ - નિગર્મન કર્યો નીધાર - નિર્ધાર નીપાઓ - નીપજાવ્યો, રચ્યો નીરધાર - નિર્ધાર નીરમલી - નિર્મળ નીરવાણ - નિર્વાણ નીસરઓ - નીકળ્યો નીસાણ - નગારૂં નોમાં - - નવમા નોખું - નવમું નોલ - નોળિયા નોલાદીક - નોળિયાદિક ન્યગોદિ - નિગોદમાં ન્યાન - જ્ઞાન પઈરિ - પેરે, જેમ પઈહઈલી - પહેલી પચ્છમ - પશ્ચિમ પછઈ - પછી પછમ દિસિં - પશ્ચિમ દિશા પશ્ર્વિમઈ - પશ્ચિમમાં પડીઓ - પડ્યો પઢમ - પ્રથમ પણમઈ - પ્રણામ કરવાથી પણિ - - પણ પદમ - પદ્મ પનર - પંદર પનરિ - પંદર પનવણા - પત્રવણા સૂત્ર પરઓપગારીજી - પરોપકારીજી પરત્રપતિ - પર્યાપ્તિ પરમપતો - પર્યાપ્તો પરતર - પ્રતર પરતિગ - પ્રત્યેક પરતેગ - પ્રત્યેગ પરત્યગ - • પ્રત્યેક પરદેશ - પ્રદેશ પરધ્યન - પરધન પરનંદ્યા - પરનિંદા પરભાવના - પ્રભાવના પરમાણ - પ્રમાણ પરમાદ - પ્રમાદ પરમુખ્ય - પ્રમુખ પરમૂક - પ્રમુખ પરમૂખ - પ્રમુખ પરરમણી - પરસ્ત્રી પરવ - પર્વ, સાંધા પરવાલ - પરવાળા પરશાખા - પ્રશાખા પરાણ - પ્રાણ પરાંણ - પ્રાણ પરિગ્રહઈ - પરિગ્રહ પરિગ્રહિ - પરિગ્રહ પરિં - પેરે, જેમ પરી - દૂર, પડી, પહરી પરીમાણંદ - પરમાનંદ પરૂપઈ - પ્રરૂપણા કરે છે પસુ - પશુ પસું - પશુ પહઈલી - પહેલી પહઈલો - પહેલો પહન - બીજા પહિલઈ - પહેલે પહિલો - પ્રથમ પહુતો - પહોંચ્યો પંખીવગાહીક - પક્ષ આદિ ખેચર પંચમ - પાંચમું ૫૦૧ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પંચમુજી - પાંચમું પૂ6િ - પછવાડે પંચસહિ - પાંચસો પૂનિ - પુણ્ય પંટ્યશ્રી - પંચેન્દ્રિય પૂગલઃ પ્રાવૃત - પુદ્ગલ પરાવર્ત પંડચ - પીંડ, જાડાઈ પૂજવંતિ - પુણ્યવાના પંથી - પથિક પૂરમુખાજી - પ્રમુખ પાઈ - પીવડાવે પૂરવકોડિ - પૂર્વદોડ પાએ - ચરણમાં પૂરવ દિસિ - પૂર્વ દિશા પાએ - પગથી, પગ નીચે. પુરૂષ - પુરૂષ પાએ અઘોર - ખૂબ પાપ કરતાં પૂર્તિમ - પૂર્ણિમા પાટઉ - પાટ ઉપરથી પૂર્વક્રોઠિ-પૂર્વક્રોડ પાતિગ - પાપા પોઢી - પહોળી (લાંબી) પાપિ - પાપથી. પોઢી - પૂર્ણ પાદડઈ - પાંદડા, પાંદડામાં પોઢ - પૂર્ણ પામઈ - પામે પોતેઈ - પોતે (હોય, પહોંચ્યા) પામિ - પામે પોહોચઈ - પહોંચે. પાય - ચરણા પોહોચડ્યા - પહોંચાડડ્યા પાયવાંગ - પાદપ્રહાર, પગથી પ્રહાર કરવો પોહોલો - પહોળો પારો - પાર પોલાડચ - પોલાણ પારી - પારો પ્રકાસુ - પ્રકાશું, કહું પાલગ - પાલક પ્રધાન પ્રજયનિ - પ્રજાને પાશ - પાસે, તરફ પ્રજયાપતા - પર્યાપ્તા પાસાં - બાજુ પ્રણ - પ્રાણા પાહાંણ - પથ્થર પ્રતેખ - પ્રત્યેક પાહિલર્ચિ - પહેલી. પ્રથમઈ - પ્રથમ પાંચઈ - પાંચે. પ્રથમિ - પ્રથમ પાંચલી - પાંચ પ્રથવિ - પૃથ્વી પાંચસિં - પાંચસો. પ્રસીધા - પધાર્યા, ગયા પાથંડ - પાથડા (બિલ્ડીંગના સ્લેબ જેવા માળ) પ્રસીધો - ગયો પાંમિ - પામે પ્રાહિં - પ્રાયઃકરીને પિહઈલા - પહેલાં, પૂર્વે પ્રૌઢ - પહોળા, મોટા. પિકિ - પેઠે પ્રાંન્નપતો - પર્યાપ્ત પીડ - પીડા પુરતરૂ -નગરનું વૃક્ષ ફટિક - સ્ફટિક પુષરવર - પુષ્કર ફરઈ - ફરે પૂઆડીઆ - કુંવાડીઆ ફરસ્યરામ - પરશુરામાં પૂજ - પૂજય ફલિ -ફળમાં પૂત્રપતો - પર્યાપ્ત ફલીઓ - ફલિત થયો પૂજઈ - પૂજે ફીલઈ - ફરતા. Page #514 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૦૩ બઈ - બે બહુધ - બોઢે બંધવ - ભાઈ બંબ પત્રીષ્ટા - બિંબ, જિન પ્રતિમા બાબીસ - બાવીશ બારઈ - બારી બાલિ - બાળે બાલો - બાળ્યો બાહિરિ - બહાર બિ - બે બીસહિં પંચાસ - બસો પચાસ (અઢીસો) બીહુ - બેઉ બુદ્ધ - બુદ્ધિ બુધબોધી - બુદ્ધગોહિ બેઅંદ્રી - બેઈન્દ્રિય બેહુ - બંને બેહનું - બેઉનું બેઠું - બંને બોલઈ - બોલે બોહોત્સરિ - બોતેર બોહોત્યય - બોતેર બમણું - બમણું બ્રમ - બ્રહ્મ દેવલોક બ્રહ્મ - બ્રહ્મ દેવલોક બ્રહ્મ સુતાયજી - સરસ્વતી ભલઓ - ભલો ભક્ષન - ભક્ષણ ભાખ - કહે ભાખઈ - ભાખે ભાખિ - કહે ભાખસ્યું - ભાખીશું ભાખ્યા - કહ્યા ભાખ્યું - કહ્યું ભાજેવા - લુંટવા. ભાતિ - પ્રકાર ભાલઈ - ભાલે, ભાલાથી ભાલો - જુઓ. ભુજપુર - ભુજપરિસર્પ, ભુજાથી ચાલનાર ભુજંતા - ભોગવતા ભુવણ - દેરાસર ભુવન - ભવન, મકાન ભેટઈ -મળે ભોગિ - ભોગવરી ભોમતી - જમીન ભોમિ - ભૂમિ ભોમ્યમાં ભૂમિમાં ભાત ત્રીયાસ્ય - ભાઈની પત્ની ભઈ - ભય ભખઈ - ભખે, ખાયા ભખઈ તો - ભક્ષણ કરતો ભખ્ય - ભસ્યા ભણઈ - ભણે, કહે ભણઈતા - ભણતાં ભણી જઈ - કહે છે, પ્રગટ કરે છે ભમઈ - ભમે ભમિ - ભમ્યો ભરઈ - ભરે ભરાસિજી - ભરાશે. મ - નહિ મઈ - મેં મઈયુન -મૈથુન મચ્છ - માછલી, માછલાદિ જળચર મચ્છદ્દા - મરછર મત્ય - મતિ. આમત્યહ - મતિ. મનપજયાય - મન:પર્યવજ્ઞાન મઘર - મદિરા. મનિ - મનમાં મજમાં - મનમાં મમઃ - મારી. મરઈ - મરીને મરિ - મરે મર્ણ - મરે Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત મલઈ - મળે. મુકીઈ - મૂકીએ મલ્લું મળ્યું મુખ્ય - મુખે (મુખમાં) મહઈરાજ - મહીરાજ મુખ્યથી - મુખેથી મહાવદ - મહાવિદેહ મુગતઈ - મુક્તિ મહિઅલી - મહિતલ એટલે કે પ્રથ્વીપતિ મુગતિ - મુક્તિ મહિષી - ભેંસ મુગત્ય - મુક્તિ - નહિ મુગત્યનયરની - મુક્તિ નગરની મંડ -રચના, માંડણી (રચવાનો વિચાર આવે) મુજ મારા મંડો- પાયો, રચના મુધ - મુદ્દલ મંશ - માંસ મુરખિહાં - મૂર્ખામાં મંસ -માંસ મુર્યાખ - મૂર્ખ મંચકાય - માછલા. મૂકઈ - મૂકીએ માંગ - અપવાદ મૂખ - મુખા માછો - માઇલો મૂઝ - મને માટઈ - માટે મૂનીસર - મુનિશ્વર માઠેરિ - કાંઈક ઓછું મૃષા - જૂઠું માણસનિ - માણસને મેર - મેરૂ પર્વતા માન - પરિમાણ, જથ્થો. સંખ્યા મેલિ - મૂકી માય - માતા. મેહલઈ - મેલે, મૂકે મારિ - મારે મેહેલિ - મૂક્યા માહા - મહાવિદેહ મોખ્ય - મોક્ષ માહિ - માં, અંદર મોઢઈ - મોઢે માંકણ - માંકડ મોહિં - મોહથી માંચા - બાંધીને માંજારી - બિલાડી ચગન - જઘન્ય માંડવી - કરવી. યતી - યતિ માંહઈ - માંહે ચમ - એમ માંહા - માં ચૂગત - યૂતિ, તર્ક - વિતર્ક માંહિં - અગ્નિમાં યુગલ - જુગલિયા માંહિ - માં, અંદર યોગિ - યોગથી માંહિ - અંદરથી યોત્યષી - જ્યોતિષી. માંહુમા - અંદરો અંદર યોન - જાવાજોનિ મિ - મેં યોન્ય - જીવાજોનિ મીઠઉ - મીઠું મીથ્યાતી - મિથ્યાત્વી. રગતમંશ - લોહી માંસ મીન - માછલી રડઈ - પસાર કરે મીમાંચક - મીમાંસક રયણ - રત્ના મુકઈ - મૂકે રહસઈ – રખડે, ભટકે, ફરે Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ લાગટ - લાગલગાટ લાગિ - લાગે લુઢીનીતિ - લઘુનીત - મૂત્રા લુણ - મીઠું લેઈ - લઈ લેશ - લેશ્યા લેશા - લેશ્યા લાહો - લોખંડ વ્યંગ - લિંગ જીવવિચાર રાસ એક અધ્યયન રહઈ - રહે રહઈસ - રહે રહઈસ - રહસ્ય રહિ - રહે રંગ - આનંદ, ઉલ્લાસ રંગ -રંગે. રાજ તે પંચ - પાંચ રાજુ રાજરીધ્ય - રાજઋદ્ધિ રાજય - રાજ રાટ - રાજા રાયિ - રાજા રાંધો - રાંધ્યો રીખ્યા - રક્ષા રીખ્યાય - રક્ષા રીંધ્ય - રિદ્ધિ રીવ - ચીસ, પોકાર ડૂધ્યાન - રૌદ્ર ધ્યાન રૂઅડાજી - રૂડાજી રેખૂ - જરાપણા રોદંતી - રડતી લઈ - લહે, હોય લખ્ય પચવીસ - ૨૫ લાખ લખ્યણ - લક્ષણો લગઈ - લગી, સુધી લગતા - લગાતાર લગલગતા - લગાતાર લગિં - સુધી લહઈ - પ્રાપ્ત કરે, મેળવે લહઈ - લહે હોય લહી - પ્રાપ્ત કરી લહીઈ - લહીએ, પાર પામીએ લહીઈ - હોય લહુ - છે. લહેશ - લખીશ લંગિ - લિંગ લંતક - લાંતક લાખનિં સહસ હજાર - ૧ લાખ ૧૮ હજાર વઈકરી - વૈક્રિયા વઈદી - ક્રિય વઈર - વેરી. વઈરાગ - વૈરાગ્યા વઈસોષીક - વૈશેષિક વખાણ્ય - વખાણ, જાણ વગલેદ્રી - વિકસેન્દ્રિય વચઈ - વચ્ચે વચ્ચમાં - વચમાં વડવીસોજી - વડવીસા જ્ઞાતિના વડીનીતિ - મળા વડું - મોટું વડો - મોટો વઢંતા - લડે, ઝઘડે વણઈ - વણવાથી. વણા - વિના વણ્ય - વિના વધારઈ - વધારે વનતુછ - વનસ્પતિ વનસપતિ - વનસ્પતિ વરગણા - વર્ગણા. વરત્ત - વ્રતા વસ્તી - વ્રતી (?) વરીસ - વર્ષ વલ - વળી. વલઈ - વળે. વલસઈ - પામે વલી - વળી Page #517 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત વલો - વળી વવેક - વિવેક વશા - વસ્યા વસ - વીશ (૨૦) વસઈ - વસે વસેક - વિશેષ વસેખ - વિશેષ વસેષ - વિશેષ વટઈ - વહે, જાય વહઈનાર - પાલન કરનાર વાઈ - વાયુકાયા વાઓ - વાયુકાયા વાઓમાં - વાયુકામાં વાજંતા - વગાડતાં વાટ - રસ્તો વાધઈ - વધે. વાધ્યું - વધ્યું વાની - રાખ. વાપી - વ્યાપી વાય - વાયુકાયા વારિ - વાળી વારૂ - વારતા, અટકાવતા વાસદેવ - વાસુદેવા વાહણ - વાહના વિભાખઈ - ન બોલે વિમનસુ - વમના વિર્ષનું - વૃક્ષનું વિચુધ - વિશુદ્ધ વિકાર - વિકાર વિખ્યાત - વિખ્યાત વીગથા - વિકથા. વિધાચાર - વિચાર વિચાર - વિચાર વીજઈ - વિજે વીજઈ - બીજા વીજઈ - વિજય. વીડઈ - બીડે વીભમ - વિભંગ વીમાનીક (વ્યમાનીક) - વૈમાનિક વીડુિં - વીરે વિપ્ન - વૃક્ષા વીષ - ઝેર વિષઈ - વિષય વિસ્તરઈ - વિસ્તરે વીવહાર - વ્યવહાર વૃષભ - બળદ વૃષા - વૃક્ષ વેગ્ય - વેગે વેગ્યતે - વેગથી, ઝડપથી. વેઠી - સહન કરી વેઢિ કરઈ - વઢી કરીને, ઝઘડીને વોશરાવઈ - વોસિરાવીને વ્યન - વિના. વ્યના - વિના વ્યમાન - વિમાન વ્યખ્યા - વસ્યા વ્યવરી - વ્યવહારથી વ્યાપ - દેહમાન, અવગાહના વ્યારી - ભેદ વ્યંતરાજી - વાણવ્યંતર બંમતી - વમે શક્રપ્રભા - શર્કરામભા (બીજી નારકીનું નામ) શમઈ - સમયે શમિ - સમય શરિ - મસ્તક શરીરમાન - અવગાહના શહાસત્રિ - શાસ્ત્રમાં શંખ્ય - સંખ્યાતા સંખ્યા - સંખ્યા સંખ્યાનુમાન - સંખ્યાત વર્ષના આયુષ્યવાળા. શંખ્યાય - સંખ્યા શંગ - સંગ શામિ - સમય શાહાસ્ત્ર - શાસ્ત્રા શાહ×ઈ - શાસ્ત્રમાં શાહાસ્ત્રતણી - શાસ્ત્રની Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ જીવવિચાર રાસ એક અધ્યયન શાહાસ્ત્રિ - શાસ્ત્રમાં શાંખ્ય - સાંખ્યા શાંગિના - સંજ્ઞા શિરા - નસો. શીઘ - સિદ્ધ શીલ સદારાશ - સ્વપત્નીવ્રત પાળનાર શ્રી - સ્ત્રી શ્રીમંધરજી - શ્રીમંધર સ્વામીને શ્રી લગિ - સ્ત્રીલિંગે શ્રી સેતુજગીરનારય - શેત્રુંજય ગિરનાર ષષ્ટ્ર- છ સકલ - શુક્લા સકલ - બધા. સક્યો - શક્યો સઘલઈ - સઘળી, સઘળે. સઘલામાં - સર્વમાં, બધામાં સઘરઈ - સંઘરે, લઈ જવું સદીવ = સદેવ - હંમેશાં સધઈયિ - શ્રદ્ધા કરીએ સધર્મ - સુધર્મ સબલ - ખૂબ બળવાન સમક્ત - સમકિતા સમકીધ - સમકિતા સમચતુરસ - સમચોરસ સંસ્થાના સમજિન - જિન સરીખા સમઝઈ - સમઝે સમદાયિ - સમુદાયમાં સમભતલાથી - સમ પૃથ્વીથી સમરિ - સ્મરણ કરવાથી સમરૂં - સ્મરણ કરૂં સમલા - સસલા સમામિછાદ્રિ - સમા મિથ્યાદષ્ટિ સમિ - સમય સમુદ્ગ - સમુદનગા સમુઠ્ઠીમ - સંમૂર્છાિમાં સરઈ - ગણાય, ગણતરી થાય. સરખી - જેવી સરપાદીક - સર્પ આદિ સરવ - સર્વ સરૂપ - સ્વરૂપ સર્વારથસીધિ - સર્વાર્થસિદ્ધ સહઈ - હજાર સહઈસરિ - સહસ્ત્ર સહઈસ - હજાર સહઈસાર - સહસ્સાર સહિત ચોરાસી - ચોર્યાસી હજાર સંઘરઈ - સંઘરે, ન લઈ જાય સંઘેણ - સંઘયણ. સંઘેનમ - સંઘયણ સંચ પિંડ, જથ્થો સંચ - સંગ્રહ સંતા - સિવતા સંધૂ - સંધિસ્થાના સંપદિ – સંપત્તિ સંપૂર - સંપૂર્ણ સંયોગિં - સંયોગમાં સંસારિ - સંસારે, સંસારમાં સંસ્કાન - સંસ્થાન, આકૃતિ સંહેર્ણ - સાહારણ, દેવતા હરીને લઈ જાય. સાઠી - સાઠ (૬૦) સાઢાં પનર - સાડા પંદર સાઢા બાસઠ - સાડા બાસઠ સાધ - સાધુ સાધનો - સાધુનો સાતઈ - સાતે સાત સહ્યા જોઅણ - સાતસો જોજન સાયર - સાગર સારદા - શારદા, સરસ્વતી દેવી. સાસઉસાસ - શ્વાસોચ્છવાસ સાહશત્રિ - શાસ્ત્રમાં સાહામો - સામો સાહયમો - સામો. સાંગિના - સંજ્ઞા સાંગ્યના - સંજ્ઞા Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત સિધ - સિદ્ધ સિધનિ - સિદ્ધને સિરિ - શ્રી, સ્ત્રી સીચિ - સીંચવું સીઝઈ - સીઝ સીત્યરિ - સીતેર સીધ - સિદ્ધ સીધ પંચશકા - સિદ્ધ પંચાશિકા સીપ - છીપ સીલ - શિયળા સીવપૂર - શિવપુર, સિદ્ધક્ષેત્ર સુજોય - સારી રીતે જુઓ સુણ - સાંભળો સુણજ્યો - સુણજો સુણ્યો - સાંભળો સુત્ત અજ્ઞાન - શ્રુત અજ્ઞાન સુતનિ - પુત્રને સુતેહ - શ્રુતા સુપરષ - સુપુરૂષ સુપરિ - સુપેરે, સારી રીતે સુપરિ - સારી પેરે, સારી રીતે, સુપેરે સુભાઈ - સુર માંહે, દેવતામાં સુર સસી - સૂર્ય - ચંદ્ર સુર્ખ - સરખું સૂણસિં - સાંભળશે સૂધ - શુદ્ધ સૂર - દેવા સૂરકેરિ - દેવતાની સેઅંદ્રીઆ - સઈન્દ્રિયા સેક - જાણવું સેનીઓ - સંજ્ઞી સેની - સંજ્ઞા સો - તો સોઈ - તેઓ સોક - શોક સોય - તે સોલ - સોળ સોલછયતા - ૧૬૭૬ સોવંતા - સુપડાથી સોનુ ઋતિ - સ્થિતિ મ્યુકેર - મહાશુક્ર ચુધ - શુદ્ધ ચૅખાય - સંખ્યા હઈઆમાં - હૈયામાં, હૃદયમાં હઇઈ - કહે હઇડઈ - હઈડે, હૈયે હજાહર - હજાર હણઈ - હણે હણો - હણજો હણીઈ - હણીએ હસ્યો - હણવાનું હરખઈ - હરખે, હર્ષ પામે હરિઆલ - હરતાલા હસ્તિણૂં - ઘાસ પર બાઝેલું પાણી હર્ણ - હરણ હવઈ - થાય, હવે હવા - થયા હવેઈ - હવે હસઈ - હશે, થશે હાર્થિ - હાથે હારઈ - હાર્યો હાશ - હાસ્ય હાસીજી - મશ્કરી હીડંતા - ચાલતા હીંગલું - હિંગળોક હુઆ - થયા. હુઈ - હોય હુઓ - થયો હુતાશનિ - અગ્નિ, હોળી પેટાવવી હુતિકાં - હોવા છતાં હેઠા - નીચે હેમાચલઈ - હિમાચલ હેવ - હોય. હેવ - હવે હોઈશ - થઈશ. હોત - હોય હોથ - હાથી હોહ - હોય Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ જીવવિચાર રાસ એક અધ્યયન પરિશિષ્ટ - ૨ મનુષ્યની સંખ્યા ર૯ આંકડા પ્રમાણે છે. ૧ = એકડાને ૯૬ વાર ઠામ બમણો કરવાથી ર૯ આંકડા આવે. દા.ત. પહેલો ક્રમાંક ૧+૧=ર પછી ૨૪૨=૪ એમ ક્રમશઃ ૯૬ વાર બમણાં કરતાં જવું. જે સંખ્યા આવે એટલા ગર્ભજ મનુષ્ય. ૧૩૪૨૧૭૭૨૮ ૨૬૮૪૩૫૪૫૬ ૫૩૬૮૭૦૯૧૨ ૧૦૭૩૭૪૧૮૨૪ ૨૧૪૭૪૮૩૬૪૮ ૪૨૯૪૯૬૭૨૯૬ ૮૫૮૯૯૩૪૫૯૨ ૧૭૧૭૯૮૬૯૧૮૪ ૩૪૩૫૯૭૩૮૩૬૮ ૬૮૭૧૯૪૭૬૭૩૬ ૧૩૭૪૩૮૯૫૩૪૭૨ ૨૭૪૮૭૭૯૦૬૯૪૪ ૫૪૯૭પપ૮૧૩૮૮૮ ૧૨૮ ૧૦૯૯૫૧૧૬૨૭૭૭૬ ૨૫૬ ૫૧૨ ૧૦૨૪ ૨૧૯૯૦૨૩૨૫૫૫૫૨ ૪૩૯૮૦૪૬૫૧૧૧૦૪ ૮૭૯૬૦૯૩૦૨૨૨૦૮ ૧૭૫૯૨ ૧૮૬૦૪૪૪૧૬ ૨૦૪૮ ૪૦૯૬ ૩૫૧૮૪૩૭૨૦૮૮૮૩૨ ૮૧૯૨ ૧૬૩૮૪ ૩૨૭૬૮ ૬૫૫૩૬ ૧૩૧૦૭૨ ૨૬૨૧૪૪ પ૨૪૨૮૮ ૧૦૪૮૫૭૬ ૨૦૯૭૧૫૨ ૪૧૯૪૩૦૪ ૮૩૮૮૬૦૮ ૧૬૭૭૭૨૧૬ ૩૩૫૫૪૪૩૨ ૬૭૧૦૮૮૬૪ ૭૦ ૩૬૮૭૪૪૧૭૭૬૬૪ ૧૪૦૭૩૭૪૮૮૩૫૫૩૨૮ ૨૮૧૪૭૪૯૭૬૭૧૦૬૫૬ ૫૬૨૯૪૯૫૩૪૨૧૩૧૩ ૧૧૨૫૮૯૯૯૦૬૮૪૨૬૨૪ ૨૨૫૧૭૯૯૮૧૩૬૮૫૨૪૮ ૪૫૦૩૫૯૯૬૨૭૩૭૦૪૯૬ ૯૦૦૭૧૯૯૨૫૪૭૪૦૯૯૨ ૧૮૦૧૪૩૯૮૫૦૯૪૮૧૯૮૪ ૩૬૦૨૮૭૯૭૦ ૧૮૯૬૩૯૬૮ ૭૨૦૫૭૫૯૪૦૩૭૯૨૭૯૩૬ ૧૪૪૧૧૫૧૮૮૦૭૫૮૫૫૮૭૨ ૨૮૮૨૩૦૩૭૬૧પ૧૭૧૧૭૪૪ પ૭૬૪૬૦૭૫૨૩૦૩૪૨૩૪૮૮ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૧૫૨૯૨૧૫૦૪૬૦૬૮૪૬૯૭૬૯૦૩૫૨૦૩૧૪૨૮૩૦૪૨૧૯૧૯૨૯૩૭૯૨ ૨૩૦૫૮૪૩૦૦૯૨૧૩૬૯૩૯૫૨/૧૯૮૦૭૦૪૦૬૨૮૫૬૬૦૮૪૩૯૮૩૮૫૯૮૫૮૪ ૪૬૧૧૬૮૬૦૧૮૪૨૭૩૮૭૯૦૪૩૯૬૧૪૦૮૧૨પ૭૧૩૨૧૬૮૭૯૬૭૭૧૯૫૧૬૮ ૯૨૨૩૩૭૨૦૩૬૮૫૪૭૭૫૮૦૮૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬ આ રીતે મનુષ્યની સંખ્યા ર૯ ૩૬૮૯૩૪૮૮૧૪૭૪૧૯૧૦૩૨૩૨ આંકડા પ્રમાણે થાય છે. ૭૩૭૮૬૯૭૬૨૯૪૮૩૮૨૦૬૪૬૪ ૧૪૭૫૭૩૯૫૨૫૮૯૬૭૬૪૧૨૯૨૮ ૨૯૫૧૪૭૯૦૫૧૭૯૩પ૨૮૨૫૮૫૬ પ૯૦૨૯૫૮૧૦૩૫૮૭૦૫૬૫૧૭૧૨ ૧૧૮૦૫૯૧૬૨૦૭૧૭૪૧૧૩૦૩૪૨૪ ૨૩૬૧૧૮૩૨૪૧૪૩૪૮૨૨૬૦૬૮૪૮ ૪૭૨૨૩૬૬૪૮૨૮s૯૬૪૫૨૧૩૬૯૬ ૯૪૪૪૭૩૨૯૬પ૭૩૯૨૯૦૪૨૭૩૯૨ ૧૮૮૮૯૪૬૫૯૩૧૪૭૮૫૮૦૮૫૪૭૮૪ ૩૭૭૭૮૯૩૧૮૬૨૯૫૭૧૬૧૭૦૯૫૬૮ ૭પપપ૭૮૬૩૭૨૫૯૧૪૩૨૩૪૧૯૧૩૬, ૧૫૧૧૧૫૭૨૭૪૫૧૮૨૮૬૪૬૮૩૮૨૭૨ ૩૦૨૨૩૧૪૫૪૯૦૩૬૫૭૨૯૩૬૭૬૫૪૪ ૬૦૪૪૫૨૯૦૯૮૦૭૩૧૪૫૮૭૩૫૩૦૮૮ ૧૨૦૮૯૨૫૮૧૯૬૧૪૬૨૯૧૭૪૭૦૬૧૭૬ ૨૪૧૬૮૫૧૬૩૯૨૨૯૨૫૮૩૪૯૪૧૨૩૫૨ ૪૮૩૫૭૦૩૨૭૮૪૫૮૫૧૬૬૯૮૮૨૪૭૦૪ ૯૬૭૧૪૦૬૫૫૬૯૧૭૦૩૩૩૯૭૬૪૯૪૦૮ ૧૯૩૪૨૮૧૩૧૧૩૮૩૪૦૬૬૭૯૫૨૯૮૮૧૬ ૩૮૬૮૫૬૨૬૨૨૭૬૬૮૧૩૩૫૯૦૫૯૭૬૩૨ ૭૭૩૭૧૨૫૨૪પપ૩૩૬૨૬૭૧૮૧૧૯૫૨૬૪ ૧૫૪૭૪૨૫૦૪૯૧૦૬૭૨૫૩૪૩૬૨૩૯૦ પ૨૮ ૩૦૯૪૮૫૦૦૯૮૨૧૩૪૫૦૬૮૭૨૪૭૮૧૦૫૬ ૬૧૮૯૭૦૦૧૯૬૪૨૬૯૦૧૩૭૪૪૯૫૬૨૧૧૨ ૧૨૩૭૯૪૦૦ ૩૯૨૮૫૩૮૦૨૭૪૮૯૯૧૨૪૨૨૪ ૨૪૭૫૮૮૦૦૭૮૫૭૦૭૬૦૫૪૯૭૯૮૨૪૮૪૪૮ ૪૯૫૧૭૬૦૧પ૭૧૪૧૫૨૧૦૯૯૫૯૬૪૯૬૮૯૬ Page #522 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૧૧ પરિશિષ્ટ - ૩ જન પારિભાષિક શબ્દો જૈનાચાર્યો અને જેન કવિઓ - સાહિત્યકારોએ વિભિન્ન ભાષાઓમાં ભારતીય સાહિત્યને વિવિધ ક્ષેત્રે સમૃદ્ધ કર્યું છે. એમાંની એક ભાષા છે ગુજરાતી. જેમાં જેનદર્શનનું તત્ત્વજ્ઞાન, કથા, સાહિત્યરાસા સાહિત્ય, ગદ્ય-પદ્યના વિવિધ માધ્યમો દ્વારા પીરસ્યું છે. તેમાં પ્રચૂર પ્રમાણમાં જેના પારિભાષિક અને વિશેષાર્થ ગર્ભિત શબ્દોનો પ્રયોગ કર્યો છે. એ અન્ય ગુજરાતી શબ્દકોષમાં ન મળે. તે સ્વાભાવિક છે. એટલે જીવવિચાર રાસના પારિભાષિક શબ્દોને શાસ્ત્રોના અને ગુરૂગમના આધારે અહીં આલેખું છું. અકર્મભૂમિ - ત્રણ કર્મ - અસિ, મણિ, કૃષિ આદિના વ્યાપારથી, કાર્યથી રહિત દશ પ્રકારના કલ્પવૃક્ષની સહાયથી જીવન વ્યતીત જે ક્ષેત્રમાં થાય તે અકર્મભૂમિ. મોક્ષ માટે અયોગ્ય ક્ષેત્ર ગણાય છ અકર્મભૂમિ ૮૬ છે. પ હેમવય, ૫ હિરણ્યવય, ૫ હરિવાસ પ રમ્યાવાસ, ૫ દેવકુરૂ, ૫ ઉતરકુરૂ એમ ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતરદ્વીપ, અય્યત સમકિત-જે સમકિત એકવાર પ્રાપ્ત થયા પછી જાય નહિ તે, અપડિવાઈ સમકિત કે અય્યત સમકિત. અજ્ઞાન = સમ્યક જ્ઞાનનો અભાવ કે મિથ્યાજ્ઞાન તે અજ્ઞાન. ક્ષયોપશમિકના અર્થમાં અજ્ઞાન છે. મોક્ષમાર્ગની પ્રમુખતાને કારણે અહીં મિથ્યાજ્ઞાન સમજવું. મિથ્યાજ્ઞાન - મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી હોય. રૂપર વિવેકથી રહિત, શરીરાદિ પદાર્થોને નિજ સ્વરૂપ માનવારૂપ જે પદાર્થજ્ઞાન થાય છે તેને અજ્ઞાન કહે છે. અંડજ = ઈંડામાંથી ઉત્પન્ન થવાવાળા જીવ ખેચર જીવો. અંતર = કોઈ એક કાર્યવિશેષ કરી ચૂક્યા પછી જેટલા કાળ પછી એનું ફરીથી થવાનો સંભવ થાય એટલા કાળને અંતર કહે છે. અંતરદ્વીપર એક દ્વીપના અંતરે બીજો દ્વીપ હોય તે અંતરદ્વીપ ચારે બાજુ સમુદ્ર અને વચ્ચે જમીન હોય તે દ્વીપ તેવા મનુષ્યને રહેવાના અંતરદ્વીપ માત્ર લવણસમુદ્રમાં જ હોય. તે લઘુહિમવંતપર્વત અને શિખરી પર્વતના મૂળના ભાગ જે લવણ સમુદ્રમાં ચારે વિદિશામાં ફેલાયેલા છે. તેમાં જંબુદ્વીપની જગતીથી ૩૦૦ યોજન, સમુદ્રમાં અંદર જઈએ પછી ક્રમશઃ સાત - સાત દ્વીપ ચોક્કસ અંતરે આવેલા છે. અંતર્મુહૂર્ત = સમયનું એક વ્યવહારિક માપ. તેમાં આંખના પલકારા જેટલા સમયથી માંડીને ૪૮ મિનિટમાં એક સમય ન્યૂન સુધીનો સમય આવે છે. તેને બે ઘડી ન્યૂન સમય પણ કહે છે. અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદ એવો ઉલ્લેખ ગાથા નં. ૧૮૦ માં છે. જઘન્ય અંતર્મુહૂર્ત ૨ થી ૯ સમયનું હોય. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ૪૮ મિનિટમાંથી એક સમય ન્યૂન હોય. તેની વચ્ચેના જેટલા પણ સમયોવાળાં અંતર્મુહૂર્ત તે બધા મધ્યમ કહેવાય. આ બધા અંતર્મુહૂર્તના પ્રકાર કહેવાય એ રીતે અસંખ્યાતા પ્રકાર બને છે. અપકાય = પાણી જ જેનું શરીર છે તે અપકાય. અનુત્તર વિમાન વિમાનવાસી દેવોમાં જેમના વિમાન બધાથી પ્રધાન શ્રેષ્ઠ અનુત્તર છે. તે અનુત્તર વિમાન તે પાંચ છે એને તે ૧૨ દેવલોક તથા નવ ગવેયકની ઉપર આવેલા છે. અપર્યાપ્તા = જે જીવોએ સ્વયોગ્ય પર્યાતિઓ પૂર્ણ ન કરી હોય તેવા જીવો. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત અભવ્ય -અભવી જેના સંસાર ભ્રમણાનો ક્યારેય અંત થતો નથી અને તે જીવને ક્યારેય સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. તે જીવો ક્યારેય મોક્ષમાં જતા નથી. અભક્ષ્ય =ધર્મની નીતિ નિયમોની અપેક્ષાએ નહિ ખાવા યોગ્ય પદાર્થ તે અભક્ષ્ય કહેવાય. ૨૨ જાતના અભક્ષ્ય ગ્રંથોમાં બતાવ્યા છે. અલ્પબદુત્વ એક બીજાની અપેક્ષાએ ઓછા - વધુપણાની રજૂઆત. અલોક = જયાં લોક નથી અર્થાત્ જ્યાં ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યોનો અભાવ છે તે. ચૌદ રાજલોક પ્રમાણ લોકની બહાર જે અનંત ક્ષેત્ર તે અલોક. અવગાહના-દેહમાન - શરીરની ઊંચાઈ. અવગાહિત ક્ષેત્ર, જીવે રોકેલી જગ્યા. આકાશ પ્રદેશને રોકીને રહેવું તે. અવધિજ્ઞાન,અવધિદર્શન - મર્યાદિત જ્ઞાનદર્શન, રૂપી પદાર્થોનું જાણપણું ઈન્દ્રિયોની સહાયતા વગર સાક્ષાત્ આત્માથી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. અને અવધિજ્ઞાનાવરણીય અને અવધિ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી મર્યાદિત દ્રવ્ય, મર્યાદિત ક્ષેત્ર, મર્યાદિત કાળ અને મર્યાદિત ભાવનું જાણપણું તે અવધિજ્ઞાન -અવધિદર્શન. જે મર્યાદિત યથાર્થ જ્ઞાન તે. સીમાથી યુક્ત હોવાને કારણે પરમાગમમાં એને સીમાજ્ઞાન પણ કહ્યું છે. અવસર્પિણી કાળ - અવ = ઉતરતો સર્પિણી = સાપની જેમ સાપ મોઢા પાસે જાડો હોય છે અને પૂંછડી પાસે પાતળો થાય એવી રીતે ક્રમશઃ ઊતરતો કાળ. જે કાળમાં જીવોના સંઘયણ, સંસ્થાન, આયુષ્ય, અવગાહના, ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરૂષાકારપરાક્રમ ક્રમશઃ ઘટતાં જાય છે તેમ જ પુદ્ગલોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ઘટતાં જાય ધરતીના રસકસી ઘટતા જાય, અશુભ ભાવો વધતાં જાય એવો કાળ, હીયમાન સમય, કાળચક્ર કે સમયચક્રનો અડધો ભાગ. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમનો કાળચક્ર છે. તેમાંથી ૧૦ ક્રોડાકોડી સાગરોપમાં જેટલો સમય. આવો કાળ માત્ર ભરત - ઇરવત ક્ષેત્રમાં જ છે. અવ્યવહારરાશિ = જે જીવો વ્યવહારની ગણતરીમાં આવ્યા નથી એટલે કે અનંતકાળથી જે જીવોએ ક્યારેય નિગોદનું સ્થાન છોડ્યું નથી તે અવ્યવહારરાશિના જીવો છે. અસંજ્ઞી = જે જીવોને મન ન હોય તે, એટલે ભૂત – ભવિષ્ય - વર્તમાનનો વિચાર કરીને ન જીવે છે. આહારક શરીર = ૧૪ પૂર્વી સાધુને તપાદિથી લબ્ધિ ઉપજે તેનાથી ઉત્તમ પુદ્ગલો લઈને સ્ફટિક સમાન અદશ્ય, શરીર. જઘન્ય, ૧ હાથ ન્યૂન ઉત્કૃષ્ટ એક હાથનું શરીર બનાવે. આયુષ્ય = જીવનું કોઈ વિવક્ષિત ટકી રહેવાપણું એ મર્યાદિત કાળનું નામ આયુષ્ય છે. ઈન્દ્રિય = રૂપી, પદાર્થોને આંશિક રીતે જાણવામાં સહાયભૂત થાય છે. આત્મારૂપી ઈંદ્ર જેના વડે ઓળખાય તેને ઈન્દ્રિય કહેવાય. જ્ઞાનનું બાહ્ય સાધન તે ઈન્દ્રિય. જેના દ્વારા આત્મારૂપી ઈંદ્ર એશ્વર્યનો ભોગવટો કરે તે ઈંન્દ્રિય. ઈંદ્રિય પાંચ છે. ૧) શ્રોત્રેન્દ્રિય - જેનાથી શબ્દનું જ્ઞાન થાય છે તે કદંબપુષ્પના આકારવાળી છે. ૨) ચક્ષુઇંદ્રિય - જેનાથી રૂપ - વર્ણનું જ્ઞાન થાય છે તે મસુરની દાળના આકારવાળી છે. ૩) ધ્રાણેન્દ્રિય - જેનાથી ગંધનું જ્ઞાન થાય છે તે અતિમુકતકૂલના આકારવાળી છે. ૪) રસનેન્દ્રિય - જેનાથી સ્વાદ, રસનું જ્ઞાન થાય છે તે છૂરપલાની ધારના આકારવાળી છે. ૫) સ્પર્શનેન્દ્રિય - જેનાથી સ્પર્શનું જ્ઞાન થાય છે તે વિવિધ આકારવાળી છે. ઉત્સર્પિણીકાળ = ચડતો કાળ, કાલચક્રનો વર્ણાદિની વૃદ્ધિ પામતો અડધો ભાગ. વર્ધમાન સમય અવસર્પિણીકાળથી ઉલ્ટો સમજવો. તેમાં જીવોના આયુ વગેરે ક્રમશઃ વધતાં જાય. આવો કાળ ભરત - ઈરવત ક્ષેત્રમાં જ છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૧૩ ઉત્તરવૈક્રિય શરીર = દેવાદિ પોતાનું મૂળ શરીર છોડ્યા વિના બીજું વેક્રિય શરીર બનાવે કે અન્ય રૂપો વિદુર્વે તે ઉત્તર વૈક્રિય શરીર. ઉભિજ = જમીન ફોડીને ઉત્પન્ન થવાવાળા જીવ. વિકલેંદ્રિયમાંથી કેટલાંક જીવ આ રીતે ઉત્પન્ન થાય છે. ઉદ્વર્તન તે સ્થાન મૂકીને આવવું ઉપાયોગ ચેતનાની પ્રવૃત્તિ, શબ્દાદિ વિષયમાં ઈન્દ્રિયોનું જોડાણ, જ્ઞાન-દર્શન. ઉપયોગ-૧૨ છે. ઉપપાત- ઓપપાતિક - આપોઆપ ઉત્પત્તિ. ઉત્પત્તિયોગ્ય સ્થાનવિશેષમાં જે જીવો ગર્ભમાં રહ્યા વિના પોતાની મેળે ઉત્પન્ન થાય છે. ઓપપાતિક જીવો કહેવાય. નારકી અને દેવની ઉત્પત્તિ ઓપપાતિક છે. ઔદારિક શરીર - જે સડી જાય, પડી જાય, વિણસી જાય, કોહવાઈ જાય, બગડી જાય, મૃત્યુ પછી મૃતદેહ એમ જ પડી રહે એવું શરીર અથવા ઉદાર એટલે પ્રધાન - મુખ્ય -મોટું - સ્થૂળ જે તીર્થંકર ગણધર આદિ પુરૂષોને પ્રધાન એવી મોક્ષગતિ મોળવવામાં સહાય કરે તે દારિક શરીર. કર્મ આત્માના ગુણોને આચ્છાદિત કરનારી પદ્ગલિક શક્તિ તે કર્મ. કર્મ આઠ પ્રકારના છે. ૧) જ્ઞાનાવરણીય કર્મ - આત્માના જ્ઞાનગુણને આવરનાર. દર્શનાવરણીય કર્મ - આત્માના દર્શનગુણને આવરનાર. વેદનીય કર્મ - આત્માના અનંત આત્મિક સુખને રોકનાર કર્મ. મોહનીય કર્મ - આત્માને સત્ અસત્ ના વિવેકથી રહિત બનાવનાર, લાયક સમકિતા ગુણ ને અટકાવનાર કર્મ. આયુષ્ય કર્મ - આત્માને કેદીની માફક કોઈપણ એક ગતિમાં એક મર્યાદિત કાળ સુધી બાંધી રાખનાર કર્મ. નામ કર્મ - અરૂપી એવા આત્માને રૂપી બનાવનારૂં કર્મ. ગોત્ર કર્મ - આત્માનો અગુરુલઘુ ગુણ રોકનારૂં કર્મ. અંતરાય કર્મ - દાનાદિ કાર્યોમાં અંતરાય (વિષ્ણ) પાડનાર કર્મ. કર્મની વર્ગણા = કાશ્મણ વર્ગણા - સમાન જાતિવાળા પુદ્ગલ સમુહને વર્ગણા કહેવાય છે. જે પુદ્ગલ સમુહથી કર્મ બંધાય, કામણ શરીરની રચના થાય તે કાર્મણ વર્ગણા કહેવાય છે. કર્મભૂમિ અસિ = શસ્ત્ર ચલાવવા, મસિ = કલમ ચલાવવી વ્યાપાર કરવો, કૃષિ = ખેતી સંબંધી કાર્યો કરવા એ ત્રણ પ્રકારના કર્મ - વડે જયાં આજીવિકા થાય તેને કર્મભૂમિ કહેવાય અથવા જેમાં મોક્ષમાર્ગને જાણનારા, તેનો ઉપદેશ કરનારા તીર્થંકર આદિ ઉત્પન્ન થઈ શકે છે તેને કર્મભૂમિ કહે છે. તેવી કર્મભૂમિ પંદર છે. પાંચ ભરત, પાંચ ઈરવત અને પાંચ મહાવિદેહ. કષાય કમ્ + આય, કમ્ - સંસાર, આય = પ્રાપ્તિ જેનાથી સંસારની પ્રાપ્તિ - વૃદ્ધિ થાય તે કષાય. આત્મામાં જે કલુષિતતા - મલિનતા ઉત્પન્ન કરે તે કષાય, કષાય ચાર પ્રકારના છે. ક્રોધ = રીસ, ગુસ્સો, માન = અહંકાર, અભિમાન, માયા = કપટ, લોભ = મમત્વ. કાયયોગ = કાયાની પ્રવૃત્તિ - કાયાનો વ્યાપાર. આત્માનો કાયા વડે થતો પ્રયોગ. કાયસ્થિતિ - કોઈ એક જ અવસ્થામાં લગાતાર ઉપજવું તે કાળ કાયાસ્થિતિ કહેવાય. કાર્મણ શરીર - જેમાં આઠે કર્મના સ્કંધ સંગ્રહિત રહે છે તે. આ શરીર સર્વ સંસારી જીવોને હોય છે. કાર્મણ વર્ગણાઓ આત્મા વડે જ્યાં સંગ્રહિત કરાય તેને કાશ્મણ શરીર કહે છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ કાળ શ્રાવક કવિ ઋષભદાસ કૃત સમય - વખત - કાળ દ્રવ્ય - સમય બતાવનાર, નવાને જૂના બનાવનાર એક દ્રવ્ય. કાળનાં ત્રણ પ્રકાર છે. સંખ્યાતો કાળ, અસંખ્યાતો કાળ અને અનંતો કાળ. સંખ્યાતો કાળ - સૂત્રકારે જેને સંખ્યાતાકાળની ઉપમા આપી છે તેટલો કાળ. અંતર્મુહૂર્તથી પૂર્વક્રોડ સુધીનો કાળ. અસંખ્યાતો કાળ- પૂર્વક્રોડ ઝાઝેરાની સંખ્યા, પલ્યોપમ, સાગરોપમ વગેરે છે. અનંતકાળ - અસંખ્યાતા કાળ પછીનો કાળ અનંતકાળ કહેવાય. કાળધર્મ - એક ગતિમાંથ બીજી ગતિમાં જવું. કેવળી ચાર ઘાતીકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આત્મામાં જે સર્વકાલીન, સંપૂર્ણજ્ઞાન ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાન કેવળદર્શનના ધારક મહાન આત્માને કેવળી કહેવાય છે. સર્વજ્ઞ - ત્રણેકાળ - ત્રણે લોકની વાત જાણનાર કેવળી કહેવાય છે. કેવળજ્ઞાન,કેવળદર્શન - કેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી લોકાલોકમાં રહેલાં સર્વકાળના સર્વદ્રવ્યોના સર્વ ગુણોની સર્વ પર્યાયને આત્મા દ્વારા એક - સાથે જાણે તે કેવળજ્ઞાન અને જુએ તે કેવળદર્શન. ગતાગતિ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે ગતિ. ત્યાંથી પાછા બીજી પૂર્વ અવસ્થામાં આવવું તે આગતિ = ગતાગતિ. ગર્ભજ ગર્ભમાં ઉત્પન્ન થવાવાળા જીવો. ગર્ભજ મનુષ્યો. ગર્ભજ પ્રાણીઓ વગેરે જે જીવો સ્ત્રી પુરૂષના સંયોગથી ગર્ભમાં ઉત્પન્ન થાય તે ગર્ભજ જીવ કહેવાય. ચારિત્ર આત્મગુણમાં વિચરવું તે ચારિત્ર. આત્મસ્વરૂપમાં રમણતા કરવી તે ચારિત્ર આત્મશુદ્ધિ માટે કરાતી પ્રકૃષ્ટ સાધના તે ચારિત્ર. તેવા ચારિત્ર પાંચ પ્રકારના છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત. = ચૌદ પૂર્વઘર - જૈનાગમોમાં મુખ્ય અંગસૂત્રો બાર છે. તેમાં બારમા અંગસૂત્ર દૃષ્ટિવાદના પાંચ અધ્યયન છે. પરિક્રમ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા એમાંથી ત્રીજા પૂર્વગતના ચૌદ વિભાગ છે. તેને પૂર્વ કહેવાય. જે મહાત્મા આ ચૌદપૂર્વનું જ્ઞાન ધરાવતા હોય તેમને ચૌદપૂર્વધર કહે છે. આ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન હોવાને કારણે એમને શ્રુતકેવળી પણ કહેવાય છે. = સૌથી ઓછું. અલ્પતમ જઘન્ય જરાયુજ = જરા (ઓર, નાળ વગેરે) થી વેષ્ઠિત થઈને ઉત્પન્ન થવાવાળાં જીવો. મનુષ્ય, ગાય વગેરે. જાતિ = જે નામકર્મના ઉદયથી જીવના એકેન્દ્રિયાદિ વિભાગ થાય તે જાતિનામ કર્મ. જાતિ પાંચ પ્રકારની છે. એકેન્દ્રિય - જેને એક ઈન્દ્રિય સ્પર્શનેન્દ્રિય હોય તેવા જીવો એકેન્દ્રિય કહેવાય છે. બેઈન્દ્રિય -જેને બે ઈન્દ્રિયો સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય હોય તેને બેઈન્દ્રિય કહેવાય છે. તેઈન્દ્રિય જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય એ ત્રણ ઈન્દ્રિયો હોય તેવા જીવોને તેઈન્દ્રિય કહેવાય છે. ચૌરેન્દ્રિય - જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય હોય તેવા જીવો ચૌરેન્દ્રિય કહેવાય છે. - પંચેન્દ્રિય - જેને પૂર્વોક્ત ચાર અને પાંચમી શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈંદ્રિયો હોય તેને પંચેન્દ્રિય કહેવાય છે. જોઅણ - યોજન - જોજન - ૪ ગાઉનું એક યોજન થાય છે. જૈન દર્શનમાં દર્શાવેલું ક્ષેત્રનું ૧ માપ. Page #526 -------------------------------------------------------------------------- ________________ સસ જીવવિચાર રાસ એક અધ્યયન . ૫૧૫ તત્ત્વ - તત્ +ત્વ - તેનું સ્વરૂપ, પદાર્થોનું સાચું સ્વરૂપ તથા જેનું સદાકાળ હોવાપણું છે તે તત્ત્વ છે. તપ - શરીર અને ઈંદ્રિયોને જે તપાવે તે તપ. જે કર્મોને સંતપ્ત કરે, નષ્ટ કરે તે તપ. તેના મુખ્ય બે ભેદ છે. બાહ્ય અને આત્યંતર - બાહ્યના ૬ ભેદ છે. અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસલીન્નતા. આભ્યાંતરના પણ છ ભેદ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈચાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ. તીર્થકર જે ધર્મતીર્થની સ્થાપના કરે છે, સાધુ - સાધ્વી, શ્રાવક - શ્રાવિકારૂપ જંગમ તીર્થના પ્રવર્તક. તેઉકાય અગ્નિ જ જે જીવોનું શરીર છે તે. તૈજસ શરીર સંસારી જીવોનો આત્મા જે શરીરમાં સંગ્રહીત થઈને રહે છે. જેના કારણે શરીરમાં ઉષ્ણતા રહે. તે તેજો લબ્ધિથી તેજોલેશ્યા શીત કે ઉષ્ણ યુગલોને છોડવામાં કારણભૂત શરીર તે. સર્વ સંસારી જીવોને મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હોય. ત્રસનામકર્મના ઉદયથી ગમનાગમન કરવાની શક્તિ ધરાવે તે ત્રસ. જે જીવો સુખદુઃખનું સંવેદન થતાં તેને અનુકૂળ હલનચલનાદિ પ્રવૃત્તિ પોતાની જાતે કરી શકે છે તેને ત્રસ કહેવાય છે. આ જીવો નિયમાં બાદર જ હોય અને ત્રસનાડીમાં જ હોય. દર્શન - દર્શન શબ્દના જેન આગમમાં અનેક અર્થ થાય છે. તેમાંનો એક અર્થ છે બોધ, જોવું જેને અનાકાર ઉપયોગ કહે છે. જગતના કોઈપણ પદાર્થનો સામાન્ય બોધ થવો અર્થાત્ આકાર, ગુણ, રંગ આદિ વિકલ્પો રહિત જોવું તે. તે ચાર પ્રકારના છે. ચક્ષુદર્શન - આંખથી થતો વસ્તુનો સામાન્યબોધ અચસુદર્શન - આંખ સિવાયની ઇંદ્રિયોથી થતો સામાન્ય બોધ. અવધિદર્શન - આત્માથી થતો રૂપી પદાર્થોનો, મર્યાદિત ક્ષેત્રના મર્યાદિત પદાર્થોનો સામાન્ય બોધ. કેવળદર્શન - રૂપી - અરૂપી સર્વ પદાર્થોનો સર્વકાળ માટે થતો સામાન્ય બોધ. જયાં જીવ ઉત્પન્ન થઈને કર્મનો દંડ ભોગવે તેને દંડક કહે છે. તે તે પ્રકારના જીવોના સમૂહને ઓળખવાની સંજ્ઞાને દંડક કહે છે. દંડક ૨૪ છે. ૧ નારકીનો, દશ ભવનપતિના દશ દંડક, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક એ દરેકનો એક દંડક મળીને ૨૪ દંડક. દષ્ટિ તત્ત્વ વિચારણાની પદ્ધતિ. આત્માનો અભિપ્રાય. દષ્ટિના ત્રણ પ્રકાર છે. સમક્તિ - સુદેવ, સુગુરૂ અને તેમના દ્વારા પ્રરૂપિત નવ તત્ત્વ આદિ સુધર્મ પ્રત્યે યથાર્થ શ્રદ્ધા કરવી તે. વીતરાગી, કેવળી ભગવંતે વસ્તુનું જેવું સ્વરૂપ કહ્યું તેવું યથાર્થ માનવું. મિથ્યાત્વ - કુદેવ, કુગુરુ, કુધર્મ પર શ્રદ્ધા રાખવી તે. મિશ્ર - કયો મત સાચો કે ખોટો તેનો નિર્ણય ન કરે તે મિશ્ર દૃષ્ટિ. સુદેવાદિની, કુદેવાદિની શ્રદ્ધા પણ નહિ અશ્રદ્ધા પણ નહિ. ધ્યાન - કોઈ પણ એક જ વિષય પર એકાગ્રતા રાખવી તે ધ્યાન અથવા મન - વચન - કાયાની પ્રવૃત્તિઓને એક જ વિષયમાં સ્થિર કરવી તે ધ્યાન. ધર્મ – ૧) જેનો વિચાર કરવાથી, આચરણ કરવાથી, જેનું શરણ લેવાથી દુર્ગતિમાં ન જવું પડે. ૨) જીવને દુર્ગતિમાં પડતાં અટકાવે અને આત્માના ગુણોને પ્રગટાવે ૩) ધર્મ એટલે ભલાઈ કરવી અને બુરાઈ છોડવી. (૪) વસ્તુનો સ્વભાવ તે ધર્મ. વત્યુ સહાવો ધમ્મો. દંડક Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત નરકાવાસ નરક + આવાસ નારકીઓને રહેવા માટેઝા સ્થાન તે નરકાવાસ ચોર્યાસી લાખ નરકાવાસ છે. નિર્વાણ સર્વ કર્મથી મુક્ત થઈ સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થવું તેને નિર્વાણ કહે છે. નિગોદ - ન - અનંતપણું છે નિશ્ચિત જેનું એવા જીવોનું,ગો = એક જ ક્ષેત્ર, દ = દે છે. આપે છે. એને નિગોદ કહે છે. અનંત જીવોને એક નિવાસ આપે એને નિગોદ કહેવાય. અથવા નિ - નિરંતર, ગો = ભૂમિ, અનંતભવ, દ = દેનારૂં, અ!પનારૂં સ્થાન છે તે યોનિમાં રહેવું પડે તે નિગોદ. સાધારણ કરતાં નિગોદમાં જીવોની રમનંતી રાશિ વધારે પ્રમાણમાં હોય છે. પરમાણુ યુદ્ગલ = પુલાસ્તિકાયનો નાનામાં નાનો અવિભાજય અંશ. એ સ્કંધ સાથે જોડાયેલો હોય ત્યારે પ્રદેશ અને એ જ જયારે સ્કંધથી છૂટો પડે ત્યારે પરમાણુ પુદ્ગલ કહેવાય છે. પરિહારવિશુદ્ધ ચારિત્ર - પરિહાર એટલે તપ વિશેષ. જેમાં તપ વિશેષથી આત્મશુદ્ધિ થાય તેવું ચારિત્ર. પર્યાપ્તિ = જેના દ્વારા જીવ પુદ્ગલોને આહાર, શરીર, ઈંદ્રય આદિ રૂપમાં પરિણમાવે છે સ્વયોગ્ય જીવનશક્તિ. આત્મા તે ભવને યોગ્ય સાધનો પ્રાપ્ત કરે છે તેને પર્યાપ્તિ કહે છે. પર્યાપ્તિ છે પ્રકારની છે. આહાર, શરીર, ઈંદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન. આહાર પર્યાપ્તિ - સંસારી જીવ યોનિમાં ઉત્પન્ન થઈને પ્રથમ સમયે જે આહાર કરે છે, જે શક્તિથી જીવ ઉત્પત્તિ સ્થાનમાં રહેલા પુદ્ગલને આહારના રૂપમાં પરિણમાવે છે તે આહાર પર્યાપ્તિ છે. શરીર પર્યાપ્તિ - ગ્રહણ કરેલા ઓજ આહારના પુદ્ગલોને રસી, લોહી, માંસ, હાડકાં, હાડની મજ્જા, ચર્મ, વીર્ય એ સાત ધાતુમાં પરિણમાવવાની શકિત. ઇંદ્રિય પર્યાપ્તિ - શરીરની આકૃતિમાં કાન, નાક આદિ અવયવો પ્રગટાવવાની શકિત. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ - શ્વાસ - ઉચ્છવાસને યોગ્ય પગલા લેવા અને મૂકવાની શક્તિ. ભાષા - ભાષા વર્ગણાના પુદ્ગલો લેવા મૂકવા અને ભાષારૂપે પરિણમાવવાની શક્તિ. મન - મનો વર્ગણાના પુગલો લેવા મૂકવા અને મનરૂપે પરિણાવવાની શક્તિ. પર્યાપ્તા = જેને જેટલી પર્યાપ્તિ બાંધવાની હોય તેટલી પૂર્ણ બંધાઈ જાય પછી તે પર્યાપ્તા કહેવાય. પલ્યોપમ - પલ્ય = પાલો - એક વિશેષ પ્રકારનું માપ તેની ઉપમા દ્વારા જે સમયની ગણના કરવામાં આવે છે તેને પલ્યોપમ કહેવાય છે. સંખ્યા દ્વારા તે સચિત કરી શકાય નહિ તેથી તેને સમજવા માટે એક કલ્પના કરવામાં આવી છે કે – એક યોજનાનો લાંબો - પહોળો કૂવો હોય, એકથી સાત દિવસના જન્મેલા યુગલિક મનુષ્યના બાળકના વાળના અસત્ કલ્પનાથી આઠ વખત અસંખ્યાતા ટૂકડા કરવામાં આવે,તે ટૂકડાથી કૂવો ખીચોખીચ ભરવામાં આવે અને ત્યાર પછી સો સો વર્ષ બાદ એકેક વાલાગ્ર ટૂકડે ટૂકડે કાઢતાં જેટલો સમય લાગે તે કાળને પલ્યોપમ કહેવાય છે. પાથડા પ્રતર બીલ્ડીંગ - મકાનના માળના સ્લેબ સમાન ભાગ કરનારા નરક પૃથ્વીમાં આવેલા વિભાગો. આવા પાથડાઓમાં અમુક જગ્યામાં નારકીને રહેવાના નરકાવાસ છે. પુલાક = પુલાક એક જાતની લબ્ધિ છે. એમાં કોઈ ચક્રવર્તી આદિ કોઈ જૈન મુનિ કે જૈન શાસના આદિની આશાતના કરે તો તેની સેના આદિને સજા કરવા / ચકચૂર કરવા માટે લબ્ધિનો પ્રયોગ કરે છે. જેથી એનાં પંચમહાવ્રત રૂપ મૂળ ગુણમાં અને પ્રત્યાખ્યાનરૂપ ઉત્તરગુણમાં દોષ લાગે છે જેથી સંયમમાં પૂળો લાગે છે/નાશ થાય છે/હાનિ થાય છે. પોતજ = જન્મના સમયે જરાયુથી વેષ્ટિત ન હોય. યોનિમાંથી નીકળતાંજ ગમનાગમન આદિ ક્રિયાઓ કરવાના સામર્થ્યથી યુક્ત પૂર્ણ અવયવવાળા જીવોના જન્મને પોતજ કહે છે. ૬) Page #528 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૧૭ હાથી, સસલાં, નોળિયા, ઉંદર વગેરેના જન્મ આ પ્રકારનો હોય છે. પૂર્વદોડ = ૮૪ લાખ વર્ષને એક પૂર્વાગ કહે છે. ૮૪ લાખ પૂર્વાગ (૮૪ લાખદ્રને ૮૪ લાખથી ગુણતાં ૭૦,૫૬૦ અબજ વર્ષ થાય)ને એક પૂર્વ કહે છે તેવા એક પૂર્વને એક ક્રેડથી. ગુણતાં પૂર્વદોડ થાય છે. તેમાં ૭૦૫૬ ઉપર સત્તર શૂન્ય (મીંડા) આવે છે. આટલા આયુષ્યને સૂત્રકારે સંખ્યાતા કાળના આયુષ્યની ઉપમા આપી છે. પુદ્ગલ - છ દ્રવ્યમાંનું પૂરણ - ગલન સ્વભાવવાળુ એક દ્રવ્ય. રૂપ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત અચેતન દ્રવ્ય. તેને પુદ્ગલાસ્તિકાય પણ કહે છે. પુદ્ગલપરાવર્તન - પુદ્ગલપરાવર્તન - આ વિશ્વમાં જેટલા પુદ્ગલો છે તે સમસ્ત પુગલોને કોઈ એક જીવ દ્વારા દારિક, વૈક્રિય, તેજસ, કામણ, મન, વચન શ્વાસોશ્વાસ આદિમાંથી કોઈપણ એકરૂપે ગ્રહણ કરવા અને મૂકવા, આ રીતે જીવનું પુગલમાં સમગ્ર પ્રકારે ગ્રહણ તે પુદ્ગલપરાવર્તન કોઈ એક જીવ સમગ્ર પુદગલોનું આવું પરાવર્તન જેટલા સમયમાં કરે તે સમયને પુદ્ગલ પરાવર્તન કહે છે. જીવ દ્વારા સાત પ્રકારે સમગ્ર પુદ્ગલો ગ્રહણ કરાતાં હોવાથી પુદ્ગલ પરાવર્તન સાત પ્રકારના છે. પૃથ્વીકાય - પૃથ્વી જ જેનું શરીર છે તેવા જીવ. પ્રત્યેક-શરીરી - પ્રત્યેક = જુદું જુદું. જે વનસ્પતિકાયમાં એક શરીરમાં એક જીવ રહે અર્થાત્ પોતપોતાના શરીરમાં દરેક જીવ સ્વતંત્ર રહે તે પ્રત્યેક જીવ, જેનું શરીર ભાંગતા સમાન ભંગ ન થાય તથા જેમાં તાંતણા કે રેસા હોય તે. વનસ્પતિકાય સિવાયના સર્વ દંડકના જીવો પણ પ્રત્યેક શરીરી હોય છે. પ્રત્યેક નામ કર્મના ઉદયથી જે વનસ્પતિને અલગ શરીર, સ્વતંત્ર અવગાહના મળે છે તે. પ્રતિક્રમણ - પાપથી પાછા ફરવું, પાપોની આલોચના કરવી અને વ્રતોમાં લાગેલા અતિચારોથી પાછા ફરવું. તેને પ્રતિક્રમણ કહે છે. એનાથી આત્મશુદ્ધિ થાય છે. પ્રમાદ - અસત્ પ્રવર્તન પરમાં માદ અર્થાત્ આત્મા સિવાયના પુદ્ગલાદિમાં આનંદ માનવો તે પ્રમાદ. પ્રાણ – જેના સંયોગે સંસારી જીવોને શ્રવણ આદિ (સાંભળવું, જોવું વગેરે) ક્રિયા થાય છે અથવા પ્રાણ જીવનશક્તિ. જેના વડે જીવ જીવે છે. જેના વડે ચેતના વ્યક્ત થાય તે પ્રાણ દશ પ્રકારના છે. પાંચ ઈન્દ્રિયોના પાંચ પ્રાણ-મનબળ - વચનબળ - કાયબળ શ્વાસોચ્છવાસ અને આયુષ્ય. બાદર – સ્કૂલ, બાદરનામ કર્મના ઉદયથી જે શરીરની પ્રાપ્તિ થાય છે તે. લોકના દેશ (અમુક) ભાગમાં ભર્યા છે. હણ્યા હણાય, માર્યા મરે, અગ્નિમાં બળે પાણીમાં ડૂબે, નજરે દેખાય અથવા ન પણ દેખાય. બે ભાગ થાય તે બાદર છે. ભવ્ય - જેનામાં સમસ્કુદર્શન આદિ ભાવ પ્રગટ થવાની સંભાવના છે તે ભવ્ય. જેના સંસાર પરિભ્રમણનો સ્વપુરૂઅર્થથી ક્યારેક અંત આવી શકે તેવા જીવો મોક્ષ પામવાને યોગ્ય છે ' તે ભવ્ય. મતિજ્ઞાન - મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પાંચ ઈન્દ્રિય તથા મન દ્વારા વસ્તુનું જે યથાર્થ જ્ઞાન થાય તે મતિજ્ઞાન. મનઃપર્ચવજ્ઞાન - મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અઢીદ્વીપમાં રહેલાં સંજ્ઞી જીવોના વ્યક્ત મનના પરિચિતિત ભાવોને જાણવાનું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન છે. મનયોગ - મનની પ્રવૃત્તિ મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને લેવા - મૂકવા અને મનરૂપે Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પરિણમાવવા. યથાખ્યાત -જે અકષાયના રૂપમાં પ્રખ્યાત છે તે અથવા જેવું સંપૂર્ણ ચારિત્ર હોવું જોઈએ તેવું શુદ્ધ ચારિત્ર. ૫૧૮ યુગલિક - જુગલિયા - એક પુરુષ અને એક સ્ત્રીનું જોડું. વ્યવહાર અને ધર્મપ્રવર્તનની પૂર્વે પ્રાચીન સમયમાં આ મનુષ્યો થતા હતા. તેઓ એક માતાની કુક્ષિએ જન્મતા અને માતા - પિતાના મૃત્યુ પછી પતિ - પત્ની તરીકે જીવતા અને સંતાન (એક યુગલ) ને જન્મ આપ્યા પછી છ માસ બાદ સાથે મરીને સ્વર્ગમાં જતાં. મન, વચન, કાયાની પ્રવૃત્તિ અર્થાત્ મન, વચન, કાયા દ્વારા આત્મ પ્રદેશોનો થતો પ્રયોગ. મન - વચન કાયાનો વ્યાપાર. યોગ એટલે આત્મપ્રદેશનું કંપન. યોનિ = (જીવોનું ઉત્પત્તિ સ્થાન તે ચોર્યાશી લાખ છે.) સંસારી જીવોનું ઉત્પત્તિ સ્થાન. યોનિ એટલે ઉત્પત્તિ ક્ષેત્રમાં લીધેલો પ્રથમ આહાર. ઉત્પત્તિ સ્થાન તો અસંખ્ય છે. પરંતુ જે ઉત્પત્તિસ્થાનનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એક સરખાં હોય તે બધાની એક જ યોનિ ગણાય આવી કુલ્લે યોર્યાશીલાખ યોનિઓ છે. યોગ - રસજ - મદિરાદિ રસમાં ઉત્પન્ન થવાવાળા જીવ. લેશ્યા - યોગની પ્રવૃત્તિથી ઉદ્ભવતા આત્માના શુભાશુભ પરિણામ. તેને કારણે કર્મ આત્મા સાથે ચોટે છે, તેને લેશ્યા કહે છે. લેશ્યા છ પ્રકારની છે. ૧) કૃષ્ણ - પાંચ આશ્રવનું સેવન, તીવ્ર આરંભ, દ્વેષ, હિંસા વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય. ૨) નીલ ઈર્ષ્યા, કદાગ્રહ, મૂર્ખ, માયાવી, ગૃદ્ધ, પ્રમાદ, રસલોલુપતા વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય. ૩) કાપોત - વાંકાબોલાપણુ, વક્તા, માયા, મિથ્યાભાષણ, ચોરી, જૂઠ, માર્ત્ય વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય. ૪) તેજો - મર્યાદા, અમાયી, અચપલ, અકુતૂહલ, વિનય, તપ વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય. ૫) પદ્મ - ઉપશમ કષાય, પ્રશાંત ચિત્ત, મિતભાષી, જીતેન્દ્રિય વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય. ૬) શુક્લ - ધર્મ - શુક્લધ્યાન, ચિત્ત સમાધિ, મોક્ષની ઈચ્છા વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય. લોક - જેમાં જીવદિ છ દ્રવ્યો રહેલા છે એટલા ક્ષેત્રને લોક કહેવાય છે. . વનસ્પતિકાય - વનસ્પતિ જ જે જીવોનું શરીર છે તેવી બધી લીલોતરી - કંદમૂળ વગેરે. વાયુકાય= પવન એજ જે જીવોનું શરીર છે તે. વિકથા - આત્માનું અહિત કરવાવાળી કથા. આત્મામાં વિષય - વિકારની વૃદ્ધિ કરે એવી કથાઓ. એવી વિકથા ચાર પ્રકારની છે. સ્ત્રી - પુરૂષ કથા, ભત્તકથા, દેશકથા અને રાજકથા. વિગલેન્દ્રિય = જે જીવોને ઈંદ્રિયોની વિકલતા = ઓછાપણું છે તે વિકલેન્દ્રિય. બે - ત્રણ - ચાર ઈન્દ્રિયવાળા જીવ તેમને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવો પણ કહે છે. વિભંગ જ્ઞાન - મિથ્યાદૃષ્ટિને થતું અવધિજ્ઞાન તે વિભંગજ્ઞાન. રૂપી દ્રવ્યોને જાણનારૂં જે મર્યાદિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું અયથાર્થ જ્ઞાન થાય તે વિભંગજ્ઞાન. વેદ-વિકારની અભિલાષા પોતાનાથી વિજાતીય એવા સ્ત્રી-પુરૂષ પ્રત્યે મોહ મૈથુનભાવ જાગે, Page #530 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૧૯ આકર્ષણની લાગણીનું સંવેદન થાય તે વેદ. વેદ ત્રણ પ્રકારના છે. સ્ત્રીવેદ - પુરુષને સેવવાની ઈચ્છા થાય તે. પુરુષવેદ - સ્ત્રીને સેવવાની ઈચ્છા થાય તે. નપુંસક વેદ - સ્ત્રી-પુરુષ ઉભયને સેવવાની ઈચ્છા થાય તે. વૈકિય શરીર= તે સડે નહિ, પડે નહિ, વિણસે નહિ, બગડે નહિ, મૃત્યુ પછી કલેવર વિસરાલા (કપૂરની ગોટીની માફક) થાય, અથવા તે એક, અનેક, નાના, મોટા, ખેચર, ભૂચર, દશ્ય, અદશ્ય આદિ વિવિધ રૂપ વિવિધ ક્રિયાથી બનાવે. વ્યવહાર રાશિ= જે જીવો અવ્યવહારરાશિમાંથી, સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને બીજી કોય ધારણ કરે તે વ્યવહાર રાશિના જીવ કહેવાય છે. તે પાછા સૂક્ષ્મ નિગોદ કે સાધારણમાં જન્મ લે તો પણ વ્યવહારરાશિના જ કહેવાય. અર્થાત્ એકવાર પણ નિગોદનું સ્થાન છોડ્યા ત્યાર પછી તે જીવો વ્યવહાર રાશિના કહેવાય છે. એક સાથે વધારેમાં વધારે ૧૦૮ જીવો મોક્ષ જઈ શકે છે માટે એકસાથે વધારેમાં વધારે ૧૦૮ જીવો અવ્યવહારરાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. વિષય = આત્મા ઈંદ્રિયો દ્વારા જે પદાર્થોને ગ્રહણ કરે છે તેને તે ઈન્દ્રિયોના વિષય કહેવાય છે. ઈન્દ્રિયોના વિષય ૨૩ છે. ૩ શબ્દ, ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શ = ૨૩ વિષય. શરીર= શીર્યતે ઈતિ શરીર - જે શીર્ણ - વિશીર્ણ નાશ થવાના સ્વભાવવાળું છે તે શરીર. તેના પાંચ પ્રકાર છે. ઓદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ. સંઘયણ = સંહનન - શરીરની મજબૂતાઈ, શરીરમાં અસ્થિઓનું બંધારણ. તેના છ પ્રકાર છે. ૧. વજaષભનારાચ સંઘયણ - વજ = ખીલી, ઋષભ = પાટો, નારાચ = મર્કટબંધ. જે શરીરની રચનામાં બે પડખેથી મર્કટબંધે કરી બાંધીને તેના પર હાડકાંનો પાટો વીંટાળી ખીલી જેવા હાડકાંથી સજ્જડ કર્યા હોય એવું બંધારણ, લોઢા જેવું મજબૂત સંઘયણ હોય. ૨. ઋષભનારાચ સઘયણ - તે ઉપર જેવું જ પણ વજ = ખીલી ન હોય તેથી ઉપર કરતાં થોડી ઓછી મજબૂતાઈ હોય. ૩. નારાચ સંઘયણ - તેમાં વજ અને ઋષભ = પાટો ન હોય માત્ર બે પડબે મર્કટબંધ હોય. ૪. અર્ધનારાચ સંઘયણ - એક પડખે મર્કટબંધ (લાકડી પર વીટલી રસ્સની જેમ) હોય. ૫. કીલિકા સંઘયણ - ખીલીથી બંને હાડકાં જોડાયેલા હોય. ૬. છેવટુ સંઘયણ - બંને હાડકાં અડીને રહેલા હોય. એમાં ખીલી ન હોય. છેદવૃત્ત = હાડકાના અંદરના ભાગોના પરસ્પરના સંબંધરૂપ વર્તન જ્યાં હોય તે છેદવૃત્ત કે સેવાર્તા સંઘયણ કહેવાય છે. સંઘયણ માત્ર ઓદારિક શરીરમાં હોય છે. સંજ્ઞા - ઈચ્છા, અભિલાષા કે અભિરૂચિ થાય તે સંજ્ઞા. વેદનીય અને મોહનીય કર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ભિન્ન ભિન્ન અભિલાષા થાય તે સંજ્ઞા. સંસારી જીવોને શારીરિક પ્રવૃત્તિના નિમિત્તરૂપ કેટલીક માનસિક વૃત્તિઓ જેવી કે આહારની ઈચ્છા, ભયની લાગણી, કામભોગની અભિલાષા, સંગ્રહવૃત્તિ વગેરે થાય છે તેને સંજ્ઞા કહે છે. તે અહીં દશ પ્રકારની છે. ૧, આહારગ્સના - સધાવેદનીય કર્મના ઉદયથી આહાર અર્થે પદગલોને ગ્રહણ કરવાની ઈચ્છા. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૨. ભયસંજ્ઞા - ભયમોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર ત્રાસરૂપ પરિણામનો વિચાર. ૩. મૈથુનસંજ્ઞા - સ્ત્રી-પુરૂષ-નપુંસક વેદ મોહનીયકર્મના ઉદયથી કામભોગની અભિલાષા થવી. ૪. પરિગ્રહસંજ્ઞા - લોભના વિપાકોદયથી મૂર્છાને કારણે સંગ્રહવૃત્તિ થાય તે. ૫. ક્રોધસંજ્ઞા - ક્રોધમોહનીયકર્મના ઉદયથી આવેશ ઉત્પન્ન થાય તે. ૬. માનસંજ્ઞા - માનમોહનીયકર્મના ઉદયથી અહંકારાદિના પરિણામ જણાય તે. ૭. માયાસંજ્ઞા - માયામોહનીયકર્મના ઉદયથી મિથ્યાભાષણ વગેરે ક્રિયા જેનાથી જણાય તે. ૮. લોભસંજ્ઞા - લોભમોહનીયકર્મના ઉદયથી લાલસા, ઝંખના ઉત્પન્ન થાય તે. ૯. લોકસંજ્ઞા - મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી વિશેષ અવબોધ (જાણવાની) ક્રિયા તે. ૧૦. ઓઘસંજ્ઞા - મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી સામાન્ય અવબોધ (જાણવાની) ક્રિયા તે. સંજ્ઞી - જેને મન હોય તે સંજ્ઞી કહેવાય. ભૂત, ભવિષ્ય, વર્તમાનનો વિચાર કરીને જીવે તે. . સંસારી - જેમાં એક ગતિમાંથી બીજી ગતિમા સરી જવાનું કામ નિરંતર ચાલી રહ્યું છે તે સંસાર કહેવાય છે. આવા સંસારમાં રહેલા જીવો તે સંસારી. એવા સંસારી જીવોનો મુખ્ય બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. સંસ્થાન - શરીરની આકૃતિ. તે છ પ્રકારના હોય છે. સંસ્થાન ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરમાં હોય છે. સિદ્ધ ૧. સમચતુરસ્ત્ર સંસ્થાન - પગથી માથા સુધી શોભાયમાન શરીર, પલાંઠી વાળીને બેસતાં ચારે બાજુ સરખી આકૃતિ થાય. ૨. ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન - કમરથી માથા સુધી શોભાયમાન શરીર. ૩. સાદિ સંસ્થાન - પગથી કમર સુધી શોભાયમાન શરીર. ૪. વામન સંસ્થાન - હાથ, પગ, માથાની આકૃતિ ઠીંગણી હોય. ૫. કુબ્જ સંસ્થાન - હાથ, પગ, માથું, ગ્રીવા ઓછા - અધિક પ્રમાણવાળા હોય અને અન્ય અવયવ સુંદર હોય. ૬. હુંડ સંસ્થાન - સર્વ અવયવ અશુભ હોય. સંમૂર્ચ્છિમ- જે જીવો સ્ત્રી - પુરુષના સંયોગ વગર સ્વયં પોતાની મેળે જ ઉત્પન્ન થાય તે સંમૂર્ચ્છિમ છે. તે અસંજ્ઞી જ હોય. સાગરોપમ - સાગરની ઉપમા દ્વારા જે કાળને જાણી શકાય તે. ૧૦ ક્રોડાક્રોડી પલ્યોપમ જેટલો સમય તે સાગરોપમ. તેની ગણના દેવ, નારકીનું આયુષ્ય, કર્મોની સ્થિતિ અને કાળચક્ર માપવામાં થાય છે. જે જીવો આઠ પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત છે, જેમના સર્વ કાર્યો સિદ્ધ થયા છે. જે મુક્તિને વર્યા છે તે સિદ્ધ છે. સંસાર સાગરનો પાર પામી ગયા છે માટે તેમને સિદ્ધ, બુદ્ધ, પારગત, મુક્ત વગેરે નામથી ઓળખાય છે. તેમનું સ્થાન લોકાગ્રે સિદ્ધશિલા ઉપર સિદ્ધ ક્ષેત્રમાં છે. સૂક્ષ્મ - ચક્ષુ અગ્રાહ્ય એવા જીવો જે કોઈના દ્વારા પ્રતિઘાત - બાધા પામતા નથી, તે આખા લોકમાં ભર્યા છે. હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, અગ્નિમાં બળે નહિ, પાણીમાં ડૂબે નહિ, નજરે દેખાય નહિ, બે ભાગ થાય નહિ. એમને ફ્કત વિશિષ્ટ જ્ઞાની જ જાણે અને દેખે. સૂક્ષ્મ નામકર્મના ઉદયથી મળે. Page #532 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૨૧ સ્થાવર -જે જીવો પોતાની મેળે હલન ચલન ન કરી શકે તે. સુખદુઃખના સંજોગોમાં ભય જેવા કારણો હોય તો પણ પોતાની મરજી પ્રમાણે ખસી ન શકે. જે જીવોને અનુકૂળતા મેળવવાની ઈચ્છા હોય છતાં અને આવેલી પ્રતિકૂળતા દૂર કરવાની ઈચ્છા હોવા છતાં ય એક સ્થાનેથી બીજા સ્થાને પોતાની સ્વેચ્છાએ ન જઈ શકે તે સ્થાવર જીવ કહેવાય. ૧) ૨) ૩) ૫) ૬) ૭) સ્ફટિક રતન - આરપાર દેખાય તેવો પારદર્શક કિંમતી પથ્થર. જેમાંથી ચશ્મા, પ્રતિમા, માળા વગેરે બને છે. ‘જીવવિચાર રાસ’માં આવેલા સંસારી અને સિદ્ધના પ્રકાર ષટ્લવનીકાય (ગાથાના ક્રમ પ્રમાણે) પૃથ્વીકાય મણિ - સમુદ્રમાં ઉત્પન્ન થતું એક જાતનું રત્ન. રત્નો ખાણમાં કર્કેતન વગેરે અનેક જાતના થાય છે. શાસ્ત્રોમાં ગોમેદક આદિ ૧૪ પ્રકારના રત્નો બતાવ્યા છે. આજે મુખ્યત્વે માણેક, પોખરાજ, નીલ, પન્ના વગેરે રત્નો પ્રસિદ્ધ છે. - ૪) હરિયાલ (Orpiment) - ખાણમાંથી નીકળતી એક જાતની પીળા રંગની માટી જેવી ઝેરી વસ્તુ તે ઔષધ તરીકે તેમજ પુસ્તકમાં લખાયેલ નકામા અક્ષરો છેકી નાખવામાં વપરાય છે. ખડી - સેઢી - સફેદ કલરની માટી, પાટી પર લખવા કે ભીંતો ઘોળવા વપરાય. હીંગલ - હિંગળોક - સિંદુર લાલ રંગના ગાંગડા તેમાંથી પારો નીકળે છે (Sulphurate of Mercury). ૧ શેર જેટલા હિંગળોકમાંથી પોણો શેર જેટલો પારો નીકળે. પરવાળા - લાલ રંગના સમુદ્રમાં થાય. એના મોટા બેટ હોય છે. (Coral - પરવાલ lland) ૮) પારો - પારદ - પ્રવાહી સ્વરૂપમાં ખાણમાંથી નીકળતી ખૂબજ વજનદાર ચળકતી ધાતુ (રસેન્દ્ર) ઔષધિ - રસાયણ વગેરેમાં વપરાય છે. ૯) વાંની - રમચી, સોનાગેરૂ. આ લાલમાટી કુંભારને ત્યાં હોય. ૧૦) સુરમો - સૌવીરાંજન - શ્વેત - શ્યામ વર્ણનો ખનીજ પદાર્થ જેનું બારીક ચૂર્ણ નેત્રાંજન તરીકે વપરાય છે. ૧૧) ધાતુ - સોનું, રૂપું. તાંબુ, કલાઈ, જસત, સીસું, લોઢું એ સાત પ્રકારની ધાતુની માટી શાસ્ત્રમાં બતાવી છે. જે ખાણમાં હોય ત્યારે સચેત હોય. અગ્નિકર્મ વગેરેથી અચેત બને છે. ૧૨) અરણેટો - એક જાતનો પોચો પથ્થર. તે પથ્થરના ટૂકડાથી મિશ્રિત શ્વેત માટી રૂપ હોય. ૧૩) આભલા - અબરખ - (Mica) પંચરંગી પડ પ્રતરવાળો ખનીજ પદાર્થ. રસાયણ - ઔષધિમાં વપરાય છે. - ૧૪) ઉસ - ખારાવાળી માટી - ક્ષાર - ખારો વગેરે. ૧૫) પલેવો - પલેવક એક જાતનો પોચો પથ્થર. ૧૬) તુરી - ફટકડી - મીઠાના ગાંગડા જેવો ખનીજ પદાર્થ. ૧૭) પાહાંણ પાષાણ - ધોળા, કાળા, ભૂખરવા, લાલ, પીળા, ચીકણાં, બરડ, મગશીલ, આરસ, અકીક, કસોટી, ચીરોડી, શીલા, કાંકરા વગેરે અનેક જાતના પત્થર - પાણા. ૧૮) માટી - કાળી, ધોળી, લાલ, ભૂખરી, ચીકણી, ખરબચડી વગેરે કેટલીક રજરૂપે તો કેટલીક ઢેફારૂપે હોય છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૯) લુણ - મીઠું - વડાગરું, ઘસિયું, સિંધવ, બિડલવણ, કાચલવણ, સંચળ વગેરે ખાણમાંથી નીકળતું તેમ જ દરિયાના પાણીમાંથી બનતું. અપકાયા ૧) ભોમિકૂપ - ભૂમિ સંબંધી ભૂમિમાંથી નીકળતું. કૂવા, વાવ વગેરેમાં તળિયે જે સરવાણીઓ ફૂટે કે આવ આવે છે તે ભૂમિનું પાણી કહેવાય. ૨) આકાશજલ - આકાશમાંથી વરસતું મેઘનું પાણી, વરસાદ કે અંતરીક્ષનું પાણી. હિમ - બરફનું પાણી. ઓસ - ઝાકળ, જલકણ, વનસ્પતિ વગેરે પર જામતા પાણીના સૂક્ષ્મ બિંદુ. કરાય = કરા - વરસાદમાં બરફના નાના ગોળ ટૂકડા પડે તેને કરા કહે છે. ધુઆરય - ધુમ્મસ - વરાળવાળી હવાનું ઠંડકને લીધે પાણીરૂપ થઈ ઝીણી છાંટમાં રાતના અને પરોઢિયામાં વરસવું તે. હરીતણુ - લીલી વનસ્પતિ ઉપર પાણીના બિંદુઓ ફૂટી નીકળે છે તે. ધનોદધિ - ધન + ઉદધિ = જામી ગયેલા પાણીનો સમૂહ પૃથ્વી તથા વિમાનો ધનોદધિના આધારે ટકેલા છે. તેઉકાય જાલા = જવાલા - અગ્નિમાંથી શિખા પ્રગટે કે ભડકો થાય તેને જવાલા કહે છે. ૨) ભૂસર્ડિ - મુમ્મર = ભાઠાનો અગ્નિ, ભરસાડ, છાણાં વગેરે બળી ગયા પછી તેના પર રાખો વળી જાય છે તેને ભાઠો કે ભરસાડ કહે છે તેમાં અગ્નિના નાના કણ હોય છે. ૩) અંગાર - ઈંગાલ - જે અગ્નિ જવાલારહિત હોય છે. કાષ્ઠ વગેરેના અગ્નિમાંથી જવાલા શમી. જતા અંગારા રહે છે. ૪) ઉલ્કાપાત - ઉલ્કાનો અગ્નિ કેટલીકવાર આકાશમાંથી અગ્નિના કણો ખરે છે તેના કારણે જેના મોટા લીસોટા પડે છે. તેને ઉલ્કાપાત કહે છે. કણગ - આકાશમાંથી ખરતા અગ્નિકણો. વીજળી - વિદ્યુત આદિ વીજળી. વરસાદના દિવસોમાં આકાશમાં જે વીજળી થાય છે તેમાં એક પ્રકારનો અગ્નિ હોય છે. તેમ જ વીજળીના દીવામાં પણ સૂક્ષ્મ તારો એકદમ તપવાથી આગ્નિ પ્રગટ થાય છે. વાઉકાય ઓભામગ - ઉલ્કામક - જે વાયુ. તણખલાં વગેરેને ઊંચે ચડાવીને ભમાવે તે ઉલ્કામક છે. ૨) ઓકલીઆ - ઉત્કાલિક વાયુ - જે રહી રહીને વાય અને જેનાથી ધૂળમાં રેખાઓ પડે છે તે ઉત્કાલિક વાયુ છે. મંડલ - જે મંડલાકારે વાય અને પાંદડા વગેરેને મંડલાકારે એટલે ગોળ ગોળ ચક્રાવો લેતા. ભમાવે તેને માંડલિક વાયુ કહેવાય છે. ૪) મૂખ - મુખમાંથી ઉચ્છવાસરૂપે નીકળતો વાયુ એવો અર્થ થાય પરંતુ શાસ્ત્રોમાં વાયુકાયનો આવો ભેદ પ્રાયઃ આવતો નથી એટલે મહ કે મુહ હોવું જોઈએ. શ્રી શાંતિસૂરિના ‘જીવવિચાર માં ‘મહ’ એવો પાઠ છે જેનો અર્થ મહાવાયુ કે વંટોળિયો થઈ શકે. ૫) ગુંજારવ વાય – ગુંજારવ કરતો વાયુ (સૂસવાટા કરતો વાય એ વાયુ હોવો જોઈએ) સુધ વાયરો - જે વાયુ મંદમંદ વહેતો હોય તે શુદ્ધ કહેવાય છે. ૭) ઘનવાત - જે વાયુ પામેલા બરફ જેવો ઘન હોય (Solid Air) તે ઘનવાયુ કહેવાય. ૩) Page #534 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૨૩ ૮) તનવાત - પાતળો હોય તે તનવાત કહેવાય. ઘનવાન અને તનવાત વાયુઓ ઘનોદધિની નીચે હોય છે. વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય ૧) કંદ - બધી જાતના કંદ. ૨) મૂળ - વૃક્ષાદિનો જમીનની નીચેનો અંદર ઢંકાયેલો ભાગ. ૩) અંકુરાયાહિ – અંકુરા આદિ. અંકુર એટલે વનસ્પતિને ઉગવાની એ અવસ્થા કે જયારે પાંદડા વગેરે અવયવો ફૂટેલા હોતા નથી તેને કોંટા કે ફણગા કહે છે. આદિ શબ્દથી કિસલય = કૂંપળ અને પણગ = પંચવર્ણી ફૂગ થાય છે. મૂળા - મૂળાના કંદ સફેદ અને લાલ કલરના થાય છે. સૂરણ - ગોળ ચક્કર જેવી આકૃતિનું ૧૫ થી ૨૦ કિલો વજનવાળું જમીનની અંદર થાય છે. અર્ણરોગ (હરસ - Piles)નાશક હોવાથી અશદન કહેવાય છે. ૬) કંદ - વજકંદ. કાંદ - કાંદા - ડુંગળી ૮) કુંલા ફલ - બીજ વગેરે બંધાણા ન હોય એવા કોમળ ઉગતા ફળ. ૯) કુંલા પાન - કુમળા પાન - કુંપળ ગુપ્ત નસોવાળા પાંદડા. ૧૦) થોહર - થોર - તેમાં પાંદડા ન હોય કાંટાવાળી ડાંડીઓ હોય તેથી એનો મુખ્ય ઉપયોગ વાડ બનાવવામાં થાય છે. ૧૧) ગુગલ - એક અજ્ઞાત વનસ્પતિ. ૧૨) ગલો - ગળો - એક પ્રકારની વેલ છે તે ખડક તથા વૃક્ષના આશ્રયે ચડે છે. તેમાં લીમડાના વૃક્ષ પર ચડનારી ગળોને ઉત્તમ ગુણવાળી માનવામાં આવે છે. ૧૩) કુઆરય - કુંવાર - કુંવારપાઠું - જેના પાંદડાં ગર્ભવાળા અને પરનાળના જેવા અર્ધવર્તુળા તથા જાડા હોય છે. પ્રત્યેક વનસ્પતિકાયા ૧) નાલિકેલિ - નાળિયેરનું વૃક્ષ. ૨) જાંબુ - જાંબુનું ઝાડ. ૩) આંબાય - આંબાનું, કેરીનું વૃક્ષ. બેઈન્દ્રિય જીવો ૧) કુડા - કોડા - સમુદ્ર વગેરે જળાશયોમાં થાય છે. નાના મોટા અનેક પ્રકારના હોય છે. આપણે જેનો કોડા કોડી તરીકે વ્યવહાર કરીએ છીએ તે આ પ્રાણીઓના મૃત કલેવરો છે. ૨) શંખ - તે પણ કોડાની જેમ જ સમુદ્રમાં થતા એક પ્રકારના કીડા છે. સફેદ કવચ જેવો દેખાતો શંખ એ કીડાઓને રહેવાનું ઘર છે. ૩) ગંડોલા - પેટમાં થતા મોટા કૃમિ. મેહર - કાષ્ટ કીડા, ઘુણા. પુરા - પોરા - રાતારંગના કાળા મુખવાળા પાણીમાં ઉત્પન્ન થાય છે. ૬) અલસીઆ - અળસીયા - ખેતરમાં જમીન ખેડવાનું કામ કરે. ચોમાસામાં ખૂબ થાય. જ્યાં ઘણું પાણી ભરાઈ રહે એવા ચોકડી વગેરેમાં પણ થાય એનો આકાર સાપ જેવો હોવાથી તેને ભૂનાગ કે શિશુનાગ કહેરાય છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જળો - તે પાણીમાં થતી બે - ત્રણ ઇંચ લાંબી ઈયળ જેવી હોય છે. એને બગડેલા લોહીને ચૂસવા માટે શરીરના ભાગ પર લગાડવામાં આવે છે બગડેલું લોહી ચૂસ્યા પછી છૂટી પડી જાય છે. <) સીપ - છીપ - છીપલા જે દરિયામાં થાય છે. તે નિર્જીવ થઈ જાય પછી તેના બહારના કવચ જે સફેદ ક્રીમ ઝાયવાળા હોય તેના રમકડાં તોરણ વગેરે બનાવવામાં આવે છે. તેઈન્દ્રિય જીવો ૭) ૧) માંકડ - ખાટલા - ખાટ - ગોદડા - ગાદલાં વગેરેમાં ઉત્પન્ન થઈને માનવીના લોહી પર નિર્વાહ કરે છે. ૨) કીડા - છાણમાં ઉત્પન્ન થતાં ગોમય કીડા અને ધાન્યમાં ઉત્પન્ન થતાં કીડા. ધનેડા, ભૂમિમાં મુખ રાખીને ચાલનારા ચોરકીડા વગેરે કીડાઓ છે. 3) અંદ્રગોપ ઈન્દ્રગોપ - ગોકળગાય - લાલ વર્ણવાળા મંદગતિએ ચાલનારા જીવ. ૪) ૫) ૬) ૭) ૮) ૯) - ગીગોડા - કૂતરા વગેરેના કાનમાં ઘણી જાતના થાય છે. જૂઆ - માનવી કે અન્ય તિર્યંચ જીવોના વાળમાં થતી ીંખ વગેરે. ગધઈઆ - ગધૈયા - તે અવાવરૂ ભીની જમીનમાં ઉત્પન્ન થાય છે. - ૨) 3) ૪) કંથૂ - કંથવા બહુ જ બારીક ધોળા રંગના હોય છે અનાજ વગેરેમાં થાય છે. અઈઅલિ - ઈયળ - ખાંડ ગોળ વગેરેમાં થતી ઈયળ, ઊઘઈ - જમીન, પુસ્તક વગેરેને કોતરી નાખનાર એક પ્રકારના કીડા. રાફડાના જીવ, ૧૦) સવાજીવ - તે વાળના મૂળમાં ઉત્પન્ન થઈ ત્યાં જ ચોટી રહે છે. ૧૧) મંકોડા - કાળા કલરના જમીનમાંથી ઊભરાઈને એકદમ ઝડપથી દોડતા કીડી જેવા દેખાતા જીવ. ૧૨) ધીમેલિ - ઘયમલ્લિ - ધીની ઈયળને ગુજરાતીમાં ઘીમેલ કહે છે. ૧૩) જૂ - લીખના અર્થમાં લેવી. ૧) ચોરેન્દ્રિય જીવો ભમરા - તે અહીં તહીં ભ્રમણ કરતા હોવાથી ભ્રમર કહેવાય છે, છ પગવાળા હોવાથી ષટ્પદ અને ફૂલોના રસ - મધુને એકઠો કરનાર છે માટે મધુકર કહેવાય છે. તે એકદમ કાળા વર્ણના હોય છે. તેથી કાળા રંગ માટે ‘કાળા ભમ્મર’ની ઉપમા અપાય છે. ભમરી - તે પીળા વગેરે અનેક રંગની હોય છે. તેના ચટકાની ખૂબ વેદના થાય છે. માખી - અતિ પ્રસિદ્ધ છે. તીડ - ટોળાબંધ ઉત્પન્ન થઈને કોઈ પણ દિશામાં ખેતર પર પડે તો તેનો બધો જ પાક ખાઈ જાય છે. ખેતરને ખેદાન -મેદાન કરી નાંખે છે. ૫) ડંસા - ડાંસ - વર્ષાકાળમાં ઉત્પન્ન થતા સિંધ દેશના પ્રસિદ્ધ જંતુ. ૬) મસા - મશક - મચ્છર - દંશને મળતું બધી જ ઋતુઓમાં થતું જંતુ. ૭) વીંછી - પૂછડાથી ઝેરી ડંખ મારે તો ઝેર ચડે અને ખૂબ વેદના થાય એવું જંતુ. ૮) ચાંચણ - ચાંચડ. ઢીક - બગાઈ - ઢોર વગેરે પર બેસતી એક જાતની માખી. ૧૦) કંસારી - વાંદા - લાલ કલરના નાના - મોટા ભેજવાળા રસોડાદિમાં ઉત્પન્ન થતા જીવ. પંચેન્દ્રિય જીવો - ચાર પ્રકાર - દેવ, તિર્યંચ, નારકી, મનુષ્ય દેવ - જેમના વર્ણ - ગંધ - ઋદ્ધિ - લેશ્યા વગેરે દિવ્ય હોય તે. Page #536 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન પ૨૫ ૧) વ્યંતરાજી - વાણવ્યંતર - વનમાં ફરનારા દેવ. તિર્થ્યલોકમાં રહેનારા. તેના ૧૫ ભેદ છે. ૨) ભવનપતી - અધોલોકમાં આવેલા ભવનોમાં રહેવાવાળા દેવ. તેના દશભેદ છે. ૩) દેવલોક - ઊર્ધ્વલોકમાં આવેલા બાર વિમાનરૂપી આવાસોમાં રહેનારા દેવ. દેવ લોકના નામ (૧) સુધર્મ (૨) ઈસ્થાન = ઈશાન (૩) સનત કુમાર (૪) મહેન્દ્ર (૫) બ્રહ્મ = બ્રહ્મલોક (૬) સંતક = લાંતક (૭) સ્યુકેર = મહાશુક્ર (૮) સહઈસાર = સહસાર (૯) આનત = આણત (૧૦) પ્રાણત (૧૧) આર્ણ = આરણ (૧૨) ઉંચીત = અચૂત. ૪) ગ્રીહીવેષ - ગેયક - લોકમાં ગ્રીવાના સ્થાને આવેલા સ્થાનોમાં રહેનારા દેવ. તેના નવા ભેદ છે. ૫) કુલભૂખીજી - કિલ્વીષી - અપરાધી દેવ. તીર્થંકર - સાધુ - સાધ્વીના અવર્ણવાદ બોલનારા જીવ આવા દેવ થાય છે ત્યાં ઢઢપણા (અછૂત)ને પામે છે. ત્યાં તેમનું કોઈ માન હોતું નથી. ૬) ત્રીજગજભગ - ત્રિ.જંબકા દેવ - ત્રણે કાળમાં સવાર - સાંજ અને મધ્યાહ્ન અસ્તુ - અસ્તુ (જે રોતું હોય તે રોતું રહેજો અને જે હસતું હોય તે હસતું રહેજો) એમ કહેતા ફરે છે. તેના દશ ભેદ છે. પરમાધામી - પરમ અધમના કરવાવાળા, નારકીના જીવોને વાઢ - કાપનું દુઃખ આપનારા દેવ. તેના પંદર પ્રકાર છે. જોતષી - જ્યોતિષી - પ્રકાશિત વિમાનોમાં રહેવાવાળા, પ્રકાશ આપવાવાળા. ૯) અનુત્તર વ્યમાનના - જેની યુતિ, કાંતિ, વેશ્યા, સ્થિતિ વગેરે ઉત્તમ (શ્રેષ્ઠ) છે તે અનુત્તર વિમાનમાં રહેવાવાળા દેવો. ૧૦) બ્રહ્મ દેવલોક - ૧૨ દેવલોકમાંનું પાંચમું દેવલોક. ૧૧) લોકાંતીક - પાંચમાં દેવલોકને અંતે રહેવાવાળા છે માટે લોકાંતિક. તીર્થંકર દેવ દીક્ષા લેવાના હોય ત્યારે આવીને કહે અહો ! ત્રિલોકીનાથ ! તીર્થમાર્ગ પ્રવર્તાવો, મોક્ષમાર્ગ ચાલતો કરો. આવું કહેવાનો એમનો જીતવ્યવહાર છે. તિર્યંચ જે તિરછ - આડા ચાલે તે જીવો તિર્યંચ કહેવાય છે. ૧) જલચર - પાણીમાં રહેનાર - જે જીવો પાણીમાં ઉત્પન્ન થાય છે અને પાણીમાં જ હરીફરીને પોતાનું જીવન વ્યતીત કરે છે તે જલચર કહેવાય છે. તેના પાંચ ભેદ છે. (૧) મત્સ્ય - વિવિધ - વર્ણ - કદ આકાર ધરાવતા, સોનેરી - રૂપેરી આભાવાળા માછલા. કેટલાંક માછલાના શરીરમાંથી વીજળી જેવો પ્રકાશ નીકળે છે. વ્હેલ નામના કદાવર માછલા વહાણમાં ગાબડા પાડવામાં ને ઊથલાવવામાં માહેર હોય છે. આખે આખા માનવીને ગળી પણ જાય છે. મનુષ્યના આકારના પણ માછલા હોય છે. કચ્છપ - કાચબાની જાતિ. નાના - મોટા અનેક કદના ઢાલવાળા જીવો જલાશયના કિનારે ઢાલમાં પોતાના હાથ - પગ - માથું ગોપવી દઈને પથ્થર જેવા નિચેત થઈને પડચા રહે છે. મકર - મગર - મોટા તળાવ, સમુદ્ર, સરોવર, નઈમાં તીણદાંત અને ભયંકર પૂંછડા ધરાવનાર વિવિધ કદના જીવો. જલાશયની બહાર ચૂપચાપ પડડ્યા રહે છે. તેના રંગ માટી સાથે એવો મળી જાય છે કે નજીક પહોંચીએ ત્યાં સુધી ખ્યાલ પણ ન આવે. લાગ મળતા જ મનુષ્ય કે પ્રાણીને પગેથી ખેંચીને પાણીમાં લઈ જઈને શિકાર બનાવી દે છે. (૪) ગ્રાહ - મોટા સરોવર કે સમુદ્રમાં ઉત્પન્ન થાય છે તાંતણા જેવા લાંબા શરીરવાળા છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પોતાના શિકારને એમાં ફસાવીને દબાવી - ચૂસીને મારી નાંખે છે. હાથી જેવા બળવાન પ્રાણી પણ તેની પકડમાંથી છૂટી શકતા નથી. ઓકટોપસ હોઈ શકે. (૫) સુસુમાર - શિશુમાર કે હિંસુમારક - મોટા કદના પાડા, ઘોડા, સિંહ, મનુષ્ય વગેરે જેવા આકારવાળા મોટા મોટા જલચર જીવો. ૨) સ્થલચર - ભૂમિ પર ફરનારા પશુઓ. તેમની ચાલવાની ક્રિયા પરથી તેના ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે. (૧) ચોપદ - જે ચાર પગો વડે ચાલે છે તે વૃષભ = બળદ, તુરંગ = ઘોડા, મહિષી = ભેંસ, ગાય, વાંદરા, વાઘ, સસલાં, કૂતરા, ચીતા, માંજારી, ઉંદર વગેરે. (૨) ઉરપરિસર્પ - પેટ વડે ચાલનારા પ્રાણીઓના મુખ્યત્વે ચાર પ્રકાર છે. અદિ = ફેણવાળા અને ફેણ વગરના સાપના અનેક પ્રકારો છે. અજગર, આસાલિક અને મહોરગ = હજાર જોજનની અવગાહનાવાળા અઢીદ્વીપની બહાર હોય છે. (૩) ભુજપરિસર્પ - ભુજા વડે ચાલનારા પ્રાણીઓ એમના આગળના પગો વિકસેલા હોય છે. પાછલા પગ ખાસ વિકસેલા હોતા નથી એમની ગતિનો મુખ્ય આધાર આગળના બે પગ = ભુજાઓ પર વિશેષ રહે છે. (૩) ખેચર - આકાશમાં ઉડનારા પક્ષીના ચાર પ્રકાર છે. (૧) સમગ્ર - સમુદ્ગ એટલે દાબડાની જેમ સંપુટરૂપે મળેલ પાંખો જેમને હોય તે. તાત્પર્ય કે આકાશમાં ઊડવા છતાં જેમની પાંખો પહોળી ન થાય તે. (૨) વીતત પંખી - પહોળી કરેલી પાંખવાળા. આ પક્ષીઓ નીચે બેસવા છતાં તેમની પાંખો પહોળી જ રહે છે. સમુદ્ગ અને વીતત બંને અઢીદ્વીપની બહાર જ હોય છે. (૩) રોમ - એટલે રૂંવાટી વડે જેની પાંખો બનેલી છે તે રોમ પંખી. પોપટ, હંસ, કાગડા, વગેરે. (૪) ચર્મ - ચામડાથી બનેલી જેની પાંખો હોય તે ચર્મપંખી - વાગોળ, ચામાચિડિયા, વગેરે. નારકી - જે સ્થાનો અંધકાર ભરેલા છે તેના સાત પ્રકાર છે. ૧) રત્નપ્રભા - જેમાં રત્નનાં કુંડ છે. ૨) શર્કરપ્રભા - મરડીઆ પાણા, શંકરા = ભાલા અને બરછીથી પણ તીક્ષ્ણ કાંકરાનું બાહુલ્ય છે. ૩) વાલુકાપ્રભા - જેમાં વેળુ, રેતી છે. ભાંડભૂજાની રેતી કરતાં પણ વધારે ઉષ્ણ રેતી છે. ૪) પંકપ્રભા - લોહી માંસના કાદવ જેવા પુદ્ગલો જેમાં છે તે. ૫) ધૂમપ્રભા - જ્યાં ધૂમાડાવાળું જ વાતાવરણ છે. રાઈ મરચાંનાં ધૂમાડાથી પણ તીખો ધૂમાડો છે. ૬) તમપ્રભા - જ્યાં અંધકાર છે. ૭) તમતમપ્રભા - જયાં અંધકાર મહિ અંધકાર (ગાઢ અંધકાર) છે. મનુષ્યના ભેદ ૧) પનીર કર્મભોમ્ય - પંદર કર્મભૂમિના મનુષ્ય - જ્યાં અસિ -મસિ - કૃષિના વ્યાપાર કરી જીવનનિર્વાહ થાય છે એ ક્ષેત્રને કર્મભૂમિનું ક્ષેત્ર કહેવાય છે. ૨) અકમ ભોમ્ય - અકર્મભૂમિ. અસિ - મસિ - કૃષિના વ્યાપારથી રહિત ૧૦ પ્રકારના કલ્પવૃક્ષ કરીને જયાં જીવન નિર્વાહ થાય તે ક્ષેત્ર. ૩) અંતરદ્વીપના મનુષ્ય - લવણ સમુદ્રમાં આવેલા બેટ - દ્વીપ પર રહેનારા મનુષ્યો. ૪) સંમૂર્છાિમ મનુષ્ય - ૧૦૧ ગભજ મનુષ્યના મળમૂત્રાદિમાં ઉત્પન્ન થનાર જીવો આ જીવો અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ અજ્ઞાની અને અપર્યાપ્તા જ હોય છે. તે Page #538 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૨૭ ૧ પરિશિષ્ટ - ૪ સંદર્ભ સૂચિ અધ્યાત્મતત્તાલોક - લે. મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી, પ્ર વીરજીભાઈ એમ. શાહ. ઈ. સ. ૧૯૯૮ અધ્યાત્મ પળે - લે. ડૉ. તરૂલતાબાઈ મહાસતીજી, પ્ર. કલ્પતરુ સાધના કેન્દ્ર મુંબઈ. અધ્યાત્મ વિદ્યા - લે. આચાર્ય મહાપ્રજ્ઞ, પ્ર. નિર્દેશક અનેકાંતભારતી પ્રકાશન. ઈ. સ. ૨૦૦૩ આ.દ્ધિ. અપરોક્ષાનુભુતિ - લે. સ્વામી તદ્રુપાનંદ સરસ્વતી, પ્ર. સવિચાર પરિવાર ઈ.સ.૧૯૮૭ આ.દ્ધિ. શ્રી અભિધાન રાજેન્દ્રકોષ, (સંસ્કૃત) ભાગ - ૧ થી ૭ (દ્વિતીય સંસ્કરણ) - લે. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વર પ્ર. શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ પ્રકાશન સંસ્થા અમદાવાદ. ઈ.સ.૧૯૮૬ આગમ અમૃત - લે. બા. બ્ર. પૂ. નીતાબાઈ સ્વામી. પ્ર. ચંપકલાલ પ્રભુભાઈ દેસાઈ. ઘાટકોપર, મુંબઈ. ઈ.સ. ૧૯૯૩ આગમ અર્ક - લે. બા. બ્ર. પૂ. નીતાબાઈ મહાસતીજી, શ્રી આઠકોટી મો. ૫. સ્થા. જેના સંઘ, મુંબઈ. આ. તૃતીય આગમ ઓજસ - લે. બા.બ્ર.પૂ. નીતાબાઈ સ્વામી પ્ર. શ્રી. કચ્છ આ. કો. મો. ૫. સ્થા. જૈન સંઘ જાટાવાડા, તાલુકો રાપર કચ્છ – વાગડ. ઈ. સ. ૧૯૯૪ આગમ સાર - લે. રસિકલાલ છગનલાલ શેઠ. પ્ર. વીરવાણી પ્રકાશન કેન્દ્ર, મુંબઈ - ૬. ઈ.સ. ૧૯૯૦. આ. પ્ર. આત્મતત્ત્વ વિચાર - ભાગ ૧ - ૨. વ્યા. વિજય લક્ષ્મણ સૂરિજી મ.સા. સં. ધીરજલાલા શાહ, પ્ર. બી. બી. મહેતા. દાદર, મુંબઈ - ૨૮. ઈ. સ. ૧૯૬૨. આ. દ્ધિ. આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો - લે. આધ્યાત્મયોગી સંપુરૂષ શ્રી કાનજી સ્વામી, પ્ર. દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, ઈ. સ. ૨૦૦૩ આ. દશમી. આત્મસેતુ - લે, બહેનશ્રી વીણાબેન પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર. ઈ.સ. ૨૦૦૭. ૧૩ આત્માના પાંચ ભાવ - લે. ભીખાલાલ ગિરધરલાલ શેઠ. પ્ર. અ.ભા. જે. સ્થા. જૈન કોન્ફરન્સ, મુંબઈ. ઈ.સ. ૧૯૮૩ આત્માનું હાજરી પત્રક - શ્રી યુવા જૈન આરાધક મંડળ મજીદબંદર, મુંબઈ. વિ.સં. ૨૦૪૮. આત્માના પાંચભાવ - લે. ભીખાલાલ ગિરધરલાલ શેઠ. પ્ર. અ.ભા. જે. સ્થા. જૈન કોન્ફરન્સ, મુંબઈ - ૩, ઈ. સ. ૧૯૮૩ આત્મિક વિકાસના સોપાન - પ્ર. સત્યવતી રમણીકલાલભાઈ મહેતા, ગામદેવી, મુંબઈ. ઈ.સ. ૧૯૯૧. આધુનિક અંગ્રેજી ગુજરાતી કોશ - લે. પાંડુરંગ ગણેશ દેશપાંડે. પ્ર. મુંબઈ ઓક્ષફર્ડ યુનિવર્સિટી પ્રેસ. ઈ. સ. ૧૯૯૭. આ. ૧૧મી. આધ્યાત્મિક હરિયાલી - લે. ધરણેન્દ્ર સાગર. પ્ર. જે.જે.મૂ. તપા. સંઘ જોધપુર. ઈ.સ. ૧૯૫૫. આ.પ્ર. આનંદ કાવ્ય મહોદધિ મીતિક ભાગ - ૮ - લે. મુનિરાજ શ્રી સંપત પ્ર. શેઠ દેવચંદ લાલભાઈ. ઈ.સ. ૧૯૨૭ Page #539 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૨૦ આપણે આત્મનિરીક્ષણ કરીશું? - લે. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી. પ્ર. ગૂર્જર ગ્રંથરત્ના કાર્યાલય. ઈ.સ. ૧૯૭૯. આ. પ્રથમ. ૨૧ આભામંડળ જેનદર્શન તથા પ્રાયોગિક સંશોધન - લે. આચાર્ય શ્રી વિજયનંદીઘોષસૂરિજી. પ્ર. ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્યશોધ સંસ્થા, અમદાવાદ. ઈ.સ. ૨૦૦૮ આ. દ્વિતીય આહાર શુધ્ધિ પ્રકાશ – પ્રકાશક શ્રી વર્ધમાન સેવા કેન્દ્ર ગુલાલવાડી, મુંબઈ. આ. દ્વિતીયા ઉજ્જવળ વાણી ભા. ૧ - ૨ - વ્યાખ્યાતા ઉજ્જવળ કુંવરજી મહાસતીજી, સંપાદક એમ. જે. દેસાઈ, પ્રકાશકો ગીરધરલાલ દામોદર દફતરી, નારણજી મોનજી વોરા, ઈ.સ. ૧૯૫૧. આ.પ્ર. ઋષભદાસની સાહિત્યોપાસના - ડૉ. ઉષાબેન શેઠ (સંશોધક) કવિ ઋષભદાસ એક અધ્યયન - લે. પ્રો. ડૉ. વાડીલાલ ચોકસી. કવિવર ઋષભદાસ - રા. રા. મોહનલાલ દલીચંદ દેસાઈ. ૨૭ કરણાનુયોગ પરિચય (પત્રોદ્વારા) - લે. ડૉ. સ. ઉજ્જવલા શહા. પ્ર. પૂ. શ્રી કાનજીસ્વામી. સ્મારક ટ્રસ્ટ, દેવલાલી અને વીતરાગવાણી પ્રકાશક. ઈ.સ. ૨૦૦૦ આ.પ્ર. ૨૮ કર્તવ્ય કૌમુદી ભાગ ૧-૨ - મુનિશ્રી રત્નચંદ્રજી મ.સા. શ્રી જૈન સાહિત્ય પ્રચારક સમિતિ. કર્મગ્રંથ ભાગ ૧-૨-૩ - ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. પ્ર. જેનધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત. ઈ.સ.૧૯૯૫. આ. પ્ર. કર્મગ્રંથ ભાગ ૧ થી ૬ - શબ્દાર્થ ગાથાર્થ મુનિરાજ શ્રી જીવવિજયજી વિરચિત સ્તનુકાર્ય તથા ઉપયોગી ટીપ્પણ સાથે પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. વિ.સં. ૨૦૩૩ આ. ચતુર્થ. કર્મગ્રંથ ભાગ ૧ થી ૩ - લે. પૂ. લલીતાબાઈ મહાસતીજી. સ્થા. જૈન સંઘ સંઘાણી, ઘાટકોપર. આ.પ્ર. કર્મગ્રંથ ભાગ ૧ થી ૫ પ્રશ્નોત્તરી - પૂ. મુ. શ્રી નરવાહનવિજયજી મ.સા. પ્ર. સ્વ. ફુલાભાઈ રણછોડભાઈ. નાર જિ. ખેડા. વિ.સં. ૨૦૩૯ - ૨૦૪૦ કર્મ પ્રકૃતિ ભાગ ૧-૨-૩ - શ્રીમદ્ શિવશર્મસૂરિશ્વરજી મ.સા., ભાવાનુવાદ મુનિ કેલાશચંદ્રવિજય, રાંદેર રોડ, જે. મૂ.જે. સંઘ, સુરત. કલ્યાણકારક - લે. શ્રી આદિત્યાચાર્ય કાવ્યલોચન-રતિલાલ જાની. પ્ર.વોરા એન્ડ કાં. ગાંધી માર્ગ, અમદાવાદ. ઈ. સ. ૧૯૬૪.આ. દ્ધિ. ૩૬ કુમારપાળ રાજાના રાસનું રહસ્ય - ચુનીલાલ દુર્લભજી તથા ત્રિભુવન દુર્લભજી. જૈન ધર્મ પ્રસારક સભા. ઈ.સ. ૧૯૩૪ ૩૭ કુરાનસાર - લે. વિનોબા ભાવે. પ્ર. યજ્ઞ પ્રકાશન ભૂમિપુત્ર. ઈ.સ. ૧૯૩૮. આ. પ્ર. ૩૮ કેવળ નવકાર મંત્ર પ્રશ્નોત્તરી ગ્રંથ - લે. ધન્યમુનિ. પ્ર. લલિતાબેન રસીકલાલ મહેતા. ઈ.સ. ૧૯૮૭. ખંભાતના જિનાલયો - ચંદ્રકાંત કડિયા. પ્ર. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. ઈ.સ. ૨૦૦૦ ગમ્માનો થોકડો - લે. સાધ્વી શ્રી ઉજ્જવલકુમારીજી. પ્ર. બાબુભાઈ લુંભા શાહ. ઈ.સ. ૧૯૮૭. ૩૯ Page #540 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૨૯ ૪૧ ગાગરમાં સાગર - પૂ. અરૂણાબાઈ મહાસતીજી (બોટાદ સંપ્ર.), પ્ર. શ્રી. સ્થા. જૈન સંઘ નારણપુરા, અમદાવાદ. ૪૨ ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ - લે. ગોવિંદભાઈ ડાહ્યાભાઈ દેસાઈ. પ્ર. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. ઈ.સ. ૧૯૯૮ આ. તૃતીય. ૪૩ ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યકરણ - લે. હરિવલ્લભ ભાયાણી. પ્ર. ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર. ગુજરાતી વિશ્વકોશ - પ્રમુખ સં. ડૉ. ધીરૂભાઈ ઠાકર. પ્ર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ. ખંડ પ્રથમ - ૧૯૮૮ થી ૨૦૦૮ માં ૨૩ મો ખંડ ૪૫ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ સં. ઉમાશાંકર જોષી, શ્રી અનંતરાય રાવળ, શ્રી યશવંત શુક્લ. પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ. ઈ.સ. ૧૯૭૩. આ. પ્રથમ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - સં. શ્રી રમણ સોની, પરામર્શ શ્રી ચીમનલાલ ત્રિવેદી પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ. ઈ.સ. ૨૦૦૧. આ. પ્રથમ. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૧-૨, ગ્રંથ -૨, ખંડ - ૧ - સં. ઉમાશાંકર જોષી, શ્રી. અનંતરાય રાવળ, શ્રી યશવંત શુક્લ. પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ. ઈ.સ. ૨૦૦૩. આ. દ્વિતીય ગુજરાતી સાહિત્યનો પરિચય - ડો. સુસ્મિતા મેઢ. પ્ર. મહાજન પબ્લીસીંગ હાઉસ, ઈ.સ. ૧૯૫૭. આ.પ્ર. ગુજરાતી સાહિત્યની રૂપરેખા - લે. અને પ્ર. વિજયરાજ કલ્યાણરાય વૈદ્ય, ઈ.સ. ૧૯૪૩. આ.પ્ર. ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન - લે. કે.કા. શાસ્ત્રી, પ્ર. મુકુંદકુમાર કે શાસ્ત્રી, અમદાવાદ, ઈ.સ. ૧૯૫૧, પ્ર.આ. ગુજરાતી સાહિત્યની વિકાશ રેખા મધ્યકાળ - લે. ધીરૂભાઈ ઠાકર, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ઈ. સ. ૧૯૫૬ આ. દ્વિતિય. ગુજરાતી સાહિત્યના સ્વરૂપો - લે. મંજુલાલ મજમુદાર. ગોમટ્ટસાર જીવકાંડ - લે. શ્રી નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી વિરચિત શ્રી ખૂબચંદ જેના દ્વારા સૂચિત પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ આગાસ. ઈ. ૨૦૦૬ ૫૪ ગોમટ્ટસાર જીવકાંડ ભાગ ૨ - સં. આદિનાથ ઉપાધ્ય, કેલાશચંદ્ર શાસ્ત્રી. પ્ર. ભારતીય જ્ઞાનપીઠ ગુણસ્થાન - લે. ભીખાલાલ ગીરધરલાલ શેઠ, પ્ર. અ.ભા. જે. સ્થા. જૈન કોન્ફરન્સ, મુંબઈ, ઈ.સ. ૧૯૮૨ ૫૬ ઘેર બેઠાં તત્ત્વજ્ઞાન - મોતીના વાવેતર - સંકલન અને પ્રકાશન ડાહ્યાલાલ કાનજી સત્રા, પાર્લા, મુંબઈ. ચરણાનુયોગ ભાગ ૧-૨ - લે. મુનિશ્રી કહેયાલાલ મ.સા. ‘કમલ’ .... આગમ અનુયોગા ટ્રસ્ટ, ઈ.સ. ૧૯૯૮. આ.કિ. ચંદ્રકાંત ભાગ ૧-૨-૩ વેદાન્ત - શ્રી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, શ્રી એમ. યુ. પટેલ. કલ્યાણ ટ્રસ્ટ, ઈ.સ. ૧૯૮૫. આ. ૧૮ મી. ચંદ્રકાંતભાઈની ‘છકાય’ અને ‘૩૫ બોલ’ની વાંચણીની બુક - સં.પ્ર. ચંદ્રકાંતભાઈ. ૬૦ જન્મ - પુનર્જન્મ - લે. નેમચંદ ગાલા પ્ર. શાન્તાબેન નેમચંદ ગાલા. મુંબઈ - ૯, ઈ.સ. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૭૦. ૧૯૯૨, આ.પ્ર. ૬૧ જયાણા વતનમાં શાંતિ જીવનમાં - લે. જયેન્દ્ર ર. શાહ. પ્ર. ઉરજાકેન્દ્ર કોસાડ જિલ્લો સુરત. ઈ.સ. ૧૯૯૦. ૬૨ જીવતત્ત્વ અજીવતત્ત્વ - લે. પ.પૂ. આ. વિજય નરવાહનસૂરિ. પ્ર. પદાર્થદશન ટ્રસ્ટ, અમદાવાદ - ૧. ઈ.સ. ૨૦૦૨ ૬૩ જીવતત્ત્વ - લે. નારાયણ હેમચંદ્ર. પ્ર. ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ. ૬૪ જીવાદર્શન - વિજ્ઞાન વિદ્યા શાખા - સં. રમેશ સુમંત મહેતા, ભોગીલાલ ગાંધી, સરદાર વલ્લભ પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર,(જ્ઞાનગંગોત્રી ગ્રંથ શ્રેણી -૧૬) ઈ.સ. ૧૯૭૪ આ. પ્ર. ૬૫ જીવનચક્ર - લે. ધૂમકેતુ, પ્ર. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ઈ.સ. ૧૯૩૭. આ.દ્ધિ. ૬૬ જીવન અને સાહિત્ય - લે. રમણલાલ વ. દેસાઈ. પ્ર. આર. આર. શેઠની કાં. મુંબઈ - ૨, ઈ.સ. ૧૯૩૬ જીવન જીવવાની કળા - લે. પૂ. કાંતિઋષિજી મ.સા. પ્ર. ખંભાત સ્થા. જૈન સંઘ ઈ.સ. ૧૯૮૫ જીવવિચાર પ્રકરણ - લે. શાંતિસૂરિ. પ્ર. જૈન શ્રેયસકર મંડળ મહેસાણા વકીલ ચીમનલાલ અમૃતલાલ શાહ. ઈ.સ. ૧૯૪૪, વિ.સ. ૨૦૩૩. આ. નવમી. ૬૯ જીવવિચાર પ્રકરણ સાથે અવચૂરિ - લે. વાદિવેતાલ શાંતિસૂરિ. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. ઈ.સ. ૧૯૨૫. આ. બીજી. જીવવિચાર પ્રકાશિકા યાને જેન ધર્મનું પ્રાણીવિજ્ઞાન - લે. ધીરજલાલ ટોકરશી શાહ. પ્ર. જૈન સાહિતય પ્રકાશન મંદિર, મું - ૯. આ.દ્ધિ. ૭૧ જીવવિચાર પ્રકાશિકા યાને જેન ધર્મનું પ્રાણીવિજ્ઞાન - પુનઃમુદ્રણ લે. ધીરજલાલ ટોકરશી. શાહ. પ્ર. નવભારત પ્રકાશન મંદિર - અમદાવાદ. ઈ.સ. ૨૦૦૫, વિ.સં. ૨૦૬૧ આ.પ્ર. ૭૨ જીવવિચાર વિવેચન ઉમેરણ સાથે પુનઃમુદ્રણ નવી આવૃત્તિ - લે. પ.પૂ. આચાર્ય નરવાહનસૂરિ, પ્ર. પદાર્થ દર્શન ટ્રસ્ટ, કાલુપુર, અમદાવાદ -૧, ઈ.સ. ૨૦૫૯. ૭૩ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧ થી ૧૦ - લે. ડૉ. જયંત કોઠારી, પ્ર. શ્રી મહાવીર જૈન વિદ્યાલય. જેન તત્વ સ્વરૂપ - લે. યુવાપ્રણેતા શ્રી. ધીરજમુનિ મ.સા., પ્ર. વીતરાગ પ્રકાશન બોરીવલી. ઈ. સ. ૨૦૦૩. આ.દ્ધિ. જૈન દર્શનમાં ઉપયોગ - લે. ખૂબચંદ કેશવલાલ પારેખ, પ્ર. ચાલવાડા સંઘ રાજસ્થાન, વિ.સં. ૨૦૩૮ જેન તત્ત્વ પરિચય - લે. ડૉ. સી. ઉજ્જવલા દિનેશચંદ્ર શહા, ગુજરાતી અનુવાદ શ્રી દિપકભાઈ જેન, પ્ર. કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી. ઈ.સ. ૧૯૯૯. આ. દ્ધિ. જૈન દર્શન ણનન ઓર મીમાંસા (હિન્દી) - આચાર્ય મહાપ્રજ્ઞ પ્ર. આદર્શ સાહિત્ય સંઘ પ્રકાશન ઈ.સ. ૧૯૯૫. આ. ચતુર્થ. જેના દર્શન અને ભારતમાં પ્રસિદ્ધ જૈન તીર્થો અને જીવન ચારિત્રો સંક્ષેપમાં - સં. પ્ર. શ્રી વરજીભાઈ શાહ. ઈ.સ. ૨૦૦૨, આ. પ્ર. ૭૯ જેન દષ્ટિએ ગીતા દર્શન - શ્રી સંતબાલજી. પ્ર. મહાવીર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ, ઈ.સ. ૧૯૯૫. આ. તૃતીય ૮૦ જેન ધર્મનો પરિચય - પ.પૂ.આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પ્ર. દિવ્યદર્શન Page #542 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૮૧ ८२ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ८७ ८८ ૮૯ ૯૦ ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ G 602 ૯૮ ૯૯ ૫૩૧ ટ્રસ્ટ, ધોળકા, પુનઃ મુદ્રણ વિ.સં. ૨૦૬૪ જૈન ધર્મનો પ્રાણ - લે. પંડિત શ્રીસુખલાલજી પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. ઈ.સ. ૧૯૮૯. જૈન પાઠાવલી શ્રી. બૃ. મુંબઈ વર્ધમાન સ્થા. જૈન મહાસંઘ સંચાલિત ધાર્મિક શિક્ષણ બોર્ડ - મુંબઈ. નવ્ય સંસ્કાર દ્વિતીય. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ - લે. મોહનલાલ દ. દેસાઈ. પ્ર. શ્રી શ્વે. કોન્ફરન્સ મુંબઈ. ઈ.સ. ૧૯૩૩ જૈન પરંપરાકા ઈતિહાસ (હિન્દી) - લે. આ. મહાપ્રજ્ઞ, પ્ર. જૈન વિશ્વભારતી પ્રકાશન. ઈ.સ. ૨૦૦૦, આ. ૧૨. જૈન લક્ષણાવલી (હિન્દી ભાગ ૧-૨-૩) - લે. બાલચંદ સિદ્ધાંતશાસ્ત્રી. વીરસેવા મં દિર દરિયાગંજ, દિલ્હી. ઈ.સ. ૧૯૭૨ - જૈન ધર્મમેં તપ સ્વરૂપ ઓર વિશ્લેષણ (હિન્દી) - લે. મુનિ શ્રી મિશ્રીમલજી મ.સા. સંપાદક શ્રીચંદ સુરાના, ‘સરસ’ પ્ર. શ્રી મરૂધર સાહિત્ય પ્રકાશન સમિતિ જોધપુર વ્યાવર. જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ-૫ - સં. ડૉ. કલા એમ શાં, ડૉ. હંસા એસ. શાહ. પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. ઈ.સ. ૨૦૦૪. જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશ (હિન્દી ભા. ૧ થી ૪) - ક્ષુ. જિનેન્દ્રવર્ણી - પ્ર. ભારતીય જ્ઞાનપીઠ ઈ.સ. ૧૯૪૪. આ. પ્ર. જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશ (હિન્દી ભા. ૧ થી ૫) - 8. જિનેન્દ્રવર્ણી - પ્ર. ભારતીય જ્ઞાનપીઠ ઈ.સ. ૧૯૯૩. આ. તૃતીય. જેનાગમ નવનીત ખંડ -૮ - લે. તિલોક મુનિ પ્ર. આગમ નવનીત પ્રકાશન સમિતિ, સિરોહી. ઈ.સ. ૧૯૯૩. જોત જલે અબ જ્ઞાનકી (હિન્દી) - લે. આચાર્ય તુલસી, પ્ર. જૈન વિશ્વબારતી લાડનૂ. ઈ.સ. ૨૦૦૧. આપૃ. જ્ઞાન ગંગોત્રી જીવદર્શન - શ્રી અરવિંદ જે દવે, પ્ર. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભી વિદ્યાનગર. ઈ.સ. ૧૯૭૪. આ.પ્ર. જ્ઞાનધારા - સં. ગુણવંત બરવાળિયા, પ્ર. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરૂ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર ઈ.સ. ૨૦૦૭. જ્ઞાન સાગરનાં મોતી ૧-૨-૩ - લે. ડૉ. કલાબેન શાહ પ્ર. માનસ પ્રકાશન. જ્ઞાનાર્ણવ - લે. દિગંબર જૈનાચાર્ય શ્રી શુભચંદ્ર વિરચિત સં. પન્નાલાલજી વાકલીવાદ પ્ર. પરમસૂત્ર પ્રભાવક મંડળ ઝવેરીબઝાર ઈ.સ. ૧૯૯૩. આ.દ્ધિ. જ્ઞાનાર્ણવ એક સમીક્ષાત્મક અધ્યયન (હિન્દી) - સાધ્વી ડૉ. દર્શનલતા. પ્ર. શ્રી. શ્વે. સ્થા. સંઘ ગુલાબપુરા, રાજસ્થાન. ઈ.સ. ૧૯૯૭ અ. જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી - ૧૩ - સાહિત્યદર્શન સં. દિગીશ મહેતા પ્ર. સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. બ. જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી - ૧૬ - સાહિત્યદર્શન સં. રામપ્રકાશ બક્ષી, પ્ર. સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. તત્ત્વજ્ઞના સીમા સ્તંભો - લે. ડૉ. સુધા નિ. પંડયા. પ્ર. ડૉ. સુધા પંડચા, પ્રતાપગંજ, વડોદરા. ઈ.સ. ૧૯૮૫. Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૦૦ તત્ત્વજ્ઞાન પ્રદીપિકા - લે. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી ગણિવર, ૫. કમલ પ્રકાશન ટ્રસ્ટ, ઈ.સ. ૧૯૮૫. ૧૦૧ તત્ત્વજ્ઞાન પ્રદેશિકા - સંયોજક આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા., પ્ર. મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ, અંજાર, કચ્છ. વિ.સ. ૨૦૪૪. આ. દ્ધિ. ૧૦૨ તત્ત્વત્રયી મીમાંસા ભાગ ૧-૨ - લે. શ્રીમદ્ વિજયાનંદસૂરિજીના શિષ્ય અમરવિજયજી મહારાજ. પ્ર. શાહ નાથાલાલ મોતીચંદ, જેન સંઘ સમસ્ત (શિનોર), શ્રી હિંમતલાલજી માસ્તર. ઈ.સ. ૧૯૮૮. વિ. સં. ૧૯૩૨. ૧૦૩ તત્ત્વાર્થ સૂત્ર ગૂજરાતી વ્યાખ્યા સહિત - વિ. પં. શ્રી સુખલાલ. પ્ર. શ્રી જૈન જ્ઞાન સાહિત્ય પ્રકાશક સમિતિ, કે/ઓફ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ઈ.સ. ૧૯૪૯. આ. તૃ. ૧૦૪ તિલોય પણતી ભાગ ૧-૨ - પ્રો. આદિનાથ ઉપાધ્યાય. પ્ર. જૈન સંસ્કૃતિ. વિ.સં. ૨૦૧૨. આ. તૃતીય. ૧૦૫ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર ૪૮, ચિત્રોંકા સંપુટ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ત્રણ ભાષામાં - લે. આ. શ્રી યશોદેવસૂરિજી. પ્ર. જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર તથા શ્રી પાર્શ્વપદ્માવતી ટ્રસ્ટ. ૧૦૬ ત્રિભુવનપ્રકાશ મહાવીરદેવ - લે. મુનિશ્રી ચંદ્રશેખર વિજયજી. પ્ર. કમલ પ્રકાશન ટ્રસ્ટ, રતનપોળ, ગાંધી રોડ, અમદાવાદ. ઈ.સ. ૧૯૭૯. ચતુર્થ આવૃત્તિ. ૧૦૭ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ત ભાગ - ૪ (હિન્દી અનુવાદ) - અ. શ્રી ગણેશ લલાની, શ્રી રાજકુમારી બેગાની. પ્ર. પ્રાકૃત ભારતી અકાદમી જયપુર. ઈ.સ. ૧૯૯૨. ૧૦૮ દંડક એક અધ્યયન - લે. બા. વ્ર, પૂ. ડૉ. નીતાબાઈ સ્વામી. પ્ર. મનુભાઈ જે. મેદાણી. ઈ.સ. ૨૦૦૬. ૧૦૯ ધ મોર્ડન કંબાઈન્ડ ડીક્ષનરી - લે. ઓઝા એન્ડ ભટ્ટ. પ્ર. આર. આર. શેઠની કંપની, મુંબઈ, અમદાવાદ. ઈ.સ. ૧૯૮૬ આ. ૪૩ મી. ૧૧૦ ધ સ્ટ્રગટસ સંસ્કૃત ડીક્ષનરી સંસ્કૃત ઈજૂ ઇંગલિશ મરાઠી આણિ ગુજરાતી – સં. દેવસ્થળી, જોશી વ કુલકર્ણી. પ્ર. જયોતિ ધનંજય ધાવલે. ઈ.સ. ૧૯૯૭. આ. આઠમી. ૧૧૧ ધમ્મ રસાયણ પુષ્પ નં. ૩૨. - અનું. ઉપા. ભરત સાગર મ.સા. ભારતવર્ષીય અનેકાંત વિદ્વત પરિષદ. ૧૧૨ ધર્મ સંગ્રહ - લે. શ્રી માનવિજયજી ગણિવર, સંશોધક શ્રી યશોવિજયજી. પ્ર. શેઠ સુબાજી રવચંદ જેચંદ દોશીવાડાની પોળ, અમદાવાદ. વિ.સં. ૨૦૨૯. આ.તૃ. ૧૧૩ ધર્મામૃત - લે. પં. શ્રી આજ્ઞાધરજી. પ્ર. રવજીભાઈ છગનલાલ દેસાઈ. ઈ.સ. ૧૯૬૬. આ... ૧૧૪ ધવલાટીકા સમન્વિતઃ ષખંડાગમ પુસ્તક ૧ થી ૧૬ (સંસ્કૃત) - શ્રી હીરાલાલ જેન પ્ર. જૈન સાહિત્યોદ્ધારક ફંડ કાર્યાલય, ભેલસા. ઈ.સ. ૧૯૫૫ ૧૧૫ ધવલાટીકા સમન્વિતઃ ષખંડાગમ પુસ્તક ૧ થી ૩ - શ્રી હીરાલાલ જેન પ્ર. જૈન સાહિત્યો દ્વારક ફંડ કાર્યાલય, અમરાવતી. ઈ.સ. ૧૯૩૯. ૧૧૬ નર્મદ સંસ્કૃત ગુજરાતી શબ્દકોશ - સં. શાસ્ત્રી નર્મદાશંકર જ. રાવલ. પ્ર. ઈચ્છાશંકર પ્ર. રાવલ, ભાવનગર. ઈ.સ. ૧૯૬૦ ૧૧૭ નવતત્ત્વ દીપિકા યાને જેન ધર્મનું અદ્ભૂત તત્ત્વજ્ઞાન - લે. શ્રી ધરજલાલ ટોકરશી શાહ. પ્ર. જૈન સાહિત્ય પ્રકાશન મંદિર, મુંબઈ - ૯. ઈ.સ. ૧૯૭૨ આ.દ્ધિ. ૧૧૮ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ એક અધ્યયન – સં. બા. બ્ર. વિસ્તીર્ણાજી મહાસતીજી. Page #544 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૩૩ પ્ર. જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદ. ઈ.સ. ૨૦૦૩. આ.પ્ર. ૧૧૯ નારકી ચિત્રાવલી - લે. પં. શ્રી જિનેન્દ્રવિજયજી ગણિ. ચિત્રકાર પ્રિતમલાલ હરિલાલા ત્રિવેદી. પ્ર. જૈન ગ્રંથમાળા. ઈ.સં. ૧૯૭૭. આ.તૃ. ૧૨૦ પદ્મ પુરાણ - અ. નં. વેદમૂર્તિ તપોનિષ્ઠ પં. શ્રી રામશર્માચાર્ય. પ્ર. સંસ્કૃતિ સંસ્થાના ગાજકુતુબ બરેલી. ઈ.સ. ૧૯૭૭. આ. દ્વિતીય. ૧૨૧ પદાર્થ પ્રકાશ ભા. ૧- લે. પ.પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. પ્ર. સંઘવી અંબાલાલ ર. જેના ધાર્મિક ટ્રસ્ટ ૧૨૨ પશ્ચાતાપની પાવનગંગા - લે. સાધ્વી ઉર્મિલા. પ્ર. શ્રી હસમુખરાય વી. મહેતા, વર્ધમાનગ્રુપ અને નિર્માણ ગ્રુપ. ૧૨૩ પંચસંગ્રહ પ્રથમ ખંડ - અનુ. હીરાલાલ દેવચંદ. પ્ર. શારદા મુદ્રણાલય, અમદાવાદ. ઈ.સ. ૧૯૩૫. ૧૨૪ પાળો જયણા વિરના વચણા - પ્ર. વેરશી દેવજી રાંભિયા પરિવાર. ૧૨૫ પ્રથમોપશમ સમ્યક્ત્વપૂર્વેની પંચલબ્ધિ - લે. ડૉ. સો. ઉજ્જવલા દિ. શહા. પ્ર. વીતરાગવાણી. પ્રકાશક, મુંબઈ. ઈ.સ. ૨૦૦૩. આ.પ્ર. ૧૨૬ પ્રબોધ ટીકા - સં. ભદ્રકવિજયજી ગણિ. પ્ર. જૈન સાહિત્ય વિકાસ મંડળ, પાર્લા, મુંબઈ. ઈ.સ. ૨૦૦૦. આ. તૃતીય. ૧૨૮ પ્રમાણનયતત્તાલોક રચયિતા શ્રીમાનવાદિદેવસૂરિ - સં. સાધ્વી મહાયશાશ્રીજી મ.સા. ૐ કારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલી, સુરત. ઈ.સ. ૨૦૦૩ ૧૨૯ પ્રવચન પાથેય (હિન્દી) - આચાર્ય તુલસી. જેન વિશ્વભારતી સંસ્થાન લાડનં. ૧૩૦ પ્રવચન સાર - લે. એ. એન. ઉપાધ્ય. પ્ર. શેઠ મણીલાલ રેવાશંકર ઝવેરી. ઈ.સ. ૧૯૩૫ ૧૩૧ પ્રશ્નોત્તર મોહનમાળા ઉત્તરાર્ધ્વ - પ્રયોજક પૂ. મોહનલાલજી મ.સા. સંશોધક ઝવેરચંદ જાદવજી કામદાર. પ્ર. શ્રી પ્રેમ જિનાગમ સમિતિ. મુંબઈ. ઈ.સ. ૧૯૮૧ ૧૩૨ પ્રાકૃત વ્યાકરણમ્ (પ્રિયોદય હિન્દી વ્યાખ્યા સહિત) - ઉપા. પ્યારચંદજી મહારાજ સંયોજક શ્રી ઉદયમુનિજી મ.સા., સંપાદક પં. રતનલાલ સંઘવી. પ્ર. જે. દિવાકર દિવ્યજ્યોતિ કાર્યાલય, વ્યાવર, રાજસ્થાન. વિ.સં. ૨૦૨૪. આ.પ્ર. ૧૩૩ બૃહદન દ્રવ્ય સંગ્રહ - અનુ. વ્રજલાલ ગિ. શાહ. પ્ર. શ્રી દિગં. જેન સ્થા. મંદિર ટ્રસ્ટ, સોનગઢ, ઈ.સ. ૧૯૭૩. આ. પ્ર. ૧૩૪ ભગવદ્ગીતા તેના મૂળ સ્વરૂપે - લે. શ્રીમદ્ એ. લી. ભક્તિવેદાંતસ્વામી. પ્ર. ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ, સર્વિચાર પરિવાર. ઈ.સ. ૧૯૮૭ આ. દ્વિતીય. ૧૩૫ ભગવદ્ ગોમંડળ - લે. ભગવતસિંહજી. પ્ર. પ્રવિણ પ્રકાશન ઢેબરરોડ, રાજકોટ, ઈ.સ. ૧૯૮૬ પુનઃમુદ્રણ. ૧૩૬ ભારતીય દર્શન - લે. પદ્મભૂષણ આ. બલદેવ ઉપાધ્યાય. પ્ર. શારદામંદિર, વારાણસી. ૧૩૭ ભારતીય સાહિત્ય શાસ્ત્ર - ગણેશ ચંબક દેશપાંડે. અનુ. જશવંતી દવે. પ્ર. વોરા એન્ડ કાં. ગાંધી માર્ગ, અમદાવાદ. ઈ.સ. ૧૯૭૩. આ.પ્ર. ૧૩૮ ભારતીય કાવ્ય સિદ્ધાન્ત - લે. જયંત કોઠારી, નટુભાઈ રાજપરા, ગૂર્જર ગ્રંથરતન ઈ.સ. ૧૯૭૦. આ. દ્વિતીય ૧૩૯ ભાવન વિભાવન - લે. હરિવલ્લભ ભાયાણી. પ્ર. પાર્થ પ્રકાશન, અમદાવાદ. ઈ.સ. ૧૯૯૧. આ.પ્ર. Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૪૦ મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ - શ્રી જયંત કોઠારી. પ્ર. કલીકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાયા નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ, અમદાવાદ. ઈ.સ. ૧૯૯૫. આ.પ્ર. ૧૪૧ ૧મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેનોનું પ્રદાન - જયંત કોઠારી. પ્ર. મંગળા કોઠારી, અમદાવાદ. ઈ.સ. ૧૯૮૫. આ... ૧૪૨ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર - લે. ડૉ. નિપુણ પંડ્યા. પ્ર. અશોક પ્રકાશન, મુંબઈ - ૨. ઈ.સ. ૧૯૬૮. આ.પ્ર. ૧૪૩ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રહસિકા - લે. ડો. જયા ગોકળ ગાંધી. પ્ર. ચિરાયુજ ભાટીયા, મુંબઈ. ઈ.સ. ૧૯૮૯. ૧૪૩ મહાકવિ વિજયશેખરસૂરિ ભાગ ૧-૨ - લે. સાધ્વી મોક્ષગુણાશ્રીજી. પ્ર. આર્ય જય કલ્યાણ કેન્દ્ર, મુંબઈ. ઈ.સ. ૧૯૯૧. ૧૪૪ મૃત્યું મહોત્સવ - ચુનીલાલ ખીમજી મામણીયા કુંદરોડીરાલા. પ્ર. આરાધના મંદિર, મલાડ. ઈ.સ. ૧૯૯૩. ૧૪૫ રસ સિદ્ધાન્ત - લે. અનુ. ચંદ્રકાંત મહેતા. મહેન્દ્ર દવે. પ્ર. નેશનલ પબ્લીસીંગ હાઉસ. ઈ.સ. ૧૯૬૮. આ.પ્ર. ૧૪૬ રત્ન જીવન દર્પણ - લે. શતા. પ.પૂ. પૂનમચંદ્રજી મ.સા. પ્ર. શ્રી રત્નચંદ્રજી મ. સ્મારક ટ્રસ્ટ, ૧૪૭ રમણમહર્ષિકૃત ઉપદેશસાર - લે. સ્વામી તદ્રુપાનંદજી. પ્ર. મનન, સરદાર પુલ પાસે, ઝાડેશ્વર ભરૂચ. ઈ.સ. ૧૯૯૧. ૧૪૮ રાત્રિભોજન – કંદમૂળ ત્યાગ - મહિમા - લે. ગુલાબચંદ પાનાચંદ મહેતા. પ્ર. શ્રી શામજી વેલજી વિરાણી. ઈ.સ. ૧૯૮૨. આ. ૬ ૧૪૯ રિસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ - લે. પંન્યાસ હેમરત્નવિજય. પ્ર. શ્રી અહંદુ ધર્મપ્રભાવક ટ્રસ્ટ, વિ.સં. ૨૦૫૨. આ. ૬. ૧૫૦ લેશ્યા કોશ - લે. મોહનલાલ બાઠીચા, શ્રીચંદ ચોરડીયા. પ્ર. મોહનલાલ લાઠીયા જેનદર્શન સમિતિ કલકતા. ઈ.સ. ૧૯૬૬, આ.પ્ર. ૧૫૧ લેશ્યા કોશ દ્વિતીય ખંડ - લે. મોહનલાલ લાઠીયા, શ્રીચંદ ચોરડીયા. પ્ર. મોહનલાલા બાઠીયા જેનદર્શન સમિતિ કલકતા. ઈ.સ. ૧૯૮૮, આ.પ્ર. ૧૫૨ લોકપ્રકાશ ભા. ૧ દ્રવ્યલોક – સં. પૂ. પં. શ્રી વજસેન વિજય ગણિવર. પ્ર. શ્રી ભેરૂમાલ કનૈયાલાલજી કોઠારી, રીલીજીયસ ટ્રસ્ટ કોઠારી, ચંદનબાળા, મુંબઈ. ૧૫૩ લોકપ્રકાશ ભા. ૨ ક્ષેત્રલોક પૂર્વાર્ધ - સં. પૂ. પં. શ્રી વજસેન વિજય ગણિવર. પ્ર. શ્રી ભેરૂમલ કનૈયાલાલજી કોઠારી, રીલીજીયસ ટ્રસ્ટ કોઠારી, ચંદનબાળા, મુંબઈ. ૧૫૪ લોકપ્રકાશ ભા. -૩ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ - સં. પૂ. પં. શ્રી વજસેન વિજય ગણિવર. પ્ર. શ્રી ભેરૂમલ કનૈયાલાલજી કોઠારી, રીલીજીયસ ટ્રસ્ટ કોઠારી, ચંદનબાળા, મુંબઈ. ૧૫૫ લોકપ્રકાશ ભા. ૪. કાળલોક પૂર્વાર્ધ - સં. પૂ. પં. શ્રી વજસેન વિજય ગણિવર. પ્ર. શ્રી ભેરૂમાલ કનૈયાલાલજી કોઠારી, રીલીજીયસ ટ્રસ્ટ કોઠારી, ચંદનબાળા, મુંબઈ. ૧૫૬ લોકપ્રકાશ ભા. ૫. કાળલોક ઉત્તરાર્ધ તથા ભાવલોક – સં. પૂ. પં. શ્રી વજસેન વિજય ગણિવર. પ્ર. શ્રી ભેરૂમલ કનૈયાલાલજી કોઠારી, રીલીજીયસ ટ્રસ્ટ કોઠારી, ચંદનબાળા, મુંબઈ. ૧૫૭ વસુનંદી શ્રાવકાચાર - લે. મુનિ સુનિલ સાગરજી. સં. ભાગચંદ્ર જેન. પ્ર. પાર્શ્વનાથ વિદ્યાપીઠ, Page #546 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૩૫ વારાણસી. ઈ.સ. ૧૯૯૯. આ. પ્ર. ૧૫૮ વાડ્મય વિમર્શ - રામપ્રસાદ બક્ષી, પ્ર. એન. એમ. ત્રિપાઠી, મુંબઈ - ૨, ઈ.સ. ૧૯૬૩. આ. પ્ર. ૧૫૯ વિજ્ઞાન અને અધ્યાત્મ - લે. મુની શ્રી અમરેન્દ્રવિજયજી. પ્ર. આત્મજાગૃતિ ટ્રસ્ટ, વડોદરા. ઈ.સ. ૧૯૮૨ ૧૬૦ વિજ્ઞાન અને ધર્મ – પં. ચંદ્રશેખર વિજયજી મ. કમલ પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ. ઈ.સ. ૧૯૯૧. આ. છઠ્ઠી. ૧૬૧ વદ્યુત પ્રકાશની સજીવતા અંગે વિચારણા - લે. મુનિ યશોવિજય. પ્ર. દિવ્યદર્શન ટ્રસ્ટ, વિ.સં. ૨૦૫૮ ૧૬૨ વિનીત જોડણીકોશ - પ્ર. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ઈ.સ. ૧૯૮૯. બીજું પુનર્મુદ્રણ. વિવેક ચૂડામણી - લે. સ્વામી તદ્રુપાનંદજી. પ્ર. મનન અભ્યાસ મંડળ, ઝાડેશ્વર ભરૂચ. ઈ.સ. ૧૯૯૫. આ.પ્ર. શિશુજ્ઞાનદીપ આલેખિકા સાધ્વી શ્રી અમરલતા - પ્ર. અજરામર સ્થા. જૈન ધા. શિક્ષણ બોર્ડ લીંબડી. ઈ.સ. ૧૯૯૩ શબ્દમાલા - લે. શ્રી મુક્તિચંદ્રવિજય - શ્રી અનિચંદ્રવિજય પ્ર. શાંતિજિન આરાધના મંડળ, મનફરા, કચ્છ- વાગડ. ૧૬૬ ષદર્શન સમુચ્ચય આ. હરિભદ્રસૂરિ વિરચિત - સં. મહેન્દ્રકુમાર જેન ન્યાયાચાર્ય. પ્ર. ભારતીય જ્ઞાનપીઠ. ઈ.સ. ૨૦૦૬, આ. છઠ્ઠી. ૧૬૭ સચિત્ર જૈન તત્ત્વદર્શન - લે. શ્રી વનિતાબાઈ મહાસતીજી. પ્ર. જેનદર્શન પ્રકાશન, રાજકોટ. ઈ.સ. ૧૯૯૪. ૧૬૮ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ ૨ - લે. શ્રી વનિતાબાઈ મહાસતીજી. પ્ર. જેનદર્શન પ્રકાશન, રાજકોટ. ઈ.સ. ૧૯૯૬. ૧૬૯ સચિત્ર જીવતત્ત્વ નવતત્ત્વ વિચાર અને નારકી ચિત્રાવલી - પ્રે. ચિદાનંદસૂરિશ્વરજી મ. પ્ર. પદ્માવતી પ્રકાશન, ગુલાલવાડી, મુંબઈ. વિ.સં. ૨૦૪૯. ૧૭૦ સત્યની શોધ - લે. આચાર્ય મહાપ્રજ્ઞ. અનુ. રોહિત શાહ. અનેકાન્ત ભારતી પ્રકાશન, અમદાવાદ, ઈ.સ. ૨૦૦૧. ૧૭૧ સન્મતિ પ્રકરણ (સિદ્ધસેન દિવાકર કૃત) - અ. સુખલાલ સંઘવી. અ. બેચરદાસ દોશી. પ્ર. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. ૧૭૨ સમક્તિનો સંગ મુક્તિનો રંગ - પૂ. આ. વિજયકીર્તિયશસૂરીશ્વરજી મ.સા. પ્ર. સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ. વિ.સં.૨૦૬૦. ૧૭૩ સંસ્કૃત ગ્રંથાંતર્ગત જેન દર્શનમાં નવતત્ત્વ - ડૉ. સાધ્વી ધર્મશીલા. પ્ર. ઉજ્જવલધર્મ ટ્રસ્ટ, ઘાટકોપર, મુંબઈ - ૭૭. ઈ.સ. ૧૯૯૪. આ. પ્ર. ૧૭૪ સંક્ષિપ્ત જૈન દર્શન પ્રશ્નોતર રૂપે - સં. શ્રી દિનેશચંદ્ર જો. મોદી. પ્ર. અલ્પેશ દિનેશચંદ્ર મોદી મેમોરીયલ ટ્રસ્ટ, દલાલ સ્ટ્રીટ, મુંબઈ. ૧૭૫ સમક્તિ સાર ભાગ ૧-૨ - લે. શ્રી જેઠમલજી સ્વામી કપુરચંદ કુલચંદ જાલોર. ઈ.સ. ૧૯૭૧. આ. તૃતીય. ૧૭૬ સમણસુત્ત - લે. મુનિશ્રી ભુવનચંદ્રજી. પ્ર. જૈન સાહિત્ય અકાદમી, ગાંધીધામ, કચ્છ. ઈ.સ. ૧૯૯૫. આ. દ્ધિ. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૭૭ સમર્થ પ્રકાશ - સં. ઘીસૂલાલ પિતલિયા. . શ્રી સમર્થ સાહિતય પ્રકાશન સમિતિ, જોધપુર, રાજસ્થાન. ઈ.સ. ૧૯૮૫. ૧૭૮ સમર્થ સમાધાન ભા. ૩ - લે. પૂ. શ્રી સમર્થમલજી મ.સા. પ્ર. શામજી વેલજી વિરાણી, રાજકોટ. વિ.સં. ૨૦૩૬. આ. પ્ર. ૧૭૯ સમક્તિનું મૂળ - સં. કાંતિઋષીજી મ.સા. પ્ર. શ્રી ખંભાત સ્થા. જૈન સંઘ. ૧૮૦ સમ્યમ્ દર્શન યાને મોક્ષનું દ્વાર - લે. રસિકલાલ છ. શેઠ. ઈ.સ. ૧૯૮૨. ૧૮૧ સાગરનું બિંદુ - ડૉ. સુરેશ ઝવેરી. પ્ર. નવદર્શન સંઘ, પાર્શ્વનગર કોમ્પલેક્ષ, સગરામપુરા, સુરત. ૧૮૨ સાર્થ ગુજરાતી જોડણી કોશ - ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, પુનર્મુદ્રણ ઈ.સ. ૧૯૯૫. ૧૮૩ સાહિત્ય પ્રવેશિકા - લે. શ્રી હિંમતલાલ ગણેશજી અંજારીયા. પ્ર. સરસ્વતી પુસ્તકાલય. ઇ.સ. ૧૯૫૧. આ. દ્રિ. ૧૮૪ સાહિત્યમાં વિવેક - લે. નગીનદાસ પારેખ, પ્ર. વોરા એન્ડ કાં. ગાંધી માર્ગ, અમદાવાદ. ૧૮૫ સાહિત્યકારોના સુવાક્યો - સંકલન રમેશ દેસાઈ. પ્ર. નવભારત પ્રકાશન મંદિર, અમદાવાદ, ઈ.સ. ૧૯૯૨. આ. પ્ર. ૧૮૬ સિદ્ધ પંચાશિકા (સંસ્કૃત) અવચૂર્યાઃ સમલકકૃતા - લે. શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ. પ્ર.શ્રી આત્માનંદસભા, ભાવનગર. વિ.સં. ૧૯૬૯. ૧૮૭ સુવાક્યોનું શિલ્પ - સંકલન રમેશ પટેલ. પ્ર. નવભારત પ્રકાશન મંદિર, અમદાવાદ. ઈ.સ. ૧૯૯૧. આ. પ્ર. ૧૮૮ સૃષ્ટિવાદ અને ઈશ્વર - લે. ભા. ભૂ. શતા. પં. મુનિ શ્રી રત્નચંદ્રજી મ.સા. પ્ર. શ્રી જેના સાહિત્ય પ્રચારક સમિતિ. આ. પ્ર. ૧૮૯ શ્રાવક ધર્મ યાને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ - લે. શ્રી ગુલાબચંદ પાનાચંદ મહેતા. પ્ર. વીરવાણી પ્રકાશન કેન્દ્ર. ઈ.સ. ૧૯૮૦. આ. દ્ધિ. ૧૯૦. શ્રાવકની જયણા પોથી - આશીર્વાદ દાતા પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ.સા. પ્ર. વર્ધમાન સંસ્કૃતિધામ, મુંબઈ. ૧૯૧ શ્રી જેન જ્ઞાન સાગર - પ્ર. શ્રી શામજી વેલજી વીરાણી અને શ્રી કડવીબાઈ વીરાણી સ્મારક ટ્રસ્ટ, રાજકોટ. વિ.સં. ૨૦૩૨. આ. છઠ્ઠી. ૧૯૨ શ્રી જેન જ્ઞાન સાગર - પ્ર. શ્રી વીરજીભાઈ રાયચંદ મહેતાનો પરિવાર, જામનગર, ૧૯૩ શ્રી જૈન તત્વ પ્રકાશ (Substance of Jainisam) - લે. પૂ. અમોલખઋષિજી મ.સા. પ્ર. શ્રી શામજી વેલજી વિરાણી સ્થા. જે. ધા. શિ. સંઘ, રાજકોટ. ઈ.સ. ૧૯૯૮. આ. પાંચમી. ૧૯૪ શ્રી જેન થોક સંગ્રહ - સંગ્રહ કરી પ્રગટ કરનાર પાલનપુરના સ્થાનકવાસી જૈન બહેનો. ઈ.સ. ૧૯૭૦. આ. દ્ધિ. ૧૯૫ શ્રી થોક જ્ઞાન સંગ્રહ પૂર્વાર્ધ - પ્ર. શ્રી યુવાજેન આરાધક મંડળ, મજીદબંદર, મુંબઈ. ૧૯૬ શ્રી મોટી સાધુ વંદણા - પ્રેરક શતાવધાની શ્રી પુનમચંદ્રજી મ.સા. ના શિષ્ય શ્રી નિર્મળમુનિ મ.સા. પ્ર. પં.પૂ. શ્રી પુનમચંદ્ર મ.સા. સ્મારક સમિતિ, સુરેન્દ્રનગર, ઈ.સ. ૧૯૯૧. આ.પ્ર. ૧૯૭ શ્રી મોટી સાધુ વંદણા - લે. રસિકલાલ છગનલાલ શેઠ. પ્ર. વીરવાણી પ્રકાશન કેન્દ્ર, મુંબઈ - ૬. ઈ.સ. ૧૯૮૬. Page #548 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૩૭ ૧૯૮ શ્રી બૃહદ જેન થોક સંગ્રહ (૧૦૧ થોડકા) - સં. કાંતિલાલ જગજીવનદાસ ગાંધી, જશવંતલાલ શાંતિલાલ શાહ. પ્ર. સુધર્મ પ્રચાર મંડળ (ગુજરાત શાખા), ૧ થી ૩ આવૃત્તિ તથા ચોથી સુધારેલી આવૃત્તિ. ઈ.સ. ૨૦૦૦. ૧૯૯ શ્રી બૃહદ્ સંગ્રહણી સૂત્રમ (એસ્ટ્રોનોમી = જેન ખગોળ) - લે. જેનાચાર્ય શ્રીમદ્ ચંદ્રસૂરિ. અનુ. શ્રી યશોવિજયજી મ. શ્રી મુક્તિ કમલ જેન મોક્ષમાળા, કોઠીપોળ, વડોદરા. ઈ.સ. ૧૯૯૫. ૨૦૦ શ્રીમદ્ભી જીવનસિદ્ધ - શ્રી સરયુબેન આર. મહેતા. પ્ર. શ્રી જીવનમણિ સદ્વાચનમાળા ટ્રસ્ટ. ઈ.સ. ૧૯૭૦. આ. પ્ર. ૨૦૧ શ્રીમદેવચન્દ્રજીકૃત ચોવીસી - સં. પ્રેમલ કાપડીઆ. પ્ર. હર્ષદરાય હેરિટેજ. વિ.સં. ૨૦૬૧. આ. પ્ર. ૨૦૨ હરિયાળી સ્વરૂપ અને વિભાવના - લે. ડૉ. કવીન શાહ. પ્ર. હર્ષપુષ્યામૃત. ૨૦૩ હિન્દી સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસ (હિન્દી) - લે. ડૉ. હરિચરણ શર્મા. પ્ર. માયા પ્રકાશન મંદિર, જયપુર. ઈ.સ. ૨૦૦૧. ૨૦૪ હિન્દુ દર્શન - શ્રીમતી એસ્તેર સોલોમન. પ્ર. ભારત પ્રકાશન, અમદાવાદ. ૨૦૫ હીરવિજયસૂરિ રાસ - સં. ભાવાનુવાદ આ. શ્રી વિજયનેમચંદ્રસૂરિ. પ્ર. શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ. ઈ.સ. ૧૯૯૮. ૨૦૬ હું - લે. શ્રમિકસ્વામી યોગેશ્વર દેવ. પ્ર. જય શિવ આશ્રમ, માંડવી, સુરત. ઈ.સ. ૨૦૦૬. ૨૦૭ હું આત્મા છુ ભાગ ૧-૨-૩- લે. ડૉ. તરૂલતાબાઈ મહાસતીજી. પ્ર. ગુલાબબેન જ. કોઠારી. ચેમ્બર સ્થા. સંઘ. ૨૦૮ હું કોણ છું? - પ્રકાશક સુધર્મ પ્રચાર મંડળ (ગુજરાત શાખા), ઈ.સ. ૧૯૯૫. આ. તૃતીય. સામાયિક (મેગેઝિન). ૧. ચિત્રલેખા ૧૧-૦૨-૦૮ તંત્રી ભરત ઘેલાણી પ્ર. ચિત્રલેખા કાર્યાલય, અંધેરી (વે.), મુંબઈ. ૨. જેન પ્રકાશ - તંત્રી એમ. જે. દેસાઈ, વૃજલાલ ગાંધી. પ્ર. અ.ભા. જે. સ્થા. જૈન કોન્ફરન્સ, મુંબઈ. જેન સૌરભ ( અંક ૩૧૭ - ૩૨૧) - મા. તંત્રી રમણીકલાલ એમ. શેઠ. પ્ર. જન સૌરભ માસિક કાર્યાલય, રાજકોટ મૃત સાગર - પં.પ્ર. અમૃસાગરજી આ પદ પ્રદાન મહોત્સવ વિશેષાંક, મનોજ જેન. પ્ર. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ઈ.સ. ૨૦૦૭ આ. - ૧ શાસન પ્રગતિ - મેનેજિંગ તંત્રી રજનીભાઈ બાવીશી. પ્ર. શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર, રાજકોટ. શ્રત કલ્યાણ વિશેષાંક સં. કીરચંદ જે. શેઠ, મનોજ શેઠ. પ્ર. કલ્યાણ પ્રકાશન મંદિર ટ્રસ્ટ, સુરેન્દ્ર નગર. ઈ.સ. ૨૦૦૬ ૭. સમ્યગ દર્શન (હિન્દી) ૨ જૂન ૨૦૦૬ - શ્રી અ. ભારતીય સુધર્મ જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, વ્યાવર, રાજસ્થાન. ૮. સુધર્મા (હિન્દી) પ્ર. તિલકરત્ન સ્થા. જૈન ધાર્મિક બોર્ડ - અહમદનગર ૯. વિશ્વવાત્સલ્ય - તંત્રી ચં. ઉ. મહેતા. મલૂકચંદ શાહ, ગુણવંત બરવાળિયા. . વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ. નવલપ્રકાશ - સં. મુનિશ્રી પ્રકાશચંદ્રજી સ્વામી. પ્ર. શ્રી નવલ સાહિત્ય પ્રકાશન ચેરિટેબલા Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ટ્રસ્ટ, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર. આગમ સંદર્ભ ગ્રંથ સૂચિ. શ્રી અનુયોગદ્વાર સૂત્ર યુવાચાર્ય શ્રી મિશ્રીમલજી મહારાજ “મધુકર” શ્રી આગમ પ્રકાશન સમિતિ, વ્યાવર, રાજસ્થાન. શ્રી આચારાંગ સૂત્ર યુવાચાર્ય શ્રી મિશ્રીમલજી મહારાજ “મધુકર” શ્રી આગમ પ્રકાશન સમિતિ, વ્યાવર, રાજસ્થાન, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર યુવાચાર્ય શ્રી મિશ્રીમલજી મહારાજ મધુકર” શ્રી આગમ પ્રકાશન સમિતિ, વ્યાવર, રાજસ્થાન, શ્રી જીવાભિગમ સૂત્ર યુવાચાર્ય શ્રી મિશ્રીમલજી મહારાજ “મધુકર” શ્રી આગમ પ્રકાશન સમિતિ, વ્યાવર, રાજસ્થાન. શ્રી ઠાણાંગ સૂત્ર યુવાચાર્ય શ્રી મિશ્રીમલજી મહારાજ મધુકર” શ્રી આગમ પ્રકાશન સમિતિ, વ્યાવર, રાજસ્થાન. શ્રી દશવૈકાલિક સૂત્ર યુવાચાર્ય શ્રી મિશ્રીમલજી મહારાજ “મધુકર” શ્રી આગમ પ્રકાશન સમિતિ, વ્યાવર, રાજસ્થાન. પંડિત મુનિશ્રી ઘાસીલાલજી મ.સા.ના આગમની સૂચિ. (સંસ્કૃત, હિન્દી, ગુજરાતીમાં અનુવાદ) ૮ શ્રી અનુયોગદ્વાર સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. શ્રી આચારાંગજી સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. શ્રી જીવાભિગમ સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. ૧૩ શ્રી દશવૈકાલિક સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. ૧૪ શ્રી નંદી સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. ૧૫ શ્રી પન્નવણા સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. ૧૬ શ્રી ભગવતી સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. શ્રી રાયપ્રશ્નીય સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. ૧૮ શ્રી વિપાક સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. ૧૯ શ્રી સમવાયાંગ સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, ૧૭ Page #550 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન રાજકોટ. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.શ્વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. २० ૨૧ ૨૨ અન્ય ટીકાકારોના આગમની સૂચિ. શ્રી આચારાંગ સૂત્ર - પં. શ્રી સૌભાગ્યમલ્લજી મ.સા. ગુજરાતી અનુવાદ કવિ નાનચંદ્રજી મ.સા. ના શિષ્ય સંતબાલ પ્ર. મહાવીર સાહિતય પ્રકાશન મંદિર, અમદાવાદ. શ્રી આચારાંગ સૂત્ર (હિન્દી) - લે. આત્મારામજી મ.સા. પ્ર. આ. શ્રી આત્મા, જૈન પ્રકાશન સમિતિ, લુધિયાના ઈ.સ. ૧૯૬૩. ૨૪ શ્રી આચારાંગ સૂત્ર (ગુજરાતી) - અનુ. શ્રી ચંપકમુનિજી મહારાજ બરવાળા. પ્ર. શ્રી ભાઈલાલ જાદવજી શેઠ - કોલ્હાપુર. વિ.સં. ૨૪૯૩. ૨૫ આગમદીપ ભગવતી (૫ મું) જીવ આગમ ગુર્જર છાયા - લે. મુનિ દીપરત્નસાગર, આગમદીપ પ્રકાશન, ઈ.સ. ૧૯૯૭. ૨૩ ૨૬ ૨૭ २८ ૩૧ ઉત્તરાધ્યયન સૂત્ર ભા. ૨ - શ્રી વજ્રસેનવિજયજી ગણિ. ભાષાં. શ્રી જેઠાલાલ હરિભાઈ. પ્ર. ભદ્રંકર પ્રકાશન, અમદાવાદ. વિ.સં. ૨૦૫૫. ઉત્તરજઝયણાણિ આ. તુલસીકૃત - સં. આ. શ્રી. મહાપ્રજ્ઞજી. પ્ર. જૈન વિશ્વભારતી સંસ્થાન લાડનું, રાજસ્થાન. ઈ.સ. ૧૯૯૩. ૨૯ જીવાભિગમ સૂત્ર સંપૂર્ણ ભાષાંતર પ્રશ્નોત્તર રૂપે - અનુ. શ્રી નીમચંદ હિરાચંદ. પ્ર. પ્રેસ. 30 પ્રજ્ઞાપના સૂત્ર શ્યામાચાર્ય વિરચિત મલયગિરિકૃત ટીકા - અનુ. અને પ્ર. ભગવાનદાસ ઈ.સ. ૧૯૯૧ હર્ષચંદ્ર. પ્રજ્ઞાપના સૂત્ર શ્યામાચાર્ય વિરચિત મલયગિરિકૃત ટીકા - સંશોધક મનુચંદ્રસૂરિશ્વરજી. પ્ર. ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ, ભીનમાલ, રાજસ્થાન, પ્રજ્ઞાપના સૂત્ર શ્યામાચાર્ય વિરચિત લોકાગચ્છીય રામચંદ્રગણિકૃત સંસ્કૃતાનુવાદ યુક્ત ઋષિ નાનચંદ્રજી સંશોધિત. ઈ.સ. ૧૮૮૪. ૩૨ 33 ૩૪ ૫૩૯ ૩૬ શ્રી સ્થાનાંગ સૂત્ર લે. ઘાસીલાલજી મ.સા. પ્ર. અ.ભા.શ્વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. ૩૭ . ૩૮ ભગવત્ સુધર્મસ્વામી પ્રણીત શ્રીમદ્ ભગવતી સૂત્ર શ્રીમદ્ અભયદેવસૂરિ વિરચિત વિવરણ સહિત - પ્ર. શ્રી રાયચંદ્ર જિનાગમ સંગ્રહ. ૩૫ શ્રી આચારાંગસૂત્ર અનુ. સાધ્વી લીલમબાઈ મહાસતીજી - સં.પં. શોભચંદ્રજી ભારિલ્લ, પ્ર. પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતિ, ઘાટકોપર, ઈ.સ. ૧૯૭૭. દ્વિ. આ. આગમસૂત્ર ભાગ ૩, જીવા. પત્રવણા પદ ભાગ ૧ થી ૫ - લે. મુનિ દીપરત્નસાગર. શ્રુત પ્રકાશન નિધિ, અમદાવાદ. ઈ.સ. ૨૦૦૧, પન્નવણા સુત્ત - પુણ્યવિજય મુનિ. પં. દલસુખ માલવણિયાં, પં. અમૃતલાલ ભોજક. પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભા. ૧-૨-૩ - સં. પૂ. આ. શ્રી કાંતિઋષિજી મ.સા. પ્ર. ખંભાત સ્થા. જૈન સંઘ. ઈ.સ. ૧૯૯૦, શ્રી સમવાયાંગ સૂત્ર - અનુ. સાધ્વી સુમનબાઈ. સં.પં. શોભચંદ્રજી ભાલિલ્લ. પ્ર. પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતિ, ઘાટકોપર. ઈ.સ. ૧૯૮૦. આ.પ્ર. શ્રી સૂચગડાંગ સૂત્ર - સં. શ્રી ડુંગરશી મહારાજ. પ્ર. શ્રી અનિલકાંત બટુકભાઈ ભરવાડા, Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જીવવિચાર રાસ એક અધ્યયન બોરીવલી, મુંબઈ. ઈ.સ. ૧૯૭૬. શ્રી પ્રાણ ફાઉંડેશનના નીચે મુજબના આગમ. ૩૯ શ્રી આચારાંગજી સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉડેશન, રાજકોટ, ગુજરાત. ૪૦ શ્રી ઉત્તરાધ્યય સૂત્રપ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉડેશન, રાજકોટ,ગુજરાત. ૪૧ શ્રી જીવાભિગમ સૂત્રપ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, ગુજરાત. ૪૨ શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, ગુજરાત. ૪૩ શ્રી દશવૈકાલિક સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, ગુજરાત. ૪૪ શ્રી પન્નવણા સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉંડેશન, રાજકોટ, ગુજરાત. ૪૫ શ્રી ભગવતી સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉડેશન, રાજકોટ, ગુજરાત. ૪૬ શ્રી વિપાક સૂત્ર પ્ર. શ્રી ગુરૂપ્રાણ ફાઉંડેશન, રાજકોટ, ગુજરાત. પરિશિષ્ટ -- ૫. ગ્રંથાગારની મુલાકાતો ૧. મેં મારી હસ્તપ્રત માટે સૌ પ્રથમ ભારતીય વિદ્યાભવનના વિશાલ ગ્રંથાગારની વિધિવત્ મુલાકાત લીધી પણ એમાં મને જોઈતી હતી એ હસ્તપ્રત ન મળી પણ ત્યાં ડૉ. હંસાબેનનો સુંદર સાથ સહકાર મળ્યો. ૨. ત્યારબાદ મહાવીર જૈન વિદ્યાલય અંધેરીની ગ્રંથશાળામાં ગઈ ત્યાં પણ મારી પસંદગીની હસ્તપ્રત ન મળી. ૩. પછી મેં વાલકેશ્વરના “આદિનાથ દેરાસર(બાબુ અમીચંદ પન્નાલાલ)ના પુસ્તકાલયમાં જઈ કોબાના ગ્રંથાગારનું સૂચિપત્રક મેળવ્યું. એમાથી મારી રૂચિ મુજબની હસ્તપ્રત મેળવી. ૪. કોબાના આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ ગ્રંથાગાર’ની (ગાંધીનગર) મુલાકતા અવર્ણનીય છે. આ ગ્રંથાગાર પીએચ.ડી. કરનારાઓનું પિયર છે. પિયરમાં જે માન, મરતબો, લાડકોડ મળે એવા માન-સન્માન અમને ત્યાં મળ્યા. મનોજભાઈ જૈન, દિલાવરભાઈ અને રામપ્રકાશભાઈની ત્રિપુટીએ અમને જે મદદ કરી તે યાદગાર છે. કપિલભાઈએ પણ કપિલની જેમ જ ત્વરાથી અમને જોઈતા પુસ્તકો કાઢી આપ્યા. પિયરમાં જવાની ઈચ્છા વારંવાર થાય એમ ત્રણ વાર ત્યાં મારા ભાઈ – ભાભીની સાથે રોકાઈ આવી. પ્રથમ વખત કારતક સુદ પાંચમ, નવેમ્બર (૨૦૦૬) ના ગયા હતા. ત્યારે ત્યાં જૂની હસ્તપ્રતો વગેરે પૂજન અને પ્રદર્શન માટે રાખવામાં આવી હતી. જેનો નઝારો આજે પણ નજર સામે તરવરે છે. બીજી વખત માર્ચ ૨૦૦૭ના ત્યાં અઠવાડિયું રોકાયા. ત્રીજી વખત જુલાઈ ૨૦૦૮માં ત્રણ દિવસ રોકાઈને મારું સંશોધન કાર્ય કર્યું. એ દરમ્યાન બીજા પણ અનેક ગ્રંથાગારોની મુલાકાતો લીધી પણ કોબાની તોલે કોઈ ન આવે. ત્રીજી વખત ગયા ત્યારે રામપ્રકાશભાઈની જગ્યાએ આશિષભાઈ હતા એમણે પણ ખૂબ સહકાર આપ્યો. જયારે જઈએ ત્યારે અમે પુસ્તકાલયમાં જ આખો દિવસ અડો જમાવીને બેસતા અને અમને જે પુસ્તક જોઈએ તે કાંપ્યુટરની મદદથી શોધીને અમારી પાસે રજૂ કરવામાં આવતા. આ ઉપરાંત કયા વિષયની માહિતી કયા પુસ્તકોમાં મળશે એની માહિતી પણ મનોજભાઈ અમને આપતા, આમ આ બધા સાથ સહકાર માટે સંસ્થાના ડીરેકટર મનોજભાઈનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ૫. શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપરના પુસ્તકાલયમાં બેસીને અભ્યાસ કરવાની મજા તો અનન્ય છે. અહીંના વ્યવસ્થાપક શ્રી મહેન્દ્રભાઈ ભાઈલાલ સંઘવી જે સાક્ષાત યોગી પુરૂષ જેવા લાગે એમને લગભગ પુસ્તકોની સૂચિ મોઢે જ હોય જેથી તરત જ જોઈતું પુસ્તક મળી જાય. કોબા મને પિયર જેવું લાગ્યું તો અહીં મોસાળ જેવી મજા આવી. Page #552 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન પ૪૧ ૬. અમદાવાદની એલ. ડી. ઈન્ડોલોજી ઈન્સ્ટીટયૂટની મુલાકાત લીધી ત્યારે ત્યાંના ડીરેકટર ડો. જિતેન્દ્ર બી. શાહે અમને ખૂબજ સુંદર સહકાર આપ્યો. પ્રીતિબેન પંચોલીએ અમને હસ્તપ્રત સંબંધી જ્ઞાનસભર માહિતી આપી. સર્વપ્રથમ શિલાલેખમાં અક્ષરો કોતરાતા પછી તાડપત્રની પટ્ટી કેવી હોય એ બતાવી એના વ્યવસ્થિત ટુકડા કરીને એના પર કલમથી લખવામાં આવતું તે કલમ પણ બતાવી. કેટલીક હસ્તપ્રતો અને એમાં ત્રિપાઠ – પંચપાઠ વગેરે બતાવ્યા. અમારી આ મુલાકાત ખરેખર યાદગાર બની ગઈ. આ ઉપરાંત નીચેના ગ્રંથાગારોની મુલાકાત લીધી. ૭. અમીયાપુર તપોવનના (ગાંધીનગર). ૮. S.N.D.T. કોલેજ માટુંગા અને ચર્ચગેટ, ૯. સેન્ટ્રલ લાયબ્રેરી મુંબઈ. ૧૦. જૈન વિશ્વભારતી સંસ્થાન લાડનું. ૧૧. ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ). ૧૨. પાટણનું હેમચંદ્રાચાર્ય ગ્રંથાગાર અને સંગ્રહસ્થાન. ૧૩. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ. ૧૪. લીંબડીનો જ્ઞાનભંડાર. ૧૫. લાકડીઆ-કચ્છ વાગડ. ૧૬. સામખીઆરી-કચ્છ વાગડ. ૧૭. ફાર્બસ ગુજરાતી સભા જૂહ. ૧૮. જૈન સાહિત્ય વિકાસ મંડળ – ઈરલા – અંધેરી. ૧૯. ગુજરાતી સેવા મંડળ માટુંગા. ૨૦. તેરાપંથી ભવન – કાંદિવલી. ૨૧. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' કોબા. ૨૨. જેસલમેરના ભંડાર. ૨૩. મુંબઈ યુનિવર્સિટી. ૨૪. M.D. કોલેજ, પરેલ – મુંબઈ. ૨૫. પંચગીની ઝાલાવાડ સેનેટોરીયમ. ૨૬. લોનાવાલા સ્થાનકવાસી આરોગ્યધામ. ૨૭. ડેવિડ સાસન - કાલાઘોડા. ૨૮. નવરોજી લેન ઘાટકોપર મુનિસુવ્રત દેરાસર. ૨૯. દેવલાલી અચલગચ્છ સંઘ. ૩૦. દેવલાલી કાંદાવાડીના સ્થાનકવાસી ઉપાશ્રય. ૩૧. દેવલાલી લીંબડી અજરામર સ્થાનકવાસી સંઘ. ૩૨. નાશિક – પંચવટી ઉપાશ્રય. ૩૩. અંતે જયાંથી મારો વિકાસ શરૂ થયો એ શ્રી માટુંગા સંઘની લાયબ્રેરીના પુસ્તકોની. આવ – જાવ આજ પર્યંત ચાલુ છે અને રહેશે. શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવવિચાર રાસ એક અધ્યયન સમાપ્ત - Page #553 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર રાસ એક અધ્યયન પ૨ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની મૃતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોને સંગ્રહ અને જાળવણી, શાસભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોદિની પૂ. લલિતાબાઈ મ. સા.ના વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુર જન્મ શતાબ્દી સમિતિ' મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણપુર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટર ઉદ્દેશ આ પ્રમાણે છે. * જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. * સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. * પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. - જૈન સાહિત્યનાં અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) આપવી. * જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. * વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. * ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ નિબંધ વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાચન. * જૈન ધર્મ પર સંશોધન M.A. Ph.D., M.Phil કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત - સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. * જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી. ડી. તૈયાર કરાવવી. * દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન - આયોજન, ઈન્ટરનેટ પર વેબસાઈટ દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. + સેન્ટર ચેરીટી કમિશનર અને I.T. 80Gમાં રજીસ્ટર્ડ છે. ગુણવંત બરવાળિયા ટ્રસ્ટી, અહંમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણપુર, જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ૦૨ - મેવાડ, પાટનવાલા એસ્ટેટ, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૬. ફોન: ૦૨૨-૪૨૧૫૩૫૪૫ મોબાઈલ: ૦૯૮૨૦૨૧૫૫૨ Email: gunvant.barvalia@gmail.com Page #554 -------------------------------------------------------------------------- ________________ લેખિકાનો પરિચય શ્રીમતી પાર્વતી નેણશી વિજપાર ખીરાણી માટુંગા (લાકડીઆ-કચ્છ) જૈન સિદ્ધાંત આચાર્ય,M.A., Ph.D. (જૈનોલોજી) M.A. (સંસ્કૃત) સાસુ-સસરાઃ ભાનુબેન વિજપાર રાઘવજી ખીરાણી (લાકડીઆ-કચ્છ) માતા-પિતાઃ મણીબેન મણસી ભીમશી છાડવા | (સામખીયારી-કચ્છ) જેનદર્શનની અંદર સૌથી મહત્ત્વનો વિષય હોય તો એ છે “જીવ.” શ્રી દશવૈક્લીકના ચોથા અધ્યયનમાં કહ્યું પણ છે કે - जो जीवे वि वियाणेई, अजीवे वि वियाणेइ / जीवाजीवे वियाणंतो, सो ऊ नाहीइ संजमम् // દશ. અ.-૪, ગા.૧૩ અર્થાત્ જે જીવને સારી રીતે જાણે છે તે અજીવને પણ સારી રીતે જાણે છે. આ રીતે જીવ અજીવ બંનેને જાણનારો સંયમને સારી રીતે જાણી શકે છે. જીવને સારી રીતે જાણવા તેના લક્ષણ, ભેદ, સ્વરૂપ વગેરેનો યથાર્થ બાધ કરવો જાઈએ જેને કારણ જીવને અને પ્રતિપક્ષી અજીવને પણ બરાબર ઓળખી શકાય છે. આ જીવ’ એવો નિશ્ચયપૂર્વક બોધ થયો કે ‘આ અજીવ’ એવો બોધ પણ નિશ્ચયપૂર્વક થવાનો જ ! જેને જીવના લક્ષણો લાગુ પડતા નથી તે અજીવ. આમ જીવનું જ્ઞાન મહત્ત્વનું હોવાથી જીવ વિશેના વિચાર અંગસૂત્ર આદિ આગમ તેમજ બાલાવબોધ, પ્રકરણ, રાસ સઝાય વગેરેમાં થયા છે, તે આપણે જાણવા જોઇએ.