________________
૧૭૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૫૧ તીહાંથી અસંખ્યગુણા જ વીચાર્ય, ચોથી વર્ગ ત્યાંહા ત્રણિ દશ ઘાર્ય,
તીહાંથી અસંખ્યગુણા કહુ વલી, દખ્યણ દસિ ત્યાહા છઈ નારકી. ભાવાર્થ – તેનાથી ચોથી નરકની ત્રણે દિશામાં અસંખ્યાતગુણ હોય, વળી તેનાથી અસંખ્યાતગુણ નારકી દક્ષિણ દિશામાં હોય એમ કહું છું. ૫૨ ત્યાહાંથી અસંખ્યગુણ કહુ વલી, ત્રીજી નરગિં ત્રણી દિશ મલી,
ત્યાહાંથી અસંખ્યગુણે જ અત્યંત, દિ ણદિસિ ત્યાહાં નાર્ક જંત. ભાવાર્થ – તેનાથી ત્રીજી નરકની ત્રણે દિશામાં અસંખ્યાતા જીવ મળે છે, અને તેનાથી અસંખ્યાતગુણા નારકી દક્ષિણ દિશામાં મળે છે. ૫૩ અસંખ્યગુણા વલી વધ્યા ત્યાદિ, બીજી નરગિ ત્રણિ દિશ જયોહિ,
વલી જોએ ત્રણે દિશિ થકી, દખ્યણઈ અસંખ્યગુણા નારકી. ભાવાર્થ – તેનાથી બીજી નરકની ત્રણે દિશામાં અસંખ્યાતગુણા નારકી હોય તેમ જ એ ત્રણેથી અસંખ્યાતગુણા દક્ષિણ દિશામાં નારકી હોય. ૫૪ અસંખ્ય ગુણે વલી વાધ્યા સહી, પહિલી વર્ગ ત્રણિ દશ ત્યાહા કહી,
એહથી અસંખ્યગુણા જિન કહ્યા, દિખ્યણ દિસિં ત્યાહા નારક લહ્યા. ભાવાર્થ – ત્યાંથી પહેલી નરકની ત્રણે દિશામાં રહેલા નારકી અસંખ્યાતગુણા, વળી તેનાથી અસંખ્યાતગુણા દક્ષિણ દિશામાં છે એમ જિનેશ્વરે કહ્યું છે. ૪૫૫ સાતે નરગે ત્રણિ દિશ કહી, નÍવાસા થોડા સહી,
નાનાં માટઈ થોડા નારકી, ઉતર પામ્યો ગુરમુખ થકી ભાવાર્થ – સાતે નરકમાં ત્રણે દિશામાં નરકાવાસા થોડા તથા નાના છે માટે નારકી થોડા છે એવો જવાબ ગુરૂમુખેથી સાંભળવા મળ્યો. ૪૫૬ સાતે નર્ય દખ્યણ દિશ જાસ, ઝાઝા મોટા નÍવાસ,
ક્રષ્નપખી જીવ બહુ મરઈ, પ્રાહિં ઘણા નરગિં અવતરિ. ભાવાર્થ – સાતે નરકમાં દક્ષિણ દિશામાં ઘણા જીવો જાય, ત્યાં ઘણા મોટા નરકાવાસ છે. કૃષ્ણપક્ષી જીવો બહુ મરીને પ્રાયઃ ઘણા નરકમાં અવતરે છે.
ઢાલ - ૧૧
એણિ પરિ રાજય કરતા... ૪૫૭ ભવનપતિ હવઈ દેવ રે, થોડા દોય દસિં પૂર્વ,
અનિ વલી પચ્છિમિ એ. ભાવાર્થ – એણિ પરિ રાજ્ય કરતા (આ આંચલી છે જે ગાથા પૂરી થતા પાછળ ગાવાની હોય છે.) ભવનપતિ દેવની હવે વાત કહું છું તે પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં થોડા હોય છે. ૪૫૮ અલપ ભુવન છઈ ત્યાહિ રે, તેણઈ કારર્ણિ,
સુર થોડા બેઠું દસિ વલી એ.