________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૭૯ ભાવાર્થ – ત્યાં ભવન ઓછા છે તે કારણે એ બંને દિશામાં દેવ થોડા હોય. ૪૫૯ એહથી ઊંતરિ દેવ રે, અસંખ્યગુણા લહુ,
ભુવન ઘણાં તેણઈ કારર્ણિ એ. ભાવાર્થ – તેનાથી ઉત્તર દિશામાં અસંખ્યાતગણા દેવ છે કારણકે ત્યાં ભવનો ઘણા
૪૬૦ અદિક દખ્યણિ દેવ રે, સંખ્યાત ગુણા,
ભુવન ઘણાં તીહાં સુર બહુ એ. ભાવાર્થ – તેનાથી દક્ષિણ દિશામાં દેવ સંખ્યાતગુણા છે ત્યાં દેવના ભવનો ઘણા છે માટે. ૪૬૧ હવઈ યોત્યષી જાણિ રે, પૂર્વ પચ્છામઈ,
થોડા સુર સહુ કો સુણો એ. ભાવાર્થ – હવે જ્યોતિષી દેવનો અલ્પબહુર્વ કહે છે પૂર્વ પશ્ચિમમાં થોડા દેવ હોય એ સહુ કોઈ સાંભળજો. ૪૬૨ તેહથી દખ્યણ દેખ રે, અદકાં કાંઈક,
ક્રીષ્ન પખી બહુ ઉપજઈ એ. ભાવાર્થ – તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક, કૃષ્ણપક્ષી બહુ ઉપજે છે માટે. ૪૬૩ તેહથી વલી વસેખ રે, જાણો જયોત્યષી,
ઉતર દસિ અદિકા સહી એ. ભાવાર્થ – જ્યોતિષી દેવ તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે એમ જાણો. ૪૬૪ માન સરોવર ત્યાદિ રે, ત્યાહા બહુ જોતિષી,
આવઈ ક્રીડા કારર્ણિ એ. ભાવાર્થ – ત્યાં માનસરોવર છે ત્યાં બહુ જ્યોતિષી દેવ ક્રીડા કરવા આવે છે તે કારણે ત્યાં બહુ જયોતિષી દેવ છે. ૪૬૫ બીજૂ કારણ એહ રે, સરોવર માછલા,
સુર દેખી હરખાઈ ઘણું એ. ભાવાર્થ – બીજું કારણ એ છે કે સરોવરમાં રહેલા માછલા દેવોને જોઈને ખૂબ જ હર્ષ પામે છે. ૪૬૬ જાતીસ્મર્ણ તામ રે, તેહ નઈ ઉપજઈ,
તાંમ નીઆણૂ તે કરઈ, એણિ પરિ રાજય કરતા રે... ભાવાર્થ – ત્યાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉપજે છે અને તેઓ ત્યાં ઉત્પન્ન થવાનું નિયાણું કરે છે. ૪૬૭ અણસણ લેઈ આપ રે, જીવ બહું યોત્યષી,
ઉતર દસિં તે ઉપજઈ એ.