________________
૧૮૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – અનશન લઈને ઘણા જીવ ઉત્તર દિશામાં જયોતિષીમાં ઉપજે છે આ બધા કારણથી જ્યોતિષી દેવો ઉત્તર દિશામાં વધારે છે. ૪૬૮ હવઈ વ્યમાની ભાવ રે, સુધર્મ ઈસ્યાન,
સનતકુમાર ત્રીજો સુણ્યો, એણિ પરિ રાજય કરતા રે... ભાવાર્થ – હવે તેમાનિક દેવના ભાવ કહે છે. સૌધર્મ, ઈશાન અને ત્રીજા સનતકુમાર વિમાનના દેવના ભાવ સૂણો.. ૪૬૯ મહેન્દ્ર ચોથું જયાદિ રે, પૂર્વ પચ્છમિં,
સુર થોડા એ બેહું દસિ એ. ભાવાર્થ – ચોથા મહેન્દ્ર એ ચારેમાં પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં દેવ થોડા હોય. ૪૭૦ તેહથઈ ઉતરિ દેવ રે, અસંખ્યગુણા વલી,
વ્યમાન પ્રોઢ ઘણાં વલી એ. ભાવાર્થ – તેનાથી ઉત્તર દિશામાં દેવ અસંખ્યાતગુણા વધારે કારણ કે ત્યાંના વિમાન ઘણા પહોળા (મોટા) છે. ૪૭૧ તેહપઈ ઝાઝા દેવ રે, દખ્યણની દસિં,
વ્યમાન ઘણા તે કારણિ એ. ભાવાર્થ – તેનાથી દક્ષિણ દિશામાં ઝાઝા દેવ છે તે દિશામાં વિમાન ઘણા છે તે કારણે. ૪૭૨ ક્રષ્નાખી બહુ જીવ રે, દખ્યણની દસિ,
દેવ પણઈ બહુ ઉપજઈ એ. ભાવાર્થ – કૃષ્ણપક્ષી જીવ દક્ષિણ દિશામાં દેવપણે બહુ ઉપજે છે માટે ત્યાં દેવના જીવો વધારે છે. ૪૭૩ બ્રહ્મદંતક નિ ચુકેર, સહઈસાર દેવલોક,
ભાવકહુ ચ્યાહારે તણાં એ. ભાવાર્થ – બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર અને સહસાર એ ચારે દેવલોકના ભાવ કહું
૪૭૪ પૂર્વ પચ્છીમ દોય રે, અનઈ વલી ઉતરિ,
સુર થોડા શાહાસ્ત્રિ કહ્યા એ. ભાવાર્થ – પૂવોક્ત ચારે દેવલોકમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં દેવ થોડા હોય એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૪૭૫ તેહથી અસંખ્યાતગુણાય રે, દખ્યણની દસિ,
ક્રષ્નાખી બહું ઉપજઈ એ. ભાવાર્થ – તેનાથી અસંખ્યાતગુણા દક્ષિણ દિશામાં કૃષ્ણપક્ષી જીવો બહુ ઉપજે તેથી હોય.