________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૮૧ ૪૭૬ આનત પ્રાણત જાણ રે, આર્ણ અગારમું,
ઉંચીત અનોપમ બારમું એ. ભાવાર્થ – આણત, પ્રાણત, અગિયારમું આરણ અને અનુપમ બારમું અય્યતા દેવલોક છે. ૪૭ નવ ગ્રીક પરમાણ રે, સર્વારથસીદ્ધિ,
ચ્યોહો દિશ સરખા દેવ એ. ભાવાર્થ – નવ રૈવેયકથી સર્વાર્થસિદ્ધિ વિમાન સુધીના દેવો ચારે દિશામાં એક સરખાં હોય. ૪૭૮ માનવ ઉપજઈ ત્યાંહિ રે, અવર ન કો વલી,
તેણઈ પ્રાહિં સરખા સૂર એ. ભાવાર્થ – ત્યાં મનુષ્ય સિવાય બીજા કોઈ ઉપજે નહિ માટે ત્યાં પ્રાયઃ કરીને સરખા. દેવ હોય.
હા – ૧૬ ૪૭૯ ચોગતી જીવ ભર્યા બહુ ખાલી કયમે ન થાય,
ભવ્ય રહીત પ્રથવી નહી ભવ્ય સહુ મુગતિ જાય. ભાવાર્થ – ચારે ગતિમાં જીવો ખૂબ ભરેલા છે. તે કોઈ પણ રીતે ખાલી થવાના નથી. ભવ્ય જીવ બધા મોક્ષે જશે છતાં પૃથ્વી (વિશ્વ) ભવ્ય રહિત નહિ થાય. ૪૮૦ અહા યૂગત નવ્ય માંડવી, જિનનું વચન પરમાણ,
કેવલજાન જવ તૂઝ હસઈ, તવ તુ હોઈ શજાણ. ભાવાર્થ – અહીંયા યુકિત ન માંડવી અથવા તર્ક - વિતર્ક કર્યા વગર જિન વચનને પ્રમાણ માનવું જ્યારે તને કેવળજ્ઞાન થશે ત્યારે તું બધું સારી રીતે જાણી શકીશ. ૪૮૧ જ્ઞાન વ્યના નવ્ય કો લહઈ, ન કહઈ જીવ વિચાર,
એક એકથી અદીકા સહી, જંત તણ નહી પાર. ભાવાર્થ – જ્ઞાન વિના કોઈ જીવવિચાર ન કહી શકે એક એકથી અધિકા આવો તણો નહિ પાર. ૪૮૨ ચ્યાર નામઈ જઈ જીવના, પંચેઢી તે જીવ, - તરુઅર નિ ભુત જ વલી, કહીઈ સોય સદીવ. ભાવાર્થ – જીવના ચાર પ્રકાર છે. પંચેદ્રિયને જીવ કહેવાય, વળી વનસ્પતિને (તરૂવરને) સદાય તેમણે ભૂત જ કહ્યા. ૪૮૩ વગલેઢી પ્રાંણ જ કહું બીજા સઘલા સત્ત્વ,
આપ બુધ્ય મમ કેવલી, વીડુિં કહું તે તત્ત્વ. ભાવાર્થ – વિક્લેન્દ્રિયને પ્રાણ કહેવાય એ સિવાય બધા સત્ત્વ છે મારી બુદ્ધિ અને એ કહે છે કે કેવળજ્ઞાની વીરે જે કહ્યું છે તે છે તત્ત્વ.