________________
૧૮૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત કહઈણી કરણી એ / રાગ ધન્યાસી ૪૮૪ વીર વચન હઈઆમાં ધરતાં, મુઝ મનિ અતિ આનંદાજી,
જીવ વીચાર કહ્યો મિ વ્યવરી, ફલીઓ પૂરતરૂ કંદજી. વીર... ભાવાર્થ – વીર વચનને હૃદયમાં ધારણ કરતાં મારા મનમાં ખૂબ આનંદ વ્યાપી. ગયો છે. મેં વ્યવહારથી જીવ વિચાર કહ્યો છે એ નગરના વૃક્ષના સ્કંધની જેમ ફળ્યો છે. ૪૮૫ ભણઈતાં સુણતાં સંપદિ, ઓછવ આંગણ્ય આજજી
જીવવીચાર સુણીજીઊં રાખઈ, તેહ નિ સીવપૂર રાજજી વીર... ભાવાર્થ – આ જીવવિચાર’ ભણતાં, સાંભળતાં, સંપત્તિ અને ઉત્સવ આજે આંગણે છવાઈ ગયો છે. જે એને હૃદયમાં રાખીને સાંભળશે તેને શીવપુરનું રાજય મળશે અર્થાત સિદ્ધગતિમાં જશે. ૪૮૬ સકલ ધર્મમાંહિં મુખ્ય મંડો, જીવદયા તે સારીજી,
જેણઈ પર પ્રાણી નિજ સંતોષ્યા, સોય તર્યા નરનારીજી. વીર.. ભાવાર્થ – સકલ (બધા) ધર્મોમાં મુખ્ય આચરણીય હોય તો એ જીવદયા છે. જણે બીજા જીવોને પોતાના જેવા માન્ય તે નરનારી તરી ગયા. ૪૮૭ જીવદયા પાલતા જાણો, નીર્મલ અંદ્રી પંચજી,
દીર્ઘ આય તસ રોગ ન આવઈ, રૂપ ભલું સુખ સંચજી. વીર... ભાવાર્થ – જીવદયા જાણીને પાળવાથી પાંચે ઈન્દ્રિય નિર્મળ મળે, દીર્ઘ આયુષ્ય, નીરોગીપણું, સુરૂપતા અને સુખ મળે છે. ૪૮૮ છેદન ભેદન તે નવી પામિ, તે કહીઈ નહી દુખીલજી,
તે પંચઈ અંદ્રી સુખ વલસઈ, તેન નર સઘલઈ સુખીઓજી. વીર. ભાવાર્થ – જીવદયા પાળે તે છેદન ભેદન ન પામે, તે ક્યાંય દુઃખને પ્રાપ્ત ન કરે પાંચે ઈન્દ્રિયોનું સુખ પામે (પાંચે ઈન્દ્રિયો જીવદયાનો બદલો સુખ દ્વારા આપે) તે નર બધી જગ્યાએ સુખને પ્રાપ્ત કરે છે. ૪૯૦ (નંબર બે વાર આવ્યો છે.) ૪૯૦ હું સૂખીઓ સુખ પામ્યો સઘળું, સમજયો જીવ વીચારજી,
ગાં બંધ કર્યો મિં એહનો, પામી ગુરૂ આધારજી. વીર... ભાવાર્થ – જીવવિચાર બરાબર સમજીને ગુરૂનો આધાર પામીને મેં એને કંઠસ્થ કર્યો તેથી હું સુખીઓ સઘળું સુખ પામ્યો છું ૪૯૦ શ્રી વીજયાનંદસુરી સ્વર સમર્યો, તપગચ્છ ઠાકુરવારૂ જી,
હીર પટોધર હાર્થિ દીક્ષા, ભાવીક લોકનો તારૂજી. વીર.. ભાવાર્થ – શ્રી વિજયાનંદસૂરિ તપગચ્છ ઠાકુરવાળાના શબ્દો સ્મરણ કરીને કહું છું કે પટોધર (આચાર્યની પાટને ધારણ કરનારા) શ્રી હીરવિજયસૂરિના હાથે દિક્ષા