________________
૧૮૩
જીવવિચાર રાસ એક અધ્યયન પ્રાપ્ત કરીને તેઓ ભવિકજનને તારનારા છે. ૪૯૧ જનમ તણો જે કઈ બહ્મચારી, પરણ્યા સંયમ નારીજી,
ક્રોધ માન માયા નહી મનમાં, આગમ અર્થ વીચારીજી. વીર... ભાવાર્થ – જેઓ જન્મથી બાળ બ્રહ્મચારી છે, સંયમરૂપ નારીને પરણ્યા છે, તેમના મનમાં ક્રોધ, માન, માયાની જગ્યાએ આગમ અર્થના વિચારો છે. ૪૯૨ તુઝર ચરણે શરિ નામઈવીતા, તત્ત્વભેદ લહઈ સારજી,
ગુરૂ આધારિ જ્ઞાન લહીનઈ, કીધો જીવવીચારજી. વીર.. ભાવાર્થ – તારા (ગુરુ) ચરણે માથું નમાવતા તત્ત્વ ભેદનો સાર મેળવ્યો છે. ગુરૂ આધારે જ્ઞાન મેળવીને જીવવિચાર કહ્યો છે. ૪૯૩ સવંત સોલ છત્યરા વરશે, આસો પૂર્તિમ સારજી,
ખંભ નયર માંહિ નીપાઓ, રચીઓ જીવવીચારજી. વીર.... ભાવાર્થ – સોળશો છોતેર (૧૯૭૬) સંવત સોળના છોતેરમા વરસે આસો પૂર્ણિમા (શરદ પૂર્ણિમા) સાર (બધી પૂનમમાં શ્રેષ્ઠ ગણાય) રૂપ છે ત્યારે ખંભાત નગરમાં જીવવિચારની રચના કરવામાં આવી છે. ૪૯૪ સંઘવી શ્રી મહિરાજ વખાણું, પ્રાગવંશ વડવીસોજી,
સમકત સીલ સદારા કહીઈ, પુણ્ય કરઈ નશદીસોજી. વીર... ભાવાર્થ – પ્રાગવંશના વડા, વીસા પોરવાલ, સંઘવી શ્રી મણિરાજના સમકિત, શીલ, સ્વપત્નીવ્રત પાલન, તેમ જ રાતદિવસ કરાતા પુણ્યના કાર્યોને વખાણું છુ. ૪૯૫ પડીકમણૂં પૂજા પરભાવના, પોષધ પરઓપગારીજી,
વીવહાર ચુધ ચૂંકઈ નહિ ચતૂરા, શાહાસ્ત્ર અર્થ વીચારજી. વીર... ભાવાર્થ – રોજ પ્રતિક્રમણ, પૂજા, પ્રભાવના, પોષધ, પરોપકાર કરવાવાળા શુદ્ધ વ્યવહાર ચૂકે નહિ, તેઓ શાસ્ત્ર અર્થનો ચતુરાઈથી વિચાર કરનારા છે. ૪૯૬ મહઈરાજનો સુત સંઘવી સાંગણ, વીસલ નગરનો વાસીજી,
જઈન ધર્મ માંહિ તે ઘો ધોરી, ન કરઈ વીગથા હાસીજી. વીર... ભાવાર્થ – એ મહીરાજનો પુત્ર સંઘવી સાંગણ, વિસલ નગરના રહેવાસી, જેના ધર્મમાં તે ધોરી (મુખ્ય) છે. કોઈની હાસ્ય વિકથા કરતા નથી. ૪૯૭ વરત બાર તણા વહઈનાર, જીન પૂજઈ ત્રણિ કાલજી,
પરરમણી પરધ્યનથી અલગા, ન દીએ પરનિં આલજી. વીર.. ભાવાર્થ – બાર વ્રતનું પાલન કરનાર, ત્રણે કાળ જિનની પૂજા કરનાર, પરરમણી. (પરસ્ત્રી), પરધનથી અળગા રહેનાર, બીજા પર ક્યારેય આળ ચડાવતા નથી. ૪૯૮ તપ જપ કયરીઆ કહીંઈ ન ચૂકઈ, મૃષા ન બોલઈ પ્રાહિંજી,
કર્મયોગિં આવ્યા તે ઓહોરા, નગર –બાવતી માંઈજી. વીર.. ભાવાર્થ – તપ, જપ, ક્રિયા કરવાનું ક્યારેય ન ચૂકનાર, પ્રાયઃ કરીને જૂઠું બોલતા