________________
૧૮૪
નથી. તેઓ કર્મયોગે ત્રંબાવતી નગરીમાં રહેવા આવ્યા. ૪૯ ઋષભદાસ સંઘવી સુત તેહનો, જઈન ધર્મનો રાગીજી,
જાણ હુઓ મૂનીવર માહિ માયિ કરઈ કવીત બુધ્ય જાગીજી. વીર... ભાવાર્થ – એમનો પુત્ર ઋષભદાસ સંઘવી જે જેન ધર્મનો રાગી હતો તે સમજણો. થતા મુનિવરોના મહિમાથી અર્થાત્ ગુરૂકૃપાથી તેમને કવિતા કરવાની બુદ્ધિ જાગૃત થઈ. ૫૦૦ સકલ મૂનીસર નિ શરિ નાખી, પ્રણમી કવીતા પાયજી,
અરિહંત દેવતણઈ આરાધી, સમરી બ્રહ્મસુતાયજી. વીર... ભાવાર્થ – સકળ મુનિશ્વરને મસ્તક નમાવી, પ્રણામ કરીને કવિતા કરી અરિહંત દેવની આરાધના કરી, બ્રહ્મસુતા (સરસ્વતીને) સ્મરીને (જીવવિચાર મેં વિવેકથી કર્યો છે.) ૫૦૧ જીવ વીચાર મિં કર્યો વર્કિ, પોહોતી મનની આસજી, | ભણતાં ગુણતાં ગાતાં ગાજુ, હઈડઈ અતી ઉંહોલાસજી. વીર... ભાવાર્થ – જીવવિચાર મેં વિવેકથી કર્યો છે. મારા મનની આશા પૂર્ણ થઈ છે. ભણતાં, ગણતાં, ગાતાં હૃદયમાં અતિ ઉલ્લાસભાવ વ્યાપી જશે. ૫૦૨ ઋષભદાસ કહઈ જે નર સૂણસિ તે ઘરિ રીધ્ય ભરાસિજી,
સૂખ સાતા સૂધ ગુરની સેવા, દિન દિન ઉછવ થાઈજી. વીર... ભાવાર્થ – ઋષભદાસ કહે છે કે જે નર આ રીતે જીવ વિચાર સાંભળશે તેના ઘરે રિદ્ધિ ભરાશે. શુદ્ધ ગુરૂની સુખશાતા પૂર્વક સેવા કરતા દિન - દિન ઉત્સવ થશે.
ઈતિ શ્રી જીવ વીચાર રાસઃ સંપૂર્ણઃ | એ પ્રમાણે શ્રી જીવવિચાર રાસ સંપૂર્ણ થયો.
સમાપ્તઃ કલ્યાણમસ્તુઃ II શ્રી રસ્મતઃ સમાપ્ત | કલ્યાણ થાઓ ! રસાળ થાઓ.