________________
૧૮૫
પ્રકરણ - ૪
જીવ વિશે વિચારણા અનાદિકાળથી આધુનિક કાળ સુધી આબાલવૃદ્ધ, પંડિતથી પામર સર્વ માટે ‘જીવ’ એક કુતૂહલનો વિષય રહ્યો છે. કોઈ એને અકૃત્રિમ માને છે તો કોઈ કૃત્રિમ, કોઈ એને નિત્ય માને છે તો કોઈ અનિત્ય, કોઈ એને અવિનાશી માને છે તો કોઈ નાશવંત. ન જાણે કેટલુંએ સાહિત્ય એ અંગે લખાયું છે. વિવિધ ધર્મ - દર્શનોમાં એનું સાહિત્ય ઉપલબ્ધ છે. જેમાંના કેટલાંક અંશો હું મારા શોધ નિબંધરૂપે રજૂ કરૂં છું.
જીવ શબ્દની વ્યુત્પત્તિ, અર્થ તેમ જ પર્યાય
વારિવારિક નીવ પ્રાપ ધાર' ધાતુથી “વાર્તસૂત્ર દ્વારા ઘમ્ પ્રત્યય લગાડવાથી જીવ શબ્દ નિષ્પન્ન થાય છે.
નીવનનું તિ નીવઃ' અર્થાત્ જીવન કે પ્રાણ ધારણ કરનારને “જીવ” કહે છે. ‘કવિતવાન, નીતિ, ગ્રીવિષ્યતીતિ નીવઃ જે જીવનવાળો છે, જે જીવ છે, જે જીવવાનો છે તે જીવ છે. કલ્યાણકારકમાં જીવ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે આપી છે.
'सजीवतीहेति पुनः पुनश्च वा स एव जीविष्यति जीवितः पुरा ।
ततश्च जीवोऽयमिति प्रकीर्तितो विशेषतः प्राणगणानु धारणात्' અર્થાત્ તે શરીરાદિ પ્રાણોને પ્રાપ્ત કરીને જીવે છે, પુનઃ પુનઃ ભવિષ્યમાં પણ જીવશે, ભૂતકાળમાં જીવી રહ્યો હતો એટલે જીવના નામથી તે આત્મા કહેવાય છે.
(કલ્યાણકારક શ્રી આદિત્યાચાર્ય - દ્વિતીય પરિચ્છેદ પૃ. ૨૬) ‘ની' ધાતુને કર્તવાચક “અ” પ્રત્યય લાગવાથી ‘જીવ’ શબ્દ બને છે જેનો અર્થ થાય છે પ્રાણને ધારણ કરવું. પ્રાણને ધારણ કરે તે જીવ.
જૈન વાડ્મયમાં જીવના અનેક પર્યાયવાચી નામોનો નિર્દેશ મળે છે.
શ્રી આચારાંગ સૂત્રમાં - “ગન્નતિ તિ માત્મા’ ‘જે જાણે છે તે આત્મા” એમ કહીને જીવનો આત્મા તરીકે નિર્દેશ કર્યો છે.
શ્રી ભગવતી સૂત્રમાં - જીવ, પ્રાણ, ભૂત, સત્વ, વિજ્ઞ, વેતા, ચેતા, જતા, આત્મા વગેરે ૨૩ પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ છે.
ધવલાકારે - જીવ, કર્તા, વક્તા, પ્રાણી, ભોક્તા, પુદ્ગલરૂપ, વેત્તા, શરીરી, વિષ્ણુ, સ્વયંભૂ, સકતા, જંતુ વગેરે રૂપે ઉલ્લેખ કર્યો છે.
(જેનેન્દ્ર સિદ્ધાન્ત કોષ પૃ. ૩૩૨) મહાપુરાણમાં - જીવ, પ્રાણી, ક્ષેત્રજ્ઞ, પુરૂષ, પુમાન, આત્મા વગેરેનો નામનિર્દેશ
(જેનેન્દ્ર સિદ્ધાન્ત કોષ પૃ. ૩૩૨)