SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જૈનેતર દર્શનોમાં - જીવ, પુરૂષ, દેહી, આત્મા વગેરેથી ઓળખાય છે. ક્રિશ્ચન આદિ પાશ્ચાત્ય દર્શનોમાં Soul (સોલ), જેવિશમાં રૂહા, મુસ્લિમમાં રૂહ, પારસીમાં રવાન અને ફવશી. પાશ્ચાત્ય દર્શનોમાં ‘જીવ મુખ્યત્વે સોલ (Soul) = આત્માના નામથી પ્રસિદ્ધ છે. ‘ભગવદ્ ગોમંડળ' (પૃ. ૩૫૬૫)માં જીવના - ચેતનાવાળું પ્રાણી, દહી, પ્રાણી, જંતુ, જીવવાનું વગેરે પાંત્રીશ અર્થ અને એકસો ચાલીશ રૂઢિપ્રયોગો - કહેવતો આપેલાં છે. ટૂંકમાં જીવ એટલે આત્મા - જીવનશક્તિ ધારણ કરવાના ગુણને લીધે તેને જીવ કહેવામાં આવે છે. જીવનું સ્વરૂપ – વિવિઘ દર્શનોને આધારે. ભારતીય દર્શન તેમ જ પાશ્ચાત્ય દર્શન બંનેમાં તત્ત્વમીમાંસાને દર્શનની મુખ્ય આધારશિલા માનવામાં આવી છે. તત્ત્વમીમાંસાના પાયા પર જ જ્ઞાનમીમાંસા પ્રમાણમીમાંસા કે આચારમીમાંસાનો ભવ્ય મહેલ નિર્માણ થઈ શકે છે. તેથી દાર્શનિક જગતમાં તત્ત્વમીમાંસાનું મુખ્ય સ્થાન છે. તત્ત્વમીમાંસાથી તત્ત્વના મૂળ સ્વરૂપનું નિર્ધારણ થાય છે. વિદ્વાનોનું કથન છે કે હૃદયની આંખો માટે દર્શનશાસ્ત્ર અમૃતાંજનનું કામ કરે છે. એના અધ્યયન મનનથી આત્મદર્શન થાય છે. માનવીનું મસ્તક જિજ્ઞાસાઓનું મહાસાગર છે જેમાં મુખ્યત્વે તત્ત્વ સંબંધી પ્રશ્નોના મોજાઓ ઉછળ્યા કરે છે. જેમ કે આસપાસનું વાતાવરણ કેમ સર્જાયું ? દુનિયા શું છે ? બધા સાથે મિલન કેવી રીતે થાય છે? વિશેષતઃ તો પોતાના અસ્તિત્ત્વના સંબંધમાં પોતે કોણ છે, ક્યાંથી આવ્યો, ક્યાં જશે અને જન્મ-મૃત્યુ શું છે? એવા પ્રશ્નો ઉદ્દભવે છે જેના ઉત્તર આત્મવાદ કે આત્મવિચારણામાંથી મળે છે. દરેક દર્શનમાં પ્રત્યક્ષ કે પરોક્ષરૂપથી આત્મદર્શનની સત્તાનું વિવેચન કરાયું છે. આપણા સમગ્ર જીવનચક્રનું કેન્દ્ર છે ‘આત્મા.' સૃષ્ટિના સંચાલન તેમ જ નિયમનમાં આત્મતત્ત્વનું વિશેષ મહત્ત્વ છે. સર્વ દર્શનોનું મુખ્ય ધ્યેયબિંદુ છે “આત્મા.” જીવ શબ્દ ભારતીય દર્શનોમાં “આત્મા’ માટે પ્રયુક્ત થયો છે. આત્મતત્ત્વનું વિશ્લેષણ, સ્વરૂપપ્રતિપાદન આદિ પર ઊંડાણથી વિચારવિમર્શ થઈ રહ્યા છે. જેના આધાર પર આત્માને એક તત્ત્વ માનવામાં આવ્યું છે. ત એ છે કે જે પદાર્થ જે સ્વરૂપમાં વિદ્યમાન છે એનું એ સ્વરૂપમાં હોવું ‘તા માવઃ તત્ત્વમ્' ૧ ભારતીય દર્શનમાં આત્માનું સ્વરૂપ ભારતમાં પ્રાચીન કાળથી જ જગતના રહસ્યોને ઉકેલવાના અનેકાનેક વૈચારિક પ્રયાસો થઈ રહ્યા છે. વિચારોની વિવિધતાના ફળસ્વરૂપે અનેક દર્શન વિકસિત થયા છે. ભારતીય દાર્શનિક વિચારધારાઓમાં મુખ્યત્વે જૈન, બૌદ્ધ, ચાર્વાક, ન્યાય - વૈશેષિક, સાંખ્ય, વેદાંત - મીમાંસક આદિ પ્રસિદ્ધ છે. ભારતીય દર્શનોનાં કેન્દ્રભૂતા
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy