________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૮૭ ત્રણ વિચારણીય પ્રધાન તત્ત્વો ઈશ્વર, જગત અને જીવ છે. ઈશ્વર એ સર્વ શક્તિમાન સત્તા છે. એણે રચેલી સૃષ્ટિ તે જગત છે. જીવ વ્યક્તિગત ચેતન્ય છે. અહીં આપણે જીવ વિશે વિચારીશું.
જૈનદર્શન ભારતીય દર્શનમાં જેનદર્શનનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. “વિચારમાં અનેકાંત, ઉચ્ચારમાં સ્યાદ્વાદ, આચારમાં અહિંસા એ સૂત્રને કારણે એને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થઈ છે તો સંયમ, સમતા, અપરિગ્રહ વગેરેએ એને હિમાલય જેવી ઉત્તેગતા બક્ષી છે.
આ દર્શન વ્યક્તિગત વિચારનું પરિણામ નથી પરંતુ તીર્થકરો, ગણધરો, શ્રુતકેવળીઓ અને આચાર્યોની વિચારણાઓનું પરિણામ છે.
આ દર્શનમાં બધા પક્ષોનું સાંગોપાંગ વિવેચન થયું છે. ૧) તત્ત્વમીમાંસાની દૃષ્ટિએ ષદ્ભવ્યો અને નવ તત્ત્વોની અવધારણાથી આ દર્શનમાં તત્ત્વમીમાંસા કે જ્ઞાનમીમાંસા દૃષ્ટિગોચર થાય છે. ૨) પ્રમાણમીમાંસા કે જ્ઞાનમીમાંસાની દૃષ્ટિએ - પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનનું વ્યાપક ચિંતન અને જ્ઞાનમીમાંસાપ્રધાન દર્શનનું અલંકરણ પ્રદાન કરે છે. ૩) આચારમીમાંસા કે નીતિમીમાંસા - શ્રાવકાચાર અને શ્રમણાચારનું વિસ્તૃત તેમાં જ ઉપયોગી ચિંતન એને નીતિમીમાંસાપ્રધાન દર્શન હોવાનું ગૌરવ અર્પણ કરે છે.
આ બધામાં તત્ત્વમીમાંસા શિરમોર છે, જેમાં આત્મતત્ત્વનું સાંગોપાંગ નિરૂપણ થયું છે.
જૈનદર્શનની કરોડરજ્જુ ગણાતા તત્વ શબ્દના બે ફલિતાર્થ છે. ૧) અસ્તિત્ત્વની દૃષ્ટિથી - જે મૂળ વસ્તુ કે પદાર્થ છે તે તત્ત્વ છે. જેને આપણે સત્ (Reality) પણ કહીએ છીએ. આ તત્ત્વ ષ દ્રવ્યના જ્ઞાન (Metaphysics) નો વિષય છે. ૨) પરમાર્થની દૃષ્ટિથી – ‘તત્વ પરમર્થિક વસ્તુ જે પરમાર્થ એટલે કે મોક્ષની પ્રાપ્તિમાં સાધક બને છે તે પારમાર્થિક પદાર્થ તત્ત્વ છે.
જેનદર્શનમાં તત્ત્વને વિસ્તારથી સમજાવવા માટે બે પદ્ધતિઓ અપનાવાઈ છે. જાગતિક (જગતને લગતું) અને આત્મિક (આત્માને લગતું)
જયાં જાગતિક વિવેચનની પ્રમુખતા છે ત્યાં છ દ્રવ્યોની ચર્ચા કરી છે અને જ્યાં આત્મિક તત્ત્વ પ્રમુખ છે ત્યાં નવ તત્ત્વનું વિવેચન ઉપલબ્ધ હોય છે.
છ દ્રવ્યો આ પ્રમાણે છે.
૧) ધર્માસ્તિકાય ૨) અધર્માસ્તિકાય ૩) આકાશાસ્તિકાય ૪) જીવાસ્તિકાય ૫) પુદ્ગલાસ્તિકાય અને ૬) કાળ.
નવતત્ત્વ આ પ્રમાણે છે.