________________
૧૮૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧) જીવ ૨) અજીવ ૩) પુણ્ય ૪) પાપ ૫) આશ્રવ ૬) સંવર ૭) નિર્જરા ૮) બંધ અને ૯) મોક્ષ.
વિશ્વવ્યવસ્થા અને તત્ત્વપ્રતિપાદનનો હેતુ અલગ અલગ છે છતાં બંને પ્રકારનું જ્ઞાન જરૂરી છે. બંનેમાં જીવ - અજીવ એ બે જ મુખ્ય છે. આ બેમાં બાકીના દ્રવ્યો કે તત્ત્વોનો સમાવેશ થઈ જાય છે.
તત્ત્વો બે છે એ સંબંધી વિચાર શ્રી ઠાણાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, દ્રવ્ય સંગ્રહ, પંચાસ્તિકાય, ષડ્રદર્શન સમુચ્ચય, શ્રી તસ્વાર્થ સૂત્ર વગેરેમાં કરવામાં આવ્યો છે.
જેન, બૌદ્ધ, સાંખ્યદર્શનના મત પ્રમાણે જગતના મૂળમાં ચેતન અને અચેતના એવાં બે તત્ત્વો છે.
જેનોએ તેને જીવ અને અજીવ એ નામ આપ્યા છે.
બોદ્ધોએ તેને નામ અને રૂપ એ નામે ઓળખાવ્યા છે તો સાંખ્યમતમાં તેને જ પુરૂષ અને પ્રકૃતિ કહ્યા છે.
જેનદર્શનમાં તત્ત્વમીમાંસાની શરૂઆત ગણધર ભગવંતોના પ્રશ્નથી થાય છે મર્યવં! તિરં?' હે ભગવાન! તત્ત્વ શું છે?
Sધ્વજોના વિવાહ ના યુવા જે ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્ય ગુણોથી યુક્ત છે તે તત્ત્વ છે.
આ જવાબ સાંભળીને ગણધરો સંતુષ્ટ થાય છે, પુષ્ટ થાય છે અને ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રરૂપણારૂપે દ્વાદશાંગીની રચના કરે છે. એમાંના પહેલું અંગસૂત્ર “શ્રી આચારાંગ સૂત્ર' માં સૌ પ્રથમ આત્માની જ પ્રરૂપણા કરવામાં આવી છે. કારણ કે અધ્યાત્મનો સીધો સંબંધ આત્માથી છે. આત્માને જાણવો, જોવો અને પામવો એ જ એનો આદિ, મધ્ય અને અંત છે. એટલે જ તીર્થંકર પરમાત્મા જયારે સૂત્રાર્થ પ્રરૂપણ કરે છે ત્યારે પ્રથમ અંગ શ્રી આચારાંગમાં આત્મા સંબંધી જ પ્રરૂપણા કરે છે. “અતિ તિ 3ઝા' અર્થાત્ જે જાણતો રહે છે તે આત્મા કહેવાય છે. સિદ્ધ અને સંસારી બંને પ્રકારના જીવોમાં જ્ઞાન (જાણપણું) હંમેશા વિદ્યમાન રહે છે.
આત્મજિજ્ઞાસાથી પ્રારંભ થવાવાળું આ અંગસૂત્ર જૈન દર્શનનું મુખ્ય સૂત્ર છે. આત્મા છે, તે નિત્યાનિત્ય છે, તે કર્તા છે, તે ભોક્તા છે, બંધ અને તેના હેતુ છે, મોક્ષ અને તેના હેતુ છે. આ બધા આચારશાસ્ત્રના આધારભૂત તત્ત્વ છે જેનું નિરૂપણ પ્રસ્તુત અંગમાં વ્યાપક દૃષ્ટિથી થયું છે.
આ સૂત્રની ટીકામાં છ દ્રવ્યના સ્વરૂપની અંતર્ગત જીવની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ‘ગવતિ પ્રાઈન થરથતિ રતિ નવ જે જીવે છે, પ્રાણોને ધારણ કરે છે તે જીવ છે.
'अयमात्मा निश्चयनयेन सत्ता चैतन्य ज्ञानादिरुपैः शुद्ध प्राणोः तथा