________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૮૯ व्यवहारनयतो यथा संभव क्षयोपशमिकैरिन्द्रियादि द्रव्यप्राणैश्च जीवति,
जीविष्यति जीवितवांश्येत्यतोऽयमात्मा जीवः इत्युच्यते।' અર્થાત્ આત્મા નિશ્ચય નયથી સત્તા, ચેતન્ય અને જ્ઞાન આદિરૂપ શુદ્ધ પ્રાણોથી તથા વ્યવહારનયથી યથા સંભવ ક્ષયોપશમજન્ય ઇન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોથી જીવિતા છે, જીવિત રહેશે અને જીવિત હતો, તેથી આત્મા “જીવ’ કહેવાય છે. (આચારચિંતામણિ ટીકા - ઘાસીલાલજી મહારાજ સાહેબ. પૃ.૨૩૫). તત્પશ્ચાત્ જીવનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે"औपशमिकादिभाववान, असंख्यात प्रदेशी, परिणामी, लोकाकाशव्यापी, प्रदीपवत् संकोचविकासशीलः, व्यक्तिरुपेणानन्तोऽखण्डः, क्रियाशीलः, प्रदेशसमुदायरुपो, नित्यो, रुपरहितोऽवस्थितोऽमूर्तः सन्नपि संसारावस्थायायां मूर्त इव प्रतीयमानः ऊर्ध्वगतिशील आत्मा जीवः।" ભાવાર્થ - ૧) ઓપશમિક આદિ ભાવોવાળો ૨) અસંખ્યાત પ્રદેશી ૩) પરિણામી ૪) દીવાની જ્યોતના પ્રકાશની જેમ સંકોચ - વિકાસ સ્વભાવવાળો ૫) વ્યક્તિરૂપથી અનંતની સંખ્યામાં છે, અખંડ છે. ૬) ક્રિયાશીલ ૭) પ્રદેશ સમુદાયરૂપી ૮) નિત્ય ૯) અરૂપી ૧૦) અવસ્થિત ૧૧) અમૂર્ત હોવા છતાં ય સંસારી અવસ્થામાં મૂર્ત જેવા દેખાવવાળો ૧૨) ઊર્ધ્વગમનના સ્વભાવવાળો આત્મા જીવ કહેવાય છે.
હવે તેનો વિશેષાર્થ કહે છે. (૧) ઔપથમિક આદિ ભાવ - પર્યાયોની ભિન્ન ભિન્ન અવસ્થાઓ ભાવ કહેવાય છે. આત્માના પર્યાયવર્તી ભાવ પાંચ પ્રકારના છે. અ) ઓપશમિક ભાવ ઃ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિનો ઉપશમ એટલે ઉદયના અભાવવાળા પરિણામને ઓપશમિક ભાવ કહે છે. બ) દાયિક ભાવઃ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોના ફળરૂપ વિપાકનો અનુભવ કરવો તે ઉદય કહેવાય. ઉદયથી ઉત્પન્ન થવાવાળો ભાવ તે ઓદાયિક ભાવ. ક) ક્ષાયિક ભાવ: આઠે કર્મની પ્રકૃતિના ક્ષયથી પ્રાપ્ત થતા પરિણામને લાયક ભાવ કહે છે. ડ) લાયોપથમિક ભાવઃ ઘાતિ કર્મના ક્ષય અને ઉપશમથી પ્રાપ્ત થતા પરિણામોને લયોપશમ ભાવ કહે છે. ક્ષયોપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે કે જે કર્મના ઉદયમાં નહિ આવેલા અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે.
ઇ) પારિણામિક ભાવ: દ્રવ્યનો એક પરિણામ છે જે ફક્ત દ્રવ્યના અસ્તિત્ત્વથી પોતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે. અર્થાત્ કોઈપણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપ પરિણમન જ પારિણામિક ભાવ કેહવાય. (૨) અસંખ્યાત પ્રદેશી - પ્રદેશોની સંખ્યાની અપેક્ષાએ પ્રત્યેક આત્માનું પરિમાણ