________________
૧૯૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
લોકાકાશ જેટલા અસંખ્યાતા પ્રદેશવાળું હોય છે.
(૩) પરિણામી : પ્રત્યેક સમયે એક પર્યાય છોડી બીજી પર્યાય ધારણ કરે તે પરિણામ કહેવાય. એ પરિણામ જેમાં હોય તે પરિણામી કહેવાય. આત્મામાં સતત પર્યાયોનું પરિવર્તન ચાલુ હોય છે તેથી પરિણામી છે.
‘હરિવંશ પુરાણ’માં કહ્યું છે કે ‘દ્રવ્યપર્યાયરુપત્વાન્નિત્યોમયાત્મનઃ ।' ૩/૧૦૮ આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે તેમ જ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે ‘પંચાસ્તિકાય’ ‘કાર્તિકેય અનુપ્રેક્ષા’ આદિમાં પણ આ જ વાત દૃષ્ટિગોચર થાય છે. (૪) પ્રદીપ પ્રભાની જેમ સંકોચ વિકાસ સ્વભાવવાળા હોવાથી - લોકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશમાં જીવનું અવગાહન થઈ શકે છે. જે પ્રમાણેનું શરીર મળે એ પ્રમાણે એનો સંકોચ વિકાસ થાય છે. જીવ કંથવા જેટલો નાનો થઈ શકે છે તો હજાર યોજનના સર્પ જેટલો લાંબો પણ થઈ શકે છે.‘પંચાસ્તિકાયતાત્પર્યવૃત્તિ’માં કહ્યું છે કે ‘સર્વત્ર વૈમધ્યે નીવોસ્તિ ન ચૈવશ્વેશે। આત્મા પોતાને પ્રાપ્ત આખા શરીરમાં વ્યાપ્ત થઈને રહે છે. શરીરનો કોઈ પણ અંશ એવો નથી હોતો કે જ્યાં આત્મા ન હોય.
આત્માનું પરિમાણ આકાશ પ્રમાણે મહાન નથી અને પરમાણુ જેટલું સૂક્ષ્મ પણ નથી. આત્મા મધ્યમ પરિમાણવાળો છે.
(૫) વ્યક્તિરૂપથી અનંતની સંખ્યામાં છે. - અખંડ છે. સમસ્ત જીવરાશિની અપેક્ષાએ અનંતા જીવો છે. પ્રત્યેક જીવ અખંડ છે. (એક જીવ માત્ર બ્રહ્માંડ વ્યાપીને રહે અને બીજા એના અંશો હોય એમ નહિ. દરેક જીવ અસંખ્યાત પ્રદેશી અખંડ છે. આત્માનો એકે પ્રદેશ વિખરાઈ જાય નહિ અખંડ જ રહે.)
શ્રાવકાચાર (અમિતગતિ) માં કહ્યું છે કે
'सर्वेषामेक एवात्मा युज्यते नेति जल्पितुम । जन्म मृत्यु सुखादीनां भिन्नानामुपलब्धितः ॥'
અર્થાત્ બધાના જન્મ - મરણ, સુખ-દુઃખ અલગ - અલગ દૃષ્ટિગોચર થાય છે માટે બધામાં એક આત્મા નથી. તેથી આત્મા અખંડ અને અનંત છે.
(૬) ક્રિયાશીલ - જીવમાં કોઈને કોઈ અર્થક્રિયા હોય છે. ઉપયોગ રૂપે જ્ઞાન ને દર્શનમાં ક્રિયા કરે છે.
(૭) પ્રદેશ સમુદાયરૂપી - અસંખ્યાતા પ્રદેશોના સમૂહરૂપે છે.
(૮) નિત્ય - જીવ જીવરૂપે જ રહે છે. દ્રવ્યનયની અપેક્ષાથી એનું સ્વરૂપ નષ્ટ નથી થતું માટે નિત્ય છે.
(૯) અરૂપી - જીવ વાસ્તવમાં અરૂપી છે વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે.
શ્રી ઠાણાંગ સૂત્રમાં બીજે ઠાણે બે પ્રકારના જીવ કહ્યા છે
'रुवी जीवा चेव अरुवी जीवा चेव ।'