________________
૧૯૧
જીવવિચાર રાસ એક અધ્યયન
અર્થાત્ જે કર્મરહિત શુદ્ધ, સ્વચ્છ, સરિચદાનંદ સિદ્ધ પરમાત્મા છે તે અરૂપી જીવ છે અને અરૂપી હોવાને કારણે તેમને રૂપી કર્મો સ્પર્શી શકતા નથી. કર્મસહિતના જીવો રૂપી છે. (૧૦) અવસ્થિત - જીવ જેટલો છે તેટલો કાયમ રહે છે એના પ્રદેશોમાં ક્યારેય વધઘટ ન થાય. (૧૧) અમૂર્ત - હોવા છતાં મૂર્ત જેવા દેખાવવાળા જીવ હોય છે જીવને કોઈ આકાર નથી પણ કર્મસંગે જે જીવો ઉપજે એ પ્રમાણે એ આકાર ધારણ કરે છે. (૧૨) ઉર્ધ્વગમનના સ્વભાવવાળા - સકલ કર્મોનો ક્ષય થયા પછી તત્કાલ મુક્ત થયેલો જીવ ઉપર તરફ તીવ્રતાથી ગમન કરે છે. જીવ ઉર્ધ્વગતિશીલ હોવા છતાં તેમાં અંતરાય નાંખવાવાળા દ્રવ્યોના (કર્મોના) નિમિત્તથી અધોગમન કે તિÚગમન કરે છે. અથવા કોઈ વખત ગમન કરવામાં અસમર્થ થઈ જાય છે. જયારે સકલ કર્મોના અંત થઈ જાય છે ત્યારે ઊર્ધ્વગતિ થવામાં કોઈ અંતરાય નડતી નથી.
જીવનું લક્ષણ
"નવો વારસો' જીવનું લક્ષણ ઉપયોગ છે. આત્મલક્ષ્ય શેય છે અને ઉપયોગલક્ષણ જાણવાનો ઉપાય છે. જીવ લક્ષણ વગરનો ક્યારેય પણ ન હોય. જીવના સ્વરૂપમાં બતાવેલા ઓપશમિકાદિ ભાવમાંથી પારિણામિક સિવાયના ચાર ભાવ બધા આત્મામાં સદાય મળે કે ન મળે પણ ઉપયોગ તો હોય જ. ઉપયોગ બે પ્રકારના છે સાકાર (જ્ઞાન) ઉપયોગ અને અનાકાર (દર્શન) ઉપયોગ. કોઈ પણ જીવ ઉપયોગ વગરનો નથી હોતો અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન (ઉપયોગ) નિગોદના જીવોને પણ ખૂલ્લું હોય છે. આ ઉપરાંત ચૈિતન્યનક્ષણો નીવઃ |’ ઉપયોગની જેમ ચૈતન્ય પણ જીવનું લક્ષણ છે. ચેતન શક્તિ છે અને ઉપયોગ એની પ્રવૃત્તિ છે.
જીવાસ્તિકાયના ચાર ગુણ (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત સુખ અને (૪) અનંત વીર્ય.
જીવાસ્તિકાયની ચાર પર્યાય (૧) અવ્યાબાધત્વ (૨) અનવગાહનાત (૩) અમૂર્તિકતાત્વ અને (૪) અગુરુલઘુત્વ.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણથી પાંચ પ્રકારે જીવાસ્તિકાયનું જ્ઞાન થાય છે.
૧) દ્રવ્યથી - જીવ અનંત છે. ૨) ક્ષેત્રથી - લોક પ્રમાણે છે. ૩) કાળથી - આદિ - અંત રહિત છે. ૪) ભાવથી - અરૂપી -વર્ણ - ગંધ - રસ અને સ્પર્શથી રહિત છે. ૫) ગુણથી – ચેતના લક્ષણ છે.
જીવના પ્રકાર જીવ મુખ્યત્વે બે પ્રકારના છે. સંસારી અને સિદ્ધ. સંસારી જીવો કર્મોથી સહિતા સંસારાવસ્થામાં હોય છે અને સિદ્ધના જીવો કર્મોથી રહિત મુક્તાવસ્થામાં હોય છે. સંસારી જીવના પુનઃ સ્થાવર અને ત્રસ એમ બે ભેદ થાય છે. જેનો ષજીવનીકાયમાં