________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૪૩ વ્યંતર નિં વાઉ કાય રે, પૂર્વ દશ થોડો પોલાડચ,
પ્રથવી માંહા નહીએ.
૧૭૭
ભાવાર્થ - વ્યંતર અને વાઉકાયનો વિચાર કહે છે પૂર્વ દિશામાં પોલાણ થોડી હોય તેથી ત્યાં પૃથ્વીકાયમાં પોલાણ નથી માટે ત્યાં સર્વથી થોડા હોય. ૪૪૪ તેહથી પરછમ પાશ રે, વાઓ વ્યંતર ઘણા,
કારણ કહું વલી તેહનુંએ.
ભાવાર્થ - તેનાથી પશ્ચિમ દિશામાં વાયુ ને વાણવ્યતર ઘણા હોય વળી તેનું કારણ કહું છું.
૪૪૫ અધોલોક ત્યાહા ગામ રે, વાસ તીહા ઘણા વાણવ્યંતર,
તેણઈ ત્યાંહા વહૂએ.
ભાવાર્થ - અધોલોકમાં ઘણા ગામ છે ત્યાં વાણવ્યંતરના ઘણા આવાસ છે તેથી ત્યાં તે જીવો વધુ છે.
૪૪૬ તેહથી ઊતરિ બહુતરે ભવન તે ભવનપતી
પોલાય ઘણી તેણઈ કારણિ એ.
ભાવાર્થ - તેનાથી ઉત્તરમાં તે જીવો ઘણા છે. ત્યાં ભવનપતિના ભવન છે તથા ત્યાં પોલાણ ઘણી છે તેથી ત્યાં જીવ વધુ છે.
૪૪૭ દખ્યિણિ વલી વિસેષ રે, વાઉ નિં વ્યંતરા,
ભવન ઘણા તેણ કારણિ એ.
ભાવાર્થ - તેનાથી દક્ષિણમાં વિશેષ વાઉકાય ને વાણવ્યંતર છે. કારણ કે ત્યાં ભવનો ઘણા છે.
-
ચઉપઈ = ચોપાઈ
૧૫
૪૪૮ કહઈસ્યુ નરગ તણો જ વીચાર, સતમ નરગિં ત્રણિ દિશ સાર, તીહા નારકી થોડા લહુ, દખ્યણિ અસંખ્યગુણા પણિ કહુ.
ભાવાર્થ - હવે નરકતણો વિચાર ક્હીશ. સાતમી નરકમાં ત્રણ દિશામાં થોડા, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા હોય છે.
૪૪૯ તીહાંથી છઠી નરગિ જોય, અસંખ્યગુણ ત્રણિ પાસઈ હોય,
તેહથી અસંખ્યાતગુણા વલી કહું, દખ્યણ દસિં ત્યાહાં નારક લહુ. ભાવાર્થ તેનાથી છઠ્ઠી નરકમાં ત્રણે દિશામાં અસંખ્યાતગુણા હોય, ત્યાંથી અસંખ્યાતગુણ દક્ષિણ દિશામાં નારકીના જીવ હોય.
૪૫૦ ત્યાંહાથી અસંખ્યાતગુણા વલી જાય, પંચમ નરગિ ત્રણે દિશ હોય, તીહાંથી અસંખ્યગુણા સદીવ, દિખ્યણ દિસિં તીહાં નારક જીવ. ભાવાર્થ - તેનાથી પાંચમી નરકની ત્રણે દિશામાં અસંખ્યાતગુણ હોય, તેનાથી અસંખ્યાતગુણ નારકી દક્ષિણ દિશામાં સદૈવ હોય.