SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ - વળી પૃથ્વીકાયના જીવ દક્ષિણ દિશામાં સર્વથી થોડા હોય કારણ કે પૃથ્વીકાયમાં પોલાણ ઘણી હોય છે તેથી જ્યાં પોલાણ હોય ત્યાં જીવો થોડા હોય. ૪૩૭ દિખ્યણથી ઓતરઈ બહુ જાય, પોલાડચ થોડી ત્યાંહા પણિ હોય, ઉતરથી પૂર્વ દિંશ બહુ, ચંદ દ્વીપ ત્યાહાં નરખો સહુ. ભાવાર્થ - દક્ષિણ દિશાથી ઉત્તર દિશામાં પૃથ્વીકાયના જીવ વધુ છે કારણ કે ત્યાં પોલાણ ઓછી છે. ઉતરથી પૂર્વ દિશામાં વધારે જીવો છે કારણ કે ત્યાં ચંદ્ર - સૂર્યના દ્વીપો આવેલા છે તે સહુ જાણો. ૪૩૮ થવંથિં પચ્છમ બહુ જંત, સુરતણાં ત્યાહી દીપ અત્યંત, અથવા ગઉતમ દીપ ત્યાહા એક, એણઈ કારણઈ તીહા જીવ વસેક. ભાવાર્થ - (થર્વથિના બદલે પૂર્વથી હોવું જોઈએ) પૂર્વ કરતા પશ્ચિમ દિશામાં પૃથ્વીકાયના જીવો વધારે છે ત્યાં સૂર્યના દ્વીપ ઘણા છે અથવા ત્યાં એક મોટો ગૌતમ દ્વીપ છે તેને કારણે ત્યાં જીવ વિશેષ છે. ૪૩૯ તેઉ માનવ સીધ તુ જોય. ઉતર દખ્ખણ થોડા હોય, માણસ થોડા તેણી દસિં, તેઉ સીધ થોડા તે તસિં. ભાવાર્થ - હવે તેઉકાય, મનુષ્ય અને સિદ્ધનો અલ્પબહુત્ત્વ કહે છે. તે ત્રણે ઉત્તર - દક્ષિણ દિશામાં થોડા હોય. મનુષ્ય થોડા હોય તેથી અગ્નિકાયના જીવો પણ થોડા હોય અને એ દિશામાંથી મનુષ્યો સિદ્ધ પણ ઓછા થાય. ૪૪૦ એ ત્રણે પૂર્વ દશ જોય, શંખ્યા ગુણો વલી અદિકા હોય, મહાવદે ખેત્ર ત્યાંહા બહુ માનવી, તેણઈ તેઉ સિદ્ધ ગત્ય બહુ હવી. ભાવાર્થ - એ ત્રણે પૂર્વ દિશામાં સંખ્યાતગણા અધિક હોય ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય ઘણા છે તેથી ત્યાં તેઉકાય ને સિદ્ધ ગતિમાં વાવાળા જીવો ઘણા છે. (સિદ્ધ ત્યાં થી જ ઉપર એ જ સ્થાને જાય છે.) ૪૪૧ પૂર્વ થકી હવઈ પચ્છીમ દિસિં જીવ ઘણા તે કારણ કર્સિ, મેર થકી હવે જોયણ હજાર, ઢાલ ભોમતી હાથ છઈ અપાર. ભાવાર્થ - પૂર્વથી પશ્ચિમ દિશામાં જીવ ઘણા છે કારણ કે મેરૂ પર્વતથી હજાર જોજન ઢળાણવાળી જમીન હાથની જેમ અપાર છે. ૪૪૨ તીહાં મહાવદે વસિં બહુ ગામ, તેણઈ ત્યાંહા માનવના બહુ ઠામ, તેણઈ ત્યાંહા અગનકર્મ બહુ થાય, માનવ ઘણા બહુ મુગતિ જાય. ભાવાર્થ - ત્યાં મહાવિદેહ ક્ષેત્રના ઘણા ગામ છે તેથી ત્યાં માનવના બહુ સ્થાન છે, તેથી ત્યાં અગ્નિકર્મ બહુ થાય છે, તેમ જ ઘણા જીવો ત્યાંથી મુક્તિ પામે છે તેથી ત્યાં જીવ ઘણા છે. ૧૦ ઢાલ એણિ પરિ રાજ્ય કરતા રે... ―
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy