________________
૭૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત દોય આલોચણા ગુરૂ કન્ડે લીધી, અકૃમિ છઠિ સુદ્ધ આતમિ કીધી. શેનું જ ગિરનાર શંખેસર યાત્રો, રાસ લખી ભણાવ્યા બહુ છાત્રો, સુખશાતા મનીષ ગણું દોય, એક પગે જિન આગળ સોય. નિત્યે ગણવી વીસ નોકરવાલી, ઊભા રહી અરિહંત નિહાળી, તવન અઠાવન ચોત્રીસ રાસો, પુણ્ય પ્રસર્યો દીય બહુ સુખવાસો. ગીત થઈ નમસ્કાર બહુ કીધા, પુય માટે લિખિ સાધુને દીધા. કેટલાએક બોલની ઈચ્છા કીજે દ્રવ્ય હોય તો દાન બહુ દીજે, શ્રી જિનમંદિર બિંબ ધરાવું, બિંબ પ્રતિષ્ઠા પોઢિ કરાવું. સંઘપતિ તિલક ભલું જ ધરાવું, દેશપરદેસ અમારિ કરાવું, પ્રથમ ગુણઠાણાને કરૂં જઈનો, કરૂં પુણ્ય સહિત નર જેહ છે હીનો. એમ પાલું હું જેન આચારો, કહેતાં સુખ લઘુતા અપારો, પણ મુજ મન તણો એહ પ્રણામો, કોએક સુણી કરે આતમકામો. પુણ્યવિભાગ હોય તવ હારે, ઈસ્યુ ઋષભ કવિ આપ વિચારે, પરઉપગાર કાજે કહિ વાત, મન તણો પણ સંદેહ જાત.”- હીરવિજયસૂરિ રાસ
ઉપરોક્ત અવતરણથી સિદ્ધ થાય છે કે એક દઢધર્મી, પ્રિયધર્મી, ઈષ્ટધર્મી શ્રાવકના બધા લક્ષણ એમનામાં હતા જેમ કે - રોજ ઊભયકાળે પ્રતિક્રમણ, મહિનામાં ચાર પોષધ (૨ આઠમ + ૨ પાખી), સમકિત સહિત ૧૨ (દ્વાદશ) વ્રતના ધારણહાર, રોજ વ્યાસણું (બે જ વખત એક જ આસને બેસીને ભોજન કરવું) કરનાર, ત્રિકાળ પૂજા, બે પંચતીર્થી, સ્વાધ્યાય, વીસસ્થાનક તપના આરાધક, છઠ્ઠ - અઠ્ઠમ તપના આરાધક, શેત્રુંજય, ગિરનાર, શંખેશ્વરની યાત્રા. કરનાર, સ્તવન, રાસ વગેરે લખીને શાસન પ્રભાવના કરનાર, વિદ્યાદાન કરનાર (છાત્રોને ભણાવ્યા), પ્રભુની સામે એક પગે ઊભા રહીને રોજ ૨૦ નવકારવાળી ગણનાર.
આ ઉપરાંત પોતાની શું ભાવના છે તે પણ વ્યક્ત કરી છે. જેમ કે ખૂબ દાન કરૂં, જિનમંદિર બિંબ ભરાવું, પ્રાણપ્રતિષ્ઠા કરાવું, સંઘતિલક કરવું, દેશપરદેશ અમારિ કરાવું વગેરે.
પોતાના ગુણ પોતે એટલે વર્ણવ્યા છે કે આ સાંભળીને કોઈને એવું આચરણ કરવાનું મન થાય તો એ પુણ્યકારી કાર્ય થશે. પોતે એમની ધર્મક્રિયામાં નિમિત્ત બનશે તો પોતાનું જીવન સફળ થયું ગણાશે. - આ બધા પર વિચારતા લાગે છે કે કવિનો મહદ્ સમય ધર્મક્રિયામાં વ્યતીતા થતો હતો. છાત્રોને ભણાવતા હતા તેથી તેઓ શિક્ષક પણ હતા તે સિદ્ધ થાય છે.
દરરોજ ત્રણથી ચાર કલાક તો એમની ધર્મક્રિયામાં વ્યતીત થઈ જાય પછીનો સમય છાત્રોને ભણાવવામાં અને રાસની રચનામાં પસાર થાય એ એમની