________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૭૭
આમ લગભગ અનેક કૃતિઓમાં એમણે પોતાના પિતામહનું ઉત્તમ ચિત્રણ રજૂ કરીને એક આદર્શ પૌત્રનું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
૨) આદર્શ પુત્ર - એવી જ રીતે પિતાશ્રી પ્રત્યે પણ પોતાની અસીમ લાગણી વ્યક્ત કરી છે. પિતામહની જેમ પિતાશ્રીના પણ ગુણગ્રામ પ્રાયઃ પ્રત્યેક કૃતિઓમાં કરીને પિતૃઋણ અદા કર્યું છે.
અ) અનુકરમિં સંઘવી જે સાંગણ ત્રંબાવતી માહ આવેજી,
પૌષધ પુણ્ય પડીકમણું કરતાં દ્વાદશ ભાવના ભાવઈ. સમકિત સાર રાસ (જૈન ગૂર્જર કવિઓ
ભાગ ૩
પૃ. ૪૩) બ) મહિરાજ તણો સુત અતિ અભિરામ, સંઘવી સાંગણ તેહનું નામ, સમકિત સાર ને વ્રત જસ બારો, પાસ પૂજી કરે સફળ અવતારો. - હીરવિજયસૂરિ રાસ (જૈન ગૂર્જર કવિઓ - ભાગ ૩ પૃ. ૬૮) આમ પિતાનું મહત્ત્વ સ્થાપિત કરીને પિતા પ્રત્યે કૃતજ્ઞતા બતાવી છે. એ આદર્શ પુત્ર તરીકેનું વ્યક્તિત્વ ઉપસાવ્યું છે.
૩) આદર્શ શિષ્ય - ગુરૂગમથી પોતે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી વગેરે ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું તેમ જ શાસ્ત્રાભ્યાસ કર્યો હતો એ ગુરૂઓનો ઉપકાર ચૂકાઈ ન જાય માટે પોતાની કૃતિઓમાં ગુરૂઓની સ્તુતિ સ્તવના કરીને ગુરૂનું માન વધાર્યું છે. અ) તુજ ચરણે શિરિ નામે કવિતા, તત્ત્વભેદ લહે સારજી,
ગુરૂ આધારે જ્ઞાન લહીને, કીધો જીવવિચારજી. - જીવવિચાર રાસ
ગુરૂને પોતાની રચના બતાવી એ રચના યોગ્ય છે કે નહિ એ પણ જાણી લેતા એનો નિર્દેશ પણ કર્યો છે.
-
-
-
બ) ‘રાશિ ઋષભઈ કર્યો, શ્રી ગુરૂ સાથઈ બહુ બુદ્ધિ વિચારી.’ - કુમારપાલ રાસ ૪) આદર્શ શ્રાવક - કવિ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છના આદર્શ શ્રાવક હતા. શ્રાવકના ગુણોથી સંપન્ન હતા. કવિએ પોતે જ ‘હિતશિક્ષા રાસ’ ને ‘હીરવિજયસૂરિ રાસ' માં બીજાને પ્રેરણા મળે એ ભાવથી પોતાની દિનચર્યા નું વર્ણન કર્યું છે. ‘વીરમારગ વહી કાંઈ પુણ્ય કીજે, ઊગતે સૂરે જિનનામ સહી લીજે, પ્રાહિ ઊઠી પડિક્કમણું કરીએ, દોય આસણ વ્રત અંગે ધરીએ. વ્રત બાર ચૌદ નિયમ સંભારો, દેસના દેઈને નરનારી તારો, ત્રિકાળ પૂજા જિન નિત્ય કરવી, દાન પાંચે દેઉ શક્તિ મુજ જેહવી. નિત્યં દસ દેવળ જિન તણાં જોહારૂં, અક્ષત મુકી નિજ આતમ તારૂં, આઠમ પાખી પૌષધ પ્રાહિં, દિવસ રાત સિજઝાય કરૂં ત્યાહિ. વીરવચન સુણી મન માહિં ભેદું, પ્રાહિ વનસ્પતિ નવિ છેદું, મૃષા અદત્ત પ્રાહિં નહિં પાપ, શીળ પાળું તન વચને આપ. નિત્ય નામું જિન સાધુને સીસો, થાનક આરાધ્યાં વળી વીસો,